________________
४८
તત્ત્વાર્થ સૂત્ર એમ નથી પણ રૂપાદિનો સમુદાય મૂર્તિ છે. આથી અમે જે ભાષ્યનું વ્યાખ્યાન કર્યું છે તે જ રહો.'
આ ધર્માદિ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે. આમ સામાન્યથી પૂર્વ સૂત્રમાં વિધાન કર્યું છે. એમાંથી કેટલાંક દ્રવ્યોના અર્થાત્ પુદ્ગલ દ્રવ્યોના અપવાદ માટે લક્ષણનો આરંભ કરાય છે...
रूपिणः पुद्गलाः ॥ ५-४॥
આ ધર્માદિ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી છે અર્થાત્ પુદ્ગલો રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા છે. ટીકાઃ અરૂપીપણાના નિષેધપૂર્વક રૂપીપણાનું વિધાન
સામાન્યથી જેની પ્રાપ્તિ થતી હોય તેના નિષેધપૂર્વક વિશેષનું જે વિધાન તે અપવાદ કહેવાય છે. કારણ કે સામાન્ય શ્રુતિના નિષેધ દ્વારા વિશેષશ્રુતિનો આત્મલાભ થાય છે. આથી અપવાદ એ વિશેષથી ગૃહીત હોય છે મતલબ અપવાદ એ વિશેષ વિષયક હોય છે. તેથી વિશેષ શાસ્ત્ર સામાન્ય શાસ્ત્રનો અપવાદ કહે છે. એટલે અપવાદ કહો કે વિશેષ કહો એક જ છે. આ ચાલુ સૂત્રમાં “પુગલો રૂપી છે” આવું જે વિધાન કરાય છે તે પૂર્વ સૂત્રમાં સામાન્યથી દ્રવ્યો “અરૂપી' છે આવું વિધાન કરવામાં આવ્યું હતું તેનો નિષેધ કરે છે. પૂર્વ સૂત્રમાં દ્રવ્યો અરૂપી છે આવું સામાન્યથી વિધાન કર્યું હતું પરંતુ તેમાંથી પુદ્ગલ દ્રવ્ય અરૂપી નથી પણ રૂપી છે. આ વિશેષ વિધાન કરવામાં આવ્યું છે. એટલે “સામાન્યના નિષેધ પૂર્વક વિશેષનું વિધાન કરે તે અપવાદ કહેવાય'. આ વ્યાખ્યાનુસાર અહીં અરૂપીપણાના નિષેધપૂર્વક રૂપીપણાનું વિધાન છે.
પર્યાયાસ્તિક નયપૂર્વપક્ષનો સારાંશ એ છે કે દ્રવ્ય જેવી કોઈ ચીજ નથી. મૂર્તિ શબ્દથી રૂપાદિ જ કહેવાય છે. દા. ત. સેના જેને કહીએ છીએ તે સેના એટલે રથ, હાથી, ઘોડા, પાયદળ આ ચાર જ છે. એના આ ચારથી કોઈ જુદી ચીજ નથી. “સેના' કહેવાથી આ ચારનો જ બોધ થાય છે. આથી રથ એ સેના છે, હાથી એ સેના છે, ઘોડા એ સેના છે અને પાયદળ એ પણ સેના છે. આમ રથ આદિ પ્રત્યેકને સેના કહેવાય છે. એવી જ રીતે “વન' જેને કહીએ છીએ તે વન એટલે અનેક પ્રકારનાં વૃક્ષો જ છે. વન એ અનેક પ્રકારનાં વૃક્ષોથી ભિન્ન નથી. આથી પ્રત્યેક વૃક્ષ વન કહેવાય છે. તેવી રીતે “મૂર્તિ’ જેને કહીએ છીએ તે મૂર્તિ એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે તેનાથી જુદી કોઈ મૂર્તિ નથી. આથી રૂપ એ મૂર્તિ છે, રસ એ મૂર્તિ છે. ગંધ એ મૂર્તિ છે અને સ્પર્શ એ પણ મૂર્તિ છે. આ રૂપાદિથી ભિન્ન મૂર્તિ નથી. દ્રવ્યાસ્તિકનય-ઉત્તરપક્ષનો સારાંશ :- “રૂપ એટલે મૂર્તિ’ અને ‘સ્પર્ધાદિ મૂર્તિને આશ્રયીને અર્થાત્ સહચારથી રહેલા છે’ આ રીતે જે ભાષ્ય છે તે ભ
રાષ્ટ્રની સાથે “પ્રત્યેક રૂપાદિ મૂર્તિ છે' આવો તમે અર્થ કરો તો તે સંગત થતો નથી. કારણ કે ‘ાં મૂર્તિઃ' “રૂપાદિ સંસ્થાન પરિણામ મૂર્તિ આને બદલે તમે “રૂપાદિ પ્રત્યેક મૂર્તિ' આવો અર્થ કરો તો પૂર્વાશ્રયાશ : આ ભાષ્ય સંગત કેવી રીતે થાય ? આથી રૂપાદિ સંસ્થાન પરિણામરૂપ મૂર્તિ અને સ્પર્શાદિ મૂર્તિની સાથે રહેલા છે માટે રૂપાદિનો સમુદાય એ જ મૂર્તિ છે આ અર્થ બરાબર છે.