________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૪
અણુ તથા સ્કંધોના અવગાહનું સ્પષ્ટીકરણ
લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે તેમાં પહેલા એક પ્રદેશથી શરૂઆત કરવી, પછી બે, ત્રણ, સંખ્યાત અને છેવટે અસંખ્યાત પ્રદેશ સુધી જવું. એટલે ‘જેની આદિમાં એક પ્રદેશ છે' તેવા લોકાકાશના પ્રદેશોમાં એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશોમાં પરમાણુ' આદિ પુદ્ગલનો અવગાહ ભાજ્ય છે. એટલે કે લોકાકાશના એક પ્રદેશમાં પણ પુદ્ગલનો અવગાહ હોઈ શકે છે અને બે આદિથી સંખ્યાતા પ્રદેશોમાં પણ સંભવી શકે છે અને અસંખ્યાતા પ્રદેશોમાં પણ સંભવી શકે છે, પરંતુ એક જ આકાશપ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં જ કે અસંખ્યાતા પ્રદેશમાં જ અવગાહ હોય તેવું નથી.
આ રીતે ઉપર મુજબ બહુવ્રીહિ સમાસ દ્વારા પ્રાપ્ત થયેલ અર્થથી અણુ તથા સ્કંધોના અવગાહનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. આ જ વાત પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા બતાવતાં કહી રહ્યા છે કે
૮૯
ભાષ્ય :- અપ્રદેશ પુદ્ગલ, (પરમાણુ) સંખ્યાત પ્રદેશવાય પુદ્ગલ, અસંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલ અને અનંતપ્રદેશવાળાં પુદ્ગલોનો આકાશના એક આદિ યાવત્ અસંખ્યાત પ્રદેશોમાં અવગાહ ભાજ્ય છે.
જે આકાશપ્રદેશોની આદિમાં એક છે તે આકાશપ્રદેશોમાં પુદ્ગલનો અવગાહ ભાજ્ય છે.
આકાશના એક પ્રદેશમાં પણ પુદ્ગલ રહે છે અને આકાશના અસંખ્યાત પ્રદેશમાં પણ પુદ્ગલ રહે છે પણ આકાશના એક જ કે અસંખ્યાત પ્રદેશોમાં રહે એવો નિયમ નથી, ભાજ્ય, વિભાષ્ય અને વિકલ્પ્ય આ પર્યાયવાચી શબ્દો છે. તે વિકલ્પો આ પ્રમાણે
કરવા—
પરમાણુ આકાશના એક જ પ્રદેશમાં અવગાહે છે. ચણુક આકાશના એક પ્રદેશમાં ય રહે અને બે પ્રદેશમાં પણ અવગાહે, ઋણુક આકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, અને ત્રણ પ્રદેશમાં પણ અવગાહે, આ રીતે ચાર પરમાણુનો સ્કંધ એક, બે, ત્રણ અને ચાર પ્રદેશોમાં પણ અવગાહે, સંખ્યાતા પ્રદેશવાળા સ્કંધો, અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધો અને અનંતપ્રદેશવાળાં પુદ્ગલો એક પ્રદેશથી આરંભીને સંખ્યાતા અને અસંખ્યાતા આકાશપ્રદેશોમાં અવગાહે છે.
૧. અહીં અણુનું ગ્રહણ પુદ્ગલોના ક્રમને આશ્રિત છે એમ સમજવું. બાકી અણુ તો આકાશના એક પ્રદેશમાં જ હોય છે.
૨.
શંકા :- પુદ્ગલનો એકથી લઈને અસંખ્યાતા પ્રદેશોમાં જ અવગાહ કહ્યો પણ અનંતા પ્રદેશોમાં કેમ કહ્યો નહિ ?
સમાધાન :- અનંતા પ્રદેશોમાં તો ધર્માદિ દ્રવ્યોનો અવગાહ જ નથી. કેમ કે અનંતા પ્રદેશ તો અલોકાકાશના છે. આ બધાં દ્રવ્યોનો અવગાહ તો લોકાકાશમાં જ છે અને લોકાકાશ તો અસંખ્યાત પ્રદેશવાળો છે. માટે એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશોમાં જ અણુ આદિ પુદ્ગલોનો અવગાહ કહ્યો પણ અનંતાપ્રદેશોમાં કહ્યો નહીં.