________________
તત્ત્વાર્થ સૂત્ર
આ ધર્માદિ દ્રવ્યોનો જે ગતિ આદિ ઉપકાર છે તે આગમ પોતપોતાના સ્થાનમાં યુક્તિપૂર્વક કહેવાશે.
‘જ’શબ્દનો વિક્ષિત અર્થ
ΦΟ
ભાષ્યમાં દ્રવ્યાળિમાં રહેલો જે
શબ્દ છે તે અસહાયવાચક લેવો.
મતલબ ધર્મ, અધર્મ અને આકાશ આ દ્રવ્યો એક એક જ છે પણ તેના વિવિધ પ્રકાર નથી. જેમ પરમાણુ બીજા પરમાણુની સાથે મળતા બે થાય છે. જેમ આત્મા જ્ઞાન, સુખ, દુ:ખ, જીવન આદિના ભેદવાળા બીજા આત્માની સાથે સદ્વિતીય બને છે. એટલે કે આ પરમાણુ જેવો બીજો પરમાણુ છે. આ જીવ જેવો બીજો જીવ સુખી છે, દુઃખી છે. આ પ્રમાણે બધાને બીજાની સહાય છે. મતલબ પરમાણુ જુદા જુદા છે. આત્મા જુદા જુદા છે તે રીતે ધર્માદિ દ્રવ્યના પ્રકાર નથી. કેમ કે આ ધર્માસ્તિકાય ગતિમાં જેવી મદદ કરે છે તેવી રીતે આ બીજો ધર્માસ્તિકાય ગતિમાં મદદ કરે છે તેવું થતું નથી. આમ ધર્માસ્તિકાયના પ્રકાર પડતા જ નથી એટલે ધર્માસ્તિકાય એ એક જ દ્રવ્ય છે, નાના દ્રવ્ય નથી.
એવી જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે પણ સમજી લેવું. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ એક એક દ્રવ્ય છે અર્થાત્ સસહાય દ્રવ્ય છે. પણ અસહાય દ્રવ્ય નથી. આમ અહીં એક શબ્દનો અર્થ અસહાય વિવક્ષિત છે. ભાષ્યમાં દ્રવ્ય શબ્દના પ્રયોગનું પ્રયોજન
ભાષ્યમાં શબ્દ પછી દ્રવ્ય શબ્દ છે તે દ્રવ્યનું લક્ષણ પૂ. સૂત્રકાર મ. આગળ ‘મુળપર્યાયવત્ દ્રવ્યમ્’(પૂ. રૂ૭)માં કહેશે.
અહીં આ ભાષ્યમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે તે મુક્તાત્માની જેમ સ્વમાં રહેલા ધર્મનાં પરિણામની પ્રાપ્તિ જણાવવા માટે છે. અર્થાત્ મુક્તાત્મા દ્રવ્ય છે તો તે ગુણપર્યાયવાળું છે.
કેમ કે ગુણપર્યાયવાળું દ્રવ્ય હોય છે. આમ કહેવાથી ધર્માદિ દ્રવ્યોમાં રહેલા ધર્મનાં પરિણામોની પ્રાપ્તિનું આપાદન કરાય છે. અર્થાત્ ધર્માદિ દ્રવ્યો ઉત્પાદ આદિવાળાં છે. ઉત્પાદાદિ પરિણામો ધર્માદિમાં મનાય તો જ તેઓ ગુણપર્યાયવાળા બને અને તેમાં દ્રવ્યનું લક્ષણ ઘટી શકે. જો ધર્માદિમાં ગુણ-પર્યાય ન મનાય તો તે દ્રવ્ય જ બની શકે નહીં. પણ આકાશકુસુમની જેમ અસત્ થઈ જશે.
‘વ’ કારથી નિયમની પ્રાપ્તિ અને તેનું ફળ
ભાષ્યમાં દ્રવ્યાળિ પછી વ લખેલા છે. તે Ç કાર -‘જ' કાર નિયમ કરે છે કેધર્મથી લઈને આકાશ સુધીનાં દ્રવ્યો એક જ છે. કેમ કે તેમના સમાન જાતિવાળા દ્રવ્યનો અભાવ છે.
૧. અસહાય-અસમાન.