________________
તત્ત્વાર્થ સૂત્ર ધર્માસ્તિકાયાદિ ધો છે તેના અવયવો કદી હોતા નથી. ધર્માદિ દ્રવ્યોના અવયવો હોતા નથી પણ પુદ્ગલના જ હોય છે
ભાષ્યમાં રહેલો “વ' શબ્દ નિયમ કરનાર છે. તેથી એવો નિયમ થાય છે કે ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને અણુના અવયવો નથી, પુદ્ગલ સ્કંધોના જ અવયવો હોય છે. સર્વ દ્રવ્યોમાંથી માત્ર પુદ્ગલ સ્કંધોના જ અવયવો હોય છે, બાકી કોઈ દ્રવ્યોના અવયવો હોતા નથી.
અહીં જરૂર એ પ્રશ્ન થાય કે પુદ્ગલ સ્કંધોના જ અવયવો હોય અને બીજાં દ્રવ્યોના નહિ. આમ શા માટે હોય છે ? ધર્માદિના અવયવો હોતા નથી અને પુદ્ગલ સ્કંધોના જ હોય છે તેનું કારણ
તેનું કારણ એ જ છે કે આગળ પૂ. સૂત્રકાર મ. સૂ. ર૬માં બતાવશે કે સંઘાત, ભેદ અને સંઘાતભેદથી સ્કંધ થાય છે. અર્થાત છૂટા રહેલા અવયવો સમુદાયરૂપે પરિણામ પામે છે ત્યારે સ્કંધો બને છે અને સમુદાયરૂપે પરિણમેલા સ્કંધમાં ભેદ પરિણામ તથા સંઘાતથી પણ યણુક આદિ સ્કંધો બને છે. આથી જે વિગ્નસા કે પ્રયોગથી છૂટા કરાય તે અવયવો છે.
ઉત્તર : પરમાણુઓ તો ભેદથી જ છૂટા પડતા હોય છે, સંઘાતભેદથી કે સંઘાતથી નથી થતા માટે અવયવોનો વ્યવહાર પુદ્ગલ સ્કંધોમાં જ થાય છે પણ અમૂર્ત ધર્માદિ દ્રવ્યોમાં થતો નથી.
આ રીતે ધર્માદિ અમૂર્ત દ્રવ્યો અને પરમાણુ સિવાયના પુદ્ગલ દ્રવ્યોના પ્રદેશો હોય છે અને મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યના અવયવો હોય છે. આવો પ્રદેશ અને અવયવનો નિયમ નિશ્ચિત થયા પછી હવે પૂ. સૂત્રકાર મ. ધર્માદિ દ્રવ્યોના પ્રદેશોની ઇયત્તા-સંખ્યાની મર્યાદા બતાવતાં કહે છે
असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ५-७॥
ધર્માધર્મના અસંખ્યાત પ્રદેશો છે.
ભા. (પ-૧) સૂત્રમાં જેનો નિર્દેશ કર્યો છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે. ધર્માધર્મના પ્રદેશની સંખ્યા
ટીકા: ‘તત્ર' એટલે સૂત્રમાં કહેલ તે ધર્માદિ દ્રવ્યો જેની સંખ્યા પાંચ છે તેમાં ધર્મ અને અધર્મ આ પ્રત્યેકના અસંખ્યાતા પ્રદેશો છે. આ પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. મતલબ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો સંખ્યાતા નથી અને અનંતા પણ નથી. આમ સંખ્યાત અને અનંત આ બંને સંખ્યાનો ભુદાસ કરવા દ્વારા અસંખ્યાતા પ્રદેશો કહેવાય છે.
અમૂર્ત એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યોના પ્રદેશોની સંખ્યા બતાવ્યા પછી પ્રદેશના સ્વરૂપનું નિર્ધારણ કરાવવાની અર્થાત્ પ્રદેશના સ્વરૂપનો નિશ્ચય કરાવવાની