________________
૬૧ ૨
પ્રભાવક સ્થવિરો
શ્રી કલાપૂર્ણસૂરિજીનું સમગ્ર જીવન એટલે પ્રભુભક્તિમય સાધકનું ઉત્કૃષ્ટ જીવન. તેમનું જીવન એટલે વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ યોગોનો સમન્વય. તેઓ મંદિરમાં હોય ત્યારે ભક્તિયોગ, વ્યાખ્યાન આપતા હોય, વાચના આપતા હોય, સ્વાધ્યાય કરતા કે કરાવતા હોય ત્યારે જ્ઞાનયોગ, પડિલેહણ-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરતા હોય ત્યારે કર્મયોગ અને રાત્રે એકાંતમાં બેસી ધ્યાન ધરતા હોય ત્યારે એમનો ધ્યાનયોગ ચાલતો હોય. આમ તેમનું જીવન એક બહુશ્રુત અધ્યાત્મયોગીનું હતું.
એમના કાળધર્મથી આપણને એક વિરલ મહાત્માની ખોટ પડી છે. એમના ભવ્યાત્માને નતમસ્તકે ભાવપૂર્વક અંજલિ અર્પીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org