________________
૫૬
તત્ત્વાર્થ સૂત્ર આમ વૃક્ષો અને વનનો, હાથી આદિ અને સેનાનો અભેદ છે એટલે દ્રવ્યોથી દ્રવ્યનો અભેદ પણ પ્રસિદ્ધ છે. આથી તમારા નિરૂપણમાં વ્યભિચાર આવે છે.
હજી પણ વ્યભિચારને પુષ્ટ કરતાં કહે છે કે–અનર્થાન્તરમાં પણ સેનાનો હાથી, વનનો આંબો આ વ્યપદેશ થાય છે કેમ કે તેનાથી હાથી જુદો નથી અને આંબો વનથી જુદો નથી. સેનાને હાથીનો અભેદ છે. વનને આંબાનો અભેદ છે માટે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો જ્યાં વ્યવહાર થાય છે ત્યાં બે પદાર્થ જુદા જ હોય છે. આ વાત સિદ્ધ થઈ શકતી નથી.
આ રીતે તમે જે નિરૂપણથી અર્થાન્તર સિદ્ધ કર્યો તેમાં વ્યભિચાર આવે છે અર્થાત્ અનર્થાન્તરમાં પણ આવો વ્યવહાર થાય છે. અનર્થાન્તરપણાની અસિદ્ધિ દ્વારા વ્યભિચારનું વારણ
તમે સેના અને વનમાં અભેદ સિદ્ધ કરી અમારા નિરૂપણમાં વ્યભિચાર આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમારો પ્રયત્ન વ્યર્થ છે. કેમ કે હાથી આદિથી સેનાનું અને વૃક્ષોથી વનનું અભેદપણું પ્રસિદ્ધ નથી અર્થાત્ અસિદ્ધ છે અભેદ જ સિદ્ધ થતો નથી કેમ કે (૧) દિશા અને દેશના અનિયત-અચોક્કસ સંબંધી, (૨) પરસ્પર એકબીજાની સાથેના સંબંધથી ઉપકારવાળા બનેલા (૩) નિશ્ચિત સંખ્યાવાળા હોય કે અચોક્કસ સંખ્યાવાળા હોય એવા હાથી, પુરુષ, ઘોડા અને રથમાં રહેલી જે બહુત્વ સંખ્યા છે તે જ સેના છે.
મતલબ એ છે કે જેને સેના કહીએ છીએ તે એક હાથી કે એક ઘોડા કે એક રથને નથી કહેતા પરંતુ ઘણા હાથી, ઘોડા, મનુષ્ય, રથ હોય તેને તેના કહેવાય છે. વળી ઘણા છે એટલે (૧) એક જ દિશામાં બધા રહેલા નથી હોતા. સમૂહમાં સહુની અલગ અલગ દિશા હોય છે તેમ જ કોઈ અમુક જ દેશ–ક્ષેત્રમાં સમૂહ ન સંભવે આથી દિશા અને દેશના અચોક્કસ સંબંધવાળા હાથી આદિમાં રહેલી બહુત્વ સંખ્યા સેના કહેવાય છે. (૨) વળી છૂટા છૂટા રહેલા હાથી, ઘોડા પણ સેના ન કહેવાય પરંતુ જયારે પરસ્પર એકબીજાની સાથે સંબંધમાં રહેલા હોય એટલે સંબંધથી ઉપકારવાળા બનેલા હોય એવા ઘણા હાથી, ઘોડા આદિમાં રહેલી બહુત્વ સંખ્યા સેના કહેવાય છે (૩) કેટલી સંખ્યા છે એ નિશ્ચિત હોય કે નહિ પણ ઘણા હાથી, ઘોડા આદિ હોય એવી બહુત સંખ્યાને તેના કહેવાય છે.
આમ હાથી, ઘોડા આદિમાં રહેલી જે બહુત્વ સંખ્યા છે તે જ સેના કહેવાય છે.
તેવી જ રીતે આગ્રાદિ વૃક્ષોમાં જે નિશ્ચિત કે અનિશ્ચિત બહુત્વ સંખ્યા છે તેને જ વન કહેવાય છે.
આમ હાથી આદિ સેના નથી અને વૃક્ષાદિ વન નથી. પણ હાથી આદિમાં રહેલી બહુત્વ સંખ્યા તે સેના છે, વૃક્ષાદિમાં રહેલી બહુત્વ સંખ્યા વન છે, અને આ બહુત્વ સંખ્યાથી તો હાથી આદિ તથા આશ્રાદિ ભિન્ન જ છે. માટે સેના અને વનના ઉદાહરણથી હાથી આદિથી સેના
૧. સિમેતત્ અનન્તરત્વે આ પ્રમાણે “ન્યાયવાર્તિક' પૃ. ૭૬માં પાઠ હોવાથી અમે અહીં પ્રસિદ્ધ શબ્દનો
અર્થ અસિદ્ધ કર્યો છે.