________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૧
૮૧
છે. આ જ પ્રતીતિ છે. તમે પરમાણુને પક્ષ કરી સપ્રદેશીત્વ હેતુ આપી પરમાણુને પ્રદેશવાળો કો છો આ જ પ્રતીતિ વિરોધ છે. અવ્યાપકાસિદ્ધ :
વળી પરમાણુના અભાવને સિદ્ધ કરવા “સપ્રદેશીત્વ' હેતુ આપો છો તે વ્યાપક નહીં હોવાથી અસિદ્ધ છે. જેમ વનસ્પતિ જીવ છે તે સિદ્ધ કરવા અને વનસ્પતિઃ' નીવ: વાત્વાન્ આ અનુમાન કરી “સ્વાપ-પત્ર સંકોચરૂપ ઊંઘ હોવાથી આ હેતુ આપીએ છીએ તે એક એક વનસ્પતિમાં ઘટતો નથી. અર્થાત્ સર્વ વનસ્પતિમાં નહીં ઘટતો હોવાથી અવ્યાપક છે માટે અસિદ્ધ છે આવું તમે કહો છો તેવી જ રીતે અમે પણ તમને કહીએ છીએ કે પરમાણુત્વના અભાવની સિદ્ધિ માટે તમે જે “પ્રીત્વતિ' હેતુ આપો છો “સપ્રદેશી હોવાથી પરમાણુનો અભાવ છે'. આમ અનુમાન કરો છો તેમાં “પ્રવેશત્વાસ્' આ હેતુ પણ સર્વ પ્રકારના પરમાણુમાં રહેતો નહીં હોવાથી અવ્યાપક છે માટે અસિદ્ધ છે. કેમ કે પરમાણુ ચાર પ્રકારના છે. તેમાં તમારો હેતુ દ્રવ્ય પરમાણુમાં જ રહ્યો, બીજા ત્રણ પ્રકારના પરમાણુમાં તો સપ્રદેશીપણું નથી અને પરમાણુત્વ તો ક્ષેત્ર પરમાણુ, કાલ પરમાણુ અને ભાવ પરમાણુ ત્રણેમાં છે. આમ તમારો હેતુ ચારે પ્રકારના પરમાણુ નથી રહેતો માત્ર દ્રવ્ય પરમાણુમાં જ રહે છે માટે અવ્યાપક હોવાથી અને તેથી તમારો પ્રવેશીત્વ' આ હેતુ અસિદ્ધ છે.
મધ્યવિભાગાદિ સહિત હોય તે અણુ બની શકતો નથી અને પરમાણુને મધ્યવિભાગાદિ રહિત માનો તો ગગનકુસુમવત્ અસત્ થશે એ કેવી રીતે અનુમાન કરે છે તે બતાવે છે. પરમાણુ અણુ બની શકતો નથી અને અસત્ છે તે માટેનું બૌદ્ધોનું અનુમાન
परमाणुः नाणुः मध्यविभागादिसहितत्वात् घटवत्
परमाणुः असत् मध्यविभागादिरहितत्वात् गगनकुसुमवत् વળી જેઓ કહી રહ્યા છે કે પરમાણુ મધ્યવિભાગ વગેરેથી રહિત હોવાથી આકાશ કુસુમની જેમ અસતુ છે. અથવા પરમાણુ મધ્યવિભાગ આદિ વિભાગવાળો છે તેથી અણુ નહિ રહે. કેમ કે જેમ ઘડો એ મધ્યવિભાગ આદિ સહિત હોવાથી અણુ નથી તેમ પરમાણુ પણ મધ્યવિભાગ આદિ સહિત હોવાથી અણુ નથી.
આમ મધ્યવિભાગાદિ રહિત હોવાથી અસત્ અને મધ્યવિભાગાદિ સહિત હોવાથી પરમાણુનો અભાવ સિદ્ધ કરી રહ્યા છે. અર્થાત્ મધ્યવિભાગાદિ સહિત કે રહિત માનો તો પણ પરમાણુ સિદ્ધ થઈ શકતો નથી. આવું કેટલાકો કહી રહ્યા છે. પરમાણુ સત્ છે અને અણુ જ છે.
જેઓ ઉપર પ્રમાણે સિદ્ધ કરી રહ્યા છે તેઓનું અનુમાન પણ બરાબર નથી. કેમ કે
पक्षैकदेशासिद्धः निरस्तो हेतुः । यथा चेतनास्तरवः स्वापादिति । पक्षीकृतेषु तरुषु पत्रसंकोचलक्षणः स्वाप एकदेशेन सिद्धः । न हि सर्वे वृक्षा रात्रौ पत्रसंकोचभाजः । किं तु केचिदेव ।
बौद्धाचार्य श्रीधर्मकीर्तिप्रणीतः न्यायबिंदुः पृ० ३१.