________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૯
આાશયાનન્તાઃ || ૧-૧ ||
૭૫
આકાશના અનંતા પ્રદેશો છે.
અવગાહ આપે તે આકાશ આ પરિચયમાં દોષોદ્ભાવન
ટીકા : અહીં ‘અવકાશનું દાન કરે તે આકાશ'. આવી રીતે આકાશનો પરિચય આપવામાં આવે તો લોકાકાશની જ સિદ્ધિ થશે પણ અલોકાકાશની સિદ્ધિ થશે નહીં. કેમ કે ત્યાં જીવ કે પુદ્ગલ આદિ કોઈ અવગાહીને રહેલો નથી. અર્થાત્ અલોકાકાશ કોઈને અવગાહનું દાન કરતું નથીં. તેથી અલોકાકાશ અનાકાશ જ થશે અર્થાત્ અલોકાકાશ આકાશ કહેવાશે નહીં. ઇષ્ટાપત્તિ
આ રીતે ‘અવગાહ આપે તે આકાશ' આવો પરિચય આપનારને જણાવ્યું કે અલોકાકાશમાં દોષ આવશે તે અનાકાશ થઈ જશે. તો પરિચય આપનાર આ આપત્તિને સ્વીકારી લે છે અને કહે છે કે આ તો અમને ઇષ્ટ છે. કેમ કે ધર્માદિની જેમ અલોકાકાશ એ અનાદિકાલીન એક જુદા દ્રવ્યની સંજ્ઞા છે.
બીજાઓની માન્યતા
બીજાઓ અહીં એમ માને છે કે અલોકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ તો છે પણ તેમાં કોઈ અવગાહ લેનાર નથી માટે તે શક્તિ પ્રગટ થતી નથી. જો કોઈ અવગાહ લેનાર હોત તો અલોકાકાશમાં અવગાહ પરિણામ હોવાથી અવગાહશક્તિ અભિવ્યક્ત થાત, પરંતુ ત્યાં અવગાહક નથી. માટે અલોકાકાશમાં અવગાહ આપવાની શક્તિ હોવાથી એ પણ આકાશ જ છે, બીજું જુદું દ્રવ્ય નથી.
અલોકાકાશ આકાશ કહેવાય છે તે ઉપચાર છે
વળી બીજા કોઈ ‘અલોકાકાશને આકાશ' કહેવામાં આવે છે તે ઉપચાર છે અર્થાત્ ઉપચારથી તે આકાશ કહેવાય છે એવું કહે છે.
લોકાકાશમાં જેમ પોલાણ છે તેમ અલોકાકાશમાં પણ પોલાણ દેખાય છે. માટે અલોકાકાશ પણ આકાશ છે. આમ પોલાણને લઈને અલોકાકાશને પણ ઉપચારથી આકાશ કહેવાય છે.
આ કથન સિદ્ધાન્તથી વિરુદ્ધ છે
અલોકાકાશને ઉપચારથી આકાશ કહેવાય છે અર્થાત્ અલોકાકાશમાં આકાશનો ઉપચાર છે. આવું જેઓ કહી રહ્યા છે તે સિદ્ધાન્તથી વિરુદ્ધ છે, સિદ્ધાન્તથી રહિત છે માટે અયુક્ત છે.
૧.
સિદ્ધાંતમાં અલોકાકાશમાં આકાશનો ઉપચાર નથી કર્યો તે બતાવતો પાઠ “અતોનાાસે ખં ભંતે ? જિ जीवा पुच्छा हि चेव ? गोयमा ! नो जीवा जाव नो अजीवप्पएसा एगे अजीवदव्वदेसे अगुरुलहुए अ अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वागासे अणंतभागुणे" इति ॥ ( भगवतीसूत्र)