________________
તત્ત્વાર્થ સૂત્ર
વિભાગ વગરની, (૨) પ્રવાહથી અટક્યા વગર સ્વભાવને નહીં છોડનારી, (૩) અનેક પરિણામોને પેદા કરનારી છુપાયેલી અનેક શક્તિવાળી, માત્ર ભવનરૂપા આ પહેલી નિત્યતા પ્રસિદ્ધ જ છે.
(૨) સાવધિ નિત્યતા :
૫૦
ઉત્પાદ-વિનાશ થવા છતાં જે કાયમ રહે તે સાવધિ નિત્યતા કહેવાય છે. ઉત્પત્તિ અને પ્રલય હોવા છતાં શાસ્ત્રનો' ઉપદેશ જેમ કાયમ રહે છે તેથી તે ઉપદેશ નિત્ય છે તથા પર્વતો, સમુદ્રો અને વલયો આ બધાનું જેમ અવસ્થાન છે તેવી રીતે ફેરફાર થવા છતાં ચીજનું કાયમ રહેવું તે સાવધિ નિત્યતા છે.
અનિત્યતાના પ્રકાર અને તેની સમજણ
નિત્યતાની જેમ અનિત્યતા પણ બે પ્રકારે છે : (૧) પરિણામ અનિત્યતા, (૨) ઉપ૨મ
અનિત્યતા.
(૧) પરિણામ અનિત્યતા :
જે વસ્તુ પોતાની અવસ્થામાં રહીને અર્થાત્ પૂર્વ અવસ્થાને છોડ્યા વિના, પ્રયોગ અને વિસસાથી પ્રતિસમય જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે તે પરિણામ અનિત્યતા કહેવાય છે.
દા. ત. મૃત્ પિંડ. વિસ્રસા અને પ્રયોગથી માટીનો પિંડ સમયે સમયે પોતાની પૂર્વ અવસ્થાને છોડ્યા સિવાય કપાલ આદિ બીજી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. મતલબ મૃત્ પિંડ પોતાની અવસ્થામાં રહીને જુદી જુદી અવસ્થાઓને પ્રાપ્ત થાય છે. આ અવસ્થાઓ પરિણામ છે અને આ અવસ્થાઓ બદલાતી હોવાથી મૃત્ પિંડ પણ પરિણામથી અનિત્ય છે.
જ્યાં સંખ્યા આદિના કારણે વસ્તુ નિત્ય લાગતી હોય પણ તેમાં ફેરફાર થતો હોય તે સાવધિ નિત્યતા અને જેમાં પરિણામના કારણે અનિત્યતા દેખાતી હોય અને દ્રવ્યપણે ભલે તે કાયમ હોય છતાંય તે પરિણામ અનિત્યતા છે. તેથી એમ પણ કહી શકાય કે આદિમાન પર્યાયનું પર્યાયાન્તર તે પરિણામ અનિત્યતા અને અનાદિમાન પર્યાયનું પર્યાયાન્તર તે ઉ૫૨મ અનિત્યતા. (૨) ઉપરમ અનિત્યતા :
અનાદિ કાળથી ચાલી આવતી અવસ્થાની પરંપરાનો નાશ તે ઉપરમ અનિત્યતા કહેવાય છે. દા. ત. સંસારનો નાશ, અનાદિથી જે સંસારની પરંપરા ચાલતી હતી તે મોક્ષ મળે એટલે અટકી ગઈ. અર્થાત્ ચારે ગતિના પરિભ્રમણની ક્રિયાનો જે ક્રમ ચાલતો હતો તેમાં જ છેલ્લા ક્રમમાં પ્રાપ્ત થયેલી જે અવસ્થા-વિશેષ છે તે ઉપરમ અનિત્યતા છે.
૧.
શાસ્ત્રનો ઉપદેશ અર્થાત્ દ્વાદશાંગી શબ્દથી અનિત્ય છે અને અર્થથી નિત્ય છે. અર્થથી દ્વાદશાંગી કાયમ હોવા છતાં શબ્દરચનાથી એ દ્વાદશાંગી જુદી જુદી બને છે એટલે દ્વાદશાંગીમાં ઉત્પાદવિનાશ હોવા છતાં તે કાયમ છે. આવી નિત્યતા તે સાવધિ નિત્યતા છે. આ જ રીતે મેરુ પર્વતાદિ પોતાના આકારોને છોડ્યા વગર નવા નવા પર્યાયોના ઉત્પાદ-વિનાશવાળા હોવા છતાં તે કાયમના કાયમ રહે છે. આમ આ બધામાં રહેલી નિત્યતા છે તે સાવધિ નિત્યતા છે એમ સમજવું.