________________
૫૯
અધ્યાય-૫ ઃ સૂત્ર-૫
આ અધ્યાયના પહેલા સૂત્રમાં ગ્રહણ કરેલા ક્રમને ઉદ્દેશીને આકાશની અભિવિધિ એટલે આકાશને સાથે લઈને અર્થાત્ આકાશ સુધીના અર્થાત્ આકાશ સહિત ત્રણેય દ્રવ્યોને પ્રકાશિત કરવાની ઇચ્છાથી ભાષ્યકાર મ. ઞ ઞાશાત્ એવું બોલ્યા છે.
ભાષ્યમાં આ આાશાત્ પછી ‘ધર્માવીનિ’કહ્યું છે તે પ્રસિદ્ધ વિશિષ્ટ ક્રમ બતાવે છે. એટલે ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો સમજવા. સૂત્રમાં ‘આકાશ સુધીનાં’ દ્રવ્યો કહ્યાં તો તે કયાં દ્રવ્યો લેવાં તે ભાષ્યમાં ધર્માદિ' કહીને પ્રસિદ્ધ ક્રમ દ્વારા બતાવ્યાં છે. ધર્માદિ દ્રવ્યો એક એક જ છે તેનું કારણ
આ ધર્માદિ દ્રવ્યો એક એક છે. ધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ એક એક દ્રવ્યો જ છે. અર્થાત્ ધર્માદિના સમાન જાતિવાળાં બીજાં દ્રવ્યો નથી. કેમ કે ધર્મ, અધર્મ અને આકાશ અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહમાં ઉપકાર કરે છે તેવો બીજા કોઈ દ્રવ્ય ઉપકાર કરતા નથી. એટલે ધર્માદિનો ગત્યાદિમાં જે ઉપકાર છે તે અવિલક્ષણ ઉપકાર છે. આ અવિલક્ષણ ઉપકારને આપણે જરા સ્પષ્ટ સમજી લઈએ.
ધર્મ, અધર્મ, અને આકાશનો ઉપકાર ગતિ, સ્થિતિ અને અવગાહની જે ઉત્પત્તિ છે તેનાથી પ્રભાવિત છે અર્થાત્ જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે ગતિ આદિમાં પરિણત થાય છે ત્યારે ધર્મ, અધર્મ અને આકાશ ગતિ આદિમાં ઉપકાર કરે છે એટલે ધર્માદિ દ્રવ્યોનો ઉપકાર જીવાદિમાં જે ગતિ આદિની ઉત્પત્તિ છે તેનાથી પ્રભાવિત છે. ધર્માદિનો આવો ગતિ આદિની ઉત્પત્તિથી પ્રભાવિત ઉપકાર છે એટલે જ અવિલક્ષણ ઉપકાર કહેવાય છે.
આ ધર્માદિ દ્રવ્યો અવિલક્ષણ ઉપકારવાળાં છે માટે જ એક છે. અર્થાત્ ગતિની ઉત્પત્તિથી પ્રભાવિત ઉપકારવાળું ધર્મદ્રવ્ય ગતિમાં ઉપકાર કરે છે તેનું કામ બીજાં કોઈ દ્રવ્ય કરતાં નથી. તેથી તે એક જ દ્રવ્ય છે. એવી જ રીતે સ્થિતિમાં ઉપકારી અધર્મ દ્રવ્ય જ છે અને અવગાહમાં ઉપકારી આકાશ જ છે તેથી અધર્મ અને આકાશ દ્રવ્ય પણ એક એક જ છે.
આમ અવિલક્ષણ ઉપકાર હોવાથી ધર્માદિ દ્રવ્યો એક એક જ છે પણ તેના સમાન બીજા દ્રવ્યો નથી.
ધર્માદિમાં અવિલક્ષણ ઉપકારની સિદ્ધિ
આ અવિલક્ષણ ઉપકારવાળા ધર્માદિ દ્રવ્યો ગતિ આદિમાં ઉપકાર કરે છે એ ત્યારે જ બની શકે છે જ્યારે તે ધર્માદિ દ્રવ્યો અર્થક્રિયા કરવામાં સમર્થ હોય અને વસ્તુ અર્થક્રિયા કરવામાં સમર્થ ત્યારે જ બને કે તે સ્થિતિ, ઉત્પાદ અને વ્યયથી યુક્ત હોય. કારણ કે અનેકાંતવાદીઓનો આ સિદ્ધાંત છે કે સ્થિતિ-ઉત્પાદ અને વ્યય આ ત્રણથી વસ્તુ જ અર્થક્રિયા કરવામાં સમર્થ બને છે.
અહીં ધર્માદિ દ્રવ્ય વસ્તુ છે એટલે અર્થક્રિયા કરવામાં સમર્થ છે. એટલે ધર્માદિ દ્રવ્યોનું અર્થક્રિયાકારીપણું ગતિ આદિમાં ઉપકાર કરવો તે છે તેથી ધર્માદિ દ્રવ્યો અવિલક્ષણ ઉપકાર કરવાવાળાં છે એ સિદ્ધ થાય છે.