________________
૭૨
તત્ત્વાર્થ સૂત્ર તે પ્રદેશ સ્વસિદ્ધ જ છે પણ સામે પ્રત્યક્ષ દેખનારા અમારા વડે આ ઉપાયથી પ્રજ્ઞાપન કરાતો હોવાથી અર્થાત્ જણાવાતો હોવાથી આપેક્ષિક કહેવાય છે. મતલબ પ્રદેશ કોઈનાથી બનેલો નથી. સ્વતઃ સિદ્ધ છે. પણ આપણને તે પ્રદેશનું જ્ઞાન પ્રજ્ઞાપન દ્વારા થાય છે માટે તે પ્રદેશ આપેક્ષિક કહેવાય છે. મતલબ એ છે કે પ્રદેશનું જ્ઞાન આપણને પ્રત્યક્ષ જ્ઞાનીઓના વચનથી થાય છે માટે જ ભાષ્યમાં પૂ. ભાષ્યાકાર મ. આપેક્ષિક શબ્દ મૂક્યો છે. પ્રદેશો સૂક્ષ્મ છે પણ સ્કૂલ નથી
આ ધર્મ, અધર્મ, આકાશ અને જીવ સર્વેના પ્રદેશો આપેક્ષિક હોવા છતાં સૂક્ષ્મ જ છે, સ્થૂલ નથી.
ભાષ્યમાં રહેલ તુ શબ્દનો અર્થ અવધારણ છે આથી સૂક્ષ્મ જ છે, ભૂલ નથી. આવો અર્થ સમજાય છે. આપેક્ષિકત્વનું નિરૂપણ
ધર્માદિ દ્રવ્યોના પ્રદેશો આપેક્ષિક છે તો કોની અપેક્ષાએ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય છે. આથી તેના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. જણાવે છે કે “પરમાણુનો જે અવગાહ છે તે અવગાહની અપેક્ષાએ પ્રદેશ કહેવાય છે.”
આ ભાષ્યમાં જે પરમાણુનો અવગાહ કહ્યો છે તે દ્રવ્ય પરમાણુનો જ બતાવ્યો છે. અને આ દ્રવ્ય પરમાણુના ગ્રહણથી પ્રદેશના પરિમાણનું જ્ઞાન કરાય છે. મતલબ એ છે કે પરમાણુથી રોકાયેલો જે દેશ છે તે પ્રદેશ છે. અર્થાત્ પરમાણુ અને પ્રદેશ સરખા છે.
અહીં “પરમાણુનો અવગાહ’ કહ્યું તો તે અવગાહ એટલે “પરમાણુની ગતિ’ આવો અર્થ નથી સમજવાનો માટે અવગાહ’ શબ્દના પર્યાયવાચી શબ્દ બતાવીએ છીએ. અવગાહ’ શબ્દના પર્યાયવાચી
અવગાહ, વ્યવસ્થાન, આક્રાન્તિ, અધ્યાસન આ બધા શબ્દો એક જ અર્થવાળા છે. આથી નક્કી સમજાય છે કે અહીં અવગાહ એટલે ગતિ અર્થ લેવાનો નથી. આકાશપ્રદેશના પરિચય દ્વારા બીજાં દ્રવ્યોના પ્રદેશનો પરિચય
શંકા :- આ ભાષ્યથી તો આકાશના જ પ્રદેશનું નિરૂપણ થયું કહેવાશે પરંતુ ધર્માસ્તિકાયાદિના પ્રદેશનું નિરૂપણ થયું નહીં કહેવાય, કેમ કે અવગાહ એ આકાશનું લક્ષણ છે.
સમાધાન :- એ પ્રમાણે રહો, એમાં વાંધો શું છે? પ્રદેશનું લક્ષણ તો જાણી લીધું અને લોકાકાશમાં જ્યાં આકાશપ્રદેશ છે અને તે પ્રદેશ જેવડો છે તેવડો જ, તે જ આકાશપ્રદેશમાં ધર્માસ્તિકાયનો પ્રદેશ રહેલો છે. મતલબ જ્યાં આકાશપ્રદેશ છે ત્યાં જ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે અને આકાશપ્રદેશ જેટલો છે તેટલો જ ધર્માસ્તિકાયનો પ્રદેશ પણ છે. આ જ રીતે અધર્માસ્તિકાયનો પ્રદેશ પણ ત્યાં જ અને તેટલો જ છે એ સમજી લેવું. એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો આકાશપ્રદેશના તુલ્ય પ્રમાણ હોવાથી એક જ રચના (કથન, વાક્ય) દ્વારા પ્રદેશનું નિરૂપણ કર્યું છે.