________________
૬૮
તત્ત્વાર્થ સૂત્ર
આમાં પ્રમાણ
આમાં આકાશપ્રદેશનું પ્રમાણ આપતાં જેમ કહ્યું છે કે. નિરવયવ એવો આકાશનો જે દેશ-ભાગ છે તે ક્ષેત્રપ્રદેશ છે. આ પ્રમાણે જોવાયેલું છે.'
આ પ્રમાણ આપીને સમજાવે છે કે દ્રવ્ય પરમાણુ એક આકાશપ્રદેશ-ક્ષેત્ર પ્રદેશમાં રહે છે એટલે દ્રવ્ય પરમાણુના જેવડા જ આકાશના એક એક પ્રદેશ છે. ક્ષેત્રપ્રદેશના ઉપલક્ષણથી ધર્માદિ દ્રવ્યોના પ્રદેશનો પરિચય
આ રીતે આકાશપ્રદેશનો પરિચય આપીને તેના ઉપલક્ષણથી ધર્મ-અધર્મ-આકાશ અને જીવના પ્રદેશોનો પણ પરિચય આપી દીધો. અર્થાતુ આકાશનો નિરવયવ દેશ તે ક્ષેત્રપ્રદેશ છે તેવી જ રીતે ધર્માસ્તિકાયનો નિરવયવ દેશ તે પ્રદેશ છે, અધર્માસ્તિકાયનો નિરવયવ દેશ તે પ્રદેશ છે, જીવાસ્તિકાયનો નિરવયવ દેશ તે પ્રદેશ છે આ રીતે સમજી લેવું.
આ રીતે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ અમૂર્ત દ્રવ્યોના નિરવયવ દેશ તે પ્રદેશ છે.
આમ આપણે જોઈ ગયા કે ધર્માદિ અમૂર્ત દ્રવ્યોના પ્રદેશના અને પરમાણુરૂપ મૂર્ત દ્રવ્યના પ્રદેશ પરિમાણમાં કશો ફરક નથી. ધર્માદિ અમૂર્ત દ્રવ્યોના પ્રદેશ અને દ્રવ્ય પરમાણુનું પરિમાણ સરખું છે.
- હવે બધાં દ્રવ્યોના પ્રદેશનો પરિચય કરીએ તો ધર્માદિ ચાર અમૂર્ત દ્રવ્યોના તો નિરવયવ દેશ છે તે પ્રદેશ છે એટલે ચારે દ્રવ્યોના પ્રદેશનો પરિચય સમાન છે પરંતુ મૂર્ત એવા પુદ્ગલ દ્રવ્યના પ્રદેશના પરિચય કંઈક જુદો છે એટલે આપણે હવે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશનો પરિચય કરશું. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશનો પરિચય
પુદ્ગલ દ્રવ્યનો નિરંશ એવો દ્રવ્યરૂપે જે દેશ છે તે પ્રદેશ છે. પરંતુ તે પ્રદેશરૂપ પરમાણુનો બીજો પ્રદેશ ભાગ હોતો નથી. ભાષ્યમાં પરમાણુને છોડીને કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ
આમ પુદ્ગલ દ્રવ્યનો પ્રદેશ એ નિરંશ એવો જે દ્રવ્ય પરમાણુ છે તે જ છે અને તે પરમાણુને બીજો પ્રદેશ હોતો નથી. આથી જ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં “પરમાણુને છોડીને કહ્યું છે. મતલબ પરમાણુ સિવાય દરેક દ્રવ્યોના પ્રદેશો હોય છે. આ સ્પષ્ટ સમજાય છે. ભાષ્યકારે પરમાણુને છોડીને કેમ કહ્યું? તેનો ખુલાસો
પૂ. ભાષ્યકાર મ. પ્રદેશ શબ્દથી વાચ્ય દ્રવ્યાંશને મનમાં રાખીને “પરમાણુ સિવાય દ્રવ્યના પ્રદેશો છે એમ કહ્યું છે પણ રૂપાદિ જે પર્યાયાંશ છે તેને લઈને કહ્યું નથી. કારણ કે