________________
અધ્યાય-૫ : સૂત્ર-૩
કરે છે તેથી સર્વ ઇન્દ્રિયથી ગ્રહણ થતા નથી. જયારે રૂપાદિ જે પરિણામની ઉત્કટતા હોય છે ત્યારે ચક્ષુ આદિ તે ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે.
- આથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જ તેવા પ્રકારના વિશિષ્ટ પરિણામવાળા થયેલા મૂર્તિ શબ્દથી કહેવાય છે. આથી પૂ. ભાષ્યકાર મ. રૂપે મૂર્તિ અને તે મૂર્તિ રૂપાદિ સંસ્થાન પરિણામ છે. આવી જે વ્યાખ્યા કરી છે તે જ બરાબર છે. બીજાઓ આ ભાષ્યનો જે અર્થ કરે છે તે બરાબર નથી.
મૂર્તિઃ મૂર્યાશ્રયાશ વય: આ ભાષ્યનો અર્થ બીજાઓ બીજો કરે છે તે આ પ્રમાણે “મૂર્તિ શબ્દથી તો રૂપ જ કહેવાય છે અને તે રૂપને આશ્રયીને સ્પર્શાદિ રહેલા છે તે પણ મૂર્તિ શબ્દથી કહેવાય છે.”
તેઓએ કરેલ ભાષ્યનો આવો અર્થ બરાબર નથી, કારણ કે પૂ. ઉમાસ્વાતિ મ. આ અધ્યાયમાં આગળ “દવ્યાશ્રયા નિર્જળા :' એટલે કે ગુણોનો આશ્રય દ્રવ્ય છે અને તે ગુણો નિર્ગુણ હોય છે અર્થાત્ ગુણમાં ગુણ હોતા નથી. આવું ગુણનું લક્ષણ સૂત્ર-૪૦માં કહેવાના છે. એટલે સ્પર્શદિનો આશ્રય દ્રવ્ય બને છે પણ રૂપ એ ગુણ હોવાથી સ્પર્ધાદિ ગુણનો આશ્રય બની શકે નહીં. માટે બીજાઓએ ભાષ્યની વ્યાખ્યા જે કરી છે તે બરાબર નથી. તેમની વ્યાખ્યા અયુક્ત છે. આ ભાષ્ય પર્યાય નયથી નથી પણ દ્રવ્યાસ્તિક નયથી છે.
આપણે બધું નિરૂપણ દ્રવ્યાસ્તિક નથી કર્યું છે પણ બીજો પર્યાય નય છે જે માત્ર પર્યાયને જ માને છે, દ્રવ્ય છે એવું માનતો જ નથી. તેનો આશ્રય લઈને કોઈ કહે છે કે રૂપાદિના ગ્રહણમાં દ્રવ્ય બુદ્ધિનો અભાવ હોવાથી પરસ્પર એકબીજાના આશ્રયે રહેલા રૂપાદિ જ મૂર્તિ શબ્દથી વાચ્ય છે. અર્થાત્ રૂપના જ્ઞાનમાં રૂપ જ છે આવું જ્ઞાન થાય છે પણ દ્રવ્ય છે. આવી બુદ્ધિ થતી નથી. માટે મૂર્તિ શબ્દથી પરસ્પર સમાન આશ્રયવાળા રૂપાદિ જ કહેવાય છે.
જેમ પ્રત્યેક સૈનિક જ્યારે પરસ્પર શ્રેણિમાં ઊભા રહે છે ત્યારે તે સેના શબ્દથી કહેવાય છે. વૃક્ષો જ્યારે પરસ્પર શ્રેણીમાં રહે છે ત્યારે વન શબ્દથી કહેવાય. છે તેવી રીતે પરસ્પર સમાન આશ્રયવાળા પ્રત્યેક રૂપાદિ મૂર્તિ શબ્દથી કહેવાય છે.
આ રીતે પર્યાય નયનું આલંબન લઈને કોઈ નિરૂપણ કરે છે પરંતુ આ રીતે વ્યાખ્યા કરવાથી ભાષ્ય સંગત થતું નથી. કેમ કે રૂપે મૂર્તિ, “મૂર્વાશ્રયાશ સ્પર્શત:' આ ભાષ્યમાં તો સ્પર્શદિના સમુદાયરૂપે પરિણામ પામેલાને મૂર્તિ કહે છે પણ રૂપાદિ એક એકને મૂર્તિ નથી કહેતા. જેમ એક હાથી કે એક સૈનિક સેના ન કહેવાય પરંતુ પરસ્પર આશ્રય કરીને રહેલા હાથી, ઘોડા, રથ અને સૈનિક આ બધાનો સમુદાય જ સેના કહેવાય છે એમ રૂપ જ મૂર્તિ છે
૧. અહીંના અર્થમાં રૂપ એટલે વર્ણ લેવો. અને અહીં જે રીતનું ખંડન કરે છે તેથી સમજાય છે કે તેઓ
મૂર્તિ એટલે દ્રવ્ય માને છે.