________________
અધ્યાય-૫ : સૂત્ર-૬
૬૯
ગ્રન્થકારે જ પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે-“પ્રદેશ વગરનો પરમાણુ વર્ણાદિ ગુણોથી ભજનીય છે.” અર્થાત દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશી છે પણ વર્ણાદિ ગુણોની અપેક્ષાએ સપ્રદેશ છે.
આમ અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે છે. અહીં તો દ્રવ્યાંશને લઈને પરમાણુને છોડીને કહ્યું છે. એ સ્પષ્ટ સમજાઈ જાય છે. અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે પણ અવયવ ન હોઈ શકે
પરમાણુમાં રહેલા રૂપાદિ એ પરમાણુના પ્રદેશ કહેવાય તેથી આ અપેક્ષાએ અર્થાત વર્ણાદિ ગુણોથી પરમાણુ સંપ્રદેશી કહેવાય છે એટલે અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે છે.
આથી જ પ્રદેશ અને અવયવનો ભેદ છે. અને એટલે જ અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે છે પણ અવયવો તો હોતા જ નથી. પ્રદેશ અને અવયવની ઓળખાણ
જે કોઈ પણ કાળે વસ્તુથી ભિન્ન પ્રાપ્ત ન થાય તે પ્રદેશો છે.
જ છૂટા પડેલા અને નિયત આકારવાળા બુદ્ધિમાં આવી શકે છે તે અવયવો છે. અવયવો સ્કંધોમાં જ હોય છે.
ભાષ્યમાં “અવયવસ્તુ'માં તુ શબ્દ વિશેષતા બતાવે છે. તેથી આ પ્રમાણે અર્થ થાય છે કે વિગ્નસા અને પ્રયોગથી જુદા કરાય તે અવયવો છે. અને તે અવયવો ચણક આદિ ક્રમવાળા તથા રૂપાદિ ભેદને ઓળંગ્યા નથી એવા સ્કંધોના જ હોય છે. અર્થાત્ અવયવો એવા સ્કંધોના જ હોય છે કે રૂપાદિ જેનામાં હોય છે. તેવા સ્કંધોના જ અવયવો હોય છે પણ રૂપાદિ વિહીન જે
द्वयादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशकाः स्कन्धाः । परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ॥२०८।। द्वयादिप्रदेशभाजः स्कन्धाः-संघाताः एकट्यणुकप्रभृतयः द्वयोरण्वोः त्रयाणां वा इत्यादि प्रारब्धाः यावत् अनन्तप्रदेशाः सर्वे स्कन्धाः परमाणुस्तु न स्कन्धशब्दाभिधेयोऽप्रदेशत्वात् नहि तस्य द्रव्यप्रदेशाः सन्ति अन्ये, स्वयमेवाऽसौ प्रदेशः प्रकृष्टो देशोऽवयवः, प्रदेशः न ततः परं अन्यः सूक्ष्मतमोऽस्ति पुद्गलः द्रव्यप्रदेशः । શંકા :- અહીં પ્રદેશ અને અવયવોનો વિચાર કર્યો તેથી પગલના આપણે ત્યાં ચાર ભેદ કહેવાય છે તે ચાર ભેદ નહીં થાય પણ સ્કંધ, પ્રદેશ અને અવયવ આમ ત્રણ ભેદ થશે. સમાધાન :- આ શંકાના સમાધાનમાં સમજવું કે તત્ત્વથી સ્પષ્ટપણે પ્રાપ્ત થતા સ્નેહાદિથી થયેલ જે સંયોગ અને વિભાગને ભજનારા અંશો છે તે અવયવો છે જેના વડે દ્રવ્ય અન્ય કરાય છે અથવા થાય -- છે. આ પ્રક્રિયા સ્કંધોમાં જ હોય છે. એટલે કે અવયવો કહો કે અંશો કહો. આ અંશોને અવયવો કહો કે દેશ કહે એક જ છે. તેથી પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ ચાર ભેદ પ્રસિદ્ધ થઈ જશે. અહીં તત્ત્વાર્થકારે અવયવનું ગ્રહણ એટલા માટે કર્યું છે કે બીજાઓમાં દેશની પ્રસિદ્ધિ નથી, અવયવ પ્રસિદ્ધ છે. માટે અહીં સ્કંધના દેશ આ પ્રમાણે નહીં કહેતાં અવયવો કહ્યા છે. તત્ત્વાર્થસૂત્ર, મુદ્રિત ટિપ્પણીમાં પૃ૩૨૮ अवयवास्तु विसकलितभेदवृत्तयः स्कन्धानामेवानन्तानन्तप्रदेशकान्तानां....हारिभ० पृ० २१५
રૂ.