________________
૫૦૮
ગુજરાન ચલાવતાં.
એ જમાનામાં કચ્છમાં કેળવણીનું પ્રમાણ નહિ જેવું હતું. છોકરાઓ ધૂળી નિશાળમાં ભણતા અને દસેક વર્ષના થાય ત્યાં પિતાના વ્યવસાયમાં કામે લાગી જતાં. બાળક કો૨શીએ પણ એ રીતે ધૂળી નિશાળમાં થોડો અભ્યાસ કર્યો હતો. બારાખડી, આંક અને પલાખાં શીખ્યા પછી પિતાજીની સાથે ખેતરે જવા લાગ્યો હતો. એ જમાનો બાળલગ્નનો હતો. બારેક વર્ષની વયે કોશીનાં લગ્ન નાના આસંબિયાની એક કન્યા સાથે થઈ ગયાં હતાં.
પ્રભાવક સ્થવિરો
કોરશી ખેતરે જતો, મિત્રો સાથે રમતો, દેરાસરે જતો, વ્યાખ્યાનમાં બેસતો. સરખેસરખી વયના છોકરાઓમાં દોસ્તી થાય અને જાતજાતના સ્વપ્નાં સેવાય એ સ્વાભાવિક છે. ઊગતી યુવાનીમાં દોસ્તીનો ચટકો એવો હોય છે કે ખાવાપીવા કે સૂવાના સમયની પણ દરકાર ન રહે. એ જમાનામાં કચ્છનાં નાનાં ગામડાંઓમાં મિત્રોનું મિલનસ્થાન મંદિર, ઉપાશ્રય, તળાવ, ચોતરો ઇત્યદિ રહેતાં.
કોડાયના જૈન છોકરાઓમાં વયમાં નાનો પણ તેજસ્વી, પરાક્રમી છોકરો તે હેમરાજ હતો. તે મંદિરો જતો, ધર્મક્રિયા કરતો અને ગોરજીના વ્યાખ્યાનમાં બેસતો. ક્યારેક ગોરજીના ઉપદેશ અને આચાર વચ્ચે એને ફરક જણાતો તો વિમાસણમાં પડી જતો. એને સાચા સાધુ થવાના કોડ જાગ્યા હતા. એ માટે પોતાની મિત્રમંડળીમાં તે ખાનગીમાં વાત કરતો. એમ કરતાં કરતાં એની આસપાસ આઠદસ છોકરાઓનું જૂથ થઈ ગયું. એમાં કોશી પણ હતો. એ વખતે કોડાયમાં એક દેરાસરનું બાંધકામ અટકી ગયેલું. એની પડથારમાં એકાંતમાં છોકરાઓ એકત્ર થતા. માંહોમાંહે વાતો કરતાં કરતાં તેઓ બધા ઘરેથી ભાગી જઈને દીક્ષા લેવાના મનોરથ સેવતા હતા. દીક્ષા લેવી હોય તો ક્યાં જવું ? કોની પાસે દીક્ષા લેવી ? ત્યાં કેવી રીતે પહોંચાય? વગેરે વિશે તેઓ વાટાઘાટો કરતા.
એ દિવસોમાં કોડાયમાં શ્રી લક્ષ્મીસાગર નામના યતિ પધાર્યા હતા. છોકરાઓ એમના વ્યાખ્યાનમાં જવા લાગ્યા. એમ કરતાં હેમરાજભાઈએ પૂછપરછ કરી તો શ્રી લક્ષ્મીસાગર પાસેથી જાણવા મળ્યું કે હાલ તેજસ્વી અને પવિત્ર યતિ તે શ્રી હર્ષચંદ્રસૂરિ છે. તેઓ પાલિતાણામાં બિરાજમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org