________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૩
૮૭
સહજ ભાવે પૂ. સૂત્રકાર મને કહે છે કે હવે તમારે આ કહેવું જ પડશે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો લોકાકાશમાં અવગાહ છે તે શું સર્વથી છે? આખા લોકાકાશના જેટલા પ્રદેશો છે તે બધા પ્રદેશોમાં દૂધ ને પાણીની જેમ કે ઝેર અને લોહીની જેમ સર્વાત્મના વ્યાપીને છે કે હૃદ-જલાશયમાં રહેલ પુરુષ જેમ હૃદના અમુક વિભાગમાં જ હોય છે પરંતુ આખા જલાશયમાં હોતો નથી તેમ આકાશના અમુક વિભાગમાં જ છે? અર્થાત્ દૂધ ને પાણીની જેમ મળીને રહેલા છે કે પુરુષ ને હૃદની જેમ દેશથી રહ્યા છે ? સર્વાત્મના વ્યાપીને રહ્યા છે કે દેશથી છે ?
જિજ્ઞાસુની આ જિજ્ઞાસાને સંતોષતાં પૂ. સૂત્રકાર મ. ફરમાવે છે કે –
થથર્મયોઃ વૃન્ને | -રૂ છે સૂત્રાર્થઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં છે.
ભાષ્ય : સંપૂર્ણ લોકાકાશમાં ધર્માધર્મનો અવગાહ છે. ધર્માધર્મ લોકાકાશ વ્યાપી છે તેની સિદ્ધિ
ટીકા : જેમ સંપૂર્ણ ચંદ્રમંડલમાં ચંદ્રિકાનો અવગાહ છે તેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અયુતસિદ્ધ હોવા છતાં પણ તેમનો લોકાકાશમાં સર્વત્ર અવગાહ છે. પણ લોકાકાશની બહાર તેમનો અવગાહ નથી. સિદ્ધિમાં હેતુ
ધર્માધર્મ લોકાકાશની બહાર અલોકાકાશમાં નથી. કારણ કે તે બંને અયુતસિદ્ધ છે. એટલે કે ધર્માસ્તિકાયને છોડીને લોકાકાશ નથી અને લોકાકાશને છોડીને ધર્માસ્તિકાય નથી. એવી જ રીતે અધર્માસ્તિકાયને છોડીને લોકાકાશ નથી અને લોકાકાશને છોડીને અધર્માસ્તિકાય નથી. માટે જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો લોકાકાશમાં જ અવગાહ છે. સિદ્ધિમાં દષ્ટાંત
ચેતનાનો ઉપકાર જેમ શરીરમાં જ દેખાય છે, પણ શરીરની બહાર દેખાતો નથી એટલે શરીરમાં જ ચેતના છે એમ ચોક્કસ થાય છે તેમ ધર્માધર્મનો ઉપકાર આખા લોકાકાશમાં જ દેખાય છે તેની બહાર દેખાતો નથી. તેથી ધર્માધર્મ લોકાકાશમાં જ છે તે સિદ્ધ થાય છે.
આમ અયુતસિદ્ધ હોવાથી ધર્માધર્મ લોકાકાશ વ્યાપી છે તે અનુમાનથી સિદ્ધ થાય છે. સૂત્રમાં રહેલ વૃત્ર શબ્દનું ફળ
આથી જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોકાકાશમાં લોકાકાશના પ્રદેશો સાથે પરસ્પર દૂધ અને પાણીની જેમ પરસ્પર અવગાહરૂપ પરિણામથી વ્યવસ્થાન છે અવગાહ છે. પણ હૃદ
૧. જે જુદા પ્રાપ્ત ન થાય તે અયુતસિદ્ધ કહેવાય. દા. ત. રૂપ અને ઘટાદિ. જૈન દર્શનમાં સંયોગી દ્રવ્યો
પણ અયુતસિદ્ધ હોય છે. નૈયાયિકની જેમ સમવાયી દ્રવ્યો અયુતસિદ્ધ હોય છે એવું નથી. ૨. અવગાહ, વ્યવસ્થાન, આક્રાન્તિ, અધ્યાસન પર્યાયવાચી છે... જુઓ પૃ. ૫૬.