________________
તત્વાર્થ સૂત્ર આ રીતે કાણભુજ-વૈશેષિકો “અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ મૂર્તિ છે'. આવો પરિચય આપે છે. તેમના આ કથનમાં આત્મામાં વ્યભિચાર આવે છે અને તેથી આત્માને મૂર્ત માનવાનો પ્રસંગ આવે છે માટે તેમનો આ પરિચય બરાબર નથી.
હવે જો વૈશેષિકો એમ કહે કે “અમે લોકને પરિમિત અર્થાત્ અવધિવાળો માનતા નથી માટે આત્માને લઈને તમે અમારા હેતુમાં જે વ્યભિચાર બતાવ્યો તે આવતો નથી.'
તેમનું આ રીતનું કથન પણ બરાબર નથી.
કેમ કે લોક વિશિષ્ટ સંસ્થાન આદિવાળો છે તેથી પરિમિત-સાવથિક છે. એમ સ્વીકારવું જ જોઈએ. જેમ ઘટાદિ વિશિષ્ટ સંસ્થાનવાળા છે તો તે સાવધિક છે તેમ લોક પણ વિશિષ્ટ સંસ્થાન આદિવાળો હોવાથી સાવધિક જ છે. આથી તમારો હેતુ વ્યભિચારી છે અને આત્માને મૂર્ત માનવાનો પ્રસંગ તમને આવશે જ !
આથી “રૂપમેવ મૂર્તિઃ' આ પ્રમાણે પૂ. ભાષ્યકાર મ. લખી રહ્યા છે તે જ બરાબર છે. આ પ્રમાણે બોલવામાં કોઈ વ્યભિચાર આવતો નથી માટે “રૂપાદિ સંસ્થાનના પરિણામરૂપ મૂર્તિ છે'. આ મૂર્તિનો પરિચય બરાબર છે. બીજાઓ તરફથી “રૂપે મૂર્તિની બીજી રીતે વ્યાખ્યા
બીજાઓ “રૂપ' શબ્દના બીજા અર્થ કરે છે. (૧) નીલાદિ વર્ણ, (૨) દીર્ધાદિ સંસ્થાન.
તેઓ આપણને કહી રહ્યા છે કે પૂ. આચાર્ય મ. આ બે અર્થમાંથી બીજો “દીર્ધાદિ સંસ્થાન' અર્થ છે તેને લઈને રૂi મૂર્તિ આવી મૂર્તિનો પરિચય આપ્યો છે. અર્થાત્ જે રૂ૫ શબ્દ સંસ્થાનની પ્રતિપત્તિનો આવિષ્કાર કરે છે એટલે કે સંસ્થાનનો વાચક બને છે. આ અર્થને સ્વીકારીને પૂ. આચાર્ય મ. સૂપ પૂર્તિ કહ્યું છે.
સર્વદા આવા પ્રકારની મૂર્તિના આશ્રયવાળા સ્પર્ધાદિ હોય છે તે કોઈ કાળે સંસ્થાન વગરના હોઈ શકતા જ નથી.
જો સ્પર્શાદિ સંસ્થાન વગરના મનાય તો તે સ્પર્શ-રૂપાદિ વંધ્યાપુત્ર. આકાશકુસુમ અને દેડકાની જટા જેવા થઈ જાય.
મતલબ આપણે જે રૂપનો અર્થ મૂર્તિ એટલે રૂપાદિ આકારનો પરિણામ કહ્યો અર્થાત રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ જે સંસ્થાનનો પરિણામ આવો અર્થ કહ્યો તે બરાબર નથી પણ રૂપનો અર્થ દીર્ઘ. હસ્વ આદિ આકારરૂપ પરિણામ આવો અર્થ છે. આવું અન્યો આપણને સમજાવી રહ્યા છે.
જો સ્પર્શાદિનું સંસ્થાન ન મનાય તો તો તે વંધ્યાપુત્ર આદિની જેમ અસત્ થઈ જાય. માટે પૂ. આચાર્ય મ. “રૂપનો અર્થ “દીર્ધાદિ સંસ્થાની સ્વીકાર્યો છે અને તે અર્થ સ્વીકારીને જ રૂપ એટલે મૂર્તિ કહ્યું છે.
આ રીતે બીજાઓએ બીજી રીતે વ્યાખ્યા કરી.