________________
૭૬
તત્ત્વાર્થ સૂત્ર આકાશમાં સ્વતિ: ઉત્પાદાદિ નથી આવી માન્યતાનું નિરૂપણ
હવે બીજી માન્યતાને વિચારીએ. કેટલાક કહે છે કે આકાશમાં ઉત્પાદ અને વ્યય સ્વાભાવિક નથી કિંતુ બીજાના કારણે થાય છે. કેમ કે આકાશમાં અવગાહના લેનારનું સંનિધાન હોય તો ઉત્પાદ થાય છે અને અવગાહના લેનારનું સંનિધાન ચાલ્યું જાય છે. ત્યારે વ્યય થાય છે. મતલબ અવગાહના લેનાર પુદ્ગલ અને જીવ આકાશપ્રદેશમાં અવગાહના લે છે ત્યારે તે આકાશપ્રદેશોમાં અવગાહનો ઉત્પાદ થાય છે અને એ પુગલ અને જીવ બીજા પ્રદેશોમાં અવગાહના લે છે ત્યારે તે આકાશપ્રદેશોમાં અવગાહનો વ્યય થાય છે. માટે આકાશમાં અવગાહક દ્રવ્યના કારણે ઉત્પાદ અને વ્યય છે પરંતુ સ્વતઃ ઉત્પાદ-વ્યય નથી. વળી અલોકાકાશમાં સતુનું લક્ષણ સંપૂર્ણ ઘટી શકશે નહિ.
આ રીતે અવગાહકના સંનિધાનને આધીન ઉત્પાદ છે, અસંનિધાનને આધીન વ્યય છે. તો બોલો અલોકાકાશમાં ઉત્પાદ અને વ્યય કેવી રીતે ઘટશે? ત્યાં તો કોઈ અવગાહક દ્રવ્ય જીવ કે પુદ્ગલ નથી અને અવગાહક દ્રવ્યનો અભાવ હોવાથી બીજાને આધીન ઉત્પાદ અને વ્યય અલોકાકાશમાં કેવી રીતે સંભવે ?
આ રીતે અલોકાકાશમાં ઉત્પાદ-વ્યય ઘટશે નહીં અને આથી જ સનું લક્ષણ પણ અર્ધવૈશસં થશે અર્થાત અડધું નાશ પામી જશે. કેમ કે સતનું લક્ષણ “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સતુ છે જ્યારે આકાશમાં સ્વતઃ ઉત્પાદ અને વ્યય મનાય નહીં ત્યારે એમાં સંપૂર્ણ લક્ષણ તો ઘટ્યું જ નહીં. એક ધ્રૌવ્ય અંશ જ ઘટ્યો. લક્ષણ તો વ્યાપક જ હોય છે. અર્થાત્ સતુમાત્રમાં લક્ષણ ઘટવું જોઈએ, તેઓના મતમાં તે લક્ષણ ઘટી શકતું નથી.
મતલબ એ સમજાય છે કે આકાશમાં સ્વતઃ ઉત્પાદવ્યય નથી પરંતુ પરથી થાય છે. આ નિરૂપણમાં સતનું સંપૂર્ણ લક્ષણ ઘટી શકતું નથી અને લક્ષણ તો સમાત્રમાં ઘટવું જ જોઈએ.
જ્યાં સત્ત્વ છે ત્યાં ઉત્પાદ, વ્યય, અને સ્થિતિ છે જ. જ્યાં ઉત્પાદ, વ્યય અને સ્થિતિ છે ત્યાં જ સત્ત્વ છે.
આમ ઉત્પાદ, વ્યય, સ્થિતિરૂપ સતનું લક્ષણ વ્યાપક છે. તે આકાશમાં ઘટવું જ જોઈએ પણ ઘટી શકતું નથી માટે અસત્ થશે ! આ નિરૂપણો અધૂરાં છે કેમ કે અલોકાકાશમાં પણ વિસસાથી ઉત્પાદાદિ છે.
આકાશમાં સ્વતઃ ઉત્પાદ-વ્યય નથી, પરથી છે. આ નિરૂપણ અને તેની સામે કરાયેલ
कतिविहे णं भंते आगासे पण्णत्ते ? गोयमा दुविहे आगासे पण्णत्ते, तं जहा- लोयागासे य अलोयागासे य ।
भग० श० २० उद्दे० २ । सू० ६६३. ૧. સિદ્ધ એવા આકાશનો ઉપકાર અવગાહ આપવો તે છે પણ તેનાથી જ આકાશની સિદ્ધિ નથી.
અવગાહ એ આકાશની સિદ્ધિનું સાધન હોવા છતાં પણ વ્યાપ્ય છે. તેથી અવગાહનો અલોકાકાશમાં અભાવ રહે તેથી આકાશનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી. તત્ત્વા. મુકિત ટિપ્પામ વૃ૦ રૂરૂ૦.