________________
અધ્યાય-૫ : સૂત્ર-૪
૫૧
આ રીતે ઉપરમ અવસ્થા અનાદિની પરંપરાના અટકી જવારૂપ છે પરંતુ અત્યંતાભાવથી થનારી નથી. વાસ્તવિક બોધનું વિધાન
આ રીતે શાસ્ત્રમાં પ્રવચનના જાણકારોએ બે પ્રકારની નિત્યતા અને બે પ્રકારની અનિત્યતા બતાવી છે.
આ પુદ્ગલ દ્રવ્ય પરિણામ અનિત્યતાથી અનિત્ય છે અને ભાવના અવિનાશથી નિત્ય છે આવું આગળ કહેવાશે. એટલે પુદ્ગલ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય પણ છે અને અપેક્ષાએ અનિત્ય પણ છે કારણ કે તેમાં નિત્યતા અને અનિત્યતા બંનેનાં દર્શન થાય છે. આમાં કોઈ વિરોધ નથી. કેમ વિરોધ નથી આ વાત આગળ વિસ્તારથી પ્રતિપાદન કરાશે.
અથવા ઉભય અવસ્થાને લઈને જ વસ્તુ સંપૂર્ણ વાસ્તવિક બુદ્ધિ પેદા કરે છે. પ્રધાન અને ગૌણ ભાવને લઈને જ વાસ્તવિક બુદ્ધિ થઈ શકે છે. અર્થાત્ પરિણામથી પુદ્ગલ દ્રવ્ય અનિત્ય છે અને સ્વભાવને છોડતું નથી તેથી નિત્ય છે. એટલે સ્વભાવને પ્રધાન બનાવાય અને પરિણામને ગૌણ રખાય ત્યારે પુદ્ગલ દ્રવ્યમાં નિત્યતાની બુદ્ધિ થાય છે અને પરિણામને મુખ્ય કરીએ અને સ્વભાવને ગૌણ કરીએ ત્યારે પુદ્ગલ દ્રવ્યમાં અનિત્યતાનું ભાન થાય છે.
આ રીતે બોધ થતો હોવાથી અનિત્યતા અને નિત્યતાનો કોઈ વિરોધ નથી. આમ પુદ્ગલોમાં ઉત્પાદ અને વિનાશ દેખાતા હોવાથી અનિત્યતા જ સ્પષ્ટ છે તો નિત્યતા તેમાં કેવી રીતે સમજાય ? તમારી આ શંકાનું સમાધાન થઈ જાય છે.
જો ઉપર મુજબ ન સ્વીકારાય એટલે કે વસ્તુ ઉભય અવસ્થાવાળી છે. આ ઉભય અવસ્થા ન બનાય તો નિત્ય જ છે કે અનિત્ય જ છે. આમ નિત્યતાની પ્રધાનતા કે અનિત્યતાની પ્રધાનતા બની શકે નહિ. અંગારકિત જ પલાશ છે. આમ અંગારતિની જ પ્રધાનતાની બુદ્ધિ પલાશમાં કરાય તો તે અત્યંત અધૂરી બુદ્ધિ છે. તેમ નિત્ય જ છે કે અનિત્ય જ છે. આમ નિત્યની
૧.
અન્યથા[7]ગંરકિ.....તિ પા4િ: દાદર નથવ.... પલાશની કાળને લઈને અંકુર, કિસલય, પત્ર, કુસુમ અને ફળાદિ જુદી જુદી અવસ્થાઓ છે. અમુક કાળે પત્રવાળું હોય, અમુક ઋતુમાં એનાં પાંદડાં અંગારા જેવાં થઈ જાય. અમુક સમયે ખરી જાય. જેને કાળનું જ્ઞાન નથી તે તેની બધી અવસ્થાઓએ જાણી શકતો નથી. આથી જે સમયે જોઈ રહ્યો છે તે સમયે જેવું હોય તેવું જ જ્ઞાન કરે છે. દા. ત. એના પરથી પત્રાદિ બધું ખરી પડ્યું હોય એટલે કોઈ કહે પલાશ ત્વનું રૂપ જ છે, કોઈ સમયે અંગાર જેવો હોય ત્યારે કહે પલાશ અગ્નિરૂપ જ છે. આ રીતે પલાશનું જ્ઞાન કરવું તે ન્યાયયુક્ત નથી. જેને તેની સકલ અવસ્થાનું જ્ઞાન નથી તે જ આવું જ્ઞાન કરે છે. પણ જેને કાળને લઈને થતી તેની સંપૂર્ણ અવસ્થાઓનું જ્ઞાન છે તે તો અંકુર એ પણ તેની એક અવસ્થા છે, અંગારકિત એ પણ એક અવસ્થા છે, કિસલય એ પણ એક અવસ્થા છે, કુસુમ એ પણ એક અવસ્થા છે આવું જ્ઞાન કરશે અને તે જ વાસ્તવિક છે. આ રીતે અપેક્ષાને નહીં જાણનારો નિત્યનિયત્વનો વિરોધ છે એમ કહે છે....જુઓ નયચક્ર ભા. ૪ પૃ. ૧૧૯૯