________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૨
૮૫
અવતરણિકા
જેમ આકાશ પોતાનામાં પ્રતિષ્ઠિત છે તેમ ધર્માદિ દ્રવ્યો શું સ્વાત્મ પ્રતિષ્ઠિત છે કે પાણીની જેમ બીજા આધારમાં રહેલા છે ? અર્થાત્ પાણી જેમ ભિન્ન પાત્રમાં રહેલું હોય છે તેમ શું ધર્માદિ દ્રવ્યોનો બીજો કોઈ આધાર છે કે આકાશની જેમ પોતે જ આધાર છે
આ પ્રશ્ન સ્વાભાવિક સંભવે છે. કેમ કે અજીવ દ્રવ્યો કયાં છે ? તેનાં નામ શું ? તેઓનું સ્વરૂપ શું ? આ તો આપણે જ્ઞાન મેળવ્યું પણ આગળ જિજ્ઞાસા વધે છે. આ બધાં દ્રવ્યોનો આધાર કોણ ? ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ દ્રવ્યો ક્યાં રહ્યાં છે ?
આ પ્રશ્નના સમાધાનમાં નિશ્ચય નયના અભિપ્રાયથી સમજવું કે બધી જ વસ્તુ, બધા જ પદાર્થો આકાશની જેમ સ્વાત્મ પ્રતિષ્ઠિત એટલે પોતાનામાં જ પોતે રહેલા છે. પોતે જ પોતાનો આધાર છે.
વ્યવહાર નયના અભિપ્રાયથી વ્યવહાર નયની અપેક્ષાએ, ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનો આધાર કોણ છે ? આ દ્રવ્યો ક્યાં રહ્યાં છે ?
તે બતાવતાં પૂ. સૂત્રકા૨ મ. કહે છે કે -
તોજાજાોવાદઃ ॥ ૧-૨૨॥
સૂત્રાર્થ : ધર્માદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે.
ભાષ્ય : અવગાહ લેનારા ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનો લોકાકાશમાં અવગાહ છે. લોકાકાશ આ બધાં દ્રવ્યોનો આધાર છે.
ધર્માદિ દ્રવ્યોની સ્થિતિ ક્યાં છે ?
ટીકા : સૂત્રમાં રહેલ ‘અવગાહ' શબ્દનો અર્થ છે અનુપ્રવેશ અને ભાષ્યમાં રહેલ ‘અવગાહી’ શબ્દનો અર્થ છે અનુપ્રવેશવાળા.
અનુપ્રવેશવાળા જીવ અને પુદ્ગલોનો અવગાહ એટલે કે પ્રવેશ દ્રવ્યોની પ્રતિષ્ઠા, સ્થિતિ, ધર્માધર્મ દ્રવ્ય જેમાં અવગાહીને રહેલા છે. તે આકાશમાં છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો જ્યાં છે ત્યાં જ જીવ અને પુદ્ગલો પણ છે. આકાશમાં ધર્મ અને અધર્મનો આશ્લિષ્ટ પરિણામ છે ?
હવે અહીં પ્રશ્ન થાય કે આકાશમાં તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો જેમ અવગાહ છે તેમ જીવ અને પુદ્ગલનો પણ અવગાહ છે અને આ બધાનો આકાશમાં અવગાહ અનાદિ કાળથી છે છતાંય ધર્માધર્મના અવગાહને જ અનાદિકાલીન કહીને ધર્મ અને અધર્મથી અવગાહ આકાશમાં જીવ અને પુદ્ગલનો અવગાહ છે. આમ જુદું કેમ કહ્યું ?
આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે કે—જીવ અને પુદ્ગલનો આકાશમાં અવગાહ અનાદિથી છે પણ જે આકાશપ્રદેશમાં જીવ અને પુદ્ગલનો અવગાહ છે તેના તે જ