________________
૮૨
તત્ત્વાર્થ સૂત્ર વિજ્ઞાન ક્ષણ પણ મધ્ય આદિ વિભાગ રહિત છે છતાં સત્ છે એટલે સતું હોય તે મધ્ય આદિ વિભાગ સહિત જ હોય એવી વ્યાપ્તિ નથી.
આમ તમે જે હેતુ આપીને અનુમાન કર્યું કે : પરમાણુઃ ગત્ મધ્યવિવાદ્રિ રહિતસ્વાત્ આ અનુમાન બરાબર નથી, કારણ કે વિજ્ઞાન ક્ષણમાં તમારો હેતુ રહી ગયો પણ અસતપણું ન રહ્યું. એટલે વિજ્ઞાનક્ષણ મધ્ય આદિ વિભાગ રહિત હોવા છતાં સત્ છે. તેવી રીતે તમે પરમાણુને અસત્ સિદ્ધ કરવા જે પ્રયત્ન કર્યો તે વ્યર્થ છે. તમારો હેતુ વિજ્ઞાનક્ષણને લઈને વ્યભિચારી છે માટે પરમાણુ અસત્ સિદ્ધ થઈ શકતો નથી.
તે જ પ્રમાણે મધ્યવિભાગાદિ સહિત હોવાથી પરમાણુ નથી તે પણ સિદ્ધ કરી શકતા નથી. કેમ કે તમારો “મધ્યવિભાગાદિ સહિત’ હોવાથી આ હેતુ આપો છો તે અસિદ્ધ છે.
અમે પરમાણુ તેને જ કહીએ છીએ કે જે છેલ્લામાં છેલ્લો વિભાગ છે અર્થાત્ એના કોઈ વિભાગની કલ્પના થઈ શકતી જ નથી. માટે અમારા અભિમત પરમાણુમાં તમારો હેતુ રહી શકતો નથી. આથી તમારો “મધ્યવિભાગાદિસહિતત્વાતું હતું અસિદ્ધ છે.
આ જ પ્રમાણે દિગ્વિભાગની કલ્પનાથી એટલે કે પરમાણુમાં જુદી જુદી દિશાઓના સંબંધની કલ્પના કરીને પરમાણુને સાંશ સિદ્ધ કરીને પરમાણુનો અભાવ સિદ્ધ કરે છે તેનું પણ ઉપર પ્રમાણે પ્રત્યાખ્યાન કરવું. તો તે કેવી રીતે થાય તે જોઈએ. દિગ્વિભાગની કલ્પનાથી પણ પરમાણુનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી.
બૌદ્ધી કહે છે કે “પરમાણુઅસત, વિવિમા ત્વનાયુwવાતુ, પરમાણુનો છ દિશામાં સંયોગ થાય છે તેથી પરમાણુ પરમાણ રહેતો નથી પણ વિભાગવાળો બની જાય છે. એટલે પરમાણુના છ વિભાગ થાય. તેથી પરમાણુ નહીં રહે
આ રીતે બૌદ્ધો દિન્ વિભાગની કલ્પના કરીને પરમાણુ પરમાણુ નહીં રહે આવું જે કહે છે તે બરાબર નથી. કેમ કે વિજ્ઞાનક્ષણનો દિશાઓ સાથે સંબંધ છે. છતાં તેનો અભાવ નથી એટલે દિ વિભાગની કલ્પનાથી અભાવ સિદ્ધ થઈ શકતો નથી. માટે દિવિભાગાદિ કલ્પનારૂપ તમારો હેતુ પરમાણુના અભાવમાં કારગત થાય તેમ નથી. વિજ્ઞાનક્ષણ એ સ્કંધ નથી. અવયવોનો સમુદાય નથી તેમ પરમાણુ એ સ્કંધ નથી તેમ અવયવો સમુદાય નથી પણ નિરવયવ એક પુદ્ગલ દ્રવ્ય છે. આમ બૌદ્ધોનો હેતુ વિજ્ઞાનક્ષણમાં રહી જાય છે અને વિજ્ઞાનક્ષણનો અભાવ નથી માટે તમારો આ હેતુ વ્યભિચારી છે.
વાદીએ પૂર્વપક્ષ કરતાં બીજું અનુમાન કરતાં કહ્યું હતું કે મધ્યમવિભાગાદિ રહિત હોવાથી પરમાણુ અસત્ છે પણ તે હેતુ સાધ્યને સાધી શકતો શકતો ન હોવાથી અસિદ્ધ છે કેમ કે તે હેતુવાળો પક્ષ પણ સત્ છે. આ વાતને પ્રગટ કરવાની ઇચ્છાથી પૂ. ભાષ્યકાર મ. ફરમાવે
૧. “pfસવજ્ઞાનક્ષMવત'... આ પ્રમાણે સકળ વસ્તુઓની સાથે આકાશનો સંબંધ છે એમાં દષ્ટાંત તરીકે
વિજ્ઞાનક્ષણને આગળ ૧૧મા સૂત્રના ભાષ્યની ટીકામાં પૃ. ૮૦ પર લખ્યું છે.