________________
૪૯૨
પ્રભાવક સ્થવિરો
દેતા નહિ. ગમે તેટલો લાંબો વિહાર હોય, વૃદ્ધ સાધુઓને વાર લાગે, તો પણ વિહાર માટે રજા આપે નહિ. અન્ય સંપ્રદાયના કેટલાક સાધુઓ સાથે ફાનસ લઈને અને માણસો રાખીને વિહાર કરે. પરંતુ મહારાજશ્રી એ રીતે અંધારામાં ફાનસ સાથે વિહાર કરવા દેતા નહિ. વળી સાધુઓ કેટલીકવાર પોતાની વસ્તુઓ ઊંચકવા માટે વિહારમાં સાથે માણસ રાખે. આચાર્ય મહારાજશ્રીની કડક સૂચના રહેતી કે પોતાના શરીર પર ઊંચકાય એટલી જ ઉપધિ (ઉપકરણો વગેરે) રાખવી. પોતાની ઉપાધિ ગૃહસ્થો પાસે કે ભાડૂતી માણસો પાસે ઊંચકાવવી નહિ. આથી એમ બોલાતું કે, “પ્રેમસૂરિ મહારાજ ન રાખવા દે માણસ કે ન રાખવા દે ફાનસ.”
પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યવ્રતના અખંડ ઉપાસક હતા. મન, વચન, કાયાથી વિશુદ્ધ પરિપાલન એમણે જીવનપર્યત કર્યું હતું. એટલા માટે તેઓ વિજાતીય સંપર્કથી દૂર રહેતા. તેઓ શિષ્યોને પણ એ રીતે સતત સલાહ આપતા રહેતા અને તેમની દેખરેખ રાખતા.
એક વખત પાટણમાં પંચાસરા દેરાસર પાસે એક શિષ્ય એક મોટી ઉંમરનાં બહેન સાથે વાતો કરવા ઊભા રહ્યા. પૂ.મહારાજશ્રીએ એમને એ વિશે પૂછયું તો શિષ્ય કહ્યું કે “એ તો મારા સંસારી માતુશ્રી હતાં એટલે વાત કરવા ઊભો રહ્યો હતો.'
પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, તારી વાત સાચી, પણ તું સંસારી માતુશ્રી સાથે વાત કરતો હતો એ ફક્ત તું જાણે અને માતુશ્રી જાણે. પરંતુ જતા આવતા લોકો તો એમ જ જાણે ને કે પ્રેમસૂરિના ચેલા રસ્તામાં સ્ત્રીઓ સાથે વાતો કરે છે. એટલે આપણે સાધુઓથી આવી રીતે રસ્તામાં વાત કરવા ઊભા રહેવાય નહિ.”
કોઈ શિષ્યને એનાં સંસારી સગાસંબંધીઓ મળવા આવ્યાં હોય અને એમની સાથે વાતચીત કરવી હોય તો પૂ.મહારાજશ્રીની રજા લેવી પડતી. એમાં પણ તેઓ એકાંતમાં કોઈને મળવા દેતા નહિ. ગૃહસ્થો સાથે અને તેમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે પોતાના ચેલાઓને પરિચય વધારવા દેતા નહિ.
એક વખત પાલિતાણામાં પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પોતાનાં સંસારી બહેન સાથે વાત કરવા રસ્તામાં ઊભા રહ્યા, તો પૂ. મહારાજશ્રીએ એમના જેવા મુખ્ય મોટા શિષ્યને પણ ઠપકો આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org