________________
૫૨
પ્રભાવક સ્થવિરો
અનેક સ્થળોએ આપેલાં વ્યાખ્યાનો પણ સંગ્રહિત થયાં છે. “વલ્લભ પ્રવચન', નવપદ સાધના અને સિદ્ધિ' વગેરે એમના કેટલાક પ્રવચન-ગ્રંથો હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થયા છે, જે એમની વિદ્વત્તાની અને રજૂઆતની સમર્થ શૈલીની ઝાંખી કરાવે છે. અલબત્ત, તેઓ વિવિધ યોજનાઓમાં સતત કાર્યરત રહેતા તથા વિહાર, શિષ્યોનો વિદ્યાભ્યાસ અને અવિરત જનસંપર્કને કારણે એમના હાથે વ્યવસ્થિત રૂપે જેટલું લેખનકાર્ય થવું જોઈએ તેટલું થયું નહિ. તેમ થઈ શક્યું હોત તો જૈન સાહિત્યના ક્ષેત્રે તેમનું યોગદાન છે તેથી ઘણું મોટું હોત
શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે જૈન અને જૈનેતર વિદ્વાનો પોતાની શંકાઓનું સમાધાન કરવા આવતા. તેઓ એ દરેકને પ્રેમથી અને શાંતિથી, જરા પણ અધીરા થયા વગર સમજાવતા. સ્નાન વગર શુદ્ધિ નથી એમ કહેનાર બ્રાહ્મણ પંડિતને તેમણે તર્કયુક્ત દલીલો અને દષ્ટાંતો સહિત સમજાવ્યું હતું કે દેહની શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ ઘણી ચઢિયાતી છે. પંચમહાવ્રતધારી અને પંચાચારનું કડક પાલન કરનારા જૈન સાધુઓ સ્નાન ન કરતા હોવા છતાં મનથી અને શરીરથી કેટલા બધા પવિત્ર હોય છે તે પણ એમણે સારી રીતે સમજાવ્યું હતું. એવી જ રીતે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એમ માનનાર એક વેદાંતી બ્રાહ્મણને તેમણે જગત પણ કઈ રીતે અને કેવી અપેક્ષાએ સત્ય છે તે સરસ રીતે સમજાવીને પછી કર્મનો સિદ્ધાંત તેમાં કેવી રીતે કામ કરે છે તેની તેને પ્રતીતિ કરાવી હતી. શ્રી વલ્લભસૂરિ મહારાજ જેન–જેનેતર એવાં વિવિધ શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા હતા. તેમની પાસે સમન્વયકારી દૃષ્ટિ હતી. એટલે તેમની પાસે ઈતર ધર્મના વિદ્વાનો પણ પોતાની શંકાના સમાધાન માટે ઘણી વાર આવતા.
જૈન સાધુઓ દ્વારા સમાજોપયોગી પ્રકારનું એક મહત્ત્વનું કાર્ય જો થતું હોય તો તે વિવિધ સ્થળે પરસ્પર વિરુદ્ધ એવાં જુથો વચ્ચે એકતા સ્થાપવાનું છે. સાચા જૈન સાધુઓ સમતાના ધારક હોય છે અને તેમની પોતાની સંયમની પવિત્ર આરાધના એટલી ઊંચી હોય છે કે તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તેમના સમગ્ર ચારિત્ર્યના અને ઉપદેશના પ્રભાવથી અને કેટલીક વાર તો માત્ર ઉપસ્થિતિના જ પ્રભાવથી વિસંવાદ ટળી જતો હોય છે. ગામેગામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org