________________
અધ્યાય-૫: સૂત્ર-૪
૫૭ તથા વૃક્ષાદિથી વનનો અભેદ સિદ્ધ નથી થતો, અને અનર્થાન્તરપણું જ અસિદ્ધ છે તેથી વ્યભિચાર આવી શકતો નથી.
આ રીતે આપણે ભેદની સિદ્ધિમાં અભેદવાદીએ આપેલ વ્યભિચારનું વારણ કર્યું પણ અભેદવાદીએ અભેદની સિદ્ધિ માટે બીજા પણ યૂષ અને પંક્તિનાં ઉદાહરણ આપ્યાં છે તે પણ બરાબર નથી. કેમ કે અભેદવાદી યૂષ અને પંક્તિ શું છે તે જાણતો નથી. યૂષ અને પંક્તિનું સ્પષ્ટીકરણ
યૂષ અને પંક્તિ આદિ પણ દ્રવ્યોથી અર્થાન્તર છે કેમ કે પાકજ દ્રવ્યોની ઉત્પત્તિમાં કાળ વિશેષની મદદ મળવાથી દ્રવ્યાન્તરના સંબંધવાળા ઉત્પન્ન એવા પાકજ દ્રવ્યોનો જે સંયોગ છે તેને યૂષ કહેવાય છે. અર્થાત પાકથી થતી ઉત્પત્તિમાં દ્રવ્યોનો જે સંયોગ છે તે જ યૂષ કહેવાય છે. એટલે દ્રવ્યો અને દ્રવ્યોનો જે સંયોગ છે તે જ યૂષ છે અને તે સંયોગ જુદો છે. અર્થાત્ દ્રવ્યોથી સંયોગ જુદો છે એટલે યૂષ એ અર્થાન્તર છે પણ અનર્થાન્તર નથી.
એવી જ રીતે બીજું “પંક્તિનું' જે દષ્ટાંત આપે છે તે પંક્તિ પણ અર્થાન્તર છે. કેમ કે પંક્તિ એટલે શ્રેણી. તે પણ (૧) એક દિશા અને દેશના સંબંધી, (૨) જેઓના પરસ્પર સંબંધ થવાથી ઉપકારવાળી (૩) નિશ્ચિત સંખ્યા કે અનિશ્ચિત સંખ્યાવાળી (૪) ભિન્ન ભિન્ન જાતિવાળા આધારમાં રહેલી જે બહુત સંખ્યા છે તે જ કહેવાય છે. અર્થાત્ પંક્તિ પણ બહુત્વ સંખ્યાને કહેવાય છે. પાંચ માણસ કે દશ મનુષ્યની લાઈન હોય પણ એ લાઈનમાં રહેલ દરેક મનુષ્ય એ પંક્તિ નથી, આ બધામાં રહેલ જે બહુર્તી સંખ્યા છે તે પંક્તિ કહેવાય છે. એટલે પંક્તિ પણ આ બધાથી અર્થાન્તર છે.
આ રીતે અભેદવાદીનાં સઘળાંય દષ્ટાંતોમાં અનર્થાન્તરતા સિદ્ધ થતી નથી પરંતુ દરેકમાં અર્થાન્તરપણું જ સિદ્ધ થાય છે. પ્રસિદ્ધ ભેદ અને અભેદ એકાંતથી નથી.
આથી આ બે નય સાપેક્ષપણે જ વસ્તુના સદ્ભાવને જણાવે છે. એકાંતે વસ્તુના સ્વરૂપને જણાવતા નથી.
આ અર્થના પ્રકાશ માટે અર્થાત્ વસ્તુમાત્ર એકાંતથી લિપ્ત નથી, એકાંતથી અભિન્ન નથી પરંતુ દ્રવ્યાર્થિક નયથી અભિન્ન છે, પર્યાયાર્થિક નયથી ભિન્ન છે. આ વાત જણાવવા માટે ભાષ્યકાર મ. ષષ્ઠી અને સપ્તમી બે વિભક્તિ દ્વારા “fપણ:'નો વિગ્રહ કર્યો છે.
આથી ભાષ્યકાર મ. ના વિગ્રહ વાક્યનો આ પ્રમાણે અર્થ થાય છે કે- “વિવફાવશથી પુદ્ગલોમાં મૂર્તિનો ભેદ પણ છે અને અભેદ પણ છે.” પુદ્ગલો અને રૂપનો ભેદ પણ છે અને અભેદ પણ છે.
૧. ...fમન્નમત્રનાતીલેવુ “ન્યાયવાર્તિક' પૃ. ૭૬માં આવો પાઠ છે તેના આધારે અહીં આ અર્થ કર્યો
છે.