________________
તત્ત્વાર્થ સૂત્ર ધર્મ, અધર્મ અને એકજીવથી લોકાકાશના પ્રદેશો અન્યૂનાધિક છે.
ભાષ્યમાં રહેલ તુ શબ્દ અન્યૂનાધિકનો બોધ કરાવે છે. ધર્મ, અધર્મ અને એક જીવના જેટલા પ્રદેશો છે તેટલા જ લોકાકાશના પ્રદેશો છે પણ તેનાથી ઓછાય નથી અને અધિક પણ નથી. એટલે કે ધર્મના અસંખ્યાત પ્રદેશો છે, અધર્મના અસંખ્યાત પ્રદેશો છે, એક જીવના અસંખ્યાત પ્રદેશો છે તેવી રીતે લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશો છે પણ તેનાથી વધારે કે ઓછા નથી.
હવે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશની સંખ્યા કેટલી છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. કહે છે કે
સયાડસયાજી પુનાનામ્ પ-૧૦ || પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે. પરમાણુમાં પુદ્ગલપણું
પૂરણ અને ગલનરૂપ પરિણામથી જેમનું નામ પુદ્ગલ છે તે પુગલો પરમાણુથી શરૂ કરીને અચિત્ત મહાત્કંધ સુધીના વિચિત્ર પરિણામવાળા છે.
તે પુદ્ગલોના સંખ્યાતા પ્રદેશો પણ હોય છે, અસંખ્યાતા પણ હોય છે અને અનંતા પ્રદેશો પણ હોય છે.
સંખ્યાતા પરમાણુનો સ્કંધ સંખ્યાત પ્રદેશવાળો કહેવાય છે. એવી રીતે બીજા બે પણ પોતપોતાની સંખ્યાયુક્ત પરમાણુથી ઘટિત કહેવા જોઈએ. જેમ કે અસંખ્યાત પરમાણુનો સ્કંધ અસંખ્યાત પ્રદેશવાળો અને અનંતા પરમાણુનો સ્કંધ અનંત પ્રદેશવાળો જાણવો. પુદ્ગલમાં અનંત પ્રદેશતા ક્યાંથી લાવ્યા?
સૂત્રમાં અનંત પ્રદેશતા તો કહી નથી તો પુદ્ગલના અનંત પ્રદેશ છે એમ કહીને અનંત પ્રદેશતા કેવી રીતે લેવાય? સૂત્રમાં સંખ્યાત, અસંખ્યાત કહ્યું છે. અનંત તો કહ્યું નથી એ કેવી રીતે લાવ્યા ? સૂત્રમાં “ઘ'ના ગ્રહણથી અનંત પ્રદેશતાનો લાભ
- તમારી આ શંકાના સમાધાનમાં સમજવું કે અનંત પ્રદેશતાનો લાભ થાય માટે સૂત્રકારે ઘ' શબ્દને ગ્રહણ કરવારૂપ પ્રયત્ન કર્યો છે. અર્થાત્ વ મૂક્યો છે તેનાથી અનંત પ્રદેશતા ગ્રહણ થઈ જાય છે.
આ રીતે સૂત્રમાં ગ્રહણ કરેલ “વ'થી અનંત પ્રદેશતાનો લાભ થઈ જાય છે તે બતાવવા માટે જ પૂ. સૂત્રકાર મ. સ્વોપજ્ઞ ભાષ્ય રચે છે.
ભાષ્ય - પુગલોના સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા પ્રદેશો છે. અનંતા એ શબ્દની અનુવૃત્તિ કરી લેવી.
ટીકા - ભાષ્યમાં કહેલ “અનંતા તિ વર્તત” આ પંક્તિને આપણે સમજી લઈએ. વિધિઓ