________________
૮૮
તત્ત્વાર્થ સૂત્ર અને પુરુષની જેમ રહેલા નથી. આ વાત પૂ. સૂત્રકાર મ. 7 શબ્દના પ્રયોગ દ્વારા બતાવી. એટલે જ હૃદ-પુરુષની જેમ ધર્માધર્મ લોકાકાશમાં રહ્યા નથી. આ રીતે વ્યવચ્છેદ કર્યો. અર્થાત્ હૃદમાં પુરુષનો સંયોગ કોઈ ભાગમાં છે, બીજા ભાગોમાં નથી. એવી રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો આકાશપ્રદેશોની સાથે સંયોગ નથી પણ તેઓનો સંપૂર્ણ આકાશપ્રદેશો સાથે સંબંધ છે. એટલે આકાશના કોઈ એક દેશની સાથે ધર્માધર્મનો સંબંધ છે એમ જો કોઈ સમજતો હોય તો તે બરાબર નથી. માટે તેવી સમજણને દૂર કરવા પૂ. સૂત્રકાર મ. “વૃત્ન' શબ્દનો ઉપયોગ કર્યો છે અને તેનાથી એક દેશ સંયોગ નથી તેમ જણાવ્યું. આ જ પ્રયોગ કરાયેલ શબ્દનું ફળ છે.
આમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં દૂધને પાણીની જેમ સર્વાત્મના વ્યાપીને રહ્યા છે. આ જવાબ આપીને પૂ. સૂત્રકાર મ. જિજ્ઞાસુની જિજ્ઞાસાને શમાવવા પ્રયત્ન કર્યો છે. અવતરણિકા
ધર્માદિ દ્રવ્યો લોકાકાશમાં કેવી રીતે રહ્યાં છે? આ પ્રશ્નના જવાબમાં પૂ. સૂત્રકાર મ. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સંપૂર્ણ લોકાકાશમાં દૂધને પાણીની જેમ રહ્યાં છે” આવું જણાવ્યું. હવે પુદ્ગલ દ્રવ્યોનો લોકાકાશમાં અવગાહ કેવી રીતે છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. કહી રહ્યા છે કે
एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥ ५-१४॥ સૂત્રાર્થ– લોકાકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશ આદિ અસંખ્યાત પ્રદેશોમાં પણ પુદ્ગલ દ્રવ્યનો અવગાહ છે. પુદ્ગલ દ્રવ્ય આકાશના એક પ્રદેશમાં પણ રહે છે અને બે આદિ પ્રદેશોમાં પણ રહે છે. એટલે પુદ્ગલ દ્રવ્યોની લોકાકાશના એક આદિ પ્રદેશોમાં ભજના છે. સૂત્રમાં કયો સમાસ છે તેનું સ્પષ્ટીકરણ
સૂત્રમાં રહેલ “પ્રવેશવિપુ' આ પદમાં સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ છે. તેની પહેલા “વ' અને ‘પ્રવેશ' આ બે પદનો તપુરુષ સમાસ છે. તે આ પ્રમાણે
અવસ્થાની પ્રવેશ પ્રવેશ: આમાં રહેલ પ્રદેશનું લક્ષણ આગળ બતાવી ગયા છે. હવે “પ્રવેશ: ગતિ ર્યેષાં તે પ્રવેશ:' તેવુ-પપ્રવેશવિવું
આ પ્રમાણે સમાનાધિકરણ બહુવીહિ સમાસ કરવો. તેથી “એક પ્રદેશ છે જેઓની આદિમાં એવા પ્રદેશોમાં” અણુ આદિ પુદ્ગલ દ્રવ્યોનો અવગાહ છે આવો અર્થ પ્રાપ્ત થાય છે.
આ રીતે બહુવ્રીહિ સમાસ કર્યો એટલે પુગલોનો અવગાહ ક્યાં છે? કેવા લોકાકાશમાં છે તે અર્થ બરાબર રીતે પ્રાપ્ત થઈ જાય છે.