________________
૭૪
તત્ત્વાર્થ સૂત્ર બતાવવા માટે ભાષ્યમાં પ નીવર્ય આમ “જીવ' શબ્દની સાથે “એક' શબ્દ યોજ્યો છે.
સૂત્રમાં “ઘ' શબ્દથી શું લેવું તે બતાવે છે
સૂત્રમાં “ર' શબ્દ છે તેનાથી આત્મામાં અસંખ્યાત પ્રદેશો છે તેનું અનુસંધાન થાય છે. મતલબ એક જીવના અસંખ્યાત પ્રદેશો છે. એટલે કે પૂર્વસૂત્રમાં ‘ ધ્યેય:' વિશેષણ છે તેનું અહીં વથી અનુકર્ષણ થાય છે એટલે જીવના પણ અસંખ્યાત પ્રદેશો છે આવો અર્થ પ્રાપ્ત થાય છે. ક્રમના ઉલ્લંઘનનું કારણ
અહીં પ્રસિદ્ધ ધર્માદિના ક્રમનું ઉલ્લંઘન કરીને અર્થાત ધર્મ, અધર્મ પછી આકાશ આવે તેના બદલે જીવનું કથન કરવામાં આવ્યું છે તે તુલ્ય પ્રદેશના કથનમાં લાઘવ રહે એટલા માટે છે. અર્થાતુ ધર્માદિ એક એકના પ્રદેશો અને એક જીવના પ્રદેશો સમાન છે. આ નિરૂપણ સહેલાઈથી થઈ જાય છે એટલા માટે જ સૂત્રમાં “ઘ' શબ્દથી એક જીવના અને ધર્માસ્તિકાયાદિના પ્રદેશની સંખ્યા તુલ્ય છે. આ પ્રમાણે લાઘવ માટે કહ્યું.
આમ અહીં ધર્માદિના ક્રમથી પ્રાપ્ત થતા આકાશાદિનું ઉલ્લંઘન કરી આત્માનું ગ્રહણ કર્યું અને “ઘ'થી તેના પણ અસંખ્યાત પ્રદેશ છે એમ લાઘવ થયું.
સૂત્રમાં “ઘ'થી તેના પણ અસંખ્યાત પ્રદેશ છે એમ લાઘવ થયું. પૂર્વ સૂત્રમાં જીવને સાથે કેમ કહ્યો નહીં તેવી શંકાને તેનું સમાધાન
અહીં એક શંકા થઈ શકે છે કે પૂર્વ સૂત્રમાં જ, ધર્માધર્મની સાથે જ “જીવ' કેમ ન કહ્યું ? જો ધર્માધર્મની સાથે જ “જીવ' પણ કહ્યું હોત તો આ જુદું સૂત્ર બનાવવું ન પડત ને ? શા માટે આ જુદું સૂત્ર બનાવ્યું?
આ શંકાના સમાધાનમાં પૂ. સૂત્રકાર મહારાજાનો એ અભિપ્રાય છે કે ધર્માદિની જેમ જીવના પ્રદેશો અસંખ્યાત હોવા છતાં તે જીવના પ્રદેશો સંકોચ અને વિકાસ સ્વભાવવાળા છે જયારે ધર્માધર્મના અસંખ્યાત પ્રદેશો હંમેશા વિસ્તૃત જ હોય છે, સંકોચ પામતા નથી.
આ રીતે ધર્મના, અધર્મના અને એક જીવના પ્રદેશો તુલ્ય છે અર્થાત અસંખ્યાત પ્રદેશો સરખા હોવા છતાં આટલો તફાવત છે. આ બતાવવા માટે પૂ. સૂત્રકાર મહારાજે બે સૂત્રો જુદાં બનાવ્યાં છે.
આ જીવના અસંખ્યાત પ્રદેશો સંકુચિત થવાના અને વિસ્તારવાળા થવાના સ્વભાવવાળા છે. સંકુચિત સ્વભાવવાળા હોવાથી કોઈ વખત નાનામાં નાના કુંથુ આદિના શરીરને ગ્રહણ કરવાવાળા હોય છે અને વિકાસ સ્વભાવવાળા હોવાથી કદાચિત અસંખ્યાત પ્રદેશની સંખ્યાને છોડ્યા વગર મોટા શરીરવાળા હાથીના શરીરને પણ ગ્રહણ કરે છે.
હવે ઉપર કહેલા ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યની જેમ આકાશના પણ પ્રદેશોનો નિયમ કહેવાની ઇચ્છાથી પૂ. સૂત્રકાર મ. કહે છે કે