________________
અધ્યાય-૫ : સૂત્ર-૬
૬૫ બને છે. આથી અવગાહની જેમ ધર્મ અને અધર્મના ગતિ, સ્થિતિ, ઉપકાર, ગતિ અને સ્થિતિવાળા દ્રવ્યના સંયોગમાત્ર હોવાથી તે પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા છે.
આ રીતે ધર્માદિમાં ઉત્પાદાદિના અનુમાનમાં પૂ. જિનભદ્રગણીક્ષમાશ્રમણ મ.ની ગાથાઓ પ્રમાણરૂપ છે. તો ધર્માદિને નિષ્ક્રિય કેમ કહો છો?
ઉપર મુજબ અનુમાનથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયમાં ઉત્પાદાદિ છે એવું સિદ્ધ થાય છે. અહીં એક પ્રશ્ન થાય છે કે ધર્માદિ ત્રણે ઉત્પાદાદિ સ્વભાવવાળા છે જ તો પછી ધર્માદિ દ્રવ્યોને નિષ્ક્રિય શા માટે કહો છો ? ઉત્પાદાદિ ક્રિયા તો છે જ પછી નિષ્ક્રિય કેવી રીતે કહેવાય ? ગતિક્રિયાથી ધર્માદિ નિષ્ક્રિય છે.
આ પ્રશ્નના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ફરમાવે છે કે પુદ્ગલ અને જીવો ક્રિયાવાળા છે. અહીં ક્રિયાથી સામાન્ય ક્રિયા લેવાની નથી પણ ક્રિયાવિશેષ લેવાની છે અને તે વિશેષ ક્રિયા ગતિક્રિયા લેવાની છે.
મતલબ પુદ્ગલ અને જીવમાં જે દેશાંતરપ્રાપ્તિરૂપ અર્થાત્ એક જગા છોડી બીજી જગા લેવારૂપ જે વિશેષ ક્રિયા છે તેનો અહીં નિષેધ કરાય છે, પરંતુ ઉત્પાદાદિ સામાન્ય ક્રિયાનો નિષેધ કરાતો નથી. એટલે ધર્માદિને નિષ્ક્રિય કહીએ છીએ તે ઉત્પાદાદિ સામાન્ય ક્રિયાને લઈને નહીં પરંતુ ગતિ ક્રિયારૂપ વિશેષ ક્રિયાને લઈને કહીએ છીએ. ધર્માદિમાં ગતિ-ક્રિયા નથી માટે તે નિષ્ક્રિય છે. પુદ્ગલ અને જીવ જ ગતિ ક્રિયાવાળા છે
ધર્માદિ તો ગતિ કરતા જીવાદિને ગતિ આદિમાં સહાય કરે છે પરંતુ તેઓમાં ગતિક્રિયા નથી. જ્યારે પુદ્ગલો અને જીવો તો અમુક દેશથી બીજા દેશને પ્રાપ્ત થતા દેખાય છે. અર્થાત્ દડો આપણે અહીંથી ફેંક્યો, સામાએ તે ઝીલ્યો તો તે પુગલ એક જગાથી બીજા જગાએ ગયેલ દેખાય છે તેવી રીતે જીવ પણ સવારે ઘરે, બપોરે સ્કૂલમાં એવી રીતે એક દેશથી બીજા દેશમાં પ્રાપ્ત થયેલ દેખાય છે. માટે પુદ્ગલ અને જીવ આ બે જ દ્રવ્ય ગતિક્રિયાવાળા છે અર્થાત્ આ બે દ્રવ્ય જ ક્રિયાવાળા છે, બાકીનાં દ્રવ્યો નિષ્ક્રિય છે.
“નિયિ ' શબ્દમાં તો ક્રિયા શબ્દ છે તો ગતિ કર્મ અર્થ કેવી રીતે કર્યો ?
સૂત્રમાં તો “નિષ્ક્રિય” શબ્દ છે અને પૂ. ભાષ્યકાર મ. તો “ગતિક્રિયા' કહ્યું. “ક્રિયા” શબ્દને બદલે “ગતિક્રિયા કેવી રીતે કહ્યું. “ગતિક્રિયા કેવી રીતે લાવ્યા?
અહીં આપણે દેશાંતરપ્રાપ્તિરૂપ ક્રિયાથી રહિત હોવાથી નિષ્ક્રિય કહીએ છીએ. તો આ દેશાંતરપ્રાપ્તિરૂપ અર્થમાં પ્રસિદ્ધ મ્ ધાતુ છે. તેથી આ જ અર્થને દેશાંતરપ્રાપ્તિરૂપ અર્થમાં પ્રસિદ્ધ બીજા જ ધાતુ વડે પ્રકાશ કરતાં કહે છે કે
અહીં ક્રિયા શબ્દથી કહેવાને ઈષ્ટ વિશિષ્ટ ગતિક્રિયા જ છે પણ સામાન્ય ક્રિયા નથી.