________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૬
શું નિયમ છે ? આમ દ્રવ્યોના પ્રદેશ અને અવયવો માટે પ્રશ્ન થાય છે.
આ પ્રશ્નનો ઉત્તર આપતાં પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ‘મોતે’ આ પંક્તિ દ્વારા કહી રહ્યા છે કે ‘હું આગમથી આ પ્રશ્નનો જવાબ આપું છું.' આમ કહીને પૂ. ભાષ્યકાર મ. પ્રશ્નાત્મક ભાષ્યની જેમ હવે તેના જવાબમાં ઉત્તરાત્મક ભાષ્ય રચે છે.
૬૭
જો કે તે પહેલાં આપણે પ્રશ્નકારનો અભિપ્રાય શું. છે તે જાણી લઈએ. કેમ કે પૂ. ભાષ્યકાર મ. તો પ્રશ્નકારનો પ્રશ્ન ભાષ્યમાં બતાવ્યો પણ તેનો અભિપ્રાય શું છે તે બતાવ્યું નથી.
પ્રશ્નકારનો અભિપ્રાય
પૂ. ભાષ્યકાર મ. જણાવ્યું હતું કે ‘પ્રદેશ અને અવયવનું બહુત્વ બતાવતા માટે ‘કાય’ શબ્દનું ગ્રહણ છે તો ‘કાય’ શબ્દનો પ્રયોગ તો ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ બધાં દ્રવ્યની સાથે છે તો શું આ દરેક દ્રવ્યોના પ્રદેશ અને અવયવો છે ? જોકે અમૂર્ત એવા ધર્માદિ દ્રવ્યોમાં અને અંત્ય ભેદ અવસ્થાવાળા અર્થાત્ એકલા પરમાણુઓ કે જે મૂર્ત છે તેમાં પણ અવયવનો વ્યવહાર તો નથી. કારણ કે અવયવનો વ્યવહાર તો મૂર્ત દ્રવ્યોમાં જ પ્રતીત થાય છે. આથી પ્રશ્ન થાય છે કે અમૂર્ત દ્રવ્ય અને પરમાણુઓના કયા અવયવો ? કયા દ્રવ્યના કેટલા પ્રદેશો છે ? કેટલા અવયવો છે ?
આ રીતે અમૂર્ત ધર્માદિ દ્રવ્યો અને મૂર્ત એવા પરમાણુમાં પણ અવયવનો વ્યવહાર નથી તો ત્યાં કેવી રીતે સમજવું ? આ પ્રશ્નકારનો અભિપ્રાય છે.
આ પ્રશ્નના જવાબરૂપે
ભાષ્યકાર મ. ભાષ્યની રચના કરી રહ્યા છે. તે આ
પ્રમાણે
ભાષ્ય ઃ- પરમાણુને છોડીને બધાં દ્રવ્યોના પ્રદેશો હોય છે. અવયવો તો સ્કંધોના જ હોય છે. કારણ કે આગળ કહેવાશે કે પુદ્ગલના બે ભેદ છે “અણુઓ અને સ્કંધો” અને સ્કંધો સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી ઉત્પન્ન થાય છે. (અધ્યાય ૫, સૂ. ૨૫, ૨૬) મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોના પ્રદેશો હોય છે.
ટીકા :પ્રદેશ શબ્દની વ્યુત્પત્તિ
‘સંવ્યવહાર માટે બતાવાય તે પ્રદેશો છે.' સારી રીતે વ્યવહાર માટે બતાવાય તે પ્રદેશો કહેવાય છે.
પ્રદેશનું પરિમાણ
આ દ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ અને જીવોના પ્રદેશો દ્રવ્ય પરમાણુના જેવડા છે.
૧. धर्मादीनां प्रदेशाः सन्निकृष्टा देशाः प्रदेशा इति कृत्वा, परमाणोरित्येतत् प्राप्तेऽन्यत आह- अन्यत्र परमाणोः परमाणुं मुक्त्वा, द्रव्यतोऽशक्यभेदस्य परमाणुत्वात् समानजातीयप्रदेशप्रतिषेधोऽयं... हारिभ० पृ० २१५.