________________
૬૧૦
પ્રભાવક સ્થવિરો
ડૉક્ટરોએ ઓપરેશન માટે જામનગર લઈ જવાની સલાહ આપી. પણ ત્યાં જવાની તેમણે ના પાડી દીધી. છેવટે મુંબઇના ડૉક્ટરોએ આવીને ભુજમાં ઓપરેશન કર્યું. પરંતુ એ સમય દરમિયાન તેઓ એવી સ્વસ્થપણે વાત કરતા કે કોઇને ખબર ન પડે કે એમને દર્દ થાય છે. વસ્તુતઃ દેહમાંથી એમની દેહબુદ્ધિ નીકળી ગઈ હતી.
ભુજની આ ઘટના વખતે કોઇકે એમને પ્રશ્ન કર્યો હતો કે “આટલા બધા લોકોમાં ગાયે તમને જ કેમ પછાડ્યા?' ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે “એ સારા માટે જ થયું. મને લાગ્યું એથી તમે કેટલા બધા વૈયાવચ્ચ માટે આવી પહોંચ્યા છો. બીજા કોઈ અજાણ્યાને વાગ્યું હોત તો એની સંભાળ કોણ લેત ? એટલે જે થયું તે સારું જ થયું છે. કર્મના ઉદય પ્રમાણે બધું થાય છે.”
જીવનની ઉત્તરાવસ્થાનાં વર્ષોમાં પૂ. કલાપૂર્ણસૂરિજીએ દક્ષિણ ભારતમાં મદ્રાસ, બેંગલોર, કોઇમ્બતુર, સોલાપુરમાં ચાતુર્માસ કર્યા અને એક ચાતુર્માસ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં કર્યું. એમના વિચરણથી દક્ષિણ ભારતની ધરતી પાવન થઈ ગઈ. ધર્મની પ્રભાવના ખૂબ થઈ. એટલાં વર્ષોમાં ત્રીસ જેટલી પ્રતિષ્ઠા થઈ. એમાં પણ મદ્રાસમાં ચંદ્રપ્રભુના દેરાસરની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ એક જાદુઈ હવા પ્રસરાવી હતી. અનેક લોકોનો ધસારો શ્રી કલાપૂર્ણસૂરિજીનાં દર્શન માટે થતો. દક્ષિણ ભારતમાં આચાર્યશ્રીએ કરેલાં ચાતુર્માસના અનન્ય દિવસો લોકો હંમેશાં યાદ કરતા રહ્યા છે.
પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમતાના ધારક હતા. કંઈ પણ શારીરિક કષ્ટ પડે, અશાતાવેદનીયનો ઉદય હોય તે વખતે પણ તેઓ સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. મદ્રાસમાં જ્યારે તેઓ હતા ત્યારે જીવલેણ બીમારીમાં પટકાઈ પડ્યા હતા. શરીર સાવ સુકાઈ ગયું હતું. સ્મૃતિ ઓછી થઈ ગઈ હતી. પરંતુ થોડા વખતમાં જ રોગ કાબુમાં આવી ગયો અને અનુક્રમે પોતે પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. શરીર નબળું થયું ત્યારે પણ તેમની આંતરિક જાગૃતિ તો એવી જ ઊંચી હતી.
દક્ષિણ ભારતથી પાછા ફરતાં મહારાજશ્રીની ભાવના રાજનંદગાંવમાં ચાતુર્માસ કરવાની હતી, કારણ કે આ એ નગર કે જ્યાં મહારાજશ્રીએ આજીવિકા માટે ફલોદીથી આવીને નોકરી ચાલુ કરી હતી અને એ જ નગર કે જ્યાંથી એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org