________________
શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ
શ્રી કલાપૂર્ણસૂરિ કાયમ એકાસણું અને પર્વ તિથિએ ઉપવાસ કરતા. પરંતુ તેઓ વ્યાખ્યાન પછી દેરાસરમાં પ્રભુભક્તિ કરવા બેસી જતા અને એક પછી એક સ્તવનો લલકારતા. ‘પ્રીતલડી બંધાણી રે' સ્તવન તો રોજ જ બોલાતું. પોતે સ્તુતિ કરતા ત્યારે ખ્યાલ ન રહે કે કેટલા વાગ્યા છે. ગોચરી વાપરતાં બપો૨ના એક, દોઢ, બે તો સામાન્ય રીતે થઈ જતા. ગોચરી વાપરવામાં પણ રસ નહિ. જે મળ્યું તે વાપરી લેવું. તેમણે આહારસંજ્ઞા ઉપર સારો વિજય મેળવ્યો હતો. આહાર એ તો શરીરને આપવાનું માત્ર ભાડું છે એમ એમના સંયમી જીવનમાં જોવા મળતું.
શ્રી કલાપૂર્વસૂરિજી અનાવશ્યક લોકપરિચય વધારતા નહિ. તેમને વંદન કરવા માટે શ્રાવક-શ્રાવિકાઓની ભીડ હંમેશાં જામેલી રહેતી, પણ તેઓ ખપ પૂરતી વાત કરતા. ‘માળા ગણજો, સામાયિક કરજો' એવી ભલામણ કરતા. તેઓ પત્રવ્યવહાર ખાસ રાખતા નહિ. કોઈ ખાસ કારણ હોય તો પત્ર લખવાનું શિષ્યોને સોંપી દેતા.
૬૦૯
વિ. સં. ૨૦૩૯નું ચાતુર્માસ શ્રી કલાપૂર્ણસૂરિજીએ અમદાવાદમાં કર્યું હતું. એ વખતે અમદાવાદમાં શાન્તિનગરમાં સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ ૫. પૂ. શ્રી રામચંદ્રસૂરિશ્વરજીનું ચાતુર્માસ હતું. એટલે પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી રોજ ગચ્છાધિપતિને વંદન કરવા જતા. ચાતુર્માસ દરમિયાન ગચ્છાધિપતિ બીમાર હતા ત્યારે પૂ. કલાપૂર્ણસૂરિજી રોજ સુખશાતા પૂછવા જતા અને સ્તવનો ગાઇને સંભળાવતા. ત્યારે તેઓ અત્યંત આર્દ્ર હૃદયે ગાતાં ગાતાં આનંદોલ્લાસમાં, ભાવોલ્લાસમાં આવી જતા. પ્રભુ સાથે એકરૂપ બની જતા.એટલે જ એક વખત પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિશ્વરજીએ કહેલું કે ‘તમારે પ્રભુભક્તિ જોઇતી હોય તો આચાર્ય કલાપૂર્ણસૂરિ પાસે જાવ.’
વિ. સં. ૨૦૪૬માં શ્રી કલાપૂર્ણસૂરિ ભુજમાં હતા અને એમના હાથે દીક્ષા અપાવાની હતી. એ પ્રસંગે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. લોકોની ભીડ ઘણી જામી હતી. એવામાં એક ગાય ભડકી અને દોડવા લાગી. એથી લોકોમાં પણ દોડાદોડ થઈ ગઈ. એ વખતે પોતાનામાં જ મસ્ત એવા શ્રી કલાપૂર્ણસૂરિજીને ખબર પડી નહિ. પોતે આઘા ખસવા ગયા ત્યાં પડી ગયા અને થાપાના હાડકામાં ફ્રેક્ચર થયું. અસહ્ય પીડા થવા લાગી. તેમને ઉપાશ્રયે લઈ આવવામાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org