________________
૬૨
તત્ત્વાર્થ સૂત્ર
ભાષ્યકાર ‘='થી ધર્માદિ કેવી રીતે બતાવ્યા ? આવી શંકા અને તેનું સમાધાન
અહીં એક પ્રશ્ન થાય છે કે પૂ. ભાષ્યકાર મ. આવા પ્રકારનું ભાષ્ય લાવ્યા ક્યાંથી ? સૂત્રમાં નિષ્ક્રિયની વાત છે ત્યાં ‘આકાશ સુધીના જ ધર્માદિ' આ કેવી રીતે ગોઠવ્યું ?
તેનું સમાધાન એ જ છે કે આવી પૂર્વના સૂત્રમાં ‘આકાશ સુધીનાં દ્રવ્યો એક એક છે.’ આ વાત કરી ત્યાં ‘આકાશ સુધીના’ કહેવાથી ધર્મ, અધર્મને આકાશ સામર્થ્યથી પ્રાપ્ત થયાં હતાં. તે જ ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યો આ સૂત્રમાં જે 'વ' મૂક્યો છે તેનાથી અહીં પ્રાપ્ત થાય છે. અર્થાત્ ‘ચ’થી આકાશ સુધીનાં દ્રવ્યોનું અનુકર્ષણ થાય છે.
આમ સૂત્રમાં રહેલ ઘનો અર્થ ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યો છે તેને જ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં જણાવતાં કહ્યું કે ‘આકાશ સુધીનાં જ ધર્માદિ દ્રવ્યો નિષ્ક્રિય છે.'
આ રીતે ‘વ’નો જે અર્થ છે તે જ પૂ. ભાષ્યકાર મ. બતાવ્યો છે એટલે કોઈ પ્રશ્ન રહેતો
નથી.
નિષ્ક્રિય એટલે શું ?
નિષ્ક્રિય એટલે ક્રિયાથી રહિત. (અહીં ક્રિયાથી ગતિક્રિયા લેવાની છે.) ધર્માદિથી આકાશ સુધીનાં દ્રવ્યો ગતિક્રિયાથી રહિત છે માટે નિષ્ક્રિય કહેવાય છે.
અપરના મતે ક્રિયાની વ્યાખ્યા
‘રળ જિયા'. આ વ્યુત્પત્તિ દ્વારા ૢ ધાતુને ભાવમાં ૬ અને વ્ય પ્રત્યય લાગતા ‘જિયા’ શબ્દ બન્યો છે. એટલે ‘કરાય તે ક્રિયા’ અર્થાત્ ક્રિયા એટલે ભાવ. તે આકારથી દ્રવ્યનો ભાવ અર્થાત્ પર્યાય વડે દ્રવ્યનું થવું તે ક્રિયા છે.
આ ક્રિયા ધર્માદિ દ્રવ્યોમાં નથી, જેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ દ્રવ્યો અતિશય પ્રાપ્ત કર્યા વગરનાં જ હંમેશા પૂર્વ અવસ્થા અને અપર અવસ્થાના ભેદને છોડતાં જ દેખાય છે. મતલબ આ ત્રણ દ્રવ્યોમાં એવો કોઈ અતિશય પેદા નથી થતો કે જેથી આ ધર્માસ્તિકાયની પૂર્વ અવસ્થા અને આ ધર્માસ્તિકાયની પછીની અવસ્થા આવો ભેદ પડે. આ ત્રણ દ્રવ્યોમાં કોઈ ફેરફાર થતો નથી માટે જ પૂર્વ-અપર અવસ્થાના ભેદ વગરનાં જ આ દ્રવ્યો દેખાય છે. દા. ત. જેમ ઘટની પૂર્વ અવસ્થા મૃત્ પિંડ છે અને અપર અવસ્થા ઘટના ટુકડા છે તેવું ધર્માદિ દ્રવ્યોમાં નથી. આવા ધર્માદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે.
અપરે કરેલ વ્યાખ્યા સિદ્ધાંત-વિરોધિની છે.
કરવું તે ક્રિયા એટલે કે દ્રવ્યનો તે આકારે ભાવ અર્થાત્ પર્યાયરૂપે દ્રવ્યનું થવું તે ક્રિયા, અને આવી ક્રિયાથી રહિત તે નિષ્ક્રિય. આવી અપરે ક્રિયાની વ્યાખ્યા કરી તેથી તો ધર્માદિ દ્રવ્યો ઉત્પાદ અને વ્યયથી યુક્ત નહીં બને કેવલ ધ્રૌવ્યથી યુક્ત બનશે. માટે ક્રિયાની આવી વ્યાખ્યા કરવી તે તો અપસિદ્ધાન્ત છે. સિદ્ધાંતને નહીં જાણનારાઓ આવી વ્યાખ્યા કરે છે. કેમ કે જે સત્ છે તે સર્વ બધા જ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ધર્મરૂપ વ્યવસ્થાને ઓળંગતા નથી. એટલે કે સત્ તે જ કહેવાય કે છે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય. આવો સિદ્ધાંત છે. જ્યારે