________________
અધ્યાય-૫ સૂત્ર-૯
નિરૂપણ કે “આમ નિરૂપણ કરશો તો અલોકાકાશમાં ઉત્પાદ-વ્યય ઘટશે નહિ અને સતનું અડધું લક્ષણ નાશ પામી જશે. આ બંને નિરૂપણો અધૂરાં છે.
જે મહાત્માઓ આ રીતે પોતાના બુદ્ધિબળથી પદાર્થના સ્વરૂપની તર્કણા... વિચારણા કરે છે તેઓને આ વિષયમાં અતિ નિપુણ બનીને પૂછવું જોઈએ કે તમે આવું નિરૂપણ કરી રહ્યા છો તે કેવી રીતે મનાય ? તમારો અલોકાકાશ માટેનો જે ખુલાસો છે તે બરાબર નથી.
કારણ કે અમે તો ધર્મ, અધર્મ અને આકાશ આદિ તમામ દ્રવ્યોમાં ઉત્પાદાદિ ત્રણ વિગ્નસા પરિણામથી સ્વીકારીએ છીએ અને જીવ તથા પુદ્ગલોમાં વિગ્નસા અને પ્રયોગ પરિણામથી ઉત્પાદાદિ ત્રણે સ્વીકારીએ છીએ.
આ પ્રમાણે અમારું દર્શનનિરૂપણ અવિરુદ્ધ સિદ્ધાન્તવાળું છે કારણ કે અલોકાકાશમાં પણ વિગ્નસા પરિણામથી ઉત્પાદાદિ ત્રણે છે જ.
આ રીતે અમે જે અર્થ કહ્યો છે તેને અનુકૂળ જ, અનુરૂપ જ પૂ. ભાષ્યકાર મ. પણ કહે છે".
ભાષ્ય :- લોકાકાશના અર્થાત્ સંપૂર્ણ આકાશના અનંતા પ્રદેશો છે. વળી લોકાકાશના ધર્મ, અધર્મ અને એક જીવના તુલ્ય પ્રદેશો છે. મતલબ એક જીવના જેટલા પ્રદેશો હોય તેટલા લોકાકાશના પ્રદેશો છે. આકાશનો વિભાગ
ટીકા :- જો આકાશ શબ્દથી અવિશિષ્ટપણે અર્થાત્ સામાન્યથી આકાશ જ કહેવાને ઇચ્છતા હોત તો આકાશના અનંતા પ્રદેશો છે. એમ કહેવું સુંદર સમીચીન થાત, પણ પૂ. ભાષ્યકાર મ. આકાશનો વિભાગ પાડીને કહે છે કે
લોકાલોકાકાશના અનંતા પ્રદેશ છે અને લોકાકાશના અસંખ્યાતા પ્રદેશ છે. સંપૂર્ણ આકાશના પ્રદેશની સંખ્યા
પૂ. ભાષ્યકાર મ. લોકાકાશ અને અલોકાકાશ બે વિભાગ પાડીને કહ્યું. તેમાં જીવ અને અજીવનું જે આધાર ક્ષેત્ર છે તે લોકાકાશ છે અને તેનાથી બીજો અલોકાકાશ છે. વિભાગ પાડ્યા વિના લોકાલોકાકાશ એટલે સંપૂર્ણ આકાશના અનંતા પ્રદેશો છે.
અનંતા એટલે જેનો અંત નથી તેટલા પ્રદેશો છે અર્થાત્ અપર્યવસાન સંખ્યાવાળા છે. લોકાકાશના પ્રદેશની સંખ્યા
હવે અહીં એ વિચારવાનું છે કે જીવ અને અજીવના આધારની અવધિ-મર્યાદાથી લોકાકાશનો વિભાગ કર્યો તો તે લોકાકાશમાં કેટલા પ્રદેશો છે?
આ પ્રશ્નનો જવાબ એ છે કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે.
મતલબ પૂ. ટીકાકાર મ કહી રહ્યા છે કે મારું નિરૂપણ ભાષ્યકાર મા ને અનુગુણસંમત છે. આના પછીનું જે ભાષ્ય છે તેમાં પૂ. ભાષ્યકાર મ. આ જ વાત કરી રહ્યા છે.