________________
અધ્યાય-૫ : સૂત્ર-૬
૬૩
અપરની વ્યાખ્યાથી ધર્માદિ ઉત્પાદ-વ્યયથી યુક્ત બનતા નથી માટે તેમની વ્યાખ્યા સિદ્ધાંત વિરોધીની છે. ઉત્પાદાદિ ન મનાય તો ધર્માદિ અસત્ થશે.
સિદ્ધાંત પ્રમાણે સર્વ સતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મરૂપ વ્યવસ્થાને ઓળંગતા નથી. આ ધર્માદિ દ્રવ્યો પણ સત્તાને ઓળંગતાં નથી એ સિદ્ધ થયું. હવે જો ધર્માદિ દ્રવ્યો પણ સત્તાને ઓળંગતાં નથી તો જીવોની જેમ ધર્માદિ દ્રવ્યો પણ ઉત્પાદ, વિગમ રૂપ ક્રિયાથી યુક્ત હોવાં જોઈએ. એટલે ધર્માદિ દ્રવ્યોમાં પણ ઉત્પાદ અને વ્યયરૂપ ક્રિયા સ્વીકારવી જ પડશે.
જો ધર્માદિ દ્રવ્યોમાં સત્ત્વ નહીં સ્વીકારો તો ધર્માદિ દ્રવ્યોમાં દ્રવ્યપણાની હાનિ આવશે અને આકાશકુસુમની જેમ અસત્ થશે. વળી ત્રિપદીરૂપ સિદ્ધાંતના વિનાશની આપત્તિ
ખુદ ભગવાને પણ પહેલેથી જ ગણધર ભગવંતોને સકલ વસ્તુનો સંગ્રહ કરનારા હોવાથી ત્રણ પ્રશ્ન વડે જ પ્રવચનનો અર્થ પૂતિ વા, વિખેતિ વા, ધુતિ વા' આ ત્રિપદીરૂપ કહ્યો છે. અર્થાત્ ત્રિપદી સકલ વસ્તુનો સંગ્રહ કરી લે છે. આથી જ ગણધર ભગવાને ત્રણ પ્રશ્ન પૂક્યા તેના જવાબમાં ભગવાને પહેલા જ ત્રિપદીરૂપ દ્વાદશાંગ પ્રવચનનો આ અર્થ કહ્યો છે કે સર્વ વસ્તુ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને સ્થિર રહે છે.
હવે જો ધર્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય ન સ્વીકારાય તો ખુદ ભગવાને કહેલ આ ત્રિપદીરૂપ બધું વિનાશ પામી જાય. અર્થાત ત્રિપદીરૂપ વ્યવસ્થા રહે નહીં.
માટે ધર્માદિ દ્રવ્યોમાં સત્ત્વ સ્વીકારવું જ પડશે અને સત્ત્વ ત્યારે જ બની શકે કે તેમાં ઉત્પાદાદિ ક્રિયાનો સ્વીકાર થાય. ધમદિ દ્રવ્યમાં ઉત્પાદાદિ ક્રિયાનું અનુમાન
ધર્માદિ દ્રવ્યો દ્રવ્ય છે એટલે સતુ છે જ. આથી હેતુવાદીઓતાર્કિકો મુક્તાત્માની જેમ ધર્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય અને સ્થિતિમત્ત્વનું અનુમાન કરે છે. અર્થાત્ ધર્માદિ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને સ્થિતિથી યુક્ત છે આવું અનુમાન કરે છે.
બદ્રિવ્ય (પણ), ડા-ચય-fથતિમતિ (સાધ્ય) ટચત્વનું 0િ મુજ્જાત્મવત્ (ઉદાહરણ)
જેમ મુક્તાત્મા દ્રવ્ય છે તો તે ઉત્પાદ, વ્યય અને સ્થિતિથી યુક્ત છે તેમ ધર્માદિ પણ દ્રવ્ય છે માટે ઉત્પાદ, વ્યય અને સ્થિતિથી યુક્ત હોવા જોઈએ. આ પ્રમાણે તાર્કિક અનુમાન કરે છે. ઉક્ત અનુમાનમાં વિશેષાવશ્યકનું પ્રમાણ
આપણા આ અનુમાનમાં સિદ્ધાંતનું હાર્દ જેમને પ્રાપ્ત થયું છે તેવા વિશેષાવશ્યકના કર્તા પૂ. જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મ.નું પ્રમાણ છે. જેઓએ નમસ્કારની નિયુક્તિમાં શબ્દનું અનિત્યત્વ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી દ્રવ્યો ઉત્પાદ-વ્યય અને સ્થિતિવાળાં છે એના માટે અનુમાન કરતી ગાથાઓ મૂકી છે તે આ પ્રમાણે