________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૨૯૭
વ્યાખ્યાન ધ્યાનપૂર્વક બરાબર સાંભળ્યું. વ્યાખ્યાન પૂરું થયું એટલે બહુ જ પ્રસન્નતાપૂર્વક એમણે ધર્મવિજયને ધન્યવાદ આપ્યા અને વખત જતાં તમે મોટા વક્તા થઈ સરસ વ્યાખ્યાનો આપી શકશો” એવી આગાહી સાથે આશિષ આપ્યા.
દીક્ષાનાં પાંચેક વર્ષમાં જ ધર્મવિજયની પ્રગતિ જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજને બહુ સંતોષ થયો.
વૃદ્ધિચંદ્રજી મહારાજની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. સંગ્રહણી ઉપરાંત હવે હૃદયરોગની તકલીફ પણ એમને ચાલુ થઈ હતી. એ દિવસોમાં બીજા સાધુઓ ઉપરાંત મુનિ ધર્મવિજયે પોતાના ગુરુમહારાજની ઘણી સારી સેવાભક્તિ કરી હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે એક દિવસ પોતાના વ્યાખ્યાન દરમિયાન ગૃહસ્થો અને સાધુઓને ભલામણ કરતાં કહ્યું હતું કે, “ધર્મવિજયે ધાર્યા કરતાં ઓછા સમયમાં ઘણી સારી શક્તિ ખીલવી છે. માટે મારી ભલામણ છે કે આગળ જતાં એમને પંન્યાસની પદવી અવશ્ય આપવામાં આવે.”
વિ. સં. ૧૯૪૯ના વૈશાખ સુદ ૭ના દિવસે વૃદ્ધિચંદ્રજી મહારાજ કાળધર્મ પામ્યા. ત્યાં સુધી સતત પાંચ વર્ષ મુનિ ધર્મવિજય પોતાના ગુરુ મહારાજની વૈયાવચ્ચ માટે એમની સાથે જ રહ્યા. ગુરુમહારાજના કાળધર્મ પછી હવે તેમને ભાવનગરમાં વધુ રહેવું ઉચિત ન લાગ્યું એટલે તેમણે ત્યાંથી વિહાર કર્યો અને કાઠિયાવાડમાં જુદે જુદે સ્થળે વિચર્યા અને સં. ૧૯૪૯નું ચાતુર્માસ એમણે લીંબડીમાં કર્યું. હવે વ્યાખ્યાન આપવાની એમની શૈલી ઉત્તરોત્તર વિકાસ પામતી જતી હતી. તેમનો અવાજ ઘણો બુલંદ હતો અને વિશાળ સમુદાયને તે સારી રીતે સંભળાતો. તેમના ઉચ્ચારો પણ શુદ્ધ હતા. સંસ્કૃત શબ્દો બોલવાની તેમને સારી ફાવટ આવી ગઈ હતી. તેમના વિચારોમાં પણ ઉદારતા હતી. તેમનું વક્તવ્ય હૃદયસ્પર્શી રહેતું. એટલે એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે જેનો ઉપરાંત હિન્દુઓ અને મુસલમાનો પણ આવતા.
લીંબડીના ચાતુર્માસ પછી મુનિ ધર્મવિજયજીએ વિરમગામ, કપડવંજ, સાદડી (મારવાડ), પાટડી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. કપડવંજના ચાતુર્માસ દરમિયાન એમણે કાશીથી એક પંડિતને બોલાવીને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સાદડીના ચાતુર્માસ દરમિયાન એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org