________________
અધ્યાય-૫ સૂત્ર-૧૦
૭૯ અનુવર્તનથી–અનુકર્ષણથી જ થાય છે એવું નથી. તો કેવી રીતે થાય છે ?
યત્ન કરવાથી વિધિઓ થાય છે. પરમાણુમાં સંખ્યાતાદિ પ્રદેશની આપત્તિ
જે ભેગા થાય અને છૂટા થાય તે પુગલ કહેવાય છે અર્થાતુ પુગલ શબ્દથી જે પુરાય અને ગળાય તે પુદ્ગલ આવો અર્થ કરીએ છીએ માટે પરમાણુ પણ પુદ્ગલ શબ્દથી આવી જાય છે. તો (પૂર્વ) સૂત્રમાં કહેલ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશના જે વિકલ્પો છે તેમાંથી પરમાણુ પણ પુદ્ગલ હોવાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશમાંથી કોઈ પણ વિકલ્પવાળો હોવો જોઈએ. અર્થાત્ પરમાણુ ક્યાં તો સંખ્યાત પ્રદેશવાળો, ક્યાં તો અસંખ્યાત પ્રદેશવાળો,
ક્યાં તો અનંત પ્રદેશવાળો થવો જોઈએ. પ્રદેશવાળો નહીં મનાય તો પુલ નહીં બની શકે
અથવા જો કોઈ વિકલ્પવાળો અર્થાત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશવાળો ના મનાય તો પરમાણુ પુદ્ગલ નથી એમ સિદ્ધ થશે.
પરમાણુ સપ્રદેશી માનશો તો અણુ નહીં રહે
અને
અપ્રદેશી માનશો તો અસતુ થશે. જો પરમાણુને સંખ્યાના આદિ પ્રદેશવાળો સ્વીકારો તો તે પરમાણુ જ નહીં રહે. કેમ કે જેમ ઘડો સંખ્યાતાદિ પ્રદેશવાળો છે તો તે અણુ નથી તેમ આ પરમાણુ પણ પ્રદેશવાળો માનો તો અણુ જ ન રહે.
હવે જો આ દોષથી ડરીને પરમાણુ અપ્રદેશી છે તેમ માનશો તો ગગનકુસુમની જેમ અસત્ સિદ્ધ થશે. કેમ કે જે અસત્ છે તે બધા અપ્રદેશવાળા છે અને પ્રદેશવાળા છે તે સત્ છે. અપેક્ષાએ પરમાણમાં પ્રદેશત્વની સિદ્ધિ
પ્રદેશ બે પ્રકારના છે : (૧) દ્રવ્ય પ્રદેશ (૨) પર્યાય પ્રદેશ.
પર્યાય પ્રદેશો રૂપાદિ છે. પરમાણુઓ રૂપાદિવાળા છે અને આ રૂપાદિ પર્યાય પ્રદેશો છે એટલે પરમાણુમાં રૂપાદિનો સ્વીકાર કરવાથી સપ્રદેશીપણું છે. તેથી આ અપેક્ષાએ પરમાણુ પ્રદેશવાળો છે..
૧. અનુવર્તન તો કોઈ પણ પ્રયત્ન વિના પણ થાય, પણ અનુવૃત્ત થયેલો શબ્દ વિધિ બતાવી શકતો નથી.
અહીં “પુદ્ગલોના” અનંત પ્રદેશો છે તેવું વિધાન કરવાનું છે અને તે વિધાનમાત્ર અનુવૃત્તિથી નથી થતું પણ કંઈક પણ પ્રયત્ન વિશેષ હોય તો જ થાય છે. તે પ્રયત્નરૂપે જ સૂત્રમાં “ચ“કારનો ઉલ્લેખ
છે અને તેથી જ અનંતાની માત્ર અનુવૃત્તિ નથી પણ એનું વિધાન પણ થયું છે. ૨. પરમાણુ પણ સંયુક્ત થઈને પૂરે છે અને વિમુક્ત થઈને ખાલી કરે છે તેથી કોઈ પણ પરમાણુ અનાદિ નથી.
તત્ત્વાર્થ. મુદ્રિત ટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૩૨.