________________
અધ્યાય-૫ : સૂત્ર-૮
૭૩ તેમાં આકાશ અવકાશ આપવામાં વ્યાપારવાળું છે, ગતિ પરિણામમાં ધર્મનો અને સ્થિતિ પરિણામમાં અધર્મ દ્રવ્યનો ઉપકાર છે.
તેથી “સર્વસૂક્ષ્મ પરમાણુનો અવગાહ એનું નામ પ્રદેશ” આવું પ્રદેશનું લક્ષણ અવ્યાહત છે. માટે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ સર્વના પ્રદેશ માટે આ લક્ષણની જ અપેક્ષા રાખવી.
ભાષ્યમાં રહેલ ‘તિ' શબ્દથી ઉપસંહાર કરે છે કે—ધર્માધર્મની પ્રદેશ સંખ્યા અસંખ્યાત જ છે.
હવે અસંખ્યાત પ્રદેશના પ્રકરણથી(એક)જીવના પણ તે ધર્માદિના તુલ્ય પ્રદેશ હોવાથી (એક) જીવ દ્રવ્યના પ્રદેશનો નિયમ કહે છે.
નીવર્થ છે -૮ .
પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે. ભાષ્ય :- એક જીવના પણ અસંખ્યાતા પ્રદેશો હોય છે.
સૂત્રમાં સામાન્યથી જીવ શબ્દનો પ્રયોગ હોવા છતાં એક જીવ આવો અર્થ ભાષ્યકારે કેવી રીતે કર્યો ?
ટીકા - જીવ જ્ઞાનરૂપ ઉપયોગ અને દર્શનરૂપ ઉપયોગના સ્વભાવવાળો છે.
તે જીવનો કોઈ વખત સામાન્યથી જીવ આ પ્રમાણે નિર્દેશ કરાય છે, અને તેથી જેમ ગો' બોલવાથી જેટલા ગાયોના ભેદ છે નીલી ગાય. પીળી ગાય ઇત્યાદિ બધા ભેદો આવી જાય છે તેમ સામાન્યથી “જીવ' શબ્દ કહેવાથી સકળ નારકાદિ ભેદો અંદર આવી જાય છે.
કોઈ વખત અમુક જીવ આમ કહીને વ્યક્તિ લેવાય. તેમ અહીં ભાષ્યમાં શબ્દથી એક વ્યક્તિ લેવાની છે. મતલબ અનંતા જીવોમાંથી એક જીવ લેવો.
આ રીતે અનંતા જીવોનો વ્યવચ્છેદ કરીને એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે એ
૧. જો પૂર્વસૂત્રની સાથે એક યોગ કરવામાં આવે તો સૂત્ર નવું રચવું પડે નહીં. તો શા માટે બે સૂત્ર
રચ્યાં ?
આનું સમાધાન એ છે કે જો એક સૂત્ર બનાવવામાં આવે તો જેમ ધર્મ અને અધર્મથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે એ સમજાય છે તેવી રીતે જીવાસ્તિકાય-જીવસમૂહના અસંખ્યાત પ્રદેશ છે. આવો બોધ થાય. પ્રત્યેક જીવોના અસંખ્યાત પ્રદેશ છે આવો બોધ થઈ શકે નહીં માટે સૂત્રકારે “ગીવણ ૨' આ સૂત્ર જુદું રચ્યું છે. જેમ ચોથા અધ્યાયમાં સૂત્ર ૪૪-૪૫-૪૬ આમ ત્રણ સૂત્રો રચ્યાં છે ત્યાં ‘શવર્ષસહસ્ત્રારનામાવ્ય-તોપુ' આ પ્રમાણે સૂત્ર રચી શકાય તેમ હતું છતાં ‘ચતાનાં
(સૂ. ૪૬) રચ્યું છે તેમ અહીં ‘નવસ્થ ર’ સૂત્ર જુદું રચ્યું છે. અથવા આ જ અધ્યાયમાં ૪૩૪૪ બે સૂત્રોની રચના કરી છે તેના બદલે “રૂfપનીવોપયોષ સમિાન' આવું સૂત્ર નથી કહ્યું. (એટલે સૂત્રકારે “જીવી ૨' આ સૂત્રની જુદી રચના કરી છે તેનાથી જ સમજાય છે કે પ્રત્યેક જીવોના અસંખ્યાત પ્રદેશો છે.) તસ્વાર્થ. મુદ્રિટિપ્પષ્ણામ્ પૃ૦ ૩૩૦,