________________
અધ્યાય-૫ : સૂત્ર-૪
૫૫
છે તે ચંદનની સાથે રૂપાદિનો ભેદ છે માટે થાય છે. જે ચંદનનો પ્રત્યક્ષ થાય છે તે ચંદનના પ્રત્યક્ષથી ચંદનના રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો પ્રત્યક્ષ થાય છે. એટલે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યપદેશ થાય છે. આમ એકના પ્રત્યક્ષથી બીજાનો પ્રત્યક્ષ થાય છે તે બંને જુદા હોય છે. આ રીતે જેનો પ્રત્યક્ષ થાય છે તે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યપદેશ થાય છે અને તે અર્થાન્તર-ભેદમાં જોવાયેલો છે. આ સમજવા માટે આબાલગોપાલ પ્રસિદ્ધ દષ્ટાંત છે કે–
આ બ્રાહ્મણનું આ કમંડલુ છે'. આ દષ્ટાંતમાં બ્રાહ્મણના પ્રત્યક્ષથી કમંડલુનો પ્રત્યક્ષ થાય છે. તેથી બ્રાહ્મણ અને કમંડલુ બંને જુદા છે. એટલે એકત્ર સ્થળે જેની નજીકમાં કમંડલુ પડ્યું છે તે બ્રાહ્મણને જોઈને પાસે પડેલું કમંડલુ પણ આ બ્રાહ્મણનું છે. આ રીતે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યવહાર થાય છે.
આમ જે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યવહાર થાય છે તે અર્થાન્તરમાં જોવાયેલો છે. એટલે ભેદ તો પ્રત્યક્ષથી સિદ્ધ છે. આ રીતે પુદ્ગલ અને રૂપનો ભેદ સિદ્ધ જ છે.
શંકા - તમે બ્રાહ્મણ અને કમંડલુનું દષ્ટાંત આપ્યું તેનાથી તો દ્રવ્ય જ દ્રવ્યથી અર્થાન્તર છે પરંતુ ગુણોથી દ્રવ્ય અર્થાન્તર છે એવું સાબિત થતું નથી. અર્થાત્ બ્રાહ્મણ અને કમંડલુ બંને દ્રવ્ય જે છે એટલે દ્રવ્યથી દ્રવ્ય ભિન્ન છે એવું સાબિત થાય છે પણ શ્વેત રૂપાદિ ગુણોથી ચંદ્રન દ્રવ્ય ભિન્ન છે તેવું સિદ્ધ થતું નથી. અર્થાત્ પુગલ દ્રવ્યથી રૂપાદિ ગુણનો ભેદ સાબિત થતો નથી.
સમાધાન :- પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થનો પ્રાપ્ત થયેલ સમસ્ત ધર્મો વડે જે વ્યપદેશ થાય છે તે અર્થાન્તર–ભેદને જણાવે છે. તેથી રૂપાદિ વડે ચંદનનું જ્ઞાન થાય છે તે ચંદન અને રૂપાદિનો ભેદ બતાવે છે. આ રીતે સમસ્ત પ્રાપ્ત થયેલ [ધર્મો] વડે પ્રાપ્ત કરવા યોગ્યનો જે વ્યવહાર છે તે ભેદ સિદ્ધ કરે જ છે તો પછી તે દ્રવ્ય હોય, ગુણ હોય કે ક્રિયા હોય એમાં અપરિતોષ શા માટે ? અર્થાત્ દ્રવ્ય દ્રવ્યનો ભેદ જણાય, દ્રવ્ય અને ગુણનો પણ ભેદ જણાય અને દ્રવ્યને ક્રિયાનો પણ ભેદ જણાય એમાં અસંતોષ શા માટે ? જેનાથી અર્થાન્તર સિદ્ધ કરવામાં આવે છે તેમાં વ્યભિચાર
આપણે ઉપર મુજબ પુદ્ગલ અને રૂપનો ભેદ સિદ્ધ કરી રહ્યા છીએ ત્યારે અભેદવાદી કહે છે તમે જે “સમસ્ત પ્રાપ્ત થયેલ વડે પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થનો જે વ્યવહાર છે તે ભેદ સિદ્ધ કરે છે આવું નિરૂપણ કર્યું તેમાં વ્યભિચાર આવે છે. કારણ કે દ્રવ્યથી દ્રવ્યનો ભેદ જ હોય એવું નથી હોતું. અર્થાત અનર્થાન્તર- અભેદમાં પણ “સમસ્ત પ્રાપ્ત થયેલ વડે પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થનો વ્યવહાર જોવાયેલો છે, અભેદમાં પણ આવો વ્યવહાર થાય છે.
દા.ત. સેના, વન આદિ.
હાથી, ઘોડા, રથ, પાયદળ આ સેના કહેવાય છે. આ બધાથી સેના જુદી નથી, આમ્રાદિ અનેક વૃક્ષોનો સમુદાય વન કહેવાય છે. આ બધાં વૃક્ષોથી વન જુદું નથી.