________________
અધ્યાય-૫: સૂત્ર-૪
૪૯ નિત્યત્વ અને અવસ્થિત્વની અનુજ્ઞાપૂર્વક અરૂપીપણાનો નિષેધ
પૂર્વના સામાન્ય સૂત્રમાં નિત્યત્વ, અવસ્થિત્વ અને અરૂપીત્વ ત્રણનું વિધાન છે. અર્થાત્ દ્રવ્યો નિત્ય છે. અવસ્થિત છે અને અરૂપી છે આવું વિધાન છે. તેમાંથી આ સૂત્ર તો માત્ર અરૂપીપણાનો જ અપવાદ કરે છે. નિત્યત્વ અને અવસ્થિત્વનો અપવાદ કરતું નથી. એટલે આ સૂત્ર, પિન: આ પદથી અરૂપીત્વનો નિષેધ કરે છે. અને નિત્યત્વ અને અવસ્થિતત્વની હા પાડે છે. મતલબ કે આ સૂત્ર રચના એવા પ્રકારની છે કે અરૂપીપણાના નિષેધપૂર્વક રૂપીપણાનો વિધિ કરે છે. પરંતુ નિત્યત્વ અને અવસ્થિતત્વની અનુજ્ઞા છે જ એટલે નિત્યત્વ અને અવસ્થિતત્વની અનુજ્ઞા પૂર્વક અરૂપીપણાનો નિષેધ છે.
આમ પુદ્ગલોમાં રૂપીપણું છે આવો વિશેષ વિધિ બતાવ્યો. પુદ્ગલો રૂપ વગરનાં હોતાં જ નથી કિંતુ રૂપવાળાં જ હોય છે. પુદ્ગલોમાં નિત્યત્વ, અને અવસ્થિતત્વનું નિરૂપણ
પુગલો પુદ્ગલપણાના સ્વભાવથી રહિત થતાં ન હોવાથી નિત્ય છે, અને રૂપાદિથી છૂટા નહીં પડતા હોવાથી અવસ્થિત છે. એટલે સ્વભાવની અવ્યયતાથી હંમેશા નિત્યતા છે જ અને રૂપાદિમાન હોવાથી અવસ્થિતત્વ પણ છે જ. પુદ્ગલોમાં નિત્યત્વની શંકા
પુદ્ગલોમાં ઉત્પાદ અને વિનાશ પ્રત્યક્ષ દેખાય છે એટલે તેમાં અનિત્યતા છે તો સ્પષ્ટ જ છે તો અનિત્યતાની વિરોધિની નિત્યતા પુદ્ગલોમાં કેવી રીતે સમજી શકાય? તમે પુદ્ગલોમાં નિત્યત્વનું નિરૂપણ તો કર્યું પણ અનિત્યતા જ સ્પષ્ટ દેખાય છે તો નિત્યતા કેવી રીતે સમજી શકાય ?
તમારી આ શંકા તો બરાબર છે પણ તેનું સમાધાન પણ છે. સમાધાન વાંચશો એટલે તમારી શંકા દૂર થઈ જશે. નિત્યતાના પ્રકાર અને તેની સમજાણ
પ્રવચનના જાણકારો નિત્યતા બે પ્રકારની બતાવે છે. (૧) અનાદિ અપર્યવસાન નિત્યતા
(૨) સાવધિ નિત્યતા.- (૧) અનાદિ અપર્યવસાન નિત્યતા -
વસ્તુનું વસ્તુપણે કાયમ રહેવું તે અનાદિ અપર્યવસન નિત્યતા કહેવાય છે. આ પહેલી નિત્યતા લોકના સંનિવેશ જેવી છે. અર્થાત વિશ્વની જેમ આદિ નથી અને અંત નથી તેવી રીતે આ નિત્યતાની પણ શરૂઆત નથી અને અંત પણ નથી. એટલે આ નિત્યતા પૂર્વ અને અપર આવા વિભાગ વગરની છે. મતલબ એ છે કે અહીંથી જેની શરૂઆત થઈ છે અને અહીં તેનો અંત થયો, આ કાળે જેની શરૂઆત થઈ છે અને આ કાળે અંત થયો છે. આવો જેમાં વિભાગ નથી. એટલે આ દેશ કે આ કાળમાં જેની શરૂઆત કે જેનો અંત નથી આવી (૧) પૂર્વ અપરના