________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૧
૮૩
ભાષ્યઃ પરમાણુ આદિ વગરનો છે, મધ્ય વગરનો છે, અપ્રદેશ છે ટીકા : પરમાણુ મધ્ય આદિ વિભાગ રહિત છે.
પરમાણુ આદિ, મધ્ય અને અંત્ય પ્રદેશોથી રહિત જ ઇચ્છાય છે. અર્થાત્ પરમાણુમાં અહીંથી એની શરૂઆત છે, એનો આ મધ્યભાગ છે, એનો આ અંત્ય ભાગ છે. આવો વ્યવહાર થઈ શકતો નથી. અંત્ય વિભાગ વગરનો પરમાણુ છે આવું ક્યાંથી લાવ્યા?
પૂ. ભાષ્યકાર મ. તો ભાષ્યમાં “અનાદિ અને “અમધ્ય' આ બે શબ્દો કહ્યા છે. “અંત્ય' શબ્દ તો કહ્યો જ નથી તો તમે “અંત્ય' શબ્દ કયાંથી ગોઠવી દીધો ? અપ્રદેશ શબ્દ “અંતની પ્રાપ્તિ છે
પૂ. ભાષ્યકાર મ. “મપ્રવેશ' શબ્દ ગ્રહણ કર્યો છે. તે “પ્રદેશ”નો જ અંત છે. તેથી આદિ, મધ્ય અને અંત્ય વગરનો પરમાણુ છે આવો અર્થ થાય છે. અર્થપત્તિથી પણ અંતનું ગ્રહણ થાય છે.
અથવા આદિ અને મધ્યના ગ્રહણથી અંત્યનું ગ્રહણ અર્થથી પ્રાપ્ત થાય છે. કેમ કે આદિ અને મધ્ય અંત્ય વગર હોઈ શકે નહિ. પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં અનાદિમાં “આદિ' શબ્દ અને અમધ્યમાં “મધ્ય’ શબ્દનું ગ્રહણ કર્યું છે તે ત્યારે જ બની શકે જ્યારે અંત્ય હોય. તેથી અંત્ય અર્થ અર્થાપત્તિથી પણ પ્રાપ્ત થાય છે. અથવા પક્ષમાં “અપ્રદેશ' શબ્દનું વ્યાખ્યાન્તર
ઉપર “અથવા’ કરીને અર્થપત્તિથી “અંત્ય' અર્થની પ્રાપ્તિ થાય છે. એમ જણાવ્યું છે તે અથવા વાળા પક્ષમાં “અપ્રદેશ' શબ્દની વ્યાખ્યા રહી જાય છે. માટે આ પક્ષમાં “અપ્રદેશ શબ્દથી પ્રતિવિશિષ્ટ પ્રદેશનું નિરાકરણ જ કરેલું છે એમ સમજવું. અર્થાત્ અહીં ‘અપ્રદેશ એટલે પ્રદેશ નહીં તે, આટલો જ માત્ર અર્થ કરવાનો નથી પણ પ્રતિવિશિષ્ટ પ્રદેશોનો નિષેધ સમજવો.
મતલબ પરમાણુ આદિ, મધ્ય અને અંત્ય વિભાગો વડે અપ્રદેશી છે પણ રૂપાદિ દેશોથી અપ્રદેશી નથી. એટલે પ્રતિવિશિષ્ટ-દ્રવ્યપ્રદેશથી આદિ, મધ્ય અને અંત્ય પ્રદેશો લીધા છે એમ સમજવું. એવા દ્રવ્યપ્રદેશો પરમાણુને હોતા નથી. એટલે પરમાણુ અપ્રદેશી છે.
આ અર્થ કરીને પરમાણુમાં આદિ, મધ્ય અને અંત્ય વિભાગ છે જ નહીં. માટે પરમાણુમાં મધ્યમ આદિ વિભાગ રહ્યા નહીં. આથી પરમાણુ સમદેશી નથી માટે વાદીએ સપ્રદેશીવાતુ” હેતુ આપ્યો હતો તે અસિદ્ધ છે. કેમ કે અમે પરમાણુને અપ્રદેશી માનીએ છીએ. હવે પૂ. ભાષ્યકારે કહેલ “અપ્રદેશ' શબ્દનો અર્થ આ રીતે આવી જાય છે. પરમાણુ વસ્તુ નથી એવી શંકા
વસ્તુનું વસ્તુપણું આદિ, મધ્ય અને અંત્ય અવયવના કારણથી છે પણ તમે પરમાણુમાં