________________
૮૬
તત્ત્વાર્થ સૂત્ર આકાશપ્રદેશમાં સર્વદા અવગાહ નથી. અવગાહનું સ્થળ બદલાયા કરે છે. તેમનો આકાશમાં સંયોગ માત્ર છે. ત્યારે ધર્મ અધર્મનો આકાશ સાથે એકાકાર પરિણામરૂપ સંયોગ છે. એટલે કે આકાશમાં ધર્મ અધર્મનો આશ્લિષ્ટ પરિણામ છે. આ પ્રમાણે આકાશપ્રદેશો અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયના પ્રદેશોની પરસ્પરના સંયોગ પરિણામથી તે પ્રકારે જ રચના છે. આથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોનો આકાશમાં અનાદિથી અવગાહ છે. માટે ધર્મ –અધર્મથી અવગાઢ આકાશમાં જીવ અને પુદ્ગલોનો અવગાહ છે તેમ કહ્યું છે. ધર્માદિનો અવગાહ લોકાકાશમાં જ છે
આ જીવાદિ દ્રવ્યોનો અવગાહ લોકાકાશમાં જ છે પણ અલોકાકાશમાં નથી. કેમ કે ગતિમાં ઉપકાર કરનાર ધર્માસ્તિકાય અને સ્થિતિમાં ઉપકાર કરનાર અધર્માસ્તિકાયનો ત્યાં અભાવ છે. ધર્માધર્મ દ્રવ્યો લોકાકાશમાં જ છે. આથી જ જીવાદિનો અવગાહ લોકાકાશમાં જ છે. ધર્માદિનો અવગાહ અલોકાકાશમાં કેમ નથી.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં જ છે, અલોકાકાશમાં નથી. આવું તમે જણાવ્યું છતાં સ્વાભાવિક પ્રશ્ન થાય છે આમ કેમ? ધર્માધર્મ દ્રવ્ય અલોકાકાશમાં કેમ નથી? કારણ શું ? ધર્માધર્મનો અવગાહ લોકાકાશમાં જ છે
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો સ્વભાવ જ એવો છે કે તે લોકાકાશમાં જ હોય છે. સ્વભાવમાં પ્રશ્ન હોતો જ નથી કે આવો સ્વભાવ શા માટે? “સ્વભાવ છે” કહ્યું એટલે બસ કોઈ પ્રશ્ન સંભવે નહિ.
ઉપસંહાર ઃ આમ સ્વભાવથી જ ધર્માધર્મનો અવગાહ લોકાકાશમાં જ છે. સ્વભાવમાં પ્રશ્ન હોઈ શકે જ નહિ માટે જ પ્રશ્નની ઉપેક્ષા કરીને “લોકાકાશમાં ધર્માદિનો અવગાહ છે એમ પૂ. સૂત્રકાર મ. કહ્યું છે.....
અવતરણિકા સાચા અભ્યાસીને જ્ઞાન મળતું જાય તેમ તેમ જિજ્ઞાસા જાગતી જાય છે. દ્રવ્યોનો આધાર તો જાણ્યો પણ એ દ્રવ્યો આધારમાં કેવી રીતે રહ્યા છે. આ નવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને
અહીં ટીકા. સ્વભાવ કહ્યો છે તે છેવટનો જવાબ છે તે કેવી રીતે છે તે વિચારીએ છીએ... અહીં યુક્તિ આપવી હોય તો આપી શકાય છે કે - ધર્માધર્મના પ્રદેશો અસંખ્યાતા છે અને તે વિસ્તૃત સ્વભાવવાળા છે. એટલે એ પ્રદેશો આકાશના અસંખ્યાતા પ્રદેશો સાથે જ સંબંધવાળા બની શકે. આથી આકાશના અસંખ્યાતા પ્રદેશોનો સંબંધી ધર્માધર્માસ્તિકાય થાય. એટલે ધર્માધર્મનો આકાશ સાથે સંયોગસંબંધ છે. સંયોગસંબંધ જ્યાં હોય ત્યાં જ એનું સંયોગી દ્રવ્ય હોય. ધર્માધર્મનો સંબંધ આકાશના અસંખ્યાત પ્રદેશોમાં છે માટે એ બંને પણ ત્યાં જ છે. આથી જ આ આકાશ લોકાકાશ કહેવાય છે. હવે આગળ કોઈ પૂછે કે ધર્માધર્મના અસંખ્યાતા પ્રદેશો જ કેમ ? તો ત્યાં સ્વભાવ છે એમ જવાબ આપવો પડે માટે જ આપણે કહ્યું કે એનો સ્વભાવ છે કે લોકાકાશમાં જ હોય છે.