________________
અધ્યાય-૫ : સૂત્ર-૪
૫૩
હવે “રૂપ એટલે મૂર્તિ આવું પહેલાં પ્રતિપાદન કરેલું છે માટે તેની સાથે અનુસંધાન કરવાની ઇચ્છાથી હવે પૂ. ભાષ્યકાર મ. ‘fપળઃ'નો વિગ્રહ બતાવે છે.
જેઓને રૂપ હોય અથવા “જેઓમાં રૂપ હોય તે રૂપી કહેવાય છે.
આ રીતે વિગ્રહવાક્યમાં પૂ. ભાષ્યકાર મ. છઠ્ઠી વિભક્તિ સહિત એતદ્ સર્વનામનો પ્રયોગ કર્યો છે. તેનાથી પરમાણુ, ચણક આદિ ક્રમને ભજનારા પુદ્ગલો લેવા.
જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે કે રૂપ મૂર્તિ અર્થાતુ રૂપ એટલે મૂર્તિ અને તે જેઓને હોય એટલે જેઓ મૂર્તિવાળા છે, રૂપવાળા છે તે પુદ્ગલો રૂપી કહેવાય છે. ષષ્ઠી અને સપ્તમી બે વિભક્તિ દ્વારા કરેલ વિગ્રહનું પ્રયોજન
પૂ. ભાષ્યકાર મહારાજે “પટ'નો વિગ્રહ કરતાં “ષાનું' “પુ ષષ્ઠી અને સપ્તમી બે વિભક્તિનો પ્રયોગ કર્યો છે એટલે કંઈક પ્રયોજન હોવું જોઈએ. આપણે તે પ્રયોજન જાણી લઈએ.
ષષ્ઠી વિભક્તિનું પ્રયોજન છે દ્રવ્ય અને ગુણનો ભેદ, અને સપ્તમી વિભક્તિનું પ્રયોજન છે દ્રવ્ય અને ગુણનો અભેદ. આમ દ્રવ્ય અને ગુણનો ભેદભેદ છે તે બતાવવા માટે બે વિભક્તિનો પ્રયોગ કર્યો છે. એટલે ષષ્ઠી વિભક્તિથી વિગ્રહ બતાવ્યો છે તેનાથી ભેદની વિવક્ષા કરીએ તો દ્રવ્ય અને ગુણનો ભેદ જણાય છે. અને જ્યારે અભેદની વિરક્ષા કરીએ ત્યારે દ્રવ્ય અને પર્યાયમાં ઐક્ય-અભેદનો અભિપ્રાય થાય છે. આ બતાવવા માટે પૂ. આચાર્ય મ. વિગ્રહમાં વ્યાપક અધિકરણવાળી સપ્તમી વિભક્તિ વાપરી છે.
અથવા ભાષ્યકારે બે પ્રકારે વિગ્રહ કર્યો છે. છતાં બંને વિગ્રહથી મત્વર્ગીય રૂર્ પ્રત્યય તુલ્ય જ બતાવ્યો છે. અર્થાત્ વિગ્રહ જુદા જુદા છે પણ પ્રત્યય તો એક જ છે. તેથી બંને વિભક્તિના વિગ્રહમાં ભેદ અને અભેદની યોજના કરી લેવી.
પ્રશ્ન :- ભેદ અને અભેદની વિવક્ષા કરવી કેવી રીતે ?
ઉત્તર :- બંને વિભક્તિના વિગ્રહમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી અભેદ અને ભેદની યોજના કરવી જોઈએ. તે આ રીતે
પર્યાય નયની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણનો ભેદ છે અને, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયનો અભેદ છે.
- આ રીતે ઉપર મુજબ પહેલી રીતે ભેદની વિવક્ષાથી ષષ્ઠી વિભક્તિ દ્વારા દ્રવ્ય ગુણનો ભેદ સમજાય છે અને અભેદની વિવલાથી સપ્તમી વિભક્તિ દ્વારા દ્રવ્ય-પર્યાયનો અભેદ સમજાય છે. અથવા બીજી રીતે બંને વિભક્તિ દ્વારા પર્યાયાર્થિક નયથી બંનેનો ભેદ સમજાય છે અને દ્રવ્યાર્થિક નયથી બંનેનો અભેદ સમજાય છે.
૧.
સૂ. ૩, પૃ. ૧૮.