________________
૪૬
તત્ત્વાર્થ સૂત્ર
સ્પર્શદિનો રૂપાદિ સાથે સહચાર
સ્પર્શદિ રૂપ સહચારી હોવાથી કદી મૂર્તિને છોડીને રહેતા નથી. જ્યાં મૂર્તિ છે ત્યાં સ્પર્શાદ છે. ‘જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય છે'. આ રીતે વાક્યપ્રયોગથી ધૂમ અને અગ્નિનો સહચાર છે એમ સમજાય છે. એવી રીતે જ્યાં રૂપનો પરિણામ છે ત્યાં અવશ્ય સ્પર્શ, રસ, ગંધ હોય જ છે. આથી રૂપાદિ ચારનો સહચાર છે અને સહચાર હોવાથી વ્યભિચાર નથી. અર્થાત્ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સાથે જ રહે છે, કોઈ કોઈને છોડીને રહેતા નથી. વૈશેષિકાભિમત ભિન્ન ભિન્ન પરમાણુનો નિષેધ
આથી પરમાણુમાં પણ રૂપાદિ ચારે છે. પણ પરમાણુઓ જુદા જુદા ગુણોને ભજનારા છે એવું નથી. અર્થાત્ વૈશેષિકો જે ચાર ગુણવાળા પૃથ્વીપરમાણુ ત્રણ ગુણવાળા જલીય પરમાણુ, બે ગુણવાળા તૈજસ્ પરમાણુ, એક ગુણવાળા વાથ્વીય ૫૨માણુ આમ ગુણોને લઈને ચાર પ્રકારની જાતિના ભેદવાળા માને છે તે બરાબર નથી. તેઓ પૃથ્વીત્વ જાતિને લઈને પાર્થિવ પરમાણુ જુદા છે, જલત્વ જાતિને લઈને જલીય પરમાણુ જુદા છે, તેજસ્વ જાતિને લઈને તૈજસ પરમાણુ જુદા છે, વાયુત્વ જાતિને લઈને વાણ્વીય પરમાણુ જુદા છે આવું સ્વીકારે છે તે બરાબર નથી અને તે મતમાં પૃથ્વીના પરમાણુ અનાદિથી તેવી રીતે જ છે કદી જળના પરમાણુ બનતા નથી, જળના પરમાણુ જળ પરમાણુ છે. દરેક પરમાણુઓ અનાદિથી જુદા જ છે એ જુદા રહે છે. કારણ કે બધા પરમાણુઓ રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા હોય છે. એટલે દરેક પરમાણુઓ સરખા છે તેથી દરેક ૫૨માણુઓ ચા૨ ગુણવાળા જ છે પરંતુ ચાર ગુણ આદિથી જુદા જુદા નથી. આમ વૈશેષિકે માનેલ પાર્થિવ પરમાણુ, જલીય પરમાણુ આદિ ભિન્ન ભિન્ન પરમાણુનો નિષેધ થાય છે. રૂપાદિ ચારથી પરમાણુઓ યુક્ત હોવા છતાં ઉત્કટતાથી તેનો ભેદ
આપણે જોઈ ગયા કે રૂપાદિ ચારેનો સહચાર હોવાથી દરેક પરમાણુઓ રૂપાદિ ચારથી યુક્ત છે.પણ આટલી વિશેષતા છે કે કોઈ દ્રવ્ય ઉત્કટ ગુણ પરિણામને પામીને તે જ પરિણામને છોડી દે છે. જેમ સમુદાયના પરિણામથી લવણ અને હિંગ ચક્ષુગ્રાહ્ય અને સ્પર્શગ્રાહ્ય હોય છે અર્થાત્ મીઠાનો ગાંગડો કે હિંગનો ટુકડો આંખથી જોઈ શકીએ છીએ અને સ્પર્શેન્દ્રિયથી તેનું જ્ઞાન થઈ શકે છે. હાથથી પકડી શકીએ છીએ પરંતુ તેને જ જ્યારે પાણીમાં ઓગાળી દઈએ છીએ ત્યારે તે લવણ અને હિંગ બંનેનો સમુદાય પરિણામ ચાલ્યો જાય છે અને શીર્ણ, વિશીર્ણ બની જાય છે જેથી સમુદાયરૂપે ચક્ષુ અને સ્પર્શથી ગ્રાહ્ય હતા તેના બદલે રસના અને પ્રાણથી ગ્રાહ્ય બને છે. અર્થાત્ સ્વાદથી કે ગંધથી મીઠું અને હિંગ જાણી શકાય છે. પાણીમાં ઓગળી ગયા પછી પણ રૂપ અને સ્પર્શ તો બંનેમાં છે જ પરંતુ પરિણામ બદલાઈ ગયો, પરિણામનો ભેદ થયો માટે તે રૂપ અને સ્પર્શ ગ્રહણ થઈ શકતા નથી પણ સ્વાદ અને ગંધ ગ્રહણ થાય છે. આમ પાણીમાં ઓગળી ગયા પછી લવણ અને હિંગમાં રસ અને ગંધની ઉત્કટતા છે તેથી રૂપ, સ્પર્શ હોવા છતાં તે ચક્ષુ અને સ્પર્શથી ગ્રહણ થતા નથી પણ રસના અને પ્રાણથી ગ્રહણ થાય છે.
એવી જ રીતે પાર્થિવ પરમાણુ, આપ્ય પરમાણુ, તૈજસ પરમાણુ અને વાયવીય પરમાણુ આ બધા એક પુદ્ગલ જાતિ જ છે, એક જ જાતીય છે છતાં કોઈ વખત કોઈ પરિણામને ધારણ