________________
६६
તત્ત્વાર્થ સૂત્ર એટલે ગતિ વિશિષ્ટ ક્રિયાનો જ ધર્માદિ દ્રવ્યોમાં નિષેધ કરાય છે અને તેથી જ નિષ્ક્રિય શબ્દમાં ક્રિયા’ શબ્દ છે. છતાં પૂ. ભાષ્યકાર મ. “તિ' અર્થાત “નતિવિયા' આવો શબ્દપ્રયોગ કર્યો છે. ધર્માદિમાં ગતિક્રિયા કેમ નથી ?
ધર્માદિમાં ગતિક્રિયા નથી આથી તે નિષ્ક્રિય છે. આ વાત તો બરાબર સમજાઈ ગઈ પણ એક એ જ નથી સમજાતું કે તે દ્રવ્યોમાં ગતિક્રિયા કેમ નથી. શા માટે તે દ્રવ્યો ગતિ ન કરે?
આ ન સમજાતી વાત માટે એટલું જ કહેવાનું છે કે આ ધર્માદિ દ્રવ્યો પહેલા જે પ્રદેશોમાં રહેલાં છે ત્યાંથી બીજા પ્રદેશમાં જવા માટે ઉત્સાહ વગરનાં છે. અર્થાત અનાદિ કાળથી ધર્માદિ દ્રવ્યોની જે આકાશપ્રદેશમાં અવગાહના છે તે આકાશપ્રદેશથી છૂટા પડી બીજા આકાશપ્રદેશમાં તે જતાં જ નથી. ત્યાંને ત્યાં જ રહે છે. તેમનામાં એવો કોઈ અતિશય પ્રાપ્ત થતો જ નથી કે જેથી એક સ્થળેથી બીજે સ્થળે જાય. આથી ધર્માદિ દ્રવ્યો ગતિરૂપ ક્રિયાના આધાર કેવી રીતે બને ? તેમનામાં ઉત્સાહ-અતિશય જ પેદા નથી થતો તો કેવી રીતે ગતિક્રિયા થાય? કેવી રીતે તે દ્રવ્યો ગતિ કરે ?
તેથી ધર્માદિ દ્રવ્યો નિષ્ક્રિય છે. આ જ દર્શન નિરવદ્ય નિર્દષ્ટ છે.
ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં એકદ્રવ્યત્વ અને નિષ્ક્રિયત્વ અર્થાત આ ત્રણ દ્રવ્યો એક એક છે અને નિષ્ક્રિય છે. આ રીતે વિશેષતા બતાવી. હવે પ્રસ્તુત ધર્માદિ સમસ્ત અર્થાત્ પાંચે દ્રવ્યોના પ્રદેશ અને અવયવની સંખ્યા બતાવવા માટે પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય રચે છે.
ભાષ્ય :- આ ગ્રંથમાં તમે પહેલા સૂત્રના ભાગ્યમાં “પ્રદેશ અને અવયવનું બહુત્વ તેનું નામ કાય' અર્થાત્ ઘણા પ્રદેશો અને અવયવો હોય તેને કાય કહેવાય એમ કહ્યું હતું તો તે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશ અંગે અવયવનો કયો નિયમ છે? શું તેની ચોક્કસ સંખ્યા છે ? આ પ્રશ્નનો જવાબ અપાય છે.
ટીકા - આગળના સૂત્રની સાથે સંબંધ કરતા પૂ. ભાષ્યકાર મ. આ પ્રશ્નાત્મક ભાષ્યની રચના કરી છે.
આ ભાષ્યમાં ‘તમે પહેલાં કહ્યું હતું.' ઇત્યાદિ ભાષ્યવાક્ય વડે પૂર્વની સાથે સંબંધ કરતાં ક્યું છે કે પ્રદેશ અને અવયવોની સંખ્યાવિષયક પ્રશ્ન
આ અધ્યાયના પહેલા સૂત્રમાં “મનીવાયા:' કહ્યું છે ત્યાં “વાય શબ્દના ગ્રહણ પ્રયોજનમાં જણાવ્યું હતું કે “પ્રદેશ અને અવયવના બહુત્વ માટે કાય શબ્દનું ગ્રહણ છે.” તેથી જિજ્ઞાસા થાય છે કે ધર્માસ્તિકાયથી લઈને જીવાસ્તિકાય સુધીનાં સર્વ દ્રવ્યોમાં પ્રદેશ અને અવયવનો કયો નિયમ છે ? આ દરેક દ્રવ્યોના કેટલા પ્રદેશો છે? કેટલા અવયવો છે ? તેનો
१. अमूर्तेष्ववयवव्यवहारो दुर्घटः, मूर्तेषु चान्त्यावयवेषु परमाणुषु प्रदेशव्यवहार इत्यभिप्रायः । श्री हारिभ० पृ० २१५