________________
અધ્યાય-૫ : સૂત્ર-૩
૪૫
આ વ્યાખ્યાનું નિરાકરણ
તેઓની આ વ્યાખ્યા બરાબર નથી. રૂપ એટલે “દીર્ધાદિ સંસ્થાન' આવો અર્થ કરવાથી ધર્મ, અધર્મ અને સિદ્ધ ભગવંતોમાં વ્યભિચાર આવશે.
કારણ કે ધર્મ, અધર્મ અને સિદ્ધ ભગવંતોમાં સંસ્થાન છે. પણ તેઓમાં રૂપ નથી. અર્થાત્ ધર્માદિ અરૂપી છે, રૂપી નથી. આથી રૂપનો અર્થ દીર્ધાદિ સંસ્થાન કરવામાં દોષ આવે છે માટે આવો અર્થ બરાબર નથી, પૂ. આચાર્ય મ.પણ આ અર્થ સ્વીકારીને “ મૂર્તિઃ' કહ્યું છે. આ તમારી વાત બરાબર નથી.
માટે “રૂપ' શબ્દનો અર્થ મૂર્તિ જ યુક્ત છે. રૂપનો અર્થ ઘણે ઠેકાણે વર્ણ કરવામાં આવે છે તેથી અરૂપી એટલે કોઈ પણ જાતના વર્ણ વિનાનો આવો અર્થ થાય છે. ધર્મ, અધર્મ, જીવમાં કોઈ પણ જાતનો વર્ણ નથી પણ ભાષ્યકારને તેથી પણ વિસ્તૃત અર્થ કરવો છે એટલે તેઓ કહે છે કે-રૂપ શબ્દનો અર્થ માત્ર વર્ણ ન કરતાં મૂર્તિ કરવો. આથી રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આ ચારેય પુગલ ગુણો અને સંસ્થાન જ અર્થ મૂર્તિથી કરવો જેથી મૂર્તિ એટલે વિશિષ્ટ સંસ્થાન એટલે વર્ણાદિનો પરિણામ છે, અને આના આધારે જ બધા સ્પર્ધાદિ રહ્યા છે. જો માત્ર સંસ્થાનનો જ અભાવ અર્થ અરૂપીનો કરીએ તો સંસ્થાન તો ધર્માદિમાં છે જે માટે વર્ણાદિ વિશિષ્ટ સંસ્થાન જ મૂર્તિ અને ત્યાં જ વર્ણ, રસ, ગંધ વગેરે રહ્યા છે. માટે તે લક્ષણથી ધર્માદિમાં કોઈ વાંધો નહિ આવે. રૂપના અર્થમાં અવાન્તર શંકા :
જો રૂપનો અર્થ મૂર્તિ કરશો તો મૂર્તિ શબ્દનો વિષય ગુણ જ થશે તેથી તમે રૂપે પવ મૂર્તિ રૂપ જ મૂર્તિ છે આવો અર્થ નહિ કરી શકો ? દ્રવ્યાસ્તિક નયથી તેનું સમાધાન
આ બધું નિરૂપણ દ્રવ્યાસ્તિક નયને અવલંબીને કરાય છે એ વાત અમે પહેલાં કહી ગયેલ તે શું વાદી તમે જલદીથી ભૂલી ગયા કે? દ્રવ્યાસ્તિક નયના મતે કોઈ પણ રૂપાદિ મૂર્તિથી જુદા નથી. કારણ કે તે દ્રવ્યસ્વભાવરૂપે મૂર્તિ જ ચક્ષુથી ગ્રહણ કરાય છે ત્યારે “રૂપ' આ પ્રમાણે વ્યવહાર થાય છે.
આમ દ્રવ્યાસ્તિક નયથી જ નિરૂપણ છે માટે “મેવ મૂતિઃ' આ જ અર્થ બરાબર છે. રૂપાદિ દ્રવ્યથી જુદા નથી. તે દ્રવ્ય જ “રૂપાદિ રૂપે વ્યવહાર કરાય છે.
આથી જ પૂ. ભાષ્યકાર મ. ફરી પણ સહચાર અને અવ્યભિચાર બતાવવાની ઇચ્છાથી કહે છે કે “મૂલ્યશ્રયાશ સર્જાય?”
૧. રૂપાદિ સંસ્થાન પરિણામ મૂર્તિ છે. આમ કહીને તમે દ્રવ્યનું ગ્રહણ કરી શકશો નહીં, કેમ કે મૂર્તિને
તમે રૂપ જ કહ્યું છે અને રૂપ તો ગુણ છે તેથી સામેવ મૂર્તિઃ એટલે રૂપ જ મૂર્તિ છે. આ વ્યાખ્યાથી
ગુણ જ આવશે પણ દ્રવ્યનું ગ્રહણ થઈ શકશે નહિ. આવો પ્રશ્નકર્તાનો અભિપ્રાય છે. ૨. રૂપ, રસ, ગંધ, સ્પર્શનો તેવા પ્રકારનો એક વિશિષ્ટ પરિણામ છે જે ચક્ષુ આદિથી ગ્રાહ્ય બને છે, કેમ
કે સ્પર્ધાદિ તેવા પ્રકારના વિશિષ્ટ એક પરિણામના આશ્રય હોય છે.