________________
૫૯૮
પ્રભાવક સ્થવિરો
રુચિ ધરાવનાર. મોક્ષ એટલે મોક્ષ અર્થાત્ મોહનો ક્ષય કરનાર. ક્ષમા એટલે ક્ષમા અર્થાત્ ક્ષય (કર્મક્ષય)નો માર્ગ. સુધા એટલે સુધા અર્થાત્ સારી ધારણા. અંગ્રેજી શબ્દ એલાર્મનો અર્થ તેઓ કરતા કે અલ્લા અને રામને ઊઠતાંની સાથે યાદ કરો. મોટર એટલે મોટર અર્થાત્ મોહથી ટળતા રહો.
મહારાજશ્રીનું મોટામાં મોટું સ્મારક તે એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા આગમ અનુયોગ ટ્રસ્ટ' દ્વારા પ્રકાશિત થયેલા છ હજારથી વધુ પાનાંના એમના દળદાર અનુયોગ ગ્રંથો છે. અભ્યાસીઓને તે અનેક રીતે ઉપયોગી થાય એમ છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગમાં આગમસાહિત્યનું વર્ગીકરણ, હિંદી અનુવાદ સાથે એમણે કર્યું છે. એ માટે માત્ર જૈન સમાજ નહિ, તમામ સાહિત્યરસિક વર્ગ હંમેશાં એમનો ઋણી રહેશે.
પ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ (કમલમુનિ)ના સ્વર્ગવાસથી આપણને એક બહુશ્રુત જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે.
એમના દિવ્યાત્માને કોટિ કોટિ વંદન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org