________________
૫૭૦
પ્રભાવક સ્થવિરો
પધાર્યા ત્યારે જુગતરામભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે મહારાજશ્રી સાથેની વાતચીતમાં એ પણ કહ્યું કે આ બાજુના આદિવાસી લોકો દારૂ છોડતા નથી. ઘરે ખરાબ ગોળનો દારૂ બનાવે છે. વળી વેપારીઓ પણ ખરાબ ગોળનો વેપાર કરીને સારું કમાય છે.
વ્યસનમુક્તિ એ મહારાજશ્રીની પ્રવૃત્તિઓમાંની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે સમગ્ર પરિસ્થિતિ બરાબર સમજી લીધી. રાત્રે પ્રાર્થનાસભામાં એમણે પોતાના વક્તવ્યમાં જુગતરામભાઇની ચિંતા વ્યક્ત કરી. એમણે ધર્મ અને નીતિની સમજ પાડી. મહાજનનો ધર્મ સમજાવ્યો. એમનું વક્તવ્ય અત્યંત પ્રેરક હતું. એની શ્રોતાઓ ઉપર ભારે અસર પડી. એક પછી એક વેપારીએ ઊભા થઈ ખરાબ ગોળ ન વેચવાની ત્યાં જ પ્રતિજ્ઞા લીધી. એમાં એક પારસી સજ્જન પણ હતા.
આમ મઢીમાં જે પરિણામ આવ્યું તેથી પ્રેરાઇને મહારાજશ્રીએ ઠેઠ ખાનદેશ સુધીના વિહારમાં એક મહિના સુધી રોજ રાત્રે પ્રાર્થનાસભામાં મદ્યનિષેધનો સારો પ્રચાર કર્યો અને એનું ઘણું જ સારું પરિણામ આવ્યું. કેટલાયે આદિવાસીઓએ આજીવન દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી.
શિયાળાના દિવસોમાં એક વખત મહારાજશ્રીને રાતની પ્રાર્થનાસભા પછી એક માણસે ગામને પાદર આવવા વિનંતી કરી. મહારાજશ્રી ગયા. કોળી પગીની જાતના કેટલાક લોકો ત્યાં બેઠા હતા. એમાં એક ગામના મુખીના જ બે બળદ ચોર્યા હતા. ચોરનાર કાળુ એના બાપ કરતાં પણ જબરો અને માથાભારે હતો. પરંતુ મહારાજશ્રીએ એને માથે હાથ મૂકી, આશીર્વાદ આપી એને અને એના સોબતીઓને ઢોરચોરી વગેરે ગુના ન કરવા અને મુખીના બળદ પાછા મૂકી આવવા અને ખેતી તરફ વળવા સમજાવ્યું હતું. આ રીતે ગુનાહિત માનસવાળા નીચલા થરના લોકોને પણ મહારાજશ્રી પ્રેમથી સુધારતા હતા.
મહારાજશ્રી સૂરતના રસ્તે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે વેડછીમાં જુગતરામભાઇને મળીને આગળ વધતાં વ્યારા, સોનગઢ વગેરે આદિવાસી ગામોમાંથી તેઓ પસાર થયા હતા ત્યારે આદિવાસીઓ એમનું સ્વાગત કરવા આવતા. જંગલમાં જંગલ મંડળ દ્વારા લાકડાં કાપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org