Book Title: Prabhavaka Sthaviro
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 642
________________ શ્રી કહેયાલાલજી મહારાજ ૫૯૩ અભ્યાસ કરતા હતા. આ સમયગાળામાં તેમણે કાવ્ય, વ્યાકરણ, સાહિત્યના ગ્રંથો ભણવા ઉપરાંત તત્ત્વાર્થસૂત્ર, શ્યાવાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલોક વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પછી તેમણે વ્યાવરમાં પરીક્ષા આપીને ન્યાયતીર્થની ડિગ્રી મેળવી હતી. તેમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા હતા. ત્યાર પછી મહારાજશ્રીએ પાલી નગરમાં પંડિત બેચરદાસ દોશી પાસે ભગવતીસૂત્ર વગેરે આગમગ્રંથોનો ટીકા સાથે અભ્યાસ કર્યો હતો. એવામાં કોઈ જર્મન લેખકના જેન આગમો વિશેના લેખનો હિંદી અનુવાદ એમના વાંચવામાં આવ્યો. એમને થયું કે જો વિદેશીઓ આપણા આગમગ્રંથોમાં આટલો બધો રસ લેતા હોય તો આપણે કેમ ન લેવો ? ત્યારથી એમની આગમપ્રીતિ એકદમ વધી ગઈ હતી. ૨૮ વર્ષની ઉંમરથી તે ૮૮ વર્ષની ઉંમર સુધી તેમણે આગમગ્રંથોના સ્વાધ્યાય અને સંપાદનનું કાર્ય કર્યા કર્યું છે. ત્રીસ વર્ષની ઉંમરે હરપાડા નગરમાં એમણે આગમ-અનુયોગનું કાર્ય ઉપાડ્યું જે જીવનભર ચાલ્યું. જરા પણ સમય મળે કે તરત તેઓ કોઈક આગમગ્રંથ લઈને વાંચવા બેસી જતા. કોઈ વાર તો દસ-પંદર માઈલના વિહાર પછી પણ તરત આગમોનો સ્વાધ્યાય કરવા તેઓ બેસી જતા, નાદુરસ્ત તબિયત હોય તો પણ હાથમાં ગ્રંથ તો હોય જ. તેઓ ગમે તેટલા થાકેલા હોય તો પણ દિવસે કદી સૂતા નહિ કે દીવાલને અઢેલીને બેસતા નહિ. - દીક્ષા પછી ગુરુમહારાજ શ્રી પ્રતાપચંદજી મહારાજ સાથે તેઓ એ પ્રદેશમાં વિહાર કરતા રહ્યા. દરમિયાન શ્રી પ્રતાપચંદજી મહારાજને મદનગંજના ચાતુર્માસમાં કમળાનો રોગ થયો. વિલાયતી દવા લેવાની એમણે ના પાડી. રોગ વધી ગયો અને છેવટે તેઓ કાળધર્મ પામ્યા. હવે શ્રી ફતેહચંદજી મહારાજ અને કન્ડેયાલાલજી મહારાજ એમ બે રહ્યા. ત્યારપછી થોડા વખતમાં શ્રી ફતેહચંદજી મહારાજને પથરીનો રોગ થયો. અજમેરમાં ઑપરેશન કરાવવું પડ્યું. ત્યાર પછી પ્રોસ્ટેટની તકલીફ શરૂ થઈ. શરીર નબળું પડી ગયું. એથી એમણે હરમાડા નામના નાના ક્ષેત્રમાં સ્થિરવાસ કરી લીધો. એટલે શ્રી કન્ડેયાલાલજી મહારાજને પણ ત્યાં જ રહેવું પડ્યું. એથી સ્વાધ્યાયની અનુકૂળતા રહી. એમના આગમોનો અભ્યાસ વધતો ગયો. સાત વર્ષ તેઓ ત્યાં રહ્યા અને પોતાનું અધ્યયન ચાલુ રાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664