Book Title: Prabhavaka Sthaviro
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/001962/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ucuas salasi '(ભાગ ૧ થી ૬) રમણલાલ ચી. શાહ d inte atonal ivate & Pue www.jalne b Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ-ગ્રંથશ્રેણી ગ્રંથ ચોવીસમો પ્રભાવક સ્થવિરો (ભાગ ૧ થી ૬) લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ PRABHAVAK STHAVIRO By Dr. RAMANLAL C. SHAH (Biographies of Jain Saints) Published by - Shree Mumbai Jain Yuvak Sangh. 33, Mohamadi Minar, Khetwadi 14th Lane, Near A.B.C. Transport, Mumbai-400 004. Price : Rs. 350-00 પ્રથમ આવૃત્તિ ઃ સપ્ટેમ્બર-૨૦૦૨ દ્વિતીય આવૃત્તિ: માર્ચ-૨૦૦૬ NO COPYRIGHT પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મિનાર, ખેતવાડી ૧૪મી ગલી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં મુંબઈ-૪૦૦ ૦૦૪. મૂલ્ય રૂા. ૩૫૦-૦૦ (રૂપિયા ત્રણસો પચાસ) મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - - -- -- અર્પણ વત્સલમૂર્તિ, સર્વોચ્ચ દીક્ષાદાતા આચાર્ય ભગવંત પરમ પૂજ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબને (પ્રેમસૂરિદાદાને) ભક્તિપૂર્ણ હૃદયે સાદર વંદના સાથે -રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કોપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કોપીરાઈટ રહેશે નહિ. મુંબઈ રમણલાલ ચી. શાહ તા. ૧-૧-૧૯૯૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ -- નિવેદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં પ્રગટ થયેલ “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૧ થી ૬ હવે એક જ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય છે જેથી વાચકોને સુવિધા રહેશે. છ ભાગમાંથી કોઈક ભાગ અનુપલબ્ધ રહેતો એથી આખો સેટ માગનારને તે મળતો નહિ. વળી કયું ચરિત્ર કયા ભાગમાં છપાયું છે તેની માહિતી પણ સ્મરણમાં રહેતી નહિ. હવે એક જ ગ્રંથમાં છએ ભાગનાં બધાં ચરિત્રો એકસાથે પ્રગટ થાય છે એટલે વાંચનની અનુકૂળતા રહેશે અને તુલનાત્મક દૃષ્ટિથી પણ તે જોઈ શકાશે. પ્રભાવક સ્થવિરો'માં વિક્રમના ઓગણીસમા અને વીસમા શતકમાં એટલે કે આપણા નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા જૈન સાધુમહાત્માઓનાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. એમના જીવનની વિગતો વિસ્મરાઈ જાય તે પહેલાં સાચવી લેવાનો અહીં નમ્ર પ્રયાસ છે. એમાં ફિરકાભેદ રાખ્યો નથી. વળી, અહીં ચરિત્રો અપાયાં છે એટલા જ પ્રભાવક સ્થવિરો થઈ ગયા એવું પણ નથી. હજુ અવકાશ મળશે ત્યારે બીજા કેટલાંક ચરિત્રો લખવાની પણ ભાવના છે. પ્રબુદ્ધ જીવન' ના તંત્રી તરીકે મેં જવાબદારી સ્વીકારી ત્યારથી વીસેક વર્ષના ગાળામાં વખતોવખત કોઇક સાધુમહાત્મા વિશે લખવાનું પ્રાપ્ત થયું હતું. જેમ જેમ આ ચરિત્રો લખાતાં ગયાં હતાં તેમ તેમ ગ્રંથસ્વરૂપે પ્રગટ થતાં ગયાં હતાં એ રીતે પાંચ ભાગ પ્રકાશિત થયા હતા. છઠ્ઠા ભાગ જેટલાં ચરિત્રો લખાયાં તે આ પુસ્તકમાં ઊમેર્યા છે. એમાં ચરિત્રો “પ્રબુદ્ધ જીવનમાં જે ક્રમે છપાતાં ગયાં તે ક્રમે મૂકવામાં આવ્યાં હતાં. એટલે એમાં ઐતિહાસિક કાલાનુક્રમ જોવા નહિ મળે. છએ ભાગ એક જ ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતી વખતે પણ હાલ તો દરેક ભાગનો જ ક્રમ સાચવ્યો છે. હવે પછી આ બધાં ચરિત્રો ઐતિહાસિક કાલાનુક્રમે પ્રગટ કરી શકાશે. ગુરુશિષ્ય અથવા ગુરુબંધુ એમ બેયનાં ચરિત્રો સાથે હોય તો કેટલીક ઘટનાઓની પુનરુક્તિ થાય એ સ્વાભાવિક છે, અનિવાર્ય છે. આ ગ્રંથમાં પણ એ જોવા મળશે. એક અપેક્ષાએ એ જરૂરી પણ છે. આપણા નજીકના પુરોગામી સાધુમહાત્માઓના ચરિત્રના અભ્યાસથી મને પોતાને ઘણી પ્રેરણા મળી છે. વાચકને પણ એમાંથી પ્રેરણા મળશે તથા એ યુગને સમજવાની દૃષ્ટિ મળશે એવી આશા છે. રમણલાલ ચી. શાહ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ભાગ ૧ ૧. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મુળચંદજી મહારાજ) ૨. શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) ૩. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૪. શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૫. શ્રી ચારિત્રવિજયજી મહારાજ ભાગ-૨ ૬. શ્રી બુટેરાયજી મહારાજ (શ્રી બુદ્ધિવિજયજી મહારાજ) ૭. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૮. શ્રી મોહનલાલજી મહારાજ શ્રીવિજયશાંતિસૂરિ મહારાજ ૯. 8-lev ૧૦. શ્રી રાજેન્દ્રસૂરિ મહાહાજ ૧૧ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૧૨. શ્રી અજરામર સ્વામી ભાગ-૪ ૧૩. શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (કાશીવાળા) ૧૪. શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ભાગ-૫ ૧૫. પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૧૬. શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૧૭. શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ ભાગદ ૧૮. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૧૯. શ્રી કુશળચંદ્રજી મહારાજ ૨૦. શ્રી પુણ્યવિજયજી મહારાજ ૨૧. શ્રી ધર્મસૂરિશ્વરજી મહારાજ ૨૨. શ્રી સંતબાલજી મહારાજ ૨૩. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૨૪. શ્રી કહૈયાલાલજી મહારાજ (કમલ) ૨૫. શ્રી કલાપૂર્ણસૂરીજી મહારાજ 6××× -- ૯૩ ૧૧૯ ૧૪૧ ૧૭૭ ૨૦૭ ૨૪૯ ૨૮૨ ૨૯૦ ૩૩૬ ૩૮૨ ૪૦૮ ૪૬૪ ૪૭૮ ૫૦૬ ૫૨૫ ૫૩૫ ૫૫૧ ૫૭૮ ૫૮૮ ૫૯૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા • ઉપાધ્યાય શ્રી યશોવિજયજી • હેમચંદ્રાચાર્ય • શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, • શેઠ મોતીશાહ ભાગ ૧ થી ૩ • પ્રભાવક સ્થવિરો, બેરરથી બ્રિગેડિયર ભાગ ૧ થી ૬ • તિવિહેણ વંદામિ • પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર • એવરેસ્ટનું આરોહણ • ઉત્તરધ્રુવની શોધ-સફર • રાણકપુર તીર્થ • પ્રદેશે જય-વિજયના આસ્ટ્રેલિયા • પાસપોર્ટની પાંખે • પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન • ન્યૂઝીલેન્ડ • પાસપોર્ટની પાંખે-ભાગ ત્રીજો નિબંધ • સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૫ • અભિચિંતના સાહિત્ય-વિવેચન • ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બુંગાકુ-શુમિ • પડિલેહા • સમયસુંદર • કિતિકા • ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય • નળ-દમયંતીની કથાનો વિકાસ • ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન • નલ-દવદંતી રાસ (સમયસુંદરકત) • જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરત) • નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) - - Page #9 -------------------------------------------------------------------------- ________________ • થાવગ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) • નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) • ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત). • બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) • નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન • જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) • જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) • જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) • બૌદ્ધ ધર્મ • નિહનવવાદ • Shraman Bhagwan Mahavir & Jainism . Budhism-An Introduction . Jina Vachana • જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ • તાઓ દર્શન • કન્ફયૂશિયસનો નીતિધર્મ • અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ • વીર પ્રભુનાં વચનો-ભાગ ૧-૨ • અધ્યાત્મસાર (સંપૂર્ણ) • જ્ઞાનસાર સંક્ષેપ • સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાક્યસંક્ષેપ) અનુવાદ • રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) • મનીષા • શ્રેષ્ઠ નિબંધિકાઓ • શબ્દલોક • ચિંતનયાત્રા • નીરાજના • અક્ષરા • અવગાહન • જીવનદર્પણ • કવિતાલહરી • સમયચિંતન • તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ • શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • એન.સી.સી. • જેન લગ્નવિધિ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજ્યજી (શ્રી મૂળચંદજી મહારાજ) Page #12 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી શ્રી મૂળચંદજી મહારાજ] વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં જૈન શાસનમાં સાધુ-સાધ્વીઓની સ્થિતિ જોઈએ તેવી સંતોષકારક નહોતી. સાચા ત્યાગી, વૈરાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી.. શ્રીપૂજ્યો, યતિઓ વગેરેનું વર્ચસ્વ વધી ગયું હતું. ઠેર ઠેર એમની ગાદીઓ સ્થપાયેલી હતી. બીજી બાજુ પંજાબમાં સ્થાનકવાસી સાધુઓમાં મૂર્તિપૂજા અને મુહપત્તિ વિશે ખળભળાટ મચી ગયો હતો. એ વખતે પંજાબથી, પોતાની શંકાઓના સમાધાન માટે વિહાર કરી ગુજરાતમાં આવનાર ક્રાન્તિકારી સાધુઓમાં પૂ. શ્રી બુટેરાયજી મહારાજ મુખ્ય હતા. એમની સાથે મૂળચંદજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી (વૃદ્ધિચંદજી) મહારાજ પણ હતા. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ.સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશવંશમાં, બરડ ગોત્રમાં થયો હતો. એમના પિતાનું નામ સુખા શાહ હતું. માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું. બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતો. દેખાવે પણ તે સશક્ત અને પ્રતિભાશાળી હતો. પાંચ વર્ષની ઉંમરે એને નિશાળમાં મૂકવામાં આવ્યો હતો. નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ લેવા ઉપરાંત તે સ્થાનકમાં જાય, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને “થોકડા’નો મુખપાઠ કરે. તે સાધુઓના પરિચયમાં આવીને તેમની પ્રેરણાથી ઘણા નિયમ લેતો. એમ કરતાં કિશોર મૂળચંદને દીક્ષા લેવાની ભાવના થઈ. માતા-પિતાએ એ પ્રસ્તાવને અનુમોદન આપ્યું. સોળ વર્ષની ઉમરે વિ. સં. ૧૯૦૨ માં ઋષિ બુટેરાયજી પાસે મૂળચંદે દીક્ષા લીધી અને તે મૂળચંદજી સ્વામી બન્યા. એ દિવસોમાં પંજાબના સાધુઓમાં બુટેરાયજી મહારાજનું નામ ઘણું મોટું હતું. ચારિત્રના પાલનમાં તેઓ અત્યંત કડક અને શુદ્ધ હતા. શાસ્ત્રોનો Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ઘણો ઊંડો અભ્યાસ એમણે કર્યો હતો. એમની જ્ઞાનની ભૂખ ઘણી મોટી હતી. તેઓ જન્મે જાટ કોમના હિન્દુ હતા. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમને નાનપણથી જ વારસામાં મળ્યું હતું. સોળ વર્ષની વયે દીગ્રા લીધા પછી તેમણે પોતાના ગુરુ ઋષિ નાગરમલજી પાસે, ઋષિ અમરસિંહજી પાસે તથા શ્રીપૂજ (યતિ) રામલાલજી પાસે આગમ ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, ન્યાય વગેરેનો પણ ઘણો સારો અભ્યાસ કર્યો. જેમ જેમ તેઓ વધુ ને વધુ અભ્યાસ કરતા ગયા તેમ તેમ શાસ્ત્રોમાં એવા એવા પાઠ એમના વાંચવામાં આવ્યા કે જે વિશે એમના મનનું સમાધાન કોઈ કરી શકતું નહિ. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહિ તથા મુહપત્તિ મોઢે બાંધવી કે નહિ તે વિશે બુટેરાયજી અને એમના શિષ્ય મૂળચંદજીસ્વામીએ ઘણાની સાથે શાસ્ત્રચર્ચા કરી, પરંતુ તેમ છતાં મનનું સમાધાન ન થતાં તેઓ બંનેએ વિ. સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘણો ઊહાપોહ થયો હતો. પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી સાથે ગુજરાત બાજુ વિહાર કરવાનું નક્કી કર્યું. એક હજાર કરતાં વધુ માઈલનો એ કઠિન અને ઉગ્ર વિહાર હતો. રસ્તામાં યોગ્ય ગોચરી–પાણી પણ મળે નહિ, તેમ છતાં તેઓની લગની એટલી બધી તીવ્ર હતી કે બધાં કષ્ટો સહન કરીને પણ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેઓ પંન્યાસ શ્રી મણિવિજયજી દાદાને મળ્યા. તેમની સાથે સત્સંગ કર્યો, શાસ્ત્રચર્ચા કરી અને બધી શંકાઓનું સમાધાન મેળવ્યું. તેઓએ નિર્ણય કર્યો કે પ્રથમ શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી અને પછી પં. મણિવિજયજી દાદા પાસે ફરીથી સંવેગી દીક્ષા લેવી. તેઓએ અમદાવાદથી વિહાર કરીને શત્રુંજયની યાત્રા કરી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ત્યારપછી વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને પૂ. મણિવિજયજી દાદા પાસે તેઓએ સંવેગી દીક્ષા લીધી. બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને વૃદ્ધિચંદ્રજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જોકે આ નવાં નામ કરતાં પોતાનાં જૂનાં નામથી જ તેઓ વધુ ઓળખાતા રહ્યા હતા. ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધના-માર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે Page #14 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં મળીને પચીસથી ત્રીસ જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ અને શ્રીપૂજની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી અને મોટાં મોટાં નગરોમાં તેઓનું બળ ઘણું રહ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સ્થાનકવાસી સાધુ મહારાજે જેન સાધુસંસ્થામાં એક ક્રાંતિકારક પગલું ભર્યું હતું. તેને કારણે બુટેરાયજી મહારાજ સંવેગી મૂર્તિપૂજન સમુદાયની સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબ પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ મચી ગયો હતો. એમના પ્રભાવથી ત્યારપછી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે પંદરથી વધુ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને તેઓએ પણ સંવેગી દીક્ષા ધારણ કરી. આમ પંજાબી સાધુઓનો ગુજરાત ઉપર ઘણો મોટો ઉપકાર થયો. બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી મહારાજના એ ઉપકારના કારણે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજારથી વધુ થઈ ગઈ છે અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશા ઋણી રહેશે. બુટેરાયજી મહારાજ પ્રખર શાસ્ત્રજ્ઞાતા હતા. મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા અને તેમની પાસે વ્યવસ્થાશક્તિ ઘણી સારી હતી. મૂળચંદજી મહારાજે જોયું કે સાધુ વગર શાસનનો ઉદ્ધાર નથી માટે જેમ બને તેમ વધુ દીક્ષા આપવી જોઇએ. એમનો પ્રભાવ પણ એવો મોટો હતો કે મળવા આવનાર યુવાનને એમની પાસેથી ખસવાનું મન ન થાય. દીક્ષાની શક્યતા જણાય ત્યાં તેઓ વિલંબ કરતા નહિ. જ્યાં દીક્ષાર્થીની સંમતિ હોય, પરંતુ સ્વજનોનો વિરોધ હોય ત્યાં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ સાથે એવી યોજના કરી હતી કે ગુજરાતના એવા દીક્ષાર્થીઓને પંજાબ મોકલવામાં આવે અને પંજાબના એવા દીક્ષાર્થીઓ હોય તો તેમને ગુજરાતમાં મોકલવામાં આવે અને તેમને મૂળચંદજી મહારાજ દીક્ષા આપે. આ રીતે થોડાંક વર્ષોમાં જ સાધુઓની સંખ્યા જે ૨૫-૩૦ની હતી તેમાંથી એકસો ઉપર થઈ ગઈ. આમ છતાં જોવાનું એ હતું કે મૂળચંદજી મહારાજ જેને પણ દીક્ષા આપે તેને પોતાનો ચેલો ન બનાવતાં બુટેરાયજી મહારાજનો અથવા વૃદ્ધિચંદ્રજી મહારાજનો ચેલો બનાવતા, એટલે કે પોતાના હાથે થનાર નવદીક્ષિત સાધુને પોતાના શિષ્ય Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો તરીકે સ્થાપવાને બદલે પોતાના ગુરુભાઈ તરીકે સ્થાપીને પોતાનો આદર નવદીક્ષિત પ્રત્યે કરતા. પૂ. આત્મારામજી મહારાજે પોતાની ગામઠી હિંદી ભાષામાં એમને કહ્યું, “મેં તુમ્હારા શિષ્ય હોનેકે આયા હું.' પરંતુ આત્મારામજી મહારાજને પણ સંવેગી દીક્ષા આપ્યા પછી અને તેમનું નામ મુનિ આનંદવિજય રાખ્યા પછી તેમને પોતાના શિષ્ય ન બનાવતાં પોતાના ગુરુભાઈ બનાવ્યા એટલે કે બુટેરાયજી મહારાજના શિષ્ય બનાવ્યા. મૂળચંદજી મહારાજનો આ એક ઘણો મોટો ગુણ હતો. એટલા માટે આત્મારામજી મહારાજે પોતે રચેલી પૂજાની ઢાળમાં મુક્તિવિજયજી મહારાજને “સંપ્રતિ રાજા' તરીકે બિરદાવતાં લખ્યું છે: मुक्ति गणि संप्रतिराजा, मुक्ति गणि चंगी; तस लघुभ्राता आनंदविजय. મૂળચંદજી મહારાજે ભાવનગર, પાલનપુર, વડોદરા, શિહોર, પાલિતાણા, અમદાવાદ એમ ગુજરાતમાં ઘણાં સ્થળે ચાતુર્માસ કર્યા. તેઓ જ્ઞાન-ધ્યાનમાં પણ એટલા જ મગ્ન રહેતા. તેઓ સાધુ-સાધ્વીઓને નિયમિત વાચના આપતા. તેઓ ઓછામાં ઓછા ત્રણ કલાક તો ધ્યાન ધરતા હતા. તેમણે જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યું ત્યાંના સંઘો તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. શિહોર જેવા નાના ક્ષેત્રમાં પણ તેમનાં ચાતુર્માસથી વાતાવરણ ઘણું પ્રોત્સાહિત થયું હતું. શિહોરમાં તેઓ ગામની પાસેની એક ટેકરી (જે શત્રુંજયની મરુદેવા ટૂક તરીકે ઓળખાય છે) ઉપર બપોરે ધ્યાન ધરવા જતા. વૃદ્ધિચંદ્રજી મહારાજના આગ્રહથી છેવટે મૂળચંદજી મહારાજને પોતાના કેટલાક શિષ્યો કરવા પડ્યા હતા, જેમાં હંસવિજય, ગુલાબવિજય, કમલવિજય, થોભણવિજય, દાનવિજય વગેરે મુખ્ય હતા. મૂળચંદજી મહારાજે સંઘની વારંવાર વિનંતી છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી અને જીવનના અંત સુધી ગણિ રહ્યા હતા. તે દિવસોમાં ફોટોગ્રાફીની શોધ થઈ હતી. અને આવા મહાન શાસનપ્રભાવકનો ફોટો લેવડાવવા માટે શેઠ પ્રેમાભાઈ અને બીજાઓએ બહુ આગ્રહ કર્યો હતો, પરંતુ તેવો ફોટો તેઓએ ક્યારેય લેવા દીધો નહોતો. એમના કાળધર્મ પછી એમનું આબેહૂબ તૈલચિત્ર હંસવિજયજી મહારાજે Page #16 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી બનાવડાવીને અમદાવાદમાં ઉજમબાઇની ધર્મશાળામાં રખાવેલું તે એક ચિત્ર આજે ઉપલબધ છે. એ સમયે સાધુઓ ઓછા હતા અને ક્ષેત્રો ઘણાં હતાં એટલે તેઓએ ક્ષેત્રો વહેંચી લીધાં હતાં. મૂળચંદજી મહારાજ વિશેષતઃ અમદાવાદ કે એની આસપાસ વિચરતા. વૃદ્ધિચંદ્રજી સૌરાષ્ટ્રમાં ગોહિલવાડમાં વિચરતા. બુટેરાયજી મહારાજ પોતે અને આત્મારામજી મહારાજ પંજાબમાં વિચરતા. નીતિવિજયજીને સૂરત, ખાંતિવિજયજીને લાહોર, ગુણવિજયજી અને થોભણવિજયજીને ઝાલાવાડ તથા દાનવિજયજીને કચ્છ સંભાળવાનું સોંપવામાં આવ્યું હતું. મુક્તિવિજય ગણિ આચારપાલનમાં ઘણા ચુસ્ત હતા અને પોતાના શિષ્યો માટે પણ ઘણા કડક રહેતા. તેમની સંઘવ્યવસ્થા નમૂનારૂપ ગણાતી. તેમની પાસે સરસ કાર્યશક્તિ અને ત્વરિત નિર્ણય લેવાની સૂઝ હતી. તેમની અંતરંગ નીતિ અને બહિરંગ નીતિ પરસ્પર સુસંવાદી હતી. તેઓ શિષ્યોને અત્યંત વાત્સલ્યભાવથી રાખતા, પણ પ્રસંગે એટલા જ કડક થઈ શકતા. તેઓ પોતાના ગુરુ મહારાજની આજ્ઞા શિષ્યો પાસે બરાબર પળાવતા અને ન પાળે તો દંડ અથવા પ્રાયશ્ચિત્ત આપતા. તેમનો પ્રભાવ એટલો બધો હતો કે તેમના શિષ્યો કોઈ પણ સંઘમાં હોય અને કંઈ પ્રશ્ન ઊભો થાય અને સંઘના આગેવાનો માત્ર એટલું જ કહે, ‘ભલે, અમે એ બાબતમાં મૂળચંદજી મહારાજને લખીશું.’ તો પરિસ્થિતિ તરત બદલાઈ જતી. તેમના એક શિષ્ય ઉત્તમવિજયે એક નાના છોકરાની મશ્કરી કરી અને છોકરાએ મહારાજને લાત મારી, તો ભાષા-સમિતિ ન સાચવવા માટે એમને મૂળચંદજી મહારાજે અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેવી જ રીતે દંડાસણ ન વાપરવાને કારણે એક શિષ્યને કૂતરું કરડ્યું તો તેમને પણ અઠ્ઠમનો દંડ આપ્યો હતો. મુનિ ભક્તિવિજય પોતાની સંસારી પત્ની માટે કડવા શબ્દો, ના પાડવા છતાં બોલ્યા તો તેમને ઉપાશ્રયની બહાર ચાલ્યા જવાની આજ્ઞા કરી. તેઓ ઉજમબાઇના ઉપાશ્રયેથી હઠીભાઈની વાડીના ઉપાશ્રયે ગયા. ત્યાં તેમને પોતાની ભૂલ માટે બહુ પશ્ચાત્તાપ થયો અને જ્યાં સુધી મૂળચંદજી મહારાજ પોતાને પાછા ન બોલાવે અને એમનાં દર્શન ન થાય ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ કર્યો. એમ ચાર ઉપવાસ થયા ત્યારે શેઠ ધોળશાજીને ખબર પડી તો ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો તેમણે મૂળચંદજી મહારાજને સમજાવ્યા અને સમાધાન કરાવી આપ્યું. પાછા ઉજમબાઇના ઉપાશ્રયે આવી ભક્તિવિજય મુનિએ આંખમાં આંસુ સાથે વંદન કરી ક્ષમા માગી. ત્યારપછી એમની પાત્રતા જોઈ એમને મૂળચંદજી મહારાજે પંન્યાસપદ આપ્યું હતું. લીંબડીના સંઘે પત્ર લખવામાં અવિનય દાખવ્યો તો મહારાજે લીંબડીમાં સાધુઓનો વિહાર બંધ કરાવ્યો. એક શિષ્ય મુનિ મોતીવિજય તબિયતને કારણે, પણ આજ્ઞા વગર લીંબડી ગયા તો મૂળચંદજી મહારાજે એમને સંઘાડા બહાર મૂક્યા. પરંતુ ત્યારપછી મોતીવિજયે માફી માગી અને ગુરુભાઈ વૃદ્ધિચંદ્રજીનો ભલામણપત્ર આવ્યો કે તરત એમને પાછા સંઘાડામાં લઈ લીધા હતા. મૂળચંદજી મહારાજ આજ્ઞાપાલનમાં કેટલા બધા ચુસ્ત હતા તે આવા કેટલાક પ્રસંગો ઉપરથી જણાઈ આવે છે. પોતે પણ ગુરુભાઈ વૃદ્ધિચંદ્રજીનો બોલ આજ્ઞાની જેમ ઉઠાવતા. ગુરુમહારાજનો અમદાવાદથી એક વખત ભાવનગર પત્ર આવ્યો કે તરત જ ઉનાળામાં ભરબપોરે પોતે અમદાવાદ તરફ વિહાર ચાલુ કરી દીધો હતો. મુક્તિવિજય ગણિ-મૂળચંદજી મહારાજ વિશે કેટલાક પ્રસંગો મુનિ દર્શનવિજયજીકૃત “આદર્શ ગચ્છાધિરાજ'માં નોંધાયા છે. કેટલાક પ્રસંગો અનુશ્રુતિથી પ્રાપ્ત છે. અહીં એવા કેટલાક પ્રસંગો આપ્યા છે. મૂળચંદજી મહારાજ યુવાનોને દીક્ષા આપી સમુદાયની વૃદ્ધિ કરતા હતા. તેની સામે અમદાવાદમાં કેટલાકે વિરોધ વ્યક્ત કર્યો અને નગરશેઠ પાસે સંઘ ભેગો કરાવી તેમાં પં. દયાવિમળજી, પં. રત્નવિજયજી ગણિ અને ગણિવર્ય મુળચંદજી મહારાજ વગેરે બધા મહાત્માઓને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું હતું. તે સભામાં એક વૃદ્ધ શેઠે ઊભા થઈ હિંમતપૂર્વક ફરિયાદ કરી કે, “મુક્તિવિજયજી મહારાજ માતા-પિતાની રજા વગર જેને તેને મૂંડી નાખે છે તે બરાબર નથી.” સભામાં આ રીતે કેટલોય ઊહાપોહ થયો, એટલે મૂળચંદજી મહારાજે ઊભા થઈ કહ્યું કે, “સંઘ જે નિર્ણય કરશે તે આજ્ઞા તરીકે હું માથે ચડાવીશ. પરંતુ આ બાબતમાં ઉતાવળો નિર્ણય ન થાય તે જોવા વિનંતી છે. પાટ ઉપર બિરાજમાન સર્વ મહાત્માઓ પ્રત્યે તમને બધાને અત્યંત પૂજ્યભાવ છે એ હું જાણું છું. તમારી હાજરીમાં હું એ બધાને પૂછું છું કે તેમાંથી કોણે કોણે પોતાનાં માતાપિતાની રજા લઈને દીક્ષા લીધી હતી ?” એક પછી એક Page #18 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી સાધુભગવંતોને સંઘ સમક્ષ પૂછવામાં આવ્યું અને એ બધામાંથી એક પણ સાધુભગવંતે એમ કહ્યું નહિ કે પોતે માતા-પિતાની રજા લઈને દીક્ષા લીધી છે. એ જાણી સંઘના આગેવાનોને પણ આશ્ચર્ય થયું. મૂળચંદજી મહારાજે પોતાના પંજાબી બુલંદ અવાજથી પછી સંઘને કહ્યું, “તમે બધા જોઈ શકો છો કે તમને જેમના તરફ અત્યંત પૂજ્યભાવ છે અને જેમના વડે શાસનની શોભા છે એવા આપણા આ બધા જ બિરાજમાન પૂજ્ય સાધુભગવંતોએ દરેક પોતાનાં માતાપિતાની રજા વગર દીક્ષા લીધી છે. તેઓએ ભલે એવી રીતે દીક્ષા લીધી હોય પરંતુ આજે તેઓ સંઘના પૂજ્ય બન્યા છે અને તેમને જોઈને તેમનાં માતા-પિતા પણ આજે તો બહુ રાજી થાય છે. દીક્ષા માટે રજા જરૂરી છે; પરંતુ આ વિષમ કાળમાં એવાં વિવેકી અને જ્ઞાની માતા-પિતા ક્યાં છે કે જે પોતાના પુત્રને દીક્ષા માટે સહર્ષ રજા આપે. આપણને સારા સારા સાધુઓ જોઇએ છે. શાસનના સૂત્રધારો જોઈએ છે, પરંતુ ચેલાઓ ઝાડ ઉપર કંઈ ઊગતા નથી, કે હલાવીને પાડી લેવાય. એ તો તમારામાંથી જ આવવાના છે, અને તમે જો એને આવવા નહિ દો તો પરિસ્થિતિ કેવી થશે તેનો વિચાર કરો. માટે રજા સિવાય દીક્ષા આપવી નહિ એવો ઠરાવ કરવા કરતાં જેને દીક્ષા લેવાની ભાવના હોય તેને માતાપિતા મારે નહિ, ત્રાસ ન આપે, સાધુ પાસે આવતાં ન અટકાવે એવો ઠરાવ કરવો જોઇએ.' મૂળચંદજી મહારાજની આ વાણી સાંભળી સંઘ વિચારમાં પડી ગયો; સાચી પરિસ્થિતિ સમજી ગયો અને કંઈ પણ ઠરાવ કર્યા વિના વીખરાઈ ગયો. ધ્રાંગધ્રામાં દેવશી અને ગુણશી બે ભાઇઓ હતા. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે આગમ-બત્રીસીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ધ્રાંગધ્રામાં વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો. મૂળચંદજી મહારાજે એ વાત જાણી ત્યારે તેમણે પોતાના શિષ્ય મહાન તપસ્વી, જ્ઞાની અને સારી તર્કશક્તિ ધરાવનાર મુનિ દાનવિજયજીને ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં જઈને પ્રેમ, શાંતિ, ધીરજ અને વાત્સલ્યભાવથી બંને ભાઈઓને શાસ્ત્રોના પાઠો બતાવી એવો સરસ પ્રતિબોધ કર્યો કે બંને તેમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. દાનવિજયજીએ તેઓ બંનેને મૂળચંદજી મહારાજ પાસે મોકલ્યા. મૂળચંદજી મહારાજે એ બંનેને દીક્ષા આપી અને દેવશી તે મુનિ દેવવિજય થયા અને ગુણશી તે મુનિ ગુણવિજય Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો થયા. તેઓ બંનેએ આગમશાસ્ત્રોનો એટલો સરસ ઊંડો અભ્યાસ કર્યો હતો કે ત્યારપછી પંજાબથી આવેલા આત્મરામજી મહારાજને મૂર્તિપૂજા વિશે કેટલીક શંકાઓ હતી તો તેનું સમાધાન કરવાનું કામ ગુણવિજયજીને સોંપવામાં આવ્યું. ગુણવિજયજી પાસે બેસીને આત્મારામજી મહારાજે પોતાની શંકાઓનું સરસ સમાધાન કરી લીધું અને મૂળચંદજી મહારાજ પાસે ગુણવિજયજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એ વખતે મૂળચંદજી મહારાજે આત્મારામજીને એટલું જ કહ્યું કે, ગુણવિજયજી મહાન જ્ઞાની મહાત્મા છે. પરંતુ તેમનું આયુષ્ય ટૂંકું છે. વધુમાં વધુ તેઓ છ મહિના સુધી વિદ્યમાન રહેશે. ત્યારપછી ગુણવિજયજી મહારાજ મૂળચંદજી મહારાજે કરેલી આગાહી પ્રમાણે છ મહિનામાં કાળધર્મ પામ્યા. મૂળચંદજી મહારાજ દીક્ષા આપવાના ઉત્સાહી હતા. પરંતુ તે પછી પદવી આપવાની બાબતમાં એટલા જ કડક હતા. એમના એક શિષ્ય દર્શનવિજયજી મહારાજે યોગવહનની ક્રિયા કરી લીધી હતી. એટલે એમને પદવી આપવા માટે પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોએ ભલામણ કરી હતી. પરંતુ પોતાને યોગ્ય લાગશે તે પછી જ પદવી આપશે એમ મૂળચંદજી મહારાજે કહ્યું હતું. ત્યારપછીનું દર્શનવિજયજીનું ચોમાસું વડોદરામાં હતું અને મૂળચંદજી મહારાજનું કેટલાક માઈલ દૂર છાણી ગામમાં હતું. એક દિવસ મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને સંદેશો કહેવરાવ્યો કે અત્યંત તાકીદનું કામ છે એટલે તરત તમે છાણી આવી પહોંચો. જ્યારે સંદેશો આપવામાં આવ્યો ત્યારે દર્શનવિજયજી મહારાજ ગોચરી વહોરીને આવ્યા હતા અને વાપરવાની તૈયારી કરતા હતા. એમની સાથેના સાધુઓએ કહ્યું કે ગોચરી વાપરીને પછી જાવ, પરંતુ ગુરુમહારાજનો સંદેશો હતો એટલે દર્શનવિજયજી ગોચરી વાપરવા રોકાયા નહિ. તેઓ તરત જ સીધા ચાલ્યા છાણી તરફ. લાંબો વિહાર કરી તેઓ મૂળચંદજી મહારાજ પાસે આવ્યા. સુખશાતા પૂછી અને શું કામ છે તે જાણવા માટે ઉત્સુક રહ્યા, પરંતુ વિનય અનુસાર પૂછ્યું નહિ અને ગુરુમહારાજ કહે તેની રાહ જોતા રહ્યાં. લગભગ દોઢ-બે કલાક ગુરુમહારાજે બીજી બધી વાતો કરી, પરંતુ શા માટે બોલાવ્યા છે તે કંઈ કહ્યું નહિ. ચાતુર્માસના દિવસો હતા એટલે પોતાને ઉપાશ્રય પાછા આવવું અનિવાર્ય હતું. ફરી લાંબો વિહાર કરીને દર્શનવિજયજી વડોદરાના ઉપાશ્રયે પાછા ફર્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મૂળચંદજી મહારાજે સંદેશાવાહક દ્વારા જણાવ્યું હતું કે દર્શનવિજયજી ગોચરી વાપર્યા વિના ચાલ્યા આવ્યા છે. ફરી એક વખત એવી જ રીતે મૂળચંદજી મહારાજે સંદેશો મોકલાવ્યો. ફરી ગોચરી વાપર્યા વગર દર્શનવિજયજી આવ્યા. દોઢ-બે કલાક બેઠા, પરંતુ મૂલચંદજી મહારાજે પોતે શા માટે બોલાવ્યા છે તેની કશી જ વાત કરી નહિ. દર્શનવિજયજી પ્રસન્ન ચિત્તે વડોદરા પાછા ફર્યા. થોડા દિવસ પછી ત્રીજી એક વાર મૂળચંદજી મહારાજે એ જ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો અને દર્શનવિજયજી મહારાજ આવી પહોંચ્યા. જુદા જુદા વિષયો પર બીજી ઘણી વાત થઈ પણ પોતે શા માટે બોલાવ્યા છે તે મૂળચંદજી મહારાજે કહ્યું નહિ. હવે દર્શનવિજયજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, “ગુરુમહારાજ ! આપે મને આટલે દૂરથી વિહાર કરાવીને આ ત્રીજી વાર બોલાવ્યો, પરંતુ આપ શા માટે બોલાવો છો તે તો કંઈ કહેતા નથી.” મૂળચંદજી મહારાજે કહ્યું, બસ, મારે જે કામ હતું તે આ જ હતું. તમારી પદવી માટે પાત્રતા જોવી હતી. તમે હજુ કાચા છો એટલે તમારાથી પૂછ્યા વગર રહેવાયું નહિ. તમે હવે વડોદરા પાછા ફરો.” દર્શનવિજયજી પાછા ફર્યા. પરંતુ આખે રસ્તે વિચારમાં રહ્યા, કે ગુરુમહારાજે ખરી કસોટી કરી. અધીરી બનવા માટે સંતાપ પોતાને થયો. થોડા દિવસ પછી પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનો મળવા આવ્યા અને દર્શનવિજયજીની પદવીની વાત નીકળી ત્યારે મૂળચંદજી મહારાજે કહ્યું કે એમની હજુ જોઈએ તેટલી પાત્રતા થઈ નથી. મેં એમની ત્રણ વાર કસોટી કરી. ત્રીજી કસોટીમાં તેઓ અધીરા બની ગયા અને હારી ગયા. એમ છતાં ગોચરી વાપર્યા વગર આટલો લાંબો વિહાર કરીને જવા-આવવાના તેમના કાર્યની પ્રશંસા પણ કરી. દર્શનવિજયજીમાં વિનયગુણ ઘણો મોટો છે, પરંતુ હજુ તેમાં થોડી ન્યૂનતા છે તેમ મૂળચંદજી મહારાજે જણાવ્યું. આ વાત પ્રેમાભાઈએ દર્શનવિજયજીને પણ કરી. એથી દર્શવિજયજીએ આવી આકરી કસોટી કરવા માટે ગુરુમહારાજ પ્રત્યે રોષ વ્યક્ત ન કર્યો, પરંતુ અધીરા બની પ્રશ્ન કરવાની પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ત્યારપછી થોડા જ વખતમાં દર્શનવિજયજીની હવે પાત્રતા છે એમ સમજીને તથા પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોની ભલામણથી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને પદવી આપી હતી. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો જૈન શાસનના રક્ષણને માટે જલદી જલદી દીક્ષા આપવાના ઉત્સાહવાળા મૂળચંદજી મહારાજ કોઈ એક યુવાનને દીક્ષા આપવાની વિધિ અમદાવાદમાં ઉજમબાઇના ઉપાશ્રયમાં કરી રહ્યા હતા. દીક્ષા અંગે તે યુવાનનાં કેટલાંક સગાંસંબંધીઓનો વિરોધ હતો. પરંતુ જ્યાં સુધી યુવાનની સંમતિ હતી ત્યાં સુધી મૂળચંદજી મહારાજ સગાંસંબંધીઓની પરવા કરે એવા નહોતા. જ્યારે ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ ચાલુ થઈ ત્યારે કેટલાંક સગાંસંબંધીઓએ ઉપાશ્રયની બહાર બૂમાબૂમ ચાલુ કરી અને વાતાવરણ ઉગ્ર બનતાં કેટલીક સ્ત્રીઓએ તો મૂળચંદજી મહારાજના નામથી છાજિયાં લેવાં પણ ચાલુ કર્યા. પરંતુ એથી મૂળચંદજી મહારાજ અસ્વસ્થ થાય તેવા ન હતા. તેમણે તો દીક્ષાની વિધિ યથાવત્ ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી. દીક્ષા અપાઈ ગઈ. એક નવા સાધુનો ઉમેરો થયો. સગાંસંબંધીઓ બબડતાં બબડતાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે સંઘના આગેવાનોની બેઠક મળી. કેટલાક આગેવાનોએ એવો સૂર વ્યક્ત કર્યો કે, “ગુરુમહારાજ ! તમારે આવી રીતે દીક્ષા ન આપવી જોઈએ.” મૂળચંદજી મહારાજે શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રેમભાવથી કહ્યું, “જુઓ ભાઈઓ ! જેનશાસનને જીવંત રાખવું હોય તો સાધુઓ જોઈશે.” દીક્ષાનો પ્રસંગ એવો છે કે સગાંસંબંધીઓને પોતાના ઘરનો કોઈ યુવાન જાય એ ગમે નહિ. બહાર સ્ત્રીઓ છાજિયાં લેતી હોય અને હું દીક્ષા આપતો હોઉં તો મને પણ એ ગમતી વાત નથી. આપણી પાસે સાધુઓ બહુ જ ઓછા છે, તો તમે મને પહેલો જવાબ એ આપો કે જેન શાસનને જીવંત રાખવું છે કે નહિ ?” બધાએ હા કહી એટલે મૂળચંદજી મહારાજે કહ્યું કે, “તો સંઘ હવે ઠરાવ કરે કે સંઘના જેટલા આગેવાનો છે તેઓ દરેક પોતાના કુટુંબમાંથી એક યુવાનને દીક્ષા માટે અમને આપે. એમ જો થાય તો મારી પણ સ્થિતિ આવી કફોડી ન થાય.” પરંતુ સંઘનો કયો આગેવાન પોતાના સંતાનને દીક્ષા આપવા માટે સામેથી શરત સ્વીકારે ? એટલે બધા જ ચૂપ થઈ ગયા. એટલે મૂળચંદજી મહારાજે તેઓને બધાને વર્તમાન દેશકાળની સ્થિતિ સમજાવી અને તેમાં અપવાદરૂપ સંજોગોમાં સગાંસંબંધીઓનો વિરોધ છતાં દીક્ષા આપવાની જરૂરિયાત દર્શાવી. એ જમાનામાં સાધુઓ ઓછા હતા, એટલે ઘણાં નગરોને સાધુઓનો Page #22 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી લાભ મળતો નહિ. એમાં મહેસાણામાં એક-બે તપસ્વીઓ આવેલા અને તેઓ રોટલા-રોટલીનો સક્કો ટુકડો અને થોડું પાણી વહોરતા. આથી મહેસાણાના શ્રાવકોમાં એવી માન્યતા અને પ્રથા થઈ ગયેલી કે, “સાધુ મહારાજ ગોચરી માટે આવે ત્યારે રોટલા-રોટલીનો લુખ્ખો નાનો ટુકડો જ માત્ર વહોરાવવો જોઈએ. જૈન સાધુને બીજું કશું વહોરાવી શકાય નહિ.' આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પસંદ કરતા નહિ. પંજાબી સાધુઓને તો મહેસાણામાં ઉણોદરી વ્રત જેવું થઈ જતું. શ્રાવકોએ સાધુભક્તિ માટે યોગ્ય દૃષ્ટિ રાખવી ઘટે અને મહેસાણાના શ્રાવકોને માઠું ન લાગે એ રીતે યુક્તિપૂર્વક ક્રમે ક્રમે સમજાવવું જોઈએ એમ મૂળચંદજી મહારાજને લાગ્યું. એ માટે એમણે દેવવિજયજીને મહેસાણા ચાતુર્માસ માટે મોકલ્યા, કારણ કે દેવવિજયજીને આજીવન આયંબિલનું વ્રત હતું, એટલે તેઓ જ ત્યાં ટકી શકે. દેવવિજયજીએ મહેસાણા જઈ લુખ્ખો, નીરસ થોડો આહાર લઈ પોતાની આરાધના ચાલુ કરી. પરંતુ તેમણે વ્યાખ્યાનમાં “ભગવતીસૂત્ર'નો વિષય લીધો અને સુપાત્ર દાન, ગુરુભક્તિ, સાધુઓ માટેનાં શુદ્ધ આહારપાણી, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુભક્તિ વગેરે વિષયની અનેકાન્ત દૃષ્ટિએ લોકોને સમજણ આપી. આથી મહેસાણાના સંઘને દાનધર્મનું સાચું રહસ્ય સમજાયું. સાધુઓને રોટલા-રોટલીનો માત્ર લુખો ટુકડો વહોરાવવાની પ્રથામાં તેઓએ ફેરફાર કર્યો. એક વખત મૂળચંદજી મહારાજ અમદાવાદમાં ઉજમફોઈના ઉપાશ્રયમાં નીચે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે ઉપાશ્રયમાં ઉપર બે નવદીક્ષિત યુવાન સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ. તેઓ એટલું મોટેથી બોલતા હતા કે વ્યાખ્યાનમાં પણ તેમનો અવાજ સંભળાવા લાગ્યો. થોડી વારે ઉપરની ગરબડ શાંત થઈ. વ્યાખ્યાન પૂરું થયું અને સૌ વીખરાયા. એ વખતે પ્રેમાભાઈ શેઠ અને બીજા કેટલાક આગેવાનો એ મૂળચંદજી મહારાજને એકાંત સાધીને કહ્યું, “ગુરુ-મહારાજ, આપના સાધુઓ આમ અંદરઅંદર લડે અને મોટેથી સામસામે બરાડા પાડે એ કેટલી શરમાવનારી વાત છે !” મૂળચંદજી મહારાજે એ સાંભળી લીધું, પણ કંઈ ઉત્તર આપ્યો નહિ. થોડા દિવસ પછી પર્વનો એક દિવસ આવ્યો. વ્યાખ્યાનમાં ભાઈઓ અને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રભાવક સ્થવિરો બહેનોની ઘણી સારી હાજરી થઈ. વ્યાખ્યાનના અંતે પતાસાંની પ્રભાવના હતી. એ વખતે વ્યાખ્યાન પૂરું કરીને ગુરુમહારાજ, પ્રેમાભાઈ શેઠ અને બીજા આગેવાનો સાથે ઉપાશ્રયમાં ઉપર જઇને બેઠા. એટલામાં નીચે બૈરાંઓનો કોલાહલ વધતો ગયો અને મોટેમોટેથી કેટલાંક બૈરાંઓ પતાસાં માટે લડતાં હોય તેવું જણાયું. હાથા લાંબા કરી કરીને એકબીજાને “તું તું' કરીને લડતી સ્ત્રીઓમાં કોઈકનું હાથનું ઘરેણું પણ પડી ગયું. મૂળચંદજી મહારાજે આગેવાનોને કહ્યું, “જુઓ તો ખરાં. આ કઈ બહેનો લડે છે ?' આગેવાનોએ જોઈ આવીને કહ્યું કે લડનારી બહેનોમાં કેટલીક તો મોટી મોટી શેઠાણીઓ પણ છે. મૂળચંદજી મહારાજે તક સાધીને કહ્યું, “જુઓ ભાઈ, પાંચ પતાસાં માટે આ મોટી મોટી શેઠાણીઓ પણ અંદર અંદર ઝઘડે છે. પોતાનાં ઘરેણાં કરતાં પણ પતાસાં એમને વહાલાં લાગે છે. હવે નગરની શેઠાણીઓ જ ધર્મના પ્રસંગે માંહોમાંહે જો આમ બરાડા પાડતી હોય તો અમારી પાસે જે સાધુઓ આવે છે તે તમારા ઘરના જ યુવાનો છે. એટલે અમારા સાધુઓને સારા સંસ્કાર આપવાનું કામ તો અમે કરીએ જ છીએ. પરંતુ નવદીક્ષિત હોય ત્યારે પણ તેઓ સારા સંસ્કારી યુવાનો હોય એવું તમે જો ઈચ્છતા હો તો એની શરૂઆત તમારા ઘેરથી જ કરવી જોઈએ.” ગુરુમહારાજની એ ટકોર સાંભળીને સૌ આગેવાનો પરિસ્થિતિ સમજી ગયા અને સાધુઓની ટીકા કરતાં પહેલાં પોતાની જાતને અને કુટુંબને સુધારવાની પ્રથમ આવશ્યકતા છે તે તેમને સમજાયું. મૂળચંદજી મહારાજે અમદાવાદમાં યતિઓ-શ્રીપૂજોનું જોર તોડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. એ દિવસોમાં પાલિતાણામાં પણ યતિઓનું ઘણું જોર હતું. એને લીધે પાલિતાણામાં કોઈ સાધુઓનું સામૈયું પણ કરી શકાતું નહિ. સાધુઓ શત્રુંજયની યાત્રાએ આવે તો છાનામાના યાત્રા કરીને ચાલ્યા જાય. જાહેરમાં બહુ દેખાય તો યતિઓ તરફથી તેમને માર પણ પડે. યતિઓનો ડર સાધુઓને અને સંઘને ઘણો રહેતો. આવી પરિસ્થિતિમાં યતિઓનું જોર તોડવા માટે મૂળચંદજી મહારાજે કમ્મર કસી. તેમણે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા Page #24 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી ૧૩ મોકલ્યા. દર્શનવિજયજીએ ત્યાં જઈ હઠીભાઈની ધર્મશાળામાં ચોમાસું કર્યું. સંઘના આગેવાનો તો યતિ પાસે જતા, પરંતુ યુવાનો તો સાધુઓની સમાચારીથી પ્રભાવિત થવા લાગ્યા. તેઓ સાધુઓ પાસે આવવા લાગ્યા અને ધર્મની વાતો સાંભળવા લાગ્યા. યુવાનોમાં નગરશેઠના બે દીકરાઓએ તો પોતાની મેળે એવી પ્રતિજ્ઞા કરી કે રોજ જ્યાં સુધી સાધુભગવંતનાં દર્શન ન થાય ત્યાં સુધી ઘી ખાવું નહિ. સાધુઓ પાસે જનાર યુવકોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. એટલે યતિઓએ નગરશેઠને તે અટકાવવા માટે આગ્રહ કર્યો. જે કોઈ જાય તે સંઘ બહાર થાય તેવો ઠરાવ કરવા પણ કહ્યું. એ પ્રમાણે સંઘની સભા બોલાવી ઠરાવ કરી તેના ઉપર સહી લેવામાં આવી. કેટલાકે સહી કરી, કેટલાકે ન કરી. જેમણે ન કરી તેમને થોડા દિવસની મુદત આપવામાં આવી. તે મુદતમાં સહી ન કરે તો સંઘ બહાર મૂકવાની ધમકી આપવામાં આવી. પરંતુ એથી પ્રશ્ન ઊકલ્યો નહિ. ખુદ નગરશેઠ હરખચંદ શેઠના ઘરે જ પ્રશ્ન ઊભો થયો, કારણ કે એમણે દીકરાઓને સાધુ પાસે જતા અટકાવ્યા તો તેઓએ ઘી ખાવાનું અને કુટુંબના બધા સભ્યો સાથે જમવાનું બંધ કર્યું. આવી સ્થિતિ બીજાં કેટલાંક ઘરોમાં પણ હતી. એથી મુદત પૂરી થયા પછી સંઘ ફરી જ્યારે મળ્યો ત્યારે નગરશેઠે ઠરાવ ફાડી નાખ્યો અને કહ્યું, “દરેક પોતપોતાની મરજી મુજબ કરી શકે છે. જેને યતિ પાસે જવું હોય તે યતિ પાસે જાય અને સાધુ પાસે જવું હોય તે સાધુ પાસે જાય.” યતિઓ પણ પરિસ્થિતિને પામી ગયા અને પોતાનો આગ્રહ છોડી દીધો. આ ઘટના પછી દર્શનવિજયજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. એમણે સમરાદિત્ય કેવળી ચરિત્રનો વિષય વ્યાખ્યાનમાં શરૂ કર્યો. દિવસે દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકોની સંખ્યા વધતી ગઈ અને યતિઓ તરફથી કોઈ ત્રાસ ન થાય એ માટે ધર્મશાળાના વ્યવસ્થાપકોએ અને ગામના સશક્ત યુવકોએ સંગઠિત થઈને પાકી વ્યવસ્થા કરી એ વર્ષથી પાલિતાણામાં સાધુઓના વ્યાખ્યાનની શરૂઆત થઈ અને યતિઓનું જોર નબળું પડ્યું. ત્યારપછી મૂળચંદજી મહારાજ પણ પાલિતાણા આવ્યા. તેઓ યુવાનોને શાસ્ત્રજ્ઞાન આપતા અને ભક્તિસંગીત સહિત રાગ-રાગિણીમાં પૂજા ભણાવવાનું શીખવતા. એ વખતે સંઘમાં હજુ પણ કેટલાક લોકો યતિઓ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રભાવક સ્થવિરો પાસે જતા હતા. આમ સંઘમાં બે ભાગ પડી ગયા હતા. મૂળચંદજી મહારાજે પોતાના અનુયાયીઓ માટે “સંઘ” શબ્દ વાપરવામાં વ્યવહારુ મુશ્કેલીઓ જોઈ. એટલે એમણે “સંઘ'ને બદલે “ટોળી' એવો શબ્દ પ્રયોજ્યો અને એ વર્ષે “શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી'ની સ્થાપના થઈ. (આ નામ આજે પણ પાલિતાણાના સંઘ માટે ચાલુ છે. યતિઓમાં ભણેલા સમુદાય માટે ત્યારે “નાની ટોળી’ એવો વપરાયેલો શબ્દ, તેઓ યતિઓમાંથી નીકળી ગયા પછી પણ તેમને માટે ચાલુ રહ્યો છે. “મોટી ટોળી' સંગીત સાથે તાલબદ્ધ રીતે પૂજાઓ ભણાવવા માટે પાલિતાણામાં આજે પણ જાણીતી છે.) કેટલાક માણસોને નિંદારસથી અને દોષદૃષ્ટિથી એક સાધુની વાત બીજા સાધુને અને બીજા સાધુની વાત ત્રીજા સાધુને કરવાની ટેવ હોય છે. તેવો એક માણસ એક દિવસ મૂળચંદજી મહારાજ પાસે આવ્યો અને કહ્યું, “ગુરુમહારાજ ! આપ ઠલ્લે જઈ આવ્યા પછી કેટલું ઓછું પાણી વાપરો છો. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ તો કેટલું બધું પાણી વાપરે છે.' મૂળચંદજી મહારાજ એ વ્યક્તિને જાણતા હતા અને વૃદ્ધિચંદજી મહારાજ સાથે વિસંવાદ કરાવવા માટે આવું તે બોલ્યો હતો એ તેઓ તરત સમજી ગયા. એમણે તેને સમજાવીને કહ્યું, “ભાઈ, પૂર્વના પડેલા સંસ્કારો જલદી જતા નથી. ગયા જન્મમાં વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા. હું મુસલમાન હતો અને તું ચમાર હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ બ્રાહ્મણ હતા એટલે પાણી બહુ વાપરે એ દેખીતું છે, કારણ કે કહેવત છે કે ભેંસ, બ્રાહ્મણ ને ભાજી, પાણી જોઈ થાય રાજી. ગયા જન્મમાં હું મુસલમાન હતો. મુસલમાનો અઠવાડિયે એક દિવસ, જુમ્માના દિવસે ઓછા પાણીથી નહાય. એટલે હું ઓછું પાણી વાપરું તે યોગ્ય છે. અને ગયા જન્મમાં તું ચમાર હતો. ચામડાં ચૂંથવાનું કામ તું કર્યા કરતો હતો. એટલે આ જન્મમાં પણ તું બધાના આત્મા સામે નહિ, પરંતુ શરીરની ચામડી સામે જોયા કરે છે. બધાંની ચામડીના દુર્ગુણો તને દેખાય છે. તું ચમાર હતો. એટલે તારામાં દોષદૃષ્ટિ આવે એ સ્વાભાવિક છે.” આમ કલ્પિત વાત કરીને મૂળચંદજી મહારાજે એ માણસને યુક્તિપૂર્વક ચમાર જેવો કહ્યો. ત્યારથી એ માણસ સાધુઓના દોષ જોતો બંધ થયો. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇને રોજનો નિયમ હતો કે ઘરેથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી પાલખીમાં ઉપાશ્રયે આવી, સામાયિક લઈ, વ્યાખ્યાન સાંભળવા બેસે અને વ્યાખ્યાન પૂરું સાંભળે. એક વખત પ્રેમાભાઈ શેઠે કોઈકને મોઢે કહ્યું કે, ‘આપણો વેપારીઓનો સમય તો બજારમાં ક્યાં ચાલ્યો જાય તેની ખબર પડે નહિ, પરંતુ આપણા જૈન સાધુઓ આખો દિવસ ઉપાશ્રયમાં બેસીને શું કરતા હશે ? એમનો સમય કેમ કરીને પસાર તતો હશે ? તેમને સાધુજીવનનો કંટાળો નહિ આવતો હોય ?' પ્રેમાભાઈ શેઠે કરેલી આ ટીકા ફરતી ફરતી મૂળચંદજી મહારાજને કાને આવી. એમને એમ લાગ્યું કે પ્રેમાભાઈ શેઠને આ ટીકાનો જવાબ યુક્તિથી આપવો જોઈશે. એક દિવસ એમણે પોતાના શિષ્યોને સૂચના આપી કે, ‘આજે મારું વ્યાખ્યાન ગમે તેટલું મોડે સુધી ચાલે તો પણ તમે મને સમયની યાદ અપાવતા નહિ.’ પછી એ દિવસે એમણે વ્યાખ્યાનમાં અધ્યાત્મનો એવો સરસ વિષય વિવિધ દૃષ્ટાંતો સાથે ચાલુ કર્યો અને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય એ વિષય ચલાવ્યો. પ્રેમાભાઈ શેઠ અને બીજા બધા શ્રોતાઓ તો તલ્લીન બનીને સાંભળી જ રહ્યા હતા. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પ્રેમાભાઈ શેઠને ખબર પડી કે, આ એક નહિ પણ ત્રણ સામાયિક જેટલો સમય પસાર થઈ ગયો હતો. એમણે મહારાજને કહ્યું, ‘ગુરુમહારાજ ! અધ્યાત્મની વાતોમાં આજે તો એટલો બધો રસ પડ્યો કે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી.' મૂળચંદજી મહારાજે કહ્યું, ‘પ્રેમાભાઈ, તમે તો કોઈક જ દિવસ આવી અધ્યાત્મની ઊંડી વાતમાં રસ લેનારા છો, પરંતુ અમે સાધુઓ તો અધ્યાત્મની આવી વાતોમાં દિવસ-રાત રસ લેનારા રહ્યા. અમારો સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર જ ન પડે. ઊલટું અમને તો આવી વાતોમાં દિવસ-રાત વીતી જાય તો પણ સમય ઓછો પડે.’ ૧૫ ગુરુમહારાજનો આ જવાબ સાંભળી પ્રેમાભાઈ સમજી ગયા કે ગુરુમહારાજે આજે વ્યાખ્યાન શા માટે વધુ સમય ચલાવ્યું હતું. અગાઉ બીજા આગળ કરેલી અજ્ઞાનયુક્ત ટીકા માટે પશ્ચાત્તાપ થયો અને તે માટે તેમણે મૂળચંદજી મહારાજની ક્ષમા માગી. એક વખત પ્રેમાભાઈ શેઠના વડે વૈષ્ણવોની નવનાત મળી હતી. તે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રભાવક સ્થવિરો વખતે નાતના એક-બે આગેવાનોએ જૈન સાધુઓના આચાર વિશેના પોતાના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યું કે, “જૈન સાધુઓને ખાવાપીવાની કોઈ ચિંતા નહિ. રોજ મિષ્ટાન મળે અને સારું સારું ખાઇને લહેર કરે.' એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી. એમણે મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, “ફરી વૈષ્ણવોની નવ જાત મળે ત્યારે મને જણાવજો.' કેટલાક દિવસ પછી પ્રેમાભાઈના વંડે વૈષ્ણવોની નવનાત ફરી એકઠી થઈ. પ્રેમાભાઈએ એ વાત મહારાજને જણાવી. એટલે તેઓ મધ્યાહ્નના સમયે એક તરપણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વંડે જઈને પ્રેમાભાઈને ધર્મલાભ કહ્યું. મહારાજ વહોરવા પધાર્યા છે એમ જાણી પ્રેમાભાઈ સભામાંથી તરત ઊભા થઈ ગયા અને ગુરુમહારાજને રસોડે લઈ ગયા. બે-ત્રણ મિનિટોમાં જ મહારાજ પાછા ફર્યા અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાનો પાસે બેઠા. કોઈકે કુતૂહલથી પૂછયું, “તમારા મહારાજ વહોરવા પધાર્યા અને બસ બે મિનિટમાં જ પાછા ફર્યા ?' પ્રેમાભાઈએ કહ્યું, “હા, એમને માત્ર ચપટી મીઠાનો જ ખપ હતો, એટલે તે વહોરીને પાછા ગયા.” એ જાણી આગેવાનો બોલ્યા, “ઓહો ! એક ચમટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દૂરથી વહોરવા પધાર્યા ? શું એટલું મીઠું એમની પાસે નહોતું ?' પ્રેમાભાઈએ કહ્યું, “અમારા જૈન સાધુઓ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટંકે વહોરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માઓ તો દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તો ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરેની યાવત્ જીવન બાધા હોય. સૂર્યાસ્તથી બીજા દિવસે સૂર્યોદય સુધી કોઈ પાણીનું ટીપું સુધ્ધાં મુખમાં નાખે નહિ.” પ્રેમાભાઈની આ વાત સાંભળી જૈન સાધુઓના આચાર વિશે નહિ જાણનાર અજૈન લોકોને આશ્ચર્ય થયું. જેન સાધુઓ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારા વૈષ્ણવ આગેવાનોએ પોતાની અજ્ઞાનયુક્ત ટીકા માટે ક્ષમા માગી. આમ, મૂળચંદજી મહારાજના વ્યક્તિત્વ અને ચારિત્ર્યપાલન ઉપર પ્રકાશ પાડનારા ઘણા પ્રસંગો છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મૂલચંદજી મહારાજે વિ. સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફોલ્લો ઊઠ્યો હતો તે મટતો ન હતો. એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણાથી ભાવનગર પધારવા માટે વૃદ્ધિચંદ્રજી મહારાજે વિનંતી કરી હતી. તે પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાનો પાલિતાણા પહોંચ્યા હતા. મૂળચંદજી મહારાજ શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૈદોએ જુદા જુદા ઉપચારો કર્યા, પરંતુ ખાસ ફરક પડ્યો નહિ. અશક્તિ દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદ્રજી મહારાજ ખડે પગે તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪પના માગસર વદ-૬ (મારવાડી મિતિ પોષ વદ ૬)ના દિવસે મૂળચંદજી મહારાજની તબિયત વધારે બગડી. તેઓ પોતાનો અંતિમ સમય પારખી ગયા અને અનશન સ્વીકારી લીધું. તેઓ બોલ્યાઃ भाई वृद्धिचन्द्रजी ! अब तो हम चले । सबको सम्हालना ।। हमसे जिन शासनकी प्रभावना उपासना जो कुछ बन पडी, सो कर ली. अब तुम ही सब सम्हालना વ | નમો રિહંતા[ ll બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટના સમયે એમણે ૧૯ વર્ષની વયે દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના કમ્પાઉન્ડમાં તેમના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર કર્યો. જૈન સંઘના એક મહાન યુગપ્રભાવક મહાત્મા સ્વર્ગે સિધાવ્યા. દાદાસાહેબના કમ્પાઉન્ડમાં એમના અગ્નિસંસ્કારના સ્થળે ત્યારપછી સમાધિ મંદિર બાંધવામાં આવ્યું. મુક્તિવિજયજી ગણિવર્યને એટલે કે મૂલચંદજી મહારાજને ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જૈન શાસનના રાજા તરીકે ઓળખાવવામાં આવતા હતા. એમના કાળધર્મ વખતે વૃદ્ધિચંદ્રજી મહારાજ રાધનપુરમાં હતા. કાળધર્મના સમાચાર સાંભળતાં જ તેમણે પોતાના સાધુઓએ ગંભીર સ્વરે કહ્યું : “साधुओ, शासन का सम्राट चला गया । वे बडे थे, बडे गंभीर गुणज्ञ और समयज्ञ थे । इन में शासन को नेता बनने के गुण थे, और वो ही शासन के सच्चे શિરતીન થે ’ મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજને અંજલિ આપતાં કેટલાંક ગીતો લખાયાં છે, એમાંથી થોડીક પંક્તિઓ જુઓઃ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો જય મુક્તિવિજય ગણિ મહારાજા, જય મૂળચંદ ગણિ મહારાજા, જય તપાગચ્છક નાયક તાજા, શાસન સમ્રાટ ગુરુરાજા. XXX મહાવીર વચન કે સુભટ થે, મલ્લાહ જિન શાસન નૈયાકા, ચારિત્ર સુદર્શન ગુણ બઢે ઐસે, ગુરુદેવકો વંદન હો ! તેમને અંજલિ આપતાં શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજે લખ્યું છેઃ ગુરુ બ્રહ્મચારી ધર્મધોરી મહાવતી ગુણપાવના; પંજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના; શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, તે મુક્તિવિજય ગણીંદ્ર ગુરુનાં ચરણોમાં હો વંદના.” Page #30 -------------------------------------------------------------------------- ________________ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી વિજયાનંદસૂરિ મહારાજ [શ્રી આત્મારામજી મહારાજ] ન્યાયામ્ભોનિધિ, તાર્કિક શિરોમણિ, સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ઘદ્રષ્ટા, શાસન-પ્રભાવક યુગપ્રવર્તક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજ)નું જીવન અનેક પ્રે૨ક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે. ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમી તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણસ્વીકાર અવશ્ય ક૨વો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો જેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે મહાત્માઓ સંજોગોનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા, તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ અને એમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ. પૂ. આત્મારામજી મહારાજના જીવનનાં સંસ્મરણો એટલે આજથી સવાસો-દોઢસો વર્ષ પહેલાંની પંજાબની ધરતી ઉપર જૈન ધર્મના ક્ષેત્રે જે મોટો ખળભળાટ મચ્યો તેનાં ઐતિહાસિક સંસ્મરણો. આત્મારામજી મહારાજના ગુરુનું નામ હતું બુટેરાયજી મહારાજ. બુટેરાયજી મહારાજ જન્મ શીખ હતા. એમનો જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. એમનું નામ બુટ્ટાસિંહ હતું. એમની માતાનું નામ કોંદે અને પિતાનું નામ ટેકસિંહ હતું. બાલ્યાવસ્થાથી જ એમને સંન્યાસ લેવાની તીવ્ર ભાવના થયા કરતી હતી. એકનો એક પુત્ર હોવાના કારણે માતા-પિતાની મરજી બુટ્ટાસિંહને સંન્યાસ લેવા દેવાની ન હતી. પરંતુ બુટ્ટાસિંહ પોતાના નિર્ણયમાં અચલ હતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રભાવક સ્થવિરો સંન્યાસ કોની પાસે લે ? બુટ્ટાસિંહનું મન પોતાના શીખ ધર્મના ગુરુઓ કરતાં તે વખતે તે બાજુ વિચરતા જૈન પંચ મહાવ્રતધારી, પાદવિહારી અને રાત્રિભોજનના ત્યાગી સ્થાનકવાસી સાધુઓ તરફ ખેંચાયું હતું. પંદર વર્ષની વયે એટલે કે વિક્રમ સંવત ૧૮૮૮માં દિલ્હીમાં આવીને એમણે સ્થાનકવાસી સાધુમહારાજ પાસે દીક્ષા લીધી, અને એમનું નામ બુદ્ધેરાયજી રાખવામાં આવ્યું. - બુટેરાયજી તેજસ્વી સાધુ હતા; ક્રિયાકાંડમાં ચુસ્ત હતા. અભ્યાસ કરવામાં નિપુણ હતા. એમણે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. શાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવાં બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર પરિશીલન કર્યું. પાંચેક વર્ષ કરેલા આગમનોના અધ્યયનને કારણે મૂર્તિપૂજાનો વિરોધ એમના મનમાંથી નીકળી ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વધુ ને વધુ ચિંતવન તેઓ કરતા ગયા તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા વધુ ને વધુ દઢ થતી ગઈ. અને એક દિવસ, વિ. સં. ૧૯૧૨માં એમણે અમદાવાદ આવીને પૂ. મણિવિજયજી મહારાજ પાસે નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમનું નામ બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું, પરંતુ બુદ્ધિવિજયજી કરતાં બુટેરાયજી મહારાજ તરીકે જ તેઓ વધુ જાણીતા રહ્યા. - પંજાબથી તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે પોતાના બે પંજાબી શિષ્યોને પણ લઇને આવ્યા હતાઃ (૧) મૂળચંદજી મહારાજ અને (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ. તેઓ બંનેએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં ફરીથી દીક્ષા ધારણ કરી અને તેઓનાં નામ અનુક્રમે મુક્તિવિજય અને વૃદ્ધિવિજય રાખવામાં આવ્યાં. પરંતુ એમના ગુરુની જેમ તેઓ પણ પોતાનાં મૂળ નામથી “મૂળચંદજી મહારાજ અને “વૃદ્ધિચંદ્રજી મહારાજ' તરીકે વધુ જાણીતા રહ્યા. પોતાના ગુરુમહારાજ સાથે તેઓ ગુજરાતમાં વિચરતા રહ્યા. પોતાના માર્ગે ભવિષ્યમાં આત્મારામજી નામના પોતાના કરતાં પણ વધુ તેજવી અને સમર્થ એવા એક પંજાબી સાધુમહારાજ ગુજરાતમાં બીજા ઘણા સાધુમહારાજો સાથે આવશે એવી ત્યારે એમને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી. આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિત્તારામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઊથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી. ત્યારપછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા. ગણેશચંદ્રના, જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઈચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઈચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યા, તો પણ ગણેશચંદ્રે દિત્તાને સોંપવાનું કબૂલ કર્યું નહિ. એક દિવસ જેલમાંથી ભાગી જઇને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા; પકડાયા; દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચંદ્રના જીવનનો આમ કરુણ અંત આવ્યો. ગણેશચંદ્રનો પુત્ર બાળક દિત્તારામ પોતાની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે તે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોને બહા૨વટિયાઓને માર્યા અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્રે જોયું કે ઘરના બારણામાં નાનો દિત્તારામ તલવાર લઈને ઊભો હતો, પિતાએ પુત્રને પૂછ્યું, ‘આ તું શું કરે છે ?' દિત્તારામે કહ્યું, ‘તલવાર લઇને ઘરનું રક્ષણ કરવા ઊભો છું.’ એ જવાબ સાંભળી પિતાએ બાળક દિત્તારામને શાબાશી આપી. દિત્તારામની બહાદુરીનો બીજો એક પ્રસંગ પણ છે. એક વખત જીરા ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રભાવક સ્થવિરો ગામને પાદરે એક મુસલમાન બાઈ કેડમાં નાનું છોકરું તેડીને તળાવના કિનારે વાંકી વળીને મોઢું ધોતી હતી. એવામાં બાઈના હાથમાંથી બાળક છૂટી ગયું અને ઊંડા પાણીમાં પડ્યું. બાળકને બચાવવા બાઈ પાણીમાં પડી, પરંતુ તે પણ ડૂબવા લાગી, આ ઘટના પાસે ઊભેલા દિનારામે જોઈ. સોળ વર્ષની ઉંમરે એને તરતાં આવડતું હતું. વળી તે હિંમતવાળો પણ હતો અને દયાવાળો પણ હતો. એણે તરત પાણીમાં ઝંપલાવ્યું અને એ ડૂબતી બાઈને તથા એના બાળકને બચાવી લીધાં. ગામમાં જ્યારે બધાંને આ ઘટનાની ખબર પડી ત્યારે સૌએ શાબાશી આપવા સાથે દિત્તારામની હિંમતની પ્રશંસા કરી. દિત્તારામ બાળપણથી જ જેમ નીડર હતો તેમ સાચું બોલવાનો આગ્રહી હતો. એનામાં ન્યાયપ્રિયતા પણ હતી. એટલે જ પોતાના ગામમાં છોકરાઓમાં જ્યારે કંઈ ઝઘડો થતો ત્યારે તેઓ સમાધાન કે નિરાકરણ માટે દિત્તારામ પાસે આવતા, કારણ કે તેઓને ખાતરી હતી કે પોતાનો આ દોસ્તદાર જૂઠું નહિ બોલે અને અન્યાય નહિ કરે. એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ. પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસવાલને ત્યાં દિત્તાનો ઉછેર થયો. જોધમલના એક ભાઈનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્થ કરવાં ઇત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એમની પાસે દિક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ. સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી, અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું. આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશક્તિ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ત્રણસો ગાથાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુમહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોશિયારપુર, જીરા, લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો. જેમ જેમ તેમને સંસ્કૃત ભાષા અને વ્યાકરણનો અભ્યાસ થતો ગયો તેમ તેમ આગમના કેટલાક પાઠોના ખોટા અર્થ વિશે તેમના મનમાં સંશય થવા લાગ્યો. એમને પોતાના સંપ્રદાયની જે પોથીઓ વાંચવા મળતી હતી તેમાં કેટલીક જગ્યાએ હરતાલ (પીળા રંગનું દ્રવ્ય) લગાડી શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા હતા. આથી એમની શંકા ઊલટી વધતી હતી. આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથો ભાગ્યે જ મળતા. હસ્તપ્રત-પોથીઓ રૂપે ગ્રંથો મળતા. તે વાંચતાં તેમની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, શાંકરભાષ્ય ઈત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણાબધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઇબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મનાં આગમો અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા ગ્રંથોનું એમણે પરિશીલન કર્યું હતું. એથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી, સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યક્તિ પંજાબમાં ત્યારે દેખાતી ન હતી. ૨૩ ઈ. સ. ૧૯૨૦માં આગ્રામાં એમણે ચાતુર્માસ કર્યું તે વખતે સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષ્ણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ મેળાપ હતો. આત્મારામજી મહારાજના પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પણ થયું કે પોતે ખોટા અર્થો કરી ખોટે માર્ગે આત્મારામજીને દો૨વા ન જોઈએ. એટલે એમણે મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સમાધાન કરાવ્યું અને કહ્યું, ‘ભાઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રભાવક સ્થવિરો ! આપણે સ્થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજાની તું ક્યારેય નિંદા કરતો નહિ.” આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમનો ઘણો ઉપકાર માન્યો. શાસ્ત્રોનું અધ્યયન-મનન આ સંદર્ભમાં ફરી એક વાર આત્મારામજી ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્ય-વિરચિત “શ્રી આચારાંગસૂત્રવૃત્તિ' નામની એક પોથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય સાધુઓ સાથે તેઓ આ વિષે નિખાલસ ચર્ચા કરતા ગયા તેમ તેમ તે તે સાધુઓ એમની સાથે સહમત થતા ગયા. પરંતુ તે સમયના પંજાબના મુખ્ય સ્થાનકવાસી સાધુ અમરસિંઘજીને ભય પેઠો કે રખેને આત્મારામજી જેવા તેજસ્વી મહારાજ બુટેરાયજીની જેમ સંપ્રદાય છોડીને ચાલ્યા જાય. એટલે એમને અટકાવવા તેમણે શક્ય એટલા પ્રયત્નો કર્યા. પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહિ. તે સમયે ખળભળાટ તો ચારે બાજુ ચાલતો હતો અને ઉત્તરોત્તર આત્મારામજી સાથે સહમત થાય એવા સાધુની સંખ્યા વધતી જતી હતી. પોતાને જે સત્યનું દર્શન થયું તે અનુસાર પોતે ધર્મ-જીવન જીવવું જોઈએ એમ સમજી આત્મારામજી મહારાજ ત્યારપછી બીજા સત્તર સાધુઓ સાથે પંજાબથી વિહાર કરી ગુજરાતમાં અમદાવાદમાં પધાર્યા. ત્યાં બુટેરાયજી મહારાજને તથા મૂળચંદજી મહારાજને મળ્યા અને પોતાની સંવેગ પક્ષની દીક્ષા ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ વર્ષના દીક્ષાપર્યાય પછી એમણે મૂળચંદજી મહારાજના કહેવાથી ફરીથી સંવેદપક્ષની દીક્ષા બુટેરાયજી મહારાજ પાસે લીધી. એમનું નામ આનંદવિજય રાખવામાં આવ્યું. એમની સાથે આવેલા બીજા ૧૭ સાધુઓએ પણ નવેસરથી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક મહાન ઐતિહાસિક ઘટના બની. સ્થાનકવાસી સંપ્રદાયમાં એમની પવિત્રતા અને તેજસ્વિતાને કારણે એમને ગુરુ ગૌતમસ્વામીના અવતાર તરીકેનું માન અને સ્થાન મળ્યું હતું તે છોડીને એમણે મૂર્તિપૂજક સંપ્રદાયમાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી, એમાં એમની અપૂર્વ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ ૨૫ ત્યાગભાવના નિહાળી શકાય છે. વિ. સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. ત્યારપછી એમણે રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ પડતી. વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશાં સમતાભાવ રાખતા. પાંચ વર્ષ પંજાબમાં લુધિયાણા, ઝંડિયાલાગુરુ, ગુજરાનવાલા, હોશિયારપુર અને અંબાલામાં ચાતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો. આત્મારામજી મહારાજ કુશાગ્ર બુદ્ધિવાળા હતા, શાસ્ત્રજ્ઞાતા હતા, અસાધારણ તર્કશક્તિ ધરાવતા અને વાદ કરવામાં અત્યંત નિપુણ હતા. સ્વસ્થતાપૂર્વક અને ચિત્તની સમતુલા ગુમાવ્યા વગર તેઓ સમભાવપૂર્વક શાસ્ત્રાર્થ કરતા. એક વખત લુધિયાણામાં એક હાજરજવાબી બ્રાહ્મણ પંડિત બાબુ કિશનચંદે શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. સભા યોજાઈ. કિશનચંદે કરેલા પ્રશ્નોના જવાબ મહારાજશ્રીએ બરાબર આપ્યા. પરંતુ મહારાજશ્રીએ કરેલા પ્રશ્નોના જવાબ કિશનચંદ આપી શકતા નહોતા. એટલે એમના પક્ષના માણસોએ ઘોંઘાટ અને વિતંડાવાદ ચાલુ કરી દીધો. પરંતુ મહારાજશ્રીના પવિત્ર અને સહાનુભૂતિભર્યા વ્યક્તિત્વનો પ્રભાવ એવો પડ્યો કે કિશનચંદે જ પોતાના પક્ષના માણસોને ઘોંઘાટ કરવાની ના પાડી અને પોતાનો પરાજય સ્વીકારી લીધો. કિશનચંદ ત્યારપછી મહારાજશ્રીના પાકા ભક્ત બની ગયા. મહારાજશ્રીના કાળધર્મ પછી પતિયાલામાં એક ઉત્સવમાં મહારાજશ્રીનાં સ્મરણો વિશે બોલવા જતાં કિશનચંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્વસ્થ થયા પછી કિશનચંદે મહારાજશ્રી વિશે એવું સરસ વક્તવ્ય રજૂ કર્યું કે, લોકો મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા. એક વખત એક સ્થાનકવાસી ભાઈએ આવીને મહારાજશ્રીને જિનમંદિર વિશે પ્રશ્ન કરતાં કહ્યું, “મહારાજજી ! આપ કહો છો કે જિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવનાર સમ્યગ્દષ્ટિ જીવ સ્વર્ગમાં જાય છે, તો શું એ સાચું છે ?' મહારાજશ્રીએ કહ્યું, “હા ભાઈ ! શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ એ પ્રમાણે કહ્યું છે.' “તો પછી મંદિર માટે ઈંટપથ્થર લાવનાર ગધેડો પણ સ્વર્ગમાં જવો જાઈએ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રભાવક સ્થવિરો ને ?” “ભાઈ, તમે જિનમંદિરમાં નથી માનતા એટલે એ વાત બાજુ પર રાખીએ. પરંતુ સાધુ-સાધ્વીઓને દાન દેવાના પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે એ તો માનો છો ને ?' જરૂર, બેશક.' કોઈ તપસ્વી સાધુને પારણા માટે કોઈ માણસ ભાવથી દૂધ વહોરાવે તો તેને સ્વર્ગ મળે કે નહિ ?' જરૂર.” “તો પછી એ દૂધ આપનાર ભેંસને પણ સ્વર્ગ મળે કે નહિ ? જો ભેંસને સ્વર્ગ મળે તો ગધેડાને પણ મળે. જો ભેંસને ન મળે તો ગધેડાને પણ ન મળે.' મહારાજશ્રીની તકયુક્ત દલીલ સાંભળી એ ભાઈ ચૂપ થઈ ગયા અને શરમાઈને ચાલ્યા ગયા. પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજ વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા અને ત્યાં તેમણે અમદાવાદ, સુરત, પાલિતાણા, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યો. આ વખતના એમના આગમનથી આ ભવ્ય અને પ્રતાપી મુખમુદ્રાવાળા પ્રખર મેધાવી પંજાબી સાધુ ભગવંતને નિહાળવા અને એમની ઉપદેશ–વાણી સાંભળવા ગામેગામ હજારો લોકો એકત્રિત થતાં. ઠેર ઠેર બહુ મોટા પાયા ઉપર એમનું શાનદાર સ્વાગત થતું. સંઘના, મહાજનના આગેવાનો પાંચ-દશ માઈલ સામે પગે ચાલીને એમનું સ્વાગત કરવા જતા. પાલિતાણામાં એમને આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પ્રવાસનાં અલ્પતમ સાધનોના એ જમાનામાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાંથી પાંત્રીસ હજારથી વધુ માણસો એકત્ર થયા હતા. તેઓને હવે વિજયાનંદસૂરિ તરીકે જાહેર કરવામાં આવ્યા, પરંતુ લોકોની જીભે તો “આત્મારામજી' નામ જ ચડેલું રહ્યું. - પાંચ વર્ષ ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા. અમદાવાદના શ્રેષ્ઠિઓ સાથે વાત થઈ હતી તે મુજબ પૂ. મહારાજશ્રીની ભાવના અનુસાર આણંદજી કલ્યાણજીની પેઢીએ અમદાવાદથી અને પાલિતાણાથી દોઢસોથી વધુ જિનપ્રતિમાઓ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ પંજાબનાં જિનમંદિરોનાં નિર્માણ માટે મોકલી આપી. પંજાબનાં કેટલાંક મુખ્ય નગરોમાં એમના હસ્તે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. પંજાબમાં આનંદોલ્લાસનું એક મોજું ફરી વળ્યું. વિ. સં. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધીનાં સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી જાગૃતિ આણી. આત્મારામજી ઉદાર દૃષ્ટિના હતા. સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા. એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યો. એટલું જ નહિ જેન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચારે ધર્મના લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેર ઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા; હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા. એમના ઉપદેશથી કેટલાયે લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. એમનામાં સામી વ્યક્તિને સમજાવવાની શક્તિ ઘણી સારી હતી. તેઓ પોતાના વર્તનમાં અભિમાન દાખવતા નહિ. તેઓ વ્યવહારકુશળ અને સ્વતંત્ર પ્રકૃતિના હતા. તેમનામાં ગજબની વિનોદવૃત્તિ પણ રહેલી હતી. પોતાના શિષ્યો પાસે જેમ કડક શિસ્તપાલન, સંયમપાલન કરાવતા તેમ પોતે વિનોદવૃત્તિ દાખવી હળવા બનતા અને બીજાઓને હળવાશનો અનુભવ કરાવતા. પંજાબ અને રાજસ્થાનમાં એ દિવસોમાં જૈન સાધુઓ કરતાં જેને યતિઓનું જોર ઘણું મોટું હતું. ગૃહસ્થાશ્રમી યતિઓ જુદાં જુદાં રાજ્યોમાં રાજાઓનો આશ્રય પામવાને કારણે જ્યોતિષ, આયુર્વેદ, મંત્ર-તંત્ર ઈત્યાદિ વડે રાજાઓનાં મન જીતી લઇને એમની પાસે ધાર્યું કરાવતા. રાજ્ય પાસેથી કેટલીક સત્તા ધર્મના ક્ષેત્રે તેઓ મેળવતા. એથી કેટલાંક નગરોમાં યતિઓની આજ્ઞા વગર સાધુઓથી ચાતુર્માસ થઈ શકતું નહિ. યતિઓના નિવાસસ્થાન પાસેથી પસાર થતાં સાધુઓએ યતિઓને વંદન કરવા જવું પડતું. સામૈયા કે ઉજમણાના પ્રસંગો માટે પણ યતિઓની આજ્ઞા મેળવવી પડતી અથવા રાજની આજ્ઞા યતિઓની સંમતિ મળ્યા પછી જ મળતી. આત્મારામજી મહારાજે પોતાની પ્રકાંડ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રભાવક સ્થવિરો વિદ્વત્તાથી કેટલાક રાજવીઓને જૈન સાધુપરંપરાનું ગૌરવ સમજાવીને નીડરતાથી, લોકોના પ્રેમભર્યા સહકારથી અને રાજાઓની સંમતિથી યતિઓનો સામનો કરી એમનું જોર ઘણું નરમ કરી નાખ્યું હતું. સાધુઓને માથે ચડી બેઠેલી યતિ–સંસ્થાના પાયા આત્મારામજીએ હચમચાવી નાખ્યા હતા. આ પણ એમની જેવીતેવી સિદ્ધિ નહોતી. બીજી બાજુ, જે યતિઓ સમજદાર અને શાસ્ત્રજ્ઞાતા હતા તેમને મહારાજશ્રી સામેથી મળવા જતા અને તેમની સાથે સુમેળ સ્થાપતા. આત્મારામજી મહારાજનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રશસ્ત લલાટ, ચહેરા ઉપર અલૌકિક તેજ, દીર્ઘ નયન, સર્વ જીવોને અભય આપવાની શોભાવાળું મુખમંડળ અને સમગ્ર દેહમાં દેવી તેજ-એ એમના ભરાવદાર શરીરની લાક્ષણિકતા હતી. તેઓ નીડર હતા અને ક્ષત્રિય હતા એટલે શારીરિક તાકાત પણ ધરાવતા. એક વખત મારવા આવેલા એક તલવારધારી ભીલનું કાંડું પકડીને વનવગડામાંથી ગામમાં એને ઢસડી ગયા હતા. તેઓ પ્રત્યુત્પન્ન મતિવાળા પણ હતા. એક વખત એક જંગલમાંથી પોતાના શિષ્યો સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં દૂરથી બહારવટિયાઓનો અવાજ સંભળાયો. તેમણે તરત પોતાના શિષ્યોને બબ્બેની હારમાં ચાલવા કહ્યું અને દરેકને પોતાનો દંડ (લાકડી) રાઈફલની જેમ ખભે રાખવાનું કહ્યું. બહારવટિયાઓને દૂરથી એમ લાગ્યું કે આ કોઈ બંદૂકધારી સૈનિકો કૂચ કરતા ચાલ્યા આવે છે એટલે તરત તેઓ નાસી ગયા હતા. આત્મારામજી મહારાજમાં વિનયનો ગુણ કેટલો મોટો હતો તે વિષે ભાવનગરના તે સમયના સુપ્રતિષ્ઠિત ધર્માનુરાગી શ્રાવક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાએ ત્રણેક પ્રસંગો નોંધ્યા છે. બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લેતી વખતે બુટેરાયજીના શિષ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય થવાની ઇચ્છા આત્મારામજીએ વ્યક્ત કરી હતી. પરંતુ મૂલચંદજી મહારાજનો પણ વિનય ગુણ એટલો મોટો હતો. આત્મારામજી બુટેરાયજીના જ શિષ્ય થાય તે વધુ યોગ્ય છે એવો આગ્રહ એમણે રાખ્યો હતો. આથી મૂલચંદજી મહારાજ એમના ગુરુ નહિ પણ વડીલ ગુરુબંધુ થયા. પંજાબમાં પોતાની તબિયત બગડી તે વખતે આત્મારામજીને બેશુદ્ધ અવસ્થામાં લુધિયાણાથી અંબાલા લઈ જવામાં Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ ૨૯. આવ્યા ત્યારે શુદ્ધિ આવતાં તેમણે, પોતે શાસ્ત્રજ્ઞાતા હોવા છતાં, મૂલચંદજી મહારાજને પત્ર લખીને એમની પાસે આલોયણા મંગાવી હતી. મૂલચંદજી મહારાજ ગણિ હતા અને દીક્ષા પર્યાયમાં એમનાથી મોટા હતા, પરંતુ પોતાને આચાર્યની પદવી મળી તે પછી પણ આત્મારામજી મહારાજે મૂલચંદજી મહારાજ પ્રત્યે એટલો જ વિનય દાખવ્યો હતો. સંવેગી દીક્ષા પછી પોતાના શિષ્યોને વડી દીક્ષા કે પદવી આપવાની હોય તો પોતે આચાર્ય હોવા છતાં ન આપતાં અને તે મૂલચંદજી મહારાજ પાસે જ અપાવતા. એવી જ રીતે એક વખત આત્મારામજી મહારાજ ભાવનગરમાં વૃદ્ધિચંદ્રજી મહારાજને મળવા આવ્યા ત્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ હજુ મુનિ હતા અને પોતે આચાર્ય તયા હતા. ત્યારે અગાઉની જેમ જ તેમણે વૃદ્ધિચંદ્રજીને ખમાસણાં દેવાપૂર્વક વંદન કર્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે ના પાડી ત્યારે તેમણે કહ્યું, “તમે મારાથી મોટા છો. હું આચાર્ય થયો છું તે શ્રાવકોને માટે. તમારો તો હું સેવક જ છું.” એક વખત ગુજરાતના બે યુવાનો લુધિયાણામાં તેમની પાસે દીક્ષા લેવા ગયા. તેઓ દીક્ષાને માટે અયોગ્ય હતા એવું જણાતાં અમદાવાદથી શેઠ દલપતભાઈ ભગુભાઈએ મહારાજશ્રીને પત્ર લખ્યો. પરંતુ પત્ર મોડો પહોંચ્યો અને દીક્ષા અપાઈ ગઈ હતી. તે વખતે મહારાજશ્રીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. બીજો પ્રસંગ ગુરુબંધુ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથેનો છે. શારીરિક અશક્તિને કારણે વૃદ્ધિચંદ્રજી મહારાજ ભાવનગરમાં સ્થિર વાસ કરીને રહ્યા હતા. ત્યારે તેમને મળવા, વંદન કરવા આત્મારામજી ગયા હતા. તે સમયે તેઓ પોતે પાટ ઉપર બેઠા નહિ. સામે નીચે બેસી ગયા. પરંતુ વૃદ્ધિચંદ્રજીએ આજ્ઞા કરી ત્યારે જ પાટ ઉપર બેઠા અને એમની આજ્ઞા થતાં તેમણે લોકોને માંગલિક સંભળાવ્યું. આત્મારામજીના વિનય-ગુણના પ્રસંગો એમના શિષ્યો-પ્રશિષ્યોએ પણ નોંધ્યા છે. પોતાનાથી દીક્ષા પર્યાયમાં જે કોઈ મોટા હોય (પછી ભલે પદવીમાં નાના હોય) તો પણ આત્મારામજી એમને વંદન કરતા. સામી વ્યક્તિ વંદન કરવાને ના પાડે તો પણ પોતે વંદન કર્યા વગર રહેતા નહિ. આત્મારામજી મહારાજની શારીરિક તાકાત અને કરુણાનો એક પ્રસંગ નોંધાયો છે. તેઓ જ્યારે ભાવનગરમાં હતા ત્યારે શૌચક્રિયા માટે દરિયાકિનારા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્રભાવક સ્થવિરો તરફ ફરતા હતા ત્યાં જોયું તો થોડે દૂર કમલવિજયજી તથા જશવિજયજી મહારાજ લાકડાંની બે ભારીઓની વચ્ચે ફસાઇને પડેલા એક ગધેડાને કાઢવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ કાઢી શકતા નહોતા. એ વખતે આત્મારામજી મહારાજે પોતાના ચોલપટ્ટાને લંગોટની જેમ વાળી, પૂરી તાકાતથી લાકડાંની ભારી સાથે ગધેડાને ઊંચકીને એવો દૂર ફંગોળ્યો કે ગધેડાનો પગ છૂટો થઈ ગયો અને ઊભો થઇને તે ચાલવા લાગ્યો હતો. આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહિ. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે, “હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.” મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું. એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહાર સમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે માંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠિઓએ કહ્યું કે, “નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ. પરંતુ એમણે કહ્યું કે, “નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક, અમારે મન બધા સરખા છે; વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું. એટલે અમે તો વિહાર કરી દઈશું.” એમણે વિહાર કર્યો ત્યાં જ શેઠ પ્રેમાભાઈ આવી પહોંચ્યા. તેમણે મહારાજશ્રીનું માઠું ન લગાડ્યું. પરંતુ મોડા પડવા બદલ ક્ષમા માગી. એવો જ એક પ્રસંગ વડોદરામાં બન્યો હતો. શ્રી આત્મારામજી મહારાજ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ ૩૧ વડોદરાથી છાણી વિહાર કરીને જવાના હતા. એમણે વ્યાખ્યાનમાં પોતાનો વિહાર જાહેર કરી દીધો હતો. એ વખતે કલકત્તાના ધનાઢય અને જૈન આગેવાન બાબુ બદ્રીદાસજી એમની વાણી સાંભળવા કલકત્તાથી વડોદરા આવી પહોંચ્યા. મહારાજશ્રીની વિહારની વાત સાંભળી તેમણે મહારાજશ્રીને એક દિવસ વધુ વડોદરામાં રોકાઈ જવા કહ્યું. જૈન સમાજના આવા મોટા શ્રીમંત આગેવાન માટે રોકાવું કોને ન ગમે ? પરંતુ મહારાજશ્રીએ એમને પ્રેમપૂર્વક જણાવી દીધું કે “અમારો વિહાર નક્કી થઈ ગયો છે. એમાં ફેરફાર નહિ થાય. માટે વ્યાખ્યાન સાંભળવું હોય તો તમે છાણી આવો.” એટલે બાબુ બદ્રીદાસજી છાણી ગયા અને ત્યાં એમણે મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું. મહારાજશ્રીની પ્રતિભા એટલી મોટી હતી કે શેઠ બદ્રીપ્રસાદે એ બાબતમાં કંઈ માઠું લગાડ્યું નહિ, બલકે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. આત્મારામજી મહારાજ સાચા ત્યાગી હતા એટલે તેઓ શ્રીમંતો તરફ પૂરો સભાવ રાખતા, પણ શ્રીમંતોની શ્રીમંતાઈથી તેઓ અંજાતા નહિ કે તેમના તરફ પરાધીનતાનો ભાવ ધરાવતા નહિ. - શ્રી આત્મારામજી મહારાજની હાજરજવાબીનો એક સરસ પ્રસંગ પણ નોંધાયેલો છે. આત્મારામજી એક સરદાર યોદ્ધાના પુત્ર હતા. એટલે એમનો દેહ કદાવર, સશક્ત, ખડતલ, ઊંચો અને ભરાવદાર હતો. દેખાવે તેઓ પહેલવાન જેવા લાગતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજા કુસ્તીબાજને કહ્યું, “આજે આપણા અખાડા તરફ આ કોઈ એક નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.” આત્મારામજીએ એ મજાક સાંભળી. તેઓ પણ નિર્દોષ મજાક કરવામાં નિપુણ હતા. એમણે હસતાં હસતાં એને કહ્યું, “ભાઈ, હું કુસ્તીબાજ છું એ વાત સાચી છે. પરંતુ હું દેહ સાથે નહિ, પણ ઇન્દ્રિયો સાથે કુસ્તી લડી રહ્યો છું, અને તેમાં વિજય મેળવવાની મારી આકાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.” આત્મારામજીનો જવાબ સાંભળી પેલો કુસ્તીબાજ શરમિંદો બની ગયો. શ્રી આત્મારામજી મહારાજ પોતે આપેલું વચન પાળવાના આગ્રહી હતા અને એ માટે જે કંઈ કષ્ટ સહન કરવાનું આવે તે સહન કરતા. એવી રીતે પોતાના શિષ્યો પાસે પણ વચનપાલન કરાવતા. એક વખત એમના એક શિષ્ય શ્રી હર્ષદવિજયજી મહારાજે ઘોઘાના સંઘને ચાતુર્માસ માટે હા પાડી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રભાવક સ્થવિરો પરંતુ પછીથી એમને બીજા સ્થળે વધારે સારું ચાતુર્માસ થાય એવી વિનંતી થઈ એટલે એમણે ઘોઘાના ગૃહસ્થોને ના પાડી. એ વાત આત્મારામજી મહારાજ પાસે આવી. એમણે હર્ષવિજયજીને કહ્યું કે, “તમે વચન આપ્યું છે એટલે હવે તમારે ઘોઘા જ ચોમાસું કરવું જોઈશે.' વળી એમણે હર્ષવિજયજીને કહ્યું, “વચન આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. પણ વચન આપ્યા પછી તેનું પાલન કરવું જ જોઈએ. તમારા શબ્દોની જો તમે જ કિંમત નહિ કરો, તો પછી તમારા શબ્દોની કોઈ જ કિંમત નહિ કરે.” એમની આજ્ઞાનુસાર હર્ષવિજયજીએ એ ચાતુર્માસ ઘોઘામાં જ કર્યું. આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, “ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને પાત્ર નથી એમ સમજવું જોઈએ.” આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુક્ત દલીલ સાથે એ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી. - ઈ. સ. ૧૮૯૩માં અમેરિકાના ચિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા થયા હતા. પરંતુ જેન સાધુઓ સમુદ્ર પર જતા ન હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બૅરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યા. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ રહ્યા હતા. વીરચંદ રાઘવજીએ પરિષદમાં મહત્ત્વનો ભાગ લીધો, એટલું જ નહિ પણ અમેરિકામાં બીજાં અનેક સ્થળોએ જૈન ધર્મ વિષે મનનીય વ્યાખ્યાનો આપ્યાં અને જૈન ધર્મનો ઘણો સારો પ્રભાવ પાડ્યો હતો. શિકાગો પરિષદ નિમિત્તે “શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રન્થ આત્મારામજીએ તૈયાર કર્યો હતો. એમાં ઈશ્વર સંબંધી જેન ધર્મની માન્યતા બીજા ધર્મની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમર્થ દલીલો સાથે સમજાવ્યું છે. - પૂ. આત્મારામજી મહારાજના સમયમાં એમના જેટલો શાસ્ત્રાભ્યાસ અને એમના જેટલી વિદ્વત્તા અને તર્કપટુતા ભાગ્યે જ કોઈની હશે. જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે ધર્મના વિવિધ ગ્રન્થોના હજારો શ્લોક એમને કંઠસ્થ હતા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ જૈન ધર્મ વિષે કંઈ જાણવું હોય તો અથવા કંઈ શંકાનું સમાધાન મેળવવું હોય તો એમની પાસે આવતા. રુડોલ્ફ હર્નલ નામના પાશ્ચાત્ય વિદ્વાને પોતાનો ગ્રન્થ આત્મારામજી મહારાજને અર્પણ કર્યો છે અને એની અર્પણપત્રિકા સંસ્કૃત ભાષામાં શ્લોક-રચના કરીને મૂકી છે એ ઉપરથી પણ આત્મારામજી મહારાજની વિદેશોમાં ત્યારે પ્રસરેલી ખ્યાતિનો ખ્યાલ આવી શકશે. આત્મારામજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી પંજાબમાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યો અને શુદ્ધ સનાતન જૈન ધર્મનો બોધ આપો તેના પરિણામે પંજાબના જૈનોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઘણો ઘટી ગયો. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સરસ સુમેળ સ્થપાયો. તે સમયે રાજસ્થાનમાં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા હતા. કેટલાક લોકો એમ ઇચ્છતા હતા કે સમકાલીન, સમવયસ્ક જેવા, દેખાવે પણ એકબીજાને મળતા આવે તેવા આ બંને મહાપુરુષો એકબીજાને મળે તો સારું. આત્મારામજીએ દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનો સમય આપ્યો. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઇચ્છા હોવા છતાં એકબીજાને મળી શક્યા નહિ. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજી મહારાજને જો દયાનંદ સરસ્વતી મળ્યા હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત. આત્મારામજી મહારાજ તે સમયે મોહનલાલજી મહારાજના સંપર્કમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રભાવક સ્થવિરો પણ આવ્યા હતા અને એમનાં ત્યાગ-વૈરાગ્ય તથા શાસ્ત્રજ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા. સુરતનું પોતાનું ચાતુર્માસ પૂરું થયું અને સંઘના આગેવાનોએ જ્યારે એમ કહ્યું કે, “આપના જેવા તેજસ્વી મહાત્મા હવે અમને કોઈ નહિ મળે' ત્યારે એમણે કહ્યું, “મોહનલાલજી મહારાજ મારા કરતાં પણ વધારે જ્ઞાની છે અને તેજસ્વી છે, તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો.” આમ, તેઓ બીજાની શક્તિની કદર કરનારા, ઉદાર દિલના હતા. એને લીધે જ મોહનલાલજી મહારાજને આત્મારામજી મહારાજ પ્રત્યે હંમેશાં અપાર પ્રેમ-સદ્ભાવ રહ્યો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર આવ્યા ત્યારે પોતે પોતાના શિષ્યો સાથે ગોચરી વાપરવાની તૈયારી કરતા હતા તે બંધ રાખીને તેમણે તરત દેવવંદન કર્યું હતું. આત્મારામજી મહારાજની વ્યાખ્યાનશૈલી પણ અનોખી હતી. તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમની ગુજરાતી મિશ્રિત હિંદી ભાષા અત્યંત મધુર લાગતી. તેમનો અવાજ બુલંદ હતો. તેમનાં વ્યાખ્યાનો વિદ્વત્તાથી સભર છતાં સામાન્ય શ્રોતાજનોને રસ પડે એવાં હતાં. તેમની વાણીમાં ઉત્સાહ, પ્રેરણા, ધગશ વરતાતાં. પરંતુ એ બધાં ઉપરાંત અનુભવીઓ કહેતા કે એમની વાણીમાં સંગીતની સુરાવટ પણ જણાતી, કારણ કે તેઓ લયબદ્ધ અને તાલબદ્ધ શબ્દો ઉચ્ચારતા. એમાં રહેલી સંગીતની સ્વરબદ્ધતાની આછી ઝણઝણાટી શ્રોતાઓનાં દિલને ડોલાવતી. આત્મારામજી મહારાજ વિષમ પરિસ્થિતિને પણ આશાવાદી દૃષ્ટિથી જોતા અને તેનો પણ પોતાની સૂક્ષ્મ અને પ્રત્યુત્પન્નમતિથી વિશિષ્ટ રીતે અર્થ ઘટાવતા. એ દિવસોમાં વિહારમાં સાધુઓને ઘણી તકલીફ પડતી તો તે પરીષહ સમભાવપૂર્વક સહન કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપતા. ઉનાળાના દિવસોમાં પંજાબનાં નાનાં ગામડાંઓમાં પાણીની અછત રહેતી અને શ્રાવકોનું ઘર ન હોય એવા ગામમાંથી ઉકાળેલું પાણી તો મળતું જ નહિ. એક વાર એક ગામમાંથી પાણી ન મળ્યું અને કોઈએ છાશ પણ ન વહોરાવી ત્યારે ગામના મુખીને ત્યાંથી જોઈએ તેટલી છાશ મળી તે વખતે એ પ્રસંગનો પરમાર્થ શિષ્યોને સમજાવતાં એમણે કહ્યું કે, મુખીની છાશ એ જૈન દર્શન છે, અને ગામના લોકોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીને મરીમસાલા નાખ્યા Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ હોય એ અન્ય દર્શનો છે. આત્મારામજી મહારાજે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉગ્રવિહાર કર્યો. વ્યાખ્યાનપ્રવૃત્તિ ઉપરાંત તેમના દ્વારા, તેમની પ્રેરણાથી અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ થતી. અનેક વ્યક્તિઓ વંદન, દર્શન કે મુલાકાત માટે આવતી. પોતાની દૈનિક ધાર્મિક ક્રિયાઓ કરવા ઉપરાંત પોતાના શિષ્યોને રોજ નિયમિત તેઓ શાસ્ત્રાભ્યાસ કરાવતા. પોતાના શિષ્યોને પણ તેમણે સંસ્કૃત ભાષામાં એટલા સરસ તૈયાર કર્યા હતા કે કેટલીક વખત તેઓ બધા માંહોમાંહે સંસ્કૃતમાં જ ચર્ચા કરતા. આટલી બધી પ્રવૃત્તિઓ છતાં આત્મારામજી મહારાજ સમય કાઢીને પોતાનું લેખનકાર્ય પણ કરતા રહ્યા હતા. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા ઉપર એમનું એવું અસાધારણ પ્રભુત્વ હતું કે પોતે ધાર્યું હોત તો પોતાના બધા ગ્રંથો સંસ્કૃત કે અર્ધમાગધી પ્રાકૃતમાં લખી શક્યા હોત. પરંતુ પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાની ભાવનાને લક્ષમાં રાખી એમણે પોતાના ગ્રંથો હિન્દી ભાષામાં લખ્યા હતા. પોતાના સમયમાં લોકોની શાસ્ત્રાભ્યાસ માટેની, શાસ્ત્રગ્રંથો વાંચવા-સાંભળવા માટેની રુચિ ઓછી હતી તે વિશે ટકોર કરતાં એમણે કહેલા શબ્દો આજે પણ એટલા જ સાચા છે. તેઓ કહેતા કે ‘શ્રાવક-વાણિયા લોકોની બે ઇન્દ્રિયો બહુ સતેજ છે. એક નાક અને બીજી જીભ. પોતાનું નાક રાખવા ખાતર લગ્ન અને બીજા સામાજિક પ્રસંગે માણસો ધામધૂમપૂર્વક ખર્ચો કરી વાહવાહ બોલાવે છે, અને પોતાની જીભના સ્વાદને ખાતર કંઈક નિમિત્ત મળતાં મોટા મોટા જમણવારો કરે છે. પરંતુ નાક અને જીભ કરતાં શ્રાવકોએ પોતાની શ્રવણેન્દ્રિયને અને નયનેન્દ્રિયને વધુ સતેજ કરવાની જરૂર છે કે જેથી શાસ્ત્રગ્રંથો વાંચવા ગમે, તત્ત્વમાં રુચિ જન્મે અને ધર્મચર્ચા સાંભળવી ગમે.’ આત્મારામજી મહારાજે એટલા માટે જ જિનમંદિરોના નિર્માણની સાથે સાથે સરસ્વતીમંદિરો ઊભાં કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેઓ માનતા કે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો બરાબર અભ્યાસ કરીને માણસ જો મૂળ ભાષામાં શાસ્ત્રગ્રંથો ચીવટપૂર્વક વાંચે તો એની બધી શંકાઓનું સમાધાન થઈ જાય. એમણે લખેલા ગ્રંથો આ પ્રમાણે છેઃ જૈન તત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રભાવક સ્થવિરો તત્ત્વનિર્ણયપ્રાસાદ, સમ્યકત્વશલ્યોદ્વાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશ બાવની, જૈન મતવૃક્ષ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઈસાઇમત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણયઃ ભા. ૧લો અને ૨જો. આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સક્ઝાયોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં એમણે જૈન ધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. “જૈન તત્ત્વાદર્શ” નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જેન ધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઈત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને કરી છે અને તેમાં રહેલી મિથ્યાત્વભરેલી અજ્ઞાન વિચારણાનું વિવેચન કરી, બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય વગેરે દર્શનનોની મુક્તિના સ્વરૂપની વિચારણાનું વિશ્લેષણ કરી જેને દર્શનના સિદ્ધાંતો કેવા અબાધિત અને દોષરહિત છે તે બતાવ્યું છે. “ચતુર્થસ્તુતિનિર્ણય' નામના ગ્રંથમાં એમણે ત્રણ થાય (સ્તુતિ) નહિ પણ ચાર થોય જ શાસ્ત્રોક્ત છે એ પૂર્વાચાર્યોકૃત વ્યાસી ગ્રંથોના આધારો ટાંકીને સિદ્ધ કરી બતાવ્યું છે. સમ્યકત્વશલ્યોદ્વાર' નામના ગ્રંથમાં જૈન ધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે તે એમણે આગમગ્રંથો અને ઈતિહાસમાંથી પુરાવા આપી સિદ્ધ કરી બતાવ્યું છે. તેઓ કવિ હતા, એટલે એમણે વિવિધ પૂજાઓ અને સ્તવનોની રચના હિન્દી ભાષામાં કાવ્યમાં કરી છે. એમાં એમની શાસ્ત્રીય સંગીતની જાણકારી ઉપરાંત જૈન શાસ્ત્રોના સિદ્ધાંતોને લોકભાષામાં વણી લેવાની ખૂબી પણ જોવા મળી છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દી ભાષામાં સૌપ્રથમ તેમના તરફથી આપણને સાંપડે છે. આત્મારામજી મહારાજે પોતે રચેલા સાહિત્ય દ્વારા જૈનશાસનની બજાવેલી અનન્ય સેવાની સુવાસ અનેક વર્ષો સુધી મહેકતી રહેશે. શ્રી આત્મારામજી મહારાજ મંત્રવિદ્યાના પણ ઘણા સારા જાણકાર તથા ઉપાસક હતા. આ માહિતી એમના એક વિદ્વાન શિષ્ય શાંતિવિજય દ્વારા યતિ શ્રી બાલચંદ્રાચાર્યને મળી હતી. શ્રી શાંતિવિજય પાસે રોગોપહારિણી, Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ અપરાજિતા, સંપાદિની વગેરે વિદ્યાઓ હતી અને તેની પ્રતીતિ યતિ શ્રી બાલચંદ્રાચાર્યને થતાં તેમણે શ્રી શાંતિવિજયને આ વિદ્યાઓ કોની પાસેથી મેળવી એવું પૂછ્યું ત્યારે શ્રી શાંતિવિજયે અંગત ખાનગી રીતે જણાવ્યું હતું કે એમને એ વિદ્યાઓ એમના ગુરુ શ્રી આત્મારામજી પાસેથી મળી હતી. શ્રી આત્મરામજી મહારાજને આ વિદ્યાઓ કોની પાસેથી મળી હતી એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેડતામાં એક વયોવૃદ્ધ યતિ ઘણી મંત્રવિદ્યાઓ જાણતા હતા, પરંતુ પાત્રતા વગરની કોઈ વ્યક્તિને તેઓ આપવા નહોતા ઈચ્છતા. શ્રી આત્મારામજીને જોતાં જ તેમને પોતાના યોગબળથી લાગ્યું કે આ બાળબ્રહ્મચારી તેજસ્વી સાધુને એ મંત્રવિદ્યાઓ આપી શકશે. એ એવી સિદ્ધ વિદ્યાઓ હતી કે માત્ર પઠન કરવાથી પણ સિદ્ધ થઈ શકતી હતી. યતિશ્રીએ જ્યારે એ વિદ્યાઓ શ્રી આત્મારામજી મહારાજને આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહિ કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે. શ્રી શાંતિવિજય ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિને એમણે એ વિદ્યાઓ આપી હતી એવું મનાય છે. આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બીકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાન એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી. પરંતુ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા-પિતા અને સગાંસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ જાહેર થઈ ગયો હતો. પરંતુ માતાપિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં અને વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતા ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ છે. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. મને એમ લાગે છે કે દીક્ષા અપાવી જોઈતી હતી.” યતિની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, ભલે તમારી જો એવી જ ઈચ્છા હોય તો હવે નિર્ધારિત સમયે દીક્ષા અપાશે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રભાવક સ્થવિરો જ.’ એમ કહ્યા પછી ત્રણચાર દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે યુવાનનાં માતા-પિતાએ સામેથી રાજીખુશીથી આવીને પોતાના દીકરાને દીક્ષા આપવા સંમતિ આપી અને એ પ્રમાણે નિર્ધારિત સમયે દીક્ષા ધામધૂમ સાથે અપાઈ. એ જોઈ મહારાજશ્રીની મંત્રશક્તિની યતિશ્રીને પ્રતીતિ થઈ હતી. આત્મારામજી મહારાજ કેટલાંક વર્ષથી પંજાબમાં વિચરતા રહ્યા હતા. હવે તેમની ઈચ્છા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી. પરંતુ વિ. સં. ૧૯૫૩નું ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં નક્કી થયું હતું. તેઓ વિહાર કરતાં કરતાં ગુજરાનવાલા આવી પહોંચ્યા, પરંતુ માર્ગમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલો ઉગ્નવિહાર એમનાથી હવે થતો ન હતો. તરત થાક લાગી જતો, હાંફ ચડતો. ગુજરાનવાલામાં ૧૯૫૩ના જેઠ સુદી સાતમના રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે તેઓને એકદમ શ્વાસ ચઢ્યો. એમની નિદ્રા ઊડી ગઈ. તેઓ આસન ઉપર બેઠા. તેમના શિષ્યો અને ભક્તો એમની પાસે દોડી આવ્યા. આસન ૫૨ બેસી ‘અર્જુન્, અર્જુન્, અર્જુન,' એમ ત્રણ વાર મંત્રોચ્ચાર કરી તેઓ બોલ્યાઃ લ્યો ભાઈ, અબ હમ ચલતે હૈ, સબકો ખમાતે હૈ.' આટલું વાક્ય બોલી તેમણે આંખો મીંચી દીધી. થોડીક ક્ષણોમાં તેમના ભવ્યાત્માએ દેહ છોડી દીધો. એમના કાળધર્મના સમાચાર સમગ્ર ભારતમાં સેંકડો તાર દ્વારા પ્રસરી ગયા. શ્રી આત્મારામજી મહારાજના બધા શિષ્યો વડોદરાના શિષ્યો પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, શ્રી હર્ષવિજયજી વગેરેનું સ્થાન મહત્ત્વનું હતું. અને તેમાં પ્રશિષ્ય વલ્લભસૂરિ મહારાજનું નામ સૌથી મહત્ત્વનું હતું. વડોદરાના આ છગન નામના કિશોરને રાધનપુરમાં દીક્ષા આપ્યા પછી એમનું મુનિ વલ્લભવિજય એવું નામ રાખવામાં આવ્યું હતું. ગુરુએ એમની કુશાગ્રબુદ્ધિ, દૃઢ ચારિત્ર્યપાલન તથા વ્યવહારદક્ષતા પારખી પોતાના આ શિષ્યને શાસ્ત્રાભ્યાસમાં સારી રીતે તૈયાર કર્યા હતા. અને એમની સમજશક્તિ, જવાબદારી વહન કરવાની શક્તિ, સમુદાયને જાળવવાની આવડત વગેરે જોઈને આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની જવાબદારી વલ્લભસૂરિને સોંપી હતી. ‘મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે' એવા એમના કથનને વલ્લભસૂરિએ પંજાબમાં ઘણાં વર્ષ વિહાર કરીને, અનેક ધાર્મિક તેમજ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિ મહારાજ સમાજોપયોગી કાર્યો કરીને સર્વ રીતે સાર્થક કરી બતાવ્યું હતું. એમણે પોતાના ગુરુ આત્મારામજીનું નામ અનેક રીતે રોશન કર્યું હતું. - સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં તેમણે અદ્ભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારનાં ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યા. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યક્તિઓ, કુટુંબો, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે એમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ. “આત્મારામજી' અને “વિજય આનંદસૂરિ' એ બંને નામોનો સમન્વય કરી “આત્માનંદ'ના નામથી શાળાઓ, કૉલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં ઊલટભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષતઃ પંજાબના લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. પ્રવર્તક શ્રી કાંતિવિજયજીએ એમને અંજલિ આપતા પદમાં લખ્યું છે: વિજયાનંદસૂરિ મહારાજ, જય જય રહો સદાનંદ મેં; પરમ મંત્ર ગુરુ નામ હે, સાચો આતમરામ; તીન લોકકી સંપદા, રહનેકો વિશ્રામ. xx x વીરજિનંદકી વાણી માની, ગુરુગમ અખીયાં અંજનમેં; સંજમરાજ કીયો શિરભૂષણ, મોહરાજ દલ ખંડનમેં. xxx વિષયવિરાગી, પરિગ્રહત્યાગી, ધૂલ પડી કહે કંચનમેં; નમન કરત હે નરપતિ યતિપતિ, જનમ સફળ લહે વંદનમેં. વિજયાનંદસૂરિ મહારાજા, જય જય રહો સદાનંદનમેં. કાંતિવિજય ગુરુ ચરણકમલમેં વંદન હોવે અનંત મેં. આત્મારામજી મહારાજ જેવી મહાન જૈનપ્રતિભા છેલ્લા દોઢ-બે સૈકામાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० પ્રભાવક સ્થવિરો બીજી કોઈ જોવા નહિ મળે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપર એમનો પ્રભાવ ઘણો મોટો રહ્યો છે. એમના કાળધર્મ પછી એમની પ્રતિમાની કે પાદુકાની સ્થાપના અનેક સ્થળે કરવામાં આવી છે. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ ઉપર પણ એમની પ્રતિમાની સ્થાપના કરવાનું એ સમયના ભક્તોએ અને એ તીર્થોના વહીવટકર્તાઓએ નક્કી કર્યું એ એમના તરફની લોકભક્તિ કેટલી બધી દઢ અને મોટી હતી તેની પ્રતીતિ કરાવે છે. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, “આત્મારામજી પરમ બુદ્ધિશાળી હતા. શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધાં કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકાર પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું તે જ બતાવે છે કે તે શાંત ક્રાંતિકાર હતા. ક્રાંતિકારની પ્રેરણાએ જ એમને જૂના ચીલે ચાલવાની ના પાડી. રૂઢિના ચીલા એમણે ભૂસ્યા. ત્રીસેક વર્ષ વધુ જીવ્યા હોત તો ક્ષત્રિયોચિત ક્રાંતિવૃત્તિ એમને કઈ ભૂમિકાએ લઈ જાત તે નથી કલ્પાતું.' શ્રી આત્મારામજી મહારાજના એક શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં કલ્યાણ મંદિરસ્તવ-ચરણપૂર્તિસ્વરૂપ ૪૪ શ્લોકમાં તથા પ્રશસ્તિના પાંચ શ્લોકમાં અંજલિરૂપ મનોહર રચના કરી છે, જેના આરંભના બે શ્લોક નીચે પ્રમાણે છેઃ श्रेयः श्रियां विमलकेलिगृहं विकाशि पादारविन्दयुग्लं नृसुरोधसेव्यम् । भव्याङ्गिनां भवमहार्णवतारणाय पोतायमानभिनम्य जिनेश्वरम्य ।। कीर्ति: सितांशुसुभगा भुवि पोस्फुरीति यस्यानधं चरिकरीति मनो जननाम् । आनन्दपूर्वविजयान्तगसूरिभर्तु स्तस्याहमेप किल संस्तवनं करिष्ये ।। Page #54 -------------------------------------------------------------------------- ________________ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ Page #56 -------------------------------------------------------------------------- ________________ [[૩]|| શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ વિક્રમની ઓગણીસમી સદીના મહાન જૈન પ્રભાવક સ્થવિરોમાં પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજસાહેબનું સ્થાન અનોખું છે. પંજાબીઓની આંખની કીકી તરીકે જેમને ઓળખાવવામાં આવ્યા છે એવા એ યુગવીર આચાર્યે પોતાના જીવનકાળ દરમિયાન આત્મોન્નતિની સાથે સાથે સમાજસેવા, સાધર્મિક ભક્તિ તેમજ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે ભગીરથ ક્રાન્તિકારી કાર્યો કર્યાં હતાં અને એમના વ્યક્તિગત સંપર્કમાં આવનાર અનેકના જીવનમાં પારસમણિની જેમ પરિવર્તન આપ્યું હતું. જૈન સાધુમહાત્માઓમાં ભાષા અને પ્રદેશના ભેદો વિચલિત થઈ જાય છે. તેઓ જ્યાં વિચરતા હોય તે પ્રદેશના લોકો સાથે એકરૂપ બની જાય છે. તેમની ભાષા પણ તેઓની જીભે સરળતાથી ચડી જાય છે. વળી લોકોને પણ પોતાની ભાષા ગુરુમહારાજ શુદ્ધ ન બોલી શકતા ન હોય તો કઠતું નથી. પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂળચંદજી મહારાજ તથા પૂ. આત્મારામજી મહારાજ વગેરે પંજાબથી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતીઓ સાથે એકરૂપ બની ગયા હતા. તેવી જ રીતે પૂ. વલ્લભસૂરિ મહારાજ, પૂ. મૃગાવતીશ્રીજી વગેરે ગુજરાતી મહાત્માઓ પંજાબના લોકો સાથે એકરૂપ બની ગયાં હતાં. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજને એક અનાથ ગરીબ કિશોરમાંથી તેજસ્વી સાધુરત્ન બનાવવામાં શ્રી આત્મારામજી મહારાજનો બહુ મોટો હિસ્સો રહેલો છે. શ્રી વલ્લભસૂરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૭ના કારતક સુદ ૨ના દિવસે-ભાઇબીજના દિવસે વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઈચ્છાબાઈ હતું. એમનું પોતાનું નામ છગનલાલ હતું. તેઓ વીસા શ્રીમાળી જ્ઞાતિના હતા. દીપચંદભાઇને સાત સંતાનો હતાં, ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ ત્રીજા દીકરા હતા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રભાવક સ્થવિરો દીપચંદભાઇનું આખું કુટુંબ ધર્માનુરાગી હતું. દુર્ભાગ્યે દીપચંદભાઇનું નાની ઉંમરમાં અવસાન થયું. ત્યારપછી માતા ઈચ્છાબાઇનું પણ અવસાન થયું. તે વખતે પુત્ર છગનલાલની ઉમર દસેક વર્ષની હતી. માતા જ્યારે મરણપથારીએ હતી ત્યારે તેણે બાળક છગનલાલને અરિહંત ભગવાનનું શરણ લેવાની અને લોકોનું ભલું કરવાની શિખામણ આપી હતી. બાળક છગનલાલે શાળામાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એ દિવસોમાં ઘણાખરા વિદ્યાર્થીઓ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરતા. અંગ્રેજી કેળવણી લેવા હાઇસ્કૂલમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ જતા. બાળક છગનલાલને વડીલ ભાઈઓ હતા, એટલે ખાવાપીવાની કોઈ ચિંતા ન હતી. પરંતુ વેપારમાં કે નોકરીમાં તેમનું મન લાગતું ન હતું. દેરાસર અને ઉપાશ્રયમાં તેઓ નિયમિત જતા અને સાધુમહાત્માઓની વૈયાવચ્ચ કરતા. વિ. સં. ૧૯૪૨માં શ્રી આત્મારામજી મહારાજ (શ્રી વિજયાનંદસૂરિ) વડોદરા પધાર્યા હતા. પંદર વરસના કિશોર છગનલાલે આત્મારામજી મહારાજનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. એમનો ઉપદેશ એ કિશોરના અંતરને સ્પર્શી ગયો. ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો જાગ્રત થયા. એક દિવસ વ્યાખ્યાન પૂરું થયા પછી પણ છગનલાલ ત્યાં બેસી જ રહ્યા. મહારાજે પૂછયું, “ભાઈ, તું હજુ કેમ બેસી રહ્યો છે ? તારે શું જોઈએ છે ?' મહારાજે ધાર્યું હતું કે આ કોઈ ગરીબ વિદ્યાર્થીને પૈસાની જરૂર હશે. કિશોર છગનલાલ કંઈ જવાબ ન આપતાં રુદન કરવા લાગ્યા. એને શાંત અને સ્વસ્થ કરી મહારાજશ્રીએ તેનું કારણ પૂછ્યું ત્યારે કિશોર છગનલાલે કહ્યું કે પોતાની ઈચ્છા મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની છે. મહારાજશ્રીએ સાંત્વન આપ્યું અને કહ્યું કે વડીલોની અનુમતિ મળે એટલે એને જરૂર દીક્ષા આપવામાં આવશે. એ તેજસ્વી કિશોર જો દીક્ષા લેશે તો જરૂર શાસનનું ઘણું મોટું કાર્ય કરશે એવી ખાતરી આત્મારામજી મહારાજને એ કિશોરની મુખમુદ્રા જોતાં જ ત્યારે થઈ ગઈ હતી. આત્મારામજી મહારાજે એક મહિનો વડોદરામાં સ્થિરતા કરી. ત્યારપછી ત્યાંથી તેઓ છાણી પધાર્યા. કિશોર છગનલાલ ત્યાં પણ મહારાજશ્રી પાસે વારંવાર આવતા. મહારાજશ્રી પોતાના પ્રશિષ્ય મુનિ હર્ષવિજયજીને કિશોર Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૪૩ છગનલાલનું ધ્યાન રાખવાની ભલામણ કરીને આગળ વિહાર કરી ગયા. છગનલાલને મોટાભાઈ ખીમચંદભાઈ તરફથી દીક્ષા માટે સંમતિ મળી નહિ, એટલે વાત વિલંબમાં પડી ગઈ. તેમ છતાં કિશોર છગનલાલે દીક્ષા લેવા માટે પોતાની હઠ ચાલુ રાખી. છેવટે ખીમચંદભાઈને નાના ભાઈ છગનલાલની ત્યાગ-વૈરાગ્યની ભાવનાની ખાતરી થઈ. એમણે સંમતિ આપી. કિશોર છગનલાલની દીક્ષા લેવાની ભાવના સફળ થઈ. વિ. સં. ૧૯૪૩ના વૈશાખ સુદ ૧૩ના રોજ રાધનપુર શહેરમાં આત્મારામજી મહારાજે સંઘ સમક્ષ છગનલાલને દીક્ષા આપી. એમનું નામ મુનિ વલ્લભવિજય રાખવામાં આવ્યું અને મુનિ વલ્લભવિજયને મુનિ હર્ષવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. દીક્ષા પછી તેમનું પ્રથમ ચાતુર્માસ રાધનપુરમાં જ થયું. વિ. સં. ૧૯૪પમાં બીજું ચાતુર્માસ મહેસાણામાં કરી તેઓ રાજસ્થાન તરફ ગયા. ૧૯૪૬માં પાલીમાં શ્રી આત્મારામજી મહારાજે એમને વડી દીક્ષા આપી. ત્યારપછી થોડા વખતમાં એ જ વર્ષમાં એમના ગુરુ શ્રી હર્ષવિજયજી દિલ્હીમાં કાળધર્મ પામ્યા, એટલે મુનિ શ્રી વલ્લભવિજયને તો પોતાના દીક્ષાગુરુ શ્રી આત્મારામજી મહારાજની સાથે રહેવાનું થયું. એમણે એમની પાસે રહીને શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. એમણે “અમરકોશ', “અભિધાન ચિંતામણિ', “કલ્પસૂત્રની સુબોધિકા ટીકા', દશવૈકાલિકસૂત્ર” ઉપરની, “હરિભદ્રની ટીકા”, “આવશ્યકસૂત્ર', ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ ઈત્યાદિનો અભ્યાસ શ્રી આત્મારામજી મહારાજ પાસે રહીને કર્યો. સં. ૧૯૫૨માં આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યાં સુધી તેઓ ઘણુંખરું તેમની પાસે જ રહ્યા. આત્મારામજી મહારાજની અંગત દેખરેખ નીચે આ રીતે તેમણે ઊંડો વિદ્યાભ્યાસ કર્યો. એથી સમુદાયના બધા સાધુઓમાં તેમની પરિપક્વતાની અને તેજસ્વિતાની આત્મારામજી મહારાજને પાકી પ્રતીતિ થઈ ગઈ હતી અને શાસનની ધુરા પોતાના પછી મુનિ વલ્લભવિજયને નિશ્ચિતપણે સોંપી શકાશે એવો દઢ વિશ્વાસ તેમને બેઠો હતો. એથી જ “મારા પછી વલ્લભ પંજાબને સંભાળશે' એમ આત્મારામજી મહારાજે પોતાના અંતિમ દિવસેમાં પંજાબના સંઘોને જણાવ્યું હતું. જિનમંદિરોની સાથે સાથે સરસ્વતી Page #59 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રભાવક સ્થવિરો મંદિરો સ્થાપવાની પ્રેરણા મુનિ વલ્લભવિજયે પોતાના એ સદ્ગુરુ પાસેથી મેળવી હતી. આત્મારામજી મહારાજના કાળધર્મ પછી મુનિ વલ્લભવિજયને સં. ૧૯૮૧માં લાહોરમાં આચાર્યની પદવી અપાઈ હતી. આત્મારામજી મહારાજના સમુદાયના આચાર્ય વિજયકમલસૂરિ, પ્રવર્તક કાંતિવિજયજી, હંસવિજયજી વગેરેના સહવાસથી વલ્લભવિજય મહારાજની પ્રતિભા વધુ ઘડાઈ હતી. મુનિ વલ્લભવિજયજીની પોતાના ગુરુ આત્મારામજી મહારાજ પ્રત્યેની આસ્થા અને ભક્તિ અનન્ય હતી. તેમણે પોતાના જીવનના સર્વસ્વ તરીકે . ગુરુમહારાજશ્રી આત્મારામજીને માન્યા હતા. આ અંગે ગુજરાનવાલામાં બનેલો એક પ્રસંગ નોંદવા જેવો છે. શ્રી આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા તે વખતે કેટલાક વિઘ્નસંતોષીઓએ તેનાં કારણો વિશે શંકા દર્શાવી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ-અધિકારીએ તપાસ હાથ ધરીને મુનિ વલ્લભવિજયજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એ સમયે એમણે પૂરી સ્વસ્થતાથી જે લાક્ષણિક અને માર્મિક જવાબો આપ્યા એથી પોલીસને સંતોષ થયો હતો કે આત્મારામજી મહારાજના કાળધર્મ વિશે શંકા કરવાનું કોઈ કારણ નથી. પોલીસ-અધિકારી અને મુનિશ્રી વલ્લભવિજયજી વચ્ચે આરંભમાં જે સવાલ-જવાબ થયા તે આ પ્રમાણે હતાઃ પોલીસ-અધિકારીએ પૂછ્યું: “તમારું નામ શું ?' “વલ્લભવિજય.” તમારા પિતાનું નામ ?' “આત્મારામજી મહારાજ.' ‘માતાનું નામ ?” આત્મારામજી મહારાજ.” આ તમે શું કહો છો ?' હું બરાબર જ કહું છું. મારા માટે આત્મારામજી મહારાજ માતા, પિતા, ગુરુદેવ જે કંઈ કહો તે સર્વસ્વ હતા.” વિ. સં. ૧૯૫૨માં વિજયાનંદસૂરિ-આત્મારામજી મહારાજ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૪૫ ગુજરાનવાલામાં કાળધર્મ પામ્યા. એ વખતે મુનિ વલ્લભવિજયજીએ એ ચોમાસું ગુજરાનવાલામાં કર્યું. તે સમયે પોતાના ગુરુ આત્મારામજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા રૂપે તેમણે નીચે પ્રમાણે પાંચ સંકલ્પ કર્યા હતાઃ (૧) આત્મારામજી મહારાજના નામથી “આત્મસંવત’ ચાલુ કરવો અને સંક્રાતિના દિવસે આત્મસંવતની પણ જાહેરાત કરવી. (૨) આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારના સ્થળે ગુજરાનવાલામાં સમાધિમંદિર બનાવવું. (૩) પંજાબમાં “આત્માનંદ જેન સભા'ની સ્થાપના કરવી. (૪) આત્મારામજી મહારાજનું નામ જોડીને એક સામયિક પ્રગટ કરવું. મુનિશ્રી વલ્લભવિજયે યુવાન વયે કરેલા પોતાના આ સંકલ્પો પાર પાડ્યા. આત્મસંવત ચાલુ થયો. ગુજરાનવાલામાં સમાધિમંદિર બન્યું. આત્માનંદ જૈન સભાની સ્થાપના માત્ર પંજાબમાં જ નહિ, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મુંબઈમાં પણ થઈ. સ્થળે સ્થળે પાઠશાળાઓ અને શાળાઓ પણ થઈ. અંબાલામાં વિ. સં. ૧૯૮૪માં શ્રી આત્માનંદ જૈન કૉલેજની સ્થાપના પણ થઈ અને આત્માનંદ જૈન મહાસભા, પંજાબ તરફથી ‘વિજયાનંદ' નામે માસિક પણ પ્રગટ થયું જે આજ સુધી ચાલુ છે. શ્રી આત્મારામજી મહારાજના કાળધર્મ પછી મુનિશ્રી વલ્લભવિજયજીની સમર્થ શાસ્ત્રજ્ઞાતા અને વ્યાખ્યાતા તરીકે ખ્યાતિ વધતી ગઈ. એમના હાથે દીક્ષાઓ પણ અપાઈ. એમના શિષ્યોમાં શ્રી લલિતવિજયજી નામના એક શિષ્ય બહુ તેજસ્વી હતા અને એમણે શ્રી વલ્લભવિજયજીનું ઘણું કામ ઉપાડી લીધું હતું. વિ. સં. ૧૯૫૩માં શ્રી વલ્લભવિજયજીએ આત્મારામજી મહારાજનું જીવનચરિત્ર લખ્યું. ત્યારપછી એમની લેખનપ્રવૃત્તિ પણ વધવા લાગી. “વિશેષ નિર્ણય” અને “ભીમજ્ઞાનત્રિશિકા' નામના ગ્રંથો પણ ત્યારપછી એમણે તૈયાર કર્યા. વળી શ્રી વલ્લભવિજયજીએ પોતાનું જીવનકાર્ય પણ વિચારી લીધું હતું. એમણે કહેલું કે મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો છે : (૧) આત્મ-સંન્યાસ, (૨) જ્ઞાનપ્રચાર અને (૩) શ્રાવક-શ્રાવિકાઓનો ઉત્કર્ષ. સમાજના ઉત્કર્ષ માટે એમણે સેવા, સ્વાવલંબન, સંગઠન, શિક્ષણ અને સાહિત્ય એ પાંચ ઉપર Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રભાવક સ્થવિરો ઘણો ભાર મૂક્યો હતો. આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડી, ગુજરાતમાં આવી ફરીથી સંવેગી દીક્ષા લઈ મૂર્તિપૂજક સમુદાયમાં જોડાયા હતા અને પાછા જ્યારે તેઓ પોતાના શિષ્યો સાથે પંજાબ પધાર્યા ત્યારે સ્થાનકવાસીઓ તથા સનાતનધર્મીઓ તરફથી તેમના ઉપર ઉપદ્રવો થતા, પરંતુ તેઓ નીડરતાપૂર્વક તેનો સામનો કરતા. તેમનું જ્ઞાન એટલું અગાધ હતું કે તેમની પાસે આવીને કોઈ શાસ્ત્રાર્થ કરવાની હિંમત કરતું નહિ. એવી જ શક્તિ શ્રી વિજયવલ્લભસૂરિની પણ હતી. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ વિ.સં. ૧૯૬૪માં પંજાબથી વિહાર કરીને ગુજરાત તરફ આવી રહ્યા હતા. એવામાં માર્ગમાં એક ગામમાં તેઓ હતા, ત્યારે વિજયકમલસૂરિનો ગુજરાનવાલાથી તાર આવ્યો. એમાં લખ્યું હતું કે અહીંના સનાતનધર્મીઓ ગુરુદેવ આત્મારામજી મહારાજ સાહેબના જૈનતત્ત્વાદર્શ” અને “અજ્ઞાન તિમિર ભાસ્કર' એ બે પુસ્તકો ખોટાં છે એવો પ્રચાર કરી રહ્યા છે અને એ માટે શાસ્ત્રાર્થ કરવા પડકાર ફેંક્યો છે. માટે તમે તરત વિહાર કરીને ગુજરાનવાલા આવી પહોંચો.” શ્રી વલ્લભસૂરિ તે વખતે ૩૭ વર્ષના યુવાન મુનિ વલ્લભવિજય હતા. તાર મળતાં જ તેમણે તરત ગુજરાનવાલા પહોંચવાનો નિર્ણય કરી લીધો. જેઠ મહિનાનો ઉનાળાનો સમય હતો. સખત ગરમીના એ દિવસોમાં સાડા ચારસો માઈલનો વિહાર કરવાનો હતો. તેઓ સવારના વીસ માઈલ અને સાંજના દસ માઈલ એમ રોજના ત્રીસ માઈલનો ઉગ્ર વિહાર કરીને વીસ દિવસમાં ગુજરાનવાલા પહોંચી ગયા. ગરમીને લીધે અને સતત વિહારને લીધે એમના પગમાં છાલાં પડી ગયાં હતાં અને લોહી નીકળતું હતું તો પણ આત્મારામજી મહારાજની પ્રતિષ્ઠાને ખાતર તેઓ હર્ષપૂર્વક ત્યાં પહોંચી ગયા. પરંતુ મુનિ વલ્લભવિજય શાસ્ત્રાર્થ માટે આવે છે એવી વાત વહેતી થતાં જ સનાતનીઓએ પોતાનો વિરોધ બંધ કરી દીધો. કારણ કે વલ્લભવિજયના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વાદશક્તિની એમને ખબર હતી. વલ્લભવિજયજી ત્યાં પહોંચ્યા ત્યારે શાસ્ત્રાર્થ કરવાનો કોઈ પ્રશ્ન રહ્યો ન હતો. એવી જ રીતે પંજાબમાં સમાના નામના ગામમાં સ્થાનકવાસી મુનિ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ સોહનલાલજીએ મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા પડકાર ફેંક્યો અને આત્મારામજી મહારાજે “જૈન તત્ત્વાદર્શમાં મૂર્તિપૂજા વિશે આધાર વગર લખ્યું છે એવો દાવો કર્યો ત્યારે મુનિ વલ્લભવિજયે એ પડકાર ઝીલી લીધો અને જાહેરમાં વિદ્વાનો સમક્ષ પોતે બધા આધારો રજૂ કરશે એમ જણાવ્યું. પરંતુ જ્યારે નગરના ચોકમાં સભા યોજાઈ ત્યારે મુનિ સોહનલાલજી સાચી પરિસ્થિતિ સમજી જઇને પધાર્યા નહિ અને એમણે મોકલેલા શિષ્યો તો મુનિ વલ્લભવિજયના જ્ઞાનથી અને વાત્સલ્યભર્યા શિષ્ટાચારથી પ્રભાવિત થઈ, સભા છોડી ચૂપચાપ ચાલ્યા ગયા હતા. x x x શ્રી વલ્લભસૂરિની ગુરુભક્તિ, જ્ઞાનપ્રતિભા, સંયમની સાધના અને ઉગ્ર વિહારની શક્તિનો ખ્યાલ આ ઘટનાઓ પરથી આવી શકે છે. પંજાબમાં શ્રી વલ્લભસૂરિને મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવાના બીજા કેટલાક પ્રસંગો પ્રાપ્ત થયા હતા. તેને પ્રસંગે તેઓ સામી વ્યક્તિને ઉગ્રતા કે અભિવેશ વગર, પ્રેમથી અને શાંતિથી, વ્યવહારનયથી અને નિશ્ચયનયથી સમજાવતા. મૂર્તિપૂજા વિશે તેમણે એક પ્રસંગે કહ્યું હતું કે, “પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા સ્વરૂપે છે જ. મૂર્તિઓ ભાવની પ્રતીક છે. વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ સ્થળો વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય, પરંતુ માનવીના જીવનને ઉદાત્ત બનાવવા માટે પ્રતીક હોવું જોઈએ. આ પ્રતીક વિના કોઈને ન ચાલે. કોઈ છબીને માને, કોઈ ગ્રંથને માને. હિન્દુઓ હરદ્વારની યાત્રાએ જાય, મુસલમાનો પાક થવા માટે મક્કાની હજ કરવા જાય, પારસીઓ અગિયારીમાં જાય, શીખો ગુરુદ્વારામાં જાય, ઈસાઈઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌ કોઇનો હેતુ જીવનને ધન્ય બનાવવાનો અને જીવનનો ભાર ઓછો કરવાનો છે. મૂર્તિપૂજામાં ન માનનારા નાસ્તિકો પણ પોતાનાં માતાપિતાની છબીઓ પડાવે છે અને તે સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તો શું છે ? પ્રભુનું નામ અક્ષરોમાં લખાય એ પણ મૂર્તિપૂજાનો એક પ્રકાર છે. તો પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં પૂજ્યભાવ જાગ્રત કરીએ તો એમાં કશું ખોટું નથી.” આત્મારામજી મહારાજના કાળધર્મ પછી મુનિ વલ્લભવિજયજીએ ચોદેક Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રભાવક સ્થવિરો વર્ષ પંજાબમાં જ માલે૨કોટલા, હોશિયારપુર, અમૃતસર, અંબાલા, લુધિયાણા, જીરા, ગુજરાનવાલા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યાં અને સમગ્ર પંજાબમાં જૈન ધર્મનો ડંકો વગાડ્યો. સં. ૧૯૫૬માં તેઓ ગુજરાત તરફ આવ્યા અને દસેક વર્ષ ગુજરાત અને મુંબઈમાં વિચર્યા. ત્યારપછી ત્રણેક વર્ષ ચાતુર્માસ રાજસ્થાનમાં કરીને તેઓ ફરી પાછા પંજાબ ગયા. ત્યારપછી ફરીથી તેઓ ગુજરાત અને મુંબઈ પધાર્યા અને દસેક વર્ષ ગુજરાત, રાજસ્થાન અને મુંબઇમાં વિચરીને ફરી પાછા પંજાબ પધાર્યા. પંજાબથી મુંબઈ સુધીનો તેમનો વિહા૨ ત્રણેક વાર થયો અને અંતે મુંબઈમાં તેમણે દેહ છોડ્યો. આમ એક જૈનાચાર્યને શોભે એ રીતે તેમનો ઝડપી વિહા૨ મુંબઈથી પંજાબ સુધી સતત રહ્યા કર્યો હતો. એ દ્વારા અનેક લોકોને તેમના ધર્મોપદેશનો લાભ મળ્યો. ૮૪ વર્ષના આયુષ્યકાળમાં એમની પ્રેરણાથી અનેક સ્થળે ધાર્મિક, શૈક્ષણિક અને સમાજોપયોગી એવી વિવિધ પ્રકારની યોજનાઓ થઈ હતી. ઝડપી વિહાર, સ્વાધ્યાય અને સંઘોની વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શનમાં પ્રવૃત્ત રહેતા સાધુભગવંતો કેટલીક વાર ઉગ્ર તપશ્ચર્યા કરી શકતા નથી. શ્રી વલ્લભસૂરિ મહારાજથી પણ બહુ આકરી તપશ્ચર્યા થતી નહોતી. તો પણ તેમણે ખાનપાનમાં દસ વાનગીનો નિયમ કાયમ માટે લીધો હતો અને તેમાં પણ બને તેટલી ઓછી વાનગી તેઓ વાપરતા. વિ. સં. ૧૯૭૭માં બીકાનેરથી પંજાબ વિહાર કરવાનો હતો ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી પંજાબમાં પહોંચાય નહિ ત્યાં સુધી રોજ એકાસણું કરવું. પંજાબ પહોંચ્યા પછી પણ તેમણે ફરી પાછાં એકાસણાં શરૂ કર્યાં હતાં. તેઓ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ્ વગેરેની તપશ્ચર્યા પણ કરતા. પર્યુષણના દિવસોમાં તેઓ અઠ્ઠમ કરીને કલ્પસૂત્રનું વાંચન કરતા. વળી તેઓ બાર તિથિએ મૌન રાખતા અને સ્વાધ્યાયમાં ચિત્તને પરોવતા. વધુ પડતી તપશ્ચર્યાને કારણે એમના શરીર ઉ૫૨ જ્યારે અસ૨ થવા માંડી ત્યારે એમના મુખ્ય શિષ્ય શ્રી લલિતવિજયજી મહારાજે તેમને હવે વધુ તપશ્ચર્યા ન કરવા વિનંતી કરી હતી. ત્યારપછી તબિયતને કારણે શ્રી વલ્લભસૂરિ મહારાજે આઠમ, ચૌદસ કે અન્ય પર્વતિથિ સિવાય ઉપવાસ-એકાસણાં કર્યાં ન હતાં, તો પણ તેઓ છૂટું મોઢું રાખતા નહિ. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૪૯ શ્રી વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી વખતોવખત છરી પાળતા સંઘોનું આયોજન પણ થયું હતું. ગુજરાનવાલાથી રામનગર, દિલ્હીથી હસ્તિનાપુર, રાધનપુરથી શત્રુંજય, વડોદરાથી કાવી અને ગાંધાર, શિવગંજથી કેસરિયાજી, ફલોધીથી જેસલમેર, જયપુરથી ખોગામ, વેરાવળથી શત્રુંજય, હોશિયારપુરથી કાંગડા ઈત્યાદિ સંઘોનું આયોજન તેમની પ્રેરણાથી થયું હતું. શ્રી વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી કેટલાંક નવાં જિનમંદિરોનું નિર્માણ થયું હતું એક કેટલાંક જૂનાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર થયો હતો. તેમના હસ્તે લાહોર, રાયકોટ, શિયાળકોટ, ઝંડિયાલાગુરુ, સુરત, વડોદરા, ચારૂપ, ખંભાત, ડભોઈ, સાદડી, વિજાપુર (રાજસ્થાન), મુંબઈ, અકોલા વગેરે શહેરોમાં જિનમંદિરોમાં અંજનશલાકાની વિધિ અથવા પ્રતિષ્ઠાની વિધિ થઈ હતી. શ્રી વલ્લભસૂરિ મહારાજની યુવાનીનો સમય દેશની સ્વતંત્રતા માટેના આંદોલનનો સમય હતો. એ સમયે ગાંધીજીના પ્રભાવ નીચે કેટલાયે જૈન સાધુઓએ મિલના કાપડને બદલે ખાદી પહેરવાનું ચાલુ કરી દીધું હતું. શ્રી વલ્લભસૂરિ મહારાજ પણ ખાદી પહેરતા અને ખાદી જ વહોરતા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમમે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને આ નિયમ કર્યો હતો. વળી તેમાં મિલના કાપડ કરતાં હિંસા પણ ઓછી થતી. પછીથી તો એમના સમુદાયનાં સાધુ-સાધ્વીઓ પણ ખાદી પહેરતાં. વિ. સં. ૧૯૮૧માં શ્રી વલ્લભસૂરિને જ્યારે આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પં. હીરાલાલ શર્માએ પોતાના હાથે કાંતેલા સૂતરની ખાદીની ચાદર વહોરાવી હતી. એક વાર એક ગામમાં મહારાજશ્રીનો જ્યારે પ્રવેશ હતો ત્યારે ગામના બધા જ લોકોએ નક્કી કર્યું કે ખાદીનાં વસ્ત્રો પહેરીને મહારાજશ્રીનું સામૈયું કરવું અને તે પ્રમાણે સામૈયું થતાં ત્યાં સૌ કોઈએ કંઈક જુદો જ હર્ષોલ્લાસ અનુભવ્યો હતો. આઝાદીની લડતના એ દિવસોમાં અંગ્રેજો ચારે બાજુ લોકોની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખતા. એ દિવસોમાં બંગાળના કેટલાક હિંસક ક્રાંતિવીરો અંગ્રેજો ઉપર હિંસક હુમલાઓ કરી બીજા પ્રદેશનાં ગામડાંઓમાં છુપાઈ જતા અથવા સાધુનો વેશ પહેરીને ફરતા. એક વખત શ્રી વલ્લભસૂરિ મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુરમાં એક દહેરાસરમાં દર્શન કરવા જતા હતા તે વખતે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રભાવક સ્થવિરો સાથે શ્રેષ્ઠિ લક્ષ્મીચંદજી ઢઢા પણ હતા. એ વખતે એક અંગ્રેજ અમલદારે તેઓને જોયા એટલે તેણે પોલીસ દ્વારા લક્ષ્મીચંદજીને બોલાવીને પૂછયું કે, તમારી સાથે આવેલા આ સંન્યાસી મહેમાનો કોણ છે ? તેઓ ગુપ્ત વેશે અમને ક્રાંતિકારી હોવાનો અમને વહેમ પડે છે.” લક્ષ્મીચંદજીએ પોલીસને સમજાવ્યું કે, “આ અમારા અહિંસક જૈન સાધુઓ છે.' પોલીસે આપેલી આ માહિતીથી અંગ્રેજ અમલદારને સંતોષ થયો નહિ. એણે આ સાધુઓની હિલચાલ ઉપર નજર રાખવા માટે ગુપ્તચરો ગોઠવાવી દીધા. પરંતુ એ ગુપ્તચરોએ અંગ્રેજ અમલદારને જણાવ્યું કે આ જૈન સાધુઓ હિંસક ક્રાંતિકારીઓ નથી. પરંતુ ત્યાર પછી બન્યું એવું કે વારંવાર મહારાજશ્રી પાસે આવવાને કારણે એ ગુપ્તચરો પણ જૈન સાધુમહારાજોના ઉત્તમ અને ઉદાત્ત આચાર-વિચારો જોઈને શ્રી મહારાજશ્રીના ભક્ત બની ગયા. શ્રી વલ્લભસૂરિ મહારાજ અંબાલા શહેરમાં હતા ત્યારે એક દિવસ એ. જવાહરલાલ નહેરુના પિતા ૫. મોતીલાલ નહેરુને એક સભામાં મળવાનું થયેલું. તે વખતે શ્રી વલ્લભસૂરિની સાથે વાતચીત કરતાં કરતાં મોતીલાલ નહેરુ સિગરેટ પીતા હતા. વલ્લભસૂરિએ એ જોઈને પ્રેમથી, શાંતિથી, સમભાવથી, મૃદુ સ્વરે ટકોર કરતાં મોતીલાલ નહેરુને કહ્યું કે, “તમે દેશને આઝાદ કરવા માટે આંદોલન ઉપાડ્યું છે, પરંતુ તમે પોતે તો સિગરેટનું વ્યસન ધરાવો છો અને તેમાં પણ પરદેશી સિગરેટ પીઓ છો તો તે કેટલે અંશે યોગ્ય છે ?' એ સાંભળી મોતીલાલ નહેરુએ તરત સિગરેટ ફેંકી દીધી અને સિગરેટ ન પીવાની મહારાજશ્રી પાસે બાધા લીધી. ત્યારપછી મોતીલાલ નહેરુ કેટલીક જાહેર સભાઓમાં કહેતા કે, “હું જ્યારે પરદેશી સિગરેટ પીતો હતો ત્યારે મેં મારી અક્કલ ગુમાવી દીધી હતી, પરંતુ એક જૈન સાધુએ પ્રેમથી મારી અક્કલ પાછી લાવી આપી અને હું ત્યારથી સિગરેટ પીતો બંધ થઈ ગયો ભારતને સ્વરાજ્ય મળ્યું તે પહેલાંના એ દિવસો હતા. દેશી રાજ્યોના હિંદુ રાજાઓ તથા મુસલમાન નવાબો વગેરેની સત્તાનો પ્રભાવ લોકજીવન ઉપર ત્યારે ઘણો મોટો હતો. એવા સત્તાધારીઓ પણ સીધુ મહાત્માઓના ચારિત્ર્ય અને ઉપદેશથી પ્રભાવિત થતા અને પોતે સામેથી મહાત્માઓને વંદન Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ક૨વા કે તેમનો ઉપદેશ સાંભળવા જતા. શ્રી વલ્લભસૂરિની તેજસ્વી પ્રતિભાનો પ્રભાવ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં લોકોમાં આ રાજકુટુંબોમાં ઘણો મોટો રહ્યો હતો. વડોદરા, ઉદયપુર, જેસલમે૨, રાધનપુર, ભાવનગર, બીકાનેર, કાશ્મીર, નાંદોદ, નાભા, લીંબડી, ખંભાત, માલેકોટલા, પાલનપુર, માંગરોળ વગેરે રાજ્યોના રાજાઓ કે નવાબો, રાણીઓ, દીવાનો અને એમનાં કુટુંબીજનો શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે આવતાં. એ દરેકના સંપર્કથી લોકકલ્યાણનું જે કંઈ કાર્ય થાય તે કરાવવા અને આવી વ્યક્તિઓના અંગત જીવનમાં ધર્મનો પ્રભાવ વધે તથા માંસ-મદિરા, શિકાર વગેરેનાં દૂષણો ઘટે તે માટે તેઓ ઉપદેશ આપતા. બીજી બાજુ એવી મોટી મોટી વ્યક્તિઓના સંપર્કથી પોતાનામાં સ્થૂળ કે સૂક્ષ્મ અહંકાર ન આવી જાય તે માટે તેઓ સદાય જાગ્રત રહેતા. તેઓ સામેથી અકારણ સંપર્ક ન સાધતા. એવી મોટી ઓળખાણો વિશે મનથી તેઓ હંમેશાં અલિપ્ત રહેતા. શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે વિશિષ્ટ પ્રકારની સર્જક પ્રતિભા હતી. શબ્દો ઉપરનું તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. વળી તેઓ શાસ્ત્રજ્ઞાતા હતા. તેમની વ્યાખ્યાનશૈલી પણ રોચક હતી. તેઓ દરેક વિષયમાં ઊંડાણમાં જતા અને પૂરી છણાવટ કરતા. તેઓ બહુશ્રુત હતા. અન્ય ધર્મોનો તેમનો અભ્યાસ પણ ઘણો સારો હતો. ૫૧ શ્રી વલ્લભસૂરિ મહારાજ સર્જનના ક્ષેત્રે પ્રકૃતિએ કવિ હતા. કાવ્યરચના તેમને માટે સહજ હતી. તેમણે ભક્તિરસથી સભર એવી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી પંચપરમેષ્ઠી પૂજ, શ્રી આદિનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી સમ્યગ્દર્શન પૂજા, શ્રી શાંતિનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી પંચજ્ઞાન પૂજા, દ્વાદશ વ્રત પૂજા, શ્રી મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજા, શ્રી બ્રહ્મચર્ય વ્રત પૂજા, શ્રી ચૌદ રાજલોક પૂજા ઈત્યાદિ ઓગણીસ જેટલી મોટી પૂજાની ઢાળો લખી છે. એ ઉ૫૨થી પણ એમની ઉચ્ચ કવિત્વશક્તિની પ્રતીતિ થાય છે. એમણે લખેલી બ્રહ્મચર્ય વ્રતની પૂજા તો સુવિખ્યાત છે અને ઘણે સ્થળે ભણાવાય છે. એમણે પોતાના ગુરુ આત્મારામજી મહારાજનું જીવનચરિત્ર ‘નવયુગ નિર્માતા'ના નામથી લખ્યું છે. આ ઉપરાંત એમણે ‘શ્રી જૈન ભાનુ’, ‘વિશેષ નિર્ણાયક' વગેરે કેટલાંક પુસ્તકો સિદ્ધાંતચર્ચાના પ્રકારનાં લખ્યાં છે. એમણે 7 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પ્રભાવક સ્થવિરો અનેક સ્થળોએ આપેલાં વ્યાખ્યાનો પણ સંગ્રહિત થયાં છે. “વલ્લભ પ્રવચન', નવપદ સાધના અને સિદ્ધિ' વગેરે એમના કેટલાક પ્રવચન-ગ્રંથો હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થયા છે, જે એમની વિદ્વત્તાની અને રજૂઆતની સમર્થ શૈલીની ઝાંખી કરાવે છે. અલબત્ત, તેઓ વિવિધ યોજનાઓમાં સતત કાર્યરત રહેતા તથા વિહાર, શિષ્યોનો વિદ્યાભ્યાસ અને અવિરત જનસંપર્કને કારણે એમના હાથે વ્યવસ્થિત રૂપે જેટલું લેખનકાર્ય થવું જોઈએ તેટલું થયું નહિ. તેમ થઈ શક્યું હોત તો જૈન સાહિત્યના ક્ષેત્રે તેમનું યોગદાન છે તેથી ઘણું મોટું હોત શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે જૈન અને જૈનેતર વિદ્વાનો પોતાની શંકાઓનું સમાધાન કરવા આવતા. તેઓ એ દરેકને પ્રેમથી અને શાંતિથી, જરા પણ અધીરા થયા વગર સમજાવતા. સ્નાન વગર શુદ્ધિ નથી એમ કહેનાર બ્રાહ્મણ પંડિતને તેમણે તર્કયુક્ત દલીલો અને દષ્ટાંતો સહિત સમજાવ્યું હતું કે દેહની શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ ઘણી ચઢિયાતી છે. પંચમહાવ્રતધારી અને પંચાચારનું કડક પાલન કરનારા જૈન સાધુઓ સ્નાન ન કરતા હોવા છતાં મનથી અને શરીરથી કેટલા બધા પવિત્ર હોય છે તે પણ એમણે સારી રીતે સમજાવ્યું હતું. એવી જ રીતે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એમ માનનાર એક વેદાંતી બ્રાહ્મણને તેમણે જગત પણ કઈ રીતે અને કેવી અપેક્ષાએ સત્ય છે તે સરસ રીતે સમજાવીને પછી કર્મનો સિદ્ધાંત તેમાં કેવી રીતે કામ કરે છે તેની તેને પ્રતીતિ કરાવી હતી. શ્રી વલ્લભસૂરિ મહારાજ જેન–જેનેતર એવાં વિવિધ શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા હતા. તેમની પાસે સમન્વયકારી દૃષ્ટિ હતી. એટલે તેમની પાસે ઈતર ધર્મના વિદ્વાનો પણ પોતાની શંકાના સમાધાન માટે ઘણી વાર આવતા. જૈન સાધુઓ દ્વારા સમાજોપયોગી પ્રકારનું એક મહત્ત્વનું કાર્ય જો થતું હોય તો તે વિવિધ સ્થળે પરસ્પર વિરુદ્ધ એવાં જુથો વચ્ચે એકતા સ્થાપવાનું છે. સાચા જૈન સાધુઓ સમતાના ધારક હોય છે અને તેમની પોતાની સંયમની પવિત્ર આરાધના એટલી ઊંચી હોય છે કે તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તેમના સમગ્ર ચારિત્ર્યના અને ઉપદેશના પ્રભાવથી અને કેટલીક વાર તો માત્ર ઉપસ્થિતિના જ પ્રભાવથી વિસંવાદ ટળી જતો હોય છે. ગામેગામ અને Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ નગરેનગરમાં જૈનો અને અન્ય ધર્મીઓ વચ્ચે અથવા જૈનોના જુદા જુદા ફિરકાઓ વચ્ચે કે સંઘનાં જુદાં જુદાં જૂથો વચ્ચે કોઈક ને કોઈક કારણસર વિસંવાદ, મતભેદ, સંઘર્ષ, કલહ, વિખવાદ, ઝઘડા કે મારામારી ઉદ્ભવે છે. તેવે વખતે બંને પક્ષને બરાબર ન્યાય આપી શકે એવી તટસ્થ વ્યક્તિની જરૂર પડે છે. જૈન સાધુઓ બહારથી આવતા હોવાને લીધે તથા તેઓ થોડા સમયમાં અન્યત્ર ચાલ્યા જવાના હોવાને લીધે તથા તેઓ સત્ય અને સંયમના ઉપાસક હોવાને લીધે નિઃસ્વાર્થ તટસ્થ મધ્યસ્થી તરીકે યોગ્ય ન્યાય આપી શકે છે. વળી તેમની પવિત્ર પ્રતિભાની અસર પણ લોકોના જીવન પર પડે છે. મહાન આચાર્યોના જીવનનો સમાજ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણો મોટો ઉપકાર રહે છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ પણ એવા એક મહાન આચાર્ય હતા કે જેમની ઉપસ્થિતિએ અનેક સ્થળે કલહ, વેરવિરોધ કે સંઘર્ષના પ્રસંગો શમી ગયા છે. જયપુરમાં ખરતરગચ્છ કે તપગચ્છ વચ્ચે તથા સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે, પાલનપુરમાં સંઘમાં બે પક્ષો વચ્ચે, વળામાં તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચે, મિયાગામમાં બે ગામના સંઘો વચ્ચે, વણછરામાં દશા શ્રીમાળીના બે પક્ષો વચ્ચે, પિંડવાડામાં શ્રાવકોના બે પક્ષો વચ્ચે, ખિવાણદી ગામમાં શ્રાવકોના જુદા જુદા પક્ષો વચ્ચે, સમાનામાં જૈનો અને અર્જુનો વચ્ચે, નાભામાં સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકો વચ્ચે, વાપીમાં એક કુટુંબના સભ્યો વચ્ચે, ભરૂચમાં શ્રીમાળી અને લાડવા વણિકો વચ્ચે, માલેકોટલામાં નવાબ અને હિન્દુ પ્રજા વચ્ચે એમ વિવિધ પ્રકારના સંઘર્ષો એમણે દૂર કરાવ્યા હતા. એવી જ રીતે ઝંડિયાલાગુરુ, ગુજરાનવાલા, નવસારી, પૂના, બુરહાનપુર, વાંકલી, અમદાવાદ, શિયાલકોટ, જીરા, બીકાને૨, લુધિયાણા, સાદડી, ખુડાલા, પાલિતાણા, મુંબઈ, પાલનપુર વગેરે અનેક સ્થળે તેમણે વિવિધ પક્ષો વચ્ચેના ઝઘડાઓનું સમાધાન કરાવ્યું હતું. સમાધાન કરાવવા માટે બંને પક્ષો પ્રત્યે ન્યાયપૂર્વકની સહાનુભૂતિની જરૂર રહે છે તથા ઝઘડાના મૂળને સમજવા માટે તથા તેનું યોગ્ય અને સમાધાનપૂર્વક નિરાકરણ કરવા માટે તીક્ષ્ણ બુદ્ધિશક્તિની અપેક્ષા રહે છે. જેના અંતરમાં બધાંને માટે અપાર વાત્સલ્ય રહ્યું હોય તેઓ આવા ઝઘડાઓનું સમાધાન સરળતાથી અને ઝડપથી કરાવી શકે છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે એ માટે એવું વાત્સલ્ય હતું, એવી કુનેહ હતી અને પર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એવી દીર્ઘદૃષ્ટિ પણ હતી. શ્રી વલ્લભસૂરિ મહારાજ જૈન ફિરકાઓને ઉદ્દેશીને કહેતા કે, ‘ભલે તમે શ્વેતામ્બર હો, દિગમ્બર હો, સ્થાનકવાસી હો, તેરાપંથી હો, ભલે તમારા ગુરુ જુદા જુદા હોય, ભલે તમારી ક્રિયાઓમાં થોડો ફેરફાર હોય પણ તમે બધા જ પ્રભુ મહાવીરનાં સંતાન છો અને એથી તમારી ફરજ છે કે જૈન સિદ્ધાંતોનો જગતમાં પ્રચાર કરવા અને અહિંસા દ્વારા જગતમાં શાંતિ સ્થાપવામાં સૌ કોઈએ પોતાનો ફાળો આપવો જોઇએ. ધર્મ એ કંઈ બંધિયાર પાણી નથી અથવા એ કોઈનો ઇજારો નથી. ધર્મ એ માનવીના જીવનને ઉન્નત કરનારી વસ્તુ છે. જે વસ્તુ સાંકડી મનોવૃત્તિ જગવે, જે વસ્તુ સંકુચિત રીતે વિચાર કરવા પ્રેરે એ સાચો ધર્મ નથી. ‘સવિ જીવ કરું શાસનરસી' એ આપણા ધર્મની મુખ્ય વસ્તુ છે. એથી આપણે સૌએ આંતરિક ઝઘડાઓ કે મતભેદો એક બાજુ મૂકી દઈને આત્મકલ્યાણને માર્ગે આગળ ધપવું જોઇએ.’ પ્રભાવક સ્થવિરો શ્રી વલ્લભસૂરિ મહારાજે ધર્મોપદેશની સાથે સાથે પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર સમાજસુધારાનું પણ મહત્ત્વનું સંગીન કાર્ય કર્યું હતું. સમાજમાં કેટલાક કુરિવાજો પડી જતા હોય છે. શ્રી વલ્લભસૂરિ મહારાજની પ્રેરણા અને ઉપદેશથી પંજાબમાં ઘણે સ્થળે વરવિક્રય કે કન્યાવિક્રય ન કરવાના, લગ્ન પ્રસંગે પૈસાનો ધુમાડો ન કરવાના, પ્રભુપૂજામાં ચરબીની કાંજી ચડાવેલાં કપડાં ન પહેરવાના, ચરબીવાળા સાબુ ન વાપરવાના, હાથીદાંતનો રતનચૂડો ન બનાવવાના ઈત્યાદિ પ્રકારના નિયમો ઘણા લોકોએ લીધા હતા. શ્રી વલ્લભસૂરિ મહારાજે જૈન સમાજની ઉન્નતિ કરવા માટે વ્યાવહારિક શિક્ષણની સમાજમાં યોગ્ય વ્યવસ્થા થાય એ માટે પણ ઉપદેશ આપ્યો હતો. એમની પ્રેરણાથી અનેક સ્થળે વિવિધ વિદ્યાસંસ્થાઓની સ્થાપના થઈ છે. એવી સંસ્થાઓમાં અગ્રગણ્ય સંસ્થા તે મુંબઇની શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે, જેની અંધેરી, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર, અમદાવાદ અને ભાવનગરમાં શાખાઓ છે. લગભગ ૭૫ વર્ષથી વિદ્યાભ્યાસનું અને આગમો સહિત સાહિત્યગ્રંથોના પ્રકાશનનું સંગીન કાર્ય કરતી આ સંસ્થાએ સમાજને હજારો જૈન વિદ્યાર્થીઓ આપ્યા છે, જેઓ પોતાની ઉજ્જવલ કારકિર્દી વડે પોતપોતાના ક્ષેત્રમાં ઘણું મહત્ત્વનું કાર્ય કરીને સંસ્થા માટે ગૌરવરૂપ બન્યા છે. પૂ. વલ્લભસૂરિ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ મહારાજની પ્રેરણાથી આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, પાલનપુર, સાદડી, અંબાલા, લુધિયાણા, લોધી, ઝઘડિયા, વરકાણા, માલેરકોટલા, હોશિયારપુર, ઝંડિયાલાગુરુ, ફાલના વગેરે સ્થળોએ વિવિધ પ્રકારની વિદ્યાસંસ્થાઓની સ્થાપના થઈ છે. જૈન સમાજમાં વિદ્યાકીય તેજ વધારવામાં અને સ્ત્રીકેળવણી દ્વારા સ્ત્રીઓની ઉન્નતિ કરવામાં એ રીતે શ્રી વલ્લભસૂરિ મહારાજનો ફાળો ઘણો મોટો રહ્યો છે. માત્ર વ્યાવહારિક કેળવણી માણસને સ્વાર્થી કે અહંકેન્દ્રી બનાવી દે. એટલે વ્યાવહારિક કેળવણી પણ ધાર્મિક સંસ્કારવાળી હોવી જોઈએ. એ માટે શ્રી વલ્લભસૂરિ મહારાજના વિચારો અત્યંત વિશદ હતા. તેમણે કહ્યું છે, ‘કેળવણી વિના આપણો આરો નથી. કેળવણી પણ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હોવી જોઇએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિક કેળવણી નહિ હોય ત્યાં સુધી આપણો ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જૈન જ શાસનની રક્ષા કરશે. સ્વામીભાઇની કમાવાની તાકાતમાં વધારો કરો. એક દિવસની રોટી આપ્યા કરતાં તેને નિરંતર રોટી મળે એવી વ્યવસ્થા કરો. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કહ્યાં છેઃ (૧) જિનચૈત્ય, (૨) જિન-પ્રતિમા, (૩) સાધુ, (૪) સાધ્વી, (૫) સદ્નાન, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા. તીર્થનો વિચ્છેદ થતાં પ્રથમ શ્રાવક-શ્રાવિકા, પછી સાધુ અને સાધ્વીનો વિચ્છેદ થશે. તીર્થમાં શ્રાવક-શ્રાવિકા પણ છે. માટે સંઘના એ અંગને પણ મજબૂત બનાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસંપ નહોતો. જ્યાં કુસંપ હોય ત્યાં જંપ નથી થતો. તે સમયે ઝીણાં કપડાં નહોતાં વપરાતાં; હમણાં તો તમે અમને ઝીણાં કપડાં વહોરાવો છો. તે સમયે અમે ચા-દૂધ માટે વહોરવા નહોતા નીકળતા. આજે અમે તેમ કરતા થઈ ગયા છીએ. અમારે ને તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણાની ટેવ ત્યાગી–ફકીરને લાયક છે ખરી ? સ્વધર્મીઓ માટે ઉદ્યમ કરો. એકલી પૌદ્ગલિક કેળવણીથી કોઈનો ઉદ્ધાર નથી થવાનો. ધાર્મિક કેળવણી હશે તો ધાર્મિક સંસ્કાર મળશે. તો જ વિવેકપ્રાપ્તિ થશે. તો જ શાસનહિતનાં સારાં કામો થશે.’ શ્રી વલ્લભસૂરિ મહારાજની સાંપ્રદાયિક ઉદારતાના પણ અનેક પ્રસંગો નોંધાયેલા છે. ան Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો વિ. સં. ૧૯૭૬માં મહારાજશ્રીની નિશ્રામાં કેસરિયાજીનો સંઘ નીકળ્યો હતો. સંઘ ઉદેપુર પહોંચ્યો હતો. તે વખતે ઉદેપુરમાં શ્રી વિજયનેમિસૂરિ મહારાજ બિરાજમાન હતા. એ વખતે સમયની પ્રતિકૂળતા હોવા છતાં અને બંને સમુદાય વચ્ચે કેટલોક વિચારભેદ હોવા છતાં શ્રી વલ્લભસૂરિ મહારાજ નેમિસૂરિ મહારાજની સુખશાતા પૂછવા ગયા હતા અને દોઢ કલાક સુધી બંનેએ વાતચીત કરી હતી. એ સમયે શ્રી નેમિસૂરિ મહારાજે શ્રી વલ્લભસૂરિ મહારાજને કરેલું કે “તમે મને મળવા આવશો એવું મેં ધારેલું નહિ. પરંતુ તમે આવ્યા તેથી મને બહુ આનંદ થયો છે. તમારી સાથે વાતચીત કર્યા પછી તમારે માટે મારા મનમાં જે પૂર્વગ્રહ હતો તે નીકળી ગયો છે.' એક વખત મહારાજશ્રી વિહાર કરતા કરતા પંજાબના આગા નામના ગામમાંથી પસાર થતા હતા. એ ગામમાં જૈનોનો કોઈ ઉપાશ્રય નહોતો. એટલે તેઓ શીખોના એક ગુરુદ્વારામાં ઊતર્યા હતા. ગામ નાનું હતું અને લોકો ગરીબ હતા. ગુરુદ્વારા પણ જીર્ણ હાલતમાં હતું. તેનો કેટલોક ભાગ પડી ગયો હતો. એનું સમારકામ કરાવી શકે એવી ગામના શીખોની આર્થિક સ્થિતિ નહોતી. એ જોઈને મહારાજશ્રીએ પોતાને વંદન કરવા આવેલા આસપાસના ગામના જૈન શ્રેષ્ઠીઓને ઉપદેશ આપીને કહ્યું કે, “આ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર તમારે જૈનોએ કરાવી આપવો જોઈએ. તરત ટિપ થઈ અને એ કામની જવાબદારી એક ભાઈને સોંપવામાં આવી. એ રીતે થોડા વખતમાં એ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર થઈ ગયો. આ પ્રસંગ શ્રી વલ્લભસૂરિ મહારાજની ઉદાર દૃષ્ટિનો દ્યોતક છે. એવી જ રીતે બીજા એક ગામમાં હરિજનોને કુવા ઉપરથી પાણી ભરવાની તકલીફ પડતી હતી માટે તેઓ બધા મુસલમાન બની જવાના હતા ત્યારે લોકોને ઉપદેશ આપી, હરિજનો માટે કૂવો બંધાવી આપવાની પ્રેરણા એમણે કરી હતી. એમનામાં સમયજ્ઞતા કેવી હતી તે આવા પ્રસંગોમાં જોવા મળે છે. શ્રી વલ્લભસૂરિ મહારાજે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ કર્યો હતો. અને ત્યારપછી તેમણે વૃદ્ધાવસ્થા અને અશક્તિના કારણે ડોળીનો ઉપયોગ ચાલુ કર્યો હતો. તે વખતે સમાજના રૂઢિચુસ્ત વર્ગ તરફથી તેમની ટીકા કરતી પત્રિકાઓ પ્રગટ થઈ હતી. મુંબઈમાં તેઓ હતા ત્યારે તેમના હાથમાં કોઈ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ભાઈએ આવીને એવી એક પત્રિકા મૂકી ત્યારે તેમણે તે ભાઈને સ્વસ્થતા અને સમતાભાવથી કહ્યું કે, “કાદવની સામે કાદવ ઉછાળવો એ આપણું કામ નથી. માટે તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. પત્રિકાબાજી એ ધર્મનો નહિ પણ અધર્મનો માર્ગ છે. જેને એ માર્ગે જવું હોય તે ભલે એ માર્ગે જાય. આપણે એ માર્ગે જવું વિ. સં. ૨૦૦૯ના કારતક સુદ બીજના દિવસે શ્રી વલ્લભસૂરિ મહારાજના ૮૩મા જન્મદિવસ નિમિત્તે ભાયખલામાં એક વિશાળ મંડપમાં સમારોહ રાખવામાં આવ્યો હતો. તેમનું પ્રવચન ચાલતું હતું ત્યારે મંડપના એક છેડે આગ લાગી, પરંતુ તે તરત બુઝાવી નાખવામાં આવી. તે વખતે કેટલાક લોકો એમ બોલવા લાગ્યા કે વિરોધીઓએ જાણી-જોઇને આ આગ લગાડી છે. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈઓ ! જાણ્યા વગર આવી રીતે કોઈના ઉપર દોષારોપણ કરવું તે યોગ્ય નથી. કદાચ આગ આકસ્મિક જ લાગી હોય. દિવાળીના દિવસો છે એટલે કોઈ બાળકના ફટાકડાથી પણ આગ લાગી હોય.' શ્રી વલ્લભસૂરિ મહારાજની પ્રેરણાથી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી તે વખતે વલ્લભસૂરિ મહારાજ વ્યાવહારિક શિક્ષણને પ્રોત્સાહન આપી સાંસારિક કામો કરે- કરાવે છે એવો આક્ષેપ કરતી પત્રિકાઓ બહાર પડી હતી. પરંતુ એના તરફ લક્ષ્ય ન આપતાં શ્રી વલ્લભસૂરિ મહારાજે પોતાના ભક્તોને શાંત રહેવા કહ્યું હતું. મહારાજશ્રીનું વિ. સં. ૧૯૯પનું ચાતુર્માસ પંજાબમાં રાયકોટ નામના નગરમાં કરવાનું નક્કી થયું. તે માટે તેમણે રાયકોટમાં પ્રવેશ કર્યો ત્યારે સંઘના કેટલાક આગેવાનોએ આવીને કહ્યું કે, “ગુરુમહારાજ ! અહીં ચાતુર્માસ કરવાનું સલામત નથી. અહીં કેટલીક ઉશ્કેરણીભરી પત્રિકાઓ વહેંચાઈ છે. એ પરથી લાગે છે કે આગળ જતાં મોટું તોફાન થશે.” મહારાજશ્રીએ સંઘના આગેવાનોની એ વાત સાંભળી લીધા પછી કહ્યું કે, પત્રિકાઓથી આપણે ડરી જવાની જરૂર નથી. ચાતુર્માસ નક્કી કર્યું છે. તેથી અહીં જ તે કરીશું. તમે બધા શાંતિ અને સ્વસ્થતા રાખશો. ગામમાં શીખો અને મુસલમાનોની પણ એવી વિનંતી છે કે અમારે અહીં જ ચોમાસું કરવું. એટલે એ પ્રમાણે જ કરીશું.' ચાતુર્માસમાં મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સરસ અને પ્રેરણામય Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રભાવક સ્થવિરો હતી અને એમની વાણીમાં એવું વાત્સલ્ય હતું કે તોફાનની બધી જ વાતો શમી ગઈ. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈનો ઉપરાંત શીખો અને મુસલમાનો પણ આવતા. એક શીખ ભાઈએ તો દેરાસરમાં દરવાજાનું કામ કરીને તેમાંથી થયેલી બધી કમાણી દેરાસરને અર્પણ કરી દીધી હતી. - પંજાબમાં અકાલગઢ નામે નાનુસરખું ગામ છે. એ ગામમાં શ્રાવકોનું એક પણ ઘર ન હતું. મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે જ્યારે એ ગામમાંથી પસાર થયા ત્યારે લોકોએ પોતાના ગામમાં રોકાઈ જવા માટે બહુ જ આગ્રહ કર્યો. મહારાજશ્રી ત્યાં રોકાયા. એમના વ્યાખ્યાનમાં ગામના બધા જ લોકો આવવા લાગ્યા. એકાદ દિવસનો મુકામ વિચાર્યો હતો તેને બદલે લોકોના આગ્રહ તથા પ્રેમભક્તિના કારણે મહારાજશ્રી ત્યાં પંદર દિવસ સુધી રોકાયા હતા અને લોકોને ધર્મના રંગે રંગ્યા હતા. બ્રહ્મનિષ્ઠ તપોમય જીવન જીવનાર સાધકોને ક્યારેક વચનસિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. એક વખત એમના મુખમાંથી શબ્દ નીકળે તો તે પ્રમાણે જ બને. શ્રી વલ્લભસૂરિ મહારાજનું પવિત્ર અંતઃકરણ જગતના સર્વ જીવો માટે પ્રેમ, કરુણા અને વાત્સલ્યથી એવું સભર હતું કે બીજાનું દુઃખ તેઓ સહન કરી શકતા નહિ. “સબ કુછ અચ્છા હો જાયેગા' એમ કહીને તેઓ જ્યારે આશીર્વાદ આપતા ત્યારે બીજાનું દુઃખ દૂર થઈ જતું. આથી કેટલાક લોકો આવા પ્રસંગોને ચમત્કારિક ગણાવતા. જોકે શ્રી વલ્લભસૂરિ મહારાજ સ્પષ્ટ કહેતા કે પોતે આવા કોઈ ચમત્કારો કરતા નથી. એમ છતાં એમના જીવનમાં એવા કેટલાક પ્રસંગો બન્યા છે, જે ચમત્કાર જેવા લેખાય છે. મેરઠ જિલ્લાના એક વકીલને ખોટી રીતે ફાંસીની સજા થઈ હતી. એનાં પત્ની શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે રડતાં રડતાં આવ્યાં હતાં અને બધી વિગત જણાવી હતી. તે વખતે શ્રી વલ્લભસૂરિ મહારાજે “સબ કુછ અચ્છા હો જાયેગા” એમ કહી સાંત્વન આપી તેને વાસક્ષેપ આપ્યો હતો. ત્યારપછી એ વકીલની ફાંસીની સજા રદ થઈ હતી. તે વખતે મહારાજશ્રી મુંબઈમાં હતા. પોતાનો જીવ બચી ગયો એ હર્ષ વ્યક્ત કરવા માટે તે વકીલ મુંબઈ આવ્યા હતા અને મહારાજશ્રીને પોતાના પ્રાણદાતા તરીકે જાહેરમાં ઓળખાવ્યા હતા. બીજા એક પ્રસંગે શ્રી વલ્લભસૂરિ મહારાજ જ્યારે પાલિતાણામાં હતા Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૫૯ ત્યારે સુપ્રસિદ્ધ પંજાબી સંગીતકાર લાલા ઘનશ્યામજી જૈન પણ પાલિતાણા આવ્યા હતા. એ વખતે ઘનશ્યામજીને સાપ કરડ્યો હતો અને એમની સ્થિતિ ગંભીર અને ચિંતાજનક થઈ ગઈ હતી. એમના મિત્ર લાલા રતનચંદજી તરત ગુરુમહારાજ પાસે દોડ્યા અને વિગત જણાવી. શ્રી વલ્લભસૂરિ મહારાજે સબ કુછ અચ્છા હો જાયેગા' એમ કહી વાસક્ષેપ આપ્યો. એ વાસક્ષેપના ઉપયોગ પછી તરત ઝેર ઊતરવા લાગ્યું અને ધીમે ધીમે તેઓ સાજા થઈ ગયા. ત્યારથી લાલા ઘનશ્યામજીની ગુરુમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અનન્ય બની ગઈ. એક વખત શ્રી વલ્લભસૂરિ મહારાજ પંજાબમાં ઉનાળામાં પસુર નામના એક ગામમાંથી પસાર થતા હતા. ઉનાળાને કારણે પાણીની તંગી હતી. ગામમાં જૈનોની બિલકુલ વસ્તી નહોતી. શ્રી વલ્લભસૂરિ મહારાજને અને એમના સાધુઓને પાણી વાપરવાની જરૂર હતી, પરંતુ ગામમાંથી કોઈ પણ ઘરેથી એમને પાણી વહોરાવવામાં આવ્યું નહિ. એટલે શ્રી વલ્લભસૂરિ મહારાજે પોતાના સાધુઓ સાથે તરત ત્યાંથી વિહાર કર્યો. એમના ગયા પછી એ ગામના બધા જ કૂવાઓનું પાણી ખારું થઈ ગયું અને પાણી કૂવામાં પણ નીચે ઊતરી ગયું. ગામના લોકોને તાત્કાલિક તો ખબર ન પડી, પરંતુ પછીથી સમજાયું કે જૈન સાધુઓને પાણી નથી વહોરાવ્યું માટે આમ થયું છે. એટલે તેઓ શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે ગયા, પાણી ન વહોરાવવા માટે ક્ષમા માગી અને પોતાના ગામમાં ફરી પધારવા માટે આર્તતાપૂર્વક વિનંતી પણ કરી. કેટલાક સમય પછી શ્રી વલ્લભસૂરિ મહારાજનો ફરીથી એ બાજુનો વિહાર થયો ત્યારે ગામના લોકોએ ફરીથી બહુ આગ્રહપૂર્વક તેમને પોતાના ગામમાં પધારવા વિનંતી કરી અને તેમનું ભવ્ય સામૈયું કર્યું. એ સમયથી ગામના કૂવાઓનું પાણી ફરી મીઠું થઈ ગયું અને તેની સપાટી પણ ઊંચે આવી ગઈ. જ બડોત નગરમાં જિનમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ગામના મુસલમાનોએ પોતાની મસ્જિદ પાસેથી રથયાત્રા પસાર થવા માટે તેમજ ત્યાં આગળ ઢોલ-નગારાં વગાડવા માટે રજા ન આપી. એ વખતે આકાશમાં અચાનક ઘોર વાદળો છવાઈ ગયાં. વીજળીના મોટા કડાકાઓ થવા લાગ્યા. ભયંકર કુદરતી તોફાનથી જેનોની સાથે મુસલમાન પણ ગભરાયા. તે વખતે કેટલાક જૈન અને મુસલમાન આગેવાનો શ્રી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬o પ્રભાવક સ્થવિરો વલ્લભસૂરિ મહારાજ પાસે આવી પહોંચ્યા અને પોતાની ચિંતા વ્યક્ત કરી. શ્રી વલ્લભસૂરિ મહારાજે પ્રેમથી કહ્યું, “સબ કુછ અચ્છા હો જાયેગા.” થોડી વારમાં જ આકાશમાંથી ધીમે ધીમે વાદળાં વીખરાયાં અને સૂરજ પ્રકાશવા લાગ્યો. પ્રતિષ્ઠાના મહોત્સવમાં કંઈ પણ વિઘ્ન ન આવ્યું એથી રાજી થઈ મુસલમાનોએ સંઘને વિનંતી કરી કે પોતાની મસ્જિદ પાસેથી રથયાત્રા પસાર થવા દેવામાં આવશે અને ઢોલ-નગારાં પણ વગાડી શકાશે. આમ ગામમાં સંઘર્ષનું જે વાતાવરણ હતું તે ઉલ્લાસભર્યા ઉત્સવમાં ફેરવાઈ ગયું. જ્યારે હિન્દુસ્તાનને આઝાદી મળી અને ભારત તથા પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા તે વખતે પંજાબમાં સરહદ પરનાં ગામોમાં તંગદિલીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પાકિસ્તાનના ભાગે આવેલાં પંજાબનાં કેટલાંય ગામોમાં જેનોની વસ્તી હતી. એ જેનોએ ત્યાં રહેવું કે ભારત ચાલ્યા આવવું એ ચિંતાનો મોટો વિષય હતો. જે રીતે સામુદાયિક ધોરણે રમખાણો ચાલ્યાં અને ઠેર ઠેર હજારો માણસોની કતલ થઈ તે જોઈ તે વખતે પાકિસ્તાનમાં રહેવામાં પોતાની સલામતી નથી એવું હિન્દુઓને અને જેનોને લાગ્યું. એ સમયે શ્રી વલ્લભસૂરિ મહારાજ ગુજરાનવાલામાં હતા. એમને બચાવીને ભારત લઈ આવવા માટે બહુ ઊહાપોહ થયો. પંજાબના જૈનોએ ઉચ્ચ સરકારી સ્તરે પ્રયત્નો કર્યા કે જેથી પોતાના ગુરુ ભગવંતને વિમાન દ્વારા ભારત લઈ આવવામાં આવે. જ્યારે આ સમાચાર શ્રી વલ્લભસૂરિ મહારાજને મળ્યા ત્યારે તેમણે એ વ્યવસ્થાનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લો ફેન ભારત નહિ આવે ત્યાં સુધી પોતે પણ ભારત નહિ આવે. તેમણે ગુજરાનવાલા અને આસપાસનાં ગામોના જૈનોને, શક્ય એટલી ઝડપથી સ્ત્રીઓને અને બાળકોને ભારત રવાના કરવા માટે સૂચના કરી દીધી હતી અને એ પ્રમાણે સેંકડો કુટુંબો ઘરબાર મૂકીને, હાથપગે નીકળી જઈને ભારતભેગા થઈ ગયાં હતાં. હવે જે કેટલાંક ભાઈબહેનો ગુજરાનવાલામાં રહી ગયાં હતાં તેમની સાથે છેલ્લે શ્રી વલ્લભસૂરિ મહારાજ પણ નીકળવાના હતા. લોકોના મનમાં ગભરાટ ઘણો હતો. પરંતુ ગુરુ મહારાજ તેઓને સાંત્વન આપતા. જ્યારે ગુજરાનવાલામાંથી બધા જ હિન્દુઓ નીકળી ગયા ત્યારે અઢીસો જેટલા શ્રાવકો મહારાજશ્રી સાથે ઉપાશ્રયમાં આવીને રહ્યા Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ હતા. સ્થાનિક મુસલમાનો તો મહારાજશ્રીને એક ઓલિયાબાબા તરીકે પૂજતા હતા. પરંતુ બહારગામથી આવેલ ગુંડા મુસલમાનો લૂંટફાટ કરતા હતા, આગ લાગડતા હતા અને કેટલાયનાં ખૂન કરતા હતા. એ વખતે એક મુસલમાને ઉપાશ્રય ઉપર એક પછી એક એમ ત્રણ બૉમ્બ નાખ્યા. મોટા ધડાકા થયા. એક બૉમ્બ તો શ્રી સમુદ્રવિજયજીની પાસે પડ્યો હતો. પરંતુ સદ્ભાગ્યે કોઈને કશી ઇજા થઈ નહિ. બીજે દિવસે એ યુવાન મુસલમાન પોતાની જ કોમના કોઈકની ગોળીથી વીંધાઈ ગયો હતો. આવી રીતે ગભરાટમાં દિવસો વીતતા હતા. સલામત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉપાશ્રય છોડીને નીકળવામાં ઘણું જોખમ હતું. એવામાં પર્યુષણ પર્વ આવ્યાં. એની આરાધના કરવામાં શ્રાવકોને અસ્વસ્થ ચિત્તને લીધે અનુકૂળ લાગતું ન હતું. પરંતુ શ્રી વલ્લભસૂરિ મહારાજે તો કહ્યું કે સંકટ સમયે તો પર્વની આરાધના વધારે સારી રીતે કરવી જોઈએ. તેમણે પોતે શાંત અને સ્વસ્થ ચિત્તે પર્વની આરાધના કરી અને બધાંને સારી રીતે કરાવી. જાણે એ આરાધનાનો જ પ્રતાપ હોય તેમ પર્યુષણ પછી તરત અમૃતસરથી ત્રણ મોટરલોરીઓ આચાર્ય મહારાજને અને સાધુ-સાધ્વી સમુદાયને મોટરલોરીમાં બેસી જવા કહ્યું. પરંતુ આચાર્ય મહારાજે કહ્યું કે, “પહેલાં શ્રાવકો જાય અને છેલ્લે અમે સાધુ-સાધ્વીઓ જઇશું. અમારે ઘરસંસાર નથી. અમારી પાછળ કોઈ રડનાર નથી.” દરમિયાન અમૃતસરથી બીજી પંદર મોટરલોરીઓ આવી પહોંચી અને સંઘની સુરક્ષા માટે લશ્કરના કેટલાક સૈનિકો પણ સાથે આવ્યા. એટલે મહારાજશ્રી અને સંઘના સભ્યોએ ગુજરાનવાલા છોડવાની તૈયારી કરી. ઘરેણાં વગેરે કીમતી ચીજો સાથે લઈ લીધી. રસ્તામાં વચમાં દાદાગુરુ આત્મારામજી મહારાજના સમાધિ મંદિરનાં છેલ્લાં દર્શન ભીનાં નયને કર્યા. ગુંડાઓએ ત્યાં પણ ફોટાઓની તોડફોડ કરી નાખી હતી. સ્થાનિક મુસલમાન ભક્તોએ આજીજીપૂર્વક કહ્યું, “મહારાજ ! આપ અહીં રોકાઈ જાવ. આપને કંઈ પણ આંચ નહિ આવવા દઇએ.” પરંતુ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ હતી. ગુજરાનવાલામાં પંદર જેટલી ટ્રક આવી છે એવી ખબર પડતાં લુંટવાનો આ મોટો અવસર મળ્યો છે એમ સમજીને બે હજાર જેટલા ગુંડાઓ ગામની બહાર નહેરની સામે સંતાઈ ગયા. એ સમાચાર આચાર્ય મહારાજને પહોંચી Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ગયા. એમણે રસ્તામાં ટ્રકો અટકાવી દીધી. સાથે આવેલા સૈનિકોના કંટને દૂરબીનથી જોયું તો એમ લાગ્યું કે આટલા બધા હથિયારધારી ગુંડાઓનો સામનો પોતાના થોડા સૈનિકો બરાબર કરી શકશે નહિ. એટલે આચાર્ય મહારાજે બધાને ટ્રકમાંથી નીચે ઊતરી જવા કહ્યું. કાઉસગ્ગ અને નવકાર મંત્રની ધૂન મચી. એટલામાં જાણે કોઈ દેવી સહાય આવી પહોંચી હોય તેમ એક લશ્કરી જીપ ત્યાંથી પસાર થઈ. એમાં એક શીખ બ્રિગેડિયર પોતાની પત્ની સાથે જઈ રહ્યા હતા. પત્નીએ જીપ ઊભી રખાવી. ઊતરીને એણે શ્રી વલ્લભસૂરિ મહારાજનાં દર્શન કર્યા અને પોતાના બ્રિગેડિયર પતિને આગ્રહ કર્યો કે, “બસ, હવે તો આપણે આ બધા લોકોને સહીસલામત પાર ઉતારીને પછી જ જવું જોઇએ.' બ્રિગેડિયરે તરત લશ્કરના બીજા સૈનિકોને બોલાવી લીધા. બધી ટ્રકોની આસપાસ સૈનિકો ગોઠવાઈ ગયા. તે જોઈ બે હજાર લૂંટારુઓએ નાસભાગ કરી મૂકી. બધી ટ્રકો સહીસલામત પાકિસ્તાનની સરહદ વટાવી અમૃતસર આવી પહોંચી, જાણે કે ગુરુમહારાજનું તપ ફળ્યું છે. બધાને પ્રત્યક્ષ અનુભવ થયો કે ગુરુમહારાજના પ્રતાપે કોઈક દેવી સહાય મળી છે. ગુજરાનવાલાથી શ્રી વલ્લભસૂરિ મહારાજ અમૃતસર આવ્યા. ત્યારપછી પાકિસ્તાનથી પાછા ફરેલા નિરાધાર શ્રાવકોને આર્થિક રીતે પગભર કરવા માટે ઘણી મોટી ઝુંબેશ ઉપાડી હતી. પાકિસ્તાનમાંથી છેલ્લામાં છેલ્લું શ્રાવક કુટુંબ ભારત પહોંચી જાય તે પછી પોતે પાકિસ્તાનમાંથી વિહાર કરશે એવો સંકલ્પ તેમણે કર્યો હતો. પરંતુ અમૃતસર આવ્યા પછી જ્યારે તેમને કોઈક સમાચાર આપતું કે અમુક કુટુંબ હજુ પાકિસ્તાનમાં રહી ગયું છે તો તે સાંભળીને એમની આંખમાંથી આંસુ સારતાં અને તે કુટુંબ સહીસલામત ભારતમાં આવી જાય તે માટે સંઘના આગેવાનોને કહીને ગોઠવણ કરાવતા. પાકિસ્તાનથી આવેલાં હજારો જૈન કુટુંબોને ઘરબાર અને વેપાર-ધંધામાં થાળે પાડવા માટે પણ શ્રી વલ્લભસૂરિ મહારાજે મુંબઈ, ગુજરાત, રાજસ્થાનમાં પોતાના ભક્ત શ્રીમંતોને અપીલ કરી હતી અને એનો ઘણો સારો પ્રતિસાદ એમને સાંપડ્યો હતો. પંજાબના જેનો ઉપર એમના ગુરુદેવ શ્રી વલ્લભસૂરિ મહારાજનું આ રીતે ઘણું મોટું ઋણ રહ્યું છે. પાકિસ્તાનમાંથી ભારતમાં અમૃતસરમાં આવ્યા પછી મહારાજશ્રી Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ બીકાનેર, સાદડી, પાલનપુર અને પાલિતાણા થઈ મુંબઈ પધાર્યા. તેઓ જ્યાં જતા ત્યાં અનેકવિધ યોજનાઓ થતી અને તેમની પ્રેરણાથી દરેક યોજના માટે સારો આર્થિક સહયોગ મળી રહેતો. મુંબઈમાં પણ તેમણે ધર્મશાળા, ભોજનશાળા વગેરે માટે યોજનાઓ કરાવી હતી. મુંબઈમાં તેઓ પંદરેક વર્ષ પછી પધાર્યા હોવાને કારણે ઠેર ઠેર તેમના પ્રવચનો અને વિવિધ કાર્યક્રમો યોજાયાં હતા. મુંબઇમાં બેએક ચાતુર્માસ પછી તેમની ભાવના શત્રુંજયની યાત્રા કરીને પંજાબ પાછા ફરવાની હતી, પરંતુ હવે એમની ઉમર ૮૪ વર્ષની થવા આવી હતી. પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફને કારણે તેમની તબિયત બગડવા લાગી હતી. મુંબઈના નામાંકિત ડોક્ટરોએ અને પંજાબથી આવેલા વૈદ્યોએ એમની તબિયત સારી થાય એ માટે વિવિધ ઉપચારો કર્યા, પરંતુ પહેલાં હતી તેવી તબિયત થઈ નહિ. બીજી બાજુ પંજાબના લોકો આતુરતાથી એમની રાહ જોતા હતા. એટલે મહારાજશ્રીએ પોતાના પટ્ટધર શ્રી વિજયસમુદ્રસૂરિને પંજાબ તરફ વિહાર કરવા માટે મોકલ્યા, પરંતુ તેઓ વિહાર કરીને ગુજરાતમાં આણંદ પાસે બોરસદ પહોંચ્યા ત્યાં તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા. મહારાજશ્રીએ કેટલોક સમય મહાવીર જૈન વિદ્યાલયમાં સ્થિરતા કરી હતી. પરંતુ ત્યારપછી નાદુરસ્ત તબિયતને કારણે તરત ઉપચાર થઇ શકે એ માટે ૧૨ મી ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ તેઓ શેઠ કાંતિલાલ ઇશ્વરલાલના મરીનડ્રાઈવ પર આવેલા નિવાસસ્થાને ગયા. હવે દિવસે દિવસે એમની તબિયત વધુ લથડતી જતી હતી. તેમ છતાં તેઓ રોજેરોજની ધર્મક્રિયાઓ અપ્રમત્તભાવથી કરતા. સં. ૨૦૧૦ના ભાદરવા વદિ ૧૦, તા. ૨૨-૯-૧૯૫૪ની રાત્રે તેમની અસ્વસ્થતા વધી ગઈ અને રાત્રે ૨ કલાક અને ૩૨ મિનિટે તેમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર વાયુવેગે મુંબઈમાં અને સમગ્ર ભારતમાં તાર-ટેલિફોન દ્વારા પ્રસરી ગયા. પંજાબથી અનેક ભક્તો મુંબઈ આવી પહોંચ્યા. તેમની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. હજારો જૈન-જૈનેતર માણસો તેમાં જોડાયા હતા. મુંબઈમાં ભાયખલાના મંદિરના ચોગાનમાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એ સ્થળે ત્યારપછી તેમનું સુંદર સ્મારક રચવામાં આવ્યું. આમ, ૮૪ વર્ષના આયુષ્યકાળમાં અને તેમાં પણ સાડા છ દાયકાથી વધુ સમયના દીક્ષા પર્યાય દરમિયાન પૂ. શ્રી વલ્લભસૂરિ મહારાજે જે કાર્યો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રભાવક સ્થવિરો કર્યા, જે સિદ્ધિઓ મેળવી અને જૈન-જૈનેતર સમાજ ઉપર એમનો જે પ્રભાવ પડ્યો તેનું ઐતિહાસિક મહત્વ ઘણું બધું છે. ગુરુમહારાજ પૂ. આત્મારામજી મહારાજે એમને સોંપેલા પંજાબના કાર્યક્ષેત્રનું સુકાન એમણે બરાબર સંભાળ્યું અને દીપાવ્યું. પંજાબીઓના ગુરુ તરીકે તેઓ અનન્ય બની ગયા. ઘરે ઘરે એમનું શુભ નામ પ્રાતઃ સ્મરણીય બની ગયું. પંજાબના ભક્તોને ભક્તિસંગીતનો રસ ઘણોબધો રહ્યો છે. પંજાબમાં આત્મારામજી મહારાજના સમયથી થયેલી “સંક્રાંતિ દિન' ઊજવવાની પ્રથા આજ દિવસ સુધી ચાલી આવી છે. માત્ર બેસતા વર્ષના દિવસે જ નહિ, પરંતુ દર મહિને સંક્રાંત દિન ઊજવાય છે, અને અંતે ગુરુમુખે માંગલિક સંભળાય છે. એવી ઉજવણીમાં ભક્તિનાં વિવિધ પદો રજૂ થાય છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ વિદ્યમાન હતા ત્યારે પંજાબમાં અનેક કવિઓએ પોતાના ગુરુમહારાજ શ્રી વલ્લભસૂરિ માટે પદો લખ્યાં છે. એમના કાળધર્મ પછી પણ એમને અંજલિ આપતાં અનેક પદો જૈન-જૈનેતર કવિઓની કલમે લખાયાં છે અને મધુર કંઠે અનેક વાર તે ગવાયાં છે. શ્રી વલ્લભસૂરિ મહારાજ વિશે વર્તમાન સમયમાં વધુમાં વધુ પદો જો લખાયાં હોય તો તે શ્રી વલ્લભસૂરિ મહારાજ વિશેનાં છે. એ બધાં પદો પરથી આપણને પ્રતીતિ થાય છે કે શ્રી વલ્લભસૂરિ મહારાજના પવિત્ર જીવનનો પ્રભાવ જનજીવન ઉપર અને ભક્ત-કવિઓ ઉપર કેટલો બધો રહ્યો છે ! પોતાના ગુરુમહારાજ પ્રત્યેના પૂજયભાવને મૂર્તિમત્ત સ્વરૂપ આપવા માટે દરેક ધર્મ-સંપ્રદાયમાં વિવિધ યોજનાઓ સમયે સમયે થતી હોય છે. ગુરુમહારાજની પ્રતિમાની સ્થાપના થાય છે અને ભવ્ય ગુરુમંદિરોનું નિર્માણ થાય છે. દિલ્હીમાં “વલ્લભ સ્મારક'નું જે ભવ્ય આયોજન થયું છે એ શ્રી, વલ્લભસૂરિ મહારાજના ભક્તોના એમના પ્રત્યેના પૂજ્યભાવ અને ભક્તિભાવનું દ્યોતક છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ Page #82 -------------------------------------------------------------------------- ________________ [[૪] || શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ | ગઈ સદીમાં અંગ્રેજોનું શાસન ભારતમાં ચાલતું હતું ત્યારે ખ્રિસ્તી મિશનરી પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ગરીબ ગામડાંઓમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જોરશોરથી કરતા હતા. અંગ્રેજોની સત્તા હતી એટલે મિશનરીઓ સામે બહુ વિરોધ થઈ શકતો નહોતો. એક વખત ધર્મપ્રચારનું કામ રોકટોક વિના વેગથી ચાલે એટલે એમાં ધર્માન્તર કરાવવા માટે વિવિધ તરકીબો પણ અજમાવાય. ગામડાંઓના અભણ અને અબુધ લોકોને પોતાના ધર્મના ચમત્કારની વાતોથી આશ્ચર્યમુગ્ધ કરી દેવાના પ્રયાસો પણ થતા. એક પાદરી પોતાની પાસે બે નાની સરસ રંગેલી મૂર્તિઓ રાખતા. એક ભગવાન વિષ્ણુની અને એક ક્રૉસ સહિત ઇશુ ખ્રિસ્તની. ગામડાના લોકોને ભેગા કરી તેઓ ઉપદેશ આપતા કે સાચા ભગવાન એ જ કે જે પોતે તરે અને બીજાને તારે. એવો ઉપદેશ આપ્યા પછી લોકો પાસે એક મોટું વાસણ મગાવી તેમાં પાણી ભરાવતા. પછી પોતાની થેલીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ કાઢી બધાનાં દેખતાં તેઓ પાણીમાં તે મૂકતા. એ મૂર્તિ પાણીમાં ડૂબી જતી. ત્યારપછી પોતાની થેલીમાંથી ઈશુ ખ્રિસ્તની સરસ રંગીન મૂર્તિ કાઢતા અને તે પાણીમાં મૂકતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તે મૂર્તિ પાણીમાં તરવા લાગતી. આવો ચમત્કારભર્યો પ્રયોગ કરીને ગામડાંના ગરીબ અબુધ લોકોના મનમાં તેઓ ઠસાવતા કે જે પોતે તરી શકે તે જ બીજાને તારી શકે. માટે સાચા ભગવાન ઇશુ ખ્રિસ્ત જ છે, કારણ કે તે પોતે તરે છે અને બીજાને તારે છે. માટે તેમનો ધર્મ સ્વીકારવો જોઇએ. ધર્માન્તરની તેમની આ પ્રવૃત્તિની વાત સાંભળી કુતૂહલથી પ્રેરાઈને એક વખત એક યુવાન પણ ત્યાં આવ્યો હતો. લોકોની વચ્ચે બેસીને પ્રચારક પાદરીનો પ્રયોગ તેણે નિહાળ્યો. પોતે બુદ્ધિશાળી હતો એટલે પ્રયોગનું રહસ્ય તરત સમજી ગયો. તેણે પ્રયોગ પૂરો થયા પછી પાદરીને કહ્યું કે, “સાચા-ખોટા Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ભગવાનની જળપરીક્ષા પૂરી થઈ. હવે મારે તમને આ ભગવાનની અગ્નિપરીક્ષા કરી બતાવવી છે. માટે બંને ભગવાન મને આપો.” પાદરી તરત વાત પામી ગયા, કારણ કે ભગવાન વિષ્ણુની મૂર્તિ પથ્થરની હતી અને ઇશુ ખ્રિસ્તની મૂર્તિ લાકડાની હતી. પરંતુ બંને રંગેલી હતી એટલે ભોળા લોકોને તેના ફરકની ખબર પડતી નહિ. જો અગ્નિપરીક્ષા કરવામાં આવે તો ઇશુ ખ્રિસ્તની મૂર્તિ બળીને ખાખ થઈ જાય. એટલે પાદરીએ આડાંઅવળાં ગલ્લાતલ્લા કર્યા અને તરત ત્યાંથી તેણે વિદાય લીધી. પેલા યુવાને લોકોને આવા ભરમાવનારા ધર્મપ્રચારથી ન દોરવાઈ જવા માટે શિખામણ આપી. પાદરીની સામે પડકાર ફેંકનાર એ યુવાનનું નામ હતું બહેચરદાસ પટેલ, જેઓ પાછળથી જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરીકે સુવિખ્યાત બન્યા. બહેચરદાસ જાતે પાટીદાર હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં વિ. સં. ૧૯૩૦માં (ઇ. સ. ૧૮૭૪)માં મહા વદ ચૌદસના રોજ, મહાશિવરાત્રિના પર્વના દિવસે રાતના બાર વાગે એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શિવદાસ હતું અને માતાનું નામ હતું અંબાબાઈ. શિવદાસના એ પાંચમા સંતાન હતા. શિવદાસ ખેડૂત હતા. પતિ-પત્ની આખો દિવસ ખેતરમાં કામ કરતાં. ખેડૂતો સામાન્ય રીતે ઝાડની નીચી ડાળી ઉપર ઝોળીની જેમ લૂગડું બાંધીને તેમાં નાના બાળકને સુવાડે. એવી રીતે નાના બાળક બહેચરદાસને રોજ સુવાડતા હતા. એક દિવસ ખેતરમાં એવી રીતે બાળકને સુવાડ્યું હતું ત્યારે તે ડાળને બાંધેલી ઝોળી ઉપર એક કાળો મોટો નાગ આવ્યો. એ જોઈને અંબાબાઈ ડઘાઈ ગઈ. નાગ ડંખ મારે તો ઊંઘતા બાળકનું તરત મૃત્યુ થાય. એ દશ્ય જોઈ એમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સાથે સાથે પોતાને જેમાં પરમ શ્રદ્ધા હતી એવી બહુચરા માતાની તરત માનતા પણ માની લીધી. થોડી વારમાં નાગ ત્યાંથી ચાલ્યો ગયો. બાળક બચી ગયું. એટલે માતા-પિતાએ બાળકનું નામ બહેચરદાસ રાખ્યું. બહેચરદાસ મોટા થતાં એમને ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા. ભણવામાં તે તેજસ્વી હતા. સહાધ્યાયીઓમાં એક ડાહ્યાભાઈ નામનો જેન Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ વિદ્યાર્થી હતો. એણે બહેચરદાસને સરસ્વતીદેવીનો મંત્રજાપ શીખવ્યો હતો. પોતે કણબીનો છોકરો છે એટલે પોતાને વિદ્યા નહિ ચડે અને પોતે પંડિત નહિ થઇ શકે એવો ડર બહેચરદાસના મનમાં હતો. પરંતુ વિદ્વાન બનવાની તથા સારા વક્તા બનવાની એમને ઘણી હોંશ હતી. મિત્ર ડાહ્યાભાઇએ એમને સરસ્વતીદેવીનો મંત્રજાપ એક જૂની હસ્તલિખિત પોથીમાંથી ઉતારી આપ્યો અને ગામના દેરાસરમાં જઈ, એકાંત સમયે પદ્માવતી દેવીની પ્રતિમા સામે બેસી મંત્રજાપ કરવાનું કહ્યું. એમ કરવાથી બહેચરદાસને જાણે સરસ્વતીદેવી પ્રસન્ન થયાં હોય એવો અનુભવ થયો. એમની વક્તત્વછટા અને લેખનની કલા જાણે વિકસવા લાગી. બહેચરદાસનો વચ્છરાજ નામનો એક સહાધ્યાયી હતો. તે જાતે બારોટ હતો અને કવિતા કેમ વાંચવી તે જાણતો હતો. એણે બહેચરદાસમાં કવિતાનો રસ જગાડ્યો હતો. શાળામાં ભણવું અને ખેતરમાં કામ કરવું એ બે બહેચરદાસની મુખ્ય પ્રવૃત્તિ સાથે મંત્રજાપ અને જોડકણાં બનાવવાની પ્રવૃત્તિ ચાલતી. બહેચરદાસ ભરથરી, જોગી, સાધુબાવાઓ, રાવણહથ્થાવાળાઓ વગેરે પાસે બેસી પદો, ભજનો સાંભળતા. એ સાંભળીને એવી કવિતા લખવાનું તેમને મન થઈ જતું. કિશોરાવસ્થામાં જ બહેચરદાસની કવિતા-સરવાણી ફૂટી હતી. એ દિવસોમાં એમણે એક પ્રાર્થના-કાવ્ય લખ્યું હતું જેની આરંભની કડીઓ નીચે પ્રમાણે હતીઃ ઓ ઈશ્વર ! માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને, પ્રભુ ! લે મારી સંભાળ. સારી વિદ્યા આપ તું, દુર્ગુણ-દોષો ટાળ; કૃપા કરી મુજને, પ્રભુ ! ગણજે તારો બાળ, એક વખત વિજાપુરના વિદ્યાર્થીમંડળમાં મિત્ર વચ્છરાજના આગ્રહથી એમણે મોટા થવા વિશે કાવ્યરચના રજૂ કરી હતી, જેની આરંભની કડી નીચે પ્રમાણે હતી : જનો મોટા થાતા, જનો પંકાતા, સારાં કરીને કાજ; દુઃખને વેઠી વિદ્યા ભણે જે, હેડે રાખી હામ.. ખંતીલા, ઉત્સાહી ટેકી, ઉદ્યમી રાખે નામ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રભાવક સ્થવિરો શ્રી બુદ્ધિસાગરજીએ ઘણાં પદો, ભજનો, સ્તવનો લખ્યાં, મોટી પૂજાઓ લખી તથા સંસ્કૃતમાં શ્લોકરચનાઓ કરી એ એમની વિકસિત કવિત્વશક્તિનાં બીજ કિશોરાવસ્થાની એમની કાવપ્રવૃત્તિઓમાં જોઈ શકાય છે. એમની પાસે નૈસર્ગિક કાવ્યશક્તિ હતી તેની એ પ્રતીતિ કરાવે છે. શાળાના મિત્રો સાથે બહેચરદાસ ગામની સીમમાં, ખેતરોમાં ફરવા, રખડવા જતા. બહેચરદાસ શરીરે ખડતલ હતા. ઝાડ ઉપર ચડીને કૂદકો મારતા. એમને તરવાનું આવડતું નહિ. પાણીમાં પડતાં ડર લાગતો. એક દિવસ ગામના તળાવની પાળે ઊભા હતા ત્યાં પાછળથી એક મિત્રે ધક્કો માર્યો. ઊંડા પાણીમાં પડ્યા. હવે હાથપગ હલાવ્યા વગર છૂટકો નહોતો. હાથપગ જોરથી હલાવ્યા અને ઊંડા પાણીમાંથી બહાર આવ્યા. એમ કરતાં કરતાં તરવાનું શીખી ગયા. પછી તરવામાં એક્કા થઈ ગયા અને ગામના બીજા છોકરાઓને પણ શીખવવા લાગ્યા હતા. પોતાની શારીરિક તાકાત, નિર્ભયતા અને મનોબળ વડે બહેચરદાસ ગામના બધા છોકરાઓના નેતા જેવા બની ગયા હતા. એવામાં વીજાપુરમાં વિસાગર નામના જૈનાચાર્ય પધાર્યા હતા. એક દિવસ સવારમાં ગામને પાદર તેઓ સ્થંડિલ માટે જતા હતા ત્યારે બે ભેંસો લડતી લડતી રવિસાગર તરફ ધસતી હતી. બહેચરદાસે એ દૃશ્ય જોયું. એમને ભય લાગ્યો કે રખેને આ ભેંસો જૈન મહારાજને અડફેટમાં લઈ પાડશે તો મહારાજ મોતના પંજામાં પડશે. એટલે એમણે પોતાના હાથમાં રહેલી ડાંગ એક ભેંસને જોરથી ફટકારી. એથી બંને ભેંસો છૂટી પડીને ચાલી ગઈ. રવિસાગરજી બચી ગયા. પરંતુ એ દૃશ્ય જોનાર રવિસાગરજી મહારાજે બહેચરદાસને પાસે બોલાવી પ્રેમથી કહ્યું, ‘ભાઈ ! મૂંગા ઢોરને આમ મરાય નહિ. એને કેટલું દુઃખ થાય !' રવિસાગરજી મહારાજે જે વાત્સલ્યભાવથી થોડા શબ્દોમાં આ શિખામણ આપી તે બહેચરદાસના હૃદયમાં એવી સોંસરી ઊતરી ગઈ કે જાણે કે આ ઘટનાએ એમના સમગ્ર જીવનમાં પરિવર્તન કરી નાખ્યું. આ કોઈ મોટા મહાત્મા છે, એમના પરિચયમાં આવવા જેવું છે એવી અંતરમાં તરત પ્રતીતિ થઈ ગઈ. ઉપાશ્રય જઈ રવિસાગરજી મહારાજનો વધુ પરિચય કર્યો અને પૂર્વના કોઈ ઋણાનુબંધથી રવિસાગરજી મહારાજને પણ બહેચરદાસના જીવનમાં રસ પડ્યો. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૬૬ પરંતુ તેઓ વધુ હોશિયાર થાય એ માટે અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, ઉર્દૂ વગેરે ભાષાઓ શીખવા માટે રવિસાગરજીએ જેને ગૃહસ્થોને ભલામણ કરીને પ્રબંધ કરાવી આપ્યો. વીજાપુરમાં તે સમયના નથુરામ મંચ્છાચંદ દોશી નામના ગૃહસ્થ તેમાં ઘણી આર્થિક મદદ કરી અને બધી સગવડ કરાવી આપવામાં અંગત રસ લીધો. બહેચરદાસે વીજાપુરમાં જૈન વિદ્યાર્થીઓ માટે સાંજે ચાલતી પાઠશાળામાં જેના સૂત્રો ભણવાનું ચાલુ કર્યું. પાઠશાળાના બ્રાહ્મણ શિક્ષકનું નામ હતું રવિશંકર જાની. એમણે બહેચરદાસને સમજાવ્યું કે જૈન પાઠશાળામાં અભ્યાસ કરવાનું તો જ વધુ યોગ્ય ગણાય જો રાત્રિભોજનનો ત્યાગ થાય અને ડુંગળી, લસણ વગેરે ખાવાનું છોડી દેવામાં આવે. બહેચરદાસને પાઠશાળામાં અભ્યાસ કરવાની લગની લાગી હતી. એટલે એમણે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. આમ, બાલ્યાવસ્થાથી જ બહેચરદાસમાં જૈનત્વના સંસ્કાર પડવા લાગ્યા હતા. વિદ્યાભ્યાસ કર્યા પછી ખેતીના વ્યવસાયમાં ન રહેતાં તેજસ્વી બહેચરદાસ, પાસે આવેલા ગામ આજોલની પાઠશાળામાં શિક્ષક બન્યા. ત્યાં તેમણે વિદ્યાર્થીઓને સૂત્રો શીખવ્યાં. પોતે શ્રીપાલ રાજાનો રાસ, ચંદ રાજાનો રાસ વગેરે રાસાઓ વાંચતા. એની અસર એમના જીવન ઉપર પણ પડતી. અહીં તેઓ ગોરજી ગણપતસાગરજી, “સન્મિત્ર'ના નામથી સુપ્રસિદ્ધ શ્રી કપૂરવિજયજી, આજોલના બ્રહ્મચર્યવ્રતધારી શ્રાવક વૈદ્ય પ્રેમચંદ વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યા. આજોલમાં તેઓ “માસ્તર'ના નામથી વધુ પ્રસિદ્ધ બન્યા. એમના પવિત્ર વ્યક્તિત્વના પ્રભાવથી આજોલના કેટલાંયે પટેલ કુટુંબોએ જૈન ધર્મ સ્વીકારી લીધો હતો. અહીં જ એમને વળગેલો ચોથિયો તાવ ઘણા ઉપચાર છતાં નહોતો મર્યો તે યતિ ગણપતસાગરજીએ આપેલા મંત્રના જાપથી મટી ગયો હતો અને તેથી મંત્રશક્તિમાં એમની શ્રદ્ધા દઢ થઈ હતી. આજોલમાં જ તેઓ ઠાકરડા-બહારવટિયાઓનો સામનો કરવા હાથમાં ડાંગ લઈ ગામના રજપૂતોની સાથે નીકળી પડ્યા હતા. એમની યુવાનીનું ક્ષાત્રતેજે ત્યારે ઝળકી ઊડ્યું હતું. રવિસાગરજી મહારાજ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ગાઢ થતો ગયો. એ સંપર્કથી જૈન ધર્મના વધુ ઊંડા સંસ્કાર તેમનામાં આવતા ગયા. રાત્રિભોજન Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રભાવક સ્થવિરો અને અભક્ષ્યનો તેમણે ત્યાગ કર્યો હતો. હવે એમણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ચાલુ કરી. પાઠશાળાની ઇનામી સ્પર્ધાઓમાં તેમને ઇનામો મળવા લાગ્યાં. કેટલાંયે સ્તવનો તેમણે કંઠસ્થ કર્યા. તેઓ જુદા જુદા સાધુમહારાજોના સંપર્કમાં આવ્યા. એમાં એક વયોવૃદ્ધ સાધુમહારાજ શ્રી ગુમાનવિજયજી પ્રત્યે તેમને ઘણી શ્રદ્ધા થઈ હતી. વળી, પોતાના અંતિમ દિવસોમાં રવિસાગરજી મહારાજે બહેચરદાસને પોતે જે ગણતા હતા તે નવકારવાળી પોતાની સ્મૃતિ તરીકે આપી અને આત્મસાધના કરવાની ભલામણ કરી. બહેચરદાસની ત્યારે ૨૩ વર્ષની ઉમર હતી. તેઓ મહારાજની સેવાચાકરી કરતા. અવાજ એમનો બુલંદ હતો. તેઓ મહારાજશ્રીને ઉચ્ચ સ્વરે સ્તવન–સક્ઝાય સંભળાવતા. જૈન સાધુઓનું જીવન જોઈ એમને સંયમનો રસ લાગ્યો હતો. દીક્ષા લઈ સાધુ થવું કે ન થવું તેનું મંથન તેમના દિલમાં ચાલુ થયું હતું. પરંતુ એટલું તો નક્કી કરી લીધું હતું કે પરણીને ગૃહસ્થાશ્રમ માંડવો નથી. આજોલમાં બહેચરદાસનો વિદ્યાભ્યાસ વધતો જતો હતો. ત્યાં કાશીથી એક વૃદ્ધ યતિ આવ્યા હતા. એ યતિએ બહેચરદાસને “વર્ધમાન વિદ્યા”, ઋષિમંડલ” તથા “સૂરિમંત્ર'ની ગુરુગમ આમ્નાયો બતાવી હતી. યતિ કાશી પાછા ફરતા હતા ત્યારે કાશી જઈ વધુ અભ્યાસ કરવા બહેચરદાસને મન થયું, પણ પછી એ અજાણ્યા દેશમાં જવાનું માંડી વાળીને, મહેસાણામાં જ ગુરુમહારાજ શ્રી રવિસાગરજીની પ્રેરણાથી સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા'માં અભ્યાસ કરવા માટે તેઓ આજોલ છોડી મહેસાણા જઈને રહ્યા. વૃદ્ધાવસ્થાને કારણે શ્રી રવિસાગરજી મહારાજે ત્યાં સ્થિરવાસ કર્યો હતો. બહેચરદાસ ત્યાં એમના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. ઘણુંખરું એમની પાસે જ રહેતા અને એમની વૈયાવચ્ચ કરતા. પંચોતેર વર્ષની વયના શ્રી રવિસાગરજી મહારાજે કેટલાક દિવસ પહેલાં પોતાના કાળધર્મના દિવસની આગાહી કરી દીધી હતી અને એ દિવસે પદ્માસન વાળીને, કાઉસગ્ગ ધ્યાનમાં સમાધિપૂર્વક, અનેક લોકોની હાજરી વચ્ચે પોતાનો દેહ છોડ્યો હતો. બહેચરદાસ અંતિમ ક્ષણ સુધી એમની પાસે જ રહ્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજે પોતાના અંતિમ દિવસોમાં એવી એક આગાહી Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૭૧ કરતાં બહેચરદાસને કહ્યું હતું કે આગળ જતાં તું દીક્ષા લેશે અને અમારા સમુદાયમાં તું મોટું નામ કાઢશે. બહેચરદાસને એમણે નીચે પ્રમાણે કેટલીક મહત્ત્વની શિખામણો પણ આપી હતી : (૧) ભણતર આત્માને તારવા માટે છે. ચૌદ પૂર્વના ધારક મુનિઓ પણ પ્રમાદથી પતિત થયા છે. માટે ભણીગણીને રાગદ્વેષ ન થાય એ જ ધ્યાનમાં રાખવાનું છે. (૨) ભણ્યા-ગણ્યાનો અહંકાર ન કરવો. (૩) દરેકની સાથે કારણ પશ્ય જરૂર પૂરતું જ બોલવું. (૪) ઘણા સાધુઓના સમાગમમાં વિવેક ને વિનયપૂર્વક ભલે આવવું, પણ એકબીજાએ કરેલી વાતો મનમાં રાખવી. સાધુઓની પાસે ખાનગીમાં બહુ બેસવું નહિ. (૫) કોઇ પણ મનુષ્ય માટે એકદમ સારો કે એકદમ ખોટો અભિપ્રાય બાંધી દેવો નહિ. (૬) પોતાના અભ્યાસમાં ચિત્ત રાખવું. (૭) કોઇના ઘરે જમવા જવું ત્યાં સ્ત્રીવર્ગ સામે જોવું નહિ, જમ્યા બદ તરત ઉપાશ્રયમાં ચાલ્યા આવવું. (૮) દરરોજ નવ વાગે મને ‘નવસ્મમણ' સંભળાવવાં, કારણ કે તને શુદ્ધ રીતે બોલતાં આવડે છે. શ્રી રવિસાગરજી મહારાજના કાળધર્મથી બહેચરદાસે જાણે શિરછત્ર ગુમાવ્યા જેટલું દુઃખ અનુભવ્યું. તેઓ તેમની પાસે હૃદય ખોલીને વાત કરી શકતા અને તેમની પાસેથી નિઃસ્વાર્થ, સાચું માર્ગદર્શન વાત્સલ્યપૂર્વક મળી શકતું. શ્રી રવિસાગરજીના કાળધર્મ પછી બહેચરદાસ અને તેમના એક મિત્ર મોહનલાલે ડાભલા નામના ગામે સન્મિત્ર' પૂ. કર્ખરવિજયજી પાસે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. વિ. સં. ૧૯૫૬માં ભયંકર દુકાળ પડ્યો. છપ્પનિયા દુકાળ તરીકે તે જાણીતો થયો. એ અરસામાં બહેચરદાસ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે શેઠ નાથુભાઇનો પત્ર મળ્યો. તેમાં જણાવ્યું હતું કે બહેચરદાસનાં માતા અને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રભાવક સ્થવિરો પિતા બંને પાંચેક દિવસના અંતરે અવસાન પામ્યાં છે. બહેચરદાસ તરત વીજાપુર આવ્યા. માતા-પિતાની ઉત્તરક્રિયા કરી. એ નિમિત્તે માનેલી શત્રુંજયની તીર્થયાત્રા પણ તેઓ કરી આવ્યા. વૈરાગ્ય તરફ એમનું મન વધતું જતું હતું. વિ. સં. ૧૯૫૭માં એમણે રવિસાગરજીના શિષ્ય સુખસાગરજી મહારાજ પાસે જઈ પાલનપુરમાં ૨૭ વર્ષની યુવાન વયે દીક્ષા અંગીકાર કરી. બહેચરદાસ પટેલ હવે મુનિ બુદ્ધિસાગર બન્યા. મુનિ તરીકે આજીવન ખાદી પહેરવાનો તેમણે નિયમ લીધો. મુનિજીવનનું તેઓ ચુસ્તપણે પાલન કરવા લાગ્યા. પોતાની ઊંચી પડછંદ કાયાને અનુરૂપ જાડો વજનદાર દાંડો તેઓ હાથમાં રાખતા. તેઓ પોતાની બ્રહ્મચર્યની સાધના નવ વાડ સાથે નિષ્ઠાપૂર્વક કરતા. સ્ત્રી સામે દૃષ્ટિ કરતા નહિ. વ્યાખ્યાન સિવાય સ્ત્રીઓ પોતાના સંપર્કમાં આવે નહિ તે માટે સંઘોને કડક સૂચના આપતા. બુદ્ધિસાગર મહારાજ અત્યંત તેજવી, શ્રદ્ધાવાન અને વિદ્યાવ્યાસંગી હતા. એમણે ઝડપથી શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. જૈન અને અન્ય ધર્મના અનેક ગ્રંથો તેઓ વાંચવા લાગ્યા. બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કર્મગ્રંથ, તર્કસંગ્રહ, સૂયગડાંગ સૂત્ર, પ્રકરણ રત્નાકર, જૈન કથારત્ન કોશ, યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજીની ચોવીસીઓ, શ્રી આત્મારામજી મહારાજના ગ્રંથો વગેરે ઉપરાંત અન્ય દર્શનોના ગ્રંથોમાં શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત, તુલસીકૃત રામાયણ, શિક્ષાપત્રી વગેરે અનેક ગ્રંથો વાંચી લીધા હતા. રોજનાં પાંચસો જેટલાં પાનાં તેઓ વાંચી લેતા. એમની ગ્રહણશક્તિ ઘણી સારી હતી. આવા અનેક ગ્રંથોના વાંચનથી એમની તર્કશક્તિ, તારતમ્યશક્તિ વિશેષ ખીલવા લાગી હતી. દીક્ષા પછી પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૭માં સુરતમાં થયું. એ સમયે જૈન સાધુમાંથી ખ્રિસ્તી બની ગયેલા જયમલ્લ નામના એક ભાઈ ખ્રિસ્તી ધર્મનો બહુ પ્રચાર કરવા લાગ્યા હતા. ત્યારે તેની એકેએક દલીલોનો તર્કયુક્ત શાસ્ત્રીય ઉત્તર આપતો “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો' નામનો ગ્રંથ બુદ્ધિસાગરજી મહારાજે લખ્યો. એમના એ પ્રથમ ગ્રંથથી લેખક તરીકેની, વિચારક તરીકેની અને શાસ્ત્રજ્ઞ તરીકેની તેમની ઊંચી શક્તિનો પરિચય બધાને થયો. આ રીતે યુવાન સાધુ બુદ્ધિસાગરનો પ્રભાવ અનેક લોકો ઉપર પડવા Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૭૩ લાગ્યો. સુરતના ચાતુર્માસ દરમિયાન બીજી એક ઘટના બની. સુરતમાં શ્રી કમલવિજયના શ્રી મોહનવિજય નામના એક શિષ્ય હતા. એમને અચાનક ગાંડપણ ઊપડેલું અને બહુ તોફાન તેઓ મચાવતા. એમને ફેફરું પણ આવતું. ઘણા ઉપચાર કર્યા છતાં તે મટતું જ નહોતું. ભૂત, પ્રેત કે વળગાડમાં શ્રી કમલવિજય માનતા નહોતા. પરંતુ પોતાના આ શિષ્યથી તેઓ હવે થાક્યા હતા અને શિષ્યને પણ ઘણો બધો ત્રાસ પડતો હતો. લોકો પણ તેમને કંઈક મંત્રસાધના કરવા વિનંતી કરતા હતા. મુનિ બુદ્ધિસાગર મંત્રતંત્રના સારા જાણકાર હતા અને ગૃહસ્થાવસ્થામાં પણ તેઓ સાપ, વીંછી, આધાશીશી વગેરે ઉતારી આપતા હતા. એમને કહેવામાં આવ્યું ગુરુમહારાજની આજ્ઞા લઈ મુનિશ્રી બુદ્ધિસાગર શ્રી મોહનવિજય પાસે ગયા. મંત્ર ભણીને વળગાડને પડકાર કર્યો. મોહનવિજયે ઘણું તોફાન મચાવ્યું, પણ પછી ધીમે ધીમે શાંત પડ્યા અને સ્વસ્થ થયા. એ ક્ષણથી એમનો એ રોગ કાયમને માટે ચાલ્યો ગયો. એથી શ્રી બુદ્ધિસાગરની મંત્રશક્તિની ચોમેર પ્રશંસા થવા લાગી. શ્રી બુદ્ધિસાગરના ચમત્કારક પ્રભાવની સુરતમાં બનેલી બીજી એક ઘટના પણ નોંધાયેલી છે. એક દિવસ સવારમાં તેઓ તાપી નદીના કિનારે સ્પંડિલ જઈ પાછા ફરતા હતા ત્યાં કિનારા ઉપર એક માછીમાર માછલી પકડવા માટે પોતાની જાળ પાણીમાં નાખી રહ્યો હતો. મહારાજશ્રીએ એને તેમ ન કરવા સમજાવ્યો; જૈન સાધુની હાજરીમાં આવું હિંસાનું કામ કરવું યોગ્ય નથી એમ પણ કહ્યું. પરંતુ માછીમાર માન્યો નહિ અને ઉદ્ધતાઈથી જવાબ આપવા લાગ્યો. એટલે મહારાજશ્રીએ એને કહ્યું કે, “ભલે, તારે જે કરવું હોય તે કર, પણ આજે એક પણ માછલી નહિ આવે.' એમ કહીને મહારાજશ્રી ત્યાં બેસી ગયા. મંત્ર ભણીને એક કાંકરી પાણીમાં નાખી અને એ જગ્યા સામે તાકીને બેસી રહ્યા. કલાકથી વધુ સમય થઈ ગયો પણ એક પણ માછલી પકડાઈ નહિ એટલે માછીમાર વિમાસણમાં પડ્યો. મહાત્માનો જ આ ચમત્કાર છે એની ખાતરી થતાં એ એમને પગે પડુયો. માફી માગી અને પોતાની જાળ સંકેલી ચાલ્યો ગયો. સુરત પછી મહારાજશ્રીનું ચાતુર્માસ પાદરામાં હતું. ત્યાં એક દિવસ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રભાવક સ્થવિરો એમણે અડધી રાતે જાગીને, પદ્માસન વાળીને ધ્યાન ધર્યા પછી આગાહી કરી હતી કે પાદરા ઉપર કોઈ મોટી આપત્તિ આવી રહી છે. ત્યારપછી થોડા દિવસમાં જ પાદરામાં પ્લેગનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. અનેક માણસો એ ઉપદ્રવમાં મૃત્યુ પામ્યા. ગામ ખાલી થવા લાગ્યું. સંઘની વિનંતીથી ખુદ સુખસાગરજી મહારાજ, શ્રી બુદ્ધિસાગર મહારાજ વગેરે સાધુઓ ચાતુર્માસ દરમિયાન પાદરા છોડી, વડોદરા પધાર્યા અને ત્યાં તેમણે ચાતુર્માસ પૂર્ણ કર્યું હતું. લેખનશક્તિ સાથે સાથે શ્રી બુદ્ધિસાગર મહારાજની વ્યાખ્યાનની શક્તિ પણ ખીલવા લાગી. શિક્ષક તરીકે બોલવાનો મહાવરો તો હતો જ. તેમને સાંભળવા માટે જેન–અજેન ઘણા શ્રોતાઓ આવતા. બુદ્ધિસાગર મહારાજે પોતાના ગુરુમહારાજ સાથે ત્યારપછી પાદરા, મહેસાણા, માણસા, વીજાપુર, સાણંદ, અમદાવાદ, સુરત, મુંબઈ, પેથાપુર વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. ઉત્તરોત્તર તેમની શક્તિ ઘણી વિકસતી જતી હતી. વિ. સં. ૧૯૬૯માં એમના ગુરુ સુખસાગરજી મહારાજ અમદાવાદમાં ઝવેરીવાડ, આંબલી પોળના ઉપાશ્રયે કાળધર્મ પામ્યા. હવે સમુદાયમાં પોતે સૌથી મોટા રહ્યા હતા. એટલે પેથાપુરમાં ત્યાંના સંઘે વિ. સં. ૧૯૭૦માં એમને આચાર્યની પદવી આપી. તેઓ શ્રી બુદ્ધિસાગરસૂરિ થયા. બુદ્ધિસાગર મહારાજ એકાવન વર્ષની નાની ઉંમરે વીજાપુરમાં સં. ૧૯૮૧માં કાળધર્મ પામ્યા હતા. દીક્ષાનાં ચોવીસ જેટલાં વર્ષ એમને મળ્યાં. એટલાં વર્ષ દરમિયાન એમણે જે કાર્ય કર્યું તે અજોડ છે. એમના સંપર્કમાં આવેલી કેટલીક વ્યક્તિઓ પાસેથી બુદ્ધિસાગર મહારાજના પ્રભાવશાળી વ્યક્તિત્વની અનેક યાદગાર વાતો જાણવા મળેલી છે. ચોવીસ વર્ષના દીક્ષાપર્યાયમાં બુદ્ધિસાગર મહારાજે ૧૧૦ કરતાં વધુ ગ્રંથોની રચના કરી, જેમાંથી ૧૦૮ જેટલા ગ્રંથો એમની હયાતી દરમિયાન છપાઈ ગયા હતા. તેઓ પોતે કવિ હતા, સંશોધક હતા, વિવરણકાર હતા, અધ્યાત્મયોગી હતા. “કર્મયોગ', “આનંદઘનજીનાં પદો', “પરમાત્મજ્યોતિ', પરમાત્મદર્શન', “તત્ત્વજ્ઞાન-દીપિકા”, “યોગદીપક', “અધ્યાત્મશાંતિ', પદ્રવ્યવિચાર', “ધ્યાનવિચાર', “તીર્થયાત્રાનું વિમાન', “શિષ્યોપનિષદ', Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૭૫ અધ્યાત્મ મહાવીર’, ‘ભજનપદ સંગ્રહ', “શ્રીમદ્ દેવચંદ્ર' (ભા. ૧ અને ૨) વગેરે તેમના અનેક ગ્રંથો સુપ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં એમણે “મહાવીરગીતા” નામનો મૌલિક કાવ્યગ્રંથ લખ્યો છે જે કવિ, લેખક, ચિંતક તરીકેની તેમની વિશિષ્ટ કોટિની પ્રતિભાનો પરિચય કરાવે છે, તેમજ સંસ્કૃત ભાષા ઉપરના એમના પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. શ્રી બુદ્ધિસાગર મહારાજે દીક્ષા લીધા પછી પણ વિવિધ ધર્મોના અનેક ગ્રંથોનું વાંચન કર્યું હતું. એમણે દેવચંદ્રસૂરિ-કત “આગમસા૨' ગ્રંથ સો વખત વાંચ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ગીતા છ વખત વાંચી હતી. એક બેઠકે સળંગ છ કલાક બેસી તેઓ તે વાંચી જતા. “આચારાંગસૂત્ર'નું અધ્યયન ત્રણ વાર કર્યું હતું. તેમની એકાગ્રતા અભુત હતી. તેમનો આખો દિવસ લેખન અને વાંચનમાં પસાર થતો. પેથાપુરમાં ચાતુર્માસ દરમિયાન પોતાનો અંતકાળ નજીક આવ્યો જાણીને પોતાના ૨૦ થી વધુ ગ્રંથો એકસાથે એમણે છાપવા માટે આપી દીધા હતા. એમના સમયમાં ફાઉન્ટન–પેન (તે સમયનો શબ્દ ઈન્ડીપેન)નો વપરાશ ચાલુ થયો હતો, પરંતુ તેમણે પોતે ઈન્ડીપેન ક્યારેય વાપરી ન હતી. ઘણું ખરું પેન્સિલથી લખતા અથવા શાહીના ખડિયામાં બરુનો કિન્નો બોળીને લખતા. જ્યારે લખતા ત્યારે રોજની બારેક જેટલી પેન્સિલો વપરાતી. એમનું લેખનકાર્ય ૨૦ હજાર પાનાંથી વધું થયેલું છે. તેઓ લખવા માટે મેજ વાપરતા નહિ. પરંતુ પોતાના ઘૂંટણ ઉપર કાગળ રાખી ટટ્ટાર બેસી લખતા. તેઓ સાધુજીવનમાં ક્યારેય ભીંતને અઢેલી બેઠા નહોતા. આવી એકાગ્રતાથી ચીવટપૂર્વક તેઓ પોતાનું લેખનકાર્ય કર્યે જતા. તેઓ પોતાની રોજનીશી લખતા અને તેમાં પોતે વિહાર વિશે તથા જે ગ્રંથો વાંચ્યા હોય અથવા જેની જેની સાથે તત્ત્વચર્ચા કરી હોય તેની નોંધ રાખતા. શ્રી બુદ્ધિસાગર મહારાજે બોરીઆ મહાદેવ (આજોલ અને લોદરા ગામની પાસમાં રહેતા. દક્ષિણી સ્વામી સદાશિવ સરસ્વતી બોરીઆ સ્વામી પાસે હઠયોગ, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ ઈત્યાદિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કલાકો સુધી સમાધિમાં સ્થિર બેસી શકતા. તેમને કેટલીક યોગસિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અલબત્ત તેઓ તેની જાહેરાત કરતા નહિ. પરંતુ કોઈ અધિકારી જિજ્ઞાસુ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો હોય તો તેને પોતાનો પ્રયોગ ગુપ્ત રીતે બતાવતા. યોગસમાધિમાં લીન થઈ પોતાના શરીરને તેઓ જમીનથી અધ્ધર રાખી શકતા. એમના એ પ્રયોગની નોંધ નજરે જોનારાઓએ લખેલી છે. વડોદરાના સર મનુભાઈ દીવાન અને ડૉ. સુમંત મહેતાની વિનંતીથી તેમણે પોતાના હૃદય અને નાડીના ધબકારા બંધ કરી બતાવ્યા હતા. અનેક લોકોને તેમના આશીર્વાદથી કે સ્પર્શથી પોતાનું દુઃખ દૂર થયાના અનુભવો થયા હતા. શ્રી બુદ્ધિસાગર મહારાજ પોતાની ધ્યાનસાધના માટે એકાંત સ્થળ વધુ પસંદ કરતા. ક્યારેક તે માટે નદીકિનારે કે જંગલમાં કે પહાડ ઉપર જતા; ભોંયરા જેવી જગ્યામાં બેસતા. વિ. સં. ૧૯૬૭માં ચાતુર્માસ માટે મુંબઈ પધારેલા ત્યારે પાછા ફરતાં રસ્તામાં બોરીવલી પાસેની કેનેરીની ગુફાઓ વિશે માહિતી મળતાં એ ગુફાઓમાં જઈને તેમણે યોગસાધના કરી હતી. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં વેદાંતી સંન્યાસીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, આર્યસમાજી વિદ્વાનો, મુસલમાન ઓલિયા અને ફકીરો, ખ્રિસ્તી પાદરીઓ, ભજનિકો, ભરથરીઓ વગેરે સર્વ ધર્મના લોકો તેમનાં દર્શન માટે અને તેમનું વ્યાખ્યાન સાંભળવા એકત્ર થતા. તેમના વિહારનું મુખ્ય ક્ષેત્ર સાબરકાંઠા હતું. વીજાપુર, અમદાવાદ, માણસા, પેથાપુર, મહેસાણા, સાણંદ, પાદરા વગેરે સ્થળોએ તેમનાં ચાતુર્માસ થયાં હતાં. એ જમાનો બ્રિટિશ સરકારની સાથે સાથે દેશી રાજાઓનો પણ હતો. ઈડર, માણસા, પેથાપુર, ધરમપુર, લીંબોદરા, અલુવા, સાણંદ, વરસોડા વગેરે રાજ્યના રાજવીઓ, ઠાકોરો તેમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે પધારતા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ખાસ નિમંત્રણ આપીને પોતાના લક્ષ્મીવિલાસ મહેલમાં એમનું જાહેર વ્યાખ્યાન ગોઠવ્યું હતું, જેથી એમના કુટુંબનો મહિલાવર્ગ મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લઈ શકે. મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સરળ, રોચક અને પ્રસંગાનુસાર રહેતી કે જેથી કેટલાય રાજવીઓએ શિકાર, માંસ, જુગાર અને મદિરાનો ત્યાગ કર્યો હતો. સયાજીરાવ ગાયકવાડે દશેરાને દિવસે વડોદરામાં થતો પાડાનો વધ, શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી કાયમ માટે બંધ કરાવી દીધો હતો. શ્રી બુદ્ધિસાગર મહારાજની પ્રતિભા એવી હતી કે જ્યાં જ્યાં પોતે વિચરતા Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ત્યાં ત્યાં તરત તેમનાં વ્યાખ્યાનો ગોઠવાતાં અને સર્વ ધર્મના સેંકડો, હજારો લોકો તેમને સાંભળવા આવતા. દરેક સ્થળે સંઘ, સમાજ કે ગામના આગેવાનો પણ તેમના વ્યાખ્યાનમાં આવીને બેસતા. અમદાવાદમાં હતા ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવ, સ્વ. કેશવ હર્ષદ ધ્રુવ, કવિ નાનાલાલ વગેરે પણ તેમની પાસે આવતા. મહારાજશ્રી પોતે પણ કોઈ પણ પ્રકારનો સંકોચ કે મોટાઈ રાખ્યા વગર સારા સારા માણસોને, સાધુ-સંન્યાસીઓને, કવિ-લેખકોને સામેથી મળવા જતા અને નિખાલસ ચર્ચા કરતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા હતા. વાદવિવાદથી તેઓ દૂર રહેતા હતા. અને નિષ્પક્ષ તથા નિ:સ્વાર્થભાવથી વિચારણા કરતા. અમદાવાદમાં શ્રી અમીરખજી વગેરે સ્થાનકવાસી સાધુઓએ, મૂર્તિપૂજા વિશે એમની સાથે ચર્ચા કરી ત્યારે એટલી તટસ્થ રીતે, આધારો સહિત, બંને પક્ષ પ્રત્યે પૂરા સમભાવથી રજૂઆત કરી કે શ્રી અમીરખજી સ્વામી એમની પાસે, પોતાના મુનિઓને લઈને આવ્યા અને તેઓએ એમની પાસે મૂર્તિપૂજક સમુદાયની દીક્ષા લીધી. શ્રી અમીરખજી સ્વામી બહુ તેજસ્વી અને દેખાવે પ્રભાવશાળી હતા. તેઓ શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય શ્રી અજિતસાગરજી બન્યા અને સમય જતાં મહારાજશ્રીના પટ્ટશિષ્ય બન્યા. તેઓ કુશળ વક્તા હતા અને તેમણે પણ ઘણા ગ્રંથો લખ્યા હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવન અને સાહિત્ય ઉપર આનંદઘનજી, દેવચંદ્રજી અને ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યની ઘણી ઊંડી અસર પડી છે. એ ત્રણેનું જીવનચરિત્ર એમણે લખ્યું છે. દેવચંદ્રજીના ગ્રંથોનું એમણે સંપાદન કરીને બે ભાગમાં પ્રકાશન કર્યું હતું. આનંદઘનજીનાં પદો ઉપર એમણે સવિસ્તર જે વિવેચન કર્યું છે તે જોતાં તત્ત્વના ઊંડાણમાં જવાની તેમની અધિકારશક્તિ કેટલી મોટી છે તેની પ્રતીતિ થાય છે. સ્વ. બુદ્ધિસાગરસૂરિએ પોતે પણ અનેક પદો, સ્તવનો, સઝાયો, પૂજાઓ વગેરેની રચના કરી છે, જેમાં એમની ભક્તિવૈરાગ્યયુક્ત કવિત્વશક્તિનું સુભગ દર્શન થાય છે. એમણે વિ. સં. ૧૯૬૭માં ભાખેલી ભવિષ્યવાણી કે “રાજાઓ સામાન્ય માનવ થશે, રાજાશાહી જશે અને વિજ્ઞાનની વિદ્યાર્થી એક ખંડની ખબરો બીજા ખંડમાં તત્કણ આવશે” એ સાચી પડી છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજે જૈનોના વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાભ્યાસ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રભાવક સ્થવિરો ઉપર ઘણો ભાર મૂક્યો હતો. વણિક જૈનો વેપાર-ધંધામાં જેટલી પ્રવીણ હોય છે તેટલા વિદ્યાવ્યાસંગી નથી હોતા. એ માટે એમની ભાવના જૈન ગુરુકુળો સ્થાપવાની હતી. એમણે પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળની સ્થાપના અને વિકાસ માટે પ્રેરણા આપી હતી. અમદાવાદમાં તથા વડોદરામાં પણ જૈન બૉર્ડિગની સ્થાપના કરાવી હતી. એમણે જિનાલયોની પ્રાણપ્રતિષ્ઠા, ઉપધાન મહોત્સવો, છ'રી પાળતા સંઘો ઈત્યાદિનું આયોજન પણ કરાવ્યું હતું; પાઠશાળાઓ અને ધર્મશાળાઓની સ્થાપના કરાવી હતી. વિજાપુરમાં હસ્તલિખિત પ્રતોના ભંડાર માટે “જ્ઞાનમંદિરની સ્થાપના કરાવી હતી. મહુડીનું ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક એ એમની જીવંત સ્મૃતિ સમાન બની ગયું છે. એમની પ્રેરણાથી માણસામાં સ્થપાયેલું “શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ” એમના ગ્રંથોના પ્રકાશનની પ્રવૃત્તિ આજ દિવસ સુધી કરતું આવ્યું છે. - શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજે એમના જમાનામાં જોયું હતું કે કેટલાય દુઃખી જેને લોકો પોતાનાં દુઃખ દૂર કરવા માટે પીર વગેરેની માનતા રાખતા હતા. આથી એમણે લોકોના એ પ્રવાહને વાળવા માટે ઘંટાકર્ણ વીર નામના દેવની સાધના કરીને એનો સાક્ષાત્કાર કર્યો હતો. તેમાં પોતાને જેવી આકૃતિ દેખાઈ તેવી મૂર્તિ મહુડીથી મૂળચંદ મિસ્ત્રીને બોલાવીને તેમની પાસે તૈયાર કરાવીને મહુડીમાં શ્રી પપ્રભુના જિનાલયની બહાર તેની સ્થાપના કરાવી. ત્યારથી એ તીર્થક્ષેત્ર મહિમાવંતુ બની ગયું છે. યોગના ઊંડા અભ્યાસી હોવાના કારણે શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજને પોતાનો અંતિમકાળ જણાઈ ગયો હતો. વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ૨ના દિવસે તેઓ મહુડીમાં હતા ત્યારે પોતાને વીજાપુર લઈ જવા માટે ભક્તોને કહ્યું હતું. સવારે આઠ વાગે નીકળવાનો સમય જોશીએ કાઢી આપ્યો હતો. તેમાં પોતે ફેરફાર કરાવ્યો અને વહેલા નીકળ્યા, અને જેઠ વદ ૩ના દિવસે સવારે આઠ વાગતાં વિજાપુર પહોંચી ગયા. બધાને ખમાવીને પોતાનો પ્રય મંત્ર “ મમ્ મહાવીર'નો જાપ પોતે ચાલુ કર્યો અને શિષ્યો તથા એકત્ર થયેલી માનવમેદની પાસે એ જાપ ચાલુ રખાવ્યો. પદ્માસનમાં બેસી પોતે સમાધિ લીધી અને પ્રાણ રૂંધીને સવા આઠ વાગ્યે દેહ છોડ્યો. એમના કાળધર્મ પામ્યાના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૭૯ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવનના અનેક પ્રેરક પ્રસંગો છે. એમનું સાહિત્ય અત્યંત વિપુલ છે. એમના જીવન અને સાહિત્યનો અભ્યાસ કરવાથી શાસ્ત્રજ્ઞ, મર્મજ્ઞ, બહુશ્રુત, સંયમપાલનમાં અત્યંત કડક, અનેકનાં દિલ જીતનાર, વાત્સલ્યમૂર્તિ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજની એક અનોખી છાપ આપણા ચિત્તમાં અંકિત થાય છે. અનેક લોકોને સન્માર્ગે વાળનાર એ ભવ્યાત્માનું જીવન-કવન સૌ કોઈને માટે પ્રેરણારૂપ થાય તેવું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ગત શતકમાં જે કેટલાક મહાન જેન આચાર્ય ભગવંત કે સાધુ ભગવંત થઈ ગયા તેમાં પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂળચંદજી મહારાજ, પૂ. આત્મારામજી મહારાજ, પૂ. બુદ્ધિસાગરજી મહારાજ, પૂ. વિજયનેમિસૂરિ મહારાજ, પૂ. વિજયધર્મસૂરિ મહારાજ (કાશીવાળા), પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજ, પૂ. સાગરાનંદસૂરિ મહારાજ વગેરેની સાથે સ્વર્ગસ્થ પૂજ્ય શ્રી ચારિત્ર વિજયજી મહારાજને પણ અવશ્ય યાદ કરવા જોઇએ. પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ નામની જૈનોની વિખ્યાત વિદ્યાસંસ્થા છે. અનેક સાધારણ સ્થિતિના જૈન તેજસ્વી વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં એ સંસ્થાએ ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એ સંસ્થાના સ્વપ્ન સેવી સ્થાપક અને એને સ્થિર કરવામાં અથાગ પરિશ્રમ ઉઠાવનાર તે શ્રી ચારિત્રવિજયજી મહારાજ હતા. ચોત્રીસ વર્ષની યુવાન વયે તેઓ કાળધર્મ પામ્યા, પરંતુ એટલા અલ્પ આયુષ્યકાળમાં એમણે ભગીરથ કાર્યો કર્યાં હતાં. શ્રી ચારિત્રવિજયજી મહારાજ કચ્છના વતની હતા. તેમનો જન્મ વિ. સં. ૧૯૪૦માં કાળી ચૌદશની રાતે કચ્છમાં ગામ પત્રીમાં વેઢા કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ ઘેલાશા હતું અને માતાનું નામ સુભદ્રાબાઈ હતું. ઘેલાશાએ પોતાના આ સંતાનનું નામ ધારશી પાડ્યું હતું. બાલ ધારશી સશક્ત બાંધાનો અને કઠણ સ્વભાવનો હતો. તે ખડતલ અને સહનશીલ હતો. શારીરિક પરિશ્રમ કરવામાં તે પાછો પડે તેવો નહોતો. પિતા ઘેલાશા ખેતી કરતા. બાળક ધારશી ચાર-પાંચ વર્ષનો થયો ત્યારથી પિતાની સાથે ખેતરે જવા લાગ્યો. સાતેક વર્ષનો થતાં ગામની શાળામાં તે ભણવા લાગ્યો હતો અને ફાજલ સમયમાં ખેતરે પણ જતો. વાવણી અને કાપણીના દિવસોમાં કોઈ કોઈ વખત એકલા આખી રાત ખેતરમાં રહેવાનો એટલી નાની ઉંમરે એને મહાવરો પડ્યો હતો. અંધારી રાતે એકલાં રાતવાસો Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ૮૧ કરવાથી એની હિંમત ઘણી વધી ગઈ હતી. નાનાં બાળકોને એ જમાનામાં ઘોર અંધારામાં ભૂતપ્રેતની બીક લાગે એ સ્વાભાવિક હતું, પરંતુ ધારશીને એવી કશી બીક ક્યારેય લાગતી નહિ. કોઈક ભૂતની વાત કરે તો ધારશી તેની સાથે શરત લગાવે. એવી રીતે શરત લગાવી કોઈક અંધારી જગ્યામાં કલાકો સુધી હિમ્મતભેર તે એકલો બેસી રહેતો. એની એ હિંમતની ચારે બાજુ પ્રશંસા થતી. ધારશી હવે બારેક વર્ષનો થયો હતો. તોફાની પણ એવો જ હતો. જાતજાતનાં પરાક્રમ કરતો. એક વખત અંધારી રાતે ધારશી પોતાના એક અનુભવી દોસ્તાર સાથે એક ખેતરમાં મગની શિંગ ખાવા ઘૂસ્યો. કંઈક અવાજ થતાં રખેવાળ જાગી ગયો. અવાજની દિશામાં છોકરાઓને પકડવા દોડ્યો. ધારશીનો દોસ્તાર પરિચિત રસ્તે ભાગી ગયો. ધારશીને અંધારામાં રસ્તો જયો નહિ. દોડતો કાંટાની વાડ પાસે તે આવી પહોંચ્યો. આ બાજુ પકડાવાનો ભય હતો. બીજી બાજુ કાંટા વાગવાનો ભય હતો. ધારશી જોર કરીને કાંટાની વાડ કૂદ્યો. પરંતુ એથી વાડની પેલી બાજુ આવેલા એક અવાવરૂ કૂવામાં પડ્યો. કૂવો બહુ ઊંડો નહોતો. પણ ધારશીને વાગ્યું ઘણું. લોહી પણ નીકળ્યું. પણ પકડાવાની બીકે ચૂપચાપ, જરા પણ ઊંહકારો કર્યા વગર બેસી રહ્યો. પરોઢિયે જરા ઉજાસ થતાં દોડીને ઘરે પહોંચી ગયો. કપડાં બદલીને ઊંઘી ગયો. ઘરમાં કે ગામમાં પોતાના આ પરાક્રમની કોઈને ખબર ન પડવા દીધી. પત્રી ગામને પાદર એક બાવળ હતો. એ બાવળમાં ભૂતનો વાસ છે એવી માન્યતા હતી. એટલે ત્યાંથી જતાં-આવતાં લોકો ડરતા. ગામના પટેલને થયું કે એ બાવળ કપાવી નાખીએ તો લોકોની બીક જાય. દિવસે કપાવતાં વહેમી લોકોનો ઊહાપોહ થાય. એટલે એણે અંધારી રાતે તે બાવળ કપાવવાનું વિચાર્યું, પરંતુ રાતને વખતે એ કાપવાની કોઈની હિંમત ચાલતી નહોતી. છેવટે એ કામ એણે કિશોર ધારશીને સોંપ્યું. ધારશીએ અંધારી રાતે એકલે હાથે ભૂતના વાસ સમું બાવળનું એ વૃક્ષ કાપી નાખ્યું. એની આ મર્દાનગી માટે ગામના પટેલે એને સવા કોરીનું ઈનામ આપ્યું હતું. - કિશોર ધારશીમાં વિચારેલું કામ પાર પાડવાની તમન્ના હતી. પત્રી ગામને પાદર ઢોરોને પાણી પીવા માટે એક વૃક્ષ ઉગાડવા માટે ઘણા લોકોએ પ્રયત્ન Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ પ્રભાવક સ્થવિરો કરેલા, પરંતુ સખત ગરમી અને લૂને કારણે કોઈ વૃક્ષ ઊગી શકતું નહોતું. ધારશીએ નક્કી કર્યું કે ગામને પાદર વડલો વાવવો. શરૂઆતમાં એના પ્રયત્નો નિષ્ફળ ગયા, પરંતુ રાતદિવસની શ્રમભરેલી સતત કાળજીથી ગામને પાદર એણે વડલો ઉગાડ્યો. ધીરજ, દઢ નિશ્ચય અને પુરુષાર્થના સદ્ગુણોએ ધારશીના વ્યક્તિત્વને ઘડ્યું. ધારશી ચોદક વર્ષનો થયો. કચ્છમાં પિતાના ખેતીના વ્યવસાયમાં બહુ કસ નહોતો. એ દિવસોમાં સ્ટીમર મારફત કચ્છી ભાઈઓ મુંબઈ આવતા અને અનાજનો વેપાર કરી સારું કમાતા. ધારશીને કમાવા માટે પિતાએ મુંબઈ મોકલ્યો. મુંબઈમાં તુવેરની દાળના એક કારખાનામાં ધારશી નોકરીએ રહ્યો, સારું કામ કર્યું. શેઠે રાજી થઈ ધારશીને ભાગીદાર બનાવ્યો. રહેવા માટે ધારશીએ પોતાની જુદી ઓરડી લીધી. કચ્છમાંથી માતા તથા નાનાં ભાઈ–બહેનને પણ મુંબઈ બોલાવ્યાં. ઘર, જમીન, ખેતી વગેરેને કારણે પિતા હજી કચ્છમાં રોકાયા. ધારશી વેપારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હતો ત્યાં સિ. સં. ૧૯૫૬માં મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો. ધારશીની માતા સુભદ્રાબાઈ અને બહેન રતન પ્લેગમાં મૃત્યુ પામ્યાં. એમની સેવાચાકરી કરતા ધારશીને પણ પ્લેગની ત્રણ ગાંઠ નીકળી. બચવાનો કોઈ ઉપાય નહોતો. થોડા દિવસમાં મૃત્યુ હવે નિશ્ચિત હતું. ધારશી મરણપથારીએ પડ્યો. એવામાં એનો એક મિત્ર વેલશી તેને મળવા આવ્યો. નજર સામે અનેક લોકોને મૃત્યુ પામતાં જોઈને સંસારની અનિત્યતા અને અસારતા ધારશીને દેખાઈ આવી. વેલશી ધર્મનો જાણકાર હતો. તેણે ધારશીને કહ્યું કે, “તારું મૃત્યુ પ્લેગની ગાંઠોને કારણે હવે નિશ્ચિત જણાય છે. પણ એક પ્રતિજ્ઞા કરી કે કદાચ જીવી જાય તો ધર્મના માર્ગે વળીને, સાધુ થઈને જીવન કૃતાર્થ કરીશ અને લોકોને ધર્મના માર્ગે વાળીશ.” કેટલાક સમયથી ધારશીના મનમાં ધર્મમંથન ચાલતું હતું. તેમાં મિત્રની શિખામણ ગમી ગઈ. એણે સત્તર વર્ષની વયે પ્રતિજ્ઞા લીધી કે જીવી જાઉં તો જૈન સાધુ થઈને પોતાનું અને લોકોનું કલ્યાણ કરીશ. અને ખરેખર એમ જ બન્યું. મિત્રે લાવી આપેલી દવાથી ધારશીની ગાંઠો ફૂટી ગઈ. તાવ ઊતરી ગયો અને પ્લેગથી મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયેલો Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ધારશી બચી ગયો. સંકલ્પો તો ઘણા માણસો કરે છે; કેટલાક પ્રતિજ્ઞા પણ લે છે, પરંતુ આપત્તિ ટળી ગયા પછી, લીધેલી આકરી પ્રતિજ્ઞા નિષ્ઠાપૂર્વક પાર પાડવાનું કામ તો કોઈક વિરલ વ્યક્તિઓ દ્વારા જ થાય છે. ધારશી પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યો. વેપાર કરીને મોટા વેપારી થવાનું પ્રલોભન છોડી દઈ દીક્ષા લેવા માટે મુંબઈથી સ્ટીમરમાં બેસી તે કચ્છ ગયો. માંડવી બંદરે ઊતરી, પિતાને મળવા ન જતાં બંદર પાસે જ રસ્તામાં મળેલા કાનજી સ્વામી નામના એક સ્થાનકમાર્ગી સાધુ પાસે તેણે દીક્ષા લેવાની ભાવના દર્શાવી. કાનજી સ્વામી પોતાના ગુરુ વ્રજપાળ સ્વામી પાસે તેને લઈ ગયા. વ્રજપાળ સ્વામીએ ધારશીને ધારીધારીને જોયો. એની આંખો તેજસ્વી હતી. ચેના ચહેરા ઉપર ચમક હતી. એની મુખાકૃતિ સરસ હતી. એમાં ઉજ્જવળ ભાવિની આગાહી જણાતી હતી. છતાં દીક્ષા આપતાં પહેલાં માણસને ચકાસવો જોઈએ. વ્રજપાલ સ્વામીએ કહ્યું, ‘ભાઈ ! જેણે દીક્ષા લેવી હોય એ માણસ નિર્વ્યસની હોવો જોઈએ. તને કોઈ વ્યસન છે ?' ધારશીએ ડોકું નમાવ્યું. વ્રજપાળ સ્વામીએ કહ્યું, ‘તો પછી તું દીક્ષા કઈ રીતે લઈ શકે ? શાનું વ્યસન છે ?’ ધારશીએ કહ્યું, બીડીનું વ્યસન છે. પણ હું તે છોડી શકીશ. સ્વામીએ કહ્યું, ‘એમ વ્યસન સહેલાઈથી છૂટતું નથી.' ધારશીએ કહ્યું, ‘અત્યારથી જ હું તે કાયમ માટે છોડી દઈશ.’ એમ કહી તે સ્થાનકની બહાર ગયો. એક ઓટલા પર બેઠો. પોતાની પોટલીમાંથી મુંબઈથી લાવેલી બીડીઓ કાઢી. પિવાય એટલી પી લીધી અને બાકીની બધીને દીવાસળી ચાંપી દીધી. ધારશી સ્થાનકમાં પાછો આવ્યો અને પોતે કાયમ માટે બીડી છોડી દેવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર થયો. વ્રજપાળ સ્વામીએ ધારશીની મક્કમતાની પ્રશંસા કરી. એમણે ધારશી પાસે પ્રતિજ્ઞા લેવડાવી. પરંતુ એમણે માતા-પિતા કે સંઘની આજ્ઞા વગર તરત દીક્ષા આપવાની ના પાડી. આજ્ઞા મળે તે દરમિયાન પોતાની સાથે રહીને વિદ્યાભ્યાસ કરવા જણાવ્યું. દરમિયાન ધારશીને તેડવા માટે પોતાને ગામમાંથી નીકળેલા પરંતુ સ્ટીમર પર મોડા પહોંચેલા પિતા ઘેલાશા ધારશીને બંદર ઉપર ન જોતાં નિરાશ થઈ પાછા ઘરે ફર્યા. પાછળથી ધારશીની ભાળ મળતાં તેઓ તેને લેવા માટે વ્રજપાળ ૮૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રભાવક સ્થવિરો સ્વામી પાસે આવ્યા. પરંતુ ધારશી દીક્ષા લેવા માટે હવે મક્કમ હતો. તેથી પિતા ક્રોધે ભરાયા. પોતાની પાસેની ચલમના અંગારા ધારશીના મોઢા પર નાખ્યા, પરંતુ ધારશી સ્વસ્થ અને શાંત બેસી રહ્યો. છેવટે પિતાનું હૃદયપરિવર્તન થયું. તેમણે દીક્ષા માટે સંમતિ આપી. ધારશીને વ્રજપાળ સ્વામીના હાથે દીક્ષા વિ. સં. ૧૯૫૭માં સત્તર વર્ષની વયે અપાઈ. કાનજી સ્વામીના શિષ્ય તરીકે તે જાહેર થયા. ધારશીમાંથી તે “ધર્મસિંહ સ્વામી’ બન્યા. મુનિ ધર્મસિંહ સ્વામીએ શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. તેમની બુદ્ધિપ્રતિભા તેજસ્વી હતી અને ધર્મતત્ત્વની ઝંખના ઊંડી અને અદમ્ય હતી. ક્રમે ક્રમે પોતાની મેળે વધુ શાસ્ત્રાભ્યાસ કરી શકે એવી શક્તિ તેમનામાં પ્રગટ થઈ. શાસ્ત્રાભ્યાસ માટે ભાષાજ્ઞાન, વ્યાકરણ, ન્યાય વગેરેનો અભ્યાસ આવશ્યક ગણાય. ધર્મસિંહ સ્વામીએ પોતાની હૈયાસૂઝથી કેટલુંક જ્ઞાન મેળવ્યું. પરંતુ જોયું કે આગમોના તથા વ્યાકરણ અને ન્યાયના સ્વતંત્ર અભ્યાસને ગુરુમહારાજ તરફથી બહુ પ્રોત્સાહન મળતું નહિ, તેનાં કેટલાંક કારણો હતાં. સંપ્રદાયને અમાન્ય એવા મૂર્તિપૂજાના સંદર્ભવાળા ગ્રંથો વાંચવાની શિષ્યોને અનુજ્ઞા ન મળે. માન્ય ગ્રંથોને આધારે વ્યાખ્યાન વંચાય. સં. ૧૯૫૮માં ભુજના ચાતુર્માસ દરમિયાન “સૂયગડાંગ”નું વાચન ચાલતું હતું. સ્વામી એ વાંચતા હતા. જિનપ્રતિમા દ્વારા આદ્રકુમારના પ્રતિબોધનો પ્રસંગ હતો. એમાં પોથી અને ગુરુમહારાજના વ્યાખ્યાનમાં ધર્મસિંહ સ્વામીને ફરક જણાયો. શંકા થતાં ચિત્ત મનોમંથને ચડ્યું. ગુરુમહારાજ સાથે ઘણી દલીલો થઈ, પણ સંતોષ ન થયો. “અમારા ગુરુમહારાજ જે કહી ગયા તે શું ખોટું કહી ગયા ? ગુરુમહારાજ કહે એ જ સાચું. બીજો કશો વિચાર કરવાનો જ ન હોય.” આવો આદેશ ધર્મસિંહ મુનિને પોતાના ગુરુમહારાજ તરફથી મળતો. પોતાના થોડા વાંચન અને તર્કથી જ કેટલીક બાબતો સ્પષ્ટ થતી હોય તો વિશેષ અભ્યાસથી કેમ ન થાય ? ધર્મસિહ મુનિને લાગ્યું કે જૈન શાસ્ત્રોનો શુદ્ધ, વ્યવસ્થિત અને સાંગોપાંગ અભ્યાસ કરવો હોય તો અર્ધમાગધી ઉપરાંત સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને ન્યાયના અભ્યાસની બહુ જરૂર છે. પોતાને એ પ્રમાણે અભ્યાસ કરવાની તાલાવેલી લાગી. એવામાં અંજારમાં એક દિવસ એમને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પોતાને Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ મુંબઈના ગોડીજી મંદિરના પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન થયાં. તેથી એમનું મનોમંથન વધુ તીવ્ર બન્યું. છેવટે ગુરુ વ્રજપાળ સ્વામીએ એમની વાતનો સ્વીકાર કર્યો, પરંતુ પોતાની વૃદ્ધાવસ્થામાં જાહેરમાં કશો સ્વીકાર કે ફેરફાર કરવાનું પોતાને માટે શક્ય નથી એમ સ્પષ્ટ જણાવ્યું. પરંતુ સત્યશોધક તીવ્રાભિલાષી ધર્મસિંહ સ્વામીનું મનોમંથન વધુ વેગ પકડતું ગયું. એ પછી અંજારના ચાતુર્માસ દરમિયાન તેમણે મંદિરમાં દર્શન કરવા જવાનું ચાલુ કર્યું. એથી સ્થાનકવાસી સમાજમાં ચકચાર થઈ. કનડગત ચાલુ થઈ. મોત સુધીની ધમકીઓ વારંવાર મળવા લાગી. પરિસ્થિતિ અસહ્ય થતાં ચાતુર્માસ પૂરું થાય તે પહેલાં ધર્મસિહ સ્વામી પોતાનો સમુદાય છોડી એકલા ચાલી નીકળ્યા. તેમને પકડીને પાછા લાવવા માટે સાંઢણીસવાર મોકલવામાં આવ્યા. દૂરથી એમને આવતા જોઈ તેઓ એક ઝાડ પાછળ સંતાઈ ગયા અને આખી રાત જંગલમાં બેસી રહ્યા. ભચાઉ જઈ જામનગર પહોંચ્યા અને ૧૯૬૦માં મૂળચંદજી મહારાજ અને આત્મારામજી મહારાજના સમુદાયના શ્રી કમલવિજયજી મહારાજના શિષ્ય શ્રી વિનયવિજયજી પાસે ફરીથી સંવેદી દીક્ષા લીધી. એમનું નામ હવે “ચારિત્રવિજય” રાખવામાં આવ્યું. મુનિશ્રી ચારિત્રવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે સૌરાષ્ટ્રમાં વિહાર કરવા લાગ્યા. વિ. સં. ૧૯૬૦માં મુનિશ્રી પાલિતાણામાં આવ્યા ત્યારે એ દિવસોમાં શત્રુંજય તીર્થ ઉપર લાગો ઉઘરાવનારા બારોટો તરફથી ઘણી આશાતના થતી અને ગૃહસ્થ તથા સાધુ-યાત્રાળુઓને ઘણી કનડગત થતી. બારોટોનો સામનો કરનાર સાધુઓને ક્યારેક મારવામાં પણ આવતા. એ દિવસોમાં એકવીસ વર્ષના યુવાન, સશક્ત ચારિત્રવિજયજીએ એક દિવસ પોતાને મારવા આવતા નશામાં ચકચૂર બનેલા પચાસેક જેટલા બારોટોના જૂથનો હાથમાં દંડો લઈ હિંમતભેર સામનો કરી તેઓ બધાને ભગાડ્યા હતા. ત્યારથી બારોટોનું જોર નરમ પડ્યું હતું. ત્યારપછી શ્રી ચારિત્રવિજયજીએ શત્રુંજય તીર્થ ઉપર બારોટો દ્વારા થતી આશાતના બંધ થાય એ માટે મંત્રસાધનાનો સંકલ્પ કર્યો. એ માટે એમને શ્રી રત્નવિજયજી નામના એક મુનિમહારાજનો ઉત્તરસાધક તરીકે સહકાર મળ્યો. બંનેએ અઠ્ઠમનું ત્રણ ઉપવાસનું તપ કરી, તળેટીમાં એક બંધ કોટડીમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રભાવક સ્થવિરો ઉવસગ્ગહરં સ્તોત્રનો અખંડ જાપ શરૂ કર્યો. બે દિવસ-રાત સારી રીતે પૂરાં થયાં. ત્રીજી રાતે હવે છેલ્લો પ્રહર બાકી હતો ત્યાં ઉત્તરસાધકની ઉજાગરા અને થાકને કારણે આંખો મીંચાવા લાગી. એટલામાં એક મોટો નાગ ત્યાંથી નીકળ્યો. શ્રી ચારિત્રવિજયજીનું ધ્યાન તે તરફ ગયું. મંત્રમાં ઉપયોગ રહ્યો નહિ. હાથમાંથી માળા પડી ગઈ. ઉત્તરસાધક પણ જાગ્રત થઈ ગયા. બંને કોટડીની બહાર નીકળી ગયા. જરા માટે સાધના અધૂરી રહી. બહાર એક લીંબડા નીચે સંથારો કરી સૂઈ ગયા. સ્વપ્નમાં ગેબી અવાજ આવ્યો કે, ‘ભલે તમારી સાધના જરાક માટે અધૂરી રહી, પણ તમારું કાર્ય જરૂર પાર પડશે.' શ્રી ચારિત્રવિજયજીએ બનેલી આ ઘટનાની વાત સવાર થતાં પોતાના દાદાગુરુને કરી. એમણે એ માટે શ્રી ચારિત્રવિજયજીને શાબાશી આપી, અને તીર્થરક્ષા માટે એમની સાધનાની અનુમોદના કરી. ત્યારપછી થોડા જ દિવસોમાં શત્રુંજય તીર્થ ઉપર બારોટો દ્વારા ઈરાદાપૂર્વક શૌચાદિને કા૨ણે થતી આશાતના બંધ થઈ. પોતાનો વિદ્યાભ્યાસ વધતાં ચારિત્રવિજયજીને કાશી જઈ વધુ વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા થઈ. ગુરુમહારાજની આજ્ઞા મળી. એ દિવસોમાં જંગલોમાં થઈ કાશી સુધીનો વિહાર કરવો એ ઘણી કપરી વાત હતી. તો પણ અડગ મનના ચારિત્રવિજયજીએ કાશી પહોંચી ત્યાં તે સમયે યશોવિજયજી જૈન પાઠશાળાની પ્રવૃત્તિથી પ્રખ્યાત બનેલા શ્રી વિજયધર્મસૂરિ સાથે રહી વિદ્યાભ્યાસ કર્યો અને એમની સાથે સમેતશિખરની અને આસપાસનાં બીજાં તીર્થોની યાત્રા પણ કરી. ગુજરાતમાં પાછાં ફરતાં શ્રી ચારિત્રવિજયનું એક જ સ્વપ્ન હતું કે કાશી જેવી વિદ્યાસંસ્થા પાલિતાણામાં ઊભી કરવી. તેઓ ગુજરાતમાં પધાર્યા. અમદાવાદ, કપડવંજ, ગોધરા વગેરે સ્થળે વિચરી, ગિરનારની યાત્રા કરી તેઓ પાલિતાણા પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. તેમણે ગુરુકુળની સ્થાપના માટેના પોતાના વિચારો બીજાઓ આગળ વ્યક્ત કર્યા, પરંતુ ક્યાંયથી ઉત્સાહજનક અભિપ્રાય મળ્યો નહિ. એ માટે ફંડ પણ નહોતું તેમ છતાં એમણે વિ. સં. ૧૯૬૮ના જ્ઞાનપંચમીના દિવસે પાલિતાણામાં ‘યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા'નું ઉદ્ઘાટન કરાવ્યું. એ માટે એમણે મુહૂર્તનું શ્રીફળ પણ વેપારીને Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ચોપડે ઉધાર લખાવીને મંગાવ્યું. ત્યારપછી આ સંસ્થાનું તેમણે ‘યશોવિજય જૈન ગુરુકુળ’માં રૂપાંતર કર્યું. આ સંસ્થા એમણે ભાડૂતી મકાનમાં થોડાક વિદ્યાર્થીઓ સાથે શરૂ કરાવી હતી, અને આ સંસ્થાના નિભાવ અને વિકાસ માટે એ કપરા દિવસોમાં એમણે ઘણાં વર્ષો સુધી તનતોડ મહેનત કરી હતી. મહારાજશ્રીને સત્તરમા શતકમાં થઈ ગયેલી મહાન વિભૂતિ ઉપાધ્યાય નામમાં ખૂબ શ્રદ્ધા હતી. કાશીમાં તેઓ તેમના નામવાળી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રહ્યા હતા અને વિદ્યાભ્યાસ કર્યો હતો અને ત્યારથી જ એ નામમાં એમને અપૂર્વ શ્રદ્ધા થઈ ગઈ હતી. તેઓ કહેતા કે ઉપાધ્યાયજી મહારાજ સ્વપ્નમાં તેમને દર્શન દઈ જાય છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય પણ ઉપાધ્યાયજી મહારાજનું નામસ્મરણ કરતાંની સાથે તે મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એટલા માટે જ તેમનું પુણ્યશ્લોક નામ આપેલી સંસ્થાને ભવિષ્યમાં કંઈ પણ મુશ્કેલી આવશે તો તે દૂર થઈ જશે એવી અચલ શ્રદ્ધા એમને હતી. શ્રી ચારિત્રવિજયજી મહારાજને યાદ રાખવા માટે એક જ પ્રસંગ બસ થશે. જીવદયાના ક્ષેત્રે જૈન સાધુઓ પોતાના પ્રાણના ભોગે પણ કેવું અપ્રતિમ કાર્ય કરી શકે છે એના એક ઉત્તમ ઉદાહરણ તરીકે શ્રી ચારિત્રવિજયજીનો એ પ્રસંગ અવશ્ય ટાંકી શકાય. વિ. સં. ૧૯૬૮માં મહારાજશ્રી પાલિતાણામાં હતા ત્યારે એક રાતે થોડાક કલાકોમાં વરસાદ એટલો બધો તૂટી પડ્યો કે આખા ગામમાં પાણીનાં ધસમસતાં પૂર આવ્યાં, ઢોર અને માણસો તણાવા લાગ્યાં, લોકોની ચીસો અને બૂમાબૂમથી મુનિશ્રી અને વિદ્યાર્થીઓ જાગી ગયા. જોયું તો પૂરમાં લોકો તણાતા હતા. એ વખતે યુવાન શ્રી ચારિત્રવિજયજીએ પોતાની બુદ્ધિ, સૂઝ, કુનેહ અને શક્તિ વાપરી, પોતાના વિદ્યાર્થીઓની સહાય લઈ પાઠશાળાથી સામેના દવાખાના સુધી જાડું મોટું દોરડું બાંધી દીધું. અને ધસમસતા પૂરમાં પોતે અને પોતાના વિદ્યાર્થીઓ દોરડું પકડીને પાણીમાં ઊભા રહી ગયા. અને પાણીમાં તણાઈ આવતા માણસો અને ઢોરને પકડી લઈ દોરડાને સહારે સહીસલામત બચાવી લેવામાં આવ્યાં. આ રીતે રાત્રિ દરમિયાન ત્રણ-ચાર કલાકમાં લગભગ ચારસો માણસોને અને કેટલાંય પશુઓને એમણે ઉગારી લીધાં હતાં. નગ્ન કે અર્ધનગ્ન દશામાં ઘસડાઈ આવેલાં કેટલાંય માણસોને તરત પાઠશાળામાંથી જે મળ્યાં તે વસ્ત્ર આપવામાં આવ્યાં, . ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રભાવક સ્થવિરો પાણીમાં થીજી ગયેલાંને દવાઓ અને ખાવાનું આપવાની વ્યવસ્થા કરી. બેભાન થઈ ગયેલાં માટે ઉપચારો ચાલુ કરી તેમને બચાવી લેવામાં આવ્યાં. સરકારી દવાખાનાના પારસી ડૉક્ટર શ્રી હોરમસજી આ કોલાહલથી જાગી ગયા. મુનિશ્રી અને એમના વિદ્યાર્થીઓએ લોકોને બચાવવા જે ભગીરથ કાર્ય કર્યું તે તેમણે નજરે જોયું. તેમણે એ વિશે લેખિત અહેવાલ બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગને લખી મોકલ્યો. મુનિશ્રીના આ સાહસની તારીફ તે સમયે મુંબઈના અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ આવી અને બ્રિટિશ અમલદારોએ એમની મુલાકાત લીધી હતી. ચારિત્રવિજયજી કહેતા કે પોતાને જાણે કોઈ દેવી સહાય થઈ હતી. તણાઈ જતા એક બાળકને તેઓ ન બચાવી શક્યા એ દશ્યને નજર સામે જ્યારે તેઓ યાદ કરતા ત્યારે એમની આંખમાંથી આંસુ વહેતાં. તે અરસામાં પાલિતાણાના રાજવી માનસિંહજી ગુજરી ગયા હતા. તેમના વારસ સગીર વયના હતા અને વિદ્યાભ્યાસ માટે બ્રિટનમાં રહેતા હતા. એટલે બ્રિટિશ સરકારે પાલિતાણાના રાજ્ય માટે બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર તરીકે ગોરા અમલદાર મેજર એચ. એસ. સ્ટ્રોંગની નિમણૂક કરી હતી. તેઓ ભલા અને સમજદાર હતા. જ્યારે ડૉક્ટર હોરમસજીનો અહેવાલ તેમણે વાંચ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. પાલિતાણાના ચારસોથી વધુ નાગરિકોને ડૂબતા બચાવનાર સાધુ મહાત્માને મળવા તેઓ જાતે ઘોડા ઉપર બેસીને આવ્યા. મુનિશ્રીને રાજ્ય તરફથી અને પોતાના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. એમનાં સેવા અને શોર્યની પ્રશંસા કરી અને રાજ્ય તરફથી જ્યારે કંઈ પણ મદદ જોઈતી હોય તો જણાવવા કહ્યું. | મુનિશ્રીએ કહ્યું કે, જીવરક્ષા પોતાનો ધર્મ છે, અને પોતે જે કંઈ કર્યું છે તે કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને કર્યું છે. મેજર સ્ટ્રોંગ એટલા બધા પ્રભાવિત થયા હતા કે મુનિશ્રીનો ફોટો અને જળપ્રલયનો અહેવાલ વિલાયતનાં છાપાંઓમાં છપાવ્યા. મેજર સ્ટ્રોંગનો પરિચય મુનિશ્રીને લાભકારક થયો. જે મકાનમાં એમણે બોર્ડિંગ ચાલુ કરી હતી તે ખાલી કરાવવા માટે કેટલાક વખત પછી રાજ્ય તરફથી હુકમ થયો હતો. મુનિશ્રીને લાગ્યું કે આ બાબતમાં મેજર સાહેબ જ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ૮૯ મદદ કરી શકે. તેઓ ગોપનાથ હતા. મુનિશ્રી વિહાર કરીને ત્યાં પહોંચી ગયા. આટલો વિહાર કરીને મુનિશ્રી આવ્યા છે એમ જાણ્યું એટલે બાબત કંઈક મહત્ત્વની હોવી જોઈએ એમ મેજર સાહેબ તરત સમજી ગયા. મુનિશ્રીએ બધી પરિસ્થિતિ સમજાવી. એનું પરિણામ સારું આવ્યું. મુનિશ્રીની મુશ્કેલી સમજી જઈને સાહેબે સરસ ઉકેલ કાઢી આપ્યો. સંસ્થા માટે રેલવે સ્ટેશન પાસે પાંચ વિઘા જમીન ૯૯ વર્ષના પટે કરી કરી આપી. અને તેમાં સંસ્થાનું પોતાનું નવું મકાન ન થાય ત્યાં સુધી સરકારી મકાનમાંથી તેમને ખાલી નહિ કરાવવામાં આવે એવો હુકમ કરી આપ્યો. આથી આનંદવિભોર થયેલા મુનિશ્રીએ મેજર સાહેબને વિનંતી કરી કે ગુરુકુળના નવા મકાનનું ખાતમુહૂર્ત મેજર સાહેબના હાથે જ થાય. મેજર સાહેબે એ વિનંતી સ્વીકારી અને પ્રમાણે “શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના મકાનનો પાયો વિ. સં. ૧૯૭૦ના વૈશાખ સુદ ત્રીજ-અખાત્રીજના દિવસે મેજર એચ. એસ. સ્ટ્રોંગના હાથે નખાયો. કેવો વિરલ સુભગ સમન્વયભર્યો સંયોગ ! અથાગ પરિશ્રમ લઈ શ્રી ચારિત્રવિજયજી મહારાજે સ્થાપેલી આ સંસ્થાએ ત્યારથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનાં જીવનઘડતરમાં કેટલો બધો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ! એટલા માટે જ આરંભના વખતમાં કોઈ કોઈ ટીકાકારો મહારાજશ્રીને એમ કહેતા કે આ સંસ્થા બહુ લાંબા વખત સુધી ચાલશે નહિ ત્યારે મહારાજશ્રી પૂરા આત્મવિશ્વાસપૂર્વક કહેતા કે કેમ નહિ ચાલે? અમે એના પાયામાં જાતમહેતનનું સીસું પૂર્યું છે. એના પાયા એમ કોઈ હચમચાવી શકશે નહિ. આરંભમાં આર્થિક મુશ્કેલી ઘણી પડતી, પરંતુ મહારાજશ્રી નિરાશ થાય એવા નહોતા. એક વખત મુનીમે આવીને કહ્યું, “મહારાજશ્રી ! સિલકમાં પૈસા નથી. આવતી કાલે શું કરીશું?' મહારાજશ્રીએ કહ્યું, “આવતી કાલે મનીઑર્ડર આવશે.” અને બરાબર એ જ પ્રમાણે આર્થિક મદદનો મનીઑર્ડર આવ્યો હતો. મેજર સ્ટ્રોંગના પરિચયથી મહારાજશ્રીને ફરી એક વાર પણ લાભ થયો. સં. ૧૯૭૧નું ચાતુર્માસ મહારાજશ્રીએ પાલિતાણામાં કર્યું. એ વખતે ત્યાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો. ગુરુકુળના વિદ્યાર્થીઓને લઇને મહારાજશ્રી ટાણા ગામે ચાલ્યા ગયા. ત્યાં એમને વિચાર આવ્યો કે બહારગામથી આવતા યાત્રાળુઓનું શું થતું હશે ? સુખરૂપ જાત્રા કરી શકતા હશે ? પાલિતાણા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રભાવક સ્થવિરો આવી તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજ્ય તરફથી ફરમાન નીકળ્યું છે કે ડુંગર ઉપરની જાત્રા બંધ કરવામાં આવી છે અને જાત્રાળુને પાલિતાણામાં પ્રવેશ કરવા નહિ દેવાય. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી રોજ સેંકડો જાત્રાળુઓ કાર્તિકી પૂર્ણિમા માટે આવી રહ્યા હતા. પણ તે બધા સિહોરના સ્ટેશને અને સિહોર ગામની ધર્મશાળાઓમાં પડી રહ્યા હતા. મહારાજશ્રીએ રાજ્યને સમજાવવા કોશિશ કરી અને કંઈક રસ્તો કાઢવા કહ્યું, પણ રાજ્ય તરફથી જરા પણ મચક આપવામાં આવી નહિ. એટલે મહારાજશ્રી મેજર સાહેબ પાસે પહોંચ્યા. એમની સાથે વિચારવિનિમય કરી એવો ઉપાય નક્કી કર્યો કે યાત્રાળુઓ ગામ બહાર ગુરુકુળમાં ઊતરે. ત્યાંથી બહારના રસ્તે થઈ, ગામમાં દાખલ થયા વિના, જાત્રા કરી પાછા ગુરુકુળમાં આવે. ત્યાં ભોજનઉતારાની પાકી વ્યવસ્થા કરવામાં આવી. મેજરસાહેબનો હુકમ રાજ્યને માનવો પડ્યો અને યાત્રાળુઓ નિર્વિને શત્રુંજયની યાત્રા કરી શક્યા. પાલિતાણામાં આમ મહારાજશ્રીની ધારણા પ્રમાણે બધું પાર પડે છે. મહારાજશ્રી વચનસિદ્ધ પુરુષ છે એવી વાત જાણીતી થઈ હતી. નૈષ્ઠિક, બ્રહ્મચર્ય, નિઃસ્વાર્થ પરોપકારવૃત્તિ અને મંત્રસાધનાને કારણે મહારાજશ્રીની એવી શક્તિની પ્રતીતિ પણ કેટલાકને થઈ હતી. ગુરુકુળના મેનેજર ઝવેરચંદ માધવજીનો એક પ્રસંગ પણ નોંધાયેલો છે. એમનાં લગ્ન થયાંને દસેક વર્ષ થયાં હતાં છતાં કોઈ સંતાન પ્રાપ્ત થયું નહોતું અને હવે કોઈ સંતાન થાય એવી આશા પણ જણાતી નહોતી. એથી તેઓ “એક દીકરો હોત તો સારું...” એમ નિ:સાસો નાખતા અને મહારાજશ્રીના કંઈક આશીર્વાદ મળે એમ ઇચ્છતા. એક દિવસ તેઓ નામું લખતા હતા અને આવો નિઃસાસો નાખ્યો ત્યારે મહારાજશ્રીએ ત્યાં આવીને રમતા કૂતરાના એક ગલૂડિયાને બતાવી કહ્યું, “દીકરો દીકરો શું કરે છે ? લે પેલો દીકરો. એને રોજ નવડાવી-ધોવરાવી દૂધ પાજે.” મહારાજશ્રીના વચન અનુસાર મેનેજરે એ ગલૂડિયાને ઘરમાં રાખી સારી રીતે સાચવ્યું. થોડા વખતમાં જ એણે મહારાજશ્રીને સમાચાર આપ્યા કે પોતાની પત્ની સગર્ભા થઈ છે. ત્યારપછી ઘરે દીકરાનો જન્મ થયો. મોટો થતાં એ દીકરાએ ગુરુકુળમાં જ રહીને અભ્યાસ કર્યો હતો. જીવનનાં અંતિમ વર્ષોમાં ચારિત્રવિજયજીએ પોતાના વતન કચ્છમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ગામેગામ વિહાર કરી અનેક લોકોને બોધ આપ્યો. કેટલાંય ગામોમાં કુટુંબો વચ્ચે, સંઘના સભ્યો વચ્ચે કે હિન્દુ-મુસલમાન વચ્ચેના વેઝેરને દૂર કરાવી સુલેહસંપ કરાવ્યાં. માળિયા અને બીજાં કેટલાંક રાજ્યોના રાજવીઓને પ્રતિબોધ આપી દારૂ, જુગાર અને માંસાહાર છોડાવ્યાં. કચ્છમાં ઠે૨ ઠે૨ એમનું ઉમળકાભે૨ સ્વાગત થયું. પોતાના સ્થાનકમાર્ગી ગુરુમહારાજ અને દાદાગુરુને મળીને તેઓનું પણ હૃદયપરિવર્તન કરાવ્યું. વ્રજપાળસ્વામીએ કહ્યું કે પોતે હવે પાર્શ્વનાથ ભગવાનનું ત્રિરંગી ચિત્ર રાખ્યું છે અને રોજ એનાં દર્શન કરે છે તથા જે ભક્તો આવે છે તેમને પણ પોતે જિનપ્રતિમાનાં દર્શન કરવાની ભલામણ કરે છે. મહારાજશ્રીના પિતાશ્રી ઘેલાશા પણ તેમને મળવા આવ્યા હતા. ઘણાં વર્ષે પુત્રને જોતાં પ્રેમના અને વાત્સલ્યના આવેગને કારણે તેઓ તરત બેભાન થઈ ગયા હતા. મહારાજશ્રીએ એમને સ્વસ્થ કર્યા અને ધર્મારાધના કરવા ઉપદેશ આપ્યો હતો. ૯૧ કચ્છના વિહાર દરમ્યાન એમણે બે શ્રાવકોને દીક્ષા આપી અને એમનાં નામ રાખ્યાં મુનિશ્રી દર્શનવિજયજી અને અને મુનિશ્રી જ્ઞાનવિજયજી. ત્યારપછી કેટલાક સમયે એમણે ત્રીજી એક વ્યક્તિને દીક્ષા આપી હતી અને એમનું નામ રાખ્યું મુનિશ્રી ન્યાયવિજયજી. આ ત્રણે મુનિઓ વિદ્વાન અને શાસ્ત્રના સારા જાણકાર હતા. તેઓ ‘ત્રિપુટી મહારાજ' તરીકે જૈન સમાજમાં અને જૈન સાહિત્યમાં જાણીતા થયા હતા. એ દિવસોમાં વારંવાર રોગચાળા ફાટી નીકળતા. પ્લેગ, કૉલેરા, ઇન્ફલુએન્ઝા જેવા જીવલેણ રોગો જ્યારે અચાનક ફાટી નીકળતા ત્યારે અનેક લોકો ટપોટપ મૃત્યુ પામતા. શ્રી ચારિત્રવિજયજી મહારાજને સં. ૧૯૭૩માં પાલિતાણામાં ફરીથી પ્લેગની ગાંઠ નીકળી હતી છતાં તેઓ બચી ગયા. પરંતુ વિ. સં. ૧૯૭૪માં કચ્છમાં અંગિયા નામના ગામમાં ચાતુર્માસ હતા, ત્યારે તેઓ ઇન્ફલુએન્ઝામાં પટકાઈ પડ્યા. જ્યારે એમને તાવ આવ્યો ત્યારે વિલાયતી દવા લેવાથી તાવ મટી જશે એવી આશા હતી. પરંતુ એમણે વિલાયતી દવા લેવાની સ્પષ્ટ ના કહી અને પોતાના શિષ્યોને કહ્યું, ‘મારો વખત હવે પૂરો થયો છે. હું ફક્ત આઠ દિવસનો મહેમાન છું.' બરાબર એ જ પ્રમાણે આસો Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો વદ ૯ની સાંજે પ્રતિક્રમણ કરી સૌને ખમાવી પોતે પદ્માસન વાળી બેસી ગયા અને પોતાનો મંત્રજાપ ચાલુ કર્યો અને રાત્રે ૧૨-૪૫ વાગે સમાધિપૂર્વક દેહ છોડ્યો. ચોત્રીસ વર્ષની ભરયુવાન વયે તેઓ કાળધર્મ પામ્યા. - સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજે સત્તર વર્ષની ઉંમરે દીક્ષા લઈ, સત્તર વર્ષના દીક્ષાપર્યાયમાં અજોડ કાર્યો કર્યા. અંતરથી વિરક્ત, શરીરે સશક્ત, બ્રહ્મચર્યના તેજથી દીપ્તિવંત, આત્મકલ્યાણની સાથે જનકલ્યાણનાં વિવિધ પ્રકારનાં કાર્યો કરવાનાં સ્વપ્ન સેવનાર સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજનું સાધુજીવન વિરલ અને અનેકને માટે પ્રેરક બને તેવું છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ (શ્રી બુદ્ધિવિજયજી મહારાજ) Page #112 -------------------------------------------------------------------------- ________________ [૬] ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં જૈન ત્યાગી સંયમી સાધુઓની સંખ્યા અલ્પ થઈ ગઈ હતી. જૈન યતિઓનો પ્રભાવ-પ્રચાર ઘણો વધી ગયો હતો. તે વખતે જન્મે જૈન ન હોય એવા પંજાબના મહાત્માઓએ ગુજરાતમાં આવી, સંવેગી દીક્ષા ધારણ કરી સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો. તેમાં અગ્રેસર હતા પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ. ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવના, શાસ્ત્ર-જ્ઞાનની તીવ્ર ભૂખ, સામાજિક નીડરતા, સાચું આત્માર્થીપણું, તેજસ્વી અને પ્રતાપી મુખમુદ્રા ધરાવનાર શ્રી બુટેરાયજી મહારાજનો એ જમાનામાં જૈન ધર્મના પુનરુત્થાનમાં અનન્ય ફાળો રહ્યો છે. શ્રી બુટેરાયજી મહારાજ [શ્રી બુદ્ધિવિજયજી મહારાજ] શ્રી બુટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાના પાસે દુલુઆ નામના ગામમાં વિ. સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જાટ જાતિના હતા. તેઓ જમીનદાર હતા અને ગામના મુખી હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કર્મો હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યનાં જોધપુર નામના ગામનાં વતની હતાં. ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું, પરંતુ તેમને એક વાતનું મોટું દુઃખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતાં રહેતાં નહિ. જન્મ પછી બાળક પંદરવીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણાં નિરાશ થઈ ગયાં હતાં. એક દિવસ કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધવચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુઃખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે, ‘તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રભાવક સ્થવિરો જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતાં નહિ.” - સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કર્મોને આનંદ થયો. તેમણે કહ્યું, “ગુરુમહારાજ ! અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી અમને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યું લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહિ.' ત્યાર પછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાલક અત્યંત તેજસ્વી હતું. પતિપત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદર-પચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહિ. એથી તેમનો ડર નીકળી ગયો. તેમનો ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું. બાળકનું નામ “ટલસિંહ' રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિંત્ર. સાધુ મહાત્માએ કહ્યું હતું કે, આ બાળક જ્યારે મોટા સાધુ-સંન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં તેમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે. માટે બાળકનું નામ ટલસિંહ રાખશો. એટલે માતા-પિતાએ બાળકનું નામ ટલસિહ રાખ્યું. પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબના લોકોમાંથી લશ્કરમાં-દળમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જો કે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહિ, કારણ કે માતાપિતા એક ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ દલસિંહનું નામ બુટાસિંહ કરી નાખ્યું. લોકો બાળકના નામ માટે આજે જેટલા સભાન છે તેટલા ત્યારે નહોતા. સરકારી દફ્તર વગેરેમાં અધિકૃત નામ-નોંધણીના પ્રશ્રો ત્યારે મહત્ત્વના નહોતા. એટલે દલસિંહને પછીથી તો માતાપિતા પણ “બુટા” (બુટાસિંહ) કહીને બોલાવતાં. બટાસિંહને પોતાને બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ-સંન્યાસીઓની Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો. દુલુઆ નાનુંસરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બુટાસિંહને શાળામાં અભ્યાસ ક૨વાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખ ધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બુટાસિંહનાં માતા-પિતા શીખ ધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં. ૯૫ બુટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં માત્ર માતા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બુટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બુટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથિસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બુટાસિંહ ગુરુદ્વારામાં જતા. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બુટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં-વાંચતાં આવડી ગઈ. શીખ ધર્મના ગ્રંથો જેવા કે, ‘ગ્રંથસાહેબ’, ‘મુખમણિ’, ‘જપુજી’ વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્માભ્યાસી બુટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી. સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બુટાસિંહે પોતાની માતાને કહ્યું, ‘મા ! મારે લગ્ન કરીને ઘરસંસાર માંડવો નથી. મારે સાધુ થવું છે.’ એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. બુટાસિંહે જ્યારે સંન્યાસ લેવા માટે માતાની આજ્ઞા માંગી ત્યારે માતાએ એમને સમજાવતાં કહ્યું, ‘બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજાં કોઈ ભાઈબહેન નથી. એટલે તું ઘ૨ની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન ક૨વાનું ક્યારેય કહીશ નહિ. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ તું ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.’ બુટાસિંહે કહ્યું, ‘માતાજી ! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રભાવક સ્થવિરો જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઈતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાના સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો.' એ વખતે માતાજીએ કહ્યું, ‘બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને એટલી જ સલાહ છે કે આ એક ઘરસંસાર છોડીને બીજા પ્રકારનો ઘરસંસાર તું વસાવતો નહિ. તું સાચો ત્યાગી સંન્યાસી બને એ મને વધુ ગમશે. માટે ભલે વાર લાગે, પણ તું કોઈ સાચા ત્યાગી—વૈરાગી-વિદ્વાન સાધુની શોધ કરીને પછી એમની પાસે સંન્યાસ લેજે. તને જ્યાં જ્યાં જવાનું મન થાય ત્યાં ત્યાં તેવા સંન્યાસીઓ પાસે જઈને રહેજે અને તારું મન ન ઠરે તો ઘરે પાછો આવતો રહેજે. આ ઘર તારું જ છે અને તારે માટે હંમેશાં ખુલ્લું જ છે. તું જે મહાત્મા પાસે સંન્યાસ લેવાનું નક્કી કરે એની વાત પહેલાં મને કરજે અને પછી સંન્યાસ લેજે.' માતાની આજ્ઞા મળતાં બુટાસિંહે સદ્ગુરુની શોધ શરૂ કરી. જ્યાં ક્યાંયથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા અને એમની સાથે થોડા દિવસ રહેતા. એ રીતે તેઓ કોઈ કોઈ વખત શીખ ધર્મગુરુ સાથે રહ્યા, કોઈ વખત ફકીરો સાથે રહ્યા, કોઈ વખત નાથ સંપ્રદાયના બાવાઓ સાથે રહ્યા, કોઈ વખત ધૂણી ધખાવનાર અને ચરસ-ગાંજો પીનાર ખાખી બાવાઓ સાથે રહ્યા, પરંતુ તેમને ક્યાંય પૂરો સંતોષ થતો નહિ. સંન્યાસીઓની સાથે રહેવાથી તે તે સંન્યાસીઓના સ્વભાવની વિચિત્રતાઓ કે મર્યાદાઓનો અને તેમના જીવનમાં ધન, મિલકત, કીર્તિ, નારી કે એવા કોઈ માટે રહેલી વાસનાઓનો પરિચય થતો. તેઓ ઘરે આવીને પોતાની માતાને દરેકના અનુભવની વાત કરતા. માતા તેમને આશ્વાસન આપતાં કહેતી કે, ‘બેટા, ભલે મોડું થાય, ભલે જવા-આવવાનો ખર્ચ વધુ થાય. પણ તું ફિકર કરતો નહિ. આ ઘર તારું જ છે. માટે સદ્ગુરુની શોધમાં ઉતાવળે નિર્ણય લેતો નહિ.’ આ રીતે બુટાસિંહે પંજાબમાં ઠેઠ કાંગડા અને કુલુ મનાલી સુધી અને બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર સુધી સાત-આઠ વર્ષ સુધી ઘણી રખડપટ્ટી કરી, કેટલાય સંન્યાસી, ફકીર, લિંગિયા, નાથ, જોગી વગેરેનો સંપર્ક કર્યો, પરંતુ ક્યાંય એમનું મન ઠરતું નહિ. ઘણાખરા તો ગાંજો, ચરસ, અફીણ, Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ભાંગ વગેરેના વ્યસની હતા. કેટલાક તો ધન-દોલત અને પરિવારવાળા હતા. એમનું અંગત જીવન જોઈને એમની પાસે સંન્યાસ લેવાનું મન થતું નહિ. એમ કરતાં બુટાસિંહની ઉમર ચોવીસ વર્ષની થવા આવી. એક દિવસ કોઈકની પાસે બુટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઊંચી કોટિના છે. બુટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાવાળા' તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે “ટોળા” કે ટોળી' શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ કે રીખ શબ્દ વપરાતો. પંજાબમાં ત્યારે સ્થાનકવાસી સાધુઓના મુખ્ય બે સમુદાય હતા, બીસ તોલા અને બાઈસ તોલા. ઋષિ મલકચંદજીના ટોળાના ઋષિ નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બુટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બુટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બુટાસિંહની સંયમની રુચિ અને શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને મુનિ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી. ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમુદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બુટાસિંહ દિલ્હી ગયા. દિલ્હીમાં ગુરુમહારાજ નાગરમલજીએ એમને વિ. સં. ૧૮૮૮માં ૨૫ વર્ષની ઉમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બુટેરાયજી મહારાજ રાખવામાં આવ્યું બુટેરાયજી મહારાજે પોતાના ગુરુમહારાજ નાગરમલજી સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન નાગરમલજી આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો આપતા હતા. એ વ્યાખ્યાનો બુટેરાયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી એ સૂત્રોની પોથીઓ લઈને ગુરુમહારાજ પાસે બેસીને તેઓ વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો દરમિયાન સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા પણ એમણે શીખી લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજ્જતા તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશક્તિ, વધુ અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશક્તિ, અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઈને ગુરુ મહારાજને પણ બહુ હર્ષ થતો. આગમગ્રંથો વિશે ગુરુમહારાજ પાસેથી સાંભળતાં સાંભળતાં બુટેરાયજી મહારાજને જૈન સાધુઓના આચાર તથા સિદ્ધાંતો વિશે કેટલાક પ્રશ્નો થતા, પરંતુ ગુરુમહારાજ પાસેથી તેનું સમાધાન મળતું નહિ. અલબત્ત, ગુરુમહારાજ નાગરમલજી એટલા બધા ઉદાર હતા કે પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજીને જ્યાં જવું હોય ત્યાં જવાની રજા આપતા. એ દિવસોમાં રાજસ્થાન અને પંજાબમાં સ્થાનકમાર્ગી અને તેરાપંથી સાધુઓ વચ્ચે વારંવાર વિવાદ થતો. દિલ્હીમાં એ વખતે તેરાપંથી સાધુ જિતમલજી હતા. બુટેરાયજીને તેમની પાસે જવાની જિજ્ઞાસા થઈ. ગુરુ મહારાજની આજ્ઞા લઈને તેઓ મળવા ગયા. તેમની સામાચારી જોઈને તેઓ પ્રભાવિત થયા અને પાછા આવીને પોતાના ગુરુમહારાજને તે વિશે વાત કરી. નાગરમલજી ઉદાર મનના હતા, છતાં બુટેરાયજી તેરાપંથી સાધુઓના વધુ સંસર્ગમાં આવે એ વાત એમને ગમી નહિ. બુટેરાયજી યુવાન સત્યશોધક સાધુ હતા. તેઓ તેરાપંથી સાધુઓ પાસે જવા ઇચ્છતા હતા. એમની પાકી મરજી જોઈ સરળ પ્રકૃતિના ઋષિ નાગરમલજીએ છેવટે આજ્ઞા આપી. બુટેરાયજી તેરાપંથીના સાધુ પાસે ફરીથી ગયા. ત્યારપછી મુનિ જિતમલજી દિલ્હીથી વિહાર કરીને જોધપુર ચાતુર્માસ કરવાના હતા. બુટેરાયજીએ જોધપુર જવાની આજ્ઞા માગી. ગુરુ મહારાજને ગમ્યું નહિ, તેમ છતાં તેમણે જોધપુર જવા માટે આજ્ઞા આપી. બુટેરાયજીએ વિહાર કરી જોધપુર પહોંચી મુનિ જિતમલજી સાથે ચાતુર્માસ કર્યું. ચાતુર્માસમાં સતત સાથે રહેવાને કારણે તથા વિચાર-વિનિમયને કારણે ત્યાં પણ તેમને કેટલાક પ્રશ્નો થયા, જેનું સમાધાન મુનિ જિતમલજી કરી શક્યા નહિ. બુટેરાયજી મહારાજને કેટલીક અપેક્ષાએ સ્થાનકવાસી સાધુઓ કરતાં તેરાપંથી સાધુઓ ચડિયાતા લાગ્યા અને કેટલીક અપેક્ષાએ તેરાપંથી સાધુઓ કરતાં સ્થાનકવાસી Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ સાધુઓ ચડિયાતા લાગ્યા. આથી એમનું મન ડામાડોળ રહેવા લાગ્યું. તેઓ પોતાના સ્થાનકવાસી ગુરુ નાગરમલજી સાથે રહેવાનું નક્કી કરીને જોધપુરથી વિહાર કરીને પાછા દિલ્હી આવી પહોંચ્યા. દિલ્હીમાં એમણે ગુરુમહારાજ સાથે બે ચાતુર્માસ કર્યા. વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે ઋષિ નાગરમલજીએ દિલ્હીમાં જ સ્થિરવાસ કર્યો હતો. બુટેરાયજી એમની પાસે પાછા આવ્યા હતા. પરંતુ ગુરુમહારાજનો પહેલાં જેટલો ઉલ્લાસભર્યો ભાવ હવે જણાયો નહિ. તો પણ બુટેરાયજી દંભ-કપટ વિના સરળતાથી ગુરુમહારાજ સાથે રહીને તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બુટેરાયજીએ ગુરુમહારાજને વિનંતી કરી કે તેઓ પોતાને વધુ શાસ્ત્રાભ્યાસ કરાવે. પરંતુ ગુરુમહારાજ હવે મન મૂકીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હોય એવું બુટેરાયજીને લાગતું નહિ. કેટલાક સમય પછી ગુરુમહારાજ વધુ બીમાર પડ્યા. બુટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા-ચાકરી કરી. તેમનાં ઠલ્લો-માત્રુ પણ તેઓ જરા પણ કચવાટ વગર, બલકે હોંશથી સાફ કરતા અને આસપાસ ક્યાંય જવું હોય તો બુટેરાયજી તેમને ઊંચકીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુમહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બુટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, “બુટા, તે મારી બહુ સેવાચાકરી કરી છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહિ. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તે રહેજે અને તે પ્રમાણે કરજે.” આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા. પોતાના ગુરુમહારાજના કાળધર્મ પછી બુટેરાયજી મહારાજ વિહાર કરીને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રભાવક સ્થવિરો પતિયાલા પધાર્યા. એમનામાં ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર બાળપણથી હતા એટલે ઉગ્ર તપશ્ચર્યા માટે તેમને વિશેષ રુચિ હતી. પતિયાલામાં એમણે ઘણી કડક તપશ્ચર્યા શરૂ કરી હતી. તેઓ છઠ્ઠ, અઠ્ઠમ કે પંદર દિવસના ઉપવાસ વારંવાર કરતા. આયંબિલ તો એમનાં વખતોવખત ચાલુ રહેતાં. ગોચરી વહોરવા જાય ત્યારે તેઓ જુદા જુદા અભિગ્રહ ધારણ કરીને જતા. ગોચરીને માટે તેઓ એક જ પાત્ર રાખતા. બધા લોકો ભોજન કરી લે તે પછી તેઓ ગોચરી વહોરવા જતા. બધો જ આહાર તેઓ એક જ પાત્રમાં લેતા અને તે ભેગો કરીને ખાતા અને સ્વાદ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરતા. ઘણુંખરું તેઓ દિવસના એક જ વખત આહાર લેતા. ગોચરીમાં પણ તેઓ લુખ્ખો આહાર પસંદ કરતા. તેઓ ટાઢ-તડકાના પરીષહ સ્વેચ્છાએ વધુ ને વધુ સહન કરતા. દિવસે એક જ વસ્ત્ર ધારણ કરતા અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે ઓઢવા માટે ફક્ત એક જ સુતરાઉ વસ્ત્ર પાસે રાખતા. કેટલીક વાર તો રાત્રે તેઓ વસ્ત્ર ઓઢતા નહિ. વળી તેઓ શિયાળાની ઠંડીમાં પણ દિવસે છાતી ઉપર કોઈ વસ્ત્ર ધારણ કરતા નહિ. પોતાની આત્મિક શક્તિ ખીલવવા માટે તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં એક બંધ કમરામાં આખી રાત નગ્ન અવસ્થામાં પદ્માસન વાળીને બેસવાની તપશ્ચર્યા કરતા. આવી રીતે તેમણે પોતાના શરીરને ઘણું કહ્યું હતું. તેઓ ત્યાર પછી માલેરકોટલામાં ચાતુર્માસ હતા ત્યારે લગભગ છ મહિના સુધી રોજેરોજ અભિગ્રહપૂર્વક ગોચરી વહોરી લાવતા. આમ બુટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા હતા. બુટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી. તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા. ત્યાં સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુમહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ હતો. તેઓ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. ગુરુ રામલાલજી વૃદ્ધાવસ્થાને કારણે રોગગ્રસ્ત થયા હતા. એટલે વ્યાખ્યાન આપવાની જવાબદારી અમરસિંહજીએ લીધી હતી. બુટેરાયજી અમરસિંહજીના સંપર્કમાં આવ્યા. બુટેરાયજી યુવાન, બુદ્ધિશાળી તથા સંસ્કૃત-અર્ધમાગધીના જાણકાર અને જિજ્ઞાસુ છે એ જાણી અમરસિંહજીને એમનો સંગ ગમી ગયો. તેઓ પાસે જે કંઈ નવી નવી પોથીઓ આવતી તે બુટેરાયજીને બતાવતા અને વાંચવા આપતા. એક દિવસ અમરસિંહજીએ બુટેરાયજીને ‘વિપાકસૂત્ર'ની પોથી બતાવી પૂછ્યું, ‘આ તમે વાંચ્યું છે ?' પોથી જો બુટેરાયજીએ કહ્યું, ‘વિપાકસૂત્ર' મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલી વાર તમારી પાસેથી સાંભળું છું.’ અમરસિંહજીએ ‘વિપાકસૂત્ર’ બુટેરાયજીને વાંચવા આપ્યું. બુટેરાયજી ‘વિપાકસૂત્ર' બહુ રસપૂર્વક, ચીવટથી વાંચી ગયા. શાસ્ત્રોનું અધ્યયન કરવાની એમની ભૂખ ગુરુમહારાજે પૂરી સંતોષી નહોતી, એટલે તે વાંચતાં વધુ આનંદ થયો. પરંતુ ‘વિપાકસૂત્ર' વાંચતાં તેમાં આવતો મૃગા—લોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી મૃગાવતીના, માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગંધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે દુર્ગંધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ત્ર ઢાંકવા કહે છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે મુહપત્તી બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે, ‘આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે. માટે મોઢે મુહત્તી બાંધવી જરૂરી છે.’ પરંતુ આ ખુલાસાથી બુટેરાયજીને સંતોષ થયો નહિ. વળી, જિન પ્રતિમાનાં દર્શન–વંદનનો નિષેધ આગમસૂત્રમાં ક્યાંય આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યક્ત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહિ. દિલ્હીના ચાતુર્માસ પછી બુટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, અમૃતસર, સિયાલકોટ, રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બુટેરાયજીને કહ્યું કે, ૧૦૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રભાવક સ્થવિરો બુટેરાયજી, તમે સારો શાસ્ત્રાભ્યાસ કર્યો છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુઋષિ મલકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચારીએ તો કેમ ?' અમરસિંહજીની દરખાસ્ત બુટેરાયજીએ સ્વીકારી લીધી. તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બુટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યક્ત કરતા તે અમરસિંહજીને ગમતું નહિ. બુટેરાયજી સાથે શાસ્ત્રાર્થ કરવાનું પણ એમનું ગજું નહોતું. અમરસિંહજી અમૃતસરના મોટા શ્રીમંત પરિવારમાંથી આવેલા હતા. એટલે અમરસિંહજીનો અનુયાયી વર્ગ મોટો હતો. પોતાના અનુયાયી વર્ગ પાસે બુટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમાની વાત કરે તે તેમને ગમતું નહિ. આથી બુટેરાયજી અને અમરસિંહજી વચ્ચે મતભેદ ચાલુ થયો. છેવટે બંને જુદા પડ્યા. પછી બુટેરાયજીની વિરુદ્ધ અમરસિંહજીએ પ્રચાર ચાલુ કરી દીધો. શ્રાવકોને મોકલીને તેઓ વ્યાખ્યાનમાં શું બોલે છે, લોકો સાથે શી વાત કરે છે તેની જાસૂસી કરવા લાગ્યા. પોતાને કોઈ મળવા આવે તો તેનો બુટેરાયજી માટે અભિપ્રાય પૂછતા અને કોઈ સારો, ઊંચો અભિપ્રાય આપતા તે તેમને ગમતું નહિ. વળી તેઓ શ્રાવકોને તૈયાર કરીને બુટેરાયજીની પાસે મોકલીને મુહપત્તી અને પ્રતિમાપૂજન વિશે પ્રશ્ન કરાવતા. બુટેરાયજીને લાગ્યું કે હવે બધાંને સ્પષ્ટ વાત કરવાનો વખત પાકી ગયો છે. એટલે તેમણે પોતાના વિચારો શાસ્ત્રના જાણકાર કરમચંદજી શાસ્ત્રી, ગુલાબરાયજી વગેરે શ્રાવકોને જણાવ્યા. બીજી બાજુ અમરસિંહજીએ બુટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો. આથી શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તૈયાર કર્યા હતા અને ધમકી આપી કે બુટેરાયજી જો પોતાના ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે. આ સમય દરમ્યાન બુટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે ચાર શિષ્યો બનાવ્યા હતા. પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૦૩ છોડી દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બુટેરાયજી એકલા પડી ગયા હતા. પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનાર હતા. એવામાં પ્રેમચંદજી નામના એક સાધુએ પોતાના ગુરુમહારાજને છોડીને બુટેરાયજી પાસે આવીને ફરીથી દીક્ષા લીધી હતી. તેઓ તેમની સાથે ચારેક વર્ષ રહ્યા હતા. બુટેરાયજીએ પ્રેમચંદજીને આગમશાસ્ત્રોનો સારો અભ્યાસ કરાવ્યો હતો. પરંતુ કુંજરાવાળા નગરમાં તેઓ ચાતુર્માસ હતા ત્યારે એક દિવસ મુનિ પ્રેમચંદજીએ કહ્યું, “ગુરુદેવ, મારાથી હવે દીક્ષા પળાતી નથી. મારું મન ડામાડોળ થઈ ગયું છે. મારી કામવાસના બહુ જાગ્રત રહે છે. મારાં ભોગાવલી કર્મનો ઉદય થયો લાગે છે. માટે મને દીક્ષા છોડવાની આજ્ઞા આપો.” બુટેરાયજી મહારાજે એમને ખૂબ સમજાવ્યા, પરંતુ જ્યારે લાગ્યું કે એ સાધુજીવનમાં હવે ટકી શકે તેમ નથી, ત્યારે તેમણે દીક્ષા છોડવાની અનુમતિ આપી. મુનિ પ્રેમચંદજીએ દીક્ષા છોડીને, લગ્ન કરીને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. લાહોરમાં જઈને એમણે સિપાઈની નોકરી લીધી. ગૃહસ્થ વેશે તેઓ કોઈ કોઈ વાર ગુરુમહારાજને વંદન કરવા આવતા. સં. ૧૯૦૨નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પર્સરમાં કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું નામ મૂળચંદ હતું. એમની ઉમર નાની હતી, પણ એમની બુદ્ધિની પરિપક્વતા ઘણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બુટેરાયજીના મુહપત્તી અને પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યારપછી સોળ વર્ષની વયે એમણે બુટેરાયજી પાસે દીક્ષા લીધી. એમનું નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે એમનું નામ મૂળચંદજી રાખવામાં આવ્યું. તેમણે ગુરુમહારાજ બુટેરાયજી સાથે રામનગરમાં ચાતુર્માસ કર્યું. મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય મળતાં બુટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. વિ. સં. ૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ-શિષ્ય વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ, અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રભાવક સ્થવિરો ચાતુર્માસ પછી માગસર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપતીનો દોરો તોડી નાખ્યો. તેઓએ મુહપત્તી હવેથી હાથમાં રાખશે એવું જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયોમાં જવું તેમને માટે મુશ્કેલ બની ગયું. અલબત્ત આટલા સમય દરમિયાન તેમની સાથે સંમત થનાર શ્રાવકોનો સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે વિકટ થવાની હતી. આ સમય દરમિયાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયા. પરંતુ તે વખતે બુટેરાયજીને શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે એમણે પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને ફરી દીક્ષા આપવા મોકલ્યા. પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા માટે એટલા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરીને મૂળચંદજી મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બુટેરાયજી મહારાજને પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. ત્યારપછી તેઓ મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બુટેરાયજી મહારાજ સાથે જોડાઈ ગયા હતા. બુટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં એમને માટે બહુ કઠિન બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ સ્વસ્થતાથી અને નિડરતાથી વિચરતા રહ્યા હતા. એક બાજુ એમની વિદ્વત્તા, વિનમ્રતા, સરળતા અને લોકપ્રિયતા કેવી હતી અને બીજી બાજુ તેમને માથે કેવાં સંકટો આવી પડ્યાં હતાં તેના કેટલાક પ્રસંગો નોંધાયા છે. શરૂઆતનો એક પ્રસંગ પતિયાલા શહેરનો છે. પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય ઋષિ અમરસિંહજી ત્યારે પતિયાલામાં બિરાજમાન હતા. અમરસિંહજીના ગુરુભાઈએ સિત્તેર જેટલા ઉપવાસની તપશ્ચર્યા કરવા ધારી હતી. સાઠ જેટલા ઉપવાસ પછી તપશ્ચર્યા દરમિયાન જ તેઓ કાળધર્મ પામ્યા. એ પ્રસંગે પતિયાલામાં એક ગુણાનુવાદ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. એ અવસરે ચારે બાજુથી હજારો Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૦૫ શ્રાવક-શ્રાવિકાઓ તથા અનેક સંતો-મહાસતીઓ પતિયાલા પધાર્યા હતાં. ત્યાં આવતાં જ તેમણે જોયું કે તેમણે મુહપત્તીનો જે દોરો છોડી નાખ્યો છે તેની ચર્ચા પતિયાલામાં ઠેકઠેકાણે ચાલી રહી હતી. આટલાં બધાં સાધુ-સાધ્વીઓ એકત્ર થયાં છે તેનો લાભ લઈ તે બધાંની સમક્ષ પોતાને પડકારશે. એટલે બુટેરાયજી મહારાજે વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અહીં પતિયાલામાં રહેવું પોતાને માટે ઉચિત નથી. અહીં રહીને સંઘર્ષ કરવાનો કે લોકોના ઉપદ્રવનો ભોગ બનવાનો કોઈ અર્થ નથી. ટોળાની સામે શાસ્ત્રસિદ્ધાંતની વાત ચાલશે નહિ. માટે પતિયાલા છોડીને આગળ વિહાર કરવો યોગ્ય છે. આમ વિચારીને બુટેરાયજી મહારાજે ગોચરી–પાણી કર્યા પછી તરત પતિયાલામાંથી વિહાર કર્યો. જ્યારે અમરસિંહને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અને તેમના સાધુઓ વિચારમાં પડી ગયા, કારણ કે બુટેરાયજીને પાઠ ભણાવવાની તેમની યોજના નિષ્ફળ થતી હતી. તેઓએ થોડાક યુવાનોને બોલાવીને સમજાવ્યું કે, “તમે બુટેરાયજી પાસે જાવ અને તેમની પ્રશંસા કરી, તથા તેમને આગ્રહપૂર્વક વિનંતી કરી ગમે તે રીતે યુક્તિપૂર્વક સમજાવીને અહીં પાછા બોલાવી લાવો.' તેઓ બુટેરાયજી મહારાજ પાસે પહોંચી ગયા. એમની મુહપત્તીની ઘટનાની તેઓએ બહુ પ્રશંસા કરી. પછી બહુ જ આગ્રહપૂર્વક જાતજાતનાં વચનો આપીને તેઓ બુટેરાયજી મહારાજને પતિયાલા પાછા તેડી લાવ્યા. બુટેરાયજી મહારાજે પોતાના શિષ્ય સાથે પતિયાલાનગરમાં પાછો પ્રવેશ કર્યો. સ્થાનક તરફ તેઓ જ્યારે જતા હતા તે વખતે જે રીતે કેટલાક શ્રાવકો તેમના તરફ કરડી નજરથી જોતા હતા અને કાનમાં વાતો કરતા હતા તે પરથી તેમને લાગ્યું કે તેમને માટે વાતાવરણ ધારવા કરતાં વધુ પ્રતિકૂળ અને તંગ બન્યું છે. પરંતુ હવે બીજી વાર પાછા ફરવાનું તેમના જેવા સાધુ માટે યોગ્ય ન કહેવાય. એટલે હવે તો જે થવાનું હશે તે થશે એમ સમજીને તેઓ શ્રાવકો લઈ ગયા તે સ્થાનકમાં ઊતર્યા. તેઓ ત્યાં બેઠા હતા એટલામાં પચીસેક સાધુઓ અને લગભગ ૪૦૦ સ્ત્રી-પુરુષો ત્યાં આવીને તેમને ઘેરી વળ્યાં. અમરસિંહજીની યોજના એવી હતી કે બુટેરાયજી પાસે મુહપત્તી મોઢ બંધાવવી અને જો ન Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બાંધે તો બધાંએ ભેગાં મળી તેમનો સાધુવેશ ખેંચી લેવો. ભેગા થયેલા ટોળામાંથી ગંગારામ નામના એક સાધુ કે જે જબરા હતા અને જે પોતાને ઘણા વિદ્વાન અને શાસ્ત્રના જાણકા૨ તરીકે ઓળખાવતા હતા તેમણે ઊભા થઈને બધાંની વચ્ચે જોરથી મોટા અવાજે બધાંને સંભળાય એ રીતે બુટેરાયજીને કહ્યું, ‘બુટેરાયજી, જો તમે આગમ સૂત્રોને માનતા હો તો પછી આચાર્યનું કહ્યું પણ તમારે માનવું જોઈએ. પરંતુ તમે તે માનતા નથી.' બુટેરાયજીએ કહ્યું, ‘હું સૂત્ર સિદ્ધાંતમાં માનું છું, અને આચાર્યનું કહેવું પણ માનું છું.’ ગંગારામજીએ કહ્યું, ‘જો તમે આચાર્યનું કહ્યું માનતા હો તો તમારા ગુરુ નાગરમલજી મુહપત્તી મોઢે બાંધતા હતા અને જિનપ્રતિમામાં માનતા નહોતા, તો તમે એની વિરુદ્ધ કેમ વર્તે છો ? તમે તમારા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો ? તમે મૃષાવાદી છો; તમે નિહ્નવ છો, તમે મિથ્યાદૃષ્ટિ પતિત સાધુ છો.’ આ સાંભળી બુટેરાયજીએ કહ્યું, મને મારા ગુરુ નાગરમલજીએ શિખવાડ્યું છે કે ·-- પ્રભાવક સ્થવિરો अरिहंतो मह देवो जीवज्जजीवं सुसाहुणो गुरुणो । जिणपत्रतं तत्तं, इह सम्मतं मए गहियं ।। [સુદેવ અરિહંત, સુસાધુ ગુરુ તથા જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત તત્ત્વ(ધર્મ)નું જાવજીવ હું શરણ ગ્રહણ કરું છું.] મારા ગુરુ નાગરમલજીએ મને જે આ શિખવાડ્યું છે તેનો હું સ્વીકાર કરું છું. એમાં સૂત્ર સિદ્ધાંત અને ગુરુની આજ્ઞા બંનેનો સ્વીકાર આવી જાય છે. મારે માટે એ પ્રમાણ છે, ફુગુરુ, ફુધર્મ મારે માટે પ્રમાણ નથી. આ સાંભળી નક્કી કરેલી યોજના પ્રમાણે ગંગારામજીએ બૂમ પાડીને બધાંને કહ્યું, ‘ભાઈઓ ! બુટેરાયજી સાથે વધારે વાત કરવાનો કોઈ અર્થ નથી. જો તેઓ અત્યારે મુહપત્તી ન બાંધે તો તમે બધાં અત્યારે જ એમનો વેશ ઉતારી લો અને એમને મારીને અહીંથી બહાર કાઢી મૂકો.’ આમ વાદવિવાદ ઉગ્ર ઝઘડામાં પરિણમ્યો. એ જો વધે તો જૈન સાધુઓની Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૦૭ શોભા નહિ રહે એમ સમજીને બુટેરાયજીના એક અનુરાગી બનાતીરામ નામના એક જબરા શ્રાવકે ઊભા થઈને મોટા અવાજે સંત-મહાસતીઓને કહ્યું કે, શું તમે બધાં અહીં શાસ્ત્રની ચર્ચા કરવા આવ્યાં છો કે મારામારી કરવા આવ્યાં છો ? તમને જૈન સાધુ-સાધ્વીઓને આમ કરવું શોભે છે ? તમે બધાં અહીંથી હઠો અને પોતપોતાના સ્થાને જાવ. ખબરદાર, બુટેરાયજીને કોઈએ હાથ અડાડ્યો તો.” બનાતીરામના અવાજથી બધા ડઘાઈ ગયા. એમની સાથે બીજા કેટલાક શ્રાવકો પણ જોડાઈ ગયા. ગંગારામજીને ખાતરી થઈ ગઈ કે અહીં પોતાનું કશું ચાલશે નહિ. તેઓ ત્યાંથી આઘા ખસી ગયા. ત્યારપછી તેમણે પોતાનાં કેટલાંક સંત-સતીઓને એક બાજુએ લઈ જઈને ધીમા અવાજે ખાનગીમાં કહ્યું, “બુટેરાયજી અહીં પતિયાલામાં વારંવાર આવે છે. અહીં ઘણી તપશ્ચર્યા કરી છે. એટલે એમના અનુરાગી શ્રાવકો અહીં ઘણા છે. એટલે તેઓ બુટેરાયજીનો વેશ ઉતારવા દેશે નહિ. પરંતુ હવે બુટેરાયજી અહીંથી અંબાલા તરફ વિહાર કરવાના છે. જોકે અંબાલામાં પણ તેમના અનુરાગી શ્રાવકો ઘણાં છે, તો પણ આપણા શ્રાવકો પણ ઓછા નથી. એમના દ્વારા ત્યાં આપણે એમનો વેશ ઉતરાવી લઇશું. છતાં જો અંબાલાના શ્રાવકો તેમ નહિ કરે તો મારા ઘણા વણવ ભક્તો છે. તેમની પાસે એમણે એ કામ કરાવી લઈશું. માટે આપણે બધાં અહીંથી જલદી વિહાર કરીને અંબાલા પહોંચી જઈએ અને બુટેરાયજી ત્યાં આવે તે પહેલાં લોકોને તૈયાર કરી દઈએ.' ગંગારામજી તરત વિહાર કરીને પોતાના સાધુઓ સાથે અંબાલા પહોંચી ગયા. બુટેરાયજીએ પાંચેક દિવસ પતિયાલામાં સ્થિરતા કરીને અંબાલા તરફ વિહાર કર્યો. અંબાલાના કાવતરાની તેમને ખબર ન હતી. વિહાર કરતાં કરતાં જ્યારે તેઓ અંબાલા શહેર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક અનુરાગી શ્રાવકોએ બુટેરાયજીને ચેતવ્યા કે, “ગુરુદેવ, અંબાલા શહેરમાં વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે. વખતે આપના ઉપર સંકટ આવી પડે. માટે અંબાલામાં પ્રવેશ કરવો તે આપને માટે હિતાવહ નથી. આપ આગળ ચાલ્યા જાવ.' બુટેરાયજીને એમના શિષ્ય મુનિ પ્રેમચંદજીએ પણ વિનંતી કરી કે, “ગુરુમહારાજ, અંબાલા શહેરમાં આપના માથે ભય છે. માટે આપણે અંબાલા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રભાવક સ્થવિરો શહેરમાં ન જતાં અંબાલા કેન્ટોનમેન્ટ-છાવણી તરફ વિહાર કરીએ.' બુટેરાયજીએ કહ્યું, “ભાઈ પ્રેમચંદ ! એમ ઉપસર્ગોથી ડરી જઈએ તે કેમ ચાલે ? ભગવાન મહાવીરને પણ ઉપસર્ગો અને પરીષહો થયા હતા. એટલે આપણે ડરવું ન જોઈએ. પરંતુ જો તને ડર લાગતો હોય તો તું સીધો અંબાલા છાવણી પહોંચી જા. હું અંબાલા શહેરમાં બે-ત્રણ દિવસ રોકાઈને પછી ત્યાં આવીશ.” | મુનિ પ્રેમચંદજી સાચે જ ડરી ગયા હતા. તેઓ અંબાલા શહેરમાં ન જતાં સીધા છાવણીમાં પહોંચી ગયા. બુટેરાયજી એકલા વિહાર કરતા અંબાલા શહેરમાં પધાર્યા. પોતે સ્થાનકમાં ઊતર્યા અને ગોચરી લાવીને આહાર–પાણી કર્યા. અંબાલા શહેરમાં ઋષિ અમરસિંહ, ગંગારામજી વગેરે અગાઉથી આવી ગયા હતા. અંબાલામાં મોહોરસિંહ નામના એક જૈન શ્રાવક હતા, તેઓ સૂત્ર-સિદ્ધાંતના અભ્યાસી હતા અને બુટેરાયજીના પણ અનુરાગી હતા. ગંગારામજીએ બુટેરાયજીને સમજાવવા માટે મોહોરસિંહને મોકલ્યા. મોહોરસિંહ બુટેરાયજી પાસે આવ્યા અને મુહપત્તીની ચર્ચા કરી. બુટેરાયજીએ કહ્યું, “ભાઈ મોહોરસિંહ, તમે સૂત્રસિદ્ધાંતના અભ્યાસી છો. તમે એમાંથી મુહપત્તી મોઢે બાંધવાનો પાઠ બતાવો તો હું મુહપત્તી મોઢે બાંધી લઈશ.” તેઓ બંને વચ્ચે મુહપત્તી વિશે શાસ્ત્રનાં વચનોની ચર્ચા-વિચારણા થઈ. એથી મોહોરસિંહને ખાતરી થઈ કે મુહપત્તીની મોઢે બાંધવાની વાત જિનાગમમાં ક્યાંય આવતી નથી. એટલે એમણે કહ્યું, “ગુરુદેવ, આપની વાત સત્ય છે. હું સ્વીકારું છું. પરંતુ અહીંનું વાતાવરણ પ્રતિકૂળ છે. અહીં આપનું અપમાન થવાના સંજોગો છે. જો અમે આપના પક્ષે રહીએ તો અમારે પણ તકલીફ ભોગવવાની આવે, માટે આપ મુહપત્તી મોઢે બાંધી લો તે સારી વાત છે.” પરંતુ બુટેરાયજીએ તેમ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. મોહોરસિંહે આવીને ગંગારામજીને કહ્યું કે, “બુટેરાયજી મુહપત્તી મોઢે બાંધવાની સ્પષ્ટ ના કહે છે. તેઓ પોતાની શ્રદ્ધામાં અને પોતાના નિશ્ચયમાં બિલકુલ અડગ છે.” બીજે દિવસે અંબાલા શહેરમાં એક સ્થાનકમાં બધાં સાધુ-સાધ્વી એકત્ર Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ થયાં અને તેઓએ શ્રાવકોની સભા ભરીને કહ્યું, ‘બુટેરાયજી જો આવતી કાલે સવારે પ્રતિક્રમણ કરતી વખતે મોઢે મુહપત્તી ન બાંધી લે તો તે જ વખતે એમનો વેશ છીનવી લઈને, એમને નગ્ન કરીને અને મારીને સ્થાનક બહાર કાઢી મૂકીશું.' સભાનો આવો નિર્ણય જાણીને બુટેરાયજીના અનુરાગી શ્રાવકો મોહોરસિંહ, સરસ્વતીદાસ વગેરેને લાગ્યું કે આ બરાબર નહિ થાય. એમાં શાસનની અવહેલના થશે. જૈન સાધુ-સમાજની કોઈ શોભા નહિ રહે. માટે તેઓ રાતને વખતે બુટેરાયજી પાસે પહોંચ્યા. તેઓએ કહ્યું, ‘ગુરુદેવ, આપને માથે ભયંકર સંકટ છે. માટે આપ સૂર્યોદય પહેલાં શહે૨માંથી વિહાર કરી જજો અને પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પાછી ત્યાં કરજો.' બુટેરાયજીએ તેમને કહ્યું, ‘ભાઈઓ, આવી રીતે ગભરાઈને હું કેટલા દિવસ રહી શકું ? મને કોઈનો ડર નથી. પરંતુ મારા લીધે તમને તકલીફ થાય એવું હું ઇચ્છતો નથી. માટે સવારે જ્યારે બધા લોકો મારો વેશ ઉતારવા આવે ત્યારે તમે મને બચાવવા આવશો નહિ. હું મારું સંભાળી લઈશ. હું તો એકલો છું. મારી પાછળ કોઈ રોવાવાળું નથી. જે શ્રાવકો મારો વેશ ઉતારવા આવે તેઓને કહેજો કે પોતાની બૈરીનાં બલોયાં ફોડીને પછી મારી પાસે આવે. અહીં રાજ અંગ્રેજોનું છે. મારો વેશ કોઈ ઉતા૨શે તો તેને પૂછનાર પણ કોઈ સત્તાવાળા હશે ને ? કોણ અપરાધી હશે તે તો છેવટે નક્કી થશે ને ? મારે કંઈ ડરી જવાનું કારણ નથી. હું મારા નિર્ણયમાં અડગ છું. જેઓ વેશ છીનવી લેવા આવે તેઓને કહેજો કે તેઓ પોતાનું ઘર સંભાળીને આવે. વગર લેવેદેવે સરકાર તરફથી તેમને કંઈ તકલીફ ન થાય.' ૧૦૯ બુટેરાયજીની નીડરતા અને આત્મવિશ્વાસ જોઈને તથા વેશ ખેંચવા જતાં મારામારી થાય તો પોલીસનું લફરું થાય એ બીકે કોઈ આવ્યું નહિ. બુટેરાયજીએ ત્યાં જ સવારનું પ્રતિક્રમણ કર્યું અને ત્યાં જ ત્રણેક દિવસ રોકાયા. શ્રાવકોમાં પણ બે ભાગલા પડી ગયા. એટલે પણ આ વિવાદ થાળે પડવા લાગ્યો. બુટેરાયજી તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ અને ચારિત્રપાલનમાં ઉચ્ચ કોટિના હતા. એટલે તેમનો પણ અનુયાયીવર્ગ હતો, જે દિવસે દિવસે વધતો જતો હતો. અમરસિંહજી અને એમના શિષ્યો તરફથી શ્રાવકોને ચડાવવામાં આવતા કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રભાવક સ્થવિરો જેથી બુટેરાયજીને સ્થાનકમાં ઊતરવાની સગવડ કે ગોચરી–પાણી મળે નહિ, પરંતુ તેઓ બહુ ફાવતા નહિ. અંબાલાના આ પ્રસંગ પછી બુટેરાયજી મહારાજ અંબાલા છાવણી ગયા. ત્યાંથી મુનિ પ્રેમચંદજીને સાથે લીધા. ત્યાંથી વિહાર કરીને મેરઠ થઈ દિલ્હી પધાર્યા. એક મહિનો ત્યાં રહી ફરી પંજાબ તરફ પધાર્યા. અંબાલા, માલેરકોટલા, પતિયાલા, લુધિયાના, હોશિયારપુર, જલંધર, અંડિયાલા ગુરુ, અમૃતસર વગેરે સ્થળે વિચરી તેઓ ગુજરાનવાલા પધાર્યા, પોતાના શિષ્ય મુનિ મૂલચંદજી અહીં કર્મચંદજી શાસ્ત્રી પાસે અભ્યાસ કરવા રોકાયા હતા તેમને લઈ વિહાર કરતા તેઓ દિલ્હી પધાર્યા. દિલ્હીમાં સં. ૧૯૦૮માં તેમણે બે યુવાનોને બહુ ધામધામપૂર્વક દીક્ષા આપીને એકનું નામ રાખ્યું વૃદ્ધિચંદ્રજી અને બીજાનું નામ રાખ્યું મુનિ આનંદચંદજી. બુટેરાયજી મહારાજની ભાવના હતી સિદ્ધાચલની યાત્રા કરવાની અને ગુજરાતના સંવેગી સાધુઓને સમાગમ કરી પોતાની શંકાઓનું સમાધાન કરવાની. એટલા માટે દિલ્હીથી એમણે પોતાના ચારે શિષ્યો મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી, મુનિ વૃદ્ધિચંદ્રજી અને મુનિ આનંદચંદજીની સાથે ગુજરાત તરફ પહોંચવાની ભાવના સાથે વિહાર કર્યો. એક પછી એક ગામે વિહાર કરતા તેઓ પાંચેય જયપુર મુકામે પધાર્યા. વિ. સં. ૧૯૦૯નું ચાતુર્માસ તેઓએ જયપુરમાં કર્યું. ચાતુર્માસ પછી તેઓ બધા વિહાર કરી કિસનગઢ થઈ અજમેર પહોંચ્યા. અજમેરથી તેઓ નાગોર પહોંચ્ય.નાગોરમાં મુનિ વૃદ્ધિચંદ્રજીના પગમાં સંધિવાના કારણે અસહ્ય પીડા થવા લાગી. એટલે તેઓને નાગોરમાં રોકાઈ જવું પડ્યું. દરમિયાન મૂલચંદજી મહારાજે ગુજરાત બાજુ વિહાર કર્યો. આનંદચંદજી મહારાજનું ચિત્ત સંયમપાલનમાં ડગુમગુ રહેવા લાગ્યું. થોડા વખતમાં તેઓ સાધુનો વેશ છોડીને યતિ બની ગયા અને જ્યોતિષનો વ્યવસાય કરવા લાગ્યા. થોડા વખત પછી બિકાનેરથી સંઘના આગેવાનો નાગોર આવ્યા અને બુટેરાયજી મહારાજને બિકાનેર ચાતુર્માસ માટે પધારવા વિનંતી કરી. એ વિનંતીનો સ્વીકાર કરી બુટેરાયજી મહારાજે બિકાનેર તરફ વિહાર કર્યો. દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજને પગની પીડા ઓછી થઈ ગઈ, એટલે તેઓ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ પણ ગુરુમહારાજ સાથે બિકાનેર પધાર્યા. પ્રેમચંદજી મહારાજ ચાતુર્માસ માટે નાગોરમાં જ રોકાયા. મૂલચંદજી મહારાજ વિહાર કરતા કરતા પાલિતાણા પહોંચી ગયા અને તેમણે ચાતુર્માસ પાલિતાણામાં કર્યું. વિ. સં. ૧૯૧૦નું ચાતુર્માસ આ રીતે બુટેરાયજી મહારાજે પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજીની સાથે બિકાનેરમાં કર્યું. ત્યાં ઓસવાલ જૈનોનાં ૨૭૦૦ જેટલાં ઘર હતાં. બુટેરાયજી મહારાજની વાણીથી તેઓમાં સારી ધર્મજાગૃતિ આવી ગઈ. બિકાનેરના ખરતરગચ્છના યતિઓને પણ બુટેરાયજી મહારાજ પ્રત્યે આદરભાવ થયો. તેઓએ પણ પોતાની પૌષધશાળામાં સ્થિરતા કરવા માટે તેમને વિનંતી કરી. બિકાનેરથી બુટેરાયજી મહારાજની ભાવના શત્રુંજયની યાત્રા કરવાની હતી. પરંતુ અજમે૨ના સંઘનો પત્ર આવ્યો કે હુંઢિયાના પૂજ્ય રતનચંદજી રીખ આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ ક૨વા ઇચ્છે છે. આ પત્ર મળતાં બુટેરાયજી મહારાજે ગુજરાત તરફ પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજી સાથે વિહાર કર્યો. શાસ્ત્રાર્થ કરવા માટે તેઓ ઈચ્છતા હતા, કારણ કે એ વિષયમાં એમનો અભ્યાસ હવે ઘણો ઊંડો થયો હતો. તેઓ અજમે૨ તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જાણવા મળ્યું કે મુનિ રતનચંદજીએ તેરાપંથીના મતનું ખંડન કરતી વખતે એક પ્રત લખી છે. એની તપાસ કરાવીને બુટેરાયજી મહારાજે એ પ્રત મેળવી લીધી. એ વાંચતાં જ તેમને લાગ્યું કે મુનિ રતનચંદજીનાં પોતાનાં જ વાક્યો વડે મૂર્તિપૂજા સાબિત થઈ શકે એમ છે. વિહાર કરતાં કરતાં તેઓ પોતાના શિષ્ય સાથે અજમેર પહોંચ્યા. પરંતુ ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે મુનિ રતનચંદજી અજમેરથી ચૂપચાપ વિહાર કરીને બીજે ચાલ્યા ગયા છે. બુટેરાયજી સાથે મૂર્તિપૂજા વિશે પોતે શાસ્ત્રાર્થ નહિ કરી શકે અને ક૨શે તો પરાજિત થશે એવો ડર એમને લાગ્યો હતો. ૧૧૧ બુટેરાયજી મહારાજ જે હેતુથી અજમેર પધાર્યા તે હેતુ હવે રહ્યો નહિ. પરંતુ અજમે૨ પધારવાના કારણે એક વિશેષ લાભ થયો. અજમે૨થી એ વખતે એક સંઘ કેસરિયાજીની જાત્રા માટે જઈ રહ્યો હતો. જૈનોના ઘરબાર વગરના પ્રદેશોમાં એકલા વિહાર કરવા કરતાં સંઘ સાથે વિહાર કરવામાં મુનિમહારાજોને સૂઝતા આહાર વગેરેની અનુકૂળતા રહે છે. બુટેરાયજી મહારાજ એ રીતે સંઘ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૨. પ્રભાવક સ્થવિરો સાથે કેસરિયાજી પધાર્યા. તીર્થયાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાનાં હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી. કેસરિયાના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલા ઈલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતા. તેઓ બીજા આગેવાનો સાથે બુટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે કહ્યું, “મહારાજશ્રી ! અમને થોડીક જિજ્ઞાસા થઈ છે. આપને દેરાસરમાં દર્શન કરતા જોયા હતા. આપના વેશ પરથી આપ સ્થાનકમાર્ગી સાધુ લાગો છો. પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી મોઢે બાંધે, જ્યારે આપ મુહપતી હાથમાં રાખો છો તેથી અમને પ્રશ્ન થાય છે. અમને જણાવશો કે આપ કોણ છો તો આનંદ થશે.' બુટેરાયજી મહારાજે કહ્યું, “ભાઈ, જન્મથી અજેન છું. અમારો પરિવાર શીખ ધર્મને પાળે છે. મેં યુવાનવયે સ્થાનકમાર્ગી બાવીસ ટોળામાં દીક્ષા લીધી હતી. પરંતુ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યા પછી મને ખાતરી થઈ ગઈ છે કે જિનપ્રતિમાનો સિદ્ધાંત સાચી છે. વળી મોઢે મુહપત્તી બાંધવાનું આગમસૂત્રમાં ક્યાંય ફરમાન નથી. એટલે મુહપરી હાથમાં રાખું છું. અમારી ભાવના ગુજરાત તરફ વિહાર કરી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની છે.” સંઘવીએ કહ્યું, “તો પછી ગુરુમહારાજ ! આપ બંને અમારા સંઘ સાથે જોડાઇને અમને લાભ આપો. વળી આપની પણ અનુકૂળતા રહેશે, કારણ કે રસ્તામાં ઘણે ઠેકાણે જૈનોનાં ઘર નથી.” બુટેરાજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘપતિની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. પ્રાંતિજ સુધી સંઘ સાથે પહોંચી ત્યાંથી તેઓ વિહાર કરી અમદાવાદ પહોંચ્યા. નગર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા. એમના આગમનના સમાચાર અમદાવાદના સંઘમાં પહોંચી ગયા. સોભાગ્યવિજયજી મહારાજે માણસ મોકલી એમને ઉપાશ્રયે તેડાવ્યા. દાદા મણિવિજયજી, સૌભાગ્યવિજયજી વગેરે સંવેગી સાધુઓનાં દર્શન કરી તેઓએ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૧૩ ધન્યતા અનુભવી. થોડા દિવસ રોકાઈને તેઓ શત્રુંજયની યાત્રાએ સંઘ જતો હતો તેની સાથે જોડાઈ ગયા. શત્રુંજયની તીર્થયાત્રા પહેલી વાર કરીને તેઓએ અનન્ય ધન્યતા અને પ્રસન્નતા અનુભવી. થોડા દિવસ તેઓ ત્યાં રોકાયા. ત્યાં યતિએઓનું જોર ઘણું હતું. એટલે ચાતુર્માસ આસપાસ કરવાનો એમણે વિચાર કર્યો. નજીકમાં વિહાર કરીને વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી મહારાજ ભાવનગરમાં સ્થળની અનુકૂળતા જોઈ આવ્યા. ભાવનગરના સંઘે પાલિતાણા આવીને તેમને વિનંતી કરતાં બુટેરાયજી મહારાજે ગુજરાતમાં પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ભાવનગરના ચાતુર્માસ પછી ફરી તેઓ ભાવનગરના સંઘ સાથે સિદ્ધાચલની યાત્રાએ ગયા. પાલિતાણામાં થોડો સમય રોકાઈ તેમણે અમદાવાદ તરફ વિહાર કર્યો. વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતા બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ લીંબડી પધાર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા તે દરમિયાન મૂલચંદજી મહારાજને તાવ આવ્યો. એ વખતે બુટેરાયજી મહારાજે મૂલચંદજી મહારાજની ઘણી સેવાચાકરી કરી હતી. એવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજ ગિરનારની જાત્રા કરી ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રેમચંદજી છૂટા પડી એકલવિહારી થઈ ગયા હતા. મૂલચંદજી મહારાજને તદ્દન સારું થઈ ગયું. ત્યારપછી વિહાર કરીને તેઓ ત્રણે અમદાવાદ આવી પહોંચ્યા અને ઉજમફોઈની ધર્મશાળામાં ઊતર્યા. ત્યાં પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના ગાઢ સમાગમમાં તેઓ આવ્યા અને તેઓ ત્રણેએ મણિવિજયજી દાદા પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ માટે સૌભાગ્યવિજયજી મહારાજ પાસે યોગવહન પણ કર્યા. ત્યારપછી સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ મણિવિજયજી દાદાએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી. મુનિ બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સંવેગી દીક્ષા ધારણ કરીને તેઓ ત્રણેએ હર્ષોલ્લાસ સાથે કૃતાર્થતા અને ધન્યતા અનુભવી. જૈન શાસનના ઇતિહાસમાં આ એક જબરજસ્ત ક્રાંતિકારી ઘટના બની. એથી પંજાબથી આત્મારામજી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રભાવક સ્થવિરો મહારાજને પણ બીજા સત્તર સાધુઓ સાથે ગુજરાતમાં આવી સ્થાનકમાર્ગી દીક્ષા છોડી સંવેગી દીક્ષા ધારણ કરવાની પ્રેરણા મળી. આમ ગુજરાત ઉપર પંજાબી સાધુઓના આગમનનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. બુટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપ૨ વિજય મેળવવામાં ઘણા મક્કમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બેએક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂલચંદજી ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુ મહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઈ ગયેલી ગોચરી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય. પંજાબના લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂલચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બુટેરાયજી મહારાજે મૂલચંદજીને કહ્યું, ‘મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.’ તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, ‘ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.' આમ બુટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શિખંડ, દૂધપાક કે કઢી વચ્ચે એમને બહુ ફે૨ જણાતો નહિ. પાલિતાણામાં એક દિવસ મૂલચંદજી મહારાજ એક શ્રાવકના ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવક પાસેથી જાણવા મળ્યું કે પાલિતાણામાં ઘણા શ્રાવકો રીંગણાનું શાક ખાય છે, અને સ્થાનકવાસી સાધુઓ રીંગણાનું શાક વહોરે પણ છે. બહુબીજના પ્રકારનું આ શાક અભક્ષ્ય ગણાય છે. જેનોથી તે ખવાય નહિ. મૂલચંદજી મહારાજ જ્યારે એ શ્રાવકને ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવકે અચાનક ઉત્સાહપૂર્વક રીંગણાનું શાક પાત્રમાં ઠાલવી દીધું. મૂલચંદજી મહારાજે ઉપાશ્રયમાં આવીને ગુરુ મહારાજ બુટેરાયજીને આ વાત કહી. એ ગોચરી તો તેઓને કલ્પે નહિ, એટલે ન વાપરતાં પરઠવી દીધી. પરંતુ બુટેરાયજી મહારાજે એ પ્રસંગે મૂલચંદજી મહારાજને કહ્યું કે ‘મૂલા! આમાં શ્રાવકોનો કંઈ દોષ નથી. વસ્તુતઃ શુદ્ધ આહાર માટે ધર્મપ્રચારની જરૂર Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૧૫ છે. ધર્મપ્રચાર સાધુઓ વગર સરળતાથી થઈ શકે નહિ. આપણા શ્વેતામ્બર સંવેગી સાધુઓ ઘણી અલ્પ સંખ્યામાં છે. જો આપણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ વગેરે પ્રદેશમાં સારી રીતે ધર્મપ્રચાર કરવો હશે તો ઘણા સાધુઓની જરૂર પડશે. એટલે મારી તને ભલામણ છે કે જેનો ઉપદેશ બળવાન તેનો ધર્મ બળવાન એ ન્યાયે સારા ચારિત્રશીલ સાધુઓને તૈયાર કરવા જોઈએ. એ જો થાય તો આપોઆપ શ્રાવકોનો આચાર સુધરી જશે. અત્યારે ચારે બાજુ અંધારું છે. માટે યોગ્ય પાત્ર જોઈને એમને સંયમના માર્ગે વાળવા જોઇએ. એ કામ તું બહુ સારી રીતે કરી શકે એમ છે, કારણ કે તારી પાસે ધર્માનુરાગી યુવાન ભક્તો ઘણા આવે છે.” બુટેરાયજી મહારાજની આ વાત મૂળચંદજી મહારાજના મનમાં વસી ગઈ. એમણે નિશ્ચય કર્યો કે યોગ્ય પાત્રોને શોધીને દીક્ષા આપીને સંવેગી સાધુઓની સંખ્યા વધારવી જોઈશે. એ કામ એમણે હોંશભેર ઉપાડી લીધું. બુટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે છ ચાતુર્માસ કર્યા. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમનોનો પંચાંગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મીસૂરિ, વિનયવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. તર્ક અને ન્યાયમુક્ત એ ગ્રંથોના અભ્યાસથી એમની દૃષ્ટિ ખૂલી ગઈ. એમની શ્રદ્ધા અડગ થઈ ગઈ. એમણે પોતે જ પોતાના આત્મકથનમાં લખ્યું છેઃ 'उपाध्यायजी के ग्रंथो की रचना देखके मेरेको परम उपकारी उत्तम पुरुष दीसे हैं, तत्त्व तो केवलज्ञानी जाणे। मेरेको महाराजजी इस भव में मिले नथी। परभवका सबन्ध तो ज्ञानी मिलसे तब पुछपे।...... पिण मेरी सरधा तो श्री जशोविजयजी के साथ घणी मिले है ! પંજાબથી નીકળ્યાંને મહારાજશ્રીને ઘણાં વર્ષ થઈ ગયાં હતાં. રેલવે કે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૬ પ્રભાવક સ્થવિરો તારટપાલ વગરના એ દિવસોમાં પંજાબના રામનગર, જમ્મુ, ગુજરાનવાલા વગેરે શહેરોમાંથી એમના ભક્તો પંજાબ પધારવા માટે જતા-આવતા મુસાફરો સાથે વિનંતીપત્ર મોકલતા. આથી સં. ૧૯૧૮માં અમદાવાદમાં ચાતુર્માસ કરી બુટેરાયજી મહારાજે પંજાબ તરફ વિહાર કર્યો. પાલી અને દિલ્હી ચાતુર્માસ કરી તેઓ પંજાબમાં પતિયાલા, અમૃતસર વગેરે સ્થળે વિચર્યા અને લોકોને બોધ આપ્યો. હવે મુહપત્તી અને પ્રતિમાપૂજનની ચર્ચા કરવાની એમની ભાવના ન હતી. પરંતુ અમરસિંહના શ્રાવકોએ ૧૯૨૩માં ફરી ચર્ચા ઉપાડી. શાસ્ત્રાર્થ કરવામાં સાક્ષી તરીકે તટસ્થ પંડિતો પણ રાખવા પડશે, અને તોફાન ન થાય એટલા માટે બેચાર સિપાઈઓ પણ રાખવા પડશે. પરંતુ અમરસિંહે એક અથવા બીજું બહાનું કાઢી શાસ્ત્રાર્થ કરવાનું ટાળ્યું. અમરસિંહના શ્રાવક ભક્તોએ પણ એમને ચર્ચા ટાળવાનું અને ખમતખામણા કરી લેવાનું સમજાવ્યું. એ જાણી બુટેરાયજી ખમતખામણા કરવા આવ્યા હતા પણ અમરસિંહજીએ તો એમની સાથે કંઈ ચર્ચા કરવાની ના પાડી દીધી. બીજે દિવસે બુટેરાયજીના કેટલાક ભક્તો અમરસિંહજી પાસે ગયા અને કહ્યું કે, “જેમ બુટેરાયજી મહારાજે તમારી પાસે ખમતખામણા કર્યા છે તેમ તમારે પણ એમની પાસે જઈને ખમતખામણા કરવા જોઈએ. પરંતુ એટલી વાત થતાંમાં તો અમરસિંહજીના શ્રાવકોએ બુટેરાયજીના શ્રાવકોને ધક્કો મારી બહાર કાઢ્યા, અને અમરસિંહજીનો બીજા દિવસનો વિહાર પણ જાહેર કરી દીધો. પરંતુ બીજે દિવસે સવારે બુટેરાયજી જંગલમાં ઠલ્લે ગયા ત્યારે અમરસિંહજી ત્યાં રસ્તામાં મળ્યા. એમણે બુટેરાયજીને કહ્યું, “બુટેરાયજી ! હું તમને ખમતખામણા કરવા આવતો હતો, પરંતુ શ્રાવકોએ મને અટકાવ્યો. લોકો બહુ વિચિત્ર છે. હું તમને વારંવાર ખમાવું છું.' આમ બુટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્ચા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદનો વંટોળ શમી ગયો અને જેને જેમાં શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બુટેરાયજી મહારાજના આગમનને કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણા સાધુ-મહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઈ સંવેગી Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુટેરાયજી મહારાજ ૧૧૭ દીક્ષા લેવા માટે હિલચાલ ચાલુ કરી દીધી હતી. પંજાબનાં પોતાનાં ક્ષેત્રો સંભાળી, ઠેર ઠેર જિનમંદિરના નિર્માણની યોજના કરી ગુજરાત તરફ આવવા માટે બુટેરાયજી મહારાજે પંજાબથી નીકળી સં. ૧૯૨૭નું ચાતુર્માસ બિકાનેરમાં કહ્યું. તેઓ ગુજરાત તરફ આવી રહ્યા છે એ સમાચાર મળતાં એમના શિષ્યો મૂલચંદજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ તેમને સામે લેવા માટે ગુજરાતથી વિહાર કરી આબુથી આગળ પાલી સુધી પહોંચ્યા હતા. અમદાવાદમાં આવીને બુટેરાયજી મહારાજે પોતાના શિષ્યો સાથે જૈન શાસનની ઉન્નતિ માટે વિવિધ યોજનાઓ વિચારી. તેમણે અમદાવાદ, ભાવનગર, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. અમદાવાદમાં તેઓ હતા ત્યારે યતિમાંથી સાધુ થયેલા રતનવિજયજી નામના એક શિથિલાચારી સાધુએ પંજાબી સાધુઓને ઉતારી પાડવા પ્રપંચો કરેલા, પરંતુ અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ એમને ફાવવા દીધા નહોતા. વિ. સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ ભાવનગરથી અમદાવાદ પધાર્યા. તેમની ઉંમર હવે ૬૫ વટાવી ગઈ હતી. તેમની તબિયત હવે જોઈએ તેવી સારી રહેતી નહોતી. એ વર્ષે પંજાબના તેજસ્વી મહાત્મા આત્મારામજી મહારાજ અમદાવાદ આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજે એમને તથા એમની સાથે આવેલા બીજા ૧૭ સ્થાનકમાર્ગી સાધુઓને સંવેગી દીક્ષા આપી. આમ સંવેગી સાધુઓની સંખ્યા વધતી ગઈ. બુટેરાયજી મહારાજે પોતાના ત્રણ મુખ્ય શિષ્યોમાં ક્ષેત્રોની વહેંચણી કરી આપી. મૂલચંદજી મહારાજ અમદાવાદ અને ગુજરાત સંભાળે, વૃદ્ધિચંદ્રજી મહારાજ કાઠિયાવાડ સંભાળ અને આત્મારામજી મહારાજ પાછા પંજાબ પધારે અને પંજાબનાં ક્ષેત્રો સંભાળે. બુટેરાયજી મહારાજે સં. ૧૯૩૨થી ૧૯૭૮ સુધી, જીવનના અંત સુધી અમદાવાદમાં સ્થિરવાસ કર્યો. તેઓ હવે આત્મસાધનામાં વધુ મગ્ન રહેતા. શિષ્યોને તેઓ જરૂર પૂરતું માર્ગદર્શન આપતા. તેમની પાસે શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ હેમાભાઈ વગેરે અમદાવાદના શ્રેષ્ઠીઓ આવતા અને તેમની સંભાળ લેતા. મહારાજશ્રી નગરશેઠના વંડે છેલ્લાં પાંચ-છ વર્ષ સ્થિરવાસ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રભાવક સ્થવિરો રહ્યા હતા. નગરશેઠ દલપતભાઈ રોજ એમને વંદન કરવા આવતા હતા. અમદાવાદમાં તે જમાનામાં નગરશેઠનું સ્થાન અને માન ઘણું મોટું હતું. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગા શેઠાણી પણ ધર્માનુરાગી જાજવલ્યમાન નારી હતાં. છતાં બ્રહ્મષ્ઠિ બુટેરાયજી મહારાજ એટલા બધા નિસ્પૃહ, અનાસક્ત હતા કે પોતાને વંદન કરવા આવનારી બહેનોમાં ગંગા શેઠાણી કોણ છે તે જાણવાની ક્યારેય ઉત્સુકતા દર્શાવી નહોતી. વિ. સં. ૧૯૩૫ના આસો મહિનામાં દાદાગુરુ ગણિ મણિવિજયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. વિ. સં. ૧૯૩૮માં બુટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉંમરે પંદર દિવસની બીમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર વદ અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઈ ગયો. ચૈત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. બુટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે, ‘બુટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજ્જનતા તરવરતી. બુટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહાયોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.’ Page #138 -------------------------------------------------------------------------- ________________ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ (શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ) Page #140 -------------------------------------------------------------------------- ________________ [] || શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતાના ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂલચંદજી મહારાજ સાથે પંજાબથી ગુજરાતમાં આવીને પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે જે ભગીરથ કાર્ય કર્યું તેનો ઈતિહાસ ભવ્ય છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો જન્મ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લામાં રામનગર નામના શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ના રોજ થયો હતો. માતાપિતાએ એમનું નામ કૃપારામ રાખ્યું હતું. એમના પિતાનું નામ હતું લાલા ધર્મયશજી અને માતાનું નામ હતું કૃષ્ણાદેવી. તેઓ વીસા ઓસવાલ જ્ઞાતિના, ભાવડા વંશના અને ગદહિયા ગોત્રના જૈન હતા. કૃપારામને ચાર ભાઈઓ અને એક બહેન હતાં. ભાઈઓનાં નામ હતાં? (૧) લાલચંદ, (૨) મુસદીલાલ, (૩) હજારીમલ અને (૪) હેમરાજ, બહેનનું નામ હતું રાધાદેવી. લાલા ધર્મયશજી સુખી શ્રીમંત હતા. તેમનો વેપાર સોનાચાંદીનો, કાપડનો અને શરાફીનો હતો. શહેરમાં તેમની મોટી દુકાન હતી. કૃપારામે ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષની ઉંમર થતાં પિતાની દુકાને સોના-ચાંદીના વેપારમાં જોડાઈ ગયા હતા. એ દિવસોમાં નાની ઉંમરમાં લગ્ન થતાં. કૃપારામના મોટા ભાઈઓનાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યારપછી કૃપારામની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ કોઈક કારણસર એ સગાઈ તૂટી ગઈ હતી. એટલે એમની બીજી સગાઈ કરવા માટે માતાપિતા વાતચીત ચલાવી રહ્યાં હતાં. પરંતુ કૃપારામનો જીવનનો રાહ કંઈ જુદો જ હતો. એ દિવસોમાં રામનગરમાં પૂજ્ય બુટેરાયજી મહારાજનું ચોમાસું હતું. એમની સાથે એમના શિષ્ય મૂલચંદજી મહારાજ પણ હતા. મૂલચંદજી પંજાબના એ પ્રદેશમાં એ કાળે લુકાપંથી સ્થાનકવાસી સાધુ, ઢુંઢક રીખો (ઋષિ) હતા. ધર્મયશજીનું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રભાવક સ્થવિરો કુટુંબ એમની મધુર વાણી સાંભળવા ઉપાશ્રયે જતું. કિશોર કૃપારામ ઉપર એની ઘણી પ્રબળ અસર પડી. એમણે પોતાની સગાઈ કરવાનો માતાપિતાને ઈન્કાર કરી દીધો અને પોતાને દીક્ષા લેવાનો ભાવ થયો છે એમ જણાવ્યું. આથી માતાપિતા, ભાઈભાંડુઓ ચિંતામાં પડી ગયાં. તેઓ કૃપારામને ઉપાશ્રય જતા અટકાવવા લાગ્યાં. એટલે લાગ જોઈ ઉપાશ્રયે જઈ ત્યાં જ દિવસ-રાત રહેવાનું કૃપારામે ચાલુ કર્યું. માતા-પિતાએ કૃપારામને શ્રીમંત સુખી ઘરની સગવડો, કૌટુંબિક જીવનનો આનંદ, સાધુપણાનાં કષ્ટો વગેરે સમજાવવા માંડ્યાં. પણ કૃપારામ તો હઠ લઈને બેઠા હતા કે પોતાને દીક્ષા જ લેવી છે. ચાતુર્માસ પછી બુટેરાયજી મહારાજ તો વિહાર કરીને ચાલ્યા ગયા. તાર-ટપાલ કે રેલવે વગરના એ દિવસોમાં એમનો સંપર્ક રાખવાનું સહેલું નહોતું. પરંતુ કૃપારામે તો દીક્ષા લેવાની જ વાત કર્યા કરી. એથી પિતાજી તથા મોટા ભાઈઓ એમને વારંવાર ધમકાવવા લાગ્યા. ક્યારેક મારવા લાગ્યા. તેમ છતાં તેની કોઈ અસર ન થઈ. કૃપારામ માન્યા નહિ. આથી ક્રોધે ભરાયેલા ભાઈઓએ શહેરના તહસીલદાર હાકિમ પાસે જઈને ફરિયાદ કરી. શહેરના શ્રીમંત વેપારી એટલે તરત ફરિયાદની અસર થઈ. તહસીલદાર શેખ જાતિનો મુસલમાન હતો. એણે સિપાઇને મોકલી કૃપારામને પકડીને કચેરીમાં લઈ આવવા કહ્યું. કૃપારામને પકડી લાવીને કચેરીમાં પૂરવામાં આવ્યા. તહસીલદારે પણ કૃપારામને ધમકાવ્યા, સતાવ્યા, પણ કૃપારામે એમની સાથે સંસારની અસારતાની જ વાત કરી અને પોતે દીક્ષા લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે એમ કહ્યું. છેવટે તહસિલદાર પણ થાક્યા. એમણે લાલા ધર્મયશજીને બોલાવીને કહ્યું કે, તમારો દીકરો કોઈ પણ રીતે માનશે નહિ. સંસારની અસારતા એને સમજાઈ છે. વૈરાગ્ય એના દિલમાં સાચી રીતે વસ્યો છે. દીક્ષા લેવાનો એનો નિર્ધાર છે. એ લગ્ન નહિ જ કરે. માટે તમે એને દીક્ષા લેવાની રજા આપો એ જ બરાબર છે.” આ રીતે સમજાવવામાં, ધાકધમકી આપવામાં, હેરાન કરવામાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. છેવટે માતાપિતાને લાગ્યું કે, દીકરાને દીક્ષા આપવી જ પડશે એટલે તેઓએ નાછૂટકે સંમતિ આપી. તે વખતે બુટેરાયજી મહારાજ વિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમનું Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ચાતુર્માસ દિલ્હીમાં હતું. કૃપારામને દીક્ષા લેવાની સંમતિ મળી એટલે એમના એક અજૈન મિત્ર અરોડા જાતિના યુવાન જીવનમલે પણ દીક્ષા લેવાનો વિચાર કર્યો. એણે પણ દીક્ષા માટે માતા-પિતા પાસે ઘણી મહેનત પછી સંમતિ મેળવી. તેઓ બંને દિલ્હી જવા નીકળ્યા. એ દિવસોમાં ત્યાં રેલવે નહોતી. પ્રવાસનાં ખાસ સાધનો નહોતાં. બળદગાડી અને ઘોડા ઉપર પ્રવાસ હતો. કૃપારામને માતાપિતા અને કુટુંબીજનોએ ભારે હૈયે વિદાય આપી. તેમની સાથે માસીના દીકરા તથા એક નોકરને મોકલ્યા. વળી બુટેરાયજી મહારાજને ભલામણચિઠ્ઠી લખી કે હાલ કૃપારામને ગૃહસ્થવેશે અભ્યાસ કરાવજો અને ચાતુર્માસ પછી દીક્ષા આપજો. કૃપારામ ને જીવનમલ દિલ્હી આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજ પાસે અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં દોઢ મહિનો થઈ ગયો. હવે ચાતુર્માસ શરૂ થવાને થોડા દિવસ હતા. કૃપારામનો વૈરાગ્ય એટલો તીવ્ર હતો કે ચાતુર્માસ પહેલાં દીક્ષા લેવાનો તેમણે આગ્રહ રાખ્યો, કારણ કે ચાતુર્માસમાં દીક્ષા અપાય નહિ. વળી ચાર મહિનામાં સંજોગો કેવા બદલાઈ જાય એની શી ખબર પડે ? એટલે અવસર બરાબર જાણી લઈ તથા બંને યુવાનોના વૈરાગ્યના ભાવની બરાબર કસોટી કરીને ગુરુમહારાજે ચાતુર્માસ બેસતાં પહેલાં અષાઢ સુદ ૧૩ (સં. ૧૯૦૮)ના રોજ તેઓ બંનેને દીક્ષા આપી. કૃપારામનું નામ મુનિ વૃદ્ધિચંદ્રજી રાખવામાં આવ્યું અને જીવનમલનું નામ મુનિ આનંદચંદજી રાખવામાં આવ્યું. ચાતુર્માસ પહેલાં દીક્ષા આપવામાં આવી એ સારું જ થયું. કારણ કે દીક્ષા પછી થોડા દિવસે રામનગરથી કૃપારામને તેડી જવા માટે પિતાશ્રીનો માણસ આવ્યો હતો, કારણ કે કૃપારામના એક ભાઈનું અવસાન થયું હતું. દીક્ષા સમયસર લેવાઈ ગઈ એથી મુનિ વૃદ્ધિચંદ્રજીને બહુ આનંદ થયો. દિલ્હીથી વિહાર કરી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુર પધાર્યા. એમની ભાવના ગુજરાત બાજુ વિહાર કરવાની હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સં. ૧૯૦૯નું ચાતુર્માસ ગુરુમહારાજ સાથે જયપુરમાં કર્યું હતું. સાથે મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી તથા મુનિ આનંદચંદજી મહારાજ પણ હતા. આ ચાતુર્માસમાં અભ્યાસનો વિશેષ લાભ થયો કારણ કે જયપુરમાં ૧૨૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ પ્રભાવક સ્થવિરો હીરાચંદજી નામના એક વિદ્વાન યતિ હતા. વૃદ્ધિચંદ્રજીને જોતાં જ તેમને તેમના ઉપર પ્રીતિ થઈ હતી. તેમણે વૃદ્ધિચંદ્રજીને સંસ્કૃત-પ્રાકૃતમાં વ્યાકરણ ભણાવવાનું તથા બીજા કેટલાક ગ્રંથોનો અભ્યાસ કરાવવાનું ઉત્સાહથી સ્વીકાર્યું. વૃદ્ધિચંદ્રજીની સાથે અન્ય મુનિઓને પણ આ લાભ મળ્યો. જયપુરમાં હતા ત્યારે ગુરુમહારાજ ત્રણે શિષ્યો અને કેટલાક શ્રાવકો સાથે પાસેના સાંગનેરમાં દર્શન કરવા ગયા હતા. રસ્તામાં નદી આવતી હતી તે પાર કરવાની હતી. જતાં તો તેઓ પહોંચી ગયા, પરંતુ બુટેરાયજી મહારાજને પગને તળિયે ફોલ્લા ઊપડી આવ્યા. હવે ચલાતું બંધ થઈ ગયું. એટલે તેઓને રાત્રિવાસ ત્યાં જ રહેવું પડ્યું. પરંતુ દર્દ જેટલું શમવું જોઈએ તેટલું શમ્યું નહિ. બીજી દિવસે પાછા ફરતાં ગુરુમહારાજથી ચલાતું નહોતું. ટેકો લઈને થોડું ચાલતા, થોડો આરામ કરતા. પરંતુ નદીના કાંઠાનો પ્રદેશ આવ્યો ત્યાં તો ચાલવું અશક્ય થઈ ગયું હતું. એ વખતે વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજને પોતાના ખભે ઊંચકી લીધા. બીજા શ્રાવકોએ પણ તેમાં મદદ કરી. પણ સૌથી વધુ જહેમત તો વૃદ્ધિચંદ્રજીએ ઉઠાવી હતી. જયપુરના ચાતુર્માસ પછી ગુરુમહારાજ સાથે વિહાર કરી તેઓ કિશનગઢ પધાર્યા. ત્યાંથી અજમેર પધાર્યા. તે વખતે તેઓની હવે જિનપ્રતિમામાં શ્રદ્ધા દૃઢ થઈ હતી એટલે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અભિલાષા જાગી. દરમિયાન બિકાનેરના શ્રાવકો ચાતુર્માસ માટે વિનંતી કરવા આવ્યા હતા. ચાતુર્માસ પછી શત્રુંજયની યાત્રા માટે તરત વિહાર કરવો હતો પણ આ વર્ષે વૃદ્ધિચંદ્રજીને પગે વાનું સખત દર્દ ચાલુ થયું હતું, એટલે તેઓ બહુ લાંબો વિહાર કરી શકતા નહિ. એટલે તેઓ ગુરુ મહારાજ સાથે બિકાનેર પધાર્યા. મૂલચંદજી મહારાજનું જંઘાબળ સારું હતું એટલે તેઓ લાંબા વિહાર કરી શકતા. તેમણે ગુરુ મહારાજની આજ્ઞા લઈ સીધો પાલિતાણા તરફ વિહાર ચાલુ કર્યો અને ત્યાં પહોંચી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી ચાતુર્માસ ત્યાં જ કર્યું. મુનિ પ્રેમચંદજી અને મુનિ આનંદચંદજીએ ગુરુમહારાજની આજ્ઞા લઈ પોતપોતાનો સ્વતંત્ર વિહાર કરી અન્યત્ર ચોમાસું કર્યું. બિકાનેરના ચાતુર્માસ દરમિયાન મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરુમહારાજ પાસે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો, પરંતુ અહીં ખરતરગચ્છના યતિઓનું વર્ચસ્વ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧ ૨ ૩ વધારે હતું. શ્રાવકોની ક્રિયાવિધિ પણ જુદી હતી. એટલે તેઓ પોતાની સૂંઢક સમાચારમાં પણ થોડો થોડો ફેરફાર કરતા રહ્યા હતા. બિકાનેરમાં હતા ત્યારે અજમેરના સંઘનો બટેરાયજી મહારાજ ઉપર પત્ર આવ્યો કે, “અજમેરમાં ઢુંઢિયાના પૂજ્ય રતનચંદ શીખ આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા માગે છે.” બુટેરાયજી તો એ માટે સજ્જ જ હતા. તરત તેઓ વૃદ્ધિચંદ્રજી સાથે ત્યાંથી વિહાર કરી અજમેર પહોંચ્યા. રતનચંદજીએ તેરાપંથનું ખંડન કરતી એક પ્રત લખી હતી. રસ્તામાં બુટેરાયજીને એ પ્રત મળી. તે વાંચતાં જ લાગ્યું કે રતનચંદજીનાં વાક્યોથી જ મૂર્તિપૂજા સિદ્ધ થઈ શકે એમ છે. પરંતુ તેઓ અજમેર પહોંચ્યા ત્યારે આશ્ચર્ય સાથે જાયું કે રતનચંદજી ત્યાંથી ચૂપચાપ નીકળી બીજે ચાલ્યા ગયા હતા. આમ અજમેર આવવાનું પ્રયોજન ન સર્યું. પરંતુ એથી બીજો એક લાભ થયો. તેઓની ઇચ્છા સિદ્ધાચલજીની યાત્રાએ જવાની હતી. વિહાર લાંબો અને કઠિન હતો. માર્ગમાં શ્રાવકોનાં ઘર ઓછાં આવતાં. એવામાં અજમેરથી કેસરિયાજીનો એક સંઘ નીકળતો હતો. તેઓએ બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને જોડાવા વિનંતી કરી એટલે તેઓ તેમાં જોડાઈ ગયા. તેઓએ સંઘ સાથે પ્રયાણ કર્યું. એટલે વિહાર-ગોચરી વગેરેની અનુકૂળતા પણ રહેવા લાગી. ઉદયપુરમાં થઈ કેસરિયાજી તીર્થની તેઓએ જાત્રા કરી. ત્યાં વળી બીજી અનુકૂળતા પ્રાપ્ત થઈ. તે વખતે ગુજરાતમાં પ્રાંતિજથી કેસરિયાજી આવેલો એક સંઘ પાછો ફરી રહ્યો હતો. સંઘપતિએ વિનંતી કરી એનો સ્વીકાર કરી બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ એ સંઘ સાથે જોડાઈ ગયા. એટલે ગુજરાત સુધીનો વિહાર કરી તેઓ બંને અમદાવાદ પહોંચ્યા અને શહેર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા. તે વખતે દેરાસરના દર્શને આવેલા નગરશેઠ હેમાભાઇએ રસ્તામાં તેમને જોયા. કોઈ સાધુઓ આવ્યા હશે એમ માની વંદન કરી શહેરમાં ઉપાશ્રય તરફ જતા હતા ત્યાં એમને થયું કે સાધુઓ ગુજરાતી જેવા નથી. વળી અજમેરના એક વેપારીની પેઢી અમદાવાદમાં હતી ત્યાં સંદેશો આવ્યો હતો કે બે પંજાબી સાધુઓ ગુજરાત તરફ આવી રહ્યા છે અને તેઓ બહુ વિદ્વાન, ગુણવાન, ચારિત્રશીલ અને પરિચય કરવા જેવા છે. એ વાત શેઠ હેમાભાઇએ સાંભળી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રભાવક સ્થવિરો હતી. એટલે રસ્તામાં એમને થયું કે આ એ બે પંજાબી સાધુઓ તો નહિ હોય ને! તરત ડેલાના ઉપાશ્રયે આવીને તેઓ ગણિ સૌભાગ્યવિજયના વ્યાખ્યાનમાં બેઠા. તે દરમિયાન સૌભાગ્યવિજયજીને એ બે સાધુઓની વાત કરી. તરત તેમને તેડવા માણસ મોકલાયો. બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ ડેલાના ઉપાશ્રયે આવી પહોંચ્યા. તેમનો પરિચય થતાં સૌભાગ્યવિજયજી બહુ આનંદિત થયા. બીજી બાજુ ગુજરાતમાં આવા સંવેગી સાધુઓનાં દર્શન થતાં બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને પણ બહુ હર્ષ થયો. તેઓ થોડા દિવસ અમદાવાદમાં રહ્યા. ત્યાં વાત સાંભળી કે કેશરીસિંઘ ગટા નામના એક શ્રેષ્ઠી અમદાવાદથી સિદ્ધાચલનો સંઘ લઈ જાય છે. આ બે પંજાબી સાધુઓએ સિદ્ધાચલજીની યાત્રા કરવાની પોતાની ભાવના દર્શાવેલી હતી. એટલે શેઠ હેમાભાઇએ કેશરીસિંઘને ભલામણ કરી કે આ બે સાધુઓને પણ સાથે લઈ લેવામાં આવે. કેશરીસિંઘે કહ્યું કે, “હા, જરૂર અમે એમને સંઘમાં સાથે લઈ લઈશું; પરંતુ અમારા સંઘમાં બધા યુવાનો છે અને જે વૃદ્ધો છે તેમને માટે ગાડાંની વ્યવસ્થા છે. અમે આઠ દિવસમાં ઝડપથી ત્યાં પહોંચવાના છીએ. બુટેરાયજી ઉંમરલાયક છે. વળી લાંબો વિહાર કરીને આવ્યા છે માટે તેમને માટે ડોળીની વ્યવસ્થા કરીશું.' પરંતુ બુટેરાયજીએ ડોળીનો ઉપયોગ કરવાની ના પાડી અને પોતે લાંબા વિહાર કરશે એમ જણાવ્યું. તેઓ બંને સંઘ સાથે જોડાઈ ગયા અને ચૈત્ર સુદ તેરસે પાલિતાણા પહોંચ્યા. વૃદ્ધિચંદ્રજીને પગે વાની તકલીફ હતી. છતાં તે સહન કરીને પણ તેઓ સહુની સાથે પાલિતાણા પહોંચી ગયા, એટલું જ નહિ પણ સિદ્ધાચલજીની યાત્રાનું વર્ષોનું સ્વપ્ન સાકાર થતું હતું. એટલે પાલિતાણા પહોંચીને બીજે દિવસે ચૈત્ર સુદ ચૌદશે સવારે જ ડુંગર ચડીને જાત્રા કરી. આદિશ્વર દાદાનાં દર્શન કરી બંનેનાં હૃદય હર્ષથી ગદ્ગદ્ થઈ ગયાં. બીજી દિવસે તેઓએ ફરીથી ડુંગર ચડીને ચૈત્રી પૂનમની પણ જાત્રા કરી. પાલિતાણામાં મૂળચંદજી મહારાજ આવીને જુદી જુદી ધર્મશાળામાં ઊતર્યા હતા. હવે બુટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ આવી પહોંચતાં ગુરુશિષ્યો એક વર્ષ પછી પાછા એકત્ર થયા. પાલિતાણામાં હતા ત્યાં સુધી જ્યારે જ્યારે અનુકૂળતા મળી ત્યારે ત્યારે તેઓ ડુંગર ચઢીને જાત્રા કરી આવતા. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૨૫ તેઓ ચેત્ર-વૈશાખ પલિતાણામાં રોકાયા. પણ ત્યાં યતિઓનું જોર હતું. એટલે ચાતુર્માસ બીજે કરવું હતું. એ માટે બુટેરાયજી મહારાજે વૃદ્ધિચંદ્રજી મહારાજ તળાજા, મહુવા, ત્રાપજ, ઘોઘા, સાવરકુંડલા વગેરે સ્થળે વિહાર કરીને પછી ભાવનગર આવ્યા. અન્ય ક્ષેત્રો કરતાં ભાવનગરનું ક્ષેત્ર એમને વધુ અનુકૂળ લાગ્યું. મોટું શહેર હતું. જેનોની વસતી સારી હતી. લોકો ધર્માનુરાગી હતા. અલબત્ત યતિ-ગોરજીને વધારે માનનારા હતા. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા પછી શ્રાવકોએ તેમને અને બુટેરાયજી મહારાજને ચાતુર્માસ માટે પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. એટલે સં. ૧૯૧૧નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી સાથે ભાવનગરમાં કર્યું. મૂળચંદજી મહારાજ પાલિતાણામાં યતિ અખેચંદજી પાસે અભ્યાસ કરવા માટે રોકાયા. ભાવનગરના ચાતુર્માસમાં શ્રાવકો ઉપર તેઓની ઘણી મોટી અસર પડી. તેઓના ચુસ્ત સંયમપાલન અને શાસ્ત્રજ્ઞાન માટે લોકોને બહુ આદર થયો. બુટેરાયજી મહારાજનું વ્યાખ્યાન તો સરસ રહેતું, પણ પછીથી લોકો વૃદ્ધિચંદ્રજી મહારાજને વધુ મળવા આવતા. કુદરતી રીતે એમણે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એમની વાતચીતની અને પ્રકૃતિની સરળતાથી, સાચા વેરાગ્યથી, કરુણાદષ્ટિથી, તર્કયુક્ત રીતે સમજાવવાની શૈલીથી તેમજ મધુર ભાષાથી મળવા આવનારા લોકોનું એમના પ્રત્યેનું આકર્ષણ ઘણું વધી ગયું. એમને પાંચદસ મિનિટ મળવા આવેલા લોકો કલાક સુધી ખસતા નહિ. જ્યારે જુઓ ત્યારે એમની સન્મુખ શ્રાવક-શ્રાવિકાઓ બેઠેલાં જ હોય અને એમના મુખેથી નીકળતી વાણી સાંભળવામાં મગ્ન જ હોય. તેઓ પોતાની શંકાઓનું સમાધાન અને નવું માર્ગદર્શન મેળવતાં જ હોય. વૃદ્ધિચંદ્રજી મહારાજે પ્રથમ ચાતુર્માસમાં જ ભાવનગરના શ્રાવકોને ઘેલું લગાડી દીધું. યતિઓ તરફનો લોકોનો રાગ ઓછો થયો. ભાવનગરના ચાતુર્માસ પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાછા સિદ્ધાચલની યાત્રા કરવા અને ગુરુમહારાજ સાથે રહેવા પાલિતાણા ગયા. ત્યારપછી બુટેરાયજી મહારાજે તથા મૂલચંદજી મહારાજે પાલિતાણાથી અમદાવાદ તરફ વિહાર કર્યો અને વૃદ્ધિચંદ્રજી તથા પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રભાવક સ્થવિરો જૂનાગઢ તરફ વિહાર કર્યો. માર્ગમાં પ્રેમચંદજી મહારાજ તેમનાથી જુદા પડી ગયા. તેઓ આચારમાં શિથિલ થતા જતા હતા. જૂનાગઢમાં ગિરનારની યાત્રા માટે અમદાવાદથી સંઘ આવ્યો હતો, તેમાં મુનિ કેવળવિજયજી અને મુનિ તિલકવિજયજી નામના બે સાધુઓ હતા. વૃદ્ધિચંદ્રજીને મળતાં જ તેઓને પોતાની સાથે જોડાઈ જવા વિનંતી કરી જેથી એમના શાસ્ત્રજ્ઞાનનો પણ પોતાને લાભ મળે. વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રકૃતિ અત્યંત સરળ અને ગમી જાય એવી હતી. તેઓ સંઘ સાથે જોડાયા, પણ પોતાની પગની તકલીફને લીધે થોડા વિહાર પછી, આરામની જરૂર રહેતી. એટલે એમણે સંઘને પોતાની ઝડપે આગળ પ્રયાણ કરવા કહ્યું અને પોતે ધોરાજીમાં થોડા દિવસ મુકામ કરવાનો વિચાર કર્યો. પરંતુ બંને મુનિઓ, સંઘપતિ અને સંઘના માણસોને વૃદ્ધિચંદ્રજીનો સંગ છોડવાનું ગમતું નહોતું. એટલે તેઓએ સંઘના વિહારની ઝડપ ઓછી કરી નજીક નજીકના મુકામો નક્કી કર્યા અને યાત્રાનો આખો કાર્યક્રમ બદલી કાઢ્યો પણ વૃદ્ધિચંદ્રજી મહારાજને પોતાની સાથે જ રાખ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે બાવીસ વરસના યુવાન હતા. બંને મુનિઓ કેવળવિજયજી અને તિલકવિજયજી તેમના કરતાં ઉંમરે મોટા હતા અને તપસ્વી હતા. એટલે મુકામ પર પહોંચ્યા પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ તે બંને મહાત્માની વયાવચ્ચ કરતા. વૃદ્ધિચંદ્રજી મહારાજ શાસ્ત્રાર્થ કરવામાં કુશળ હતા. તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો અને મનન પણ ઘણું કર્યું હતું. પોતે સ્થાનકવાસી હતા, પણ મૂર્તિપૂજામાં માનતા હતા. યાત્રા દરમિયાન કાલાવડ, જામનગર વગેરે સ્થળે સૂંઢક મતના જે કોઈ તેમની પાસે ચર્ચા કરવા આવતા તેમને તેઓ પોતાના જ્ઞાનથી નિરુત્તર કરી દેતા. તેઓ અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે સમાચાર મળ્યા કે બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ લીંબડીમાં રોકાઈ ગયા છે, કારણ કે મૂલચંદજી મહારાજને તાવ આવે છે. આથી વૃદ્ધિચંદજી મહારાજ તરત ત્યાં પહોંચી ગયા. બુટેરાયજી મહારાજ પોતાના માંદા શિષ્યની સેવાશ્રષા પ્રેમથી કરતા હતા. હવે એ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે લઈ લીધી. તેથી મૂલચંદજી મહારાજ પ્રસન્ન થયા. કારણ કે ગુરુમહારાજ પાસે સેવાચાકરી કરાવતાં તેમને ખેદ થતો હતો. થોડું સારું થયું એટલે તેઓ ત્રણેએ લીંબડીથી વિહાર કર્યો, Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૨૭ પણ વિહારના શ્રમને લીધે મૂલચંદજી મહારાજને પાછો તાવ આવ્યો. એટલે લીંબડી પાછા ફરવું પડ્યું. તાવ સાવ મટી ગયો. ત્યાર પછી વિહાર કરી તેઓ ત્રણે અમદાવાદમાં આવી ઉજમફઈની ધર્મશાળામાં ઊતર્યા. અમદાવાદમાં હવે તેઓ પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સોભાગ્યવિજયજીના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. એથી તેઓ ત્રણેને દાદા મણિવિજયજી પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાની ઈચ્છા થઈ. શેઠ હેમાભાઈને વાત કરી. તેમણે દાદા મણિવિજયજીને વાત કરી. એ માટે યોગવહન કરવાની વ્યવસ્થા થઈ. યોગ પૂરા થયા એટલે સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ દાદા મણિવિજયજીએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી અને મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જૈન ધર્મના ઇતિહાસમાં આ એક મોટી ક્રાન્તિકારક ઘટના બની. સાચા ત્યાગી, વૈરાગી, ખમીરવંતા આ ત્રણે પંજાબી મુમુક્ષુ મહાત્માઓનો પ્રભાવ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ઘણો મોટો પડ્યો. એથી પંજાબથી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડીની પોતાના પંદરેક બીજા સાધુઓ સાથે ગુજરાત આવી પહોંચ્યા અને તેઓએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લીધી. બુટેરાયજી મહારાજ અને એમના શિષ્યોનાં નવાં નામ રાખવામાં આવ્યાં. પણ તેઓનાં પોતાનાં મૂળ નામ એટલાં બધાં પ્રચલિત બની ગયાં હતાં કે નવાં નામો બહુ રૂઢ થયાં નહિ, એટલે મુનિ વૃદ્ધિવિજયજી પણ વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે જ વધુ જાણીતા રહ્યા. સં. ૧૯૧૨નું ચાતુર્માસ તેઓ ત્રણે એ દાદા મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પોતાની સામાચારીને પણ બરાબર શુદ્ધ કરી લીધી. હવે ગુજરાતી ભાષા પણ તેઓ બરાબર બોલતા થઈ ગયા હતા, એટલું જ નહિ પણ પોતાની પંજાબી ભાષામાં બોલે-લખે તો તેમાં ગુજરાતી શબ્દો અને ભાષાપ્રયોગ અજાણતાં આવી જતા. અમદાવાદના સમય દરમિયાન તેઓ ત્રણેને અભ્યાસ કરવા માટે શેઠ હેમાભાઈએ તથા સંઘે પંડિતોની વ્યવસ્થા કરી આપી. એમાં તે વખતના જાણીતા પંડિત હરનારાયણ શાસ્ત્રી પાસે સંસ્કૃત કાવ્યગ્રંથો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ પ્રભાવક સ્થવિરો ઉપરાંત યશોવિજયજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની સારી તક મળી. સં. ૧૯૧૪માં વૃદ્ધિચંદ્રજી મહારાજે અમદાવાદથી વિહાર કરી. શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને ભાવનગરમાં ચાતુર્માસ કર્યું. ગુરુ મહારાજે એમને હવે વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી હતી. ત્યારે એમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આ ચાતુર્માસ દરમિયાન પણ તેમણે ભાવનગરના શ્રાવકોને ફરી પાછા ઘેલા કરી દીધા હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિભા ઘણી તેજસ્વી હતી. તેઓ શરીરે ઊંચા, ગોરા અને ભરાવદાર હતા. તેમનો ચહેરો પણ ભરાવદાર અને પ્રશાંત હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા. એમનું ચારિત્ર એટલું બધું નિર્મળ હતું અને ભક્તિ, વિનય, વૈયાવચ્ચ તથા શાસ્ત્રજ્ઞાન વગેરે ગુણોથી તેમનું જીવન એટલું બધું પવિત્ર હતું કે એમની પાસે રહેવાથી ઘણાને વૈરાગ્યનો બોધ થતો હતો, કેટલાક દીક્ષા લેવા તૈયાર થતા અને કેટલાક ગૃહસ્થો એમની પાસે આજીવન ચતુર્થ વ્રતની-બ્રહ્મચર્યની બાધા લેતા. આ વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજની ગુરુભક્તિનો એક વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલો છે. ભાવનગરથી પોતાના ગુરુમહારાજ શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂલચંદજી મહારાજ સાથે તેઓ સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા હતા. પાલિતાણામાં મુકામ કર્યો હતો. એક દિવસ મૂલચંદજી મહારાજ ગુરુદેવને માટે દૂધ વહોરવા ગયા. કોઈક શ્રાવિકાને ઘરે જઈ દૂધ વહોર્યું. પરંતુ એ શ્રાવિકાએ ભૂલથી દૂધમાં દળેલી ખાંડને બદલે દળેલું મીઠું નાખી દીધેલું. આ ભૂલની ખબર નહોતી શ્રાવિકાને કે નહોતી મૂલચંદજી મહારાજને. ઉપાશ્રયમાં આવ્યા પછી જ્યારે તેઓ ગોચરી વાપરવા બેઠા ત્યારે બુટેરાયજી મહારાજે દૂધનો ઘૂંટડો પીતાં જ કહ્યું, “મૂલા ! મારી જીભ ખરાબ થઈ ગઈ લાગે છે. દૂધનો સ્વાદ કડવો લાગે છે.' તરત ગુરુદેવના હાથમાંથી પાત્ર લઈને મૂલચંદજી મહારાજે દૂધ ચાખ્યું તો ખબર પડી કે દૂધમાં સાકરને બદલે ભૂલથી મીઠું નખાઈ ગયું છે. એટલે એમણે કહ્યું, “ગુરુદેવ, આપ એ દૂધ પીવું રહેવા દો. હું એ દૂધ પી જઈશ.' ત્યાં વૃદ્ધિચંદ્રજી મહારાજે દૂધનું પાત્ર લઈ લીધું અને કહ્યું, “આ દૂધ તમારા બંનેને પીવાને યોગ્ય નથી. વળી પરઠવાથી જીવહાનિ થવાનો સંભવ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૨૯ છે. માટે હું જ આ દૂધ પી જાઉં છું.” એમ કહી તેઓ બધું દૂધ પી ગયા. બુટેરાયજી મહારાજ તથા મૂલચંદજી મહારાજ તો એ જોતા જ રહી ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજે અપથ્ય દૂધ પી તો લીધું, પરંતુ એથી એમને ઝાડા થઈ ગયા. એમાંથી આગળ જતાં એમને સંગ્રહણીનો રોગ થયો, જે ઘણા ઓષધોપચાર કરવા છતાં જીવનપર્યત મટ્યો નહિ. એથી એમનું શરીર ક્ષીણ અને અશક્ત થઈ ગયું હતું. સં. ૧૯૧૪ના વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસારી પિતા લાલા ધર્મયશજીના અવસાનના સમાચાર આવ્યા. મહારાજશ્રીએ એમના ઉપકારોનું સ્મરણ કર્યું. પરંતુ બધી સાંસારિક માયા હવે એમણે ઉતારી નાખી હતી. - સં. ૧૯૧પનું ચોમાસું વૃદ્ધિચંદ્રજી મહારાજે કેટલાક શ્રાવકોની વિનંતીથી ઘોઘામાં કર્યું. ત્યાં યતિઓનું જોર હતું. એટલે ઉપાશ્રયમાં ઊતરવા ન મળ્યું. તેઓ એક ગૃહસ્થને ઘરે ઊતર્યા. ત્યાંના યતિ દલીલચંદજીએ એમને વ્યાખ્યાન વાંચવાની મનાઈ ફરમાવી. આવી પરિસ્થિતિ ઊભી થશે એ તેઓ જાણતા જ હતા. એનો સરળતાથી એમણે સ્વીકાર કરી લીધો. પણ દિવસે દિવસે શ્રાવકો વૃદ્ધિચંદ્રજીના રાગી થતા ગયા. વ્યાખ્યાન પણ ચાલુ થયું. અને પર્યુષણમાં એમણે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચ્યું. ત્યારથી ઘોઘામાંથી યતિનો મહિમા ઓછો થઈ ગયો. સં. ૧૯૧૬નું ચાતુર્માસ ભાવનગરમાં કરી તેઓ સં. ૧૯૧૭માં અમદાવાદ આવ્યા, કારણ કે ગુરુદેવ બુટેરાયજી મહારાજે હવે પંજાબ બાજુ વિહાર કર્યો હતો. અમદાવાદમાં વૃદ્ધિચંદ્રજી મહારાજે ચાર ચાતુર્માસ કર્યા. તે દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓ શેઠ હેમાભાઈ, શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ મગનભાઈ વગેરે ઉપર તેમનો ઘણો પ્રભાવ પડ્યો. શેઠ દલપતભાઈ ભગુભાઈએ સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી, પણ તે શરતે કે સાથે વૃદ્ધિચંદ્રજી મહારાજ પધારે. મહારાજશ્રીએ સંમતિ આપી એટલે બહુ ધામધૂમપૂર્વક સંઘ કાઢવામાં આવ્યો. શેઠશ્રીએ આ માટે એ દિવસોમાં રૂપિયા એંસી હજારનું ખર્ચ કર્યું હતું. ત્યાર પછી ભાવનગર, અમદાવાદ, રાધનપુર વગેરે સ્થળે મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યો. ૧૯૨૭માં જ્યારે તેમણે જાણ્યું કે ગુરુવર્ય બુટેરાયજી મહારાજ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રભાવક સ્થવિરો પાછા ગુજરાત તરફ આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા મૂલચંદજી મહારાજ સાથે તેઓ પાટણ, પાલનપુર થઈ ઠેઠ રાજસ્થાનમાં પાલી સુધી પહોંચ્યા હતા. ઘણાં વર્ષે પાછા તેઓ ત્રણે એકત્ર થયા. આબુની જાત્રા કરી તેઓ ગુજરાતમાં પધાર્યા અને ઠેર ઠેર વિચરી યતિઓ-શ્રી પૂજ્યોના જોરને - ઓછું કરી નાખ્યું. એ દિવસોમાં ઋદ્ધિસાગર નામના એક સાધુ લોકોને મંત્ર-તંત્ર શિખવાડી વહેમમાં નાખતા અને તત્ત્વસિદ્ધાન્તથી વિમુખ બનાવતા હતા. બીકના માર્યા ઘણા લોકો ત્રદ્ધિસાગરને અનુસરતા. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજના જાણવામાં આ વાત આવી ત્યારે તેમણે એ દંભી સાધુના મોહમાં ન ફસાવા માટે ઘણો પ્રચાર કર્યો અને લોકોને એમની માયાજાળમાંથી છોડાવ્યા હતા. મહારાજશ્રીએ લોકોને સન્માર્ગે વાળવા જાગૃતિપૂર્વક કેવા કેવા પ્રયાસો કર્યા હતા એનો બીજો એક પ્રસંગ પણ નોંધાયેલો છે. વિ. સં. ૧૯૩૯માં જેઠમલજી નામના એક સાધુએ “સમકિતસાર' નામનો ગ્રંથ છપાવીને પ્રગટ કર્યો હતો, એમાં જૈન ધર્મની કેટલીક અવળી પ્રરૂપણા કરવામાં આવી હતી. એ વાંચવાથી કેટલાયે લોકોના મનમાં શંકા-કુશંકા થવા લાગી હતી. મહારાજશ્રીએ જ્યારે એ ગ્રંથ વાંચ્યો ત્યારે એમને થયું કે એનું ખંડન થવું જરૂરી છે. પોતે તે લખે તેના કરતાં પોતાના લઘુ ગુરુબંધુ આત્મારામજી મહારાજ તે કામ કરવાને વધુ સમર્થ છે એમ સમજીને તેમની પાસે તે લખાવવાનું વિચાર્યું. આત્મારામજી મહારાજ ત્યારે અમદાવાદમાં હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજની આજ્ઞા થતાં તરત તેમણે “સમકિત શલ્યોદ્ધાર' નામનો ગ્રંથ ખંડનમંડનરૂપે હિંદીમાં લખી આપ્યો. એનું ગુજરાતી ભાષાન્તર થયું. વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ એ જોઈ ગયા અને આત્મારામજી મહારાજ પણ ફરી તપાસી ગયા. ત્યારપછી જૈન પ્રસારક સભા તરફથી એ ગ્રંથ પ્રગટ થયો. એની સમાજ ઉપર ઘણી સારી અસર થઈ અને લોકોના મનમાં જાગેલી શંકાઓનું સમાધાન થયું. વૃદ્ધિચંદ્રજી મહારાજને એમના ગુરુ બુટેરાયજી મહારાજે ભલામણ કરી હતી કે જૈન શાસનને સુદઢ કરવું હોય તો સાધુઓ વધારવા જોઈશે. બુટેરાયજી મહારાજ પોતે તો અધ્યાત્મરસમાં વધારે લીન હતા એટલે આ જવાબદારી Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મૂલચંદજી મહારાજે ઉપાડી લીધી. પરંતુ એક દિવસ રાતે એકાંતમાં બેસી બંનેએ નિર્ણય કર્યો કે કોઈએ પોતાના ચેલા ન કરવા, પરંતુ જે કોઈ દીક્ષાર્થી હોય તેને દીક્ષા આપીને તેને ગુરુદેવ બુટેરાયજીના શિષ્ય કરવા, એટલે કે તેને પોતાના ગુરુભાઈ કરવા. શિષ્યનો મોહ કેટલો બધો હોય છે એ તો સાધુપણામાં જે હોય તેને વધારે સમજાય. વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂલચંદજી મહારાજે શિષ્યમોહ ઉપર વિજય મેળવ્યો હતો. પરંતુ એક દિવસ ધર્મસંકટ ઊભું થયું. મૂલચંદજી મહારાજ પાસે બે યતિઓ દીક્ષા લેવા આવ્યા. તે જાણીને બુટેરાયજી મહારાજે આજ્ઞા કરી, ‘મૂલા ! આ બંનેને હવે વૃદ્ધિના ચેલા બનાવજે.' ગુરુદેવે વૃદ્ધિચંદ્રજી મહારાજને પણ કહ્યું કે, વૃદ્ધિ ! હવે આ બેને તારા ચેલા બનાવજે.’ એ દિવસે રાત્રે ફરી વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂલચંદજી મહારાજ એકાંતમાં મળ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂલચંદજી મહારાજને કહ્યું, ‘તમે જાણો છો કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારે કોઈ શિષ્ય ન કરવા, એટલે તેઓને હું ચેલા તરીકે કેવી રીતે સ્વીકારી શકું ?' મૂલચંદજી મહારાજે કહ્યું, ‘તમારી પ્રતિજ્ઞાની વાત સાચી છે. મેં પણ એવી પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ બીજી બાજુ ગુરુદેવની આજ્ઞાના પાલનનો પ્રશ્ન છે. હવે ગુરુદેવની આજ્ઞાનું પાલન એ અંગત પ્રતિજ્ઞા કરતાં ચડિયાતી વસ્તુ છે. માટે તમારે ચેલા સ્વીકારવા જ પડશે.’ ૧૩૧ વૃદ્ધિચંદ્ર મહારાજે કહ્યું કે, ‘જો ગુરુદેવની આજ્ઞા હોય તો એક ચેલો તમે કરો અને એક ચેલો મને આપો.' મૂલચંદજી મહારાજે કહ્યું, ‘એમ બની નહિ શકે, કારણ કે ગુરુ મહારાજે મને આજ્ઞા કરી છે કે દીક્ષા આપીને મારે એ બંનેને આપના જ શિષ્ય ક૨વાના છે.' છેવટે મૂળચંદજી મહારાજે દીક્ષા આપીને તેમને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બનાવ્યા. એકનું નામ રાખવામાં આવ્યું મુનિ ગંભીરવિજયજી અને બીજાનું નામ મુનિ ચારિત્રવિજયજી. પોતાને બે શિષ્યો થયા એટલે સમય જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજે ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ ! મારે બે ચેલા છે અને મૂલચંદજી મહારાજને એક પણ ચેલો નથી.' એ સાંભળી બુટેરાયજી મહારાજે મૂલચંદજી મહારાજને કહ્યું, ‘મૂલા ! Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રભાવક સ્થવિરો હવે જેને દીક્ષા આપે તેને તારો ચેલો બનાવજે.” ગુરુ મહારાજની આજ્ઞા થતાં કિશનગઢથી આવેલા એક યતિને દીક્ષા આપીને મૂલચંદજી મહારાજે એમને પોતાના ચેલા બનાવ્યા. એમનું નામ રાખવામાં આવ્યું મુનિ ગુલાબવિજયજી. વૃદ્ધિચંદ્રજી મહારાજની અને મૂલચંદજી મહારાજની નિસ્પૃહતા અને ઉદારતા કેટલી બધી હતી તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે. શ્રી વૃદ્ધિચંદ્રજીના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજ એમના કરતાં ઉમરમાં ચાર વર્ષ મોટા હતા. તેમણે દીક્ષા પણ વહેલી લીધી હતી. વળી તેઓ શરીરે સુદઢ અને સશક્ત હતા. એટલે એમણે યોગવહન કરીને ગણિની પદવી મેળવી હતી. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઈચ્છા અને ભાવના હોવા છતાં યોગવહન કરી શક્યા નહોતા. એટલે એમણે પોતાના મુનિપદથી પૂરો સંતોષ માન્યો હતો. પોતાના ગુરુબંધુ પ્રત્યે તેઓ પૂરો વિનય સાચવતા તેમની આજ્ઞા સ્વીકારતા. વિ. સં. ૧૯૩૮માં ગુરુમહારાજ બુટેરાયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એથી જાણે એક આધારસ્તંભ ગયો હોય એવો એમને ખેદ થયો. હવે સમુદાયની જવાબદારી ગણિવર્ય મૂલચંદજી મહારાજ ઉપર આવી. વર્ષે વર્ષે સાધુ-સાધ્વીઓની સંખ્યા વધતી જતી હતી. પણ એની બધી વ્યવસ્થામાં મૂલચંદજી મહારાજ અત્યંત કુશળ હતા. જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ. સં. ૧૯૫૪માં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ગદ્યમાં પ્રગટ થયેલું, એનો આધાર લઈને વળાવાળા શ્રી દુર્લભજી મહેતાએ પદ્યમાં સાત પરિચ્છેદમાં ઢાળ અને દુહાની મળીને ૧૧૨૫ કડીમાં રાસના પ્રકારની સુદીર્ઘ રચના સં. ૧૯૭૨માં કરી છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રત્યે એમના ભક્તોની વાણી કેવી કેવી રીતે મહોરી છે તે આના ઉપરથી જોઈ શકાય છે. અને તે ઉપરથી એ મહાત્માનો પ્રભાવ કેટલો બધો પ્રેરક અને પ્રોત્સાહક હશે તેની પ્રતીતિ થાય છે. કૃતિના આરંભમાં કવિ કહે છે: શ્રી શુભ વીર પ્રભુ નમી, શારદા માય પવિત્ર, મહા મુનિ વૃદ્ધિચંદનું કહીશું જન્મચરિત્ર. બ્રહ્મચારી સંયમ ગ્રહી, ભારત ભૂમિ મોજાર, Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૩૩ વિચર્યા નિસ્પૃહ ભાવથી કીધો અતિ ઉપચાર. શાસન સોહ વધારીને, સ્વર્ગ ગયા ગુરુરાય. દુર્લભ” પદપંકજ નમી, ગુણ ગિરુઆ તસ ગાય.” કવિ પોતે વળાના હતા અને મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા એટલે એમણે બીજે ન મળતી એવી વળાની કેટલીક વિગતો આ રાસકૃતિમાં અને પાદનોંધમાં વણી લીધી છે. તેઓ લખે છે : પ્રતિબોધ સુણતાં નિત્ય ભાવે, મિથ્યાત્વ તિમિરને દૂર હઠાવે, શુદ્ધ જિનમત બીજ વાવે, મુનિ શ્રાવક આચાર બતાવે, લોંકા તપ સહુ સુણવા આવે, શુદ્ધ પંથ જાગૃતિ થાવે. ગોચરી રે પણ પોતે આવે, ભક્ષ્યાભઢ્ય વિવેક બતાવે, શ્રાવકાચાર સમજાવે, મિથ્યાત્વનાં પરવો નહીં કરવા, રસોડે પાણિયરે ચંદરવા. સૂચવે જયણા ધરવા, કાઢી ગરાશિયાનો શિણગાર, જોતા ઘણા શ્રાવકને દ્વાર. કહે, “આ શું ? વિરુદ્ધાચાર ?' લોંકા તપાનો ભેદ નિવારે રે, જિનમત, શુદ્ધ સરવે દિલ ધારે રે, ઉપગાર કર્યો એ ભારે રે.” આમ વૃદ્ધિચંદ્રજી મહારાજે વળામાં પોતાની વાણીથી ઘણો ઉત્સાહ પ્રગટાવ્યો હતો. એમનું વ્યાખ્યાન સાંભળવા લોકાગચ્છના અને તપાગચ્છના (સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજક) બધા જ આવતા અને તેઓ વચ્ચેના ભેદભાવ તેમણે નિવાર્યા હતા. વળી લોકો ગરાસિયા જેવો જ આચાર પાળતા હતા તેમાં પણ ફેરફાર કરાવ્યો હતો. કવિ પાદનોંધમાં લખે છે કે જૈનોના ઘરે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રભાવક સ્થવિરો ગરાસિયાની જેમ જે હુક્કા પિવાના હતા તે તેમણે બંધ કરાવ્યા હતા. એક જ દિવસમાં ચાલીસ જેટલાં કુટુંબોમાં મહારાજશ્રીના પ્રેરક ઉપદેશથી શ્રાવકોએ હુક્કા ફોડી નાખ્યા હતા. વળા-વલ્લભીપુરમાં એમણે દેવદ્ધિગણિની સ્મૃતિમાં દેરાસર, ઉપાશ્રય, સ્મારક વગેરે કરવા માટે પણ ઉપદેશ આપ્યો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજને સિદ્ધાચલજીની યાત્રાનું આકર્ષણ અને અનુકૂળતા વિશેષ રહ્યાં હતાં. તેમણે પહેલી યાત્રા પંજાબથી અમદાવાદ આવીને કરી હતી. ત્યાર પછી તેણે જુદા જુદા સંઘો સાથે વિહાર કરીને વીસથી વધુ વાર શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી હતી. એમણે એક વખત શત્રુંજય મહાતીર્થની નવ્વાણું યાત્રા” પણ કરી હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે શત્રુંજય તીર્થની બાબતમાં એમના જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પાલિતાણાના ઠાકોરે જ્યારે યાત્રિકવેરો નાખ્યો ત્યારે તેની સામે વિરોધ નોંધાવવા રાજકોટમાં પોલિટિકલ એજન્ટ પાસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે અમદાવાદમાં રહી વૃદ્ધિચંદ્રજી મહારાજે બધાં શાસ્ત્રો ઝીણવટપૂર્વક વાંચીને શ્રેષ્ઠીઓને શાસ્ત્રીય પુરાવાઓ આપીને અમદાવાદથી રાજકોટ મોકલ્યા હતા. ઘણાં વર્ષ કેસ ચાલ્યો હતો. પરંતુ એમની દરમિયાનગીરીથી વ્યક્તિગત યાત્રિકવેરો રદ કરવાનો અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ દર વરસે રૂપિયા પંદર હજાર પાલિતાણાના ઠાકોરને આપવાનો ચૂકાદો આવ્યો હતો. સં. ૧૯૪૪માં મૂલચંદજી મહારાજની નિશ્રામાં અમદાવાદથી શત્રુંજયનો સંઘ નીકળ્યો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે પાલિતાણા આવી શકે તેમ નહોતા. એટલે સંઘ ભાવનગર આવીને પછી પાલિતાણા જવાનો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજને આ સંઘ નીકળવાના સમાચાર મળતાં તેઓ પોતાના ગુરુબંધુને મળવા આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા હતા. જ્યારે સંઘ ભાવનગર આવ્યો ત્યારે વૃદ્ધિચંદ્રજી પોતાના સાધુ-સાધ્વીના સમુદાય સહિત શહેર બહાર સામૈયું કરવા ગયા અને ઘણાં વરસ પછી મૂલચંદજી મહારાજને મળતાં અત્યંત હર્ષ અનુભવ્યો. વડીલ ગુરુબંધુનું આગમન થતાં અને એક ઉદ્યાનમાં તેઓ પાટ ઉપર બિરાજમાન થતાં વૃદ્ધિચંદ્રજી Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૩૫ મહારાજે પોતાનાં સાધુ-સાધ્વી સહિત વિધિપૂર્વક વંદન કર્યા અને મૂલચંદજી મહારાજનાં ચરણકમલમાં પોતાના મસ્તક વડે સ્પર્શ કર્યો. આ દશ્ય જોનાર ભાવવિભોર બની ગયા અને જૈન ધર્મમાં વિનયને કેટલું બધું મહત્ત્વ અપાયું છે તે સમજીને તે માટે રુચિવાળા થયા. ત્યારપછી મૂલચંદજી મહારાજના પરિવારનાં સાધુ-સાધ્વીઓએ વૃદ્ધિચંદ્રજી મહારાજને વંદન કર્યા. આમ પરસ્પર વંદનવિધિ પતી ગયા પછી ભાવનગર શહેરમાં સંઘનો ભવ્ય પ્રવેશ થયો. સંઘ બે દિવસ રોકાયો તે દરમિયાન બંને ગુરુબંધુઓએ પરસ્પર અનુભવોની, અધ્યયનની અને શાસનના કાર્યોની વિચારણા કરી. વૃદ્ધિચંદ્રજી મહારાજે જોયું કે પાઠશાળાઓ અને વિદ્યાશાળાઓ વગર શ્રાવકોમાં તેજ નહિ આવે. એ માટે એમણે ઘણે સ્થળે બાળકો માટે પાઠશાળાઓ ચાલુ કરાવી હતી. પાલિતાણામાં સંસ્કૃત વગેરેના અભ્યાસ માટે મુર્શીદાબાદના બાબુ બુદ્ધિસિંહજીને પ્રેરણા કરીને બુદ્ધિસિંહજી પાઠશાળા'ની સ્થાપના કરાવી હતી. ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક' નામની સંસ્થાની સ્થાપના કરાવી હતી તથા “જૈનધર્મ પ્રકાશ' પત્રનું પ્રકાશન કરાવ્યું હતું. લીંબડીમાં તેમણે જ્ઞાન ભંડાર વ્યવસ્થિત કરાવ્યો હતો. જ્ઞાનવૃદ્ધિનાં આવાં અનેક કાર્યો એમના હાથે થયાં હતાં. સં. ૧૯૪૪ના ચાતુર્માસ પછી પાલિતાણામાં ગણિવર્ય શ્રી મૂલચંદજી મહારાજની તબિયત બગડી. તેમના શરીરમાં રક્તવાતનો વ્યાધિ થઈ આવ્યો અને તે વધતો ગયો. એથી શરીરમાં ઘણી અશક્તિ આવી ગઈ અને ચાલવાની શક્તિ પણ રહી નહિ. વૃદ્ધિચંદ્રજી મહારાજ એમના સતત સમાચાર મેળવતા રહ્યા હતા, પરંતુ જ્યારે જાણ્યું કે પાલિતાણામાં ઔષધોપચારોથી કંઈ ફરક પડ્યો નથી ત્યારે તેમને ભાવનગર બોલાવી સારા વૈદ્યો-ડોક્ટરો પાસે ઉપચાર કરાવવાનું વિચાર્યું. તેમણે ભાવનગરથી શ્રેષ્ઠીઓને મોકલ્યા. ગણિવર્ય મહારાજ ચાલી શકે એમ નહોતા. એટલે તેમના માટે સ્વાના (પાલખી જેવું વાહન) વ્યવસ્થા કરાવી તેમાં બેસી મૂલચંદજી મહારાજ ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ઘણા ઉપચારો કરાવ્યા પણ વ્યાધિ વધતો રહ્યો. આયુષ્ય પૂરું થતાં સં. ૧૯૪પના માગસર વદ છઠ્ઠના દિવસે એમણે દેહ મૂક્યો. ગણિવર્યના અંતિમ અવસ્થાના Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રભાવક સ્થવિરો સમાચાર સાંભળી એમના સંઘાડાના બાવીસ જેટલા સાધુઓ ભાવનગરમાં એકત્ર થયા હતા. મુનિ ઝવેરસાગરજી તો ઉદયપુરથી વિહાર કરીને આવી ગયા હતા. સીએ અને ખાસ કરીને વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂલચંદજી ગણિવર્યની ઘણી સારી સેવાભક્તિ કરી હતી. કાળધર્મ પામ્યા પછી ગણિવર્ય મૂલચંદજી મહારાજના દેહને મહારાજશ્રીની સૂચનાથી દાદાવાડીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને ત્યાં આરસની દેરી કરી એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યા હતા. એ માટે ખર્ચ કરવામાં ભાવનગરના સંઘે પાછું વળીને જોયું નથી, કારણ કે તપગચ્છના સંવેગી સાધુઓના પુનરુત્થાનનું મહત્ત્વનું કેન્દ્ર ભાવનગર બની ગયું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજના છેલ્લે દસ શિષ્યો હતા : (૧) કેવળવિજયજી (૨) ગંભીરવિજયજી (૩) ઉત્તમવિજયજી (૪) ચતુરવિજયજી (૫) રાજવિજયજી (૬) હેમવિજયજી (૭) ધર્મવિજયજી (કાશીવાળા વિજયધર્મસૂરિ) (૮) નેમવિજયજી (શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ) (૯) પ્રેમવિજયજી અને (૧૦) કપૂરવિજયજી (સન્મિત્ર). આ શિષ્યોમાં વિજયધર્મસૂરિ અને વિજયનેમિસૂરિએ શાસનના ભગીરથ કાર્યો કરી ઘણું ઉજ્જવળ નામ કર્યું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજને વિદ્યાભ્યાસ અને જ્ઞાનસંપાદન પ્રત્યે ઘણી રુચિપ્રીતિ હતી. તેમણે સ્વયં શાસ્ત્રસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો, એટલે ભાવનગરનાં ચાતુર્માસ અને સ્થિરવાસ દરમિયાન એ દિશામાં એમણે પોતે ઘણું સંગીન કાર્ય કર્યું હતું અને સંઘ પાસે કરાવ્યું હતું. કેટલાય જૈન યુવાનો એમની પાસે શંકા-સમાધાન માટે, જ્ઞાનચર્ચા માટે કે વ્યાકરણાદિના અભ્યાસ માટે નિયમિત આવતા. ભાવનગરના કુંવરજી આણંદજી અને અમરચંદ જસરાજ તો રોજ રોજ એમની પાસે નિયમિત આવતા. તેઓ રાતના બાર-એક વાગ્યા સુધી મહારાજશ્રી સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા રહેતા. અંતિમ વર્ષોમાં મહારાજશ્રીની તબિયત લથડતી જતી હતી અને ઉજાગરા થતા નહોતા. એ વખતે પણ તેઓ એ શ્રાવકોને વહેલાં ચાલ્યા જવાનું કહેતા નહિ. પરંતુ જ્યારે ઘણી અગવડ થવા લાગી ત્યારે એમણે પોતાના શિષ્ય મુનિ નેમવિજયજીને કહ્યું હતું, “જો ને નેમા ! મારું શરીર આવું નરમ છે ને આ લોકો મને બહુ ઉજાગરા કરાવે છે.” એ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૩૭ સાંભળી, ગુરુ મહારાજની અમતિ મેળવી નેમવિજય મહારાજે શ્રાવકોને વહેલાં આવવા અને વહેલાં જવા માટે કડક સૂચના આપી હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજના અંતિમ દિવસોમાં જે શ્રાવકોએ એમની દિવસ-રાત સેવા-ભક્તિ કરી હતી તેમાં શ્રી કુંવરજી આણંદજી અને શ્રી અમરચંદ જસરાજનાં નામ મુખ્ય હતાં. મહારાજશ્રીને વા અને સંગ્રહણીનાં અસાધ્ય દર્દો તો હતાં જ તેમાં છાતીમાં વારંવાર થઈ આવતા દુખાવાનું દર્દ વધતું ચાલ્યું હતું. વૈદરાજોના ઉપચારો છતાં એમાં ફરક પડતો નહોતો. એટલે આવા શરીરે મહારાજશ્રી કેટલું ખેંચી શકશે એ પ્રશ્ન હતો. મહારાજશ્રીના આ અંતિમ કાળે એમની યાદગીરીરૂપે એમનો ફોટો પાડવાની ઇચ્છા સંઘના કેટલાક શ્રેષ્ઠીઓને થઈ. એ દિવસોમાં ફોટોગ્રાફીની શોધ થઈ ચૂકી હતી અને બૉક્સ કૅમેરા વડે ફોટો પાડવામાં આવતો. મહારાજશ્રીએ અગાઉ કેટલીય વાર પોતાનો ફોટો પડાવવા માટે અનિચ્છા દર્શાવેલી, પરંતુ હવે તો શ્રેષ્ઠીઓ કેમેરાવાળાને પહેલાં તૈયાર રાખીને વિનંતી કરતા કે જેથી મહારાજશ્રી જો હા પાડે તો તરત જ ફોટો પાડી લેવાય. સં. ૧૯૪૮ના પર્યુષણ પછી એક દિવસ શ્રેષ્ઠીઓએ બહુ જ આગ્રહપૂર્વક વિનંતી કરી અને સંઘના પ્રેમને વશ થઈ માત્ર દાક્ષિણ્યતા ખાતર મહારાજશ્રીએ હા કહી કે તરત જ એમનો ફોટો કેમેરાવાળાએ પાડી લીધો હતો. ફોટાની અનેક નકલો કઢાવી જૈન ધર્મ પ્રસારક સભાએ ગુરુભક્તોને આપી હતી. મહારાજશ્રીનો આ એક જ ફોટો મળે છે જે આજ સુધી પ્રચલિત રહ્યો છે. એવી જ રીતે મહારાજશ્રીનું જીવનચરિત્ર લખવા માટે કેટલાકે કોશિશ કરી હતી. એ માટે જોઈતી માહિતી તો મહારાજશ્રી પાસેથી જ મળી શકે. એકબે વખત કોઈક-કોઈકે મહારાજશ્રીને એમના જીવન વિશે પ્રશ્નો કર્યા ત્યારે મહારાજશ્રીએ સહજ રીતે એના જવાબ આપ્યા હતા, પરંતુ પછીથી જ્યારે પોતાને વહેમ પડ્યો કે જીવનચરિત્ર લખવા માટે આ પ્રશ્નો પુછાય છે ત્યારે તેમણે જવાબ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. મહારાજશ્રીને વિહાર કરીને સિદ્ધાચલજી અને તળાજા જવાની ભાવના વારંવાર થતી પરંતુ ચાલવાની શક્તિ રહી નહોતી. સંઘે એમને માટે ડોળીની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું પણ ડોળીનો ઉપયોગ કરવાની એમણે સ્પષ્ટ ના Jain Education.International .. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રભાવક સ્થવિરો પાડી દીધી હતી. તેઓ કહેતા કે પોતે સમુદાયમાં વડા છે અને પોતે ડોળીનો ઉપયોગ કરે તો એમનો દાખલો લઈ બીજાઓ પણ ડોળીમાં બેસવા લાગે અને એમ કરતાં સાધુસમુદાયમાં શિથિલાચાર વધે. મહારાજશ્રીની શારીરિક પીડા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમનો આત્મોપયોગ પણ વધતો ગયો. દેહભાવમાંથી છૂટી અધ્યાત્મસ્વરૂપમાં અને અનુભવજ્ઞાનમાં તેઓ વધુ લીન રહેવા લાગ્યા હતા. શરીરની વેદના તીવ્રતમ થતી ત્યારે પણ તેમના મુખમાંથી ઊંહકારો નીકળયો નહિ. તેઓ “અરિહંત, સિદ્ધ, સાહુ’ એ ત્રણ શબ્દોનું નિરંતર રટણ કરવા કહેતા. એવા અશાતાના વખતમાં પણ તેઓ ચઉસરણ પયત્રાનું રટણ કરતા અને કોઈ કોઈ ગાથાનો અર્થ ઉલ્લાસપૂર્વક સમજાવતા, જાણે કે શરીરમાં કંઈ વ્યાધિ જ નથી. સં. ૧૯૪૯ના વૈશાખમાં મહારાજશ્રીની તબિયત વધુ બગડી અને વૈશાખ સુદ ૭ની રાત્રે ૯-૩૦ વાગે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. આ શોકજનક સમાચાર સમગ્ર શહેરમાં ફરી વળ્યા. ભક્તોનાં ટોળેટોળાં ઊમટ્યાં. ગામેગામ તારથી ખબર અપાયા. બીજે દિવસે સવારે ભાવનગરમાં બધાં બજારો-શાળાઓ વગેરે બંધ રહ્યાં. સુશોભિત પાલખીમાં મહારાજશ્રીના દેહને મૂકીને ભક્તો જય જય નંદા, જય જય ભદ્રા'ના ઉચ્ચારો કરતા દાદાવાડીમાં લઈ આવ્યા. હજારોની મેદની ત્યારે એકત્ર થઈ હતી. મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એક મહાન જ્યોતિ વિલીન થઈ ગઈ. એ પ્રસંગે અનેક લોકોએ અને જુદા જુદા સંઘોએ એમની સ્મૃતિમાં સંસ્થાઓની સ્થાપનાના, તપશ્ચર્યાના, અનુકંપાદાન, સુપાત્રદાન વગેરેના સંકલ્પો જાહેર કર્યા હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ પોતાના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજની જેમ પ૯ વર્ષની વયે કાળધર્મ પામ્યા. બંને ભાવનગરમાં કાળધર્મ પામ્યા. બંનેની ઉમર વચ્ચે ચાર વર્ષનું અંતર હતું અને કાળધર્મ વચ્ચે પણ ચાર વર્ષનું અંતર રહ્યું હતું. બંનેનો અગ્નિસંસ્કાર ભાવનગરમાં દાદાવાડીમાં થયો હતો. બંનેનાં પગલાંની દેરી પણ પાસે પાસે કરવામાં આવી છે. પંજાબથી ભરયુવાન વયે નીકળેલા આ બે સાચા સંયમી, સાચા ત્યાગી, સમર્થ ધર્મોપદેશક મહાત્માઓએ ગુજરાત ઉપર અનન્ય ઉપકાર કરી ગુજરાતમાં જ દેહ છોડ્યો. પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂલચંદજી મહારાજ અને પૂ. વૃદ્ધિચંદ્રજી Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ મહારાજ પંજાબથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી. ત્યારપછી બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ પંજાબ જઈ આવ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ તો પાછા પંજાબ ક્યારેય ગયા જ નહિ. તેમણે પંજાબ ઉ૫૨થી, પોતાના વતન અને કૌટુમ્બિક સ્વજનો ઉ૫૨થી આસક્તિ ક્યારનીય ઉતારી નાખી હતી. તેઓ ગુજરાતના થઈને, ગુજરાત સાથે, ભાવનગર સાથે એકરૂપ થઈને રહ્યા હતા. ગુરુ મહારાજ બુટેરાયજી મહારાજે એમને કાઠિયાવાડ અને તેમાં પણ ભાવનગર ક્ષેત્ર સંભાળવાની આજ્ઞા કરી ત્યારથી તેઓ તે ક્ષેત્રને સવિશેષપણે સાચવવા લાગ્યા હતા. અગાઉ ગુજરાત કરતાં પણ કાઠિયાવાડ ધર્મ અને સંસ્કારમાં પછાત હતું. વળી ત્યાં સ્થાનકવાસી માર્ગ વધુ પ્રચલિત બન્યો હતો. એ દૃષ્ટિએ મંદિરમાર્ગને ત્યાં વધુ ચેતનવંતો બનાવવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું મોટું યોગદાન રહેલું છે. સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર અને તેમાં પણ ભાવનગર શહેર ઉપર એમનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. એમણે પંજાબ છોડ્યા પછી કુલ ૩૮ ચાતુર્માસ ગુજરાતમાં કર્યાં એમાં ચોવીસ ચાતુર્માસ કાઠિયાવાડમાં કર્યાં અને અડધાં ચાતુર્માસ-૧૯ જેટલાં ચાતુર્માસ ભાવનગરમાં કર્યાં. એ ઉપરથી પણ આ વાતની પ્રતીતિ થશે. ભાવનગરના સંઘ પાસે એમણે વખતોવખત વિવિધ સુંદર ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરાવ્યાં અને પરિણામે એ જમાનામાં ભાવનગર માત્ર ગુજરાતનું જ નહિ, સમગ્ર ભારતનું એક મહત્ત્વનું સંસ્કારકેન્દ્ર બની ગયું હતું. વૃદ્ધિચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી અંજલિ આપતી વિવિધ કાવ્યકૃતિઓની રચના થઈ છે. ગુજરાતીમાં રચાયેલા આઠ શ્લોકના એક અષ્ટકમાં એના અજ્ઞાત કવિ લખ્યું છે : ‘મોટા-નાના સરવ જનને માન આપે સુહર્ષે, હેતે બોલી મધુર વચનો ભક્તના ચિત્ત કર્યો. જેના ચિત્તે અવિચળ સદા તુલ્ય દૃષ્ટિ વિભાસે, તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ? વિદ્વાનોનાં વદન નિરખી નિત્ય આનંદ પામે, ગ્રંથો દેખી અભિનવ ઘણો હર્ષ જે ચિત્ત જામે, ૧૩૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રભાવક સ્થવિરો તત્ત્વો જાણી જિનમત તણા જ્ઞાનદષ્ટિ પ્રકાશે, તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભુલી જવાશે ? વૃદ્ધિચંદ્રજીના પ્રશિષ્ય કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિએ સ્તુતિરૂપ અષ્ટકની રચના સંસ્કૃત શ્લોકમાં કરી છે. એની વિશિષ્ટતા એ છે કે એમણે પ્રથમ સાત શ્લોકમાં પ્રત્યેકમાં પ્રથમ ચરણમાં પહેલો શબ્દ બેવડાવ્યો છે, જેમ કે વાવે વાવે, પાવે પાર્વ, રાય સાથે ઈત્યાદિ તથા તે પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ નીચે પ્રમાણે એકસરખું જ રાખ્યું છે : स्वर्गस्थौऽसौ विसलति सुखं सद्गुरुर्वृद्धिचन्द्रः ।। પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. શ્રી વિજયનંદનસૂરિએ સંસ્કૃત પદ્યમાં વૃદ્ધિસ્તોત્રમ્ નામના કાવ્યની દસ શ્લોકમાં રચના કરી છે, જેમાંના પ્રથમ આઠ શ્લોકનું અંતિમ ચરણ તુવે સોહં ધ્યાનો એ પ્રમાણે રાખ્યું છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉત્તમ ગુણોનો મહિમા ગાતા આ સ્તોત્રના આરંભના શ્લોકમાં તેઓ કહે છેઃ सदा स्मर्यासड्:ख्यास्खलित गुणं संस्मारित युगप्रधानं पीयूषोपमधूरवाचं व्रतिधूरम् । विवेकाद्विज्ञातस्व परसमयाशेष विषयं स्तृवं सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ।। [સદા સ્મરણ કરવાલાયક, અસંખ્ય અને અસ્મલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃતસમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વરૂપ-સિદ્ધાંતના સર્વ વિષયોને વિવેકથી જાણનાર અને ધ્યાનમાં (અથવા સોડદં તે જ છું એવા ધ્યાનમાં) ઉલ્લસિત હૃદયવાળા શ્રી વૃદ્ધિવિજયની હું સ્તુતિ કરું છું.] * * શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની યશોજ્જવલ ગાથાનું જેમ જેમ પાન કરીએ છીએ તેમ તેમ તેમના પ્રત્યે મસ્તક વધુ ને વધુ નમે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ad AYHERRI રાની પહેલી વ શ્રી મોહનલાલજી મહારાજ મોટો Dat Page #163 -------------------------------------------------------------------------- ________________ Page #164 -------------------------------------------------------------------------- ________________ 1 [૮] [ શ્રી મોહનલાલજી મહારાજ વિ. સં. ૨૦૪૬-૪૭નું વર્ષ એટલે મુંબઈમાં જૈન સાધુ ભગવંતોના વિહાર-વિચરણનું શતાબ્દી વર્ષ. જેન મુનિ તરીકે મુંબઈ નગરીમાં પ્રથમ પ્રવેશ કરનાર સ્વ. પૂ. મોહનલાલજી મહારાજ હતા. વિ. સં. ૧૯૪૭માં ચૈત્ર સુદ ૬ના રોજ એમણે મુંબઈમાં ભાયખલામાં પ્રવેશ કરીને પછી લાલબાગના ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું હતું. એમણે મુંબઈ નગરીને એ વખતે ધર્મોલ્લાસથી બહુ ડોલાવી દીધી હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મુંબઈના ટાપુ ઉપર અંગ્રેજોની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં હતી. પારસીઓની વસ્તી પણ ઘણી મોટી હતી. એટલે મુંબઈ મ્લેચ્છ નગરી તરીકે ઓળખાતી હતી. મુંબઈમાં ત્યારે જૈનોની વસ્તી વધતી જતી હતી. જિનમંદિરો હતાં, પણ જૈન સાધુઓ મુંબઈમાં પધારતા ન હતા. જો કે વસઈની ખાડી ઉપર પુલ બંધાયો ત્યારપછી પગપાળા વિહાર કરીને મુંબઈ પહોંચવું અઘરું નહોતું. ગત શતકમાં જૈન શ્વેતામ્બર પરંપરામાં મંદ પડેલી ધર્મભાવનાને ઢંઢોળીને જાગ્રત કરનાર અને અનેક શિષ્યો દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબમાં ધર્મની પ્રભાવના કરનાર મહાત્માઓ મુખ્યત્વે હિન્દુ ધર્મમાંથી આવેલા હતા. એવા મહાત્માઓમાં બુટેરાયજી મહારાજ જાટ જાતિના ક્ષત્રિય હતા. આત્મારામજી મહારાજ બ્રહ્મક્ષત્રિય હતા. મોહનલાલજી મહારાજ બ્રાહ્મણ હતા. બુદ્ધિસાગરસૂરિ મહારાજ કણબી પાટીદાર હતા. આબુવાળા વિજયશાંતિસૂરિ મહારાજ રબારી હતા. આ અને એવા બીજા કેટલાક હિન્દુ મહાત્માઓએ સ્વયં પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કરીને જે સમાજ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો મોહનલાલજી મહારાજની તરત ધ્યાન ખેંચે એવી કેટલીક મહત્ત્વની ઘટનાઓ નીચે પ્રમાણે છે : (૧) તેઓ જન્મે બ્રાહ્મણ હતા. પરંતુ વિદ્યાભ્યાસ પછી તેમણે જૈન યતિની Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રભાવક સ્થવિરો દીક્ષા ધારણ કરી હતી. (૨) અભ્યાસ અને જ્ઞાન વધતાં અને ત્યાગ-સંયમમાં રુચિ જાગ્રત થતાં યતિ-જીવનની જાહોજલાલી છોડીને, તેઓ ત્યાગ-વૈરાગ્યમય સંવેગી દીક્ષા ધારણ કરીને જૈન મુનિ બન્યા હતા. (૩) તેઓ ખરતરગચ્છના મુનિ હતા, છતાં સમયને પારખીને તેમણે પોતે તપગચ્છની સમાચારી સ્વીકારી હતી. એ જમાનામાં આવું ક્રાંતિકારક ગણાતું પગલું ભરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર હતી. (૪) તેમણે મુંબઈમાં પહેલી વાર જૈન સાધુ તરીકે પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જૈન સાધુઓના વિહાર અને વિવચરણ માટે મુંબઈ બંદર હંમેશને માટે ખુલ્લું મુકાયું હતું. (૫) મુંબઈના આંગણે તેમણે દીક્ષાઓ આપી હતી. મુંબઈની પ્રજાને જૈન મુનિની દીક્ષાનો મહોત્સવ જોવાની તક પહેલી વાર સાંપડી હતી. () પોતે મુનિ તરીકે જ રહ્યા હતા અને પોતાના શિષ્યોને ગણિ અને પંન્યાસની પદવી પોતાની નિશ્રામાં જ અપાવી હતી. એમના એવા કેટલાક શિષ્યો સમય જતાં આચાર્યનું પદ પામ્યા હતા. (૭) પોતાના સંપર્કમાં આવનાર જૈનો ઉપરાંત હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે અનેક લોકોને તેમણે પ્રતિબોધ પમાડીને ધર્મ તરફ વાળ્યા હતા. (૮) પોતે બાળબ્રહ્મચારી તપસ્વી મહાત્મા હતા. જ્યાં જ્યાં તેઓ વિચરતા ત્યાં ત્યાં તપનો પ્રભાવ વધી જતો. (૯) તેઓ વચનસિદ્ધ મહાત્મા તરીકે પંકાયા હતા. અનેકને એમની વચનસિદ્ધિના અનુભવો થયા હતા. એમની આશિષથી અનેક લોકોના જીવન ઉજ્જવળ બન્યાં હતાં. એમની હાજરીમાં વિવિધ સ્થળે લોકોએ દાનનો અસાધારણ પ્રવાહ વહેવડાવ્યો હતો. મોહનલાલજી મહારાજનો જન્મ વિ. સં. ૧૮૮૫ના ચૈત્ર વદ ૬ના દિવસે ચાંદપોર (ચંદ્રપુર) નામના ગામમાં થયો હતો. આ ચાંદપોર મથુરાથી લગભગ ચાલીસ માઈલ દૂર મારવાડના પ્રદેશમાં આવેલું છે. તેમના પિતાશ્રીનું નામ બાદરમલ હતું. તેઓ બ્રાહ્મણ કુળના અને સનાટ્ય જાતિના હતા. તેઓ પંડિત Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૪૩ હતા, વિદ્યાવ્યાસંગી હતા, શાસ્ત્રજ્ઞ હતા. મોહનલાલજીનાં માતુશ્રીનું નામ સુંદરી હતું. એક દિવસ માતા સુંદરીને સ્વપ્ન આવ્યું કે પોતાના મુખમાં પૂર્ણિમાનો ચંદ્ર પ્રવેશ કરી રહ્યો છે. એમણે એ સ્વપ્નની વાત પતિ બાદરમલને કરી. શાસ્ત્રના જાણકાર પતિએ કહ્યું કે, આ સ્વપ્નનો અર્થ એ થાય છે કે એક તેજસ્વી પુત્રરત્નની આપણને પ્રાપ્તિ થશે. જાણે આ આગાહી સાચી પડી હોય તેમ એમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. બાળક મોહન જન્મથી જ અત્યંત તેજસ્વી અને હોશિયાર હતો. માતાપિતાને એમ લાગ્યું કે આવા તેજસ્વી બાળકને સારી રીતે અભ્યાસ કરાવવો જોઈએ. એ જમાનામાં રાજસ્થાનનાં ગામડાંઓમાં અંગ્રેજી કેળવણી હજી આવી ન હતી. પ્રાચીન ભારતીય પરંપરાની કેળવણી અપાતી હતી, પણ તે બહુ સંતોષકારક નહોતી. બાદરમલ પોતે જ પંડિત હતા. મોહનને ઘરે તેઓ ભણાવતા. એની ગ્રહણશક્તિ જોઈને એમને એમ થતું કે આ બાળકને વધુ અભ્યાસ માટે કોઈ મોટા સારા પંડિત પાસે રાખવો જોઈએ. કેટલાક મિત્રોએ બાદરમલને સલાહ આપી કે, જેન યતિઓ પાસે ઘણી વિદ્યાઓ હોય છે. મોહનને જો મોટો પંડિત બનાવવો હોય તો નાગોરમાં બિરાજતા જાણીતા યતિ શ્રી રૂપચંદ્રજી પાસે મોકલવો જોઈએ. તેઓ વિદ્યાર્થીઓને બહુ સરસ અભ્યાસ કરાવે છે. બાદરમલ અને સુંદરી નવ વર્ષના બાળક મોહનને લઈને યતિશ્રી રૂપચંદ્રજી પાસે નાગોર પહોંચ્યાં. એ વખતે પણ કહેવાય છે કે બે સ્વપ્નનો યોગાનુયોગ એવો થયેલો કે સુંદરીને એક સ્વપ્ન આવ્યું હતું અને તેમાં દૂધપાક ભરેલો પોતાનો થાળ કોઈ લઈ જઈ રહ્યું હતું. બીજી બાજુ યતિશ્રી રૂપચંદ્રજીને એવું સ્વપ્ન આવેલું કે દૂધપાક ભરેલો થાળ પોતાને કોઈ વહોરાવી રહેલું છે. જાણે કે આ સ્વપ્નના સંકેત અનુસાર એવું બન્યું કે યતિશ્રીને જોતાં જ બાળક મોહનને એમની પાસે રહેવાનું ગમી ગયું. મોહનને જોઈને યતિશ્રીના હૃદયમાં પણ વાત્સલ્ય ઊભરાયું. માતાપિતાએ મોહનને વિદ્યાભ્યાસ માટે યતિશ્રી રૂપચંદ્રજી પાસે રાખ્યો. યતિશ્રીએ બાળક મોહનની તેજસ્વિતા પારખી લીધી હતી. તેમણે મોહનને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રભાવક સ્થવિરો હિન્દી ભાષાના ગ્રંથો ઉપરાંત સંસ્કૃત ભાષા શીખવી અને સંસ્કૃત ભાષાના વિવિધ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરાવ્યો. સોળ વર્ષની ઉંમરે તો મોહને કાવ્ય, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, સ્વરોદયશાસ્ત્ર વગેરે શીખી લીધાં હતાં. વળી જૈન ધર્મનાં પ્રતિક્રમણનાં સૂત્રો, તત્ત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ વગેરેનો અભ્યાસ પણ કરી લીધો હતો. સેંકડો ગાથાઓ પણ તેણે કંઠસ્થ કરી લીધી હતી. યતિશ્રી રૂપચંદ્રજીની સાથે કિશોર મોહને રાજસ્થાન તથા મધ્યપ્રદેશનાં જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ પણ કર્યો. એક વખત તેઓ બંને મુંબઈ પણ આવી ગયા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી મોહનને ઘરે જઈ કોઈ પંડિતના વ્યવસાયમાં જોડાવાને બદલે યતિ થવાના કોડ જાગ્યા. એ માટે બ્રહ્મચારી રહેવું જરૂરી હતું. મોહન તે માટે પણ તૈયાર હતો. એને યતિઓનું વિદ્યાવ્યાસંગી, સન્માનનીય, સમૃદ્ધ જીવન બહુ ગમી ગયું હતું. એટલે કોઈ સામાન્ય પાઠશાળાના પંડિત થવા કરતાં યતિ થવાની પોતાની પાત્રતા તે કેળવવા લાગ્યો હતો. એક દિવસ એણે પોતાના ગુરુ યતિશ્રી રૂપચંદ્રજીને કહ્યું, “મારે ઘરસંસાર માંડવો નથી. મારે યતિ થવું છે. તમે મને યતિની દીક્ષા આપો.” યતિ રૂપચંદ્રજીએ કહ્યું, “ભાઈ, એમ યતિ થવું સહેલું નથી. આ ઘણું કઠિન જીવન છે. વળી યતિની દીક્ષા હું ન આપી શકું. મારા ગુરુ મહારાજ પૂ. મહેન્દ્રસૂરિ જ આપી શકે. માટે તારે મહેન્દ્રસૂરિ પાસે જવું પડશે. તેઓ તારી પરીક્ષા કરશે અને એમને યોગ્ય લાગશે તો તને યતિની દીક્ષા આપશે.' તે વખતે પત્રવ્યવહારથી જાણવા મળ્યું કે મહેન્દ્રસૂરિ ઈન્દોરમાં છે. ત્યાંથી તેઓ વિહાર કરીને મક્ષીજી તીર્થની યાત્રાએ જવાના છે અને ચાતુર્માસ ત્યાં કરવાના છે. કિશોર મોહન મહેન્દ્રસૂરિ પાસે ઈન્દોર પહોંચ્યો. તેમની સાથે યાત્રામાં જોડાયો અને મક્ષીજી ગયો. એટલા દિવસમાં મહેન્દ્રસૂરિએ મોહનની યતિ બનવા માટેની પાત્રતા જોઈ લીધી. એટલે વિ. સં. ૧૯૦૩માં મોહનને મહેન્દ્રસૂરિએ યતિની દીક્ષા આપીને યતિશ્રી રૂપચંદ્રજીના શિષ્ય બનાવ્યા. કિશોર મોહન હવે યતિશ્રી મોહનજી થયા. આ યતિદીક્ષાનો પ્રસંગ મક્ષીજી તીર્થમાં, Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૪૫ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવેલા અનેક શ્રેષ્ઠીઓની હાજરીમાં ધામધૂમથી ઊજવાયો હતો. દીક્ષા લીધા પછી યતિશ્રી મોહનજીએ કેટલોક સમય આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે પસાર કર્યો. મહેન્દ્રસૂરિને ભવ્ય, પ્રતાપી મુખમુદ્રા, ઊંચી દેહાકૃતિ અને આજાનબાહુ ધરાવનાર આ કિશોર યતિશ્રીની વિદ્વત્તા, ગુણગ્રાહકતા, ધાર્મિકતા ઈત્યાદિની વધુ પ્રતીતિ થઈ. ભવિષ્યમાં આ કોઈ મહાન ઉજ્જવળ આત્મા તરીકે પોતાનું નામ કાઢશે એમ તેમને જણાયું. બીજી બાજુ યતિશ્રી મોહનજીને પણ લાગ્યું કે પોતાના વિદ્યાગુરુ યતિશ્રી રૂપચંદ્રજી તો એક મહાન આત્મા છે જ, પરંતુ દીક્ષાગુરુ આચાર્ય ભગવંત તો ખરેખર એક મહાન વિભૂતિ છે. એમના સાંનિધ્યમાં જેટલું વધુ રહેવાય તેટલું વધુ સારું. પરંતુ ત્યાં તો મુંબઈથી યતિશ્રી રૂપચંદ્રજીનો પત્ર મહેન્દ્રસૂરિ ઉપર આવ્યો કે યતિશ્રી મોહનજીને હવે મુંબઈ મોકલી દેવામાં આવે. પત્ર મળતાં જ મહેન્દ્રસૂરિએ યતિશ્રી મોહનજીને એમના વિદ્યાગુરુ યતિશ્રી રૂપચંદ્રજી પાસે મુંબઈ મોકલી આપ્યા. મુંબઈમાં કેટલોક સમય રહ્યા પછી યતિશ્રી રૂપચંદ્રજી પોતાના શિષ્ય યતિશ્રી મોહનજી અને બીજાઓને લઈ વિહાર કરીને બે મહિને ગ્વાલિયરમાં પહોંચ્યા. ત્યાં મહેન્દ્રસૂરિ બિરાજતા હતા. તે વખતે તેઓ બંનેએ પરસ્પર વિચારવિનિમય કરીને યતિશ્રી મોહનજીને હજુ વધુ વિદ્યાભ્યાસ માટે કાશી મોકલવાનું નક્કી કર્યું. એ માટે યતિશ્રી રૂપચંદ્રજી પણ યતિશ્રી મોહનજીની સાથે કાશી આવીને રહ્યા. ત્યાં મોહનજીએ અન્ય પંડિતો અને શાસ્ત્રીઓ પાસે વ્યાકરણ, કાવ્ય, ન્યાય, જ્યોતિષ, આયુર્વેદ વગેરે વિદ્યાઓનો વધુ ઊંડો અભ્યાસ કર્યો. દરમિયાન યતિશ્રી રૂપચંદ્રજીની તબિયત બગડતાં તેઓ કાશીમાં કાળધર્મ પામ્યા. એથી યતિશ્રી મોહનજીને ભારે આઘાત લાગ્યો. મહેન્દ્રસૂરિને એ સમાચાર મળતાં તેઓ કાશી આવી પહોંચ્યા. યતિશ્રી મોહનજીનો અભ્યાસ ન બગડે એની પણ ચિંતા હતી. એટલે મહેન્દ્રસૂરિ મોહનજીની સાથે ચારેક વર્ષ કાશીમાં રહ્યા. મોહનજી વિદ્યામાં પારંગત થયા. એટલે મહેન્દ્રસૂરિએ પોતાનો સમગ્ર ગ્રંથભંડાર મોહનજીને સુપરત કરી દીધો. મોહનજીના આધ્યાત્મિક વિકાસમાં પણ એમને એટલો જ રસ હતો. જ્ઞાન, ધ્યાનમાં તન્મય Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો અને શીલસંયમની આરાધનામાં અનુરક્ત એવા મહેન્દ્રસૂરિના ઉત્તમ ચારિત્ર્યનો પ્રભાવ પણ મોહનજી ઉપર ઘણો પડ્યો. મહેન્દ્રસૂરિએ એક વખત મોહનજીને કહ્યું હતું, વચ્વા ! તેરા નામ હો તો મોહન હૈ । મોહન યાને ‘મોદ-ન’ ના । તુમ मोह - समूह को जीत कर विजय करो यही मेरी एक आरझू है ।' આ વાક્યો મોહનજીના હ્રદયને બહુ સ્પર્શી ગયાં હતાં. થોડા વખત પછી મહેન્દ્રસૂરિ પણ કાળધર્મ પામ્યા. આમ, બંને ગુરુ ભગવંતોના ચીર વિરહનો સમય આવી પહોંચ્યો. એથી મોહનજીનું આંતરમંથન ચાલુ થયું. યતિ તરીકેનું જીવન જીવવું કે સંવેગી સાધુ થવું ? યતિ તરીકે તેઓ યતિશ્રી રૂપચંદ્રજીની ગાદીના વારસ બન્યા હતા. એ દિવસોમાં બારેક લાખ રૂપિયાની મિલકતનું સ્વામિત્વ મળ્યું હતું. મિત્રો અને સગાંસંબંધીઓનો આગ્રહ હતો કે યતિ તરીકે જ ચાલુ રહેવું. આયુર્વેદ, જ્યોતિષ, મંત્રતંત્ર વગેરેના જાણકાર યતિઓ સાથે રાજાઓ પણ ગાઢ સંબંધ રાખતા. જ્યારે કાશીના રાજાએ યતિ મોહનજીની યતિ-ગાદી છોડવાની વાત સાંભળી ત્યારે તેમણે પણ મોહનજીને સમજાવવા પ્રયત્ન કર્યો. પોતાના મહેલમાં આવીને પોતાની સાથે કાયમ માટે રહેવા કહ્યું. રાજ્ય તરફથી જે કંઈ બીજી સગવડ જોઈતી હોય તે આપવા પણ કહ્યું. પરંતુ અંદરનો વૈરાગ્યરસ એટલો બધો ઊભરાતો કે એક દિવસ પોતાની બધી જ સંપત્તિ સામાજિક અને ધાર્મિક હેતુઓ માટે દાનમાં આપવાનો નિર્ણય કરીને યતિશ્રી મોહનજી કાશીથી લખનૌ ગયા અને ત્યાંથી નીકળેલા શંત્રુજયના સંઘમાં જોડાઈને જાત્રા કરવા ચાલ્યા ગયા. જાત્રા કરીને તેઓ લખનૌ પાછા આવ્યા. ત્યાં લગભગ બાર વર્ષ રહ્યા. પોતાની બધી મિલકત દાનમાં આપી દીધી. ત્યાર પછી તેઓ કલકત્તા ગયા. ત્યાં એક વિશિષ્ટ ચમત્કારિક, પ્રેરક અનુભવ થયો. એક દિવસ કલકત્તામાં તેઓ ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન ધરીને બેઠા હતા. તે વખતે ધ્યાનમાં એક કાળો નાગ પોતાની સામે મોં ફાડીને આવતો એમણે જોયો. આંખ ઉઘાડીને જોયું તો કશું દેખાયું નહિ. તેમણે વિચાર કર્યો કે ‘ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન ધરતાં ધરણેન્દ્ર દેવે દર્શન દીધાં છે. એમાં કોઈ સંકેત રહેલો છે. મોઢું ફાડેલો કાળો નાગ સૂચવે છે કે કાળરૂપી નાગ મારો ઘડીકમાં કોળિયો કરી ૧૪૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૪૭ જશે. માટે મળેલો મનુષ્યજન્મ મારે ફોગટ ગુમાવવો નહિ.” આવો વિચાર આવતાં તેમણે સર્વ પરિગ્રહનો ત્યાગ કરવાનો અને યતિજીવનનો કિયોદ્ધાર કરી સંવેગી સાધુ થવાનો નિર્ણય કર્યો. તે વખતે કોઈ યાંત્રિક તેમને જોઈને, તેઓ કોઈ મુનિ મહારાજ છે એમ સમજીને વંદન કરવા લાગ્યો, ત્યારે તેને અટકાવીને તેમણે યાત્રિકને કહ્યું, “ભાઈ, હું હજુ મુનિ થયો નથી. હું તો યતિ છું. મારો આત્મા હજુ વંદનને યોગ્ય નથી. માટે મને વંદન ન કરશો.” અલબત્ત, તેઓ મુનિ થયા નહોતા. પણ તેમનું અંતર તો મુનિ થવા ઝંખી રહ્યું હતું. કલકત્તાથી યતિશ્રી મોહનજી જુદાં જુદાં તીર્થોની યાત્રા કરતા કરતા કાશી આવ્યા. થોડો વખત ત્યાં રોકાઈને દિલ્હી, આગ્રા, જયપુર વગેરે સ્થળે જઈ આવ્યા. વિ. સં. ૧૯૩૦માં તેઓ જ્યારે વિહાર કરીને જયપુર શહેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રાત પડતાં જંગલમાં એક વાવમાં તેમને મુકામ કરવો પડ્યો હતો. ત્યાં તેમની હિંમતની કસોટી કરનાર એક અનુભવ થયો હતો. રાતને વખતે એ વાવમાં એક વાઘ પાણી પીવા આવ્યો. પોતાના તરફ વાઘને આવતો જોઈને યતિશ્રી તરત જ કાઉસગ્ગ ધ્યાનમાં બેસી ગયા. વાઘ થોડી વાર ત્યાં ઊભો રહ્યો અને પછી પોતાનું મસ્તક નમાવીને ચાલ્યો ગયો. રાજસ્થાનમાં જુદે જુદે સ્થળે વિહાર કરીને પછી તેઓ અજમેર ગયા. તેમને લાગ્યું કે હવે પોતે સંવેગી દીક્ષા લઈ લેવી જોઈએ એટલે અજમેરમાં સં. ૧૯૩૦માં ૪૩ વર્ષની વયે એમણે ભગવાન સંભવનાથના દેરાસરમાં જઈ ભગવાનની સાક્ષીએ અને સંઘની સમક્ષ, સંઘની સંમતિપૂર્વક સંવેગી દીક્ષા ધારણ કરી. યતિશ્રી મોહનજીમાંથી હવે તેઓ મુનિશ્રી મોહનલાલજી થયા. એમણે ત્યાર પછી મુનિ તરીકે પ્રથમ ચાતુર્માસ સં. ૧૯૩૧માં રાજસ્થાનમાં પાલી શહેરમાં કર્યું હતું. મુનિ તરીકે તેમણે તે સમયના મહાન આચાર્ય શ્રી સુખસૂરિનું શિષ્યપણું સ્વીકાર્યું હતું. મુનિશ્રી મોહનલાલજી મહારાજે પાલી પછી અનુક્રમે સિરોહી, પાલી, સાદડી, જોધપુર, અજમેર, પાલી, જોધપુર, સિરોહી, અજમેર, પાટણ, પાલનપુર, ફલોધી, અમદાવાદ, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા હતાં. મહારાજશ્રી જ્યારે સિરોહમાં બિરાજમાન હતા ત્યારે સિરોહીના નરેશ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રભાવક સ્થવિરો કેસરીસિંહજી તેમને મળવા માટે આવ્યા હતા. પ્રથમ મુલાકાતે જ સિરોહીનરેશ મહારાજશ્રીની તેજસ્વી અને પ્રભાવશાળી મુખમુદ્રાથી અને અગાધ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમને થયું કે, ‘હું મહારાજશ્રી માટે શું કરી છૂટું ? તેઓ તો કંચન અને કામિનીના ત્યાગી છે. પરંતુ તેઓ મારે ત્યાં ગોચરી વહોરવા પધારે તો મને બહુ આનંદ થશે.' તેમણે એ માટે મહારાજશ્રીને વિનંત કરી. પરંતુ મહારાજશ્રીએ કહ્યું, ‘રાજન્ ! ગોચરી તો મને કોઈ પણ ગૃહસ્થ વહોરાવી શકે. વળી અમારે સાધુઓને રાજપિંડનો નિષેધ હોય છે. પરંતુ આપ તો મને ગોચરી કરતાં પણ વધારે ચડિયાતી વસ્તુ આપી શકો છો.’ સિરોહી-નરેશે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું; ‘હું શું આપી શકું ?' મહારાજશ્રીએ કહ્યું, ‘જીવદયા. દશેરાને દિવસે પાડાનો વધ બંધ કરો. તમારા રાજ્યમાં પર્યુષણમાં માંસાહાર માટે જીવહિંસા ન થાય એવો કાયદો મને વહોરાવો.’ મહારાજશ્રીની વિનંતી સ્વીકારીને સિરોહી-નરેશે પોતાના રાજ્યમાં દશેરાના દિવસે થતો પાડાનો વધ બંધ કરાવ્યો. તદુપરાંત પોતાના રાજ્યમાં શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા વદ ૧૧ સુધી એમ એક મહિનો કાયમને માટે પશુહિંસા બંધ રાખવાનું ફરમાન કર્યું હતું. સિરોહી-નરેશ મહારાજશ્રીને વંદન કરવા વારંવાર આવતા અને મહારાજશ્રીની ભલામણથી એમણે પોતાના રાજ્યમાં રોહિડા ગામમાં જિનમંદિર બાંધવા માટે અનુમતિ આપી હતી. બ્રાહ્મણવાડા ગામમાં પણ જિનમંદિરનો કબજો જે બ્રાહ્મણોના હાથમાં હતો તે જૈનોને સોંપવા માટે એમણે ફરમાન કાઢ્યું હતું. સં. ૧૯૩૬માં મોહનલાલજી મહારાજ ઓસિયા ગામે પધાર્યા હતા. એક દિવસ સવારમાં ગામના પાદરે પોતે સ્થંડિલ ગયા હતા. પાછા ફરતાં તેઓ એક રેતીના ટેકરા પાસેથી પસાર થતા હતા. એ વખતે એમનો દાંડો રેતીમાં ધાર્યા કરતાં ઘણો વધારે ઊંડો ચાલ્યો ગયો. એથી મહારાજશ્રીને કુતૂહલ થયું. એમણે ત્યાં બેત્રણ જગ્યાએ રેતીમાં દાંડો ખોસી જોયો તો જાણે કોઈ પથ્થર સાથે તે અથડાતો હોય તેમ લાગ્યું. તેમને થયું આ રેતીના ડુંગર નીચે જરૂર કોઈ ઈમારત હોવી જોઈએ. કોઈ જિનમંદિર જ હશે એવું પણ એમને Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૪૯ લાગ્યું, કારણ કે ઓસિયા નગરી જેનોની પ્રાચીન નગરી હતી. ઉપાશ્રયમાં આવીને એમણે સંઘના આગેવાનોને વાત કરી. પરંતુ ઓસિયા ગામ તો નાનું હતું. ત્યાંનો સંઘ ખોદકામનું ખર્ચ કરી શકે એવી શક્તિવાળો નહોતો. એટલે પાસે આવેલા જોધપુર અને ફલોધી એ બે નગરીના શ્રેષ્ઠીઓને પણ મહારાજશ્રીએ આ વાત કહી. જો આ રેતીનો ડુંગર ખસેડીને ત્યાં ખોદવામાં આવે તો તેમાંથી પ્રાયઃ જિનમંદિર નીકળે. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે જોધપુર અને ફલોધીના સંઘોએ એ માટે થાય તેટલું ખર્ચ કરવાની તત્પરતા દાખવી. રાજ્યની પરવાનગી લઈ તરત જ એ કામ હાથ ધરવામાં આવતાં રેતીના ડુંગર નીચેથી જિનમંદિરે મળી આવ્યું. મહારાજશ્રીની પ્રેરણાથી ઓસિયાના એ જિનમંદિરનો ત્યાર પછી જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. આજે હવે ત્યાં નિયમિત સેવાપૂજા થાય છે. મહારાજશ્રીના હસ્તે એક પ્રાચીન ઐતિહાસિક જિનમંદિર ફરી પાછું સજીવન થઈ ગયું. રાજસ્થાનમાં પાલી, સિરોહી, સાદડી, જોધપુર, અજમેર વગેરે સ્થળે ચાતુર્માસ કરી મહારાજશ્રીએ ઠેરઠેર ધર્મની ભાવના લોકોમાં જાગ્રત કરી હતી. એમણે કન્યાવિક્રમ, મદ્યપાન, માંસભક્ષણ, મરણ પછી કૂટવાનો રિવાજ વગેરે બંધ કરાવ્યાં હતાં. એમનું વ્યક્તિત્વ એટલું બધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એ થોડાં વર્ષોમાં જુદે જુદે સ્થળે મળીને ૫૦૦ જેટલા હિન્દુ લોકોએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. મારવાડના લોકોએ એમને મરુધરદેશોદ્વારક'નું બિરુદ આપ્યું હતું. સં. ૧૯૩૭નું ચાતુર્માસ પાલીમાં કરીને તેઓ જોધપુર પધાર્યા હતા. નગરમાં પ્રવેશતી વખતે પોતાનું જમણું અંગ જોરથી ફરકવા લાગતાં નિમિત્તશાસ્ત્રના અભ્યાસના આધારે તેમને થયું કે જોધપુરમાંથી જરૂર કંઈક લાભ થશે. હવે તેમની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી હતી. મોટા મોટા મહાનુભાવો પણ તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. જોધપુરમાં રાજ્યના દીવાન શ્રી આલમચંદજી પણ તેમના વ્યાખ્યાનમાં આવતા. આલમચંદજીને મહારાજશ્રીની વાણીનો એટલો બધો રસ જાગ્યો હતો કે તેઓ એક પણ વ્યાખ્યાન ચૂકતા નહિ. વખત જતાં એમનામાં એવું પરિવર્તન આવ્યું અને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રભાવક સ્થવિરો એમની આધ્યાત્મિક દશા એટલી ઊંચી થઈ કે એક દિવસ તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. રાજ્યના દીવાન જેવી વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થઈ એ સમાચારથી ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજશ્રીની ઉપદેશવાણી પ્રત્યે લોકોનું માન બહુ વધી ગયું. સત્તા, માનપાન અને સુખસાહ્યબી ભોગવનાર દીવાનશ્રીને વૈરાગ્યનો રંગ પાકો લાગ્યો છે કે નહિ તેની ખાતરી કરવા મહારાજશ્રીએ એમને થોડો સમય થોભી જવા જણાવ્યું. ચાતુર્માસ પૂરું થતાં મહારાજશ્રી અજમેર તરફ વિહાર કરી ગયા. સં. ૧૯૩૬નું ચાતુર્માસ એમણે અજમેરમાં કર્યું. દરમિયાન આલમચંદજીનો મહારાજશ્રી સાથેનો સંપર્ક વધુ ગાઢ થતો રહ્યો. એમનો વૈરાગ્ય સાચો છે એની મહારાજશ્રીને પ્રતીતિ થઈ. એટલે સં. ૧૯૩૭ના અષાઢ સુદ ૧૦ના દિવસે સંઘ સમક્ષ આલમચંદજીને દીક્ષા આપવામાં આવી, એમનું નામ આનંદમુનિ રાખવામાં આવ્યું. મહારાજશ્રીએ પોતે સંવેગી દીક્ષા ધારણ કરી હતી. તે પછી આનંદમુનિ તેમના પ્રથમ શિષ્ય બન્યા હતા. જોધપુર જેવા રાજ્યના દીવાન મહારાજશ્રીના હસ્તે દીક્ષિત થાય એ કંઈ જેવી તેવી ઘટના ન હતી. એ દીક્ષાના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા હતા. દીક્ષાનો ઉત્સવ નજરે જોવા માટે હજારો માણસો એકત્ર થયા હતા. દીવાન આલમચંદની દીક્ષા બીજાઓ માટે પણ પ્રેરણારૂપ બની હતી. જોધપુરમાં બીજી એક ઘટના પણ બની. જેઠમલજી નામના જોધપુરના એક ચુસ્ત સ્થાનકવાસી ભાઈ પણ મહારાજશ્રી પાસે પોતાની શંકાઓના સમાધાન માટે વારંવાર આવવા લાગ્યા હતા. મહારાજશ્રીના જ્ઞાનનો પ્રભાવ ઘણોબધો હતો. મહારાજશ્રીએ તટસ્થભાવે ન્યાયબુદ્ધિથી આપેલા ઉત્તરોથી જેઠમલજીને એટલો બધો સંતોષ થયો હતો કે મૂર્તિપૂજક સમુદાયમાં, મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો એમણે નિર્ણય કર્યો. તેઓ મહારાજશ્રીના સતત સંપર્કમાં રહેવા લાગ્યા. પરંતુ મહારાજશ્રી તેમને ઉતાવળે દીક્ષા આપવા ઇચ્છતા નહોતા. મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા બરાબર સ્થિર અને દૃઢ થયેલી જોયા પછી સં. ૧૯૪૦માં જેઠ સુદ પના પોજ જોધપુરમાં ધામધૂમપૂર્વક તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમનું નામ જેઠમલમુનિ રાખવામાં આવ્યું હતું. આમ જોધપુરમાંથી Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૫૧ મહારાજશ્રીને પ્રથમ બે શિષ્યો પ્રાપ્ત થયા હતા. ત્યાર પછી મહારાજશ્રીએ ફલોધીથી અમદાવાદ બાજુ વિહાર કર્યો. એ વખતે આબુ-ખરેડીમાં હરખચંદ નામના એક ગૃહસ્થનો તેમને ભેટો થયો હતો. આ ગૃહસ્થ મુમુક્ષુ હતા. તેઓ કોઈ મુમુક્ષુ ગુરુની શોધમાં હતા. મોહનલાલજી મહારાજને જોતાં જ તેમને હૃદયમાં એવી પ્રતીતિ થઈ કે, “મારા ગુરુ થવાને આ જ મહાત્મા યોગ્ય છે.” એમને મહારાજશ્રી સાથે વધુ પરિચય થતાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો, અને સં. ૧૯૪૪ના ચૈત્ર સુદ ૮ના રોજ મહારાજશ્રીએ એમને દીક્ષા આપી. એમનું નામ હર્ષમુનિ રાખવામાં આવ્યું. મહારાજશ્રીના શિષ્યોમાં આ હર્ષમુનિ તેજસ્વી શિષ્ય હતા. મહારાજશ્રીની સ્મૃતિમાં એમણે મુંબઈમાં મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી અને સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરાવી હતી. ગત શતકના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજ જ્યારે રાજસ્થાનમાં વિચરતા હતા તે વખતે મોહનલાલજી મહારાજ પણ રાજસ્થાનમાં વિચરતા હતા. એક વખત સિરોહી શહેરમાં આત્મારામજી મહારાજ બિરાજમાન હતા. ઉપાશ્રયમાં એમની નિશ્રામાં સાંજનું પ્રતિક્રમણ પૂરું થયું ત્યારે શ્રાવકોએ જય બોલાવી કે, “બોલો, શ્રી મોહનલાલજી મહારાજ કી જય.” જેથી આત્મારામજી મહારાજને આશ્ચર્ય થયું. પરંતુ શ્રાવકોએ ખુલાસો કરતાં કહ્યું : “એ મહાપુરુષનો સિરોહીના શ્રાવકો ઉપર ઘણો બધો ઉપકાર છે. એ અમે કેમ ભૂલી શકીએ?' શ્રાવકોની વાત સાંભળીને ઉદારદિલ આત્મારામજી મહારાજે એમની પ્રશંસા કરી અને એમના કૃતજ્ઞતાના ગુણની બહુ કદર કરી. આમ, મોહનલાલજી મહારાજની ચોમેર પ્રસરેલી કીર્તિની વાત આત્મારામજી મહારાજ સુધી પહોંચી હતી. એટલે મોહનલાલજી મહારાજને મળવા માટે આત્મારામજી મહારાજને તાલાવેલી લાગી હતી. તેઓ જોધપુરમાં તેમને પ્રથમ વાર મળવા ગયા હતા. પોતાના કરતાં પાંચેક વર્ષ મોટા એવા મહાત્માનાં જ્ઞાન અને ચારિત્રથી આત્મારામજી બહુ જ પ્રભાવિત થયા હતા. તેમની કેટલીક શંકાઓનું સમાધાન મોહનલાલજી મહારાજે બહુ સરસ રીતે શાસ્ત્રવચનોને ટાંકીને કર્યું હતું. આથી મોહનલાલજી મહારાજ પ્રત્યે આત્મારામજી મહારાજના હૃદયમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રભાવક સ્થવિરો એક પ્રકારનો પૂજ્યભાવ રહ્યો હતો. તેઓ તેમના સતત સંપર્કમાં પણ રહેતા. આત્મારામજી મહારાજ સુરતમાં જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરીને વિહારની તૈયારી કરતા હતા તે વખતે સંઘના આગેવાનોએ સુરતમાં બીજા ચાતુર્માસ કરવા માટે તેમને બહુ જ આગ્રહભરી વિનંતી કરી, પરંતુ આત્મારામજી મહારાજે કહ્યું, ‘મહાનુભાવો, મોહનલાલજી મહારાજ મારા કરતાં વધારે જ્ઞાની અને તેજસ્વી છે. તમને એમનો પરિચય નથી. તેઓ મારવાડથી વિહાર કરીને પાલિતાણા પધાર્યા છે. તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો. એમને જોશો એટલે મને પણ ભૂલી જશો.’ આત્મારામજી મહારાજ સુરતથી વિહાર કરીને ગયા પછી સંઘના આગેવાનો પાલિતાણા ગયા. ત્યાં મોહનલાલજી મહારાજને મળતાં જ તેઓ આનંદિત થઈ ગયા. તેઓએ મોહનલાલજી મહારાજને ચાતુર્માસ માટે સુરત પધારવા વિનંતી કરી. એ વિનંતીનો સ્વીકાર કરી મોહનલાલજી મહારાજે પાલિતાણાના ચાતુર્માસ પછીનું ચાતુર્માસ ૧૯૪૬માં સુરતમાં કર્યું હતું. મહારાજશ્રી પોતાના ચારિત્ર અને તપના પ્રભાવે કેટલાંક ક્રાંતિકારી કાર્યો કરાવી શકતા હતા. સુરતમાં તેઓ જ્યારે ચાતુર્માસ માટે બિરાજમાન હતા ત્યારે મુંબઈના લોકોને એવી ભાવના થઈ કે મોહનલાલજી મહારાજ મુંબઈ પધારે તો કેવું સારું ! એ દિવસોમાં જૈન સાધુઓનો ગુજરાતમાં દક્ષિણે સુરત અને દમણ સુધીનો વિહાર રહેતો. મુંબઈ અનાર્યભૂમિ છે, મ્લેચ્છભૂમિ છે, પાપનગરી છે એવા ખ્યાલો પ્રવર્તતા હતા. દહાણુ પછી જૈનોની ખાસ વસ્તી ન હોવાને કારણે વિહારની તકલીફ પડે એ પણ સંભવિત હતું. પરંતુ મોહનલાલજી મહારાજે યતિ તરીકે મુંબઈ નગરીની અગાઉ પોતાના ગુરુ સાથે ત્રણ વખત મુલાકાત લીધી હતી. એટલે મુંબઈના શ્રાવક-જીવનથી અને મુંબઈના લોકોની ધર્મ માટે તીવ્ર ઉત્કંઠાથી તેઓ પરિચિત હતા. આથી તેમણે ચાતુર્માસ માટે મુંબઈ પધારવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. માર્ગમાં વિહારની જે તકલીફ પડે તે માટે મનથી તેઓ તૈયાર હતા. ચાતુર્માસનો નિર્ણય થતાં સં. ૧૯૪૭માં તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. તે વખતે દહાણુથી મુંબઈ સુધીના માર્ગમાં કોઈ જૈન ઉપાશ્રય નહોતા. ત્યાં જૈનોની ખાસ વસ્તી નહોતી. એટલે તેઓ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ બીજા લોકોની વાડીઓમાં મુકામ કરીને તથા પોતાની સામાચા૨ીનું શુદ્ધ પાલન કરીને મુંબઈ બાજુ આવી રહ્યા હતા. ભીલાડ, બોરડી, ગોલવડ, દહાણુ, ચીંચણ, વાણગામ, બોઈસ૨, પાલઘર વગેરે સ્થળે જૈનેતર લોકોએ તેમના સ્વાગત માટે સારી તૈયારી કરી હતી. જ્યાં જ્યાં તેમણે મુકામ કર્યો અને વ્યાખ્યાન આપ્યું ત્યાં ત્યાં લોકો પ્રભાવિત થયા હતા. કેટલાકે જૈન ધર્મ અંગીકાર કરી મહારાજશ્રીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને પછીથી જ્યારે એમનો ફોટો મળ્યો ત્યારે તે મઢાવીને પોતાના ઘરમાં તેઓ રાખતા હતા. મુંબઈ તરફ વિહાર માટે એ જમાનામાં એક સૌથી મહત્ત્વનો પ્રશ્ન તે વસઈ અને અન્ય સ્થળે રેલવેના પુલ ઓળંગવાનો હતો. અંગ્રેજોના એ અમલ દરમિયાન મુંબઈ અને અમદાવાદ તથા દિલ્હી વચ્ચે ચાલતી રેલવે બી. બી. એન્ડ સી. આઈ. (બૉમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા) રેલવે કંપનીની માલિકીની હતી. વસઈના લોખંડના પુલ ઉપર લોકોને ચાલવાની મનાઈ હતી. એટલે મહારાજશ્રીના વિહાર માટે રેલવેની પરવાનગી લેવી અનિવાર્ય હતી. એ દિવસોમાં આટલી એક પરવાનગી માટે પણ મુંબઈના સંઘને બી. બી. એન્ડ સી. આઈ. રેલવેના ગોરા અમલદારો સાથે ઘણો લાંબો પત્રવ્યવહાર થયો હતો. છેવટે રેલવે કંપનીએ મહારાજશ્રી અને અન્ય સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાને વસઈના પુલ ઉપર પસાર થવાની પરવાનગી આપી હતી, જે એ જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વની એતિહાસિક ઘટના હતી. એટલા માટે એ દસ્તાવેજી પત્રવ્યવહાર એક પુસ્તકરૂપે પ્રગટ થયો હતો. મહારાજશ્રીએ મુંબઈ નગરીમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેમના સ્વાગત માટે બહુ મોટા પાયા ઉપર તૈયારીઓ થઈ હતી. ઠેર ઠેર તેમના સામૈયામાં હીરા, મોતી, ચાંદી, ગીની વગેરે સાથે ગહુંલીઓ થઈ હતી. એ વખતે ભવ્ય મોટો વરઘોડો નીકળ્યો હતો. એ સમયે નજરે જોનારા લોકો કહેતા કે આટલો મોટો અને ભવ્ય વરઘોડો તો મુંબઈમાં બ્રિટિશ વાઇસરૉય રિપનના આગમન વખતે પણ નહોતો નીકળ્યો. આ અભૂતપૂર્વ વરઘોડામાં માત્ર જૈનો જ નહિ, ભાટિયા, લોહાણા વગેરે હિન્દુઓ, વહોરાઓ, ખોજાઓ, પારસીઓ અને અંગ્રેજો સુધ્ધાં સામેલ થયા હતા. ૧૫૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રભાવક સ્થવિરો મુંબઈમાં લાલબાગના ઉપાશ્રયમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનો ચાલુ થયાં હતાં. એમાં લોકોની ભીડ દિવસે દિવસે એટલી બધી વધી ગઈ હતી કે બાબુ બુદ્ધિસિંહજીએ રૂપિયા સોળ હજાર ખર્ચ તાબડતોબ એ હૉલ મોટો કરાવ્યો હતો. એ ઉપાશ્રયવાળી જગ્યા પહેલાં શેઠ મોતીશાના બાગ તરીકે ઓળખાતી હતી, પરંતુ મહારાજશ્રીના ચાતુર્માસ પછી એમના નામમાં રહેલા “લાલ” શબ્દ પરથી લાલબાગ તરીકે ઓળખાવા લાગી હતી. મહારાજશ્રી જ્યારે મુંબઈ બિરાજમાન હતા ત્યારે અષાઢ મહિનો પૂરો થવા આવ્યો, છતાં ચોમાસુ બેસવાનાં કોઈ એંધાણ જણાતાં ન હતાં. દુકાળ પડશે એવી ચિંતા લોકોને થવા લાગી. એ વખતે મુંબઈના મહાજનના કેટલાક આગેવાન શ્રેષ્ઠીઓએ મહારાજશ્રી પાસે આવીને પોતાની ચિંતા વ્યક્ત કરી અને આશીર્વાદ આપવા કહ્યું. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, “જાઓ, હું કહું છું કે વરસાદ જરૂર પડશે, પરંતુ એ માટે તમે રથયાત્રાનો વરઘોડો કાઢજો.” મહારાજશ્રીનું વચન એટલે આજ્ઞા બરાબર. તરત નજીકનાં દિવસ-તિથિ નક્કી થયાં અને જિનબિંબ સાથે રથયાત્રા નીકળી. આ રથયાત્રા અડધે પહોંચી ત્યાં તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લોકો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. મહારાજશ્રીની વચનસિદ્ધિનો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો હતો. મોહનલાલજી મહારાજ સ્વરોદયશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિદ્યાઓના પ્રખર જાણકાર હતા. વળી તેઓ વચનસિદ્ધ મહાત્મા તરીકે ખ્યાતિ પામ્યા હતા. મુંબઈના ચાતુર્માસ પછી મહારાજશ્રી ફરી ગુજરાત તરફ વિચર્યા હતા. મહારાજશ્રી ખેડા જિલ્લાના માતર તીર્થમાં જ્યારે બિરાજમાન હતા ત્યારનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક દિવસ ત્યાંના જૈનસંઘના આગેવાનોએ આવીને એમને વાત કરી કે “મહારાજ સાહેબ ! અહીં થોડા દિવસમાં નવરાત્રી ચાલુ થશે. ધાર્મિક ઉત્સવના એ દિવસોમાં દેવીના મંદિરમાં પાડાનો વધ થાય છે. આપ એને માટે કંઈક કરો એવી અમારી ભાવના છે.” મહારાજશ્રીએ વિચાર કરીને કહ્યું, “ભલે, હવેથી અહીં માતરમાં પાડાનો વધ નહિ થાય. નવરાત્રી ચાલુ થાય તે પહેલાં તમે મને બધી વિગત જણાવજો.” Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ નવરાત્રીના દિવસ આવ્યા. લોકો ઉત્સવ માણવા લાગ્યા. દશેરાને દિવસે દેવીની આગળ વધ કરવા માટેના પાડાને શણગારીને લોકો ગામમાં ફેરવવા લાગ્યા હતા. એ પાડો જ્યારે ઉપાશ્રય આગળથી પસાર થયો ત્યારે મહારાજશ્રીએ મંત્ર ભણીને એના મસ્તક ઉપર વાસક્ષેપ નાખ્યો. એ પછી થોડી જ વારમાં પાડો ભુરાંટો થયો અને તોફાને ચડ્યો. ચારે બાજુ પાડાએ એવી દોડાદોડ અને તોડફોડ કરી મૂકી કે લોકો ગભરાયા અને જીવ લઈને નાઠા. દેવી કોર્પ ભરાયાં છે એવી લોકોને બીક લાગી. કેટલાક હિન્દુઓ પણ મહારાજ સાહેબ પાસે આવ્યા અને પાડો શાંત થાય એ માટે વિનંતી કરી. મહારાજ સાહેબે એ લોકોને ઉપદેશ આપતાં કહ્યું, ‘જુઓ ભાઈઓ, માતાજી આવા મોટા બલિદાનથી પ્રસન્ન ન થાય. માતાજી તો આપણા હ્રદયની સાચી ભાવના અને ભક્તિથી પ્રસન્ન થાય. તમે સંકલ્પ કરો કે હવેથી ક્યારેય પાડાનો વધ નહિ કરીએ, તો આ પાડો તરત શાંત થઈ જશે.' લોકોએ મહારાજશ્રી પાસે તે પ્રમાણે સંકલ્પ જાહેર કર્યો અને પાડો તરત શાંત થઈ ગયો. ગામના લોકોને મહારાજશ્રીની શક્તિનો પરિચય થયો હતો. ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિહાર કરી એક વખત મહારાજશ્રી સુરતમાં પધાર્યા હતા. ત્યારે એમના વ્યાખ્યાનમાં પાસેના ગામમાંથી આવતા કોઈ એક ભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો હતો. તેમણે દીક્ષા લેવાની પોતાની ભાવના મહારાજશ્રી પાસે વ્યક્ત કરી હતી. ત્યાર પછી એક દિવસ એ ભાઈએ આવીને મહારાજશ્રી પાસે દીક્ષાનો દિવસ અને મુહૂર્ત પણ કાઢી આપવા માટે બહુ આગ્રહભરી વિનંતી કરી. મહરાજશ્રીએ એ ભાઈને વૈશાખ સુદી છઠ્ઠના દિવસનું મુહૂર્ત કાઢી આપ્યું. એ ભાઈના ગયા પછી મહારાજશ્રી એકદમ મૌન થઈ ગયા. વિચારે ચઢી ગયા. પાસે બેઠેલા પદ્મમુનિએ પૂછ્યું, ‘ગુરુમહારાજ ! આપ કંઈ ઊંડા વિચારમાં પડી ગયા લાગો છો.' મહારાજશ્રીએ કહ્યું, ‘હા, વાત સાચી છે. કર્મની ગતિ કેવી વિચિત્ર છે તેના વિચારે હું ચડી ગયો હતો. આ ભાઈને દીક્ષા લેવી છે. એમની ભાવના કેટલી વિશુદ્ધ અને ઉચ્ચ છે! પરંતુ એમના ભાગ્યમાં દીક્ષાનો યોગ નથી, કારણ કે એમનું આયુષ્ય હવે પૂર્ણ થવામાં છે.’ ૧૫૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રભાવક સ્થવિરો થોડા દિવસ પછી ખબર આવ્યા કે એ દીક્ષાર્થી ભાઈ અચાનક ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા છે. ત્યાર પછી બરાબર વૈશાખ સુદ છઠ્ઠના દિવસે જ તેઓ અવસાન પામ્યા. એક વખત મહારાજશ્રી સુરતમાં બિરાજમાન હતા ત્યારે ત્યાંના શ્રેષ્ઠી શેઠ નગીનચંદ કપૂરચંદ દેરાસરમાં પૂજા કરીને મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા. વંદન કરીને કહ્યું, “સાહેબ! હું આજે મુંબઈ જવાનો છું. ત્યાંનું કંઈ કામકાજ હોય તો ફરમાવો.” આસપાસ જોઈ, થોડી વાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ નગીનચંદ! તમારે મુંબઈ જવું હોય તો ભલે જાવ, પરંતુ ઘરે ગયા વગર અહીંથી જ સીધા સ્ટેશને જઈ મુંબઈની ગાડી પકડજો.” નગીનચંદ શેઠ વિચારમાં પડી ગયા. પરંતુ મહારાજશ્રીની આજ્ઞા હતી એટલે એ પ્રમાણે જ કરવું રહ્યું. તેઓ પૂજાનાં કપડાંમાં ભૂખ્યા-તરસ્યા જ સ્ટેશને પહોંચી ગયા. એક માણસને મોકલાવી ઘરેથી પોતાનાં કપડાં અને જરૂરી વસ્તુઓ મંગાવી લીધી. સ્ટેશન પર કપડાં બદલી તેઓ ગાડીમાં બેઠા, અને મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં આવીને તેમણે જોયું કે પોતાના ધંધામાં અચાનક જ મોટો લાભ થવા માંડ્યો છે. ત્યાર પછી થોડા વખતમાં તો તેમણે મુંબઈમાં બહુ મોટી કમાણી કરી. તે દિવસની મહારાજશ્રીની વાણીમાં તેમને અજબનું જાદુ જણાયું હતું. એ વાણી તેમને બહુ ફળી હતી. આથી તેઓ મહારાજશ્રીના પ્રખર ભક્ત બની ગયા હતા. મહારાજશ્રીની પ્રેરણાથી સુરત પાસે કતારગામમાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. શત્રુંજયાવતાર જેવું જિનમંદિર થયું હતું. એની ભવ્ય પ્રતિષ્ઠા મહારાજશ્રીને હાથે જ્યારે થવાની હતી ત્યારે સવા લાખ માણસો જેટલી વિશાળ મેદની ત્યાં એકત્ર થઈ હતી. એ સમયે કોઈ વિઘ્નસંતોષીએ ગોરા કલેક્ટરને ફરિયાદ કરી હતી કે એટલાં બધાં માણસો એકઠાં થયાં છે એટલે ગંદકી ઘણી થઈ ગઈ છે. કૉલેરાનો રોગચાળો ફાટવાનો સંભવ છે, માટે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અટકાવો. એથી ગોરા કલેક્ટર જાતે ત્યાં તપાસ કરવા આવ્યા. ત્યાંની સરસ વ્યવસ્થા જોઈને તથા મહારાજશ્રીને મળ્યા એટલે એમને ખાતરી થઈ કે કૉલેરાનું Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૫૭ જોખમ નથી. તેઓ પોતે પછી મહારાજ-શ્રીના વ્યાખ્યાનમાં બેઠા અને આનંદિત થયા હતા. તેમણે લોકોને કહ્યું કે આવા પુણ્યશાળી મહાત્મા જ્યાં બિરાજતા હોય ત્યાં રોગચાળો ફાટે નહિ. મહારાજશ્રીનું ચારિત્ર અને એમનું વ્યક્તિત્વ એટલું આકર્ષક હતું અને એમની વાણી એટલી સરળ, રોચક અને પ્રેરક હતી કે તે સાંભળીને કેટલાક માણસોને વૈરાગ્યનો ભાવ આવી જતો. મહારાજશ્રી જ્યારે ગુજરાતમાં પેથાપુરમાં હતા ત્યારે એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. તે વખતે પેથાપુરના કેશવલાલ નામના કોઈ એક શ્રાવક બહારગામ ગયા હતા. તેઓ જ્યારે બહારગામથી પાછા આવ્યા ત્યારે મિત્રો-સંબંધીઓએ મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળવા માટે ઊમટેલી મેદનીની વાત કરીને કહ્યું, કેશવલાલ, તમે ખરેખર એક સરસ અવસર ગુમાવ્યો.” એ સાંભળી કેશવલાલને બહુ અફસોસ થયો. તેમને થયું કે મહારાજશ્રીની વાણી હવે તો મારે અવશ્ય સાંભળવી જ જોઈએ. તપાસ કરતાં જાણવા મળ્યું કે મહારાજશ્રી તો પાટણ પહોંચ્યા છે. કેશવલાલ તરત પાટણ ગયા. ત્યાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળતાં તેમને એવો વૈરાગ્યભાવ જાગ્યો કે ત્યાં ને ત્યાં જ દીક્ષા લેવા માટે તેમણે આગ્રહ રાખ્યો. તેમની સાચી ઉત્કટ ભાવના જોઈ મહારાજશ્રીએ સંમતિ આપી. પાટણના સંઘે તરત દીક્ષા મહોત્સવની તૈયારી કરી અને કેશવલાલને દીક્ષા આપવામાં આવી. મહારાજશ્રીએ એનું નામ કલ્યાણમુનિ રાખ્યું હતું. એવી જ રીતે ભાવનગરમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં તારાચંદ નામના એક શ્રાવક રોજ આવતા. વળી તેઓ બપોરે મહારાજશ્રી પાસે ઉપાશ્રયમાં બેસી સામાયિક કરતા અને બીજી ઘણી તપશ્ચર્યા કરતા. એક દિવસ તારાચંદ સાથે વાતચીત કરતાં મહારાજશ્રીએ રમૂજ કરીને વાત્સલ્યભાવે કહ્યું, “અરે, ભાઈ તારાચંદ ! તારે તો તારા નામ પ્રમાણે બીજાને તારવાનું કામ કરવું જોઈએ. એને બદલે તો તું ડૂબવાની વાત કરે છે.” પરંતુ આ વાક્યો તારાચંદ માટે મર્મવાક્યો બની ગયાં. તે જ ક્ષણે એમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવા માટે સંકલ્પપૂર્વક બાધા લીધી અને ત્યારપછી મહારાજશ્રી વિહાર કરીને જ્યારે રતલામ પહોંચ્યા ત્યારે તેમની પાસે દીક્ષા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રભાવક સ્થવિરો લીધી. એમનું નામ મહારાજશ્રીએ ‘તારમુનિ' રાખ્યું હતું. મુંબઈમાં મહારાજશ્રી ચાતુર્માસમાં બિરાજમાન હતા. ત્યારે શેઠ કેસરીચંદ ભાણાભાઈની પેઢીના પારસી મુનીમ રુસ્તમજી પણ દરરોજ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા આવતા. તેમને પણ એટલો બધો ભાવ થયો કે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ મહારાજશ્રીએ એમને સમજાવ્યું કે જૈન સાધુના આચાર તેમને માટે બહુ કઠિન રહેશે. માટે તેમણે કેટલાંક વ્રતનિયમો ધારણ કરવા અને જેન સિદ્ધાંતોનો અભ્યાસ કરી તે પ્રમાણે ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ-સંયમ ધારણ કરવાં. રુસ્તમજીએ એ પ્રમાણે વ્રત-નિયમ સ્વીકાર્યા હતાં. મહારાજશ્રીના પ્રત્યક્ષ સંપર્કમાં આવેલા એવા કેટલાક શ્રાવકોએ એમની પાસે દીક્ષા લીધી હતી, પરંતુ કેટલાક તો એવા પણ હતા કે મહારાજશ્રીની ઉપદેશવાણીની અને એમના જીવનપ્રસંગોની વાતો સાંભળીને એમની પાસે દીક્ષા લઈ પોતાનું જીવન ધન્ય બનાવવાનું જેમને મન થયું હતું. એ રીતે મહારાજશ્રી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જતી હતી. આલમચંદજી મહારાજ, જશમુનિ, કાન્તિમુનિ, હર્ષમુનિ, ઉદ્યોતમુનિ, રાજમુનિ, દેવમુનિ, ગુણમુનિ, ગુમાનમુનિ, ઋદ્ધિમુનિ, લક્ષ્મીમુનિ, તારમુનિ, પદ્મમુનિ, રતનમુનિ, લબ્ધિમુનિ, ચમનમુનિ વગેરે શિષ્ય-પ્રશિષ્યનો સમુદાય ક્રમે ક્રમે પાંત્રીસથી વધુ થઈ ગયો હતો. મહારાજશ્રીએ ગુજરાત અને રાજસ્થાનનાં લગભગ બધાં જ મહત્ત્વનાં તીર્થોની યાત્રા કરી હતી. ગુજરાતમાં બધે તેઓ વ્યાખ્યાનો હિન્દી ભાષામાં આપતા હતા, પરંતુ એમની સરળ, મધુર ભાષા સૌને સમજાય એવી હતી. આમ પણ જૈન સંઘોમાં વ્યાખ્યાનમાં સાધુમહારાજની ભાષા અંતરાયરૂપ બનતી નથી. સાધુઓ પણ બોલચાલમાં સ્થાનિક ભાષા સરળતાથી અપનાવી લે છે. ભાષાની બાબતમાં જૈન સંઘનું વલણ હંમેશાં ઉદાર રહ્યા કર્યું છે. સં. ૧૯૪૧માં જ્યારે મહારાજશ્રીએ પાટણમાં સાગરગચ્છના ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું હતું તે વખતે એમણે પાટણના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવ્યા હતા. તે સમયે સામાચારીનો એક પ્રશ્ન ઊભો થયો હતો. મહારાજશ્રી Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૫૯ ખરતરગચ્છના સાધુ હતા. પરંતુ પાટણમાં તે લગભગ બધા જ તપગચ્છના શ્રાવકો હતા. એટલે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને વિનંતી કરી કે, સાહેબ, આપ અમને તપગચ્છની ક્રિયા કરાવશો ?' સાધુમહારાજ પોતાની સામાચારી સામાન્ય રીતે બદલે નહિ, પણ મહારાજશ્રીએ કહ્યું, “હા, જરૂર ! મહાનુભાવો ! મુક્તિ તો ન ખરતર મેં હૈ ન તપગચ્છ મેં. મુક્તિ તો આત્મા મેં હૈ, જિસકો ક્રિયા કરની હો વો બેઠ જાઓ.’ આમ પોતાની ખરતરગચ્છની સામાચારી છોડીને મહારાજશ્રીએ સંઘના લાભાર્થે પોતાના માટે તપગચ્છની સામાચારી સ્વીકારી લીધી હતી, જે એમણે જીવનના અંત સુધી ચાલુ રાખી હતી. સં. ૧૯૫૭માં મહારાજશ્રી સુરતમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા તે વખતે જયમલ નામના એક જૈન ભાઈ, જૈન દીક્ષા છોડીને ખ્રિસ્તી થઈ ગયા હતા. તે વખતે બુદ્ધિસાગરજી મહારાજે, “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો નામનું પુસ્તક પ્રગટ કરીને જયમલના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. મહારાજશ્રી તે વખતે યુવાન સાધુ બુદ્ધિસાગરજીના સંપર્કમાં આવ્યા હતા અને એમનાં પાંડિત્ય અને બુદ્ધિમત્તાથી પ્રભાવિત થયા હતા. બુદ્ધિસાગરજીને માટે પંડિતો રોકી એમને અભ્યાસમાં સગવડ કરી આપવા માટે મહારાજશ્રીએ સુરતના સંઘને ભલામણ કરી હતી. સુરતમાં મોહનલાલજી મહારાજ બિરાજમાન હતા ત્યારે એમણે ગોપીપુરામાં એક શ્રેષ્ઠી શ્રી મંછુભાઈના ઘરે રાખેલા ઘર-દેરાસરમાં સ્ફટિકનાં ચાર સુંદર પ્રતિમાજી જોયાં. તે વિશે મહારાજશ્રીએ પૂછ્યું તો મંછુભાઈએ કહ્યું કે, “આ પ્રતિમાજી મૂળ ક્યાંથી આવ્યાં છે તેની કોઈ માહિતી મળતી નથી; પરંતુ અમારા એક વડવા શેઠ મૂળચંદ વર્ધમાને વિ. સં. ૧૮૬૩ના જેઠ સુદ-૩ના દિવસે અમદાવાદમાં જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજીના પટ્ટધર શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજીના હાથે આ ચારેય પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવી હતી. ત્યાર પછી તેને સુરત લાવી અમારા ઘર-દેરાસરમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ અઢીસો વર્ષથી વંશપરંપરાથી આ જિનબિંબોની પૂજા-ભક્તિ અમારા ઘરમાં નિયમિત થતી આવી છે. હવે અમારું આ ઘર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રભાવક સ્થવિરો જર્જરિત થઈ ગયું છે એટલું નવું કરાવવાનું છે. તો અમારે શું કરવું?' મહારાજશ્રીએ આ ઇતિહાસ સાંભળીને એ કુટુંબપરંપરાની જિનભક્તિ માટે હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો. પછી તેમણે સૂચના કરી કે, “હવે આ સ્ફટિકનાં પ્રતિમાજી ઘર-દેરાસમાં ન રાખતાં તમે જુદું દેરાસર બંધાવી તેમાં પધરાવજો.” પૂજ્યશ્રીની સૂચના અનુસાર એ ઝવેરી કુટુંબે સુરતમાં નવું દેરાસર બંધાવ્યું અને તેમાં આ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના પટ્ટધર પં. શ્રી હર્ષમુનિજીના હસ્તે કરાવી હતી. મોહનલાલજી મહારાજનો પ્રભાવ જે કેટલાક શ્રેષ્ઠીઓ ઉપર ઘણો મોટો પડ્યો હતો તેમાંના એક તે સુરતના શેઠ શ્રી ધરમચંદ ઉદયચંદ હતા. તેમની ભાવના સિદ્ધાચલજીનો યાત્રાસંઘ કાઢવાની હતી. એ દિવસોમાં ચોરલૂંટારુ અને વાઘવરના ભયને કારણે તથા ખાવાપીવાની સગવડોના અભાવને કારણે સામાન્ય માણસો એકલા જાત્રાએ જઈ શકે એવી અનુકૂળ પરિસ્થિતિ નહોતી. સંઘ નીકળે તો અનેકને લાભ મળે. શેઠશ્રી ધરમચંદે એ માટે મહારાજશ્રીને વિનંતી કરી હતી. મહારાજશ્રીએ સુરતથી સંઘ કાઢવા માટે સંમતિ આપી. મુંબઈના ચાતુર્માસ પછી સં. ૧૯૮૪માં તેમણે સુરતમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતે સિદ્ધાચલજીના સંઘ માટે પૂર્વતૈયારીઓ સારી રીતે થઈ ગઈ હતી. ચાતુર્માસ પછી મહારાજશ્રીની નિશ્રામાં પોષ મહિનામાં સિદ્ધાચલજીનો સંઘ નીકળ્યો હતો. તેમાં ૧૪૦૦ યાત્રિકો જોડાયા હતા. ખંભાત અને વલ્લભીપુર થઈને પાલિતાણા પહોંચવાનું હતું. લગભગ સવા મહિનાનો કાર્યક્રમ હતો. એક પછી એક સ્થળે મુકામ કરીને આગળ વધતો જતો સંઘ ખંભાત પાસે દેહવાણ નામના ગામે આવ્યો. ત્યાં સમુદ્ર પાસે આવેલી મહી નદી પાર કરવાની હતી. એ નદીમાં પાણી સાવ છીછરાં રહેતાં; પરંતુ દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે નદીમાં અચાનક પૂર આવતાં. એટલે નદીનો પટ પગપાળા પાર કરવામાં ઘણી સમયસૂચકતાની અપેક્ષા રહેતી હતી. આટલા બધા યાત્રાળુઓ પગે ચાલતાં એકબીજાની પાછળ ધીમે ધીમે આવતા હોય તો વાર ઘણી લાગે. તેઓ જ્યારે નદી પાર કરતા હતા ત્યારે અચાનક પૂર આવવાને લીધે કેટલાક યાત્રીઓનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. સદ્ભાગ્યે કોઈ જીવહાનિ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૬ ૧ થઈ નહોતી. બધા સહીસલામત નદી પાર કરી ગયા હતા. એ વખતે શેઠ ધરમચંદ સંઘના તમામ યાત્રાળુઓને કહ્યું કે, “જે કોઈ યાત્રિકને ચીજવસ્તુઓ, કપડાં, પૈસા વગેરેનું જે કંઈ નુકસાન થયું હશે તે સંઘપતિ તરફથી તરત ભરપાઈ કરી આપવામાં આવશે. માટે તે અંગે કોઈએ કશી જ ચિંતા કરવી નહિ.” આથી બધા યાત્રિકો નિશ્ચિત થયા. આ રીતે સંઘ પાલિતાણા પહોંચ્યો. સૌએ મહારાજશ્રી સાથે સુખપૂર્વક સિદ્ધાચલજીની યાત્રા કરી હતી. આ યાત્રા સંઘ દરમિયાન શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્ર જીવણચંદ મહારાજશ્રીના વધુ ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા હતા અને એમના હૃદયમાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા હતા, પરંતુ કૌટુંબિક અને વેપારની જવાબદારીને લીધે તરત દીક્ષા લઈ શક્યા નહોતા. એ દિવસોમાં વેપારાર્થે પેરિસમાં રહેલા જીવણચંદભાઈએ પછીથી વેપારની પ્રવૃત્તિ સંકેલી લઈ, તપગચ્છમાં દીક્ષા લીધી હતી અને એમનું નામ મુનિ જિનભદ્રવિજય રાખવામાં આવ્યું હતું. તેમણે જીવનનાં છેલ્લાં ઘણાં વર્ષ બોડેલીમાં સ્થિરવાસ કરી પરમાર ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો હતો. સં. ૧૯૪૯માં પાલિતાણામાં મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ હતું, તે દરમિયાન જન્મે બ્રાહ્મણ એવા રામકુમાર નામના એક જૈન યતિશ્રી પાલિતાણીની જાત્રા કરવા માટે આવ્યા હતા. ખબર પડતાં તેઓ મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા. એ વખતે પોતાના યતિજીવનનો કંટાળો મહારાજશ્રી પાસે તેમણે વ્યક્ત કર્યો. મહારાજશ્રી પણ યતિમાંથી સંવેગી સાધુ થયા હતા, એટલે પરસ્પર અનુભવોની સરખામણી થઈ. યતિશ્રી રામકુમારને પણ લાગ્યું. કે યતિજીવન કરતાં સંવેગી સાધુનું જીવન જ વધારે શ્રેષ્ઠ છે. તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. તેમની મુનિજીવન માટેની તીવ્ર ઝંખના જોઈને મહારાજશ્રીએ તેમને દીક્ષા આપી હતી. તેમનું નામ ઋષિમુનિ રાખવામાં આવ્યું હતું. પાલિતાણીની યાત્રા પછી મહારાજશ્રીએ ભાવનગર, ઘોઘા, તળાજા વગેરે બાજુ વિહાર કર્યો હતો. એવામાં મુર્શિદાબાદના રાવબહાદુર શેઠશ્રી ધનપતસિંહજીના પુત્ર શેઠશ્રી નરપતસિંહજી તેમને મળવા આવ્યા હતા. તેમણે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રભાવક સ્થવિરો પોતાના પિતાશ્રી તરફથી શત્રુંજયની તળેટીમાં બંધાઈ રહેલા દેરાસરની વાત કરી અને ત્યાં પ્રતિષ્ઠા કરાવવા માટે પધારવા પોતાના પિતાશ્રી વતી આગ્રહભરી વિનંતી કરી. રાજસ્થાનમાંથી બંગાળમાં રહેવા ગયેલા ખરતરગચ્છના રાવબહાદુર ધનપતસિંહજીની માતા મહેતાબકુમારીની ભાવના શત્રુંજયની તળેટીમાં એક ભવ્ય જિનાલય બંધાવવાની હતી. એમના કુટુંબ તરફથી ગિરિરાજ ઉપર ‘ખરતરવસહિ’ નામનું જિનમંદિર અગાઉ બંધાવેલું હતું. પોતાની માતાની ભાવના અને ભલામણ અનુસાર બાબુ ધનપતસિંહજીએ વિ. સં. ૧૯૪૫માં ગિરિરાજની તળેટીમાં ખાતમુહૂર્ત કરીને જિનમંદિર બંધાવવાનું કાર્ય ચાલુ કર્યું હતું. ચાર વર્ષમાં તે પૂરું થઈ ગયું હતું. હવે ત્યાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની હતી. મહારાજશ્રી જ્યારે સંઘ લઈને પાલિતાણા પધાર્યા હતા ત્યારે ધનપતસિંહજી અને તેમનાં પત્ની મેનાકુમારી પણ યાત્રાર્થે ત્યાં આવ્યાં હતાં. મહારાજશ્રી સિદ્ધાચલની યાત્રા કરીને ઘોઘા બાજુ વિહાર કરી રહ્યા હતા ત્યારે મેનાકુમારીએ સ્વપ્નમાં એક ઝળહળતી જ્યોતિ જોઈ હતી. એ જ્યોતિએ એવો આદેશ આપ્યો કે ‘તમારે દેરાસરની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના હાથે જ કરાવવી.' આ સ્વપ્નની વાત સાંભળીને ધનપતસિંહજીએ તરત પોતાના પુત્ર નરપતસિંહજીને મોહનલાલજી મહારાજ પાસે મોકલ્યા હતા. મહારાજશ્રીએ મેનાકુમારીના સ્વપ્નની વાત જાણીને તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. ત્યાંથી તેઓ પાછા પાલિતાણા પધાર્યા. ત્યાં તેમણે યોગ્ય મુહૂર્ત કાઢી તળેટી પરના બાબુના દેરાસરમાં આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા બહુ ધામધૂમપૂર્વક કરાવી હતી. [મોહનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારપછી સં. ૧૯૬૯માં તેમની મૂર્તિ આ દેરાસરના એક ગોખમાં પધરાવવામાં આવેલી છે.] આત્મારામજી મહારાજને મોહનલાલજી મહારાજ પ્રત્યે કેટલો બધો આદરભાવ હતો તે અન્ય એક પ્રસંગથી પણ જાણી શકાય છે. અમેરિકાના શિકાગો શહેરમાં સર્વધર્મ પરિષદ માટે આત્મારામજી મહારાજને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે પોતે જૈન સાધુ તરીકે જઈ શકે એમ નહોતા. એટલે એમણે પોતાના Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૬૩ પ્રતિનિધિ તરીકે મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને ત્યાં મોકલ્યા હતા. વીરચંદ ગાંધી જ્યારે અમેરિકાથી ઇંગ્લેન્ડ થઈને મુંબઈ પાછા ફર્યા ત્યારે સમુદ્રનું ઉલ્લંઘન કરી અનાર્ય પ્રદેશમાં તેઓ ગયા હતા. તે માટે મુંબઈના જૈનોમાં ઘણો મોટો ઊહાપોહ જાગ્યો હતો. વીસમી સદીના આરંભનો એ રૂઢિગ્રસ્ત જમાનો હતો. એટલે આવું બનવું સ્વાભાવિક હતું. તે વખતે આ બાબતમાં શું કરવું તેની મૂંઝવણ સંઘના આગેવાનોને થતી હતી. તે વખતે આત્મારામજી મહારાજે પંજાબથી મુંબઈના સંઘને કહેવડાવ્યું કે મોહનલાલજી મહારાજ આ બાબતમાં જે નિર્ણય આપશે તે મને અને વીરચંદ ગાંધીને સ્વીકાર્ય રહેશે. સંઘે એ દરખાસ્ત સ્વીકારી. મોહનલાલજી મહારાજ દીર્ઘદ્રષ્ટા અને સમયજ્ઞ હતા. સંઘને શાંત પાડવા માટે એમણે જાહેર કર્યું કે, “સમુદ્રનું ઉલ્લંઘન કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપે વીરચંદ ગાંધીએ એક સ્નાત્રપૂજા ભણાવવી જોઈએ.” એમણે આપેલો આ નિર્ણય સૌએ સ્વીકાર્યો હતો અને સંઘ શાંત થઈ ગયો હતો. જ્યારે આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે એમના મૃત્યુ વિશે શંકા છે એવી ફરિયાદ કેટલાક વિજ્ઞસંતોષી લોકોએ પોલીસને કરી હતી. તે વખતે મોહનલાલજી મહારાજે મુંબઈમાં સભા બોલાવી, ફંડ એકત્ર કરી હજારો લોકો પાસે બ્રિટિશ સરકારના જુદા જુદા અધિકારીઓ ઉપર તાર કરાવ્યા હતા. એથી આ પ્રશ્નનો તરત જ નિકાલ આવી ગયો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે મોહનલાલજી મહારાજે કહ્યું હતું, “જૈન શાસનનો એક મહાન સ્તંભ આપણી વચ્ચેથી અદશ્ય થયો છે. મારી જમણી ભુજા ગઈ હોય એવું મને જણાય છે.” આત્મારામજી મહારાજ અને મોહનલાલજી મહારાજ વચ્ચે પરસ્પર કેવો આદરભાવ હતો તે આ પ્રસંગો ઉપરથી જોઈ શકાશે. તે દિવસોમાં મુંબઈના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં શેઠ દેવકરણ મૂળજીનું નામ જાણીતું હતું. દેવકરણ શેઠ કહેતા કે પોતે તદ્દન નિર્ધન અવસ્થામાંથી જે કંઈ સિદ્ધિ મેળવી છે તે પોતાના ગુરુ મોહનલાલજી મહારાજના આશીર્વાદથી મેળવી છે. મહારાજશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે યુવાન દેવકરણને મહારાજશ્રીનાં દર્શન કરવાની ભાવના થઈ હતી. સૌરાષ્ટ્રના વંથલી ગામના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૪ પ્રભાવક સ્થવિરો વતની દેવકરણની સ્થિતિ સાવ સાધારણ હતી. તેઓ રોટલો રળવા માટે પોતાનું વતન છોડી મુંબઈ આવ્યા હતા. તેઓ રસ્તા ઉપર ટોપી વેચવાની ફેરી કરતા. સાંજ પડ્યે જે કંઈ કમાણી થાય તેમાંથી પોતાનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને રાત્રે કોઈ દુકાનના ઓટલે અથવા ઉપાશ્રયમાં સૂઈ રહેતા. જ્યારે એમણે મહારાજશ્રી પાસે પહેલી વાર પોતાના માટે “ધર્મલાભ” શબ્દ સાંભળ્યો ત્યારે એમાં અજબનો રણકાર સંભળાયો હતો. પછીથી રોજ રોજ મહારાજશ્રી પાસે લાલબાગના ઉપાશ્રયે આવવાનું એમણે ચાલુ કર્યું હતું. રોજેરોજ વ્યાખ્યાન સાંભળીને પછી મહારાજશ્રી પાસે તેઓ આશીર્વાદ લેતા. એથી એમની કમાણી વધતી ગઈ હતી. આખો દિવસ ફેરી કરીને રોજ રાત્રે તેઓ મહારાજશ્રી પાસે આવતા અને એમની સેવાચાકરી કરતા. કેટલીક વાર તેઓ ઉપાશ્રયમાં જ સૂઈ જતા. મુંબઈમાં એ વખતે ઝવેરી પાનાચંદ તારાચંદનું નામ મોટું ગણાતું. તેઓ સુરતના વતની હતા. તેમનાં પત્ની હરકોરબહેન પણ એક અગ્રગણ્ય શ્રાવિકા હતાં. પરંતુ સંજોગવશાત્ પાનાચંદ ઝવેરીને વેપારમાં ઘણી મોટી ખોટ આવી. તેઓ નિર્ધન બની ગયા. ઘરબાર વેચાઈ ગયાં. મહારાજશ્રી પ્રત્યે તેમને અસાધારણ ભક્તિભાવ હતો. તેઓ પણ મહારાજશ્રીની વૈયાવચ્ચ કરતા અને કોઈ કોઈ વાર રાત્રે ઉપાશ્રયમાં સૂઈ રહેતા. મહારાજશ્રીને પણ તેમના પ્રત્યે ઘણી લાગણી હતી. પોતાના દુઃખની એમણે મહારાજશ્રીને વાત કરી ત્યારથી તેમને માટે કંઈક કરવા માટે મહારાજશ્રીને પણ અંતરમાં ભાવ થયો હતો. એક વખત પાનાચંદ મહારાજશ્રીને મળવા ઉપાશ્રયે આવ્યા હતા અને મહારાજશ્રી સૂચનાથી રાત્રે ત્યાં ઉપાશ્રયમાં જ સૂઈ રહ્યા હતા. અડધી રાતે મહારાજશ્રીએ કેટલાક મંત્રનો જાપ કરી બૂમ પાડી, “પાનાચંદ-પાનાચંદ.” પણ પાનાચંદ ઘસઘસાટ ઊંઘતા હતા. દેવકરણે એ બૂમ સાંભળી. તેઓ મહારાજશ્રી પાસે પહોંચી ગયા. એમને થયું કે મહારાજશ્રીને કંઈક કામ હશે. તેઓ મહારાજશ્રી સામે બેઠા. અંધારું એટલું ગાઢ હતું કે પરસ્પર મુખાકૃતિ દેખાતી ન હતી. મહારાજશ્રીએ ધાર્યું કે પાનાચંદ ઝવેરી આવ્યા છે. એમણે હાથ જોડવા કહ્યું. પછી મંત્ર ભણી આશીર્વાદ આપતાં બોલ્યા, “અબ તેરા Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૬૫ કલ્યાણ હોગા.” મહારાજશ્રીના આશીર્વાદથી દેવકરણ આનંદવિભોર બનીને મહારાજશ્રીના પગ દબાવવા લાગ્યા. હાથનો સ્પર્શ થતાં જ મહારાજશ્રીએ પૂછ્યું, “કોણ, દેવકરણ છે? પાનાચંદ નથી આવ્યા ?” “ના જી, તેઓ ઊંઘે છે એટલે હું આવ્યો છું.” દેવકરણે કહ્યું. પછી જ્યારે સવારે પાનાચંદ મહારાજશ્રીને મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ થયો. મહારાજશ્રીએ પાનાચંદને કહ્યું, ‘તમે અવસર ચૂકી ગયા. હવે જેટલું થશે તેટલું થશે.” પછી દેવકરણને બોલાવીને કહ્યું, પાનાચંદને આપવાના આશીર્વાદ અજાણતાં તમને મળી ગયા છે. હવે પાનાચંદનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા માથે છે.” દેવકરણે એ માટે મહારાજશ્રીને પૂરી ખાતરી આપી. દેવકરણ ત્યાર પછી ધંધામાં ખૂબ પ્રગતિ કરતા ગયા. નસીબ આડે રહેલું પાંદડું ફરી ગયું. વેપાર-ધંધામાં તેઓ બહુ ધન કમાયા. મુંબઈના મુખ્ય શ્રેષ્ઠીઓમાં તેમની ગણના થવા લાગી. મહારાજશ્રીની સૂચના અનુસાર તેમણે ધર્મકાર્યમાં અને ઇતર સામાજિક કાર્યોમાં ઘણું ધન વાપર્યું. એમણે મુંબઈના પરા મલાડમાં જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર આવેલી સુપ્રસિદ્ધ ઇમારત “દેવકરણ મેન્યાન” તે દેવકરણ શેઠની માલિકીની હતી. [પછીથી એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તે મકાન ભેટ આપી દીધું હતું.] મહારાજશ્રીને આપેલા વચન અનુસાર દેવકરણ શેઠે પાનાચંદ શેઠને જીવ્યા ત્યાં સુધી દર મહિને સારી આર્થિક મદદ કર્યા કરી હતી. મુંબઈના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીની પ્રેરક વાણી સાંભળીને સાંકળચંદ અને હરગોવન નામના બે ભાઈઓને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. તેઓ બંનેને દીક્ષા આપી તેમનાં નામ અનુક્રમે સુમતિમુનિ અને હેમમુનિ રાખવામાં આવ્યાં હતાં. મુંબઈના આંગણે આ પહેલો દીક્ષા-પ્રસંગ હતો અને તે ભવ્ય ઠાઠમાઠથી ઊજવાયો હતો. મોહનલાલજી મહારાજનો એક સ્વતંત્ર ફોટો મળે છે. એમના સમયમાં પરદેશમાં ફોટોગ્રાફીની શોધ થઈ ચૂકી હતી. પરંતુ ભારતમાં તે એટલી સુલભ નહોતી. મહારાજશ્રીનો જે ફોટો મળે છે તેની ઘટનાની વિશિષ્ટતા તો એ છે કે Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રીના ભક્ત એવા એક વહોરાભાઈએ એમનો ફોટો લીધો હતો અને તેની પ્રિન્ટ કઢાવવા માટે ઇંગ્લેન્ડ મોકલી આપ્યો હતો. પછી તેની દસ હજાર નકલ ઇંગ્લેન્ડમાં કરાવીને મંગાવી હતી. આ નકલ મુંબઈના લાલબાગના ઉપાશ્રયના ઓટલે જ્યારે વેચવા માટે મૂકવામાં આવી હતી ત્યારે શેઠશ્રી દેવકરણ મૂળજીએ તે બધી જ ખરીદી લઈને સંઘના લોકોને દર્શનાર્થે ભેટ આપી દીધી હતી. ત્યારે મહારાજશ્રીનો એ ફોટો જૈનો ઉપરાંત કેટલાય વહોરા, ખોજા, પારસી વગેરેની દુકાનોમાં અને ઘરોમાં જોવા મળતો. મહારાજશ્રી સં. ૧૯૫૮માં ચાતુર્માસ માટે મુંબઈ પધાર્યા હતા. એમના શિષ્યો પણ મુંબઈ પધાર્યા હતા. એ વખતે મુંબઈમાં ગણિવર્ય હર્ષમુનિને પંન્યાસની પદવી માધવબાગના વિશાળ મંડપમાં આપવામાં આવી હતી. એ પ્રસંગે હજારો માણસની મેદની વચ્ચે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને આચાર્યપદ સ્વીકારવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી. મહારાજશ્રીના શિષ્યસમુદાયનો પણ એ માટે આગ્રહ હતો. પરંતુ તે વિનંતીનો તેમણે સ્વીકાર કર્યો હતો. મોહનલાલજી મહારાજે ઘણી તપશ્ચર્યા કરી હતી અને ઘણાને દીક્ષા આપી હતી. એટલે આચાર્યપદ ગ્રહણ કરવા માટે એમને અનેક સંઘો તરફથી અગાઉ પણ આગ્રહ થયો હતો, પરંતુ પોતે આચાર્યપદ સ્વીકાર્યું ન હતું. તેઓ સંઘ અને પોતાના શિષ્ય-સમુદાયને સંબોધીને કહેતા કે, “મવીર્ય પદ્દ ના યહ महापुरुषों का काम है । मैं तो एक सामान्य मुनि हूँ, यह मेरा मुनिपद ही अच्छा है । आचार्यपद का भार उठाने की शक्ति मेरे में नहीं है ।' આમ, મોહનલાલજી મહારાજે સંવેગી દીક્ષા સંઘ સમક્ષ ગ્રહણ કર્યા પછી પોતાના સુદીર્ઘ દક્ષા પર્યાય દરમિયાન ક્યારેય કોઈ પદની આકાંક્ષા રાખી ન હતી. પોતે છેવટે મુનિ તરીકે જ રહ્યા હતા. પરંતુ પોતાના શિષ્યોને યોગ્ય કાળે યોગ્યતા અનુસાર તેમણે પદવી અપાવી હતી. એટલું જ નહિ, તેઓ પોતાના શિષ્યોને પદવીનું સંબોધન કરીને પણ બોલાવતા. પંન્યાસ શ્રી યશમુનિને તેઓ કોઈક વખત પોતાની પાસે બોલાવવા માટે “પંન્યાસજી' એમ કહીને બૂમ પાડતા. પરંતુ યમુનિને તે ગમતું નહિ. તેઓ પોતાના Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૬૭ ગુરુ-મહારાજને કહેતા, “મહારાજજી, હું પંન્યાસ શ્રાવકો માટે છું, આપને માટે નહિ.” પરંતુ મહારાજશ્રી કહેતા કે, “સંઘે તમને જે પદવી આપી છે તેમાં મારી પણ સંમતિ છે. એટલે હું પણ તમને પંન્યાસજી કહીને બોલાવીશ.” પદની બાબતમાં મહારાજશ્રીની કેટલી બધી ઉદાર દૃષ્ટિ હતી! આદર્શ ગુરુ તે કે જે પોતાના કરતાં શિષ્યોની વધુ પ્રગતિ જોઈને રાજી થાય. - સં. ૧૯૬૦ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાનમાં વાંચવા માટે ગ્રંથની પસંદગી કરવાની હતી. તે વખતે સંઘના જિજ્ઞાસુ શ્રાવકોની આગ્રહભરી વિનંતીને માન આપીને મહારાજશ્રીએ ભગવતીસૂત્રનો ગ્રંથ વ્યાખ્યાન માટે પસંદ કર્યો હતો. આ આગમસૂત્રની ભૂતકાળમાં બહુમાનભરી શક્તિ કરનારા તરીકે શેઠ પેથડશાહનું નામ સુપ્રસિદ્ધ છે. ભગવતીસૂત્રની વાચના વખતે તેમાં જેટલી વાર ગોયમ (ગૌતમ) શબ્દ આવે તેટલી વાર તેનું સુવર્ણ મહોરથી પેથડશાહે પૂજન કર્યું હતું. તેની તોલે તો ન આવે પણ એની કંઈક ઝાંખી કરાવે એ રીતે મુંબઈના બે શ્રેષ્ઠીઓ શેઠશ્રી દેવકરણ મૂળજી અને શેઠશ્રી પ્રેમચંદ રાયચંદે ભગવતીસૂત્રના દર શતકે સોનાની ગીની મૂકીને તેનું પૂજન કર્યું હતું. શ્રી ભગવતીસૂત્રનો મહિમા અને મહારાજશ્રીનો પ્રભાવ કેટલો બધો હતો તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે. મુંબઈના શ્રેષ્ઠીઓને મોહનલાલજી મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેઓ એમના વચનને આજ્ઞા તરીકે માનીને તે પ્રમાણે કાર્ય કરતા. આ શ્રેષ્ઠીઓમાંના એક તે પાટણના વતની બાબુ અમીચંદ પન્નાલાલ હતા. તેઓ મોટા ધનાઢ્ય હતા. તેઓ મુંબઈમાં વાલકેશ્વરમાં રહેતા હતા કે જ્યાં તે વખત કોઈ દેરાસર ન હતું. તેઓ ઝવેરી બજારમાં જતાં પહેલાં લાલબાગના દેરાસરે દર્શન કરતા અને મહારાજશ્રીને વંદન કરતા, પરંતુ એમનાં પત્ની કુંવરબાઈને દર્શન-પૂજાનો લાભ મળતો નહોતો. એટલા માટે વાલકેશ્વરની ટેકરી ઉપર, ચારે બાજુ મનોહર દશ્ય દેખાય એવું સ્થળ પસંદ કરીને ત્યાં એક નૂતન જિનમંદિરનું નિર્માણ કરવાની તેમની ભાવના હતી. મહારાજશ્રીની સૂચના અનુસાર મોકાની વિશાળ જગ્યા લઈને તેમણે મેઘમંડપવાળું શિખરબંધી ભવ્ય દેરાસર બંધાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. આ વિશાળ જિનમંદિરમાં કોઈ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રભાવક સ્થવિરો મોટી ભવ્ય પ્રતિમા પધરાવવાની એમની ભાવના હતી. પરંતુ તે અંગે હજુ કોઈ નિર્ણય થયો ન હતો. એવામાં કુંવરબાઈને રાત્રે એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં શ્વેત આરસનાં એક મોટાં ભવ્ય પ્રતિમાજીનાં દર્શન થયાં. દર્શન થતાં જ તેઓ સ્વપ્નમાં ‘નમો જિણાણં' બોલી ઊઠ્યાં. ત્યારપછી જાગીને તેમણે બાબુ અમીચંદને પોતાના સ્વપ્નની વાત કરી. આથી બાબુ અમીચંદને બહુ આનંદ થયો. આ સ્વપ્ન અંગે તેઓ બંને તરત લાલબાગના ઉપાશ્રયમાં મહારાજશ્રીની પાસે પહોંચી ગયાં. કુંવરબાઈએ સ્વપ્નમાં નિહાળેલા જિનબિંબની વાત કરી. મહારાજશ્રીએ કહ્યું કે આ કોઈ સાંકેતિક સ્વપ્ન છે. ત્યા૨૫છી તેમણે આંખો બંધ કરીને થોડી વાર ધ્યાન ધર્યું. પછી એમણે બાબુ સાહેબને કહ્યું, ‘તમે બંને આજે ખંભાત જાવ. શેઠાણીએ સ્વપ્નમાં જે પ્રતિમાનાં દર્શન કર્યાં છે તે ત્યાં છે. એ ક્યા દેરાસરમાં છે તે તમે ત્યાં જઈને શોધી કાઢો અને મને જણાવો.' શેઠ-શેઠાણી તરત ખંભાત પહોંચ્યાં. ત્યાં એક પછી એક દેરાસરમાં દર્શન કરતાં હતાં અને જિન પ્રતિમાઓને ધ્યાનથી નિહાળતાં હતાં. એમ કરતાં ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરના ભોંયરામાં જ્યારે તેઓ શ્વેત આરસની ચાલીસ ઇંચ ઊંચી આદીશ્વર ભગવાનની પ્રતિમાજીનાં દર્શન કરતાં હતાં ત્યારે શેઠાણીને તરત જ ભાસ થયો કે પોતે સ્વપ્નમાં જોયેલાં તે આ જ પ્રતિમાજી છે. બાબુસાહેબે દેરાસરના ટ્રસ્ટીઓને શેઠાણીના સ્વપ્નની અને પોતે મુંબઈમાં બંધાવી રહેલા દેરાસરની વાત કરી. એથી ટ્રસ્ટીઓ રાજી થયા. મોહનલાલજી મહારાજે પણ ખંભાતના ટ્રસ્ટીઓને એ પ્રતિમાજી મુંબઈના દેરાસરમાં પધરાવવા માટે આપવા ભલામણ કરી. પોતાનાં પ્રતિમાજી આપવાનું આમ તો કોઈને ન ગમે, પરંતુ શેઠાણીના સ્વપ્નનો સંકેત અને મોહનલાલજી મહારાજની ભલામણ એ બંનેને કારણે પોતાનું અહોભાગ્ય સમજીને ખંભાતના ટ્રસ્ટીઓએ એ પ્રતિમાજી મુંબઈના દેરાસર માટે આપવાની સંમત્તિ આપી. સં. ૧૯૬૦માં માગસર સુદ ૬ના રોજ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના હાથે વાલકેશ્વરના દેરાસરમાં થઈ. એ પ્રસંગે ગોમુખયક્ષ, ચક્રેશ્વરીદેવી વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ મોહનલાલજી Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૬૯ મહારાજના હસ્તે થઈ હતી. [એના ઉપરના લેખમાં મોહનલાલજી મહારાજના નામનો નિર્દેશ થયેલો વંચાય છે.] આ પ્રસંગે મહારાજશ્રીની ભલામણથી બાબુ અમીચંદે દેરાસરના વિશાળ ચોગાનમાં ઉપાશ્રય પણ બંધાવવાનું નક્કી કર્યું. દેરાસર માટે તે સમયે રૂપિયા પચીસ હજાર જેવી માતબર રકમ પણ તેમણે જુદી મૂકી કે જેમાંથી દેરાસરના નિભાવખર્ચને પહોંચી વળાય, કારણ કે એ દિવસોમાં વાલકેશ્વર ઉપર છૂટાછવાયા માત્ર બંગલાઓ હતા. જેનોની ગીચ વસ્તી ભૂલેશ્વર, પાયધુની વગેરે સ્થળોએ હતી. પ્રતિષ્ઠા પછી વાલકેશ્વરની ટેકરી ઉપર આવેલું આ ભવ્ય શિખરબંધી જિનાલય મુંબઈવાસીઓ માટે એક તીર્થ જેવું બની ગયું. મુંબઈમાં જ્યારે મહારાજશ્રી બિરાજમાન હતા ત્યારે રતલામ, ગ્વાલિયર, લોધી વગેરે સ્થળોના આગેવાન શ્રેષ્ઠીઓને લઈને કલકત્તાના બાબુસાહેબ શ્રી બદ્રિદાસજી મહારાજશ્રીને મળવા મુંબઈ આવ્યા હતા. તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે તપગચ્છમાં તો સાધુઓની સંખ્યા સારી થઈ ગઈ છે, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખરતરગચ્છમાં સાધુઓની મોટી અછત વર્તાય છે એ માટે કંઈક કરવું જોઈએ. મોહનલાલજી મહારાજે પોતે ખરતરગચ્છની સામાચારી છોડીને તપગચ્છની સામાચારી સ્વીકારી હતી. તેમના બધા શિષ્યો પણ પોતાના ગુરુમહારાજશ્રીની સાથે તપગચ્છની સામાચારીનું પાલન કરતા હતા. પરંતુ ખરતરગચ્છની જરૂરિયાત પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ એમ ગંભીરપણે વિચારીને પોતાના શિષ્યોમાં ખરતરગચ્છનું સુકાન સંભાળી શકે એવા શિષ્ય તરીકે મહારાજશ્રીએ તપસ્વી સાધુ યશમુનિની પસંદગી કરી યશમુનિ તે વખતે અજમેરામાં બિરાજમાન હતા. મહારાજશ્રીએ ખરતરગચ્છના શ્રેષ્ઠીઓ સાથે થશમુનિને પત્ર મોકલાવ્યો. તેમાં તેમણે યશમુનિને ખરતરગચ્છની સામાચારીનું હવેથી પાલન કરવાની ભલામણ કરી. ગુરુ-મહારાજની ભલામણ એ આજ્ઞા બરાબર છે એમ સમજી યશમુનિએ દરખાસ્તનો સ્વીકાર કર્યો અને તે અંગે વિચાર-વિનિમય કરવા માટે તેમણે મહારાજશ્રીને મળવા મુંબઈ તરફ વિહાર કર્યો. દરમિયાન મહારાજશ્રીએ મુંબઈથી વિહાર કરી દીધો હતો. એટલે તેઓ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭o પ્રભાવક સ્થવિરો બંનેનું મિલન દહાણુ મુકામે થયું. યશમુનિએ પોતાના ગુરુ-મહારાજ સાથે બધી વાતનો વિચાર કરી લીધો. એક ગચ્છની સામાચારી છોડીને બીજા ગચ્છની સામાચારી અપનાવવી એ સહેલી વાત નહોતી. પરંતુ ગુરુમહારાજની આજ્ઞા એ તો એથી પણ ચડિયાતી વાત હતી. એટલે યશમુનિએ તપગચ્છની સમાચારી છોડીને ખરતરગચ્છની સામાચારી અપનાવવા માટેની આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી. મોહનલાલજી મહારાજશ્રી ત્યારપછી પોતાના શિષ્ય સમુદાય સાથે દહાણુથી વિહાર કરીને સુરત પધાર્યા. ત્યાં એક દિવસ તેમણે સમગ્ર સમુદાયનાં સાધુસાધ્વીઓને એકત્ર કર્યા અને તેમાં જાહેર કર્યું કે હવેથી પોતાના બે મુખ્ય શિષ્યોમાંથી શ્રી હર્ષમુનિ અને એમનો સમુદાય તપગચ્છની સામાચારીનું પાલન કરશે. એ સમયે તેમણે સમગ્ર સમુદાયને ખાસ ભલામણ કરી કે પોતાનો સમુદાય બે ગચ્છમાં વહેંચાઈ જાય છે, પરંતુ તેઓએ પરસ્પર સહકારથી અને શુભ ભાવથી પોતપોતાની સામાચારીનું પાલન કરવું અને સંઘમાં ક્યાંય પરસ્પર વિખવાદ ન થાય તે રીતે પૂરો આદરભાવ રાખવો. એક જ ગુરુના શિષ્યો છે એ લક્ષમાં રાખીને સોએ જૈન ધર્મની પ્રભાવના કરતાં રહેવું. વળી તેમણે કહ્યું, “હું તો હવે કિનારે બેઠો છું. વૃદ્ધાવસ્થા છે. મારાથી હવે લાંબા વિહાર થતા નથી. આજ સુધી ધર્મની પ્રભાવના માટે જે કંઈ શક્યું હતું તે કર્યું છે. હવે એ જવાબદારી તમારા ઉપર છે. તમે બધા અનુભવી અને વિદ્વાન છો. તમે જે ક્ષેત્રમાં જાવ ત્યાં ત્યાં ધર્મનો ઉદ્યોત કરજો અને શાસનની શોભા વધે તે પ્રમાણે ઉચ્ચ ચારિત્ર, તપ અને સંયમને જીવનમાં સ્થાન આપી સંઘની સેવા દેશ-કાળ પ્રમાણે કરતા રહેશો.” આમ, મોહનલાલજી મહારાજની ગચ્છની બાબતમાં દષ્ટિ કેટલી વિશાળ હતી, ગચ્છોની સામાચારીના ભેદથી તેઓ કેટલા પર હતા અને ગચ્છ કરતાં સંઘ અને ધર્મના હિતને તેઓ કેટલું ઊંચું સ્થાન આપતા હતા તે એમની આ ગચ્છના સમન્વયની ઉદાર દૃષ્ટિ ઉપરથી જોઈ શકાશે. મોહનલાલજી મહારાજની ગચ્છની બાબતની ઉદારતા તેમના શિષ્યોમાં પણ રહી હતી. તેના ઉદાહરણરૂપ મુંબઈનો એક પ્રસંગ જાણવા જેવો છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૭૧ યશમુનિ અને એમના શિષ્યોને ખરતરગચ્છની સામાચારી અપનાવવા માટે મહારાજશ્રીએ આદેશ આપ્યો હતો. તે પછી કેટલાંક વર્ષે યશમુનિના એક શિષ્ય ઋદ્ધિમુનિ મુંબઈમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. એ વર્ષ અધિક માસનું હતું. બે ભાદરવા મહિના આવ્યા હતા. આથી ખરતરગચ્છની સામાચારીપૂર્વકના પર્યુષણ પ્રથમ ભાદરવામાં ઋદ્ધિમુનિની નિશ્રામાં ઊજવાયાં પરંતુ બીજા ભાદરવા મહિનામાં મુંબઈમાં તપગચ્છના પર્યુષણ માટે કોઈ સાધુનો યોગ નહોતો. એટલે સંઘના શ્રેષ્ઠીઓની વિનંતીનો સ્વીકાર કરીને ઋદ્ધિમુનિએ ફરીથી તપગચ્છની સામાચારીપૂર્વકનાં પર્યુષણ બીજા ભાદરવા મહિનામાં લાલબાગના ઉપાશ્રયે કરાવ્યાં હતાં. [ગચ્છભેદ ન રાખવાની આ ઉદાર પરંપરા મોહનલાલજી મહારાજની પાટે આવેલા શ્રી ચિદાનંદસૂરિએ સં. ૨૦૪પમાં સુરતમાં “મોહનલાલજીના ઉપાશ્રયમાં ખરતરગચ્છના સાધુઓ સાથે રહીને અને એ ગચ્છના એક સાધુને પોતે ગણિની પદવી આપીને ચાલુ રાખી હતી.] મોહનલાલજી મહારાજનું ચારિત્રબળ ઘણું મોટું હતું. સંયમપાલનની બાબતમાં તેમનામાં જરા પણ પ્રમાદ કે શિથિલતા નહોતાં. તેઓ પોતે બ્રહ્મચર્યવ્રતનું વિશુદ્ધભાવે અખંડ પાલન કરતા હતા. તેઓ જ્યાં જ્યાં ચાતુર્માસ માટે બિરાજમાન હોય ત્યાં ત્યાં આજીવન ચોથા બ્રહ્મચર્યવ્રતની બાધા અનેક દંપતી તેમની પાસે લેતાં હતાં. મુંબઈના પ્રથમ ચાતુર્માસ દરમિયાન એકસોથી વધુ દંપતીઓએ એમની પાસે સંઘ સમક્ષ ચોથા વ્રતની આજીવન બાધા લીધી હતી. એવી જ રીતે સુરત, અમદાવાદ, પાટણ વગેરે સ્થળોમાં એમની પાસે કેટલાંય દંપતીઓએ ચોથા વ્રતની બાધા સ્વીકારી હતી. કેટલાંય શ્રાવક-શ્રાવિકા એમની પાસે બાવ્રત અંગીકાર કરતાં. મહારાજશ્રી પાસે વ્રત-પચ્ચકખાણ લેવાં એ પણ પોતાનું મોટું સદ્ભાગ્ય છે એમ કેટલાય લોકોને લાગતું હતું. અમદાવાદમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈનાં માતુશ્રી ગંગા-શેઠાણીએ પણ મોહનલાલજી મહારાજ પાસે બાર વ્રત અંગીકાર કર્યા હતાં. મદ્રાસના સ્વ. શ્રી ઋષભદાસજીએ મહારાજશ્રીનો એક પ્રસંગ નોંધતાં લખ્યું છે કે, સં. ૧૯૫૦માં મહારાજશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે તેમનાં દર્શન-વંદનને માટે અનેક લોકોની ભીડ જામતી. તે દરેકને મહારાજ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રભાવક સ્થવિરો સાહેબ “ધર્મલાભ” કહી આશીર્વાદ આપતા. ઋષભદાસજીના એક ધર્મનિષ્ઠ વડીલ મિત્ર મહારાજ સાહેબ પાસે ગયા હતા, પરંતુ ભીડને લીધે આઘા ઊભા રહ્યા હતા. ભીડ ઓછી થાય અને વાત કરવા માટે એકાંત મળે તે માટે તેઓ રાહ જોતા હતા. કેટલીક વાર થઈ, પરંતુ ભીડ ઓછી થઈ નહિ. એવામાં મહારાજ સાહેબની દૃષ્ટિ એમના ઉપર પડી. એમને લાગ્યું કે આ ભાઈ મળવા માટે ક્યારના ઉત્સુક છે અને રાહ જોઈને દૂર ઊભા છે, એટલે એમણે પોતે જ સામેથી બૂમ પાડીને કહ્યું, “કેમ ભાઈ, આવો! કંઈ કહેવું છે ?' હા, મહારાજ સાહેબ” એમ કહીને એ ભાઈ પાસે આવ્યા અને કહ્યું, ગુરુમહારાજ, આપના વ્યાખ્યાનમાં નિયમિત આવું છું. હવે આપની પાસે એક બાધા લેવાની ઘણા વખતથી મનમાં ભાવના થઈ છે.” મહારાજ સાહેબે કહ્યું, “શાની બાધા લેવી છે ?' એ ભાઈએ કહ્યું, “મારે આપની પાસે સ્વદારા સંતોષની બાધા લેવી છે.” મહારાજ સાહેબે કહ્યું, “ભાઈ, તમે આ બાબતમાં બરાબર વિચાર કર્યો છે ને ? આ બાધા મન, વચન અને કાયાથી લેવી એ કંઈ સહેલી વાત નથી. તમે હજુ યુવાન છો. ભવિષ્યનો લાંબો વિચાર કરીને બાધા લેવી જોઈએ અને તેનું પાલન બરાબર કરવું જોઈએ. કહેવું સહેલું છે પણ કરવું ઘણું અઘરું છે. કથની અને કરણી વચ્ચે આભ જમીનનું અંતર હોય છે.” એ ભાઈએ કહ્યું, “મહારાજ સાહેબ! મેં આ બાબતમાં ગંભીરતાથી પૂરેપૂરો વિચાર કર્યો છે. મારો નિશ્ચય દઢ છે. મને જાવજીવની બાધા આપો.” મહારાજ સાહેબે કહ્યું, “આવા કઠિન વિષયમાં જાવજીવની બાધા તરત ન અપાય. હું તમને ત્રણ વર્ષની બાધા આપું છું. ત્રણ વર્ષ પછી ફરી વધુ બાધા આપીશ.' એ ભાઈએ આ પ્રમાણે મહારાજશ્રી પાસે હાથ જોડી ત્રણ વર્ષની બાધા લીધી, પરંતુ ક્રમે ક્રમે તેમાં ઉમેરતાં જઈ પછીથી જાવજીવની બાધા લીધી. તેઓ ઋષભદાસજીને કહેતા કે પૂજ્ય મહારાજ સાહેબના સ્વ-મુખેથી બાધા લીધા પછી સંયમ માટેની તેમની રુચિ અને શ્રદ્ધા વધુ દૃઢ થઈ, ધંધામાં તેમની ઉત્તરોત્તર ખૂબ ચડતી થઈ, તેમનો ધર્માનુરાગ વધ્યો. તેમનાં ધનસંપત્તિ વધ્યાં, Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૭૩ તેમનું આરોગ્ય હંમેશાં સારું રહેવા લાગ્યું અને આખા કુટુંબની બહુ ઉન્નતિ થઈ. મોહનલાલજી મહારાજના ચારિત્રનો પ્રભાવ એટલો બધો હતો કે આવી એક અજાણી વ્યક્તિ પણ તેમના પ્રભાવથી ઘણું સુખ પામી હતી. વિ. સં. ૧૯૬૨ના ચાતુર્માસ મુંબઈમાં પૂરાં થયાં. મહારાજશ્રીની ભાવના મુંબઈથી વિહાર કરીને શત્રુંજય ગિરિરાજની તીર્થયાત્રા કરવાની હતી, પરંતુ હવે એમનું શરીર લથડ્યું હતું. ૭૯ વર્ષની જીવનયાત્રા પૂરી કરીને ૮૦માં વર્ષમાં તેઓ પ્રવેશી ચૂક્યા હતા. હવે મહારાજશ્રીનો અવાજ પણ મંદ પડી ગયો હતો. એમનું વ્યાખ્યાન બધા લોકોથી બરાબર સાંભળી શકાતું નહોતું. તેમ છતાં એમના વ્યાખ્યાનમાં ભારે ભીડ રહેતી, કારણ કે ઘણા લોકો તો માત્ર એમની અત્યંત પવિત્ર મુખમુદ્રાનાં દર્શન કરવાથી પણ ધન્યતા અનુભવતા હતા. મુંબઈના સંઘની ભાવના એવી હતી કે મહારાજશ્રીને મુંબઈમાં જ સ્થિરવાસ કરાવવો, કારણ કે કુલ નવ ચાતુર્માસ કરીને મુંબઈ ઉપર એમણે ઘણો મોટો ઉપકાર કર્યો હતો. હજુ એમની પ્રેરણાથી સંઘના અભ્યદય માટેની વિવિધ યોજનાઓનો અમલ કરવાની જરૂર હતી. પરંતુ મુંબઈથી વિહાર કરીને શત્રુંજય ગિરિરાજ તરફ જવાની મહારાજશ્રીની પ્રબળ ભાવનાને કારણે સંઘના આગેવાનો પણ વધુ આગ્રહ કરી શક્યા ન હતા. મુંબઈથી વિહાર કરીને મહારાજશ્રી સુરત પધાર્યા, પરંતુ સુરતમાં તેમની તબિયત વધુ બગડી હતી. તેઓ ગોપીપુરાના ઉપાશ્રયમાં હતા. હવાફેર માટે તેમને સુરતમાં અઠવા લાઈન્સના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. પણ બહુ ફરક પડ્યો નહિ. એટલે છેવટે ગોપીપુરાના ઉપાશ્રયે આવીને ફરી પાછા સ્થિર થયા. શત્રુંજયની યાત્રાની હવે શક્યતા નહોતી એટલે લથડેલી તબિયતે પણ તેઓ ચૈત્રી પૂનમના દિવસે કતારગામમાં સિદ્ધાચલની ટૂક જેવા, શત્રુંજયની આકૃતિ જેવા જિનમંદિરની યાત્રા કરી આવ્યા હતા. મહારાજશ્રી સ્વરોદયશાસ્ત્રના ઊંડા જાણકાર હતા. પોતાનો અંતિમકાળ નજીક આવી રહ્યો છે તે તેમણે જાણી લીધું હતું. તેઓ સતત આત્મોપયોગમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રભાવક સ્થવિરો - - - - - - - - - રહેતા અને નવકારમંત્રનું રટણ કરતા. સંવત ૧૯૬૩ના ચૈત્ર વદ ૧૧ના દિવસે કેશવરામ શાસ્ત્રી નામના જ્યોતિષના એક જાણકાર સજ્જન મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા હતા. મહારાજશ્રીએ શાસ્ત્રીજી સાથે કેટલીક વાતચીત કરી. એમાં બીજા દિવસે પોતે દેહ છોડવાના છે એવો મહારાજશ્રીએ ગર્ભિત નિર્દેશ પણ કર્યો. મહારાજશ્રીએ સ્વરોદય જ્ઞાનના આધારે જાણેલા પોતાના અંતિમ દિવસનું સમર્થન શાસ્ત્રીજી પાસેથી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મેળવી લીધું. એ પછી મહારાજશ્રીએ તરત કેટલાંક પચ્ચકખાણ લઈ લીધાં. આવશ્યક ક્રિયાઓ કરી લીધી. સૌને ખમાવીને કાઉસગ્ગ ધ્યાનમાં તેઓ બેસી ગયા. બીજે દિવસે સવારે તેમણે દેવસૂરગચ્છના એક યતિશ્રીને ઇશારાથી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, “વેદ નિવાદ છે તિ વાહિર ના પૂમિ હેરવર શુદ્ધ વર માગો ! યતિથી વિચારમાં પડી ગયા, પરંતુ મહારાજશ્રીની આજ્ઞા હતી એટલે તેઓ તાપી નદીના તટમાં જઈ નદીના પુલ પાસેની જગ્યા પસંદ કરી, શુદ્ધ કરી અને ઉપાશ્રયમાં પાછા ફર્યા. પોતાનો દેહ બપોરના સાડાબાર વાગે પડશે એવી ગણતરી મહારાજશ્રીએ કરી લીધી હતી. એમણે પોતાના શિષ્યોને અને સંઘના આગેવાનોને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી તરીકે પં. શ્રી હર્ષમુનિજી અને પં. શ્રી યશમુનિજીને જાહેર કર્યા. સૌની સાથે ક્ષમાપના કરી લીધી, પછી તરત આત્મધ્યાનમાં તેઓ લીન બની ગયા. બરાબર સાડાબાર વાગે તેમણે દેહ છોડ્યો. તેઓ કાળધર્મ પામ્યા તે સમયે અનેક લોકો ત્યાં એકત્ર થયા હતા. સૌની આંખમાંથી આંસુ વહેતાં હતાં. એ પ્રસંગે ત્યાં હાજર રહેલા આગેવાનોએ “શ્રી મોહનલાલજી મહારાજ સ્મારક ફંડની જાહેરાત કરી અને તે જ વખતે ઘણી મોટી રકમનું ફંડ નોંધાઈ ગયું હતું. કાળધર્મ પછી મહારાજશ્રીની પાલખી પણ બહુ ભવ્ય નીકળી હતી. સુરતના બધી જ કોમના હજારો લોકો તેમાં જોડાયા હતા. સુરતના પોલીસો અને સુરતમાં રહેલા લશ્કરના સૈનિકો પણ પોતાના બેન્ડ સાથે આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. તેમની પાલખી નદીકિનારે પહોંચી. ત્યાં એમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એમનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૭૫ એમના કાળધર્મના સમાચાર ઝડપથી ભારતભરમાં પ્રસરી ગયા હતા અને અનેક સ્થળેથી શ્રદ્ધાંજલિના સંદેશાઓ આવ્યા હતા. - મોહનલાલજી મહારાજે પાલી, સિરોહી, સાદડી, જોધપુર, અજમેર, પાટણ, પાલનપુર, ફલોધી, અમદાવાદ, પાલિતાણા, સુરત, મુંબઈ વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા હતાં. તેમાં કુલ છ જેટલાં ચાતુર્માસ સુરતમાં અને કુલ નવ જેટલાં ચાતુર્માસ મુંબઈમાં કર્યાં હતાં. એટલે મુંબઈ અને સુરતના જૈન સમાજ ઉપર તેમનો પ્રભાવ ઘણો વધુ રહ્યો હતો. મોહનલાલજી મહારાજનું વ્યક્તિત્વ એટલું બધું આકર્ષક અને પ્રભાવશાળી હતું કે તે સમયના જુદાં જુદાં સ્થળોના લગભગ બધા જ સંઘોના શ્રીમંત શ્રેષ્ઠીઓ તેમના ઉપદેશાનુસાર ધન ખર્ચવા તત્પર રહેતા. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વિવિધ યોજનાઓ માટે ઘણી મોટી ઉછામણી થતી અને લાભ લેવા માટે શ્રીમંતોમાં પડાપડી થતી. એ જમાનાના ગુજરાત, રાજસ્થાન અને મુંબઈના શ્રેષ્ઠીઓમાં શ્રી લાલભાઈ દલપતભાઈ, બાબુસાહેબ બદ્રિદાસજી, બાબુ પન્નાલાલ પૂરણચંદ, બાબુ અમીચંદ પન્નાલાલ, દેવકરણ મૂળજી, પ્રેમચંદ રાયચંદ, નગીનદાસ કપૂરચંદ, નગીનચંદ ઘેલાભાઈ, નવલચંદ ઉમેદચંદ, ગોકુળચંદ મૂળચંદ, નગીનચંદ મંછુભાઈ, ધરમચંદ ઉદયચંદ, હીરાચંદ મોતીચંદ વગેરે શ્રેષ્ઠીઓએ વિવિધ પ્રકારનાં ધર્મકાર્યોમાં ઘણું મોટું આર્થિક યોગદાન આપ્યું હતું. મોહનલાલજી મહારાજના ઉપદેશથી મુંબઈમાં, સુરતમાં અને બીજા કેટલાંય સ્થળોમાં વિવિધ પ્રકારનાં મહત્ત્વનાં કાર્યો થયાં હતાં. એમાં મુંબઈમાં બાબુ પન્નાલાલ પૂરણચંદ હાઈસ્કૂલ, ગોકુળભાઈ મૂળચંદ જૈન હોસ્ટેલ, જૈન ઘર્મશાળા, જેને ડિસ્પેન્સરી, મોહનલાલજી જૈન પાઠશાળા, મોહનલાલજી સેન્ટ્રલ લાઈબ્રેરી, સુરતમાં નેમુભાઈની વાડીનો ઉપાશ્રય, શેઠ નગીનચંદ ઘેલાભાઈ ઝવેરી જેન હાઈસ્કૂલ, જૈન બોર્ડિંગ, જૈન ઉદ્યોગશાળા, જૈન જ્ઞાનમંદિર, જૈન ઉપાશ્રય, જૈન ભોજનશાળા, જૈન કન્યાશાળા વગેરેની સ્થાપના થઈ હતી. પાલિતાણાના શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ માટે પણ મહારાજશ્રીએ મુંબઈમાં મોટું ફંડ એકત્ર કરી આપ્યું હતું. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રભાવક સ્થવિરો આ ઉપરાંત વલસાડ, નવસારી, બીલીમોરા, કતારગામ, બગવાડા, વાપી, પારડી, દહાણુ, ઘોલવડ, બોરડી, ફણસા વગેરે સ્થળે વિવિધ પ્રકારની સંસ્થાઓની સ્થાપના થઈ હતી. એમના ઉપદેશથી જિનમંદિરોના જીર્ણોદ્ધારનું, અંજનશલાકા અને પ્રતિષ્ઠાનું, નૂતન જિનમંદિરના નિભાવનું કાર્ય પણ મોટા પ્રમાણમાં ગુજરાત અને રાજસ્થાનમાં થયું હતું. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેમના ઉપદેશથી સંઘમાં શાંતિ અને ઉત્સાહ પ્રવર્તતાં અને અંદરઅંદરના કે બીજા લોકો સાથેના ઝઘડા શાંત થઈ જતા. મોહનલાલજી મહારાજ પંડિત હતા, શાસ્ત્રજ્ઞ હતા અને કવિ પણ હતા. એમણે રચેલી સ્તવનના પ્રકારની અને સઝાયના પ્રકારની કેટલીક કાવ્યકૃતિઓ મળે છે. કાવ્યસર્જન માટે એકાત્ત વધુ મળ્યું હોત તો કદાચ આથી પણ વધુ રચનાઓ તેમના તરફથી આપણને મળી હોત. મોહનલાલજી મહારાજના જીવન અને કાર્ય વિશે જે કેટલીક કૃતેઓની રચના થઈ છે તેમાં સૌથી મહત્ત્વની કૃતિ તે મોદનચરિત્ર નામનું સંસ્કૃતમાં મહાકાવ્ય છે. પંડિત દામોદાર શર્મા અને રમાપતિ શાસ્ત્રીએ એની રચના કરી છે. નામાંકિત સમર્થ અજેન પંડિતો મહાકાવ્યની રચના કરવા પ્રેરાય એ ઉપરથી પણ એ મહાકાવ્યના ચરિત્રનાયકની મહત્તાનો ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ પણ “હર્ષ- હૃદય દર્પણ” નામની કૃતિની રચના કરી છે. મહારાજશ્રીના સ્વર્ગારોહણને પચાસ વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે શ્રી મૃગેન્દમુનિએ અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ સંપાદિત કરીને પ્રગટ કર્યો હતો, જેમાં મહારાજશ્રીના જીવનને લગતી ઘણી સામગ્રી પ્રગટ કરવામાં આવી હતી. આત્માર્થી, હળુકર્મી, પાપભીરુ, અલ્પકષાયી, ધર્મનિરત એવા ગીતાર્થ મહાત્મા શ્રી મોહનલાલજી મહારાજને અંજલિ આપતાં સ્વ. પુણ્યવિજયજી મહારાજે યથાર્થ લખ્યું છેઃ “આ મુનિવરે જ્ઞાનયોગ દ્વારા પોતાના બ્રહ્મત્વને ઉજાળ્યું હતું અને ચારિત્રયોગ દ્વારા પોતાના શ્રમણત્વને શોભાવ્યું હતું.” Page #200 -------------------------------------------------------------------------- ________________ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ Page #202 -------------------------------------------------------------------------- ________________ | [] || શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ હિંદુ ધર્મમાંથી આવેલા મહાત્માઓનો જૈન શાસન ઉપર કેવો ઉપકાર છે તેના એક ઉદાહરણરૂપે શ્રી વિજય શાંતિસૂરિનું જીવન જોવા મળે છે. એક રબારી કિશોરમાંથી દેશવિદેશમાં વિખ્યાત બનનાર જૈનાચાર્ય તરીકે શ્રી શાંતિસૂરિનું નામ ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન પામે તેવું છે. ગાયબકરી ચરાવતાં ચરાવતાં એમના હૃદયમાં વિકસેલી પ્રાણીદયા સમસ્ત વિશ્વનાં પ્રાણીઓ માટે એવી અપાર કોટિની બની રહે છે કે વાઘવરુ જેવાં હિંસક પ્રાણીઓ જ્યાં હરતાં-ફરતાં હોય તેવાં જંગલોમાં, પરસ્પર ભયની લાગણીને બદલે પ્રેમ અને વિશ્વાસની લાગણીમાં પરિણમે છે. ગુફામાં તેઓ પોતે ધ્યાન ધરતા બેઠા હોય તો પાસે આવીને વાઘ કે દીપડો શાંત ચિત્તે બેસી જતો. પોતાના ગુરુમહારાજ પાસેથી શીખેલી યોગવિદ્યામાં શ્રી શાંતિસૂરિએ એટલી પ્રગતિ સાધેલી કે એને લીધે એમનામાં પ્રગટેલી લબ્ધિસિદ્ધિના અનુભવો ભારતના અને વિદેશોના જૈન-જૈનેતર એવા અનેક લોકોને થયા હતા. - શ્રી વિજયશાંતિસૂરિ મહારાજનો જન્મ રાજસ્થાનમાં મણાદર નામના ગામમાં વિ. સં. ૧૯૪૬માં માગસર સુદ ૫ના રોજ વસંતપંચમીના દિવસે એક રબારી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ભીમતોલાજી હતું. માતાનું નામ હતું વસુદેવી. તેઓ રાયકા જાતિનાં હતાં. રાયકા એટલે આહિર, રબારી, ભરવાડ. (રાયકા શબ્દ રાજકર્તા ઉપરથી આવેલો છે અને રબારી શબ્દ દરબારી ઉપરથી આવેલો મનાય છે. ક્ષત્રિય રાજાઓના ભાયાતોના વંશજો આર્થિક દૃષ્ટિએ ઘસાતાં ઘસાતાં છેવટે બે–ચાર ગામના ધણી રહે અથવા થોડા ખેતરના ધણી રહે અને ખેતી અને પશુપાલન દ્વારા પોતાનું ગુજરાન ચલાવે એવી રીતે ક્ષત્રિયોમાંથી ગરાસિયાઓની જેમ રાયકાઓ પણ ઊતરી આવ્યાનું કહેવાય છે.) માતાપિતાએ એનું નામ સગતોજી રાખ્યું હતું. બાળક બુદ્ધિશાળી તેજસ્વી છે એ એની મુખમુદ્રા જોતાં સૌ કોઈને લાગતું. બાળકની ગ્રહણશક્તિ અને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રભાવક સ્થવિરો યાદશક્તિ ઘણી સારી હતી. ક્રમે ક્રમે મોટા થતા સગતોજી પોતાના પિતાની સાથે સીમમાં ગાયો ચરાવવા જવા લાગ્યા. પોતાની ગાયો એમને બહુ વહાલી લાગતી હતી. આખો દિવસ ગાયોની વચ્ચે પ્રેમથી દિવસ પસાર કરતાં કરતાં પ્રાણીઓ માટે એમનામાં એક વિશિષ્ટ પ્રકારની લાગણી વિકસી હતી. પોતાનાં ઢોરોની સંભાળ રાખવી, તેમને કંઈ કષ્ટ ન પડે તેનું ધ્યાન રાખવું, તેમને પંપાળીને વહાલ કરવું, તેમને ચારો નાખવો, પાણી પાવું-આ બધી રોજની ક્રિયાઓ અત્યંત ભાવપૂર્વક કરતાં કરતાં સગતોજીમાં પ્રાણીઓ પ્રત્યે એક વિશિષ્ટ પ્રકારની પ્રેમ અને અનુકંપાની ભાવના વિકસી હતી. સગતોજીને ગાતાં પણ સારું આવડતું હતું. સીમમાં ગાયો ચરાવતાં ચરાવતાં પાસેના કોઈ ઝાડ નીચે બેસીને તેઓ બીજા પાસેથી શીખેલ ભજનો લલકારતા. સગતોજીના એક કાકાએ જૈન ધર્મની દીક્ષા લીધી હતી. મુનિશ્રી તીર્થવિજયજી તરીકે તેઓ એ વિસ્તારમાં જાણીતા હતા. તેઓ મણાદરના જ વતની હતા. મુનિ તીર્થવિજયના ગુરુનું નામ મુનિ ધર્મવિજય હતું. તેઓ પણ આ વિસ્તારના હતા અને આહિર જ્ઞાતિના હતા. આમ, રાજસ્થાનના આ પ્રદેશમાં રબારીઓમાં જૈન ધર્મની દીક્ષા અને જૈન ધર્મનો પ્રચાર મુનિશ્રી ધર્મવિજયજીના વખતથી ચાલુ થયો હતો. ધર્મવિજયજીનું ગૃહસ્થ તરીકે મૂળ નામ કોળોજી હતું. તેઓ રાયકા જ્ઞાતિના, માંડોલીના વતની હતા. એક વખત રાજસ્થાનમાં દુકાળ પડતાં પોતાનાં ઢોર લઈને મહારાષ્ટ્રમાં પૂના પાસે ચોક નામના ગામે તેઓ સહકુટુંબ પહોંચ્યા હતા અને પોતાના પરિચિત માંડોલીના જૈન વતની જસાજીના ઘરે આશ્રય લીધો હતો. ત્યાં રહેતા હતા ત્યારે કોળોજીનું જીવન, એમના દીકારને સાપ કરડ્યો ત્યારે એક જૈન મુનિને મંત્ર ભણીને બચાવ્યો ત્યારથી વૈરાગી થઈ ગયું હતું. ત્રણેક વર્ષ પછી ત્યાં પધારેલા મણિવિજયજી નામના એક જેના મુનિ મહારાજ પાસે દીક્ષા લઈ તેઓ મુનિ ધર્મવિજયજી થયા હતા. આકરી તપશ્ચર્યા, યોગવિદ્યા, મંત્રવિદ્યા વગેરેની ઉપાસનાને કારણે તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રગટી હતી. તેમણે પોતાના વતન માંડોલીમાં જ દેહ છોડ્યો Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ ૧૭૯ હતો. એમના મુખ્ય શિષ્યોમાં તીર્થવિજયજી હતા. એક વખત મુનિશ્રી તીર્થવિજયજી મણાદરમાં પધાર્યા ત્યારથી સગતોજીને એમની પાસે રહેવાનો રંગ લાગ્યો હતો. તેઓ શ્રી તીર્થવિજયના મુનિજીવનથી બહુ પ્રભાવિત થઈ ગયા. એમની પાસેથી એમણે નવકાર મંત્ર શીખી લીધો. થોડા દિવસના સહવાસમાં એમણે મુનિશ્રીના જીવનમાંથી ઘણી પ્રેરણા મળી હતી. તીર્થવિજયજી મહારાજ મણાદરથી વિહાર કરી ગયા, ત્યારપછી સગતોજી ફરી પાછા પોતાના પિતાની સાથે ગાયો ચરાવવા માટે સીમમાં જવા લાગ્યા, પરંતુ હવે તેમાં ફરક પડવા લાગ્યો. એકલા બેઠા બેઠા તેઓ જન્મમરણના, સંસારની ઘટનાઓના વિચારે ચડી જતા. ઘણી વાર તેઓ ઉદાસ રહેતા. માતાપિતા તેમને ઉદાસીનતાનું કારણ પૂછતાં તો તેઓ કહેતા કે, “મારી ઈચ્છા તો કાકાશ્રી તીર્થવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈને જૈન મુનિ બનવાની છે.' માતાપિતાએ મુનિજીવનનાં કષ્ટો બતાવી તેમને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સગતોજી દીક્ષા લેવા માટે મક્કમ જ રહ્યા. છેવટે એક દિવસ માતાપિતાએ અશ્રુભર્યા નયને સગતોજીને દીક્ષા લેવા માટે સંમતિ આપી. તીર્થવિજયજી મહારાજ જ્યારે ફરી મણાદર આવી પહોંચ્યા ત્યારે તેમણે સગતોજીને ઉગ્ર વિહાર, કઠિન તપશ્ચર્યા, સાધુજીવનની ક્રિયા-વિધિઓ, લુખ્ખો-સૂકો આહાર, માત્ર જરૂરી વસ્ત્રો અને ઉપકરણોથી ચલાવી લેવાની તૈયારી વગેરેથી માહિતગાર કર્યા અને સાધુજીવન કેટલું કઠિન છે તે સમજાવ્યું. પરંતુ સગતોજી તો દીક્ષા લેવા માટે અડગ હતા. તીર્થવિજયજી મહારાજ કેટલીક વાર લાંબા વિહાર કરતા હતા. તેઓ ભારે તપસ્વી હતા. પર્યુષણના દિવસોમાં તેઓ કેટલીક વાર સળંગ સોળ ઉપવાસ કરતા. એમનાં વ્યાખ્યાનોમાં જૈન-જૈનેતર તમામ લોકો આવતા. આવા તપસ્વી મહાત્માઓનો વાસક્ષેપ લેવા માટે લોકો પડાપડી કરતા. એમના વાસક્ષેપથી પોતાને ઘણું સારું થયું હોય એવા અનુભવો અનેક લોકોને થતા. આથી તીર્થવિજયજી મહારાજના સાધુજીવનમાંથી કિશોર સગતોજીને મુગ્ધભાવે પ્રેરણા મળી હતી. એટલે ગૃહસ્થ જીવનમાં રહેવા કરતાં સાધુ થવાનો એમનો સંકલ્પ વધુ દઢ થયો હતો. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રભાવક સ્થવિરો આઠ વર્ષની ઉંમરે એક દિવસ માતાપિતાની આજ્ઞા લઈ બાળ સગતોજી પૂ. મુનિરાજ શ્રી તીર્થવિજયજીની પાસે દીક્ષા લેવાના મક્કમ નિર્ધાર સાથે આવી પહોંચ્યા. ગુરુમહારાજે એમને પોતાની પાસે રાખ્યા. સગતોજી એમની સાથે વિહાર પણ કરવા લાગ્યા. દીક્ષાર્થી સગતોજીને શ્રી તીર્થવિજયજી પ્રતિક્રમણ વગેરેનાં સૂત્રો કંઠસ્થ કરાવતા, જુદી જુદી ક્રિયાઓની વિધિ શીખવતા, ઉપવાસ-આયંબિલ વગેરેની તપશ્ચર્યા કરાવતા અને યોગવિદ્યાનો અભ્યાસ કરાવી ધ્યાનમાં બેસવા માટે પણ માર્ગદર્શન આપતા. આમ જૈન મુનિ થવા માટેની સગતોજીની તેયારી લગભગ સાત વર્ષ ચાલી. પોતાના દીક્ષાર્થી ભાવિ ચેલા સાથે વિહાર કરતાં કરતાં શ્રી તીર્થવિજયજી મહારાજ એક દિવસ રામસણ ગામે પધાર્યા. દીક્ષાની વાત જાણીને સંઘને બહુ આનંદ થયો. સંઘના આગેવાનોએ દીક્ષાનો લાભ પોતાના ગામને મળે એ માટે શ્રી તીર્થવિજયજી મહારાજને આગ્રહભરી વિનંતી કરી રામસણ એ ચોવીસ ગામનું એક નાનકડું દેશી રાજય હતું. ત્યાંના ઠાકોર જોરાવરસિંહ પણ ધર્મભાવનાવાળા હતા. એમને જ્યારે ખબર પડી કે આ તેજસ્વી કિશોર સગતોજીને શ્રી તીર્થવિજયજી મહારાજ સાહેબ દીક્ષા આપવાના છે, ત્યારે દીક્ષા પોતાના ગામ રામસણમાં અપાય તો પોતાને પણ બહુ આનંદ થશે એવી લાગણી એમણે શ્રી તીર્થવિજયજી મહારાજ પાસે વ્યક્ત કરી. સંઘના આગેવાનોની વિનંતીનો વિચાર કરી તથા આસપાસનાં બધાં ગામોમાં દીક્ષાને માટે રામસણ ગામ વધારે યોગ્ય અને અનુકૂળ છે એ જોઇને તીર્થવિજયજી મહારાજે સગતોજીને રામસણમાં દીક્ષા આપવાનો નિર્ણય જાહેર કર્યો. દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું અને તે વસંતપંચમીનું આવ્યું. સગતોજીનો જન્મદિવસ એ જ હવે તેમની દીક્ષાનો દિવસ નક્કી થયો. પંદર વર્ષ પૂરાં કરી સગતોજી દીક્ષા લઈને જૈન મુનિ થવાના હતા. દીક્ષાના ઉત્સવ માટે ગામમાં તૈયારીઓ ચાલી. જૈન પરંપરા અનુસાર કોઈ દીક્ષાર્થી ભાઈ કે બહેન દીક્ષા લે તે પહેલાં તે પોતાને આંગણે પધારે અને પગલાં કરે એ માટે શ્રાવકો તરફથી ભોજન વગેરે માટે નિમંત્રણ અપાય છે. તે મુજબ દીક્ષાર્થી ભાઈ કે બહેન સુંદર વસ્ત્રાલંકાર સાથે સજ્જ થઈ વાજતે-ગાજતે જમવા માટે પધારે. આ રીતે દીક્ષા સુધીના સગતોજીના દિવસો તરત નક્કી થઈ ગયા. રોજ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૮૧ વાજતે-ગાજતે કોઈકના ઘેર જવાનું હોય. એ દિવસોમાં બીજાં કોઈ વાહનો ખાસ નહોતાં અને ઘોડા પર બેસીને જવાનું ગૌરવ અને મહત્ત્વ વિશેષ ગણાતું હતું. એટલે ગામના ઠાકોર જોરાવરસિંહે દીક્ષાના દિવસ સુધી સંગતોજી પોતાના ઘોડા ઉપર બેસી રોજ જાય એ માટે પોતાનો ઘોડો આપવાનું જાહેર કર્યું. નાનીસરખી લાગતી આ વાત એ જમાનામાં અને એ ગામડામાં ઘણી મહત્ત્વની અને માનભરી ઘટના ગણાતી. રાજા પોતે જે સારામાં સારો ઘોડો વાપરતા હતા તે દીક્ષાર્થી ભાઈના વરઘોડા માટે રોજેરોજ મોકલવામાં આવે તે વિરલ ઘટના દીક્ષાર્થી પ્રત્યેના બહુમાનનું લક્ષણ ગણાય. દીક્ષાનો દિવસ આવી પહોંચ્યો. વિ. સં. ૧૯૬૧ના મહા સુદ ૫ ને મંગળવારના રોજ સગતોજીને, ઠાકોરસાહેબે દીક્ષા પ્રસંગ માટે ખાસ આપેલી પોતાની પાલખીમાં બેસાડીને સંઘે ભવ્ય વરઘોડો કાઢ્યો. આખા ગામમાં ફરીને વરઘોડો ઉપાશ્રય પાસે આવી પહોંચ્યો. પાલખીમાંથી ઊતરીને સગતોજી પહેલાં બાજુમાં આવેલા જિનાલયમાં દર્શન કરી આવ્યા અને પછી ઉપાશ્રયમાં આવી પહોંચ્યા. ગુરુમહારાજને ભાવપૂર્વક વંદન કર્યા પછી વસ્ત્રાલંકાર ઉતારી, માથાના વાળા કઢાવી નાખી, સ્નાન કરી, સાધુનાં વસ્ત્રો ધારણ કરીને દીક્ષાની વિધિ માટે આવી પહોંચ્યા. દીક્ષાવિધિ પૂરી થતાં શ્રી તીર્થવિજયજી મહારાજે એમને પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. તેમનું નામ મુનિ શ્રી શાંતિવિજયજી રાખવામાં આવ્યું. ગુરુમહારાજે સાધુજીવનના મહત્ત્વ ઉપર મંગલ પ્રવચન આપ્યું. જુદા જુદા ગામના સંઘોએ નવદીક્ષિત મુનિ મહારાજને કામળી ઓઢાડી બહુમાન આમ, એક અભણ રબારી કિશોર સગતોજી હવે જૈન મુનિ શ્રી શાંતિવિજયજી બન્યા. પોતાના ગુરુમહારાજ સાથે ગ્રામાનુગ્રામ તેઓ વિહાર કરવા લાગ્યા. સાથે સાથે શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. ઉપવાસ, આયંબિલ વગેરે તપશ્ચર્યામાં તેમની રુચિ, પહેલેથી જ ઘણી હતી. શાસ્ત્રાભ્યાસ વધતાં તત્ત્વચિંતન માટેની રુચિ પણ ઉત્તરોત્તર વધવા લાગી. દાદાગુરુ શ્રી ધર્મવિજયજી અને ગુરુમહારાજ શ્રી તીર્થવિજયજી એ બંને યોગવિદ્યાના પ્રખર અભ્યાસી હતા. તેઓ એકાંતમાં ધ્યાન-સાધના કરતા હતા. એ જ વારસો મુનિશ્રી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રભાવક સ્થવિરો શાંતિવિજયજીને પણ મળ્યો. પ્રકૃતિના શાંત વાતાવરણમાં એકાંતમાં બેસીને ધ્યાન ધરવાનો તેમનો અભ્યાસ દિવસે દિવસે વધવા લાગ્યો હતો. દીક્ષા લીધા પછી મુનિ શ્રી શાંતિવિજયજીએ પોતાના ગુરુમહારાજ શ્રી તીર્થવિજયજીને, માંડોલીમાં હતા ત્યારે, એક દિવસ વિનંતી કરી કે “ગુરુમહારાજ ! મંત્રસાધનાના વિષયમાં પણ મને વધુ રુચિ અને અભિલાષા છે. મારે આપના માર્ગદર્શન હેઠળ એ વિષયમાં સાધના કરવી છે એ માટે જો મારી પાત્રતા હોય તો મને માર્ગદર્શન આપવા કૃપા કરશો.” ગુરુમહારાજે કહ્યું, “ભાઈ, તને મંત્રસાધનાના વિષયમાં બહુ રસ છે એ જાણીને આનંદ થયો. આ સાધના સહેલી નથીપરંતુ ચિત્તની એકાગ્રતા વડે તું એ સાધનામાં જરૂર આગળ વધી શકશે. તારામાં એ માટે સારી પાત્રતા રહેલી છે. તારે મંત્રસાધના કરવી હોય તો પહેલાં ફક્ત ૐ શાંતિઃ મંત્રનો જાપ તું કર્યા કર, કારણ કે » કારમાં પંચ પરમેષ્ઠિનો સમાવેશ થઈ જાય છે. હિંદુઓમાં પણ તે પવિત્ર મંત્ર તરીકે ઓળખાય છે. તે મહામંત્ર છે. એની સાધનાથી કર્મનો ક્ષય થાય છે અને આત્માને શાંતિ સાંપડે છે. આ મંત્રથી સ્વનું અને પરનું કલ્યાણ સધાય છે.” મુનિશ્રી શાંતિવિજયજીએ પોતાના ગુરુમહારાજ પાસેથી કાર મંત્રવિધિપૂર્વક ગ્રહણ કર્યો. ત્યારપછી તેઓ જંગલમાં અને ગુફાઓમાં એકાંત સ્થળે બેસીને એ સાધના કરવા લાગ્યા. શ્રી શાંતિવિજયજી મહારાજની મંત્રસાધના કેટલી પ્રબળ હતી તેનો પ્રત્યક્ષ અનુભવ થોડા વખતમાં જ કેટલાક લોકોને થયો હતો. મહારાજશ્રી જ્યારે રામસણ ગામમાં પધાર્યા હતા ત્યારે ત્યાં રહેતા એક શ્રેષ્ઠી લોપાજી ડાહ્યાજીએ તેમને વિનંતી કરી કે “ગુરુ મહારાજ ! મેં આ ગામમાં એક સુંદર મકાન બંધાવ્યું છે. પરંતુ એ ઘરમાં રહેવા ગયા પછી અમને ઘણી ઉપાધિ આવી છે. એથી અમે બીજે રહેવા ચાલ્યા ગયા છીએ. એ ભૂતિયા ઘરમાં રહેતાં હવે અમને બધાને બહુ બીક લાગે છે. આપ એકાંતમાં મંત્રસાધના કરો છો અને આપને તો કંઈ ડર હોતો નથી. તો મારી આપને વિનંતી છે કે મારા ખાલી પડેલા નવા ઘરમાં રહો અને મંત્રસાધના કરો. આપના પુણ્યપ્રતાપે અમારો ભય ચાલ્યો જશે.” શ્રી શાંતિવિજયજી મહારાજ એ ભૂતિયા ઘરમાં ત્રણ દિવસ એકાંતમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૮૩ રહ્યા. ત્યાં ૩ૐકાર મંત્રનું સતત રટણ કર્યું. ત્રણ દિવસ પછી એ ઘરમાં પ્રવેશતાં જાણે કોઈ પ્રસન્ન વાતાવરણ હોય તેવું લોપાજીને લાગ્યું. બીજા લોકોએ પણ એ પ્રમાણે અનુભવ્યું. ત્યારપછી લોપાજીનું કુટુંબ એ ઘરમાં પાછું રહેવા ગયું. એ કુટુંબમાં દિવસે દિવસે સુખની વૃદ્ધિનો અનુભવ થવા લાગ્યો. ભયનું નામનિશાન ન રહ્યું. તેઓ શ્રી શાંતિવિજયજી મહારાજનો એ માટે વારંવાર ઉપકાર માનવા લાગ્યા. મહારાજશ્રી રાજસ્થાનમાં વિહાર કરી રહ્યા હતા. તેમની ભાવના હવે અજારી ગામમાં જઈને ત્યાં પાસે આવેલા સરસ્વતી મંદિરમાં રહીને માતા સરસ્વતીદેવીની આરાધના કરવાની હતી. અજારી ગામ કુમારપાળ મહારાજાએ બંધાવેલ બાવન દેવકુલિકાવાળા જિનમંદિરને લીધે પ્રખ્યાત છે. એ ભૂમિ જ પ્રાચીન સમયથી પવિત્ર મનાતી આવી છે. ગામથી થોડેક દૂર માર્કન્ડ ઋષિનો આશ્રમ છે. તેની પાસે સરસ્વતીદેવીનું મંદિર છે. ડુંગરોની વચ્ચે જંગલમાં આવેલું આ પ્રાચીન મંદિર સરસ્વતી માતાના મૂળ સ્થાનક તરીકે સુપ્રસિદ્ધ રહ્યું છે. પૂર્વના સમયમાં કવિ કાલિદાસ, સિદ્ધસેન દિવાકર, અભયદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, બપ્પભટ્ટસૂરિ, રાજા ભોજ વગેરે સુપ્રસિદ્ધ સારસ્વતોએ આ સ્થળે સરસ્વતી માતાની ઉપાસના કરીને તેમનો કૃપાપ્રસાદ મેળવ્યાનું ઈતિહાસ કહે છે. શાંતિવિજયજી મહારાજે પણ આ સ્થળે ઘણા દિવસ સુધી રહીને સરસ્વતીદેવીની આરાધના કરી. સરસ્વતીદેવીનો જાણે સાક્ષાત્કાર થયો હોય તેમ તેઓ કોઈ કોઈ વખત તેની સાથે વાતો કરતા હતા એવું નજરે જોનારા આસપાસના લોકો કહેતા. સરસ્વતી માતાએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું એવી દૃઢ માન્યતા લોકોની થઈ ગઈ હતી. સરસ્વતીદેવીની આરાધના કરી મહારાજશ્રી અજારીથી નીકલી એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. ગુરુ મહારાજશ્રી તીર્થવિજયજીનો વિહાર પણ એક ગામથી બીજે ગામ જુદો ચાલતો હતો. શ્રી તીર્થવિજયજી મહારાજ માંડોલી પહોંચ્યા ત્યારે તેમને એવી ભાવના થઈ કે પોતાના શિષ્ય શ્રી શાંતિવિજયજી પણ માંડોલી પધારે તો સારું. માંડોલી એ ધર્મવિજયજી મહારાજની સ્વર્ગવાસની ભૂમિ છે. શ્રી ધર્મવિજયજી એટલે શ્રી તીર્થવિજયના ગુરુમહારાજ અને શ્રી શાંતિવિજયજીના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રભાવક સ્થવિરો દાદા ગુરુ. એટલે તીર્થવિજયજી મહારાજ આ પવિત્ર ભૂમિમાં વારંવાર પધારતા. પોતે ત્યાં પહોંચ્યા પછી માંડોલી આવવા માટે શ્રી શાંતિવિજયજીને એમણે પત્ર મોકલ્યો. શ્રી શાંતિવિજયજીને પણ પોતાના ગુરુમહારાજને મળવાની ઇચ્છા થઈ હતી. પત્ર મળતાં જ તેમણે માંડોલી તરફ વિહાર ચાલુ કર્યો. વિહાર કરતાં કરતાં શાંતિવિજયજી મહારાજ સેદાણી નામના ગામમાં આવી પહોંચ્યા. સેદાણીમાં જૈનોનાં ત્રીસેક જેટલાં ઘર હતા, પરંતુ જિનમંદિર નહોતું. ગામમાં મહારાજશ્રીની પધરામણી થતાં લોકો ઘણાં ઉત્સાહમાં આવી ગયા હતા. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં ઘણી સારી હાજરી રહેવા લાગી. આવા નાના ગામને સંતવાણી સાંભળવાનો અવસર વારંવાર સાંપડતો નથી. લોકોના ઉત્સાહને જોઈને મહારાજશ્રીએ ભલામણ કરી કે ગામમાં એક નાનું સરખું જિનમંદિર તો હોવું જ જોઇએ. સંઘે તે માટે તરત ઠરાવ કર્યો અને એનો ઝડપી અમલ કરવાનું નક્કી કર્યું. પાસેના એક ગામમાંથી પ્રતિમા લાવવાનું પણ ગોઠવાઈ ગયું. પ્રતિમાજીના પ્રવેશનો અને પ્રતિષ્ઠાનો દિવસ પણ નક્કી થઈ ગયો. મહારાજશ્રીએ આ ઉત્સાહ જોઈને એટલા વધુ દિવસ ત્યાં રોકાવાની અનુમતિ આપી. ગામ નાનું હતું અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠાનો અવસર પણ નાનો હતો. એટલે બહાગામથી સોએક જેટલા માણસો આવશે એવું સંઘે ધાર્યું હતું. તે પ્રમાણે ભોજનાદિની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પ્રતિષ્ઠાને દિવસે ધાર્યા કરતાં ઘણા વધુ માણસો આવી પહોંચ્યા. આથી સંઘના માણસો મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓ મહારાજશ્રી પાસે આવ્યા. મહારાજશ્રી તરત પોતાનાં પાતરાં લઈને ગોચરી વહોરવા માટે ભોજનશાળામાં આવી પહોંચ્યા. તેણે બધી રસોઈ ઉપર થોડી વાર દૃષ્ટિ કર્યા કરી. ત્યારપછી લાપશી અને બીજી વાનગીઓ પોતાના ખપપૂરતી વહોરીને તેમણે સંઘના આગેવાનોને કહ્યું, “અરે મુંઝાઓ છો શું ? આટલી રસોઈ તો સ્વામીવાત્સલ્ય પછી પણ વધી પડે તેમ છે. તેમાંથી તમે ગામના બીજા જૈનેતર લોકોને પણ જમાડજો.' રસોઈ ઉપર મહારાજશ્રીની અમીદ્રષ્ટિ પડ્યા પછી તેમના વચન અનુસાર રસોઈ ખૂટી નહિ અને ગામના બીજા લોકોને પણ તેમાંથી પ્રસાદ આપવામાં આવ્યો. આ ઘટનાની વાત ચારે બાજુ એટલી બધી પ્રસરી ગઈ કે આસપાસનાં Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ ૧૮૫ ગામોમાંથી મહારાજશ્રીનાં દર્શન કરવા માટે અનેક લોકો આવી પહોંચ્યા. મહારાજશ્રીની પધરામણી પછી અને જિનમંદિરના નિર્માણ પછી સેદાણી ગામની જાહોજલાલી દિવસે દિવસે વધતી ચાલી. મહારાજશ્રીએ જ્યારે સેદાણી ગામથી વિહાર કર્યો ત્યારે ગામના બધા જ માણસો અને આસપાસનાં ગામોના કેટલાય માણસો તેમને વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા. ફેદાણીથી વિહાર કરીને મહારાજશ્રી પોતાના ગુરુમહારાજ શ્રી તીર્થવિજયજી પાસે માંડોલી આવી પહોંચ્યા. ઠીક ઠીક સમય પછી પોતાના ગુરુમહારાજને ફરીથી મળતાં શ્રી શાંતિવિજયજી મહારાજને અપાર હર્ષ થયો. બીજી બાજુ આટલા સમયગાળા દરમિયાન પોતાના શિષ્ય કરેલી સાધનાની વાતો તથા લોકો ઉપરના તેમના ચમત્કારિક પ્રભાવની વાતો ગુરુમહારાજે સાંભળી હતી. એટલે પોતાના શિષ્યને મળતાં ગુરુમહારાજે પણ ધન્યતા અનુભવી. માંડોલીમાં ગુરુ-શિષ્ય પોતાના સાધુ-સમુદાય સાથે કેટલોક સમય સ્થિરતા કરી. શ્રી શાંતિવિજયજીના વ્યાખ્યાનનો પ્રભાવ લોકો ઉપર ઘણો પડતો. જિનભક્તિ માટે લોકોનો ઉત્સાહ વધતો જતો હતો. જેનો ઉપરાંત રાયકાઓ અને બીજા લોકો પણ વ્યાખ્યાનમાં આવતા. માંડોલી એક નાનું સરખું ગામ છે. રાજસ્થાનના એ પ્રદેશમાં એ દિવસોમાં ચોર-લૂંટારુઓનો ભય ઘણો રહેતો. આથી માંડોલીના ગ્રામજનોએ ગુરુમહારાજને વિનંતી કરી કે, “ચોર-લૂંટારુઓનો ઉપદ્રવ બંધ થાય એ માટે કંઈક કરો.” ગુરુ મહારાજે કહ્યું કે, “આ કામમાં મારા કરતાં શાંતિવિજયજી મહારાજ તમને વધુ સહાય કરશે.' ગ્રામજનોએ શ્રી શાંતિવિજયજી મહારાજને વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું કે, “ભાઈઓ, જાઓ મારું વચન છે કે આજથી હવે માંડોલી ગામમાં ચોર-લૂંટારુઓનો કોઈ ડર નહિ રહે. માંડોલીની સીમમાં દાખલ થવાની હવેથી કોઈ હિંમત નહિ કરે. એ માટે તમે નિશ્ચિત અને નિર્ભય રહેજો. તમે સૌ પ્રભુભક્તિમાં લાગી જજો.” Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રીના આ અભય વચન પછી ગામમાં ચોર-લૂંટારુઓનો ઉપદ્રવ સદંતર બંધ થઈ ગયો. લોકો પણ ઉમંગથી પ્રભુભક્તિમાં લાગી ગયા. વિ. સં. ૧૯૮૪માં મહારાજશ્રી અજારી તીર્થમાં બિરાજમાન હતા. તે વખતે એ વિસ્તારના ચામુડેરી નામના ગામના સંઘના આગેવાનો એમને વિનંતી કરવા આવ્યા. તેઓએ કહ્યું, “ગુરુમહારાજ ! અમે અમારા ગામમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વિચાર્યો છે. એ માટે પધારવા આપને વિનંતી કરવા આવ્યા છીએ.” મહારાજશ્રીએ તેઓને આ પ્રસંગ માટે બીજા કોઈ આચાર્ય ભગવંતને વિનંતી કરવા કહ્યું. પરંતુ આગેવાનોએ કહ્યું, ગુરુમહારાજ ! અમારી ભાવના આ પ્રસંગ આપની જ નિશ્રામાં ઊજવવાની છે. ખાસ તો અમારા ગામમાં જે ઉપદ્રવો થાય છે એની ચિંતાને કારણે આપના તરફ વધારે ભાવ જાગ્યો છે. છેલ્લા કેટલાય વખતથી અમારા ગામમાં ચોરીના, મારામારીના અને આગ લાગવાના બનાવો બનવા માંડ્યા છે અને દિવસે દિવસે વધતા ચાલ્યા છે. આ સંજોગોમાં પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિને પાર પડશે કે કેમ તેની અમને બહુ ચિંતા છે. વળી હમણાં હમણાં અમારા વિસ્તારમાં જેનોમાં આપસઆપસમાં ઝઘડા બહુ ચાલે છે. એટલે અમારા ઉત્સવમાં બધાનો સહકાર સાંપડશે કે કેમ તે વિશે મનમાં સંશય રહે છે. પરંતુ જો આપ પધારો તો આ બધા જ પ્રશ્નો ટળી જશે એવી અમને શ્રદ્ધા છે.” વિચારણાના અંતે મહારાજશ્રીએ ચામુડેરી જવાનો નિર્ણય કર્યો. નક્કી કરેલા દિવસ મહારાજશ્રીની પધરામણી થયા પછી આગ, ચોરી, મારામારીનો કોઈ પ્રસંગ બન્યો નહિ. જુદાં જુદાં ગામોના સંઘો વચ્ચે પણ મહારાજશ્રીની પ્રેરણા અને દોરવણીથી સંપ થયો. પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક પાર ૫યો. સંઘને ઊપજ પણ ધાર્યા કરતાં ઘણી જ સારી રહી. આ મહોત્સવનો પ્રભાવ સમગ્ર ગામ ઉપર ઘણો સારો પડ્યો. એક વખત શિવગંજથી વિહાર કરી મહારાજશ્રી બ્રાહ્મણવાડા તરફ જતા હતા. રસ્તામાં પોમાવા નામનું એક ગામ આવ્યું ત્યાં જિનમંદિરમાં જઈ, દર્શન કરી તેઓ આગળ ચાલ્યા. મહારાજશ્રી શાંત પ્રકૃતિના હતા. એટલે પોતાના આગમનની અગાઉથી જાણ કરતા નહિ. પોમાવા ગામમાંથી નીકળીને તેઓ આગળ વિહાર કરી ગયા. એવામાં ગામના લોકોને ખબર પડી. તરત જ સંઘના Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૮૭ આગેવાનો એકત્ર થયા. મહારાજશ્રીની વાણીનો લાભ પોતાના ગામના લોકોને મળ્યો નહિ તે માટે વસવસો કરવા લાગ્યા. તરત બધાએ એકત્ર થઈ નિર્ણય લીધો કે, મહારાજશ્રી પાસે આપણે અત્યારે જ જઈએ. પોમાવા થોડા દિવસ રોકાઈને વ્યાખ્યાનનો લાભ ગામને આપે એ માટે વિનંતી કરીએ.” તેઓ બધા મહારાજશ્રીએ વિહાર કર્યો હતો એ દિશામાં ચાલી નીકળ્યા. બે માઈલ જેટલું ચાલ્યા પછી તેમણે જોયું તો કોઈ એક વૃક્ષ નીચે મહારાજશ્રી ધ્યાનમાં બેઠા હતા. મહારાજશ્રી ધ્યાનમાંથી જાગ્રત થયા એટલે તેઓએ તેમને પોમાવા પાછા પધારવા આગ્રહભરી વિનંતી કરી. તેમના આગમનનો પોતાને ખ્યાલ ન રહ્યો તે માટે ક્ષમા માગી, સરળ પ્રકૃતિના મહારાજશ્રીએ તેમની વિનંતીનો તરત સ્વીકાર કર્યો. પોમાવા પાછા ફર્યા. આથી ગામના બધા લોકોમાં બહુ જ આનંદ છવાઈ ગયો. ગામને પાદરેથી વાજતે ગાજતે મહારાજશ્રીનું સામૈયું કરવામાં આવ્યું. પોમાવામાં રતનચંદ મનરૂપજી નામના એક શ્રાવક રહેતા હતા. એમનાં માતુશ્રી અને પત્નીનું વીસ સ્થાનકનું વ્રત પૂરું થયું હતું. જો મહારાજશ્રી પોમાવામાં વધારે દિવસ રોકાવાની અનુમતિ આપે તો તેમની ઇચ્છા મહાજશ્રીની નિશ્રામાં એ માટે ઉજમણું કરવાની હતી. મહારાજશ્રીની અનુમતિ મળતાં રતનચંદ શેઠે અઠ્ઠાઈ મહોત્સવ માટે તૈયારી કરી. રતનચંદ શેઠનો ચોખાનો વેપાર હતો. પૈસેટકે તેઓ સાધારણ સુખી હતા. એમના મનમાં આ ઉત્સવ માટે કોઈ અપૂર્વ ભાવ જાગ્યો હતો. એ માટે તેમણે નાણાં ખર્ચવાની જોગવાઈ પણ કરી લીધી. અઠ્ઠાઈ મહોત્સવની નિમંત્રણ પત્રિકા આસપાસનાં ગામોના સંઘોને મોકલવામાં આવી હતી. એક તો મહારાજશ્રીના દર્શન અને વાણીનો લાભ મળે અને બીજી બાજુ આવો સરસ ઉત્સવ જોવા-માણવા મળે. એટલે પોમાવા ગામમાં રોજેરોજ ધાર્યા કરતાં વધુ ને વધુ માણસો આવવા લાગ્યા. રતનચંદ શેઠે જે ખર્ચની જોગવાઈ કરી હતી તેના કરતાં રોજેરોજ ઘણો વધારે ખર્ચ થવા લાગ્યો. પરંતુ તેમણે પોતાના મનમાં જરાસરખો પણ ઓછો ભાવ આવવા ન દીધો. એટલી જ ઉદારતાથી અને એટલા જ ઉત્સાહથી સૌનું સ્વાગત તેઓ કરતા રહ્યા. નાણાં ખૂટી જવાના કારણે તેમણે પોતાની પત્નીનાં કેટલાંક ઘરેણાં પણ કોઈને ખબર ન પડે એ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રભાવક સ્થવિરો રીતે વેચી દીધાં, પરંતુ ઉત્સવમાં ક્યાંય પણ કરકસર થવા ન દીધી. આખો અવસર બહુ જ સારી રીતે પાર પડ્યો. ચારે બાજુ જયજયકાર થઈ ગયો. સૌના મુખમાંથી મહારાજશ્રી માટે અને રતનચંદ શેઠ માટે પ્રશંસાના ઉગારો સરતા હતા. રતનચંદ શેઠને મહારાજશ્રીમાં એટલી બધી શ્રદ્ધા હતી કે આવો અવસર પોતાના કુટુંબને સાંપડ્યો એ માટે તેઓ ધન્યતા અને કૃતાર્થતા અનુભવતા હતા. ઘરનાં ઘરેણાં વેચવા પડ્યાં હતાં, પરંતુ તે માટે મનમાં જરા સરખો પણ રંજ નહોતો. તેમને અખૂટ શ્રદ્ધા હતી કે મહારાજશ્રીની કૃપાથી બધું જ સારું થઈ જશે. મહારાજશ્રીએ આ વાત જાણી ત્યારે તેમણે રતનચંદ શેઠને આશીર્વાદ આપતાં કહ્યું કે, “ફિકર કરશો નહિ. બધું સારું થઈ જશે.” બીજે વર્ષે એવું બન્યું કે ચોખાના વેપારમાં રતનચંદ શેઠને એટલી અઢળક કમાણી થઈ કે પોતે વેચેલાં ઘરેણાં તો પાછાં આવ્યાં ઉપરાંત ઘણું વધુ ધન કમાયા અને ધર્મકાર્યમાં વધુ ધન ખર્ચવા લાગ્યા. વચનસિદ્ધ મહારાજશ્રીમાં તેમની શ્રદ્ધા વધુ દઢ થઈ ગઈ. સં. ૧૯૮૮-૮૯માં મહારાજશ્રી જ્યારે આબુ-અચલગઢમાં બિરાજમાન હતા ત્યારે જૈન સમાજના પોરવાડ જ્ઞાતિના કેટલાક આગેવાનો મહારાજશ્રી પાસે આવ્યા.તેઓએ વિનંતી કરતાં કહ્યું, “ગુરુમહારાજ !' બ્રાહ્મણવાડાજી તીર્થમાં સં. ૧૯૮૯માં ચૈત્ર વદ ૧-૨-૩ એમ ત્રણ દિવસ માટે અખિલ ભારત પોરવાડ સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. તે માટે આપ ત્યાં જરૂર પધારો. આ પ્રસંગે પંજાબકેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ પણ પધારવાના છે.” મહારાજશ્રીએ એ માટે તરત સંમતિ આપી. સંમેલન માટે તેઓ બ્રાહ્મણવાડા પહોંચી ગયા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ મહોત્સવ પ્રસંગે સમગ્ર ભારતમાંથી વીસ હજારથી વધુ માણસો આવ્યા હતા. મહારાજશ્રીને આ પ્રસંગે શ્રી વિજયવલ્લભસૂરિ સાથે રહેવાનો અવસર પણ સાંપડ્યો. આ સંમેલનમાં ભિન્ન ભિન્ન સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક વિષય ઉપર પ્રવચનો થયાં. લોકો ઉપર તેની ઘણી સારી અસર થઈ. આ પ્રસંગે રાજસ્થાનમાં ધર્મપ્રચારનું સંગીન કાર્ય કરનાર ખ્યાતનામ પંન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ પણ પધાર્યા હતા. આ સંમેલનમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને ‘કલિકાલકલ્પતરુઅજ્ઞાનતિમિરતણી', શ્રી વિજયશાંતિસૂરિને ‘અનંતજીવ પ્રતિપાળ, યોગીન્દ્રચૂડામણિ, રાજરાજેશ્વર' અને પં. લલિતવિજયજીને ‘મરુધરોદ્વારક પ્રખર શિક્ષા પ્રચારક' એ પ્રમાણે બિરુદો આપવામાં આવ્યાં હતાં. મહારાજશ્રી માટે આ સંમેલનની બીજી એક વિશિષ્ટ ફલશ્રુતિ એ હતી કે આસપાસનાં લગભગ નેવું ગામમાંથી પોતાની રાયકા જ્ઞાતિના ગૃહસ્થો આવ્યા હતા. મહારાજશ્રીએ તેમની જુદી સભા યોજીને તેમને ઉપદેશ આપ્યો હતો અને તે બધા પાસે જુગાર, ચોરી, દારૂ, ગાંજો, તમ્બાકુ વગેરે વ્યસનો છોડવા માટે અને શુદ્ધ આચાર પાળવા માટે પ્રતિજ્ઞા લેવરાવી હતી. વિ. સં. ૧૯૯૦ના કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણવાડાથી મારવાડની નાની પંચતીર્થીની યાત્રા માટે છ'રી પાળતો સંઘ મહારાજશ્રીની નિશ્રામાં કાઢવામાં આવ્યો હતો. પાંચ હજારથી વધુ માણસો આ સંઘમાં જોડાયા હતા. સંઘ ખૂબ ઉલ્લાસપૂર્વક તીર્થોની યાત્રા કરતો કરતો માગસર સુદ ૨ના રોજ વીરવાડા મુકામે આવી પહોંચ્યો. વીરવાડામાં એક વિશેષ ઘટના બની. મહારાજશ્રીના અનેક ભક્તો રાજસ્થાન, ગુજરાત, બંગાળ વગેરે સ્થળોએથી પધાર્યા હતા. મહારાજશ્રીના સિદ્ધિલબ્ધિયુક્ત શાંત પવિત્ર જીવનથી પ્રભાવિત થયેલા કેટલાક આગેવાનોને એવી કુદરતી સ્ફુરણા થઈ કે મહારાજશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્યની પદવી આપવી જોઈએ. મહારાજશ્રીને પોતાની આવી કોઈ પદવીની જરા પણ આકાંક્ષા નહોતી, પરંતુ એકત્ર થયેલ વિશાળ ભક્તસમુદાયનો આગ્રહ એટલો બધો હતો કે છેવટે મહારાજશ્રીને તે માટે સંમતિ આપવી પડી હતી. આ પ્રસંગે મહારાજશ્રીને ‘જગદ્ગુરુ સૂરિસમ્રાટ' એવી પદવી આપવામાં આવી. આ જાહેરાતને લોકોએ ખૂબ હર્ષથી વધાવી લીધી અને એ સમાચાર ચારે બાજુ ઝડપથી પ્રસરી ગયા. મહારાજશ્રીએ એ પ્રસંગે ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, ‘આવી પદવીની મને કંઈ જરૂર નથી. મને એવી આકાંક્ષા પણ નથી. મારા માટે લોકોના પ્રેમના પ્રતીકરૂપે આ પદવી છે. પદવીથી મારામાં અહંકાર ન જાગે એ માટે મારે હવેથી વિશેષ જાગ્રત રહેવું પડશે. આ પદવી મને મારી જવાબદારીનું સતત ભાન કરાવતી રહેશે.’ ૧૮૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રભાવક સ્થવિરો શ્રી શાંતિસૂરિ મહારાજને વિશેષતઃ આબુ પર્વત ઉપર વિચારવાનું વધારે અનુકૂળ રહેતું હતું. તેઓ એકાન્તમાં સાધના કરવાની અભિરુચિ ધરાવતા, એટલે શિષ્યો વધારવાનું તેમને ગમતું નહિ. આબુ પર્વત ઉપર દેલવાડાથી અચલગઢ વચ્ચે ત્યારે ગીચ જંગલ જેવું હતું. ત્યાં વાઘની વસ્તી પણ હતી. મહારાજશ્રી દેલવાડાના ઉપાશ્રયેથી જંગલમાં ચાલ્યા જતા અને ધ્યાન ધરતા. ક્યારેક ગુફામાં તેમની પાસે વાઘ આવીને શાંતિથી બેસતો. એક વખત કેટલાક ભાઈઓને જિજ્ઞાસા થઈ એટલે રાતને વખતે ટોર્ચ લઈ, મહારાજશ્રી જે જુદી જુદી જગ્યાએ ધ્યાન ધરતા તેવી એક અંધારી ગુફામાં જઈ પહોંચ્યા. મહારાજશ્રી ધ્યાનમગ્ન હતા. ટોર્ચનો પ્રકાશ પડતાં જાગ્રત થયા. ભક્તોને પોતાની પાસે આવેલા જોઈને તેમણે કહ્યું, “તમે બધા તરત પાછા ચાલ્યા જાવ. અંધારામાં આવી રીતે સાહસ કરીને આવવું એ તમારું કામ નથી. અહીં વાઘ-વરુ જેવાં હિંસક પ્રાણીઓ વસે છે. એ રાતને વખતે તમારા ઉપર હુમલો કર્યા વગર નહિ રહે.” મહારાજશ્રીની ચેતવણીથી તેઓ તરત પાછા ફર્યા. માઉન્ટ આબુ હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ છે. ભારતને સ્વતંત્રતા મળી એ પૂર્વે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેમાં આવેલાં દેશી રાજ્યોના કેટલાય બંગલા માઉન્ટ આબુ ઉપર હતા. ઉનાળાના દિવસોમાં અને અન્ય વખતે પણ દેશી રાજાઓ પોતાના રસાલા સાથે આબુ પર્વત ઉપર હવા ખાવા જતા. અંગ્રેજ ગોરા અમલદારો અને મોટી મોટી શ્રીમંત વ્યક્તિઓ પણ આબુ પર્વત પર હવાફેર માટે જતી. આબુ ત્યારે મુખ્યત્વે સુખી–શ્રીમંત લોકોનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું હતું. પૂ. શ્રી શાંતિવિજયજી મહારાજે આબુ ઉપર વારંવાર ચાતુર્માસ કર્યા હતાં. આબુની ગુફાઓ અને ઝાડીઓ એમની સાધના માટે અનુકૂળ હતી. એમની દિવ્ય લબ્ધિ અને પ્રશાંત, પ્રેરક મુખમુદ્રાને કારણે એમનાં દર્શન-વંદનને માટે રાજવીઓ, બ્રિટિશ ગોરા અમલદારો, પારસી, વહોરા, ખોજા વગેરે નામાંકિત શ્રીમંત માણસો આવતા. કેટલાકને પોતાના દુઃખના પ્રસંગે મહારાજશ્રીના આશીર્વાદથી ચમત્કારિક રીતે લાભ થયો હતો. એવી દરેક વ્યક્તિ પોતાના સ્વાનુભવના આધારે બીજાને વાત કરતી અને તેને મહારાજશ્રીની પાસે લઈ આવતી. આથી મહારાજશ્રીનો જૈન-જૈનેતર Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૯૧ લોકોનો એક બહોળો અનુયાયી વર્ગ થયો હતો. મહારાજશ્રી પોતાની પાસે આવનાર દરેકને પ્રભુભક્તિ કરવા, ૐ શાંતિઃ નો જાપ કરવા તથા માંસાહાર, દારૂ, જુગાર, વ્યભિચાર, બીડી-સિગારેટ વગેરે ત્યજવા માટે ઉપદેશ આપતા. સં. ૧૯૮૮માં મહારાજશ્રી જ્યારે આબુ દેલવાડાના ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા ત્યારે એમને એક એવો વિચાર આવ્યો કે ચાતુર્માસમાં નવરાત્રિના દિવસોમાં અને ખાસ તો દશેરાના દિવસે ક્ષત્રિય રાજકુટુંબોમાં માતાજીના મંદિરમાં પાડાનો, બકરાનો કે કુકડાનો વધ કરવાની જે પરંપરા જૂના વખતથી ચાલી આવી છે એથી સમગ્ર ભારતમાં ઘણી મોટી નિરર્થક હિંસા દર વર્ષે થાય છે. આથી મહારાજશ્રીએ પોતાની પાસે આવેલા કેટલાક રાજવીઓ સાથે આ હિંસા બંધ કરાવવા માટે વિચાર-વિનિમય કર્યો. તેનો એમને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો. એટલે એમણે સમગ્ર ભારતમાં બધાં જ દેશી રાજ્યોને નવરાત્રિ અને દશેરાને દિવસે માતાજીના સ્થાનકમાં પશુબલિ ન ધરાવવા માટે અગાઉથી તાર કરવાનું નક્કી કર્યું. તે માટે ખર્ચ અને બીજી કાર્યવાહીની બધી વ્યવસ્થા થઈ ગઈ અને એ પ્રમાણે સમગ્ર ભારતમાં સેંકડો તાર મોકલવામાં આવ્યા. અનેક રાજવીઓ મહારાજશ્રી પાસે આશીર્વાદ માટે અગાઉ આવી ગયા હતા. અને બીજા અનેક રાજવીઓએ કોઈક ને કોઈક મારફત મહારાજશ્રીનું પવિત્ર નામ સાંભળ્યું હતું. એટલે મહારાજશ્રીના આ પ્રસ્તાવને ચારે તરફથી સમર્થન સાંપડ્યું. જોધપુર, ઈન્દોર, જયપુર, ધરમપુર, સિરોહી, ભાવનગર, મૈસુર, ગ્વાલિયર, રાજપીપળા, દેવગઢબારીઆ, વાંસદા, રેવા, પાલિતાણા, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા, માંગરોળ, ચાણોદ, લુણાવાડા, છોટાઉદેપુર, પાટડી, માળિયા વગેરે ઘણાં બધાં રાજ્યોના તારથી જ જવાબ આવી ગયો કે પોતાના રાજ્યમાં નવરાત્રિમાં અને દશેરાના દિવસે હવેથી માતાજીને પશુનો બલિ ધરાવવામાં નહિ આવે. ક્ષત્રિય રજવાડી કુટુંબોની ધાર્મિક પરંપરામાં આવો ફેરફાર થવો તે એ જમાનામાં મોટું ક્રાંતિકારી પગલું હતું. પરંતુ મહારાજશ્રીની દિવ્ય પ્રતિભા એવી હતી કે એ બધાં રાજ્યોએ મહારાજશ્રીને હર્ષપૂર્વક સહકાર આપ્યો હતો. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રભાવક સ્થવિરો મોટા જીવનો વધ અટકાવવાની બાબતમાં મહારાજશ્રીનું આ એક મોટું યોગદાન હતું. કેટલાંક રાજ્યોએ તો પાટનગર સહિત પોતાના સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ પશુબલિ ન ધરાવવામાં આવે એવું ફરમાન કાઢવા ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી દારૂ અને જુગાર ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. સામાજિક-સાંસ્કારિક ક્ષેત્રે હિંસાનિવારણ અને સંસ્કારસિંચનનું મહત્ત્વનું કાર્ય મહારાજશ્રી દ્વારા એ જમાનામાં થયું હતું. મહારાજશ્રીએ શાળા-કૉલેજનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ યુરોપિયનોના સંપર્કના કારણે તેઓ તેમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ ગયા હતા. વળી મહારાજશ્રીની સ્મૃતિ એટલી બધી સારી હતી કે એક વખત બેપાંચ મિનિટ માટે મળેલી વ્યક્તિ વર્ષો પછી મળે તો મહારાજશ્રીને એનું નામ યાદ હોય. મહારાજશ્રી પાસે કેટલાય યુરોપિયન લોકો આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માટે આવતા. એક યુરોપિયને તો એમની પાસે દીક્ષા લીધી હતી અને તેઓ એમની સાથે જ રહેતા હતા. આબુમાં મહારાજશ્રી બિરાજમાન હોય ત્યારે દેશવિદેશના અનેક લોકો તેમનાં દર્શન કરવા આવતા. એક વખત એક યુરોપિયન વૃદ્ધ બાઈ પોતાની દીકરીને સાથે લઈને મહારાજશ્રીને વંદન કરવા આવી હતી, પરંતુ તે વખતે મહારાજશ્રીને સખત તાવ આવ્યો હતો. તેઓ ઓઢીને સૂતા હતા. પાસે બેઠેલા એક ભક્ત તે મહિલાને કહ્યું કે, “મહારાજશ્રી બીમાર છે એટલે આજે મળી શકશે નહિ.” એ જાણી એ મહિલા નિરાશ થઈ ગઈ. પોતાની દીકરી સાથે તે પાછી જવા લાગી. એ મહિલાનો અવાજ સાંભળીને મહારાજશ્રી જાગી ગયા. બેઠા થઈને તેમણે જોયું તો તે મહિલા દરવાજાની બહાર પાછી જઈ રહી હતી. નિરાશ થઈને કોઈ જાય એ મહારાજશ્રીને ગમતું નહિ. એમણે એ મહિલાને પાછી બોલાવવા તરત બૂમ પાડીને કહ્યું, Mother, please come in." એ સાંભળીને તે મહિલા પાછી ફરી. મહારાજશ્રીનાં દર્શન કરવાની તક મળી એથી તેને એટલો બધો આનંદ થયો કે એકદમ તેની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. મહારાજશ્રીએ મા-દીકરીને પોતાની સાથે બેસાર્યા. અંગ્રેજીમાં બંને વચ્ચે વાતચીત ચાલી. મહારાજશ્રીએ કહ્યું, “તમારે કંઈ પૂછવું Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૯૩ છે ?' તે મહિલાએ કહ્યું, “હા, મારો દીકરો ઇંગ્લેન્ડમાં છે. હું ત્યાંથી આવી ત્યારે તેની તબિયત સારી નહોતી. ત્યારપછી તેનો સંપર્ક થઈ શક્યો નથી. તેની મને બહુ ચિંતા છે.” મહારાજશ્રીએ થોડી વાર ધ્યાન ધરીને તે મહિલાને કહ્યું, “તમારો દીકરો વિલાયતમાં ખૂબ આનંદમાં છે.” એ સાંભળીને તે મહિલાને બહુ હર્ષ થયો. પછી મહારાજશ્રીએ તેને અને તેની દીકરીને સુખડની માળા ભેટ આપીને કહ્યું કે, “દરરોજ આ માળા “ૐ”નો જાપ કરીને ફેરવજો. “ૐ” યાદ ન રહે તો *Almighty God'નો જાપ કરજો. આ માળા ગળામાં પહેરજો. એથી બધું સારું થઈ જશે.” મા અને દીકરીએ પોતાના ગળામાં માળા પહેરી, ફરીથી તેમની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યાં હતાં. વારંવાર આભારપૂર્વક મહારાજને વંદન કરીને તેઓ વિદાય થયાં. ભારતની આઝાદી પૂર્વેના એ દિવસોમાં રાજપૂતાનાના એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ સર ગિલ્વે નામના બ્રિટિશ અધિકારીની કચેરી માઉન્ટ આબુમાં હતી. મહારાજશ્રીના દિવ્ય, પવિત્ર જીવનની વાતો કર્ણોપકર્ણ તેમની પાસે આવી હતી. જિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા હતા; પરંતુ પ્રથમ દર્શને જ તેઓ એટલા બધા આનંદિત થઈ ગયા હતા કે પછીથી તેઓ વારંવાર મહારાજશ્રીને મળવા આવતા હતા. પોતાને ત્યાં મહેમાન તરીકે જે કોઈ બ્રિટિશ કે યુરોપિયન વ્યક્તિઓ આવતી તેને આબુનાં ફરવા જેવાં સ્થળો બતાવતા ઉપરાંત મહારાજશ્રી પાસે પણ તેઓ લઈ આવતા. સર ઓચિલ્વેની ઇચ્છા મહારાજશ્રી માટે કશુંક કરી છૂટવાની હતી, પરંતુ મહારાજશ્રીને વ્યક્તિગત સુખસગવડરૂપે તો કશું જ જોઈતું ન હતું. મહારાજશ્રીએ સર ઓગિલ્વેને એટલી જ ભલામણ કરી કે, “માઉન્ટ આબુમાં કોઈ પશુપક્ષીઓનો શિકાર ન થાય એવું ફરમાન કાઢો.” આબુ ઉપર આવતા વિદેશી ગોરા સહેલાણીઓ અને ભારતના રાજવીઓની શોખની એક પ્રવૃત્તિ તે પશુપંખીઓના શિકારની હતી. પરંતુ મહારાશ્રીની ભલામણથી સર ઓગિલ્વેએ હુકમ કાઢ્યો કે આબુ પર્વત ઉપર કોઈ પણ પશુપક્ષીને ગોળીથી કે હથિયારથી મારી શકાશે નહિ. આ પ્રદેશમાં કેટલાંક અપંગ જાનવરોને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રભાવક સ્થવિરો પકડીને તેને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવતાં હતાં તે પણ ન કરવામાં આવે એવો હુકમ મહારાજશ્રીની ભલામણથી કાઢવામાં આવ્યો હતો. વળી આબુ પર્વત ઉપર પશુઓ માટેની એક ઇસ્પિતાલ સર ઓગિલ્વેએ શરૂ કરાવી અને તેનો વહીવટ સંભાળવા માટે મિસિસ રાઈટ નામની એક અંગ્રેજ મહિલાની નિમણૂંક કરવામાં આવી હતી. મહારાજશ્રીનો પ્રભાવ કેટલો બધો હતો તે આવી ઘટનાઓ ઉપરથી જોઈ શકાય છે. કેસરિયાજી તીર્થ અત્યંત પ્રાચીન છે. પરંતુ મેવાડની ભૂમિમાં ડુંગરો અને જંગલો વચ્ચે આવેલા એ તીર્થ માટે વારંવાર વિવાદ રહ્યા કર્યો છે. કેસરિયાજી તીર્થના આદીશ્વર દાદાના ચમત્કારિક પ્રભાવનો અનુભવ જૈન-જૈનેતર એવા અનેક લોકોને સેંકડો વર્ષોથી થતો આવ્યો છે. આ વિસ્તારમાં જ્યારે જૈનોની વસ્તી બિલકુલ રહી નહોતી ત્યારે કેસરિયાજી દાદાનાં દર્શને આસપાસના ભીલ વગેરે આદિવાસી લોકો આવતા રહ્યા હતા. આદીશ્વર ભગવાનનાં પ્રતિમાજીની નવાંગી પૂજા કરવાને બદલે જમણા પગના અંગૂઠે વાટકી ભરેલું કેસર રેડવાનો આદિવાસીઓમાં રિવાજ પડી ગયો હતો અને એથી આ તીર્થના ભગવાનને લોકો કેસરિયાજી દાદા તરીકે ઓળખવા લાગ્યા હતા. આમ સૈકાઓથી જૈનો અને હિન્દુઓ આ મંદિરમાં ઋષભદેવ ભગવાનની પૂજા કરતા રહ્યા હોવાથી આ મંદિર તે કોનું ?−એવો વિવાદ વારંવાર થયા કર્યો છે. વળી જેનોમાં પણ આ મંદિર તે શ્વેતમ્બરોનું કે દિગમ્બરોનું એ વિશે પણ કેટલીય વાર વિવાદ થયા કરેલો. ગુરુદેવ શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબના વખતમાં પણ આ તીર્થ અંગે વિવાદ ઊભો થયો હતો. આ તીર્થમાં વૈષ્ણવ યાત્રિકો વધુ પ્રમાણમાં આવતા હોવાને કારણે પંડાઓની વસ્તી પણ વધતી ગઈ હતી અને મંદિરમાં પણ જિનપૂજામાં કેટલીક વૈષ્ણવ રીતિઓ દાખલ થઈ ગયેલી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે આ તીર્થ મેવાડ રાજ્યમાં આવેલું હતું. એથી એના ઉપર ઉદયપુરના મહારાણાની હકૂમત ચાલતી. મહારાણા પોતે હિન્દુ હતા, એટલે જૈનોને આ મંદિરની બાબતમાં પૂરો ન્યાય મળતો નહિ અને વૈષ્ણવો તરફથી કનડગત થતી. રાજ્ય તરફથી પણ વૈષ્ણવો તરફ પક્ષપાત દર્શાવાતો. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૯૫ વિ. સં. ૧૯૯૦માં આ જાતની કનડગત ઘણી બધી ગઈ. દેરાસર ઉપરનો જૈન ધ્વજાદંડ ઉતારી નાખવામાં આવ્યો અને તેની જગ્યાએ હિન્દુ ધ્વજાદંડ ફરકાવવામાં આવ્યો. એથી જૈનોની લાગણી બહુ દુભાઈ. ઘણા લોકોએ એ વિશે મહારાજશ્રી પાસે આવીને ફરિયાદ કરી. મહારાજશ્રી પોતે તો શાંતિના ચાહક હતા; વિશ્વકલ્યાણની ભાવનાવાળા હતા. સંઘર્ષ તો તેમને રુચે નહિ. આથી તેમણે હૃદયપરિવર્તનનો માર્ગ અપનાવવા પોતાની જાતને જ શિક્ષા કરવાનું વિચાર્યું. તેમણે બ્રાહ્મણવાડામાં વિશાળ સભામાં જેનો ઉપરાંત હિન્દુઓની પણ હાજરી વચ્ચે નીચે પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા જાહેર કરીઃ “શ્રી કેસરિયાજી તીર્થ માટે જૈનો અને પંડાઓ વચ્ચે સળગેલ કલેશાગ્નિનો શ્રી મેવાડ સ્ટેટ તરફથી જો શાંતિભાવે નિકાલ નહિ આવે તો સં. ૧૯૯૦ના ફાગણ સુદ તેરસના રોજ મેવાડની હદમાં હું પ્રવેશ કરીશ અને ત્યાં આમરણાન્ત ઉપવાસ ઉપર ઊતરીશ.” મહારાજશ્રીની પ્રતિજ્ઞાના સમાચાર વર્તમાનપત્રોમાં તરત છપાયા. એથી ઊહાપોહ ઘણો વધી ગયો. મહારાજશ્રીના ભક્ત એવા કેટલાય રાજવીઓ તરફથી મેવાડના મહારાણા ઉપર તાર દ્વારા ભારે દબાણ આવ્યું કે, મહારાજશ્રી ઉપવાસ ઉપર ઊતરે તે પહેલાં શાંતિ સ્થપાય તેવું કરવું. આ ઘટનાથી મેવાડના મહારાણા ચિંતામાં પડી ગયા. મહારાજશ્રી મેવાડમાં પ્રવેશ કરીને ઉપવાસ કરવાના હતા, પરંતુ જો તેમને મેવાડની સરહદમાં જ પ્રવેશ ન કરવા દેવામાં આવે તો પછી ઉપવાસનો પ્રશ્ન ઊભો નહિ થાય. મહારાજશ્રી બ્રાહ્મણવાડાથી ઉદેપુરની સરહદમાં દાખલ થાય એવો સંભવ હતો. એટલે મહારાણાની સૂચનાથી રાજ્યના દીવાન સુખદેવપ્રસાદે તે દિશામાં સરહદ ઉપર પોલીસના ભારે ચોકીપહેરાનો બંદોબસ્ત કર્યો હતો. પોતાની પ્રતિજ્ઞાની જાહેરાત અનુસાર સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૧૦ના રોજ મહારાજશ્રીએ બ્રાહ્મણવાડાથી વિહાર કર્યો. તેઓ સરસ્વતી મંદિરમાં રાત રોકાયા. ત્યારપછી વિહાર કરતા કરતા તેઓ ફાગણ સુદ ૧૩ના રોજ મેવાડ રાજ્યની હદની અંદર દાખલ થઈને ઉદેપુરની પાસે મદાર નામના ગામમાં બપોરે પહોંચ્યા. મહારાજશ્રી મેવાડમાં દાખલ થઈ ગયા છે એ સમાચારે ભારે સનસનાટી ફેલાવી, કારણ કે ચારે બાજુ પોલીસનો સખત જાપ્તો હોવા છતાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રી મેવાડમાં કેવી રીતે દાખલ થયા એ બહુ આશ્ચર્ય ઉપજાવે એવી સમસ્યા બની ગઈ. પોલીસ ચોકીદારોએ બે જૈન સાધુઓની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ વિજયશાંતિસૂરિ નથી એની પાકી ખાતરી થતાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. મદાર ગામમાં આવીને મહારાજશ્રી વરધીચંદ તલેસરા નામના એક શ્રાવકના ઘરે ઊતર્યા હતા. એમના આગમનના સમાચારની જાણ થતાં આસપાસનાં ગામોમાંથી હજારો લોકો એમનાં દર્શન કરવા માટે આવી પહોંચ્યા. દીવાન સુખદેવપ્રસાદ પણ મહારાજશ્રી પાસે આવી પહોંચ્યા. ચૌદશના દિવસથી મહારાજશ્રી ઉપવાસ કરવાના હતા. સુખદેવપ્રસાદ મહારાજશ્રીની પ્રશાંત મુખમુદ્રા અને એમના પ્રત્યેનો લોકોનો ભક્તિભાવ જોઈ ચકિત થઈ ગયા હતા. દીવાને મહારાજશ્રીને વિનંતી કરી કે, ‘મને બે દિવસનો સમય આપો. એ દરમિયાન હું સમાધાનના પ્રયાસો કરીશ.' દીવાનની વિનંતી સાંભળી મહારાજશ્રીએ કહ્યું, ‘જાહેરાત અનુસાર હું ઉપવાસ ચાલુ કરીશ, પરંતુ તમારી વિનંતીને માન આપી બે દિવસ હું ફક્ત છાશ લઈશ. બીજો કોઈ આહાર નહિ લઉં; પરંતુ જો બે દિવસમાં કશું જ પરિણામ આવ્યું નહિ તો ત્રીજે દિવસે મારા ઉપવાસ પાછા ચાલુ થઈ જશે.’ પરંતુ બે દિવસમાં કશું જ પરિણામ આવ્યું નહિ. એટલે મહારાજશ્રીએ ઉપવાસ ચાલુ કરી દીધા. એ સમાચારને ઘણાં છાપાંઓમાં પ્રસિદ્ધિ મળી. એથી મેવાડના મહારાણા ઉપર દબાણ વધતું ગયું. ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા. રોજેરોજ આસપાસનાં ગામોમાંથી હજારો માણસો ચાલતાં આવવા લાગ્યાં. વ્યાખ્યાનમાં મહારાજશ્રી એ ગામવાસીઓને દારૂ, માંસ, જુગાર, ગાંજો વગેરે છોડવાનો ઉપદેશ આપતા. લોકો તે માટે એમની પાસે પ્રતિજ્ઞા લેતા. બાકીનો આખો દિવસ મહારાજશ્રી ‘ૐ શાંતિ'નો જાપ કરતા. એમ કરતાં લગભગ ૩૦ ઉપવાસ થઈ ગયા. પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગી. મહારાજશ્રી મદાર ગામથી વિહાર કરીને પાસે આવેલા દેવાલી ગામે ગયા. . દરમિયાન મેવાડના મહારાણા ભોપાલસિંહજીનું હૃદયપરિવર્તન થયું. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ ૧૯૭ સમાધાન માટે પોતે જાતે મહારાજશ્રી પાસે જવાનો તેમણે નિર્ણય કર્યો. ઉપવાસનું પારણું કરાવવા માટે પોતે ખીર બનાવીને સાથે લઈ ગયા. તે વખતે મહારાજશ્રીના ચરણમાં નમસ્કાર કરીને પારણું કરાવવાની પોતાની ભાવના દર્શાવી. મહારાજશ્રીએ કહ્યું, “હું જૈનોનો પક્ષપાતી નથી, તેમ વૈષ્ણવો પ્રત્યે મને દ્વેષ કે વિરોધ નથી. જીવ માત્રના કલ્યાણ માટે અમારી ભાવના હોય છે. જગતમાં સર્વત્ર શાંતિ સ્થપાય એ અમારું ધ્યેય હોય છે. કેસરિયાજી બાબા તરીકે ઓળખાતા આદીશ્વર ભગવાનની ભક્તિ કરવાનો સૌ કોઈને હક છે. પરંતુ આ જૈન તીર્થ વૈષ્ણવોની માલિકીનું ગણાય એમાં અમને ન્યાય દેખાતો નથી.” મહારાજશ્રીનાં પ્રેરક વચનો સાંભળીને અને મહારાજશ્રીના પવિત્ર ચમત્કારિક જીવનથી પ્રભાવિત થઈને મહારાણાએ ત્યાં જ મહારાજશ્રી અને લોકોની ઉપસ્થિતિમાં જાહેરાત કરી દીધી કે, “હવેથી કેસરિયાજી તીર્થ જૈનોનું છે. તેમાં બીજા કોઈનો કંઈ પણ હક રહેશે નહિ.” આ જાહેરાત કરીને મહારાણાશ્રીએ યોગીરાજ શ્રી શાંતિસૂરિને ખીરનું પારણું કરાવ્યું. દેવાલી ગામમાં આનંદ છવાઈ ગયો. જૈન ધર્મનો જયજયકાર થયો. આ પ્રસંગે નેપાળના મહારાણા પણ મહારાજશ્રીનાં દર્શન માટે તથા આ સમસ્યાનું સમાધાન કરાવવા માટે પધાર્યા હતા. ઘણા વખતથી તેઓ મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા. મહારાજશ્રીને તેઓ પોતાના ગુરુ તરીકે માનતા. ઉદયપુરના મહારાણાને સમજાવવામાં નેપાળના મહારાણાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ પ્રસંગે તેમણે મહારાજશ્રીને નેપાળ રાજ્યના ધર્મગુરુ તરીકે જાહેર કર્યા હતા. ઉદયપુરમાં થોડો સમય સ્થિરતા કરીને તથા જેન–જેનેતર એવા ઘણા લોકોને અહિંસા અને વિશ્વપ્રેમનો ઉપદેશ આપીને મહારાજશ્રી પોતાનું કાર્ય સફળ કરી કેસરિયાજી તીર્થની યાત્રા કરીને બ્રાહ્મણવાડા તીર્થમાં પાછા પધાર્યા હતા. મહારાજશ્રી વિજય શાંતિસૂરિના લબ્ધિસિદ્ધિના અનુભવો અનેક લોકોને થયા હતા. એમના આશીર્વાદથી કેટલાયે લોકોની અસાધ્ય બીમારી મટી ગઈ હતી. કેટલાયે ભક્તોને તેઓ સ્વપ્નમાં દર્શન આપતા અને અમુક કાર્ય કરવા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રભાવક સ્થવિરો માટે પ્રેરણા કરતા. એમની પ્રેરણા અને સાન્નિધ્યથી તપશ્ચર્યા કરવાનો જેમને બિલકુલ મહાવરો ન હોય એવી કેટલીક વ્યક્તિઓએ આઠ-સોળ કે ત્રીસ દિવસના ઉપવાસ કર્યાના બનાવો બન્યા છે; જે વ્યક્તિને દાન માટે રકમ આપવાનું મન ન થતું હોય એવી વ્યક્તિએ એમના સાન્નિધ્યમાં અચાનક ઘણી મોટી રકમનું દાન આપ્યું છે. એમના આશીર્વાદથી કેટલાયે લોકોના રોગ મટી ગયા છે. કોઈકનું સંતાન જન્મથી બોલી ન શકતું હોય તે એમના સાન્નિધ્યમાં બોલવા લાગે એવા બનાવો પણ બન્યા છે. એમના સાન્નિધ્યમાં ચોરી, લૂંટ, આગ, રોગચાળો, આપસના ઝઘડા, અનાજપાણીની અછત વગેરેના બનાવો શાંત થઈ જતા. એમનાં નયનમાંથી જાણે અમૃત ઝરતું હોય એવી શાંતિ અનુભવાતી. એમની આંખોમાં અને એમની વાણીમાં વશીકરણની અનાયાસ શક્તિ વરતાતી. તેઓ કહે એનાથી વિપરીત કરવાનું કોઈને મન થતું નહોતું. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં એમનાં માત્ર દર્શન કરવા માટે હજારો માણસો ઊમટતા અને દર્શન કરી ધન્યતા અનુભવતા. સં. ૧૯૭૭માં મહારાજશ્રી શિવગંજ પધાર્યા હતા. ત્યાં એક દિવસ ધનરૂપજી નામના એક શ્રાવકને ત્યાં ગોચરી વહોરવા પધાર્યા. ગોચરી વહોરીને તેઓ નીકળતા હતા તે વખતે બાજુના ખંડમાં પથારીમાં સૂતેલા એક બાળક પર એમની નજર પડી. બાળક અપંગ જેવું લાગતું હતું. મહારાજશ્રીએ પૂછ્યું, શું થયું છે. બાળકને ?” ધનરૂપજીએ કહ્યું, “બાપજી, આ મારો એકનો એક દીકરો શુકનરાજ છે. એને લકવા થયો છે, એને સાજો કરી આપોને !” મહારાજશ્રીએ શુકનરાજ સામું જોયું. શુકનરાજે પથારીમાં સૂતાં સૂતાં બે હાથ જોડી મહારાજશ્રીને વંદન કર્યા. મહારાજશ્રીએ એક પ્યાલામાં પાણી મંગાવ્યું. પાણીનો પ્યાલો હાથમાં રાખી મંત્ર ભણીને ધનરૂપજીને આપ્યો અને કહ્યું, “રોજ આ પાણી હાથમાં રાખી, નવ વખત નવકાર મંત્ર બોલીને પછી આ પાણી બાળકને પિવડાવજો. એમ સતત નવ દિવસ સુધી રોજ પિવડાવજો. એટલે સારું થઈ જશે.' આ પ્રમાણે કરતાં બાળક ધીમે ધીમે સાજો થવા લાગ્યો અને નવમે દિવસે તો ઊભો થઈને ધીમે ધીમે ચાલવા પણ લાગ્યો. ધનરૂપજીને તો માન્યામાં Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ ૧૯૯ ન આવે એવા ચમત્કારિક આશીર્વાદ ગુરુદેવ તરફથી સાંપડ્યા. પુત્ર સાજો થઈ ગયો. ત્યારથી ધનરૂપજી અને એના પુત્ર શુકનરાજજી બંને ગુરુમહારાજના અનન્ય ભક્ત બની ગયા. શિવગંજમાં બનેલી આ ઘટનાથી ત્યાંના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી તેઓને મહારાજશ્રીના વચનમાં પૂરી શ્રદ્ધા થઈ ગઈ. શિવગંજમાં તે વખતે સંઘમાં કેટલાક મતભેદ અને કજિયા ચાલતા હતા. આ કુસંપ દૂર થાય એ માટે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ વ્યાખ્યાન વખતે દૃષ્ટાન્ત સહિત ઉપદેશ આપતાં કહ્યું કે, “જ્યાં સંપ હોય ત્યાં શાસનનો જયજયકાર થાય છે. જ્યાં કુસંપ હોય છે ત્યાં પડતી થાય છે.” એમના ઉપદેશની અસર એટલી બધી થઈ કે એ જ વખતે જેમની જેમની વચ્ચે કુસંપ હતો તે બધા જ આગેવાનોએ ઊભા થઈ મહારાજશ્રી પાસે હાથ જોડીને બાધા લીધી કે પોતે ક્યારેય હવેથી સંઘમાં કોઈ પણ બાબતમાં ઝઘડા નહિ કરે અને સંપથી વર્તશે. એક વખત મુંબઈથી પાટણનિવાસી શેઠ ભગવાનદાસ પન્નાલાલ પોતાનાં ધર્મપત્ની સાથે મહારાજશ્રીનાં દર્શન કરવા આબુ આવ્યા હતા. તેઓ પોતાની સાથે મહારાજશ્રીની ચરણપાદુકા પણ બનાવીને લાવ્યા હતા. મહારાજશ્રીને વંદન કરીને શેઠાણીએ ગહુંલી (પાટલા ઉપર સાથિયો વગેરે) કરી હતી. એ ગહ્લીમાં તેમણે સાચાં મોતીનો સાથિયો કર્યો હતો. વળી પોતે સાથે જે કેટલુંક ઝવેરાત લાવ્યા હતા એ પણ તેમણે ગહુંલીમાં મૂક્યું હતું. મહારાજશ્રીનાં દર્શન–વંદન માટે લોકોને કેટલો પૂજ્યભાવ હતો તે આવી ગયુંલી ઉપરથી પણ જોઈ શકાય છે. મહારાજશ્રીને પોતાને તો તેમાંથી કશું જ રાખવાનું નહોતું. તેઓ તો અનાસક્ત હતા. “આ ઝવેરાત અને મોતીનું હવે અમારે શું કરવું ?' એમ શેઠશ્રીએ પૂછ્યું તો મહારાજશ્રીએ કહ્યું, “આ ઝવેરાત માંડોલીના દેરાસરમાં અથવા બીજે જ્યાં તમને ઠીક લાગે ત્યાં આપી દેજો. અમારે સાધુઓને તો એનો કશો ખપ હોય જ નહિ.' શેઠશ્રીએ મહારાજશ્રીને વિનંતી કરી કે, “મારે આપની ઇચ્છાનુસાર કોઈ પણ શુભ ખાતામાં રૂપિયા પાંચેક લાખ જેટલી રકમ વાપરવી છે. એ માટે મને આજ્ઞા આપો.' મહારાજશ્રીએ કહ્યું, “મને કંઈ સૂઝશે તો હું કહીશ, પરંતુ ન Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કહું તો તમારી ઇચ્છાનુસાર તમે તે વાપરજો.’ શેઠશ્રીએ ગહુંલીમાં મૂકેલું ઝવેરાત માંડોલીના દેરાસરમાં આપી દીધું. મહારાજશ્રીની ચરણપાદુકા મુંબઈમાં પોતાના દેરાસરમાં પધરાવી હતી. પાંચ લાખ રૂપિયા વાપરવા માટે મહારાજશ્રીએ પોતે જીવ્યા ત્યાં સુધી કશી સૂચના આપી નહોતી, કારણ કે એ રકમની વાતમાંથી તેમણે પોતાના મનને નિવૃત્ત કરી દીધું હતું. આઝાદીની લડતના એ દિવસો હતા. એક વખત બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કરી અને એમને જેલમાં પૂર્યા હતા. એથી લડતનું વાતાવરણ ધીમું પડી ગયું હતું. સરકાર ગાંધીજીને ક્યારે છોડશે તેની લોકોને ચિંતા હતી. એક વખત મહારાજશ્રીના એક ભગતે મહારાજશ્રીને અરજ કરી કે, ‘ગુરુદેવ, ગાંધીજીને છોડાવો.’ મહારાજશ્રીએ પૂછ્યું, ‘તમારે ક્યારે છોડાવવા છે?’ પ્રભાવક સ્થવિરો ભગતથી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું, ‘આપનો જન્મદિવસવસંતપંચમીનો દિવસ નજીકમાં આવે છે, એ દિવસે ગાંધીજીને છોડાવો.’ મહારાજશ્રીએ કહ્યું, ‘ભલે, એ પ્રમાણે થશે.' ત્યારપછી બ્રિટિશ સરકારે કોઈક કારણસર ગાંધીજીને અચાનક જ ધાર્યા કરતાં વહેલા છોડી દીધા. એ દિવસ વસંતપંચમીનો હતો. અમદાવાદની પતાસાની પોળના એક ભાઈની તબિયત ઘણી જ બગડી ગઈ હતી. તેમને મેનેન્જાઈટીસનો રોગ થયો હતો. ત્યારપછી ગાંડપણ જેવું થયું હતું. કાને સંભળાતું બંધ થઈ ગયું હતું. કુટુંબીજનોએ ઘણા ઉપચાર કર્યા, પરંતુ મટતું ન હતું. કોઈકની ભલામણથી કુટુંબીજનો એમને આબુમાં મહારાજશ્રી પાસે લઈ ગયા, દર્દની બધી વાત કરી. મહારાજશ્રીએ એ ભાઈના મસ્તક ઉપર અર્ધા કલાક સુધી મંત્રોચ્ચાર કરતાં કરતાં હાથ ફેરવ્યા કર્યો. અર્ધબેભાન જેવી અવસ્થામાં રહેતા એ ભાઈને માથામાં જાણે અચાનક ઝાટકો વાગ્યો હોય તેવો અનુભવ થયો. પછી ધીમે ધીમે તેઓ સ્વસ્થ થતા ગયા. એમ કરતાં કરતાં તેમનું ગાંડપણ સાવ દૂર થઈ ગયું. તેઓ ઘરે ગયા અને કામધંધે લાગી ગયા. એથી મહારાજશ્રી માટેની એમની શ્રદ્ધા વધી ગઈ. હવે માત્ર કાને બહેરાશ રહી હતી. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ ૨૦૧ થોડા વખત પછી મહારાજશ્રીએ એમને પોતાની પાસે આવવા કહ્યું હતું. એટલે તેઓ આબુ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી બસમાં બેસી જ્યારે તેઓ દેલવાડાના બસસ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે તેમને અચાનક જ પોતાની બહેરાશ ચાલી ગઈ હોય તેવો અનુભવ થયો. તેમને ત્યાંથી પસાર થતી મોટરનું હૉર્ન સંભળાવા લાગ્યું. તેઓ મહારાજશ્રી પાસે ગયા. મહારાજશ્રીએ કહ્યું, “જાઓ, પહેલાં દેરાસરમાં જઈ ભગવાનનાં દર્શન કરો અને ઘંટ વગાડો. એ ઘંટ તમને સંભળાશે. એટલે તમારા કાનની બહેરાશ કાયમ માટે ચાલી જશે.” મહારાજશ્રીની સૂચના પ્રમાણે તેમણે દેરાસરમાં જઈ દર્શન કરી ઘંટ વગાડ્યો. હવે બધું સ્પષ્ટ સંભળાવા લાગ્યું. મહારાજશ્રીની વાત સાચી પડી, એ ભાઈનું ગાંડપણ અને કાનની બહેરાશ બંને કાયમ માટે ચાલ્યાં ગયાં. એમને મહારાજશ્રીની કૃપાનો એક ચમત્કારિક અનુભવ થયો, જે જીવનભર યાદ રહી ગયો. મહારાજશ્રીના જીવનના ચમત્કારિક અનુભવો તો અનેકને થયા હશે. આવા ચમત્કારિક લાભના લોભે પણ તેમની પાસે ઘણા માણસો આવતા. પરંતુ મહારાજશ્રીની એટલી ઓળખાણ અધૂરી ગણાય. તેઓ સાચા અધ્યાત્મયોગી હતા. આત્મસમાધિમાં લીન રહેનાર મહાન અવધૂત હતા. કપાળમાં ચંદ્રની આકૃતિ અને હથેળીમાં ત્રિશૂળની આકૃતિ ધરાવનાર, અલ્પ નિદ્રા લેનાર, વિશેષપણે મૌન અને ધ્યાનમાં રહેનાર કે “ૐ શાંતિઃ”નો જાપ કરનાર, એકંદરે ઓછું, સૂત્રાત્મક, અર્ધગર્ભિત બોલનાર આ મહાત્માની અંદરની મસ્તી અનોખી હતી. મહારાજશ્રી જ્યારે બામણવાડામાં બિરાજમાન હતા ત્યારે મારવાડના વિસલપુર ગામના આગેવાનોની વિનંતી સ્વીકારીને વિસલપુર પધાર્યા હતા. એમની નિશ્રામાં ત્યાંના જિનાલયમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો. હજારો માણસો એ પ્રસંગે આવ્યા હતા. ઉનાળાનો સમય હતો, એટલે સંઘના આગેવાનોને બીક હતી કે રખેને કૂવાનું પાણી ખૂટી જાય. પરંતુ મહારાજશ્રીની ઉપસ્થિતિમાં એવું કશું થયું નહિ, ઉત્સવ હેમખેમ પાર પડ્યો. એ પ્રસંગે પધારેલા જુદા જુદા સંઘના આગેવાનોએ એકત્ર થઈને મહારાજશ્રીને “યુગપ્રધાન'નું બિરુદ આપ્યું હતું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રભાવક સ્થવિરો વિ. સં. ૧૯૯૪માં મહારાજશ્રી જોધપુર રાજ્યના તખતગઢ ગામમાં પધાર્યા હતા. તે વખતે સંઘના આગેવાનોએ પાસેના બિટિયા નામના ગામમાં બકરાઓનો વધ થાય છે તેની વાત કરી. એટલે મહારાજશ્રી તખટગઢથી બિટિયા પધાર્યા. બિટિયામાં એક વીરનું સ્થાનક છે. ભોપાજી નામનો એક જબરો ભૂવો તેનો પૂજારી હતો. સ્થાનકમાં દર વર્ષે ૫૦૦ બકરાઓનો બલિ તરીકે વધ કરવામાં આવતો હતો. બકરાનો વધ કરવાનું બધું કામ ભોપાજી કરતો હતો. આ જીવવધ બંધ કરાવવા માટે તખતગઢ, વોંકલી, ગૂઢાબાલોતરા વગેરે ગામના અહિંસાપ્રેમી જૈનોએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમાં તેઓને જરા પણ સફળતા મળી નહોતી. મહારાજશ્રીએ જ્યારે આ વાત જાણી ત્યારે પોતે જાતે જ જવાનું નક્કી કર્યું. તેમનું નામ “દેવાંશી સંત' તરીકે, ચમત્કારિક મહાત્મા તરીકે જાણીતું થઈ ગયું હતું. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વિચરતા હોય તો ત્યાં પણ કેટલાયે રાજવીઓ અને યુરોપિયનો એમને વંદન કરવા આવતા. તેઓ બિટિયા પધારવાના છે એવી ખબર પડતાં ભોપાજીએ વિચાર્યું કે, “મહારાજશ્રી જરૂર મને વધ ન કરવાનો ઉપદેશ આપશે અને એમની સામે મારાથી કશું બોલાશે નહિ' આથી ભોપાજી બિટિયા ગામ છોડીને નાસી ગયો. મહારાજશ્રી બિટિયા પધાર્યા, પૂજારી ભોપાજીની એમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ભોપાજી તો ગામ છોડીને નાસી ગયો છે. હવે કોને ઉપદેશ આપવો? પણ શું એથી મહારાજશ્રીનો ફેરો નિષ્ફળ જશે ? ચારેક દિવસ પછી એક ચમત્કારિક ઘટના બની. મહારાજશ્રી વોંકલીમાં કેટલાક વિદેશી ભક્તો સાથે ધર્મચર્ચા કરી રહ્યા હતા ત્યાં એક મેલો ઘેલો માણસ આવી પહોંચ્યો. એણે કહ્યું, ‘બાબાજી, પાય લાગું છું.” મહારાજશ્રીએ પૂછ્યું, “કોણ છે ભાઈ તું ?' આગંતુકે કહ્યું, “બાબાજી ! હું ભોપાજી. મને માફ કરો. હું હવેથી જીવવધ નહિ કરું.' મહારાજશ્રીએ એને પાસે બેસાડી વાત્સલ્યભાવથી બધી વાત પૂછી. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ ૨૦૩ ભોપાજીએ કહ્યું, “આપ મને બાધા આપશો એ બીકે હું સ્થાનક છોડી ભાગી ગયો, પરંતુ રાતે સ્થાનકના વીરદાદાએ મને સ્વપ્નમાં દર્શન આપ્યાં. મને કહ્યું કે ભોપાજી, બાબાજીએ આપણા સ્થાનકને પોતાના ચરણકમળથી પવિત્ર બનાવ્યું છે. આપણું બિટિયા ગામ પમ પવિત્ર થયું છે. હવે બકરાનો વધ કરીને આ સ્થાનકને અપવિત્ર ન કરાય. માટે મારી આજ્ઞા છે કે હવેથી તારે અહીં વધ કરીને મને ધરાવવો નહિ. આમ વીરદાદાએ મને આજ્ઞા કરી. વળી સ્વપ્નમાં આપે પણ મને દર્શન આપ્યાં અને જીવવધ બંધ કરવા કહ્યું. એટલે હું એ માટે આપની પાસે પ્રતિજ્ઞા લેવા આવ્યો છું.” મહારાજશ્રીએ ભોપાજી પાસે હવેથી બકરાનો બલિ ન ધરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી. જાણે ચમત્કાર જેવી બનેલી આ ઘટનાથી ત્યાં બેઠેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગે મહારાજશ્રીએ વકલી અને તખતગઢના સંઘના પ્રતિનિધિઓને બોલાવીને ભલામણ કરી કે વીરના સ્થાનકમાં કબૂતરોને રોજેરોજ દાણા નાખવાની વ્યવસ્થા કરવામાં આવે. તે પ્રમાણે કાયમની વ્યવસ્થા કરવામાં આવી. સંવત ૧૯૯૪માં મહારાજશ્રી આબુમાં દેલવાડામાં બિરાજમાન હતા ત્યારે માંડોલીના આગેવાનો તેમની પાસે માંડોલી પધારવા માટે વિનંતી કરવા આવ્યા. માંડોલી એટલે દાદાગુરુ શ્રી ધર્મવિજયજીનું જન્મસ્થાન અને સ્વર્ગવાસનું સ્થાન. ત્યાં માંડોલીના સંઘના આગેવાનો દાદાગુરુની પ્રતિમાનું સ્થાપન કરવા ઇચ્છતા હતા. મહારાજશ્રી આબુમાં રોકાયેલા હોવા છતાં દાદાગુરુની પ્રતિમાની વાત આવી એટલે વિનંતીનો સ્વીકાર કરી તેઓ માંડોલી પધાર્યા હતા. પ્રતિષ્ઠાનો કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાઈ ગયો અને ગામના સંઘમાં બે તડાં હતાં તેનું પણ મહારાજશ્રીએ સમાધાન કરાવી આપ્યું. માંડોલીમાં કેટલોક સમય રહ્યા પછી મહારાજશ્રી વિહાર કરી શિયાણા ગામે ગયા. ત્યાંથી તેઓ પોતાના વતન મણાદર પધાર્યા. દીક્ષા લેતાં પહેલાં આઠ વર્ષની વયે મણાદરા ગામ છોડ્યું હતું તે પછી તેઓ સં. ૧૯૯૫માં પહેલી વાર ત્યાં પધાર્યા હતા. એટલે તેમનું સામૈયું કરવા આખું ગામ ઊમટ્યું હતું. તેમના પિતાજી હયાત નહોતા. પરંતુ માતા હયાત હતાં. માતા-પુત્રનું ઘણાં વર્ષે મિલન થયું. તેમની માતાનો હર્ષ તો પુત્રરત્નને જોઈને માતો નહોતો. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રીએ પણ ધન્યતા અનુભવી મણાદરમાં મોટો ઉત્સવ કરવામાં આવ્યો હતો. એ ઉત્સવમાં જેન–જેનેતર એવા તમામ લોકોને જમણવાર માટે ખુલ્લું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મણાદરથી મહારાજશ્રી ઉમેદપુર પધાર્યા. ત્યાં અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજીની એમના હસ્તે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. સં. ૧૯૯૧માં જ્યારે મહારાજશ્રીના હસ્તે આ પ્રતિમાજીની અંજનશલાકા બામણવાડામાં કરવામાં આવી હતી ત્યારે શ્યામ આરસનાં પ્રતિમાજી ઉપર થોડા સફેદ ડાઘ દેખાયા હતા. ત્યારે મહારાજશ્રીએ ભાખ્યું હતું કે પ્રતિષ્ઠા વખતે આ ડાઘ આપોઆપ નીકળી ગયા હશે. બરાબર એ જ પ્રમાણે પ્રતિષ્ઠા વખતે બન્યું હતું. ઉમેદપુરથી મહારાજશ્રીએ પાદરલી, તખતગઢ, વાંકલી, ખીવાણદી, પોમાવા, શિવગંજ, બડ, કળાપરા, સુમેરપુર, નીલકંઠ, ચુલી, અઠવારા, પોપાળિયા, ભવ, પાલડી, બાગણ, શિરોહી, ગોહિલી, પાડીવ, ખાંભલ વગેરે ગામોનો વિહાર કર્યો હતો. દરેક સ્થળે મોટો ઉત્સવ થતો. સંઘમાં કુસંપ હોય તો તે મટી જતો. દારૂ, જુગાર વગેરે વ્યસનો છોડવા તથા કન્યાવિક્રય બંધ કરવા માટે અનેક લોકોએ મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હતી. મારવાડનાં જુદાં જુદાં ગામોમાં વિહાર કરી મહારાજશ્રી સં. ૧૯૯૬માં અણાદરા ગામે પધાર્યા હતા. વસંતપંચમીનો દિવસ આવી રહ્યો હતો, મહારાજશ્રીને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. ભક્તોએ અણાદરામાં મહારાજશ્રીનો સુવર્ણ મહોત્સવ ઊજવવાનું ઠરાવ્યું. સમગ્ર ભારતમાંથી એમના ભક્તો આવી પહોંચ્યા હતા. અાદરામાં પૂજા-ભક્તિનો ભવ્ય મહોત્સવ ઊજવાયો. મહારાજશ્રીના એક અગ્રગણ્ય ભક્ત કવિ કિંકરદાસે મહારાજશ્રી વિશે વિવિધ સ્વરચિત પદો આ પ્રસંગે બુલંદ કંઠે લલકાર્યા હતાં. ઉગ્ર તપશ્ચર્યાને કારણે મહારાજશ્રીનું શરીર પ્રમાણમાં વહેલું કથળ્યું હતું. સં. ૧૯૯૯માં તેઓ આબુ ઉપર બિરાજમાન હતા. તેમની તબિયત સારી રહેતી નહોતી. તેમની વય તો ૫૩ વર્ષની હતી, પરંતુ તેમને લાગ્યું હતું કે હવે પોતાનું આયુષ્ય પૂરું થશે. સામાન્ય રીતે એમની પાસે એમના ભક્તોની અવરજવર ઘણી રહેતી, પરંતુ તેમણે પોતાના બધા ભક્તોને જણાવી દીધું Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ ૨૦૫ હતું કે, “હવે કોઈ મારી પાસે આવશો નહિ. મારી પાસે હવે સમય બહુ ઓછો છે. એટલા સમયમાં મારે આત્મસાધનામાં લીન રહેવું છે. તમે સૌ જ્યાં હો ત્યાં શાંતિ નો જાપ કરજો.” ત્યારપછી મહારાજશ્રી વિશેષપણે એકાન્તમાં રહેતા. એમની વૈયાવચ્ચ કરવા માટે એમના ભક્તોમાં ફૂલચંદભાઈ, શાંતિભાઈ ભગત, ચંપકભાઈ વગેરે રહેતા. છેલ્લે છેલ્લે મહારાજશ્રીને તાવ રહેતો અને શ્વાસ ચડતો હતો. એમ કરતાં વિ. સં. ૧૯૯૯માં તા. ૨૨-૯-૪૩ના રોજ રાત્રે ત્રણ વાગે ૐ શાંતિઃનો જાપ કરતાં કરતાં એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરતાં સમગ્ર ભારતમાંથી જૈન-જૈનેતર ભક્તો આબુ આવી પહોંચ્યા. સૌની ઇચ્છાનુસાર મહારાજશ્રીના પાર્થિવ દેહને માંડોલી લઈ જવામાં આવ્યો અને ત્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. દાદાગુરુ શ્રી ધર્મવિજયજીની પવિત્ર જન્મભૂમિ અને સ્વર્ગવાસની ભૂમિ પૂ. શાંતિસૂરિના અંતિમ સંસ્કારથી વિશેષ પવિત્ર બની. માંડોલીનું ગુરુમંદિર એક રમણીય તીર્થભૂમિ બની ગયું. શ્રી શાંતિસૂરિનાં જીવન અને ભાવનાને બિરદાવતાં ઘણાં બધાં ભક્તિગીતો એમની હયાતીમાં અને હયાતી પછી લખાયેલાં છે. એમાં સૌથી મહત્ત્વનાં ભક્તિગીતો તો સ્થાનકવાસી લીંબડી સંપ્રદાયના કવિવર્ય નાનચંદ્રજી મહારાજે લખ્યાં છે. સૌથી વધુ ગીતો એક ભક્ત કવિ શ્રી કિંકરદાસે લખ્યાં છે. તદુપરાંત સાધ્વી શ્રી વલ્લભાશ્રીજી, સાધ્વી શ્રી જ્ઞાનશ્રીજી, સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી, સાધ્વી શ્રી રાજેન્દ્રશ્રીજી વગેરેએ પણ અંજલિકાવ્યો લખ્યાં છે. પંડિતા શ્રી હીરાકુંવરબહેને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ સ્તુતિ રચી છે. ગુજરાતી, હિંદી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ કેટલાંક અંજલિકાવ્યો લખાયાં છે. કિંકરદાસે લખેલી પંક્તિઓમાંથી નીચેની પંક્તિઓમાં મહારાજશ્રીના વ્યક્તિત્વનાં પાસાં વર્ણવાયાં છેઃ નબીરા રાજવી આવ્યા, જીવનમાં ભેદ નવ લાગ્યા, સર્વને એક સરખાવ્યા, પ્રભો શાંતિસૂરીશ્વરજી. યુરોપિય, પારસી, રાજન, કરે છે કંઈકને પાવન; જપાવે ૐ અર્હમ્ પ્રભો શાંતિસૂરીશ્વરજી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રભાવક સ્થવિરો યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મહારાજે એમને અંજલિ આપતાં લખ્યું હતું કે, “પરમયોગી શ્રી શાંતિવિજયજી ત્યાગી, ઉચ્ચ વૈરાગી, એકાંત સેવનાર, નિસ્પૃહી, સર્વ જીવો તરફ પ્રેમ રાખનાર, પોતાના શુભ સંકલ્પથી વિશ્વનું કલ્યાણ ઇચ્છનાર, વિનયી, નમ્ર અને માયાળુ સ્વભાવના હતા.” Page #232 -------------------------------------------------------------------------- ________________ Page #233 -------------------------------------------------------------------------- ________________ આપણ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ વ ક Page #234 -------------------------------------------------------------------------- ________________ [૧૦]|| શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ વિક્રમના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં અને વીસમા શતકના પૂર્વાર્ધમાં જૈન શાસન ઉપર પ્રભાવ પાડનાર જે કેટલીક મહાન જન વિભૂતિઓ થઈ ગઈ તેમાં સ્વ. પ. પૂ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબનું સ્થાન અનોખું છે. તેઓ રાજસ્થાનના વતની હતા, પરંતુ તેમનું કાર્યક્ષેત્ર રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત મુખ્યત્વે મધ્ય પ્રદેશનું રતલામ અને એની આસપાસના વિસ્તારનું હતું. યુવાન વયે ઝવેરાતનો ધીકતો ધંધો છોડીને તેઓ સંયમના માર્ગે ચાલી નીકળ્યા હતા. તેમણે દીક્ષા યતિજીવનની લીધી હતી, પરંતુ તેમાંથી શિથિલાચાર દૂર કરવા તેમણે નીડરતાપૂર્વક ક્રાન્તિકારી પગલાં લીધાં હતાં. એથી એમને સહન ઘણું કરવું પડ્યું હતું. પરંતુ તેમની ત્યાગમય સાધના-તપશ્ચર્યા ઘણી જ ઊંચી હતી. એથી જ પચાસથી વધુ વિદ્વભોગ્ય ગ્રંથોની રચના ઉપરાંત “અભિધાન રાજેન્દ્રકોશ'ની એમની રચના વિશ્વવિખ્યાત અને અદ્યાપિ અજોડ રહી છે. એમણે કોશ સિવાય બીજું કશું જ ન લખ્યું હોય તો પણ આ કોશ એમની ચિરસ્મરણીય યશગાથારૂપ બની રહે એવો છે. - શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજસાહેબનો જન્મ રાજસ્થાનમાં ભરતપુરમાં થયો હતો. એમના પિતાનું નામ ઋષભદાસ પારેખ તથા માતાનું નામ કેસરબાઈ હતું. ઋષભદાસ પારખનો ઝવેરાતનો વ્યવસાય હતો. તેઓની ગણના ભરતપુરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં થતી હતી. ઋષભદાસ અને કેસરબાઈ શ્રદ્ધાવંત અને ધર્મિષ્ઠ હતાં. એક દિવસ કેસરબાઈએ પોતાના પતિને કહ્યું, “આજે રાતના મને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં કોઈ શ્વેત વસ્ત્રધારી દેવે મને એક કીમતી રત્ન આપ્યું.” આવા શુભ સ્વપ્નનો શો સંકેત હશે તે જાણવાની ઉત્સુકતાથી ઋષભદાસે ઉપાશ્રયે જઈને સાધુ ભગવંતને તે વિશે પૂછ્યું. તેમણે કહ્યું, “તમને હવે જે સંતાનની પ્રાપ્તિ થશે તે રત્ન સમાન મહાન તેજસ્વી હશે.” Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ૠષભદાસને ત્યારે ત્રણ સંતાનો હતાં. એક પુત્ર હતો-માણેક અને બે પુત્રીઓ હતી-ગંગા અને પ્રેમા. ત્યાર પછી કેસરબાઈએ વિ. સં. ૧૮૮૩ના પોષ સુદ સાતમ (તા. ૩જી ડિસેમ્બર ૧૮૨૭)ના રોજ પુત્રને જન્મ આપ્યો. એના જન્મથી કુટુંબમાં આનંદ છવાઈ ગયો. કેસરબાઈએ સ્વપ્નમાં જોયેલા રત્નના સંકેત અનુસાર ઋષભદાસે પુત્રનું નામ રત્નરાજ રાખ્યું. રત્નરાજમાં બાલ્યાવસ્થાથી જ ધર્મ પ્રત્યે રુચિ જણાતી હતી. જિનમંદિરે જવું, જિનપ્રતિમાને પગે લાગવું, સાધુ ભગવંતને વંદન કરવાં, નવકારમંત્ર બોલવો વગેરે બાલવયમાં એના જીવનમાં વણાઈ ગયાં હતાં. ૨૦૮ ઋષભદાસનો ઝવેરાતનો વ્યવસાય ઘણો સારો ચાલતો હતો. એમનું કુટુંબ સર્વ રીતે સુખી હતું. બાળક રત્નરાજ પાંચેક વર્ષનો થતાં એને માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અભ્યાસમાં રત્નરાજ હોંશિયાર હતો. ક્રમે ક્રમે મોટા થતા રત્નરાજને ચૌદેક વર્ષ થવા આવ્યાં. ત્યારે ઋષભદાસે પોતાના પુત્ર માણેકને કહ્યું, ‘હવે રત્નરાજ મોટો થયો છે. એને દુકાને બેસાડવો જોઈએ. વેપારધંધે લગાડવો જોઈએ.' આ દરખાસ્ત સાથે ઘરનાં બધાં સંમત હતાં. એ વખતે ભરતપુરથી કેસરિયાજીનો યાત્રાસંઘ નીકળતો હતો. એ દિવસોમાં એકલદોકલ માણસ યાત્રા કરવા નીકળી શકતો નહિ, કારણ કે બળદગાડી કે ઘોડા-ઊંટ ઉપર પ્રવાસ કરવો પડતો. રસ્તાઓ સારા નહોતા. જંગલમાં લૂંટારુઓ તથા હિંસક પ્રાણીઓનો ભય રહેતો. યાત્રાના સંઘો પણ જલદી જલદી નીકળતા નહિ. યાત્રા કરવી એ ઘરડા માણસોનું કામ નહિ. વેપારધંધામાં જોડાય તે પહેલાં રત્નરાજને કેસરિયાજીની યાત્રા કરવાની આ સારી તક મળતી હતી. માતાપિતાએ એ માટે સંમતિ આપી. સાથે માણેક પણ જોડાય એમ નક્કી થયું. એટલે બંને ભાઈઓ કેસરિયાજીના યાત્રાના સંઘમાં જોડાઈ ગયા. ભરતપુરથી કેસરિયાજીની યાત્રા માટે ઉદયપુર થઈને જવાનું હતું. રસ્તો વિકટ હતો. તે દિવસોમાં યાત્રામાં વિવિધ પ્રકારના અનુભવો થતા. કિશોર રત્નરાજના બે પ્રસંગો નોંધાયેલા છે. એક વખત યાત્રા દરમિયાન એક યાત્રી સૌભાગ્યમલજીની પુત્રી રમા Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ અચાનક બેહોશ થઈ ગઈ હતી. એ વખતે રત્નરાજે પાણી લઈ મંત્ર ભણીને એ કિશોરી પર પાણી છાંટ્યું કે તરત તે સ્વસ્થ થઈ ગઈ હતી. આ ઘટના પછી યાત્રા દરમિયાન સૌભાગ્યમલજીએ પોતાની પુત્રીની સગાઈ રત્નરાજ સાથે કરવાની દરખાસ્ત માણેક આગળ મૂકી હતી, પરંતુ રત્નરાજે તેનો અસ્વીકાર કર્યો હતો. આગળ જતાં જંગલમાં જ્યારે ભીલ લોકો તીરકામઠાં લઈને સંઘને લૂંટવા આવ્યા હતા ત્યારે હિંમતપૂર્વક રત્નરાજે ‘કેસરિયાનાથ કી જય’ના નાદ જોરશોરથી બોલાવતા જઈ સંઘની આગળ ચાલવાનું શરૂ કર્યું હતું. એ વખતે રાજ્યના રક્ષક ઘોડેસવારો ક્યાંકથી અચાનક આવી પહોંચતાં ભીલ લોકો ભાગી ગયા હતા. આથી રત્નરાજની હિંમતની અને કેસરિયાનાથમાં તેમની શ્રદ્ધાની સંઘમાં બહુ પ્રશંસા થઈ હતી. કેસરિયાજીની યાત્રા કરી આવ્યા પછી રત્નરાજ પણ પોતાના પિતાના વ્યવસાયમાં મોટા ભાઈ માણેકની સાથે જોડાઈ ગયા. ક્રમે ક્રમે પિતાજીએ વ્યવસાયમાંથી નિવૃત્ત થવાનું ચાલુ કર્યું. દરમિયાન બંને ભાઈઓએ પોતાની હોશિયારીથી પોતાના ઝવેરાતના ધંધાને ખૂબ વિકસાવ્યો. માત્ર ભરતપુર જ નહિ, બહારગામના પણ ઘણા વેપારીઓ સાથે એમનો વેપા૨સંબંધ વધતો ગયો. બંને ભાઈઓ ઘણી સારી કમાણી કરવા લાગ્યા. ઠેઠ કલકત્તા અને શ્રીલંકા સુધી એમનો વેપાર વિસ્તરતો ગયો. બંને ભાઈઓ બળદગાડી અને ઘોડા ૫૨ બેસી ઘણા દિવસે કલકત્તા પહોંચ્યા. કેટલાક મહિના ત્યાં રોકાઈ, વહાણમાં બેસી તેઓ બંને શ્રીલંકા પહોંચ્યા. ત્યાં તેમણે સારો વેપાર કર્યો અને બહુ ધન કમાયા. દરમિયાન ભરતપુરથી તા૨ દ્વારા સંદેશો આવ્યો કે ‘પિતાશ્રીની તબિયત સારી રહેતી નથી. માટે ભરતપુર જલદી પાછા ફરો.’ બંને ભાઈઓ ઘણા દિવસનો સતત પ્રવાસ કરી ઘરે પાછા ફર્યા. પિતાજી ૠષભદાસ અને માતાજી કેસરબાઈ બંનેની તબિયત વૃદ્ધાવસ્થાને લીધે કથળી ગઈ હતી. બંને ભાઈઓએ માતાપિતાની બહુ સારી સેવાચાકરી કરી, પરંતુ ઉંમર થવાને કારણે એમની તબિયતમાં ખાસ સુધારો થયો નહિ. ભરતપુરમાં આવીને બંને ભાઈઓએ વળી પોતાના વેપારને વિકસાવ્યો. દરમિયાન રત્નરાજને પરણાવવાની વાતો ઘરમાં ચાલી. પરંતુ રત્નરાજે એ વાતને ટ્રાળ્યા કરી. થોડા વખત પછી માતાપિતાની તબિયત વધુ ગંભીર બની fa ૨૦૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ પ્રભાવક સ્થવિરો અને પહેલાં માતા કેસરબાઈ અને પછી પિતા ઋષભદાસ એમ બંને બે દિવસના અંતરે અવસાન પામ્યાં. કુટુંબમાંથી છત્રરૂપ બે વડીલ વ્યક્તિઓની વિદાયથી શોકનું વાતાવરણ પ્રસરી ગયું. આઘાતની ઘણી મોટી અસર રત્નરાજના ચિત્ત ઉપર પડી. તેઓ જીવનમરણના ચિંતનમાં ડૂબેલા રહેતા. હવે વેપારધંધામાં એમનું મન લાગતું નહોતું. ભાઈ–ભાભીએ લગ્નની વાત કરી તો તેનો પણ એમણે અસ્વીકાર કર્યો. રત્નરાજને માતાપિતાની વિદાયનો વસમો માનસિક આઘાત લાગ્યો હતો. તેઓ એકલા સૂનમૂન બેસી રહેતા. સંસારમાં જીવોના પરિભ્રમણના વિચારે ચડી જતા. ભાઈભાભી અને મિત્રો-સંબંધીઓ એમને સાંત્વન આપતાં, પરંતુ એની અસર વધુ સમય રહેતી નહિ. એવામાં ભરતપુરના ઉપાશ્રયમાં શ્રીપૂજ્ય શ્રી પ્રમોદસૂરિ પોતાના શિષ્યો સાથે પધાર્યા. એ દિવસોમાં ગુજરાત-રાજસ્થાનમાં સંવેગી સાધુઓ કરતાં યતિઓ- શ્રીપૂજ્યોની સંખ્યા ઘણી મોટી હતી. તેઓ પણ ધર્મપ્રચારનું કાર્ય કરતા. શ્રી પ્રમોદસૂરિ સારા વ્યાખ્યાતા હતા. એમના વ્યાખ્યાનમાં નગરના ઘણા માણસો આવતા. એક વખત રત્નરાજનો એક મિત્ર એમને શ્રી પ્રમોદસૂરિના વ્યાખ્યાનમાં લઈ ગયો. એ વ્યાખ્યાનની અસર રત્નરાજના મન ઉપર સારી પડી. એટલે રત્નરાજે રોજ વ્યાખ્યાનમાં ઉપાશ્રયે જવાનું ચાલુ રાખ્યું. પછી તો પ્રમોદસૂરિને વંદન માટે મળવાનું એમણે ચાલુ કર્યું. એથી એમના મનને ઘણી શાંતિ મળી. સાથે સાથે શ્રી પ્રમોદસૂરિના ઉપદેશની અસરને કારણે રત્નરાજના મનમાં વૈરાગ્ય જળ્યો. ત્યાર પછી પ્રમોદસૂરિ તો ભરતપુરથી વિહાર કરી ગયા. પરંતુ રત્નરાજનું મન હવે વેપારમાં કે કુટુંબના વ્યવહારમાં લાગતું નહોતું. અઢાર વર્ષની એમની ઉંમર થઈ હતી. એમને દીક્ષા લઈ પોતાના જીવનને સાર્થક કરવું હતું. એ માટે એમણે મોટા ભાઈ આગળ પ્રસ્તાવ મૂક્યો. ઘણા દિવસ સુધી કુટુંબમાં ઘણી ચર્ચા-વિચારણા થઈ. એમને સમજાવવા ઘણા પ્રયત્નો થયા. પરંતુ રત્નરાજ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. છેવટે મોટા ભાઈએ અને પરિવારના સભ્યોએ રત્નરાજને શ્રીપૂજ્ય શ્રી પ્રમોદસૂરિ પાસે દીક્ષા લેવા માટે સંમતિ આપી. પોતાના મોટા ભાઈ માણેક તથા કુટુંબીજનો તરફથી દીક્ષા માટે અનુમતિ મળતાં કિશોર રનરાજને અત્યંત હર્ષ થયો. હવે વહેલામાં વહેલી તકે દીક્ષા Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨ ૧૧ લઈ લેવાનું એમને મન થયું, પરંતુ ગુરુદેવ આચાર્ય શ્રી પ્રમોદસૂરિ તો ઉદયપુરમાં બિરાજમાન હતા. એટલે દીક્ષા કયા સ્થળે લેવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો. કુટુંબીજનોની ભાવના એવી હતી કે પોતાના નગર ભરતપુરમાં જ દીક્ષા મહોત્સવ થવો જોઈએ, પરંતુ એ માટે શ્રી પ્રમોદસૂરિને ઉદયપૂરથી વિહાર કરી ભરતપુર પધારવું પડે પરંતુ તરત ભરતપુર આવવાની શ્રી પ્રમોદસૂરિને અનુકૂળતા નહોતી. વળી તેમના મતે ભરતપુર કરતાં ઉદયપુરમાં દીક્ષા મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એમ હતો. કિશોર રત્નરાજની ઈચ્છા ઉદયપુર જઈને વહેલી તકે દીક્ષિત થવાની હતી. છેવટે માણેક અને કુટુંબના સભ્યોએ ઉદયપુરમાં દીક્ષા લેવા માટે રત્નરાજને સંમતિ આપી. દીક્ષા માટે સં. ૧૯૦૪ના વૈશાખ સુદ પાંચમનો દિવસ નક્કી થયો. સમગ્ર કુટુંબ ઉદયપુર પહોંચ્યું. ત્યાં વરસીદાનની ભવ્ય શોભાયાત્રા નીકળી. ત્યાર પછી સંઘ સમક્ષ રનરાજને દીક્ષા આપવામાં આવી. શ્રી પ્રમોદસૂરિના શિષ્ય મુનિ હેમવિજયજીએ દીક્ષાની વિધિ કરાવી. રત્નરાજનું નામ “મુનિ રત્નવિજય' રાખવામાં આવ્યું. પોતાના લાડીલા સ્વજનને દીક્ષિત વેશમાં જોઈ પરિજનો ગદ્ગદ થઈ ગયાં. આ મહોત્સવમાં મોટા ભાઈ માણેકે સારી રકમ ખર્ચા. દીક્ષા મહોત્સવ પછી કુટુંબીજનો ભરતપુર પાછા ફર્યા. આમ યુવાન રત્નરાજ યતિશ્રી રત્નવિજયજી બન્યા. દીક્ષા પછી નવયુવાન યતિ શ્રી રત્નવિજયજીએ સં. ૧૯૦૪માં ગુરુ મહારાજ સાથે પ્રથમ ચાતુર્માસ આકોલામાં કર્યું. સ ૧૯૦પનું બીજું ચાતુર્માસ પણ એમણે પોતાના ગુરુમહારાજ સાથે કર્યું. આ બેત્રણ વર્ષમાં એમણે પોતાના ગુરુમહારાજ પાસે કેટલાક શાસ્ત્રગ્રંથોનું ઠીક ઠીક અધ્યયન કરી લીધું. દીક્ષા પછી ગુરુ મહારાજ શ્રી પ્રમોદસૂરિને લાગ્યું કે પોતે ધાર્યું હતું તેના કરતાં પણ મુનિ રત્નવિજય વધુ કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર સ્મરણશક્તિ તથા ગ્રહણશક્તિ ધરાવનાર મુનિ છે. એમને જો યોગ્ય અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ ઘણો વિકાસ સાધી શકે એમ છે. એટલે એમના વિદ્યાભ્યાસ માટે તથા શાસ્ત્રોના અધ્યયન માટે સુયોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એ દિવસોમાં ખરતરગચ્છના મુનિ શ્રી સાગરચંદ્રજીનું નામ તટસ્થ જ્ઞાની મહાત્મા તરીકે ઘણી ખ્યાતિ પામ્યું હતું. તેઓ જુદા ગચ્છના હતા છતાં શ્રી પ્રમોદસૂરિએ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૨ પ્રભાવક સ્થવિરો પોતાના શિષ્ય શ્રી રત્નવિજયજીને માટે મુનિશ્રી વિનંતી કરતાં તેઓ ઉદયપુર પધાર્યા. શ્રી પ્રમોદસૂરિએ તેમની સાથે વિદ્યાભ્યાસ માટેની બધી વ્યવસ્થાની વિચારણા કરી લીધી. ત્યાર પછી મુનિશ્રી સાગરચંદ્રજીએ શ્રી રત્નવિજયજીને સાથે લઈ મારવાડ તરફ વિહાર કર્યો. શ્રી રત્નવિજયજીએ એમની પાસે રહીને જૈન આગમસૂત્રો ઉપરાંત કાવ્યાલંકાર, ન્યાય વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પોતે પણ સાહિત્યની રચના કરવા લાગ્યા હતા. બાવીસ વર્ષની વયે એમણે “કરણ કામધેનુ સારિણી' નામની કૃતિનું સર્જન કર્યું હતું. અભ્યાસ કરીને તેઓ ઉદયપુર પાછા ફર્યા. શ્રી પ્રમોદસૂરિએ એમની યોગ્યતા જાણીને ઉદયપુરમાં સં. ૧૯૦૯માં વૈશાખ સુદ ત્રીજના રોજ વડી દીક્ષા આપી. કેટલાક સમય પછી વધુ યોગ્યતા પ્રાપ્ત કરતાં એમને પંડિત-સંન્યાસની પદવી પણ આપવામાં આવી. - શ્રી રત્નવિજયજીએ ગુરુમહારાજ શ્રી પ્રમોદસૂરિ સાથે સં. ૧૯૦૬નું ચાતુર્માસ ઉજ્જૈનમાં, સં. ૧૯૦૭નું મંદસોરમાં અને સં. ૧૯૦૮નું ઉદયપુરમાં કર્યું. ત્યાર પછી ગુરુદેવની આજ્ઞા લઈ ફરીથી તેમણે શ્રી સાગરચંદ્રજી સાથે વિદ્યાભ્યાસ માટે નાગોર તથા જેસલમેરમાં ચાતુર્માસ કર્યું. ત્યાં શ્રી સાગરચંદ્રજીના માર્ગદર્શન હેઠળ જેસલમેરના જ્ઞાનભંડારની ઘણી દુર્લભ હસ્તપ્રતોનો અને તેમાં લખાયેલા ગ્રંથોનો અભ્યાસ કરવાની તેમને સુંદર તક સાંપડી. શ્રી રત્નવિજયજીએ જેસલમેરથી પાછા ફરતાં પાલીમાં ચાતુર્માસ કર્યું. ત્યારપછી તેઓ જોધપુર આવ્યા. ત્યાં તપગચ્છના ગચ્છાધિપતિ શ્રી પૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિ સાથે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન શ્રી દેવેન્દ્રસૂરિને ખાતરી થઈ કે યુવાન યતિ શ્રી રત્નવિજયજીએ શાસ્ત્રાભ્યાસ ઘણો સારો કર્યો છે. વળી એમની શ્રદ્ધા ઘણી ઊંડી છે અને એમનું ચારિત્ર બહુ નિર્મળ છે. તેઓ વ્યવહારદક્ષ પણ છે. એટલે તેમની સેવાનો લાભ ક્યારેક લેવા જેવો છે. તે સમયે તપગચ્છના યતિઓમાં શ્રીપૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિનું સ્થાન મુખ્ય અને મહત્ત્વનું હતું. તેઓ પોતાની પાટગાદી પોતાની હયાતી પછી બાલયતિ શ્રી ધીરવિજયને સોંપવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ ઉમરમાં નાના હતા અને એમનો અભ્યાસ પણ હજુ જોઈએ તેટલો થયો નહોતો. શ્રી દેવેન્દ્રસૂરિ પોતે Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨ ૧૩ વૃદ્ધાવસ્થાને કારણે હવે પોતાના યતિઓને અધ્યયન માટે બરાબર સમય આપી શકતા નહોતા. ગચ્છની વ્યવસ્થામાં પણ હવે તેઓ બરાબર દેખરેખ રાખી શકતા નહોતા. તે વખતે તપગચ્છના યતિઓને સરસ અધ્યયન કરાવી શકે એવી વ્યક્તિ તરીકે તેમની નજર શ્રી રત્નવિજયજી ઉપર પડી. તેમણે પત્ર લખીને શ્રી રત્નવિજયજીને પોતાની પાસે બોલાવ્યા અને અભ્યાસ કરાવવા માટે દરખાસ્ત કરી. શ્રી રત્નવિજયજીએ પોતાના ગુરુમહારાજની સંમતિ લઈ એ જવાબદારી સ્વીકારી. તેઓ શ્રી દેવેન્દ્રસૂરિ સાથે જોડાઈ ગયા અને યતિ શ્રી ધીરવિજયજીને તથા બીજા એકાવન યતિઓને બરાબર અધ્યયન કરાવવા લાગ્યા. તદુપરાંત ગચ્છની વ્યવસ્થામાં પણ તેઓ માર્ગદર્શન આપવા લાગ્યા. કેટલાક વખત પછી રાધનપુરમાં શ્રીપૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિ કાળધર્મ પામ્યા. આથી ગચ્છની ગાદી ઉપર નવયુવાન યતિ શ્રી ધીરવિજયજીને ઉત્સવપૂર્વક બેસાડવામાં આવ્યા. હવે તેઓ યતિમાંથી ગાદીપતિ શ્રીપૂજ્ય બન્યા. તેમનું નામ પણ હવે શ્રી ધરણેન્દ્રસૂરિ રાખવામાં આવ્યું. તેઓશ્રી રત્નવિજયજી કરતાં ઉંમરમાં ઘણા નાના હતા અને તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરતા હતા. તેઓ શ્રી રત્નવિજયજીનાં જ્ઞાન, ચારિત્ર અને વ્યવસ્થાશક્તિથી પ્રભાવિત થયેલા હતા. શ્રી રત્નવિજયજીએ આ રીતે સં. ૧૯૧૪થી સં. ૧૯૧૯ સુધી એમ સતત છ વર્ષ સુધી શ્રી પૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ તથા એમના સમુદાયના બધા યતિઓને શાસ્ત્રાભ્યાસ કરાવવાની અને ગચ્છ-વ્યવસ્થાની જવાબદારી સારી રીતે ઉપાડી લીધી હતી. તેઓ તેમની સાથે ચિત્રકૂટ, બિકાનેર, સાદડી, ભીલવાડા વગેરે સ્થળે વિહારચાતુર્માસ કરતા રહ્યા હતા. આ બધા માટે શ્રી ધરણેન્દ્રસૂરિ શ્રી રત્નવિજયજીના બહુ ઋણી હતા. આથી તેમણે શ્રી રત્નવિજયજીને સં. ૧૯૨૧માં તપગચ્છના દફતરીનું પદ આપ્યું. સાધુઓમાં દફતરીનું પદ નથી હોતું. પણ યતિઓએ પોતાની વ્યવસ્થા માટે આવું પદ ઊભું કર્યું હતું, કારણ કે યતિઓ પોતાની પાસે પૈસા, રત્નો તથા અન્ય પરિગ્રહ પણ રાખતા. એ બધાંની વ્યવસ્થા માટે એક જવાબદાર વ્યક્તિની જરૂર રહેતી. શ્રી રત્નવિજયજીએ દફ્તરી તરીકે સં. ૧૯૨૧નું ચાતુર્માસ શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે અજમેરમાં કર્યું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ પ્રભાવક વિરો શ્રી રત્નવિજયજીએ દફ્તરીનું પદ તો સ્વીકાર્યું, પણ પોતાની પાસે અધ્યયન કરનાર શ્રી ધરણેન્દ્રસૂરિ જ્યારથી શ્રીપૂજ્ય થયા ત્યારથી આજ્ઞા તો એમની જ સ્વીકારવાની રહી. વ્યવસ્થાની દૃષ્ટિએ એ યોગ્ય જ હતું, પરંતુ ત્યાગ, વૈરાગ્યના સંસ્કારવાળા શ્રી રત્નવિજયજીને યુવાનીમાં પ્રવેશી ચૂકેલા શ્રી ધરણેન્દ્રસૂરિના ઠાઠમાઠ, મોજશોખ, આજ્ઞાકારી વર્તન, અહંકાર, ભોગોપભોગની સામગ્રી માટે આસક્તિ વગેરે ખૂંચવા લાગ્યાં હતાં. તેઓ વારંવાર તે માટે શ્રી ધરણેન્દ્રસૂરિને ભલામણ કરતા અને શ્રી ધરણેન્દ્રસૂરિ તે ભલામણનો સ્વીકાર કરતા, કારણ કે રત્નવિજયજી એમના વિદ્યાગુરુ હતા. પરંતુ ખુશામતખોર એવા કેટલાક બીજા યતિઓ શ્રી ધરણેન્દ્રસૂરિને ચડાવતા અને શ્રી રત્નવિજયજી વિરુદ્ધ ભંભેરણી કરતા. શ્રી રત્નવિજયજીએ ઉપાડેલી ગચ્છની જવાબદારીને કારણે થોડાં વર્ષમાં જ તપગચ્છના યતિઓનો પ્રભાવ રાજસ્થાનમાં વધવા લાગ્યો. સં. ૧૯૧૪થી ૧૯૨૧ સુધી એમ સતત આઠ વર્ષ સુધી શ્રી રત્નવિજયજીની સહાયથી શ્રી ધરણેન્દ્રસૂરિએ તપગચ્છનો પ્રભાવ એટલો વધારી દીધો કે જોધપુર-બિકાનેરના રાજ્યમાં ખરતરગચ્છના યતિઓનું વર્ચસ્વ ઓછું થયું. ત્યાં રાજ્ય તરફથી રાજદરબારમાં તપગચ્છના શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિને શિરપાવ આપવામાં આવ્યો, તથા છત્ર, ચામર, પાલખી વગેરે ભેટ આપવામાં આવ્યાં. એ સમયે રાજ્ય તરફથી મળતાં માન-સન્માનની આ ઘટના ઐતિહાસિક દૃષ્ટિએ ઘણી જ મહત્ત્વની હતી. શ્રી રત્નવિજયજીને દફતરીનું પદ આપ્યા પછી જેમ એક બાજુ યતિ-સમુદાયમાં એમનું માન વધી ગયું તેમ બીજી બાજુ એમની જવાબદારી પણ વધી ગઈ. સમગ્ર ગચ્છની વ્યવસ્થા એમને સંભાળવાની હતી. એમાં નાણાંની વ્યવસ્થા પણ આવી જતી હતી, કારણ કે એ સમયે યતિઓ નાણાં રાખતા અને એની આવક–જાવકનો વ્યવસ્થિત લેખિત હિસાબ પણ રાખતા. જ્યારે એક વ્યક્તિની પ્રગતિ થાય ત્યારે એની આસપાસની બીજી કેટલીક વ્યક્તિઓને એની સહજ રીતે ઇર્ષ્યા થાય. શ્રી રત્નવિજયજી માટે પણ કેટલાક યતિઓને ઈર્ષ્યા થવા લાગી હતી. તેઓ કોઈક તકની રાહ જોતા હતા. એવામાં શ્રી રત્નવિજયજીને પોતાના વયોવૃદ્ધ ગુરુમહારાજ શ્રી પ્રમોદસૂરિને મળવાની Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૧૫ ભાવના થઈ. શ્રી ધરણેન્દ્રસૂરિની આજ્ઞા લઈને તેઓ વિહાર કરીને આહોર પહોંચ્યા. એમની આ ગેરહાજરીની તકનો લાભ લઈ કેટલાક યતિઓએ શ્રી રત્નવિજયજીની વિરુદ્ધ એક ખાનગી પત્ર (રુક્કો) શ્રી ધરણેન્દ્રસૂરિને લખ્યો. એમાં શ્રી રત્નવિજયજી વિરુદ્ધ મુખ્ય ગંભીર આક્ષેપ દફ્તરી તરીકે નાણાંની ગોલમાલ કરવાનો હતો. આ એક બહુ ગંભીર આક્ષેપ હતો. પત્ર ખાનગી હતો, પણ ખાનગી રહ્યો નહિ. ચર્ચાનો વિષય બની ગયો. શ્રી ધરણેન્દ્રસૂરિને સંપૂર્ણ ખાતરી હતી કે શ્રી રત્નવિજયજી બહુ જ ત્યાગી અને પ્રામાણિક છે. તેઓ કદાપિ આ પ્રમાણે નાણાંની ગોલમાલ કરે જ નહિ. પૂરી તપાસ એમણે કરી. નાણાંની કશી જ ઉચાપત થઈ નહોતી. શ્રી ધરણેન્દ્રસૂરિ એ વખતે જોધપુર પહોંચ્યા હતા. ત્યાં યતિઓની સભા ભરવામાં આવી. એમાં આક્ષેપોની ચર્ચા થઈ અને પૂરી તપાસ અને ચકાસણીને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે શ્રી રત્નવિજયજીએ નાણાંની કશી જ ઉચાપત કરી નથી. એમની પાસે કોઈ જ રકમ લેણી નીકળતી નથી. આ આક્ષેપોની વાત આહારમાં શ્રી રત્નવિજયજી સુધી પહોંચી ગઈ. આથી તેમનું મન નારાજ થઈ ગયું. તેઓ નિર્દોષ છે એવી મતલબના જોધપુરના ઠરાવની નકલ તેમને મોકલવામાં આવી. પરંતુ એથી એમના મનનું સમાધાન થયું નહિ. તેઓ શ્રી ધરણેન્દ્રસૂરિ પાસે પાછા ફર્યા નહિ. એથી ગચ્છની વ્યવસ્થાની જવાબદારી શ્રી ધરણેન્દ્રસૂરિને માથે આવી પડી. તેઓ બિનઅનુભવી હતા. આ વ્યવસ્થાનું કામ તેમને ફાવતું નહોતું. તેમણે શ્રી રત્નવિજયજીને વારંવાર સંદેશાઓ મોકલાવ્યા. છેવટે વયોવૃદ્ધ અને શાણા ગણાતા યતિ શ્રી મોતીવિયજી રત્નવિજયજી પાસે ગયા. પરંતુ હવે દફ્તરી પદ સંભાળવાની પોતાની કોઈ ઈચ્છા નથી એમ શ્રી રત્નવિજયજીએ જણાવ્યું અને પોતે પોતાની સાથે આવેલા યતિઓ સાથે અન્ય સ્થળે સ્વતંત્ર ચાતુર્માસ કર્યું. આમ શ્રી રત્નવિજયજીનું શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ સાથેનું અંતર વધતું ગયું. આથી શ્રી ધરણેન્દ્રસૂરિએ ફરી એક અંગત ખાનગી પત્ર લખ્યો અને જણાવ્યું કે “તમે ફક્ત એક વાર મને અંગત રીતે મળી જાવ તો સારું. મારા પોતાના મનમાં ક્યારેય કંઈ શંકા થઈ નથી. તેમ છતાં મોઢામોઢ કેટલાક ખુલાસા થઈ જાય તો મને સંતોષ થશે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રભાવક સ્થવિરો આ વિનંતીપત્ર મળતાં શ્રી રત્નવિજયજીને લાગ્યું કે આવી અંગત વિનંતી પછી હવે પોતે નહિ જાય તો તે યોગ્ય નહિ કહેવાય. એટલે પોતે વિહાર કરીને શ્રી ધરણેન્દ્રસૂરિ પાસે પહોંચ્યા. બંને પ્રેમથી એકાંતમાં મળ્યા, ઘણી વાતો થઈ. પરસ્પર ખુલાસા થયા. બંનેને બહુ સંતોષ થયો. શ્રી ધરણેન્દ્રસૂરિને હતું કે શ્રી રત્નવિજયજી નિર્મળ સાધુ છે. વળી એમનો પોતાના ઉપર ઘણો ઉપકાર છે. તો બીજી બાજુ શ્રી રત્નવિજયજીને લાગ્યું કે પોતે ગચ્છાધિપતિ શ્રી દેવેન્દ્રસૂરિને વચન આપ્યું છે તે પ્રમાણે શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિને પોતે સહકાર આપવો જોઈએ. આથી તેમણે શ્રી ધરણેન્દ્રસૂરિને પોતે સહકાર આપવો જોઈએ. આથી તેમણે શ્રી ધરણેન્દ્રસૂરિના અત્યાગ્રહને વશ થી તપગચ્છના દફ્તરીનું પદ ફરી સંભાળી લીધું. પરંતુ એક વખત યતિઓમાં ચાલુ થયેલી ખટપટો અટકી નહિ. જો કે શ્રી ધરણેન્દ્રસૂરિના યતિસમુદાયમાં શ્રી મોતીવિજયજી જેવા કેટલાક અનુભવી અને સમજદાર યતિઓ હતા. યતિજીવનમાં પ્રવેશેલો શિથિલાચાર તેમને પસંદ નહોતો. તેઓ શ્રી રત્નવિજયજી સાથે સંમત થતા, પરંતુ પરિસ્થિતિને વશ થઈ તેઓ પ્રગટપણે શ્રી રત્નવિજયજીનો પક્ષ લઈ શકતા નહોતા. યતિજીવનના આવા પોતાના અનુભવો પરથી તથા અન્ય યતિઓના જીવનના અવલોકન પરથી શ્રી રત્નવિજયજીએ યતિજીવનના ક્રિયોદ્ધાર માટે કેટલીક દરખાસ્તો શ્રી ધરણેન્દ્રસૂરિને કરી કે જેથી નિર્મળ ચારિત્ર્યનું પાલન થાય અને લોકો ઉપર પ્રભાવ પડે. પરંતુ શ્રી ધરણેન્દ્રસૂરિએ એ વાતને ત્યારે ગંભીરપણે લીધી નહિ. શ્રી રત્નવિજયજી શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે કેટલાંક વર્ષોથી વિચરતા હતા. પરંતુ જે રીતે ધરણેન્દ્રસૂરિનો ઠાઠમાઠ, બાહ્યાડંબર, વૈભવ અને ભૌતિક અભિલાષાઓ વધતાં જતાં હતાં તે જોઈને શ્રી રત્નવિજયજીને દુઃખ થતું. પોતે જૈન સાધુ છે અને પોતાનું જીવન ત્યાગમય હોવું જોઇએ, એવું શ્રી રત્નવિજયજીને વારંવાર લાગતું હતું. શ્રી ધરણેન્દ્રસૂરિમાં પરિવર્તન ન આવે તો પોતે તેમનાથી છુટા પડીને પણ એવું ત્યાગમય જીવન જીવવું જોઈએ એવું હવે એમને વારંવાર લાગવા માંડ્યું હતું. આ મનોમંથન દરમિયાન એક મહત્ત્વની સૂચક ઘટના બની. સં. ૧૯૨૦ના ચૈત્ર માસમાં શ્રી ધરણેન્દ્રસૂરિ પોતાના પતિસમુદાય સાથે રાણકપુરની યાત્રાએ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૧૭ પધાર્યા. તેઓ ઉપાશ્રયમાંથી નીકળીને ભગવાનનાં દર્શન કરવા આવ્યા ત્યારે ઠેઠ મંદિરના દરવાજા સુધી પાલખીમાં બેસી, છત્ર, ચામર, દંડ વગેરે સાથે વાજતેગાજતે આવ્યા. આ દશ્ય રત્નવિજયજીને મનમાં ખૂંચ્યું, પરંતુ તેઓ કશું બોલ્યા નહિ. શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે તેમણે પણ રાણકપુરના આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. ત્યાર પછી શ્રી રત્નવિજયજી મંદિરની બહાર આવી, અરવલ્લીની ડુંગરમાળમાંની એક ટેકરી ઉપર જઇને ત્યાં ધ્યાનમાં બેઠા. શિથિલાચાર દૂર કરવા પોતે કંઈક સંકલ્પ કરવો જોઈએ એમ એમને દઢપણે લાગ્યું. બીજે દિવસે વહેલી સવારે પણ તેઓ ફરીથી ટેકરી ઉપર જઈ ધ્યાનમગ્ન બન્યા. એ દિવસ ચૈત્ર સુદ તેરસનો હતો. ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો એ દિવસ. ભગવાનના ત્યાગસંયમથી પરિપૂર્ણ જીવનનો વિચાર કરતાં અને પોતે દશવૈકાલિક વગેરે સૂત્રોમાં ભગવાનની વાણીનું જે પ્રમાણે અધ્યયન કર્યું હતું તે જોતાં તેમણે પોતાને માટે ત્યાગમય જીવન સ્વીકારવાનો સંકલ્પ કર્યો. યતિ દક્તરી તરીકે શ્રી રત્નવિજયજીને પોતાને પણ છત્ર, ચામર વગેરે મળ્યાં હતાં તે યોગ્ય કાળે એ બધું છોડી દેવાનો તેમમે નિર્ધાર કર્યો. અલબત્ત, એ જમાનામાં એમ કરવું એ યતિ માટે ઘણી મોટી નૈતિક હિંમતનું કામ હતું. સૂર્યોદય થતાં તેઓ ઉપાશ્રયમાં આવ્યા, અને ત્યાંથી મંદિરમાં ગયા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાન સમક્ષ ચૈતન્યવંદનાદિની વિધિ કરવા ઉપરાંત ભક્તામર સ્તોત્રનો પાઠ કર્યો અને પછી એમણે અભિગ્રહ ધારણ કર્યો કે પાંચ વર્ષમાં આ યતિજીવન અને એની શિથિલતાનો ત્યાગ કરી શુદ્ધ સાધ્વાચારનું પોતે પાલન કરવું. વળી એ ક્રિયોદ્ધાર માટે એમણે અઠ્ઠમ તપનું પચ્ચકખાણ પણ લીધું. શ્રી રત્નવિજયજીના જીવનપરિવર્તનની શુભ શરૂઆત આ રાણકપુરની યાત્રાથી અને ક્રિયોદ્ધાર માટેના અભિગ્રહથી થઈ. અલબત્ત, આ બાબત આજે આપણને જેટલી સરળ લાગે તેટલી ત્યારે નહોતી. એક બાજુ મોટા મોટા રાજવીઓ અને બીજી બાજુ અનુયાયી શ્રાવકો એ બંને ઉપર ઘણું વર્ચસ્વ ધરાવનાર, મંત્રતંત્રના આરાધક યતિઓની વિરુદ્ધ રાજાશાહીના એ દિવસોમાં કોઈ પગલું ભરવું એ ઘણું મોટું દુસ્સાહસ હતું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રભાવક સ્થવિરો વિ. સં. ૧૯૨૩નું ચાતુર્માસ શ્રી ધરણેન્દ્રસૂરિએ રાજસ્થાનમાં ઘાણેરાવમાં કરવાનું નક્કી કર્યું. શ્રી રત્નવિજયજીએ પણ શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે ચાતુર્માસ ક૨વું એમ નક્કી કરવામાં આવ્યું, કારણ કે તેઓ તપગચ્છના યતિઓના દફ્તરી હતા. એટલે શ્રી ધરણેન્દ્રસૂરિની આગ્રહપૂર્વકની ઈચ્છા હતી કે શ્રી રત્નવિજયજી પોતાની સાથે ચાતુર્માસ કરે. શ્રી રત્નવિજયજી વિદ્વાન હતા. સારા વક્તા હતા. એમની વ્યાખ્યાનશૈલીનો ઘણો સારો પ્રભાવ પડતો હતો. એટલે પર્યુષણમાં તેઓ પોતાની સાથે હોય તો લોકોને વધુ લાભ મળે એવી દૃષ્ટિ શ્રી ધરણેન્દ્રસૂરિની હતી. ઘાણે૨ાવમાં ચાતુર્માસમાં રોજેરોજ વ્યાખ્યાન આપવાની જવાબદારી શાસ્ત્રજ્ઞ શ્રી રત્નવિજયજીએ સ્વીકારી લીધી. દિવસે દિવસે શ્રોતાઓની હાજરી વધતી ચાલી. એમ કરતાં પર્વાધિરાજ પર્યુષણના દિવસો આવી પહોંચ્યા. એ દિવસોમાં આ વિસ્તારના સામાન્ય શ્રાવકોને ઉચ્ચ, ત્યાગી, સંયમી સાધુ મહાત્માઓનો ખ્યાલ કે પરિચય બહુ નહોતો. ઠાઠમાઠવાળા યતિઓના જીવનથી અંજાઈ ગયેલા લોકો એવી પરિસ્થિતિથી સહજ ટેવાઈ ગયા હતા. રાજદરબારમાં યતિઓને મળતાં માનપાનથી પ્રભાવિત થયેલા લોકોનો માપદંડ પણ જુદો હતો. યતિઓ તો આવા રજવાડી ઠાઠમાઠવાળા હોવા જ જોઈએ એવી દૃઢ માન્યતા થઈ ગઈ હતી. સાચા ત્યાગી જૈન સાધુઓને યતિઓ ટકવા પણ દેતા નહિ. જોકે કેટલીક જૈન વિદ્યાઓ અને પરંપરાઓને સાચવવામાં યતિઓનું યોગદાન ઘણું મોટું હતું, તો પણ તેમનામાં શિથિલાચાર ઉત્તરોત્તર વધતો જતો હતો. પર્યુષણ પર્વમાં શ્રી રત્નવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વાંચતા હતા. ભગવાન મહાવીરના ત્યાગમય જીવનનાં રહસ્યો તેઓ શ્રોતાઓને ભાવપૂર્વક સમજાવતા હતા. સાચા શ્રમણ કેવા હોય તે પૂર્વાચાર્યોનાં પ્રેક દૃષ્ટાંતો સહિત તેઓ બતાવતા હતા. એમના ચિત્તમાં ભગવાન મહાવીરના અપ્રમત્ત એવા ત્યાગ-સંયમમય પૂર્ણ જીવનનું ચિત્ર જાણે સજીવન બનીને રમી રહ્યું હતું. વ્યાખ્યાન પૂરું કરીને તેઓ ઉપાશ્રયમાં પોતાના સ્થાને પાછા ફર્યા. ત્યાં એક બાલયતિએ આવીને કહ્યું, 'મહારાજજી ! આપને શ્રીપૂજ્ય Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨ ૧૯ બોલાવે છે. એટલે શ્રી રત્નવિજયજી સીધા ધરણેન્દ્રસૂરિ પાસે આવી પહોંચ્યા. શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ જે ઓરડામાં આસન ઉપર ગાદી-તકિયે બિરાજમાન હતા ત્યાં શ્રીપૂજ્યની સાથે બીજા કેટલાક યતિઓ પણ બેઠા હતા. શ્રીપૂજ્ય યતિનાં જે વસ્ત્રો ધારણ કર્યા હતાં તે અત્યંત કીમતી વસ્ત્રો હતાં. બે બાજુ બે યતિઓ પણ બેઠા હતા. ગાદી-તકિયા ઉપર પણ જરિયાન વસ્ત્રો હતાં. બે બાજુ બે યતિઓ ચામર ઢોળતા હતા. સુવર્ણદંડ, સૂર્યમુખી, ચંદ્રમુખી, છત્ર વગેરે ચકચકિત હતાં. બારીઓ ઉપર કીમતી પડદાઓ લટકતા હતા. આખો ઓરડો સુગંધી દ્રવ્યોથી મઘમઘતો હતો. કોઈ ગહન વિષયની વિચારણા માટે શ્રીપૂજ્ય દ્વારા જાણે કોઈ ગંભીર બેઠક બોલાવવામાં આવી હોય એવું વાતાવરણ લાગતું હતું. પર્યુષણના તહેવારો હતા. લોકો તરફથી સારી રકમ યતિઓને ભેટરૂપે મળી હતી. આ રકમનો કેવો ઉપયોગ કરવો તે અંગે વિચારણા થતી હતી. એ માટે એક માણસને બોલાવવામાં આવ્યો હતો. એ હતો કીમતી અત્તરો વેચવાવાળો. એની પાસેથી કયાં કયાં અત્તરો કેટલા પ્રમાણમાં પર્યુષણ પર્વ દરમિયાન ખરીદવાં તેની ખરેખર ગંભીર વિચારણા યતિઓમાં ચાલી રહી હતી. એ માટે દફતરી શ્રી રત્નવિજયજીનો અભિપ્રાય પણ જાણવાની શ્રીપૂજ્ય ઇચ્છા દર્શાવી એટલે એમને બોલાવવા માટે એક બાલયતિને મોકલવામાં આવ્યા હતા. શ્રી રત્નવિજયજી આવ્યા. શ્રીપૂજ્ય અત્તરની વાત કરી. એ સાંભળીને તો શ્રી રત્નવિજયજી અત્યંત વિમાસણમાં મૂકાઈ ગયા. હજુ હમણાં જ ભગવાન મહાવીરના ત્યાગમય જીવન વિશે લોકો સમક્ષ વ્યાખ્યાન આપીને તેઓ આવ્યા હતા. એમની શાસન પરંપરા ચલાવનારા સાધુઓ-યતિઓની આ દશા જોઈ તેઓ વિસ્મિત થઈ ગયા. તેઓ કશું બોલ્યા નહિ. એટલામાં એક અત્તરની શીશી લઈ શ્રીપૂજ્ય પૂછ્યું, “દફ્તરીજી ! આ અત્તર તમને કેવું લાગે છે ? સુંઘી જુઓ તો.' એમ કહેતાં કહેતાં શ્રીપૂજ્ય શ્રી રત્નવિજયજીના વસ્ત્ર ઉપર અત્તરના છાંટા નાખ્યા. એથી શ્રી રત્નવિજયજી એકદમ ચોંકી ગયા. થોડા પાછા હઠી ગયા. તેમને આ ગમ્યું નહિ. તેમણે પોતાનો અણગમો તરત વ્યક્ત કરતાં કહ્યું, “શ્રીપૂજ્યજી ! અત્તરના વિષયમાં મને કશી ગતાગમ નથી. પરંતુ મને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રભાવક સ્થવિરો લાગે છે કે અત્તરની ખરીદી અને તે પણ પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં, એ તો હદ થાય છે. આ આપને જરા પણ શોભતું નથી. ભગવાન મહાવીરના શાસનમાં આ કેટલું બધું અધઃપતન !' શ્રીપૂજ્યની સામે કોઈ બોલે એ કેમ સહન થાય ? તરત વાતાવરણ બદલાઈ ગયું. કેટલાક યતિઓ શ્રી રત્નવિજયજી ઉપર ગુસ્સે થયા. બોલાચાલી થઈ ગઈ. વાતાવરણ ઉગ્ર બની ગયું. શ્રી રત્નવિજયજીએ ચેતવણી આપતાં કહ્યું, ‘શ્રીપૂજ્યજી ! યાદ રાખજો, હવે દિવસો જુદા આવી રહ્યા છે. લોકો યતિજીવનના આ શિથિલાચારને વધુ ચલાવી નહિ લે. મેં પોતે પણ યતિજીવનના ક્રિયોદ્ધારનો સંકલ્પ કર્યો છે !' શ્રીપૂજ્ય પાસેથી ચાલી આવીને શ્રી રત્નવિજયજી પોતાને સ્થાને બેઠા, પણ એમના હૈયામાં અજંપો હતો. કેટલાક યતિઓ એમની સાથે સંમત હતા, તો કેટલાક એમની વિરુદ્ધ પણ હતા. શ્રાવકોમાં પણ પછી બે પક્ષ પડી ગયા હતા. શ્રી રત્નવિજયજીના મનમાં વિમાસણ થઈ કે આવા તંગ વાતાવરણમાં અહીં રહેવું કે કેમ ? તેમણે તરત નિર્ણય લઈ લીધો કે આ સ્થળ છોડીને, વિહાર કરીને પોતે હવે બીજે ચાલ્યા જવું જોઈએ. પરંતુ ચાતુર્માસ અને તે પણ પર્યુષણ પર્વના દિવસોમાં વિહાર કેવી રીતે થઈ શકે ? તો પણ અપવાદરૂપ સંજોગોમાં આપદ્ધર્મ સમજીને તેમણે પોતાનાં ઉપકરણો સાથે ત્યાંથી તરત વિહાર કરવાનું નક્કી કર્યું. કેટલાક યતિઓ એમની સાથે જોડાયા. કેટલાક યતિઓએ અને લોકોએ રોકાઈ જવા માટે ઘણી વિનંતી કરી. પણ તે તેમણે માની નહિ. વિહાર કરીને તેઓ નાડોલ પધાર્યા અને શેષ ચાતુર્માસ ત્યાં પૂરું કર્યું. અત્તરની આ ઘટના રાજસ્થાનમાં યતિઓમાં અને શ્રાવકોમાં વિવાદનો એક મોટો વિષય બની ગઈ. ચાતુર્માસ પછી રત્નવિજયજી ત્યાંથી વિહાર કરીને પોતાના ગુરુ મહારાજ શ્રી પ્રમોદસૂરિ પાસે આહોર પહોંચ્યા. ગુરુમહારાજને બનેલી ઘટનાની વિગતે બધી વાત કરી. અલબત્ત, તે પહેલાં જ ગુરુમહારાજ પાસે ગૃહસ્થો દ્વારા બધી વાત પહોંચી જ ગઈ હતી. પરંતુ હવે શ્રી રત્નવિજયજી પાસેથી આખી ઘટના કડીબદ્ધ રીતે જાણવા મળી. એ સાંભળીને ગુરુમહારાજે શ્રી રત્નવિજયજીને ધન્યવાદ આપ્યા. યતિઓ, શ્રીપૂજ્યોમાં પ્રવેશેલો શિથિલાચાર ઉત્તરોત્તર વધતો Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨ ૨ ૧ જાય છે એ જોઈને શ્રી પ્રમોદસૂરિને કેટલાય વખતથી ખેદ થતો હતો. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થાને કારણે તેઓ એ બાબતમાં આગેવાની લઈ કશું કરવા ઈચ્છતા નહોતા, કારણ કે આ બહુ મોટા વિવાદ અને સંઘર્ષનો પ્રશ્ન હતો. અને પોતે શેષ જીવનમાં શાંતિથી આરાધના કરવા ઈચ્છતા હતા. વળી ગુરુમહારાજે શ્રી રત્નવિજયજીને કહ્યું કે, “ક્રિયોદ્ધાર કરવા માટે તમારો સંકલ્પ અનુમોદનીય છે. પરંતુ તેમાં ઉતાવળ કરશો નહિ. તેમ કરવાથી નિષ્ફળતા મળશે. તમને સતાવવાના, મારી નાખવાના પ્રયત્નો થશે. એના કરતાં પહેલાં ઠેર ઠેર પ્રચાર કરી લોકમત કેળવો અને યતિઓને વ્યક્તિગત રીતે સમજાવવા પ્રયાસ કરો. એમ કરતાં કરતાં ક્રિયોદ્ધાર માટે વાતાવરણ અનુકૂળ થતું જશે.” ગુરુમહારાજની આ શિખામણ શ્રી રત્નવિજયજીને વધુ યોગ્ય લાગી. યતિઓને વ્યક્તિગત સમજાવવાની પદ્ધતિને કારણે થોડા વખતમાં શ્રી. મોતીવિજયજી, શ્રી મહેન્દ્રવિજયજી, શ્રી અમરરુચિજી, શ્રી સિદ્ધકુશલજી, શ્રી દેવસાગરજી વગેરે યતિઓએ ભવિષ્યમાં ક્રિયોદ્ધાર માટે સહકાર આપવા સંમતિ આપી. આથી વાતાવરણ ક્રમે ક્રમે અનુકૂળ થતું ગયું. ત્યાર પછી વિ. સં. ૧૯૨૪ના વૈશાખ સુદ પના રોજ શ્રી રત્નવિજયજીની યોગ્યતા જોઈને એમના ગુરુ શ્રી પ્રમોદસૂરિએ એમને શ્રીપૂજ્યની પદવી તથા આચાર્યની પદવી આહારમાં ધામધૂમપૂર્વક આપી. એમનું નામ હવે શ્રી વિજય રાજેન્દ્રસૂરિ રાખવામાં આવ્યું. યતિજીવનનું આ ઉચ્ચપદ હતું. એ પ્રસંગે આહોરના ઠાકોર શ્રી યશવંતસિંહે પણ સમારંભમાં ભાગ લીધો હતો, અને શ્રી વિજય રાજેન્દ્રસૂરિને શ્રીપૂજ્યની પ્રણાલિકાનુસાર છત્ર, ચામર, સૂર્યમુખી, ચંદ્રમુખી, સુવર્ણદંડ, શાલ વગેરે અર્પણ કર્યા હતાં. ગુરુમહારાજની આજ્ઞાથી અને વ્યવહારદષ્ટિએ રાજેન્દ્રસૂરિએ આ બધું ગ્રહણ કર્યું, પરંતુ એમના અંતરમાં તો એ જ ભાવ હતો કે ક્યારે આ બધાંનો પોતે ત્યાગ કરી શકશે - શ્રી રત્નવિજયજી પોતાનાથી છૂટા પડ્યા અને થોડા સમયમાં આચાર્યપદ પામ્યા. એ પછી શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિના યતિસમુદાયમાં મતમતાંતર ઊભા થયા. કેટલાક યતિઓ તો શ્રી ધરણેન્દ્રસૂરિને છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ જે સાથે રહ્યા હતા તેમનામાં કેટલાકનો એવો મત હતો કે શ્રી રાજેન્દ્રસૂરિ સાથે સમાધાન કરી લેવું જોઈએ. બીજા કેટલાક એવું માનતા હતા કે શ્રી Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રભાવક સ્થવિરો રાજેન્દ્રસૂરિ સાથે કોઈ પણ જાતનું સમાધાન કરવું તે પોતાના ગૌરવને ખંડિત કરવા જેવું છે. ગમે તેમ પણ એટલું નિશ્ચિત હતું કે શ્રી રાજેન્દ્રસૂરિના ગયા પછી શ્રી ધરણેન્દ્રસૂરિનો લોકો ઉપરનો પ્રભાવ થોડો ઓછો થવા લાગ્યો હતો. - શ્રી ધરણેન્દ્રસૂરિમાં જો કે ખુશામતિયા કેટલાક યતિઓને કારણે શિથિલાચાર આવી ગયો હતો, તો પણ તેઓ શ્રી રાજેન્દ્રસૂરિનો પોતાના ઉપર થયેલો ઉપકાર ભૂલ્યા નહોતા. એમણે શ્રી રાજેન્દ્રસૂરિ પાસે વિધ્યાભ્યાસ કર્યો હતો. શ્રી રાજેન્દ્રસૂરિએ કેટલાંક વર્ષ સુધી પોતાના ગચ્છની બધી વ્યવસ્થા સંભાળી લઈને ગચ્છને ગૌરવભર્યું સ્થાન લોકોમાં અને શ્રી રાજદરબારમાં અપાવ્યું હતું. એટલે શ્રી ધરણેન્દ્રસૂરિના હૃદયમાં પોતાના વિદ્યાગુરુ પ્રત્યે પૂજ્યભાવ ચાલુ રહ્યો હતો. વળી તેઓ રાજેન્દ્રસૂરિની નિર્મળ પ્રકૃતિથી અને શુદ્ધ ચારિત્રથી પણ પ્રભાવિત હતા. વળી તેઓને સંઘર્ષ વધારવામાં પોતાના ગચ્છનું હિત જણાતું નહોતું. આથી સમાધાન થાય એ માટે એમણે વડીલ યતિઓ શ્રી મોતીવિજયજી અને શ્રી સિદ્ધકુશલજીને શ્રી રાજેન્દ્રસૂરિ પાસે જાવરા મોકલવાનો નિર્ણય કર્યો. આમ, શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિએ મોકલેલા બે યતિઓ પંન્યાસ શ્રી મોતીવિજયજી અને મુનિશ્રી સિદ્ધકુશલજી જાવરા આવી પહોંચ્યા. શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજશ્રી સાથે સમાધાન કરવા માટે બંને પીઢ અને ઠરેલ યતિઓ બહુ ઉત્સુક હતા, પરંતુ જાવરા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ખબર પડી કે મહારાજશ્રી તો વિહાર કરીને રતલામ પહોંચ્યા છે. આ બંને યતિઓએ જાવરાના સંઘના અગ્રેસરોને બધી વાત કરી. યતિઓમાં પ્રવેશેલા શિથિલાચારો દૂર થાય એ માટે તેઓ બંને સંમત હતા. તેઓએ જાવરાના સંઘના અગ્રેસરોને પોતાની સાથે રતલામ આવવા અને પોતાના કાર્યમાં સહકાર આપવા સમજાવ્યા. તેઓ બધા રતલામ પહોંચ્યા. ત્યાં મહારાજશ્રીને મળ્યા, અને સમગ્ર પરિસ્થિતિ સમજાવી અને વિવાદનો અંત લાવવા બહુ આગ્રહભરી વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું કે પોતાને પદની કોઈ આકાંક્ષા નથી. યતિઓમાં પ્રવેશેલા શિથિલાચારો દૂર નહિ થાય ત્યાં સુધી ગચ્છની કે શાસનની કોઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨ ૨ ૩ શોભા નથી. બલકે ઉત્તરોત્તર અધ:પતન વધતું જશે. વળી મહારાજશ્રીએ તેઓને કહ્યું, “યતિઓમાં રાગદ્વેષ, પ્રપંચ, માયાચાર, દેવદેવીઓના ચમત્કારથી તથા મંત્રતંત્રથી શ્રાવકોને ડરાવવાનું વગેરે વધતાં જાય છે. એટલા માટે જ મેં ક્રિયોદ્ધાર રાણકપુરમાં કરવાનો સંકલ્પ કર્યો છે. જો શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિ આ વિવાદનો અંત લાવવા ઈચ્છતા હોય તો મેં શાસ્ત્રોક્ત સમાચારી અનુસાર નવ નિયમ વિચાર્યા છે, તેનો તેઓએ સ્વીકાર કરવો જોઈએ. આ નવ નિયમો મેં લખીને શ્રીપૂજ્યને રવાના કર્યા છે. તમે પણ એ વાંચી જાવ અને એની નકલ ફરીથી સાથે લેતા જાઓ.' મહારાજશ્રીએ યતિજીવનની સુધારણા માટે જે નવ નિયમો તૈયાર કર્યા હતા તે નીચે પ્રમાણે હતાઃ - (૧) સવારે અને સાંજે સંઘની સાથે જ પ્રતિક્રમણ કરવું. રોજ નિયમિત વ્યાખ્યાન આપવું. જિનમંદિર દર્શન કરવા જતી વખતે કે અન્ય વખતે પાલખીનો ઉપયોગ ન કરવો. સોનાચાંદીનાં કોઈ ઘરેણાં ધાર્મિક અનુષ્ઠાનને નિમિત્તે પણ પહેરવાં નહિ કે પાસે રાખવાં નહિ. બંને સમય સ્થાપનાજીનું પડિલેહન કરવું. (૨) ગૃહસ્થો પાસે ધનનો અપવ્યય ન કરાવવો. ઘોડાગાડી વગેરે વાહનનો ઉપયોગ ન કરવો. (૩) છરી, તલવાર વગેરે હિંસક શસ્ત્ર પાસે ન રાખવાં. આભૂષણોને સ્પર્શ સુધ્ધાં ન કરવો. (૪) સ્ત્રીઓ સાથે એકાંત–સેવન ન કરવું. સ્વાધ્યાય નિમિત્તે પણ સાધ્વીજી કે શ્રાવિકા સાથે એકાંતમાં ન બેસવું. સ્ત્રીઓ સાથે હસીને મજાક-મશ્કરી ન કરવી કે ટોળટપ્પા ન મારવા. (૫) બટાટા, કાંદા, લસણ વગેરે અભક્ષ્ય ન ખાવાં. રાત્રિભોજન ન કરવું. ભાંગ, ગાંજો વગેરે માદક પદાર્થોનું સેવન ન કરવું. જે યતિઓએ આ પ્રમાણે કરવાનું ચાલુ કર્યું હોય અને બંધ ન કરે તેમને સમુદાય બહાર મૂકવા. (૬) દંતમંજન વગેરે કરવાં નહિ. કૂવા, તળાવ વગેરેનું પાણી વાપરવું નહિ. વનસ્પતિ વગેરે કપાવવી નહિ. (૭) સંઘ તરફથી થતી નોકરો વગેરેની વ્યવસ્થા જરૂર પૂરતી મર્યાદિત Jain Education international Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પ્રભાવક સ્થવિરો રાખવી. વળી તેમાં પણ દુરાચારી, માંસાહારી વ્યક્તિને નોકર તરીકે ન રાખવી. (૮) શ્રીપૂજ્ય કે અન્ય કોઈ યતિઓએ દ્રવ્યખર્ચ કરવા માટે સંઘ પાસે હઠાગ્રહ કરવો નહિ. આ નવ નિયમોમાં એવું કશું નહોતું કે જે સાચા જૈન યતિઓને સ્વીકાર્ય ન હોય. પંન્યાસ મોતીવિજયજી અને મુનિ સિદ્ધકુશલજી એની સાથે પૂરેપૂરા સંમત હતા. શ્રીપૂજ્યની સ્વીકૃતિ મહત્ત્વની હતી, કારણ કે તેઓ જો સ્વીકારે તો જ બધા યતિઓ સ્વીકારે. તેઓ બંને આ નિયમોની નકલ લઈને શ્રીપૂજ્ય પાસે આવી પહોંચ્યા. શ્રીપૂજ્ય ધરણેન્દ્રિયસૂરિ પાસે બંને પ્રતિનિધિઓએ આવીને નવ કલમોનો પત્ર વંચાવ્યો. શ્રીપૂજ્ય એના ઉપર બરાબર મનન કરી લીધું. ત્યાર પછી પોતાના યતિઓના એ વિશે કેવા કેવા પ્રતિભાવ છે તે જાણવા માટે તેમણે બધાને એકત્ર કર્યા. તેમની સમક્ષ આ નવ નિયમો એક પછી એક ધીમે ધીમે શબ્દશઃ ફરી ફરી વાંચવામાં આવ્યા. પછી શ્રીપૂજ્ય તેમના અભિપ્રાયો પૂછયા. કેટલાક યતિઓએ આ નિયમોનો વિરોધ કર્યો. કેટલાકે કહ્યું કે “આવી રીતે નિયમો મોકલીને શ્રી રાજેન્દ્રસૂરિ આપણા ઉપર વર્ચસ્વ જમાવવા માટે જયંત્ર રચી રહ્યા છે. કેટલાંકે કહ્યું કે “નિયમો ઠોકી બેસાડવાની રાજેન્દ્રસૂરિને શી સત્તા છે ? આજે નવ નિયમ આપ્યા છે. એ સ્વીકારીએ એટલે બીજા નવ નિયમ આવશે. આપણે ક્યાં સુધી આ બધું ચલાવી લેવું ? બીજા કેટલાક યતિઓએ કહ્યું કે “શ્રી રાજેન્દ્રસૂરિએ જે નિયમો આપ્યા છે તે સર્વથા યોગ્ય છે. આપણે દિવસે દિવસે અધ:પતનના માર્ગે જઈ રહ્યા છીએ. આપણે સવેળા જાગ્રત થવાની જરૂર છે. બધા નિયમો શાસ્ત્રાનુસાર છે. એ કંઈ રાજેન્દ્રસૂરિના ઘરના નિયમો નથી. એ સ્વીકારવાથી આપસનો વિવાદ અને સંઘર્ષ ટળી જશે અને ગચ્છ તથા શાસનની શોભા વધશે.” મહારાજશ્રીના નિયમો સ્વીકારી લેવાની તરફેણ કરવાવાળા યતિઓની સંખ્યા વધુ હતી. શ્રીપૂજ્યને પોતાને પણ એમ કરવું યોગ્ય લાગતું હતું. છેવટે એમણે નિર્ણયની ઘોષણા કરી કે “શ્રી રાજેન્દ્રસૂરિના નિયમો આપણે સ્વીકારી લઈએ છીએ અને એમની સાથે સમાધાન કરી લઇએ છીએ.” ત્યાર પછી શ્રીપૂજ્ય ફરીથી પંન્યાસ શ્રી મોતીવિજયજી તથા મુનિશ્રી Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સિદ્ધકુશલજીને રતલામ મોકલ્યા અને આ નિયમોની લેખિત સ્વીકૃતિ શ્રી રાજેન્દ્રસૂરિને જણાવી. એથી શ્રી રાજેન્દ્રસૂરિને અત્યંત આનંદ અને સંતોષ થયો. વિવાદના એક મહત્વના પ્રકરણનો આ રીતે અંત આવ્યો. શ્રી રાજેન્દ્રસૂરિએ ત્યાર પછી શિથિલાચાર દૂર કરવાની તથા ક્રિયોદ્ધાર કરવાની દૃષ્ટિએ યતિઓને વ્યક્તિગત સમજાવવાનું તથા વ્યાખ્યાનોમાં લોકો સમક્ષ પણ શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરવાનું ચાલુ કર્યું. આ રીતે એમની તરફેણમાં ક્રમે ક્રમે યતિવર્ગ વધતો ગયો અને વાતાવરણ સાનુકૂળ બનતું ગયું. મહારાજશ્રીએ રાણકપુરમાં આદિનાથ ભગવાન સમક્ષ સંકલ્પ કર્યો હતો કે પાંચ વર્ષમાં તેઓ પોતાના યતિજીવનમાં ક્રિયોદ્વાર કરશે. એ પાંચ વર્ષ હવે પૂરાં થવા આવ્યાં હતાં. મહારાજશ્રીએ વિ. સં. ૧૯૨૫માં ચાતુર્માસ શરૂ થાય તે પૂર્વે જેઠ વદ દશમ (મારવાડી તિથિ અષાઢ વદ દશમ)ના રોજ ક્રિયોદ્ધારના ઉત્સવનું આયોજન કર્યું. આઠ દિવસનો કાર્યક્રમ જાવરામાં રાખ્યો. માળવાના આસપાસના પ્રદેશોમાંથી ઘણા લોકો આ પ્રસંગે એકત્ર થયા હતા. ક્રિયોદ્ધારનો કાર્યક્રમ કેવી રીતે થાય છે એ જાણવાની પણ લોકોને બહુ ઉત્સુકતા હતી. નિર્ધારિત દિવસે સવારે મહારાજશ્રી પોતાના શિષ્યો અને અન્ય યતિઓ સાથે ઋષભદેવ ભગવાનના જિનાલયમાં પધાર્યા. ત્યાં બેસી ચૈત્યવંદનાદિની વિધિ કરી. ત્યારપછી મહારાજશ્રીએ એકત્ર થયેલા લોકોને સંબોધિત કરતાં કહ્યું કે ‘અમારી પાસે યતિ કે શ્રીપૂજ્ય તરીકે છત્ર, ચામર, પાલખી, સૂર્યમુખી, ચંદ્રમુખી વગેરે જે કંઈ પરિગ્રહ છે અને જે કીમતી પરિગ્રહ-ચિહ્નો છે તે તમામ આજથી આ જિનેશ્વર ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ. આજથી હવે તે ચીજવસ્તુઓ અમારી માલિકીની નહિ, પણ જિનાલયની માલિકીની, સંઘની માલિકીની રહેશે. આજથી અમે સંવેગી જૈન સાધુઓના શુદ્ધ આચાર પ્રમાણે પગે વિહાર કરીશું, જાતે ઊંચકાય એટલાં સાધુનાં ઉપકરણો સાથે રાખીશું અને શુદ્ધ મુનિજીવનનું પાલન કરીશું.’ મહારાજશ્રીએ અને એમના શિષ્યોએ આ રીતે બધી ચીજવસ્તુઓનો ત્યાગ કર્યો. રજવાડી ઠાઠમાઠને બદલે સાદા સાધુ તરીકે તેઓ જિનાલયમાંથી બહાર આવ્યા. ત્યાંથી વાજતેગાજતે શોભાયાત્રા નીકળી. જાવરાના નવાબ પણ પોતાના ૨૨૫ ' Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રભાવક સ્થવિરો રસાલા સાથે તેમાં હાજર હતા. વિશાલ સભામંડપમાં પહોંચી મહારાજશ્રી પાટ ઉપર બિરાજમાન થયા. તેમણે જૈન સાધુઓના શાસ્ત્રોક્ત શુદ્ધ આચારના પાલન ઉપર સરસ મનનીય વ્યાખ્યાન આપ્યું. તેમણે કહ્યું કે, “પતિમાંથી સાધુ થવામાં અમને કેટલાંક કષ્ટો જરૂર પડશે. કેટલાક યતિઓ અને યતિભક્તો તરફથી ઉપદ્રવો પણ કદાચ સહન કરવા પડશે. પણ અમને એનો ડર નથી. શુદ્ધ, નિર્મળ સાધુજીવન તરફ અમારી ગતિ થઈ રહી છે. એથી અમે અત્યંત હર્ષ, કૃતાર્થતા અને ધન્યતા અનુભવીએ છીએ.” આ ઐતિહાસિક ક્રાન્તિકારી પ્રસંગની સ્મૃતિરૂપે જાવરાના એ જિનમંદિરમાં સંઘ તરફથી આ ક્રિયોદ્ધારનો ષટક મૂકવામાં આવ્યો. જાવરામાં ક્રિયોદ્ધાર કર્યા પછી શ્રી રાજેન્દ્રસૂરિ હવે શ્રીપૂજ્ય-યતિમાંથી પંચાચારનું પાલન કરનાર જૈન સાધુ બન્યા. એમણે તપગચ્છને નવું સ્વરૂપ આપ્યું. એમણે સૌધર્મ તપગચ્છની સ્થાપના કરી અને પોતે એના પ્રથમ પટ્ટધર બન્યા. ત્યાર પછી સં. ૧૯૨૫નું ચાતુર્માસ એમણે ખાચરોદમાં કર્યું. અહીં બીજી એક મહત્ત્વની ઘટના બની. - શ્રી રાજેન્દ્રસૂરિ પોતે યતિજીવન જીવ્યા અને યતિઓ-શ્રીપૂજ્યો સાથે રહ્યા એથી એમને તેઓના જીવનનો વાસ્તવિક ખ્યાલ આવી ગયો હતો. તેઓના જીવનમાં આધ્યાત્મિક સાધના, શુદ્ધ આત્મસ્વરૂપની રમણતા કરતાં ભૌતિક લાભ માટે મંત્ર-તંત્ર અને દેવ-દેવીની ઉપાસનાનું મહત્ત્વ એટલું બધું વધી ગયું હતું કે ગૃહસ્થો પણ શુદ્ધ મોક્ષમાર્ગથી અને નિરતિચાર ચારિત્રથી વિમુખ બની ભૌતિક સુખસંપતિ મેળવવા પાછળ અને તે માટે તંત્રતંત્ર અને દેવદેવીની ઉપાસના પાછળ બહુ પડી ગયા હતા. વળી યતિઓ પણ ગૃહસ્થોને મંત્રતંત્ર અને દેવદેવીની બીક બતાવીને પોતાના સ્વાર્થનું ધાર્યું કાર્ય કરાવી લેતા. આથી શ્રી રાજેન્દ્રસૂરિએ દેવદેવીની ઉપાસનાને ગૌણ બનાવી. કોઈ પણ દેવ કરતાં સાચો માનવસાધુ વધુ ચડિયાતો છે, એ વાત ઉપર એમણે ભાર મૂક્યો. સાચા સાધુને દેવો કશું કરી શકે નહિ. દેવગતિ કરતાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. ફક્ત મનુષ્યગતિમાં જ ત્યાગ-સંયમ છે અને મોક્ષપ્રાપ્તિ છે. મનુષ્ય પણ જો ઉત્તમ ચારિત્ર પાળે તો દેવો એને વંદન કરવા આવે છે. તો પછી દેવને વંદનની શી જરૂર છે ? એટલા માટે એમણે ત્રિસ્તુતિક (ત્રણ થોય) ધર્મનો બોધ આપ્યો. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨ ૨૭ ચાર શ્લોકનાં ઘણાં સ્તોત્રોમાં ચોથા શ્લોકમાં દેવની સ્તુતિ હોય છે. તેની સ્તુતિની જરૂર નથી. માટે ત્રણ શ્લોક, ત્રણ થોય બોલવી બસ છે. માટે આ માન્યતા ધરાવનાર એમનો ગચ્છ ત્રિસ્તુતિક ગચ્છ તરીકે ઓળખાવા લાગ્યો. ખાચરોદનું ચાતુર્માસ એ રીતે એક નવપ્રસ્થાનની દૃષ્ટિએ ઐતિહાસિક બની ગયું. શ્રી રાજેન્દ્રસૂરિની ત્રણ થોયની ભલામણ એક અપેક્ષાએ યોગ્ય હતી, પરંતુ અન્ય અપેક્ષાએ પણ વિચારણા કરવી યોગ્ય હતી. એથી એ સમયે કેટલોક વિવાદ જાગ્યો. ક્યાંક શાસ્ત્રાર્થ કરવાના પ્રસંગો પણ ઊભા થયા, પરંતુ મહારાજશ્રી એવા વિવાદથી દૂર રહી પોતાની આરાધનામાં મગ્ન રહ્યા. ખાચરોદ પછી મહારાજશ્રીએ રતલામ, કુક્ષી, રાજગઢ, જાવરા, આહીર, જાલોર, ભિનમાલ, શિવગજ, અલિરાજપુર વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. મધ્યપ્રદેશમાં રતલામ, રાજગઢ, કુક્ષી, આહીર વગેરે સ્થળે વારંવાર ચાતુર્માસના કારણે ત્યાં એમનો વિશાળ અનુયાયી વર્ગ ઊભો થયો હતો. મહારાજશ્રી ઉગ્ર તપસ્વી હતા. છઠ્ઠ, અઠ્ઠમ જેવી એમની તપશ્ચર્યા તો વખતોવખત ચાલ્યા કરતી. આ બાહ્ય તપ સાથે આવ્યંતર તપ પણ તેઓ કરતા. લોકસમુદાયમાં ધ્યાનની અનુકૂળતા ઓછી રહેતી. એટલે તો ઘણી વાર જંગલમાં-ગુફાઓમાં તેઓ ધ્યાન ધરવા ચાલ્યા જતા. મહારાજશ્રીએ વિ. સં. ૧૯૨૭નું ચાતુર્માસ માળવા દેશમાં કુક્ષી નગરમાં કર્યું હતું. અહીં એમણે “પદ્રવ્યવિચાર’ નામના ગ્રંથની રચના કરી. ચાતુર્માસ પછી એમની ભાવના કંઈક ઉગ્ર તપશ્ચર્યા અને સાધના કરવાની હતી. એ માટે કોઈ એકાંત અનુકૂળ સ્થળની શોધમાં તેઓ હતા. નર્મદા નદીના સામે કિનારે વિંધ્યાચાલ પર્વતમાં આવેલું દિગંબર જૈન તીર્થ માંગતુંગી એમને પસંદ પડ્યું. ચાતુર્માસ પૂરું થતાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે તેમણે માંગતુંગી તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચીને એકાંત સ્થળમાં રહીને તેમણે પોતાની સાધના ચાલુ કરી. તેમણે અરિહંત પદનું ધ્યાન ધર્યું. ત્યાં લગભગ છ માસ તેઓ રોકાયા. એ સમયગાળામાં એમણે છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પણ કરી અને નવકારમંત્રનો સવા કરોડનો જાપ પણ કર્યો. આમ માંગતુંગી જેવા પવિત્ર તીર્થસ્થળમાં મહારાજશ્રીએ તપ, જપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ પ્રકારની ઉચ્ચ આરાધના કરી હતી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ પ્રભાવક સ્થવિરો આવા નિર્જન એકાંત સ્થળમાં એકલા રહેવાના કારણે અને આત્મોપયોગને કારણે એમનામાં નિર્ભયતા આવી ગઈ હતી. મૃત્યુનો એમને ક્યારેય ડર લાગતો નહિ. વળી આવી ઉચ્ચ સાધનાના બળથી એમના જીવનમાં કેટલાક ચમત્કારિક બનાવો પણ બન્યા હતા. એક વાર મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે માળવામાં વિહાર કરી રહ્યા હતા. રસ્તો જંગલનો હતો. ત્યાં આદિવાસી ભીલ લોકો રહેતા. મહારાજશ્રી જ્યારે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક આદિવાસીઓ એમને ઘેરી વળ્યા. જૈન સાધુઓ પાસેથી લૂંટવાનું તો શું હોય ? તો પણ કુદરતી હિંસક ભાવથી કેટલાક ભીલોએ મહારાજશ્રી ઉપર પોતાનું બાણ છોડવાનું ચાલુ કર્યું. મહારાજશ્રી એક સ્થળે સ્થિર ઊભા રહી ગયા. પોતાના શિષ્યોને પણ પોતાની બાજુમાં ઊભા રાખી દીધા. ભીલોનાં બાણ મહારાજશ્રી સુધી આવતાં, પણ તેમને વાગતાં નહિ. નીચે પડી જતાં. આથી આદિવાસીઓને નવાઈ લાગી. આ કોઈ ચમત્કારિક મહાત્મા છે એમ સમજી બાણ ફેંકવાનું એમણે છોડી દીધું અને મહારાજશ્રી પાસે આવી તેઓ પગમાં પડ્યા. મહારાજશ્રીએ એમને ક્ષમા આપી, આવાં હિંસક કાર્યો ન કરવા ઉપદેશ આપ્યો અને ત્યાંથી તેઓ આગળ વિહાર કરી ગયા. મહારાજશ્રી એક વખત જાલોર પાસેના જંગલમાં મોદરા નામના એક ગામ પાસે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. ત્યાં ચામુંડા માતા મંદિર હતું. એટલે એ જંગલ ચામુંડવન તરીકે ઓળખાતું. મહારાજશ્રી ત્યાં એક વસ્ત્ર ધારણ કરી કાઉસગ્ગ કરતા. ઘણી વાર અરિહંત પદનું ધ્યાન ધરતા. એમની પાસે ત્યારે એમના શિષ્ય મુનિ ધનવિજયજી હતા. એક દિવસ મહારાજશ્રી આ રીતે કાઉસગ્ગ ધ્યાનમાં હતા. સાંજનો સમય થઈ ગયો હતો. અંધારું થવા આવ્યું હતું. કોઈ આદિવાસી શિકારીએ દૂરથી જોયું તો આછા અંધારામાં એને લાગ્યું કે આ કોઈ હિંસક પશુ બેઠું હશે, એટલે એણે નિશાન તાક્યું. એવામાં મુનિ ધનવિજયજીની એના ઉપર દષ્ટિ પડી. તરત જ તેમણે બૂમ પાડી. એથી શિકારીને સમજાયું કે આ કોઈ પશુ નથી, પણ માણસ છે. પાસે આવીને જોયું તો સાધુ મહારાજ હતા. એટલે એણે મહારાજશ્રીના પગમાં પડી માફી માગી. મહારાજશ્રીએ એને સાંત્વન Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ આપ્યું. પછી એમણે મુનિ ધનવિજયજીને ઠપકો આપતાં કહ્યું કે ‘આવી રીતે બૂમ પાડીને મારા કાઉસગ્ગ ધ્યાનમાં ભંગ પાડવાની જરૂર નહોતી. મૃત્યુનો સાધુપુરુષને ડર ન હોવો જોઈએ.' મહારાજશ્રી જ્યારે જાલોરમાં હતા ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે થોડા દિવસ જંગલમાં જઈ તપની આરાધના કરવી. એમના આ નિર્ણયથી સંઘના શ્રાવકોને આશ્ચર્ય થયું, કારણ કે એ જંગલમાં વાઘ વગેરે જંગલી પ્રાણીઓ રહેતાં હતાં. તેઓએ મહારાજશ્રીને જંગલમાં ન જવા માટે વિનંતી કરી, પરંતુ મહારાજશ્રી તો પોતાના નિર્ણયમાં અડગ હતા. આથી મહારાજશ્રી જ્યારે જંગલમાં ગયા ત્યારે સંઘના આગેવાનોએ તેમના રક્ષણ માટે કેટલાક આદિવાસી રજપૂત યુવકોને પગાર આપીને તીરકામઠાં સાથે જંગલમાં રાતના ચોકી ક૨વા કહ્યું. રજપૂત યુવકો તીરકામઠાં અને ભાલાઓ સાથે આસપાસનાં વૃક્ષોની ડાળીઓમાં સંતાઈ જતા. મહારાજશ્રીને એની ખબર પડતી નહિ. એક દિવસ રાત્રે વાઘ આવ્યો. રજપૂત યુવકો ગભરાઈ ગયા. ઝાડ પરથી નીચે ઊતરવાની કોઈની હિંમત ચાલી નહિ. વાઘ મહારાજશ્રીની સામે થોડે છેટે બેઠો. મહારાજશ્રી પૂરી નીડરતાથી, સ્વસ્થતાથી અને વત્સલતાથી વાઘની સામે જોતા રહ્યા. થોડી વાર પછી વાઘ ચાલ્યો ગયો. મહારાજશ્રી તો બિલકુલ નીડર અને સ્વસ્થ રહ્યા હતા. એ દૃશ્ય જોઈ યુવકો બહુ અંજાઈ ગયા. તેઓ ગદ્ગદ થઈ ગયા. ઝાડ ૫૨થી નીચે ઊતરી, પાસે આવી મહારાજશ્રીને તેઓએ ભક્તિભાવપૂર્વક વંદન કર્યાં. મહારાજશ્રીએ તેઓને બીજા દિવસથી પોતાના રક્ષણ માટે આવવાની ના પાડી. યતિજીવનના શિથિલ બાહ્ય આચારો અને ઉપકરણોનો ત્યાગ કરીને સંવેગીપણું સ્વીકાર્યા પછી શ્રી રાજેન્દ્રસૂરિના જીવનમાં પણ એક નવો વળાંક આવ્યો. દફ્તરી તરીકેની વહીવટી જવાબદારી ગઈ હતી. યતિઓને અભ્યાસ કરાવવાની ફરજિયાત જવાબદારીમાંથી પણ તેઓ હવે મુક્ત થઈ ગયા હતા. શ્રી સાગરચંદ્ર મહારાજ પાસે એમણે પોતે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓનો અને શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને યુવાન વયે કાવ્ય વગેરે રચના કરવાના ભાવ થયા હતા, પરંતુ તે સર્જનશક્તિ અને વિવેચનશક્તિ વહીવટી જવાબદારીઓને લીધે દબાઈ ગઈ હતી. એ શક્તિ અવકાશ મળતાં ફરી સજીવન ૨૨૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રભાવક સ્થવિરો થઈ. સ. ૧૯૨૬ના રતલામના ચાતુર્માસ દરમિયાન એમણે “પદ્રવ્યવિચાર' ગ્રંથની રચના કરી. ત્યારપછી ત્યાં સં. ૧૯૨૯માં “શ્રી સિદ્ધાંતપ્રકાશ'ની રચના કરી. સં. ૧૯૩૧-૩૨નાં બે ચાતુર્માસ આહારમાં કર્યા. તે દરમિયાન “ધનસાર ચોપાઈ' અને અઘટકુમાર ચોપાઈ'ની તેમણે રચના કરી. આ કૃતિઓ ઉપરાંત ભિન્ન ભિન્ન સમયે તેમણે “૧૦૮ બોલકા થોકડા”, “પ્રશ્નોત્તર પુષ્પવાટિકા', “અક્ષયતૃતીયા સંસ્કૃત કથા', “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ', “વિહરમાન જિન ચતુષ્પદી', “પુણ્ડરીકાધ્યયન સક્ઝાય”, “કેસરિયાનાથ' સ્તવન' વગેરે પ્રકારની સાથી અધિક પ્રકારની નાનીમોટી કૃતિઓની રચના કરી. સંસ્કૃત, પ્રાકૃત અને રાજસ્થાની તથા ગુજરાતી ભાષામાં લખાયેલા આ બધા ગ્રંથો ઉપરાંત તેમનું સૌથી મહત્ત્વનું અને વિશેષ યશદાયી સઘન કાર્ય તે “અભિધાનરાજેન્દ્ર કોશ'ની રચનાનું હતું. “અભિધાનરાજેન્દ્ર કોશ'ની રચનાનો આરંભ એમણે સં. ૧૯૪૬ના ચાતુર્માસમાં સિયાણામાં કર્યો. આ એક વિરાટ કાર્ય હતું. અકારાદિ ક્રમાનુસાર શબ્દોના વિવિધ અર્થ, મૂળ આગમગ્રંથોની ગાથાઓ અને અન્ય આધારો આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. સાત દળદાર ભાગમાં વિભક્ત આ ગ્રંથનું કાર્ય એકલે હાથે ઉપાડવું એ એમના અધિકારની, શક્તિની અને લીધેલા પરિશ્રમની પ્રતીતિ કરાવે છે. લગભગ પંદર વર્ષે સુરતમાં સં. ૧૯૬૦માં આ ગ્રંથ પૂર્ણ થયો. એ છપાયેલો જોવા પોતે હયાત રહેશે કે નહિ તે વિશે તેમને સંશય હતો, પરંતુ એની જવાબદારી એમણે પોતાના બે શિષ્યો શ્રી દીપવિજયજી અને શ્રી યતીન્દ્રવિજયજીને સોંપી હતી. “શ્રી અભિધાનરાજેન્દ્ર કોશ' વિશ્વવિખ્યાત બન્યો છે. વિદ્વાનો અને સંશોધકો માટે તે અત્યંત ઉપયોગી બન્યો છે. જેના પારિભાષિક શબ્દકોશના ક્ષેત્રે ઘણા જુદા પ્રયાસો ત્યાર પછી થયા છે, પરંતુ “અભિધાનરાજેન્દ્ર કોશની તોલે આવે એવું મોટું કાર્ય હજુ સુધી થયું નથી. પોતાના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન શ્રી રાજેન્દ્રસૂરિએ ઘણી દીક્ષાઓ આપી. એમના શિષ્યોમાં શ્રી મોહનવિજયજી, શ્રી દીપવિજયજી, શ્રી યતીન્દ્રવિજયજી, શ્રી ઉદયવિજયજી, શ્રી ઋષભવિજયજી, શ્રી ધનચન્દ્રવિજયજી, શ્રી ભૂપેન્દ્રવિજયજી, શ્રી મેઘવિજયજી, શ્રી ગુલાબવિજયજી, શ્રી પદ્મવિજયજી, શ્રી ધર્મવિજયજી વગેરે ઘણા તેજસ્વી શિષ્યો હતા. મહારાજશ્રીના હસ્તે જાવરા, Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૩૧ આહીર, કોરટા, રતલામ, સિયાણા, રાજગઢ વગેરે ઘણાં સ્થળે જિનમંદિરનાં નિર્માણ તથા પ્રતિષઠાનાં કાર્યો થયાં હતાં. એમના શુભ હસ્તે ૨,૫૦૦ થી વધુ પ્રતિમાઓની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ હતી. મહારાજશ્રીના જીવનના ઘણા ચમત્કારિક પ્રસંગો સાંપડે છે. યતિઓ તરફથી થયેલા ઉપદ્રવોના પ્રસંગો પણ જાણવા મળે છે. એમના આશીર્વાદથી ભક્તોનાં શારીરિક દર્દ દૂર થયાં હોય અથવા આર્થિક ઉપાધિ ટળી ગઈ હોય એવા પણ કેટલાયે પ્રસંગો છે. સ્થાનિક સંઘર્ષ, કલહ વગેરે કે કુરિવાજો એમણે દૂર કરાવ્યા હોય એવા પણ પ્રસંગો બન્યા છે. આત્મફુરણાથી કે જ્યોતિષના જ્ઞાનથી એમણે કરેલી આગાહીઓ સાચી પડી હોય એવી પણ ઘટનાઓ બની છે. કેટલાયે રાજવીઓ એમના ભક્ત બની ગયા હતા અને દારૂ, શિકાર, માંસાહાર વગેરેનો ત્યાગ કર્યો હતો. શ્રી રાજેન્દ્રસૂરિજીના જીવનપ્રસંગોમાંથી અહીં કેટલાક લાક્ષણિક પ્રસંગો જોઈશું. મહારાજશ્રીના શિષ્યોમાં મુખ્ય શિષ્ય શ્રી મોહનવિજયજી હતા. એમની દીક્ષાનો પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો એની પણ રસિક ઘટના છે. વિ. સં. ૧૯૩૨માં મહારાજશ્રીએ રાજસ્થાનમાં આહોર નગરમાં ચાતુર્માસ કર્યું હતું. તેઓ રોજ નિયમિત સમયે ઉપાશ્રયમાં રોચક શૈલીથી પ્રેરક વ્યાખ્યાન આપતા. તે સાંભળવા માટે દૂરદૂરથી શ્રાવકો આવતા. શ્રાવકો ઉપરાંત અન્ય કોમના લોકો પણ આવતા. મહારાજશ્રીના વાસક્ષેપ અને આશીર્વાદ લેવા પણ ઘણા ભક્તો આવતા. નિઃસ્વાર્થ, પરોપકારપરાયણ સાધુસંતોનો પ્રભાવ લોકો ઉપર હમેશાં ઘણો રહેતો હોય છે. આહારની બાજુમાં સામુજા નામના ગામમાં વરદીચંદ્ર નામના એક બ્રાહ્મણ રહે. એમને એક દીકરો હતો. એ અપંગ અને મૂંગો હતો. પોતાની પત્ની સાથે તેઓ પોતાના બે પુત્રને લઈને ગુરુમહારાજના આશીર્વાદ લેવા આહાર આવ્યા. વ્યાખ્યાન સાંભળીને તેઓએ પ્રસન્નતા અનુભવી. વ્યાખ્યાન પછી તેઓ ગુરુદેવ પાસે આવ્યા. પોતાના અપંગ બાળકની વાત કરી અને આશીર્વાદ આપવા વિનંતી કરી. મહારાજશ્રીએ થોડી વાર ધ્યાન ધર્યું. ત્યાર પછી મંત્રજાપ કરીને બાળકના મસ્તકે વાસક્ષેપ નાખ્યો. ત્યાર પછી બાળકના મસ્તક ઉપર કેટલીક વાર સુધી હાથ મૂકી રાખીને મંત્રોચ્ચાર કર્યો. એથી મૂંગા બાળકે મોઢું ઉઘાડ્યું અને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રભાવક સ્થવિરો થોડો શબ્દોચ્ચાર કર્યો. આ ચમત્કારથી વરદીચંદ્ર અને એમનાં પત્ની આનંદવિભોર થઈ ગયાં. વળી થોડી વારે બાળકે હાથપગ હલાવવાનું પણ ચાલુ કર્યું. આથી તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અપંગ બાળકે સાજા થતાં મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો અને મોટો થતાં સં. ૧૯૩૩માં એને જાવરામાં દીક્ષા આપવામાં આવી અને એમનું નામ “મોહનવિજય” રાખવામાં આવ્યું. મહારાજશ્રીના મુખ્ય સાધુઓમાં શ્રી મોહનવિજયજી હતા. આ શ્રી મોહનવિજયજીને મહારાજશ્રી પાસે સંયમાદિની કેવી તાલીમ મળતી હતી તેનો એક પ્રસંગ નોંધાયેલો છે. મહારાજશ્રીનું વિ. સં. ૧૯૩૪નું ચાતુર્માસ રાજગઢમાં હતું. મહારાજશ્રીના શિષ્યોમાં મુખ્ય એવા મુનિશ્રી મોહનવિજયજી ઘણુંખરું ગોચરી વહોરી લાવતા. મહારાજશ્રીએ એમને કડક સૂચના આપેલી કે સાધુઓના આચારને લક્ષમાં રાખી ખપ પૂરતો સૂઝતો આહાર ચોકસાઈ કરીને લેવો. તે પ્રમાણે તેઓ ગોચરી વહોરી લાવતા. એક દિવસ તેઓ બંને ગોચરી વાપરવા બેઠા હતા. ત્યારે ગોચરીમાં એક કડવું શાક આવી ગયું હતું. મહારાજશ્રી તો એ શાક ખાઈ ગયા. પરંતુ મોહનવિજયજીથી એ શાક ખવાતું નહોતું. ખાતાં એમનું મોઢું બગડી જતું હતું. મહારાજશ્રીએ કહ્યું, “મોહન, ગવેષણાપૂર્વક વહોરેલી ગોચરીમાં જે આહાર મળે તે આપણે વાપરી લેવો જોઇએ. એમાં સ્વાદનો વિચાર ન કરાય. જેના સાધુને માટે એ જ ઉચિત છે.” ગુરુદેવની શિખામણ આજ્ઞા બરાબર હતી. મોહનવિજયજીએ પોતાના પાત્રમાં રહેલું બધું કડવું શાક વાપરી લીધું. ગોચરી પછી તેઓ બંને સ્વાધ્યાય માટે બેઠા. એવામાં જે શ્રાવકના ઘરેથી કડવું શાક વહોર્યું હતું તે શ્રાવક દોડતા આવ્યા. વહોરાવતી વખતે ઘરનાં કોઈને ખબર નહોતી કે શાક કડવું છે. ખબર પડતાં બીજા શ્રાવકો પણ ઉપાશ્રયે દોડી આવ્યા. ત્યાં પહોંચીને ગુરુ મહારાજ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી. મહારાજશ્રીએ કહ્યું કે “ગોચરી અમે બધાએ વાપરી લીધી છે. અમારે સાધુઓએ તો સ્વાદ પર વિજય મેળવવાનો હોય છે. જે ગોચરી આવે તે વાપરવાની હોય છે. અમે બધું કડવું શાક વાપરી લીધું છે. આમાં તમારો કોઈ દોષ નથી. એ માટે તમારે ચિંતા કે ખેદ કરવાની જરૂર નથી.” Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૩૩ શ્રાવકોએ કહ્યું, “પરંતુ મહારાજજી ! આ તો ઝેર જેવું કડવું શાક છે. એ માટે કંઈક કરવું જોઈએ.” મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, એથી અમને કંઈ જ નહિ થાય. તમે ચિંતા ન કરશો.” આમ છતાં શ્રાવકોના આગ્રહને વશ થઈ આયુર્વેદના જાણકાર મહારાજશ્રીએ મોહનવિજયજીને મોકલી એક શ્રાવકના ઘરેથી લીમડાનાં સૂકાં પાન મંગાવ્યાં. પાન આવ્યા એટલે તેઓ બંનેએ તે ખાઈ લીધાં. બે દિવસ સુધી તેમને કંઈ થયું નહિ ત્યારે શ્રાવકોને શાંતિ થઈ. મહારાજશ્રી કેટલીક વાર અભિગ્રહયુક્ત તપશ્ચર્યા કરતા. એક વાર તેઓનું રતલામમાં ચાતુર્માસ હતું અને પર્યુષણ પર્વમાં એમણે ઉપવાસ કરી મનમાં એવો અભિગ્રહ ધારણ ક્યું કે કોઈ શ્રાવક આવીને બાર વ્રત ધારણ કરે પછી જ ગોચરી વહોરવા જવું. મહારાજશ્રીને પારણાં માટે ગોચરી વહોરવા પોતાને ઘરે પધારવા ઘણા કહી ગયા, પણ મહારાજશ્રી ગોચરી વહોરવા નીકળતા નહોતા. એથી બીજા સાધુઓને પણ આશ્ચર્ય થયું. એવામાં રિખવચંદ નામના એક શ્રાવક આવ્યા. એમણે કહ્યું, “ગુરુદેવ ! પર્યુષણ પર્વમાં આપની વાણી સાંભળીને ઘણી પ્રેરણા મળી છે. એથી મને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાની ભાવના થઈ છે. માટે આજે મને બાર વ્રતની બાધા આપો.' મહારાજશ્રીએ એમની પાત્રતાની ખાતરી કરી એમને બાર વ્રત અંગીકાર કરાવ્યાં. અભિગ્રહ પૂરો થયા પછી તેઓ ગોચરી વહોરવા નીકળ્યા. ગોચરમાં પણ એમણે કોઈ એક વાનગી અંગે અભિગ્રહ ધારણ કરેલો. તે પ્રમાણે જ્યારે ગોચરી મળી ત્યારે જ તેમણે વહોરી હતી. મહારાજશ્રી ગોચરી અંગે વારંવાર આવા જાતજાતના અભિગ્રહ કરતા અને તે પ્રમાણે ગોચરી ન મળે તો ઉપવાસ કરતા. એક વખત રાજગઢમાં મહારાજશ્રીએ એવો એક બહુ વિચિત્ર અભિગ્રહ ધારણ કરેલો કે કોઈ મને ગોચરીમાં પહેલાં રાખ વહોરાવે પછી જ બીજી વાનગી વહોરવી મહારાજશ્રીએ મનમાં લીધેલા આ અભિગ્રહની કોઈને ખબર નહોતી. પહેલે દિવસે મહારાજશ્રી ગોચરી વહોરવા નીકળ્યા, પણ ગોચરી વગર ઉપાશ્રયમાં પાછા ફર્યા ત્યારે લોકોને ખબર પડી કે મહારાજશ્રીએ કોઈ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રભાવક સ્થવિરો અભિગ્રહ ધારણ કરેલો છે. આથી શ્રાવકો જુદી જુદી વાનગી કરીને તેયાર રાખતા કે જેથી મહારાજશ્રીનો અભિગ્રહ પૂર્ણ થાય. પરંતુ મહારાજશ્રી રોજ ઉપાશ્રયે ગોચરી વિના પાછા ફરતા. એમ કરતાં કરતાં આઠ દિવસના ઉપવાસ થઈ ગયા. એક વૃદ્ધ શ્રાવિકા મહારાજ પ્રત્યેના પૂરા ભક્તિભાવથી રોજ વહોરવા પધારવા વિનંતી કરતી. પરંતુ મહારાજશ્રી વહોર્યા વગર પાછા ફરતા. સાત-આઠ દિવસ સુધી રોજ મહારાજ પાછા ફર્યા એથી એ ચિડાઈ ગઈ હતી. નવમે દિવસે એ ઘરની બહાર વાસણ માંજવા માટે રાખ એકઠી કરી રહી હતી. ત્યાં મહારાજશ્રી પધાર્યા. વૃદ્ધાએ કટાક્ષમાં કહ્યું કે, “ગુરુમહારાજ ! રોજ જુદી જુદી વાનગી માટે હું કહું છું, પણ આપ કશું વહોરતા નથી. હવે આપ કહો તો આ રાખ વહોરાવું.' મહારાજશ્રીએ પ્રસન્ન ચિત્તે કહ્યું, “બહેન ! મારે એક પ્રયોગ માટે ખરેખર રાખનો પણ ખપ છે. માટે મને એક મૂઠી રાખ આપો.' એમ કહી પોતાનું પાતરું ધર્યું. વૃદ્ધા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. રાખ વહોર્યા પછી મહારાજશ્રીએ બીજા પાતરામાં બીજી ગોચરી વહોરી. મહારાજશ્રીનો અભિગ્રહ પોતાનાથી પૂરો થયો એથી એ વૃદ્ધાની આંખમાં હર્ષાશ્રુ ઊભરાયાં. વિ. સં. ૧૯૩૩નું ચાતુર્માસ મહારાજશ્રીએ ભિનમાલમાં કર્યું હતું. અહીં યતિઓ તરફથી એમને ઘણો ત્રાસ આપવામાં આવતો હતો. એમના ઉપર મંત્રતંત્રના પ્રયોગો પણ થયા હતા. એક વખત મહારાજશ્રી જે ઉપાશ્રયમાં બિરાજમાન હતા તે ઉપાશ્રયમાં નીચે મધરાતે એક યતિએ વેશ બદલીને ત્યાં આવીને મીણનું નાનું પૂતળું બનાવીને તથા તેમાં સોયા ખોસીને રાખી દીધું. પરંતુ યતિ જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે એ ગલીમાં અંધારામાં જવાને કારણે કૂતરાંઓએ ભસાભસ કરી મૂકી. એથી લોકો જાગી ગયા. ચોર સમજીને લોકો યતિની પાછળ પડ્યા. એમને પકયા તો ખબર પડી કે એ તો યતિ છે. પકડીને લોકો એમને મહારાજશ્રી પાસે લઈ આવ્યા, અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. યતિએ ભયભીત થઈ સાચું કારણ કહી દીધું. મહારાજશ્રીએ લોકોને કહ્યું કે આવા મંત્ર-તંત્રથી કે કામણટ્રમણથી ડરી Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૩૫ જવાની કંઈ જરૂર નથી. અમને કશું જ થવાનું નથી. પછી પોતાના શિષ્ય મોહનવિજયજીને કહ્યું, “મોહન, જાવ, નીચે જઈને જે વસ્તુ મૂકી છે તે તોડીફોડીને ફેંકી દો.” પંદર વર્ષની કિશોરવયના મોહનવિજય નીચે ગયા. જરા પણ ગભરાયા વિના મીણનું પૂતળું હાથમાં લીધું અને “નમો અરિહંતાણં' એમ બોલીને તેના ટુકડા દૂર ફેકી દીધા. પછી તેઓ ઉપર આવ્યા. એટલે મહારાજશ્રી મોહનવિજયના મસ્તકે હાથ મૂકી મંત્ર ભણ્યો અને કહ્યું, “આપણને કશું જ થવાનું નથી, માટે શાંતિથી સૂઈ જાવ.” મહારાજશ્રીએ લોકોને પણ વિનંતી કરી કે પોતે યતિને ક્ષમા આપી દીધી છે માટે કોઈએ યતિને મારવા કે કનડવા નહિ. એમને સીધા પોતાને સ્થાને જવા દેવા. - યતિ પોતાને સ્થાને ગયા અને બીજા યતિઓને બનેલા બનાવની વાત કરી. આ કાવતરામાં પોતે પકડાઈ ગયા હોવાથી સવાર પડતાં પોતાની આબરૂ જશે અને ઝઘડો થશે એમ સમજી યતિઓ સવાર પડતાં પહેલાં ભિનમાલમાંથી પલાયન થઈ ગયા. મહારાજશ્રીના દિયોદ્ધારના કારણે તથા ધર્મપ્રચારને લીધે રાજસ્થાન અને માળવામાં યતિઓનું જોર નબળું પડતું જતું હતું. આથી રોષે ભરાયેલા કેટલાક યતિઓ મહારાજશ્રીને કનડગત કરવા કે એમના કાર્યક્રમોમાં વિઘ્નો નાખવા ગુપ્ત રીતે પ્રયત્નો કરતા હતા, પરંતુ મહારાજશ્રી એથી ડરતા નહિ, તેમ બીજી બાજુ તેનું વેર લેવાનો વિચાર પણ કરતા નહિ, બલકે તેઓ યતિઓને આવાં કાર્યો માટે ક્ષમા જ આપતા. વિ. સં. ૧૯૪પનો શિવગંજનો પ્રસંગ છે. એ નગરીમાં મહારાજશ્રીની પ્રેરણાથી જિનમંદિરના નિર્માણનું કાર્ય થયું હતું અને ત્યાં મહારાજશ્રીના હસ્તે અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે સેંકડો ભાવિકો ત્યાં એકત્ર થયા હતા. જ્યારે પ્રતિષ્ઠાની વિધિ ચાલતી હતી ત્યારે મંડપના એક છેડે આગ લાગી અને ધુમાડા નીકળવા લાગ્યા. લોકોમાં ભાગાભાગ શરૂ થઈ. એ વખતે મહારાજશ્રીએ મંત્ર ભણી એ દિશામાં વાસક્ષેપ ઉડાડ્યો અને પોતાના બે હાથ મસળવા ચાલુ કર્યા. એથી આગ તરત શમી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ગઈ. એવામાં એક યતિ મહારાજશ્રી પાસે દોડતા આવ્યા. એમણે આગ લગાડી હતી. લોકો એમને મારવા જતા હતા. પરંતુ મહારાજશ્રીએ એમને અટકાવ્યા. યતિએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી અને મહારાજશ્રીની માફી માગી. મહારાજશ્રીએ જોયું કે યતિને તરત જવા દેવામાં આવશે તો લોકો એને મારશે. એટલે મહારાજશ્રીએ યતિને પોતાની પાસે બેસાડી દીધા, અને વિધિ પૂરી થઈ ત્યાં સુધી જવા ન દીધા. પછી મહારાજશ્રીએ લોકોને ભલામણ કરી કે પોતે યતિને ક્ષમા આપી છે. એટલે હવે યતિને કોઈએ હાથ અડાડવાનો નથી. એથી લોકો શાંત પડી ગયા. મહારાજશ્રીની મંત્રશક્તિ, સમયસૂચકતા અને ઉદાર દિલની ક્ષમાભાવનાનો એ મહોત્સવ દરમિયાન લોકોને પરિચય થયો. પ્રભાવક સ્થવિરો ધાર પાસે આવેલા કડોદ ગામની એક ઘટના છે. ત્યાં જિનાલયમાં મહારાજશ્રીના હસ્તે નૂતન પ્રતિમાજીની પ્રતિષ્ઠા થવાની હતી. પ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે દૂરદૂરથી ઘણા માણસો આવ્યા હતા; પરંતુ પ્રતિષ્ઠાને દિવસે વહેલી સવારે પૂજારીએ મંદિર ખોલ્યું તો જણાયું કે મૂળનાયક તરીકે બિરાજમાન કરવાની પ્રતિમાજી ખંડિત થઈ હતી. કોઈક યતિએ વેરભાવથી આગલી રાતે આ કુકૃત્ય કર્યું હોવાનું તપાસ કરતાં જણાઈ આવ્યું. આથી લોકોમાં હાહાકાર થઈ ગયો. મહારાજશ્રીને ખબર પડતાં તેઓ જિનાલયમાં આવી પહોંચ્યા. પ્રતિમાજીને જોઈને તેમણે બધાને બહાર જવા કહ્યું. પછી પોતે દરવાજો બંધ કરી પ્રતિમાજી પાસે એકલા રહ્યા. કલાક સુધી તેમણે અંદર રહીને પ્રતિમા સામે બેસીને પોતાની મંત્રવિધિ કરી. ત્યારપછી તેઓ બહાર આવ્યા. ત્યારે લોકોએ જોયું કે ખંડિત પ્રતિમા સાવ સરખી થઈ ગઈ હતી. ક્યાંય સાંધો સુધ્ધાં દેખાતો નહોતો. આમ, પ્રતિષ્ઠામહોત્સવમાં આવેલું વિઘ્ન દૂર થઈ ગયું અને મહોત્સવ સારી રીતે પાર પડી ગયો. મહારાજશ્રી જ્યારે વિહાર કરતાં કરતાં જાવરા શહેરમાં પધાર્યા ત્યારે ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું હતું. પણ બીજી બાજુ યતિઓની સતામણી પણ ચાલુ હતી. એક દિવસ મહારાજશ્રી પાટ ઉપર બેઠા હતા ત્યારે પાસે બેઠેલા મુનિ ધનવિજયનું ધ્યાન ગયું કે મહારાજશ્રીની પાટ નીચે માટીનું એક હાંડલું પડ્યું હતું. આ શું છે અને તે કોણે મૂક્યું એ વિશે પૂછપરછ થતાં કંઈ Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૩૭ જવાબ મળ્યો નહિ. કોઈએ મંત્રીને તે મૂક્યું હશે એવો વહેમ પડ્યો. પરંતુ મહારાજશ્રી એવા મેલા પ્રયોગોથી ડરતા નહિ. એમણે પાટ ઉપરથી નીચે ઊતરી એ હાંડલા ઉપર ત્રાટક કરી નવકારમંત્રનું રટણ ચાલુ કર્યું. થોડી વારમાં જ એ હાંડલું ફૂટી ગયું. આ વાતની ખબર આખા ગામમાં પ્રસરી ગઈ. એથી મહારાજશ્રીને સતાવવા બહારગામથી આવેલા યતિઓ ગભરાઈને ગામ છોડી ભાગી ગયા. આવો જ બીજો એક પ્રસંગ વિ. સં. ૧૯૫૩માં જાવરામાં બન્યો હતો. જાવરામાં ચાતુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે એક મહોત્સવ રાખવામાં આવ્યો હતો. અનેક લોકો એકત્ર થયા હતા. ખુદ જાવરા રાજ્યના નરેશ પણ પધાર્યા હતા. મહારાજશ્રી જ્યારે પાટ ઉપરથી પ્રવચન આપી રહ્યા હતા ત્યારે સભાને એક છેડે મંડપમાં આગ લાગી. લોકોની દોડાદોડ ચાલુ થઈ ગઈ. મહારાજશ્રીએ લોકોને શાંત રહેવા કહ્યું અને પોતે એક પાત્રમાં પાણી મંગાવ્યું. પોતે મંત્ર બોલી હાથ મસળવા લાગ્યા, અને પાણીથી ધોવા લાગ્યા. પાણી કાળું કાળું થઈ જતું જણાયું. એમ કરતાં જ્યારે હાથ સાવ ચોખ્ખા થયા ત્યારે ત્યાં આગ બંધ થઈ ગઈ. આગ શાંત થતાં મહારાજશ્રીએ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. વળી પ્રવચન દરમિયાન પોતે જાહેરાત કરી કે પોતાની મંત્રશક્તિનો આ રીતે જાહેરમાં પોતાને ઉપયોગ કરવો પડ્યો છે એના પ્રાયશ્ચિત્ત તરીકે પોતે ત્રણ ઉપવાસનું પચ્ચકખાણ લે છે. વ્યાખ્યાન પૂરું થતાં લોકો એક માણસને પકડી લાવ્યા કે જેણે મંડપને આગ લગાડી હતી. કોઈ યતિનો એ ભક્ત હતો. એણે કહ્યું કે આગ લગાડવાની પોતાની જરા પણ ઈચ્છા નહોતી, પણ યતિ મહારાજે એને હુકમ કર્યો હતો અને તે પ્રમાણે પોતે જો નહિ કરે તો એને અને એના કુટુંબને નષ્ટ કરી નાખવાની ધમકી મળી હતી. માટે પોતાને આ દુષ્કૃત્ય કરવું પડ્યું હતું. એ સાંભળી જાવરા-નરેશ પણ એને શિક્ષા કરવા ઉત્સુક બન્યા. પરંતુ મહારાજશ્રીએ એને ક્ષમા આપી અને લોકોને પણ ભલામણ કરી કે એને કોઈ શિક્ષા ન કરે. એથી એ માણસના હૃદયનું પરિવર્તન થયું હતું. મહારાજશ્રીએ સં. ૧૯૪૧નું ચાતુર્માસ અમદાવાદમાં પૂર્ણ કર્યું. ત્યાર Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રભાવક સ્થવિરો પછી મહારાજશ્રીના એક ભક્ત થરાદ ગામના વતની શેઠ અંબાવીદાસ મોતીચંદ પારેખને સં. ૧૯૪૧માં સિદ્ધાચલની યાત્રાનો છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. તે માટે એમણે મહારાજશ્રીને વિનંતી કરી. વિનંતીનો સ્વીકાર કરી મહારાજશ્રી સંઘમાં જોડાયા અને સંઘ ગામાનુગામ મુકામ કરતો પાલિતાણા આવી પહોંચ્યો. ત્યાં ટળેટીમાં દર્શન કરી ગિરિરાજ ઉપર ચડવાનું ચાલુ કર્યું. ત્યારે કેટલાક બારોટોએ એમને અટકાવ્યા. તપાસ કરતાં કારણ જાણવા મળ્યું કે કોઈ યતિએ એવી ભંભેરણી કરી હતી કે જો સંઘ ગિરિરાજ ઉપર જશે તો કંઈક અઘટિત ઘટના બનશે. માટે સંઘને ઉપર જવા ન દેવો. આ પરિસ્થિતિમાં થરાદના ઉશ્કેરાયેલા યુવાનો બારોટો સાથે મારામારી ક૨વા તૈયા૨ થઈ ગયા. પરંતુ મહારાજશ્રીએ એમને અટકાવ્યા. બારોટોને સમજાવતાં કહ્યું, ‘જે યતિઓએ તમને કહ્યું હોય તેઓને અહીં બોલાવો. તેઓ પોતાની વાત અમને સમજાવે અને સિદ્ધ કરી આપે. ત્યાં સુધી અમે અહીં જ બેસીને ધર્મધ્યાન કરીશું. આટલો મોટો સંઘ આટલે દૂરથી આવ્યો છે તે તીર્થાધિરાજની જાત્રા કર્યા વગર જાય તે બરાબર નથી.’ બારોટો ગિરિરાજ ઉપર ગયા અને ત્રણેક કલાકમાં પાછા આવ્યા. એમની સાથે આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ પણ આવ્યા હતા. મુનીમે મહારાજશ્રીને વંદન કર્યાં અને કહ્યું કે સંઘ ઉપર જઈને જાત્રા કરી શકે છે. આ નિર્ણયથી સંઘમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો. મહારાજશ્રી સાથે તીર્થયાત્રા કરી સંઘ થરાદ પાછો ફર્યો. વિ. સં. ૧૯૫૧માં મહારાજશ્રી કુક્ષી નગરમાં બિરાજમાન હતા. એક દિવસ વહેલી સવારે પોતે ધ્યાનમાં હતા ત્યારે એમને આભાસ થયો કે પાસેની ગલીમાં એક બ્રાહ્મણના ઘરમાં આગ લાગી છે, અને શ્યામ ચહેરાવાળો એક છોકરો ગલીમાં ભાગાભાર કરે છે. ધ્યાનમાંથી જાગ્રત થતાં મહારાજશ્રીએ અંતરની સ્ફુરણથી કહ્યું, ‘મને એમ લાગે છે કે આવતા વૈશાખ વદ સાતમને દિવસે અહીં કુક્ષીમાં મોટી આગ લાગશે.’ મહારાજશ્રીએ કરેલી આગાહીની વાત લોકોમાં પ્રસરી ગઈ, પરંતુ હજુ ઘણા વખતની વાર હતી એટલે તે વાત ધીમે ધીમે ભુલાઈ પણ ગઈ. મહારાજશ્રી ત્યારપછી વિહાર કરતા કરતા રાજગઢ પધાર્યા. રાજગઢમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૩૯ વ્યાખ્યાન ચાલતું હતું ત્યારે વચ્ચે અચાનક અટકીને વિષયાંતર કરીને મહારાજશ્રીએ કહ્યું, “કુક્ષીમાં અત્યારે મોટી આગ લાગી છે. જાવ, જઈને તપાસ કરો.” સંઘના આગેવાનોએ ઘોડેસવાર દોડાવ્યા તો તેમણે આવીને જણાવ્યું કે, “હા, કુક્ષીમાં મોટી આગ લાગી છે એ વાત સાચી છે.” વૈશાખ વદ સાતમનો એ દિવસ હતો. એ દિવસે કુક્ષીમાં લાગેલી ભયંકર આગમાં પંદરસો ઘર બળી ગયાં. જેનોનો એક મોટો જ્ઞાનભંડાર પણ બળી ગયો. ૧,૫૦૦ તાડપત્રીય હસ્તપ્રતો સહિત ત્રીસ હજારથી વધુ હસ્તપ્રતો એમાં બળીને નષ્ટ થઈ ગઈ. મહારાજશ્રી આહારમાં વિ. સં. ૧૯૫૫માં બિરાજમાન હતા ત્યારે ત્યાં બાવન જિનાલયવાળા શ્રી ગોડીજી પાર્શ્વમંદિરમાં પ્રતિષ્ઠા-મહોત્સવની વિચારણા ચાલતી હતી. સંઘના કેટલાક આગેવાનોનો મત એવો હતો કે ચાલુ વર્ષ દરમિયાન પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. બીજા ઘણાનો મત એવો હતો કે બીજે વરસે એ મહોત્સવ કરાવવો જોઈએ. આ ચર્ચા દરમિયાન મુનિ રૂપવિજયજીએ અભિપ્રાય આપ્યો કે જો ઘણાનો મત એવો છે તો પછી પ્રતિષ્ઠા આવતે વર્ષે રાખીએ એ જ ઠીક છે. તે વખતે મહારાજશ્રી થોડે દૂર બેઠા હતા અને પોતાના લેખનકાર્યમાં મગ્ન હતા. મુનિ રૂપવિજયજીની વાત એમના કાને પડી. તરત જ એમણે કહ્યું, આવતે વર્ષે કોઈ સારો યોગ નથી. આ વર્ષે જ પ્રતિષ્ઠા–મહોત્સવ રાખી લેવો જોઇએ.” મહારાજશ્રીની ભલામણ અનુસાર સંઘે તે જ વર્ષે પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખી લીધો. એ સારું જ થયું, કારણ કે બીજે વર્ષે ૧૯પ૬ની સાલમાં ભયંકર દુકાળ પડ્યો હતો. પ્રતિષ્ઠા જો મુલતવી રાખવામાં આવી હોત તો બીજા વર્ષે દુકાળને કારણે તે થઈ શકી ન હોત. વિ. સં. ૧૯૫૬ની સાલમાં મહારાજશ્રીનું શિવગંજમાં ચાતુર્માસ હતું. મહારાજશ્રીને રોજ રાતે કેટલોક વખત ધ્યાનમાં બેસવાનો નિયમ હતો. એક રાત્રે ધ્યાન દરમિયાન મહારાજશ્રીએ એક કાળો ભયંકર નાગ વિષવમન કરતો દેખાયો. આ દશ્ય ઉપરથી મહારાજશ્રીને લાગ્યું કે ભયંકર પરિસ્થિતિ આવી Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રભાવક સ્થવિરો રહી છે. એમણે આ વાત પોતાના શિષ્યોને કરી અને આગાહી કરતાં કહ્યું કે આ વર્ષે દેશમાં ભયંકર દુકાળ પડવાનો સંભવ છે. મહારાજશ્રીની એ આગાહી સાચી પડી. એ વર્ષે એટલે ૧૯૫૬ની સાલમાં આખા ભારતમાં ભયંકર દુકાળ પડ્યો. “છપ્પનિયા દુકાળ' તરીકે આજે પણ એ જાણીતો છે. એ દુકાળમાં લાખો માણસો હિન્દુસ્તાનમાં મૃત્યુ પામ્યાં હતાં. વિ. સં. ૧૯૫૬માં ભારતમાં પડેલા આ ભયંકર દુકાળે જે ચારે બાજુ કાળો કેર વર્તાવ્યો તેનું વર્ણન ઘણા કવિઓએ કર્યું છે. શ્રી રાજેન્દ્રસૂરિએ પોતે પણ મારવાડી ભાષામાં “છપ્પનિયા દુકાલરા સલોકા' નામની કૃતિની રચના કરી છે તેમાં એમણે આ દુકાળનું આહેબૂબ વર્ણન કર્યું છે. એમાંથી નીચેની પંક્તિઓ ઉદાહરણ તરીકે જુઓઃ “પોતે પોતા રે પેટરી લાગી, બેરત ધણીને છોડીને ભાગી; ઈણી પરે પાપી એ છપ્પનો પડિયો, મોટા લોગારો ગર્વ જ ગલિયો.” x x x ઝાડની છાલ તો ઉતારી લાવે, ખાંડી પીસીને અન્ન ક્યું ખાવે; અંતે ઝાડોની છાલ ખુટાણી, પૂરો ન મલે પીવાનું પાણી.' સં. ૧૯૫૮માં મહારાજશ્રીની નિશ્રામાં સિયાણા જિનમંદિરમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠા માટે એક વિશાળ ચોગાનમાં મેરુ પર્વતની રચના કરી એના ઉપર અભિષેકની યોજના વિચારાઈ હતી. એંસી ફૂટ ઊંચા મેરુ પર્વતની રચના માટી વગેરેથી કરવામાં આવી હતી. પરંતુ પ્રતિષ્ઠાવિધિ થાય તે પહેલાં પર્વતની રચના તૂટી પડી. કેટલાક માણસો માટીમાં નીચે દબાઈ ગયા. ખબર પડતાં નગરમાં હાહાકાર મચી ગયો. બધા ત્યાં દોડ્યા. મહારાજશ્રીને ઉપાશ્રયમાં આ ઘટનાના સમાચાર આપવામાં આવ્યા. તેમણે કહ્યું, “ગભરાશો નહિ, કોઈને કંઈ થવાનું નથી. ત્યારપછી તેઓ પોતાના શિષ્ય શ્રી મોહનવિજયજીને લઈને તરત ત્યાં પહોંચી ગયા. માણસો ક્યાં દટાઈ ગયા તેની Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૪૧ કોઈને ખબર ન હતી. પરંતુ એ વિશાળ જગ્યામાં મહારાજશ્રીએ નિશાની કરી અમુક જગ્યા બતાવી. ત્યાં ખોદીને માટી ખસેડતાં દટાયેલ માણસો એક પછી એક હેમખેમ નીકળી આવ્યા. આ ઘટના વખતે મહારાજશ્રી જરા પણ અસ્વસ્થ થયા નહોતા. એમની કૃપાથી બધા બચી ગયા એથી આશ્ચર્ય સાથે સૌને આનંદ થયો. વિ.સં.૧૯૯૫માં મહારાજશ્રી આહોરમાં બિરાજમાન હતા. ત્યારે ત્યાંના પુનમિયા ગચ્છ તરફથી જિનમંદિરમાં પ્રતિમાજીની અંજનશલાકાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. એ માટે જયપુરથી શ્રી જિનમુક્તિસૂરિ પધારવાના હતા. મહોત્સવનું મુહૂર્ત ફાગણ વદ પાંચમનું રાખવામાં આવ્યું હતું. મહારાજશ્રી જ્યોતિષના સારા જાણકાર હતા. એમણે જોયું કે મુહૂર્ત બરાબર નથી. એમણે જયપુર શ્રી જિનમુક્તિસૂરિને જણાવ્યું કે, “દેરાસર ઉત્તરાભિમુખ છે એટલે ફાગણ વદ પાંચમનું મુહૂર્ત બરાબર નથી. સદોષ મુહૂર્તમાં શુભ કાર્ય કરવા જતાં અનિષ્ઠાપત્તિના પ્રસંગો ઊભા થાય છે. પરંતુ લોકોના આગ્રહને વશ થઈ જિનમુક્તિસૂરિ આહીર પધાર્યા. પરંતુ અંજનશલાકા મહોત્સવ પછી શ્રી જિનમુક્તિસૂરિ પોતે આહારમાં જ કાળધર્મ પામ્યા. મહારાજશ્રી જ્યારે આહોર નગરમાં બિરાજમાન હતા ત્યારનો એક પ્રસંગ નોંધાયેલો છે. એક વખત એમના ડુંગાજી નામના એક ભક્ત આવીને મહારાજશ્રીને ચિંતાતુર અસ્વસ્થ અવાજે કહ્યું કે પોતાનો પુત્ર બહુ માંદો છે અને છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. પોતાના પુત્રને અંતિમ સમયે માંગલિક સંભળાવવા માટે ઘરે પધારવા એમણે મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રી એમને ઘેર પધાર્યા. ત્યાં ડુંગાજીનો પુત્ર ચમનાજી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. ઘરમાં સગાંસંબંધીઓ એકત્ર થઈ ગયાં હતાં. મહારાજશ્રીએ ચમનાજીને માથે વાસક્ષેપ નાખ્યો અને એની પાસે નવકારમંત્ર બોલાવ્યો. નવકારમંત્ર બોલતાં ચમનાજીએ મહારાજશ્રીનો હાથ પકડી લીધો. વળી તે પોતે નવકારમંત્ર બોલવા લાગ્યો, એથી એનામાં થોડી સ્વસ્થતા આવતી જણાઈ. મહારાજશ્રી ઉપાશ્રય પાછા ફર્યા. પછી સમાચાર મળતા રહ્યા કે ચમનાજીની તબિયતમાં સુધારો થતો રહ્યો છે. ત્રીજે દિવસે તો ચમનાજી પિતાશ્રીનો હાથ પકડી ધીરે ધીરે ઉપાશ્રય સુધી આવી પહોંચ્યો. મહારાજશ્રી તરફથી જાણે પોતાને નવું જીવન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રભાવક સ્થવિરો મળ્યું હોય એવો અદ્ભુત અનુભવ થયો. થોડા વખતમાં તો ચમનાજીનું શરીર પહેલાં જેવું એકદમ સ્વસ્થ થઈ ગયું. આથી સમગ્ર પરિવારની મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધામાં વધારો થયો. સં. ૧૯૫૯માં મહારાજશ્રી પોતાના છએક શિષ્યો સાથે મારવાડમાંથી મેવાડ તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ રાણકપુર પાસેના જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વિહારમાં ચાલવામાં સમય વધુ લાગતાં રસ્તામાં જ સાંજ પડી ગઈ. બીજા મુકામ સુધી પહોંચવામાં હજુ પાંચેક કિલોમીટરનું અંત૨ બાકી હતું. એટલે શ્રી રાજેન્દ્રસૂરિએ તો શિષ્યોને આજ્ઞા કરી દીધી કે હવે આપણે આગળ વિહાર નથી કરવાનો. તેઓએ નજીકમાં જ એક વિશાળ ઝાડના વૃક્ષ નીચે મુકામ કર્યો. ત્યાંથી પસાર થતાં એક આદિવાસીએ એમને ચેતવ્યા કે અહીં મુકામ ન કરશો, કારણ કે નજીકમાં વાઘ રાત્રે પાણી પીવા આવે છે. આ સાંભળી શિષ્યોના મનમાં ડર પેદા થયો, પણ શ્રી રાજેન્દ્રસૂરિ તો નીડર હતા. તેમણે ત્યાં મુકામ કરવાનો નિશ્ચય ફેરવ્યો નહિ. તેમણે શિષ્યો સાથે પ્રતિક્રમણ વગેરેની વિધિ કરી લીધી. શિષ્યોએ કહ્યું, ‘ગુરુદેવ, અમારે રાતના સૂવું નથી. આખી રાત અમારે જાગતા રહેવું છે અને સ્વાધ્યાય ક૨વો છે.' મહારાજશ્રીએ કહ્યું, ‘ભલે, પણ જો કોઈ જંગલી પ્રાણી આવે તો મને જગાડજો. કોઈ જરા અવાજ કરતા નહિ. અને વૃક્ષની ઘટાની મર્યાદાની બહાર કોઈ ગભરાઈને દોડી જતા નહિ.’ અડધી રાતે એક વાઘ ત્યાં પાણી પીવા આવ્યો. વાઘને જોતાં જ સ્વાધ્યાય કરતા શિષ્યો ગભરાઈ ગયા. મહારાજશ્રીને જગાડ્યા. મહારાજશ્રી તો સ્વસ્થ જ રહ્યા. વાઘ તેમની સામે ઘૂરકતો આવ્યો. થોડે દૂર એક પથ્થર ઉપર ઊભો રહ્યો. મહારાજશ્રીએ એની આંખ સામે ત્રાટક માંડ્યું. થોડી વારમાં વાઘ ઘૂરકતો બંધ થયો. ત્યાર પછી પાણી પીને જંગલમાં ક્યાંક ચાલ્યો ગયો. જીવતા વાઘને આટલી નજીકથી જોવાનો આ અનુભવ અને પોતાના ગુરુદેવની સ્વસ્થતા અને સિદ્ધિ જોવાનો અનુભવ શિષ્યો માટે અદ્વિતીય હતો. કેટલાયે ભક્તોને મહારાજશ્રીનાં વચનોમાં અપૂર્વ શ્રદ્ધા હતી. તેમનું વચન તેઓ આજ્ઞા માનીને સ્વીકારતા અને તે પ્રમાણે કાર્ય કરતા. એક વખત ધનરાજ નામના એક વેપારી મહારાજશ્રીને વંદન કરવા આવ્યા. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૪૩ એમના ચહેરા પરથી મહારાજશ્રીને લાગ્યું કે તેઓ પહેલાં જેવા પ્રસન્ન નથી, પણ કંઈક વ્યથિત જણાય છે. મહારાજશ્રીએ પૂછ્યું તો જાણવા મળ્યું કે વેપારમાં તેમને ખોટ ગઈ છે. તેઓ દેવાદાર થઈ ગયા છે. મહારાજશ્રીએ તેમને કહ્યું, ભાઈ ધનરાજ ! તમે ગામ છોડીને વહેલામાં વહેલી તકે મુંબઈ ચાલ્યા જાવ, તમારી બધી સમસ્યાઓ ત્યાં ઊકલી જશે.' ધનરાજ પોતાના કુટુંબ સાથે તરત મુંબઈ આવ્યા. ત્યાં સૂતર બજારના એક વેપારીનો સંપર્ક થયો. એમની સાથે ભાગીદારીમાં કામ ચાલુ થયું. તેઓ સારું કમાયા. થોડા વખતમાં જ ધનરાજે બધું દેવું ચૂકતે કર્યું. ક્રમે ક્રમે થોડાં વર્ષોમાં તેઓ લાખો રૂપિયા કમાયા. ગુરુમહારાજના આશીર્વાદથી આ થયું એટલે ગુરુમહારાજ પર તેમની શ્રદ્ધા વધી ગઈ અને મહારાજશ્રીની પ્રેરણા અનુસાર ધાર્મિક પ્રસંગોમાં ઘણી વખત મોટી રકમનું દાન તેઓ આપતા રહ્યા હતા. એક વખત મહારાજશ્રી રાજગઢમાં બિરાજમાન હતા. ત્યાં રહેતા ચુનીલાલ નામના એક ગરીબ શ્રાવક આજુબાજુનાં ગામોમાં જઈ નાનીનાની ચીજવસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા. એક દિવસ એમને થયું કે આજે મહારાજશ્રીના આશીર્વાદ લઈ વેચવા જાઉં. તેઓ ઘરેથી નીકળી ઉપાશ્રય પહોંચ્યા. મહારાજશ્રીને કહ્યું, “ગુરુદેવ ! આજે હું સરદારપુર જાઉં છું.” ચુનીલાલ સરદારપુર જવા રવાના થયા. ત્યાં અંગ્રેજોની લશ્કરી છાવણી હતી. રસ્તામાં એક વૃક્ષ નીચે બે અંગ્રેજ અમલદારો બેઠા હતા. તેઓ કંઈક હિસાબ કરતા હતા, પણ હિસાબ બરાબર બેસતો નહોતો. તેઓએ ત્યાંથી પસાર થતા ચુનીલાલને બોલાવ્યા. હોશિયાર ચુનીલાલે તેમને હિસાબની બધી સમજ પાડી. એથી અંગ્રેજોને સંતોષ થયો. આવા હોશિયાર માણસને લશ્કરમાં હિસાબ માટે નોકરીએ રાખી લેવો જોઈએ એમ તેમને લાગ્યું. તેઓએ ચુનીલાલ પાસે પ્રસ્તાવ મૂક્યો. ચુનીલાલે લશ્કરમાં ખજાનચી તરીકે નોકરી સ્વીકારી લીધી. આગળ જતાં તેમાં તેમણે ઘણી પ્રગતિ કરી અને સારા પગારને લીધે ઘણું ધન બચાવી શક્યા. રાજગઢમાં તેમનું કુટુંબ ખજાનચી પરિવાર તરીકે પંકાયું. અંગ્રેજોએ તેમની પ્રામાણિક અને કુશળતાભરી સેવાના બદલામાં તેમને રાયબહાદુરનો ઈલકાબ આપ્યો હતો. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રભાવક સ્થવિરો ખજાનચી પરિવારે ત્યારપછી રાજગઢમાં અષ્ટાપદાવતાર જિનાલય બંધાવ્યું હતું. એની પ્રતિષ્ઠા મહારાજશ્રીના હસ્તે થઈ હતી. મધ્યપ્રદેશમાં ધાર પાસે કડોદ નગરમાં ત્યાંના એક શ્રેષ્ઠીએ મહારાજશ્રીની પ્રેરણાથી બીજાઓની સાથે મળીને એક જિનાલયનું નિર્માણ કર્યું હતું. એ જિનાલયમાં પ્રતિમાજીની અંજનશલાકાનો અને પ્રતિષ્ઠાનો મહોત્સવ સં. ૧૯૫૩ના વૈશાખ સુદ સાતમના રોજ મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ પ્રસંગે ગામેગામથી ઘણા માણસો આવ્યા હતા. આ મહોત્સવ દરમિયાન એક આપત્તિનો પ્રસંગ બની ગયો. પ્રતિષ્ઠાની બોલી બોલનાર શેઠ ઉદયચંદના ઘરે રાતના વખતે ડાકુઓ આવ્યા. તેઓ લગભગ એંસી હજાર રૂપિયાનાં ઘરેણાં તથા અન્ય કીમતી વસ્તુઓ ઉપાડી ગયા. આ ઘટનાથી ઉદયચંદજી અને એમના પરિવારના સભ્યો ઉદાસ થઈ ગયા. ગામમાં હાહાકાર થઈ ગયો. બધે આ ઘટનાની ચર્ચા થવા લાગી. શેઠ ઉદયચંદજી જ્યારે મહારાજશ્રીને મળવા આવ્યા ત્યારે મહારાજશ્રીએ એમને સાંત્વન આપતાં કહ્યું: ‘ઉદયચંદજી ! તમારા ઘરે ડાકુઓ આવ્યા અને બધાં ઘરેણાં ઉપાડી ગયા તે મેં જાણ્યું, પણ ચિંતા ન કરશો. બધું પાછું મળી જશે. આ માટે પ્રતિષ્ઠાના કામમાં જરા પણ ઢીલા ન પડશો.' - ઉદયચંદજીને મહારાજશ્રીના વચન પર પૂરી શ્રદ્ધા હતી. જાણે કશું બન્યું નથી એવી રીતે એમણે અને એમના પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રતિષ્ઠાની વિધિ પછી શાંતિસ્નાત્રની વિધિ થઈ. મહારાજશ્રીની સૂચનાથી એનું જલ (ન્યવણ) આખા ગામમાં છાંટવામાં આવ્યું. બીજે દિવસે જાણે આશ્ચર્યકારક ઘટના બની હોય તેમ ધારથી રાજ્યના અમલદારો ઘોડા પર બેસીને ઉદયચંદજીને ઘરે આવ્યા અને કહ્યું કે, “ડાકુઓ પકડાઈ ગયા છે અને તમારાં બધાં ઘરેણાં મળી ગયાં છે માટે ધાર આવીને તે લઈ જાઓ.’ આથી શેઠ ઉદયચંદજીની મહારાજના વચનમાં શ્રદ્ધા વધુ દૃઢ થઈ. એક વખત મહારાજશ્રીનો કોઈ એક ભક્ત વેપારી પોતાના કાફલા સાથે મારવાડના રણમાંથી પસાર થઈ રહ્યો હતો. રેલગાડીનો કે મોટરનો એ જમાનો નહોતો. વેપારી ઊંટો ઉપર માલસામાન મૂકીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૪૫ કેટલાક લૂંટારુઓ આવ્યા અને શેઠને ઘેરી વળ્યા. બચવાનો કોઈ ઉપાય નહોતો. એટલે શેઠે પોતાના કાફલાને ત્યાં બેસાડી દીધો અને લૂંટારુઓને કહ્યું, “તમારે જે લઈ જવું હોય તે ખુશીથી લઈ જઈ શકો છો.” એમ કહી વેપારીએ એક બાજુ બેસીને પોતાના ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરિનું ચિત્ર સામે રાખીને નમ્ નમ:નો જાપ ચાલુ કરી દીધો. લૂંટારુઓ લેવા જેવો બધો માલસામાન પોતાના ઊંટ ઉપર ભરીને ભાગવા લાગ્યા. પરંતુ થોડે ગયા પછી રેતીના રણમાં લૂંટારુઓને પોતાનો રસ્તો જડ્યો નહિ. તેઓ આમતેમ ઘણું દોડ્યા, પણ ભૂલા પડી ગયા હોય એવું લાગ્યું. છેવટે થાકીને પેલા વેપારી પાસે આવ્યા અને ધમકાવી પૂછ્યું, “તેં એવું શું કર્યું કે અમને રસ્તો જડતો નથી ?' વેપારીએ કહ્યું, “મેં તો કશું કર્યું નથી. મેં તો આ મારા ગુરુદેવનું ચિત્ર નજર સામે રાખીને ભગવાનનું નામ લીધું છે.” લૂંટારુઓ આ ચમત્કારનું કારણ સમજી ગયા. તેઓ એ વેપારીનો માલસામાન પાછો મૂકી ગયા અને ગુરુદેવનું ચિત્ર પોતાની સાથે લઈ ગયા. મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ સુરતમાં કર્યું. ત્યારે એમની ઉમર ૭૭ વર્ષની થવા આવી હતી. એમણે અહીં પોતાના જીવનનું જે સૌથી મહત્ત્વનું કાર્ય હતું તે પૂર્ણ કર્યું. એ કાર્ય “અભિધાનરાજેન્દ્ર કોશ'ની રચનાનું હતું. સુરતમાં મહારાજશ્રીએ પોતાના નજીક આવતા અંત:કાળનો અણસાર આવી ગયો હતો. અહીં એમણે શ્રોતાઓને સભામાં ગર્ભિત રીતે કહ્યું કે હવે પોતે ત્રણ વર્ષથી વધુ નહિ આવે. એમનું સ્વાચ્ય હવે ક્ષીણ થતું જતું હતું. શરીરમાં અશક્તિ વધતી જતી હતી. સુરતથી વિહાર કરી તેઓ મધ્યપ્રદેશમાં પધાર્યા. એમણે ચાતુર્માસ કુક્ષીમાં કર્યું. ત્યાર પછીનું ચાતુર્માસ ખાચરોદમાં કર્યું. મહારાજશ્રીની પ્રેરણાથી સમાજસેવાનાં જે કેટલાંક મહત્ત્વનાં કાર્યો થયાં તેમાં એ જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વનું કાર્ય ખાચરોદના આ ચાતુર્માસ દરમિયાન થયું. માળવાના ચિરોલાવાસી ગામડિયા જેનોને ત્રણસો વર્ષ પછી ફરી પાછા સંઘમાં લેવામાં આવ્યા. ઈતિહાસ એવો છે કે ત્રણસો વર્ષ પૂર્વે ચિરોલાવાસી એક શ્રાવક કુટુંબે પોતાની કન્યા રતલામના એક શ્રાવક કુટુંબના Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રભાવક સ્થવિરો યુવક સાથે, સગાઈ કર્યા પછી પરણાવી નહિ. એ ઘટનાને કારણે રતલામ અને માળવાનાં બીજાં નગરોનાં જૈનોએ ચિરોલાવાસીઓનો જ્ઞાતિબહિષ્કાર કર્યો હતો. આ વૈરભાવ ત્રણસો વર્ષ સુધી ચાલ્યો. જ્યારે મહારાજશ્રી એ વિસ્તારમાં વિચારતા હતા ત્યારે સં. ૧૯૬૨માં તેમણે રતલામના સંઘના આગેવાનોને સમજાવીને આ પુરાણી વાતનું કાયમ માટે, ઉત્સવપૂર્વક સમાધાન કરાવી આપ્યું. આજની દૃષ્ટિએ સામાન્ય લાગતી આ બાબત એ જમાનાની દષ્ટિએ ઘણી મહત્ત્વની ઘટના ગણાઈ હતી. ખાચરોદથી વિહાર કરીને મહારાજશ્રી વડનગર (મધ્યપ્રદેશ)માં પધાર્યા. સં. ૧૯૬૩નું ચાતુર્માસ એમણે ત્યાં કર્યું. ત્યાં એમણે દિવાળીના ઉત્સવ દરમિયાન આઠ ઉપવાસ કર્યા. વર્ષોથી તેઓ કઠિન તપશ્ચર્યા કરતા રહ્યા હતા. પરંતુ આ વખતે લગભગ એંસી વર્ષની ઉમરે કરેલી અઠ્ઠાઈ પછી એમની તબિયત બગડી. એમને શ્વાસનો રોગ ચાલુ થયો અને તે વધતો ચાલ્યો. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ વિહાર ચાલુ કર્યો. રતલામ, ધાર, માંડવગઢ વગેરે સ્થળે પધારવા માટે વિનંતીઓ થઈ. પરંતુ બધી પરિસ્થિતિને લક્ષમાં રાખી અન્યત્ર ન જતાં તેઓ રાજગઢ પધાર્યા. આ વિહારમાં મહારાજશ્રીને જિંદગીમાં પહેલી વાર પગમાં કાંટો વાગ્યો અને દર્દ થયું. દીક્ષાના દિવસથી આજ દિવસ સુધી ઉઘાડે પગે હજારો માઈલના વિહાર દરમિયાન તેમને ક્યારેય કાંટો વાગ્યો નહોતો. આ ઘટના અંતિમ અવસરના સંકેતરૂપ બની ગઈ. રાજગઢમાં પધાર્યા પછી મહારાજશ્રીની તબિયત વધુ બગડતી ગઈ. તેમ છતાં વ્યાખ્યાન, પ્રતિક્રમણ આદિ પોતાની ક્રિયાઓ તેઓ સ્વસ્થપણે કરતા રહ્યા હતા. પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને પોતે હવે ગણતરીના દિવસો માટે જ છે એ પ્રમાણે સંઘને સૂચન કરી દીધું હતું. પોતાના શિષ્યોને બધી જવાબદારી વહેંચી આપી હતી. પોતાનો “અભિધાનરાજેન્દ્ર કોશ' છપાવવાની જવાબદારી શ્રી દીપવિજયજી અને શ્રી યતીન્દ્રવિજયજીને સોંપી દીધી હતી. સં. ૧૯૬૩ના પોષ સુદ સાતમને દિવસે મહારાજશ્રીએ પોતે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનમાં સંયમજીવનની મહત્તા સમજાવી અને અંતે સૌની ક્ષમાયાચના કરી, મિચ્છા મિ દુક્કડં કહી પોતે હવે સંલેખના વ્રત ધારણ કરે છે Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ ૨૪૭ એવો નિર્ણય એમણે જાહેર કર્યો. વ્યાખ્યાન પછી તેમણે દેરાસરમાં જઈ જિનેશ્વર ભગવાનનાં દર્શન કર્યા. ચૈત્યવંદનાદિ કર્યા. પોતાના સંલેખનાના સંકલ્પને પ્રભુ સમક્ષ મનોમન દોહરાવી તેઓ ઉપાશ્રયમાં પધાર્યા. પોતાનાં બે વસ્ત્ર અને સંથારા સિવાય બધાં ઉપકરણો વગેરેનો ત્યાગ કરી તેમણે વિધિપૂર્વક સંથારો લીધો. રાજગઢમાં મહારાજશ્રીએ સંથારો લીધો છે એ સમાચાર ગામેગામ પ્રસરી ગયા. એમનાં અંતિમ દર્શન માટે એમના હજારો ભક્તો રાજગઢ આવી પહોંચ્યા. મહારાજશ્રી ઉપાશ્રયમાં પોતાના સંથારામાં પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠા હતા. શિયાળાના એ દિવસો હતા. મહારાજશ્રી એ જ આસનમાં માત્ર બે જ વસ્ત્ર ધારણ કરીને ચોથ, પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ અને ત્રણ રાત સતત ધ્યાનમગ્ન બેસી રહ્યા. છઠની સાંજે મહારાજશ્રીએ બે હાથ જોડી સૌની ક્ષમાયાચના કરી લીધી. અને પછી » મન નમ:નો જાપ ચાલુ કરી દીધો. એમની સાથે પાસે બેઠેલા શિષ્યોએ અને શ્રાવકોએ પણ જાપ ચાલુ કર્યો. ઉપાશ્રયના અંધકારમાં મંત્રજાપના લયબદ્ધ રટણે એક જુદું જ વાતાવરણ નિર્માણ કર્યું. એ વાતાવરણમાં મધરાતે મહારાજશ્રીએ દેહ છોડ્યો. મહારાજશ્રીનો જન્મદિવસ પોષ સુદ સાતમ ને ગુરુવાર હતો અને એમના કાળધર્મનો દિવસ પણ પોષ સુદ સાતમ ને ગુરુવારનો હતો. પૂરાં એંશી વર્ષનું આયુષ્ય થયું. એમના કાળધર્મના સમાચાર ગામેગામ પહોંચી ગયા. એ સમાચાર મળતાં ઘણા ભક્તો પણ રાજગઢ આવી પહોંચ્યા. રાજગઢથી અઢી કિલોમીટર દૂર મોહનખેડા તીર્થની સ્થાપના મહારાજશ્રીની પ્રેરણાથી થઈ હતી. એ તીર્થભૂમિમાં મહારાજશ્રીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કારનો નિર્ણય થયો. એમની ભવ્ય પાલખી નીકળી. એમની અંતિમ યાત્રામાં રાજગઢના નગરજનો ઉપરાંત આસપાસનાં ગામોમાંથી આવેલા ઘણા માણસો જોડાયા હતા. મોહનખેડા તીર્થના પટાંગણમાં એમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે એમના હજારો ભક્તો પોતાના ગુરુમહારાજના વિયોગથી શોકમગ્ન બની ગયા હતા. મોહનખેડા તીર્થમાં ત્યાર પછી એમની સ્મૃતિમાં એક સરસ સમાધિમંદિર બાંધવામાં આવ્યું હતું. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રભાવક સ્થવિરો શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજસાહેબે પોતાના ૮૦ વર્ષના આયુષ્યકાળમાં શાસન માટે ભારે ક્રાન્તિકારી કાર્યો કરવા ઉપરાંત “અભિધાનરાજેન્દ્ર કોશ’ સહિત વિપુલ સાહિત્યની રચના કરી અને તેજસ્વી શિષ્યવૃંદ તૈયાર કર્યું. એમના કાળધર્મ પ્રસંગે જુદા જુદા શિષ્યોએ તથા કેટલાક ગૃહસ્થ પંડિતોએ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં એમને અંજલિ આપી છે. શ્રી ગુલાબવિજયજી, પંડિત ઘૂટર ઝા, પંડિત કૃપાશંકર મિશ્ર વગેરેએ પ્રત્યે કે સંસ્કૃતમાં અષ્ટકના પ્રકારની શ્લોકબદ્ધ અંજલિકાવ્યની રચના કરી છે. શ્રી મોહનવિજયજી પોતાના અષ્ટકનો પ્રારંભ કરતાં લખે છેઃ विद्यालङ्करणं सुधर्मशरणं मिथ्यात्विनां दूषणं, विद्वन्मण्डलमण्डनं सुजनता सद्बोधिवीजप्रयम् । सच्चारित्रनिधिं दयाभरविधि प्रज्ञावतामादियम, जैनानां नवजीवनं गुरुवरं राजेन्द्रसूरि नुमः।। મુનિશ્રી કાન્તિવિજયજીએ અંજલિ આપતાં છ કડીનું સરસ કાવ્ય હિંદીમાં લખ્યું છે. તેમાં છેલ્લે તેઓ લખે છેઃ उस साधु, योगी, ज्योतिषी स्वरज्ञानधारी आर्य को, वर विज्ञ कोचिद बुद्धिशाली, तपोधन आचार्य को, सुचि सत्यधन, जिनदूत, शुभ संघर्पमूर्त वरार्य को, शत बार वंदन आज उस को ओर उस के कार्य को. શ્રી વિદ્યાવિજયજી (‘પથિક') લખે છેઃ “કાયાકલ્પ ક્રિયા, જિનેન્દ્ર જપ સે, જ્ઞાની વ ધ્યાની બને, દેખી શ્રી યતિધર્મ કી શિથિલતા થી દો ઉસે ભી મિટા, સાધ્વાચાર - વિધાન પાલન કિયા ઉત્કૃષ્ટતા સે સ્વયં, મેરી આજ ઉન્હી વિભૂતિપદ મેં સદ્ભક્તિ શ્રદ્ધાંજલિ; શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિ મહારાજસાહેબનાં જીવન અને કાર્યનો તથા સાહિત્યનો સવિગત અભ્યાસ કરનારને એ જ્ઞાની–ધ્યાની મહાન વિભૂતિનું જીવન કેવું ક્રાન્તિકારી, નિર્ભીક, નિરતિચાર, ચમત્કારપૂર્ણક ઘટનાસભર અને પ્રેરણાદાયી હતું તેની પ્રતીતિ થયા વગર નહિ રહે. Page #276 -------------------------------------------------------------------------- ________________ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ Page #278 -------------------------------------------------------------------------- ________________ [૧૧]|| શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ જેનોના દિગંબર સંપ્રદાયની પરંપરામાં છેલ્લા એક સૈકા દરમિયાન સુદીર્ઘ ચારિત્રપર્યાય, ઉગ્ર તપશ્ચર્યા, સંયમની ઉચ્ચ આરાધના, શાસ્ત્રાભ્યાસ, કિયોદ્ધાર, શ્રુતસંરક્ષણ, સ્થળે સ્થળે ધર્મપ્રભાવના અને ૮૩ વર્ષની વયે સંખનાપૂર્વક સમાધિમરણ એ બધાંની દૃષ્ટિએ આચાર્ય શ્રી શાન્તિસાગરસૂરિ મહારાજની તોલે કોઈ ન આવે. એમને ચારિત્રચક્રવર્તી'નું બિરુદ યોગ્ય રીતે જ અપાયું હતું. ઈ. સ. ૧૯૫૫માં એમના કાળધર્મ પ્રસંગે જૈન-જૈનેતર એવી અનેક નામાંકિત વ્યક્તિઓએ એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી શ્રી ભદ્રબાહુસ્વામીના કાળથી દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો ખૂબ પ્રચાર થયો. રાજ્યાશ્રય મળતાં ત્યાં જૈન ધર્મનો પ્રભાવ સૈકાઓ સુધી વિસ્તરતો રહ્યો. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં જૈન ધર્મના અનેક અવશેષો આજે પણ જોવા મળે છે. મૂળબિદ્રી, કારકલ, શ્રવણ બેલગોડા જેવા ધર્મકેન્દ્રોએ રાજ્યસત્તાની સાથે સાથે ધર્મસત્તા સ્થાપી હતી. આ સૈકાઓ દરમિયાન કુંદકુંદાચાર્ય, સમન્તભદ્રાચાર્ય, અમૃતચન્દ્રાચાર્ય, વીરસેનાચાર્ય, જિનસેનાચાર્ય, અકલંક ભટ્ટારક, પૂજ્યપાદ સ્વામી, નેમિચંદ્રાચાર્ય, વિદ્યાનંદાચાર્ય વગેરે મહાન આચાર્યોએ સમર્થ શાસ્ત્રગ્રંથોની રચના કરીને જૈન ધર્મની પરંપરાને અવિચ્છિન્ન રાખવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. સમગ્ર ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં દિગંબર મુનિઓ અને ભટ્ટારકોની પરંપરા સૌથી વધુ સબળ દક્ષિણ ભારતમાં અદ્યાપિ પર્યન્ત જોવા મળી છે. બેએક સૈકા પહેલાં શિથિલ થતી એ પરંપરાને વધુ શુદ્ધ, સબળ અને ચેતનવંતી બનાવવાનું ભગીરથ કાર્ય શ્રી શાન્તિસાગરસૂરિ મહારાજે કર્યું છે. એમનું જીવન અનેક ઘટનાઓથી સભર અને પ્રેરક છે. કર્ણાટકમાં બેલગાંવ જિલ્લાના ચીકોડી તાલુકાના ભોજ નામના નગરની પાસે વળગૂડ નામનું એક નાનું સરખું ગામ આવેલું છે. એ ગામમાં વિ. સં. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રભાવક સ્થવિરો ૧૯૨૯ (ઈ. સ. ૧૮૭૩)ના જેઠ વદ ૬ના રોજ બુધવારે રાત્રે આચાર્ય શાંતિસાગરનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ભીમગોડા પાટીલ અને માતાનું નામ સત્યવતી હતું. બાળકનું નામ સાતગૌડા પાડવામાં આવ્યું હતું. ભીમગરોડા પાટીલ ભોજ ગામના વતની હતા. માતા સત્યવતીનું પિયર યળગૂડ હતું. સાતગૌડાનો જન્મ મોસાળમાં થયો હતો. પરંતુ એમનું બાળપણ અને એમનો ઉછે૨ ભોજ ગામમાં થયો હતો. ભોજ ગામ દૂધગંગા અને વેદગંગા એ બે નાનકડી નદીના પવિત્ર સંગમસ્થાન પર આવેલું છે. એને લીધે ભોજ ગામ શાંત અને રમ્ય નૈસર્ગિક વાતાવરણ ધરાવે છે. કર્ણાટકમાં “ગૌડા” શબ્દ સમાજના ઉચ્ચ અને સત્તાધારી વર્ગ માટે વપરાતો શબ્દ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે કેટલાક પ્રદેશોમાં પાટીલ, ચૌધરી, દેશમુખ વગેરે શબ્દો જેમ પોતપોતાના સમાજના ઉચ્ચ, ઉપરી વર્ગ માટે વપરાતા આવ્યા છે, તેમ કર્ણાટકમાં “ગૌડા' શબ્દ પણ વપરાતો આવ્યો છે. આ ગીડા લોકો જૈન ધર્મ પાળનારા છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો રહ્યો છે. ખેતી સાથે સંકળાયેલા એવા અનાજ, ગોળ, મસાલા વગેરે અન્ય વ્યવસાયોમાં તથા કાપડ, સોનાચાંદી, શરાફી વગેરે વ્યવસાયોમાં પણ કર્ણાટકના જૈન લોકો જોડાયેલા રહ્યા છે. બાળક સાતગોડાનું નામ એની પ્રકૃતિ અનુસાર રાખવામાં આવ્યું હતું. કર્ણાટકમાં કન્નડ ભાષામાં “સાત' શબ્દ “શાંત'ના અર્થમાં વપરાય છે. સાતગૌડાની પ્રકૃતિ શાંત હતી. એટલે એની પ્રકૃતિ અનુસાર તેનું નામ સાતગૌડા' રાખવામાં આવ્યું. ભીમગીડાને પાંચ સંતાનો હતાં: ચાર દીકરા અને એક દીકરી. તેમાં સાતગૌડા ત્રીજા નંબરના હતા. એમના બે મોટા ભાઈનાં નામ અનુક્રમે આદગીડા અને દેવગૌડા હતાં. એમના નાના ભાઈનું નામ કુમગીડા હતું. એમની બહેનનું નામ કૃષ્ણાબાઈ હતું. એ જમાનામાં બાળલગ્નનો રિવાજ હતો. સાતગૌડા જ્યારે નવ વર્ષના થયા હતા ત્યારે એમના મોટા ભાઈ દેવગૌડા અને આદગીડાનાં લગ્ન લેવાયાં હતાં. એ લગ્નના પ્રસંગે સગાંસંબંધીઓ ઘરે આવ્યાં હતાં. લગ્નપ્રસંગ ઊજવાતો હતો. લગ્નમંડપમાં બધાં એકત્રિત થયાં હતાં. એ વખતે નવ વર્ષના બાળક Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ સાતગૌડા પોતાની ફોઈની પાંચ વર્ષની દીકરી સાથે રમતા હતા. એ બંનેને સાથે રમતાં જોઈને કેટલાંક સગાંઓએ સૂચન કર્યું કે આ છોકરા-છોકરીની જોડ સારી લાગે છે. મામા-ફોઈનાં દીકરા-દીકરી વચ્ચે લગ્ન કરવાનો રિવાજ એ જ્ઞાતિમાં હતો. એટલે વાટાઘાટો થઈ અને તરત જ નિર્ણય લેવાયો અને ભીમગોડાના બે દીકરાઓની સાથે ત્રીજા દીકરા સાતગૌડાનાં લગ્ન પણ એ લગ્નમંડપમાં થઈ ગયાં. લગ્નવિધિ પતી ગઈ, પરંતુ બંને બાળકોને તેની કંઈ ખબર નહોતી. સાતગૌડાની ફોઈ પોતાની દીકરી સાથે પોતાને ગામ પાછી પહોંચી ગઈ. પરંતુ ભાવિ કંઈક જુદી જ રીતે ગોઠવાયું હશે તેમ છએક મહિનામાં જ સમાચાર આવ્યા કે એ કન્યાનું કોઈક બીમારીમાં અચાનક અવસાન થયું છે. આ ઘટના જાણે કે ભાવિના એક સંકેતરૂપ હોય એવી રીતે બની ગઈ. બાળક સાતડાને શાળામાં દાખલ કરાયા હતા. પણ પછી ત્રીજા ધોરણમાંથી જ ઉઠાડી લેવાનો વિચાર એમના પિતાજીએ કરેલો. ગામના કેટલાક લોકો ભીમગોડાને પૂછતા કે ‘સાતગૌડા તો બહુ હોશિયાર છે. તમે એને કેમ ભણાવવા ઈચ્છતા નથી ?’ તો ભીમગોડા કહેતા કે ‘અમારે તો ઘરનો ધીકતો વેપાર છે. વળી સરસ ખેતી છે. અમારે ક્યાં એની પાસે નોકરી કરાવવી છે કે જેથી એને વધુ ભણાવવાની જરૂર પડે ?’ એક વખત સાતગૌડાને બીજા છોક૨ાઓની સાથે ખેલકૂદ કરતાં કરતાં હાથમાં વાગ્યું અને નિશાળે જવાનું થોડા દિવસ બંધ થયું. એ નિમિત્ત મળતાં કુદરતી રીતે જ એમનું નિશાળે જવાનું છૂટી ગયું. જોકે આ વ્યાવહારિક શિક્ષણની સાતગોડાને બહુ જરૂર ન હતી. એમનું પોતાનું મન પણ ત્યારપછી ધાર્મિક શિક્ષણ તરફ વધુ લાગી ગયું હતું. સાતગૌડાને ધર્મના સંસ્કાર એમનાં માતાપિતા પાસેથી મળ્યા હતા. પિતાશ્રી પૈસેટકે બહુ સુખી હોવા છતાં સંયમી અને ત્યાગવૃત્તિવાળા હતા. તેઓ ઊંચા, દેખાવડા અને પ્રતિભાશાળી હતા. ક્ષત્રિય રાજકુમાર જેવા તેઓ દેખાતા. તેમની મુખાકૃતિ શિવાજી મહારાજ જેવી છે એવું લોકો કહેતા. મુનિ ભગવંતોની સેવાચાકરી તેઓ ઘણા ઉત્સાહથી કરતા. ભીમગોડાના સમગ્ર પરિવારમાં ધર્મસંસ્કારની અસર ઘણી પ્રબળ હતી. ખુદ ભીમગોડા પોતે પણ ધર્મપરાયણ પુરુષ હતા. તેઓ જૈન મુનિઓનો ૨૫૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સત્સંગ કરતા અને ધર્મશ્રવણમાં રુચિ દાખવતા. સાતગૌડા પોતાના પિતાની જેમ જ ઊંચા, દેખાવડા અને સશક્ત હતા. તેઓ પોતાના ખેતરમાં સખત મજૂરી કરી શકતા; ભારે સામાન ઊંચકીને દોડી શકતા. પોતાના ખેતીના વ્યવસાયમાં તંબાકુના પુડા બાંધવા અથવા ગોળના રવા તૈયાર કરવા વગેરેને લગતાં ભારે શ્રમભરેલાં કામો કરવામાં પણ સાતગોડા ઘણા ચપળ હતા. ભોજ ગામની પાસે વેદગંગા અને દૂધગંગા નદીઓનો સંગમ આવેલો છે. એ નદીઓમાં અને સંગમમાં ઘૂંટણ સુધીનાં પાણી રહે એટલે ભોજ ગામમાં આવેલા સાધુ-સંતોને આ નાનકડી નદી કે સંગમ પાર કરવાનું કેટલીક વાર મુશ્કેલ બની જતું. દિગમ્બર મુનિઓ હોડીનો ઉપયોગ કરે નહિ. પરંતુ સાતગૌડા એટલા સશક્ત હતા કે જ્યારે કોઈ મુનિઓ ત્યાં આવવાના હોય કે ત્યાંથી જવાના હોય ત્યારે ગામના લોકો સાતગૌડાને બોલાવી લાવતા. સાતગોડા પોતાના ખભા ઉપર મુનિને બેસાડીને એક કિનારેથી બીજે કિનારે, નદી પાર કરીને મૂકી આવતા. રમતગમત અને ખેલકૂદમાં પણ સાતગૌડા ગામના બીજા છોકરાઓ કરતાં શક્તિશાળી હતા. પંદરેક ફૂટનો લાંબો કૂદકો મારવો એ એમને મન રમતવાત હતી. સાતગોડાના પિતાશ્રીને ધાર્મિક ગ્રંથોના વાંચનનો રસ હતો. તેઓ પોતાના ઘરમાં ‘જૈનધર્મ-આદર્શ' નામના એક ગ્રંથમાંથી રોજ નિયમિત થોડું થોડું વાંચન કરતા હતા. એ જમાનામાં કોઈ રાવજી નેમચંદ શાહ નામના પંડિતે મરાઠી ભાષામાં લખેલો એ ગ્રંથ હતો. એ વખતે સંસ્કૃત કે અર્ધમાગધી ભાષા ઘરમાં કોઈને આવડતી ન હતી. પરંતુ સાતગૌડાને જૈન તત્ત્વજ્ઞાનમાં રસ પડવા લાગ્યો. એટલે તેઓ પોતાની મેળે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા સમજવાનો પ્રયત્ન કરતા. જરૂર પડે તો કોઈ વખત આસપાસના કોઈ પંડિતોની મદદ પણ લેતા. એમ કરતાં કરતાં સાતગૌડા પોતાની મેળે સંસ્કૃત અને અર્ધમાગધીમાં ધાર્મિક ગ્રંથો વાંચતાં શીખી ગયા હતા. તેમણે આચાર્ય ગુણભદ્રકૃત ‘આત્માનુશાસન' અને આચાર્ય કુંદકુંદકૃત ‘સમયસાર’ જેવા ગહન તત્ત્વજ્ઞાનવાળા ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. એ ગ્રંથોની એમના જીવન ઉપર ઘણી મોટી અસર પડી હતી. સાતગૌડાને નાનપણથી જ વૈરાગ્યના સંસ્કાર હતા અને યુવાનીમાં પ્રવેશતાં તેમને આવા કઠિન ધર્મગ્રંથો સ્વયંમેવ વાંચી પ્રભાવક સ્થવિરો Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૫૩ શકવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. એ માટે તેઓ પોતે એમ માનતા હતા કે પૂર્વજન્મના કોઈ ક્ષયોપશમને કારણે તેઓ આટલી તત્ત્વરુચિ ધરાવતા થયા હતા. સાતગૌડાની ઉપર રુદ્રાપ્યા નામના એમના એક બાલમિત્રની ઘણી મોટી અસર રહી હતી. ભોજ નામના ગામની અંદર તેઓ જ્યારે હતા અને શાળામાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારે આ રુદ્રાપાની દોસ્તી તેમને ગમી ગઈ હતી. રુદ્રાપ્યા હિન્દુ લિંગાયત કોમના હતા અને શુદ્ધ શાકાહારી હતા. એટલે તેમને ઘરે જવા-આવવાનું સાતગૌડાને ગમતું. આશ્ચર્યની વાત તો એ છે કે એ નાની ઉંમરે રુદ્રાપ્પાને પણ તત્ત્વજ્ઞાનમાં રસ પડતો હતો. ચાતુર્માસ દરમિયાન રુદ્રાપ્યા પણ સાતગૌડાની સાથે જિનમંદિરે જતા. જૈન ધર્મસિદ્ધાંત અને આચારનો પ્રભાવ તેમના ઉપર ઘણો પડ્યો હતો. રુદ્રાપ્પાએ સાતગોડાની જેમ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. રુદ્રાપ્પા અત્યંત શ્રીમંત કુટુંબના પુત્ર હતા, છતાં મોજશોખમાં એમને રસ ન હતો. ખાવાપીવામાં તેમના જીવનમાં સાદાઈ હતી. ઘણી વાર તેઓ ઘરમાં એકલા બેસીને આત્મચિંતન કરતા. બંને મિત્ર કેટલીક વાર ગામની બહાર દૂર વગડામાં જઈ કોઈ વૃક્ષ નીચે બેસી શાસ્ત્રચર્ચા કરતા. સાતગૌડાના ત્યાગવૈરાગ્યને પોષવામાં આ લિંગાયતી કોમના વેદાંતપ્રેમી પરંતુ જેન તત્ત્વના આચારથી પ્રભાવિત એવા રુદ્રાપ્યાની અસર ઘણી પડી હતી. દુર્ભાગ્યે ગામમાં જ્યારે મરકીનો ઉપદ્રવ ફાટી નીકળ્યો ત્યારે રુદ્રાપ્યા તેમનો ભોગ બન્યા હતા. એમના એ અંતિમ દિવસોમાં સાતગોડા દિવસરાત એમની પાસે બેસી રહેતા અને એમને નવકારમંત્ર સંભળાવતા તથા “અરિહંત અરિહંત' એવો જાપ કરાવતા. રુદ્રાપ્પા ભાવપૂર્વક અરિહંતનો જાપ કરતા. જાપ કરતાં કરતાં સમાધિપૂર્વક એમણે પોતાનો દેહ છોડ્યો હતો. શાળા છોડ્યા પછી સાતગૌડા પોતાના પિતાશ્રીની અનાજની તથા કાપડની દુકાનમાં કામ કરવા લાગ્યા હતા. દુકાન પર પોતે એકલા બેઠા હોય ત્યારે તેમણે એવી પદ્ધતિ રાખી હતી કે જે કોઈ ઘરાક આવે અને ધર્મની વાત સંભળાવવા તૈયાર હોય તેને જ તેઓ માલ આપતા. તેઓ આવેલા ઘરાકને પહેલાં કોઈ એક ધર્મગ્રંથમાંથી એકાદ પાનું વાંચી સંભળાવતા અથવા એકાદ ગાથા સમજાવતા અથવા કોઈ મહાત્માના જીવનમાંથી એકાદ પ્રેરક પ્રસંગ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ પ્રભાવક સ્થવિરો કહેતા. સમયની નિરાંતના એ દિવસો હતા. એટલે દુકાને બેસીને ઘરાકો સાથે ધર્મકથાનો આવો વ્યવહાર કરવાની આ એમની નિત્યની પદ્ધતિ થઈ ગઈ હતી. - સાતગૌડા પોતાની દુકાનમાં એક જ નિશ્ચિત ભાવ રાખતા. તેઓ કોઈને છેતરતા નહિ. આમ છતાં કોઈ ઘરાક એવા આવે કે જે ભાવતાલમાં બહુ કચકચ કરતા તો સાતગૌડા તરત તેને છોડીને પોતાનો ધર્મગ્રંથ વાંચવા બેસી જતા. તેઓ જ્યારે પોતાના ખેતરમાં કામ કરવા જતા ત્યારે ત્યાં પણ ફાજલ સમયમાં ધર્મવાર્તા કરતા. તેમનામાં કપટભાવ બિલકુલ નહોતો. તેઓ વૈરાગ્યની મૂર્તિ જેવા હતા અને કેટલીક વાર એમની દુકાને કે એમના ખેતરમાં કેટલાક લોકો એમની સાથે ધર્મગોષ્ઠી કે સત્સંગ કરવા માટે જ ખાસ આવતા. સાતગૌડા આ રીતે પોતાનાં માતાપિતા સાથે ઘરમાં એકાંતપ્રિય અને અતર્મુખ બનીને રહેવા લાગ્યા હતા. તેઓ ઘરમાં પણ ખપ પૂરતી ઓછી વાત કરતા. તેઓ આડોશી-પાડોશી સાથે પણ ટોળટપ્પા કરતા નહિ. તેઓ પોતાના પિતાની સાથે દુકાને જતા અને ઘરમાં આવે ત્યારે પોતાનો સમય વ્રત, સંયમ અને સ્વાધ્યાયમાં પસાર કરતા. તેઓ જ્યારે દુકાને જાય ત્યારે ત્યાં પણ જ્યાં સુધી પિતાજી અને નાના ભાઈ કુમગૌડા દુકાનમાં હોય ત્યાં સુધી તેઓ વેપારની વાતચીતમાં રસ લેતા નહિ અને ઘરાકો સાથે માથાકૂટ કરતા નહિ. પોતાના નાના ભાઈ કુમગોડાને જ તેઓ કહેતા કે તમે જ દુકાનનો બધો કારભાર ચલાવો. મને એમાં રસ નથી. કોઈક વાર દુકાનમાં પિતાજી અને નાના ભાઈ ન હોય અને કોઈક ઘરાક આવ્યું હોય તો તેઓ ઘરાકને કહેતા કે, “જુઓ ભાઈ, આ કાપડના તાકાઓ પડ્યા છે, એમાંથી તમને જે કાપડ ગમે તે તાકામાંથી તમારી મેળે માપીને અને કાપીને લઈ લો. એનો જે ભાવ લખ્યો છે તે પ્રમાણે હિસાબ કરીને જે પૈસા થતા હોય તે ગલ્લામાં નાખી દો. જો તમારે ઉધાર લઈ જવાનું હોય તો આ ચોપડો પડ્યો છે તેમાં તમારા હાથે લખી લો.' આ રીતે સાતગૌડાની પ્રામાણિકતા અને ધંધાની બાબતમાં નિઃસ્પૃહતા જોઈને ઘરાકોને શરૂઆતમાં આશ્ચર્ય થતું. પરંતુ પછીથી બધા ઘરાકો સાતગૌડાની પ્રકૃતિથી અને એમના ધંધાની આ પ્રશસ્ય રીતથી સુમાહિતગાર થઈ ગયા Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ હતા. સાતગોડાની ગૃહસ્થજીવનની ઉદાસીનતા એટલી બધી હતી કે પોતાનાં સગાંસંબંધીઓના કોઈના ઘરે લગ્નપ્રસંગ હોય તો તેમાં તેઓ જતા નહિ. એમની વયના બીજા છોકરાઓ જ્યારે સરસ વસ્ત્રો પહેરીને લગ્નમાં મહાલવા નીકળતા અને લગ્નના જમણવારમાં રસ લેતા તે વખતે સાતગોડા શાંતિથી ઘરે બેસીને પોતાનો સ્વાધ્યાય કરતા. એમની આ ઉદાસીનતાની પરાકાષ્ઠા તો ત્યાં સુધી હતી કે પોતાની સગી નાની બહેન કૃષ્ણાબાઈનાં લગ્ન હતાં ત્યારે અને પોતાના સગા નાના ભાઈ કુમગોડાનાં લગ્ન હતાં ત્યારે સાતગૌડાએ એ લગ્નોમાં હાજરી સુધ્ધાં આપી નહોતી. તેઓ ઘરે જ પોતાના સ્વાધ્યાયમાં લીન રહ્યા હતા. લગ્ન વગેરે પ્રકારના સામાજિક પ્રસંગોથી સાતગૌડા તદ્દન વિમુખ હતા. પરંતુ બીજી બાજુ ધાર્મિક ઉત્સવોમાં તેઓ એટલો જ સક્રિય ભાગ લેતા હતા. કોઈ ધાર્મિક પર્વની ઉજવણી હોય, જિનમંદિરમાં ખાસ કોઈ ઉત્સવ હોય, ગામમાં કોઈ મુનિભગવંતની પધરામણી હોય કે એવા બીજા ધાર્મિક પ્રસંગો હોય ત્યારે સાતગૌડા તેમાં અગ્રેસર રહેતા. ૨૫૫ ભીમગોડાના એક પુત્ર દેવગૌડાએ દિગમ્બર મુનિ પાસે ક્ષુલ્લકની દીક્ષા ગ્રહણ કરી હતી અને તેઓ અનુક્રમે દિગમ્બર મુનિના પદ સુધી પહોંચ્યા હતા. તેમનું નામ વર્ધમાનસાગર રાખવામાં આવ્યું હતું. ભીમગૌડાના બીજા એક પુત્ર કુમગોડાની પણ દીક્ષા લેવાની ભાવના હતી. તેમનાં લગ્ન નાનપણમાં થઈ ચૂક્યાં હતાં. પરંતુ ગૃહસ્થજીવનમાં તેમને રસ નહોતો. તેઓ પણ દિગમ્બર મુનિઓની અને ખાસ તો પોતાના વડીલ બંધુ વર્ધમાનસાગરની સેવામાં વધુ રહેતા. દુર્ભાગ્યે દીક્ષા લેવાનો એમનો સંકલ્પ પાર પડે તે પહેલાં તો તેમનું આવસાન થયું હતું. સાતગૌડાને કિશોરાવસ્થાથી જ દીક્ષા લેવાનો ભાવ જન્મ્યો હતો. પોતાના એક વડીલ બંધુએ દીક્ષા લીધી હતી. પોતાના કુટુંબના ધર્મના સંસ્કાર હતા એ તો ખરું જ, પરંતુ એમને પોતાના હ્રદયમાં પણ સંયમની રુચિ જન્મથી જ હતી. બાલ્યાવસ્થામાં તેઓ શાળાએ ભણવા જતા, પરંતુ શેરીમાં છોકરાઓ સાથે રમવા જતા ન હતા. બાળવયે થયેલાં એમનાં ઔપચારિક લગ્નની વાત તો હવે જૂની થઈ ગઈ હતી. સાતગૌડાની કિશોરાવસ્થા પૂરી થવા આવી તે વખતે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રભાવક સ્થવિરો માતાપિતાએ ઘરમાં એમની સગાઈ અંગે વિચારણા ચાલુ કરી. એ વખતે સાતૌડાએ સ્પષ્ટ શબ્દોમાં માતાપિતાને જણાવી દીધું કે, ‘જુઓ, હું કોઈ દિવસ લગ્ન કરવાનો નથી. હું આજીવન બ્રહ્મચારી રહેવાનો છું અને મારા મનમાં દીક્ષા લેવાની ભાવના છે.' સાતગૌડાની આ સ્પષ્ટ જાહેરાતથી માતાને આઘાત લાગ્યો. માતા ધર્મપરાયણ હતી, પરંતુ માતૃસહજ વાત્સલ્યને કારણે દીકરાને પરણેલો જોવા અને ઘરમાં વહુ આણવા તે ઉત્સુક હતી. પિતા તટસ્થ હતા, કારણ કે તેઓ વધુ ધર્મપરાયણ હતા. સાતગૌડાના નિર્ણયથી તેમને જરા પણ આઘાત લાગ્યો નહિ, બલકે આનંદ થયો. તેમણે કહ્યું, ‘બેટા ! આપણા ઘરના ધાર્મિક વાતાવરણ અનુસાર દીક્ષા લેવાના તારા નિર્ણયથી મને બહુ આનંદ થયો છે. તું જો દીક્ષા લેશે તો હું માનીશ કે મારું જીવન સાર્થક થયું છે. તું તારા દીક્ષાના નિર્ણયમાં અડગ રહેજે અને અમારા જીવનને ઉજ્જવળ બનાવજે.’ માતાની માનસિક અવસ્થા જુદી હતી. તેમની ઈચ્છા એવી હતી કે દીકરો ન પરણવાનો હોય તો ભલે ન પરણે, પરંતુ પોતે હયાત હોય ત્યાં સુધી ઘરમાં રહે તો સારું. પિતાને પણ પોતાની કાપડની દુકાનમાં મદદનીશની જરૂર હતી. આથી માતાપિતાએ સાતગૌડાને કહ્યું, બેટા, તારે લગ્ન નથી કરવાં અને એ નિર્ણયમાં તું મક્કમ છે તો ભલે, પણ અમારી વિનંતી છે કે અમે હયાત હોઈએ ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી. ભગવાન મહાવીરે પણ માતાપિતાનું માન્યું હતું તો તારે પણ અમારી આટલી વિનંતી માન્ય રાખવી જોઈએ. ઘરમાં રહીને તારાથી જે કંઈ ધર્મારાધના થાય તે તું અવશ્ય કર, પરંતુ દીક્ષા લેવાનું પછીથી જ રાખજે.' સાતગૌડાને દીક્ષા વહેલી લેવી હતી, પરંતુ માતાપિતાના દિલને તેઓ દુઃખ આપવા ઈચ્છતા ન હતા. એટલે એમણે માતાપિતાની વિનંતીનો સ્વીકાર કર્યો અને વચન આપ્યું કે જ્યાં સુધી તેઓ હયાત છે ત્યાં સુધી પોતે દીક્ષા નહિ લે. સાતગોડાને તીર્થયાત્રામાં ઘણો રસ હતો. નજીકમાં ઘણાંખરાં તીર્થોની એમણે યાત્રા કરી હતી, પરંતુ સમેતશિખરની યાત્રા કરી ન હતી. એ યાત્રા કરવાની એમની ઉત્કટ ભાવના હતી. બત્રીસ વર્ષની ઉંમરે એમને એ તક Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૫૭. મળી. તેઓ સમેતશિખર પહોંચ્યા ત્યારે તેમણે બહુ ધન્યતા અનુભવી. એમના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યના ભાવો ઊભરાવા લાગ્યા. એ વખતે એમણે બે પ્રખર બાધાઓ લીધી. એક, જીવન પર્યંત ક્યારેય ઘી અને તેલ ન ખાવાં. બીજી બાધા એવી લીધી કે જીવન પર્યત દિવસમાં એક જ વખત આહાર કરવો. સાતગૌડા દીક્ષા લેવાની ભાવનાવાળા હતા. વળી પોતાનાં માતાપિતાને વર્ષો સુધી દિવસમાં એક જ વખત આહાર લેતાં નિહાળ્યાં હતાં. એટલે આ પ્રકારની આકરી બાધાઓ તેમના ભાવિ સાધુજીવનની પૂર્વતૈયારીરૂપે ઘણી ઉપયોગી નીવડે એવી હતી. સમેતશિખરની જાત્રા કરવા ઉપરાંત સાતગૌડાએ ત્યાં નજીકમાં આવેલાં પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી વગેરે તીર્થોની પણ યાત્રા કરી લીધી. સાતગૌડા જ્યારે શિખરજીના એ ડુંગર ઉપર ચઢી રહ્યા હતા ત્યારે એમની સાથે આવેલાં સગાંસંબંધીઓમાંથી એક વૃદ્ધ બાઈ શિખરજીના ડુંગર ઉપર ચઢતાં બહુ થાકી જવા લાગી. હજુ શરૂઆતમાં જ ડુંગર ઉપર સીતાનાળા નામની જગ્યા સુધી બધાં પહોંચ્યા હતાં ત્યાં તો એ બાઈ એટલી થાકી ગઈ કે એને લાગ્યું કે હવે પોતાનાથી ઉપર જઈ જાત્રા કરી શકાશે નહિ. તે બહુ રડવા લાગી. લોકોએ પૂછયું ત્યારે એણે કહ્યું કે, “ઠેઠ આટલે સુધી આવીને મારી જાત્રા હવે હું કરી નહિ શકું? મારો ફેરો નિષ્ફળ જશે? કેટલાંય વર્ષોથી શિખરજી જાત્રાનું હું સ્વપ્ન સેવતી હતી, પણ અહીં આટલે સુધી આવ્યા પછી હું હવે ડુંગર ઉપર જઈ શકું એમ નથી.” એ વખતે સાતગૌડાએ એ વૃદ્ધ મહિલાને સાંત્વન આપ્યું અને કહ્યું, માજી! તમે ફિકર કરો નહિ. મારા ખભા ઉપર બેસાડીને હું તમને ઠેઠ સુધીની જાત્રા કરાવીશ.” સાતગૌડાએ એ રીતે એ માજીને પોતાના ખભા ઉપર ઊંચકીને શિખરજીનો પર્વત ચઢીને સારી રીતે જાત્રા કરાવી. સાતગોડામાં શારીરિક તાકાત કેટલી બધી હતી તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે. સાતગૌડાના પિતા ભીમગોડા અને માતા સત્યવતીનું પ્રૌઢાવસ્થાનું જીવન વધુ સંયમ, તપશ્ચર્યા અને ધર્મક્રિયામાં વીતવા લાગ્યું. તેઓ ગામમાં પધારેલા ક્ષુલ્લક, એલક, મુનિ વગેરેને આહાર માટે ઘરે બોલાવી લાવતા. ભીમગોડાએ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રભાવક સ્થવિરો જીવનનાં છેલ્લાં સોળ વર્ષ દિવસમાં એક વખત ભોજન કરવાના વ્રતનું પાલન કર્યું હતું. વળી તેમણે સ્વદા૨ાસંતોષ અને પછીથી છેલ્લાં સોળ વર્ષ આજીવન બ્રહ્મચર્ય-વ્રત સ્વીકાર્યું હતું. પાંસઠ વર્ષની વયે તેમની તબિયત લથડી ત્યારે તેમણે અનશન-વ્રત (યમ સંલેખના વ્રત) સ્વીકારી લીધું હતું અને સમાધિમરણપૂર્વક દેહ છોડ્યો હતો. ઘરમાં કોઈએ પણ શોક ન પાળવો એવી સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. એમના અવસાન વખતે એમનાં પત્ની સત્યવતીએ અપૂર્વ સ્વસ્થતા અને ધીરજ ધારણ કર્યાં હતાં. તેઓ ખરેખર દેવી જેવાં હતાં. તેઓ સંયમની મૂર્તિ હતાં. પોતાના પતિ ભીમગૌડાએ જ્યારે દિવસમાં એક વખત આહાર કરવાનું અને આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યારે એમણે મસ્તકે મૂંડન કરાવી દીધું હતું. તેમણે સફેદ વસ્ત્ર ધારણ કરી લીધાં હતાં. પોતાની પાસે એક કમંડળ અને પીંછી રાખીને દિગમ્બર સંપ્રદાયની આર્થિકા જેવું જીવન તેઓ જીવવા લાગ્યાં હતાં. પોતાનાં માતાપિતાની આવી સંયમથી ભરેલી જીવનયાત્રા જોઈને તથા વારંવાર દિગમ્બર મુનિઓની સાથે તેમનું કમંડલ અને પીંછી ઊંચકીને ચાલવાના સંસ્કારને લીધે સાતગોડાને નાનપણથી જ મુનિજીવનનું આકર્ષણ થયું હતું. સાતગૌડા સ્વસ્થ પ્રકૃતિના હતા. એમનો ધર્માભ્યાસ વધતો જતો હતો. સાધુ-સંતો સાથે એમનો સત્સંગ પણ વધતો જતો હતો. એમની તત્ત્વદૃષ્ટિ પણ ખીલતી જતી હતી. સંસારના સ્વરૂપનું તેઓ અનાસક્તભાવે અવલોકન કરતા રહેતા હતા. એમની આ તત્ત્વદૃષ્ટિની અને આત્મશાંતિની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી કે જ્યારે એમણે પોતાના પિતાને અને ત્યાર બાદ પોતાની માતાને, મૃત્યુ પ્રસંગે ધર્મશ્રવણ કરાવ્યું અને તેઓ બંનેને અનુક્રમે શાંતિપૂર્વક સમાધિકરણ કરાવ્યું. પિતાના અને ત્યાર પછી માતાના અવસાન પ્રસંગે ઘરનાં બધાં સ્વજનો, સગાંસંબધીઓ અને પાડોશીઓ રુદન કરતાં હતાં ત્યારે સાતગૌડા એટલા જ સ્વસ્થ અને આત્મમગ્ન રહ્યા હતા. એમની આંખમાંથી એક પણ આંસુ સર્યું ન હતું. તેમનામાં જડતા નહોતી, પણ જન્મમરણની ઘટમાળનો સ્વસ્થપણે સ્વીકાર હતો, કારણ કે તેઓ વૈરાગ્યની મૂર્તિ હતા. અને તેમનું આત્મબળ ઘણું ઊંચું હતું. સાતગૌડાને દીક્ષા લેવા માટે ઘણાં વર્ષ સુધી રાહ જોવી પડી. એમનાં Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૫૯ માતા અને પિતા બંનેનો સ્વર્ગવાસ થયો ત્યાર પછી આપેલા વચન અનુસાર સાતગોડાએ દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. એ વખતે એમની ઉંમર ૪૧ વર્ષની હતી. તેઓ પોતે ઘણાં વર્ષથી ઘરમાં રહીને સાધુ જેવું જીવન જીવતા હતા. હવે દીક્ષા માટે યોગ્ય ગુરુની શોધમાં તેઓ ફરવા લાગ્યા હતા. એ દિવસોમાં એક વખત કર્ણાટકમાં દિગમ્બર મુનિરાજ દેવેન્દ્રકીર્તિ વિહાર કરતા હતા. તેઓ દેવપ્નાસ્વામી તરીકે વધારે જાણીતા હતા. એકંદરે દિગમ્બર મુનિઓની સંખ્યા ઘણી ઓછી હોય છે, કારણ કે એ સાધનામાર્ગ અત્યંત દુષ્કર છે. દેવપ્રાસ્વામી વિહાર કરતા કરતા ઉત્તર નામના ગામમાં પધાર્યા હતા. એ જાણીને સાતગૌડા એમને વંદન કરવા માટે ગયા. સાતગીડાને દીક્ષા લેવી હતી. એમણે દેવપ્નાસ્વામીને કહ્યું, “ગુરુમહારાજ !” મને મુનિદીક્ષા આપો.” દેવપ્પાસ્વામીએ કહ્યું, “ભાઈ, એવી રીતે નગ્ન મુનિ તરીકે સીધી દીક્ષા લેવી એ સરળ વાત નથી. જૈન ધર્મમાં ગૃહસ્થોએ ક્રમે ક્રમે દીક્ષાના માર્ગે આગળ વધવાનું હોય છે. ગૃહસ્થોને પહેલાં ફક્ત બે વસ્ત્ર ધારણ કરનાર ક્ષુલ્લકની દીક્ષા આપવામાં આવે છે. એ માટે જુદી જુદી પ્રતિમા' (સાધના) વહન કરવાની હોય છે. એ પ્રતિમાઓનો અભ્યાસ સારી રીતે થાય એ પછી ફક્ત કમરે એક વસ્ત્ર ધારણ કરનાર ઐલકની દીક્ષા આપવામાં આવે છે. ત્યારપછી તેમાં સ્થિરતાની પૂરી ખાતરી થાય તો જ ગુરુમહારાજ નિર્ચન્થ (નગ્ન) મુનિની દીક્ષા આપે છે. નગ્ન મુનિની દીક્ષા લેવી એ સહેલી વાત નથી. નગ્ન મુનિની દીક્ષા લીધા પછી જો એનું પાલન ન થાય તો ધર્મ વગોવાય છે. નગ્ન મુનિની દીક્ષામાં ઘણાં આકરાં વ્રત હોય છે અને સંકટો તથા ઉપસર્ગો સહન કરવાની શક્તિ કેળવવવાની હોય છે. માટે એકાએક દિગમ્બર મુનિની દીક્ષા આપવામાં આવતી નથી.” ગુરુમહારાજની ભલામણ અનુસાર સાતગૌડાએ ક્ષુલ્લકની દીક્ષા લેવાનું સ્વીકાર્યું. આ રીતે વિ. સં. ૧૯૭૨ (ઈ. સ. ૧૯૧૬)ના જેઠ સુદ ૧૩ના રોજ સાતગૌડાને ક્ષુલ્લક દીક્ષા આપવામાં આવી. એમનું નામ શાંતિસાગર રાખવામાં આવ્યું. સાતગૌડાએ ક્ષુલ્લકની દીક્ષા લીધી ત્યારે પોતે ઘરમાં સ્વજનોને જણાવ્યું નહોતું. ગુરુમહારાજ પાસે જઈને ઉત્તર ગામની અંદર એમણે દીક્ષા લઈ લીધી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રભાવક સ્થવિરો આ વાતની જ્યારે ઘરનાં સ્વજનોને ખબર પડી ત્યારે તેઓ ઉત્તર ગામે આવી પહોંચ્યા. સાતગીડાને કેશલોચ સહિત ક્ષુલ્લકના સ્વરૂપમાં લંગોટી જેવું વસ્ત્ર પહેરીને બેઠેલા જોઈને ઘરનાં સ્વજનો રડવા લાગ્યાં. પરંતુ એથી સાતગૌડા જરા પણ અસ્વસ્થ ન થયા. તેમણે સ્વજનોને કહ્યું કે, “તમે કોઈ રડશો નહિ. રડવા માટે અહીં આવવાનું ન હોય. મેં તો એક ઉત્તમ માર્ગ સ્વીકાર્યો છે.” એમના ઉપદેશથી સ્વજનો શાંત બન્યાં. ત્યારપછી સ્વજનોએ ત્યાં રોકાઈને ક્ષુલ્લક શાંતિસાગરને વિધિપૂર્વક આહાર પણ વહોરાવ્યો. એ દિવસોમાં દિગમ્બર પરંપરામાં દીક્ષા લેનારની સંખ્યા બહુ જ અલ્પ રહેતી. એટલે દિગમ્બરોમાં ક્ષુલ્લક, ઐલક અને મુનિઓના આચારોમાં પણ જુદી જુદી પરંપરા ચાલતી હતી. કર્ણાટકમાં દિગમ્બરોમાં એક પરંપરા અનુસાર ક્ષુલ્લક અને ઐલક કોઈ પણ ગૃહસ્થોને ઘરે જઈને આહાર લેતા. તેઓ વાહનનો ઉપયોગ પણ કરતા. બીજી પરંપરામાં ક્ષુલ્લક, ઐલકને ગૃહસ્થને ઘરે આહાર લેવાની તથા વાહનનો ઉપયોગ કરવાની મનાઈ હતી. ક્ષુલ્લક શાંતિસાગરે જ્યારે ક્ષુલ્લકની દીક્ષા લીધી ત્યારે એમને કમંડલ અને મોરપીંછ પણ આપવામાં આવ્યાં ન હતાં. શાંતિસાગરે તાંબાના એક લોટાને દોરી બાંધીને કમંડલ તરીકે વાપરવાનું ચાલુ કર્યું હતું. મોરપીંછ માટે એમના ગુરુમહારાજ દેવેન્દ્રકીર્તિસાગરે પોતાનાં પીંછામાંથી થોડાં પીછાં કાઢી આપ્યાં હતાં, જેમાંથી શાંતિસાગરે પોતાને માટે કામચલાઉ મોરપીછ બનાવી લીધું હતું. ક્ષુલ્લકની દીક્ષા લીધા પછી શાંતિસાગર તપ-જપ સ્વાધ્યાય-ધ્યાન વગેરેમાં મગ્ન રહેવા લાગ્યા. તેઓ જુદા જુદા મંત્રના દર મહિને ઓછામાં ઓછા ૨૫ લાખ જાપ કરતા. તેઓ પોતાના આચારનું ચુસ્તપણે પાલન કરવા લાગ્યા. તેમનો પવિત્ર આત્મા ધ્યાનમાં જ્યારે આરૂઢ થઈ જતો ત્યારે જાણે કશાની જ એમને ખબર રહેતી નહિ. ક્ષુલ્લક શાંતિસાગરે ક્ષુલ્લક તરીકેનું પોતાનું પ્રથમ ચાતુર્માસ કર્ણાટકમાં કોગનોલી નામના નગરમાં કર્યું હતું. આ ચાતુર્માસ દરમિયાન એક ચમત્કારિક ઘટના બની હતી. એક દિવસ ક્ષુલ્લક શાંતિસાગર મંદિરમાં સાંજના સમયે ધ્યાનમાં બેઠા હતા. મંદિરમાં અંધારું થવા આવ્યું હતું. એ વખતે છ ફૂટ લાંબો એક સાપ મંદિરમાં આવી ચઢ્યો. ઘૂમતો ઘૂમતો એ સાપ શાંતિસાગર પાસે આવ્યો. પરંતુ શાંતિસાગર તો પોતાના ધ્યાનમાં Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ નિમગ્ન હતા. સાપ શાંતિસાગરના શરીર ઉપર ચઢ્યો, પરંતુ એથી શાંતિસાગર પોતાના ધ્યાનમાંથી ચલિત થયા નહિ. એ વખતે પૂજારી મંદિરમાં દીવો કરવા માટે આવ્યો. દીવો કરતાં જ એણે જોયું કે શાંતિસાગર ધ્યાનમાં બેઠા છે અને એમના શરીર ઉપર સાપ છે. એ દૃશ્ય જોતાં જ પૂજારી ચોંકી ગયો અને ગભરાઈને બહાર દોડ્યો. એણે બૂમાબૂમ કરી મૂકી. એ સાંભળીને આસપાસથી પણ માણસો દોડી આવ્યા. તેઓ બધા વિચારવા લાગ્યા કે જો ઘોંઘાટ કરીને સાપને પકડવાનો પ્રયાસ કરીશું અને રખે ને સાપ શાંતિસાગરને ડંખ મારશે તો મોટો અનર્થ થશે. એના કરતાં છુપાઈને નજર રાખવી કે સાપ ક્યારે શાંતિસાગરના શરીર ઉ૫૨થી નીચે ઊતરે છે. સૌ એ રીતે ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. કેટલીક વાર પછી સાપ ધીમે ધીમે શાંતિસાગરના શરીર ઉપરથી નીચે ગયો અને ઝડપથી બહાર નીકળીને અંધારામાં ક્યાંક એવી રીતે ભાગી ગયો કે તે કઈ બાજુ ગયો તે પણ જાણી શકાયું નહિ. શાંતિસાગર ધ્યાનમાંથી જાગ્રત થયા ત્યારે તેમને આ ઘટનાની ખબર પડી. પરંતુ તેમણે તો એ ઘટનાને સહજ રીતે સ્વીકારી લીધી. પરંતુ આ ઘટના બનતાં ગામલોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. શાંતિસાગરના સંયમના પ્રભાવની આ ચમત્કારિક વાત ચારે બાજુ પ્રસરી ગઈ. શાંતિસાગરજી મહારાજ કોગનોલીથી વિહાર કરીને કોલ્હાપુર પાસે બાહુબલિ તીર્થમાં પધાર્યા. તે વખતે આસપાસના વિસ્તારમાં વસતા જૈનોએ મહારાજશ્રી પાસે ગિરનાર તીર્થની યાત્રાનો પ્રસ્તાવ મૂક્યો. ક્ષુલ્લક તરીકે શાંતિસાગર મહારાજે વાહનનો હજુ ત્યાગ કર્યો નહોતો. એટલે સંઘયાત્રાના આ પ્રસ્તાવનો એમણે સ્વીકાર કર્યો. સંઘના શ્રાવકો સાથે ટ્રેનમાં બેસી તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા. ગિરનારની યાત્રાથી એમને અપાર ઉલ્લાસ થયો હતો. નેમિનાથ ભગવાનની પ્રતિમા અને પાદુકાનાં દર્શન-વંદન કરીને એમણે ધન્યતા અનુભવી હતી. એમની નજર સમક્ષ બાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાનનું જીવન જાણે એક ચિત્રપટની જેમ તાજું થયું હતું. એમના હ્રદયના ભાવ દૃઢપણે એટલા ઊંચા થયા હતા કે પોતાની જ મેળે એમણે પોતાનું ઉપરનું ભગવું વસ્ત્ર છોડી દીધું અને માત્ર લંગોટભેર રહીને પોતાને એલક તરીકે ત્યાં સંઘ સમક્ષ જાહેર કરી દીધા. ૨૬૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રભાવક સ્થવિરો ગિરનારની યાત્રા કરીને સંઘ પૂના થઈને પાછો ફરી રહ્યો હતો. પૂનાથી મીરજના રસ્તે કુંડલ રોડ સ્ટેશન પર બધા ઊતર્યા અને ત્યાં કુંડલ તીર્થનાં દર્શન માટે ગયા. ત્યાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને ભગવાનની સમક્ષ ઐલક શ્રી શાંતિસાગરજીએ પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી કે આજથી હવે હું કોઈ પણ પ્રકારના વાહનનો ઉપયોગ કરીશ નહિ અને માત્ર પાદવિહાર કરીશ.” સંઘના શ્રાવકો રેલવે દ્વારા પોતપોતાના મુકામે પહોંચ્યા અને શાંતિસાગરજીએ પોતાનો વિહાર ચાલુ કર્યો. નસલાપુર, બીજાપુર વગેરે સ્થળે વિહાર કરીને તેઓ એનાપુર પહોંચ્યા. ત્યાં તેમણે પંદર દિવસ સ્થિરતા કરી. ત્યાં તે વખતે દિગમ્બર મુનિ આદિસાગર મહારાજ બિરાજમાન હતા. એમના સહવાસથી શાંતિસાગરજીએ ખૂબ ઉલ્લાસ અનુભવ્યો. તેમની જેમ પોતે પણ જલદી જલદી નિર્ઝન્ય મુનિ બને એ માટે તેઓ તાલાવેલી સેવવા લાગ્યા. ઐલક થયા પછી શાંતિસાગરજી પોતાના ગુરુવર્ય દેવેન્દ્રકીર્તિ પાસે આવ્યા અને પોતાને દિગમ્બર દીક્ષા આપવામાં આવે તે માટે વિનંતી કરી દેવેન્દ્રકીર્તિ તે વખતે યરનાળ નામના ગામમાં બિરાજમાન હતા. દેવેન્દ્રકીર્તિએ શાંતિસાગરજીને સમજાવ્યું કે દિગમ્બર દીક્ષા સહેલી નથી. એનું પાલન કરવાનું અત્યંત કપરું છે. જો કોઈ વ્યક્તિ એનું બરાબર પાલન ન કરી શકે તો તે વાત ગુપ્ત રહેતી નથી. એથી તે વ્યક્તિની, તેના ધર્મની અને તેને દીક્ષા આપનાર ગુરુની અપકીર્તિ થાય છે. પરંતુ શાંતિસાગરજી તો નિર્ઝન્ય મુનિની દીક્ષા લેવા માટે મક્કમ હતા. દેવેન્દ્રકીર્તિ સ્વામીએ એમની જાતજાતની કસોટી કરી અને જ્યારે પાકી ખાતરી થઈ ત્યારે છેવટે એમને મુનિદીક્ષા આપવાનું નક્કી કર્યું. દિગમ્બર મુનિ માટે કેશલોચ, સ્નાનત્યાગ, ભૂમિશયન, અદંતધાવન, ઊભા ઊભા એક ટંક એક જ સમયે હાથમાં લઈને આહાર કરવો એવી એવી એકવીસ પ્રકારની અત્યંત કઠિન વ્રતચર્યા હોય છે. આ વ્રતચર્યા માટે શાંતિસાગરજી પૂરેપૂરા સજ્જ, સ્વસ્થ અને દઢનિશ્ચય હતા. એટલે જ દેવેન્દ્રકીર્તિ સ્વામીએ તેમને મુનિદીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ મુજબ વિ. સં. ૧૯૭૬ (ઈ. સ.૧૯૨૦)ફાગણ સુદ અગિયારસના Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ દિવસે એમને દીક્ષા આપવામાં આવી. છેલ્લા ચાર-પાંચ સૈકામાં આ રીતે જાહેરમાં દિગમ્બર, નગ્ન મુનિની દીક્ષા થોડાક લોકોની હાજરીમાં જ ખાનગીમાં અપાતી રહી છે, પરંતુ શાંતિસાગરજીની દીક્ષા વિશાળ સમુદાય સમક્ષ જાહેરમાં આપવામાં આવી હતી. આ એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના ગણાય છે. ૨૬૩ શ્રી શાંતિસાગરજી મહારાજે દિગમ્બર મુનિની દીક્ષા લીધી તે વખતે ભારતમાં એકંદરે દિગમ્બર મુનિઓની સંખ્યા ઘણી જ ઓછી હતી. વળી તેમના આચારોમાં પણ વિવિધતા હતી. દિગમ્બર મુનિ તરીકે રહેવું, વિચરવું, આહાર લેવો વગેરે બાબતો આપણે ધારીએ તેના કરતાં પણ ઘણી વધારે કઠિન હોય છે. તેઓને ઉપવાસ તો નાના-મોટા નિમિત્તે કરવાના આવ્યા જ કરે. એથી જીવન ટકાવવું ઘણું અઘરું થઈ પડે. દિગમ્બર મુનિની આહારવિધિ પણ ઘણી આકરી હોય છે. તેઓને દિવસમાં એક જ વાર એક જ સ્થળે ઊભા ઊભા બે હાથ વડે આહાર (ઠામ ચોહિવાર) કરી લેવાનો રહે. પછી ચોવીસ કલાક પાણી પણ ન વપરાય. એમાં પણ બત્રીસ પ્રકારના અંતરાયમાંથી કોઈ પણ અંતરાય આવે તો તરત આહાર છોડી દેવો પડે. આહારમાં કાંકરી, રેસો, વાળ કે એવું કંઈ આવે તે જો મોઢામાંથી કાઢવા માટે આંગળી મોઢામાં નાખવી પડે તો તરત આહાર છોડી દેવો પડે. વળી એ સમયે અમુક પશુ-પક્ષીઓના અવાજ થાય તો પણ આહાર છોડી દેવો પડે. આથી કેટલાક ભક્તો દિગમ્બર મુનિ ભગવંતને અંતરાય ન થાય એટલા માટે આહારવિધિ વખતે સતત જોરથી ઘંટ વગાડતા રહેતા જેથી મુનિઓને બીજો કોઈ અવાજ સંભળાય નહિ અને આહારમાં અંતરાય થાય નહિ. શાંતિસાગરજીને લાગ્યું કે દિગમ્બર મુનિની ચર્યા તો તપસ્વીની ચર્ચા છે. આહા૨ ન મળે તો તેથી તેઓએ સંતપ્ત થવાની જરૂર નથી અને ગૃહસ્થોએ મુનિ પ્રત્યે આ બાબતમાં દયાભાવ રાખવાની જરૂર નથી. બલકે મુનિઓનો આચાર શિથિલ ન થાય એ તરફ જોવાનું ગૃહસ્થનું કર્તવ્ય છે. આથી એમણે મુનિઓના આહાર વખતે થતા ઘંટનાદને બંધ કરાવ્યો હતો. વળી દિગમ્બર મુનિઓ આહાર લેવા ગામમાં જતા ત્યારે તે દિવસ માટે નક્કી કરેલા ગૃહસ્થના ઘરે જઈ આહાર લેતા. ગામમાં જતી વખતે તેઓ શરીરે ચાદર વીંટાળી લેતા અને ગૃહસ્થના ઘરમાં જઈ, સ્નાન કરી પછી નગ્ન બની ઊભા ઊભા આહાર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રભાવક સ્થવિરો લેતા અને ત્યાર પછી ચાદર શરીરે વીંટાળી સ્વસ્થાનકે આવી વસ્ત્ર કાઢી નગ્નાવસ્થામાં રહેતા. રસ્તામાં તેમને જોવા માટે લોકોનાં ટોળાં ન થાય એ જ આશય હતો. પરંતુ શાંતિસાગરજી મહારાજે આચારમાં પ્રવેશેલી આવી શિથિલતાઓને દૂર કરાવીને પોતાના શુદ્ધ નિરતિચાર સંયમપાલન દ્વારા સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એથી જ એમના સમયથી દિગમ્બર સાધુઓનો સમુદાય, સંખ્યાની દૃષ્ટિએ વૃદ્ધિ પામતો ગયો હતો અને તેમાં પ્રવેશેલી શિથિલતાઓ દૂર થઈ હતી. મહારાજશ્રીએ આ રીતે દિગમ્બર મુનિ સંસ્થાને વધુ સુદઢ બનાવી હતી. વિ. સં. ૧૯૭૯ (ઈ. સ. ૧૯૨૩)માં મુનિ શાંતિસાગરજીએ કોશૂર નામના ગામની અંદર ચાતુર્માસ માટે સ્થિરતા કરી હતી. નગ્ન મુનિ તરીકેનું આ તેમનું પ્રથમ ચાતુર્માસ (વર્ષાવાસ) હતું. કોણૂર ગામ પાસે પ્રાચીન સમયની એક ગુફા છે. એમ કહેવાય છે કે પ્રાચીન સમયમાં કોઈક રાજાએ મુનિઓને ધ્યાન ધરવા માટે આ ગુફા બનાવેલી હતી. મહારાજશ્રી એ ગુફામાં ધ્યાન ધરવા માટે જવા લાગ્યા. એક દિવસ બપોરે તેઓ ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા તે વખતે એક સાપ ત્યાં આવ્યો. એ ગુફાના દ્વાર પાસે કેટલાક લોકો નાળિયેર ધરાવતા. કોઈ એક સજ્જન ત્યાં નાળિયેર ધરાવવા આવ્યા. એ જોઈને સાપ ગુફામાં અંદર દોડ્યો અને મહારાજશ્રીના પગ નીચે લપાઈ ગયો. આ વાતની ખબર પડતાં ત્યાં કેટલાક લોકો જમા થઈ ગયા. લોકોને લાગ્યું કે જો કાંઈ વધુ ઘોંઘાટ થશે તો સાપ કદાચ મહારાજશ્રીને કરડશે, એટલે ચુપચાપ જોવા લાગ્યા. મહારાજશ્રી તો ધ્યાનમગ્ન હતા. સાપે એમના શરીર ઉપર ચડઊતર કર્યા કરી, પરંતુ એથી મહારાજશ્રી પોતાના ધ્યાનમાંથી વિચલિત થયા નહોતા. કેટલીક વાર પછી અંધારાનો લાભ લઈ એ સાપ ત્યાંથી ભાગી ગયો. મહારાજશ્રીના સાધુજીવનમાં સાપના આવા પ્રસંગો ઘણી વાર બન્યા હતા. કર્ણાટકમાં સાપનો ઉપદ્રવ વધારે અને મહારાજશ્રીને ગામથી બહાર એકાન્ત, નિર્જન, ક્યારેક અવાવરુ જગ્યામાં મુકામ કરવાનો રહેતો. એટલે આવા પ્રસંગો બન્યા હતા. પરંતુ તેથી તેઓ ક્યારેય અસ્વસ્થ કે ધ્યાનથી વિચલિત થયા નહોતા. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ વિ. સં. ૧૯૭૯માં મહારાજશ્રીનું મુનિ તરીકેનું આ પ્રથમ ચાતુર્માસ હતું. ચાતુર્માસ દરમિયાન મહારાષ્ટ્રના નાંદગાવના બે શ્રાવકો તે શેઠ હીરાલાલ અને શેઠ ખુશાલચંદ શ્રવણબેલગોડાની યાત્રાએ નીકળ્યા હતા. તેઓ ચુસ્ત ધર્માનુરાગી હતા અને દીક્ષા લેવાની ભાવનાવાળા હતા. પરંતુ તે માટે તેઓ યોગ્ય ગુરુની શોધમાં હતા. શ્રી શાંતિસાગરજી મહારાજનું નામ સાંભળીને તેમને વંદન કરવા આવ્યા હતા. તેમના મનમાં મહારાજશ્રીની કસોટી કરી જોવાનો વિચાર પણ હતો. કોરમાં મહારાજશ્રી પાસે આવીને તેમણે વાતચીત કરતાં કરતાં કેટલાક પ્રશ્નો સીધા જ પૂછ્યા. તેમણે પૂછ્યું કે “મહારાજશ્રી, આપે ઠંડી અને ગરમીનો ભારે પરીષહ સહન કર્યો છે ? આપે ઉનાળામાં ડુંગર ઉપર, ચોમાસામાં વૃક્ષ નીચે અને શિયાળામાં નદીકિનારે બેસીને તપશ્ચર્યા કરી છે?' મહારાજશ્રીએ સરળતાથી સત્યવચન કહ્યું, “ના, ભાઈ.” આપે પંદર દિવસના કે મહિનાના ઉપવાસ કર્યા છે?” મહારાજશ્રીએ કહ્યું, “ના, ભાઈ.' “તો પછી અમે આપને મુનિ તરીકે કેવી રીતે સંબોધન કરી શકીએ?' મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, હું તમને ક્યાં એવું સંબોધન કરવા માટે કહું છું?” “તો પછી આપ મુનિ તરીકેનો વ્યવહાર કેમ કરો છો?' મહારાજશ્રીએ શાન્તિ અને પ્રસન્નતાપૂર્વક કહ્યું, “હું તો મુનિપદનો અભ્યાસ કરું છું. કોઈ મને કહે કે ન કહે તેની સાથે મને કશી જ નિસબત નથી.” મહારાજશ્રી સાથે આવી રીતે કર્કશ ચર્ચા ચાલતી જોઈને ત્યાં બેઠેલા ભક્ત સમુદાયમાંથી કેટલાક આ બે આગંતુક શ્રાવકો ઉપર ચિડાઈ ગયા અને કહ્યું કે, “તમે મહારાજશ્રી સાથે આમ ઉદ્ધતાઈથી વાત ન કરો. જરા વિનયથી વાત કરો. નહિ તો અમે તમને અહીંથી હાંકી કાઢીશું.' મહારાજશ્રીએ રોષે ભરાયેલા ભક્તોને અટકાવ્યા અને શાન્ત પાડ્યા. પછી તેમણે ભક્તોને કહ્યું, “કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પૂછવું હોય, કે ચર્ચા કરવી હોય તો તેનો અધિકાર છે. એથી આપણે ગરમ થવાનું ન હોય.” આ રીતે લોકોને શાંત પાડીને મહારાજશ્રીએ એ બે શ્રાવકો સાથે પ્રેમ Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો અને વાત્સલ્યથી પોતાની વાત ચાલુ રાખી. શ્રાવકોએ પૂછેલા બીજા કેટલાક પ્રશ્નોના યથાયોગ્ય ઉત્તરો મહારાજશ્રીએ આપ્યા. થોડીવાર પછી મહારાજશ્રીએ એ શ્રાવકોને કહ્યું, ‘ભાઈઓ, અત્યાર સુધી તમે મને પ્રશ્ન પૂછ્યા છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું ?' તેઓએ કહ્યું, ‘ભલે.’ મહારાજશ્રીએ થોડે દૂર આવેલા એક વૃક્ષ તરફ આંગળી કરીને પૂછ્યું, ‘તમે મને કહેશો કે આ વૃક્ષ શાનું છે ?’ તેઓએ કહ્યું, ‘એ આંબાનું વૃક્ષ છે.’ મહારાજશ્રીએ કહ્યું, ‘ભાઈ, આ વૃક્ષ ઉપર હજુ એક વાર પણ કેરી આવી નથી. એ પહેલાં તમે એને આંબાના વૃક્ષ તરીકે કેવી રીતે ઓળખાવી શકો?’ તેઓએ કહ્યું, ‘એની ઋતુ આવશે એટલે જરૂર કેરી આવશે.' મહારાજશ્રીએ કહ્યું, ‘જેમ કેરી હજુ આવી નથી એ પહેલાં આપણે એને આંબાના વૃક્ષ તરીકે ઓળખીએ છીએ, તેવું જ મુનિપદનું છે. મુનિપદનો અભ્યાસ કરતાં કરતાં એનો સમય આવશે ત્યારે શીતોષ્ણ પરીષહો સહન કરી શકાશે અને માસખમણ વગેરે તપશ્ચર્યા કરી શકાશે. માસખમણ વગેરે ન થાય તો તેથી મુનિપદ નથી એમ ન કહી શકાય. ત્યાગ-વૈરાગ્યની સાધનામાં પણ જુદી જુદી વ્યક્તિની જુદી જુદી કક્ષા અને જુદી જુદી તરતમતા હોઈ શકે છે.’ મહારાજશ્રાના ઉત્તરથી તે બંને શ્રાવકો પ્રભાવિત થયા. મહારાજશ્રીએ તેમના હ્રદયને જીતી લીધું. પોતાની ભૂલ માટે બંને શ્રાવકોને પશ્ચાત્તાપ થયો. મહારાજશ્રીની તેઓએ ક્ષમા માંગી. ૨૬૬ તેઓ બંને શ્રવણબેલગોડાની યાત્રાએ ગયા. રસ્તામાં વિચાર કરતાં તેઓ બંનેને લાગ્યું કે શાંતિસાગર મહારાજ પાસે જ દીક્ષા લેવાનું બધી રીતે યોગ્ય છે. શ્રવણબેલગોડાની યાત્રા પછી તેઓ મહારાજશ્રી પાસે વારંવાર આવવા લાગ્યા અને પોતાનો નિર્ણય પાકો થતાં દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. મહારાજશ્રીએ જ્યારે ‘સમડોળી’ નામના ગામમાં સ્થિરતા કરી હતી ત્યારે તેઓ બંનેએ તેમની પાસે દીક્ષા લીધી. શેઠ હીરાલાલનું નામ મુનિ વીરસાગર રાખવામાં આવ્યું અને શેઠ ખુશાલચંદનું નામ મુનિ ચંદ્રસાગર રાખવામાં આવ્યું. મહારાજશ્રીના Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ચારિત્ર્યનો પ્રભાવ કેટલો બધો હતો અને બીજાના હૃદયનું પરિવર્તન કરવાની કળા તેમની પાસે કેવી હતી એ આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે. મહારાજશ્રી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા ક્રમે ક્રમે વધતી જતી હતી. એમના બીજા શિષ્યોમાં પાયસાગર, કુંથુસાગર, નેમિસાગર, સુધર્મસાગર, વર્ધમાનસાગર, સમત્તભદ્ર વગેરે હતા. - ઈ. સ. ૧૯૨૪માં મહારાજશ્રીએ કર્ણાટકમાં સમડોળી નામના ગામમાં ચાતુર્માસ કર્યું. એમના શાસ્ત્રાભ્યાસ અને દિગમ્બર મુનિ તરીકેના ચુસ્ત આચારપાલનને લક્ષમાં લઈને સંઘ તરફથી એમને બહુમાનપૂર્વક આચાર્યની પદવી આપવામાં આવી. - ત્યાર પછી વિહાર કરતા કરતા મહારાજશ્રી ઈ. સ. ૧૯૨૫માં શ્રવણબેલગોડા પધાર્યા. દિગમ્બર, નિર્ઝન્થ નગ્ન મુનિ તરીકે શ્રવણબેલગોડાની આ એમની પહેલી યાત્રા હતી. તેમણે અહીં આવીને ધર્મસ્થાનકમાં મુકામ કર્યો. તેમની સાથે બીજા સાત મુનિઓ, ચાર ઐલક અને ચાર ક્ષુલ્લક હતા. એ વખતે શ્રવણબેલગોડામાં ગોમટેશ્વરજીના “મહામસ્તિષ્ક-અભિષેક'નો કાર્યક્રમ હતો. મહારાજશ્રી ગોમટેશ્વરમાં ડુંગર ઉપર પહોંચી ગયા. રાત્રિમુકામ ત્યાં જ કર્યો. બીજે દિવસે આ અભિષેકની વિધિ મૈસૂર રાજ્યના રાજા કૃષ્ણરાજના હસ્તે કરાવવાની વ્યવસ્થા ઇંદોરના સર હુકમીચંદે કરાવી હતી. રાજા કૃષ્ણરાજે ડુંગર ઉપર જઈને ગોમટેશ્વરની અભિષેકવિધિ કરી અને અને ત્યાં ઉપસ્થિત રહેલા શ્રી શાંતિસાગરજી વગેરે મુનિઓના આશીર્વાદ લીધા. આ પ્રસંગે શાંતિસાગરે એક વિચિત્ર ઘટના જોઈ. તેમના ગુરુ મહારાજ દેવેન્દ્રકીર્તિ – દેવપ્રાસ્વામી પણ ગોમટેશ્વરમાં ડુંગર ઉપર આ વિધિ વખતે પધાર્યા હતા. પરંતુ તેમણે શરીર ઉપર, કમરે એક વસ્ત્ર ધારણ કરેલું હતું. પોતાના ગુરુમહારાજને વસ્ત્ર ધારણ કરેલા જોઈને તેઓ આશ્ચર્ય સહિત વિચારમાં પડી ગયા. ગુરુમહારાજ પણ કંઈક સંકોચ અનુભવવા લાગ્યા. નીચે ઊતર્યા પછી ધર્મસ્થાનકમાં શાંતિસાગરજી પોતાના ગુરુમહારાજને એકાંતમાં મળ્યા. બંને વચ્ચે વાતચીત થઈ. શાંતિસાગરજીએ ગુરુમહારાજને વસ્ત્ર ધારણ કરવાનું કારણ પૂછ્યું. ગુરુમહારાજે કહ્યું કે, અહીં શ્રવણબેલગોડામાં રોજ સેંકડો જેન અને અજેન યાત્રિકો અને પ્રવાસીઓ આવે છે. એમાંથી ઘણા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રભાવક સ્થવિરો લોકો નગ્ન મુનિ તરીકે મને જોવા માટે મારી પાસે આવતા હતા. એથી કંઈક લજ્જા અને સંકોચને કારણે અને કંઈક લોકો ઓછા આવતા થાય એ કારણે મેં એક વસ્ત્ર ધારણ કરી લીધું હતું. પરંતુ આહાર લેતી વખતે, અન્ય ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે અને રાત્રે હું દિગમ્બર અવસ્થા ધારણ કરી લઉં છું.” શાંતિસાગરજીએ તેમને સમજાવ્યા કે લોકાચારને લક્ષમાં રાખી, લજ્જા અને સંકોચને કારણે દિગંબર મુનિ વસ્ત્ર ધારણ કરી લે એ બરાબર ન કહેવાય. દિગમ્બર મુનિ તો લજ્જા અને ભયથી પર હોવા જ જોઈએ. વ્યવહાર, ઉપચાર કે લોકાચારનો વિચાર કરવો એ દિગમ્બર મુનિને ન ઘટે. એટલા માટે જ દિગમ્બર મુનિને “શૂર' તરીકે ઓળખવામાં આવે છે. જે શૂરવીર હોય તે જ નગ્ન મુનિ થઈ શકે. ઉપસર્ગો અને પરીષહો તેને ડગલે ને પગલે સહન કરવાના આવે, પરંતુ તેથી ડરી જવાનું ન હોય. શ્રી શાંતિસાગર મહારાજના ઉપદેશની અસર એમના ગુરુમહારાજ ઉપર તરત પડી. તેમણે સરળતાપૂર્વક પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો. તેમણે પોતાના શિષ્ય શાંતિસાગર મહારાજ પાસે પ્રાયશ્ચિત્ત લેવાની માંગણી કરી. ગુરુ પોતાના શિષ્ય પાસે આચાર સંબંધે પ્રાયશ્ચિત્ત લેવા તત્પર થાય એ ઘટના જ વિરલ ગણાય. શાંતિસાગર મહારાજ પણ વિનયપૂર્વક અને યથાયોગ્ય રીતે પોતાના ગુરુ ભગવંતને આચારમાં સ્થિર કરવાની શુભ દૃષ્ટિથી નાનું સરખું પ્રાયશ્ચિત્ત આપ્યું. એથી એમના ગુરુ ભગવંત પોતાના દિગમ્બર મુનિના આચારમાં ફરી પાછા સ્થિર થઈ ગયા હતા. કુંભોજગિરિ, નાંદણી અને બાહુબલિમાં ચાતુર્માસ પછી શાંતિસાગરજી મહારાજશ્રીએ સમેતશિખરની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશની આ યાત્રા દરમિયાન એમને વિવિધ પ્રકારના અનુભવો થયા હતા. સમેતશિખરની યાત્રા માટે વિહાર કરતાં કરતાં મહારાજશ્રી જાન્યુઆરી મહિનામાં રાયપુર પધાર્યા હતા. કડકડતી સખત ઠંડીના એ દિવસો હતા. તેમ છતાં વસ્ત્રવિહીન અવસ્થામાં મહારાજશ્રી અને એમના શિષ્યને જોઈને જેનો ઉપરાંત અન્ય લોકોને પણ ઘણું આશ્ચર્ય થતું. મહારાજશ્રી રસ્તામાં નીકળતા ત્યારે પણ અનેક લોકો તેમનાં દર્શન માટે એકત્ર થતા. રાયપુરમાં ત્યારે એક અંગ્રેજ કલેક્ટર હતા. તેમણે તથા તેમનાં પત્નીએ પણ મહારાજશ્રીને Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ આ રીતે નગ્નાવસ્થામાં જોયા. તેમને માટે આવું દશ્ય નવું અને કૌતુક જગાવે એવું હતું. વળી એમની સંસ્કૃતિની દૃષ્ટિએ એમને એ દશ્ય અસભ્ય પણ લાગ્યું. કલેક્ટરની પત્નીએ પોતાના પતિને એ વિશે ફરિયાદ કરી. એટલે કલેક્ટરે પોલીસ દ્વારા મહારાજશ્રીને તથા એમના શિષ્યોને નગ્નાવસ્થામાં વિહાર બંધ કરવાનો હુકમ કર્યો. પરંતુ રાયપુરના કેટલાક વિદ્વાનો કલેક્ટર પાસે પહોંચ્યા. સાધુઓની દિનચર્યા કેવી હોય છે તે ગ્રંથો બતાવીને સમજાવ્યું. આવી સખત ઠંડીમાં પણ આવું કઠિન ધર્મમય જીવન દિગમ્બર મુનિઓએ જીવવાનું હોય છે એ જાણીને કલેક્ટરને બહુ આશ્ચર્ય થયું, એટલું જ નહિ, એનું હૃદયપરિવર્તન પણ થયું. તરત જ એમણે દિગમ્બર સાધુની સંચારબંધીનો હુકમ પાછો ખેંચી લીધો. મહારાજશ્રીને આવી રીતે નગ્નાવસ્થામાં વિહાર કરવામાં કાયદાની દૃષ્ટિએ ક્યારેક ક્યારેક મુશ્કેલીઓ પડી હતી, પરંતુ મહારાજશ્રીએ તે માટે ક્યારેય નમતું આપ્યું ન હતું. તેઓ કહેતા હતા કે “જરૂર પડશે તો હું અનશન કરીને દેહનો ત્યાગ કરીશ, પરંતુ આચારનો લોપ કાયદાને વશ થઈને ક્યારેય નહિ એક વખત મહારાજશ્રી વિહાર કરતા કરતા મધ્યપ્રદેશમાં મહાકોશલ પ્રાંતમાં સાગર નામના નગરમાં પધાર્યા. મહારાજશ્રીનો ઉપદેશ શ્રવણ કરવા માટે ભક્તો આવવા લાગ્યા. મહારાજશ્રી સાગર પાસે આવેલા દ્રોણગિરિ પર્વત ઉપર કોઈ કોઈ વખત જઈને આખી રાત ત્યાંના જિનમંદિરમાં ધ્યાનમાં બેસતા. વૈશાખ મહિનાની ગરમીના એ દિવસો હતા. મહારાજશ્રી રોજ પોતાની ધ્યાનની સાધના પૂરી થાય એટલે સવારે નીચે આવતા. નીચે આવવાનો સમય લોકો જાણતા અને એ સમયે લોકો તેમનાં દર્શન માટે તળેટીમાં એકત્ર થતા. એક દિવસ નિશ્ચિત સમય કરતાં ઘણો વધુ સમય લાગ્યો. એથી શ્રાવકોને ચિંતા થઈ. તેઓ પર્વત ઉપર જઈ તપાસ કરવાનો વિચાર કરતા હતા એટલામાં મહારાજશ્રી નીચે પધાર્યા. લોકોએ મોડું થવાનું કારણ પૂછ્યું. મહારાજશ્રીએ પહેલાં તો કશું કહેવાની અનિચ્છા દર્શાવી. પરંતુ પછી શ્રાવકોનો આગ્રહ થતાં એમણે કહ્યું કે, “હું ધ્યાનમાં હતો તે વખતે રાત્રે એક વાઘ મારી બાજુમાં આવીને બેસી ગયો. સૂર્યોદય થયો છતાં એ ખસતો નહોતો. એને મૂકીને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રભાવક સ્થવિરો આવવાની મારી ઈચ્છા નહોતી. એ ચાલ્યો ગયો એટલે હું નીચે આવ્યો.” મહારાજશ્રીના જીવનમાં એમના તપના પ્રભાવે ઘણા ચમત્કારિક પ્રસંગો બન્યા હતા, મહારાજશ્રીના આશીર્વાદથી કોઈનો કુષ્ઠરોગ ચાલ્યો ગયો હોય અથવા કોઈનું મૂંગાપણું ચાલ્યું ગયું હોય એવા પ્રસંગો પણ બન્યા છે. મહારાજશ્રીનું ચારિત્ર કેટલું નિર્મળ હતું અને એમના હૃદયમાં કરુણાભાવ કેટલો બધો હતો તે એ દર્શાવે છે. મહારાજશ્રી જ્યારે લલિતપુરમાં ચાતુર્માસ માટે પધાર્યા ત્યારે લોકોએ એમનું હર્ષપૂર્વક ભાવથી સ્વાગત કર્યું. મહારાજશ્રીને ગૃહસ્થાવસ્થાથી કઠોર તપશ્ચર્યાનો ઘણો સારો મહાવરો હતો. પાંચ-પંદર દિવસના ઉપવાસ એ એમને મન રમતની વાત હતી. લલિતપુરના ચાતુર્માસ દરમિયાન એમણે જાહેરાત કરી કે પોતે ચાતુર્માસ દરમિયાન સિંહવિક્રીડિત તપ કરશે. આ તપ ઘણું કઠિન છે. એમાં સિંહની જેમ પરાક્રમ કરવાનું–બળ દાખવવાનું હોવાથી તે સિંહવિક્રીડિત તપ કહેવાય છે. એમાં પંદર દિવસના ઉપવાસના પારણે પંદર દિવસના ઉપવાસ આવે છે અને એ રીતે ચાતુર્માસ દરમિયાન એ તપ કરવાનું હોય છે. આ રીતે સમગ્ર ચાતુર્માસ દરમિયાન આહાર લેવાના દિવસ ફક્ત ચાર કે પાંચ આવે. વળી દિગમ્બર આમ્નાય પ્રમાણે આહારને દિવસે જો કોઈ અંતરાય આવે તો મુનિઓ આહાર છોડી દે છે, એટલે પારણાને દિવસે મહારાજશ્રીને કોઈ અંતરાય ન આવે એ માટે શ્રાવકો બહુ ચિંતાતુર રહેતા અને પૂરી કાળજી રાખતા હતા. આ રીતે મહારાજશ્રીએ પોતાની તપશ્ચર્યા ચાલુ રાખી હતી. કોઈ કોઈ વખત એને લીધે એમને તાવ આવી જતો ત્યારે ગૃહસ્થો એમને એ તપશ્ચર્યા છોડી દેવા માટે આગ્રહભરી વિનંતી કરતા. પરંતુ મહારાજશ્રી પોતાના વ્રતમાં સર્વથા દઢ રહ્યા હતા. આમ લલિતપુરના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ સિંહવિક્રીડિતે તપશ્ચર્યા અદ્ભુત રીતે પાર પાડી હતી. એક વાર મહારાજશ્રી એક ગામની અંદર સ્થિર હતા. અને ધર્મસ્થાનકમાં સામાયિકમાં કાઉસગ્ગ ધ્યાનમાં બેઠા હતા. તેઓ એકાગ્ર ચિત્તે ધ્યાનમાં સ્થિર થઈ ગયા હતા. એ વખતે એવું બન્યું કે ત્યાં પાસે કોઈ કીડીનું દર હતું. કીડીઓ ત્યાંથી નીકળી. ઘડીકમાં સેંકડો કીડીઓ બહાર નીકળી આવી. કેટલીક કીડીઓ મહારાજશ્રીના શરીર ઉપર ચઢી ગઈ. દિગમ્બર નગ્ન મુનિના શરીર Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૭૧ ઉપર ચઢેલી કોઈ કોઈ કીડીઓ ચટકા મારવા લાગી તો પણ શાંતિસાગરજી પોતાના ધ્યાનમાંથી ચલિત થયા નહિ. એમ કરતાં કરતાં કીડીઓ વધતી ગઈ અને શાંતિસાગરજીના પગ નીચે ફરતી થઈ. કેટલીક કીડીઓ એમના પુરુષલિંગ સુધી પહોંચી અને કેટલીક કીડીઓ ત્યાં ચોંટી જઈને જોરથી ચટકા મારવા લાગી. એ ચટકા એટલા બધા ઉગ્ર હતા કે શાંતિસાગરજીના પુરુષ-લિંગમાંથી લોહી વહેવા લાગ્યું. પરંતુ તેમ છતાં તેઓ તો પોતાના ધ્યાનમાં જ નિમગ્ન હતા. જ્યારે તેઓ પોતાના ધ્યાનમાંથી જાગ્રત થયા ત્યારે જ તેમને ખબર પડી કે કીડીઓનો ઉપદ્રવ થયો છે અને પોતાના શરીરમાંથી લોહી પણ નીકળ્યું છે. આમ છતાં પોતે નિશ્ચલ બેસી રહ્યા કે જેથી કોઈ કીડી ચગદાઈ ન જાય. તેમણે કીડીઓને પોતાની મેળે ચાલી જવા દીધી બધી કીડીઓ ગઈ પછી તેઓ ઊભા થયા. કીડીઓએ એમના શરીરને ચટકા માર્યા અને લોહી પણ કાઢ્યું, પરંતુ તેઓ તો ચાલી જતી કીડીઓને કરુણાભરી નજરે જોતા રહ્યા હતા. મહારાજશ્રી પરિસ્થિતિ અને સમયાનુસાર ઉપદેશ આપતા. તત્ત્વજિજ્ઞાસુ વ્યક્તિઓ બેઠી હોય ત્યારે તેમની સાથે તેઓ આત્મતત્ત્વની વિચારણા કરતા. સામાન્ય સરેરાશ શ્રાવકો વ્યાખ્યાન સાંભળવા આવ્યા હોય ત્યારે તેઓ અહિંસાદિ બાર વ્રતો અને સદાચારની વાત કરતા. મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર ભારતનાં જંગલોમાંથી તેઓ જ્યારે જ્યારે પસાર થતા અને આદિવાસીઓના કોઈ સ્થળે મુકામ કરવો પડતો ત્યારે ત્યારે તેઓ આદિવાસીઓને ઉપદેશ આપતી વખતે પ્રાણીઓનો શિકાર ન કરવો, માંસાહાર ન કરવો, દારૂ જેવાં માદક પીણાં ન પીવાં, ચોરી ન કરવી અને પરસ્ત્રીગમન ન કરવું એ વિશે ઉપદેશ આપતા. તેમની ઉપદેશવાણી સરળ, મધુર અને હૃદયમાં સોંસરી ઊતરી જાય એવી રોચક અને સચોટ રહેતી, કારણ કે તેઓ જે કંઈ કહેતા તે એમના હૃદયમાંથી આવતું. એમના ઉપદેશમાં એમના ચારિત્રની સુવાસ રહેતી. દિગમ્બર સાધુઓનો વિહાર ઘણો વિકટ હોય છે. કેટલાક જૈનેતર લોકોને દિગમ્બર પરંપરાની પૂરી જાણકારી ન હોવાને કારણે દિગમ્બર સાધુઓ પ્રત્યે અકારણ દ્વેષ થતો હોય છે. એ લોકોએ આવું દશ્ય ક્યારેય જોયું હોતું નથી. અન્ય ધર્મીઓને પણ કેટલીક વાર ધર્મષની બુદ્ધિથી પણ ઝનૂન ચઢી આવતું હોય છે. આવી એક ઘટના ઈ.સ. ૧૯૩૦માં મહારાજશ્રી મધ્યપ્રદેશમાં ધવલપુર Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨. પ્રભાવક સ્થવિરો રાજ્યના રાજાખેડા નામના ગામમાં હતા ત્યારે બની હતી. રાજાખેડામાં મહારાજશ્રીના વ્યાખ્યાનનો પ્રભાવ ઘણો મોટો પડ્યો હતો. આસપાસનાં ગામોમાંથી પણ સેંકડો લોકો વ્યાખ્યાન સાંભળવા આવતા. નગ્ન સાધુઓનો આ ઉત્સવ જોઈને કેટલાક અજૈન લોકોને બહુ દ્વેષ થયો. તેઓએ જૈનો ઉપર હલ્લો કરવાનું કાવતરું કર્યું. લગભગ ૫૦૦ ગુંડાઓ હથિયાર લઈને હલ્લો કરવા આવી પહોંચ્યા. શ્રાવકોએ અગમચેતી વાપરી અને પોતાના સંરક્ષણ માટે તૈયારી કરી. તેમ છતાં આ હુમલામાં કેટલાક શ્રાવકો જખમી થયા. હુમલો કરીને ગુંડાઓ નાસી ગયા. આ વાતની જાણ થતાં ધવલપુરના રાજાએ તરત પોલીસ-ટુકડી મોકલી આપી. કેટલાક ગુંડાઓને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. આ વાતની ખબર પડતાં મહારાજશ્રીએ પોતે જાહેરાત કરી કે જ્યાં સુધી ગુંડાઓને જેલમાંથી છોડીને તેમને માફી આપવામાં નહિ આવે ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. મહારાજશ્રીના ઉપવાસ ચાલુ થયા. રાજ્યના અધિકારીઓ મહારાજશ્રી પાસે મસલત કરવા આવ્યા. મહારાજશ્રીએ કહ્યું કે, “સંસારમાં અમારે કોઈની સાથે શત્રુતા નથી. એટલે ગુંડાઓ જેલમાં હોય ત્યાં સુધી આહાર લેવાનું અમને કેવી રીતે ગમે ? છેવટે મહારાજશ્રીની આગ્રહભરી વિનંતીને માન આપીને રાજ્ય તરફથી ગુંડાઓને છોડી મૂકવામાં આવ્યા. મહારાજશ્રીએ ત્યારપછી પારણું કર્યું. આથી ગુંડાઓનાં હૃદયનું પરિવર્તન થયું અને પોતાની ભૂલ માટે મહારાજશ્રી પાસે આવીને તેઓએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી. ઉત્તર ભારતના વિહાર દરમિયાન મહારાજશ્રીએ હસ્તિનાપુર, અલ્વર, મહાવીરજી, જોધપુર, જયપુર આગ્રા વગેરે સ્થળે મુકામ કર્યો હતો. વિહાર દરમિયાન સ્થળે સ્થળે પંચકલ્યાણક મહોત્સવ, રથયાત્રા, વ્યાખ્યાન વગેરે દ્વારા ધર્મની સારી પ્રભાવના થઈ હતી. મહારાજશ્રીનાં દર્શન-વંદન માટે અને એમની વાણી-શ્રવણ માટે હજારે લોકો ઉમટતા હતા. સ્થળે સ્થળે જિનમંદિરના નિર્માણ માટે અથવા જીર્ણોદ્ધાર માટે, પાઠનાળાઓ માટે યોજનાઓ થતી રહી હતી. મહારાજશ્રી આગ્રા પધાર્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની આગળ તાજમહાલ જોવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મહારાજશ્રીએ તાજમહાલ જોવાની જરા સરખી પણ જિજ્ઞાસા બતાવી ન હતી, કારણ કે આત્માના સૌંદર્ય Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૭૩ પાસે તાજમહાલનું સૌંદર્ય કશી વિસાતમાં નથી. જેમણે આત્મકલ્યાણ કરવું છે તેમણે આવા ભૌતિક સૌંદર્યના દર્શનના પ્રલોભનમાં પડવાનું ન હોય એમ તેઓ સ્પષ્ટપણે માનતા હતા. એથી જ તેઓ તાજમહાલ જોવા ગયા ન હતા. મહારાજશ્રીને કેવળ કરવા ખાતર વાદવિવાદ કરવાનું ગમતું નહિ. તેઓને એમ સમજાય કે તેમની પાસે આવેલી વ્યક્તિ માત્ર ચર્ચા કરવા જ આવી છે તો તેવી ચર્ચા તેઓ ટાળતા. તેમને વિતંડાવાદમાં રસ નહોતો. આવી ચર્ચા ઉપસ્થિત થાય ત્યારે તેઓ તે ટાળીને પોતાના સ્વાધ્યાયમાં લાગી જતા. મહારાજશ્રીને જ્યારે લાગે કે વાતચીત કરવા આવનાર વ્યક્તિ સાચે જ જિજ્ઞાસુ છે તો તેની સાથે તેઓ મુક્ત મનથી તત્ત્વચર્ચા કરતા. મહારાજશ્રીનો સ્વાધ્યાય ઘણો ઊંડો હતો. એમનું વાંચન વિશાળ હતું. એમનું ચિતન-મનન ઘણું ગહન હતું. એમની સમક્ષ ધ્યેયની સ્પષ્ટતા હતી. એટલે બીજાને સમજાવવા માટે એમને બહુ વિસ્તાર કરવાની જરૂર પડતી નહિ. તેઓ એકાદ ધાર્મિક ઉદાહરણ આપીને સંક્ષેપમાં છતાં સ્પષ્ટતાથી સમજાવી શકતા. એક વખત મહારાજશ્રી એક ગામમાં સ્થિરતા કરીને રહ્યા હતા ત્યારે કેટલાક માણસોનું એક મોટું ટોળું તેમની પાસે આવીને બેઠું. આવનાર માણસો માત્ર જિજ્ઞાસાથી આવ્યા હતા. તેમનામાં કોઈ ધર્મના સંસ્કાર કે ધર્મની રુચિ નથી એમ વાતચીત પરથી જણાયું. તેઓ ઘણે દૂરથી આવ્યા છે એવું તેઓએ કહ્યું. તેઓમાંના મુખ્ય આગેવાને કહ્યું, “મહારાજશ્રી, અમે જિંદગીમાં કોઈ દિવસ આવી રીતે નગ્ન મુનિને જોયા નથી. બધાની વચ્ચે માણસ નગ્ન અવસ્થામાં હરતા-ફરતા હોય એનું અમને બહુ કુતૂહલ હતું. એટલે અમે અહીં આપને જોવા આવ્યા છીએ.” મહારાજશ્રીએ પ્રસન્નતાપૂર્વકનર્મ વિનોદ કરતાં કહ્યું, “ભાઈઓ, તમે આટલા બધા માઈલ ચાલવાનું કષ્ટ ખોટું લીધું. તમારા ગામમાં તમે કોઈ નગ્ન વાનરને જોઈ લીધો હોત તો તમારી જિજ્ઞાસા સંતોષાઈ જાત! આટલે દૂર આવવાની કાંઈ જરૂર નહોતી.” ક્યારેક પ્રસંગાનુસાર નર્મવિનોદપૂર્વક વાત કરવાની મહારાજશ્રીની જે રીત હતી તે આવા પ્રસંગ ઉપરથી જોવા મળે છે. દિગમ્બર મુનિઓને તેમની નગ્નાવસ્થાને કારણે રસ્તામાં વિહારની ઘણી તકલીફો પડતી હોય છે. સામાન્ય રીતે ગૃહસ્થ સમાજમાં કોઈ ગાંડો માણસ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રભાવક સ્થવિરો હોય તો તે રસ્તા ઉપર નગ્નાવસ્થામાં નીકળી પડે. પરંતુ પોલીસ પોતાની સત્તાથી તેને પકડી શકે. સમગ્ર દુનિયાનાં બધાં જ રાષ્ટ્રોમાં કાયદો છે કે માણસ નગ્નાવસ્થામાં રસ્તા ઉપર ફરી શકે નહિ. તેમ કરવા જાય તો તેની ધરપકડ થાય. આ કાયદો દિગમ્બર મુનિને લાગુ પડે કે કેમ ? એકંદરે તો દિગમ્બર મુનિઓ વહેલી સવારમાં અજવાળું થતાં પહેલાં વિહાર કરીને પોતાના મુકામે પહોંચી જતા હોય છે, એટલે આવો સંભવ ઓછો હોય છે. આહાર વગેરે માટે કે અન્ય પ્રસંગોએ દિવસ દરમિયાન તેઓને રસ્તા પર ચાલવાના નિમિત્તા પ્રાપ્ત થતાં હોય છે. તેમ છતાં શાંતિસાગરજી મહારાજે પોતાના દષ્ટાંતથી નક્કી કરાવી આપ્યું હતું કે દિગમ્બર મુનિને ગૃહસ્થનો એ કાયદો લાગુ પડી શકે નહિ. શાંતિસાગરજી મહારાજના જમાનામાં ભારતમાં અનેક દોશી રાજ્યો હતાં તથા અન્યત્ર બ્રિટિશ શાસન હતું. એટલે જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા કાયદા રહેતા. મુસલમાની રાજ્યોમાં તો વળી જૈન દિગમ્બર સાધુઓ માટે વધુ કડક કાયદા રહેતા. આવી એક ઘટના ઈસ્લામપુરા નામના નગરમાં બની હતી ત્યાં તેમના વિહાર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. નગ્ન સાધુને જોઈને પોતાના ધર્મના લોકોની લાગણી દુભાય છે એવું કારણ રાજ્ય તરફથી આપવામાં આવ્યું હતું. દેશી રાજ્યોમાં લોકશાહી ઢબે ન્યાયપદ્ધતિ જેવું એ જમાનામાં ઓછું હતું. એટલે એ વખતે આ પ્રતિબંધની સામે શાંતિસાગરજીએ આમરણ ઉપવાસ જાહેર કર્યા હતા. ચાર દિવસના ઉપવાસ થયા પછી વાતાવરણ ઘણું તંગ થયું હતું. રાજ્યકક્ષાએ ઘણો ઊહાપોહ મચ્યો હતો અને છેવટે રાજ્યને શાંતિસાગરજીના વિહાર પર ફરમાવેલા પ્રતિબંધને પાછો ખેંચી લેવો પડ્યો હતો. મહારાજશ્રીએ દક્ષિણ ભારત, મધ્યપ્રદેશ, ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં વ્યાપક વિહાર કર્યો હતો. દક્ષિણમાં હૈદ્રાબાદના નિઝામ રાજ્ય તરફથી પહેલાં દિગમ્બર સાધુઓના વિહાર ઉપર પ્રતિબંધ હતો, પરંતુ નિઝામ સરકારને સમજાવવાથી એ કાયદો કાયમ માટે રદ કરવામાં આવ્યો હતો. આવો પ્રશ્ન ફરી એક વાર ઉત્તર ભારતમાં ઉપસ્થિત થવાની શક્યતા Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૭૫ હતી. મહારાજશ્રી વિહાર કરતાં કરતાં દિલ્હી જવાના હતા. દિલ્હીમાં ત્યારે બ્રિટિશ રાજ્ય હતું. ભારતની આ રાજધાનીમાં ત્યારે કાયદાઓ વધુ કડક હતા. એટલે મહારાજશ્રીને ઘણા શ્રાવકોએ વિનંતી કરી કે તેઓ દિલ્હી ન પધારે તો સારું. પરંતુ મહારાજશ્રી પોતે અત્યંત મક્કમ હતા. તેમણે ભક્તોને કહ્યું કે, સરકાર મને વધુમાં વધુ શું કરી શકે? મૃત્યુની સજા કરી શકે. એ કરે તો પણ મને તેનો ડર નથી.” આથી મહારાજશ્રીએ દિલ્હી તરફ વિહાર કર્યો. નગ્ન સાધુ આવે છે એની જાણ થતાં તેમને અટકાવીને તેમની ધરપકડ કરવાની સૂચના અંગ્રેજ કલેક્ટર દ્વારા પોલીસને અપાઈ ચૂકી હતી. મહારાજશ્રી વિહાર કરતા દિલ્હી તરફ આવ્યા. રસ્તામાં પોલીસે તેમને અટકાવ્યા, પરંતુ નગ્ન સાધુ મહાત્માને શું કરવું તેની પોલીસને સમજણ ન પડી. ઘણો ઊહાપોહ મચ્યો. પરિસ્થિતિ અને ધાર્મિક પરંપરાને સમજતાં ગોરા કલેક્ટરને વાર લાગી નહિ. તેમણે તરત જ નગ્ન જૈન મુનિને રસ્તા ઉપર ચાલીને ગમે ત્યાં વિહાર કરવાની છૂટ આપી દીધી. આ કોઈ જેવો તેવો વિજય ન હતો. દિલ્હી જેવી રાજધાનીમાં આવી ઘટના બને એનો અર્થ જ એ કે ભારતના બીજા કોઈ પણ શહેરમાં બીજી કોઈ પણ સરકાર તેમને હવે અટકાવવાની હિંમત કરી શકે નહિ. મહારાજશ્રીએ આ રીતે ઉત્તર ભારતના અને ભારતના અન્ય પ્રદેશોમાં વિહાર કરીને દિગમ્બર મુનિચર્યાથી જૈન સમાજ ઉપરાંત અન્ય સમાજને પણ પરિચિત અને પ્રભાવિત કરી દીધો હતો. ઉત્તર ભારતમાં વિહાર કરીને ત્યારપછી મહારાજશ્રીએ રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, વ્યાવરમાં તથા ગુજરાતમાં પ્રતાપગઢ તથા ગોરલમાં ચાતુર્માસ કરી નાસિક પાસે ગજરંથા ઈ.સ. ૧૯૩૭માં પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. તેમના નિરતિચાર સંયમપૂર્ણ જીવન માટે અને તેમણે કરેલી ધર્મપ્રભાવના માટે ગજપથામાં એમને “ચારિત્ર ચક્રવર્તી' નું બિરુદ આપવામાં આવ્યું હતું. - આચાર્ય શાંતિસાગરજીના જીવનની એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના તે જૈન મંદિરોમાં હરિજનોના પ્રવેશ માટે ઘડાયેલા કાયદાનો પ્રતિકાર કરવા અંગેની છે. ઈ.સ. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે પછી જુદાં જુદાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રભાવક સ્થવિરો રાજ્યોમાં સામાજિક સુધારાઓ કરવા માટે નવા નવા પ્રગતિશીલ કાયદાઓ ઘડવામાં આવ્યા. એ વખતે ગુજરાત-મહારાષ્ટ્ર અને કર્ણાટકના રાજ્યો જુદાં નહોતાં. એ ત્રણે મળીને પહેલાંનું મુંબઈ રાજ્ય હતું. મુંબઈ રાજ્યની ધારાસભામાં તે વખતે એક કાયદો પસાર કરવામાં આવ્યો. તે મુજબ હરિજનોને હિન્દુ મંદિરોમાં કોઈ પણ પ્રકારની રોકટોક વિના પ્રવેશ કરવાનો હક્ક આપવામાં આવ્યો. હરિજનોને ત્યારે સામાજિક દૃષ્ટિએ બહિષ્કત ગણવામાં આવતા હતા. હિન્દુ મંદિરોમાં તેમને પ્રવેશવાની મનાઈ હતી. એટલે આવા કાયદાની આવશ્યકતા હતી. પરંતુ જૈન મંદિરો અને હિન્દુ મંદિરો વચ્ચે તફાવત છે. કાયદાનો અમલ કરનારા સરકારી અધિકારીઓ પણ એમ કહેવા લાગ્યા હતા કે જૈન મંદિર તે હિન્દુ મંદિર જ ગણાય. માટે આ નવા કાયદા દ્વારા જૈન મંદિરમાં પણ હરિજનોને પ્રવેશવાનો હક્ક છે. આચાર્ય શાંતિસાગરજી તે વખતે સોલાપુરમાં ચાતુર્માસ પૂરું કરીને કર્ણાટકમાં અકલુજ નામના ગામમાં પધાર્યા હતા. ત્યાં તેમનું ચાતુર્માસ પણ નક્કી થયું હતું. તેમણે મુંબઈ સરકારના આ કાયદાનો વિરોધ કર્યો અને સરકાર જ્યાં સુધી કાયદો પાછો ન ખેંચી લે ત્યાં સુધી પોતે અન્નત્યાગ (સંપૂર્ણ ઉપવાસ નહિ) જાહેર કર્યો. શાંતિસાગરજી મહારાજનું કહેવું એ હતું કે જૈન મંદિરનો હિન્દુ મંદિરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, કારણ કે જૈન ધર્મ અને હિન્દુ ધર્મ વચ્ચે તાત્ત્વિક દૃષ્ટિએ તફાવત છે. જૈન ધર્મની પરંપરા અને હિન્દુ ધર્મની પરંપરા સ્પષ્ટ રીતે ભિન્ન છે. જૈન ધર્મ વર્ણાશ્રમમાં માનતો નથી. એથી જ જૈન ધર્મની આરાધના કરવાની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેકને સરખી છૂટ છે. ઈતિહાસમાં એના ઘણા દાખલા છે. જૈન ધર્મમાં માનનાર હરિજનને જૈન ધર્મે ક્યારેય મંદિરમાં પ્રવેશવાનો ઈન્કાર કર્યો નથી. એટલે જૈન ધર્મ હરિજનોનો વિરોધી નથી. જૈન મંદિરમાં એની ક્રિયાવિધિ અનુસાર ઉપાસના કરનાર સર્વ કોઈને પ્રવેશવાની છૂટ છે. પરંતુ નવા કાયદા દ્વારા જે રીતે હિન્દુ મંદિરોમાં હરિજનોને પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે એવી રીતે જૈન ધર્મમાં ન માનનાર હરિજનોને કે બીજા કોઈને પણ જૈન મંદિરમાં પ્રવેશવાની છૂટ ન આપી શકાય, કારણ કે એમ કરવાથી જૈનોની ઉપાસના-વિધિમાં વિક્ષેપ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૭૭ પડે અને સંઘર્ષ થાય. જિજ્ઞાસા ખાતર જેમ ભારતના અન્ય ધર્મીઓ, યુરોપિયનો વગેરેને જૈન મંદિરમાં દાખલ થવા દેવામાં આવે છે તેવી રીતે જૈનધર્મમાં ન માનનાર હરિજનો પણ જિજ્ઞાસા ખાતર જૈન મંદિરની મુલાકાત લેવી હોય તો તે માટે પણ છૂટ હોય જ છે. એટલે કાયદામાં રહેલી આ વિસંગતિ દૂર થવી જોઈએ. શાંતિસાગરજી મહારાજના વિચારો તદ્દન સ્પષ્ટ હતા, પરંતુ લોકજુવાળ જુદી દિશાનો હતો. કાયદો પસાર થતાં મુંબઈ રાજ્યનાં કેટલાંય નગરોનાં હિન્દુ મંદિરોમાં ટોળાબંધ હરિજનોએ પ્રવેશ કર્યો. એક રીતે એ આવકાર્ય પગલું હતું. પરંતુ કર્ણાટકનાં કેટલાંક ગામોમાં શાંતિસાગરજી મહારાજના અનુરોધને લીધે હરિજનોને જૈન મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. પરંતુ અકલુજના જિલ્લા-અધિકારીએ રાતને વખતે જૈન મંદિરનું તાળું તોડાવી મહેતર, ચમાર વગેરે હરિજનોને દાખલ કરાવ્યા. એને લીધે રમખાણો થયાં, અને કેટલાક લોકોને ધરપકડ પણ થઈ. કાયદો મંદ ગતિએ ચાલે છે. એ દિવસોમાં અમુક વર્ગની લાગણીને માન આપી કાયદામાં તરત ફેરફાર કરવાનું વલણ પણ નહોતું. જૈનો તરફથી ઠેઠ કેન્દ્ર સરકાર સુધી આ બાબતમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ તેનું જલદી કંઈ પરિણામ આવ્યું નહિ. પરંતુ અકલૂજના બનાવ અંગે જેનો તરફથી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને મુંબઈની હાઈકોર્ટ સુધી એ કેસ પહોંચ્યો. તે વખતે ન્યાયાધીશ શ્રી એમ. સી. ચાગલા અને ન્યાયાધીશ શ્રી ગજેન્દ્રગડકરે સરકારની અને જેનોની એમ બંને પક્ષોની રજૂઆત અને દલીલો પૂરેપૂરી સાંભળીને એવો ચુકાદો આપ્યો કે જૈન મંદિર એ હિન્દુ મંદિર નથી. જેનોની ઉપાસના-વિધિ જુદી જ છે. એથી હરિજનોને કાયદા હેઠળ હિન્દુ મંદિરોમાં દાખલ થવાની જે છૂટ આપવામાં આવી છે તે જૈન મંદિરને લાગુ પડતી નથી. આમ હાઈકોર્ટનો ચુકાદો જેનોની તરફેણમાં આવ્યો. આચાર્ય શાંતિસાગરજી મહારાજ પોતાના વિચારોમાં કેટલાક સ્પષ્ટ, સાચા અને મક્કમ હતા તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે. અલબત્ત આ વિવાદમાં નિર્ણય આવતાં સમય ઘણો ગયો. કાયદો પસાર થયો ત્યારથી ૨૪ જુલાઈ ૧૯૫૧ના રોજ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યાં સુધી એટલે કે કુલ ૧૧૦૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રભાવક સ્થવિરો દિવસ પછી મહારાજશ્રીએ અન્નાહાર ન લીધો. અલબત્ત આ ત્રણેક વર્ષના ગાળા દરમિયાન અન્નાહારના ત્યાગને લીધે એમનું શરીર ઘણું ક્ષીણ થઈ ગયું હતું. પરંતુ એમનું આધ્યાત્મિક તેજ જરા પણ ઓછું થયું ન હતું. આટલા દિવસો દરમિયાન એમણે જુદા જુદા મંત્રોના કરોડો જાપ કર્યા હતા. ઈ.સ. ૧૯૫૨ના જૂન માસમાં ફલટણ શહેરમાં મહારાજશ્રીનો રાષ્ટ્રીય સ્તરે હીરક મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. પોતાના જીવનનાં ૮૦ વર્ષ તેમણે પૂરાં કર્યાં હતાં. ૮૧મું વર્ષ ચાલતું હતું. ત્રણ દિવસના એ મહોત્સવમાં ભારતભરમાંથી નામાંકિત વ્યક્તિઓ પધારી હતી. તેઓનાં પ્રાસંગિક વક્તવ્યો થયાં. હાજર ન રહી શકનાર ઘણા મહાનુભાવોના સંદેશાવાંચન ઉપરાંત ત્રણે દિવસ મહારાજશ્રીએ પોતાના ઉબોધનમાં જિન મંદિર, જિનવાણી, અહિંસાદિ મહાવ્રતો, દયા, પુરુષાર્થ વગેરેનું મહત્ત્વ સમજાવ્યું હતું. મહારાજશ્રી કુંથલગિરિમાં હતા તે વખતે એમણે શ્રાવકોને જિનાગમનું મહત્ત્વ સમજાવ્યું. તીર્થંકર ભગવાનની અનુપસ્થિતિમાં જિનવાણી દ્વારા જ જિનેશ્વર ભગવાનની ભક્તિ ઉત્તમ પ્રકારની થઈ શકે. મોક્ષમાર્ગને સમજવા માટે અને તેમાં આત્મવિકાસ સાધીને મોક્ષગતિ પામવા માટે જિનાગમ એ જ આ કાળમાં સર્વશ્રેષ્ઠ આલંબન છે. એટલા માટે એમણે જિનાગમનું મહત્ત્વ શ્રાવકોને સમજાવીને તે નષ્ટ ન થાય તથા તેની યોગ્ય જાળવણી થઈ શકે એ માટે શ્રુતવ્યવસ્થાની એક યોજના શ્રાવકો સમક્ષ રજૂ કરી. પખંડાગમ અને કસાયપાહુડ તથા તેના ઉપરની ટીકા “ધવલા' (૭૨૦૦૦ ગાથા), “જય ધવલા' (૬૦૦૦૦ ગાથા) અને “મહાબંધ મહાધવલા' (૪0000 ગાથા) એ ત્રણ સિદ્ધાંતગ્રંથોની લગભગ પોણા બે લાખ ગાથાઓ તામ્રપત્ર ઉપર કોતરાવવાની દરખાસ્ત રજૂ કરી એના ખર્ચ માટેની જવાબદારી કેટલાક શ્રેષ્ઠીઓએ અને સંઘે ઉપાડી લીધી. એ યોજના અનુસાર ઈ. સ. ૧૯૫૪માં મહારાજશ્રીના નામથી જિનવાણી જીર્ણોદ્ધાર સંસ્થા સ્થપાઈ અને તામ્રપત્રો કોતરવાનું કાર્ય ચાલુ થયું. તદુપરાંત ઈ. સ. ૧૯૫૪માં ફલટણમાં શ્રુતભંડાર અને ગ્રંથપ્રકાશન સમિતિની નિયુક્તિ કરવામાં આવી. ફલટણ શહેર દક્ષિણ ભારતમાં જેનોના કાશી તરીકે ઓળખાય છે. એટલે મહારાજશ્રીએ ફલટણ શહેરની પસંદગી કરી. આ રીતે મહારાજશ્રીએ શ્રુત-સંરક્ષણની અને આગમગ્રંથોના જીર્ણોદ્ધારની Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ ૨૭૯ કાયમી યોજના કરાવી. મહારાજશ્રીના હસ્તે થયેલાં મહત્ત્વનાં ઐતિહાસિક કાર્યોમાં આ પણ એક મહત્ત્વનું કાર્ય હતું. આશરે ૨૬૬૪ તામ્રપત્રો ઉપર આ ગ્રંથો કોતરવામાં આવ્યા. એટલા તામ્રપત્રોનું વજન લગભગ પચાસ મણ જેટલું થાય. તામ્રપત્રો કોતરાવવા ઉપરાંત મહારાજશ્રીએ રત્નકરંડ શ્રાવકાચાર, સમયસાર, સવાર્થસિદ્ધિ, અનગાર ધર્મામૃત, સાગારધર્મામૃત, મૂલાચાર વગેરે ગ્રંથો છપાવીને પ્રકાશિત કરવાની યોજના પણ કરી. મહારાજશ્રીનો જીવનકાળ જેમ ભવ્ય હતો તેમ તેમનો અંતકાળ પણ ભવ્ય હતો. આવા ત્યાગી અને જ્ઞાની જૈન મહાત્માઓ સ્વેચ્છાપૂર્વક દેહનું વિસર્જન કરતા હોય છે. મહારાજશ્રી કુંથલગિરિમાં ઈ. સ. ૧૯૫૩માં ચાતુર્માસ કર્યા પછી ફલટણ પધાર્યા હતા. ફલટણમાં ચાતુર્માસ કરી તેઓ ફરી પાછા કુંથલગિરિ પધાર્યા. ત્યારે તેમની ઉંમર ૮૩ વર્ષની થઈ ગઈ હતી. તેમનું સ્વાથ્ય પહેલાં જેવું હવે સારું રહેતું ન હતું. આંખે મોતિયો આવી ગયો હતો. ઓપરેશન કરાવવામાં કદાચ બંને આંખો જાય એવું જોખમ હતું. મહારાજશ્રી બારામતીમાં હતા ત્યારે જ તેમને લાગ્યું હતું કે હવે પોતાનું શરીર ધર્મારાધના માટે પહેલાં જેવું સારું રહ્યું નથી. શરીર જ્યારે સારું ન રહેતું હોય ત્યારે આચારધર્મના પાલનમાં પણ બળ અને ઉત્સાહ ઓછો થાય. આચાર્યશ્રી નિરતિચાર સાધુજીવન જીવ્યા હતા અને અંત સુધી તે પ્રમાણે જીવવા ઈચ્છતા હતા. એટલે જ પોતાના આચારમાં શિથિલતા આવે તેના કરતાં દેહત્યાગ કરવો એ એમને મત વધુ સારો અને સાચો વિકલ્પ હતો. એટલે ઈ. સ. ૧૯૫૫માં તેઓ જ્યારે કંથલગિરિ પધાર્યા ત્યારે સંલેખના વ્રત લેવાની પોતાની ઈચ્છા એમણે જાહેર કરી. પહેલાં નિયમ સંલેખના' વ્રત લીધું. આ વ્રત મર્યાદિત કાળનું હોય છે અને આમરણાંત સંખનાદ્રત માટેની પૂર્વતૈયારીરૂપે હોય છે. એથી વ્યક્તિને પોતાને ખ્યાલ આવી જાય છે કે પોતે સારી રીતે આમરણાંત સંલેખના વ્રત પાળી શકશે કે કેમ ? એ દિવસો દરમિયાન મહારાજશ્રી ઉપવાસ કરતા અને વચ્ચે વચ્ચે કોઈ કોઈ દિવસ બે કોળિયા જેટલો આહાર કરતા. ત્યાર પછી મહારાજશ્રીએ ૧૫મી ઑગસ્ટ, ૧૯૫૫ના દિવસે યમ સંલેખના વ્રત” (મારણાંતિક સંખના વત) Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રભાવક સ્થવિરો જાહેર કર્યું. સંલેખનામાં સત્તર પ્રકારનાં જે મરણ શાસ્ત્રકારોએ ગણાવ્યાં છે તેમાંથી પોતે “ઈંગિની મરણના પ્રકારનું વ્રત સ્વીકાર્યું હતું. આ પ્રકારના સંલેખના વ્રતમાં ઊઠ-બેસ કરવાની તથા ઈશારો વગેરે કરવાની તથા જરૂર પડે બોલવાની છૂટ હોય છે. સંલેખનાની જાહેરાત થતાંની સાથે મહારાજશ્રીના ભક્તો એમનાં અંતિમ દર્શનને માટે ચારે બાજુથી આવવા લાગ્યા. ઉપવાસ ચાલુ થતાં મહારાજશ્રીની તબિયત ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. તેઓ રોજ યથાશક્તિ ઉપદેશ આપતા. આ સમય દરમિયાન એમણે પોતાના પછી સમુદાયના વડા તરીકે પોતાના પ્રથમ શિષ્ય વીરસાગર મહારાજને આચાર્ય તરીકે ઘોષિત કર્યા. વિરસાગર મહારાજ ત્યારે જયપુરમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન હતા. એમને ત્યાં સંદેશો પહોંચાડવામાં આવ્યો. મહારાજશ્રીના અન્ય કેટલાક શિષ્યો એમની સેવા-શુશ્રુષામાં લાગ્યા હતા. મહારાજશ્રી કુંથલગિરિમાં રોજ સવારે ડુંગર ઉપર દર્શન કરવા જતા. સંખના વતની જાહેરાત પછી ત્રણેક દિવસ પછી તેઓ ઉપર જ એક ગુફામાં સ્થિર થઈ ગયા. ત્યાં સંલેખના દરમિયાન તેઓ સામાયિક, ભક્તિપાઠ, અભિષેકદર્શન વગેરે ક્રિયાવિધિ કરતા-કરાવતા. તેમણે સર્વ લોકોની સાથે ક્ષમાપના કરી લીધી. વચમાં એક દિવસ એમણે બ્રહ્મચારી ભરમાપ્પાને સુલકની દીક્ષા આપી. એમનું નામ સિદ્ધસાગર રાખવામાં આવ્યું. મહારાજશ્રી ઘણુંખરું પદ્માસનસ્થ રહેતા. તેઓ ધ્યાનમાં રહેતા અથવા સ્તોત્ર સાંભળતા કે જાપ કરાવતા. આ રીતે એક પછી એક દિવસ ઉલ્લાસપૂર્ણ ધર્મમય વાતાવરણમાં પસાર થતો હતો. એમ કરતાં કુલ પાંત્રીસ દિવસ થયા. તા. ૧૮મી સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ સૂર્યોદય પછી સવારે ૬-૫૦ વાગે એમણે દેહ છોડ્યો. એ વખતે મહારાજશ્રીના મુખમાં પણ મંદ સ્વરે ૐકારનું રટણ ચાલતું હતું. આસપાસ બેઠેલા ભક્તો તે વખતે ભક્તામર સ્તોત્રના શ્લોકોનું ઊંચે સ્વરે પઠન કરાવતા હતા. “કુંદાવદાત” શ્લોકના પઠન વખતે મહારાજશ્રીએ દેહ છોડ્યો. જ્યોતિષની દૃષ્ટિએ રવિવારના એ દિવસે અમૃતસિદ્ધિ યોગ હતો. મહારાજશ્રી કાળધર્મ પામ્યાના સમાચાર સમગ્ર ભારતમાં પ્રસરી ગયા. નજીકનાં ગામોમાંથી હજારો લોકો અહીં આવી પહોંચ્યા હતા. એમની પાલખી Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ તૈયાર કરવામાં આવી અને બપોરે બે અને પાંચ મિનિટે એમના પાર્થિવ દેહને ચંદનકાષ્ઠની ચિતા ઉપર વિધિપૂર્વક અગ્નિદાહ દેવામાં આવ્યો. મહારાજશ્રીનો પાર્થિવ દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો. મહારાજશ્રીના સ્વર્ગારોહણ પછી કુંથલગિરિમાં પાંચ સપ્તાહનો સમાધિમરણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. તે વખતે મહારાજશ્રીના ઘણા ભક્તોએ ત્યાં આવીને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. આમ, આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજે પોતાના સુદીર્ઘ ચારિત્રપર્યાય દરમિયાન જૈન ધર્મની ઘણી મોટી પ્રભાવના કરી. સ્વાધ્યાય, તપશ્ચર્યા, જપ, ધ્યાન અને સંલેખના દ્વારા આત્મકલ્યાણ સાધવા સાથે તેમણે દિગમ્બર મુનિનું ઉત્તમ, આદર્શરૂપ દૃષ્ટાંત પૂરું પાડ્યું. એમણે પોતે તો પોતાનું કોઈ સ્મારક રચવાની ના પાડી હતી, છતાં એમના ઋણના સ્વીકારૂપે એમના નામથી સ્થળે સ્થળે સંસ્થાઓ સ્થપાઈ. ૨૦૧ ગત શતકના મહાન આચાર્યોમાં સ્વ. પૂ. શ્રી શાંતિસાગરજી મહારાજનું અપ્રતિમ જીવન અને કાર્ય સૌને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે ! Page #311 -------------------------------------------------------------------------- ________________ [૧૨]l] શ્રી અજરામર સ્વામી સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયેલા મહાત્માઓમાં સ્વ. પૂ. શ્રી અજરામરજી સ્વામીનું સ્થાન અનોખું છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન ધર્મના ક્ષેત્રે ભગીરથ કાર્યો કર્યા હતાં. એમણે જૈનદર્શન ઉપરાંત અન્ય ભારતીય દર્શનોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમનામાં સાંપ્રદાયિકતા, સંકુચિતતા કે કટ્ટરતા રહી નહોતી. તેઓ બહુ ઉદાર અને સમન્વયકારી દૃષ્ટિ ધરાવતા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ તેઓ ઘણું વિચાર્યા હતા. કચ્છમાં પણ વાગડ વિસ્તાર ઉપર તેમનો ઘણો મોટો પ્રભાવ રહ્યો હતો. તેમના જીવન વિશે કેટલીક માહિતી મળે છે. તે ઉપરથી શતાવધાની પંડિત રત્નચંદ્રજી મહારાજે તેમનું જીવનચરિત્ર લખેલું છે અને તેમના વિશે “ભક્તામર પાદપૂર્તિની રચના સંસ્કૃત શ્લોકમાં કરેલી છે. અજરામરસ્વામીનો જન્મ વિ. સં. ૧૮૦૯ના જેઠ સુદ ૯ના દિવસે જામનગર પાસે પડાણા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ માણેકચંદ હતું, માતાનું નામ કંકુબાઈ હતું, તેઓ જ્ઞાતિએ વીસા ઓસવાલ હતા. અજરામરસ્વામીનું જન્મનામ પણ અજરામર હતું. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. દુઃખી થયેલાં વિધવા માતા કંકુબાઈ ધર્મ તરફ વળ્યાં હતાં. બાલક અજરામરે ગામઠી નિશાળમાં ભણવાનું ચાલુ કર્યું હતું. પોતાની માતા રોજ ઉપાશ્રયે ગુરુમહારાજ પાસે જતાં ત્યારે સાથે તેમને પણ લઈ જતાં. માતા કંકુબાઈને રોજ સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. તેમને સૂત્રો વગેરે આવડતાં નહોતાં, પરંતુ સ્થાનકમાં જઈ બીજા બોલે તે સાંભળીને તેઓ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં. એક દિવસ બહુ જ વરસાદ પડ્યો. એથી સ્થાનકે જવાનું શક્ય નહોતું. એટલે માતા કંકુબાઈ ઉદાસ બની ગયાં હતાં. પ્રતિક્રમણનો પોતાનો નિયમ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજરામરજી સ્વામી Page #313 -------------------------------------------------------------------------- ________________ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજરામરસ્વામી ન તૂટશે એવું તેમને લાગતું હતું. તે વખતે માતાની અસ્વસ્થતા બાળક અજરામર કળી ગયો. એમણે માતાની અસ્વસ્થતાનું કારણ જાણીને માતાને કહ્યું, ‘મા ! તમે ચિંતા ન કરો. હું તમને આખું પ્રતિક્રમણ સૂત્રો બોલીને કરાવીશ.’ માતાએ એ સાચું માન્યું નહિ. પરંતુ અજરામરે કહ્યું કે પોતે રોજ સ્થાનકે સાથે આવે છે એટલે આખું પ્રતિક્રમણ પોતાને મોઢે થઈ ગયું છે. છ વર્ષના બાળકે જ્યારે માતાને આખું પ્રતિક્રમણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરાવ્યું ત્યારે માતાને બહુ આશ્ચર્ય થયું. પોતાનો પુત્ર આટલો બધો તેજસ્વી છે એવી ત્યારે એમને ખાતરી થઈ. એમના મનમાં એવી ભાવના પણ જાગી કે પોતાનો દીકરો મોટો થઈને કોઈ મહાન સાધુ-મહાત્મા બને તો કેવું સારું ! માતાને પોતાને પણ દીક્ષા લેવાની ભાવના થઈ હતી. વિ. સં. ૧૮૧૮ માં હીરાજીસ્વામી અને કાનજીસ્વામી લીંબડીથી વિહાર કરીને ગોંડલ પધાર્યા હતા. ત્યાં તેમનું ચાતુર્માસ હતું. કંકુબાઈ અને અજરામર હીરાજીસ્વામી પાસે ગોંડલ પહોંચ્યાં. દીક્ષા લેવાની પોતાની અને બાળકની ભાવના છે એવી તેમણે ઇચ્છા દર્શાવી. હીરાજીસ્વામીજીએ એ માટે કેટલોક સમય થોભી જવાનું કહ્યું અને અજરામરને પોતાની પાસે અને કંકુબાઈને જેઠીબાઈ મહાસતીજી પાસે રહીને શાસ્ત્રાભ્યાસ કરવાની વ્યવસ્થા કરી. ચાતુર્માસ પછી અન્યત્ર વિહાર કરી સં. ૧૮૧૯માં હીરાજીસ્વામી ફરી ગોંડલ પધાર્યા અને ગોંડલમાં કંકુબાઈ તથા બાળક અજરામરને દીક્ષા આપવામાં આવી. ગોંડલ માટે આ એક ભવ્ય પ્રસંગ બની ગયો. ગોંડલના નરેશે પણ આ પ્રસંગે ઉત્સાહપૂર્વક રસ લઈ રાજ્ય તરફથી સારો સહકાર આપ્યો હતો. દીક્ષા પછી અજરામર કાનજીસ્વામીના શિષ્ય થયા અને કંકુબાઈ જેઠીબાઈ મહાસતીજીનાં શિષ્યા બન્યાં. ૨૮૩ બાળક અજરામર બહુ તેજસ્વી હતા. એમની મુખમુદ્રા જોતાં જ, એમના ભવ્ય લલાટ ઉપર નજર પડતાં જ અને એમની તીક્ષ્ણ આંખો જોતાં જ જોનારને આ કોઈ અસામાન્ય બાળક છે એવી ખાતરી તરત જ થઈ જતી. માતા કંકુબાઈ અને બાળક અજરામર જ્યારે ગોંડલમાં હીરાજીસ્વામી અને કાનજીસ્વામી પાસે દીક્ષા લેવાની ભાવનાથી આવ્યાં હતાં ત્યારે બાળક અજરામર ઉપાશ્રયેથી કોઈ જુદા જુદા ગૃહસ્થના ઘરે જમવા માટે જતા-આવતા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રભાવક સ્થવિરો ત્યારે ગોંડલની વૈષ્ણવ હવેલીના ગોસાંઈજી મહારાજની તેના ઉપર નજર પડી. એ તેજસ્વી બાળકને બોલાવીને તેની સાથે વાતચીત કરતાં બાળક દીક્ષા લેવાના છે એ વાત જાણીને આવા તેજસ્વી બાળક પોતાની હવેલીમાં આવીને રહે અને પોતાના ઉત્તરાધિકારી બને એવો વિચાર તેમને થયો. એ માટે તેમણે બાળક પાસે દરખાસ્ત મૂકી જોઈ અને હવેલીમાં રહેવાથી કેવાં સરસ વસ્ત્રાભૂષણ પહેરવા મળશે, કેવું સરસ ખાવા-પીવાનું મળશે અને કેટલી મોટી મિલકતના વારસદાર થવાશે તે બતાવ્યું. પરંતુ બાળક અજરામર તેનાથી જરાપણ લલચાયો નહિ. તેમને તો ત્યાગ-વૈરાગ્યમાં જ પોતાને રસ છે અને સંયમનો માર્ગ જ પોતે ગ્રહણ કરવા માગે છે તેના ઉપર ભાર મૂક્યો. બાલ્યકાળમાં પણ અજરામરની દૃષ્ટિ કેટલી સાચી, સ્વસ્થ અને સ્થિર હતી તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાશે. દીક્ષા પછી અજરામરસ્વામીએ પોતાનો અભ્યાસ વધારી દીધો. જુદે જુદે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યા પછી પૂ. શ્રી હીરાજીસ્વામીને એવી ભાવના થઈ કે બાલમુનિને વધુ અભ્યાસ કરાવવા માટે સુરત તરફ વિહાર કરવો, કારણ કે સુરતમાં ત્યારે સારા પંડિતો હતા. વિ. સં. ૧૮૨૬માં પૂ. શ્રી હરાજીસ્વામી, પૂ. શ્રી કાનજીસ્વામી અને બાળમુનિ પૂ. શ્રી અજરામરસ્વામી ચાતુર્માસ પછી ભરૂચથી સુરત તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ નર્મદા નદી ઓળંગવા માટે એના રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા હતા. નદી ઓળંગી તેઓ સામે એક વૃક્ષની છાયામાં થાક ખાવા બેઠા હતા. એ વખતે સુરતનિવાસી ખરતરગચ્છના શ્રીપૂજ્ય યતિશ્રી ગુલાબચંદજી પણ ભરૂચથી સુરત પાછા ફરી રહ્યા હતા. એમણે રેતીમાં મોટાં પગલાંની સાથે નાનાં પગલાં પણ જોયાં. તેઓ સમર્થ લક્ષણવત્તા હતા. પગલાં જોતાં જ તેમને થયું કે આ કોઈ તેજસ્વી બાળકનાં પગલાં છે. સામે કિનારે પહોંચી તેમણે હીરાજીસ્વામી વગેરેને વૃક્ષ નીચે જોયા એટલે વંદન કરી પૂછ્યું, “મહારાજ! આપ ક્યાંથી પધારો છો ? કઈ બાજુ વિહાર કરવાના છો ?' હીરાજીસ્વામીએ પોતે લીંબડીથી વિહાર કરી સુરત જઈ રહ્યા છે તેની વાત જણાવી. વળી બાળમુનિને સંસ્કૃત ભાષાસાહિત્ય તથા દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવાની ભાવના છે એ પણ કહ્યું. શ્રીપૂજ્ય ગુલાબચંદજીએ પોતાનો Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજરામરસવામી ૨૮૫ પરિચય આપ્યો અને પગલાં ઉપરથી અને બીજાં શરીરલક્ષણ ઉપરથી બાળમુનિ બહુ વિદ્વાન અને તેજસ્વી થશે તેની આગાહી કરી. વળી કહ્યું કે તેમને જો વિદ્યાભ્યાસ કરવો હોય તો સુરતમાં પોતે વિદ્યાભ્યાસ કરાવશે. એથી હીરાજીસ્વામી અને બીજા સાધુઓએ પ્રસન્નતા અનુભવી. પૂજ્યશ્રી ગુલાબચંદજી મૂર્તિપૂજક સંપ્રદાયના ખરતરગચ્છના યતિ હતા. એક સ્થાનકવાસી બાળમુનિને અભ્યાસ કરાવવાનો હતો. એક મૂર્તિપૂજક સંપ્રદાયના યતિશ્રી પોતાના સ્થાનકવાસી સંપ્રદાયના બાળમુનિને અભ્યાસ કરાવે એની સામે હીરાજીસ્વામી અને કાનજીસ્વામીને જરા પણ વાંધો નહોતો. બીજી બાજુ યતિશ્રી ગુલાબચંદજીએ મૂર્તિપૂજક સંપ્રદાયના પોતે હોવા છતાં બાળમુનિને અવશ્ય અભ્યાસ કરાવશે તેવી ખાતરી આપી. સુરતમાં જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ થયો ત્યારે અન્ય સંપ્રદાયના સાધુને વિદ્યાભ્યાસ કરાવવા માટે સમાજમાં થોડો ખળભળાટ પણ મચ્યો. પરંતુ તેની ખાસ કંઈ અસર થઈ નહિ. ગુલાબચંદજીએ બહુ જ ઉત્સાહથી બાળમુનિને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, જ્યોતિષ વગેરે ઘણા વિષયોનું અધ્યયન કરાવ્યું. વળી સાંખ્ય, વેદાંત વગેરે દર્શનનો પણ અભ્યાસ કરાવ્યો અને “ન્યાયાવતાર', સ્યાદ્વાદ રત્નાકર' વગેરે ગહન અને કઠિન ગ્રંથો પણ ભણાવ્યા. આવા અધ્યયનમાં ઘણાં વર્ષ લાગે અને એક જ સ્થાનક કે ઉપાશ્રયમાં વધુ ચોમાસાં કરવાનું યોગ્ય ન ગણાય એટલે હરાજીસ્વામીએ સુરતનાં પરાંઓમાં જુદે જુદે સ્થળે એમ છ ચોમાસાં કર્યા. આ રીતે બાલમુનિ અજરામરસ્વામીને વિદ્યાભ્યાસ કરવામાં સુરતમાં સતત છ ચોમાસાં કરવા પડ્યાં, પરંતુ એથી એમને સળંગ અભ્યાસ કરવાનો ઘણો બધો લાભ થયો. શ્રીપૂજ્ય મંત્રતંત્ર અને ગુપ્તવિદ્યાઓના પણ સમર્થ જાણકાર હતા. અજરામરસ્વામી યોગ્ય અધિકારી પાત્ર છે એવી ખાતરી થયા પછી તેમણે મંત્રતંત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિની ગુપ્ત વિદ્યાઓ અને વિધિ-આમ્નાય પણ અજરામરસ્વામીને શિખવાડી. અજરામરસ્વામીએ આ છ વર્ષના ગાળા દરમિયાન વિદ્યાભ્યાસ કરતાં કરતાં કેટલીયે નોંધો ઉતારી લીધી હતી. વળી તેઓ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે શ્રીપૂજ્ય ગુલાબચંદજીએ પોતાના વિશાળ સંગ્રહમાંથી ૩૦૦ જેટલી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રભાવક સ્થવિરો મહત્ત્વની પોથીઓ પોતાની સાથે લઈ જવા માટે અજરામર સ્વામીને આપી હતી. (આ બધી પોથીઓ અને અજરામરસ્વામીના પોતાના હાથે લખેલી પ્રતો લીંબડીના જ્ઞાનભંડારમાં આજે પણ સચવાયેલી છે.) આમ અજરામરસ્વામીના વિદ્યાભ્યાસ નિમિત્તે સુરતનો મૂર્તિપૂજક સમુદાય અને સ્થાનકવાસી સમુદાય બંને ઉદારદિલથી એકબીજાની વધુ નજીક આવ્યા. એને જ કારણે અજરામરસ્વામીની માત્ર જૈન સંપ્રદાયો પૂરતી જ નહિ, જૈન અને જેનેતર ધર્મો વચ્ચે પણ વિશાળ અને ઉદાર દૃષ્ટિ ખીલી હતી. અજરામરસ્વામીનું વ્યક્તિત્વ એવું પવિત્ર અને ઉદાત્ત હતું કે એમની ઉપસ્થિતિમાં સાંપ્રદાયિક સંકુચિતતાની વાત ટકી શકતી નહિ. યુવાન અજરામરસ્વામી ઊંડો શાસ્ત્રાભ્યાસ કરીને જ્યારે લીંબડી પધાર્યા હતા ત્યારે લીંબડીના લોકોએ તેમના પ્રત્યે ઘણો બધો આદરભાવ દર્શાવ્યો હતો. પરંતુ અજરામરસ્વામીએ કહ્યું કે પોતે જ્ઞાનમાં હજુ અધૂરા છે અને તેની ઇચ્છા માળવામાં વિચરતા શ્રી દોલતરામજી મહારાજ પાસે આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવાની છે. એ માટે કાં તો તેઓ કાઠિયાવાડમાં પધારે અને કાં તો પોતે તેમની પાસે જઇને અભ્યાસ કરવો જોઇએ. સંઘે વિચાર્યું કે જો દોલતરામજી મહારાજ ઝાલાવાડમાં પધારે તો બીજા લોકોને પણ લાભ મળે. એ માટે ખાસ માણસ મોકલીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી શ્રી દોલતરામજી મહારાજને વિનંતી કરવામાં આવી. શ્રી દોલતરામજી મહારાજે એનો સ્વીકાર કર્યો. તેઓ પોતાના શિષ્ય-સમુદાય સાથે અમદાવાદ થઈને લીંબડી પધાર્યા. ઝાલાવાડમાં તેઓ બે વરસ વિચર્યા અને અજરામરસ્વામીએ તેમની પાસે આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પાછા ફર્યા ત્યારે અજરામરસ્વામીએ તેમને પોતાના ગ્રંથસંગ્રહમાંથી કેટલાક ઉત્તમ મૂલ્યવાન ગ્રંથો ભેટ આપ્યા હતા. અજરામરસ્વામી શાસ્ત્રજ્ઞાતા થયા હતા અને શાસનનો ભાર ઉપાડી શકે એવા તેજસ્વી હતી. એ જોઈ સંઘે વિ. સં. ૧૮૪૫માં લીંબડીમાં મોટું સંમેલન યોજી એમને ૩૫ વર્ષની યુવાન વયે આચાર્યપદે સ્થાપ્યા હતા. ત્યારે સંપ્રદાયમાં જે કંઈ શિથિલતા હતી તે દૂર કરવા એમણે જબરો પુરુષાર્થ કર્યો હતો. મહાસતીજીઓના વિદ્યાભ્યાસ માટે પણ તેમણે પ્રબંધો કરાવ્યા હતા. તેમના વ્યક્તિત્વમાં સરળતા, નમ્રતા, વત્સલતા, મધુરતા, ઉદારતા, ગંભીરતા વગેરે Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજરામર સ્વામી ૨૮૭ ગુણો એવા વિકસ્યા હતા કે જેન–જેનેતર એવા અનેક લોકો તેમના ચાહક બન્યા હતા. અજરામરસ્વામીની સાધના ઘણી ઊંચી હતી. તેમનામાં આત્મબળ પણ ઘણું હતું. આવી વિભૂતિઓના જીવનમાં કેટલાક ચમત્કારના પ્રસંગો બને તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે એક વખત અજરામર સ્વામી જામનગરથી કચ્છ જવા માટે માળિયા ગામે પધાર્યા. ત્યાંથી તેઓ રણ ઊતરીને વાગડ તરફ જતા હતા તે વખતે રસ્તામાં લૂંટારુઓની એક ટોળી મળી. અજરામરસ્વામીએ લૂંટારુઓને કહ્યું કે, પોતે બધા સાધુઓ છે અને તેમની પાસે કોઈ માલમિલકત નથી, તો પણ લૂંટારુઓએ તેમને શરીર પર એક જ વસ્ત્ર રાખીને, બાકીનાં વસ્ત્રો, પાતરાંઓ, પોથીઓ વગેરે બધું આપી દેવા તોછડાઇથી હુકમ કર્યો. લૂંટારુઓ કોઈ રીતે માનવા તૈયાર ન હતા. તે વખતે પરિસ્થિતિ જોઈ અજરામરસ્વામીએ મંત્રોચ્ચાર કર્યો. એથી લૂંટારુઓ ચંભિત થઈ ગયા અને આંખે દેખતા બંધ થઈ ગયા. ગભરાઈ ગયેલા લૂંટારુઓ માફી માગવા લાગ્યા એટલે ફરી ક્યારેય તેઓ લૂંટ નહિ કરે તેવી પ્રતિજ્ઞા તેમની પાસે અજરામર સ્વામીએ લેવડાવી હતી. પછી તો એ લૂંટારુઓ પણ સ્વામીજીના ભક્ત બની ગયા હતા. બીજા એક પ્રસંગે અજરામરસ્વામી પોતાના શિષ્યો સાથે કચ્છથી વિહાર કરીને લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જંગલમાંથી એક સિંહ સામેથી દોડતો આવ્યો. તે વખતે શિષ્યો ગભરાઈ ગયા, પરંતુ સ્વસ્થતાપૂર્વક ચાલતા સ્વામીજીએ શિષ્યોને નવકારમંત્રનું રટણ કરતાં કરતાં પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું, એથી સિંહ ત્યાં જ બેસી ગયો અને આક્રમણ કરવાને બદલે એકીટશે સ્વામીજીને નિહાળતો રહ્યો હતો. વિ. સં. ૧૮૪૬માં અજરામરજી સ્વામીએ બીજી વાર માળિયાથી વિહાર કરીને કચ્છનું રણ ઊતરીને એક ગામમાં મુકામ કર્યો હતો. તે વખતે કચ્છના કારભારી મૂર્તિપૂજક જૈન આગેવાન વાઘજી પારેખને કચ્છના મહારાવ સાથે કંઈક અણબનાવ થયાની વાત વહેતી થઈ હતી. અજરામરસ્વામી કચ્છના આ ગામમાં કોઈક શ્રાવકના ઘરના બહારના ભાગમાં ઊતર્યા હતા. રાત્રે તેઓ સંથારો કરતા હતા ત્યારે અંધારામાં એક માણસ આવતો તેમને દેખાયો. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રભાવક સ્થવિરો સ્વામીજીએ પૂછ્યું, “કોણ ? વાઘા પારેખ છો ?' પોતાનું નામ અજરામરજીના મુખેથી સાંભળતાં વાઘા પારેખને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ એક-બીજાને ક્યારેય મળ્યા ન હતા. સ્વામીજીએ વાઘા પારેખને બેસાડી કહ્યું, ચ્છના મહારાવે તમારા ઉપર ગુસ્સો કર્યો છે, એથી ગભરાઈને તમે સંતાતા ફરો છો. કચ્છ છોડીને ભાગી જવાનું તમે વિચારો છો. પરંતુ તેમ કરવાની તમારે જરૂર નથી. હિંમત અને ધીરજ રાખો. મહારાવશ્રીને એક અગત્યનું કામ પડશે ત્યારે તમારા સિવાય બીજું કોઈ એ કામ કરી શકશે નહિ. એ વખતે મહારાવશ્રી તમને બોલાવશે. ત્યારે તમારા હાથે કચ્છની પ્રજાની સેવા કરવાનું મોટું કામ થશે.” અજરામરસ્વામીએ કહેલી એ વાત બિલકુલ સાચી પડી. મહારાવશ્રીએ કામ પડ્યું એટલે વાઘા પારેખને બોલાવ્યા, બંને વચ્ચે પહેલાંના જેવો સુમેળ થઈ ગયો. મહારાણીએ તો પોતાના ભાઈ તરીકે વાઘા પારેખને ઓળખાવ્યા. કારભારી તરીકેની બધી જવાબદારી તેમને સોંપવામાં આવી. ત્યારથી વાઘા પારેખને અજરામરસ્વામીના વચનમાં અતૂટ વિશ્વાસ બેસી ગયો હતો. અજરામરસ્વામીએ કચ્છમાં ત્રણ વખત વિહાર કર્યો હતો. એ દિવસોમાં કાઠિયાવાડથી વિહાર કરીને કચ્છમાં જવાનું એટલું સરળ નહોતું. વિહાર બહુ લાંબા અને કપરા રહેતા. તેમ છતાં લોકોની ધર્મભાવનાને અનુસરી અજરામરસ્વામીએ કચ્છમાં કુલ છ જેટલાં ચાતુર્માસ કર્યા હતાં. વિ. સં. ૧૮૬૪માં માંડવીમાં ચાતુર્માસ હતું, ત્યારે વાઘજી પારેખની ઇચ્છા હતી કે સ્વામીજી પોતાના ભુજ નગરમાં પધારે. એ દિવસોમાં સ્થાનકવાસી સાધુઓને ભુજમાં પધારવાની રાજ તરફથી મનાઈ હતી, તે વાઘજી પારેખે રદ કરાવી હતી અને સ્વામીના નગરપ્રવેશ વખતે બેન્ડવાજાં વગાડવામાં ન આવે તે વિશે પણ સંઘને સૂચના આપી હતી. અજરામરસ્વામીએ કચ્છમાં જે ચાતુર્માસ કર્યા તેમાં માંડવીની દરિયાની હવા અને પાણીને કારણે તેમને સંગ્રહણીનું તથા પગમાં વાનું દર્દ ચાલુ થયું હતું. ઘણા ઉપચારો કરવા છતાં તેમાં ફરક પડ્યો નહોતો. અલબત્ત ત્યારપછી પણ તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વિહાર કર્યો હતો. પરંતુ અશક્તિ વધતાં વિ. સં. ૧૮૬૪માં લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી તેમને Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજરામરસવામી લીંબડીમાં સ્થિરવાસ કરવો પડ્યો હતો. લીંબડીમાં તેમને મળવા માટે ચારે બાજુથી અનેક સંત-સતીઓ પધારતાં. એક વખત અમદાવાદથી શત્રુંજયની યાત્રાનો મોટો સંઘ નીકળ્યો હતો. તે લીંબડી થઈને પસાર થતો હતો. તે સંઘમાં આવેલા કેટલાક યતિઓ અજરામરજી સ્વામીને મળવા આવેલા અને તેમની સાથે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રચર્ચા કરતી વખતે તેઓ બહુ જ પ્રભાવિત થયા હતા. વિ. સં. ૧૮૬૮ના ચાતુર્માસમાં અજરામરસ્વામીની તબિયત વધુ બગડતી ગઈ. દીક્ષા પર્યાયનાં પચાસ વર્ષ અને આચાર્ય પદવીનાં પચીસ વર્ષ તેમણે પૂરાં કર્યો. પોતાનો અંતકાળ નજીક આવતો જાણીને તેમણે સંથારો લઈ લીધો. ક્ષમાપના કરી લીધી. નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં શ્રાવણ વદ-૧ની રાત્રે એક વાગે તેમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ઝડપથી ચારે બાજુ પ્રસરી ગયા અને શ્રાવણ વદ ૨ ના દિવસે એમના દેહના અગ્નિસંસ્કાર વખતે ચારે બાજુથી હજારો માણસો આવી પહોંચ્યા હતા. લગભગ બાસઠ વર્ષના આટલા અલ્પ આયુષ્યકાળમાં સ્વ. પૂ. અમરામરજી સ્વામીએ ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી. જેનશાસન ઉપર તેમનો ઘણો બધો ઉપકાર રહ્યો છે. પોતાની હૃદયની વિશાળતા અને ઉદારતાને કારણે જેનોના તમામ સંપ્રદાયના લોકોનાં તેમ જ જૈનેતર લોકોનાં હૃદયમાં તેમણે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એથી જ એમના નામથી ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓની સ્થાપના થઈ છે અને બે સૈકા પછી પણ અનેક લોકો એમનું ભાવપૂર્વક સ્મરણ કરે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (કાશીવાળા) વિક્રમની વીસમી સદીના મહાન જૈનાચાર્યોમાં કાશીવાળા પ. પૂ. સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજની પ્રતિભા ઘણી અનોખી હતી. તેમનું વ્યક્તિત્વ વિલક્ષણ હતું. એ જમાનામાં વિદેશોના જેન ધર્મના વિદ્વાનો સાથે જેમને વધુમાં વધુ સંપર્ક હોય તેવા જૈન મુનિઓમાં શ્રી વિજયધર્મસૂરિજી હતા. એ કાળ દરમિયાન જેમનું જીવનચરિત્ર દુનિયાની વધુમાં વધુ ભાષામાં લખાયું હોય તેવા જૈન મુનિઓમાં પણ શ્રી વિજયધર્મસૂરિજી હતા. તેઓ હતા મહુવાના, પણ તેમનું કાર્યક્ષેત્ર ઘણા લાંબા સમય સુધી કાશી રહ્યું હતું. એટલે તેઓ “કાશીવાળા” તરીકે સમગ્ર ભારતમાં પંકાયા હતા. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૪ માં સૌરાષ્ટ્રમાં મહુવા નગરમાં થયો હતો. તેમનું નામ મૂળચંદ હતું. તેમના પિતાનું નામ રામચંદ્ર હતું. તેમની માતાનું નામ કમળાબહેન હતું. તેઓ વિશા શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમની સ્થિતિ સાધારણ હતી. મૂળચંદને બે ભાઈઓ હતા અને ચાર બહેનો હતી. તેમનું કુટુંબ વિશાળ હતું. રામચંદ્રના ત્રણ દીકરાઓમાં મૂળચંદ સૌથી નાના હતા. તેમનું કુટુંબ મહુવાનું એક સાધારણ સુખી કુટુંબ હતું. એ જમાનામાં છોકરાઓના વિદ્યાભ્યાસ ઉપર બહુ લક્ષ અપાતું ન હતું. મૂળચંદ સ્વભાવે આનંદી હતો. તેને શાળામાં જઈને ભણવા કરતાં રમવામાં અને વાડીઓમાં રખડવામાં વધારે આનંદ આવતો. મોટા કુટુંબને લીધે કોઈ તેને ભણવા માટે બહુ રોકટોક કરતું નહિ. કોઈ કોઈ વખત પિતાજી દુકાને લઈ જતા પણ મૂળચંદને તેમાં રસ પડતો નહિ. મૂળચંદ સૌથી નાનો દીકરો હોવાને લીધે માતા કમળાબહેન પણ તેને બહુ લાડથી રાખતાં. એને લીધે મૂળચંદમાં દિવસે દિવસે સ્વચ્છંદતા વધતી ગઈ હતી. તે કોઈને કહ્યા વગર ગમે ત્યારે ઘરની બહાર રમવા કે રખડવા Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ Page #323 -------------------------------------------------------------------------- ________________ Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૨૯૧ ચાલ્યો જતો, અને ગમે ત્યારે પાછો આવતો. બારતેર વર્ષની ઉંમર થઈ તો પણ તે “ઢ' જેવો રહ્યો હતો. વળી ખરાબ મિત્રો સાથે રખડવાને લીધે તથા તેવોની સોબતને લીધે તેને નાનપણમાં જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી. જુગારમાં તે ધીમે ધીમે મોટી રકમની હારજીત કરવા લાગ્યો હતો. એક વખત તે વધુ રકમ હારી ગયો એટલે પોતાના હાથ ઉપરનું સોનાનું ઘરેણું શરાફને ત્યાં ગીરો મૂકીને એના રૂપિયા લઈને જુગારની ખોટ તેણે ચૂકવી હતી. એ વાતની જ્યારે ઘરમાં બધાને ખબર પડી ત્યારે મૂળચંદને ભાઈઓએ તથા પિતાશ્રીએ બહુ માર માર્યો હતો. પિતાશ્રીને માથે આ રીતે ઘરેણાં છોડાવવા માટે દેવું થઈ ગયું. મૂળચંદ ફરી જુગાર રમવા ન જાય એ માટે કુટુંબનાં સભ્યોએ ચાંપતી નજર પણ રાખવા માંડી. કિશોર મૂળચંદની પાસે હવે પૈસા નહોતા એટલે વધુ જુગાર રમવાની કોઈ શક્યતા નહોતી. વળી પૈસા નહોતા એટલે કોઈ જુદો ધંધો કરીને કમાવાને અવકાશ પણ નહોતો. આ સંજોગોમાં મૂળચંદે મહુવામાં એક કંદોઈને ત્યાં નોકરી ચાલુ કરી. મહિને લગભગ એક રૂપિયાના પગારમાં કંદોઈ આખો દિવસ જાતજાતની મજૂરી કરાવતો. મજૂરીના પૈસામાંથી થોડા વાપરતાં વાપરતાં બાકીના જે બચતા તે બચાવીને મૂળચંદે પોતાની પાસે છ રૂપિયા જેટલી રકમ એકઠી કરી હતી. એ જમાનામાં એ ઘણી સારી રકમ કહેવાય. રૂપિયા હાથમાં આવતાં મૂળચંદના મનમાં જાતજાતના તર્ક ચાલવા લાગ્યા. એટલા રૂપિયા કાં તો લેણદારને આપી શકાય અથવા ઘરે પિતાજીને આપી શકાય અથવા એટલા રૂપિયાનો ફરી એક વાર જુગાર રમી શકાય. મૂળચંદને ત્રીજો વિકલ્પ વધુ ગમ્યો, કારણ કે જુગારનો ચટકો હજુ ઓછો થયો નહોતો. વળી જો જુગારમાં જીતી ગયા તો માથેથી દેવું પણ ઊતરી શકશે અને પિતાજીને બતાવી દઈ શકાય કે, “જુગારમાં હું જીતી પણ શકું છું.” છ રૂપિયા લઈ મૂળચંદે ફરી પાછો ખાનગીમાં જુગાર રમવો ચાલુ કર્યો. આ વખતે નસીબે એને યારી આપી. તે જુગારમાં જીતતો ગયો. એમ કરતાં આ વખતના જુગારમાં સારી રકમ કમાયો. એને થયું કે આ રકમ દ્વારા પિતાજીનું દેવું ચૂકવી દઉં. એણે પિતાજીના હાથમાં રૂપિયા મૂક્યા. પિતાજીને એથી નવાઈ લાગી. બીજી બાજુ દેવું ચૂકતે થયું એથી પિતાજીને સંતોષ થયો. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રભાવક સ્થવિરો મૂળચંદના મનમાં હવે ગડમથલ ચાલવા લાગી. જુગારીનું મન જુગાર રમવામાં દોડે. કુટુંબ પ્રત્યે કંઈક અભાવ પણ થયેલો. એમ છતાં મૂળચંદ જુગારમાં ન લપટાયો. એને મહુવા છોડી ક્યાંક ભાગી જવું હતું. ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર પણ એનામાં હતા. પૂર્વના પુણ્યના ઉદયે જુગારને બદલે ત્યાગ-વૈરાગ્ય તરફ એનું મન વધુ ઢળ્યું. મૂળચંદને લાગ્યું કે ઘર છોડીને ચાલ્યા જવાની વાત માતા-પિતાને જો પોતે કરશે તો તેઓ સંમતિ નહિ જ આપે, ઊલટાનું વધુ કડક બંધનમાં રાખશે. પિતાજી ધર્મપ્રિય હતા, પરંતુ દીક્ષાની વાતમાં સંમતિ આપે એવા નહોતા. એટલે એક દિવસ પિતાજીનો કોઈ વાતમાં સખત ઠપકો મળતાં મૂળચંદ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને ભાગી ગયો. તેની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. પગે ચાલતો ત્રણ દિવસે તે ભાવનગર પહોંચ્યો અને ઉપાશ્રયમાં દાખલ થયો. ત્યાં ઉપાશ્રયમાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું વ્યાખ્યાન ચાલતું હતું તે સાંળળવા બેઠો. પવિત્ર, શાંતમૂર્તિ એવા મહારાજશ્રીના વ્યાખ્યાનની કંઈક જાદુઈ અસર તેના ચિત્ત ઉપર થઈ. મૂળચંદને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લેવાનું મન થયું. એકાન્ત સાધીને એણે મહારાજશ્રીને કહ્યું, “મહારાજ સાહેબ, મારે તમારી પાસે દીક્ષા લેવી છે. હું કશું ભણ્યો નથી. મને લખતાં-વાંચતાં પણ બરાબર આવડતું નથી. મેં અત્યાર સુધી રખડી ખાધું છે. જુગાર રમ્યા કર્યો છે. પણ હવે મને દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે.” વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું, “ભાઈ, તને દીક્ષા લેવાનો વિચાર આવ્યો એ ખરેખર બહુ સારી વાત છે. તે રખડી ખાધું છે તો ભલે, હજુ ક્યાં તારી ઉમર વહી ગઈ છે ? તને જુગાર છોડીને દીક્ષાના ભાવ થયા એ જ મોટી વાત કહેવાય. તને લખતાં-વાંચતાં નથી આવડતું તેનો કશો વાંધો નહિ. અમે તને ભણાવીશું, પણ મહત્ત્વની વાત તો એ છે કે તારાં માતા-પિતાની રજા વગર અમે તને દીક્ષા આપી શકીએ નહિ.” માતા-પિતાની સંમતિ માટે મહારાજશ્રીએ આગ્રહ રાખ્યો, પરંતુ મૂળચંદ માટે આ બહુ મુશ્કેલ કાર્ય હતું, છતાં એણે મહારાજશ્રીની સૂચનાનુસાર ઘરે જઇને દીક્ષા લેવાની વાત કરી. મૂળચંદના પિતાશ્રી રામચંદ્ર તો હવે ઉંમરને લીધે બંને આંખ ગુમાવી બેઠા હતા. એ દિવસોમાં મોતિયો વગેરેની શસ્ત્રક્રિયા Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૨૯૩ થતી નહોતી એટલે અંધાપો વેઠવા સિવાય કોઈ ઇલાજ નહોતો. પિતાશ્રીના મનમાં વિચાર આવ્યો કે રખડુ છોકરો કાયમનો જુગારી થઈ જાય એના કરતાં દિક્ષા લે તે સારું છે, છતાં એમણે સ્પષ્ટ સંમતિ ન આપી. મૂળચંદની માતાએ તો ઘરમાં રોકકળ કરી મૂકી. દીક્ષા કેવી ને વાત કેવી ? એને તો દીકરાને પરણાવીને ઘરમાં વહુ આણવી હતી. એના મનમાં ખાતરી હતી કે એક વખત દીકરાને પરણાવી દીધો અને ઘરમાં વહુ આવશે એટલે દીકારનું બધું રખડવાનું આપોઆપ બંધ થઈ જશે. મૂલચંદના મોટા ભાઈઓ તો રોષે ભરાયેલા હતા. એના કાકાઓ અને બીજાં સગાંઓએ પણ મૂળચંદને દીક્ષા ન લેવા માટે સ્પષ્ટ ધમકી આપવા સાથે વાત કરી હતી. આથી મૂળચંદ નિરાશ થયો. ત્યાર પછી દીક્ષા લેવાની વાત જ્યારે પણ મૂળચંદ કાઢતો ત્યારે ઘરનું વાતાવરણ તંગ થઈ જતું, માતા રડવા લાગતી, ભાઈઓ તથા બીજા મૂળચંદને બહુ માર પણ મારતા. ઘરમાં આવો ત્રાસ વેઠવો પડતો હોવા છતાં મૂળચંદે દીક્ષા લેવાની પોતાની હઠ છોડી નહિ. ધીમે ધીમે વિરોધ ઓછો થતો ગયો. માર ઓછો પડતો ગયો. છોકરો ભાગી જઈને ક્યાંક દીક્ષા લઈ લેશે એના કરતાં રજા કેમ ન આપવી ? એવા વિચારો ઘરમાં ધીમે ધીમે માંહમાંહે ચાલવા લાગ્યા. એમ કરતાં એક દિવસ મૂળચંદને દીક્ષા લેવા માટે ઘરમાંથી બધાંની રજા મળી. એના પિતાશ્રીએ મહાજનની સાક્ષીએ રજા આપી, જેથી દીક્ષા લેવામાં કોઈ બાધ નડે નહિ. રજા મળતાં જ મૂળચંદ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ભાવનગર આવી પહોંચ્યો. દીક્ષા માટે રજા મળ્યાની વાત કરી. મહારાજશ્રીને પણ બહુ આનંદ થયો. દીક્ષાનો દિવસ નક્કી થયો. ભાવનગરમાં વિ. સં. ૧૯૪૩ના જેઠ વદ ૫ ના રોજ ઓગણીસ વર્ષની વયે મૂળચંદને ભાવનગરના સંઘમાં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી. સંઘે ખૂબ મોટો મહોત્સવ આ પ્રસંગે કર્યો અને ઠીક ઠીક ધન વાપરવામાં આવ્યું. મૂળચદનું નામ હવે મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું. કિશોર મૂળચંદે દીક્ષા લીધી ત્યારે એને લખતાં-વાંચતાં ખાસ કશું આવડતું Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રભાવક સ્થવિરો નહોતું. એટલી હદ સુધીનું એનું આ અજ્ઞાન હતું કે “ભાવનગર' જેવો સરળ અને સપરિચિત શબ્દ પણ બરાબર લખતાં એને નહોતું આવડતું, તો પછી ધર્મવિજય” એવું પોતાનું નામ તો લખતાં ક્યાંથી જ આવડે ? મૂળચંદે દીક્ષા લેતી વખતે વૃદ્ધિચંદ્રજી મહારાજને કહ્યું હતું કે, “હું અભણ છું, છતાં ગોચરી–પાણી લાવવાનું, કાંપ કાઢવાનું (વસ્ત્રો ધોવાનું) અને આપની વૈિયાવચ્ચ કરવાનું કામ કરીને હું મુનિ તરીકે સંતોષ માનીશ.” પણ વૃદ્ધિચંદ્રજી મહારાજે એને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, “તને લખતાં-વાંચતાં તો જરૂર શિખવાડીશ, પણ એટલું બસ નથી. મારે તો તને એક મોટો પંડિત બનાવવો છે.” દીક્ષા પછી ગુરુ મહારાજે ધર્મવિજયને સૂત્રો કંઠસ્થ કરવાનું કામ સોંપ્યું. વાંચતાં-લખતાં આવડતું નહોતું એટલે સૂત્રો પુસ્તકમાં જોઈને કંઠસ્થ કરવાનું શક્ય નહોતું, પણ ગુરુ મહારાજ કે બીજા સાધુ મહારાજ પાસે પાઠ લઈને તેઓ કંઠસ્થ કરવા લાગ્યા, પણ સૂત્રો પણ એમને જલદી જીભે ચડતાં નહોતાં. આમ છતાં તેઓ થાક્યા વગર આખો દિવસ બેસીને સૂત્રો ગોખ્યા કરતા. બે પ્રતિક્રમણનાં સૂત્રો આખો દિવસ કંઠસ્થ કરવામાં બીજા કોઈ કિશોરને મહિનો-દોઢ મહિનો કે એથી પણ ઓછો સમય લાગે તેને બદલે મુનિ ધર્મવિજયને ખાસ્સાં અઢી વર્ષ લાગ્યાં. ગૃહસ્થપણામાં જુગાર રમનાર અને રખડી ખાનાર આ અભણ સાધુ કશું ઉકાળવાના નથી એમ કેટલાક ગૃહસ્થોને લાગતું હતું. પણ ગુરુ ભગવંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને એમના પ્રત્યે અનહદ વાત્સલ્ય હતું અને તેઓ તેમને ભાવથી ભણાવતા અને આશીર્વાદ આપતા. પ્રતિક્રમણનાં સૂત્રો બરાબર કંઠસ્થ થતાં અને લખતાં-વાંચતાં બરાબર આવડી ગયું એટલે મુનિ ધર્મવિજયનો આત્મવિશ્વાસ વધી ગયો. લખવા-વાંચવામાં એમનો રસ હવે જાગ્રત થયો. વૃદ્ધિચંદ્રજી મહારાજના બીજા કેટલાક શિષ્યોમાંથી કોઈક સંસ્કૃત વ્યાકરણ, કોઈક ન્યાયશાસ્ત્ર, કોઈક સાહિત્ય, તો કોઈક તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. ગુરુમહારાજ સ્વાધ્યાય ઉપર બહુ જ ભાર મૂકતા હતા. ઉપાશ્રયનું વાતાવરણ સ્વાધ્યાયથી, શ્લોકોના પઠનથી, સ્તવન-સઝાયના મધુર ધ્વનિથી ગુંજતું રહેતું હતું. એથી મુનિ ધર્મવિજયને પણ ચાનક ચડી. એક દિવસ એમણે ગુરુમહારાજ પાસે Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૨૯૫ પ્રસ્તાવ મૂક્યો, “મારે સંસ્કૃત વ્યાકરણ શીખવું છે. આ વાત સાંભળીને પાસે બેઠેલા કેટલાક સાધુઓ હસી પડ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજે આ વાત ગંભીરતાપૂર્વક લીધી અને એમણે મુનિ ધર્મવિજયને એવી ભાવના માટે શાબાશી આપી. તરત એમણે સંસ્કૃત શીખવનાર પંડિતની વ્યવસ્થા કરી. ભાવનગરના પંડિતોમાં તે વખતે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અધ્યયન કરાવનાર નર્મદાશંકર શાસ્ત્રીને આ કામ સોંપવામાં આવ્યું અને ધર્મવિજયને “સારસ્વત ચરિકા” નામનું સંસ્કૃત વ્યાકરણ ભણાવવાનું શરૂ થયું. આ અધ્યયન ચાલુ થતાં જ મુનિ ધર્મવિજયજીનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ જાણે અચાનક વધી ગયો. એમની માનસિક જડતા અદશ્ય થવા લાગી અને ગ્રહણશક્તિ, સ્મૃતિ અને રુચિ અચાનક જાગ્રત થયાં હોય તેવું લાગવા માંડ્યું. એમને ભણાવનાર શાસ્ત્રીને પણ આશ્ચર્ય થવા લાગ્યું. એમને ભણાવવામાં બહુ ઉત્સાહ આવવા લાગ્યો. મુનિ ધર્મવિજયને વ્યાકરણનાં સૂત્રો અર્થ સાથે સમજતાં અને નિયમો યાદ રહેતાં જોઈને બીજા સાધુઓને પણ આશ્ચર્ય થવા લાગ્યું. અભ્યાસની સાથે ગુરુ મહારાજની સેવાભક્તિ એ ધર્મવિજયનું મુખ્ય લક્ષ્ય રહ્યું હતું. તેઓને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે પોતાના પિતા કરતાં પણ વધુ વાત્સલ્ય અનુભવવા મળતું હતું. ગુરુમહારાજની તબિયત નાદુરસ્ત રહેતી હતી. બંને પગે વાનો દુઃખાવો સખત રહેતો. મુનિ ધર્મવિજય દિવસ દરમિયાન એમની ખડે પગે ચાકરી કરતા તથા રોજ રાતના બારેક વાગ્યા સુધી પગ દબાવવા એમની પાસે બેસતા. એ વખતે ગુરમહારાજ પાસેથી તેઓ કોઈને કોઈ સૂત્ર કંઠસ્થ કરી લેતા. દિવસ દરમિયાન જ્યારે તેઓ ગોચરી વહોરવા જાય ત્યારે રસ્તામાં એકાદ ગાથા કંઠસ્થ કરવાનું રાખતા. આમ સમયના સદુપયોગને કારણે તેમનો અભ્યાસ વધતો ગયો. એક દિવસ રાત્રે ધર્મવિજય ગુરુમહારાજના પગ દબાવતા રહ્યા હતા. રોજ રાત્રે શ્રાવકોના ગયા પછી ગુરુમહારાજ રજા ન આપે ત્યાં સુધી ધર્મવિજય પગ દબાવતા. પરંતુ તે દિવસે રાત્રે ગુરુમહારાજને ઊંઘ ચડી ગઈ અને રજા આપવાનું રહી ગયું. પરંતુ મુનિ ધર્મવિજયે તો પગ દબાવવાનું ચાલુ જ રાખ્યું. અડધી રાતે ગુરુમહારાજની આંખ ઊઘડી અને તેમણે જોયું કે ધર્મવિજય તો Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પ્રભાવક સ્થવિરો હજુ પગ દબાવતા જ રહ્યા છે. પોતાની ભૂલ માટે ગુરુ મહારાજને લાગી આવ્યું. ઉપાશ્રયમાં તો અંધારું હતું, પરંતુ એમણે ધર્મવિજયના મસ્તક ઉપર હાથ મૂકી અંતરના ઊંડાણમાંથી આશીર્વાદ આપતાં કહ્યું, “બેટા ધર્મવિજય ! તું બહુ મોટો જ્ઞાની અને પંડિત થશે. જા હવે સૂઈ જા. બહુ થાકી ગયો હશે.” વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે એ દિવસોમાં ભાવનગરના આગેવાન શ્રાવકો શ્રી કુંવરજી આણંદજી, શ્રી ગિરધર આણંદજી, શ્રી અમરચંદ જસરાજ વગેરે જ્ઞાનગોષ્ઠી માટે આવતા. તેઓ જે પ્રશ્નો કરે અને ગુરુમહારાજ જે ઉત્તરો આપે તે ધર્મવિજય બરાબર ધ્યાનથી સાંભળતા અને સમજવાનો પ્રયત્ન કરતા તથા પોતાને કંઈ શંકા થાય તો તરત પૂછતા. આમ મુનિ ધર્મવિજયજીની સજ્જતા દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સંગ્રહણીના રોગને કારણે તથા પગની સંધિવાની તકલીફને કારણે છેલ્લાં કેટલાંક વર્ષ ભાવનગરમાં સ્થિરવાસ કરી લીધો હતો. મુનિ ધર્મવિજયને દીક્ષા પછીનાં વર્ષે એમણે બીજા સાધુઓ સાથે અમદાવાદ ચાતુર્માસ માટે મોકલ્યા હતા. પરંતુ ત્યાંથી તેઓ પાછા આવ્યા પછી તેમને પોતાની પાસે ભાવનગરમાં ચાતુર્માસ માટે રોક્યા હતા. શેષકાળમાં મુનિ ધર્મવિજય આસપાસ સિહોર, પાલિતાણા, તળાજા, મહુવા વગેરે સ્થળે વિહાર કરી આવતા. દીક્ષાના બીજા વર્ષ પછી મુનિ ધર્મવિજયની અભ્યાસમાં ઝડપી પ્રગતિ થવા લાગી. તેમની શક્તિ ખીલવા માંડી. તેમની ભાષા વધુ શુદ્ધ, શિષ્ટ અને સંસ્કારી બનવા લાગી. બીજાઓની સાથે સરસ વાર્તાલાપ કરતાં તેમને આવડી ગયું. એક દિવસ ઉપાશ્રયમાં ગુરુમહારાજે એક સાધુને વ્યાખ્યાન આપવા માટે કહ્યું. એ સાધુએ કહ્યું, સાહેબજી, આજે વ્યાખ્યાન માટે મારી બરાબર તૈયારી થઈ નથી.” પછી એમણે મજાકમાં કહ્યું, “એટલે આજે ભલે ધર્મવિજય વ્યાખ્યાન વાંચે.” એ સાધુએ તો મજાકમાં કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મહારાજે તો ખરેખર ધર્મવિજયને બોલાવીને કહ્યું, “આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે, આવડશે ને?' ધર્મવિજયે તરત સંમતિ આપી. તેમણે તે દિવસે આત્મવિશ્વાસપૂર્વક બુલંદ અવાજે વ્યાખ્યાન આપ્યું. વૃદ્ધિચંદ્રજી મહારાજે પાસેના ઓરડામાં બેસીને આખું Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૨૯૭ વ્યાખ્યાન ધ્યાનપૂર્વક બરાબર સાંભળ્યું. વ્યાખ્યાન પૂરું થયું એટલે બહુ જ પ્રસન્નતાપૂર્વક એમણે ધર્મવિજયને ધન્યવાદ આપ્યા અને વખત જતાં તમે મોટા વક્તા થઈ સરસ વ્યાખ્યાનો આપી શકશો” એવી આગાહી સાથે આશિષ આપ્યા. દીક્ષાનાં પાંચેક વર્ષમાં જ ધર્મવિજયની પ્રગતિ જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજને બહુ સંતોષ થયો. વૃદ્ધિચંદ્રજી મહારાજની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. સંગ્રહણી ઉપરાંત હવે હૃદયરોગની તકલીફ પણ એમને ચાલુ થઈ હતી. એ દિવસોમાં બીજા સાધુઓ ઉપરાંત મુનિ ધર્મવિજયે પોતાના ગુરુમહારાજની ઘણી સારી સેવાભક્તિ કરી હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે એક દિવસ પોતાના વ્યાખ્યાન દરમિયાન ગૃહસ્થો અને સાધુઓને ભલામણ કરતાં કહ્યું હતું કે, “ધર્મવિજયે ધાર્યા કરતાં ઓછા સમયમાં ઘણી સારી શક્તિ ખીલવી છે. માટે મારી ભલામણ છે કે આગળ જતાં એમને પંન્યાસની પદવી અવશ્ય આપવામાં આવે.” વિ. સં. ૧૯૪૯ના વૈશાખ સુદ ૭ના દિવસે વૃદ્ધિચંદ્રજી મહારાજ કાળધર્મ પામ્યા. ત્યાં સુધી સતત પાંચ વર્ષ મુનિ ધર્મવિજય પોતાના ગુરુ મહારાજની વૈયાવચ્ચ માટે એમની સાથે જ રહ્યા. ગુરુમહારાજના કાળધર્મ પછી હવે તેમને ભાવનગરમાં વધુ રહેવું ઉચિત ન લાગ્યું એટલે તેમણે ત્યાંથી વિહાર કર્યો અને કાઠિયાવાડમાં જુદે જુદે સ્થળે વિચર્યા અને સં. ૧૯૪૯નું ચાતુર્માસ એમણે લીંબડીમાં કર્યું. હવે વ્યાખ્યાન આપવાની એમની શૈલી ઉત્તરોત્તર વિકાસ પામતી જતી હતી. તેમનો અવાજ ઘણો બુલંદ હતો અને વિશાળ સમુદાયને તે સારી રીતે સંભળાતો. તેમના ઉચ્ચારો પણ શુદ્ધ હતા. સંસ્કૃત શબ્દો બોલવાની તેમને સારી ફાવટ આવી ગઈ હતી. તેમના વિચારોમાં પણ ઉદારતા હતી. તેમનું વક્તવ્ય હૃદયસ્પર્શી રહેતું. એટલે એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે જેનો ઉપરાંત હિન્દુઓ અને મુસલમાનો પણ આવતા. લીંબડીના ચાતુર્માસ પછી મુનિ ધર્મવિજયજીએ વિરમગામ, કપડવંજ, સાદડી (મારવાડ), પાટડી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. કપડવંજના ચાતુર્માસ દરમિયાન એમણે કાશીથી એક પંડિતને બોલાવીને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સાદડીના ચાતુર્માસ દરમિયાન એમણે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રભાવક સ્થવિરો નજીક આવેલા તીર્થ રાણકપુરની યાત્રા કરવામાં નડતી પ્રતિકૂળતાઓ સંઘ પાસે દૂર કરાવી હતી, કે જેથી વધુ ને વધુ લોકો રાણકપુરની યાત્રાએ આવી શકે. પાટડીના ચાતુર્માસ દરમિયાન એમણે નજીકમાં આવેલા ઉપરિયાળાજી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વળી તેના નિભાવ માટે કાયમી ફંડની વ્યવસ્થા પણ કરાવી આપી હતી. તયારપછી મહારાજશ્રીએ સં. ૧૯૫૮ સુધી મહેસાણા, સમી, મહુવા અને માંડલમાં અનુક્રમે ચાતુર્માસ કર્યા હતાં. દીક્ષા લીધા પછી મહારાજશ્રીએ પોતાના વતન મહુવામાં પહેલી વાર ચાતુર્માસ કર્યું હતું તે વખતે એમના સંસારી પિતાજી તો સ્વર્ગવાસ પામ્યા હતા, પરંતુ એમનાં માતા હજુ વિદ્યમાન હતાં. પોતાના પુત્રની સાધુ તરીકે પ્રગતિ જોઈને તેઓ બહુ જ આનંદ પામ્યાં હતાં. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળવા માટે ગામના જૈન-જૈનેતરો ઘણા આવતા. પોતાના ગામનો એક રખડુ જુગારી છોકરો આવા તેજસ્વી સાધુ મહાત્મા બન્યા હતા એ જોઈને તથા એમની ઉમ્બોધક વાણી સાંભળીને મહુવાનાં નગરજનો હર્ષવિભોર થઈ જતાં. વળી મહુવાનું ચાતુર્માસ બીજી રીતે પણ યાદગાર બની ગયું, કારણ કે મહારાજશ્રીની પ્રેરક વાણી સાંભળીને બે યુવાનોને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. એમનો દીક્ષા-મહોત્સવ પણ મહુવામાં સારી રીતે ઊજવાયો હતો. વળી એ અવસર ઉપર જુદા જુદા હેતુ માટે જે રકમ એકઠી થઈ એમાંથી મહારાજશ્રીએ મહુવામાં એક સરસ પુસ્તકાલય સ્થપાવ્યું કે જેથી ઘણા લોકોને ગ્રંથવાંચનનો લાભ મળી શકે. પુસ્તકાલયની સ્થાપનાના પોતાના પ્રયાસની સફળતાથી પ્રેરાઈને મહારાજશ્રીએ પછી વિરમગામના ચાતુર્માસ દરમિયાન ત્યાં પણ પુસ્તકાલયની સ્થાપના કરાવી હતી. મહારાજશ્રીએ જે રીતે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને વિવિધ ગ્રંથોનું તેઓ અધ્યયન કરવા લાગ્યા હતા તે જોતાં એમને સ્વાનુભવના આધારે લાગ્યું કે શ્રાવકોમાં જો તેજ આણવું હોય તો એમનામાં જ્ઞાનવૃદ્ધિ થવી જોઈએ. એમનામાં જો જ્ઞાનવૃદ્ધિ કરાવવી હોય તો તેવા ગ્રંથો પુસ્તકાલય દ્વારા સુલભ થવા જોઈએ. આથી ઠેરઠેર પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના એ મહારાજશ્રીની એક મહત્ત્વની મુખ્ય અને પ્રિય પ્રવૃત્તિ બની ગઈ હતી. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૨૯૯ યુવાનીમાં મહારાજશ્રીની જે રીતે શક્તિ ખીલતી જતી હતી તેથી ઘણા લોકો અને સાધુ-સાધ્વીઓ આશ્ચર્યચકિત થવા લાગ્યાં હતાં. આમ છતાં યૌવનસહજ અભિમાનનો રણકો મહારાજશ્રીની વાણીમાં ક્યારેય વરતાતો નહોતો. તેમનો શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન જેમ જેમ વધતો ગયો તેમ તેમ તેમનામાં ગાંભીર્ય પણ વધતું ગયું. વિશાળ વાંચનને લીધે મહારાજશ્રીમાં તર્કશક્તિ, હાજરજવાબીપણું આવતાં ગયાં હતાં. સાધુસમાજમાં પણ સૂક્ષ્મ માનકષાય કયારેક દૃષ્ટિગોચર થતો હોય છે. તેઓમાં પોતાનાં નામ–કીર્તિ માટે એષણા જાગ્રત થતી હોય છે. પોતાનો શ્રોતાસમુદાય કે ભક્તસમુદાય મોટો થાય તો મનથી પણ તેવા સાધુઓ ફુલાવા માંડે છે. માનકષાયને જીતવો એ સરળ વાત નથી. મહારાજશ્રી એક વખત ગુજરાતમાં વિચરતાં વિચરતાં એક ગામમાં પધાર્યા હતા. તે ગામમાં ઉપાશ્રયમાં બીજા એક સાધુ મહારાજ પણ બિરાજમાન હતા. બંને સાધુઓ વચ્ચે પોતપોતાનાં કાર્યોની વાત થઈ. એ વડીલ સાધુ મહારાજે કહ્યું, “ધર્મવિજય, હું તો ઘણું સરસ કામ કરું છું. ભક્તોને મારા પ્રત્યે એટલો બધો આદરભાવ છે કે એક ગામમાં મેં પાઠશાળા કરાવી તો ભક્તોએ એ પાઠશાળા સાથે મારું નામ જોડી દીધું. તમે પાઠશાળાની ઘણી બધી પ્રવૃત્તિ ઉપાડી છે તો તમારા ભક્તો એ કોઈ પાઠશાળા સાથે તમારું નામ જોયું છે ?' મહારાજશ્રીએ કહ્યું, “મારા નામની તો ગામેગામ શાળાઓ થઈ છે, એટલે મારે હવે વધુ કોઈ નામની જરૂર નથી.” એમ તમે ગપ્પાં મારી વાત ન ઉડાવો. સાચી વાત કરો.” જુઓ મહારાજ ! મારું નામ ધર્મવિજય છે. ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ બધે ધર્મ-શાળા છે. લોકો વગર કીધે શાળા સાથે મારું નામ જોડે છે. પછી મારે નામ માટે જુદા પ્રયત્નો કરવાની શી જરૂર છે ?” મહારાજશ્રીના રમૂજી છતાં તર્કયુક્ત અને અર્થગંભીર જવાબથી એ સાધુ મહારાજ વાતનો મર્મ સમજી ગયા. મહારાજશ્રીએ પાઠશાળાઓ સ્થાપવાની પ્રવૃત્તિ તો ઉપાડી હતી, પરંતુ તે પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવાવાળા સારા શિક્ષકો Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રભાવક સ્થવિરો મળતા નહોતા. આટલાં વર્ષના અનુભવ પરથી મહારાજશ્રીને લાગ્યું કે જૈન સમાજમાં જિનમંદિરના નિર્માણ તરફ જેટલું લક્ષ અપાયું છે તેટલું લક્ષ જિનાગમ તરફ અપાયું નથી. આ ક્ષેત્ર પ્રત્યે ગમે તે કારણે ઘણું દુર્લક્ષ સેવાયું છે. મહારાજશ્રીને લાગ્યું કે શાસનની ઉન્નતિ માટે પોતે બે પ્રકારની પ્રવૃત્તિ ઉપાડવી જોઈશે–એક તે સંસ્કૃત-પ્રાકૃતના જાણકાર એવા સારા શિક્ષકો તૈયાર કરવાની અને બીજી તે ઉત્તમ ગ્રંથો પ્રકાશિત કરીને લોકોને, વિશેષતઃ જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સુલભ કરવાની. મહારાજશ્રીએ શિક્ષકો તૈયાર કરવા માટે પ્રથમ પાઠશાળાની પ્રવૃત્તિ તરફ લક્ષ આપ્યું. વિ. સં. ૧૯૫૮માં મહારાજશ્રીનું ચાતુર્માસ માંડલમાં હતું. એમણે જોયું કે પાઠશાળાની પ્રવૃત્તિ ચાલુ કરવી હશે તો તેનો અભ્યાસ કરવાની રુચિવાળા વિદ્યાર્થીઓ પહેલાં જોઈશે. એ વિદ્યાર્થીઓને માટે રહેવા-જમવાની વ્યવસ્થા ક્યાંક કરવી જોઈએ. એ માટે અને એમને ભણાવનાર શિક્ષકના પગાર માટે નાણાંની જરૂર પડશે. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે માંડલ ગામમાં પાઠશાળા માટે એમને મકાન પણ મળી ગયું. સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરવાની ભાવનાવાળા દસેક વિદ્યાર્થીનાં નામ પણ નોંધાઈ ગયાં અને ખર્ચ માટે ફંડ પણ એકઠું થઈ ગયું. આથી મહારાજશ્રીએ “શ્રી યશોવિજયજી જેન પાઠશાળા” નામની પાઠશાળાની સ્થાપના માંડલમાં સં. ૧૯૫૮માં કરી. મહારાજશ્રી આટલાં વર્ષના પોતાના અભ્યાસમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં જીવન અને સાહિત્યથી ઘણા પ્રભાવિત થયા હતા. એટલે એમણે પાઠશાળાના નામ સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ જોડ્યું. આ પાઠશાળા માંડલમાં થોડો વખત ચાલી, પરંતુ મહારાજશ્રીને એથી બહુ સંતોષ થયો નહિ. માંડલ જેવા નાના ગામમાં કોઈ સારા પંડિતો આવીને રહેવા તૈયાર થતા નહિ. વળી ગામના વિદ્યાર્થીઓ તો વારંવાર ઘરે જાય અને બહારગામના વિદ્યાર્થીઓ પણ એમની સાથે ચાલ્યા જાય. તદુપરાંત સ્થાનિક લોકો પણ આવી-આવીને સમય બગાડે. આ પરિસ્થિતિનો સતત વિચાર કરતાં કરતાં મહારાજશ્રીને લાગ્યું કે જે રીતે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ બાર વર્ષ કાશીમાં રહીને ભણ્યા હતા તે રીતે વિદ્યાર્થીઓને અને પોતાના શિષ્યોને કાશીમાં રાખીને ભણાવવા જોઈએ. મહારાજશ્રીએ પોતાનો આ વિચાર કેટલાક Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૦૧ ગૃહસ્થોને જણાવ્યો, પરંતુ દરેકે તેમાં રહેલી મુશ્કેલીઓ બતાવી. સૌથી પહેલી તો વિહારની મુશ્કેલી હતી. વળી કાશીમાં જેનોનાં ઘરો નહિ એટલે રહેવાની મુશ્કેલી તથા સાધુઓની ગોચરીની મુશ્કેલી હતી. વળી એટલે દૂર જવા-આવવામાં ખર્ચ પણ ઘણું આવે. આમ છતાં મહારાજશ્રી પોતાના વિચારમાં મક્કમ રહ્યા. મુશ્કેલીઓ તો પડવાની જ છે. તેમ છતાં જો કાર્ય સિદ્ધ થતું હોય તો મુશ્કેલીઓથી ડરી જવાની જરૂર નથી એમ તેમને લાગ્યું. તેમણે પોતાના શિષ્યોને વાત કરી તથા વિદ્યાર્થીઓ આગળ દરખાસ્ત મૂકી. લગભગ બધા જ વિદ્યાર્થીઓએ દરખાસ્ત સ્વીકારી. માંડલનું ચાતુર્માસ પૂરું થયા પછી મહારાજશ્રીએ યોગ્ય સમયે, શુભ મુહૂર્ત કાશી તરફ પ્રયાણ કર્યું. વિહારનો રસ્તો એમણે વિચારી લીધો. ભોયણી, અમદાવાદ, કપડવંજ, મોડાસા, દાહોદ, રાજગઢ, ઉજ્જૈન, મક્ષી, શાજાપુર, સીપરી, ઝાંસી, કાનપુર, લખની થઈ કાશી પહોંચવા ધાર્યું. જેન સાધુઓના વિહારનો આ રસ્તો નહોતો, કારણ કે ઘણાખરા વિસ્તારોમાં જૈનોનાં ઘરો નહોતાં. એટલે રાત્રિમુકામ અને ગોચરીનો પ્રશ્ન ઘણો વિકટ હતો. આમ છતાં મહારાજશ્રી અને એમના છ શિષ્યો તથા બારેક વિદ્યાર્થીઓ વિહાર કરતા કરતા આગળ વધવા લાગ્યા. રસ્તામાં જંગલો આવતાં હતાં. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આગળપાછળ ચાલતા સાધુઓ અને વિદ્યાર્થીઓ જ્યાં બે કેડી કે બે કે ત્રણ રસ્તા આવે ત્યાં કોઈક એક બાજુ ચાલ્યા જતા, કોઈક બીજી બાજુ ચાલ્યા જતા અને ભૂલા પડેલાંને શોધવામાં ક્યારેક આખો દિવસ વીતી જતો. જેન શબ્દ જ લોકોએ ન સાંભળ્યો હોય એવા પ્રદેશોમાં જૈન સાધુને યોગ્ય ઉકાળેલું પાણી કે સૂઝતો આહાર ન મળે તો ઉપવાસ પણ થતો. આવી વિકટ પરિસ્થિતિમાં મહારાજશ્રીના વિદ્યાર્થીઓ અને શિષ્યોએ સુધ્ધાં ગુજરાતમાં પાછા ફરવાની વારંવાર વિનંતી કરી. તેવે વખતે શૈર્ય ન ગુમાવતાં કે હતોત્સાહ ન થતાં મહારાજશ્રી તેઓને ખૂબ પ્રોત્સાહન આપતા. ગુજરાત-કાઠિયાવાડમાંથી મહારાજશ્રીના ભક્તોના સંદેશાઓ આવતા કે ગુજરાતમાં પાછા ચાલ્યા આવો. પરંતુ તો પણ મહારાજશ્રી પોતાના નિર્ણયમાં અડગ રહેતા. આમ પાંચેક Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો મહિનાના વિહા૨ પછી તેઓ સૌ સં. ૧૯૫૯ના વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયાના દિવસે કાશીમાં આવી પહોંચ્યા. વિહારની મુશ્કેલીઓ તો વર્ણવતાં પાર આવે એવી નહોતી, તેમાં વળી કાશીમાં રહેવાની મુશ્કેલી ઊભી થઈ. કાશીમાં ત્યારે જૈનોનું કોઈ ઘર નહિ અને હિંદુઓને જૈનો પ્રત્યે દ્વેષ હતો. આખી કાશી નગરીમાં વીસેક માણસોના વસવાટ માટે અનુકૂળ જગ્યા ક્યાંય મળી નહિ. ભાડું આપવાની તૈયારી છતાં ‘જૈન’ શબ્દ સાંભળીને લોકો મોં મચકોડતા. જૈનો એટલે નાસ્તિક એવી માન્યતા ત્યારે કાશીના પંડિતોમાં દૃઢ થઈ ગઈ હતી. છેવટે એક દૂરના ઉજ્જડ વિસ્તારમાં ખંડિયેર જેવી એક ધર્મશાળાનું નાનું સરખું મકાન ભાડે મળી ગયું. ત્યાં મહારાજશ્રી પોતાના છ સાધુઓ અને બાર વિદ્યાર્થીઓ સાથે રહેવા લાગ્યા. બધાના અભ્યાસ માટે ત્રણ પગારદાર પંડિતો રાખવામાં આવ્યા. સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર વગેરેનો વ્યવસ્થિત અભ્યાસ ચાલુ થયો. અગવડ માત્ર રહેવાની હતી. મકાન પડું પડું થાય એટલું જર્જરિત હતું. વરસાદ પડે અને જોરથી પવન ફુંકાય ત્યારે બધા મકાનમાંથી બહાર દોડી જતા અને બીજે કામચલાઉ આશ્રય લેતા. ૩૦૨ ભાડાની બીજી સારી જગ્યાની તપાસ ચાલુ હતી, પરંતુ જૈનોને કોઈ ભાડે મકાન આપવા તૈયાર નહોતું. કોઈ મકાન વેચાતું લઈ લેવામાં આવે તો જ સ્થળાંતર કરી શકાય એવું હતું. એમ કરતાં કરતાં નવ-દસ મહિના થઈ ગયા. એવામાં જાણવામાં આવ્યું કે એક મહોલ્લામાં એક જૂનું મકાન વેચવાનું હતું. ‘અંગ્રેજોની કોઠી' તરીકે એ મકાન ઓળખાતું હતું. એની કિંમત જાણી લઈને મહારાજશ્રીએ મુંબઈ પોતાના બે ભક્તો શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગોકુળભાઈ મૂલચંદને પત્ર લખ્યો. બંનેનો જવાબ આવ્યો કે તરત મકાન લઈ લેવું. એ માટે નાણાં મોકલી આપવામાં આવ્યાં. એ મકાન ખરીદીને મહારાજશ્રી તથા એમના શિષ્યો અને વિદ્યાર્થીઓ ત્યાં રહેવા ગયા. વિદ્યાર્થીઓને મફત રહેવાની, ખાવા-પીવાની અને અભ્યાસની સગવડ મળતી એટલે ઉત્તરોત્તર સંખ્યામાં વધારો થતો ગયો. ગુજરાત, રાજસ્થાનમાંથી વધુ વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. તેઓ સર્વેની અભ્યાસમાં સારી પ્રગતિ રહી. મહારાજશ્રી પોતે રોજ સવારે Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ તેઓને વ્યાખ્યાન આપતા તથા દિવસ દરમિયાન અભ્યાસ કરાવતા. મહારાજશ્રીએ પોતાની આ પાઠશાળાને ‘શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા' એવું નામ આપ્યું અને લાઈબ્રેરીને ‘હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી' એવું નામ આપ્યું. આ રીતે જૈન ધર્મના બે મહાન ધુરંધરોનાં નામ કાશીમાં પ્રચલિત કર્યાં. તેઓ પોતાના વિદ્યાર્થીઓને જૈનદર્શન ઉપરાંત સંસ્કૃત વ્યાકરણ, કાવ્યાલંકાર, નાટક, ન્યાય, જ્યોતિષ વગેરે વિષયોમાં પારંગત બનાવવા લાગ્યા. આમ છતાં મહારાજશ્રીએ જોયું કે કાશીમાં ચારે બાજુ જૈનો માટેનો દ્વેષ વરતાયા કરતો હતો. લોકોમાં એ માટે અજ્ઞાન અને પૂર્વગ્રહ છે તે દૂર કરવાં જોઈએ. એ માટે મહારાજશ્રીએ એક ઉપાય વિચાર્યો. જાહેર સ્થળોમાં જઈને પોતે વ્યાખ્યાન આપતા અને જૈન ધર્મનાં ઉત્તમ તત્ત્વોથી લોકોને વાકેફ કરતા. 808 મહારાજશ્રીની વક્તૃત્વશક્તિ ઘણી જ ખીલી હતી. એમનો અવાજ હજારોની મેદનીમાં સાંભળી શકાય એવો મધુર અને બુલંદ હતો. તેમની વિદ્વત્તા ભારે હતી. જૈન ઉપરાંત હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ વગેરેના ધર્મો અને ધર્મગ્રંથોથી તેઓ પરિચિત થઈ ગયા હતા. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, ઉપરાંત હિંદી ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ ઘણું સારું થઈ ગયું હતું. અનેક શ્લોકો એમને કંઠસ્થ હતા. કવિતાની પંક્તિઓ તેઓ સરસ ગાઈ શકતા. આથી એમણે રોજ સાંજે પોતાના શિષ્યો અને વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા સ્થળે જવાનું ચાલુ કર્યું. રસ્તા પર ખુલ્લી જગ્યામાં જાહેર સભા યોજવા માટે ત્યારે કોઈ બંધનો નહોતાં. કશી પૂર્વતૈયારીની પણ જરૂર નહોતી. મહારાજશ્રી માટે પાટની પણ જરૂર નહોતી. મંડપ બાંધવાની જરૂર નહોતી. લાઉડસ્પીકર કે માઇક્રોફોન તો હજુ આવ્યું નહોતું. પોતાના સાધુઓ અને વિદ્યાર્થીઓ એ જ શ્રોતાગણ. એટલે શ્રોતાઓ મેળવવા માટે પણ કોઈ પ્રશ્ન નહોતો. તેઓ બધા કોઈ એક સ્થળે જઈ, સભાની જેમ ગોઠવાઈ જતા, મહારાજશ્રી ઊભા ઊભા એક કલાક વ્યાખ્યાન આપતા. પસાર થતા લોકોમાંથી જેને જેટલો રસ પડે તે પ્રમાણે સાંભળવા ઊભા રહેતા કે બેસી જતા. રાજઘાટ, મણિકર્ણિકા ઘાટ, કંપની બાગ વગેરે જુદાં જુદાં જાહેર સ્થળોમાં મહારાજશ્રી આ રીતે પહોંચી જતા. ધર્મનાં મૂળભૂત ત્તત્વોની વાત કરતા. કોઈ ધર્મની ટીકા, નિંદા કરતા નહિ, પણ તેમાંથી પણ સારાં સારાં અવતરણો ટાંકતા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રભાવક સ્થવિરો જેનો પ્રત્યેનો દ્વેષ દૂર કરવા મહારાજશ્રીનો આ ઉપાય બહુ સફળ નીવડ્યો. શ્રોતાઓની હાજરી દિવસે દિવસે વધવા લાગી. કેટલાક તો નિયમિત આવવા લાગ્યા. ખરેખર બહુ રસ પડે અને સારું જાણવા મળે એવાં વ્યાખ્યાનો હતાં. શ્રોતાગણની વીસની સંખ્યામાંથી સો-બસો કરતાં કરતાં હજાર-બે હજારની થવા લાગી. પછી તો અગાઉથી સ્થળ પણ જાહેર કરવું પડતું કે જેથી શ્રોતાઓ નિરાશ ન થાય. થોડા મહિનામાં તો આખા કાશીમાં વાત પ્રસરી ગઈ કે કોઈ જૈન સાધુ મહાત્મા આવ્યા છે અને તેઓ બહુ સરસ વ્યાખ્યાનો આપે છે. આ વાત સામાન્ય શ્રોતાઓમાંથી પંડિત વર્ગમાં પણ ચાલી અને પછીથી તો મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં પંડિતો પણ આવવા લાગ્યા, કારણ કે તેઓને પણ સંતોષ થાય અને નવું જાણવા મળે એવી વિદ્વભોગ્ય વાતો પણ વ્યાખ્યાનમાં આવવા લાગી. આમ કરતાં કરતાં કાશીના રાજાની રાજસભામાં ચર્ચા થવા લાગી કે કોઈ જૈન મહાત્માનાં વ્યાખ્યાનો બહુ સરસ થાય છે અને સાહિત્યરસિક ધર્મપ્રિય કાશીનરેશે પણ એ સાંભળવા જેવાં છે. કાશીનરેશ પોતે સંસ્કૃતના પંડિત હતા એટલે મહારાજશ્રીને સાંભળવા માટે એમની ઉત્સુકતા વધી ગઈ. એક દિવસ એમણે મહારાજશ્રીને પોતાના મહેલમાં વ્યાખ્યાન આપવા માટે પધારવાનું નિમંત્રણ આપ્યું. મહારાજશ્રીએ એ નિમંત્રણ સ્વીકાર્યું. કાશીના રાજાએ મહારાજશ્રીને પુછાવ્યું હતું કે રાજમહેલમાં પધારવા એમને માટે બે ઘોડાની ગાડી (ફાઇટન) મોકલાવે અથવા જો નદી ઓળંગીને તેઓ આવવા ઇચ્છતા હોય તો નાવ મોકલાવે. પરંતુ મહારાજશ્રીએ કહેવરાવ્યું કે પોતાને ફાઈટન કે નાવ કે કશા વાહનની જરૂર નથી. કારણ કે જેન સાધુઓ વાહનનો ઉપયોગ કરતા નથી. ગંગા નદી પાર કરવા માટે નાવમાં બેસી સામે કિનારે ઊતરતાં રાજમહેલ સાવ પાસે પડે, પરંતુ નાવમાં ન બેસવું હોય તો ત્યાં પહોંચવા માટે પાંચ માઈલનો રસ્તો હતો. મહારાજશ્રી નાવમાં ન બેઠા, પરંતુ પોતાના શિષ્યો સાથે પાંચ માઈલનો વિહાર કરીને રાજમહેલમાં પહોંચ્યા. રાજમહેલમાં કાશીનરેશે મહારાજશ્રીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. રાજસભામાં કાશીના મોટા મોટા પંડિતોને પણ બોલાવવામાં આવ્યા Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ હતા. મહારાજશ્રી માટે ગાદી-તકિયા સહિત જરિયાન કીમતી આસન તૈયાર કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ એના ઉપર બેસવાની ના કહી. કાશીનરેશે કારણ પૂછતાં મહારાજશ્રીએ કહ્યું, 'ગૃહસ્થાનાં યદ્ ભૂષળમ્, તર્ સાધુનાં દૂષળમ ।’ (ગૃહસ્થોનું જે ભૂષણરૂપ હોય તે સાધુઓ માટે દૂષણરૂપ ગણાય.) મહારાજશ્રીના આ જવાબથી કાશીનરેશ પ્રસન્ન થયા. તેઓ સંસ્કૃતના પંડિત હતા એટલે મહારાજશ્રી પાસે આવું સંસ્કૃત સુભાષિત સાંભળી તેઓ રાજી થયા. મહારાજશ્રીએ પોતે સાથે લાવેલા તે સાદું આસન પાથર્યું અને તેના ઉપર બેઠા. આમ, સભાની શરૂઆતમાં જ કાશીનરેશ મહારાજશ્રીથી એકદમ પ્રભાવિત થયા. મહારાજશ્રીના શિષ્યો અને વિદ્યાર્થીઓ યથાસ્થાને ગોઠવાઈ ગયા. હિંદુ મહારાજા જૈન સાધુથી પ્રભાવિત થયા તે કેટલાક દ્વેષી પંડિતોને ગમ્યું નહિ. સભા શરૂ થાય એ પહેલાં જ એક પંડિતે કાશીનરેશની આજ્ઞા લઈને મહારાજશ્રીને પ્રશ્ન કર્યો કે, ‘મહારાજશ્રી, આપ જૈન સાધુ છો, તો મને કહો કે ભારતનાં છ દર્શનો ગણાય છે, તેમાં જૈન દર્શનને તમે પહેલું સ્થાન આપો છો, વચ્ચે સ્થાન આપો છે કે છેલ્લું સ્થાન આપો છો ?’ પંડિતનો આશય એવો હતો કે મહારાજશ્રી જો એમ કહેશે કે જૈન દર્શનને તેઓ પહેલું સ્થાન આપે છે, તો તેઓ અભિમાની તરીકે દેખાઈ આવશે. હિંદુ દર્શનો કરતાં જૈનદર્શન ચડિયાતું છે એમ કહેશે તો કાશીનરેશ નારાજ થઈ જશે. જો તેઓ એમ કહેશે કે જૈન દર્શનને તેઓ વચ્ચે અથવા છેલ્લે સ્થાન આપે છે, તો એ દર્શનનું કાશીનરેશને મન કંઈ મહત્ત્વ નહિ રહે. પરંતુ મહારાજશ્રી આવી પરિસ્થિતિથી ઘડાયેલા હતા. આમાં જવાબ આપવામાં ચતુરાઈની જરૂર હતી. એમણે પંડિતને સામો પ્રશ્ન કર્યો કે ‘પંડિતજી, પહેલાં મને એ કહો કે પ્રથમ દર્શનથી મોક્ષ છે ? વચલા દર્શનથી મોક્ષ છે ? કે છેલ્લા દર્શનથી મોક્ષ છે ? જૈનદર્શન મોક્ષગતિમાં માને છે એટલે, જે દર્શનમાં આપ મોક્ષ માનો તે દર્શન તે જૈનદર્શન છે.’ ૩૦૫ મહારાજશ્રીના આવા જવાબથી પંડિતજી નિરુત્તર થઈ ગયા. કાશીનરેશ પણ મહારાજશ્રીના જવાબથી પ્રભાવિત થઈ ગયા. ત્યાર પછી મહારાજશ્રીએ પોતાનું પ્રવચન ચાલુ કર્યું. એમણે આરંભમાં જ કહ્યું: Page #339 -------------------------------------------------------------------------- ________________ - પ્રભાવક સ્થવિરો पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसासत्यमस्तेय त्यागो मैथुन वर्जनम् ।। (અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુનવર્જન એ પાંચ પવિત્ર ધર્મ બધા જ લોકોને માન્ય છે. એમાં કોઈ વિવાદ નથી.) આમ મહારાજશ્રીએ પોતાની વાણીમાં એવી ધર્મકથા રજૂ કરી કે જે જૈન-જૈનેતર સર્વને એકસરખી સ્વીકાર્ય હોય, ત્યારપછી મહારાજશ્રીએ ધર્મના ક્ષેત્રે એકતા ઉપર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે ભિન્નતા તો પ્રત્યેક કુટુંબમાં, સમાજમાં, અરે ખુદ મનુષ્યના શરીરમાં પણ હોય છે. માણસની પાંચે આંગળી પણ સરખી હોતી નથી. પરંતુ ભિન્નતા એટલે વિરુદ્ધતા એવું નથી હોતું. ભિન્નતા એટલે વિરુદ્ધતા એવો અર્થ કરવા જઈએ તો કુટુંબ, સમાજ, રાજ્ય બધે જ સંઘર્ષ ઊભા થાય, લડાઈ થાય, વિનાશ થાય. ભિન્નતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. એટલા માટે સાચા ધાર્મિક માણસોએ જુદા જુદા ધર્મ-સંપ્રદાય વચ્ચે સુસંવાદ સ્થાપવો જોઈએ. જૈન ધર્મ જગતના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છે છે. જૈનોના બૃહદ્ શાંતિસ્તોત્રમાં જગતના સર્વ લોકોના કલ્યાણની ભાવના રજૂ કરવામાં આવી છે. જૈન ધર્મ જાતિ, વર્ણ વગેરેથી પર છે અને તે જગતનો એક ઉદાર ધર્મ છે. મહારાજશ્રીએ જે વ્યાખ્યાન આપ્યું એથી કાશીનરેશ બહુ જ પ્રભાવિત થઈ ગયા અને તેમણે મહારાજશ્રીની પાઠશાળાની મુલાકાત લેવાનું તથા તે માટે આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું. - કાશીના બે વર્ષના નિવાસ દરમિયાન પાઠશાળાની પ્રવૃત્તિઓની લોકોની જાણકારી વધતાં, જૈન ધર્મ અને મહારાજશ્રીનું નામ વિદ્વાનોમાં પણ અત્યંત પ્રચલિત થઈ ગયું. વળી મહારાજશ્રીની વક્તત્વશક્તિનાં પણ બહુ વખાણ થવા લાગ્યાં. એથી જ વિ. સં. ૧૯૬૨માં જ્યારે અલાહાબાદમાં કુંભમેળો ભરાયો હતો ત્યારે પંડિત મદનમોહન માલવિયાએ ત્યાં “સનાતન ધર્મસભા'નું અધિવેશન યોજ્યું હતું. એ વખતે મુખ્યત્વે હિંદુ ધર્મના પંડિતો-શાસ્ત્રીઓ, વિદ્વાનો વગેરેનાં પ્રવચનો ગોઠવાયાં હતાં. પરંતુ તે ઉપરાંત જૈન ધર્મ ઉપર બોલવા માટે કોને નિમંત્રણ આપવું એનો વિચાર કરતાં મહાસભાના સો કાર્યકર્તાઓની નજર મહારાજશ્રી ઉપર પડી. એ માટે મહારાજશ્રીને વિધિસર Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૦૭ નિમંત્રણ આપવામાં આવ્યું. મહારાજશ્રીએ એ નિમંત્રણનો સ્વીકાર કર્યો અને પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. - કુંભમેળાને કારણે આ અધિવેશનમાં પચાસ હજારથી વધુ શ્રોતાઓ એકત્ર થયા હતા. એમાં ઘણી વ્યક્તિઓનાં વક્તવ્ય હતાં એટલે દરેકને દસ-પંદર મિનિટ આપવામાં આવતી. મહારાજશ્રીને માટે પણ દસ મિનિટ ફાળવવામાં આવી હતી. મહારાજશ્રીએ ધર્મમાં એકતા” એ વિષય ઉપર એટલું સરસ પ્રવચન ચાલુ કર્યું કે તાળીઓના ગડગડાટ થતા રહ્યા અને વધુ સમય બોલવા માટે આગ્રહ શ્રોતાઓ તેમ જ સંચાલકો તરફથી થવા લાગ્યો. એટલે લગભગ પચાસ મિનિટ સુધી મહારાજશ્રીની અમ્મલિત વાગ્ધારા ચાલતી રહી. મહારાજશ્રીના આ વ્યાખ્યાનનો એટલો મોટો પ્રભાવ પડ્યો કે વ્યાખ્યાન પછી અનેક લોકો એમને સભાસ્થળે તથા ત્યારપછી એમના ઉતારે મળવા આવ્યા. એમાં કેટલાક રાજવીઓ પણ હતા. મહારાજશ્રીએ ધાર્મિક સંકુચિતતા છોડી દેવા ઉપર ભાર મૂક્યો હતો અને જૈન ધર્મનાં ઉદાર તત્ત્વો દર્શાવ્યાં હતાં. એથી મહારાજશ્રીને અલાહાબાદમાં “આર્ય સમાજ', ખ્રિસ્તી સમાજ વગેરે સંસ્થાઓ તરફથી પોતાને ત્યાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણ મળ્યાં હતાં. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોથી પ્રભાવિત થયેલા દરભંગાના નરેશ મહારાજશ્રીને પોતાને બંગલે પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. એ નિમંત્રણ સ્વીકારી મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા હતા. એ વખતે નરેશ મહારાજશ્રીનાં કાર્યો માટે આર્થિક સહાય આપવાની ભાવના દર્શાવી હતી. - અલાહાબાદમાં પંદરેક દિવસ રોકાઈ મહારાજશ્રી પાછા કાશી પધાર્યા હતા. કાશીમાં પાઠશાળાનું કાર્ય વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું એટલે મહારાજશ્રીને લાગ્યું કે જૈન સાધુ તરીકે જ્ઞાનપ્રાપ્તિના નિમિત્તે કાશીનો સ્થિરવાસ જરૂરી હતો, પણ હવે પોતે વિહાર કરવો જોઈએ. મહારાજશ્રી યુવાન હતા, અદમ્ય ઉત્સાહી હતા, કષ્ટો સહન કરવાની તત્પરતાવાળા હતા, ધર્મપ્રચારની ધગશવાળા હતા અને તીર્થયાત્રાની ભાવનાવાળા હતા, એટલે નવા પ્રદેશો ખેડવાની દષ્ટિએ એમણે બિહાર અને બંગાળમાં વિહાર કરી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રભાવક સ્થવિરો સમેતશિખર, પાવાપુરી વગેરે તીર્થોની યાત્રા કરવા માટે પ્રયાણ કરવાનું નક્કી કર્યું. મહારાજશ્રી સાથે એમના ચાર શિષ્યો હતા, તદુપરાંત એમની પાઠશાળાના ઘણા વિદ્યાર્થીઓએ પણ એમની સાથે પગપાળા આવવાનો ઉત્સાહ બતાવ્યો, પરંતુ એમાંથી વીસ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા કે જેઓ પગપાળા પ્રવાસનું કષ્ટ ઉઠાવી શકે. બીજા વીસ વિદ્યાર્થીઓ એવા પસંદ કરવામાં આવ્યા કે જેઓ રેલવે દ્વારા પટના સ્ટેશને આવી પહોંચે અને ત્યાંથી પગપાળા યાત્રામાં જોડાય. જે દિવસોમાં મહારાજશ્રીએ આ વિહાર વિચાર્યો હતો તે દિવસોમાં ગુજરાત-રાજસ્થાન બાજુથી ટ્રેન દ્વારા પણ સમેતશિખરની યાત્રા કરવાનું એટલું પ્રચારમાં નહોતું, એટલી સુવિધા પણ નહોતી. ઊલટીની તકલીફો ઘણી હતી. એ જમાનામાં બિહાર–બંગાળમાં જૈન સાધુના વિહારની કલ્પના પણ કરવી સહેલી નહોતી, કારણ કે સેંકડો માઈલો સુધી જેનોનાં કોઈ ઘરો નહોતાં, એટલું જ નહિ પણ ક્યાંક ક્યાંક તો જંગલોમાં કે નિર્જન વેરાનમાં પંદર-પચ્ચીસ માઈલના વિસ્તારમાં કોઈ ગામો પણ આવતાં નહિ. સં. ૧૯૬૨નું ચાતુર્માસ પૂર્ણ કરીને મહારાજશ્રીએ કાશીથી પ્રયાણ કર્યું. કાશીનરેશે તથા કાશીના એક શ્રીમંત જૈન શ્રેષ્ઠીએ ખર્ચ માટેની રકમની જોગવાઈ કરી આપી. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે બનારસના ગોરા કલેક્ટરને આ કષ્ટમય વિહારની જાણ થતાં તેમણે વિદ્યાર્થીઓને પોલીસ ખાતા ઉપર એવો ભલામણપત્ર લખી આપ્યો કે જ્યાં જ્યાં તેઓ રાત્રિમુકામ કરે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા તેમને રક્ષણ મળે. આ વિહારમાં બધે જ રહેઠાણની સગવડ મળવાની નહોતી. એટલે તેઓને માટે તંબૂઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કે જેથી જરૂર પડે તો જંગલમાં તેઓ તંબૂમાં રહી શકે. આ તંબૂઓ તેઓએ જાતે જ ઊંચકવાના હતા. આવા મુકામ દરમિયાન વિદ્યાર્થીઓ રાતના વારાફરતી જાગતા રહી ચોકી કરતા રહેતા. ઉત્તર પ્રદેશમાંથી બિહારમાં જતાં શિષ્યો-વિદ્યાર્થીઓ મહારાજશ્રી સાથે રોજના ૨૦થી ૨૫ માઈલનો વિહાર કરતા. જ્યાં મુકામ કરતા ત્યાં મહારાજશ્રી કશી પણ ઔપચારિકતા વિના જ્યાં વધુ અવરજવર હોય તેવા રસ્તા ઉપર Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૦૯ ઊભા રહી અહિંસા-જીવદયા વિશે વ્યાખ્યાન આપતા. જ્યાં શાળાઓ હોય ત્યાં શાળાઓમાં જઈ હેડમાસ્તરને મળી શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન આપતા. ક્યારેક જરૂર પડે તો એવી શાળાઓમાં રાત્રિમુકામ પણ કરતા. મહારાજશ્રી અને એમના શિષ્યો ગોચરી વહોરી લાવતા. વિદ્યાર્થીઓ બજારમાંથી કશુંક ખાવાનું લાવીને ખાઈ લેતા અથવા અનુકૂળતા હોય તો હાથે રસોઈ બનાવી લેતા. જોકે ખાવાની વાતને તેઓ બહુ મહત્ત્વ આપતા નહિ. ક્યારેક આખા દિવસ દરમિયાન ખાવાનું ન મળે, અથવા માત્ર ચણામમરા મળે એવું પણ બનતું. આમ ઘણાં કષ્ટપૂર્વક તેઓનો વિહાર ચાલ્યો હતો, પરંતુ એનો એમને જરા પણ રંજ નહોતો. કોઈ કોઈ વખત એવા બનાવો બનતા કે શિષ્યો-વિદ્યાર્થીઓ પોતપોતાની ઝડપે ચાલતા હોય એટલે આગળ-પાછળ થઈ જતા. બે રસ્તા આવે કે બે કેડી આવે તેમાં કોઈ નિશાની હોય નહિ એટલે કેટલાક એક બાજુ ચાલ્યા જતા અને કેટલાક બીજી બાજુ. એટલે રાત્રિમુકામ વખતે મેળાપ ન થાય તો આગળનો વિહાર અટકાવી દેવો પડતો. કોઈ કોઈ વખત બધા એકત્ર થવામાં ત્રણ ચાર દિવસ નીકળી જતા. તેઓ બધા જ્યારે પટના પહોંચવા આવ્યા હતા, ત્યારે વિખૂટા પડી ગયા હતા. અને ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા અટવાયા હતા. પોલીસની મદદ લેવી પડી હતી. છેવટે બધા પટનામાં એકત્ર થયા હતા. પટનામાં બીજા વીસ વિદ્યાર્થીઓ ટ્રેન દ્વારા આવી પહોંચ્યા. તેઓને પણ સાથે લઈને મહારાજશ્રીએ સમેતશિખર, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, ગુણિયાજી વગેરે સ્થળોની તીર્થયાત્રા કરી. સમેતશિખરજીની યાત્રા મહારાજશ્રીએ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક કરી. જીવનમાં પહેલી જ વાર આ તીર્થની તેઓ યાત્રા કરતા હતા, એટલે એમનો આનંદ એટલો બધો હતો અને સ્થળની રમણીયતા એટલી બધી હતી કે બીજે દિવસે પણ મહારાજશ્રી કેટલાક વિદ્યાર્થીઓ સાથે પહાડ ઉપર ફરીથી ચડ્યા. ઉપર દર્શન-વંદન સારી રીતે થયાં, પરંતુ નીચે ઊતરતી વખતે મહારાજશ્રીનો એક પગ જકડાઈ ગયો. કોઈ નસ ખેંચાઈ ગઈ. બહુ કષ્ટ થવા લાગ્યું. દુખાવો વધતાં પગે સોજો પણ ચડી ગયો. વિદ્યાર્થીઓ- શિષ્યો તેમને ઊંચકીને નીચે ધર્મશાળામાં લઈ આવ્યા. તાત્કાલિક કેટલાક ઉપચારો કરવા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રભાવક સ્થવિરો છતાં મયું નહિ, એથી મહારાજશ્રીને ત્યાં જ રોકાઈ જવું પડ્યું. તેમનાથી બિલકુલ ચલાતું નહોતું. એ વખતે એક પહાડી માણસે બતાવેલી ઔષધિથી કંઈક ફરક પડવા લાગ્યો. એમ કરતાં લગભગ એક મહિનો મહારાજશ્રીને સમેતશિખરમાં રોકાઈ જવું પડ્યું. ટ્રેન દ્વારા આવેલા વિદ્યાર્થીઓ તો પાછા ચાલ્યા ગયા હતા, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ માટે કરેલી નાણાંની વ્યવસ્થા પૂરી થઈ ગઈ. નાણાંની તાત્કાલિક જરૂર પડી. એટલે મહારાજશ્રીને મુંબઈ સંદેશો મોકલાવીને પોતાના એક ભક્ત પાસેથી નાણાં મંગાવવા પડયાં હતાં. પગની તકલીફ છતાં મહારાજશ્રી સમેતશિખરમાં વ્યાખ્યાન આપતા રહ્યા હતા. એક વખત કલકત્તાના કેટલાક શ્રેષ્ઠીઓ ત્યાં જાત્રા કરવા આવ્યા હતા. તેમણે મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું. તેઓ બહુ પ્રભાવિત થયા. વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ ત્યાં વધુ દિવસ રોકાયા. તેમને એટલો બધો રસ પડ્યો કે મહારાજશ્રીને તરત કાશી પાછા ન ફરતાં કલકત્તા પધારવા નિમંત્રણ આપ્યું. મહારાજશ્રીએ એમનું નિમંત્રણ સ્વીકાર્યું અને પોતાની તબિયત સારી થતાં એમણે શિષ્યો અને વિદ્યાર્થીઓ સાથે કલકત્તા તરફ વિહાર કર્યો. સમેતશિખરથી વિહાર કરી મહારાજશ્રી કલકત્તા પધાર્યા. એ જમાનામાં કલકત્તામાં જૈન મુનિઓનો વિહાર નહોતો એટલે મહારાજશ્રી જેવા ખ્યાતનામ મહાત્માનો ચાતુર્માસ માટે લાભ મળે એ ઘણી મોટી ઘટના હતી. કલકત્તાના શ્રાવકોમાં તો એથી બહુ આનંદોલ્લાસ વ્યાપી ગયો, એટલું જ નહિ જેનેતર વિદ્વાનો પણ એમને મળવા માટે આવવા લાગ્યા. મહારાજશ્રીના સંસ્કૃત ભાષા પરના અસાધારણ પ્રભુત્વથી તેઓ પ્રભાવિત થયા હતા. મનુસ્મૃતિના માંસભક્ષણના દોષ વિશેના વિધાનનો વ્યાકરણની દૃષ્ટિએ મહારાજશ્રીએ સાચો અર્થ કરી બતાવ્યો હતો. કલકત્તામાં કાલિમાતાને પશુ–બલિ ચડાવવામાં આવતાં. એક વિદ્વાને આવીને કહ્યું કે, “દુર્ગાસપ્તતિ'માં “પશુપુષ્પગંધેશ્વ' એ પ્રમાણે પશુનો બલિ ચડાવવાનો સ્પષ્ટ નિર્દેશ છે. ત્યારે મહારાજશ્રીએ સામું પૂછ્યું કે “તમે પુષ્પની પાંદડીઓ તોડીને અને ટુકડા કરીને ચડાવો તો માતાજી પ્રસન્ન થાય કે અખંડિત પુષ્પ ચડાવો તો પ્રસન્ન થાય ?' વિદ્વાને કહ્યું કે “અખંડિત પુષ્પ ચડાવવું જોઈએ.” એટલે મહારાજશ્રીએ કહ્યું કે “એવી જ રીતે માતાજીને Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ જીવતું અખંડિત પશુ ધરાવવું જોઈએ. જો પશુના ટુકડા કરીને ચડાવીએ તો માતાજી કોપે ભરાય અને શાપ આપે.' મહારાજશ્રીની તર્કયુક્ત દલીલ સાંભળી એ વિદ્વાન બહુ પ્રસન્ન થયા અને પશુબલિ મારીને ન ચડાવવાનો સંકલ્પ કર્યો. મહારાજશ્રી કલકત્તામાં રોજ સવારે પ્રાતઃવિધિ માટે બહાર જઈને પાછા ફરતા ત્યારે સ્થળોમાં ક્યાંક ઊભા રહી પોતાના શિષ્યો સમક્ષ પ્રવચન આપતા. એ વખતે સવારે ફરવા નીકળેલા કે શાકભાજી, દૂધ વગેરે લેવા નીકળેલા લોકો એમને સાંભળવા ઊભા રહી જતા. આવી રીતે ઘણી વાર લોકોને એમણે ઉદ્બોધન કર્યું હતું અને કેટલાયે લોકોને માંસાહાર છોડાવ્યો હતો. કલકત્તામાં મહારાજશ્રીના પાઠશાળાના પાંચ વિદ્યાર્થીઓને મહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી હતી. એ પાંચ મુનિમહારાજો તે સિંહવિજયજી, ગુણસાગરજી, વિદ્યાવિજયજી, મહેન્દ્રવિજયજી તથા ન્યાયવિજયજી. ચાતુર્માસ પછી મહારાજશ્રીએ બંગાળ—બિહારમાં વિવિધ સ્થળે વિહાર કર્યો. નાંદિયા નામના ગામે પહોંચ્યા ત્યારે રાત્રિમુકામ માટે યોગ્ય સ્થળ મળતું નહોતું. વળી તેઓ વિહારમાં બધા ભૂલા પડી ગયા હતા. તે વખતે મહારાજશ્રી પોતાની સાથેના બે-એક શિષ્યો સાથે એક સંન્યાસીના મકાનમાં પહોંચ્યા. મહારાજશ્રીને જોતાં જ તે સંન્યાસી ઊભા થઈ ગયા.અલાહાબાદના કુંભમેળા વખતે એમણે મહારાજશ્રીને સભામાં બોલતા સાંભળ્યા હતા. તેમણે મહારાજશ્રી માટે રાત્રિ–મુકામની વ્યવસ્થા કરી. તેઓ પોતાના વિદ્યાર્થીઓને ન્યાયશાસ્ત્ર શીખવતા હતા. મહારાજશ્રીએ તેમની સાથે તથા એ જિલ્લાના અન્ય પંડિતો સાથે ન્યાયશાસ્ત્રની છણાવટ કરી હતી. સાથે સાથે મહારાજશ્રીએ ઠેર ઠેર વ્યાખ્યાનો આપી કેટલાયે લોકોને માંસાહાર છોડાવ્યો હતો. ૩૧૧ સમેતશિખરજીની યાત્રા, કલકત્તામાં ચાતુર્માસ તથા બિહાર અને બંગાળમાં વિહાર કરવામાં એક વર્ષથી અધિક સમય થઈ જાય એ સ્વાભાવિક હતું, પરંતુ મહારાજશ્રી કાશીથી વિહાર કરી ગયા પછીથી યશોવિજયજી જેન પાઠશાળાની પરિસ્થિતિ બગડતી ગઈ. સારા સારા વિદ્યાર્થીઓ મહારાજશ્રી સાથે વિહારમાં ચાલ્યા ગયા હતા. નબળા વિદ્યાર્થીઓ પાઠશાળામાં રહ્યા હતા, તેમને હવે સંસ્કૃત-પ્રાકૃત જેવા કઠિન વિષયો ભણવામાં રસ રહ્યો નહિ. તેઓએ પણ થોડા વખત પછી પાઠશાળામાં આવવાનું અનિયમિત કરી નાંખ્યું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રભાવક સ્થવિરો પાઠશાળાની આ ચિંતાજનક પરિસ્થિતિના સમાચાર એક બાજુ જેમ મહારાજશ્રીને મળતા ગયા તેમ બીજી બાજુ મુંબઈના મુખ્ય દાતાઓ શ્રી વીરચંદ દીપચંદ તથા ગોકુળભાઈ મૂળચંદને પણ મળતા ગયા. તેઓએ મહારાજશ્રીને સંદશો કહેવડાવ્યો કે, ‘આપ કાશી તરત પધારો અને પાઠશાળાનું સુકાન પાછું બરાબર સંભાળી લો.’ • પરંતુ એ દિવસોમાં પત્રવ્યવહાર સિવાય બીજો કોઈ સંપર્ક ઝડપી નહોતો. વળી મહારાજશ્રી પાવાપુરી તરફ નાનાં ગામડાંઓમાં વિચરતા હતા. શેઠ વીરચંદભાઈ વયોવૃદ્ધ હતા. તો પણ તેમણે તથા ગોકુળભાઈ મૂળચંદના સુપુત્ર મણિભાઈએ કાશી (બનારસ) જવાનો વિચાર કર્યો...પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે મહારાજશ્રીએ કાશી તરફ વિહાર ચાલુ કરી દીધો છે. મહારાજશ્રી સમેતશિખરના પહાડ ઉપર પડી ગયા હતા. એ વખતે પગની જે નસ ઉ૫૨ ઈજા થઈ હતી ત્યાં જ પાછી પીડા ઊપડી અને સોજો આવ્યો. એટલે મહારાજશ્રીને ચાલવાની તકલીફને લીધે પંદરેક દિવસ વિહાર મુલતવી રાખવો પડ્યો. ત્યાર પછી વિહાર કરતાં કરતાં મહારાજશ્રીએ સં. ૧૯૬૪ના અખાત્રીજના દિવસે કાશીમાં પ્રવેશ કર્યો. કાશીનરેશે એમના પ્રવેશ વખતે ભવ્ય સામૈયું કર્યું. મહારાજશ્રી પાછા પધારતાં કાશીની પાઠશાળામાં ઉત્સાહનું વાતાવરણ ફરી વળ્યું. મહારાજશ્રીને કાશીના પંડિતો અને બીજા લોકો ‘બાબાજી’ તરીકે ઓળખતા હતા. તેઓ બોલવા લાગ્યા કે, ‘બાબાજી પાછા આવી ગયા છે એટલે પાઠશાળા હવે ફરી પાછી સારી ચાલશે એમાં શંકા નથી.’ એ જ પ્રમાણે થયું. મહારાજશ્રીના આગમનથી પાઠશાળા પુનર્જીવિત થઈ થોડા વખતમાં જ છ-સાત વિદ્યાર્થીઓમાંથી સાઠ-સિત્તેર વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ. બધાનો અભ્યાસ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લાગ્યો. પંડિતો નિયમિત આવવા લાગ્યા. વળી હવે મહારાજશ્રીની ખ્યાતિ પણ સમગ્ર ભારતમાં અને વિદેશમાં એટલી વધી ગઈ હતી કે થોડે થોડે દિવસે દેશ-વિદેશના કોઈક ને કોઈક મહાનુભાવો, પંડિતો, પ્રાધ્યાપકો, કલેક્ટરો વગેરે પાઠશાળાની મુલાકાતે પધાર્યા જ હોય. કાશીમાં મહારાજશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરવા-કરાવવાનું, તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું, અપ્રકાશિત ગ્રંથોના Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૧૩ સંશોધન-સંપાદનનું એટલું અભૂત કાર્ય કર્યું હતું કે કાશી, નાંદિયા, કલકત્તા, મિથિલા વગેરે પ્રદેશના સવાસો જેટલા વિદ્વાનો તરફથી જૈન અગ્રણીઓના સહકાર સાથે મહારાજશ્રીને કાશીનરેશના હસ્તે ભવ્ય સમારોહપૂર્વક શાસ્ત્રીવિશારદ જૈનાચાર્ય'ની પદવી વિ. સં. ૧૯૬૪ના ભાદરવા માસમાં આપવામાં આવી હતી. સંસ્કૃત ભાષામાં એમને માનપત્ર આપવામાં આવ્યું હતું. આ અવસર પર કલકત્તાના મહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણે અંગ્રેજી ભાષામાં પ્રેરક પ્રવચન કર્યું હતું. દેશ-વિદેશથી ડો. હર્મન જેકોબી વગેરેના અભિનંદન-સંદેશાઓ આવ્યા હતા. કાશીનો આ પદવી-પ્રદાન-પ્રસંગ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. જૈન ધર્મ ઉપરાંત હિંદુ ધર્મના જ્ઞાતા તરીકે, ષડ્રદર્શનના અભ્યાસી તરીકે મહારાજશ્રીની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી. એટલે જ વિ. સં. ૧૯૬૫માં કલકત્તામાં જ્યારે સર્વધર્મ પરિષદ-Convention of Religious in Indiaની સ્થાપના થઈ અને એનું પ્રથમ અધિવેશન યોજાયું, ત્યારે તેના મંત્રી બાબુ શારદાચરણ મિત્રે મહારાજશ્રીને તેમાં ભાગ લેવા માટે તથા જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપ્યું હતું. પરંતુ મહારાજશ્રી કાશીથી કલકત્તા જઈ શકે તેમ નહોતા એટલે એમણે એ પરિષદ માટે “જેનતત્ત્વ' એ વિષય ઉપર નિબંધ લખ્યો હતો અને પોતાના એક પ્રતિનિધિને કલકત્તા મોકલીને એ પરિષદમાં નિબંધ વંચાવ્યો હતો. એ નિબંધની શ્રોતાઓ ઉપર ઘણી સારી છાપ પડી હતી. એથી જ વિ. સં. ૧૯૬૬માં જ્યારે અલાહાબાદમાં સર્વધર્મ પરિષદનું બીજું અધિવેશન યોજવામાં આવ્યું ત્યારે મહારાજશ્રીને ત્યાં પધારવા માટે ઘણો આગ્રહ થયો. મહારાજશ્રીએ વિચાર્યું કે કાશીથી અલાહાબાદ વિહાર કરીને પહોંચી શકાય એમ છે એટલે તેઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા હતા અને એ અધિવેશનમાં એમણે “જૈન શિક્ષા” વિશે નિબંધ વાંચ્યો હતો. આ નિબંધની અને મહારાજશ્રીએ રજૂ કરેલા વક્તવ્યની ઘણી સારી છાપ પડી હતી. અધિવેશનના પ્રમુખ દરભંગાના મહારાજશ્રી હતા અને એમણે પણ મહારાજશ્રીના વક્તવ્યની ઘણી પ્રશંસા કરી હતી. આમ મહારાજશ્રીએ આ અધિવેશનમાં ભાગ લીધો એથી તેઓ ઘણા Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો પંડિતોના, વિદ્વાનોના સંપર્કમાં આવ્યા, એથી ઘણા અજૈન વિદ્વાનો, પંડિતોને જૈન ધર્મના તત્ત્વસિદ્ધાંતોમાં રસ પડ્યો હતો. મહારાજશ્રી જેમ જેમ અજૈન વિદ્વાનોના સંપર્કમાં આવતા ગયા તેમ તેમ એક વાત એમને સમજાતી ગઈ કે ઘણા એવા પંડિતો અને વિદ્વાનો છે જેમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલા સમર્થ જૈન સાહિત્યની કશી જ માહિતી નથી. કેટલાકને હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્યનાં નામની કદાચ ખબર હોય, કે એમની કેટલીક કૃતિઓનાં નામની ખબર હોય તો પણ એમનું સાહિત્ય તેઓએ વાંચ્યું ન હોય. અર્જુન પંડિતોની જૈન ધર્મ કે તત્ત્વજ્ઞાન વિશેની કેટલીક ગેરસમજ આ પ્રકારના વાંચનને અભાવે છે એમ મહારાજશ્રીને સમજાયું. આવું સમર્થ જૈન સાહિત્ય ઘણું–ખરું હસ્તપ્રતોમાં–પોથીઓમાં હતું. એ જો છપાવીને સુલભ કરવામાં આવે તો તેથી જૈન અને અર્જુન એવા તમામ સાધુ-સંન્યાસીઓ, પંડિતો, શિક્ષણક્ષેત્રના વિદ્વાનોને લાભ થાય. એ આશાથી મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૦માં એક ગ્રંથપ્રકાશનશ્રેણી ચાલુ કરવાનું વિચાર્યું. એ શ્રેણીનું શું નામ આપવું એનો વિચાર કરતાં દેખીતી રીતે જ છેલ્લા સમર્થ જ્ઞાની, કાશીમાં જ અભ્યાસ કરનાર એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ જ યાદ આવે. એટલે પાઠશાળા તરફથી પ્રકાશિત થનાર એ ગ્રંથશ્રેણી માટે પણ, ‘શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા' એવું નામ મહારાજશ્રીએ રાખ્યું. ગ્રંથપ્રકાશન માટે ફંડ એકત્ર થતાં દસેક વર્ષના ટૂંકા ગાળામાં મહારાજશ્રીએ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરેના મળીને પચાસેક જેટલા ગ્રંથો પ્રગટ કર્યા. દેશવિદેશમાં એ ગ્રંથો પહોંચતાં જૈન સાહિત્યનો અભ્યાસ વધ્યો અને વિદેશોનાં જર્નલમાં એની નોંધ લેવાઈ અને હર્મન જેકોબી, હર્ટલ, ગોરીનોટ, થૉમસ, રુડોલ્ફ, ચાર્લ્સ ઍલિયટ, બેલોની ફિલ્પી, ફિનોર, ફિલીપી મિસ ક્રોઝ વગેરે સંખ્યાબંધ વિદેશી વિદ્વાનોએ જૈન સાહિત્યની મુક્ત કંઠે પ્રશંસા કરી. જૈન કાવ્યસાહિત્ય, કથાસાહિત્ય વગેરે માટે હર્ટલ વગેરે વિદ્વાનોએ ઉચ્ચ અભિપ્રાયો દર્શાવ્યા અને અન્ય સાહિત્ય કરતાં જૈન સાહિત્યની વિશિષ્ટતા શી છે તે પણ પોતાના લેખો-અવલોકનોમાં તેઓ બતાવવા લાગ્યા. આ ગ્રંથશ્રેણીઓ દ્વારા ગ્રંથો પ્રકાશિત થતાં ઉત્તર ભારત, બંગાળ, રાજસ્થાન વગેરેની પ્રાંતીય સરકારોએ કે દેશી રાજ્યોએ પોતાના પ્રકાશન ૩૧૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૧૫ ખાતામાં તથા ગ્રંથાલયોમાં એ ગ્રંથો દાખલ કરાવ્યા. તદુપરાંત કેટલીક યુનિવર્સિટીઓમાં જેન ગ્રંથો બી.એ. અને એમ.એ.ના અભ્યાસક્રમમાં દાખલ થવા લાગ્યા. મહારાજશ્રીની આ જેવીતેવી સિદ્ધિ નહોતી. મહારાજશ્રીના વિચારો એવા ઉદાર હતા કે જેમ અન્ય ધર્મીઓ જેના ધર્મનાં ગ્રંથોનો અભ્યાસ કરતા તેમ જૈન વિદ્વાનોએ અન્ય ધર્મના ગ્રંથોનો પણ અભ્યાસ કરવો જોઈએ અને અન્ય ધર્મના વિદ્વાનો સાથે તત્ત્વવિચારણા કરી તેમને જૈન ધર્મનાં તત્ત્વો સમજાવવાં જોઈએ. બોદ્ધ ધર્મના અભ્યાસ માટે જૈન વિદ્વાનોએ પાલી ભાષાનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે કલકત્તાના ડો. સતીશચંદ્ર વિદ્યાભૂષણને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે સરકાર તરફથી શ્રીલંકા મોકલવાનું નક્કી થયું ત્યારે તેમની સાથે પોતાના બે વિદ્યાર્થીઓ પંડિત હરગોવિંદદાસ તથા પંડિત બેચરદાસ દોશીને પાલી ભાષા તથા બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે મોકલવા માટેની વ્યવસ્થા મહારાજશ્રીએ કરાવી હતી. આ બંને પંડિતોએ શ્રીલંકા જઈને પાલી ભાષાનો સારો અભ્યાસ શ્રીલંકાના બૌદ્ધ ભિખુઓ પાસે કર્યો હતો. “યશોવિજયજી ગ્રંથમાળા'ના પ્રકાશન ઉપરાંત મહારાજશ્રીને લાગ્યું કે જેનોનું એક સામયિક પણ હોવું જોઇએ કે જેથી તેમાં લેખો પ્રસિદ્ધ થતા રહે અને જેન જગતના અહેવાલો પણ પ્રસિદ્ધ થતા રહે. એ માટે મહારાજશ્રીની પ્રેરણાથી એમના ભક્ત શ્રી હર્ષચંદ્ર ભૂરાભાઈ કે જેમણે શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાની આર્થિક જવાબદારી સંભાળી લીધી હતી તેમણે “જૈન શાસન' નામનું એક પાક્ષિક પત્ર સં. ૧૯૬૭માં ચાલુ કર્યું હતું. એના પ્રત્યેક અંકમાં મહારાજશ્રી “ધર્મદેશના'ના નામથી લેખ લખતા. એથી સમાજમાં ઘણી જાગૃતિ આવી ગઈ હતી. કાશીમાં વિદ્યાભ્યાસનું કાર્ય કરતાં-કરાવતાં મહારાજશ્રીએ જેન અને હિંદુ વચ્ચેના વિષને દૂર કરાવ્યો હતો અને સુમેળના પ્રેમભર્યા સંવાદી વાતાવરણનું નિર્માણ કરાવ્યું હતું. ઠેઠ પ્રાચીન સમયથી કાશી જેન, બૌદ્ધ અને હિંદુઓનું પવિત્ર સ્થળ રહ્યું છે. આમ છતાં મહારાજશ્રીને એક વાત ત્યાંના વાતાવરણમાં ખૂંચતી હતી. કાશીમાં મનુષ્યોનું ગૌરવ છે, પણ પશુઓની બેહાલ દશા છે. અપંગ પ્રાણી લોકોની લાતો ખાતાં ખાતાં કે લાકડીનો માર Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રભાવક સ્થવિરો ખાતાં ખાતાં મૃત્યુ પામતાં. વળી કાશીમાં માતાજીના મંદિરમાં લોકો જીવતા પશુનો ભોગ ધરાવતા. પૂજારીઓ ધરાવેલાં એટલાં બધાં પશુઓ જાતે ખાઈ શકે નહિ એટલે કેટલાંક પશુને તેઓ જીવતાં લઈ જઈને કસાઈને વેચી દેતા. પશુઓની કતલનો મોટો વેપાર કાશી જેવા પવિત્ર ધામમાં ચાલતો એ મહારાજશ્રી માટે અસહ્ય થઈ પડ્યું. એમણે જોયું કે કાશીમાં પશુવધ બંધ કરાવવાની જરૂર છે તથા પશુશાળા (પાંજરાપોળ) બંધાવવાની જરૂર છે. મહારાજશ્રીને તો એ વાતનો ખેદ થયો કે કાશીના કેટલાક વૈષ્ણવોને અને બ્રાહ્મણોને એવું બોલતાં એમણે સાંભળ્યા હતા કે, ‘બકરી તો દૂધ આપે, પણ બકરો શા કામનો ? એટલે બફરાનો ભોગ ધરાવવામાં આવે કે કસાઈ કાપે એમાં શો વાંધો હોઈ શકે ?' પશુશાળા (પાંજરાપોળ)ની બાબત એવી હતી કે એમાં કોઈ ધાર્મિક મતભેદને અવકાશ નહોતો. મહારાજશ્રીએ એ માટે કાશીના પંડિતોનો સહકાર મેળવ્યો. વળી કાશીનરેશને પણ એમણે આ કાર્યમાં સહાય કરવા અરજ કરી. કાશીનરેશે આ વાત સ્વીકારી. વળી મુસલમાનો પણ આ કાર્યમાં જોડાયા. કાશીમાં પશુઓ માટે ગુજરાતની પાંજરાપોળ જેવી સંસ્થાની સ્થાપના પહેલી વાર થતી હતી. એ માટે ગંગા નદીના એક ઘાટ ઉપર વિશાળ જગ્યા પણ મળી ગઈ. મહારાજશ્રીએ પશુશાળાને જૈનોની કોઈ એક સંસ્થા તરીકે નહિ, પણ એક સાર્વજનિક સંસ્થા તરીકેનું સ્વરૂપ આપ્યું અને રક્ષક સમિતિમાં હિંદુ અને જૈન ઉપરાંત મુસલમાન અને ખ્રિસ્તી સભ્યોને પણ લેવામાં આવ્યા. આથી આ સંસ્થાને બધાનો સહકાર મળવા લાગ્યો. આમ, કાશીમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા તથા પશુશાળા એ બે મહારાજશ્રીની મહત્ત્વની સંસ્થાઓ બની ગઈ. એ બંને સંસ્થાઓ માટે મુંબઈ, ગુજરાત અને અન્ય પ્રદેશોમાંથી દાનનો સારો પ્રવાહ વર્ષો સુધી મળતો રહ્યો હતો. મહારાજશ્રીને ગુજરાત છોડ્યાંને ઘણાં વર્ષ વીતી ગયાં હતાં. હવે તેમને ગુજરાત તરફ પ્રયાણ કરવું હતું. પરંતુ કાશીના લોકો તેમને જવા દેતા નહોતા. છેવટે બે ચાતુર્માસ કરી તેઓ પાછા ફરશે એવી શરતે તેમણે કાશી છોડ્યું. કાશીથી વિદાય થતી વેળાએ મોટો સમારંભ યોજાયો હતો. કેટલાંયે Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૧૭ લોકોની આંખમાં આંસુ આવ્યાં. ગુજરાત તરફના વિહાર માટે મહારાજશ્રીએ માળવાનો રસ્તો ન લેતાં રાજસ્થાનનો રસ્તો લીધો. માળવાનો રસ્તો ટૂંકો હતો અને પોતે ગુજરાતમાંથી કાશી એ રસ્તે જ આવ્યા હતા, પરંતુ મહારાજશ્રીને રાજસ્થાનનાં તીર્થોની યાત્રા કરવાની ભાવના હતી. વળી એ તરફ જૈનોની વસ્તી પણ વધારે હતી. કાશીથી મહારાજશ્રી અયોધ્યા, લખનૌ અને કાનપુર થઈને આગ્રા પધાર્યા. ત્યાંથી મથુરા પધાર્યા. મથુરામાં જૈનોની ખાસ વસ્તી નહોતી. મહારાજશ્રીએ એક દિગંબર શ્રેષ્ઠીના ઘરે મુકામ કર્યો. મથુરાના મ્યુઝિયમના ડાયરેક્ટર રાયબહાદુર રાધાસ્વામી બહુ મોટા વિદ્વાન હતા. તેમણે કહ્યું કે મથુરામાં કંકાલી ટીલાના જે પ્રાચીન અવશેષો મળ્યા છે તેમાં સૌથી વધુ પ્રાચીન અવશેષો જેનોના છે, તે પછી બૌદ્ધોના છે અને તે પછી વૈષ્ણવોના છે. અહીં મથુરામાં આર્ય સ્કંદિલાચાર્યની નિશ્રામાં આગમવાચના થઈ હતી એ બતાવે છે કે બે હજાર વર્ષ પહેલાં મથુરા જૈનોનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. મથુરાથી મહારાજશ્રી વૃંદાવન પધાર્યા. ત્યાં મુખ્ય ગોસાંઈ મધુસૂદન ગોસ્વામીના પ્રમુખપદે મહારાજશ્રીનું વ્યાખ્યાન ગોઠવાયું હતું અને વૃંદાવનના બીજા ગોસ્વામીઓ તથા પંડિતો અને શાસ્ત્રીઓ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણવોની નગરીમાં એક જૈન આચાર્ય જૈન ધર્મ ઉપર વ્યાખ્યાન આપી જાય એ કેટલાક વૈષ્ણવોને ગમતી વાત નહોતી અને વ્યાખ્યાન બંધ રખાવવા કોશિશ થઈ હતી, પરંતુ મુખ્ય મુખ્ય તમામ વ્યક્તિઓ મહારાજશ્રીના નામથી સુપરિચિત હતી અને તેઓએ વ્યાખ્યાનના આયોજનને સફળ બનાવ્યું હતું. મહારાજશ્રીએ પણ પોતાના વ્યાખ્યાનમાં ભારતીય ધર્મોમાં કેટલી બધી ઉદારતા રહેલી છે તે દૃષ્ટાંતો સાથે દર્શાવી, ધર્મના ક્ષેત્રે પ્રેમ, ઉદારતા, સહિષ્ણુતા અને એકતાની કેટલી બધી આવશ્યકતા છે એના ઉપર ભાર મૂક્યો હતો. વૃંદાવનથી મહારાજશ્રી મથુરા થઈને ભરતપુર પધાર્યા. ત્યાં જૈન-જૈનેતર લોકો સમક્ષ વ્યાખ્યાનો આપી તેઓ જયપુર પધાર્યા. રસ્તાનાં ગામો નાનાં નાનાં હતાં અને ત્યાં જૈનોની વસ્તી નહોતી. ત્યાં તેમણે સદાચાર ઉપર વ્યાખ્યાનો આપ્યાં. જયપુરમાં કેટલાક દિવસ રોકાઈ તેઓ કિશનગઢ પધાર્યા. ત્યાં ઢંઢક મુનિઓની વિનંતીથી મહારાજશ્રીના શિષ્યોએ મૂર્તિપૂજા વિશે, બ્રાહ્મણ પંડિતોની Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રભાવક સ્થવિરો સાક્ષીમાં શાસ્ત્રાર્થ શરૂ કર્યો, પણ તર્કયુક્ત રીતે શાસ્ત્રાર્થ કરવાનું ન ફાવતાં ટૂંઢક મુનિઓ અડધેથી સભા છોડીને ચાલ્યા ગયા. એથી ત્યાંનાં છાપાંઓમાં બ્રાહ્મણ પંડિતોએ ટીકા કરી હતી. કિશનગઢમાં રણજિતમલજી નાહટા નામના શ્રેષ્ઠીએ પોતાના અંગત ભંડારમાંથી મહારાજશ્રીને ઘણી બધી અમૂલ્ય હસ્તપ્રતો ભેટ આપી હતી. કિશનગઢથી મહારાજશ્રી અજમેર પધાર્યા. અહીં એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની. મહારાજશ્રીનો જમાનો એ અંગ્રેજોની સર્વોપરીતાનો જમાનો હતો. અંગ્રેજોએ પોતાના રાજ્યશાસનકાળ દરમિયાન ભારતની પ્રજાને ગુલામ બનાવી દીધી હતી અને માનસિક રીતે એવી કચડી નાખી હતી કે અંગ્રેજોને કશું કહી શકાતું નહિ. તેમાં પણ અંગ્રેજો હિંદુઓનાં, જેનોનાં કે મુસલમાનોનાં ધર્મક્ષેત્રોમાં પણ પોતાની સત્તા વાપરીને મનસ્વીપણે વર્તતા હતા. સત્તા આગળ કોઈનું ચાલતું નહિ. લોકો બહુ ડરી ગયા હતા. આબુમાં દેલવાડાનાં સુપ્રસિદ્ધ જિનમંદિરમાં એવી ઉત્તમ પ્રકારની કલાકારીગરી છે કે તે જોવા જવાનું મન અંગ્રેજોને થયા વગર રહે નહિ. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઠંડી વગેરેને કારણે તથા એવી જીવનશૈલીને કારણે પગમાં બૂટ-મોજાં પહેર્યા વગર ઘરમાં ફરાય નહિ. ભોજન જમતી વખતે પગમાં બૂટ-મોજાં પહેર્યા હોય અને દેવળમાં પ્રાર્થના કરતી વખતે પણ તે પહેર્યા હોય. અંગ્રેજો ભારતમાં પણ તે પ્રમાણે જ રહેતા અને તેથી જેન કે હિંદુ મંદિરોમાં બૂટ-મોજાં પહેરીને દાખલ થતા તો તેમને કોઈ અટકાવી શકતું નહિ. સત્તાને કારણે તેઓનો એવો તે વખતે રુઆબ હતો. પ્રજા પણ ગરીબ, લાચાર અને ગભરુ હતી. અંગ્રેજો ઉનાળામાં અને અન્ય ઋતુઓમાં પણ આવશ્યકતા અનુસાર ઊંચા પર્વતોમાં રહેવા ચાલ્યા જતા. તેવી રીતે આબુ પર્વત ઉપર પણ તેઓએ પોતાનું કાયમનું મથક સ્થાપ્યું હતું અને તેથી દેલવાડાના જિનમંદિરમાં આવનાર અંગ્રેજોની અવરજવર વધી ગઈ હતી. અંગ્રેજો બૂટ-મોજાં પહેરીને મંદિરમાં આવતા તેની સામે જેનોએ પોતાની મૌખિક અને લેખિત નારાજગી વખતોવખત દર્શાવી હતી અને તે સમયે જેન શ્વેતામ્બર કૉન્ફરન્સે પણ કેટલાક પ્રયત્નો કર્યા હતા છતાં તેનું કશું પરિણામ આવ્યું નહોતું. ચાર-પાંચ દાયકાથી આ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ રીતે અંગ્રેજો બૂટ-મોજાં પહેરીને આબુના જૈન મંદિરમાં જતા હતા. મહારાજશ્રી જ્યારે આગ્રાથી મારવાડ તરફ વિહાર કરતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે અજમેરમાં એજન્ટ ટુ ધ ગવર્નર જનરલની ઓફિસ છે. તે વખતે એજન્ટ હતા મિ. કેલ્વિન. એમની આગળ જો બરાબર રજૂઆત કરી હોય તો તેઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને, વાઇસરોયને બરાબર સલાહ આપી શકે અને તેઓ આ વિષયમાં કાયદો કરી શકે. વળી મહારાજશ્રીને એવો પણ વિચાર આવ્યો કે તુંડમિજાજી અને દેશી લોકો પ્રત્યે તુચ્છકાર અને અપમાનની નજરે જોનારા અંગ્રેજ શાસકોને જો બીજા કોઈ પ્રતિષ્ઠિત અંગ્રેજ તરફથી કહેવામાં આવે તો તેની અસર વધુ થાય. તે વખતે ઇંગ્લેન્ડમાં રહેતા - અને જૈન સાહિત્યમાં રસ ધરાવનાર અને જેન હસ્તપ્રતોની માહિતી માટે પ્રયત્નશીલ રહેનાર, ઇન્ડિયા ઑફિસ લાઈબ્રેરીના અધ્યક્ષ ડો. થોમસ સાથે મહારાજશ્રી પ્રત્યે ઘણો આદર હતો. તેઓ પરસ્પર મળ્યા નહોતા, પણ પત્રવ્યવહારમાં ડૉ. થોમસની લાગણી વ્યક્ત થતી. મહારાજશ્રીએ વિચાર્યું કે પોતે કેલ્વિનસાહેબ સાથે સીધી વાત કરે અને તરત તેનો ઇન્કાર થઈ જાય તો ફરી પાછી વાત ઉપાડી શકાશે નહિ. એટલે એમણે આબુના જિનમંદિરની આખી પરિસ્થિતિ સમજાવતો વિગતવાર પત્ર ડૉ. થોમસને લખ્યો અને વિનંતી કરી કે તેઓ કૅલ્વિન સાહેબને આ બાબતમાં સમજાવે. ત્યારપછી પોતે કૅલ્વેિનસાહેબને મળશે. એ દિવસોમાં જહાજ મારફત લંડન પત્ર પહોંચતાં દોઢ-બે મહિના તો લાગી જતા. એટલે ડૉ. થોમસનો પત્ર કૅલ્વેિનસાહેબને મળી જાય તે પછી પોતે તેમને મળે. ડૉ. થોમસનો જવાબ મહારાજશ્રીને મળી ગયો. તેમણે સર કૅલ્વેિનસાહેબને પત્ર લખી દીધો છે, એવું જણાવ્યું ત્યારપછી મહારાજશ્રીએ સર કૅલ્વેિનસાહેબને પત્ર લખીને મુલાકાત માટે સમય માગ્યો. ઈ. સ. ૧૯૧૩ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે પોણાઅગિયાર વાગે અજમેરમાં મુલાકાતનો સમય આપવામાં આવ્યો. મહારાજશ્રી પોતાના કેટલાક શિષ્યો સાથે તથા રાજસ્થાનના કેટલાક અગ્રણીઓ સાથે કેલ્વિનસાહેબને મળવા ગયા. સર કૅલ્વિને મહારાજશ્રીને કહ્યું કે, “આબુના જિનમંદિર અંગે ઇન્ડિયા ઑફિસ લાઈબ્રેરીના મુખ્ય ગ્રંથપાલ ડો. થોમસનો પત્ર મારા ઉપર આવ્યો છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રભાવક સ્થવિરો તેમણે ભલામણ કરી છે એટલે એ બાબત જરૂર કરવા યોગ્ય જ હોય. આબુના જૈનમંદિર અંગે તમારી શી ઇચ્છા છે ?' મહારાજશ્રીએ કહ્યું કે, ‘અમારા જિનમંદિરની પવિત્રતા સચવાય એટલા માટે કોઈ પણ વ્યક્તિ બૂટ-ચંપલ પહેરી મંદિરમાં દાખલ થાય નહિ એ માટે સરકારે કાયદો કરવાની જરૂર છે.’ કૅલ્વિનસાહેબે કહ્યું, ‘તમે મને એક વિગતવાર અરજી લખીને આપો. એની સાથે ડૉ. થૉમસનો ભલામણપત્ર હું જોડીશ અને સાથે મારી ભલામણ પણ લખીશ અને એ તમારો પત્ર દિલ્હી વાઈસરૉયને હું મોકલી આપીશ એટલે તમારું કામ થઈ ગયું જ સમજો.' મહારાજશ્રીએ એક શ્રેષ્ઠી પાસે અરજી લખાવીને આપી. સર કૅલ્વિને તે પોતાની ભલામણ સાથે દિલ્હીની અંગ્રેજ હકૂમતને મોકલી આપી. થોડા દિવસમાં જ લેખિત હુકમ આવી ગયો કે આબુના જિનમંદિરમાં કોઈ પણ યુરોપિયન કે અન્ય કોઈ વ્યક્તિ બૂટ-ચંપલ પહેરીને પ્રવેશી શકશે નહિ. મહારાજશ્રીના પ્રયાસથી આ કાર્ય સફળ થયું. આજે જે કાર્ય બહુ મહત્ત્વનું ન લાગે એ કાર્ય એ જમાનામાં કેટલું બધું કઠિન હતું કે ચાર-પાંચ દાયકા જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ અને અન્ય સંસ્થાઓએ કરેલા પ્રયાસો છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. મહારાજશ્રીની દૂરંદેશી અને વિદેશીઓ સાથેના સુવાસભર્યા સંપર્કને પરિણામે એ કાર્ય સરળતાથી પાર પડ્યું. પછીથી તો ભારતનાં તમામ જિનમંદિરો માટે આ કાયદો વિદેશીઓને-અન્ય ધર્મીઓને લાગુ પડી ગયો હતો. એટલે રાણકપુર, શત્રુંજય જેવાં અન્ય સુપ્રસિદ્ધ જૈન-મંદિરોમાં પણ આ પ્રકારની આશાતના બંધ થઈ ગઈ. મહારાજશ્રી અજમે૨થી બ્યાવર પધાર્યા અને ચાતુર્માસ ત્યાં કર્યું. બ્યાવરમાં મહારાજશ્રીના વિદ્વાન શિષ્યો શ્રી ઈન્દ્રવિજયજીને ઉપાધ્યાયની પદવી તથા શ્રી મંગલવિજયજીને પ્રવર્તકની પદવી આપવાનો તથા મહારાજશ્રીના એક વિદ્યાર્થીને દીક્ષા આપવાનો અઠ્ઠાઈ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. બ્યાવ૨માં મહારાજશ્રીની વાણી સાંભળી એક પારસી એન્જિનિયર શ્રી ધનજીભાઈ મહારાજશ્રીના પરમ ભક્ત થઈ ગયા હતા અને જૈન ધર્મના અનુરાગી બની શાકાહારી થઈ ગયા હતા. તદુપરાંત શ્રી ભગવાનદાસ ઓઝા Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૨૧ નામના એક બ્રાહ્મણ પંડિત પણ મહારાજશ્રીના ભક્ત બન્યા હતા. તેઓ પણ રોજ વ્યાખ્યાનમાં પધારતા. બાવરમાં મહારાજશ્રીના ચાતુર્માસે જૈન-જૈનેતર વર્ગમાં ઘણો મોટો ઉત્સાહ જન્માવ્યો હતો. બાવરમાં મૂર્તિપૂજક કરતાં સ્થાનકવાસીઓની વસ્તી ઘણી મોટી હતી, પરંતુ મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં રોજ ઘણા સ્થાનકવાસીઓ પણ ઉપસ્થિત રહેતા. મહારાજશ્રીએ ચાતુર્માસ પછી વ્યાવરથી વિહાર કર્યો ત્યારે સમગ્ર શહેરના નાગરિકો તરફથી એક વિશાળ વિદાય-સમારંભ યોજાયો હતો અને શહેરના અગ્રગણ્ય જૈન-જૈનેતર મહાનુભાવોએ સરસ વક્તવ્યો રજૂ કર્યા હતાં. | બાવરમાં ચાતુર્માસ કરી મહારાજશ્રી અજમેર થઈ બિલાડા વગેરે ગામોમાં વિહાર કરતા કરતા સોજી પધાર્યા. મહારાજશ્રી જ્યારે સોજતમાં હતા ત્યારે જર્મનીના પ્રકાંડ વિદ્વાન, જૈન ધર્મના અભ્યાસી ડૉ. જેકોબી ભારતમાં આવવાના છે એવો એમને પત્ર મળ્યો. ડો. જેકોબી જેવા વિદેશી વિદ્વાન આવવાના હોય તો તેમને અનુકૂળ એવા સમયે જેન સાહિત્ય સંમેલન યોજવામાં આવે તો ઘણા લેખકોને અને અન્ય લોકોને લાભ મળે. જૈન સાહિત્ય સંમેલન યોજવાનું મહારાજશ્રીએ નક્કી કર્યું. સોજતના સંઘે એ માટેની બધી આર્થિક જવાબદારી અને વ્યવસ્થા માટે ઉત્સાહપૂર્વક તૈયારી બતાવી, પરંતુ મહારાજશ્રીને લાગ્યું કે આટલા વિશાળ સમુદાયની સગવડ સોજત જેવા નાના ગામમાં નહિ થઈ શકે. વળી રેલવે-સ્ટેશન ગામથી ઘણું જ દૂર છે એટલે પણ અગવડ પડવાનો સંભવ હતો. દરમિયાન જોધપુરના સંઘનો આગ્રહ થયો કે સંમેલન જોધપુરમાં યોજવામાં આવે. એટલે મહારાજશ્રીએ ત્યાં જ યોજવાનો નિશ્ચય કર્યો અને તે મુજબ વિહાર કરી તેઓ જોધપુર પધાર્યા. વિ. સં. ૧૯૭૦ (ઈ. સ. ૧૯૧૪)માં માર્ચ મહિનાની તારીખ ત્રણ, ચાર, પાંચના રોજ આ સંમેલન યોજવાની જાહેરાત થઈ. ડૉ. જેકોબીને સોજત નહિ પણ જોધપુર પધારવા માટે વિનંતી થઈ. જોધપુરમાં આવીને મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પોતાનાં વ્યાખ્યાનો ચાલુ કર્યો, પરંતુ બહાર જાહેરમાં વ્યાખ્યાનો આપવા માટે એટલી બધી અન્ય લોકોની માગણી થઈ કે રોજ સાંજે એમનાં જાહેર વ્યાખ્યાનો ગોઠવાયાં. તેમને સાંભળવા માટે પાંચથી સાત હજાર માણસો આવતા. માઇક્રોફોન વગરના એ દિવસમાં Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રીનો અવાજ કેટલો પહાડી હશે અને સારી રીતે સાંભળવા માટે લોકો કેવી શિસ્ત જાળવતા હશે તે આના ઉપરથી સમજી શકાય છે. આ વ્યાખ્યાનોમાં જોધપુરના મહારાજા ફતેહસિંહજી પોતે પધારતા હતા. વળી એમણે પોતાના પરિવાર માટે રાજમહેલમાં પણ વ્યાખ્યાન આપવા માટે મહારાજશ્રીને વિનંતી કરી હતી. મહારાજશ્રીએ પોતાના શિષ્યો સાથે રાજમહેલમાં જઈને વ્યાખ્યાન આપ્યું હતું. તદુપરાંત જોધપુરનરેશ પોતે મહારાજશ્રી પાસે બપોરે ઉપાશ્રયે આવતા અને આત્મતત્ત્વ, મોક્ષ વગેરે વિશે પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવતા. આ સંપર્કનું એક શુભ પરિણામ એ આવ્યું કે જોધપુરનરેશ અને એમના પરિવારના સભ્યોએ શિકાર અને માંસાહારનો ત્યાગ કર્યો. બીજું શુભ પરિણામ એ આવ્યું કે જોધપુરમાં કેટલાક લોકો કબૂતર મારીને ખાતા. મહારાજશ્રીના ઉપદેશથી જોધપુરમાં કબૂતરોની હિંસા ઉપર કાયદેસર પ્રતિબંધ આવી ગયો. ત્રીજું શુભ પરિણામ એ આવ્યું કે જોધપુરનરેશે જાહેર કર્યું કે જોધપુરમાં મહારાજશ્રી દ્વારા જે સાહિત્યસંમેલન યોજવામાં આવ્યું છે, તેનો તમામ ખર્ચ જૈન સંઘ તરફથી નહિ પણ રાજ્ય તરફથી આપવામાં આવશે અને તેની વ્યવસ્થાની જવાબદારી પણ રાજ્ય ઉપાડી લેશે. ૩૨૨ જોધપુરના આ જૈન સાહિત્યસંમેલનમાં બહારગામથી એક હજાર જેટલા પ્રતિનિધિઓ આવ્યા હતા. તે દરેકની ઉતારા-ભોજનની વ્યવસ્થા જુદે જુદે સ્થળે રાજ્ય તરફથી કરવામાં આવી હતી. સંમેલનમાં પ્રતિનિધિઓ ઉપરાંત શહેરના શ્રોતાવર્ગ સહિત દસ હજાર માણસોની સંખ્યા થઈ ગઈ હતી. તે બધાંને બેસવા માટે ખુલ્લા મેદાનમાં વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. મહારાજશ્રી રાજપુતાનાના એજન્ટ કૅલ્વિનસાહેબને અજમેરમાં મળ્યા હતા. એમને મહારાજશ્રીએ આ સંમેલનમાં પેટ્રન તરીકે પધારવા નિમંત્રણ આપ્યું અને કૅલ્વિનસાહેબે તે સ્વીકાર્યું. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણને પણ નિયંત્રણ આપવામાં આવ્યું હતું. મહારાજશ્રીનું નિમંત્રણ સ્વીકારી તેઓ પણ જોધપુર પધાર્યા હતા. તેમણે એક સરસ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન સંમેલનના અધિવેશનમાં આપ્યું હતું. ત્રણ દિવસના સંમેલનમાં જુદી જુદી બેઠકોમાં જુદા જુદા વિષયો ઉપર Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૨૩ નિબંધો વંચાયા હતા. તદુપરાંત કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનાં પ્રવચનો પણ ગોઠવાયાં હતાં. પ્રત્યેક સભાને અંતે મહારાજશ્રી તે બેઠકના ઉપસંહારરૂપે પોતાનું વક્તવ્ય રજૂ કરતા. છેલ્લે દિવસે છેલ્લી બેઠકમાં મહારાજશ્રીનું મુક્તિના વિષય ઉપર સ્વતંત્ર વ્યાખ્યાન પણ રાખવામાં આવ્યું હતું. આમ મહારાજશ્રીની નિશ્રામાં જોધપુરમાં મળેલું જૈન સાહિત્ય સંમેલન એક અભૂતપૂર્વ ઐતિહાસિક ઘટના બની ગયું. જોધપુરના સાહિત્ય સંમેલન પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઓસિયા પધાર્યા. ઓસિયાં પ્રાચીન ઐતિહાસિક નગરી છે. ત્યાં રહી મહારાજશ્રીએ કેટલુંક સંશોધનકાર્ય કર્યું. તદુપરાંત ત્યાં એક માતાજીના મંદિરમાં ચડાવાતા પશુબલિની પ્રથા બંધ કરાવી. ઓસિયાંથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી પાલી નગરમાં પધાર્યા. અહીં અન્ય એક સંપ્રદાયના મુનિઓ સાથે દાન અને દયાના પ્રશ્નની શાસ્ત્રચર્ચા થઈ. એ વખતે મહારાજશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી વિદ્યાવિજયજીએ એ સંપ્રદાયના મુનિઓને પૂછવા માટે તૈયાર કરેલા ત્રેવીસ પ્રશ્નોના ઉત્તર તેઓ આપી શક્યા નહિ. પાલીથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી શિવગંજ પધાર્યા. શિવગંજ એક નાનું ગામ છે. ત્યાં જૈનોનાં ઘર પણ વધારે નહોતાં. પરંતુ ત્યાંના જે જેનો હતા તેમનો ભક્તિભાવ એટલો બધો હતો કે મહારાજશ્રી ધાર્યા કરતાં વધુ દિવસ રોકાયા. મહારાજશ્રીની ઇચ્છા વિહાર કરીને, આબુતીર્થની જાત્રા કરીને ગુજરાતમાં ચાતુર્માસ કરવાની હતી, પરંતુ શિવગંજના ભાઈઓનો એટલો બધો આગ્રહ થયો કે મહારાજશ્રીએ ત્યાં ચાતુર્માસ કરવાની સંમતિ આપી. મહારાજશ્રીએ એવો વિચાર ન કર્યો કે પોતે એક મહાન જૈનાચાર્ય છે અને એમનાં વ્યાખ્યાનોમાં હજારો માણસો આવે છે. એ જોતાં તો શિવગંજ ઘણું બધું નાનું ક્ષેત્ર ગણાય. એમણે લોકોનો ભાવ જોયો અને સંમતિ આપી દીધી. પરંતુ શિવગંજમાં પોતાના બધા જ શિષ્યોને રોકાવાની કોઈ જ આવશ્યકતા નહોતી એટલે તેઓને સાદડી, બાલી, ખીવાણદી વગેરે ગામોમાં ચાતુર્માસ માટે મોકલી આપ્યા. શિવગંજમાં સવારના ઉપાશ્રયમાં નિયમિત Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પ્રભાવક સ્થવિરો વ્યાખ્યાન પછી લોકોની ખાસ અવરજવર કે ધમાલ નહોતી. એટલે મહારાજશ્રીએ આ ચાતુર્માસનો ઉપયોગ બીજી રીતે કર્યો. એમને પોતાને સ્વાધ્યાય માટે સમય ઓછો મળતો હતો એટલે એમણે પોતાનો સ્વાધ્યાય ચાલુ કર્યો અને પોતાના શિષ્યોને ‘વિશેષાવશ્યક’ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. શિવગંજનું ચાતુર્માસ બીજી એક રીતે પણ યાદગાર બની ગયું, કારણ કે ભારતીય ભાષા અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ડૉ. ટેસિટોરી મહારાજશ્રીને મળવા શિવગંજ પધાર્યા હતા. તેઓ અહીં ત્રણ દિવસ મહારાજશ્રી પાસે રોકાયા. તેઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં પણ બેસતા. એમને હિંદી ભાષા આવડતી હતી. એટલે એક દિવસ એમણે મહારાજશ્રીની વિનંતીથી ઉપાશ્રયમાં હિંદી ભાષામાં જૈન ધર્મ અને સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યું. એક વિદેશીને હિંદીમાં વ્યાખ્યાન આપતા સાંભળવા એ પણ લોકો માટે નવો જ અનુભવ હતો. ડૉ. ટેસિટોરી મહારાજશ્રી પાસે ‘ઉપદેશમાલા' તથા બીજી કેટલીક કૃતિઓમાંની કેટલીક બાબતો સમજવા માટે આવ્યા હતા. જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન વિશે પોતાના કેટલાક પ્રશ્નોના સંતોષકારક ખુલાસા મહારાજશ્રી પાસે મેળવીને તેઓ એક દિવસ મહારાજશ્રીના શિષ્ય શ્રી ઇન્દ્રવિજયજી મહારાજ પાસે જૈન પરંપરાના ઇતિહાસ વિશે કેટલીક માહિતી મેળવવા, પાસે આવેલ ખીણાવદી ગામે ગયા હતા, કારણ કે શ્રી ઇન્દ્રવિજયજીનો જૈન ઇતિહાસનો અભ્યાસ ઘણો ઊંડો હતો. ત્યાં પણ ડૉ. ટેસિટોરીએ હિંદીમાં વ્યાખ્યાન આપ્યું હતું. શિવગંજના શ્રાવકોનો એટલો બધો ઉત્સાહ હતો કે મહારાજશ્રીની ભલામણથી તરત મોઢું ફંડ એકત્ર કરીને તેઓએ એક લાઈબ્રેરીની સ્થાપના કરી. ગામના લોકોનો આગ્રહ એટલો બધો હતો કે લાઈબ્રેરીનું નામ ‘વિજયધર્મસૂરિ લાઈબ્રેરી' રાખવામાં આવે, પરંતુ એ માટે મહારાજશ્રીએ સ્પષ્ટ અસ્વીકાર કરી દીધો. મહારાજશ્રીએ ઘણા ગામોમાં પાઠશાળા, લાઈબ્રેરી, જ્ઞાનભંડાર, ધર્મશાળા વગેરે પ્રકારનાં કાર્યો કરાવ્યાં હતાં, પરંતુ ક્યાંય પણ એમણે એની સાથે પોતાનું નામ જોડવાની દરખાસ્તનો સ્વીકાર કર્યો નહોતો. છેવટે લોકોએ ‘જૈન લાઈબ્રેરી' એવું નામ રાખ્યું. શિવગંજમાં ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ મારવાડની મોટી પંચતીર્થોની યાત્રા કરવાનું વિચાર્યું. રસ્તામાં આવતાં વિસલપુર, પેરવા, Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૨૫ લુણાવટ, ખીમેલ, રાણી, સાદડી વગેરે ઘણાં ગામોને વ્યાખ્યાનનો લાભ આપ્યો. આ પ્રદેશમાં એ જમાનામાં વિહારની મુશ્કેલી હતી. તેમ છતાં એ કષ્ટો વેઠીને પણ મહારાજશ્રીએ શક્ય એટલાં વધુ ગામોને આવરી લીધાં. કેટલીક વાર તો એક દિવસમાં ત્રણ ગામ થતાં અને ત્રણ વ્યાખ્યાન થતાં. મહારાજશ્રીની સુવાસ એટલી બધી હતી અને એમની વાણી એટલી પ્રેરક હતી કે કેટલાક લોકો તો મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા માટે એમની સાથે સાથે જ એક ગામથી બીજે ગામ ચાલતા જતા. મહારાજશ્રીના ઉપદેશથી વિસલપુર, પેરવા વગેરે કેટલાંક ગામના ક્ષત્રિય ઠાકોરોએ શિકાર અને માંસાહાર ન કરવા માટે મહારાજશ્રી પાસે આજીવન બાધા લીધી હતી. આ વિહાર દરમિયાન જ્યાં જ્યાં અનુકૂળતા હતી ત્યાં ત્યાં ફંડ કરાવીને મહરાજશ્રીએ પાઠશાળાઓ ચાલુ કરાવી હતી. જ્યાં કસંપ હોય ત્યાં તે દૂર કરાવી સંપનું વાતાવરણ કરાવ્યું હતું. મારવાડની મોટી પંચતીર્થોમાં રાણકપુર, વકાણ, નાડોલ, નાડલાઈ અને ઘાણેરાવની ત્યારે ગણના થતી. વરકાણામાં મહારાજશ્રી પધારવાના હતા, તે વખતે મોટો ઉત્સવ રાખવામાં આવ્યો હતો અને લગભગ દસ હજાર માણસ એકત્ર થયા હતા. ત્યાંથી સાદડી આવીને મહારાજશ્રી જ્યારે રાણકપુર જવાના હતા ત્યારે ડૉ. ટેસિટોરી સાદડી આવી પહોંચ્યા હતા. રાણકપુર જવાનો માર્ગ જંગલમાં સાંકડી કેડીનો હતો. રાણકપુરમાં ત્યારે યાત્રિકોની એટલી અવરજવર નહોતી. મહારાજશ્રી સાથે ડૉ. ટેસિટોરી પણ પગે ચાલતા રાણકપુર ગયા હતા. રાણકપુરથી મહારાજશ્રીએ કેસરિયાજી તીર્થની યાત્રા કરીને ગુજરાત તરફ જવાનું વિચાર્યું. એટલે એમણે ઉદયપુર તરફ વિહાર કર્યો. ઉદયપુરમાં મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં તેમણે થોડા દિવસ સ્થિરતા કરી. લોકોનો આગ્રહ ઉદયપુર ચાતુર્માસ માટે હતો. પરંતુ ઉદયપુરથી વિહાર કરી મહારાજશ્રી ગુજરાત તરફ જલદી વિહાર કરવા ઇચ્છતા હતા. રસ્તામાં કેસરિયાજી તીર્થની યાત્રા કરવાની એમની ભાવના હતી, પરંતુ તેઓ કેસરિયાજી પહોંચ્યા ત્યારે ઉદયપુરના સંઘના લગભગ અઢીસો ભાઈઓ કેસરિયાજી આવ્યા અને મહારાજશ્રીને ઉદયપુરના ચાતુર્માસ માટે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ પ્રભાવક સ્થવિરો ફરીથી બહુ આગ્રહ કર્યો. લોકોનો ભાવ જોઈ મહારાજશ્રીને ફરી વિચાર કરવો પડ્યો. છેવટે એવો ઉકેલ કાઢવામાં આવ્યો કે મહારાજશ્રીના સોળ શિષ્યોમાંથી આઠ શિષ્યો તો ગુજરાત તરફ વિહાર કરે અને આઠ શિષ્યો સાથે મહારાજશ્રી ઉદયપુરમાં ચાતુર્માસ કરે. મહારાજશ્રી પાછા ઉદયપુર પધાર્યા. ઉદયપુ૨નું આ ચાતુર્માસ ઐતિહાસિક જેવું થઈ ગયું. અહીં અન્ય સંપ્રદાયના આચાર્યો પણ હતા અને હિંદુઓના ગોવર્ધન મઠના શંકરાચાર્ય પણ ચાતુર્માસ માટે ઉદયપુર પધાર્યા હતા, એટલે સમગ્ર શહેરમાં વ્યાખ્યાનોની, ધર્મોપદેશની હવા ઘણી પ્રસરી હતી. મહારાજશ્રીની ઉદાર વિચારસરણીને લીધે તથા સરસ વ્યાખ્યાનશૈલીને લીધે સંપ્રદાયના ભેદ વિના જૈન-જૈનેતર એવા હજારો માણસો રોજ વ્યાખ્યાનમાં આવતા. તદુપરાંત “સનાતન ધર્મસભા' તરફથી તથા સ્થાનિક કેટલીક શિક્ષણ સંસ્થાઓ તરફથી મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાનો પણ રખાયાં હતાં. ઉદયપુરમાં મહારાજશ્રીના શિષ્યો મુનિ વિદ્યાવિજયજી તથા મુનિ ન્યાયવિજયજીને અન્ય સંપ્રદાયના આચાર્યો સાથે મૂર્તિપૂજા તથા દાન અને દયાના વિષયની જાહેર ચર્ચા થઈ હતી, પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહોતું. ઉદયપુરમાં મહારાજશ્રીના પરમ ભક્ત તથા કાશીમાં પાઠશાળાનું કામ વેતન લીધા વિના કરી આપનાર શ્રી હર્ષચંદ્ર ભૂરાભાઈને દીક્ષા આપવાનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો અને એમનું નામ મુનિ શ્રી જયંતવિજયજી રાખવામાં આવ્યું હતું. તથા અન્ય એક દીક્ષાર્થીને પણ આ પ્રસંગે દીક્ષા આપવામાં આવી હતી. આ મહોત્સવમાં ડૉ. ટેસિટોરી પણ પધાર્યા હતા અને સાત હજાર માણસની મેદનીમાં એમણે હિંદી ભાષામાં પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. ઉદયપુરનું મહારાજશ્રીનું ચાતુર્માસ યાદગાર બની ગયું. એમનાં પ્રેરક વ્યાખ્યાનોની વાત ઉદયપુરના મહારાણા ફતેહસિંહજીએ સાંભળી એટલે એમને પણ મહારાજશ્રીને મળવાનું મન થયું. દરમિયાન, મહારાજશ્રીને “શબ્દાર્થ ચિંતામણિ' નામના બૃહદ્ શબ્દકોશની જરૂર હતી, તો એની નકલ મહારાણાએ મહારાજશ્રીને પહોંચાડી હતી. મહારાજશ્રીની મુલાકાત રાજમહેલમાં ગોઠવાઈ હતી અને એના પ્રભાવરૂપે મહારાણાએ ઉદયપુર રાજ્યમાં નવરાત્રિ અને Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૨૭ દશેરાને દિવસે પશુબલિ ચડાવવામાં આવતો એ પ્રથા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ઉદયપુરથી વિહાર કરી, કેસરિયાજી તીર્થની યાત્રા કરી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ વગેરે સ્થળે મુકામ કરી મહારાજશ્રી રાજનગર અમદાવાદમાં પધાર્યા અને ત્યાં શાહપુરના ઉપાશ્રયમાં ઊતર્યા. મહારાજશ્રી પંદર વર્ષે ગુજરાતમાં પાછા ફરતા હતા અને આટલાં વર્ષોમાં તો દેશ-વિદેશમાં એમનું નામ જાણીતું થઈ ગયું હતું. એટલે એમને સાંભળવા માટે હજારો માણસો ઊમટવા લાગ્યા. આથી એમનાં વ્યાખ્યાનો ઉપાશ્રયમાં ન રાખતાં બહાર જાહેર સ્થળોએ રાખવાની સંઘના આગેવાનોને ફરજ પડી. મહારાજશ્રીના ઉપદેશમાં અધ્યાત્મની જેટલી વાતો આવતી તેટલી સદાચાર અને લોકકલ્યાણની પણ આવતી. અમદાવાદમાં મહારાજશ્રી બારેક દિવસ શાહપુરના ઉપાશ્રયે રહ્યા, પણ તે દરમિયાન રોજ સવારે જુદી જુદી પોળના ઉપાશ્રયે અને બપોરે જાહેર વ્યાખ્યાન એમ બે વાર વ્યાખ્યાન તેઓ આપતા. દરેક સ્થળે વાજતેગાજતે તેમને લઈ જવામાં આવતા. અહીં એમણે જુગાર, બીડી, વેશ્યાગમન વગેરે વ્યસનોના ત્યાગ ઉપર વધુ ભાર મૂક્યો હતો. લક્ષ્મીનારાયણની પોળ, પતાસાની પોળ, ઝવેરીવાડ વગેરેમાં મહારાજશ્રીને સાંભળવા રોજ પાંચથી સાત હજાર માણસો એકત્ર થતા હતા. મહારાજશ્રીની વાણીનો એવો જાદુઈ પ્રભાવ હતો કે મહારાજશ્રીને સાંભળ્યા પછી આવાં વ્યસનોવાળા કેટલાયે યુવાનોએ પોતાના વ્યસનત્યાગ માટે મહારાજશ્રી પાસે બાધા લીધી હતી. આ વર્ષ દરમિયાન બંગાળમાં બાંકુરા જિલ્લામાં ભયંકર દુકાળ પડ્યાના સમાચાર છાપાંઓમાં છપાયા હતા. મહારાજશ્રીએ બિહાર-બંગાળમાં ઘણે સ્થળે વિહાર કર્યો હતો. એટલે બાંકુરાના આગેવાનોએ દુકાળમાં સહાય કરવા માટે જેમ બધે અરજી કરી હતી, તેમ મહારાજશ્રીથી તેઓ પરિચિત હોવાથી મહારાજશ્રીને પણ પત્ર લખ્યો હતો. મહારાજશ્રીએ ત્યાંની દુઃખદ પરિસ્થિતિ જાણીને અમદાવાદનાં વ્યાખ્યાનો દરમિયાન દુકાળ-પીડિતોને સહાય કરવા માટે ઉદ્ધોધન કર્યું હતું અને એને પરિણામે ઘણી મોટી રકમ એકત્ર થઈ હતી. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રીનું નામ એટલું સુપ્રસિદ્ધ થઈ ગયું હતું અને એમની વિદ્વત્તાથી લોકો સુપરિચિત હતા કે તે સમયના નામાંકિત અજૈન મહાનુભાવો ડૉ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ અને ડૉ. જીવરાજ ઘેલાભાઈ મહેતા મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને પોતાના ગ્રંથો અર્પણ કરી ગયા હતા. અમદાવાદથી વિહાર કરી મહારાજશ્રી કલોલ, પાનસર, ભોયણી, વિરમગામ વગેરે સ્થળે વિહાર કરી ઉપરિયાળામાં પધાર્યા. મહારાજશ્રીએ અગાઉ ઉપરિયાળા તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે અહીંના સંઘનો ભક્તિભાવ ઘણો હતો. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં ઉપરિયાળા–બજાણાના દરબાર જાતે આવીને બેસતા. ઉપરિયાળા યાત્રિકોને ઊતરવાની મુશ્કેલી પડતી હતી એટલે સારી ધર્મશાળા બાંધવાની મહારાજશ્રીએ ભલામણ કરી. એ વખતે બજાણાના દરબારે એ માટે વિશાળ જમીન સંઘને મફત ભેટ આપવાની જાહેરાત કરી, એથી સંઘનો હર્ષોલ્લાસ વધી ગયો. એ માટે સંઘમાં પણ સારું ફંડ થઈ ગયું હતું, જેમાંથી પછી સરસ ધર્મશાળા બંધાઈ હતી. - અમદાવાદમાં થોડા દિવસની સ્થિરતા કરી મહારાજશ્રીએ કાઠિયાવાડ તરફ વિહાર કર્યો કારણ કે એમની ભાવના ચાતુર્માસ સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં કરવાની હતી. મહારાજશ્રી વિહાર કરતા કરતા દસાડા ગામે પધાર્યા. ત્યાં મુખ્ય વસ્તી મુસલમાનોની હતી, તેઓ તળાવમાં માછલાં મારતા. મહારાજશ્રીના જીવદયા વિશેના વ્યાખ્યાનનો ત્યાં એટલો બધે પ્રભાવ પડ્યો કે દસાડાના નવાબે તળાવમાં માછલાં મારવા પર પ્રતિબંધ ફરમાવ્યો. - દસાડાથી જુદે જુદે સ્થળે વિહાર કરતા મહારાજશ્રી લીંબડી પધાર્યા. અહીં તેમણે વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગની સ્થાપના કરાવી. લીંબડીનું ચોમાસું બીજી એક ઘટનાથી પણ સ્મરણીય બની ગયું. મહારાજશ્રી લીંબડીના સ્થાનકવાસી સંપ્રદાયના મહાત્માઓ શ્રી નાગજી સ્વામી તથા કવિવર્ય શ્રી નાનચંદજી સ્વામીને મળીને, તેમની સાથે ઉદાર દિલથી એકતા સાધીને એક જ પાટ ઉપર સાથે બિરાજમાન થઈને ત્રણે મહાત્માઓ વ્યાખ્યાન આપતા એથી લીંબડીમાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સારો સુમેળ સધાયો. લીંબડીથી વિહાર કરીને મહારાજશ્રી પાલિતાણા પધાર્યા. અહીં તેમનો વાજતે ગાજતે પ્રવેશ થયો. એમણે સેંકડો સાધુ-સાધ્વી તથા હજારો Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૨૯ શ્રાવક-શ્રાવિકા સાથે શત્રુંજયનો ડુંગર ચડી આદિનાથ ભગવાનનાં દર્શન કર્યા. મહારાજશ્રીએ ચાતુર્માસ પાલિતાણામાં મોતીસુખિયાની ધર્મશાળામાં કરવાનું નક્કી કર્યું. - પાલિતાણામાં પણ જેનેતર વર્ગમાં મહારાજશ્રી પ્રત્યેનો પૂજ્યભાવ ઉત્તરોત્તર વધતો જતો હતો. એટલે તેઓ જ્યાં જ્યાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા, ત્યાં ત્યાં ઉપાશ્રયની જગ્યા નાની, સાંકડી પડતી, લોકોની ભીડ ઘણી થતી. આથી કેટલીક વાર બહાર વિશાળ જગ્યામાં એમનાં વ્યાખ્યાનો રાખવામાં આવતાં. મહારાજશ્રી પાલિતાણામાં વિ. સં. ૧૯૭૨નું ચાતુર્માસ કરી ભાવનગર પધાર્યા. રસ્તામાં ઠેર ઠેર લોકોએ એમનું સન્માન કર્યું અને ભાવનગરમાં પ્રવેશ વખતે એમનો સત્કાર કરવા માટે ઘણા માણસો એકત્ર થયા હતા, કારણ કે મહારાજશ્રી ઘણાં વર્ષે ભાવનગર પધારી રહ્યા હતા. ભાવનગર એમની દીક્ષાનું સ્થળ અને એમના ગુરુવર્યના કાળધર્મનું સ્થળ એટલે એમને તથા લોકોને પરસ્પર લાગણી થાય એ સ્વાભાવિક હતું. શહેરમાં પ્રવેશતાં એમનું વાજતેગાજતે ભવ્ય સામૈયું થયું. દાદાવાડીમાં શ્રી વૃદ્ધિચંદ્રજીની પાદુકાનાં દર્શન કરી તેઓ ઉપાશ્રયે પધાર્યા. ઉપાશ્રયમાં રોજ વ્યાખ્યાનો ચાલુ થયાં. લોકોની ભીડ દિવસે દિવસે વધતી જતી હતી. સર પ્રભાશંકર પટ્ટણી, તે વખતના દીવાન શ્રી તન્ના તથા નાયબ દીવાન શ્રી ત્રિભુવનદાસ વગેરે રાજ્યના મોટા મોટા મહાનુભાવો વ્યાખ્યાનમાં પધારતા. મહારાજશ્રીની અનોખી પ્રતિભાનો જૈનોને અને ઈતર નગરજનોને પરિચય થયો. સર પ્રભાશંકર પટ્ટણીએ મહારાજશ્રીને ભાવનગરમાં ચાતુર્માસ કરવા વિનંતી કરી કે જેથી પોતાને વૃદ્ધાવસ્થામાં લાભ મળે. પરંતુ ચાતુર્માસની શક્યતા નહોતી. - ભાવનગરમાં ઉપાશ્રયમાં ભીડ એટલી બધી થતી કે કેટલાક મોટા દિવસોએ બહાર વ્યાખ્યાન રાખવામાં આવતાં. વળી લોકલાગણીને માન આપીને એક દિવસ વિક્ટર ક્વેરમાં એમનું જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. પાંચેક હજાર માણસ વ્યાખ્યાન સાંભળવા એકત્ર થયું હતું. સરસ વ્યાખ્યાનને અંતે આભારવિધિ માટે ભાવનગરના ખ્યાતનામ વિદ્વાન જૈન આગેવાન શ્રી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રભાવક સ્થવિરો કુંવરજી આણંદજી કાપડિયા ઊભા થયા. એમણે આભારવિધિનો આરંભ કરતાં એટલા જ શબ્દો કહ્યા: “અમારા ધર્મગુરુ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે.' ત્યાં તો સભામાં ઘણા શ્રોતાઓ બોલી ઊઠ્યા, “તમારા જૈનોના ધર્મગુરુ નહિ, આપણા બધાના ધર્મગુરુ છે. અમારા પણ એ ધર્મગુરુ છે. આથી કુંવરજીભાઈએ તરત જ સહર્ષ પોતાના શબ્દો સુધારી લીધા અને કહ્યું, “આપણા બધાના ધર્મગુરુ શ્રી વિજયધર્મ-સૂરીશ્વરજી..” આ દૃશ્ય ખરેખર જોવા જેવું હતું. એ સમયે નજરે એ દશ્ય જોનાર કહેતા કે ખરેખર અત્યંત ભાવવાહી એ દશ્ય હતું. જૈન-જૈનેતરની એકતાના પ્રતીકરૂપ એ દૃશ્ય હતું. ભાવનગરમાં મહારાજશ્રી દ્વારા જે ભિન્નભિન્ન પ્રવૃત્તિઓ થઈ તેમાં એક મહત્ત્વની પ્રવૃત્તિ તે કાશીમાં એમની પ્રેરણાથી સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા' નામની સંસ્થાનું મુખ્ય કેન્દ્ર ભાવનગરમાં રાખવાનું નક્કી થયું અને ગ્રંથ-પ્રકાશનની પ્રવૃત્તિ ભાવનગરથી હાથ ધરવામાં આવી. ભાવનગરથી વિહાર કરી મહારાજશ્રી ઘોઘા, ત્રાપજ, તળાજા, દાઠા, મહુવા, સાવરકુંડલા વગેરે સ્થળોએ પધાર્યા. પોતાના આ સુપુત્રનું ઘણાં વર્ષો પછી મહુવામાં પુનરાગમન થતાં ઠેર ઠેર હજારો માણસોએ ભાવભીનું સ્વાગત ક્યું. મહારાજશ્રીની પ્રતિભા એવી અનોખી હતી કે એમના સંપર્કમાં આવનાર જૈન-જૈનેતર સર્વનાં હૃદયને સ્પર્યા વગર રહે નહિ. મહુવામાં તેમનું જાહેર વ્યાખ્યાન હતું ત્યારે ડૉ. ટેસિટોરી પણ પધાર્યા હતા. એ વખતે તળાજાના વહીવટદાર મિ. સેમ્યુઅલ પણ આવ્યા હતા. તેઓ પણ મહારાજશ્રીને ઘણી વાર મળ્યા હતા. પોતાના જીવન ઉપર પડેલા મહારાજશ્રીના પ્રભાવનો ઉલ્લેખ કરતાં જાહેર સભામાં એમની આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યાં હતાં. મહુવાના મેજિસ્ટ્રેટ પારસી સજ્જન શ્રી અરદેશર સોનાવાલા પણ મહારાજશ્રીથી બહુ પ્રભાવિત થયા હતા. એમણે જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો અને શુદ્ધ શાકાહારી બની ગયા હતા. મહુવામાં મહારાજશ્રીએ શ્રી યશોવૃદ્ધિ બાલાશ્રમની તથા કુંડલામાં કેળવણી મંડળની સ્થાપના કરાવી હતી. મહુવાથી મહારાજશ્રી રાજકોટ, જૂનાગઢ, માંગરોળ વગેરે સ્થળે વિહાર Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ કરી ચાતુર્માસ માટે અમરેલી પધાર્યા. વિ. સં. ૧૯૭૩ના આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીને સાંભળવા પાંચ-સાત હજાર માણસો આવતા હતા. મહારાજશ્રીની વાણીના જાદુઈ પ્રભાવથી વ્યાખ્યાનમાં પધારેલા મુસલમાનોમાંથી કેટલાકે જીવનભર માંસાહારનો ત્યાગ કર્યો હતો અને પર્યુષણના આઠ દિવસ દરમિયાન કોઈ મુસલમાનના ઘરે માંસાહાર ગંધાય નહિ એવો કાયમ માટે ઠરાવ કર્યો હતો. અમરેલીના ચાતુર્માસ પછી જામનગરના સંઘનો ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ થયો. કાઠિયાવાડમાં જુદે જુદે સ્થળે વિચરી મહારાજશ્રી જામનગર પધાર્યા. ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું. મહારાજશ્રીનું ચાતુર્માસ બહુ ઉલ્લાસપૂર્વક જામનગરમાં થયું. મહારાજશ્રીને હવે કાશી પાછા ફરવું હતું. પરંતુ મુંબઈના સંઘનો બહુ જ આગ્રહ થયો. મહારાજશ્રી મુંબઈ ક્યારેય પધાર્યા નહોતા એટલે મુંબઈની જનતાનો આગ્રહ થાય એ સ્વાભાવિક હતું. છેવટે એવો નિર્ણય થયો કે મુંબઈ થઈને કાશી તરફ પ્રયાણ કરવું. ગુજરાતમાં ઠેર ઠે૨ ધર્મની પ્રભાવના કરતાં કરતાં વિહાર કરીને મહારાજશ્રી મુંબઈ પધાર્યા. મુંબઈમાં એમના ઉપરાઉપરી બે ચાતુર્માસ થયાં. મહારાજશ્રીની વાણી સાંભળવા જૈન-અજૈન એવા હજારો માણસો વ્યાખ્યાનમાં એકત્ર થતા. કેટલાયે વિદેશી મહાનુભાવો એમને મળવા માટે આવતા. અંગ્રેજ ગવર્નરે પણ એમને મુલાકાત આપેલી જે એ જમાનાની દૃષ્ટિએ મોટી ઐતિહાસિક ઘટના ગણાઈ હતી. મુંબઈમાં સ્થિરતા દરમિયાન વીરતત્ત્વ પ્રકાશક મંડળ, શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ વગેરે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરાવેલી. ૩૩૧ મુંબઈથી વિહાર કરી મહારાજશ્રી મહારાષ્ટ્રમાં ધુલિયા પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. વિહાર તથા અન્ય શ્રમને કારણે એમની તબિયત બગડવા માંડી હતી. ધુલિયાથી વિહાર કરીને મહારાજશ્રી ગ્વાલિયર પાસે શિવપુરી પધાર્યા. અહીં તેમની તબિયત વધુ બગડવા લાગી. ગ્વાલિયરના મહારાજાના આગ્રહથી મહારાજશ્રીએ શિવપુરીમાં ચાતુર્માસ કર્યું. અહીં પણ દેશિવદેશથી ઘણા વિદ્વાનો એમને મળવા આવતા. પર્યુષણ પર્વ સારી રીતે સંપન્ન થયાં. પરંતુ મહારાજશ્રીની અશક્તિ ઉત્તરોત્તર વધતી ચાલી. એક ફ્રેન્ચ વિદ્વાન ડૉ. લેવી પોતાનાં પત્ની સાથે મહારાજશ્રીને મળવા આવ્યા. તેમની સાથે આખો Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રભાવક સ્થવિરો વખત બેસી શકાતું નહિ. પરંતુ મહારાજશ્રીએ પોતાના શિષ્ય વિદ્યાવિજયજી તથા હિમાંશુવિજયજીને કહી રાખ્યું હતું કે જ્યારે જ્યારે પોતાને સ્વસ્થતા લાગે ત્યારે ડૉ. લેવીને બોલાવી લાવવામાં આવે. ડૉ. લેવી ચારેક દિવસ શિવપુરીમાં રોકાઈ, મહારાજશ્રી પાસે વાસક્ષેપ લઈ વિદાય થયા. મહારાજશ્રીને પોતાનો અંતિમ કાળ હવે જણાઈ ગયો હતો. હિમાંશવિજય આદિ એમને “ચઉશરણપયત્રા” સંભળાવતા. ભાદરવા સુદ અગિયારસના દિવસે વસ્ત્ર બદલતી વખતે મહારાજશ્રીએ સૂચન કરી દીધું કે પોતે હવે ફક્ત ત્રણ દિવસ જ છે. તેઓ સ્થિર પદ્માસનમાં બેસી ગયા. બારસના દિવસે સાંજે પ્રતિક્રમણ કરતાં કરતાં તેઓ બેભાન થઈ ગયા. શુદ્ધિમાં આવતાં એમણે પ્રતિક્રમણ પુરું કર્યું. તેરસની રાત એમણે ધ્યાનમાં પઘાસનમાં જ વિતાવી. વચ્ચે એક વખત પાટ ઉપરથી ઊતરી ઠલ્લે જઈ આવ્યા, અને પાછા સ્થિરાસને બેસી ગયા. સવારના છ વાગવામાં હવે કેટલો સમય બાકી છે એમ પૂછતા રહ્યા. પાંચ વાગે તેઓ ધ્યાનમાં સ્થિર થઈ ગયા અને બરાબર સવારના છ વાગે એમનું મસ્તક ઢળી ગયું. સંવત ૧૯૭૮ના ભાદરવા સુદ ચોદસ, અનંત ચૌદસના દિવસે તા. ૫ મી સપ્ટેમ્બર ૧૯૨ ૨ ના દિવસે સવારે છ વાગે પોતાના શિષ્ય-સમુદાય વચ્ચે અને ભક્તો વચ્ચે તેમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. મહારાજશ્રીના કાળધર્મના સમાચાર મળતાં એમના અનેક ભક્તો શિવપુરી આવી પહોંચ્યા, અને એમનાં અંતિમ દર્શન કર્યા. મહારાજશ્રીના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. મહારાજશ્રીના કાળધર્મના સમાચાર ઝડપથી દેશ-વિદેશમાં પ્રસરી ગયા. ગામેગામથી શોક-સંદેશાના તાર–પત્રો આવ્યા. મુંબઈનાં વર્તમાનપત્રોના પહેલે પાને મોટા અક્ષરે સ્વર્ગવાસના આ સમાચાર છપાયા, સ્થળે સ્થળે ગુણાનુવાદની સભાઓ થઈ. વિદેશોમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટલી, નૉર્વેનાં વર્તમાનપત્રોમાં મહારાજશ્રીના સ્વર્ગવાસના સમાચાર છપાયા. “લંડન ટાઈમ્સ” દેનિકે વિગતવાર સમાચાર આપતાં Death of a Great Jain Leader' એવા શીર્ષક હેઠળ નોંધ્યું હતું: A telegram received in London announces the death, at the age of 55, of Shri Vijay Dharma Suri, in Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૩૩ whom the Jain Community has lost an inspiring personality and India one of her meritorious sons.' શિવપુરીમાં જે સ્થળે મહારાજશ્રીના મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા એ જગ્યા ગ્વાલિયરના મહારાજાએ ત્યાં ભવ્ય સ્મારક કરવા માટે તથા ત્યાં એક વિદ્યાધામ કરવા માટે ભેટ તરીકે આપી. વળી એમણે સારો આર્થિક સહકાર આપી મહારાજશ્રી પ્રત્યેની પોતાની ભક્તિ પ્રગટ કરી. મહારાજશ્રી જેમ એક કુશળ વક્તા અને સમર્થ વ્યાખ્યાતા હતા, તેમ એક બહુશ્રુત લેખક પણ હતા. અલબત્ત એમણે વ્યાખ્યાનો આપવાનું કાર્ય જેટલું કર્યું તેના પ્રમાણમાં તેમનું લેખનકાર્ય નથી થયું, તો પણ જૈન સાહિત્યના ક્ષેત્રે તેમના લેખનકાર્યની અવશ્ય નોંધ લેવી પડે એવી છે. મહારાજશ્રીનું એક સૌથી મહત્ત્વનું કાર્ય તે હસ્તપ્રતોને આધારે સંશોધન-સંપાદન કરવાનું છે. એમણે હેમચંદ્રાચાર્ય કૃત “યોગશાસ્ત્રનું સંપાદનકાર્ય કર્યું તેમજ “ઔતિહાસિક રાસસંગ્રહ'-ભાગ ૧-૨નું સંપાદન કર્યું હતું. એ બંને ગ્રંથો સંશોધકો તથા વિદ્વાનોને માટે બહુ ઉપયોગી છે. યોગશાસ્ત્ર'ના સંપાદને તો યુરોપીય વિદ્વાનોનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું અને એના કેટલાક શબ્દોના અર્થની તથા પાઠાંતરોની પણ ઘણી ચર્ચા એ જમાનામાં થઈ હતી. મહારાજશ્રીએ જૈન શાસન' નામના સામયિકમાં દરેક અંકમાં “ધર્મદેશના” નામની લેખમાળા લખી હતી. એક દળદાર ગ્રંથરૂપે “ધર્મદેશના' નામથી તે પ્રસિદ્ધ થઈ હતી. મહારાજશ્રીની ચર્ચાવિચારણા માત્ર જેનો પૂરતી જ મર્યાદિત નહોતી રહેતી એટલે “ધર્મદેશના' ગ્રંથ અજેન વાચકોમાં પણ એટલો લોકપ્રિય થઈ ગયો હતો. એના લેખો ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે એ જમાનામાં પણ કેવા કેવા વિષયોની ચર્ચા વિચારણા થતી હતી. મહારાજશ્રીનું વક્તવ્ય વિશદ, તર્કયુક્ત, આધારસહિત, મહાપુરુષોનાં અવતરણો અને સુયોગ્ય દૃષ્ટાન્તકથાઓ સાથે એવી રોચક શૈલીમાં રજૂ થતું કે સામાન્ય વાચકોને તે તરત ગમી જતું. મહારાજશ્રીએ તદુપરાંત “અહિંસાદિગ્દર્શન', “જેનતત્ત્વદિગ્દર્શન', “જેન Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રભાવક સ્થવિરો શિક્ષાદિગ્દર્શન', “પુરુષાર્થ દિગ્દર્શન', “આત્મોન્નતિ દિગ્દર્શન', “ઈન્દ્રિયપરાજય દિગ્દર્શન', “બ્રહ્મચર્ય દિગ્દર્શન', “પ્રાચીન લેખનસંગ્રહ”, “પ્રશ્નોત્તરસંગ્રહ', ધર્મપ્રવચન' વગેરે ગ્રંથો પ્રકાશિત કર્યા છે. એમાં એમણે જૈન ધર્મના વિવિધ વિષયોની વિચારણા કરી છે. મહારાજશ્રી ઘણો સમય ઉત્તર ભારતમાં રહ્યા હતા અને હિંદી ભાષા ઉપર એમનું ઘણું પ્રભુત્વ હતું. એટલે તેમના ઘણાખરા ગ્રંથો હિંદી ભાષામાં લખાયેલા હતા. “'અહિંસાદિગ્દર્શન'ની તો હજારો નકલ ખપી ગઈ હતી અને એનો બંગાળીમાં પણ અનુવાદ પ્રગટ થયો હતો અને અનુવાદની પણ હજારો નકલ પ્રગટ થઈ હતી. મહારાજશ્રી “દેવકુલ પાટક' નામનો ઐતિહાસિક સંશોધનનો એક ગ્રંથ પણ પ્રગટ કર્યો હતો. ઉદયપુર પાસે દેલવાડા નામના ગામમાં પ્રાચીન જૈન મંદિરોમાંથી મળેલા શિલાલેખો વિશે આ સંશોધનાત્મક ગ્રંથમાં વિચારણા કરવામાં આવી છે. મહારાજશ્રીનું શિષ્યવૃંદ પણ એટલું જ વિદ્વાન હતું. ઇન્દ્રવિજયજી, મંગલવિજયજી, ભક્તિવિજયજી, વિદ્યાવિજયજી, ચંદ્રવિજયજી, જયંત-વિજયજી, વિશાળવિજયજી, ન્યાયવિજયજી, હિમાંશવિજયજી વગેરેએ પોતાના ગુરુની જ્ઞાન-પરંપરાને યથાશક્તિ શોભાવી છે. તેઓએ શિવપુરીમાં સિંધિયા રાજાના સહકારથી મહારાજશ્રીના સ્મારકની સ્થાપના કરી અને એક વિદ્યાધામ ત્યાં વિકસાવ્યું હતું. મહારાજશ્રીના શિષ્યો તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, ન્યાય, જ્યોતિષ, મંત્રતંત્ર જેવા જુદા જુદા વિષયોમાં પારંગત હતા. તેઓએ પરસ્પર સહકારથી અને ગ્વાલિયરના મહારાજા તથા મહારાજશ્રીના શ્રીમંત ભક્તોના આર્થિક સહકારથી શિવપુરીમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામની સંસ્થાને ઘણી વિકસાવી અને કેટલાયે નામાંકિત જેન વિદ્વાનો, પંડિતોને ત્યાં તૈયાર કર્યા. એ દૃષ્ટિએ એ જમાનામાં શિવપુરીની આ સંસ્થાનું યોગદાન ઘણું મોટું રહ્યું હતું. શ્રી વિજયધર્મસૂરિનું જીવન ઘણી રોમાંચક અને રોમહર્ષણ ઘટનાઓથી સભર છે. જાહેર વ્યાખ્યાનોની એમની પ્રવૃત્તિ, દેવદ્રવ્ય વિશેના વિચારો ઈત્યાદિને કારણે ક્યારેક વિવાદ પણ સર્જાયા હતા. પરંતુ તેઓ ક્યારેય તેથી પોતાના Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ૩૩૫ શાંતિ અને સમતા ગુમાવતા નહિ. જેઓ તેમની પાસે આવતા તેઓ અવશ્ય સમાધાન મેળવીને જતા. મહારાજશ્રી એક મહાન, સમર્થ યુગપુરુષ થઈ ગયા. એમના સ્વર્ગવાસ પ્રસંગે કેટકેટલા કવિઓએ પણ એમને અંજલિ આપી હતી. એ વખતે લખાયું હતું: अद्य र्जना निराधारा, निरालंबास्तपोधनाः । धर्मसूरो गते देवीभूयं धर्मस्य सारथौ ।। Page #369 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) વિક્રમના વીસમા જૈન શતકમાં જેન શાસનમાં જે કેટલીક મહાન વિભૂતિઓ થઈ ગઈ તેમાં પરમ પૂજ્ય સ્વ. શ્રી આનંદસાગરસૂરિ એટલે કે શ્રી સાગરજી મહારાજનું નામ અવિસ્મરણીય છે. પાલિતાણા અને સુરતમાં આગમમંદિર બાંધવાની પ્રેરણા કરનાર, આગ્રમપ્રકાશન માટે “દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ', “આગમોદય સમિતિ વગેરેની સ્થાપના કરાવી તે દ્વારા આગમિક સાહિત્યને પ્રકાશિત કરાવનાર, જીવનભર આગમસાહિત્યના સંશોધન-સંપાદનમાં પોતાનો અમૂલ્ય સમય વ્યતીત કરનાર, “આગમોદ્ધારક' “આગમદિવાકર' જેવાં બિરુદ પામનાર પૂ. શ્રી આનંદસાગરસૂરિજીની આગમભક્તિ અનુપમ હતી. હસ્તલિખિત પોથીઓમાં સચવાયેલાં આગમસૂત્રો મેળવવામાં અને વાંચવામાં રહેલી પ્રતિકૂળતાઓને લક્ષમાં લઈ, પંચમહાવ્રતધારી સાધુવર્ગ વધુ જ્ઞાનવાન થાય એ દષ્ટિએ આગમસૂત્રોને સુલભ કરવાના આશયથી, મુદ્રણકલાનો આશ્રય લઈ સારા કાગળ ઉપર મોટા અક્ષરે આગમસૂત્રો પહેલી વાર છપાવવાનું ક્રાન્તિકારી પગલું ભરનાર તથા શિલાપટ્ટ તથા તામ્રપત્રમાં આગમસૂત્રો ઉત્કીર્ણ કરાવવાનું ભગવાન મહાવીરના શાસનમાં પહેલી વાર એવું અદ્વિતીય ભગીરથ કાર્ય કરાવનાર આગમધરસૂરિ શ્રી સાગરજી મહારાજનું જીવન અને કાર્ય રસિક ઐતિહાસિક ઘટનાઓથી સભર છે. પંચોતેર વર્ષની વયે, ઓગણસાઠ વર્ષનો દીક્ષાપર્યાય પાળીને, પંદર દિવસના અનશનવ્રત સાથે અર્ધ-પઘાસને બેઠાં બેઠાં કાઉસ ધ્યાનમાં, નવકાર મંત્રની ધૂનની વચ્ચે સમધિપૂર્વક દેહ છોડનાર સાગરજી મહારાજના જીવનની એ અંતિમ ઘટના પણ વિરલ અને પ્રેરક છે. વિક્રમની ઓગણીસમી સદીમાં ગુજરાતનાં જે કેટલાંક નગરોમાં જેનોમાં Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ સાગરજી મહારાજ) કારોબારી Page #371 -------------------------------------------------------------------------- ________________ Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૩૭ ધાર્મિક વાતાવરણ વધુ પ્રબળ હતું એમાં કપડવંજનો પણ સમાવેશ થાય છે. કપડવણજ' (કર્ણાટ વાણિજ્ય) પ્રાચીન નગરીઓમાંની એક નગરી ગણાય છે. પ. પૂ. અભયદેવસૂરિ કપડવંજમાં રહ્યા હતા. જિનમંદિરો, ધાર્મિક ઉત્સવો, પાઠશાળાઓમાં વિદ્યાભ્યાસ, સાધુ-સાધ્વીઓનાં ચાતુર્માસ અને વિચરણની દૃષ્ટિએ કપડવંજ એક જાગતું અને ગાજતું શહેર ગણાતું. | વિક્રમના વીસમા શતકના આરંભમાં આ કપડવંજના શ્રેષ્ઠીઓમાં શેઠ મગનભાઈનું કુટુંબ આવા ધાર્મિક સંસ્કાર અને પવિત્ર વાતાવરણવાળું હતું. પૈસેટકે તેઓ ઘણા સુખી હતા. એમનાં પત્નીનું નામ હતું યમુના. તેઓને બે દીકરાઓ હતા. એકનું નામ હતું મણિલાલ અને બીજાનું નામ હતું હેમચંદ્ર. હેમચંદ્ર તે જ ભવિષ્યના આગમોદ્ધારક, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરિ, જેમને લોકો સાગરજી મહારાજ' તરીકે ઓળખતા રહ્યા છે. હેમચંદ્રનો જન્મ કપડવંજમાં વિ. સં. ૧૯૩૧માં અષાઢ વદ અમાસના રોજ થયો હતો. એમના જન્માક્ષર બનાવતી વખતે જોશીએ મગનભાઇને કહ્યું હતું કે, “તમારો આ પુત્ર એક મહાન પુરુષ થશે.” યોગ્ય વય થતાં હેમચંદ્રને નિશાળમાં બેસાડવામાં આવ્યા. શાળામાં બીજા વિદ્યાર્થીઓ કરતાં તેઓ વધુ તેજસ્વી હતા. રમવામાં તેઓ કંઈક તોફાની પણ હતા. ગિલ્લી-દંડાની રમત રમતાં એક વખત એમના હાથે શેરીમાં સુધરાઈના ફાનસનો કાચ તૂટી ગયો હતો. બાલ્યાવસ્થામાં એમને ડોકમાં મોટું ગૂમડું થયું હતું. પરંતુ તે ફૂટતું નહોતું. એક દિવસ વડીલબંધુ સાથે તોફાનમસ્તી કરતા હતા ત્યારે હેમચંદ્રને તમાચો મારવા માટે માતાએ હાથ ઉગામ્યો, પરંતુ તે ગૂમડાને વાગ્યો, ગૂમડું ફૂટ્યું અને રૂઝ આવી ગઈ. બાલ હેમચંદ્ર નજીકના ઉપાશ્રયે જતા અને માતા-પિતાની સૂચનાનુસાર સાધુ-સાધ્વીને ગોચરી વહોરવા ઘરે પધારવા માટે બોલાવી લાવતા. નવા આવેલાં અપરિચિત સાધુ-સાધ્વીઓને તેઓ શેરીનાં જૈનોનાં ઘર બતાવવા લઈ જતા. ઉપાશ્રયમાં જવા-આવવાને લીધે તથા સાધુ ભગવંતોની વાતો સાંભળવાને લીધે એમનામાં ધાર્મિક સંસ્કાર ખીલ્યા હતા અને સાધુજીવન પ્રત્યે આકર્ષણ જન્યું હતું. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રભાવક સ્થવિરો એ જમાનો બાળલગ્નનો હતો. હેમચંદ્ર બારેક વર્ષના થયા ત્યાં એમનાં લગ્નની વાત ઘરમાં ચાલુ થઈ. ચૌદ વર્ષના મોટાભાઈનાં તો લગ્ન થઈ ચૂક્યાં હતાં. ઘર શ્રીમંત હોય, છોકરો હોશિયાર હોય એટલે ઘણાં માગાં આવે. હેમચંદ્ર માટે પણ ઘણાં માગાં આવવા લાગ્યાં. માતા એથી હરખાતી દીકરા હેમચંદ્રનાં જલદી લગ્ન કરવા માટે માતાએ હઠ લીધી. હેમચંદ્ર પિતાજી આગળ પોતાની વાત કરતાં દઢતાપૂર્વક કહ્યું, “મારે લગ્ન નથી કરવાં. મારે દીક્ષા લેવી છે.” પણ એમની વાત કોણ માને ? માણેક નામની કન્યા સાથે એમની સગાઈ થઈ ગઈ. હેમચંદ્ર કન્યાનાં માતા-પિતાને જણાવ્યું કે પોતાને લગ્ન નથી કરવાં. પરંતુ એથી તો તેઓએ ઉતાવળ કરી. બાર વર્ષના બાળકનું કેટલું ચાલે ? અંતે લગ્ન થઈ ગયાં. પણ હેમચંદ્રનું મન સંસારમાં નહોતું. લગ્ન પછી પણ એમણે તો દીક્ષા લેવાની જ વાત કર્યા કરી. એ જાઈને મોટાભાઈ મણિલાલ પણ દીક્ષા લેવાની વાત ઉચ્ચારી. એમ કરતાં કરતાં આ રકઝકમાં ત્રણ-ચાર વર્ષ પસાર થઈ ગયાં. મગનભાઈના બંને પુત્રોને-મણિલાલ અને હેમચંદ્રને દીક્ષા લેવાના કોડ જાગ્યા હતા. દીક્ષા લેવા માટે તેઓ બંને ઘરમાં વાતો કરતા, પરંતુ એમને રજા કોણ આપે ? પોતાના દીકરાઓ દીક્ષા લે એ પિતાને ક્યાંથી ગમે ? પિતાનું મન ડામાડોળ હતું. એક તરફથી થતું કે દીકરાઓ જો સંયમના માર્ગે જાય તો એના જેવું રૂડું શું ? બીજી બાજુ એમ થતું કે દીકરાઓ જો દીક્ષા લેશે તો પોતાનો વેપારધંધો, મકાન-મિલકત કોણ સંભાળશે ? મોટા દીકરાને પરણાવી દીધો હતો એટલે એની દીક્ષાની વાત હવે રહી નહોતી. ત્યાર પછી એમણે પત્નીના આગ્રહને વશ થઈ હેમચંદ્રને પણ પરણાવી દીધો. પરંતુ જીવોની ગતિ જુદા જુદા ક્રમે ચાલતી હોય છે. દીક્ષા લેવાની ઉત્કટ તમન્ના હેમચંદ્રને હતી. પરંતુ બન્યું એવું કે બાલમરણના વધુ પ્રમાણમાં એ દિવસોમાં મણિલાલની પત્નીનું અવસાન થયું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. કિશોર વયે વિધુર થયેલા મણિલાલ બહુ ઉદાસ રહેતા હતા તથા એમની તબિયત બરાબર રહેતી નથી એ જોઈને બહારગામ જઈ થોડો હવાફેર કરી આવે તો સારું એવી વાત ઘરમાં ચાલી. અમદાવાદ (રાજનગર) જઈને કોઈ સગાને ત્યાં થોડા દિવસ રહેવું અને ત્યાંથી ભોયણીની જાત્રા કરી આવવી Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ એમ નક્કી થયું. સાથે દાદીમા પણ હોય અને હેમચંદ્ર હોય તો સારું એમ વિચારાયું. એટલે તેઓ ત્રણે અમદાવાદ જવા ઊપડ્યાં. બંને ભાઈઓએ અમદાવાદમાં આ તકનો લાભ લઈ દીક્ષા લઈ લેવી એવો નિર્ણય કર્યો. એ વખતે તપગચ્છના શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના શિષ્યરત્ન શ્રી નીતિવિજયજી અમદાવાદમાં બિરાજમાન હતા. તેઓ જ્ઞાની અને સમયના પારખુ હતા. બંને ભાઈઓ એમની પાસે જવા લાગ્યા. એક દિવસ તેઓ બંનેએ એમની પાસે દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. નીતીવિજયજી મહારાજે કિશોર વિધુર મણિલાલને દીક્ષા આપવાનું સ્વીકાર્યું, પરંતુ પરિણીત કિશોર હેમચંદ્રને દીક્ષા આપવાની ના પાડી, કારણ કે એમને દીક્ષા આપવા જતાં કુટુંબપરિવાર અને રાજ્ય તરફથી ઉપસર્ગો આવશે એમ એમને જણાયું. આથી હેમચંદ્ર નિરાશ થઈ ગયા અને રુદન કરવા લાગ્યા, પણ નીતિવિજય મહારાજને બીજો કોઈ ઉપાય જણાતો નહોતો. ૩૩૯ વડીલ બંધુ મણિલાલે પણ હેમચંદ્રને બહુ સમજાવ્યા કે એમની દીક્ષા માટે હજુ કાળ પાક્યો નથી. મણિલાલને શ્રી નીતિવિજયજી મહારાજે અમદાવાદમાં એક નાના ઉત્સવપૂર્વક દીક્ષા આપી અને એમનું નામ મુનિ મણિવિજયજી રાખવામાં આવ્યું. ત્યારપછી હેમચંદ્ર પોતાનાં દાદીમા સાથે ભોયણી તીર્થની યાત્રા કરવા ગયા. ત્યાં એમણે ભગવાન મલ્લિનાથને પ્રાર્થના કરી કે પોતાને પણ જલદી જલદી દીક્ષા લેવાનો યોગ સાંપડે. જ્યારે તેઓ દાદીમા સાથે કપડવંજ ઘરે પાછા આવ્યા અને મણિલાલે દીક્ષા લઈ લીધાના સમાચાર કહ્યા ત્યારે માતાએ ઘણું રુદન કર્યું. પિતા સ્વસ્થ રહ્યા હતા. પરંતુ હવે હેમચંદ્ર ભાગીને દીક્ષા ન લઈ લે એ માટે માતા અને પત્નીએ વધુ ધ્યાન રાખવા માંડ્યું. સાસુ-સસરા અને ઈતર સગાંસંબંધીઓ પણ સજાગ બની ગયાં. પરંતુ એક દિવસ અડધી રાતે હેમચંદ્ર ઘર છોડીને એકલા ભાગી ગયા. સવાર પડતાં ઘરમાં, કુટુંબમાં, આખા ગામમાં હેમચંદ્રના ભાગી ગયાના સમાચાર પ્રસરી ગયા. બધે શોધાશોધ થઈ પણ ક્યાંયથી પત્તો લાગ્યો નહિ. વાહનવ્યવહાર અને સંદેશા–વ્યવહારનઈં ઘણાં ઓછાં સાધનો ત્યારે હતાં. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રભાવક સ્થવિરો ક્યાંક પગે ચાલતાં ચાલતાં અને ક્યાંક બળદગાડામાં બેસીને હેમચંદ્ર આઠ દિવસે કાઠિયાવાડમાં લીંબડી ગામે પહોંચી ગયા. ત્યાં શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. ગુરુમહારાજે એમનું નામ મુનિ હેમચંદ્ર રાખ્યું. વિ. સં. ૧૯૪૬નું એ વર્ષ હતું. હેમચંદ્રની ઉંમર ત્યારે સોળ વર્ષની હતી. ઘરેથી ભાગી જઈને જરૂર હેમચંદ્ર દીક્ષા લીધી હશે એવું અનુમાન સ્વજનોએ અને ગામના લોકોએ કર્યું, પરંતુ તે ક્યાં હશે તેની તાત્કાલિક કંઈ ભાળ મલી નહિ. મુનિ હેમચંદ્ર સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં લાગી ગયા. જ્ઞાન માટેની એમની ભૂખ મોટી હતી. લીંબડીથી વિહાર કરતાં કરતાં ગુરુમહારાજ મુનિ હેમચંદ્ર સાથે અમદાવાદ પધાર્યા. નવદીક્ષિત બાલમુનિ કોણ છે ? ક્યાંના છે ? વગેરે જે વાતો થતી તે પ્રસરતી પ્રસરતી કપડવંજ સુધી પહોંચી ગઈ. પિતા ઉદાસીન હતા; પણ હેમચંદ્રજીનાં સાસુ-સસરાએ ઊહાપોહ ઘણો મચાવ્યો. પોતાની દીકરીનો ભવ બગાડનારને ઠેકાણે આણવો જોઈએ એવો એમનો રોષ પ્રજ્વલી ઊઠ્યો. કાયદો તેમના પક્ષે હતો, કારણ કે બાલદીક્ષાનો રાજ્યમાં પ્રતિબંધ હતો. તેઓએ પોલીસમાં ફરિયાદ કરી, મુનિ હેમચંદ્રની ધરપકડનું વોરંટ નીકળ્યું. ન્યાયાલયમાં એમને ખડા કરવામાં આવ્યા. ‘તમે બાલદીક્ષિત છો, વળી તમે પરણેલા છો. તમારે માથે પત્નીના ભરણપોષણની જવાબદારી છે. માટે ગૃહસ્થનાં કપડાં પહેરી ઘરે પહોંચી જાવ.' ન્યાયાધીશે ચુકાદો આપ્યો. મુનિ હેમચંદ્ર ઘણી દલીલ કરી. ઘરે જવા આનાકાની કરી પણ કાયદા આગળ તેઓ લાચાર હતા. છેવટે મુનિ હેમચંદ્રને ઘરે જવું પડ્યું. ગૃહસ્થ વેશ ધારણ કરવો પડ્યો. ઘરની સો રાજી થયાં. એક માત્ર પિતાજી રાજી થયા નહોતા. પરંતુ તેઓ કશું બોલ્યા નહિ. સમય પસાર થવા લાગ્યો. માતાને, પત્નીને, સાસુ-સસરાને લાગ્યું કે હેમચંદ્રની નાની ઉંમરમાં છોકરમત થઈ ગઈ છે. પરંતુ હવે એકાદ-બે વર્ષ મોટા થશે એટલે યૌવનના રંગરાગમાં પડી જશે અને પોતે દીક્ષા લીધી હતી એવી વાત પણ ભૂલી જશે. તેઓને થોડા દિવસમાં જ આ પરિવર્તન દેખાવા લાગ્યું. હેમચંદ્ર સામાયિક-પ્રતિક્રમણ છોડી દીધાં. દેરાસરે પૂજા કરવા માટે જવાનું અનિયમિત બની ગયું. સરસ કપડાં પહેરીને તેઓ ફરવા લાગ્યા. પત્નીને Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૪૧ સારી રીતે બોલાવવા લાગ્યા. પત્નીનાં કપડાં-ઘરેણાંમાં રસ લેવા લાગ્યા. ખાવા-પીવાનો એમનો રસ વધી ગયો. વેપાર-ધંધામાં પણ રસ લેવા લાગ્યા. દુકાને જવા લાગ્યા. સંસારમાં તેઓ એવા પલોટાવા લાગ્યા કે સાસુ-સસરાને હવે નિશ્ચિતતા જણાવા લાગી. માતા અને પત્નીની ફિકર ટળી ગઈ. બહુ દેખરેખ રાખવાની હવે જરૂર ન જણાઈ.. એક દિવસ પત્ની માણેકે હેમચંદ્રને કહ્યું, “મારી સોનાની આ કંઠી બહુ જૂની થઈ ગઈ છે, ઘસાઈ ગઈ છે. એ ભંગાવીને નવી કરાવી આપોને !' પત્નીની માગણી હેમચંદ્ર તરત સ્વીકારી. પિતાજીને વાત કરી. કંઠી નવી સારી બનાવવી હોય તો અમદાવાદમાં કોઈ સોની પાસે બનાવરાવવી પડે. ત્યાં ઘાટ સારા બનાવે છે. પત્નીની પણ એવી મરજી હતી કે અમદાવાદમાં નવો સારો ઘાટ બનાવવામાં આવે. પરંતુ અમદાવાદ જવા માટે આનાકાની થઈ. રખેને હેમચંદ્ર અમદાવાદ જઈને ફરી પાછા ન આવે તો? ઘરમાં ઘણી રકઝક થઈ. છેવટે નક્કી થયું કે હેમચંદ્ર એકલા તો ન જ જાય. એમની સાથે જવા એમના પિતાજી તેયાર થયા. તેઓ બંને અમદાવાદ પહોંચ્યા. રસ્તામાં પિતા-પુત્ર વચ્ચે દિલ ખોલીને ઘણી અંગત વાતો થઈ. અમદાવાદમાં વિદ્યાશાળામાં એક ધર્મશાળામાં તેઓ ઊતર્યા. હેમચંદ્રને મુનિ તરીકે જોનાર કોઈ શ્રાવકે કપડવંજની સાંભળેલી વાતો પરથી કહ્યું, “ભાઈ હેમચંદ્ર, મેં તો સાંભળ્યું છે કે સાધુવેશ છોડુયા પછી તમે શ્રાવકના બધા આચાર પણ છોડી દીધા છે ? સામાયિક, પ્રતિક્રમણ કે જિનપૂજા બધું છૂટી ગયું? સંસારમાં ભલે તમે પાછા ગયા, પણ આવું બધું તમને શોભે ?' હેમચંદ્ર કહ્યું, “વડીલ ! બધું છૂટી નથી ગયું. મારા અંતરની વાત હું જ જાણું છું.' તે રાત્રે પિતા-પુત્રે નિરાંતે વાતો કરી. હેમચંદ્ર ઘરે આવ્યા પછી સાંસારિક રસ ધરાવવાનું માત્ર નાટક જ કર્યું હતું કે જેથી કપડવંજ છોડીને જવાની જલદી તક મળે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા વગેરેનો તો ફક્ત દેખાવ કરવા માટે સહેતુક માત્ર દ્રવ્યક્રિયા તરીકે જ ત્યાગ કર્યો હતો, ભાવથી એ ત્યાગ નહોતો. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રભાવક સ્થવિરો હેમચંદ્રને હવે સત્તર વર્ષ પૂરાં થયાં હતાં. હવે એમને બાલદીક્ષાનો કાયદો લાગુ પડે એમ નહોતો. હવે દીક્ષા લેતાં એમને કોઈ રોકી શકે એમ નહોતું. હેમચંદ્રની દીક્ષા લેવાની ભાવનાને એમના પિતાનું પૂરેપૂરું સમર્થન હતું. તે રાત્રે હેમચંદ્ર “જંબુસ્વામી રાસ” વાંચ્યો. જંબુકમારે પણ, માતા-પિતાની લાગણીને માન આપીને લગ્ન કર્યા પછી દીક્ષા લીધી હતી. રાસ વાંચવાથી હેમચંદ્રની દીક્ષાની ભાવના વધુ સુદઢ બની. પિતા સોની પાસે કંઠી કરાવી કપડવંજ પાછા જાય અને હેમચંદ્ર ઝવેરસાગરજી મહારાજ જ્યાં વિચરતા હોય ત્યાં પહોંચી દીક્ષા અંગીકાર કરે એવી ગોઠવણ પિતા-પુત્રે પરસ્પર વિચારીને કરી. અમદાવાદમાં પિતા-પુત્ર છૂટા પડ્યા. પિતા કપડવંજ પાછા ફર્યા. પુત્ર હેમચંદ્ર ગુરુમહારાજ ક્યાં વિચરી રહ્યા છે તેની ભાળ મેળવવા નીકળી પડ્યા. વિહાર કરતાં કરતાં શ્રી ઝવેરસાગરજી લીંબડી પહોંચ્યા હતા. ત્યાં હેમચંદ્ર પહોંચી ગયા. ફરી દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. હવે તેઓ પુખ્ત ઉમરના થયા હતા એટલે દીક્ષા લેવામાં કાયદાની દૃષ્ટિએ બાધ આવે એમ ન હતો. વિ. સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમને દિવસે વસંતપંચમીના દિવસે હેમચંદ્રને દીક્ષા આપવામાં આવી. હવે એમનું નામ રાખવામાં આવ્યું મુનિ આનંદસાગર. અમદાવાદ ઘરેણાં કરાવવા પિતા-પુત્ર મગનભાઈ અને હેમચંદ્ર બંને ગયા હતા, પરંતુ પાછા ફર્યા એકલા મગનભાઈ. તેઓ ઘરે આવ્યા ત્યારે દીકરો ક્યાં છે ? ક્યાં ગયો ? કેમ ગયો ? કેમ જવા દીધો ? વગેરે રોષભર્યા પ્રશ્નોની ઝડી એમને માથે વરસી, પત્ની, પુત્રવધૂએ, વેવાઇએ, સગાંસંબંધીઓએ મગનભાઈની બહુ આકરી ટીકા કરી. મગનભાઈએ મૂંગે મોઢે નમ્રતાપૂર્વક એ બધું સહન કરી લીધું. હેમચંદ્રને દીક્ષા અપાવવા મગનભાઈ સમજણપૂર્વક સાથે ગયા નહોતા. પરંતુ એમને ખાતરી હતી કે થોડા દિવસમાં હેમચંદ્ર દીક્ષા લેશે અને દીક્ષાના સમાચાર મોડા-વહેલા ગામમાં આવી પહોંચશે. થયું પણ એ જ પ્રમાણે. હેમચંદ્રની દીક્ષાના સમાચાર આવ્યા. તેઓ લીંબડીમાં છે એ પણ જાણવા મળ્યું. લીંબડીમાં બીજું રાજ્ય હતું. ત્યાંના કાયદા જુદા હતા. વળી હવે હેમચંદ્રની ઉંમર સત્તર વર્ષની થઈ હતી એટલે બાલદીક્ષાનો કાયદો એમને લાગુ પડતો નહોતો. આથી હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે સ્વજનોએ, Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ એ બાબતમાં પોતાના હાથ ધોઈ નાખ્યા. અંતે જે થવાનું હતું તે થયું. તેઓએ મન મનાવી લીધું. ક્રમે ક્રમે વાતાવરણ શાન્ત બની ગયું. મુનિ આનંદસાગરજીએ પોતાના ગુરુમહારાજ પૂ. ઝવે૨સાગરજી મહારાજ સાથે પ્રથમ ચાતુર્માસ લીંબડીમાં કર્યું. શિષ્યની તેજસ્વિતા અને જ્ઞાન માટે ભૂખ જોતાં ગુરુમહારાજને લાગ્યું કે એમના વિદ્યાભ્યાસ માટે સરખી વ્યવસ્થા કરવી જોઈએ. એ દિવસોમાં પંડિતોની અને ગ્રંથોની વ્યવસ્થા કરવાનું કાર્ય એટલું સુલભ કે સરળ નહોતું. સંસ્કૃત ભાષા શીખવવા માટે સારા વ્યાકરણની પ્રથમ જરૂર પડે છે. તે વખતે ‘સિદ્ધાન્ત ચન્દ્રિકા' નામનું વ્યાકરણ ગુજરાતમાં જાણીતું હતું. પરંતુ એની પોથી જલદી મળે એવી નહોતી. મુદ્રિત ગ્રંથોના જમાનાની હજુ શરૂઆત હતી. તેમાં પણ સંસ્કૃત ગ્રંથો જલદી મળતા નહિ. ગુરુમહારાજ બધે તપાસ કરાવતા રહ્યા. એમ કરતાં મહિનાઓ નીકળી ગયા, પરંતુ વ્યાકરણની પોથી મળી નહિ. છેવટે છ મહિને એ ગ્રંથ મળ્યો. ગ્રંથ હાથમાં આવતાં જ મુનિશ્રી એના અભ્યાસમાં લાગી ગયા. ગુરુમહારાજ પાસે તથા પંડિત પાસે બેસીને એમણે ત્રણ મહિનામાં વ્યાકરણનો એ ગ્રંથ અર્થસહિત સંપૂર્ણપણે કંઠસ્થ કરી લીધો. એ જમાનામાં સાધુઓની સંખ્યા અલ્પ હતી. મુનિ આનંદસાગર પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા. એવામાં અવસ્થાને કારણે ગુરુમહારાજ માંદા પડ્યા અને થોડા દિવસોમાં તો કાળધર્મ પામ્યા. ગુરુ- ભગવંતનું છત્ર ચાલ્યું જતાં આનંદસાગર મહારાજશ્રી ગમગીન બની ગયા. માત્ર નવ મહિનાના પોતાના દીક્ષાપર્યાયમાં જ આ ઘટના બની હતી, તો પણ ક્રમે ક્રમે સ્વસ્થ બની તેઓ સ્વાધ્યાય અને તપમાં લીન બનવા લાગ્યા. ૩૪૩ ત્યારપછી સંવત ૧૯૪૮નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં શાહપુરમાં કર્યું. સંસ્કૃત વ્યાકરણ આવડી જવાને લીધે એમની અભ્યાસની ભૂખ વધી ગઈ હતી, પરંતુ ગુજરાતમાં એવી સગવડ ત્યારે નહોતી. દરમિયાન તેમણે જાણ્યું કે ઉદયપુરમાં એક યતિવર્ય શ્રી આલમચંદજી શાસ્ત્રોના સારા જાણકાર છે અને ગૃહસ્થો તથા વિશેષતઃ સાધુઓને બહુ ઉત્સાહથી નિઃસ્વાર્થભાવે અભ્યાસ કરાવે છે. એટલે મહારાજશ્રીને ઉદયપુર જવાની ઈચ્છા થઈ. અમદાવાદના ચાતુર્માસ પછી એમણે ઉદયપુર તરફ વિહાર કર્યો. સંવત ૧૯૪૯નું ચાતુર્માસ Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો એમણે ઉદયપુરમાં કર્યું અને યતિશ્રી આલમચંદજી પાસે એમણે અભ્યાસ ચાલુ કર્યો. યતિશ્રીએ બહુ જ ઉમળકાથી મહારાજશ્રીને શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. આ ઊંડા અભ્યાસને કારણે જ, યૌવનમાં પ્રવેશતાં જ મહારાજશ્રીની વિદ્વદ્ પ્રતિભા ખીલી ઊઠી. એમની સાથે સાથે એમની વ્યાકરણ આપવાની શક્તિ પણ વિકસવા લાગી. યતિશ્રી પાસે અભ્યાસ કરી મહારાજશ્રી મારવાડમાં ગ્રામાનુગ્રામ એકલા વિચરવા લાગ્યા. એમની સાથે બીજા કોઈ સાધુ નહોતા. યતિશ્રીએ કરાવેલા અભ્યાસથી મહારાજશ્રી સ્વયં આગમસૂત્રો વાંચી સમજી શકવા લાગ્યા. યતિશ્રીએ કરાવેલાં આગમસૂત્રો ઉપરાંત અન્ય આગમસૂત્રો અને ટીકા, ભાષ્ય, ચૂર્ણિ વગેરે પ્રકારનું સાહિત્ય વાંચવાની એમની ઉત્કંઠા ઘણી વધી ગઈ. પરંતુ એ દિવસોમાં એવા જ્ઞાની મહાત્માઓ ખાસ નહોતા કે જેમની પાસે વિધિસરની વાચના લઈ અભ્યાસ કરી શકાય. એક દિવસ મારવાડના એક ગામમાં મહારાજશ્રી આગમોના અભ્યાસની ચિંતામાં હતા ત્યારે મોડી રાત સુધી તેમને નિદ્રા આવી નહિ. પછી જ્યારે નિદ્રા આવી ત્યારે સ્વપ્નમાં કોઈ ગુરુભગવંતનાં દર્શન થયાં. એમણે કહ્યું, ‘મુનિ આનંદસાગર ! પૂર્વભવમાં તમે શ્રુતધર હતા. માટે તમે સ્વયં વાચના લઈ શકો છો. આગમસૂત્રોની વાચના આપી શકે એવા જ્ઞાની ગુરુ હાલમાં કોઈ છે નહિ. માટે તમારે જે આગમસૂત્રની વાચના લેવી હોય તે ઊંચા બાજોઠ ઉપર મૂકી વિધિસર વંદન કરી, એની આજ્ઞા લઈ તમે યોગોદ્વહન સાથે અભ્યાસ કરો. તમારાં જ્ઞાનનાં આવરણો આપોઆપ હટી જશે.' ૩૪૪ બીજે દિવસે મહારાજશ્રીએ આયંબિલ કરવા સાથે શ્રી હરિભદ્રસૂરિની વૃત્તિવાળી દશવૈકાલિકસૂત્રની હસ્તપ્રત બાજોઠ ઉપર પધરાવી વિનયપૂર્વક એને વંદન કરી, એની આજ્ઞા લઈ અભ્યાસ ચાલુ કર્યો. જાણે બધું તરત સમજાઈ જતું હોય, નવો અર્થપ્રકાશ થતો હોય એવો મહારાજશ્રીને અનુભવ થયો. એથી મહારાજશ્રીનો આત્મવિશ્વાસ વધી ગયો અને ઉત્તરોત્તર તેઓ વધુ ને વધુ ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. ઉદયપુરમાં યતિવર્ય શ્રી આલમચંદજી મહારાજશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરીને મહારાજશ્રી રાજસ્થાન તરફ વિહારમાં હતા તે દરમિયાન પાલીનગરમાં Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૪૫ મૂર્તિપૂજક સંઘમાં થોડો ખળભળાટ મચી ગયો, કારણ કે ત્યાં અન્ય સંપ્રદાયોના સાધુઓમાં એક એવા સાધુનું ચાતુર્માસ નક્કી થયું હતું કે જેઓ મધુર કંઠે ગાતા હતા, સરસ વાકછટા ધરાવતા હતા અને બત્રીસ આગમસૂત્રોની ગાથાઓ ટાંકતા હતા. લોકો તેમની વાણીથી ખેંચાતા હતા. નગરમાં મૂર્તિપૂજક સંઘ લધુમતીમાં હતો. સંઘને ચિંતા એ વાતની થઈ કે રખેને પાછા થોડા લોકો સંઘ છોડીને અન્ય સંપ્રદાયમાં ભળી જાય. આથી સંઘના આગેવાનો ઉદયપુર યતિશ્રી આલમચંદજી પાસે પહોંચ્યા, પરિસ્થિતિ સમજાવી અને પાલીનગરમાં ચાતુર્માસ કરવા બહુ આગ્રહપૂર્વક વિનંતી કરી. યતિશ્રીએ એમની ફરિયાદ અને વિનંતી સાંભળી લીધી, પરંતુ તેઓ પાલી જઈ શકે એમ નહોતા. એમણે આગેવાનોને કહ્યું કે, “તમે ચિંતા ન કરશો. હું એક એવા નવયુવાન સાધુ ઉપર ભલામણપત્ર લખી આપું છું કે જો તેઓ આવશે તો તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાની કોઈ હિંમત નહિ કરી શકે.” યતિશ્રીએ મહારાજશ્રી ઉપર ચિઠ્ઠી લખી આપી. વિહારમાં તેઓ ક્યાં હતા તેની ખબર નહોતી, પણ આગેવાનો પૂછતા પૂછતા એમની પાસે પહોંચી ગયા. તેઓએ પાલીનગરમાં ચાતુર્માસ માટે પધારવાની આગ્રહભરી વિનંતી કરી. પરિસ્થિતિનો વિચાર કરતાં અને યતિશ્રીની ભલામણ હતી એટલે મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો. મહારાજશ્રી આનંદસાગરજીએ વાજતે-ગાજતે પાલીનગરમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. મહારાજશ્રીની દૂબળી કાયા અને નાની વય જોઈને અન્ય સંપ્રદાયવાળા હસવા લાગ્યા કે આવા સાધુ તે વળી શો પ્રભાવ પાડવાના હતા ? પરંતુ પહેલે જ દિવસે મહારાજશ્રીનું દોઢ કલાકનું પ્રવચન સાંભળી શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની ગયા. આ તો કોઈ મોટા જ્ઞાની મહાત્મા છે એવી લોકો ઉપર છાપ પડી. મહારાજશ્રીએ ચાતુર્માસ વ્યાખ્યાન માટે “સ્થાનાંગ સૂત્ર પસંદ કર્યું. રોજેરોજ વ્યાખ્યાનની અવિરત વાગ્ધારાથી, મહારાજશ્રીના અગાધ જ્ઞાનથી અને ઘરગથ્થુ દૃષ્ટાંતો સાથે સમજાવવાની સરળ શૈલીથી નગરમાં એક જુદી જ હવા પેદા થઈ ગઈ. વ્યાખ્યાનમાં વખતોવખત સબળ શાસ્ત્રાધાર સાથે, તર્ક અને દલીલો સાથે મૂર્તિપૂજાની આવશ્કતા પણ સમજાવવામાં આવી. આ વાતો Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રભાવક સ્થવિરો પ્રસરતાં અન્ય સંપ્રદાયવાળા સાધુઓ પણ શાંત રહ્યા. કોઈ વિવાદ એમણે ઊભો કર્યો નહિ. સૌ પોતપોતાની રીતે પોતાની આરાધનામાં મગ્ન રહ્યા. પાલીનગરના ચાતુર્માસથી મહારાજશ્રીનું નામ મારવાડના એ વિસ્તારમાં બહુ જાણીતું થઈ ગયું. પાલીના સંઘને એથી બહુ સંતોષ થયો. પાલીના ચાતુર્માસની ખ્યાતિથી પ્રેરાઇને મારવાડમાં સોજતનગરના આગેવાનોએ ચાતુર્માસનો લાભ પોતાના નગરને મળે એ માટે આગ્રહપૂર્વક વિનંતી કરી. મહારાજશ્રીએ આસપાસનાં ગામોમાં વિચરણ કરી સંવત ૧૯૫૧નું ચાતુર્માસ સોજતમાં કર્યું. એથી ત્યાં પણ બહુ ધર્મજાગૃતિ આવી. મહારાજશ્રી મારવાડમાં હતા ત્યાં એમને સમાચાર મળ્યા કે એમના સંસારી પિતાશ્રી મગનભાઇએ દીક્ષા લીધી છે. આ સમાચાર જાણીને મહારાજશ્રીને બહુ આનંદ થયો. દીક્ષિત થયેલા પોતાના સંસારી પિતાને મળવા માટે એમની ઉત્સુકતા વધી ગઈ. એટલે મહારાજશ્રીએ ગુજરાત તરફ વિહાર કર્યો. મુનિ આનંદસાગરના પિતા મગનભાઈનું પોતાનું મન પણ બંને દીકરાઓની દીક્ષા પછી સંસારમાંથી ઊઠી ગયું હતું. તેઓ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા હતા, પરંતુ મનથી તેઓ કશીક તૈયારી કરી રહ્યા હતા. તેમણે પોતાની લેવડ–દેવડના હિસાબો ચૂકતે કરી દીધા હતા, બીજા બધા સામાજિક વ્યવહારોમાંથી પણ તેઓ નિવૃત્ત થઈ ગયા હતા. એક દિવસ એમણે ઘરમાં પ્રસ્તાવ મૂક્યો કે પોતાને શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવના થઈ છે. તેઓ એકલા ઊપડી ગયા. એ દિવસોમાં કાઠિયાવાડમાં રેલવે-વ્યવહાર નહોતો. ઘણુંખરું ગાડા-માર્ગ અથવા પગપાળા મુસાફરી કરવી પડતી. એટલે શત્રુંજયની યાત્રા સાથે આવવા માટે પરિવારમાંથી બીજા કોઈએ આગ્રહ કર્યો નહિ. મગનભાઈએ સિદ્ધગિરિ, શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી દેવાધિદેવ ભગવાન આદિનાથની પૂજાસેવા કરીને અનન્ય ધન્યતા અનુભવી. ચૈત્યવંદન કરતાં કરતાં, ભગવાનની સ્તુતિ કરતાં કરતાં તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ભગવાનને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા કે પોતાને કુટુંબ- પરિવારના બંધનોમાંથી, સંસારના વ્યવહારમાંથી છોડાવે. પોતાને ચારિત્ર અંગીકાર કરવાનો યોગ આપે. તેમણે ભગવાનને વિનંતી કરી કે, “હે પ્રભુ! મારા Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૪૭ દીકરાઓ સંયમના માર્ગે ગયા છે. હું અભાગી હજુ સંસારમાંથી નીકળી શક્યો નથી. હે પ્રભુ! મારે હવે કપડવંજ પાછા જવું નથી. મને વહેલી તકે દીક્ષા અપાવો.” મગનભાઈની આર્જવભરી પ્રાર્થના જાણે ફળી હોય તેમ યાત્રા કરીને પાછા ફરતાં માર્ગમાં પૂજ્ય શ્રી પ્રતાપવિજયજી નામના એક સાધુ ભગવંતનો યોગ થઈ ગયો. એમની આગળ દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. મગનભાઈની ઉમર પાકટ હતી, પરંતુ એમની ભાવના ઉત્કટ હતી. એમની યોગ્યતા જાણીને પૂજ્યશ્રી પ્રતાપવિજયજી મહારાજે એમને, કશી ધામધૂમ વિના, સંવત ૧૯૫૧માં દીક્ષા આપી. મગનભાઈ હવે મુનિ જીવવિજયજી બન્યા. પોતાના ગુરુ મહારાજ સાથે મુનિ જીવવિજયજી વિહાર કરવા લાગ્યા. થોડાક વખત પછી એમના દીક્ષાના સમાચાર એમના પરિવારને મળ્યા. આ પરિણામ તેઓએ ધાર્યું જ હતું, કારણ કે યાત્રા કરવામાં આટલા બધા દિવસ લાગે નહિ. વિહાર કરતાં કરતાં મુનિ જીવવિજયજી પેટલાદ નગરમાં પધાર્યા. મુનિ આનંદસાગર ગુજરાતમાં પાછા ફર્યા ત્યારે જાણ્યું કે મુનિ જીવવિજયજી પેટલાદમાં છે તથા વડીલબંધુ મણિવિજયજી પણ પેટલાદમાં છે. એટલે મુનિ આનંદસાગર ત્યાં પધાર્યા. પિતા-પુત્રનું–મુનિ જીવવિજયજી અને મુનિ આનંદસાગરજીનું મિલન સાધુવેશમાં પેટલાદમાં થયું. પરસ્પર આનંદ અને ધન્યતા અનુભવી. પિતા અને એમના બંને પુત્રો-ત્રણેય સાધુવેશમાં સાથે મળ્યા એથી તેઓને અપાર હર્ષ થયો. ઉંમરને કારણે જીવવિજયજીનું સ્વાથ્ય સારું રહેતું નહોતું. ઔષધોપચાર ચાલતા હતા. છતાં નિરતિચાર સંયમપાલનમાં તેઓ દઢ હતા. એમની માંદગી ઉત્તરોત્તર વધતી ગઈ. બીજા વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન તેઓ સંવત ૧૯૫૨ના અષાઢ સુદ બીજને દિવસે કાળધર્મ પામ્યા. તેઓ પોતાના જીવનને સાર્થક બનાવી ગયા. મુનિ આનંદસાગરે પોતાના સંસારી પિતા મુનિ જીવવિજયજીને અંતિમ આરાધના સારી રીતે કરાવી હતી. આગમસૂત્રોના ઊંડા અભ્યાસ દ્વારા મહારાજશ્રીએ જાણ્યું કે સંવત્સરી પર્વની ઉજવણી જે રીતે થવી જોઈએ તે રીતે થતી નથી, કારણ કે જ્ઞાની સાધુ મહાત્માઓ અલ્પ સંખ્યામાં રહ્યા હતા. વળી સંવત્સરી પર્વની તિથિ અંગે પણ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રભાવક સ્થવિરો કોઈ સુનિશ્ચિતતા નહોતી. મહારાજશ્રીએ પેટલાદના ચાતુર્માસ દરમિયાન સંવત્સરી પર્વની ઉજવણી શાસ્ત્રસંમત પદ્ધતિએ ચાલુ કરી. - પેટલાદથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રીએ સંવત ૧૯૫૩નું ચાતુર્માસ વડોદરા પાસે છાણીમાં કર્યું. એ દિવસોમાં છાણી વિદ્યાભ્યાસનું મોટું કેન્દ્ર ગણાતું. ત્યાં જૈનોની વસ્તી ઘણી મોટી હતી. જ્ઞાનભંડાર પણ ઘણો મોટો હતો. ત્યાં પંડિતો પણ વસતા હતા. મહારાજશ્રીએ ત્યાં પંડિતો પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું. શાસ્ત્રાભ્યાસથી મહારાજશ્રીની તર્કશક્તિ ઘણી ખીલી. એથી જ કેટલાક હિન્દુ સંન્યાસીઓ સાથે તેઓ શાસ્ત્રાર્થ કરી શક્યા હતા. તદુપરાંત જૈનોના અન્ય સંપ્રદાયના સાધુઓ સાથે પણ મૂર્તિપૂજા, પ્રતિક્રમણવિધિ ઈત્યાદિ વિષયોની ચર્ચા કરી પોતાની વાત તેઓ સ્વીકારાવી શક્યા હતા. મહારાજશ્રીની આ વિસ્તારમાં ખ્યાતિ વધતાં ખંભાતના સંઘે એમને ચાતુર્માસ માટે નિમંત્રણ આપ્યું. ખંભાત ત્યારે પાર્ધચંદ્ર ગચ્છનું મોટું મથક ગણાતું. પરંતુ મહારાજશ્રીના ચાતુર્માસને કારણે ત્યાં તપગચ્છનો ઘણો પ્રભાવ વધી ગયો હતો. ખંભાતના ચાતુર્માસ પછી ગુજરાતમાં જુદે જુદે સ્થળે તેઓ વિચર્યા. ત્યારપછી ચાતુર્માસ માટે તેઓ સાણંદ પધાર્યા. વિક્રમ સંવત ૧૯૫૬નું ચાતુર્માસ સાણંદમાં કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. મહારાજશ્રીએ વિ. સં. ૧૯૫૬, ૧૯૫૭, ૧૯૫૮નું એમ ત્રણ ચાતુર્માસ અમદાવાદમાં જુદા જુદા ઉપાશ્રયે કર્યા. આ સમય દરમિયાન તેઓ પંન્યાસ શ્રી નેમિવિજયજી (શ્રી વિજયનેમિસૂરિ)ના ગાઢ સંપર્કમાં આવ્યા. પોતાનાથી વય, દીક્ષાપર્યાય તથા જ્ઞાનાભ્યાસમાં મોટા એવા શ્રી નેમિવિજયજીની તેજસ્વી, ધીરગંભીર પ્રતિભા, અસાધારણ વ્યાખ્યાનશૈલી તથા કડક ચારિત્રપાલનથી તેઓ બહુ પ્રભાવિત થયા. પંન્યાસ નેમિવિજયજીને પણ મુનિ આનંદસાગરની તેજસ્વી મુખમુદ્રા અને શાસ્ત્રાભ્યાસ માટેની અદમ્ય ઝંખના સ્પર્શી ગઈ. તેઓ સાથે મળીને શાસ્ત્રચર્ચા કરતા, શંકાસમાધાન કરતા અને શાસનોન્નતિ માટે વિચારવિનિમય કરતા. મુનિ આનંદસાગરનાં દીક્ષા પછીનાં તરતનાં આટલાં વર્ષોમાં એમની પવિત્ર વાણીનો લાભ સૌથી વધુ મળ્યો હોય તો તે અમદાવાદને. Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ३४४ લોકોનું આકર્ષણ એટલું બધું હતું કે સતત ત્રણ ચાતુર્માસ એમને અમદાવાદમાં કરવાં પડ્યાં. વિ. સં. ૧૯૫૬માં ગુજરાતમાં અને ગુજરાત બહાર ભયંકર દુકાળ પડ્યો હતો. છપ્પનિયા દુકાળ તરીકે એ જાણીતો થયો હતો. મહારાજશ્રીએ “દુકાળ રાહતનિધિ'ની સ્થાપના કરાવી હતી. એમની પ્રેરણાથી લોકોએ સારું ધન આપ્યું અને રાહત નિધિ દ્વારા લોકસેવાનું મહત્ત્વનું કાર્ય કરાવ્યું હતું. ત્યારપછી વિ. સં. ૧૯૫૯નું ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. હવે એમનો શિષ્યસમુદાય પણ વધતો ગયો હતો. એમના મુખ્ય શિષ્યોમાં મુનિ માણિક્યસાગર હતા. અમદાવાદના સંઘોની ભક્તિ એટલી પ્રબળ હતી કે તેઓએ મહારાજશ્રીને વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ અમદાવાદમાં કરવા માટે આગ્રહભરી વિનંતી કરી. મહારાજશ્રીને એ સ્વીકારવી પડી. મહારાજશ્રી અમદાવાદ પધાર્યા એટલે સંઘના આગેવાનોએ દરખાસ્ત મૂકી કે મહારાજશ્રીને અમદાવાદમાં ગણિ પંન્યાસની પદવી આપવામાં આવે. પરંતુ મહારાજશ્રીએ એનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો કારણ કે એમણે ભગવતીજીના યોગવહન કર્યા નહોતા. પરંતુ સંઘોના અત્યંત આગ્રહને વશ થઈ એમણે પંન્યાસની પદવી, યોગવહન પછી સ્વીકારવાની સંમતિ આપી. મહારાજશ્રી ત્યારપછી વળા–વલભીપુર જઈને ત્યાં પંન્યાસ શ્રી નેમિવિજયજી પાસે વિધિપૂર્વક ભગવતીજીના યોગ, આયંબિલ અને નીવીની તપશ્ચર્યા સાથે, ચાલુ કર્યા. એમની સાથે મુનિશ્રી પ્રેમવિજયજી તથા મુનિશ્રી સુમતિવિજયજીએ પણ વિધિપૂર્વક યોગ કર્યા. યોગ પૂરા થતાં અમદાવાદના સંઘે આવીને વિનંતી કરી કે ત્રણે મુનિઓને ગણિ–પંન્યાસની પદવી પંન્યાસ નેમિવિજયજીના હસ્તે અમદાવાદમાં આપવામાં આવે. એ વિનંતીનો સ્વીકાર કરી તેઓ સર્વે વિહાર કરી અમદાવાદ પધાર્યા અને તેઓ ત્રણેને વિ. સં. ૧૯૬૦માં પંન્યાસ નેમિવિજયજીએ ગણિ–પંન્યાસની પદવી આપી. બહુ ધામધૂમપૂર્વક અમદાવાદે આ ઉત્સવ ઊજવ્યો હતો. પંન્યાસ શ્રી આનંદસાગરજીએ વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ પં. નેમિવિજયજી તથા પોતાના સંસારી વડીલબંધુ પંન્યાસ શ્રી મણિવિજયજી સાથે અમદાવાદમાં કર્યું. પંન્યાસ નેમિવિજયજીની જેમ મહારાજશ્રી આનંદસાગરજીની વાણીએ પણ અમદાવાદની જનતાને ઘેલી કરી હતી. અમદાવાદથી જ્યારે તેમણે Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પ્રભાવક સ્થવિરો વિહાર કર્યો ત્યારે કેટલાયે ભક્તોની આંખમાં આંસુ આવ્યાં હતાં. ત્યારપછી મહારાજશ્રીએ ઉત્તર ગુજરાત તરફ વિહાર કર્યો. એ વખતે ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠામાં પેથાપુરમાં એક વિદ્ધ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં પધારવા માટે મહારાજશ્રીને વિનંતી કરવામાં આવી. મહારાજશ્રી ત્યાં પધાર્યા અને સભામાં જૈન શાસનની સુરક્ષા અને ઓજસ્વિતા કેવી રીતે સધાય એ માટે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. વિ. સં. ૧૯૬૧નું ચાતુર્માસ મહારાજશ્રીએ કપડવંજમાં તથા ૧૯૬૨નું ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ત્યારપછી ત્યાંથી વિહાર કરતા તેંઓ અમદાવાદ પધાર્યા. પંન્યાસની પદવી પછી અને અમદાવાદનાં ચારેક ચાતુર્માસ પછી મહારાજશ્રીની ખ્યાતિ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પ્રસરી ગઈ હતી. તેમણે હજુ સુરતમાં એક પણ ચાતુર્માસ કર્યું નહોતું. આથી સુરતની જનતા તેમના ચાતુર્માસ માટે આતુરતાપૂર્વક રાહ જોતી હતી. સુરતના સંઘના આગેવાનો મહારાજશ્રી પાસે પહોંચ્યા અને બહુ આગ્રહભરી વિનંતી કરી. મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો. ઓગણીસમા શતકમાં ગુજરાતની દક્ષિણે સુરત એક મોટું ધર્મક્ષેત્ર ગણાતું હતું. આત્મારામજી મહારાજ, મોહનલાલજી મહારાજ વગેરે મોટા મોટા મહાત્માઓ સુરતમાં ચાતુર્માસ કરી ગયા હતા. સુરતની શ્રીમંતાઈ અને સાથે ઉદારતા શાસનનાં મહાન કાર્યો કરાવે એવી હતી. મહારાજશ્રીનાં સ્વપ્નો પણ સુરતમાં સાકાર થયાં હતાં. મહારાજશ્રીનું ૧૯૬૩નું ચાતુર્માસ સુરતમાં એટલું જોરદાર થયું કે બીજા ચાતુર્માસ માટે માગણી થઈ. વ્યાખ્યાનમાં રોજરોજ હજારો માણસો આવતા. સેંકડો માણસો દૂરદૂરથી આવવા લાગ્યા હતા. મહારાજશ્રીનો બુલંદ, સ્પષ્ટ અવાજ સમગ્ર સભામાં સંભળાતો. તેમને સો એકાગ્ર ચિત્તે સાંભળતા. વિષયની વિવિધતા, શાસ્ત્રીય તત્ત્વની ઊંડી સમજ, ઘરગથ્થુ દૃષ્ટાંતો અને તરત ગળે ઊતરે એવી તર્કસંગત શૈલી-એ બધાંને કારણે એમનાં રોચક વ્યાખ્યાનો સાંભળતાં કેટલાંયનાં હૃદયપરિવર્તન થયાં અને લોકોની ધર્માભિમુખતા વધતી. સં. ૧૯૬૪નું ચાતુર્માસ પણ મહારાજશ્રીને ફરી સુરતમાં જ કરવું પડ્યું. સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા જૈન સંઘોની માગણી એટલી બધી હતી કે મહારાજશ્રીએ એક નવો જ માર્ગ અપનાવવો પડ્યો. રોજ વહેલી Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ સવારે સંઘ સાથે નીકળી સુરતનાં દેરાસરોની ચૈત્યપરિપાટી કરવી અને પછી અગાઉથી જાહેર કરેલા કોઈ પણ એક વિસ્તારના ઉપાશ્રયે વ્યાખ્યાન આપવું. એમ કરવાથી સુરતના બધા જ વિસ્તારોને વારાફરતી લાભ મળવા લાગ્યો. આથી સમગ્ર શહેરમાં એક અભૂતપૂર્વ એવું ધર્મનું વાતાવરણ સર્જાયું. આ ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની હતી. મહારાજશ્રીનો સ્વાધ્યાયનો પ્રિય વિષય તે આગમિક સાહિત્યનો હતો. એ વિશે ખૂબ મનન—ચિંતન કરતાં તેમને જણાયું કે જૈનોએ આગમગ્રંથો હવે છપાવવા જોઇએ. અત્યાર સુધી આગમની હસ્તલિખિત પ્રતિ લહિયા પાસે લખાવાતી. ઘણી મહેનત પછી અને ઘણા લાંબા સમયે એક પ્રત તૈયાર થતી અને તે ઘણી મોંઘી પડતી. વળી મુદ્રણકળાના પ્રચાર પછી લહિયાનું કામ કરનારા મળતા નહિ એટલે આગમગ્રંથો જો છપાવવામાં આવે તો એકસાથે ઘણી નકલ છપાય અને ઘણાંને જ્ઞાનનો લાભ મળે. મુદ્રણ કરતાં હસ્તલેખન સારું અને લેખન કરતાં સ્મૃતિ સારી, પરંતુ સ્મૃતિદોષ વધવાને કારણે જેમ ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ સ્મૃતિ-પરંપરાથી ચાલ્યા આવતા આગમગ્રંથોને લિપિબદ્ધ કરવાનું ક્રાંતિકારી પગલું શાસનના હિતને લક્ષમાં રાખી ભર્યું હતું, તેમ હવે હસ્તપ્રતોના લેખનકાર્યમાં રહેલી મર્યાદાઓને લક્ષમાં રાખી આગમગ્રંથો મુદ્રિત કરાવવાનું ક્રાંતિકારી પગલું પૂ. આનંદસાગરજીએ (સાગરજી મહારાજે) ભર્યું. ૩૫૧ મહારાજશ્રીએ એક ચૈત્યપરિપાટી પછી વ્યાખ્યાનમાં સમજાવ્યું કે, ‘જેમ મોક્ષમાર્ગ માટે જિનબિંબ આલંબનરૂપ છે, તેમ જિનાગમ પણ આલંબનરૂપ છે. માટે જિનાગમોનાં રક્ષણ, પોષણ, સંવર્ધન માટે યોજનાઓ હવે નવી દૃષ્ટિથી થવી જોઈએ. એ માટે આર્થિક સહયોગની પણ સારી અપેક્ષા રહે.’ આ વ્યાખ્યાનનો એટલો બધો પ્રભાવ પડ્યો કે વ્યાખ્યાનને અંતે એક શ્રેષ્ઠી શ્રી ગુલાબચંદ ઝવેરીએ ઊભા થઈ જાહેરાત કરી કે ગુરુ ભગવંતની આ યોજના માટે તેઓ પોતાના વડીલની સ્મૃતિમાં એક લાખ રૂપિયાનું દાન જાહેર કરે છે. જે દિવસોમાં એક હજારની રકમ પણ ઘણી જ મોટી ગણાતી એ દિવસોમાં એક લાખ રૂપિયાની રકમની વાત તરત માન્યામાં ન આવે એવી, આશ્ચર્યકારક લાગે એવી હતી. એ દાનની રકમ સાથે ‘શેઠ દેવચંદ લાલભાઈ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પ્રભાવક સ્થવિરો પુસ્તકોદ્ધાર ફંડ” નામની સંસ્થાની તરત સ્થાપના થઈ અને એના ઉપક્રમે એક પછી એક આગમગ્રંથો મુદ્રિત થઈને પ્રગટ થવા લાગ્યા. એ સમયે કેટલાક મુનિ મહારાજોએ આગમગ્રંથો છપાવવા સામે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો, પરંતુ તે વધુ વખત ટક્યો નહિ, કારણ કે તેઓ પોતે જ પોતાના ઉપયોગ માટે આગમગ્રંથોની નકલ મગાવવા લાગ્યા હતા. હસ્તપ્રતો દુર્લભ રહેતી. વળી તેમાં અક્ષરો ઝીણા અને શબ્દો અડોઅડ રહેતા, કારણ કે તેવા કાગળો ઘણા મોંઘા આવતા. વળી તેમાં લહિયાની સરતચૂક થઈ હોય તેવાં શંકાસ્થાનો પણ રહેતાં. પરંતુ મુદ્રિત ગ્રંથોમાં અક્ષરો મોટા રહેતા, શબ્દો છૂટા છપાતા. બે પંક્તિઓ વચ્ચે જગ્યા રહેતી અને પૂરેપૂરી ભાષા-શુદ્ધિપૂર્વક ગ્રંથ છપાતો. આથી મુદ્રિત ગ્રંથની ઉપયોગિતા સ્વયમેવ સિદ્ધ થઈ ગઈ હતી. એથી જ મહારાજશ્રીના આ ક્રાંતિકારી કાર્યની પછીથી ભારોભાર પ્રશંસા થવા લાગી હતી. સુરતના ચાતુર્માસ પછી મહારાજશ્રી વિ. સં. ૧૯૬૪માં મુંબઈ પધાર્યા. મુંબઈમાં સુરતીઓ તો એમના ભક્તો હતા જ, પરંતુ અન્ય લોકોનાં પણ આદર-બહુમાન મહારાજશ્રીએ જીતી લીધાં હતાં. સુરતની જેમ મુંબઈમાં પણ એમના ઘણાખરા ભક્તો એમને “સાગરજી મહારાજ' તરીકે ભાવભરી રીતે ઓળખતા અને પરસ્પર વાતચીતમાં એ જ નામનો ઉપયોગ કરતા. મુંબઈમાં લાલબાગના ઉપાશ્રયે મહારાજશ્રીના ચાતુર્માસે મોટું આકર્ષણ જમાવ્યું હતું. એમનું વ્યાખ્યાન સાંભળવા માટે રોજેરોજ ચિક્કાર મેદની એકત્રિત થતી હતી. આ દિવસો દરમિયાન એક એવી ઘટના બની કે જેથી જૈન સંઘોએ જાગ્રત બનવાની જરૂર પડી. બ્રિટિશ સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી હતી. અંગ્રેજો ભારતમાં રહ્યા હતા, પરંતુ ભારતની ગરમી તેમનાથી સહન થતી નહિ. આથી ઉનાળામાં તેઓ પર્વતો ઉપર-સિમલા, મસુરી, દાર્જિલિંગ, આબુ, માથેરાન, મહાબળેશ્વર, ઉટાકામંડ, કોડાઈકેનાલ વગેરે પર્વતો ઉપર રહેવા ચાલ્યા જતા, એ માટે એવાં ઘણાં સ્થળે જવાની પોતાને અનુકૂળતા રહે એ માટે તેઓએ નેરોગેજ રેલવે લાઈન પણ નાખી હતી. બિહારમાં હવે એ રીતે શિખરજીના ડુંગર ઉપર બ્રિટિશ સરકારે રહેવાના બંગલા બાંધવાની યોજના Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૫૩ જાહેર કરી હતી. આ યોજનાની જાણ થતાં મહારાજશ્રીએ તે સામે પ્રચંડ ઝુંબેશ ઉપાડી. બંગલા થશે એટલે હોટેલો આવશે, રેલવે આવશે અને એની સાથે બીજી ઘણી ગંદકી આવશે. દારૂ, શિકાર, માંસાહાર વગેરેની બદીઓ આવશે. તીર્થભૂમિની કોઈ પવિત્રતા નહિ જળવાય. મહારાજશ્રીનાં જોરદાર વ્યાખ્યાનો બ્રિટિશ સરકાર સામે ચાલુ થયાં. મહારાજશ્રી પોતાનાં વ્યાખ્યાનમાં ઉબોધન કરતાં એમ કહેતા કે જો એક તીર્થની બાબતમાં ઢીલું મૂકવામાં આવશે તો ભવિષ્યમાં અંગ્રેજો શત્રુંજય, ગિરનાર વગેરે બીજાં તીર્થો અભડાવશે. મહારાજશ્રીના જાહેર વિરોધની નોંધ બ્રિટિશ સરકાર દ્વારા લેવાઈ હતી. મુંબઈ સરકારના ગુપ્તચર ખાતા તરફથી ગુપ્તચરોને લાલબાગના ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં મોકલવામાં આવતા હતા. મહારાજશ્રી સરકાર વિરુદ્ધ આટલું બધું જાહેરમાં બોલે છે માટે જરૂર એમની સામે ધરપકડનું વોરંટ નીકળશે એવી ધાસ્તી લોકોને રહેતી હતી. કેટલાક સરકારી અમલદારો મહારાજશ્રી પાસે વાટાઘાટ કરવા આવ્યા હતા, પરંતુ મહારાજશ્રીએ એ બાબતમાં જરા પણ નમતું જોખ્યું ન હતું, પરંતુ ધર્મના ક્ષેત્રમાં પોતે હસ્તક્ષેપ નહિ કરે એવા બ્રિટિશ સરકારે આપેલા જાહેર વચનની યાદ દેવરાવી હતી. શિખરજી અંગે જૈનોના અતિશય ઉગ્ર વિરોધની વાત ઠેઠ દિલ્હીના વાઇસરૉય સુધી પહોંચી હતી. છેવટે એક દિવસે સરકારે જાહેરાત કરી કે શિખરજીના ડુંગર ઉપર બંગલા બાંધવાની યોજના સરકારે પડતી મૂકી છે. મહારાજશ્રીની વાણીનો, તીર્થની સુરક્ષા માટેની લાગણીનો આ વિજય હતો. ત્યારપછી મહારાજશ્રીની ભલામણથી આણંદજી કલ્યાણજીની પેઢીએ શિખરજીના આખા ડુંગરની જમીન ખરીદી લીધી કે જેથી ભવિષ્યમાં પણ આવી કોઈ દરખાસ્ત કરવાનો પ્રશ્ન જ ન રહે. વિ. સં. ૧૯૬૪ના મુંબઈમાં લાલબાગના ચાતુર્માસ દરમિયાન બીજો એક મહત્ત્વનો નિર્ણય લેવાયો અને તે અંતરીક્ષજી તીર્થની યાત્રા માટે છરી પાળતો સંઘ કાઢવાનો. મુંબઈમાં વસતા સુરતના ઝવેરી અભયચંદ સ્વરૂપચંદની આ સંઘના સંઘપતિ બનવાનો લાભ પોતાને મળે એવી વિનંતી મહારાજશ્રીએ માન્ય રાખી. ચાતુર્માસ પછી સં. ૧૯૬૫માં પાદવિહાર કરતો, ઉલ્લાસપૂર્વક Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રભાવક સ્થવિરો આગળ વધતો સંઘ અંતરીક્ષજી પહોંચવા આવ્યો. સંઘમાં રોજેરોજ જિનપ્રતિમાની પૂજા માટે એક રથમાં પ્રતિમાજીને પણ સાથે સાથે રાખવામાં આવતાં હોય છે. અંતરીક્ષજીના ગામમાં વાજતે-ગાજતે પ્રવેશ કરી જ્યારે પ્રતિમાજી દેરાસરમાં લઈ જવામાં આવ્યાં ત્યારે ત્યાં વસતા અન્ય સંપ્રદાયના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. એથી વાદવિવાદ થયો. ઝઘડો ઉગ્ર બન્યો. કેટલાક અજાણ્યા માણસોએ આવીને મારામારી ચાલુ કરી. મોટી મારામારી થઈ. કેટલાકને વાગ્યું. કેટલાક બેભાન થયા. મહારાજશ્રીને પણ મૂઢ માર વાગ્યો. અહિંસક તરીકે ઓળખાતા જેનોના હાથે હિંસાનો ઉત્પાત મચી ગયો. થોડી વારમાં પોલીસ આવી પહોંચી. કેટલાકની ધરપકડ થઈ. અદાલતમાં ખટલો ચાલ્યો. મહારાજશ્રીએ આ તોફાન કરાવ્યું છે એવો આક્ષેપ અન્ય પક્ષ તરફથી થયો. એથી મહારાજશ્રીને પણ અદાલતમાં જવું પડ્યું. આ સમાચાર તાર દ્વારા મળતાં વિજયનેમિસૂરિએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અગ્રણીઓને તથા બાહોશ વકીલોને તરત અંતરીક્ષજી મોકલ્યા. સામા પક્ષ તરફથી પણ કાબેલ વકીલો રોકવામાં આવ્યા. બ્રિટિશ ન્યાયાધીશ હતા. મહારાજશ્રીએ પોતાના વકીલોને સ્પષ્ટ જણાવી દીધું કે એમના પક્ષ તરફથી જરા પણ જૂઠી રજૂઆત કરવી નહિ અને કોર્ટમાં આવવાનું હશે તો પોતે અંશ માત્ર પણ અસત્ય બોલશે નહિ. ન્યાયાધીશે મહારાજશ્રીને વિનંતી કરી કે પોતાને મારનાર ગુનેગારોને તેઓ ઓળખી બતાવે. મહારાજશ્રી કહ્યું કે, પોતાના ઉપર હુમલા પાછળથી થયા છે એટલે કોઈનું મોટું જોવા મળ્યું નથી. વળી પોતાને મારનારને કંઈ પણ સજા થાય એવું પોતે ઇચ્છતા નથી એટલું જ નહિ, તેઓ તેમને માફી આપવા ચાહે છે. મહારાજશ્રીના આ વલણની અંગ્રેજ ન્યાયાધીશ પર ઘણી સારી છાપ પડી. બીજી બાજુ અન્ય સમુદાયના વકીલો અને બીજા પ્રચારકો તરફથી એવી વાત વહેતી થઈ કે મહારાજશ્રીને સાત વર્ષની કેદની સજા થવાની છે. પરંતુ મહારાજશ્રી તદ્દન સ્વસ્થ અને શાંત રહ્યા હતા. તેઓ અંતરીક્ષમાં પોતાના સ્વાધ્યાયમાં જ નિમગ્ન રહેતા. જે દિવસે અદાલતનો ચુકાદો આવવાનો હતો તે દિવસે પણ શો ચુકાદો આવશે એવું જાણવાની જરા સરખી ઉત્સુકતા પણ એમણે દર્શાવી નહોતી. ચુકાદો આવ્યો. કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા. આ સમાચાર પમ મહારાજશ્રી માટે બહુ Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ મહત્ત્વના નહોતા. ચુકાદાના સમયે પણ તેઓ તો આગમગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા. આ તોફાની બનાવની એક સારી બાજુ એ હતી કે અંગ્રેજ ન્યાયાધીશ મહારાજશ્રીની વિદ્વત્તાથી અને ઉત્તમ ચારિત્રથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે ચુકાદો આપ્યા પછી તેઓ મહારાજશ્રીને રોજ ઉપાશ્રયે મળવા આવતા અને એમની સાથે જ્ઞાનગોષ્ઠી કરતા. એથી લોકોમાં પણ મહારાજશ્રી પ્રત્યે ઘણો આદરભાવ વધી ગયો હતો. અંતરીક્ષજીની યાત્રા પછી મહારાજશ્રી યવતમલ પધાર્યા અને ચાતુર્માસ ત્યાં કર્યું. ત્યારપછી તેઓ ગુજરાતમાં પધાર્યા અને સુરતમાં લોકોના આગ્રહથી ઉપરાઉપરી બે ચાતુર્માસ કર્યાં. એ ચાતુર્માસ દરમિયાન આગમગ્રંથોના મુદ્રણની યોજના આગળ વધારી, ઉપધાન તપની આરાધના પણ કરાવી અને ‘જૈન તત્ત્વબોધ પાઠશાળા'ની સ્થાપના કરાવી. સં. ૧૯૬૮માં ખંભાતમાં અને ૧૯૬૯માં છાણીમાં ચાતુર્માસ કરી તેઓ પાટણ પધાર્યા. પાટણના આ ચાતુર્માસમાં ઘણી સારી ધર્મજાગૃતિ આવી હતી. ચાતુર્માસ પછી મહારાજશ્રીની નિશ્રામાં પાટણથી ભીલડિયાજીનો છ'રી પાળતો સંઘ નીકળ્યો હતો. પાછાં ફરતાં ભોયણી તીર્થની યાત્રા સૌએ કરી હતી. એ વખતે એમની પ્રેરણાથી ‘આગમોદય સમિતિ’ની રચના કરવામાં આવી હતી. શેઠ વેણીચંદ સૂરચંદ, કુંવરજી આણંદજી કાપડિયા, જીવણચંદ સાકરચંદ ઝવેરી, હીરાલાલ બકોરદાસ વગેરે તે સમયના નામાંકિત વિદ્વાનોને આ સમિતિમાં લેવામાં આવ્યા હતા. ૩૫૫ મહારાજશ્રીના જીવનનું એક અત્યંત મહત્ત્વનું કાર્ય તે આગમવાચનાનું હતું. મહારાજશ્રીએ યુવાન વયે ઉદયપુરમાં યતિવર્ય શ્રી આલમચંદજી પાસે આગમસૂત્રોનો અભ્યાસ કર્યો. ત્યારપછી જુદાં જુદાં આગમસૂત્રોની પ્રતિઓ મેળવીને તથા તેના ઉપરની ટીકાઓની પ્રતિઓ મેળવીને તેમણે સ્વયમેવ અભ્યાસ વધાર્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા ઉપરનું એમનું પ્રભુત્વ અસાધારણ હતું અને આગમિક સાહિત્યનાં સંશોધન-અધ્યયનનો એમનો રસ ઉત્તરોત્તર વધુ ઉત્કટ બનતો જતો હતો. એ જમાનામાં સાધુ–સમુદાયમાં પણ અભ્યાસ પ્રમાણમાં અલ્પ હતો. આથી મહારાજશ્રીએ મથુરા, પાટલીપુત્ર અને વલભીપુરની પ્રાચીન પરિપાટીએ આગમવાચનાના કાર્યક્રમો યોજવાનું Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પ્રભાવક સ્થવિરો વિચાર્યું. કોઈ પણ એક આગમસૂત્ર લઈ તેનો શબ્દેશબ્દ વાંચવામાં આવે, તેના ઉપરની પંચાંગી ટીકા વાંચવામાં આવે અને દરેક શબ્દ છૂટા પાડી તેના અર્થ વિચારવામાં આવે અને તેનાં રહસ્યો સમજાવવામાં આવે. આવી રીતે એક આગમસૂત્રની વાચના પુરી કરતાં ચારથી છ મહિના લાગે. મહારાજશ્રી વિ. સં. ૧૯૭૦માં અને સં. ૧૯૭૧માં પાટણમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પાટણના જ્ઞાન ભંડારોમાં ઘણી હસ્તપ્રતો જોવાનો એમને અવસર સાંપડ્યો. એ વખતે એમણે આ આગમવાચનાના કાર્યક્રમની જાહેરાત કરી. એ માટે સારી સંખ્યામાં સાધુ-સાધ્વીઓ પાટણમાં આવી પહોંચ્યાં. પૂર્વેની પ્રાચીન સમયની આગમવાચનાની સ્મૃતિ તાજી કરાવે એવું વાતાવરણ ત્યારે સર્જાયું હતું. પછી તો આગમવાચનાના કાર્યક્રમની વાતો એટલી બધી પ્રસરી ગઈ કે વિ. સં. ૧૯૭૨માં કપડવંજની બીજી વાચના વખતે અને અમદાવાદની ત્રીજી વાચના વખતે ઉત્તરોત્તર મુનિ મહારાજોની સંખ્યા વધતી ગઈ. અઢીસોથી વધુ સાધુ ભગવંતો અને સવાસોથી વધુ વિદુષી સાધ્વીઓ આવી વાચનામાં ઉપસ્થિત રહેવા લાગ્યાં હતાં. મહારાજશ્રીએ ત્યારપછી વિ. સં. ૧૯૭૩માં સુરતમાં ચોથી અને પાંચમી વાચના, છઠ્ઠી વાચના વિ. સં. ૧૯૭૬માં પાલિતાણામાં અને ૧૯૭૭માં સાતમી વાચના રતલામમાં આપી. મહારાજશ્રીએ આપેલી આગમવાચનાઓ વિશે તેમના એક વિદ્વાન કવિભક્ત કરેલી કાવ્યરચનામાંથી નીચેની પંક્તિઓ જુઓ : “આગમવાચના પ્રાચીન રીતિ, ચલવી અર્વાચીન કાળે રે; આગમ અર્થ અપૂર્ણ શ્રવણમાં, મુનિમંડળ નિત્ય મહાલે રે. અગમ અગોચર પદના અર્થ, સ્પષ્ટ પ્રગટ વિસ્તારી રે; અનુપમ રહસ્ય સિદ્ધાંત પ્રકાશી, શંકા સંશય ધ્વંસકારી રે. અલોકિક ગુણ બ્રહ્મચર્ય જસ, અદ્ભુત ઉદ્યમ કરણી રે; આનંદવાણી અમૃત ઝરણી, જ્ઞાને તેજસ્વી તરણી રે. આનંદરસના રસમિલણથી રતિપ્રીતિ ઘટઘટ જાગી રે; તજી પ્રમાદ પ્રમોદ ભજીને, રસિક શ્રત લય લાગી રે. પાટણ, કપડવંજ, રાજનગરે, સૂર્યપુરે દોય વારી રે; Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૫૭ પાલિતાણા, રતલામ મુકામે, વાચના સુજ્ઞ ચિત્ત ઠારી રે.' આમ, મહારાજશ્રીએ આગમવાચનાના કાર્યક્રમો દ્વારા પોતાના જમાનામાં સાધુ ભગવંતોમાં આગમસૂત્રોના અર્થ અને રહસ્ય સમજવા માટે અને તેવા પ્રકારની સજ્જતા કેળવવા માટે ખૂબ ઉત્સાહ વધારી દીધો હતો. મહારાજશ્રીએ આગમવાચનાના આવા કુલ સાત કાર્યક્રમો જુદે જુદે સ્થળે યોજ્યા હતા. આ આગમવાચનાઓમાં મહારાજશ્રી દશવૈકાલિકસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, વિશેષાવશ્યકસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ઓપપાતિક સૂત્ર, આચારાંગસૂત્ર, નંદીસૂત્ર, ભગવતીસૂત્ર, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિની વાચનાઓ આપી હતી. એમાંની કેટલીક વાચનાઓની નોંધ એમના શિષ્યો કરી લેતા હતા. એવી કેટલીક નોંધો પ્રગટ પણ થઈ છે. આગમસૂત્રો ઉપરાંત મહારાજશ્રીએ પૂર્વાચાર્યોના પ્રશમરતિ', “જ્ઞાનસાર” વગેરે ગ્રંથો ઉપર પ્રવચનો આપ્યાં હતાં. એમનાં પ્રવચનોની નોંધના કેટલાક ગ્રંથો પણ પ્રગટ થયા છે. અલબત્ત, વ્યાખ્યાનની નોંધરૂપે એ ગ્રંથો છે. વ્યાખ્યાનની એ શૈલી અને સ્વતંત્ર ગ્રંથ-લેખનની શૈલી જુદી હોય એ તો દેખીતું છે. સુરત મહારાજશ્રીનું એક મોટું ક્ષેત્ર બની ગયું હતું. વિ. સં. ૧૯૭૩ના ચાતુર્માસ માટે મહારાજશ્રી સુરત પધાર્યા ત્યારે મહારાજશ્રીનું સ્વાગત સુરતના સંઘોએ ભવ્ય રીતે કર્યું. સુરતના સંઘોએ વર્ષો પહેલાં મહારાજશ્રીને સુરતમાં આચાર્યની પદવી આપવામાં આવે એવી ભાવના દર્શાવી હતી. એ પ્રસ્તાવનું ફરી પુનરુચ્ચારણ કરવામાં આવ્યું. દેશકાળનો વિચાર કરતાં છેવટે મહારાજશ્રીએ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પરંતુ સાથે સાથે એવી શરત કરી કે સુરતના કેટલાક સંઘો વચ્ચે નાના નાના મતભેદો છે અને ઝઘડા છે તે મટી જવા જોઈએ. એ માટે બધા સંઘોના આગેવાનોની સભા બોલાવવામાં આવી અને તેમાં સૌએ સર્વાનુમતે સહર્ષ જણાવ્યું કે સુરતના સંઘો વચ્ચે હવે કોઈ બાબતમાં કુસંપ રહેશે નહિ અને સાથે સાથે હળીમળીને શાસનની શોભા વધે એ રીતે તેઓ કામ કરશે. મહારાજશ્રીને આચાર્યની પદવી વૈશાખ સુદ દસમના રોજ આપવાનું Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રભાવક સ્થવિરો નક્કી થયું. આઠ દિવસનો આચાર્યપદ-પ્રદાનનો ઉત્સવ ગોઠવાયો. પ. પૂ. તપગચ્છનાયક શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજના શિષ્ય પ. પૂ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યની પદવી અપાય એ માટે શ્રી કમલસૂરીશ્વરજીને સુરત પધારવા માટે વિનંતી કરવામાં આવી. તેઓ સુરત પધાર્યા અને તેમના હસ્તે મહારાજશ્રીને આચાર્યની પદવી આપવામાં આવી. આ પ્રસંગે સુરતમાં અભૂતપૂર્વ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. એ જોવા માટે હજારો માણસો શેરીએ શેરીએ એકત્ર થયા હતા. આચાર્ય-પદવીનો કાર્યક્રમ પણ સાંગોપાંગ સરસ રીતે પાર પડ્યો હતો. એ પ્રસંગે કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા મહારાજશ્રીએ (નૂતન આચાર્યશ્રીએ) વિશાળ જનસમુદાય સમક્ષ પ્રેરક પ્રવચનો કર્યા હતાં. વૈશાળ સુદ ૧૦, વિ. સં. ૧૯૭૪ના રોજ પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ આચાર્ય સાગરાનંદસૂરિ થયા. ત્યારથી સુરતના લોકોમાં “સાગરજી મહારાજ' તરીકે તેઓ વધુ ભાવભરી રીતે ઓળખાવા લાગ્યા. આચાર્યની પદવી પછી મહારાજશ્રી મુંબઈમાં ચાતુર્માસ કરી ૧૯૭૫ના ચાતુર્માસ માટે સુરત પધાર્યા હતા. એ સમયે એમણે સુરતમાં “જેનાનંદ પુસ્તકાલય'ની સ્થાપના કરાવી તથા ચાતુર્માસ પછી ઉપધાન તપ કરાવી ધર્મની સારી પ્રભાવના કરી હતી. ત્યારપછી તેમણે સુરતથી પાલિતાણાનો સંઘ કાયો હતો. મહારાજશ્રી આચાર્ય થયા પણ તેમણે પોતે પોતાને માટે ક્યારેય સૂરિ શબ્દ પોતાના નામ સાથે લગાડ્યો નથી. તેઓ લેખ લખે, ગ્રંથ સંપાદિત કરે, કોઈને પત્ર લખે કે કોઈ લખાણમાં સહી કરે તો માત્ર “આનંદસાગર' એટલું નામ જ લખતા. તેમનામાં રહેલી આ વિનમ્રતા એમના જીવનપર્યંત એમના શિષ્યો, ભક્તોને જોવા મળી હતી. એમ કહેવાય છે કે એક વખત એમના નામની એક રજિસ્ટર્ડ ટપાલ આવી. ટપાલમાં એમનું નામ “આનંદસાગરસૂરિ લખ્યું હતું. પરંતુ મહારાજશ્રીએ “આનંદસાગર' એટલું લખીને સહી કરી. ટપાલીએ આગ્રહ રાખ્યો કે “આનંદસાગરસૂરિ’ એ પ્રમાણે જ સહી કરવી જોઈએ, નહિ તો પોતે ટપાલ નહિ આપી શકે. મહારાજશ્રીએ “સૂરિ' લખવાની ના પાડી અને ટપાલીને કહ્યું કે ઠીક લાગે તો તે ટપાલ પાછી લઈ જઈ શકે છે. છેવટે ટપાલી સમજી ગયો અને રજિસ્ટર્ડ ટપાલ મહારાજશ્રીને આપી. Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૫૯ મહારાજશ્રીના વિહાર અને ઉપદેશનું બીજું એક મોટું ક્ષેત્ર તે માળવા અને મધ્યપ્રદેશનું રહ્યું હતું. રતલામમાં સાતમી આગમવાચના આપ્યા પછી એમણે વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ શેલાનામાં કર્યું અને ત્યારપછીનાં બે ચાતુર્માસ રતલામમાં કર્યા હતાં. મહારાજશ્રીએ ભોપાવર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તદુપરાંત અલીરાજપુર, કુક્ષી, માંડવગઢ, રાજગઢ વગેરે તીર્થોમાં એમણે સારી ધર્મભાવના કરી હતી. તેઓ અમદાવાદ, પાલિતાણા, સુરતમાં ચાતુર્માસમાં હતા ત્યારે પણ એ ક્ષેત્રો સંભાળવા માટે એમના કોઈક ને કોઈક શિષ્યો માળવામાં વિચરતા રહ્યા હતા. માળવાના આ વિચરણ દરમિયાન મહારાજશ્રી શૈલાના નામના નગરમાં પધાર્યા હતા. ગુજરાતમાંથી કોઈ મોટા મહાત્મા પધાર્યા છે એવા સમાચાર મળતાં રાજ્યના નરેશ દિલીપસિંહજી તેમને ઉપાશ્રયે વંદન કરવા ગયા અને પોતાના રાજમહેલમાં વ્યાખ્યાન આપવા માટે પધારવા વિનંતી કરી વિનંતીનો સ્વીકાર કરી મહારાજશ્રી રાજમહેલમાં વ્યાખ્યાન આપવા પધાર્યા. મહારાજશ્રીના વ્યાખ્યાનથી તેઓ તથા અધિકારી વર્ગ બહુ પ્રભાવિત થયા. ત્યારપછી નરેશ રોજેરોજ ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા પધારવા લાગ્યા તથા અન્ય સમયે જ્ઞાનગોષ્ઠી માટે આવવા લાગ્યા હતા. તેમના હૃદયનું ખાસું પરિવર્તન થયું. મહારાજશ્રીની ભલામણથી શૈલાનાનરેશે પોતાના રાજ્યમાં અમારિ ઘોષણા” કરાવીને શિકાર વગેરે ઉપર પણ પ્રતિબંધ કરાવ્યો હતો.' મહારાજશ્રીના વિહારને પરિણામે માલવામાં ઘણી સારી ધર્મભાવના થઈ હતી. શૈલાના પછી રતલામમાં ચાતુર્માસ કર્યા બાદ મહારાજશ્રીએ સમેતશિખર તરફ વિહાર કર્યો. એ દિવસોમાં આ પ્રકારનો વિહાર ઘણો કઠિન હતો, કારણ કે માર્ગમાં ઘણાં ગામોમાં જેનોનાં ઘર નહોતાં. બે દાયકા પહેલાં વિજયધર્મસૂરિએ જ્યારે કાશી તરફ વિહાર કર્યો હતો ત્યારે જેવી કષ્ટભરી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ અત્યારે પણ હતી. તેમ છતાં કષ્ટ વેઠીને પણ મહારાજશ્રીએ પોતાના શિષ્યો સાથે એ દિશામાં વિહાર કર્યો હતો. સમેતશિખર તરફ મહારાજશ્રીનું પ્રયાણ હોવાથી તેઓ ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌ વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં કાશીમાં આવી પહોંચ્યા હતા. મહારાજશ્રી આગમસૂત્રોના જાણકાર તથા અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાના અને સાહિત્યના Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રભાવક સ્થવિરો મોટા વિદ્વાન છે એની જાણ થતાં કેટલાક વિદ્વાન પંડિતો અને પ્રાધ્યાપકો એમને મળવા આવ્યા અને એમના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થયા. તેઓને એમ થયું કે કાશી જેવી નગરીમાં મહારાજશ્રી પધાર્યા હોય અને એમની વાણીનો જાહેર કાર્યક્રમ દ્વારા લાભ ન લેવાય તો તેથી પંડિતો અને વિદ્યાર્થીઓને જ ગેરલાભ થશે. સંસ્કૃત ભાષા અને સાહિત્યના આ પ્રાચીન વિદ્યાધામમાં મહારાજશ્રીને “સ્યાદ્વાદ' વિશે સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાન આપવા આગ્રહભર્યું નિમંત્રણ મળ્યું. મહારાજશ્રીએ એનિમંત્રણનો સ્વીકાર કર્યો અને હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેઓ પોતાના શિષ્યો સાથે પધાર્યા. ત્યાં તેમણે પંડિતોની અને વિદ્યાર્થીઓની વિશાળ સભામાં વિર્ભોગ્ય સંસ્કૃત ભાષામાં, ગહન વિચારોથી સભર એવું વ્યાખ્યાન આપ્યું. એ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ વ્યાખ્યાન ઘણી કઠિન સંસ્કૃત ભાષામાં હતું. કેટલાક લોકોએ માગણી કરી કે એ જ વિષય ઉપર જરા સરળ ભાષામાં મહારાજશ્રી વ્યાખ્યાન આપે તો ઘણા વધુ લોકોને લાભ થાય. મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને ત્યારપછી બીજાં બે વ્યાખ્યાન એ જ વિષય ઉપર સરળ સંસ્કૃત ભાષામાં આપ્યાં. મહારાજશ્રી ગુજરાતી અને હિંદી ભાષામાં તો વ્યાખ્યાનો આપતા હતા પરંતુ આટલી અસ્મલિત શૈલીએ, સરળ અને કઠિન એમ બંને રીતે સંસ્કૃતમાં વ્યાખ્યાન આપતાં પહેલી વાર જોઈને ખુદ એમના પોતાના શિષ્યોને પણ બહુ આશ્ચર્ય થતું હતું. વારાણસીથી મહારાજશ્રીએ સમેતશિખરની યાત્રા માટે પોતાના શિષ્યો સાથે બિહાર તરફ વિહાર કર્યો. સમેતશિખરની યાત્રા પછી તેઓ ત્યાંનાં તીર્થક્ષેત્રોમાં વિચરતા હતા તે સમયે કલકત્તાના આગેવાનો તેમને કલકત્તા ચાતુર્માસ કરવા પધારવા માટે વિનંતી કરવા આવ્યા. મહારાજશ્રીએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. ગુજરાત તરફથી આ મહાન જૈનાચાર્ય પધારી રહ્યા છે એ સમાચારને કલકત્તાનાં વર્તમાનપત્રોએ સારી પ્રસિદ્ધિ આપી. કલકત્તામાં વેપારાર્થે ગયેલા ગુજરાતી અને વધુ તો રાજસ્થાનવાસી જૈન ભાઈઓની સારી સંખ્યા હતી. તેઓએ કલકત્તામાં પ્રવેશ વખતે મહારાજશ્રીનું, કાર્તિકી પૂર્ણિમા વખતે ત્યાં જેવો ભવ્ય વરઘોડો વર્ષોથી નીકળે છે, તેવું ભવ્ય સ્વાગત કર્યું. અહીં મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રાજસ્થાનની ભાઈબહેનોની બહુમતી હતી એટલે મહારાજશ્રી હિંદી ભાષામાં વ્યાખ્યાન આપતા હતા. મહારાજશ્રીએ જોયું કે કલકત્તામાં લોકોની ધર્મવાચના માટે પૂરતા ગ્રંથો નથી. એમાં Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૬ ૧ પણ હિંદી ભાષામાં તો નહિવત્ છે. એટલે મહારાજશ્રીન સદુપદેશથી ત્યાં “શ્રી મણિવિજયજી જૈન જ્ઞાનભંડાર'ની સ્થાપના કરવામાં આવી હતી. મહારાજશ્રીની ઉપસ્થિતિથી કલકત્તામાં જૈન ધર્મનું એક નવું વાતાવરણ સરજાયું. એ દિવસોમાં જૈન સાધુઓ કલકત્તામાં જવલ્લે જ વિચરતા. શ્રી વિજયધર્મસૂરિના કલકત્તાના ચાતુર્માસ પછી પાછો એ માર્ગ લગભગ બંધ જેવો થઈ ગયો હતો. પરંતુ મહારાજશ્રીના વિચરણ પછી અને ચાતુર્માસ પછી જાણે કલકત્તાનો માર્ગ જૈન સાધુઓ માટે ખૂલી ગયો હોય એવું બન્યું. કલકત્તાથી વિહાર કરી મહારાજશ્રી મુર્શીદાબાદ પધાર્યા અને ત્યારપછી અજીમગંજ પધાર્યા. તે સમયે અહીંના જેન શ્રીમંત નેતા રાયબહાદુર વિજયસિંહ દુઘેડિયાએ ભવ્ય સ્વાગતનું આયોજન કરાવ્યું હતું. સુરતથી આવેલા બે દીક્ષાર્થી ભાઈઓને અજીમગંજમાં ભારે દબદબા સાથે દીક્ષા આપવામાં આવી. દીક્ષાની ઘટના આ વિસ્તારમાં લોકોને સૈકાઓ પછી જોવા મળી હતી એટલે એ ઐતિહાસિક ઘટના બની ગઈ. અજીમગંજમાં લોકોનો ઉત્સાહ જોઇને અને એમના આગ્રહને માન આપી મહારાજશ્રીએ ચાતુર્માસ અજીમગંજમાં કર્યું. બિહારથી વિહાર કરી મહારાજશ્રી રાજસ્થાન બાજુ પધાર્યા અને સાદડીમાં ચાતુર્માસ કર્યું તથા ત્યાં ઉપધાન તપની આરાધના કરાવી ત્યાંથી વિહાર કરતા તેઓ કેસરિયાજી તીર્થમાં પધાર્યા. ત્યાં આદિનાથ ભગવાન કેસરિયાનાથજીના દેરાસર ઉપર જીર્ણ થઈ ગયેલો ધજાદંડ કઢાવી નવો ધજાદંડ મુકાવ્યો. ત્યારપછી મહારાજશ્રી વિહાર કરતાં કરતાં ઉદયપુર પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. ઉદયપુરથી તેઓ અમદાવાદ ચાતુર્માસ અર્થે પધાર્યા. મહારાજશ્રી સમેતશિખરજીથી પાછા ગુજરાતમાં પધાર્યા ત્યારે બાલદીક્ષા, દેવદ્રવ્ય વગેરે વિષયોમાં ગુજરાતમાં ઘણો વાદવિવાદ ચાલ્યો હતો. એ વખતે પોતાના વિચારોને તરત પ્રકાશિત કરવા, ઊભા કરાયેલા પ્રશ્નોના ઉત્તર આપવા માટે અને અન્ય ધાર્મિક વિષયો ઉપરના પોતાના સંશોધનાત્મક મનનીય લેખો પ્રગટ કરવા માટે એક સામયિકની જરૂર હતી. મહારાજશ્રીની પ્રેરણાથી સિદ્ધચક્ર” નામનું એક સામયિક આ અરસામાં શરૂ થયું હતું અને તે ઘણાં વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. વળી લોકોને ધર્મના માર્ગે સાચી સમજણ સાથે વાળવા માટે મંડળો Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ પ્રભાવક સ્થવિરો સ્થાપવાની જરૂર હતી. એટલે મહારાજશ્રીની પ્રેરણાથી આ વર્ષો દરમિયાન દેશવિરતિ આરાધક સમાજ', “નવપદ આરાધક સમાજ', “યંગ મેન સોસાયટી' જેવી કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ હતી જે દ્વારા ધર્મરક્ષાનું અને ધર્મવૃદ્ધિનું ઘણું સંગીન કાર્ય થયું હતું. એ વખતે મુંબઈમાં કેટલાક સુધારાવાદીઓએ “નવયુગ નાટક સમાજ” નામની એક નાટક મંડળી ઊભી કરી હતી. આ નાટક મંડળી દ્વારા મુંબઈના રંગમંચ ઉપર જૈન સાધુઓની દીક્ષા પ્રણાલિકાને વગોવતું, જૈન સાધુનું હલકું ચિત્ર ઉપસાવતું એક નાટક ભજવવાની તૈયારીઓ ચાલવા લાગી. “અયોગ્ય દીક્ષા' એવું એ નાટકનું નામ રાખવામાં આવ્યું હતું. આ નાટકની જાહેરાત થતાં જૈન સમાજમાં ભારે મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. સામાન્ય શ્રદ્ધાળુ લોકોને એથી ભારે આઘાત લાગ્યો હતો. સુધારાવાદીઓ, નાસ્તિકો એથી આનંદમાં આવી ગયા હતા. એ વખતે મુંબઈમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન મહારાજશ્રીને લાગ્યું કે અન્ય સમાજ સમક્ષ જૈન સાધુ સમાજને ઉતારી પાડનારા આવા હીન મલિન નાટ્યપ્રયોગ સામે જબરજસ્ત ચળવળ ઉપાડવા સિવાય બીજો ઉપાય નથી. પ્રબળ લોકમત આગળ ભલભલાને નમવું પડે છે. મહારાજશ્રીના ઉદ્ધોધનથી નાટક કંપની સામે લોકોમાં ઘણો મોટો ઊહાપોહ થયો. વાતાવરણ નાટક કંપનીની વિરુદ્ધ થઈ ગયું. નાટક કંપનીએ નાટક ભજવવાનો ઈન્કાર જાહેર કરી દીધો. એથી સુધારાવાદીઓ ઢીલા પડી ગયા અને વિવાદનો વંટોળ શમી ગયો. મહારાજશ્રીનો જમાનો એટલે ભારતની સ્વતંત્રતા પૂર્વેનો બ્રિટિશ રાજ્ય અને દેશી રાજ્યોનો જમાનો. એ વખતે કેટલાંક દેશી રાજ્યો પોતાની આવક વધારવા માટે જાતજાતના કરવેરા પર નાખતાં. ઘણા રાજાઓ પ્રજાના કરવેરામાંથી થતી આવક પ્રજાકલ્યાણ માટે ન વાપરતાં પોતાના અંગત મોજશોખ અને ભોગવિલાસ માટે, શિકાર, જુગાર, મહેફિલો, કીમતી ઘરેણાં અને શોખની વસ્તુઓની ખરીદી માટે તથા રંગરાગભર્યા જીવન માટે વાપરતા. કેટલાક તો કાયમ માટે ઇંગ્લેન્ડ (વિલાયત)માં રહેતા અને રાજ્યના પૈસા ત્યાં મગાવી વાપરતા. પોતાના રાજ્યમાં કરવેરા નાખવા માટેનાં ક્ષેત્રોમાંનું એક Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૬૩ તે તીર્થયાત્રા ઉપર યાત્રિક-કર (મુંડકવેરો શબ્દ ત્યારે વધુ પ્રચલિત હતો) નાખવાનું હતું. પાલિતાણા-નરેશે એ રીતે શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા યાત્રિકો ઉપર મુંડકાવેરો નાખવાનું જાહેર કર્યું. આથી જૈન સંઘોમાં ખળભળાટ મચી ગયો. આ મુંડકાવેરાને કારણે અનેક ગરીબ જેનો યાત્રા કરવાનું માંડી વાળશે એવી ભીતિ ઊભી થઈ. એ વખતે ગામેગામના જૈન સંઘોએ આ મુંડકવેરાનો વિરોધ કર્યો. પૂ. નેમિસૂરિ વગેરે આચાર્યોએ પાલિતાણા-નરેશને સમજાવવા ઘણા પ્રયાસ કર્યા. પૂ. સાગરજી મહારાજે પણ પ્રયાસ કરી જોયા, પણ પાલિતાણા– નરેશનું હૃદય પીગળ્યું નહિ. પરિણામે પૂ. નેમિસૂરિ તથા બીજા આચાર્યોના આદેશથી લોકોએ શત્રુંજયની યાત્રાએ જવાનું બંધ કર્યું. પાલિતાણા રાજ્યની હદની બહાર, શત્રુંજયની ટૂક બરાબર કદમ્બગિરિ તીર્થ પૂ. નેમિસૂરિએ વિકસાવ્યું અને યાત્રિકોનો પ્રવાહ એ તરફ વાળ્યો. વળી આ અન્યાયી કરની સામે બ્રિટિશ અદાલતમાં કેસ માંડવામાં આવ્યો, કારણ કે દેશી રાજ્યો બ્રિટિશ શાસનને આધિન હતાં. અદાલતે ચાલીસ વર્ષથી ચાલ્યા આવતા વાર્ષિક પંદર હજાર રૂપિયાના કરની રકમ સમય અનુસાર વધારીને સાઠ હજાર રૂપિયા કરી આપી. યાત્રિકો વ્યક્તિગત કર આપે એમાં ઘણી કનડગત થઈ શકે. એટલે આ રકમ આણંદજી કલ્યાણજીની પેઢી પ્રતિવર્ષ આપે એવું ઠરાવવામાં આવ્યું. પણ પેઢી એ રકમ ક્યાંથી લાવે ? પૂ. સાગરજી મહારાજ તે વખતે અમદાવાદમાં બિરાજમાન હતા. એમણે જાહેર સભાઓમાં ઉબોધન કરી આ કાર્ય માટે મોટી રકમ લખાવવા શ્રીમંત જૈનોને ભલામણ કરી. મહારાજશ્રીના ચારિત્રનો અને એમની વાણીનો એટલો બધો પ્રભાવ હતો કે જે ચાર લાખ રૂપિયાની ટહેલ નાખવામાં આવી હતી તેને બદલે બાર લાખ રૂપિયા એકત્ર થઈ ગયા કે જેથી એના વ્યાજમાંથી પ્રતિવર્ષ યાત્રિક કર ભરાતો રહ્યો. રાજ્ય સાથે સમાધાન થયું એટલે લોકોની યાત્રા રાજ્યની કનડગત વિના ચાલુ થઈ. ભારતને આઝાદી મળ્યા પછી આ યાત્રિક કર નીકળી ગયો હતો. આ વર્ષ દરમિયાન મહારાજશ્રીના મુખ્ય શિષ્ય શ્રી માણિક્યસાગરજી મહારાજને અનુક્રમે ગણિપદ, પંન્યાસપદ તથા ઉપાધ્યાયપદ આપવાનો મહોત્સવ યોજાયો હતો. ત્યારપછી જામનગરમાં ચાતુર્માસ કરી મહારાજશ્રી સુરત પધાર્યા Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રભાવક સ્થવિરો હતા. ત્યાં તેમણે “રત્નસાગરજી જૈન વિદ્યાશાળા” તથા “નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ' જેવી સંસ્થાઓના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને “નવપદ આરાધક સમાજ', “દેશવિરતિ આરાધક સમાજ' તથા “યંગ મેન જેન સોસાયટી' જેવી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાઓના સભ્યોનું એક વિશાલ સંમેલન સુરતમાં મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યું હતું. વિ. સં. ૧૯૮૯માં સુરતમાં ચાતુર્માસ કરી ૧૯૯૦માં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા હતા. એ દિવસોમાં સુધારાવાદી અસરને કારણે જૈન સંઘોમાં કેટલાક સળગતા પ્રશ્નોના નિરાકરણ માટે આવશ્યકતા ઊભી થઈ હતી. કેટલાક સંઘોમાં પણ કુસંપ, મતભેદ, કદાગ્રહ વગેરે પ્રવર્તતા હતા. એક જ ગચ્છમાં અને ગચ્છ–ગચ્છ વચ્ચે કેટલીક સામાચારીની બાબતમાં મતભેદ અને વિવાદ ચાલતા હતા. સાધુઓમાં કેટલોક શિથિલાચાર પ્રવર્તવા લાગ્યો હતો. એ વખતે તપગચ્છના આચાર્યોમાં શ્રી વિજયનેમિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી વિજયદાનસૂરિ વગેરે મુખ્ય હતા. બાળદીક્ષા, દેવદ્રવ્ય, સ્વપ્નદ્રવ્ય, માળારોપણ વગેરેના પ્રશ્નો અંગે એકતા જો સ્થાપવામાં ન આવે તો અને સંગઠન મજબૂત ન થાય તો પ્રબળ બનતાં જતાં વિરોધી પરિબળો જૈન સંઘોને અને સાધુ સંસ્થાને છિન્નભિન્ન કરી નાખે એવાં હતાં. એ વખતે શ્રી વિજયનેમિસૂરિએ અમદાવાદ અને અન્ય મોટાં શહેરોના શ્રેષ્ઠીઓ અને સંઘના આગેવાનોનો સહકાર મેળવીને અમદાવાદમાં એક મુનિ સંમેલન યોજવાનું વિચાર્યું. અને સાગરાનંદસૂરિનો સહકાર મુખ્ય હતો, કારણ કે એ બંને આચાર્યોને પરસ્પર સભાવ ઘણો હતો. તેમાં પણ સાગરાનંદસૂરિને પૂ. નેમિસૂરિ પ્રત્યે આરંભથી જ ઘણો આદરભાવ હતો. શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયના માત્ર તપગચ્છના જ નહિ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ અને અંચલગચ્છના સર્વ મુનિ-મહારાજોને પણ આ મુનિ સંમેલન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. એ પ્રમાણે અમદાવાદમાં આશરે સવા ચારસો જેટલા મુનિઓ પધાર્યા. શ્રી વિજયનેમિસૂરિ અને શ્રી સાગરાનંદસૂરિએ અમદાવાદમાં સાથે પ્રવેશ કર્યો અને બંને સાથે પાંજરાપોળના ઉપાશ્રયે ઊતર્યા. નગરશેઠના વંડામાં મુનિ સંમેલન Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૬૫ યોજવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ શ્રી વિજય-નેમિસૂરિ સાથે વિચાર-વિનિમય કરીને મુનિ સંમેલનની કાર્યવાહી વ્યવસ્થિત કરવા સરસ પ્રયાસ કરી લીધા હતા. જુદા જુદા ગચ્છ અને સમુદાયના નવ આચાર્યો સર્વસંમતિથી જે નિર્ણયો કરે તેટલા જ માન્ય કરવા. ઉગ્ર વિવાદના પ્રશ્નો ટાળવા. બધા જ મુનિ ભગવંતો હાજર રહે, પરંતુ ચર્ચામાં જો બધા જ બોલે તો પાર ન આવે. માટે ચર્ચામાં ભાગ લેવા માટે, પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે પ્રતિનિધિરૂપ સિત્તેર મુનિઓની પસંદગી થઈ. બાકીનાઓએ પોતાના વિચારો પોતાના પ્રતિનિધિને જણાવવાના રહે. ઠરાવો ઘડવા માટે એક સમિતિની અને છેલ્લે ચાર મુનિઓની એક પ્રવર સમિતિની નિમણૂક થઈ હતી. સંમેલનની કાર્યવાહી સરસ ચાલતી હતી. પરંતુ ક્યારેક મતભેદોમાં આગ્રહ વધી જતો. એમ છતાં એકંદરે સરળતાપૂર્વક કાર્યવાહી ચાલતી હતી. અલબત્ત, એક વખત મદભેદ એટલો ઉગ્ર બની ગયો કે શ્રી વિજયસિદ્ધિસૂરિ અને શ્રી વિજયદાનસૂરિ સંમેલન છોડીને ચાલ્યા ગયા. એટલે સર્વસંમતિ તુટી પડવાનો પ્રશ્ન ઊભો થયો. એમ જો થાય તો આટલી તેયારી કરીને બોલાવેલા મુનિ સંમેલનની ફળશ્રુતિ શૂન્યમાં આવે. એ વખતે મહારાજશ્રી આનંદસાગરસૂરિ એ બંને આચાર્યો પાસે પહોંચ્યા અને એ બંનેને સમજાવીને પાછા બોલાવી લાવ્યા. જો તેઓ તેમને ન મનાવી શક્યા હોત તો મુનિ સંમેલન તૂટી જાત. - આમ અમદાવાદમાં સળંગ ચોત્રીસ દિવસ સુધી મળેલા મુનિ સંમેલનમાં નવે આચાર્યોએ સર્વસંમતિથી જે ઠરાવો કર્યા તેના ખરડા ઉપર તેઓ દરેકની સંમતિની સહી થઈ અને એથી શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયમાં એકતા સધાઈ. સામાચારીના મતભેદો તથા શિથિલાચાર દૂર થયા. આ મુનિ સંમેલનનો પ્રભાવ જૈન સાધુસંસ્થા ઉપર ઘણો મોટો પડ્યો અને એનાં સારાં સારાં પરિણામ ઘણા લાંબા સમય સુધી જોવા મળ્યાં. મહારાજશ્રીના સમયમાં એક મોટો પ્રશ્ન તે બાળદીક્ષાનો હતો. જેના શાસનમાં બાળદીક્ષિત હોય એવા ઘણા મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે શાસનને વધુ ઉજ્જવલ બનાવ્યું છે. અલબત્ત, જેન શાસનમાં આઠ વર્ષ પૂરાં થયા પછી દીક્ષા આપવાનું ફરમાવાયું છે. અપવાદરૂપ વજસ્વામી જેવાને એથી ઓછી ઉંમરે દીક્ષા આપવાનું તે કાળના આચાર્યોને યોગ્ય લાગ્યું હતું, જે સર્વથા ઉચિત હતું એમ સિદ્ધ થયું હતું. સિદ્ધાંતોની દૃષ્ટિએ જૈન શાસન અયોગ્ય Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રભાવક સ્થવિરો વ્યક્તિને દીક્ષા આપવાની વિરુદ્ધ છે, પછી તે બાળ હોય કે યુવાન હોય. પૂર્વજન્મના સંસ્કારને કારણે, જ્ઞાનાવરણીય કર્મના તેવા ક્ષયોપશમને કારણે કોઈક જીવો બાળવયમાં પણ પુખ્ત વયની વ્યક્તિ કરતાં વધુ સમજણ-ડહાપણ, ન્યાય-બુદ્ધિ, નીતિપરાયણતા, ધર્મારાધના દાખવતા હોય છે, તેવા બાળજીવોને વેળાસર દીક્ષા આપવામાં કશું અયોગ્ય નથી. બલ્ક એ પ્રમાણે દીક્ષા આપવાથી એમનું અને સમાજનું વધુ કલ્યાણ થાય છે. માત્ર જૈન પરંપરામાં જ નહિ, હિંદુ અને બૌદ્ધ ધર્મમાં પણ બાળદીક્ષા આપવાની પરંપરા ઠેઠ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આમ છતાં અયોગ્ય બાળદીક્ષાઓ પણ અપાતી આવી છે. નાનાં છોકરાંઓને ભગાડીને લઈ જઈ સંન્યાસી બનાવી દેવાના દાખલા બનતા રહ્યા છે. પરંતુ તેથી બાળદીક્ષા ઉપર સર્વથા પ્રતિબંધ મૂકી શકાય નહિ. જ્યારે અયોગ્ય બાળદીક્ષાના બનાવો વધે છે તે વખતે સમાજમાં ખળભળાટ મચે છે. આ વિષયનો ઝીણવટથી અભ્યાસ ન કરનારા અધૂરી સમજણવાળા, ઉતાવળિયા સુધારાવાદીઓ રાજ્ય પાસે કાયદો કરાવવા દોડી જાય છે. બાળલગ્ન, બાળમજૂરી, બાળવ્યસન, બાળગુનેગારી, બાળદીક્ષા વગેરે બાળકોને લગતા વિષયોને એકસરખા પલ્લામાં ન મૂકી શકાય. ભારતને સ્વતંત્રતા મળી તે પૂર્વે તળ ગુજરાતમાં મોટામાં મોટું દેશી રાજ્ય તે વડોદરાનું ગાયકવાડ સરકારનું રાજ્ય હતું. વળી સૌરાષ્ટ્રમાં અમરેલી, ઉત્તર ગુજરાતમાં પાટણ, વિજાપુર વગેરે, તથા દક્ષિણમાં નવસારી જેવાં નગરોમાં પણ ગાયકવાડી રાજ્ય વિસ્તરેલું હતું. એ રાજ્યમાં કોઈ કાયદો થાય એટલે લગભગ એટલા ગુજરાતને એની અસર પહોંચે. સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ઇંગ્લેન્ડમાં લીધું હતું અને પોતાના રાજ્યમાં કેટલાક સારા સુધારા કર્યા હતા. ભારતનાં તે સમયનાં દેશી રાજ્યોમાં એક મોટા પ્રગતિશીલ રાજ્ય તરીકે એની ગણના થતી હતી. પરંતુ એ રાજ્યમાં “બાળદીક્ષા, સંન્યાસ દીક્ષા પ્રતિબંધ'નો કાયદો જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેનો ઘણો મોટો વિરોધ થયો. માત્ર જૈનોએ જ નહિ, હિંદુ સંન્યાસીઓ અને સમાજનેતાઓએ પણ એનો સખત વિરોધ કર્યો હતો. આગમોદ્ધારક મહારાજશ્રીએ પણ ઠેર ઠેર સભાઓમાં એ વિશે ઉદ્ધોધન કર્યું અને એ વિશે Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ લેખો પણ લખ્યા. એમણે તે સમયે સયાજીરાવ ગાયકવાડને વિગતવાર પત્ર લખ્યો અને તેમની સાથે ચર્ચા વિચારણા માટે સમય આપવામાં આવે એવી માગણી કરી. લોકલાગણી એવી હતી કે છેવટે સયાજીરાવ ગાયકવાડે મહારાજશ્રીને મળવાનો સમય આપ્યો. પરંતુ એટલા ઓછા દિવસનો ગાળો જાણી જોઈને રાખ્યો કે જેથી મહારાજશ્રી વિહાર કરીને વડોદરા પહોંચી શકે નહિ. જ્યારે મહારાજશ્રીને ગાયકવાડનો પત્ર મળ્યો ત્યારે તેમણે ગણતરી કરી જોઈ. રોજના લગભગ ત્રીસ માઈલનો વિહાર કરે ત્યારે તેમનાથી વડોદરા પહોંચી શકાય એમ હતું. મહારાજશ્રીની તબિયત એવી નહોતી કે રોજના એટલા માઈલનો વિહાર કરી શકે. પરંતુ શાસનનું કાર્ય હતું એટલે મહારાજશ્રીએ દઢ સંકલ્પ કર્યો કે ગમે તે થાય, ગાયકવાડે આપેલા સમયે વડોદરા પહોંચી જ જવું છે. તેઓ પોતાના શિષ્યો સાથે રોજના પચીસ-ત્રીસ માઈલનો વિહાર કરી વડોદરા પહોંચી ગયા. આ સમર્થ જૈન મહાત્મા તો ઉગ્ર વિહાર કરી ખરેખર વડોદરા આવી રહ્યા છે એવી સયાજીરાવને એમના દીવાને ખબર આપી ત્યારે તેઓ વિમાસણમાં મુકાઈ ગયા. તેમની સાથે વાદવિવાદમાં કે ચર્ચાવિચારણામાં પોતે ફાવી શકશે નહિ એમ જણાતાં આગલે દિવસે સયાજીરાવ ગાયકવાડ વડોદરા છોડી મહાબળેશ્વર ચાલ્યા ગયા. ગાયકવાડ વડોદરામાં મળવાનો સમય આપવા છતાં હાજર રહ્યા નથી એ જાણીને મહારાજશ્રી નિરાશ થઈ ગયા. પરંતુ રાજ્યસત્તા આગળ કશું ચાલ તેમ નહોતું એવા એ દિવસો હતા. અલબત્ત, સયાજીરાવે લેખિત નિમંત્રણ આપ્યા છતાં મહારાજશ્રીને મુલાકાત આપી નહિ એ વાતના એવા પ્રત્યાઘાત લોકોનાં મન ઉપર પડ્યા હતા. વડોદરાથી વિહાર કરી, મહેસાણામાં ચાતુર્માસ કરી મહારાજશ્રી જામનગર થઈ પાલિતાણા ચાતુર્માસ માટે પધાર્યા. અહીં શ્રી માણિક્યસાગર વગેરે ચારે શિષ્યોને આચાર્યની પદવી આપવામાં આવી તથા શ્રી માણિક્ય-સાગરસૂરિને મહારાજશ્રીના પટ્ટશિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. મહારાજશ્રી પાલિતાણાથી વિહાર કરીને જામનગર પધાર્યા અને ત્યાં બે ચાતુર્માસ કર્યો. અમદાવાદ, સુરત, પાલિતાણા, ઉપરાંત જામનગર પણ મહારાજશ્રીનું એક મુખ્ય ક્ષેત્ર બની ગયું હતું. ત્યાં એમની પ્રેરણાથી જ્ઞાનમંદિર, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રભાવક સ્થવિરો ઉપાશ્રય, આયંબિલશાળા, ભોજનશાળા વગેરેની સ્થાપના થઈ હતી અને શેઠ પોપટલાલ ધારશી તથા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદે મહારાજશ્રીની નિશ્રામાં શત્રુંજય તથા ગિરનારનો છ'રી પાળતો સંઘ બહુ મોટા પાયા ઉપર કાઢ્યો હતો, જે એક ઐતિહાસિક ઘટના જેવો બની ગયો હતો. મહારાજશ્રીએ એ વખતે શેઠ પોપટલાલ ધારશીને કહ્યું હતું કે પૂ. શ્રી વિજયનેમિસૂરિ યાત્રા-સંઘના ઘણા અનુભવી છે. વળી, તપગચ્છના સૌથી મોટા અને મહાન આચાર્ય છે. તેઓ જો સંઘમાં જોડાશે તો યાત્રાસંઘ દીપી ઊઠશે. માટે તેઓને આગ્રહભરી વિનંતી કરવી. શેઠ પોપટલાલે તે પ્રમાણે કર્યું અને શ્રી વિજયનેમિસૂરિ એ નિમંત્રણનો સ્વીકાર કરી જામનગર પધાર્યા અને સંઘમાં જોડાયા. આથી આ યાત્રાસંઘ ઘણો દીપી ઊઠ્યો અને યાદગાર બની ગયો. મહારાજશ્રીનું જીવન આગમમય બની ગયું હતું. આગમોની જુદી જુદી જે હસ્તપ્રતો પોતાની પાસે આવતી તે તેઓ ઝીણવટપૂર્વક જોઈ–તપાસી જતા. પોતાની પાસે આવતી બધી જ હસ્તપ્રતો શુદ્ધ, સંપૂર્ણ, અખંડિત હોય એવું બનતું નહિ. કોઈ કોઈ હસ્તપ્રતોમાં કોઈ કોઈ પાનાં ખૂટતાં હોય અથવા થોડો ભાગ ઊધઈએ ખાધો હોય અથવા કાગળ કે તાડપત્ર બટકી ગયાં હોય. તાડપત્રીય હસ્તપ્રતોનું આયુષ્ય હજાર-દોઢ હજાર વર્ષથી વધુ ગણાય નહિ. તાડપત્ર ઉપર લખનારા લહિયાઓ હવે રહ્યા નહિ. એટલે જે હસ્તપ્રતો છે તે પણ કાળક્રમે નષ્ટ થવાની. કાગળની હસ્તપ્રતો લખનારા પણ દુર્લભ અને મોંઘા થવા લાગ્યા અને હસ્તલિખિત પ્રતો વાંચવાનો જમાનો હવે વિલીન થવા લાગ્યો. એટલા માટે મહારાજશ્રીએ આગમગ્રંથો મુદ્રિત કરાવવાનું ક્રાંતિકારી કાર્ય ક્યું. એક વખત એક જ્ઞાનભંડારમાંથી આવેલી તાડપત્રીય હસ્તપ્રત જીર્ણશીર્ણ સ્થિતિમાં જોઈને મહારાજશ્રીને ઘણી વેદના થઈ. વિચાર કરતાં થયું કે તાડપત્ર કરતાં પણ પથ્થરમાં કે તામ્રપત્રમાં કોતરેલા અક્ષરોનું આયુષ્ય વધુ લાંબું છે. અશોકના શિલાલેખો કે રાજા ખારવેલના સમયમાં ખંડગિરિની ગુફામાં કોતરેલા શબ્દો બે હજાર વર્ષથી એવા ને એવા જોવા મળે છે. આથી આગમોને પણ શિલાઓમાં જો કંડારવામાં આવે તો તેનું આયુષ્ય વધુ લાંબું ટકી શકે. આમાંથી મહારાજશ્રીને આગમમંદિરનો વિચાર સ્ફર્યો. આગમમંદિરની યોજના એમના મનમાં સાકાર થવા લાગી. એ માટે Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૬૯ સ્થળ તરીકે શત્રુંજયની તળેટી (પાલિતાણા) તેમને વધુ અનુકૂળ લાગી, કારણ કે યાત્રિકોની કાયમ અવરજવરને કારણે એની દેખભાળ પણ રહ્યા કરે. પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન રોજ પ્રભાતે પોતે તળેટીએ દર્શન કરવા જતા હતા ત્યારે એક દિવસ પાછા ફરતાં તળેટીની ડાબી બાજુની વિશાળ ખુલ્લી જગ્યા એમના મનમાં વસી ગઈ. પોતાના ભક્તો પાસે એમણે આગમ મંદિરની કલ્પના અને યોજના રજૂ કરી. ભક્તોએ તે અત્યંત હર્ષપૂર્વક વધાવી લીધી. આ યોજનાની દરખાસ્ત સાંભળી પાલિતાણા–નરેશે જમીન પણ પડતર ભાવે સહર્ષ તરત આપી દીધી. શિલ્પીએ મહારાજશ્રીની કલ્પના અનુસાર પિસ્તાલીસ દેવ-કુલિકાસહિત ચતુર્મુખ જિનપ્રાસાદના નકશા તૈયાર કરી આપ્યા. એમાં ચારે બાજુ ફરતી દીવાલો ઉપર આરસમાં અનુક્રમે પિસ્તાલીસ આગમ કોતરીને મઢવાની યોજના હતી. મહારાજશ્રીની આ યોજના માટે વિ. સં. ૧૯૯૪માં ખાતમુહૂર્ત માટે સુરતના શેઠ શાંતિચંદ છગનભાઈએ ચઢાવો બોલી કુલ રૂપિયા પચાસ હજારથી અધિક રકમ નોંધાવી હતી. પોતાની દેખરેખ હેઠળ આગમો કોતરવાનું કાર્ય શિલ્પીઓ દ્વારા શુદ્ધ રીતે થાય એ માટે મહારાજશ્રીએ સં. ૧૯૯૬, ૧૯૯૭ અને ૧૯૯૮નાં ચાતુર્માસ પાલિતાણામાં કર્યાં હતાં. મહારાજશ્રીના વિદ્વાન શિષ્યો માણિજ્યસાગર, ક્ષમાસાગર, ચંદ્રસાગર, હેમસાગર, ધર્મસાગર વગેરેએ પણ આ કાર્યની સારી દેખરેખ રાખી હતી. વિ. સં. ૧૯૯૮માં આગમમંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ બહુ મોટા પાયા ઉપર લગભગ તેર દિવસ સુધી ચાલ્યો હતો. ગામેગામથી ઘણાં સાધુ-સાધ્વીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યાં હતાં. કુંભસ્થાપન, દશદિપાલપૂજન, નવગ્રહપૂજન, અષટમંગલપૂજન, ચ્યવનાદિ કલ્યાણકો, અંજનશલાકા તથા પ્રતિષ્ઠાની વિધિ બહુ જ ઉલ્લાસપૂર્વક, નિર્વિને થઈ હતી. રોજેરોજ સાધર્મિક વાત્સલ્ય ઉપરાંત મહોત્સવના અંતિમ દિવસે સમગ્ર પાલિતાણા નગરને “ધુમાડાબંધ” જમાડવાનું નિમંત્રણ હતું. આ તેર દિવસ દરમિયાન પાલિતાણાની સ્મશાનભૂમિ પણ બંધ રહી હતી કારણ કે કોઈનું મૃત્યુ થયું નહોતું. શેઠ મોતીશાહની ટૂક બંધાઈ તે વખતે પાલિતાણા શહેર જે મહોત્સવ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પ્રભાવક સ્થવિરો જોયો હતો તેની કંઈક ઝાંખી કરાવે એવો ઉત્સવ ત્યારપછી પાલિતાણામાં આ ફરી વાર થયો હતો. આગમમંદિરના સંકુલમાં સિદ્ધચક્ર–ગણધર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આગમ મંદિરમાં શિલાપટ્ટોમાં સંસ્કૃત ભાષામાં પદ્યમાં જે પ્રશસ્તિ, સ્તુતિ વગેરે લખવામાં આવ્યાં છે તે વાંચવાથી આગમમંદિરના મહિમાનો ખ્યાલ આવે છે. એ રચનાઓ મહારાજશ્રી તથા એમના પટ્ટશિષ્ય માણિક્ય-સાગરસૂરિએ લખેલી છે. વિ. સં. ૧૯૯૯માં મહારાજશ્રીએ આગમમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને પછી પાલિતાણાથી વિહાર કરી તેઓ કપડવંજ પધાર્યા. કપડવંજમાં ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી તેમણે ધામધૂમપૂર્વક કરાવી. મહારાજશ્રી ઘણા વખતે ફરી પોતાના વતનમાં પધાર્યા હતા. વળી તેમની તબિયત વાયુના રોગને કારણે સારી રહેતી નહોતી. એટલે કપડવંજના સંઘે બહુ આગ્રહપૂર્વક ચાતુર્માસ કપડવંજમાં કરવા માટે વિનંતી કરી, મહારાજશ્રીએ વિનંતીનો સ્વીકાર કર્યો અને ચાતુર્માસ માટે ત્યાં જ રોકાયા. એ સમય દરમિયાન મહારાજશ્રીની પ્રેરણાથી ગૃહસ્થો માટે સ્થપાયેલ “દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું સંમેલન કપડવંજમાં યોજવાનું નક્કી થયું. મહારાજશ્રીની નિશ્રામાં એ સંમેલન યોજવામાં આવ્યું અને ઘણા આગેવાન આરાધકોએ એમાં ભાગ લીધો. મહારાજશ્રીને વાયુના રોગ ઉપરાંત કપડવંજમાં તાવ અને ઉધરસ પણ તાવવા લાગ્યાં. વળી લોહી પણ ફિક્કુ પડતાં પાંડુરોગ પણ એમને થયો. એથી અહીં ઔષધોપચાર પણ ચાલુ થયા અને પરેજી પાળવાનું પણ ચાલુ થયું. કફની પ્રકૃતિને કારણે વૈદ્યોએ દૂધને બદલે ચા વાપરવાની તેમને સલાહ આપી હતી. એ દિવસોમાં ચાનો આટલો બધો પ્રચાર નહોતો. દૂધ, ઉકાળાનો વધુ પ્રચાર હતો. થોડાંક શ્રીમંત ઘરોમાં ચા મંગાવાતી અને પીવા માટે બનાવાતી. ચા બનાવવાનો એટલો મહાવરો પણ નહોતો. જૈન ધર્મમાં રસત્યાગને પણ એક પ્રકારના તપ તરીકે બતાવવામાં આવ્યું છે. જૈન સાધુ ભગવંતોએ તો સ્વાદેન્દ્રિય ઉપર પણ વિજય મેળવવો જોઈએ. વિવિધ વાનગીઓના રસને માણવો, ભાવતા ભોજન જમવાની અભિલાષા થવી એ જૈન સાધુનું લક્ષણ નથી. મહારાજશ્રીએ આહારની બાબતમાં કેવી ઉદાસીનતા કેળવી હતી તેનો એક જાણીતો પ્રસંગ નોંધાયેલો છે. કપડવંજના Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૭૧ આ ચાતુર્માસ દરમ્યાન એક દિવસ એક શિષ્ય મહારાજશ્રી માટે બપોરે એક ઘેરથી ચા વહોરી લાવ્યા. એમણે એ મહારાજશ્રીને વાપરવા આપી. મહારાજશ્રીએ ચા વાપરી લીધી અને પોતાના સંશોધન-સ્વાધ્યાયના કાર્યમાં પાછા મગ્ન બની ગયા. થોડી વારમાં જે શ્રાવિકાને ઘેરથી ચા વહોરી લાવવામાં આવી હતી એ શ્રાવિકાબહેન દોડતાં ઉપાશ્રયે આવી પહોંચ્યાં. તેમણે કહ્યું કે, પોતે જે ચા વહોરાવી છે તે વાપરશો નહિ, કારણ કે તેમાં ખાંડને બદલે ભૂલથી દળેલું મીઠું નખાઈ ગયું છે. પોતાની આવી ગંભીર ભૂલ માટે તેઓ ક્ષમા માગવા લાગ્યા. પરંતુ ચા વહોરી લાવનાર મુનિમહારાજે કહ્યું, “બહેન, એ ચા તો ગુરુમહારાજે વાપરી લીધી. તેઓ કશું બોલ્યા નથી. ચા વાપરીને તેઓ તો પોતાના સંશોધનમાં મગ્ન બની ગયા છે.' શ્રાવિકાબહેને મહારાજ પાસે જઈને ક્ષમા માગી અને રુદન કરવા લાગ્યાં. પરંતુ મહારાજશ્રીએ હસતે વદને એમને આશ્વાસન આપતાં કહ્યું, “ખારી ચાની મને કંઈ જ ખબર પડી નથી. મીઠી ચાને બદલે મેં ખારી ચા વાપરી એથી તમે તો મારી કર્મનિર્જરી કરાવી છે.' મહારાજશ્રી સ્વાદેન્દ્રિયના વિષયમાં કેટલા અનાસક્ત થતા જતા હતા તથા તેઓ સમતાના કેવા ધારક હતા તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે. કપડવંજના આ ચાતુર્માસ દરમિયાન કાશીથી એક વિદ્વાન બ્રાહ્મણ પંડિત મહારાજશ્રી પાસે પોતાની કેટલીક શંકાઓનું સમાધાન માટે આવ્યા હતા. તાર-ટપાલ દ્વારા અગાઉથી નક્કી કરીને આવવાના રિવાજનો એ જમાનો નહોતો. પંડિતજી જ્યારે કપડવંજ આવ્યા ત્યારે મહારાજશ્રીને તાવ, ઉધરસ વગેરે ઘણાં વધી ગયાં હતાં. આવી બીમાર સ્થિતિમાં પ્રશ્નોત્તરી કરવી એ પંડિતજીને યોગ્ય ન લાગ્યું. મહારાજશ્રીને તેમણે કહ્યું, “હું તો ફક્ત આપનાં દર્શન-વંદન માટે આવ્યો છું.” પરંતુ મહારાજશ્રી સમજી ગયા કે પંડિતજી જરૂર કંઈક જ્ઞાનગોષ્ઠી માટે જ આવ્યા હશે, કારણ કે કપડવંજ એ કંઈ માર્ગમાં આવતું શહેર નથી. વળી સાધારણ સ્થિતિના બ્રાહ્મણ પંડિતો આટલે દૂરથી કંઈ માત્ર દર્શન-વંદન માટે આવે નહિ. મહારાજશ્રીએ આગ્રહ કર્યો એટલે પંડિતજીએ સાચી વાત જણાવી દીધી. મહારાજશ્રીએ તેમને કહ્યું કે, “તમે મારી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રભાવક સ્થવિરો તબિયતની જરા પણ ચિંતા ન કરો. જે પૂછવું હોય તે જરૂર નિઃસંકોચ પૂછો.” પંડિતજીનો રહેવા-જમવા માટે મહારાજશ્રીએ બંદોબસ્ત કરાવ્યો. પંડિતજીને જે કંઈ પૂછવું હતું, જાણવું હતું તે વિશે તેઓ મહારાજશ્રીની સાથે જ્ઞાનગોષ્ઠી કરતા ગયા. મહારાજશ્રી પાસેથી તેમને પોતાની બધી શંકાઓનું સમાધાન મળતું ગયું. તબિયત નાદુરસ્ત હોવા છતાં મહારાજશ્રી થાક્યા વગર ચર્ચા કરતા રહ્યા, સમજાવતા રહ્યા. પંડિતજીને એથી ઘણું આશ્ચર્ય થયું. એમણે મહારાજશ્રીને એ વિશે પણ પૂછયું, મહારાજશ્રીએ કહ્યું, “રોગો દેહમાં છે, આત્મામાં નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્મામાં છે, દેહમાં નથી. એટલે જ્ઞાનગોષ્ઠી કરવાની હોય ત્યારે શરીર યાદ આવતું નથી.' કપડવંજના આ ચાતુર્માસ દરમિયાન દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું સંમેલન મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યું હતું તથા શિષ્ય મુનિ હેમસાગરને ગણિ અને પંન્યાસની પદવી આપવામાં આવી હતી. મહારાજશ્રી કપડવંજના ચાતુર્માસ પછી મુંબઈ પધાર્યા, ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કરીને સુરત પધાર્યા. સુરતમાં એમના ભક્તો ઘણા બધા હતા. “સાગરજી મહારાજ એ બે શબ્દો બોલતાં એમના હૈયામાં અનેરો ઉલ્લાસ ઊભરાતો. એમનો પડુયો બોલ ઝીલવા તેઓ સતત તત્પર રહેતા. મહારાજશ્રીની પિસ્તાલીસ આગમસૂત્રોને શિલામાં કંડારવાની ભાવના પાલિતાણામાં મૂર્તિમંત થઈ હતી. એ ભાવનાથી જ વધુ પ્રેરાઈને શિલા કરતાં વધુ ટકાઉ એવાં તામ્રપત્રો ઉપર આગમગ્રંથોની કોતરણી અન્ય કોઈ સ્થળે કરવાની એમની ભાવના હતી. એ દૃષ્ટિએ સુરત એમને વધુ અનુકૂળ સ્થળ લાગ્યું. સુરતના આ ચાતુર્માસ દરમિયાન એમણે ભક્તોને પોતાની ભાવના જણાવી. ભક્તોએ તરત એ દરખાસ્ત હર્ષભેર વધાવી લીધી. પૂ. સાગરજી મહારાજશ્રીની તબિયત સારી રહેતી નહોતી. આથી એમની દેખરેખ હેઠળ કામ ઝડપથી પૂર્ણ થાય એ પણ જરૂરી હતું. આ કાર્ય સાંગોપાંગ પાર પડે એ માટે તથા વહીવટી કાર્ય કરી શકે એવી એક સ્વતંત્ર સંસ્થાની જરૂર હતી. સુરતમાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે વૈશાખ સુદ અગિયારસ ને તા. ૧૧-૫-૪૬ના રોજ એક સભા બોલાવવામાં આવી હતી. મહારાજશ્રીની Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૭૩ નિશ્રામાં મળેલી એ સભાએ “આગમોદ્ધારક સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થાના ઉપક્રમે “શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર'ના નામથી ગોપીપુરામાં આગમમંદિર બાંધવાનો નિર્ણય લેવાયો. મહારાજશ્રી હોય ત્યાં ધન વાપરનારાઓની કમી હોય જ ક્યાંથી? તરત મોટી મોટી રકમો લખાવાઈ ગઈ. સારું ફંડ એકત્ર થઈ ગયું. તરત કામ ઉપાડવામાં આવ્યું. જમીન લેવા માટેની વિધિ થઈ ગઈ. શુભ દિવસે શુભ મુહૂર્તે ભૂમિશોધન તથા ભૂમિખનનની અને શિલાન્યાસવિધિ મંત્રોચ્ચારપૂર્વક થઈ ગઈ. ભવ્ય દેવવિમાન સમાન આગમમંદિરનું કામ વેળાસર પૂર્ણ કરવા માટે શક્ય અને જરૂરી એટલા વધુમાં વધુ માણસો કામ લગાડવામાં આવ્યા હતા. એક તરફ શિલ્પીઓ, બીજી તરફ તામ્રપત્ર કોતરનાર કારીગરો તથા મંદિર બાંધવા માટેના મજૂરો એમ રોજ સેંકડો માણસો કામે લાગી ગયા. ધારણા હતી કે એક વર્ષમાં આગમમંદિરનું કામ પૂરું થઈ જશે, પણ કામ કરનારાઓમાં ઉત્સાહની એવી હેલી ચડી આવી કે બસ નવ મહિનામાં (બસો સિત્તેર દિવસોમાં) જ આ ભવ્ય આગમમંદિર તૈયાર થઈ ગયું. પિસ્તાલીસ આગમોનું મંદિર હતું એટલે મંદિરનાં પગથિયાં પિસ્તાલીસ રાખવામાં આવ્યાં. અને મૂળ નાયકની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પિસ્તાલીસ ઇંચની કરવામાં આવી. આ જિનમંદિરમાં કુલ એકસો વીસ જિનપ્રતિમા પધરાવવામાં આવી કારણ કે તિરછા લોકમાં એકસોવીસ ચૈત્ય છે. પિસ્તાલીસ આગમસૂત્રો કુલ ત્રણસો ચોત્રીસ તામ્રપત્રોમાં કોતરવામાં આવ્યાં અને એ તામ્રપત્રો ભોંયરામાં અને અન્ય દીવાલ ઉપર ચોડવામાં આવ્યાં. આસપાસ ભગવાન મહાવીર, ભગવાન ઋષભદેવ તથા ભગવાન પાર્શ્વનાથના જીવનપ્રસંગોનાં ચિત્રો તથા શિલાપટ કરવામાં આવ્યાં. કાગળ ઉપર મુદ્રિત આગમગ્રંથોની આગમમંજૂષા પણ મંદિરમાં રાખવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધના કારમી મોંઘવારી અને અછતના એ દિવસો હતા. એ સમયે રૂપિયા પાંચ લાખના ખર્ચે, કશી પણ પ્રતિકૂળતા વગર આગમમંદિરનું કામ સહોલ્લાસ પરિપૂર્ણ થયું એ ધન્યતાનો અનુભવ કરાવતી ભાગ્યવંત ઘટના Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ પ્રભાવક સ્થવિરો હતી. આગમમંદિરનું બાંધકામ ચાલતું હતું તે દરમિયાન મહારાજશ્રી સુરત જિલ્લામાં બાજીપરા, બારડોલી, બુહારી વગેરે ગામોમાં વિહાર કરી આવ્યા અને ત્યાંના પ્રતિષ્ઠાદિ મહોત્સવમાં પણ હાજરી આપી આવ્યા. ત્યાંથી સુરત પાછા ફર્યા પછી આગમમંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ વિ. સં. ૨૦૦૪ના મહા સુદ ત્રીજના રોજ ઊજવાયો. સુરતનું આગમમંદિર તામ્રપત્રમાં છે. તામ્રપત્રમાં આ રીતે પહેલી વાર આગમમંદિરનું નિર્માણ થયું છે. ભારતીય જૈન પરંપરામાં એક યશોજ્જવલ ગાથા સમાન આ આગમમંદિરનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે. મહારાજશ્રીએ જીવનભર મહત્ત્વનું જે યશસ્વી અને ચિરકાલીન કાર્ય કર્યું તે તો સાહિત્યના ક્ષેત્રનું છે. આગમગ્રંથો મુદ્રિત કરીને સર્વસુલભ કરવા જોઈએ એ એમના ક્રાંતિકારી નિર્ણય અને તદનુસાર કાર્યને પરિણામે એની સાથે આવશ્યક સંલગ્ન કાર્ય તે સંશોધનનું આવ્યું. આગમગ્રંથોમાં પણ જુદી જુદી હસ્તપ્રતોમાં જુદા જુદા પાઠ હોય તો કયો પાઠ વધુ સાચો તેનો પ્રમાણભૂત નિર્ણય કરવાનું ઊંડાં ભાષાજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન અને તર્કબુદ્ધિ વિના શકય નથી. મહારાજશ્રી એક પછી એક આગમગ્રંથો સંશોધિત-સંપાદિત કરીને પ્રતાકારે છપાવતા ગયા. તેમણે જીવનભર આ કાર્ય કર્યા કર્યું. એ માટે કહેવાય છે કે એમણે સમયનો જરા પણ પ્રમાદ કર્યો નથી. આચાર્ય તરીકે સમુદાયની જવાબદારી, વ્યાખ્યાન, વિહાર, દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે પ્રકારનાં સાધુ-સામાચારી સાથે સંકળાયેલાં મહત્ત્વનાં કાર્યો તથા શિષ્યોના શાસ્ત્રાભ્યાસ ઉપરાંત એમણે જે વિપુલ લેખનકાર્ય કર્યું છે એ ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવું છે. મહારાજશ્રીએ આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી, અનુયોગદ્વાર, પ્રજ્ઞાપના, ઔપપાતિક, કલ્પસૂત્ર, આવશ્યકસૂત્ર, વિશેષાવશ્યકસૂત્ર, ઇત્યાદિનાં સંશોધન-સંપાદન ઉપરાંત પૂર્વ-સૂરિઓની મહત્ત્વની કૃતિઓ જેવી કે ઉપદેશમાલા, અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપમિતિભવપ્રપંચકથા, પંચાશક, ધર્મબિંદુ, ધર્મસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમરતિ, પ્રવચનસારોદ્ધાર, પંચસંગ્રહ, લલિતવિસ્તરા, વીતરાગસ્તોત્ર, લોકપ્રકાશ, શ્રીપાલચરિત્ર વગેરે ૧૭૩ જેટલા ગ્રંથોનું Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૭૫ સંશોધન-સંપાદનકાર્ય કરીને તે ગ્રંથો છપાવ્યા છે. મહારાજશ્રીમાં કવિત્વશક્તિ પણ ઘણી સારી હતી અને સંસ્કૃત ભાષા ઉપર એમનું એટલું બધું પ્રભુત્વ હતું કે એમણે નાનીમોટી મળી સવાસોથી વધુ કૃતિઓ સંસ્કૃત પદ્યમાં રચી છે. આ ઉપરાંત એમણે ગુજરાતીમાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લગભગ સવાબસો જેટલી એમણે રચેલી કૃતિઓમાંથી ૧૬૬ જેટલી કૃતિઓ છપાયાની નોંધ મળે છે. એમની ચાલીસેક કૃતિઓ તો હજુ છપાયા વિનાની રહી છે. તાત્વિકવિમર્શ, પર્યુષણાપરાવૃત્તિ, અવ્યવહાર રાશિ, ક્ષમાવિંશતિકા, મિથ્યાત્વવિચાર પોષધપરામર્શ, ભવ્યાભવ્ય પ્રશ્ન, પ્રતિમાપૂજા, જેનગીતા, આગમમહિમા, આરાધનામાર્ગ, પર્વતિથિ, અમૃતસાગ૨, ગિરનાર, ચતુર્વિશતિકા, સિદ્ધગિરિસ્તવ, વગેરે એમની કૃતિઓની યાદી ઉપર નજર ફેરવતાં જ સાનંદાશ્ચર્ય થાય છે કે આટલી બધી રચનાઓ કરવાનો એમને સમય ક્યારે મળ્યો હશે? (કોઈક સંસ્થાએ આ બધી કૃતિઓનું નવેસરથી વિષય-વિભાગાનુસાર પુનર્મુદ્રણ કરવા જેવું છે અને યુનિવર્સિટીની કક્ષાએ તેનો અભ્યાસ કરાવવા જેવો છે.) સાગરજી મહારાજ એટલે સુરતીઓના મહારાજ એવી સુરતના શ્રાવકોની ભક્તિ, વિશેષતઃ એમનાં અંતિમ વર્ષોમાં રહી હતી. મહારાજશ્રી ત્યારે સિત્તેરની ઉંમર વટાવી ચૂક્યા હતા. એમને વાયુ, પાંડુરોગ વગેરેનો વ્યાધિ તો રહ્યા કરતો હતો. હવે એમનું શરીરબળ ઘટતું જતું હતું. જેઘાબળ ઘટતાં એમની ચાલવાની શક્તિ ઓછી થઈ ગઈ હતી. હવે એમનાથી વિહાર થતો ન હતો. મહારાજશ્રીએ સુરતમાં હવે પોતાને સ્થિરવાસ કરવો પડે છે એવો નિર્ણય પોતાના મુખ્ય શિષ્યો અને સંઘના આગેવાનો સાથે વિચારવિનિમય કરીને જાહેર કર્યો. સ્થિરવાસમાં માત્ર વિહાર અટક્યો હતો, પરંતુ આખા દિવસની સામાચારી બરાબર વ્યવસ્થિત રીતે ચાલતી હતી. આગળના સંશોધનનું કાર્ય અને સ્વાધ્યાયમાં જરા પણ પ્રમાદ આવ્યાં નહોતાં. આ સમય દરમિયાન મહારાજશ્રીએ આગમોમાં આવતા અલ્પપરિચિત પારિભાષિક શબ્દોનો કોશ તૈયાર કર્યો. ચાર ભાગમાં “અલ્પપરિચિત સૈદ્ધાંતિક કોશ' તરીકે એ પ્રગટ થયો હતો. તદુપરાંત જીવનના અંતિમ સમયે એમણે “આરાધના માર્ગ' નામના એક ઉત્તમ Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ગુંથની રચના કરી હતી. મહારાજશ્રી આટલું બધું કાર્ય કરતા છતાં પોતાને માટેની ચીજ-વસ્તુઓના વપરાશમાં તેઓ બરાબર “ઉપયોગ” રાખતા. કોઈ ચીજવસ્તુ તેઓ નિરર્થક વેડફી નાખતા નહિ અથવા એનો ઉડાઉપણે ઉપયોગ કરતા નહિ. સંઘો પાસે પણ તેઓ જરૂર પૂરતું મર્યાદિત ખર્ચ કરાવતા. એનું ઉત્તમ ઉદાહરણ એ મહારાજશ્રીએ અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ તૈયાર કર્યો તે છે. આગામોમાં જેમ જેમ શબ્દો આવે તેમ તેમ તે ટપકાવી લેવાના રહેતા. એ માટે સળંગ મોટા કાગળ વિના પણ ચાલે. મહારાજશ્રી પોતાના ઉપર આવેલાં છાપાંચોપાનિયાં, પત્રો વગેરેમાંથી કોરી જગ્યા કાપી લઈ તેમાં શબ્દો લખી લેતા. કાપલીઓ હોય તો આગળ-પાછળ કરવાનું પણ સરળ પડે. મહારાજશ્રીએ આખો કોશ આવી રીતે કાપલીઓ બનાવીને તૈયાર કર્યો હતો. સ્થળ પદાર્થના ઉપયોગમાં પણ મહારાજશ્રીની દૃષ્ટિ કેટલી સૂક્ષ્મ હતી તે આના ઉપરથી જોઈ શકાય છે. મહારાજશ્રીના અંતિમ દિવસો ગોપીપુરામાં માલીફળિયામાં લીંબડા ઉપાશ્રયમાં પસાર થઈ રહ્યા હતા. એ સ્થળે લીંબડાનું મોટું વૃક્ષ હતું. એની છાયા બારી વાટે મહારાજશ્રીના દેહ ઉપર પથરાતી હતી. લીંબડો જાણે મહારાજશ્રીની અંતિમયાત્રાનો સાક્ષી બની રહ્યો હતો. મહારાજશ્રીએ પોતે કરવા ધારેલાં નાનાંમોટાં બધાં જ કાર્યો સારી રીતે પરિપૂર્ણ થયાં હતાં. એમના શિષ્ય અને પ્રશિષ્યનો સમુદાય શતાધિક હતો. મહારાજશ્રી સમતાના ધારક હતા, જ્ઞાની હતા અને ઉચ્ચ કોટિના આરાધક હતા. વ્યાધિઓને કારણે એમનું શરીર વધુ કથળતું જતું હતું. પરંતુ જપ, ધ્યાન વગેરેમાં જરા પણ પ્રમાદ આવતો નહોતો. વૈશાખ મહિનો ચાલુ થઈ ગયો હતો. વૈશાખ સુદ પાંચમનો દિવસ આવ્યો. મહારાજશ્રીએ પોતાના પટ્ટશિષ્ય શ્રી માણિક્યસાગરસૂરિ અને બીજાઓ સાથે પોતાના સમુદાયની વ્યવસ્થા વિશે વિચારણા કરી લીધી. પોતાનો અંતિમ કાળ નજીક આવી રહ્યો છે એ સ્પષ્ટ હતું. તે દિવસે કોઈ કે પૂછ્યું, “સાહેબજી, આપને હવે કેમ રહે છે ?' મહારાજશ્રીએ કહ્યું, “પાંચમની છઠ્ઠ થવાની નથી.” આનો સાદો અર્થ એ Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૭૭ હતો કે જે દિવસે જવાનું નિર્માયું હશે તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ચોથની પાંચમ નથી થવાની' કે “બીજની ત્રીજ નથી થવાની’ એમ આ રૂઢપ્રયોગમાં કોઈ પણ નજીકનજીકની બે તિથિ બોલી શકાય છે.” મહારાજશ્રીએ રૂઢપ્રયોગ તરીકે જ આમ કહ્યું હશે એમ સોએ માન્યું. એ જ દિવસે રાત્રે મહારાજશ્રીએ જાહેર કર્યું કે પોતે હવે મૌન સહિત અનશન વ્રત ધારણ કરે છે. મહારાજશ્રીનું જંઘાબળ ક્ષીણ થયું હતું. પરંતુ એમનું આત્મબળ તો એવું જ રહ્યું હતું. તેઓ સ્વાધ્યાય કરતા, વાચના આપતા કે સંશોધનકાર્ય કરતા ત્યારે કલાકો સુધી પદ્માસન કે અર્ધપદ્માસને બેસી શકતા. તેઓ અર્ધપદ્માસને કાર્યોત્સર્ગ ધ્યાનમાં બેસી ગયા. તેઓ “નવકાર મંત્રનો અને “અરિહંત શરણે પવજ્જામિ' જાપ કરતા અને જમણા હાથની એમની આંગળીના વેઢા ઉપર અંગૂઠો ફરતો રહેતો. મહારાજશ્રીએ પડિલેહણ, પ્રતિક્રમણ વગેરે આવશ્યક સાધ્વાચાર માટે અર્ધપદ્માસન છોડવાની છૂટ રાખી હતી. પરંતુ મૌન છોડતા નહિ. જરૂર પડે તો ઇશારાથી સમજાવતા. ચતુર્વિધ આહારનો સંપૂર્ણ ત્યાગ હતો એટલે ઓષધિ લેવાનું પણ એમણે છોડી દીધું હતું. મહારાજશ્રી રાતને વખતે પણ સંથારામાં સૂઈ ન રહેતાં અર્ધપદ્માસને બેસીને જપ-ધ્યાન કરતા રહેતા. મહારાજશ્રીએ અનશન વ્રત અંગીકાર કર્યું છે એ સમાચાર પ્રસરતાં સુરત અને અન્ય નગરોના અનેક ભક્તો એમનાં અંતિમ દર્શન માટે આવવા લાગ્યા. - દિવસ અને રાત ચોવીસ કલાક એક જ સ્થળે અર્ધપઘાસને બેસી રહેવું એ સરળ વાત નથી. શરીર થાકી જાય, આડા પડવાનું મન થાય, પરંતુ મહારાજશ્રીનું આત્મબળ ઘણું મોટું હતું. તેઓ એવી રીતે એક દિવસ નહિ, સળંગ પંદર દિવસ અને રાત બેસી રહ્યા. વૈશાખ વદ પાંચમ ને શનિવારનો દિવસ આવ્યો. કોઈને યાદ આવ્યું કે સાહેબજીએ કહ્યું છે કે પાંચમની છઠ્ઠ નથી થવાની તે રૂઢપ્રયોગને બદલે સાચા અર્થમાં તો નહિ કહ્યું હોય ને ! વાત સાચી હતી. એમ જ લાગતું હતું. પાંચમની સવારથી મહારાજશ્રીનું શરીર ફિદું પડી ગયું હતું, શ્વાસ જોરથી ચાલતો હતો. નાડીના ધબકારા ધીમા પડી ગયા હતા. છતાં અર્ધપઘાસને કાઉસગ્ગ ધ્યાનમાં Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રભાવક સ્થવિરો જ તેઓ બેઠા હતા. માણિક્યસાગરસૂરિ તથા અન્ય સાધુઓ અને ગૃહસ્થોએ નવકારમંત્રની ધૂન ચલાવી હતી. થોડી થોડી વારે જમણા હાથનો અંગૂઠો વેઢા ઉપર ફરતો હતો. બપોરના સાડા ત્રણ થયા હતા. અમૃત ચોઘડિયાને થોડી વાર હતી. અમૃત ચોઘડિયું શરૂ થયું. મહારાજશ્રીએ આંખો ખોલી. સૌની સામે નજર કરી લીધી. બે હાથ જોડી પ્રસન્ન વદને, મૌનપૂર્વક સર્વની સાથે ક્ષમાપના કરી લીધી અને પાછી આંખો બંધ કરી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. થોડીવારે મહારાજશ્રીની ટટ્ટાર ગરદન ખભા પર ઢળી પડી. જીવ ગયો એમ સૌએ જાણ્યું. વૈદ્ય-ડૉક્ટરોએ નાડી તપાસી તો તે બંધ થઈ ગઈ હતી સાગરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે સર્વત્ર પ્રસરી ગયા. આગમોદ્ધારક, આગમદિવાકર એવા એ શતકના એક મહાન જૈનાચાર્યના કાળધર્મના સમાચારથી ઘણા લોકોને આઘાત લાગ્યો. બહારગામના એમના અનેક ભક્તો એમના પાર્થિવ દેહનાં દર્શન માટે સુરત દોડી આવ્યા. બીજે દિવસે વૈશાખ વદ છઠ્ઠના દિવસે એમના દેહને અગ્નિસંસ્કાર કરવાનું જાહેર કરવામાં આવ્યું. એ માટે દેવવિમાન જેવી સુશોભિત શિબિકા તૈયાર કરવામાં આવી. અગ્નિસંસ્કાર નગર બહાર તાપી નદીના કિનારે થાય. પરંતુ લોકોની ભાવના એવી હતી કે આગમમંદિરની પાસે આવેલી સંસ્થાની માલિકીની ખુલ્લી જમીનમાં જો અગ્નિસંસ્કાર કરવામાં આવે તો ત્યાં ભવ્ય ગુરુમંદિર બંધાવી શકાય, જે આગમમંદિરની પાસે જ હોય. નગરની ગીચ વસ્તીવાળા વિસ્તારની મધ્યમાં અગ્નિસંસ્કાર માટે સામાન્ય કાયદા પ્રમાણે પરવાનગી મળે નહિ. પરંતુ મહારાજશ્રીની સમસ્ત સુરતમાં એટલી મોટી સુવાસ હતી કે એ સ્થળે અગ્નિસંસ્કાર માટે કાયદેસરની તમામ કાર્યવાહી ઝડપથી થઈ ગઈ. અમલદારોએ ત્વરિત નિર્ણયો લીધા. આસપાસ રહેતા જૈનેતર લોકોએ પણ સાગરજી મહારાજ અમારા પણ ગુરુ ભગવંત છે' એવી વાણી ઉચ્ચારી અગ્નિસંસ્કાર માટે લેખિત સંમતિ આપી. અગ્નિસંસ્કારનો ચડાવો પણ ક્ષત્રિય કોમના જયંતીલાલ વખારિયાએ લીધો. તેમણે કહ્યું કે, “અમને વારસામાં જૈન ધર્મ મળ્યો નથી, પણ અમે સાગરજી મહારાજ પાસેથી ધર્મ પામ્યા છીએ. અમે મહારાજશ્રીના ધર્મપુત્ર છીએ.' Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ • ૩૭૯ અગ્નિસંસ્કારનું સ્થળ તો બાજુમાં જ હતું, પરંતુ શિબિકા સાથેની અંતિમયાત્રા સુરતના મુખ્ય માર્ગો ઉપર ફરીને ઘણા કલાકો પછી તે સ્થળે આવી. સુરતના તમામ બજારોએ તે દિવસે બંધ પાળ્યો હતો. મહારાજશ્રીનાં અંતિમ દર્શન માટે શેરીએ શેરીએ અસંખ્ય માણસો ઊમટ્યા હતા. કેટલાયની આંખમાંથી આંસુ સરતાં હતાં. મહારાજશ્રીની પાલખી અગ્નિસંસ્કારના સ્થળે એવી પહોંચી. જયંતીલાલ વખારિયાએ આંસુ ટપકતે નયને અગ્નિદાહ આપ્યો. ચંદનકાષ્ઠની ચિતા ભડભડ બળવા લાગી. એક મહાન જ્યોતિ જયોતિમાં ભળી ગઈ. માણિક્યસાગરસૂરિની નિશ્રામાં ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ દેવવંદન કર્યા. મહારાજશ્રીના કાળધર્મ પ્રસંગે ગામેગામથી તારસંદેશા આવ્યા. સુરત, ઉપરાંત મુંબઈ, અમદાવાદ, વડોદરા, કપડવંજ, ખંભાત, પાટણ, પાલિતાણા, જામનગર, પાલનપુર, રાધનપુર, ભાવનગર, મહેસાણા, વિજાપુર તથા ગુજરાત બહાર પૂના, મદ્રાસ, ઉજ્જૈન, રતલામ, ઇન્દોર, અમલનેર વગેરે ઘણાં નગરોમાં મહારાજશ્રીને અંજલિ આપવા ગુણાનુવાદ સભાઓ યોજાઈ. અગ્નિસંસ્કારના સ્થળે ગુરુમંદિર બાંધવાની યોજના તરત અમલમાં આવી. આગમમંદિરની પાસે જ સુંદર, આકર્ષક ગુરુમંદિર બાંધવામાં આવ્યું અને ત્યાં મહારાજશ્રીની કાઉસગ્ગ ધ્યાનની મુદ્રાવાળી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. પંચોતેર વર્ષની વયે, ઓગણસાઠ વર્ષનો દીક્ષાપર્યાય પાળીને, મૌનસહિત અનશન વ્રત ધારણ કરી અર્ધપદ્માસને બેઠાં બેઠાં, આંતરિક જાગૃતિ, સહિત, કાઉસગ્ગ ધ્યાને સમાધિપૂર્વક દેહ છોડનાર સાગરજી મહારાજે દીક્ષા લઈ પોતાની સંયમમાત્રા ચાલુ કરી હતી ત્યારે આરંભમાં તેઓ એકાકી હતા, પરંતુ તેઓ કાળધર્મ પામ્યા ત્યારે એમનો શિષ્ય-પ્રશિષ્ય સમુદાય પોણાબસો સાધુઓ અને બસોથી વધુ સાધ્વીઓનો હતો. એમના ચારિત્રનો પ્રભાવ કેટલો મોટો હશે તેની પ્રતીતિ માટે આટલી હકીકત પણ પૂરતી છે. મહારાજશ્રીને અંજલિ અર્પતી કેટલીક કાવ્યરચનાઓ પણ એ સમયે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં થઈ હતી. એમના પટ્ટશિષ્ય માણિજ્યસાગરસૂરિ પણ શાસ્ત્રજ્ઞાતા ઉપરાંત સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. એમણે પોતાના ગુરુવર્ય Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો માટે અષ્ટકાદિ પ્રકારની કેટલીક સંસ્કૃતમાં કરેલી રચનાઓમાં સરસ ભાવવાહી અંજલિ આપી છે. ‘ગુરુવર્યાષ્ટકમ્’ના પ્રારંભમાં તેઓ લખે છેઃ प्रभावक श्री जिनशासनस्य प्रज्ञानिधे संयमशालिमुख्य । जिनागमोद्धारक सूरिवर्य श्री सागरानन्दगुरो सुपूज्य ।। खगेपु हंसः कुसुमेषु पद्मः शक्र सूरेषु द्रुषुकल्पवृक्षः । यथातथा साम्प्रतकालवर्ति संवेगिपु त्वं गुरुराज मुख्यः ।। ગુજરાતીમાં થયેલી કાવ્યરચનાઓમાં મુખ્યત્વે જીવણચંદ સાકરચંદ ઝવેરીની છે. સુરતના એ શ્રેષ્ઠીએ જૈન ધર્મનો ઘણો સારો અભ્યાસ કર્યો હતો અને રાસના પ્રકારની કૃતિઓનું સંપાદન કર્યું હતું. મહારાજશ્રી સાથે પોતાના ચાર દાયકાના ઘનિષ્ઠ પરિચયને કારણે મહારાજશ્રીનો વિરહ એમને ઘણો લાગ્યો હતો. એમણે ગુરુ મહારાજ માટે જે જુદી જુદી રચનાઓ કરી છે તેમાં એક સ્થળે તેઓ લખે છેઃ ન વાંછી કીર્તિ કદા, ન વાંછી સૌરભ કથા, વાંછી ના જીવનની કાંઈ માયા, ૩૮૦ વાંછી આત્મદાનને, દેહક્ષય અવગણી, અર્પિયું સર્વ તો ધર્મ માટે. X X X હેમ ને હીર અપિ, યશોઉપાધ્યાયા કા તરવરે દૃષ્ટિએ તુજને પેખી; શતક ત્રણસો લગી, તું સમો નવ થયો, વીરના ધર્મમાં વીરબાહુ. મહારાજશ્રીની અંતિમ યાત્રાનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ દર્શને આવતા, રાત્રિએ જાગતા, ખિન્નતા ધારતા ચિત્ત ચૌટે, લોક ઊમટતું, વાસથી પૂજતું દ્રમ્મ ચઢાવતું શક્તિયોગ્યું. બાળ ને વૃદ્ધ પણ, ભાવથી આવતા, ખેદથી ઊભતા મોહ ત્યાગી, Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદસાગરસૂરિ મહારાજ ૩૮૧ ધૂપ પધરાવતા, ધૂપધાણાંમહિ, સૂરભિ રેલાવતા યત્ન કરતા. x x x જય નંદ, જય ભદ્રનો ઘોષ ઉચ્ચારતા પરઠવે મંડિપ નિસ્સરણ કાજે; લકરી તૂરથી, શોકના સૂરથી હસ્તિયે વિહરતી ગાંભીર્ય છાયે. ગાવતાં કીર્તનો, ભજનનાં મંડળો ધૂપની સુરભિ ગગન વાહ. પુષ્પસુવર્ણ ને દ્રમ્પ ઉછાળતા ધીર વહતી વહે નિહરણજત્તા. આમ, આગમસેવા, તીર્થસેવા, સંઘસેવાનાં મહાન કાર્યો કરનાર, દીક્ષા, પદવીપ્રદાન, ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા, આગમવાચના અને નિયમિત પ્રેરક અને ઉબોધક વ્યાખ્યાનો દ્વારા ઠેર ઠેર ધર્મ-જાગૃતિ આણનાર અને જૈન-જૈનેતર એવા અનેક લોકોને ધર્મ પમાડનાર, વિવિધ સ્થળે, વિવિધ પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરાવનાર પૂ. સાગરજી મહારાજનું જીવન અને કાર્ય જૈન શાસનની પરંપરામાં ચિરસ્મરણીય બની રહે તેવું છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજની મનમાં સતત ગુંજતી રહે એવી નીચેની થોડીક નમૂનારૂપ પંક્તિઓ અનેક જૈનોએ સાંભળી હશેઃ જલ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત; &ષભ ચરણ અંગૂઠડે દાયક ભવજલ અંત.” લાવે લાવે મોતીશાહ શેઠ નવ જળ લાવે રે, નવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે રે.' “પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પઈઠો.” આતમભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્તનું જાઈ, નારીપ્રેર્યા ને વળી કુલવટ ધર્મી ધર્મ સખાઈ.” સર ક એક સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ, મંગલ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ.” “વીર કુંવરની વાતડી કેને કહીએ ? કેને કહીએ રે કેને કહીએ ?' રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વહાલા, કેતકી જાઈ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વહાલા.” Page #418 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૩૮૩ રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજિયે એક તાળી, સખી, આજ અનોપમ દિવાળી.” વંદના, વંદના, વંદના રે જિનરાજ કું સદા મોરી વંદના.” અખિયનમેં અવિકારા, જિગંદા તેરી અખિયન મેં અવિકારા.” મનમંદિર આવો રે, કહું એક વાતલડી, અજ્ઞાની સંગે રે, રમિયો રાતલડી.” શ્રી સરસ રંગરસિયા રંગ રસ બન્ય, મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે, મનમોહનજી.” આવી અનેક મનભર પંક્તિઓના રચયિતા શ્રી વીરવિજયજી મહારાજનો જીવનવૃત્તાંત પણ એવો જ રસિક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી અને શ્રી દેવચંદ્રજી મહારાજ પછી જૈન પરંપરામાં લોકપ્રિય સાધુકવિ અને આત્મજ્ઞાની મહાત્મા તરીકે શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે. જેનેતર પરંપરાના સમર્થ ભક્તકવિ દયારામના સમકાલીન શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળો અને અન્ય પ્રકારની રચનાઓ દ્વારા લોકોનાં હૈયાં જીતી લીધાં છે. એમણે લખેલી સ્નાત્ર પૂજા આજે લગભગ દોઢસો વર્ષથી રોજેરોજ સવારે હજારો જિન મંદિરોમાં ગવાય છે. એમણે લખેલા અષ્ટપ્રકારી પૂજાના દુહા તથા શત્રુંજયના દુહા પણ રોજેરોજ હજારો ભાવિકો હોંશથી બોલે છે. શ્રી વીરવિજયજી મહારાજે લખેલી સહજ, સરળ અને ભાવોર્મિથી સભર, ઉલ્લાસમય એવી કેટલીયે પંક્તિઓ હૃદયમાં વસી જાય એવી છે. બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી વીજવિજયજીએ પોતાના ગુરુ ભગવંત શ્રી શુભવિજયજી પાસેથી બીજજ્ઞાન, સુધારસની યોગક્રિયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા હતાં. પોતાના ગુરુમહારાજ તરફથી પ્રાપ્ત થયેલા કૃપાપ્રસાદ અને Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પ્રભાવક સ્થવિરો વાત્સલ્યને કારણે એમણે પોતાનું ઉપનામ પણ “શુભવીર' એવું રાખ્યું હતું. શ્રી વીરવિજયજી મહારાજ વિશે કેટલીક આધારભૂત માહિતી મળે છે. એ માટે મુખ્ય બે કૃતિઓનો આધાર ઘણો જ મહત્ત્વનો છે. એક તે શ્રી વીરવિજયજી મહારાજે પોતે પોતાના ગુરુમહારાજ શ્રી શુભવિજયજી વિશે લખેલી કૃતિ તે શુભવેલી અને બીજી કૃતિ તે શ્રી વીરવિજયના કાળધર્મ પછી એમના શિષ્ય શ્રી રંગવિજયજીએ લખેલી “પંડિત શ્રી વીરવિજયજી નિર્વાણ રાસ.' આ બે કુતિઓ ઉપરાંત શ્રી વીરવિજયજીએ પોતે પોતાની કૃતિઓમાં કરેલા કેટલાક નિર્દેશો પણ માહિતી પૂરી પાડે છે. તદુપરાંત એમના સંપર્કમાં આવેલા સૂબાજી રવચંદભાઈ જેચંદભાઈએ કેટલીક હકીકતો લખેલી અને ત્યારપછી મહારાજશ્રીના બીજા એક મુખ્ય ભક્ત શ્રી હીરાભાઈ પુંજાશાના પુત્ર શ્રી ગિરધરભાઈએ પોતાના પિતા તથા દાદા પાસેથી જાણીને લખેલી કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે. શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ અમદાવાદમાં વિક્રમ સંવત ૧૮૨૯ના આસો સુદ ૧૦ના દિવસે શાન્તિદાસના પાડામાં થયો હતો. એ જગ્યા ઘીકાંટા પાસે આવેલી હતી. (હવે એ જગ્યા રહી નથી.) ત્યાં જશેશ્વર (યજ્ઞેશ્વર) નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ વિજકોર (વિજયા) હતું. તેને એક પુત્રી હતી. એનું નામ ગંગા હતું. જગ્નેશ્વરને એક દીકરો હતો. તે બહુ દેખાવડો હતો. એનું નામ કેશવરામ હતું. આ કેશવરામ તે શ્રી વીરવિજયજી. બંને સંતાનો મોટાં થતાં, તેમને પરણાવવામાં આવ્યાં હતાં. કેશવરામનાં લગ્ન દહેગામની રળિયાત નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયાં હતાં. કેશવરામનાં લગ્નની ચોક્કસ સાલ મળતી નથી. પરંતુ અઢાર વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી, એટલે લગ્ન થયાં ત્યારે એમની ઉંમર અઢાર વર્ષથી પણ ઓછી હશે. એમનાં લગ્ન પછી થોડા સમયમાં એમના પિતા જશેશ્વર મરણ પામ્યા હતા. લગ્ન પછી એક વખત કેશવરામને કાઠિયાવાડમાં ભીમનાથ (ધોલેરા પાસે) નામના ગામે જવાનું થયું. તે દરમિયાન અમદાવાદમાં એમના ઘરમાં ચોરી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે બોલાચાલી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે બોલાચાલી Page #420 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૩૮૫ થઈ. ક્રોધે ભરાયેલી માતાએ પુત્રને ગાળ દીધી. એથી કેશવરામને ઘણું લાગી આવ્યું. તેઓ પણ ક્રોધે ભરાયા અને ઘર છોડી ચાલી નીકળ્યા અને અમદાવાદમાં પાછો પગ ન મૂકવો એવો નિર્ણય કરી રોચકા નામના ગામે પહોંચ્યા. કેશવરામના ગયા પછી માતાને પસ્તાવો થયો. વળી પતિ વિયોગથી પુત્રવધૂ રળિયાત ઝૂરવા લાગી. એનું દુઃખ સહન ન થતાં માતાએ કેશવરામની ભાળ કાઢવા માટે પોતાની બહેનને લઈને આસપાસનાં ગામોમાં ભમવા માંડ્યું. એમ કરતાં રોચકામાં દીકરાની ભાળ મળી, પણ દીકરાએ તો અમદાવાદ પાછા ન ફરવાનો સંકલ્પ કર્યો હતો. એટલે માતા આઘાતને લીધે તથા પરિશ્રમને કારણે મૃત્યુ પામી. કેશવરામે માતાનું કારજ કર્યું, પણ અમદાવાદ પાછા ન ફર્યા. આ બાજુ ભાઈ અને માતાના વિયોગના દુ:ખને લીધે ગંગા પણ મરણ પામી. કેવળરામનાં પત્ની રળિયાતનું ત્યારપછી શું થયું તેની કશી વિગત મળી નથી. કેશવરામને આ સમય દરમિયાન ક્યાંક શ્રી શુભવિજયજી મહારાજનો ભેટો થયો હતો. કયા ગામે એ ભેટો થયો હતો તેની નિશ્ચિત માહિતી મળતી નથી. પરંતુ કેશવરામ પાલિતાણા પહોંચે છે એવામાં કેશવરામને કોઈ ગંભીર બીમારી લાગુ પડી. એ વખતે પાલિતાણામાં શ્રી શુભવિજયજી મહારાજ બિરાજમાન હતા. એમણે કેશવરામનો એ રોગ મટાડી દીધો. આ રીતે શ્રી શુભવિજયજીના સંપર્કમાં આવવાનું કેશવરામને બન્યું. સંભવ છે કે આ ગાળા દરમિયાન બ્રાહ્મણ જાતિના કેશવરામના ચિત્ત ઉપર જૈન સાધુઓના સંયમિત જીવનનો ઘણો મોટો પ્રભાવ પડ્યો હોવો જોઈએ. આથી જ એમણે ઘરે ન જતાં પોતાને દીક્ષા આપવા માટે શ્રી શુભવિજયજીને આગ્રહ કર્યો. શ્રી શુભવિજયજી ખંભાત જઈને એમને દીક્ષા આપવાનો વિચાર કરતા હતા, પણ એટલા દિવસની ધીરજ કેશવરામને રહી નહિ. એટલે શ્રી શુભવિજયજીએ માર્ગમાં પાનસરા નામના ગામે વિ. સં. ૧૮૪૮ના કારતક વદમાં કેશવરામને દીક્ષા અઢાર વર્ષની ઉમરે આપી અને એમનું નામ શ્રી વીરવિજયજી રાખવામાં આવ્યું. શ્રી શુભવિજયજીને શ્રી ધીરવિજયજી અને શ્રી ભાણવિજયજી નામના બે શિષ્યો હતા અને એમાં આ શ્રી વીરવિજયજીનો ઉમેરો થયો. વિહાર કરતાં કરતાં શ્રી શુભવિજયજી ખંભાત પધાર્યા. ખંભાતના સંઘે Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પ્રભાવક સ્થવિરો સામે જઈને સામૈયું કર્યું. ખંભાત ત્યારે પણ વિદ્યાના ધામ તરીકે જાણીતી નગરી હતી અને ત્યાં સંસ્કૃત ભાષા તથા ષદર્શનના અભ્યાસ માટે પંડિતોની સુવિધા હતી. યુવાન શ્રી વીરવિજયજી તેજસ્વી હતા. એટલે એમનો વિદ્યાભ્યાસ સારી રીતે અખંડ ચાલી શકે એ હેતુથી શ્રી શુભવિજયજીએ ખંભાતમાં જુદા જુદા વિસ્તારના ઉપાશ્રયમાં લાગલગાટ પાંચ ચાતુર્માસ કર્યા હતાં. દીક્ષા લીધા પછી શ્રી શુભવિજયજીએ પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને વિદ્યાભ્યાસ કરાવવામાં ઘણી સારી કાળજી રાખી હતી. એમણે પોતે અર્ધમાગધીનો અને જૈન શાસ્ત્રોના સિદ્ધાન્તોનો તથા જેન તત્ત્વદર્શનનો સારો અભ્યાસ કરાવ્યો. તદુપરાંત શ્રી વીરવિજયજીને સંસ્કૃત ભાષામાં સારો અભ્યાસ કરાવવા માટે એમણે પંડિતોની વ્યવસ્થા કરાવી હતી. એ પંડિતોએ સંસ્કૃતનાં પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો-રઘુવંશ, કુમારસંભવ, નૈષધીયચરિત, કિરાતાર્જનીય અને શિશુપાલવધનો સારો અભ્યાસ કરાવ્યો તથા છયે દર્શનોનું પણ ઘણું ઊંડું અધ્યયન કરાવ્યું. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ અભ્યાસનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છેઃ શાસ્ત્ર અરથ સિદ્ધાન્તના, આપે ગુરુ ગુણવંત; સુશિષ્યને ગુરુ શીખવે, શાસ્ત્ર તણો વિરતંત. વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખિત થાય, અધ્યાપક તે સુપિયા, વિદ્યા ભણવા કાજ. અધ્યાપક દેતો વલી, જોઈ બુદ્ધિપ્રકાશ, ગહન અરથ તે આપતો, મન ધરી મોટો ઉલ્લાસ. વીર વિવેક શીખિયા, અધ્યાપક ગુરુ પાસ; પંચકાવ્ય પાઠી થયા, ખટદર્શન વિખ્યાત.” દીક્ષ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના ગુરુ ભગવંત સાથે જ હંમેશાં વિચરતા હતા. શ્રી વીરવિજયજીએ પદર્શન અને કાવ્યાલંકાર સહિત જેન સૂત્રસિદ્ધાન્તનો જે અભ્યાસ કર્યો તેથી એમની બુદ્ધિપ્રતિભા ઘણી ખીલી ઊઠી. તેમણે વિ. સં. ૧૮૫૩માં તેવીસ વર્ષની ઉંમરે ખંભાતમાં “ગોડી પાર્શ્વનાથના ઢાળિયાં' નામની કૃતિની જે રચના કરી છે એમાં એમની કવિ તરીકેની પરિપક્વ પ્રતિભાનાં દર્શન થાય છે. ત્યાર પછી વિ. સં. ૧૮૫૮માં Page #422 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૯૮૭ એમણે લગભગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે “અષ્ટપ્રકારી પૂજા'ની રચના કરી, જે આજ દિવસ સુધી ગવાય છે. આ બે કૃતિઓ યુવાન શ્રી વીરવિજયજીની તેજસ્વિતાનો પરિચય કરાવવા માટે પૂરતી છે. ખંભાતના રોકાણ દરમિયાન શ્રી શુભવિજયજીના શિષ્ય ભાણ-વિજયજીએ ગુરુઆજ્ઞા લઈને અન્યત્ર વિહાર કર્યો હતો. શ્રી શુભવિજયજી પોતાના બે શિષ્યો શ્રી ધીરવિજયજી તથા શ્રી વીરવિજયજી સાથે હજુ ખંભાતમાં રહ્યા હતા. ત્યારપછી અમદાવાદથી વિનંતી આવતાં શ્રી શુભવિજયજી પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને લઈને અમદાવાદ પધાર્યા અને શ્રી ધીરવિજયજી ખંભાતમાં જ રોકાયા. અમદાવાદમાં શ્રી શંભવિજયજી અને શ્રી વીરવિજયજી લુહારની પોળના ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાં શ્રી શુભવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં આગમશાસ્ત્રોના જે ગહન અર્થ સમજાવ્યા તેથી શ્રી વીરવિજયજી બહુ હર્ષિત થયા હતા. શ્રી વીરવિજયજીને દીક્ષા લીધાને હવે દસ વર્ષ થઈ ગયાં હતાં. એમણે સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન ગુરુ ભગવંત પાસેથી સારી રીતે સંપાદિત કરી લીધું હતું. એમની સંયમની આરાધના પણ સારી રીતે ચાલતી હતી. આ સંજોગોમાં એમને હવે પંન્યાસની પદવી આપવી જોઈએ એમ શ્રી શુભ-વિજયજીને લાગ્યું. એટલે શ્રી શુભવિજયજીએ વડોદરામાં સ્થિરતા કરી અને શ્રી વીરવિજયજીને યોગ વહેરાવ્યા તથા વિ. સં. ૧૮૬૦માં પંન્યાસની પદવી મોટા ઉત્સવ સાથે આપી. શ્રી રંગવિજયજી લખે છેઃ વટપદ્ર માંહે ગયા રે, શુભ ગુરુની સંઘાત; યોગ વેવરાવ્યા સૂત્રના રે, સકલ સંઘની સાખ. પંન્યાસ પદ ગુરુજી દીઈ રે, સંઘ સકલ પરિવાર, વાસક્ષેપ સહુ સંઘ કરે રે, વીર તે હરખિત થાય.” વડોદરાથી વિહાર કરી તેઓ પાછા અમદાવાદ પધાર્યા હતા. શ્રી વીરવિજયજીનો અભ્યાસ ચાલતો જ રહ્યો હતો. એમની લેખનપ્રવૃત્તિ પણ ચાલુ હતી. અને એમની આત્મિક સાધના પણ ગુરુમહારાજના માર્ગદર્શન હેઠળ ચાલુ જ હતી. પોતાના ગુરુમહારાજની હયાતીમાં જ એમણે આત્મજ્ઞાનસ્વરૂપાનુભવજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રભાવક સ્થવિરો શ્રી શુભવિજયજીની તબિયત હવે લથડતી જતી હતી. અન્નની અરુચિ, શ્વાસ્સલામણ અને ઊભા રહેતાં ચક્કર આવવાં વગેરે પીડાઓ શરૂ થઈ ગઈ હતી. પરિણામે વિ. સં. ૧૮૬૦માં ફાગણ સુદ ૧૨ના રોજ ગુરુવર્ય શ્રી શુભવિજયજી તોંતેર વર્ષની વયે, પંચાવન વર્ષનો દીક્ષાપર્યાય પાળી, અમદાવાદમાં કાળધર્મ પામ્યા. આમ પોતાના ગુરુ ભગવંતનું સતત બાર વર્ષ સુધી શ્રી વીરવિજયજીને સાન્નિધ્ય મળ્યું એ એમની પંડિતકવિ તરીકેની પ્રતિભાને વિકસાવવામાં બહુ સહાયભૂત થયું. ગુરુવર્યના વિયોગની તેમની વેદના અપાર હતી. પોતાના હૃદયોગાર વ્યક્ત કરવા શ્રી વીરવિજયજીએ “શુભવેલી' નામની કૃતિની રચના કરી. એમાંથી આપણને શ્રી શુભવિજયજીના જીવનનો ટૂંકો વૃત્તાન્ત જાણવા મળે છે. એ પણ કેવો યોગાનુયોગ છે કે ગુરુ અને શિષ્ય- શ્રી શુભવિજયજી અને શ્રી વીરવિજયજી બંનેનાં સંસારી નામ કેશવ હતાં. શ્રી શુભવિજયજી વિરમગામના વતની હતા અને એમના સંસારી ભાઈનું નામ મહીદાસ હતું. “શુભવેલી'માં શ્રી વીરવિજયજી પોતાના ઉદ્ગારો નીચે પ્રમાણે વ્યક્ત કરે છે: નાથ વિયોગે જીવવું રે હાં, તે જીવિત યા માંહિ; આતમધરમની દેશના રે હાં, કુણ દેયે હવે આંહિ.” ર શ શર ચાલ્યા, મુજને એકલડો રે હાં, ઊભો મેલ્હી નિરાસ, ઈણે મારગે બોલાવિયો હાં રે, પાછી નહિ તસ આશ. આ ભવમાં હવે દેખવો રે હાં, દુલહો ગુરુ દેદાર, કરસ્યું કેહની ચાકરી રે હાં, વંદન ઊઠી સવાર.” શુભવેલીમાં શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુ ભગવંતનો મહિમા દર્શાવતાં લખ્યું છે: એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહાય; ગુણનિધિ જળનિધિ જળ ભર્યો, ગગરીમેં ન સમાય.” વળી સંઘને ભલામણ કરતાં તેઓ “શુભવેલી'માં લખે છેઃ “ગાવો ગાવો રે ગુણવંત ગુરુગુણ ગાવો, મોતિય થાલ ભરી સશુરુજીને વધાવો; Page #424 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ નિર્મળ પરિણતિ અંતર લાવી, આતમતત્ત્વ નિપાવો રે.’ શ્રી શુભવિજયજીના કાળધર્મ પછી અમદાવાદના સંઘે એમની પાટે શ્રી વીરવિજયને બિરાજમાન કરી મોટો ઉત્સવ કર્યો હતો. શ્રી શુભવિજયજીના કાળધર્મ પછીનાં વર્ષોનો શ્રી વીરવિજયજીનો જીવનવૃત્તાંત પ્રમાણમાં બહુ ઓછો મળે છે. પરંતુ તેનું એક કારણ એ છે કે તેઓ પોતાનો ઘણોખરો સમય સ્વાધ્યાય અને લેખનમાં વિતાવતા હતા. એમણે જે વિશાળ લેખનકાર્ય કર્યું છે તે જોતાં એ માટે સ્થળની સ્થિરતા અને એકાન્તની ઘણી અપેક્ષા રહે છે. એમણે મુખ્યત્વે રાજનગર અમદાવાદમાં ચાતુર્માસ કરી પોતાનું આ લેખનકાર્ય કર્યું છે. ગુરુ મહારાજના કાળધર્મ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે લીંબડી, વઢવાણ વગેરે કાઠિયાવાડનાં સ્થળોમાં વિચર્યા પછી દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પધાર્યા. સુરત શહેરના સંઘે ઘણી ધામધૂમ સાથે તેમનું સામૈયું કર્યું. સુરતમાં મહારાજશ્રીએ પોતાની વ્યાખ્યાનશક્તિ અને શાસ્ત્રજ્ઞાન વડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે તેઓને ઉપધાન વગેરે કરાવ્યાં. શ્રી વીરવિજયજીનો આવો ઉત્કર્ષ જોઈને તથા ઉપધાન કરાવતાં પહેલાં પોતાની સંમતિ ન લીધી એથી સ્થાનિક યતિઓને ઈર્ષ્યા થઈ. તેમને પોતાનું વર્ચસ્વ ઓછું થતું લાગ્યું. તેઓએ તેજોદ્વેષથી પ્રેરાઈને ઝઘડો ચાલુ કરાવ્યો. આ ઝઘડો એટલો બધો વધી ગયો કે સરકારને વચ્ચે પડવું પડ્યું. બ્રિટિશ સરકારના ટોપીવાળા અંગ્રેજ સાહેબો જ્યારે જાણ્યું કે યતિઓએ તિથિનો ઝઘડો ચાલુ કર્યો છે ત્યારે લવાદ તરીકે જ્યોતિષાચાર્ય શાસ્ત્રીઓને બોલાવી, બંને પક્ષને તેઓએ બરાબર સાંભળ્યા. શાસ્ત્રીઓએ કહ્યું કે, તિથિના વિષયના આ ઝઘડાની બાબતમાં શ્રી વીરવિજયજીનો પક્ષ સાચો છે. આથી અંગ્રેજોએ યતિઓને શિક્ષા કરી. આમ, સુરતમાં મહારાજશ્રીના પક્ષનો વિજય થયો. સુરતથી વિહાર કરી મહારાજશ્રી પાછા અમદાવાદ પધાર્યા. એ વખતે મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા બહોળા શ્રોતાવર્ગને માટે શહેરની મધ્યમમાં એક વિશાળ ઉપાશ્રયની આવશ્યકતા હતી. એ માટે સંઘ તરફથી ભઠ્ઠીની પોળે જગ્યા લઈ ત્યાં ઉપાશ્રય બાંધવામાં આવ્યો અને એ ઉપાશ્રયમાં શ્રી વીરવિજયજીની પધરામણી કરાવવામાં આવી. ૩૮૯ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પ્રભાવક સ્થવિરો ઈ. સ. ૧૮૭૮માં અમદાવાદનાં જેનોમાં મૂર્તિપૂજા વિશે મોટો વિવાદ થયો હતો. સાણંદના કોઈ ઢંઢિયાએ (એ વખતે “સ્થાનકવાસી’ શબ્દ પ્રચારમાં આવ્યો નહોતો) અમદાવાદની કોર્ટમાં અમદાવાદની વીસા શ્રીમાળી જ્ઞાતિ ઉપર દાવો કર્યો હતો કે તેઓની મૂર્તિપૂજા શાસ્ત્રવિરુદ્ધ છે માટે તે અટકાવવી જોઈએ. અંગ્રેજ જજસાહેબે બેય પક્ષના વિદ્વાનોને બોલાવ્યા. એ વખતે અમદાવાદમાં શ્રી વીરવિજયજી મહારાજ હતા. એમણે અદાલતમાં જુબાની આપવા તથા શાસ્ત્રોના પાઠો બતાવવા માટે પોતાના ઉપરાંત બીજા સાધુઓને પણ બોલાવ્યા. એમાં કચ્છ-ભૂજથી આણંદશેખરજી આવ્યા. ખેડાથી લબ્ધિવિજયજી આવ્યા. તેમની સાથે દલીચંદજી આવ્યા. અમદાવાદમાં ખુશાલવિજયજી અને માનવિજયજી હતા. તદુપરાંત સંઘના પ્રતિનિધિ એવા શ્રાવકોમાં બહારગામથી વિસનગરથી ગલાશા જેચંદ આવ્યા. બીજા શ્રાવકોમાં શ્રીમાળી જ્ઞાતિના શેઠ ભગવાનચંદ, ઇચ્છાશા, વખતચંદ, માનચંદ, હરખચંદ માનચંદ વગેરે એકત્ર થયા. જ્યારે કોર્ટમાં કેસ નીકળ્યો ત્યારે જજસાહેબે વીરવિજયજીને ખુરશીમાં બેસવા કહ્યું, ત્યારપછી ઢંઢક તરફથી જેઠારખિ (જઠાઋષિ)ને બોલાવ્યા. શ્રી વીરવિજયજીએ જે પ્રશ્નો જજસાહેબની હાજરીમાં એમને પૂછ્યા તેના તેઓ ઉત્તર ન આપી શક્યા. તેઓ તરત જ ચાલ્યા ગયા. ત્યારપછી નરસિંહ ઋષિને બોલાવવામાં આવ્યા. તેઓ પણ શ્રી વીરવિજયજીના પ્રશ્નોના ઉત્તર ન આપી શક્યા. આગમગ્રંથોમાં અને તેમાં પણ બત્રીસ સૂત્રોમાં મૂર્તિપૂજાના ઉલ્લેખો ક્યાં ક્યાં છે તે શ્રી વીરવિજયજીએ બતાવ્યા. એથી સંતોષ થતાં જજસાહેબે મૂર્તિપૂજક સંપ્રદાયનો વિજય જાહેર કર્યો. આમ અમદાવાદમાં આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ. એનો મુખ્ય યશ શ્રી વીરવિજયજીને ફાળે જાય છે, કારણ કે એ વખતે એમણે આગમગ્રંથોનું અને સૂત્રસિદ્ધાન્તોનું સૂક્ષ્મ અવગાહન કરી લીધું હતું. શેઠ મોતીશાહ વિ. સં. ૧૮૮૮માં મુંબઈમાં ભાયખલામાં પોતાની વાડીમાં શત્રુંજયની ટૂક જેવું મંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો. એ પ્રસંગે શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલા ટૂકનાં ઢાળિયાંની રચના કરી હતી. શ્રી વીરવિજયજી તે વખતે મુંબઈ જઈ શક્યા નહોતા, કારણ કે ત્યારે મુંબઈ સુધીનો વિહારનો રસ્તો નહોતો. વહાણમાં બેસીને જવું પડતું. ત્યારે Page #426 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ સાધુઓનો વિહાર સુરત સુધીનો જ હતો. શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી શત્રુંજય પર્વત પરની શેઠ મોતીશાહે બંધાવેલી ટૂકમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ વિ. સં. ૧૮૯૩ના મહા વદમાં એમના પુત્ર ખીમચંદભાઈ તરફથી યોજવામાં આવ્યો હતો. એ મહોત્સવમાં શ્રી વીરવિજયજી મહારાજ પણ પાલિતાણા પધાર્યા હતા. નજરે નિહાળેલા એ મહોત્સવનું વર્ણન કરતાં ઢાળિયાં શ્રી વીરવિજયજી મહારાજે લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૮૯૯માં અમદાવાદથી પંચતીર્થની યાત્રાનો સંઘ નીકળ્યો હતો. અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદ, હઠીસિંગ કેસરીસિંગ અને મગનભાઈ કરમચંદે સાથે મળીને આ સંઘનું આયોજન કર્યું હતું અને તેમાં જોડાવા માટે શ્રી વીરવિજયજીને વિનંતિ કરી હતી. બહુ ધામધૂમપૂર્વક આ સંઘે પ્રયાણ કર્યું હતું. યાત્રિકો માટે વ્યવસ્થા કરવા ધન ખર્ચવામાં કંઈ કમી રાખી નહોતી. પરંતુ સંઘ લગભગ પાલનપુર પાસે ચિત્રાસણી ગામે પહોંચ્યો ત્યારે ત્યાં કૉલેરાનો ભયંકર ઉપદ્રવ થયો હતો. એથી ગભરાટને લીધે યાત્રિકોએ ભાગંભાગ કરી મૂકી. સંઘ છિન્નભિન્ન થઈ ગયો. લોકોએ પોતપોતાનાં પરિચિત જૂથોમાં ગોઠવાઈને અમદાવાદ તરફ ત્વરિત ગતિએ ભાગવાનું ચાલુ કરી દીધું. કેટલાક મૃત્યુ પામ્યા. કેટલાક અશક્ત બની ગયા. કેટલાક મહારાજશ્રી વીરવિજયજી સાથે રહ્યા અને એમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં જ્યાં પડાવ નાખવામાં આવે ત્યાં મહારાજશ્રી પડાવની આસપાસ પદ્માવતી દેવીની આરાધના સહિત મંત્રેલા જળની ધાર દેતા. તેઓ બધા અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધી તેઓને બીજી કશી તકલીફ પડી નહિ, પરંતુ અમદાવાદ કોટની બહા૨ અંગ્રેજ સરકારના અમલદારોએ ચેપી રોગવાળા માણસોને નગરમાં કેટલાક દિવસ સુધી પ્રવેશવા ન દીધા. કેટલાક આમતેમ કરી છૂપી રીતે નગરમાં દાખલ થઈ ગયા. કેટલાક નગર બહાર જ પોતાનાં ઘર અને સ્વજનોને યાદ કરતાં મૃત્યુ પામ્યા. જ્યારે બધાને નગરમાં દાખલ થવા દેવામાં આવ્યા ત્યારે મહારાજશ્રી પણ ભઠ્ઠીની પોળના ઉપાશ્રયે પાછા પધાર્યા. એ વખતે કોઈકે ટીકા કરતાં કહેલું કે મહારાજશ્રીની નિશ્રા છતાં સંઘને ઉપદ્રવ કેમ થયો ? મહારાજશ્રી ટીકાકારોને કહેતા કે જે બનવાનું હોય ૩૯૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પ્રભાવક સ્થવિરો તેને કોણ અટકાવી શકે ? ભૂતકાળમાં વજૂસ્વામી જેવા દશ પૂર્વધર મહાત્મા હતા છતાં શત્રુંજય પર જાવડશાને બચાવી શક્યા નહોતા. શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠાના પ્રસંગનું વર્ણન કરતાં ઢાળિયામાં શ્રી વીરવિજયજી કહે છે: ‘પૂરવધર વાયરસ્વામી, એકવીસ વાર પ્રતિમા વિરામી; દેવે જાવડશા હરી લીનો, પૂરવી થઈને શું કીનો ?' શ્રી વીરવિજયજી મહારાજની તથા શ્રી રૂપવિજયજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં શેઠ હઠીસિંગના જિનમંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ વિ. સં. ૧૯૦૩માં ઊજવાયો હતો. દુર્ભાગ્યે શેઠ હઠીસિંગનું અવસાન પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં થયું હતું, પરંતુ શેઠાણી હરકુંવરબાઈએ ત્યારપછી પોતાની સૂઝ, આવડત અને હોશિયારીથી આખો પ્રસંગ સારી રીતે પાર પાડયો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના ઢાળિયામાં આ પ્રસંગનું સરસ વર્ણન કર્યું છે. શ્રી વીરવિજયજી મહારાજે વિ. સં. ૧૯૦૫માં સોરઠના સંઘનાં ઢાળિયાં લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં શેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈએ “ઊભી સોરઠનો (એટલે શત્રુંજય તથા ગિરનારનો) સંઘ કાઢયો હતો. આ સંઘમાં મહારાજશ્રી પોતે ગયા હતા. એટલે એમણે ઢાળિયાંમાં નજરે જોયેલી એ સંઘયાત્રાનું તાદશ વર્ણન કર્યું છે. શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એની પ્રતીતિ એમણે મુનિ કીર્તિવિજયજીના આગ્રહથી “અધ્યાત્મસાર’ ઉપર “ટબો' લખ્યો હતો એ ઉપરથી થાય છે. આ ‘ટબો” એમણે વિ. સં. ૧૮૮૧ના ચૈત્ર સુદ પૂનમના રોજ પૂરો કર્યો હતો. આ ગદ્યકૃતિમાં એમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના કઠિન ગ્રંથ “અધ્યાત્મસાર' ઉપર પહેલી વાર ગુજરાતીમાં વિશેષ પ્રકાશ પાડ્યો હતો. એમાં એમના સમયની ગુજરાતી ભાષાની લઢણ જોઈ શકાય છે. શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃતમાં “પ્રશ્નચિંતામણિ' નામના ગ્રંથની Page #428 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ રચના કરી છે અને બે વિભાગમાં દરેક ૧૦૧-૧૦૧ પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રપ્રમાણ સાથે આપ્યા છે. એમાં એમની બહુશ્રુતતાનાં સુભગ દર્શન થાય છે. શ્રી વીરવિજયજીનો શ્રોતાભક્તવર્ગ પણ કેટલો બધો સજ્જ હશે તે આ ગ્રંથોની રચના પરથી જણાય છે. વળી એમણે અમદાવાદમાં એક ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાન માટે ‘વિશેષાવશ્યક' જેવો કઠિન, તત્ત્વગંભીર ગ્રંથ પસંદ કર્યો હતો. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. ઈ. સ. ૧૯૦૮માં અમદાવાદના શ્રી ગિરધરભાઈ હીરાભાઈ શાહે પોતાના દાદા શ્રી પુંજાશા પીતાંબરદાસ કે જેઓ શ્રી વીરવિજયજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા તેમની પાસેથી સાંભળેલી અને બીજાઓ દ્વારા જાણેલી માહિતીની આધારે શ્રી વીરવિજયજી વિશે ‘ટૂંકો પ્રબંધ' લખ્યો છે. તેમાં બે-ત્રણ વિગતો એવી આવે છે કે જેનો અન્યત્ર ક્યાંય ઉલ્લેખ થયો નથી. તેમણે શ્રી મગનલાલ વખતચંદ પાસેથી એ વાતો સાંભળી હતી. એક વાર કોઈકે મહારાજશ્રીને એવી વાત કરી કે અમુક ગામના કોઈ શ્રાવક ભાઈ આનંદઘનજીનાં પદોનો અર્થ બરાબર શ્રી આનંદઘનજીના હેતુ અને આશય પ્રમાણે કરી શકે છે. મહારાજશ્રીએ કહ્યું, ‘પદ કે સ્તવનના અર્થ પોતાની વિદ્વત્તા પ્રમાણે કોઈ કરી શકે પણ કવિના હેતુ કે આશય પ્રમાણે જ તે બરાબર કરી શકે છે એવું હંમેશાં દરેક વખતે ન કહેવાય, કારણ કે કવિનો આશય કેટલીક વાર ઘણો ગૂઢ હોય છે.’ ત્યારપછી બીજે દિવસે એ શ્રાવક ભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા. તે વખતે મહારાજશ્રીએ એમને શંખેશ્વર પાર્શ્વનાથ વિશેનું પોતાનું એક સ્તવન આપ્યું કે જેની પ્રથમ પંક્તિ હતીઃ ‘સહજાનંદી શીતળ સુખભોગી’. એ સ્તવનના અર્થ તે ભાઈ કરી ન શક્યા એટલું જ નહિ પણ સ્તવન કયા ભગવાનનું છે તે પણ જણાવી ન શક્યા. એટલે મહારાજશ્રીએ એમને કહ્યું કે, ‘કાવ્યના શબ્દાર્થ કરી બતાવવા એ એક વાત છે અને કાવ્યના રચનારનો આશય બરાબર કહી બતાવવો એ બીજી વાત છે. આશય ન જ કહી શકાય એવું નથી, પણ તેવો દાવો કરી ન શકાય.’ મહારાજશ્રી કવિ દલપતરામ ડાહ્યાભાઈના સમકાલીન હતા. દલપતરામ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાતી કવિતામાં એમનું નામ એ જમાનામાં અગ્રગણ્ય હતું. એ જમાનામાં સંસ્કૃત વૃત્તમેળ છંદોને બદલે માત્રામેળ છંદોમાં અને દેશીઓમાં ગુજરાતી કવિતાની રચના થતી હતી. કવિતા ગેય ૩૯૩ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પ્રભાવક સ્થવિરો પ્રકારની જ હોય એવો મત પ્રચલિત હતો. મહારાજશ્રીની કવિતાની ભાષા, લઢણ વગેરે કેટલેક અંશે દલપતરામની કવિતાને મળતી આવે છે. પરંતુ દલપતરામની કવિતાનો પ્રભાવ મહારાજશ્રીની કવિતા ઉપર પડ્યો હોય એવું જણાતું નથી. તેઓ બંને પરસ્પર મળ્યા હોય એવો પણ ક્યાંય નિર્દેશ મળતો નથી. પરંતુ મહારાજશ્રીએ “ધૂલિભદ્રની શિયળવેલ'ની જે રચના કરી તેના મૌલિક કવિત્વથી દલપતરામ બહુ પ્રભાવિત થયા હતા અને એમણે આ કાવ્યકૃતિની પ્રશંસા કરી હતી, એવું ગિરધરભાઈ હીરાભાઈએ મહારજશ્રીના વિદ્વાન ભક્ત શ્રી મગનલાલ વખતચંદ પાસેથી સાંભળીને નોંધ્યું છે. વિ. સં. ૧૯૦૮માં શ્રી વીરવિજયજી મહારાજ ૭૮ વર્ષના થયા હતા. એમના દીક્ષાપર્યાયને ૬૧ વર્ષ થવા આવ્યાં હતાં. એમની વૃદ્ધાવસ્થા ચાલતી હતી. એવામાં શ્રાવણ મહિનામાં એમની તબિયત લથડી. ઔષધોપચાર કરવામાં આવ્યા, પણ ખાસ કંઈ ફરક પડ્યો નહિ. પર્યુષણના દિવસો આવ્યા અને ગયા, પણ શરીર અસ્વસ્થ રહ્યા જ કર્યું. એટલું જ નહિ પણ વધારે અશક્ત થવા લાગ્યું. એમ કરતાં કરતાં વિ. સં. ૧૯૦૯ના ભાદરવા વદ ત્રીજના રોજ પાછલા પહોરે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. સંઘના બધા મોટા મોટા આગેવાનો તરત દોડી આવ્યા. શિબિકા તૈયાર કરવામાં આવી, એમનાં અંતિમ દર્શન કરવા માટે ભઠ્ઠીની પોળમાં હજારો માણસોની લાઈન લાગી. જૈન-જૈનેતર એમ “અઢારે વરણ'ના લોકો આવ્યા. એ દિવસે બજારોમાં હડતાલ પડી. એમની શિબિકાને જ્યારે લઈ જવામાં આવી ત્યારે એ જોવાને માટે અંગ્રેજ સાહેબો પણ પોતાની કચેરી બરખાસ્ત કરી રસ્તા પર આવી પહોંચ્યા. શ્રી રંગવિજયજી લખે છેઃ સાહેબ જોવા આવિયા રે રાજ, કરી કચેરી બરકાશ રે. વેપાર ન કરે વાણિયા રે, મલિયા વરણ અઢાર રે.” આમ શ્રી વીરવિજયજીનાં અંતિમ દર્શન માટે ઊભે રસ્તે બંને બાજુ હજારો માણસો એકત્ર થયા હતા. એમની પાલખી નગર દરવાજા બહાર આવી અને સાબરમતી નદીમાં દૂધેશ્વરના આરે ચંદનકાષ્ઠની રચેલી ચિતામાં એમની શિબિકાને પધરાવવામાં આવી, અને અગ્નિદાહ દેવા માટે ઉછામણી બોલાવવામાં આવી. આ રીતે શ્રી વીરવિજયજીના પાર્થિવ દેહનો અંત આવ્યો. Page #430 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૩૯૫ એમના મુખ્ય શિષ્ય રંગવિજયજી પોતાની વિરહની સંવેદના વ્યક્ત કરતાં રાસમાં લખે છે: બાળપણથી સાહેબે રે, ઉછેરી મોટો કીધ રે; માય તાત તેણી પરે રે, મુજને કર્યો ઉપગાર રે.” “રંગ' કહીને કુણ બોલાવશે રે, કોને પૂછીણ્યું વાત રે; ગહન અરથ ગુરુજી કહે રે, સાંભળી સંશય જાય રે.” શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમની પાટે એમના શિષ્ય શ્રી રંગવિજયજીને વિ. સં. ૧૯૦૮ના આસો માસની વિજયાદશમીને દિવસે ગુરુવારે સ્થાપવામાં આવ્યા હતા. આ શ્રી રંગવિજયજીએ પોતાના ગુરુવર્ય શ્રી વીરવિજયજી વિશે નિર્વાણ રાસ'ની રચના વિ. સં. ૧૯૧૧ના ચૈત્ર સુદ પૂનમના દિવસે પૂરી કરી હતી. ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં મહારાજશ્રીના કાળધર્મની દર માસિક તિથિએ ઘણાં શ્રાવક-શ્રાવિકા પૌષધ કરતાં હતાં. વળી એ તિથિએ માણેકચોકમાં હડતાલ પડતી હતી. એક વર્ષ પછી દર વાર્ષિક તિથિએ એ રીતે ભક્તો પૌષધ કરતા રહેતા હતા. આ પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલુ રહી હતી. કાળધર્મના લગભગ છ મહિના પછી વિ. સં. ૧૯૦૯માં ભઠ્ઠીની પોળના ઉપાશ્રયની વાડીમાં એક “શુભ બંધાવવામાં આવ્યું અને તેમાં મહારાજશ્રીનાં પગલાંની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. એ વખતે પંદર દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ પગલાંનાં દર્શન આજે પણ લોકો ભાવથી કરે છે. બઠ્ઠીની પોળનો એ ઉપાશ્રય હવે વીરવિજયજીના ઉપાશ્રય તરીકે-વીરના ઉપાશ્રય” તરીકે ઓળખાય છે. શ્રી વીરવિજયજી મહારાજને શંખેશ્વર પાર્શ્વનાથમાં તથા શ્રી પદ્માવતીદેવીમાં ઘણી શ્રદ્ધા હતી. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે “ધ્યાનથી માસ દસ દોય વીત્યા.” આમ એક વર્ષ એમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન સતત ધર્યું હતું. એમની શ્રી પદ્માવતીદેવીની આરાધના પણ સતત ચાલુ જ રહેતી. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતીદેવી એમના પર પ્રસન્ન હતાં અને એમને સહાય Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પ્રભાવક સ્થવિરો કરતાં. શ્રી પદ્માવતીદેવીને જે પ્રતિમા તેઓ પોતાની સન્મુખ રાખીને આરાધના કરતા એ પ્રતિમાનાં દર્શન ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં આજે પણ કરી શકાય શ્રી વીરવિજયજી મહારાજનો દીક્ષાપર્યાય ૬ ૧ વર્ષ જેટલો હતો. એમણે પહેલી કતિની રચના લગભગ પચીસ વર્ષની ઉંમરે કરી હતી. લગભગ સાડા પાંચ દાયકા જેટલા પોતાના કવનકાળમાં એમણે વિવિધ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમાં રાસ જેવી સુદીર્ઘ કૃતિઓ છે અને સ્તવન જેવી નાની રચનાઓ પણ છે. એમણે પૂજાઓ, ઢાળિયાં, બારમાસ, વિવાહલો, વેલી, લાવણી, ગહુંલી, હરિયાળી, છત્રીસી, દુહા, સ્તવનો, સઝાય, ચૈત્યવંદન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. રાસકૃતિઓમાં એમણે સુરસુંદરી રાસ, ધમ્મિલ રાસ અને ચંદ્રશેખર રાસની રચના કરી છે. પૂજાઓમાં એમણે અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવાણું પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા, પંચકલ્યાણકની પૂજા વગેરેની રચના કરી છે. એમણે રચેલી સ્નાત્રપૂજા આજે પણ રોજેરોજ જિનમંદિરોમાં ગવાય છે. તદુપરાંત એમણે “સ્થૂલિભદ્રની શિયળવેલ” તથા “હિતશિક્ષા છત્રીસી'ની રચના કરી છે. આ ઉપરાંત વિવિધ પ્રસંગોત્સવનાં ઢાળિયાંની રચના કરી છે. શ્રી વીરવિજયજી મહારાજના વિપુલ સાહિત્યનો સવિગત પરિચય કરવાનું અહીં શક્ય નથી. એમાંથી કેટલીક મહત્ત્વની કૃતિઓનો સંક્ષેપમાં અહીં પરિચય આપવામાં આવ્યો છે. શ્રી વીરવિજયજી મહારાજે સ્તવન, સઝાય જેવી લઘુકૃતિઓની રચના કરી છે, તેમ રાસકૃતિઓનું સર્જન પણ કર્યું છે. પરંતુ રાસકૃતિઓમાં વિ. સં. ૧૮૫૭માં અઠ્ઠાવીસ વર્ષની વયે “સુરસુંદરી રાસનું સર્જન કર્યા પછી જીવનના ઉત્તરાર્ધમાં, લગભગ ચાર દાયકા પછી એમણે “ધમ્મિલ રાસનું સર્જન કર્યું. વિ. સં. ૧૮૯૬માં અને વિ. સં. ૧૯૦૨માં એમણે “ચંદ્રશેખર રાસ'નું સર્જન કર્યું. આ ચાર દાયકા દરમિયાન એમણે સ્તવન, સન્ઝાય ઉપરાંત પૂજાસાહિત્યની રચના કરી હતી. રાસ જેવી સુદીર્ઘ કૃતિની રચના માટે સ્થળની સ્થિરતા, સમયનો અવકાશ અને સાતત્ય મળવાં જોઈએ, જે એમને અમદાવાદમાં મળ્યાં હતાં. સુરસુંદરી રાસનું કથાનક પ્રાચીન છે અને એ વિશે અગાઉ કેટલાક કવિઓએ રાસની રચના કરી છે. શ્રી વીરવિજયજીએ આ રાસની રચના ચાર ખંડની Page #432 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૩૯૭. બધી મળીને ૫૧ જેટલી ઢાળમાં કરી છે. વિવિધ દેશીમાં થયેલું કથાનકનું નિરૂપણ રસિક અને રોચક છે. “ધમ્મિલ રાસ'ની રચના છ ખંડની ૭૨ ઢાળની બધી મળીને ૨૪૮૧ કડીમાં થયેલી છે. એ પરથી પણ જોઈ શકાય છે કે આ રાસકૃતિ કેટલી મોટી છે. એમાં ધમ્મિલકુમારની સાથે સાથે બીજી ઘણી અવાંતર કથાઓ ગૂંથી લેવામાં આવી છે. પચકખાણ લેવાથી કેટલો બધો લાભ થાય છે તથા તેનો મહિમા કેટલો બધો છે એ મુખ્ય ઉપદેશ એમાં ગૂંથી લેવામાં આવ્યો છે. ઉપમા, રૂપક, દષ્ટાન્તાદિ અર્થાલંકારો અને વર્ણાનુપ્રાસાદિ શબ્દાલંકારોથી સભર આ સુદીર્ઘ રાસકૃતિ કવિ શ્રી વીરવિજયજીની રાસકવિ તરીકેની સિદ્ધિની પ્રતીતિ કરાવે છે. “ચન્દ્રશેખર રાસ'ની રચના મુનિદાનના મહિમાને વર્ણવે છે. ચાર ખંડની કુલ ૫૭ ઢાળમાં ચન્દ્રશેખરના કથાનક ઉપરાંત બીજી ઘણી અવાંતર કથાઓનું નિરૂપણ થયું છે. અદ્ભુત રસ અને હાસ્યરસનું આલેખન પણ તેમાં ઘણે સ્થળે થયું છે. પાત્રો અને ગતિશીલ પ્રસંગોનું વૈવિધ્ય તેમાં ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. કવિએ તત્ત્વબોધની સાથે તેમાં વ્યવહારબોધ વણી લીધો છે. ન્યાયોપાર્જિત દ્રવ્ય ઉપર અને એવા દ્રવ્યના દાન ઉપર એમાં ભાર મૂકવામાં આવ્યો છે. કવિએ એમાં શિષ્ટ ગુજરાતી ભાષાની સાથે સાથે તત્કાલીન બોલચાલની હિંદી મિશ્રિત ગુજરાતી ભાષા પણ પ્રયોજી છે. (મુસલમાનોના એ શાસનકાળ દરમિયાન આવી ભાષાનો પ્રયોગ અન્ય કેટલાક કવિઓએ પણ પોતાની કૃતિમાં કર્યો છે.) આ રાસકૃતિ પણ કવિની કવિત્વશક્તિનો સરસ પરિચય કરાવે છે. આમ, આ ત્રણ રાસકૃતિઓ દ્વારા પંડિત કવિ શ્રી વીરવિજયજી આપણા રાસકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. એમના યુગ પછી આ પ્રકારની રાસરચના લગભગ બંધ જેવી થઈ ગઈ, એટલે આપણે એમને છેલ્લા સમર્થ રાસકવિ તરીકે ઓળખાવી શકીએ. શ્રી વીરવિજયજી મહારાજે પૂજાસાહિત્યની રચના કરી છે તેમાં વિષયનું નિરૂપણ, શાસ્ત્રબોધ, એની ભિન્ન ભિન્ન દેશીઓ, લયબદ્ધતા, સરળતા, સુગેયતા, પ્રાસાદિકતા વગેરે એની વિવિધ ગુણસંપત્તિને કારણે એમને એક શ્રેષ્ઠ પૂજા-કવિ તરીકેનું સ્થાન અપાવે છે. એમણે રચેલી પૂજાઓમાં (૧) અપ્રકારી પૂજા, (૨) ચોસઠ પ્રકારી પૂજા, (૩) પિસતાલીસ આગમની પૂજા, (૪). Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રભાવક સ્થવિરો નવાણું પ્રકારની પૂજા, (૫) બાર વ્રતની પૂજા, (૬) પંચકલ્યાણકની પૂજા અને (૭) સ્નાત્રપૂજા છે. આ દરેક પૂજાનું ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી ઘણું મહત્ત્વ છે. એમાં ચોસઠ પ્રકારી પૂજા અને પંચકલ્યાણકની પૂજા સવિશેષ મહત્ત્વની ગણાય છે. ચોસઠ પ્રકારી પૂજાની રચના કવિશ્રીએ વિ. સં. ૧૮૭૪માં રાજનગર અમદાવાદમાં કરી હતી. એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મની આઠ પૂજા છે. એક પૂજા રોજ ભણાવવામાં આવે તો એ રીતે એમાં આઠ દિવસ ભણાવવા માટે આ પૂજા છે. પ્રત્યેક પૂજા અષ્ટપ્રકારી હોવાથી આઠ પૂજા કુલ ચોસઠ પ્રકારી બને છે. આઠ કર્મને લગતી આ પૂજામાં કર્મના સિદ્ધાંતને વણી લેવામાં આવ્યો છે અને એ વિશે બોધ આપવામાં આવ્યો છે. એમાં સુંદર, રસિક, દૃષ્ટાન્તો પણ કવિએ આપ્યાં છે. ભિન્ન બિન્ને દેશમાં કે રાગરાગિણીમાં ગાઈ શકાય એવી પૂજાની આ ઢાળો પ્રેરક અને ઉત્સાહક છે. આ આઠ પૂજાઓની કેટલીક પંક્તિઓ ઘણી લોકપ્રિય બની ગઈ છે. દા. ત., “વીકુમારની વાતડી કેને કહીએ ? કેને કહીએ રે કેને કહીએ ?' કલ્પતરુ કનકાચલ રે, નવી કરતાં ઉપકાર; તેથી મરુધર રૂડો કેરડો રે, પંથક છાંય લગાર. કરપી ભંડો સંસારમાં રે.' મનમંદિર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાની સંગે રે, રસિયો રાતલડી.” બંધ સમય ચિત્ત ચેતિયે, શો ઉદયે સંતાપ; શોક વધે સંતાપથી, શોક નરકની છાપ.” Page #434 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૩૯૯ “નૈગમ એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદિશા તવ જાગી.” “અખિયનમેં અવિકારા, જિગંદા તોરી અખિયનમેં અવિકારા. રાગ દ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિહાર, નિબંદા તોરી.” શટ મા ‘બાજી, બાજી, બાજી, ભૂલ્યો બાજી ભોગવિઘન ઘન ગાજી.” વંદના વંદના વંદના રે, જિનરાજ કું સદા મોરી વંદના.” આ ચોસઠ પ્રકારી પૂજામાં કવિશ્રીએ કર્મસિદ્ધાન્તની કઠિન વાતો સરળ રીતે, દષ્ટાન્તસહિત રસિકતાથી એવી સરસ સમજાવી છે કે જો બરાબર ધ્યાનથી, સમજણપૂર્વક એ વાંચવામાં કે ગાવામાં આવે તો એનો બરાબર પરિચય મળી રહે. કવિની કેટલીયે પંક્તિઓ લોકજીભે ચડી ગઈ છે અને કેટલાક દુહા તો અષ્ટપ્રકારી પૂજામાં રોજ બોલાય છે. કવિ શ્રી વીરવિજયજીની આ એક સમર્થ કૃતિ છે. શ્રી વીરવિજયજી મહારાજે રચેલી “પંચકલ્યાણકની પૂજા' જૈનોમાં ઘણી જાણીતી છે અને રોજેરોજ ક્યાંક ને ક્યાંક એ પૂજા આજ દિવસ સુધી ભણાવાતી આવી છે. આ પૂજાની રચના એમણે વિ. સં. ૧૮૮૯માં રાજનગર અમદાવાદમાં કરી હતી. આ પૂજામાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના (૧) ચ્યવન, (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવળજ્ઞાન અને (૫) નિર્વાણ એ પાંચે કલ્યાણકનું આઠ ઢાળમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક ઢાળ સાથે પુષ્પ, ફળ, અક્ષત, જલ, ચંદન, ધૂપ, દીપ અને નૈવેદ્ય એ આઠ પ્રકારની પૂજાને જોડવામાં આવી છે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને વંદન કરી આરંભની દુહાની પંક્તિઓમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પ્રભાવક સ્થવિરો આ પાંચ કલ્યાણકનો નિર્દેશ કરી, ચ્યવન કલ્યાણક વિશે કવિ લખે છેઃ ‘ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી શિવ ગયા તાસ ઘર નમન જાવે.' ત્યારપછી કવિ વામામાતાને આવેલાં ચૌદ સ્વપ્નનું વર્ણન કરે છે. એ વખતે શરૂ થયેલી વસંત ઋતુનું વર્ણન કરતાં કવિ લખે છેઃ ‘રૂડો માસ વસંત, ફળી વનરાજિ રે, રાયણ ને સહકાર, વા'લા. કેતકી જાઈ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર, વા'લા. કોયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વા'લા.’ ત્યારપછી ત્રીજી ઢાળમાં પાર્શ્વપ્રભુના જન્મ-મહોત્સવનું વર્ણન કરતાં કવિની વાણીમાં કેવો ઉમંગ વરતાય છે તે જુઓ ‘રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજિએ એક તાળી, સખી આજ અનોપમ દિવાળી.’ જન્મ-મહોત્સવનું વર્ણન કરતી વખતે કવિએ લખેલી પંક્તિ ‘પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા' અનેક લોકોની જીભે રમતી થઈ ગઈ છે અને જિનમંદિરોમાં તે બોલાય છે. પાંચમી ઢાળમાં કમઠ અને પાર્શ્વકુમાર વચ્ચેનો વેધક સંવાદ તત્કાલીન હિંદીમિશ્રિત, લોકપ્રચલિત ભાષામાં પ્રયોજાયો છે. વૈવિધ્ય અને મધુરતાથી સભર આ પંક્તિઓમાં જેમ કવિનું ભાષાપ્રભુત્વ જોવા મળે છે તેમ બુદ્ધિવેભવ પણ જોવા મળે છે. નીચેની પંક્તિઓ જુઓ : ‘સુણ તપસી સુખ લેનકું જપે ફોગટ માલે; અજ્ઞાનસે અગ્નિ બિચે, યોગકું પરજાલે. કમઠ કહે પણ સુણ રાજવી, Page #436 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૪૦૧ તમે અશ્વ ખેલાઓ; યોગી કે ઘર હૈ બડે, મત કો બતાઓ.” સંસાર બુરા છોર કે સુણ હો લઘુ રાજા, યોગી જંગલ સેવત, લેઈ ધર્મ અવાજા.” જવાબમાં પાર્શ્વકુમાર નીચે પ્રમાણે કહે છે અને અગ્નિમાંથી બળતા નાગને કાઢીને બતાવે છે : દયા ધર્મ કા મૂલ હૈ ક્યા કાન ફૂંકાયા, જીવદયા નહુ જાનતે તપ ફોગટ માયા.” પછીની ઢાળમાં કમઠના ઉપસર્ગનું વર્ણન છે. છેલ્લી આઠમી ઢાળમાં તીર્થંકરપદ પામી પાર્શ્વનાથ ભગવાન દેશના આપે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ પામે છે, એનું આલેખન છે. આ છેલ્લી ઢાળમાં રસની જમાવટ કરતાં કવિ લખે છે : “રંગરસિયા રંગરસ બન્યો, મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી.” આમ, કવિશ્રીએ આ પંચકલ્યાણક પૂજામાં પાંચ કલ્યાણકના જીવનપ્રસંગોનું નિરૂપણ કરવામાં ઉત્તમ કવિશક્તિ દાખવી છે. વર્ણાનુપ્રાસાદિ શબ્દાલંકારો અને રૂપકાદિ અર્થાલંકારો સહિત સરળ પ્રાસાદિક ભાષામાં થયેલી આ સુગેય કૃતિ મધુર કંઠે ગવાય ત્યારે શ્રોતાઓને એના પ્રવાહમાં લયલીન બનાવી દે એવી સમર્થ છે. પુખ્તવયે લખાયેલી, કવિની પરિણતપ્રજ્ઞાની એ પ્રસાદી છે. કવિશ્રી વીરવિજયજીની આજ દિવસ સુધી જૈનોમાં સૌથી વધુ પ્રચલિત Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પ્રભાવક સ્થવિરો રહેલી કૃતિ તે એમની સ્નાત્રપુજા છે. છંદ અને જુદી જુદી દેશીઓમાં લખાયેલી આ સ્નાત્રપૂજા રોજેરોજ હજારો જિનમંદિરોમાં સવારના નિયમિત ભણાવાય છે. અનેક લોકોને આ આખી પૂજા કંઠસ્થ છે. જિનેશ્વર ભગવાનનો જન્મ થાય છે ત્યારે દેવો મેરુશિખર ઉપર લઈ જઈને એમનો અભિષેક કરે છે. આ જન્મમહોત્સવનું, તે પૂર્વે માતાને આવતાં ચૌદ સ્વપ્નનું વર્ણન આ પૂજામાં કરવામાં આવ્યું છે અને એનું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. તીર્થકર ભગવાનની પૂર્વ ભવની આરાધના વિશે આરંભમાં કવિ લખે છેઃ સમકિત ગુણઠાણ પરિણમ્યા, વળી વ્રતદર સંયમસુખ રમ્યા; વીસ સ્થાનક વિધિએ તપ કરી એસી ભાવદયા દિલમાં ધરી, જો હોવે મુજ શક્તિ ઈસી સવિ જીવ કરું શાસનરસી, શુચિરસ ઢળતે તિહાં બાંધતાં તીર્થકર નામ નિકાચતાં. કડખાની દેશી, એકવીસાની દેશી, વિવાહલાની દેશી, વગેરેમાં જન્મમહોત્સવની વિવિધ ઘટનાઓનું નિરૂપણ કરી છેલ્લે ધનાશ્રી રાગમાં લખાયેલી ઢાળમાં દેવોએ કરેલા અભિષેકનું મનોહર વર્ણન કવિએ કર્યું છે. તેમાંથી થોડીક પંક્તિઓ જુઓઃ આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનું જાઈ નારીપ્રેર્યા ને વળી કુલવટ ધર્મી ધર્મ સખાઈ. જોઈસ વ્યંતર ભુવનપતિનાં વૈમાનિક સૂર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશ અરિહાને નવરાવે.' આ સ્નાત્રપૂજાની પંક્તિઓ સરળ, સુયોગ્ય, લયબદ્ધ અને જલદી જીભે Page #438 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૪૦૩ ચડી જાય એવી છે. એ પંક્તિઓ સ્નાત્રપૂજા વખતે મંદિરમાં સમૂહમાં ગાતાં ભક્તો અનેરો ઉત્સાહ અનુભવે છે. કવિના અંતરમાંથી ઉદ્ભવેલી આ સ્નાત્ર પૂજાએ અનેકનાં જીવનને ધન્ય બનાવી દીધાં છે. શ્રી વીરવિજયજી મહારાજે વિ. સં. ૧૮૬૨માં યૂલિભદ્રની “શિયળવેલ” નામની કૃતિની રચના તેત્રીસ વર્ષની વયે અમદાવાદમાં કરી હતી. અઢાર ઢાલની આશરે અઢીસો જેટલી કડીની આ કૃતિમાં એમની કવિ તરીકેની પરિપકવતાનો પરિચય મળી રહે છે. સ્થૂલિભદ્ર અને કોશા ગણિકાની ઘટના જેન ધર્મમાં બહુ જાણીતી છે. કવિએ આ કૃતિમાં યૂલિભદ્ર અને કોશાના આરંભના પ્રણયજીવનનું અને મુનિવ્રત ધારણ કરીને કોશાને ઘેર આવેલા અને અવિચલ રહેલા સ્થૂલિભદ્રના પ્રસંગોનું રસિક તથા સચોટ નિરૂપણ કર્યું છે. કોશા નાયિકાનું વર્ણન કરતી વેળા કવિએ એક મનોહર કલ્પના રજૂ કરી છે. હાથી પોતાના મસ્તક ઉપર ધૂળ શા માટે ઉડાડે છે ? કવિ એનો ઉત્તર આપતાં કહે છે કે એનાં રત્ન તે હાથીદાંત, ગંડસ્થળનાં મોતી અને એની ચાલ (ગતિ) એ કોશાએ ચોરી લીધાં છે. એટલે હાથી પોતાના, માથા ઉપર ધૂળ નાખે છે. ‘ત તણો ચૂડો કીયો, હૈયે મોતીનો હાર; કુંજરની ગતિ ચાલતી, ત્રણ રત્ન જ હાર; ખેદ ભરાણા હાથીઆ, નાખે શિર છાર; અબળા તે સબળા થઈ, અમને ધિક્કાર.” આ કૃતિની લાક્ષણિકતા એ છે કે કવિએ એમાં બે નાના કાવ્યપ્રકારો, તિથિ’ અને ‘બારમાસી’ ગૂંથી લીધા છે. સાતમી ઢાળમાં કોશા પંદર તિથિનો નિર્દેશ કરતાં પોતાના મનોભાવ રજૂ કરે છે અને અગિયારમી ઢાળમાં પ્રત્યેક માસે વધતી જતી પોતાની વિરહવેદના વ્યક્ત કરે છે. નમૂનારૂપ થોડી પંક્તિઓ જુઓઃ “અગિયારસે અંગ નમાવી રે, જોઈ વાટ વાતાયને આવી રે, મને કામ નટુવે નચાવી, વહાલાજી.” Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પ્રભાવક સ્થવિરો માર્ગશિરે મન્મથ જાગે, મોહનાં બાણ ઘણાં વાગે, દુઃખ મોહન મળતાં ભાંગે, રસીલા.” સ્થૂલિભદ્ર કોશાને યૌવનની ક્ષણભંગુરતા સમજાવતાં કાચના શીશાનું દૃષ્ટાન્ત આપતાં કહે છેઃ - યોવનીઆનો જે લટકો રે, તે તો ચાર દિવસનો ચટકો રે; પછે કાચની શીશો ભટક્યો રે, કાંઈ કામ ન આવે કટક્યો રે.' પંદરમી ઢાળમાં કામવશ કોશા અને વિરક્ત સ્તૂલિભદ્ર વચ્ચેનો સંવાદ સચોટ છે. કવિની નિરૂપણશક્તિનો એમાં સરસ પરિચય થાય છે. નીચેની થોડીક પંક્તિઓ જુઓઃ સ્થૂલિભદ્ર : “મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચડાયા રે, શીલ સાથે કીધી સગાઈ, તજી ભવમાયા રે.” કોશા : “વાલા એક દિવસ રીસાણી હતી તુમ સાથે રે; કિમ બોલાવી ચીર તાણી, તદા દોય હાથે રે.” સ્થૂલિભદ્ર : “તારા મોહજનક રસ બોલે જોગ ન છૂટે રે, મંજારી તલપ ભરોસે સેંકુ ન તૂટે રે.” કોશા : “નાગરની નિર્દય જાત, બોલે મીઠું રે, કાળજાના કપટની વાત, મેં પરતક્ષ દીઠું રે.” Page #440 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વિરવિજયજી મહારાજ ૪૦૫ સ્થૂલિભદ્ર : “શું કહીએ અનાશી લોકને દુઃખ લાગે રે; ગ્રહી સાધુનાં તરુ ફોક, કહું વીતરાગે રે.” કોશા : “વીતરાગ શું જાણે રાગ, રંગની વાત રે, આવો દેખાડું રાગનો લાગ, પૂનમની રાતે રે.” સ્થૂલિભદ્ર : “શણગાર તજી અણગાર, અમે નિર્લોભી રે; નવકલ્પી કરશું વિહાર, મેલી તને ઊભી રે.” કવિશ્રી વીરવિજયજીએ જુદી જુદી લોકપ્રચલિત દેશીઓમાં રચેલી આ કૃતિની કવિત્વશક્તિએ કવિ દલપતરામનું ધ્યાન ખેંચ્યું હતું એ જ એની મહત્તા દર્શાવવા માટે પૂરતું છે. શ્રી વીરવિજયજી મહારાજે “ઢાળિયા'ના પ્રકારની રચનાઓ પણ કરી છે. આવી પાંચ રચનાઓ મળે છેઃ (૧) શ્રી ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાં (રચના : વિક્રમ સંવત ૧૮૫૩), (૨) ભાયખલાનાં ઢાળિયાં (રચના : વિ. સં. ૧૮૮૮), (૩) શત્રુંજય ઉપર શેઠ મોતીશાએ બંધાવેલી ટૂકની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં (રચના : વિ. સં. ૧૯૦૩) અને શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ કાઢેલા સોરઠના સંઘનાં ઢાળિયાં (રચના : વિ. સં. ૧૯૦૫). આમ પાંચ ઢાળિયાંમાં બે ઢાળિયાની રચના શ્રી વીરવિજયજીએ શેઠ મોતીશાહના ધાર્મિક જીવનપ્રસંગોને વર્ણવવા કરી છે. ઢાળિયામાં કથાનક મોટું નથી હોતું. એટલે રાસ જેટલી સુદીર્ઘ રચના તે નથી હોતી, પરંતુ પાંચસાત ઢાળ લખવી પડે એટલી મહત્ત્વની ઘટના એમાં વર્ણવાય છે. કોઈ પુરાણી કથાના નિરૂપણ માટે નહિ, પણ સામાન્ય રીતે તત્કાલીન કોઈ મહત્ત્વની ઘટનાના નિરૂપણ માટે તે લખાય છે. પ્રતિષ્ઠા કે સંઘના પ્રસંગોનાં વર્ણનો માટે શ્રી વિરવિજયજીએ આ ઢાળિયાં લખ્યાં છે. એમાં પણ શત્રુંજય પરની ટ્રકની પ્રતિષ્ઠા, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પ્રભાવક સ્થવિરો શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠા અને શેઠ પ્રેમાભાઈએ કાઢેલો સંઘ એ પ્રસંગોમાં તો શ્રી વીરવિજયજી પોતે હાજર હતા. એટલે એમણે એ વિશેનાં ઢાળિયાંમાં નજરે જોયેલું વર્ણન કર્યું છે. શેઠ મોતીશાહે મુંબઈમાં ભાયખલામાં શત્રુંજયની ટૂક જેવું જ મંદિર બંધાવ્યું, એનો ઉત્સવ બહુ મોટા પાયા પર શાનદાર રીતે યોજાયો હતો. જલયાત્રાના વરઘોડાનું વર્ણન કરતાં કવિશ્રીએ લખેલી નીચેની બે પંક્તિઓ આજે દોઢસો કરતાં વધુ વર્ષથી રોજેરોજ જિનમંદિરોમાં પ્રક્ષાલપૂજા વખતે બોલાય છે: ‘લાવે લાવે મોતીચંદ (મોતીશાહ) શેઠ હવણ જળ લાવે રે, નવરાવે મરુદેવીનંદ પ્રભુ પધરાવે રે” શ્રી વીરવિજયજી મહારાજે સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદન, દુહા ઇત્યાદિ પ્રકારની નાની નાની પ્રકીર્ણ રચનાઓ ઘણી બધી કરી છે. એમાંની કેટલીયે આજે પણ જિનમંદિરોમાં પ્રચલિત છે અને અનેક લોકને કંઠસ્થ છે. એમાં સિદ્ધાચલજીનાં સ્તવનો તથા શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવનો મુખ્ય છે. તદુપરાંત સુવિધિનાથ, વિમલનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામીનાં સ્તવનો પણ છે. મહાવીર સ્વામીના ૨૭ ભવનું સુદીર્ઘ સ્તવન પણ એમણે રચેલું છે. કવિશ્રીએ કેટલીક સક્ઝાયોની પણ રચના કરી છે. એમાં સમકિતની સક્ઝાય, સામાયિકની સક્ઝાય, મુહપતીની સજઝાય, રહનેમિની સઝાય, વૈરાગ્યની સક્ઝાય વગેરે નોંધપાત્ર છે. એમણે ગહૂલી તથા દુહાની કરેલી રચનાઓમાં કેટલીક સુપ્રસિદ્ધ છે. સિદ્ધાચલજીના ૩૯ દુહા તથા નવાંગી પૂજાના દુહા લોકોમાં ઘણા પ્રચલિત છે. શ્રી વીરવિજયજીએ આઠ કડીની “વયસ્વામીનાં ફૂલડાં' (અથવા વયસ્વામીની ગલી) નામની એક નાનકડી પણ સચોટ, માર્મિક, ગહન અને ગુપ્ત અનુભવજ્ઞાનથી સભર કૃતિની રચના કરી છે. ઉપલક દૃષ્ટિએ જોતાં એ કૃતિ અવળવાણી કે પ્રહેલિકા જેવી જણાય છે. પરંતુ એ વિષયના અને ક્ષેત્રના જે આગળ વધેલા સાધકો છે, જ્ઞાની મહાત્માઓ છે, તેમને સવિશેષ આનંદ આપે એવી એ કૃતિ છે. આ કૃતિનો આરંભ નીચે પ્રમાણે થાય છે : Page #442 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૪૦૭. “સખી રે મેં કૌતુક દીઠું સાધુ સરોવર ઝીલતાં રે, સખી તાકે રૂપ નિહાલતા રે, સખી લોચનથી રસ જાણતા રે, સખી મુનિવર નારીશું રમે.” હાથ જલે હાથ ડૂબિયો રે, સખી, કૂતરીએ કેસરી હણ્યો રે.” ૨ ટ » “સખી, નારી નપુંસક ભોગવે રે. સખી, અંબાડી પર ઉપરે રે.” આમાં પ્રથમ દૃષ્ટિએ કેટલીક વાત અસ્પષ્ટ, વિસંગત કે અસંબદ્ધ લાગે એવો સંભવ છે. પણ છેલ્લે કવિ કહે છે, “થઈ મોટા તે અરથ તે કેજો.” એનો અર્થ એ થયો કે સાધનાક્રમમાં જ્યારે આગળ વધો ત્યારે આ બધાં રૂપકો સ્પષ્ટ થવા માંડશે ત્યારે તમે પોતે એના અર્થ ઉકેલી શકશો. આમ, આ લઘુકૃતિમાં શ્રી વીરવિજયજીએ ગુરુગમથી પ્રાપ્ત થતી ગુપ્ત સાધના-પ્રક્રિયાની વાતને રૂપકો દ્વારા વર્ણવી છે. એનો ઊંડો મર્મ તો સાધકો જ સમજી શકે છે. આમ, પોતાના વિપુલ સાહિત્ય વડે પંડિત કવિ વીરવિજયજી મહારાજે માત્ર જૈન ગૂર્જર કવિઓમાં જ નહિ, ગુજરાતી સાહિત્યમાં પણ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમના સાહિત્યનો જેમ જેમ વધુ સઘન અભ્યાસ થતો જશે તેમ તેમ એમની સર્જનપ્રતિભાનું મૂલ્ય સવિશેષ સમજાતું જશે. જન્મે બ્રાહ્મણ પણ દીક્ષા લઈ જૈન મુનિ થયેલા અને જૈન ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર પંડિત કવિ શ્રી વીરવિજયજીએ અનેકનાં જીવનમાં પોતાની ઉપદેશવાણી દ્વારા, પોતાના સંયમમય જીવન દ્વારા અને પોતાનાં સાહિત્યસર્જન દ્વારા સુભગ પરિવર્તન આપ્યું હતું. હજુ પણ એમના સાહિત્યનો, વિશેષતઃ એમની પૂજાઓનો, પ્રભાવ લોકજીવન ઉપર ઘણો મોટો રહ્યો છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ J[૧૬]|| શ્રી વિજયનેમિસૂરિ મહારાજ | વિક્રમની વીસમી સદીમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોમાં “સૂરિચક્ર ચક્રવર્તી' તરીકે જેમને બિરદાવવામાં આવે છે એવા પ. પૂ. શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજસાહેબનું જીવનવૃત્તાન્ત અનેક ઘટનાઓથી સભર, રસપ્રદ અને પ્રેરક છે. પૃથ્વીને અજવાળવા માટે જાણે કોઈ જ્યોતિપુંજ અવતર્યો હોય એવું પવિત્ર એમનું જીવન છે. બાળ બ્રહ્મચારી એવા એ મહાત્માએ બ્રહ્મચર્યની સાધના મન, વચન અને કાયાથી એવી અખંડ અને અવિરત કરી હતી કે શ્યામલ ઘઉંવર્ણો એમનો દેહ ઓજસથી ઊભરાતો. એમની મુખકાન્તિ એવી આકર્ષક અને પ્રતાપી હતી કે એમને જોતાં જ માણસ પ્રભાવિત થઈ જાય. એમનાં નયનોમાંથી સતત કરુણા વહેતી, તેમ છતાં એ નયનોમાં વાત્સલ્યભર્યા વશીકરણની કોઈ ગજબની કુદરતી શક્તિ રહેલી હતી. એમનાં નયનોમાં જાણે એવો તેજપુંજ વરતાતો કે સામાન્ય માણસો એમની સાથે નજરથી નજર મેળવી વાત કરવા જતાં ક્ષોભ અનુભવતા. - પ. પૂ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજશ્રીના જીવનની એક જ ઘટના તાજુબ કરી દે એવી છે. એમના દેહનું અવતરણ અને વિસર્જન એક જ ભૂમિમાં, એક જ દિવસે (અને તે પણ કારતક સુદ એકમે એટલે કે પંચાંગના પહેલા પવિત્ર દિવસે), એક જ વારે અને એક જ ઘડીએ થયું હતું. વર્તમાન સમયમાં જેનોના ચારે ફિરકામાં કોઈ એક આચાર્ય મહાત્માના શિષ્ય, પ્રશિષ્ય અને પ્રપ્રશિષ્યનો સૌથી મોટો સમુદાય હોય તો તે વિજયનેમિસૂરિજીનો. પોતાના દાદાગુરુને જેમણે જોયા નથી એવા ત્રીજી-ચોથી પેઢીના કેટલાયે શિષ્યો “નેમિસૂરિદાદા' એટલો શબ્દ બોલતાં પણ હર્ષવિભોર બની જાય છે. એ ઉપરથી પણ એ સંતશિરોમણિના પવિત્ર જીવનની સુવાસ કેટલી સભર અને દૂરગામી હશે એની પ્રતીતિ થાય છે. “શાસનસમ્રાટ’ના બિરુદને માત્ર, સાર્થક કરનાર નહિ, બલકે વિશેષ Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી Page #445 -------------------------------------------------------------------------- ________________ Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ પણે શોભાવનાર, તીર્થોદ્વાર, તીર્થરક્ષા, ઉપધાન, છ'રી પાળતા સંઘો, જીવદયા, ધર્મશાળા, પાઠશાળા, દુષ્કાળરાહત, આયંબિલ-શાળા, ઉપાશ્રયો વગેરે પ્રકારનાં કાર્યોમાં ઘણું મોટું અને મહત્ત્વનું યોગદાન આપનાર, વિદ્વાન શિષ્યો તૈયા૨ કરનાર અને જ્ઞાનપ્રકાશની મોટે પાયે પ્રવૃત્તિ ઉપાડનાર, જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરાવનાર, સિદ્ધચક્રપૂજન, અર્હતપૂજન વગેરે ભુલાઈ ગયેલાં પૂજનોનાં વિધિવિધાનને શાસ્ત્રસંમત રીતે પુનર્રચલિત કરાવનાર, છેલ્લાં અઢીસો વર્ષના ગાળામાં યોગોહનપૂર્વક થનાર પ્રથમ આચાર્ય એવા પૂજ્ય શ્રી વિજયનેમિસૂરિનો જેમ વિશાળ શિષ્યસમુદાય હતો તેમ સુવિશાળ શ્રાવકસમુદાય પણ હતો. એથી જ એમના હાથે એમના જમાનામાં લાખો રૂપિયાનાં કાર્યો ઠે૨ ઠે૨ સુવ્યવસ્થિત રીતે થયેલાં, જેનો પ્રભાવ આજ દિવસ સુધી અનુભવાય છે. પૂ. નેમિસૂરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ એકમના દિવસે સૌરાષ્ટ્રમાં મહુવા ગામે થયો હતો. બેસતા વર્ષના પવિત્ર પર્વના દિવસે પુત્રનો જન્મ થવો એ કોઈ પણ કુટુંબ માટે અત્યંત આનંદની વાત હોય. એમના પિતા લક્ષ્મીચંદભાઈ અને માતા દિવાળીબહેન એ બંનેના હર્ષનો પાર નહોતો. દિવાળીના પર્વના દિવસો પછી બીજે દિવસે નૂતન વર્ષ આવે છે. દિવાળીબહેનનું નામ પણ આ રીતે સાર્થક થયું, એમાં પણ કોઈ શુભ યોગ રહેલો હતો. બાળકના જન્મ પછી લક્ષ્મીચંદભાઇએ મહુવાના વિદ્વાન જ્યોતિષી શ્રી વિષ્ણુભાઈ ભટ્ટને બોલાવી, જન્મસમયની વિગતો આપી બાળકની જન્મકુંડલી બનાવી આપવાનું કહ્યું, ત્યારપછી એમને ઘેર જ્યારે લક્ષ્મીચંદભાઈ બાળકની કુંડલી લેવા ગયા ત્યારે જ્યોતિષી પણ એ કુંડલીથી આશ્ચર્યચકિત થયા હતા. એમણે કહ્યું, ‘આ તો કોઈ ઊંચા પ્રકારની કુંડલી છે. તમારા પુત્રનો જન્મ-લગ્ન એ કુંભ લગ્ન છે. જે વ્યક્તિનો જન્મ-લગન તે કુંભ લગ્ન હોય તો તેવી વ્યક્તિ મહાન સાધુ થાય એવું અમારું જ્યોતિષશાસ્ત્ર કહે છે. જોષીઓમાં કહેવાય છે કે, કુંભ લગ્નકા પૂત, હોવૅ બડા અવધૂત.' એટલે તમારો પુત્ર આગળ જતાં મહાન જૈન સાધુ થાય એવી સંભાવના મને આ કુંડલી જોતાં જણાય છે.’ આ સાંભળી લક્ષ્મીચંદભાઈના આનંદનો પાર ન રહ્યો. ઘરે આવીને ૪૦૯ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પ્રભાવક સ્થવિરો કુટુંબીજનોને એમણે વાત કરી ત્યારે ઘરમાં પણ હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. ઘોડિયામાં સૂતેલા બાળકને અધિક વહાલથી સો બોલાવવા લાગ્યાં. બાળકનું નામ રાશિ પ્રમાણે નેમચંદ રાખવામાં આવ્યું. લક્ષ્મીચંદભાઈને બે દીકરા અને ત્રણ દીકરી હતાં. તેમાં બાળક નેમચંદના જન્મથી હવે છ સંતાનો થયાં. નેમચંદ મોટો થતાં તેને નિશાળે બેસાડવાનો વખત આવ્યો. લક્ષ્મીચંદભાઈને એ માટે ઘણો ઉત્સાહ હતો. તેમણે તે માટે શુભ દિવસ અને શુભ ચોઘડિયું જોવડાવ્યાં. તે દિવસે બાળક નેમચંદને નિશાળે બેસાડવાના પ્રસંગ નિમિત્તે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવામાં આવી હતી. આ ગામઠી શાળાના મુખ્ય શિક્ષક મયાચંદભાઈ નામના ગૃહસ્થ હતા. તેઓ બાળકોને બારાખડી અને આંક શીખવતા. તેની સાથે તેઓ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન પણ કરતા. શાળાનાં બાળકોમાં નેમચંદ એક બહુ તેજસ્વી વિદ્યાર્થી છે એવી ખાતરી શિક્ષક માયાચંદભાઈને પહેલા દિવસથી જ થઈ ગઈ હતી. ગામઠી શાળાનો અભ્યાસ પૂરો થતાં નેમચંદને હરિશંકર માસ્તરની શાળામાં મૂકવામાં આવ્યા. હરિશંકર માસ્તર ભણાવવામાં ઘણા જ હોશિયાર હતા. તેઓ ગુજરાતી સાત ચોપડી સુધીનું શિક્ષણ આપતા, પરંતુ એમનું શિક્ષણ એટલું સચોટ રહેતું કે વિદ્યાર્થીઓ જીવનભર એ ભૂલે નહિ. એ દિવસોમાં બે પ્રકારની શાળા હતીઃ ગુજરાતી (વર્નાક્યુલર) અને અંગ્રેજી. ગુજરાતી ચોથા કે સાતમા ધોરણ પછી અંગ્રેજી શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓ જોડાતા. નેમચંદ ભણવામાં ઘણા તેજસ્વી હતા એટલે અંગ્રેજી શાળામાં વધુ અભ્યાસ માટે મૂકવામાં આવે એવી ભલામણ કેટલાક શિક્ષકોએ કરી હતી. એ ભલામણનો સ્વીકાર કરીને લક્ષ્મીચંદભાઈએ બાળક નેમચંદને પીતાંબર માસ્તરની અંગ્રેજી શાળામાં ભણવા મૂક્યા. અંગ્રેજી શાળામાં ત્રણ વર્ષ સુધી નેમચંદે અભ્યાસ કર્યો. તદુપરાંત એમણે મહુવાના મોનજીભાઈ જોશી નામના એક બ્રાહ્મણ પંડિત પાસે સંસ્કૃત ભાષાનો પણ થોડો અભ્યાસ કર્યો. આમ જેમ જેમ અભ્યાસ વધતો ગયો તેમ તેમ વધુ જ્ઞાન મેળવવા માટે નેમચંદને તાલાવેલી લાગી. કિશોર નેમચંદનો ગુજરાતી સાત ચોપડી સુધીનો અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ પૂરો થતાં પિતાશ્રી લક્ષ્મીચંદભાઈએ વિચાર્યું કે Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૧૧ નેમચંદભાઈને હવે કામધંધે લગાડવા જોઈએ. મહુવામાં શ્રી કરસન કમાની પેઢી ચાલતી હતી. તેમાં કિશોર નેમચંદભાઈને નોકરીએ મૂકવામાં આવ્યા. નેમચંદભાઈ એ કામમાં પણ હોશિયાર થઈ ગયા. પરંતુ નેમચંદભાઈને ભણવામાં અને દેરાસરમાં પ્રભુભક્તિમાં જેટલો રસ પડતો હતો તેના કરતાં ઓછો પડતો હતો. પંદરેક વર્ષના એક કિશોર તરીકે નેમચંદભાઈ દઢ આત્મવિશ્વાસવાળા, બુદ્ધિશાળી, વિવેકી અને વિનમ્ર હતા. એમની આગળ ભણવાની ધગશ જોઈને લમીચંદભાઈને વિચાર થયો કે ભાવનગરમાં પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા-સાહિત્ય અને ધાર્મિક સૂત્રો ભણાવે છે, તો તેમચંદભાઈને ભાવનગર મોકલવા. પત્ર લખીને એમણે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સંમતિ મેળવી અને સથવારો જોઈને એમણે એક શુભ દિવસે નેમચંદભાઈને ભાવનગર વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. કિશોર નેમચંદભાઈ પિતાની આજ્ઞા લઈને ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે સંસ્કૃત ભાષાનો અને ધાર્મિક અભ્યાસ કરવા આવી પહોંચ્યા. ભાવનગરમાં ઉપાશ્રયમાં આવીને મહારાજશ્રીને પોતાના આગમનની જાણ કરી એટલે મહારાજશ્રીએ એમને માટે વ્યવસ્થા કરતાં જણાવ્યું કે “ભાઈ નેમચંદ, તારે માટે નહાવા-ધોવાનું અને જમવાનું શેઠ જશરાજભાઈને ત્યાં રાખ્યું છે અને દિવસરાત રહેવાનું અહીં ઉપાશ્રયમાં રાખ્યું છે. બોલ તને ફાવશે ને?” નેમચંદભાઈએ તે માટે પોતાની તરત સંમતિ દર્શાવી. તે દિવસથી જ તેમનો અભ્યાસ ચાલુ થયો. જેમ જેમ તેઓ અભ્યાસ કરતા ગયા તેમ તેમ તેમને એમાં રસ પડતો ગયો. વળી ત્યાગ-વૈરાગ્યનો રંગ પણ તેમને લાગતો ગયો. એક દિવસ રાતના વિચાર કરતાં કરતાં તેમને લાગ્યું કે, “ઘર-સંસાર કરતાં સાધુજીવન કેટલું બધું ચઢિયાતું છે!” તેમની આ ભાવનાનું ઉત્તરોત્તર પોષણ થતું રહ્યું. તે એટલી હદ સુધી કે એમનાં દાદીમા ગુજરી ગયાના સમાચાર પિતાશ્રીએ લખ્યા, ત્યારે મહુવા જવાને બદલે તેમણે પિતાશ્રીને સંસારની ક્ષણભંગુરતા સમજાવતો પત્ર લખ્યો. આ પત્રથી પિતાશ્રીને શંકા ગઈ કે રખેને નેમચંદભાઈ દીક્ષા લઈ લે. એટલે એમણે નેમચંદભાઈને કંઈક ખોટું બહાનું કાઢીને તરત મહુવા પાછા બોલાવી લીધા. મહુવા આવતાં નેમચંદભાઈ પિતાશ્રીની આ યુક્તિ સમજી ગયા. પણ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ પ્રભાવક સ્થવિરો હવે બીજો કંઈ ઉપાય નહોતો. પિતાશ્રીએ એમને ભાવનગર પાછા જવાની મનાઈ ફરમાવી દીધી. એક દિવસ નેમચંદભાઈએ પોતાના મિત્રો સાથે વાત કરતાં કહી દીધું કે પોતે દીક્ષા લેવાના છે. એ વાત જ્યારે પિતાશ્રી લક્ષ્મીચંદભાઈના જાણવામાં આવી ત્યારે તેમણે નેમચંદભાઈની અવર-જવર ઉપર કડક જાપ્તો રાખવો ચાલુ કરી દીધો. ઘરમાં પણ બધાને તે પ્રમાણે સૂચના આપી દીધી. આથી નેમચંદભાઈની મુંઝવણ વધી ગઈ. લક્ષ્મીચંદભાઈને લાગ્યું કે પુત્ર નેમચંદભાઈનો દીક્ષા લેવાનો વિચાર પાકો છે. પરંતુ હજી એમની વય કાચી છે અને તે અણસમજુ છે. કેટલીક બાબતોમાં ઘરના સ્વજનો કરતાં ત્રાહિત સમજાવે તો તેની અસર વધુ પડે. એટલે લક્ષ્મીચંદભાઈએ પોતાના એક મિત્ર રૂપશંકરભાઈને ભલામણ કરી કે તેઓ નેમચંદભાઈને સમજાવે. રૂપશંકરભાઈએ નેમચંદભાઈને એક દિવસ પોતાના ઘરે બોલાવીને, વાતમાંથી વાત કાઢીને દીક્ષા ન લેવા માટે સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ સમજાવી ન શક્યા. રૂપશંકરભાઈને ખાતરી થઈ કે નેમચંદભાઈ દીક્ષા લેવાના પોતાના વિચારમાં અડગ છે. આમ છતાં મહુવાના ન્યાયાધીશ જો સમજાવે તો તેની વધુ અસર પડે. લક્ષ્મીચંદભાઈને પૂછીને તેઓ નેમચંદભાઈને ન્યાયાધીશને ઘેર લઈ ગયા. ન્યાયાધીશે સામ, દામ, ભેદ, દંડ એમ જુદી જુદી રીતે નેમચંદભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ધમકી પણ આપી કે જો તેઓ દીક્ષા લેશે તો તેમની ધરપકડ કરી હાથે પગે બેડી પહેરાવી તેમને કેદમાં પૂરવામાં આવશે. પરંતુ ન્યાયાધીશે જોયું કે આવી ધમકીની આ કિશોર ઉપર કંઈ અસર થઈ નથી. એટલું જ નહિ પણ કિશોરના એકે-એક જવાબ તર્કયુક્ત, બુદ્ધિગમ્ય, સાચા અને સચોટ હતા. આથી તેઓ પાછા ફરતા હતા ત્યારે ન્યાયાધીશે રૂપશંકરભાઈને બાજુમાં બોલાવીને જણાવી દીધું કે આ છોકરો કોઈ પણ સંજોગોમાં દીક્ષા લીધા વગર રહેવાનો નથી. એક બાજુ લક્ષ્મીચંદભાઈએ નેમચંદભાઈ ઉપર કડક નિયંત્રણો મૂકી દીધાં હતાં, તો બીજી બાજુ નેમચંદભાઈ ઘરમાંથી છટકીને ભાગી જવાનો ભાગ શોધી રહ્યા હતા. એ વખતે ગામમાં પિતાવિહોણા એક કિશોર દુર્લભજીને પણ દીક્ષા લેવાની ઇચ્છા હતી. એટલે તેમચંદભાઈએ એની સાથે દોસ્તી બાંધી. મહુવાથી ભાગીને ભાવનગર કેવી રીતે પહોંચવું એનો તેઓ બંને ઉપાય વિચારી Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ રહ્યા હતા. એ દિવસોમાં નજીકના સ્થળે લોકો પગે ચાલીને જતા. દૂર જવું હોય તો ગાડું, ઊંટ, ઘોડા વગેરેનો ઉપયોગ કરતા. બંને કિશોરોને ગામમાં ખબર ન પડે એ રીતે રાતને વખતે ભાગી જવું હતું અને ભાવનગર જલદી પહોંચવું હતું. એટલે ગામને પાદરે કબ્રસ્તાન પાસે રહેતા એક ઊંટવાળા સાથે ભાવનગર જવાની ગોઠવણ કરી. બમણું ભાડું મળવાની શરતે ઊંટવાળો અડધી રાતે જવા સંમત થયો. રાતને વખતે નેમચંદભાઈ કંઈક બહાનું કાઢીને ઘરમાંથી છટકી ગયા અને દુર્લભજીને ઘરે પહોંચ્યા અને પછી તેઓ બંને ઊંટવાળા પાસે પહોંચ્યા. ઊંટવાળાએ તરત નીકળવાની ના કહી અને મળસ્કે ચાર વાગે પોતે નીકળશે એમ જણાવ્યું. હવે આટલો સમય ક્યાં પસાર કરવો એ આ બંને કિશો૨ મિત્રો માટે ચિંતાનો પ્રશ્ન થઈ પડ્યો. ઘરે પાછા જવાનો કોઈ અર્થ નહોતો. એટલે તેઓ બંને બાજુમાં કબ્રસ્તાનમાં આખી રાત સંતાઈને બેસી રહ્યા. સવારે ચાર વાગે તેઓએ ઊંટવાળાને ઉઠાડ્યો. થોડીઘણી આનાકાની પછી ઊંટવાળો તેમને લઈ જવા સંમત થયો. ઊંટ ઉપર તેઓ બંને સવાર થયા. ઊંટ ભાવનગરના રસ્તે ચાલવા લાગ્યું. ઊંટ ઉપર બેસવાનો તેઓનો આ પહેલો અનુભવ હતો. ઊંટની સવારી હાડકાં દુઃખવનારી હોય છે. એટલે તેઓ જ્યારે અફ઼ધે પહોંચ્યા ત્યારે તો થાકીને લોથ થઈ ગયા હતા. વળી એવામાં વરસાદ પડવા લાગ્યો હતો. રસ્તામાં એક નદી પાર કરવાનું સાહસ પણ કરવું પડ્યું હતું. રાત પડતાં એક ફકીરની ઝૂંપડીમાં તેઓને મુકામ કરવો પડ્યો હતો. બીજે દિવસે તળાજા, ભડીભંડારિયા વગેરે ગામોમાં થઈને તેઓ આગળ વધ્યા. રસ્તામાં કોઈક શ્રાવકને ત્યાં સ્નાન-ભોજનની વ્યવસ્થા પણ કરી લીધી. એમ કરતાં તેઓ ભાવનગર પહોંચ્યા. ઊંટવાળાને ભાડું ચૂકવ્યું અને શેઠ જશરાજભાઈના ઘરે તેઓ ગયા. તેઓ બંને દીક્ષા લેવાની ભાવનાથી મહુવાથી ભાગી આવ્યા છે એ વાત એમણે જશરાજભાઈને કરી. જશરાજભાઈએ તેઓની ભોજન વગેરે દ્વારા આગતાસ્વાગતા કરી અને પછી તેઓ બંનેને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે લઈ ગયા. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે તેઓ બંનેએ દીક્ષા લેવાની વાતનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું કે, માતા-પિતાની સંમતિ વગર પોતે કોઈને દીક્ષા આપતા નથી. ૪૧૩ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પ્રભાવક સ્થવિરો દુર્લભજીભાઈના પિતા નહોતા અને માતાનો ખાસ કંઈ વિરોધ નહોતો એટલે એમને દીક્ષા આપવાની વાતનો વૃદ્ધિચંદ્રજી મહારાજે સ્વીકાર કર્યો. પરંતુ નેમચંદભાઈને દીક્ષા આપવાની તો સ્પષ્ટ ના કહી દીધી. યોગ્ય મુહૂર્ત જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજે દુર્લભજીભાઈને વિધિપૂર્વક દીક્ષા આપી. નેમચંદભાઈ ઉપાશ્રયમાં રહેતા અને જશરાજભાઈના ઘરે જમવા જતા. માતા-પિતાની સંમતિ લેવા માટે પાછા મહુવા જવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેમને સંમતિ મળવાની જ નથી. આથી તેઓ મૂંઝાયા હતા અને કંઈક વચલો રસ્તો વિચારતા હતા. આમ પણ તેઓ બુદ્ધિશાળી હતા. એટલે એમણે એક અનોખો રસ્તો વિચારી કાયો. ઉપાશ્રયમાં વૃદ્ધિચંદ્રજી મહારાજના એક શિષ્ય રત્નવિજયજી નામના હતા. તેમની વૈયાવચ્ચ કરીને નેમચંદભાઈએ તેમને પ્રસન્ન કર્યા. પછી તેમની પાસેથી સાધુનાં વસ્ત્રો માગ્યાં અને સમજાવ્યું કે, “ગુરુમહારાજ મને દીક્ષા નથી આપતા એટલે હું મારી મેળે સાધુનાં કપડાં પહેરી લેવા ઇચ્છું છું. એમાં તમારી કંઈ જવાબદારી નથી.” એમ કહી સાધુનાં વસ્ત્રો નેમચંદભાઈએ પહેરી લીધાં, પરંતુ ઓઘો લાવવો ક્યાંથી ? ઉપાશ્રયમાં સ્વર્ગસ્થ ગચ્છનાયક શ્રી મૂળચંદજી મહારાજનો ઓળો સાચવીને રાખવામાં આવ્યો હતો. એ ઓઘો નેમચંદભાઈએ રત્નવિજયજી દ્વારા મેળવી લીધો. પછી તેઓ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે આવીને સાધુના વેશમાં ઊભા રહ્યા. વૃદ્ધિચંદ્રજી તો તેમને જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું: “અરે, નેમચંદ, તને દીક્ષા કોણે આપી ?' નેમચંદભાઈએ કહ્યું, ગુરુમહારાજ, મેં મારી મેળે જ સાધુનો વેશ પહેરી લીધો છે અને તે હવે છોડવાનો નથી. માટે આપ મને હવે દીક્ષાની વિધિ કરાવો.” વૃદ્ધિચંદ્રજી મહારાજ દ્વિધામાં પડી ગયા. પરિસ્થિતિનો તાગ મેળવતાં એમને જણાયું કે હવે દીક્ષાનો વિધિ કરી લેવો તે જ યોગ્ય માર્ગ છે. વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષાની વિધિ કરાવી લીધી અને નેમચંદભાઈનું નામ મુનિ નેમિવિજયજી પાડ્યું. આ રીતે વિ. સં. ૧૯૪પમાં જેઠ સુદ ૭ના દિવસે નેમચંદભાઈ મુનિ નેમિવિજયજી બન્યા. આ બાજુ મહુવામાં ખબર પડી ગઈ કે નેમચંદભાઈ અને દુર્લભજી ઊંટ ઉપર બેસી ભાવનગર ભાગી ગયા છે. એટલે લક્ષ્મીચંદભાઈ વિમાસણમાં પડી Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૧ ૫ ગયા. માતુશ્રી દિવાળીબહેન અને ઘરનાં સ્વજનોએ રડારડ કરી મૂકી. લક્ષ્મીચંદભાઈએ વિચાર કર્યો કે જો તેમચંદભાઈએ દીક્ષા ન લીધી હોય તો તેમને અટકાવવા અને પાછા ઘરે લઈ આવવા. લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેન મહુવાથી ભાવનગર આવવા નીકળ્યાં. એ દિવસો ઝડપી પ્રવાસના ન હતા. થોડા દિવસે લક્ષ્મીચંદભાઈ ભાવનગર આવી પહોંચ્યા. એમણે ઉપાશ્રયમાં આવીને જોયું કે પુત્ર નેમચંદભાઈએ દીક્ષા લઈ લીધી છે. તેઓ ક્રોધે ભરાયા. બોલાચાલી થઈ. વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મુનિ નેમિવિજયજીએ પૂરી શાંતિ અને સ્વસ્થતા રાખી. લોકો એકત્ર થઈ ગયા. ઘણાએ લક્ષ્મીચંદભાઈને સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેઓ બહાર ગયા અને ભાવનગરના મેજિસ્ટ્રેટને લઈને ઉપાશ્રયમાં આવી પહોંચ્યા અને પોતાનો પુત્ર પાછો મેળવવા માટે અરજ કરી. મૅજિસ્ટ્રેટે મુનિ નેમિવિજયજીની જુદી જુદી રીતે ઊલટતપાસ કરી અને છેવટે લક્ષ્મીચંદભાઈને કહ્યું કે, “આ છોકરાને બળજબરીથી દીક્ષા આપવામાં આવી નથી. એણે જાતે જ રાજીખુશીથી દીક્ષા લીધી છે. એટલે રાજ્ય આ બાબતમાં કાયદેસર કશું જ કરી શકશે નહિ.” આથી લક્ષ્મીચંદભાઈ નિરાશ થયા. ત્યારપછી મુનિ નેમિવિજયજીએ તથા ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે તેમને બહુ સમજાવ્યા. છેવટે તેઓ શાંત થયા અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લઈ મહુવા પાછા ફર્યા. મુનિ નેમિવિજયજીએ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી પાસે શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. ગુરુમહારાજે જોયું કે નેમિવિજયજી ઘણા તેજસ્વી છે. એમની સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ ઘણી સારી છે. તેઓ શ્લોકો પણ ઝડપથી કંઠસ્થ કરી શકે છે. અને તેમની સાથે વાતચીતમાં તેમના વિચારની રજૂઆત વિશદ અને ક્રમબદ્ધ હોય છે. આથી ગુરુમહારાજે તેમના વધુ વિદ્યાભ્યાસ માટે પંડિતની સગવડ પણ કરી આપી. નેમિવિજયજીએ સંસ્કૃત વ્યાકરણ, અલંકારશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવા સાથે “રઘુવંશ', “નૈષધીય” વગેરે મહાકાવ્યોનો અભ્યાસ શરૂ કર્યો. હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ ગુરુમહારાજ પોતે કરાવવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં જ કરવાનું નક્કી થયું. ચાર-છ મહિનામાં તો મુનિ નેમિવિજયજીની પ્રતિભા ખીલી ઊઠી. તેઓ પોતાના કરતાં ઉંમરે મોટા અને Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો મહુવાના વતની ગુરુબંધુ મુનિ ધર્મિવિજયજીને પણ સંસ્કૃતનો અભ્યાસ કરાવવા લાગ્યા. ૪૧૬ ઉપાશ્રયમાં રોજેરોજ સાધુઓને વંદન કરવા આવતા લોકોમાંના કેટલાક મુનિ નેમિવિજયજી પાસે પણ બેસતા. કોઈ વાર કોઈનો પ્રશ્ન હોય તો નેમિવિજયજી તેમને સમજાવતા. એક ગૃહસ્થ તો તેમની પાસે રોજ નિયમિત આવતા. એક દિવસ ગુરુમહારાજે જોયું કે એ ગૃહસ્થને સમજાવતી વખતે મુનિ નેમિવિજયજીની વાણી અસ્ખલિત વહે છે. તેમની ભાષા સંસ્કારી છે અને ઉચ્ચારો શુદ્ધ છે. તેમના વિચારો સરળતાથી વહે છે. વ્યાખ્યાન આપવાની તેમનામાં સહજશક્તિ જણાય છે. વૃદ્ધિચંદ્રજી મહારાજ શિષ્યને આગળ વધારવામાં હંમેશા બહુ ઉત્સાહી રહેતા. પ્રસંગ જોઈને શિષ્યને તેઓ અચાનક મોટી જવાબદારી સોંપી દેતા અને તેમના આત્મવિશ્વાસને વધારી દેતા. પર્યુષણ પર્વ દરમિયાન એક દિવસ જશરાજભાઈને કહ્યું કે, ‘આવતી કાલનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. પરંતુ આ વાત હમણાં કોઈને કહેશો નહિ.’ એથી જશરાજભાઈને આશ્ચર્ય થયું. બીજા દિવસે ગુરુમહારાજ નેમિવિજયજીના હાથમાં ‘કલ્પસૂત્ર’ની સુબોધિકા ટીકાની હસ્તપ્રતનાં પાનાં આપ્યાં અને વ્યાખ્યાન હૉલમાં જવાનું કહ્યું. વળી તેમણે નેમિવિજયજીને પોતાનો ‘કપડો’ પહેરવા આપ્યો. પરંતુ નેમિવિજયજી કશું સમજ્યા નહિ. ગુરુમહારાજે વ્યાખ્યાન વાંચનાર મુનિ ચારિત્રવિજયજી સાથે એવી ગોઠવણ કરી હતી કે સભામાં નેમિવિજયજીને અચાનક જ વ્યાખ્યાન આપવાની ફરજ પડે. નેમિવિજયજી નીચેની પાટ પર બેસવા જતા હતા ત્યાં ચારિત્રવિજયજીએ એમને પોતાની બાજુમાં બેસાડ્યા અને શ્રાવક-શ્રાવિકાઓને પ્રથમ પચકખાણ આપીને જાહેર કર્યું કે આજનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. એટલું કહીને તેઓ તરત પાટ ઉપ૨થી ઊતરીને ચાલ્યા ગયા. નેમિવિજયજી એકદમ વિચારમાં પડી ગયા. પરંતુ હવે વ્યાખ્યાન વાંચ્યા વિના છૂટકો ન હતો. એમની સજ્જતા તો હતી જ અને આત્મવિશ્વાસ પણ હતો. એટલે ગુરુમહારાજને ભાવવંદન કરી, એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. પછી તો એમની વાણી અસ્ખલિત વહેવા લાગી. એથી વ્યાખ્યાનમાં બેઠેલા જશરાજભાઈ અને Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ બીજા શ્રાવકો આશ્ચર્યચકિત થઈ ગયા. વ્યાખ્યાન પૂરું થતાં તેઓએ નેમિવિજયજીની વ્યાખ્યાનશક્તિનાં ભારોભાર વખાણ કર્યાં અને ગુરુમહારાજ આગળ જઈને પણ એ વાતની ખૂબ પ્રશંસા કરી. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ શ્રી નેમિવિજયજીને વડી દીક્ષા આપવાના હતા, પરંતુ યોગોદ્વહન કરાવી વડી દીક્ષા આપી શકે એવું મૂળચંદજી મહારાજના કાળધર્મ પછી કોઈ રહ્યું નહોતું. એટલે મહારાજશ્રીએ નેમિવિજયને પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી પાસે મોકલ્યા. પં. પ્રતાપવિજયજીએ યોગોદ્દહન કરાવી નેમિવિજયજીને વડી દીક્ષા આપી, એ પછી નેમિવિજયજી વિહાર કરી પોતાના ગુરુમહારાજ પાસે પાછા ફર્યા. એ દિવસોમાં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ભાવનગરમાં સ્થિરતા કરી લીધી હતી, કારણ કે એમને સંગ્રહણીનો અને સંધિવાનો ભારે વ્યાધિ લાગુ પડી ગયો હતો. પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ ચારિત્રપાલનમાં, સ્વાધ્યાયમાં, શિષ્યોને અભ્યાસ કરાવવામાં કડક નિયમોનું પાલન કરાવવાવાળા હતા. તત્ત્વ-પદાર્થની તેમની જાણકારી ઘણી જ સારી હતી એટલે ગૃહસ્થો પણ તેમની પાસે શંકાસમાધાન તથા જ્ઞાનગોષ્ઠિ માટે આવતા. એ વખતે શ્રી અમરચંદ જશરાજ, શ્રી કુંવરજી આણંદજી વગેરે રાત્રે આવતા અને બાર-એક વાગ્યા સુધી ચર્ચા થતી. મહારાજશ્રીની તબિયત સારી રહેતી નહિ, છતાં તેઓ પોતે કોઈને ‘હવે તમે જાવ' એમ કહેતા નહિ. મહારાજશ્રી નેમિવિજયજીએ જોયું કે ગુરુમહારાજને બહુ તકલીફ પડે છે. એક દિવસ ગુરુમહારાજથી નેમિવિજયજીને કહેવાઈ ગયું, ‘જો નેમા, મારું શરીર ચાલતું નથી અને આ લોકો રોજ મને ઉજાગરા કરાવે છે.’ ૪૧૭ તે દિવસે રાત્રે શ્રાવકો આવ્યા ત્યારે મહારાજશ્રી નેમિવિજયજીએ શ્રાવકોને કહી દીધું કે ‘તમે બધા ગુરુમહારાજની ભક્તિ કરવા આવો છો કે ઉજાગરા કરાવવા ?’ સમજુ શ્રાવકો તરત વાત સમજી ગયા અને બીજા દિવસથી વહેલાં આવવા લાગ્યા અને વહેલાં ઊઠવા લાગ્યા. મહારાજશ્રી નેમિવિજયજી સળંગ ચાર ચાતુર્માસ પોતાના ગુરુમહારાજ સાથે ભાવનગરમાં રહ્યા. ગુરુમહારાજની વૈયાવચ્ચ અને પોતાના સ્વાધ્યાયની દૃષ્ટિએ એ બહુ જરૂરી હતું. એથી મહારાજશ્રીનો શાસ્ત્રાભ્યાસ ઘણો સારો Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રભાવક સ્થવિરો થયો. તેઓ રોજના સો શ્લોકો કંઠસ્થ કરતા હતા. હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ઉપરાંત પાણિનિના વ્યાકરણનો પણ તેમણે સરસ અભ્યાસ કર્યો. તેમની બોલવાની છટા પણ ઘણી સારી થઈ હતી. મહારાજશ્રીની એ વિષયમાં ખ્યાતિ પ્રસરતાં, કાશી જઈ અભ્યાસ કરી આવેલા અને સંસ્કૃતમાં બોલતા એક નાથાલાલ નામના ભાઈએ સંસ્કૃતમાં સંભાષણ, શાસ્ત્રચર્ચા કરવાનો પડકાર ફેંક્યો. મહારાજશ્રીએ એ સ્વીકારી લીધો. સ્પર્ધા યોજાઈ. મહારાજશ્રી જે રીતે કડકડાટ સંસ્કૃતમાં અસ્ખલિત બોલતા હતા અને યોગ્ય ઉત્તરો આપતા હતા તે જોઈને નિર્ણાયકોએ મહારાજશ્રીને વિજયી તરીકે જાહેર કર્યા. આથી ગુરુમહારાજને બહુ આનંદ થયો. અભ્યાસ કરાવનાર પંડિતોને પોતાનો શ્રમ સાર્થક જણાયો. મહારાજશ્રીની ખ્યાતિ આ પ્રસંગથી ઘણી વધી ગઈ. એ દિવસોમાં પંજાબી સાધુ શ્રી દાનવિજયજીએ પાલિતાણામાં શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પણ એ માટે પ્રેરણા હતી. શ્રી દાનવિજયજીએ જોયું કે શ્રી નેમિવિજયજીમાં ભણવાની ધગશ ઘણી છે અને ભણવાની શક્તિ ઘણી સારી છે. એટલે એમણે શ્રી વૃદ્ધિચંદ્રજીને પત્ર લખી શ્રી નેમિવિજયજીએ વિ. સં. ૧૯૪૯નું ચાતુર્માસ પાલિતાણામાં કરવા માટે ચૈત્ર મહિનામાં વિહાર કર્યો. બીજી બાજુ થોડા દિવસમાં ગુરુમહારજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વૈશાખ સુદ ૭ના દિવસે કાળધર્મ પામ્યા. અંતિમ સમયે પોતે ગુરુમહારાજ પાસે રહી શક્યા નહિ એનો મહારાજશ્રી નેમિવિજયજીને ઘણો આઘાત લાગ્યો. પાલિતાણામાં મહારાજશ્રીએ શ્રી દાનવિજયજી સાથે મળીને અધ્યયન-અધ્યાપનનું સંગીન કાર્ય કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી ગિરનારની યાત્રા કરી વિચરતાં વિચરતાં જામનગર પધાર્યા. અહીં એમનાં વ્યાખ્યાનોનું લોકોને એટલું બધુ આકર્ષણ થયું કે સં. ૧૯૫૦ નું ચાતુર્માસ જામનગરમાં કરવાનું નક્કી થયું. મહારાજના દીક્ષા પર્યાયને હજુ છએક વર્ષ થવા આવ્યાં હતાં, પરંતુ એમની તેજસ્વિતાનો પ્રભાવ ઘણો પડતો હતો. જામનગરનું આ એમનું સ્વતંત્ર ચાતુર્માસ હતું. અહીં એમનાં વ્યાખ્યાનોની અને એમની સમજાવવાની શક્તિની એટલી બધી અસર થઈ કે એમનાથી ઉંમરમાં મોટા એક શ્રીમંતને એમની પાસે દીક્ષા લેવાનું મન થયું. આ શ્રીમંત શ્રાવકને Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૧૯ ખાવાપીવાનો ઘણો શોખ હતો. રોજ જમવામાં પેંડા વગર એમને ચાલતું નહિ. બીડી વગેરેનું પણ એમને વ્યસન હતું. આથી કુટુંબના સભ્યો દીક્ષા લેતાં એમને અટકાવતાં હતાં. કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમ છતાં તેમણે મક્કમ રહીને મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. એમનું નામ સુમતિવિજય રાખવામાં આવ્યું. દીક્ષા લીધી એટલે તરત એમનાં વ્યસનો અને શોખ કુદરતી રીતે છૂટી ગયાં. તેઓ મહારાજશ્રીના સાન્નિધ્યમાં સંયમ–જીવન સારી રીતે પાળવા લાગ્યા. જામનગરમાં ચાતુર્માસની બીજી એક મહત્ત્વની ફલશ્રુતિ એ હતી કે મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજી તથા ગિરનારનો છ'રી પાળતો સંઘ કાઢવામાં આવ્યો. મહારાજશ્રીને તીર્થયાત્રા સંઘનો આ પ્રથમ જ અનુભવ હતો. પણ એ અનુભવ એટલો સરસ થયો હતો કે પછી તો મહારાજશ્રીના ચાતુર્માસ પછી ઘણે સ્થળેથી તીર્થયાત્રા સંઘનું આયોજન થવા લાગ્યું. મહારાજશ્રીને દીક્ષા લીધાને લગભગ છ વર્ષ થઈ ગયાં હતાં. દીક્ષા લીધા પછી તેઓ પોતાના વતનમાં પધાર્યા નહોતા. આથી મહુવાના સંઘે તેમને વિ. સં. ૧૯૫૧નું ચાતુર્માસ મહુવામાં કરવા માટે પધારવાની આગ્રહભરી વિનંતી કરી. જામનગરના ચાતુર્માસ અને તીર્થયાત્રા સંઘ પછી વિહાર કરતાં કરતાં મહારાજશ્રીએ જ્યારે મહુવામાં પ્રવેશ કર્યો ત્યારે મહોત્સવપૂર્વક એમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. દીક્ષા પછી મહારાજશ્રીનો મહુવામાં આ પ્રથમ પ્રવેશ હતો. એમનાં માતાપિતા હયાત હતાં. મહારાજશ્રી એમના ઘરે વહોરવા પધાર્યા ત્યારે પોતાના દીક્ષિત પુત્રને વહોરાવતાં તેઓ ગદગદિત થઈ ગયાં હતાં. મહુવામાં મહારાજશ્રીએ મૈત્રી આદિ ચાર ભાવના ઉપર સરસ વ્યાખ્યાનો આપ્યાં. એમનો અવાજ બુલંદ હતો. એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે વિશાળ જનમેદની ઉપસ્થિત રહેતી. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીના હસ્તે બે મહત્ત્વનાં કાર્યો થયાં : (૧) એમની પ્રેરણાથી મહુવામાં પાઠશાળા સ્થાપવામાં આવી અને એને માટે દાનની રકમ મહારાજશ્રીના બહારગામના બે ભક્તો તરફથી મળી તેમજ (૨) મહારાજશ્રીના હસ્તે મહુવાના એક ગૃહસ્થને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિ સૌભાગ્યવિજયજી રાખવામાં આવ્યું. મહુવાના ચાતુર્માસ પછી શત્રુંજય, શંખેશ્વર વગેરે તીર્થોની યાત્રા કરીને Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રી રાધનપુર પધાર્યા. રાધનપુરમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો ઘણો મોટો પ્રભાવ પડવા લાગ્યો અને દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. મહારાજશ્રી રાધનપુરમાં હતા ત્યારે એક વખત તેઓ હરિભદ્રસૂરિકૃત “અષ્ટક' વાંચતા હતા. હરિભદ્રસૂરિનો આ ગ્રંથ એટલો પવિત્ર અને પૂજનીય મનાય છે કે એ ગ્રંથ માટે પણ શ્રાવકો અને સાધુભગવંતો “જી' લગાડી “અષ્ટકજી' બોલે છે. મહારાજશ્રી એ ગ્રંથનું વાંચન કરતા હતા ત્યારે કેટલાક શ્રાવકો મળવા આવ્યા. તેઓએ સહજ જિજ્ઞાસાથી પૂછયું: સાહેબ, કયા ગ્રંથનું વાંચન ચાલે છે?' “અષ્ટકજી'નું', મહારાજશ્રીએ કહ્યું. અષ્ટક'નું ? સાહેબ, આપનો દીક્ષાપર્યાય કેટલો?” સાત વર્ષનો. કેમ પૂછવું પડ્યું?' “સાહેબ, અવિનય થાય તો ક્ષમા કરશો, પણ અષ્ટકજી તો વીસ વર્ષના દીક્ષા પર્યાય થાય પછી જ વાંચી શકાય.' ભાઈ, હું તો એમાં ૧૪ સ્વર અને ૩૩ વ્યંજન લખ્યા છે તે વાંચું છું. બાકી તમે કહો છો એવો નિયમ કોઈ ગ્રંથમાં વાંચ્યો નથી. તમે વાંચ્યો હોય તો જણાવો.” પણ એવું કોઈ ગ્રંથમાં લખ્યું હોય તો શ્રાવકો જણાવે ને? વસ્તુતઃ એ દિવસોમાં સંસ્કૃત ભાષાનો અને શાસ્ત્રોનો અભ્યાસ ઘટી ગયો હતો એટલે જ આવી વાત ક્યાંક પ્રચલિત થઈ હશે ! રાધનપુરથી વિહાર કરીને મહારાજશ્રી શંખેશ્વરથી વઢવાણ પધાર્યા અને વિ. સં. ૧૯૫૨નું ચાતુર્માસ વઢવાણમાં કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી લીંબડી પધાર્યા. ત્યાં મુનિ આનંદસાગર (સાગરજી મહારાજ) મળ્યા. મુનિ આનંદસાગર વય તથા દીક્ષાપર્યાયમાં નાના હતા. વળી ભાષા, વ્યાકરણ તથા શાસ્ત્રાભ્યાસ કરવા માટે બહુ ઉત્સુક હતા. એટલે મહારાજશ્રીએ એમને કેટલાક દિવસ સાથે રહીને વ્યાકરણનો અભ્યાસ કરાવ્યો. ત્યારપછી મહારાજશ્રી વિહાર કરીને પાલિતાણા પધાર્યા. પાલિતાણામાં ત્યારે શ્રી દાનવિજયજી બિરાજતા હતા. તેઓ વિદ્વાન અને તાર્કિકશિરોમણિ હતા. તેમની વ્યાખ્યાનશૈલી પણ છટાદાર હતી. એ વખતે Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૨ ૧ . . .. . . .. . .. પાલિતાણાના ઠાકોરને શત્રુંજય તીર્થ અંગે જૈનો સાથે ઘર્ષણ ચાલતું હતું. પરંતુ પંજાબી નીડર મુનિ દાનવિજયજી વ્યાખ્યાનમાં વારંવાર ઉબોધન કરતાં કે ઠાકોરની આપખુદી ચલાવી લેવી ન જોઈએ. આથી ઠાકોર શ્રી દાનવિજયજી ઉપર ચાંપતી નજર રાખતા. શ્રી નેમિવિજયજીને લાગ્યું કે આ સંઘર્ષ અત્યારે વધારવામાં સાર નથી. શ્રી દાનવિજયજીની ઉપસ્થિતિથીએ વધવાનો સંભવ છે અને બધાના દેખતાં વિહાર કરીને જાય તો પણ તર્કવિતર્ક થવાનો સંભવ છે. એટલે મહારાજશ્રીએ તેઓને પરોઢિયે પાલિતાણા રાજ્યની બહાર મોકલી દિીધા, અને પોતે ત્યાં રોકાઈ વાતાવરણ શાંત કરાવ્યું. પાલિતાણાથી વિહાર કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. દાનવિજયજી મહારાજ તે પહેલાં અમદાવાદ આવી ગયા હતા અને પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજમાન હતા. એમણે તે વખતે તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યાનો ચાલુ કર્યા હતાં. તેમને સાંભળવા માટે શ્રાવકોની સંખ્યા ઘણી વધી હતી. શ્રી દાનવિજયજી મહારાજ ઘણા વિદ્વાન હતા, દેખાવે તેજસ્વી હતા, શાસ્ત્રજ્ઞ હતા અને સરસ વકતા હતા, એટલે એમની વાણીનું આકર્ષણ ઘણાને થયું હતું. એવામાં એમની તબિયત બગડી. આરામ માટે શેઠ હઠીસિંગની વાડીએ તેઓ ગયા. તેમણે વ્યાખ્યાનની જવાબદારી મહારાજશ્રી નેમિવિજયજીને સોંપી. અમદાવાદ જેવું મોટું નગર, પાંજરાપોળનો ઉપાશ્રય, જાણકાર પ્રતિષ્ઠિત શ્રોતાવર્ગ, એમાં મહારાજશ્રી નેમિવિજયજીનું પહેલી વાર પધારવું, તેમ છતાં એમણે તત્ત્વાર્થસૂત્ર ઉપર એવાં સરસ વ્યાખ્યાનો આપ્યાં કે મહારાજશ્રીને ચાતુર્માસ ત્યાં જ કરવા આગ્રહભરી વિનંતી થઈ. એ વખતે શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ હઠીસિંહ કેસરીસિંહ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ધોળશાજી, શેઠ મણિભાઈ પ્રેમાભાઈ, શેઠ પાનાચંદ હકમચંદ, શેઠ ડાહ્યાભાઈ દેવતા વગેરે ખ્યાતનામ શ્રેષ્ઠીઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા. અમદાવાદના વિ. સં. ૧૯૫૩ના ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરીને કપડવંજ પધાર્યા હતા. તે વખતે ખંભાતથી શેઠ શ્રી અમરચંદ પ્રેમચંદના પુત્ર શ્રી પોપટલાલ અમરચંદ ને બીજા શ્રેષ્ઠીઓ કપડવંજ આવ્યા અને મહારાજશ્રીને ખંભાતમાં વિ. સં. ૧૯૫૪નું ચાતુર્માસ કરવાની વિનંતી કરી. મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને યથાસમયે ખંભાત ચાતુર્માસ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ પ્રભાવક સ્થવિરો માટે પધાર્યા. શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ એ ખંભાતની એક અનોખી પ્રતિભા હતી. તેઓ ખૂબ ધન કમાતા, પરંતુ પોતાના પરિગ્રહ પરિમાણના વ્રતનું ચુસ્ત પાલન કરવા માટે પ્રતિવર્ષ ઘણું ધન ધર્મકાર્યોમાં અને સાધર્મિકોને મદદ કરવામાં વાપરતા. એમણે સિદ્ધાચલ, આબુ, કેસરિયાજી, સમેતશિખર એમ જુદા જુદા મળી આઠ વખત છ'રી પાળતા સંઘ કાઢ્યા હતા. સાતેક વખત તેમણે ઉપધાન કરાવ્યાં હતાં. બારવ્રતધારી શ્રી અમરચંદભાઈએ મહારાજશ્રીના ઉપદેશથી “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના માટે મોટું આર્થિક યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓને એમાં ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃત ભાષા, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કરાવવા માટે ઉત્તર ભારતમાંથી પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. (આ પાઠશાળામાંથી જ અભ્યાસ કરીને ઉજમશીભાઈ ઘીયાએ મહારાજશ્રી પાસેથી દીક્ષા લીધી હતી અને તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા.) આ પાઠશાળા ઉપરાંત મહારાજશ્રીએ એક “જંગમ પાઠશાળા'ની સ્થાપના કરી. મહારાજશ્રીની સાથે જ એ વિદ્યાર્થીઓ વિહાર કરે અને દરેક ગામમાં પોતાની સ્વતંત્ર રહેવા-જમવાની વ્યવસ્થા કરી મહારાજની પાસે અભ્યાસ કરે. - ચાતુર્માસ પૂર્ણ થતાં શેઠશ્રી અમરચંદભાઇએ સિદ્ધાચલનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી. ખંભાતમાં પાઠશાળાનાં અને બીજાં કેટલાંક કામો અધુરાં હતાં તેમ છતાં મહારાજશ્રી સંઘમાં જોડાયા. એમની નિશ્રાને લીધે મોટો સંઘ નીકળ્યો અને લોકોની ધર્મભાવનામાં વૃદ્ધિ થઈ. શેઠ અમરચંદભાઈને પણ જીવનનું એક છેલ્લું મોટું કાર્ય કર્યાનો સંતોષ થયો. ખંભાતનાં અધૂરાં કાર્યોને લીધે બીજું ચાતુર્માસ પણ ખંભાતમાં કરવાનો મહારાજશ્રીને આગ્રહ થયો. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીની પ્રેરણાથી જીર્ણોદ્ધારનું એક મહત્ત્વનું કાર્ય એ થયું કે ખંભાતમાં જુદા જુદા વિસ્તારમાં એવાં ઓગણીસ જેટલાં દેરાસર જીર્ણ થઈ ગયાં હતાં. વળી શ્રાવકોની વસ્તી પણ ત્યાં ઘટી ગઈ હતી. દેરાસરોના નિભાવની પણ મુશ્કેલી હતી. આથી એ બધાં દેરાસરોની પ્રતિમા જીરાવલા પાડાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરી ત્યાં પધરાવવાનું નક્કી થયું. શેઠ અમરચંદભાઈના પુત્ર પોપટભાઇએ એ માટે Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસુરિ મહારાજ ૪૨૩ બધી જવાબદારી ઉઠાવી લીધી અને તન, મન અને ધનથી ઘણો ભોગ આપ્યો. મહારાજશ્રીના હસ્તે ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ થયો. તદુપરાંત, થંભન પાર્શ્વનાથ ભગવાનની નીલરત્નની સાત ઇંચની ઐતિહાસિક પ્રતિમા વિ. સં. ૧૯૫૨માં ચોરાઈ ગઈ હતી અને પાછી મળી આવી હતી અને જે પરોણા તરીકે રાખવામાં આવી હતી તેની પ્રતિષ્ઠા પણ મહારાજશ્રીના હસ્તે ધામધૂમથી કરવામાં આવી. ખંભાતમાં આ સમય દરમિયાન એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની હતી. જર્મનીના વિદ્વાન ડો. હર્મન જેકોબીએ પાશ્ચાત્ય જગતને જૈન ધર્મનો પરિચય એ કાળે કરાવ્યો હતો. જર્મનીમાં રહી, ત્યાં ઉપલબ્ધ હસ્તપ્રતને આધારે એમણે જૈન ધર્મના કેટલાક ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું હતું. પરંતુ આચારાંગ” આગમના એમના સંપાદને ભારતના જૈનોમાં વિવાદ જગાવ્યો હતો, કારણ કે તેમણે એવું પ્રતિપાદન કર્યું હતું કે જૈન આગમોમાં માંસાહારનું વિધાન છે. આથી મહારાજશ્રી અને મુનિ આનંદ-સાગરજી (સાગરજી મહારાજ)એ-સાથે મળીને “પરિહાર્ય-મીમાંસા' નામની પુસ્તિકા લખીને ડૉ. જેકોબીનાં વિધાનોનો આધારસહિત વિરોધ કર્યો હતો. ડૉ. જેકોબી જ્યારે ભારત આવ્યા ત્યારે ખંભાત મહારાજશ્રીને મળવા ગયા હતા. તેઓ ઘણી બધી શંકાઓ લઈને આવ્યા હતા. પરંતુ બે દિવસોના રોકાણમાં તેમની મુખ્ય મુખ્ય શંકાઓનું સમાધાન થઈ ગયું. આથી જ એમણે પોતાની ભૂલોનો લેખિત એકરાર કરી લીધો હતો. વિ. સં. ૧૯૫૫નું ચાતુર્માસ ખંભાતમાં કરી મહારાજશ્રી પેટલાદ પધાર્યા. વિ. સં. ૧૯૫૬ની આ સાલ હતી. એ વર્ષે ભયંકર દુકાળ પડ્યો હતો અને છપ્પનિયા દુકાળ તરીકે એ ઓળખાયો હતો. એમાં કેટલાક સ્થળે માણસો મરવા લાગ્યા હતા. વળી અબોલ પશુઓની સ્થિતિ વધુ દયાજનક હતી. લોકો પાસે પોતાનાં ઢોરોને ખવડાવવા માટે ઘાસચારો કે એના પૈસા નહોતા. એટલે તેઓ કસાઈને ઢોરો વેચી દેતા. મહારાજશ્રીને લાગ્યુ કે ઢોરોને બચાવવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. એક દિવસ પેટલાદમાં મહારાજશ્રી ઉપાશ્રયમાં બેઠા હતા ત્યાં રસ્તા પર નજર પડતાં જોયું કે કોઈક માણસ કેટલીક ભેંસોને લઈ જતો હતો. એની ચાલ અને એના હાવભાવ ઉપરથી મહારાજશ્રીને લાગ્યું કે જરૂર તે કસાઈ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પ્રભાવક સ્થવિરો હોવો જોઈએ. પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચૂપચાપ તપાસ કરાવતાં મહારાજશ્રીને ખબર પડી કે પોતાનું અનુમાન સાચું છે. હવે આ ભેંસોને બચાવવી કેવી રીતે ? મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને યુક્તિ બતાવી. વિદ્યાર્થીઓએ ભેંસો પાસે જઈને એમને એવી રીતે ભડકાવી કે બધી આમતેમ ભાગી ગઈ. કસાઈના હાથમાં કોઈ રહી નહીં. પછીથી પણ તે મળી નહીં. કસાઈએ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી, કેસ ચાલ્યો, ન્યાયાધીશે વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. મહારાજશ્રીએ ઢોરોના નિર્વાહ માટે કાયમી ફંડ ઊભું કરાવ્યું અને પાંજરાપોળની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી. પેટલાદથી મહારાજશ્રી માતર, ખેડા વગેરે સ્થળે વિહાર કરી, ક્યાંક ગામમાં ચાલતા કુસંપનું નિવારણ કરતા, ક્યાંક દેરાસર કે ઉપાશ્રયના જીણાદ્વાર કે નિર્વાહ માટે ઉપદેશ આપતા, તો ક્યાંક પાંજરાપોળની સ્થાપના માટે અથવા તો તેના નિર્વાહ માટે ભલામણ કરતા. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો પ્રભાવ એટલો બધો હતો કે અર્જુન અમલદારો પણ તેમની વાણી સાંભળવા આવતા. ખેડામાં મહારાજશ્રી હતા ત્યારે અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓ વિનંતિ ક૨વા આવ્યા કે આગામી ચાતુર્માસ-વિ. સં. ૧૯૫૬નું ચાતુર્માસ અમદાવાદમાં કરવામાં આવે. એમની વિનંતીનો સ્વીકાર કરી મહારાજશ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો. અમદાવાદમાં પ્રવેશ કરીને મહારાજશ્રીએ પાંજરાપોળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન એમણે પાંજરાપોળના નિર્વાહ માટે ઘણી મોટી રકમ એકત્ર કરાવી. તદુપરાંત મહારાજશ્રીએ શ્રાવકોમાં શ્રુતજ્ઞાનનો પ્રચાર થાય એ હેતુથી ‘જૈન તત્ત્વવિવેચક સભા' નામની સંસ્થાની સ્થાપના કરાવી. અમદાવાદના ચાતુર્માસ દરમિયાન પાટણના એક ગરીબ અનાથ છોકરાને શેઠ જેસિંગભાઈને ત્યાં નોકરીએ રાખવા એક ભાઈ લઈ જતા હતા. રસ્તામાં પાંજરાપોળના ઉપાશ્રયે તેઓ મહારાજશ્રીને વંદના કરવા ગયા. એ વખતે છોકરાએ શેઠને ઘરે રહેવાને બદલે ઉપાશ્રયે રહેવાની આગ્રહભરી ઇચ્છા દર્શાવી. છોકરો ઘણો તેજસ્વી હતો. તે ઉપાશ્રયમાં જ રહી ગયો અને પાઠશાળાના Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૨ ૫ વિદ્યાર્થીઓના રસોડે જમવા લાગ્યો. છોકરાએ દીક્ષા લેવા માટે આગ્રહ કર્યો. પરંતુ તેની ઉંમર હજુ નાની હતી અને નાના છોકરાને દીક્ષા આપવાની ઘટનાથી ઊહાપોહ થવાનો સંભવ હતો. આથી એની નવ વર્ષની ઉંમર થતાં મહારાજશ્રી એને અને બીજા એક ભાઈ ત્રિભોવનદાસને દીક્ષા લેવી હતી તેમને કાસીન્દ્રા નામના નાના ગામે મોકલ્યા અને ત્યાં શ્રી સાગરજી મહારાજ તથા શ્રી સુમતિવિજયજી મહારાજને ત્યાં જઈ એ બન્નેને દીક્ષા આપવા માટે ભલામણ કરી તે મુજબ ધામધૂમ વિના દીક્ષા અપાઈ અને એ બાળકનું નામ રાખવામાં આવ્યું મુનિ યશોવિજયજી અને મહારાજશ્રીના શિષ્ય તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા. તેઓ થોડો વખત અન્યત્ર વિચરી ચાતુર્માસમાં મહારાજશ્રી સાથે જોડાઈ ગયા. આ તેજસ્વી બાલમુનિ મહારાજશ્રીના અત્યંત પ્રિય શિષ્ય હતા. અમદાવાદના આ ચાતુર્માસ પછી ભાવનગરથી મહારાજશ્રીના વડીલ ગુરુબંધુ પંન્યાસશ્રી ગંભીરવિજયજીનો સંદેશો આવ્યો. ગુરુમહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે પંન્યાસશ્રી ગંભીરવિજયજીને આજ્ઞા કરી હતી કે સમય થતાં તેમણે મહારાજશ્રી નેમિવિજયજીને યોગોદ્વહન કરાવવા. એ માટે શ્રી ગંભીરવિજયજીએ મહારાજશ્રીને ભાવનગર બોલાવ્યા હતા. મહારાજશ્રીની તબિયત એવી સારી ન હતી કે વિહારનો શ્રમ ઉઠાવી શકે. એટલે એ સમાચાર મળતાં તથા અમદાવાદના શ્રેષ્ઠીઓએ જાતે જઈ વિનંતી કરતાં શ્રી ગંભીરવિજયજી પોતે વિહાર કરીને અમદાવાદ પધાર્યા અને મહારાજશ્રીને “ઉત્તરાધ્યયનસૂત્ર'ના યોગોદ્ધહન કરાવ્યા અને વિ. સં. ૧૯૫૭નું ચાતુર્માસ પણ તેઓએ સાથે પાંજરાપોળના ઉપાશ્રયે કર્યું. ત્યારપછી વિ. સં ૧૯૫૮નું ચાતુર્માસ પણ તેઓ બંનેએ અમદાવાદમાં જ કર્યું અને બીજા કેટલાક આગમોના પણ યોગોહન મહારાજશ્રીએ કરાવી લીધા. દરમિયાન શ્રી દાનવિજયજી મહારાજ ક્ષયની બીમારીને કારણે પાલિતાણામાં કાળધર્મ પામ્યાના સમાચાર આવતાં મહારાજશ્રીને પોતાના એક વિદ્યાગુરુને ગુમાવ્યાનું દુઃખ થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ પંન્યાસજી મહારાજ સાથે ભાવનગર તરફ વિહાર કર્યો. વિ. સં. ૧૯૫૯નું ચાતુર્માસ મહારાજશ્રી પંન્યાસ શ્રી ગંભીરવિજયજી સાથે ભાવનગરમાં કર્યું. આ ચાતુર્માસ દરમિયાન પંન્યાસજીએ મહારાજશ્રીને ભગવતી સૂત્ર'ના મોટા યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. દરમિયાન ભાવનગરમાં Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ પ્રભાવક સ્થવિરો પ્લેગનો ઉપદ્રવ ચાલુ થયો એટલે તેઓને ત્યાંથી અચાનક વિહાર કરીને શાસ્ત્રીય મર્યાદા અનુસાર નજીકના વરતેજ ગામે જવું પડ્યું. પરંતુ ત્યાં પણ પ્લેગના કિસ્સા બનવા લાગ્યા હતા. ખુદ પંન્યાસજી મહારાજના બે શિષ્યને પણ પ્લેગની ગાંઠ નીકળી. એથી પંન્યાસજી મહારાજ ચિંતાતુર બની ગયા હતા. પરંતુ મહારાજશ્રી નેમિવિજયજીએ બે શિષ્યોના રાત-દિવસ કાળજીપૂર્વક ઉપચાર કર્યા કે જેથી તેઓની ગાંઠ ઓગળી ગઈ અને તેઓ પ્લેગમાંથી બચી ગયા. પરંતુ આ પરિશ્રમને કારણે મહારાજશ્રીને તાવ આવ્યો અને તે ઊતરતો ન હતો. એ સમાચાર મહારાજશ્રીના પરમભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈને અમદાવાદમાં મળ્યા. તેમણે મહારાજશ્રીનો તાવ ઊતર્યો છે કે નહિ તે જાણવા માટે એક દિવસમાં ઘણા બધા તાર કર્યા. એ દિવસોમાં જલદી સમાચાર મેળવવા માટે તારનું જ એક માત્ર સાધન હતું અને તેનો પણ લોકો નછૂટકે જ ઉપયોગ કરતા. એટલે વરતેજ જેવા નાના ગામમાં આટલા બધા તાર ચોવીસ કલાકમાં આવ્યા એથી પોસ્ટમાસ્તરને નવાઈ લાગી. મહારાજશ્રીની તબિયત બરાબર થઈ નહોતી એ જાણીને શેઠ મનસુખભાઈએ અમદાવાદના પોતાના ડૉક્ટરને વરતેજ રવાના કર્યા. એ વખતે મનસુખભાઈના પોતાના પુત્ર માણેકલાલને તાવ આવતો હતો. પરંતુ ગુરુમહારાજ અધિક છે એમ સમજીને તેમણે ડૉક્ટરને મોકલ્યા હતા. ડૉક્ટર આવતાં અને બરાબર ઉપચાર થતાં મહારાજશ્રીનો તાવ ઊતરી ગયો. એથી શેઠે નિશ્ચિતતા અનુભવી. ચાતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજ અને અન્ય મુનિવરો વળા (વલ્લભીપુર) પધાર્યા. વળાનું પ્રાચીન એતિહાસિક નામ “વલ્લભીપુર મહારાજશ્રીએ પ્રચલિત કર્યું હતું. વલ્લભીપુરના ઠાકોરસાહેબ શ્રી વખતસિંહજી મહારાજશ્રીના અનન્ય ભક્ત હતા. મહારાજશ્રીના ભગવતીસૂત્ર'ના જોગ પૂરા થવા આવ્યા હતા. એટલે એમને ગણિ તથા પંન્યાસની પદવી વલ્લભીપુરમાં આપવામાં આવે એવો એમનો ઘણો આગ્રહ હતો અને છેવટે એ પ્રમાણે જ નિર્ણય થયો. મહારાજશ્રીના અનન્ય ભક્ત અમદાવાદના શેઠ મનસુખભાઈએ આ મહોત્સવના બધા આદેશ પોતે મેળવી લીધા હતા. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ચતુર્વિધ સંઘ સમક્ષ બધી વિધિ કરવાપૂર્વક મહારાજશ્રીને “ગણિ' પદવી અને ત્યારપછી થોડા દિવસે “પંન્યાસ' પદવી Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૨૭ અર્પણ કરી હતી. આ ઉત્સવ પછી મહારાજશ્રીએ વલ્લભીપુરમાં મુનિ આનંદસાગરજી, મુનિ પ્રેમવિજયજી તથા મુનિશ્રી સુમતિવિજયજીને ભગવતીસૂત્ર'ના યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારપછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં કર્યું. વિ. સં. ૧૯૬૦ના ચાતુર્માસ પછી અમદાવાદથી શેઠશ્રી વાડીલાલ જેઠાલાલે મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ કાયો હતો. સંઘે યાત્રા નિર્વિઘ્ન, ઉમંગભેર પૂરી કરી હતી. મહારાજશ્રીએ ત્યારપછી પાલિતાણામાં થોડો સમય સ્થિરતા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી પાલિતાણાના ઠાકોર શ્રી માનસિંહજીને જૈનો તરફ દ્વેષ થયો હતો. ઠાકોરના રાજ્યમાં શત્રુંજયનો પહાડ આવેલો હોવાથી તેઓ પહાડ ઉપર બૂટ પહેરીને ચઢતા હતા. આ વાતની કોઈકે તેમની આગળ ટકોર કરી એટલે ઠાકોરને થયું કે પોતે રાજ્યના માલિક છે અને કોઈ સામાન્ય માણસ પોતાની કેમ ટીકા કરી શકે ? અસહિષ્ણુ અને ક્રોધી સ્વભાવના ઠાકોરે જૈનોની પવિત્ર ભાવનાને આદર આપવાને બદલે જાણીજોઈને બૂટ પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ડુંગર ઉપર ઠેઠ દાદાના દરબારમાં જવાનું ચાલુ કર્યું. આથી તો ઊલટી જેનોની લાગણી વધુ દુભાઈ. ઠાકોરના આ આશાતનાભર્યા દુષ્ટ કૃત્ય સામે ઘણો ઊહાપોહ થયો અને વિરોધ દર્શાવવા માટે ઠાકોર ઉપર ગામેગામથી તાર આવવા લાગ્યા. પરંતુ એની ઠાકોર ઉપર કોઈ અસર થઈ નહિ. આ વાત મહારાજશ્રી નેમિવિજયજી પાસે આવી ત્યારે તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોને કહ્યું કે તેઓ રૂબરૂ જઈને ઠાકોરને સમજાવે અને ન માને તો પછી રાજકોટના પોલિટિકલ એજન્ટની કોર્ટમાં કેસ દાખલ કરવો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારો ઠાકોરને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા. એટલે કૉર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. આથી તો ઠાકોર વધુ ઉશ્કેરાયા. તેમણે ગામના મુસલમાનોને બોલાવ્યા અને ચઢાવ્યા. તેમણે મુસલમાનોને કહ્યું કે ડુંગર ઉપર ઇંગારશા પીરના સ્થાનકમાં રાજ્યના ખર્ચે પાકી દીવાલ કરી આપવામાં આવશે અને એક ઓરડી પણ બાંધી આપવામાં Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ પ્રભાવક સ્થવિરો આવશે. ઠાકોરે જેનોને ધમકી આપતાં કહેવડાવ્યું, “હું ઇંગારશા પીરના સ્થાનકે મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને દાદા આદિશ્વર ઉપર તેનું લોહી છાંટીશ ત્યારે જ જંપીશ.” આ વાતની જાણ થતાં પાલિતાણાના જૈન સંઘ તરફથી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાની એક ખાનગી સભા મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવી. આ આશાતના બંધ કરાવવા અંગે કેવાં કેવાં પગલાં લેવાં તેની ગંભીર વિચારણા તેમાં થઈ. ઠાકોર જો વધુ છંછેડાય તો પોતાના રાજ્યમાં જૈનોને ઘણો ત્રાસ આપી શકે એટલે એમાં કુનેહથી કામ લેવાની જરૂર હતી. સાધુ-સાધ્વીઓને તકલીફ ન પડે એટલા માટે મહારાજશ્રીએ તેઓ બધાને પાલિતાણા રાજ્યની હદ છોડીને ભાવનગર રાજ્યની હદમાં ચાલ્યા જવાનું કહ્યું. વળી આવા કામમાં શરીરે સશક્ત, હિંમતવાન, કાબેલ માણસની જરૂર પડે. એ માટે ભાઈચંદભાઈ નામના એક કાબેલ ભાઈ તૈયાર થયા. તેમણે રાજ્યના દસ્તરમાંથી પત્રવ્યવહારના દસ્તાવેજની નકલ મેળવી લીધી. તેમના ઉપર વહેમ આવતાં રાજ્યની પોલીસે તેમને પકડીને કેદમાં પૂર્યા, પરંતુ કોઈ પુરાવો ન મળતાં બીજે દિવસે છોડી દીધા. ભાઈચંદભાઈ એથી ડરે એવા નહોતા. તેમણે પાલિતાણાની આસપાસના ગામોના આયર લોકોને સમજાવ્યું કે મુસમલાન લોકો તમારા બકરાને ઉપાડી જઈને વધ કરાવશે તો વખત જતાં તમારાં ઘેટાં-બકરાં ઓછાં થઈ જશે અને તમારી આજીવિકા ભાંગી પડશે. આથી આયરો ચિંતાતુર બન્યા. ભાઈચંદભાઈ આયર આગેવાનોને મહારાજશ્રી પાસે લઈ આવ્યા અને આયરોએ મહારાજશ્રીને કહ્યું કે “અમે કોઈ પણ હિસાબે ડુંગર ઉપર પીરના સ્થાનકમાં ઓરડી કે છાપરું થવા નહિ દઈએ કે જેથી મુસલમાનો બકરાનો વધ કરે. આથી રાજ્ય તરફથી ઊંટ-પથ્થર–ચૂનો-રેતી વગેરે ડુંગર ઉપર ચઢાવવામાં આવતું તો આયર લોકો અડધી રાતે તે બધું ત્યાંથી ઉપાડીને એવી રીતે આઘે ફેંકી દેતા કે તેની કશી ભાળ લાગતી નહિ, કે કોઈ પકડાતા નહીં. આથી રાજ્યના નોકરો થાક્યા. ઠાકોર પણ ક્રોધે ભરાયા. પરંતુ કોને પકડવા તે સમજાતું નહોતું. આ સમય દરમિયાન રાજકોટની કોર્ટનો ચુકાદો આવ્યો. એમાં પેઢીનો વિજય થયો. ઠાકોર હારી ગયા. બૂટ પહેરી સિગારેટ પીતાં પીતાં ડુંગર ઉપર Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૨૯ ચઢવાની તેમને મનાઈ થઈ. તીર્થની આશાતના બંધ કરવાનો તેમને હુકમ મળ્યો. કોર્ટનો હુકમ મળતાં ઠાકોર લાચાર થઈ ગયા. મહારાજશ્રીની પ્રેરણા અને કુનેહથી મળેલા જૈનોના આ વિજયને ગામેગામ લોકોએ ઉત્સવ તરીકે ઊજવ્યો. પાલિતાણાથી ત્યારપછી વિહાર કરીને મહારાજશ્રી મહુવા પધાર્યા. એમના સંસારી પિતાશ્રી લક્ષ્મીચંદભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજેરોજ આવતા હતા. મહારાજશ્રી વ્યાખ્યાનમાં રોજ હરિભદ્રસૂરિકૃત “અષ્ટકજી' વાંચતા હતા. મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળીને લક્ષ્મીચંદભાઈના હૃદયનું ઘણું પરિવર્તન થઈ ગયું હતું. મહારાજશ્રીએ જ્યારે દીક્ષા લીધી ત્યારે લક્ષ્મીચંદભાઈને ઘણો રોષ હતો. પરંતુ હવે મહારાજશ્રીની વિદ્વત્તા, અદ્ભુત વ્યાખ્યાનશૈલી અને ચુસ્ત સંયમપાલન જોઈને પોતાના એ પુત્રને માટે લક્ષ્મીચંદભાઈ ધન્યતા અનુભવવા લાગ્યા હતા. અને તેમને પણ વૈરાગ્ય અને જ્ઞાનનો રંગ લાગ્યો હતો. તેઓ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના ગ્રંથોનું પરિશીલન જીવનનાં છેલ્લાં વર્ષોમાં નિયમિત કરતા રહ્યા હતા. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ વિહાર કર્યો. ભોયણી તીર્થની યાત્રા કરી તેઓ કલોલ પધાર્યા. ત્યાંના દેરાસરના જીર્ણોદ્ધારની આવશ્યકતા હતી એટલે અમદાવાદ આવીને એ માટે ઉપદેશ આપતાં એક શ્રેષ્ઠીએ એમની તમામ જવાબદારી ઉપાડી લીધી. અમદાવાદની સ્થિરતા દરમિયાન મહારાજશ્રીએ ચાર મુમુક્ષુઓને અમદાવાદમાં દીક્ષા આપી અને મુમુક્ષુ શ્રી ઉજમશીભાઈ ઘીયાને એમનાં કુટુંબીજનોનો વિરોધ હતો તેથી ત્યારપછી માતર પાસે દેવા ગામે દીક્ષા આપી. આ ઉજમશીભાઈ તે મુનિ ઉદયવિજયજી, જે પછી મહારાજશ્રીના પટ્ટધર શિષ્ય ઉદયસૂરિજી બન્યા. મુનિ ઉદયવિજયજીને એમનાં કુટુંબીજનોની ઇચ્છા અનુસાર વડી દીક્ષા ખંભાતમાં આપવામાં આવી, અને સં. ૧૯૬૨નું ચાતુર્માસ મહારાજશ્રીએ ખંભાતમાં જ કર્યું અને તે દરમિયાન પોતાના શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. ખંભાતના ચાતુર્માસ પછી સુરતના સંઘની વિનંતીને માન આપીને ચાતુર્માસ સુરતમાં કરવા મહારાજશ્રીએ વિહાર કર્યો. પરંતુ બોરસદમાં એક શિષ્ય મુનિ નવિજયજી કાળધર્મ પામ્યા. વળી તે સમયે પ્લેગનો રોગચાળો Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પ્રભાવક સ્થવિરો ફાટી નીકળ્યો. એની અસર બે શિષ્યોને થતાં છાણીમાં મહારાજશ્રીને રોકાઈ જવું પડ્યું. સભાગ્યે શિષ્યોને સારું થઈ ગયું. પરંતુ ત્યારપછી મહારાજશ્રીને તાવ તથા સંગ્રહણી થયાં. એટલે છેવટે સુરતના ચાતુર્માસનો કાર્યક્રમ બંધ રાખવો પડ્યો. સ્વસ્થતા થતાં તેઓ બધા વિહાર કરી અમદાવાદ આવ્યા. * ત્યારપછી મહારાજશ્રી છાણીથી વડોદરા, ડભોઈ વગેરે સ્થળે વિહાર કરતાં ખંભાત પધાર્યા, કારણ કે અહીં એમના હસ્તે જીરાવલા પાડાના ૧૯ ગભારાવાળા ચિન્તામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પ્રતિષ્ઠા થવાની હતી. પ્રતિષ્ઠાવિધિ મહોત્સવપૂર્વક પૂરી થઈ. મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૩નું ચાતુર્માસ પણ ખંભાતમાં કર્યું. અમદાવાદ પછી મહારાજશ્રીના ધર્મપ્રચારનું મોટું ક્ષેત્ર ખંભાત હતું. એમણે અહીંના ભંડારોની હસ્તપ્રતો વ્યવસ્થિત કરાવી તથા કન્યાઓની વ્યાવહારિક કેળવણી માટે શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન કન્યાશાળાની સ્થાપના કરાવી. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરી અમદાવાદ થઈ કલોલ પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા કરાવી ભોયણી, શંખેશ્વર વગેરે તીર્થોની વિહારયાત્રા કરતાં કરતાં તેઓ ભાવનગર પધાર્યા. ભાવનગરમાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું શેઠ મનસુખભાઈ ભગુભાઈના પ્રમુખપદે અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં મહારાજશ્રી રોજ ભિન્ન ભિન્ન વિષય ઉપર વ્યાખ્યાન આપતા. તેમનું વક્તવ્ય એટલું સચોટ તથા વિદ્વભોગ્ય રહેતું કે તે સાંભળવા માટે ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી, ગાયકવાડી સૂબા, જૂનાગઢના દીવાન તથા અન્ય રાજ્યાધિકારીઓ પણ આવતા. ભાવનગરની આ જૈન કોન્ફરન્સમાં દેશભરમાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. કોન્ફરન્સના અગ્રણીઓએ તે વખતે પંન્યાસશ્રી ગંભીરવિજયજી તથા શ્રી મણિવિજયજી સાથે વિચારણા કરી કે તપગચ્છમાં કોઈ આચાર્ય છે નહિ. પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ પોતાને પદવી આપે એવા વડીલ મુનિરાજ ન હોવાથી તથા શરીરની અશક્તિને કારણે એ જવાબદારી સ્વીકારવાની સ્પષ્ટ અનિચ્છા દર્શાવી. વિધિપૂર્વક યોગદ્વહન કર્યા હોય અને શાસનની જવાબદારી સંભાળી શકે એવી સમર્થ વ્યક્તિ તરીકે તેઓને પંન્યાસશ્રી નેમિવિજયજીમાં પૂરી યોગ્યતા જણાઈ. આથી તેઓએ ભાવનગરના સંઘના તથા બહારગામથી Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૩૧ પધારેલા સંઘના અગ્રણીઓ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સૌએ તે સહર્ષ વધાવી લીધો. એ પ્રમાણે જેઠ સુદ પાંચમના દિવસે ભાવનગરમાં અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ખૂબ ધામધૂમ સાથે પંન્યાસશ્રી નેમિવિજયજીને આચાર્યની પદવી આપવામાં આવી. ભારતના અનેક નામાંકિત જૈનોએ આ મહોત્સવમાં હાજરી આપી હતી. શુભેચ્છા-ધન્યવાદના અનેક તાર–પત્રો આવ્યા હતા. મહારાજશ્રીની આચાર્યની પદવી એ એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની ગઈ. ભાવનગર સંઘના આગ્રહથી પંન્યાસજી મહારાજે તથા આચાર્યશ્રી વિજયનેમિસૂરિએ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ભાવનગરનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાર્થે સંઘ નીકળ્યો હતો. પાલિતાણાથી મહારાજશ્રી મહુવા પધાર્યા. રસ્તામાં નેપ નામનું ગામ દરિયાકિનારે આવે. ત્યાંના એક વૈષ્ણવ ભાઈ નરોત્તમદાસ ઠાકરશીએ મહારાજશ્રી પાસે જૈન ધર્મ અંગીકાર કર્યો. મહારાજશ્રીએ જોયું કે દરિયાકિનારે વસતા માછીમારો માછલાં મારવાનું ઘોર હિંસાકાર્ય કરે છે એ માટે તેઓને બોધ આપવો જોઈએ. એ કાર્યમાં નરોત્તમભાઈનો સહકાર ઉપયોગી નીવડ્યો. મહારાજશ્રી તેમની સાથે દરિયાકિનારે ગયા. એમને જોઈને માછીમારો આશ્ચર્ય પામ્યા. મહારાજશ્રીએ બધાને એકત્ર કરી ઉપદેશ આપ્યો. પાપની પ્રવૃત્તિનો વ્યવસાય છોડી દેવાથી બીજા નિર્દોષ વ્યવસાયમાં વધુ કમાણી થાય છે એ વાત પર ભાર મૂક્યો. સૌએ માછલાં ન મારવાની પ્રતિજ્ઞા લીધી. તેઓને આજીવિકાની કંઈ મુશ્કેલી પડે તો સહાય કરવાનું અને યોગ્ય કામધંધે લગાડવાનું વચન નરોત્તમભાઈએ આપ્યું. માછીમારો પાસેથી માછલાં મારવાની જાળ નરોત્તમભાઈએ લઈ લીધી. એ પ્રમાણે દરિયાકાંઠનાં બીજાં ગામોમાં જઈને પણ માછીમારોને ઉપદેશ આપ્યો, અને એમની જાળ પણ લઈ લીધી. બધી જાળ એકઠી કરી દાઠા ગામના બજારમાં બધાંની વચ્ચે નરોત્તમભાઈએ એની હોળી કરી. માછીમારો અન્ય વ્યવસાયમાં જોડાયા અને પૈસેટકે સુખી થયા. આ હિંસા અટકાવવા ઉપરાંત મહારાજશ્રીએ આ વિસ્તારના લોકોને ઉપદેશ આપી નવરાત્રિમાં પાડા, બકરાના વધની પ્રથા પણ મુનિ ઉદયવિજયજી બંધ કરાવી. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૨ પ્રભાવક સ્થવિરો આ અરસામાં મહારાજશ્રીને સમાચાર મળ્યા કે અંતરીક્ષજી તીર્થમાં શ્રી સાગરજી મહારાજ તીર્થના વિવાદમાં મુશ્કેલીમાં મુકાયા છે અને ઝઘડો કોર્ટ સુધી ગયો છે. એ જાણીને મહારાજશ્રીએ આણંદજી કલ્યાણજીની પેઢીના અગ્રણીઓ તથા કાયદાના અન્ય નિષ્ણાતોને બોલાવીને, તેમને યોગ્ય સલાહસૂચનો આપી, અંતરીક્ષજી મોકલ્યા. એથી કોર્ટમાં કેસ લડવામાં પેઢીને સફળતા મળી અને સાગરજી મહારાજની મુશ્કેલી દૂર થઈ. મહારાજશ્રી દાઠાથી વિહાર કરી મહુવા પહોંચ્યા અને ચાતુર્માસ ત્યાં કર્યું. મહુવામાં ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીનાં સંસારી માતુશ્રીએ તથા નાના ભાઈએ સારી ધર્મારાધના કરી. મહારાજશ્રીની નિશ્રામાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો થયાં અને ચાતુર્માસને અંતે સિદ્ધાચલજીનો સંઘ નીકળ્યો. - સિદ્ધાચલ તીર્થની યાત્રા કરી વિ. સં. ૧૯૬૬માં મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે વિચરતાં બોદાના નેસ પધાર્યા. કોળી, ભરવાડ વગેરે લોકોના નેસડા જેવાં ગામો આ વિસ્તારમાં હતાં. દરબારો, ગરાસિયાઓની માલિકીનાં આ ગામો હતાં. બોદાના નેસ એટલે પ્રાચીન કદમ્બગિરિનો વિસ્તાર. કદમ્બગિરિ એટલે સિદ્ધગિરિના બાર ગાઉના વિસ્તારમાં આવેલાં પાંચ શિખરોમાંનું એક શિખર. ગઈ ચોવીસીના સંપ્રતિ નામના તીર્થકર ભગવાનના કદમ્બ નામના ગણધર ભગવંત એક કરોડ મુનિઓ સાથે આ ગિરિ ઉપર નિર્વાણ પામ્યા હતા. ત્યારથી આ ગિરિ કદમ્બગિરિ તરીકે ઓળખાય છે. સિદ્ધાચલની બાર ગાઉની જયારે પ્રદક્ષિણા થતી હતી ત્યારે એ પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ કદમ્બગિરિ આવતું. આ પ્રાચીન પુનિત તીર્થની આવી અવદશા જોઈને એનો ઉદ્ધાર કરવાની ભાવના મહારાજશ્રીના હૃદયમાં જાગ્રત થઈ. તેઓ આ પ્રદેશમાં વિચર્યા હતા અને અનેક લોકોને ચોરી, ખૂન, દારૂ, જુગાર, તમાકુ વગેરે પ્રકારનાં પાપકાર્યોમાંથી મુક્ત કરાવ્યા હતા. એટલે લોકોનો મહારાજશ્રી પ્રત્યેનો આદરભાવ ઘણો મોટો હતો. એથી જ મહારાજશ્રીએ આ ગામના દરબાર શ્રી આપાભાઈ કામળિયા પાસે પોતાની ભાવના વ્યક્ત કરી અને તેઓને લઈને મહરાજશ્રી ડુંગર ઉપર ગયા અને તીર્થોદ્ધાર માટે જોઈતી જમીન બતાવી. આપાભાઈએ એ જમીન ભેટ તરીકે આપવાની ભાવના બતાવી, પરંતુ મહારાજશ્રીએ કહ્યું, “અમારે ભેટ તરીકે નથી જોઈતી. શેઠ આણંદજી Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૩૩ કલ્યાણજીની પેઢીને તમે વાજબી કિંમતે આપો.' આપાભાઈનો ભક્તિભાવપૂર્વક ઘણો આગ્રહ હોવા છતાં મહારાજશ્રીએ દસ્તાવેજનો અસ્વીકાર કર્યો. છેવટે દસ્તાવેજમાં મહારાજશ્રીએ ગામોના લોકો ઉપર કરેલા ઉપકારોનો નિર્દેશ દસ્તાવેજમાં કરાવવામાં આવે એ શરતે પેઢીને જમીન વેચાતી આપવામાં આવી. બોદાના નેસથી મહારાજશ્રી ચોક, રોહિશાળા, ભંડારિયા વગેરે ગામોમાં વિચરતાં વિચરતાં પાછા ચોક પધાર્યા. તે વખતે એક દિવસ શ્રી ઉદયસૂરિ મહારાજની તબિયત અચાનક બગડી અને તેઓ બેભાન થઈ ગયા. કોઈ જીવલેણ માંદગીની શક્યતા હતી. એમને પાલિતાણા લઈ આવ્યા. સદ્ભાગ્યે, સમયસરના ઉપચારથી એમની તબિયત સારી થઈ ગઈ. ચૈત્ર મહિનો હતો એટલે મહારાજશ્રી પૂનમ સુધી પાલિતાણા રોકાયા અને પૂનમની જાત્રા કરી મહારાજશ્રી વિહાર કરતાં કરતાં વળા થઈને બોટાદ પધાર્યા. બોટાદના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ પોતાનાં વ્યાખ્યાનો અને ઉપદેશ દ્વારા વિવિધ પ્રકારનાં ધર્મકાર્યો કરાવ્યાં. આ દિવસો દરમિયાન, કિંવદન્તી કહે છે તે પ્રમાણે બોટાદના તે સમયના જાદુગર મહંમદ છેલ મહારાજશ્રીને મળવા આવ્યા હતા, અને તેમણે એકાદ જાદુનો પ્રયોગ કરી મહારાજશ્રીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મહારાજશ્રીએ પોતે એક ચમત્કૃતિ બતાવીને મહંમદ છેલને આંજી દીધા હતા અને સમજાવ્યું હતું કે સાધનાના માર્ગમાં આવા ચમત્કારોનું બહુ મૂલ્ય નથી માટે તેમાં અટવાઈ જવું ન જોઈએ. મહારાજશ્રીની કીર્તિ ચારે બાજુ પ્રસરતી હતી. એવામાં લીંબડીના રાજવીને ખબર પડી કે મહારાજશ્રી ચાતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદ તરફ જવાના છે ત્યારે તેમણે લીંબડી પધારવા માટે ખાસ વિનંતી કરી. મહારાજશ્રી લીંબડી પધાર્યા ત્યારે એમણે મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું અને મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજેરોજ હાજર રહેવાનું ચાલુ કર્યું. એથી સમગ્ર પ્રજા પર ઘણી મોટી છાપ પડી અને મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈન-જૈનેતર વર્ગ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લાગ્યો. લીંબડીની થોડા દિવસની સ્થિરતા વિચારી હતી, તેને બદલે રાજવીના અત્યંત આગ્રહને માન આપી મહારાજશ્રીને એક મહિના સુધી લીંબડીમાં રોકાવું પડ્યું હતું. તેઓ મહારાજશ્રીની તથા તેમના શિષ્યોની તબિયત માટે પણ બહુ દરકાર કરતા અને જોઈતાં વિવિધ ઔષધો Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પ્રભાવક સ્થવિરો મગાવી આપતા. લીંબડીનરેશનો આટલો ઉત્સાહ જોઈ મહારાજશ્રીએ એમની પાસે જીવદયાનાં પણ સારાં કાર્યો કરાવ્યાં તથા લીંબડીના હસ્તપ્રત ભંડારોને પણ વ્યવસ્થિત અને સમૃદ્ધ કર્યા. મહારાજશ્રીએ ત્યારપછી વિ. સં. ૧૯૬૭નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. મહારાજશ્રી છ વર્ષ પછી અમદાવાદમાં પાછા પધારતા હતા એટલે શ્રોતાઓની એટલી ભીડ થતી કે ઉપાશ્રયને બદલે બહાર ખુલ્લામાં મંડપ બાંધી ત્યાં વ્યાખ્યાન રાખવામાં આવતાં. વ્યાખ્યાનમાં મહારાજશ્રીએ “ભગવતી સૂત્ર' તથા સમરાઈએ કહા” એ બે પસંદ કર્યા હતાં. અમદાવાદના આ ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વની ઘટના એ બની કે અમદાવાદના શ્રેષ્ઠી શેઠ અંબાલાલ સારાભાઈને કોઈ નજીવા કારણસર વિવાદ વધતાં ન્યાતબહાર મૂકવાની દરખાસ્ત આવી હતી. ત્યારે તેમાં મધ્યસ્થી કરીને મહારાજશ્રીએ એ પ્રકરણનો સુખદ સમાધાનભર્યો અંત આણ્યો હતો. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ પાંજરાપોળના કાર્યને વધુ સુદઢ બનાવ્યું. કતલખાને જતી ભેંસોને અટકાવીને તેને પાંજરાપોળમાં રાખવા માટે વધુ નિભાવખર્ચની જરૂર હતી તે માટે મહારાજશ્રી વ્યાખ્યાનોમાં એવી હૃદયદ્રારક અરજ કરી કે તાત્કાલિક ઘણું મોટું ભંડોળ થઈ ગયું. ચાતુર્માસ પછી ઉત્તર ગુજરાતમાં વિચર્યા પછી મહારાજશ્રીનો વિહાર અમદાવાદ તરફ હતો. રસ્તામાં કલોલ શહેરમાં તેમણે સ્થિરતા કરી. એ વખતે કલોલના બે શ્રેષ્ઠીઓએ એમને વાત કરી કે ચારેક માઈલ ઉપર એક શેરીસા નામનું ગામ છે ત્યાં એક જૈનમંદિરના જૂના અવશેષો છૂટાછવાયા જોવા મળે છે. ગામમાં જૈનોની કોઈ વસ્તી નથી. મહારાજશ્રીને પ્રાચીન શેરીસા પાર્શ્વનાથ તીર્થના ઇતિહાસની ખબર હતી. રાજા કુમારપાળના વખતમાં નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિએ ત્યાં પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી. કુમારપાળ રાજાએ પોતે પણ એક પ્રતિમા ભરાવીને ત્યાં કરાવેલી, ત્યારથી શેરીસા તીર્થ બહુ ખ્યાતિ પામ્યું. તેરમા સૈકામાં વસ્તુપાલ અને તેજપાલે આ તીર્થમાં બે દેવકુલિકા બનાવીને એકમાં નેમિનાથ ભગવાનની અને બીજીમાં શ્રી અંબિકા દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આમ ઉત્તરોત્તર આ તીર્થનો મહિમા ઘણો Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૩૫ વધતો ગયો હતો. વિક્રમના અઢારમા શતકમાં મુસલમાન આક્રમણકારોએ ગુજરાતમાં જે કેટલાંક હિંદુ અને જૈન મંદિરોનો વિધ્વંસ કર્યો એમાંથી શેરીસા તીર્થ પણ બચી શક્યું નહિ. મંદિર જમીનદોસ્ત થઈ ગયું. નગરના લોકો નગર છોડીને ભાગી ગયા. હજારો યાત્રીઓથી ઊભરાતું તીર્થ વેરાન બની ગયું. મંદિરના અવશેષો કાળક્રમે દટાઈ ગયા. આ નષ્ટ થયેલા તીર્થના અવશેષો જોવાની મહારાજશ્રીએ ઇચ્છા દર્શાવી એટલે શ્રેષ્ઠી ગોરધનભાઇએ અગાઉથી શેરીસા ગામમાં પહોંચી એક ઓળખીતાના ઘરમાં મહારાજશ્રી અને એમના શિષ્યોના ઉતારા માટે વ્યવસ્થા કરાવી. મહારાજશ્રી વિહાર કરી શેરીસા પહોંચ્યા. ત્યાંના અવશેષો જોતાં તરત જ એમને ખાતરી થઈ કે જૈન મંદિરના જ અવશેષો છે. મહારાજશ્રી ટેકરાઓ ઉપર ફરીને નિરીક્ષણ કરવા લાગ્યા. સાંજે પાછા ફરી તેઓ નીકળ્યા. એ વખતે મહારાજશ્રીએ કાળો નીલો મોટો સપાટ પથ્થર જોયો. જમીનમાં એ દટાયેલો હતો. એના ઉપર છાણાં થાપવામાં આવ્યાં હતાં. મહારાજશ્રીને લાગ્યું કે જરૂર આ પથ્થર ખોદાવીને બહાર કાઢવો જોઈએ. ગામમાંથી મજૂરોને બોલાવવામાં આવ્યા. પથ્થર અખંડિત નીકળે એ રીતે સાવચેતીથી ખોદવાનું શરૂ કર્યું. ગામના ઘણા લોકો ભેગા થઈ ગયા. મહારાજશ્રી અને એમના શિષ્યો પણ હાજર રહ્યા. પથ્થર કાઢતાં જ આશ્ચર્યનો પાર ન રહ્યો. પાર્શ્વનાથ ભગવાનનાં એ પ્રતિમાનાં દર્શન કરીને મહારાજશ્રીએ ગદ્ગદ્ કંઠે સ્તુતિ કરી. આવા અખંડિત નીકળેલા અવશેષોની તરત સાચવણી થવી જોઈએ, ખુલ્લામાં પડ્યા રહે તે ઠીક નહીં. મહારાજશ્રીએ કહ્યું કે અત્યારે ને અત્યારે શેઠ મનસુખભાઈ ભગુભાઈના નામથી તાળું મરાય એવી જગ્યા ખરીદી લો. તપાસ કરતાં એક રબારીનો વંડો ગોરધનભાઇએ ખરીદી લીધો. ત્યારપછી બીજે દિવસે મજૂરો પાસે બધા અવશેષો ઊંચકાવીને વંડામાં સુરક્ષિત મુકાવી દેવામાં આવ્યા. મહારાજશ્રીએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સન્મુખ બેસી સ્તુતિ કરી, કાઉસગ્ગ ધ્યાન કર્યું અને સંકલ્પ કર્યો કે આ તીર્થનો ઉદ્ધાર શાસનદેવીની કૃપાથી હું અવશ્ય કરાવીશ. આમ, પ્રાચીન શેરીસા તીર્થના જીર્ણોદ્ધારનાં મંડાણ થયાં. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઓગણજ પધાર્યા. રસ્તામાં ભૂલા પડ્યા હતા. પરંતુ શાસનદેવની ગેબી કૃપાથી સાચા રસ્તે વળી ગયા હતા. ઓગણજથી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં આવીને મહારાજશ્રીએ શ્રેષ્ઠીઓને શેરીસા તીર્થના ઇતિહાસની અને એ તીર્થના જીર્ણોદ્ધારની વાત કરી. એ વખતે ટીપ કરવાની વાત ચાલી, પરંતુ જીર્ણોદ્ધાર માટે પચીસ હજાર જેટલી રકમની જરૂર હતી. એટલે શેઠશ્રી મનસુખભાઈએ એ રકમ એકલાએ આપવાની જાહેરાત કરી. મહારાજશ્રી ચાતુર્માસ માટે પાંજરાપોળના ઉપાશ્રયે પ્રવેશ કર્યો. આ ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વનું કાર્ય મહારાજશ્રીએ એ કર્યું કે તીર્થની રક્ષા માટે સ્થપાયેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના બંધારણની પુનર્રચનામાં એમણે ઘણું સરસ માર્ગદર્શન આપ્યું. ચાતુર્માસ પછી થોડા વખતમાં મહારાજશ્રીના અનન્ય ભક્ત મનસુખભાઈનું અચાનક અવસાન થયું. એથી મહારાજશ્રીના એક પરમ ગુરુભક્ત સમાજે ગુમાવ્યા. એમના અવસાન પછી એમના સુપુત્ર શેઠશ્રી માણેકલાલભાઈ ઘણાં મહત્ત્વનાં કાર્યોમાં એટલી જ ઉદારતાથી આર્થિક સહાય કરવા લાગ્યા. ત્યારપછી મહારાજશ્રી વિહાર કરતાં કરતાં કપડવંજ પધાર્યા. અહીં એમનું ચાતુર્માસ નક્કી થયું હતું. કપડવંજમાં મહારાજશ્રીના ત્રણ શિષ્યો શ્રી દર્શનવિજયજી, શ્રી ઉદયવિજયજી અને શ્રી પ્રતાપવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. આ મહોત્સવ પ્રસંગે એટલા બધા માણસો કપડવંજ આવ્યા હતા કે રેલવેને સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઉત્સવમાં એક એવી ચમત્કારિક ઘટના બની કે વરસાદના એ દિવસોમાં વરસાદ ચાલુ જ પડ્યા કરતો હતો. પરંતુ ગણિપદવીની ક્રિયા વખતે, શોભાયાત્રા વખતે, નવકારશી વખતે અચાનક વરસાદ બંધ થઈ ગયો હતો અને તે કાર્યક્રમ પૂરો થતાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. કપડવંજનું ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. દરમિયાન સમાચાર આવ્યા કે એમના શિષ્ય મુનિ યશોવિજયજીની ખેડામાં તબિયત એકદમ ગંભીર થઈ ગઈ છે અને ગુરુમહારાજનાં દર્શન માટે તેઓ ઝંખે છે. એટલે Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૩૭. મહારાજશ્રીએ ખેડા તરફ વિહાર કર્યો. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં મુનિ યશોવિજયજી કાળધર્મ પામ્યા. આમ તેઓ અકાળે કાળધર્મ પામતાં એક તેજસ્વી શિષ્યરત્નને મહારાજશ્રીએ ગુમાવ્યા. મહારાજશ્રી આથી અમદાવાદ પાછા ફર્યા. એમના અન્ય શિષ્યો પણ અમદાવાદ આવી પહોંચ્યા. આ સમય દરમિયાન દીક્ષાના પ્રસંગો ઊજવાયા. તદુપરાંત તીર્થરક્ષાની બાબતમાં મહારાજશ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, તારંગાજી વગેરે અંગે દેશી રાજ્યોની દખલગીરીને કારણે કોર્ટમાં કેસ ચાલતા હતા તે અંગે સંઘોને તથા આણંદજી કલ્યાણજીની પેઢીને વ્યવહારુ માર્ગદર્શન આપતા રહ્યા હતા. એમાં મહારાજશ્રીને કુદરતી રીતે વરેલી કાનૂની સૂઝ અને દક્ષતાનાં દર્શન થતાં. એમની સલાહ અવશ્ય સાચી પડતી. જેઓ એવો અભિપ્રાય ધરાવતા કે કાયદાની બાબતમાં સાધુમહારાજોને શી સમજ પડે એવા બેરિસ્ટરોને પણ કબૂલ કરવું પડતું કે મહારાજશ્રી પાસે એ વિષયમાં ઘણી ઊંડી સમજ છે. ડૉ. હર્મન જેકોબીએ એક વખત ભારત આવ્યા ત્યારે કહેલું કે, “વિજયનેમિસૂરિ અને વિજય-ધર્મસૂરિ એ બે મહાત્માઓ જો સાધુપણામાં ન હોત તો કોઈ મોટા રાજ્યના દીવાન હોત. સમગ્ર રાજ્યતંત્ર ચલાવી શકે એવી બુદ્ધિ, વ્યવહારદક્ષતા, માણસની પરખ અને દીર્ઘદ્રષ્ટિ એમની પાસે છે.' અમદાવાદથી મહારાજશ્રી કડી, પાનસર, ભોયણી, મહેસાણા, તારંગા, કુંભારિયાજી વગેરે તીર્થોમાં વિહાર કરતા આબુ પહોંચ્યા. આબુમાં આઠ દિવસની સ્થિરતા કરી મહારાજશ્રી અચલગઢ, સિરોહી, પાડીવ વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં જાવાલ પધાર્યા, જાવાલ એક નાનું ગામ ગણાય, પરંતુ આ ગામના શ્રાવકોની ધર્મભાવના અને આગ્રહ જોતાં મહારાજશ્રીએ વિ. સં. ૧૯૭૧નું ચાતુર્માસ જાવાલમાં કરવાનું નક્કી કર્યું. આ ચાતુર્માસની સ્થિરતા દરમિયાન મહારાજશ્રીએ ગામના લોકોને પ્રેરણા આપી પાઠશાળાની સ્થાપના કરાવી, નવો ઉપાશ્રય કરાવ્યો, પાંજરાપોળની સ્થાપના કરાવી, નૂતન દેરાસર માટે વાડી ખરીદાવી તથા આસપાસનાં ગામો વચ્ચે ચાલતા ઝઘડાનું નિરાકરણ કરાવ્યું. તદુપરાંત જાવાલમાં દીક્ષાનો મહોત્સવ યોજાયો. બોટાદના શ્રી અમૃતલાલ તથા રાજગઢના શ્રી પ્યારેલાલને દીક્ષા આપવામાં આવી અને અમૃતલાલનું નામ મુનિ શ્રી અમૃતવિજયજી તથા પ્યારેલાલનું નામ મુનિ શ્રી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ પ્રભાવક સ્થવિરો ભક્તિવિજયજી રાખવામાં આવ્યું. જાવાલના શ્રાવકોનો ભક્તિભાવ અને ઉત્સાહ જોઈ મહારાજશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં ધર્મશાળા બાંધવાનો નિર્ણય જાહેર કર્યો અને તદનુસાર પાલિતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં જાવાલવાળાની ધર્મશાળા બંધાઈ. સાધુ મહાત્માઓના નૈષ્ઠિક અખંડ બ્રહ્મચર્ય અને કરુણાભરી સંયમશીલ સાધનાનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. મહારાજશ્રીના જીવનમાં પણ એવી કેટલીક ઘટનાઓ બનેલી નોંધાઈ છે. મહારાજશ્રી એક વખત કાસોર ગામમાં પધાર્યા હતા. અહીં એક શ્રાવકના નાના દીકરાને વારંવાર ઊલટી થતી. કોઈ કોઈ વાર થંકમાં પણ લોહી આવતું. ઘણા ઉપચાર કરવા છતાં તેને મટતું નહિ. મહારાજશ્રી ગામમાં પધાર્યા અને વ્યાખ્યાન ચાલુ થયું તે વખતે તે શ્રાવક પોતાના દીકરાને લઈને વ્યાખ્યાનમાં આવીને બેઠા. વ્યાખ્યાન દરમિયાન છોકરાને ઘણી રાહત લાગી એટલે વ્યાખ્યાન પછી પણ છોકરો ઉપાશ્રયમાં મહારાજશ્રી પાસે બેસી રહ્યો. આ રીતે ચાર-પાંચ કલાકમાં એને ઘૂંકમાં લોહી ન આવ્યું. ત્યારપછી મહારાજશ્રી ગોચરી વાપરવા બેસવાના હતા. એટલે એમણે છોકરાને કહ્યું, “ભાઈ થોડી વાર બહાર જાઓ. અમે ગોચરી વાપરી લઈએ.” છોકરો જેવો ઉપાશ્રયની બહાર ગયો કે તરત એને થુંકમાં લોહી આવવા લાગ્યું. ગોચરી પતી ગયા પછી પાછો ફરીને તે ઉપાશ્રયમાં આવીને બેઠો કે લોહી બંધ થઈ ગયું. આ ઘટનાની વાત જાણીને છોકરાનાં માતા-પિતાને થયું કે જરૂર મહારાજશ્રીના પ્રભાવથી જ આ પ્રમાણે બન્યું હશે. તેઓ બધાં મહારાજશ્રી પાસે આવ્યાં અને બનેલી ઘટનાની વાત કરી અને છોકરાને સાજો કરી આપવા વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું કે, “અમે કોઈ દોરાધાગા કે ચમત્કાર કરતા નથી.” પછી છોકરાને કહ્યું કે, “તું રોજ ભાવથી નવકારમંત્ર ગણજે. તારો રોગ મટી જશે.' છોકરાએ એ પ્રમાણે રોજ નિયમિત નવકારમંત્ર ગણવાનું ચાલુ કર્યું અને જાણે ચમત્કાર થયો હોય તેમ તેનો રોગ કાયમ માટે ચાલ્યો ગયો. જાવાલના ચાતુર્માસ પછી મહારાજશ્રી મારવાડમાં અને મેવાડમાં વિચર્યા. તેમણે વરકાણા, વીજોવા, નાડોલ, નાડલાઈ, ઘાણેરાવ, મૂછાળા મહાવીર, Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ દેસૂરી, સાંખિયા, ગઢબોલ વગેરે સ્થળે વિહાર કર્યો. એ દિવસોમાં આ કેટલાંક ક્ષેત્રમાં વિહારની, શુદ્ધ આહાર-પાણીની, રાત્રિમુકામ ક૨વાની ઘણી તકલીફ હતી. મૂર્તિપૂજકોનાં ઘર ઓછાં હતાં. અન્ય ફિરકાના લોકો સાથે સંઘર્ષ ચાલતા. મહારાજશ્રીએ આ બધાં સ્થળે વિચરી પોતાની વ્યાખ્યાનશેલીથી અને વ્યક્તિગત મળવા આવનારને સમજાવવાની સરસ શક્તિથી ઘણાંનાં હૃદયનું પરિવર્તન કરાવ્યું હતું. જ્યાં જ્યાં શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંકવાની સ્થિતિ ઊભી થતી ત્યાં અન્ય પક્ષ છેલ્લી ઘડીએ ઉપસ્થિત રહેતો નહિ. ગઢબોલમાં તો આગલા વર્ષે અન્ય પક્ષ તરફથી તીર્થંકર ભગવાનની પ્રતિમાને ખીલા મારવામાં આવ્યા હતા ત્યાં મહારાજશ્રીએ પોતાની કુનેહ અને દીર્ઘદ્ગષ્ટિથી કામ લઈને અન્ય પક્ષના લોકોને શાંત કરી દીધા હતા. ઘણાં સ્થળે કેટલાંયે કુટુંબોને સાચા ધર્મ તરફ વાળ્યાં હતાં. ભિન્ન ભિન્ન સ્થળે વિહાર–યાત્રા કરી મહારાજશ્રીએ ચાતુર્માસ સાદડીમાં કર્યું. વિ. સં. ૧૯૭૨ના સાદડીના ચાતુર્માસ દરમિયાન સિરોહી રાજ્યના પાલડી ગામે બે શ્રેષ્ઠી મહારાજશ્રી પાસે આવ્યા. તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ કાઢવાની પોતાની ભાવના છે અને તેનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે. મહારાજશ્રીએ તેઓને કહ્યું કે, ‘ભાઈઓ, અમે ગુજરાત બાજુથી હજુ હમણાં જ મારવાડમાં આવ્યા છીએ અને તરત જ પાછાં ગુજરાત તરફ જવાની અનુકૂળતા નથી. પરંતુ તમારે જો સંઘ કાઢવો જ હોય તો જેસલમેરનો કાઢો, કારણ કે અમારે હજુ એ ક્ષેત્રમાં વિચરવાની ભાવના છે.’ સાદડીના એ શ્રેષ્ઠીઓએ મહારાજશ્રીની એ દરખાસ્ત સહર્ષ સ્વીકારી લીધી, એટલું જ નહિ પણ પોતાની સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના હતી તેના પ્રતીકરૂપે તેઓએ આણંદજી કલ્યાણજીની પેઢીને રૂપિયા પાંચ હજાર મોકલી આપ્યા. મહારાજશ્રી વિહાર કરીને પાલડી ગામે પધાર્યા અને શુભ દિવસે મહારાજશ્રીની નિશ્રામાં સંઘે જેસલમેરની તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું. ગામેગામ વિહાર કરતો સંઘ લોધી આવી પહોંચ્યો. આ પ્રાચીન ઐતિહાસિક તીર્થસ્થળમાં ઘણા લાંબા વખતથી કુસંપ ચાલતો હતો, અને બે ૪૩૯ Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४० પ્રભાવક સ્થવિરો પક્ષ પડી ગયા હતા. એ વાત મહારાજશ્રી પાસે આવી. મહારાજશ્રીને ફલોધીના સંઘમાં સંપ કરાવવાની ભાવના થઈ, પરંતુ કેટલાકે મહારાજશ્રીને સલાહ આપી કે “અહીં મોટા મોટા મહાત્માઓ આવી ગયા છે, પરંતુ તેઓનાથી પણ ઝઘડો શમ્યો નથી. એટલે એમાં પડવા જેવું નથી. પરંતુ મહારાજશ્રીએ નિર્ણય કરી લીધો કે ભલે સફળતા મળે કે ન મળે, પરંતુ પોતે પ્રયાસ તો અવશ્ય કરવો જોઈએ. એટલા માટે કદાચ જો સંઘનું રોકાણ થોડા દિવસ વધી જાય તો પણ તે જરૂરી હતું. મહારાજશ્રીએ બંને પક્ષના આગેવાનોને વારાફરતી એકાંતમાં બોલાવીને આખી સમસ્યા જાણી લીધી. ત્યારપછી તેઓ રોજ વ્યાખ્યાનમાં પોતાના ઉપદેશને એવી રીતે ગૂંથી લેતા કે જેથી આ ઝઘડાનો નિકાલ લાવવો જોઈએ એવું બંને પક્ષના આગેવાનોને લાગ્યું. આઠેક દિવસમાં તો મહારાજશ્રીની દરમિયાનગીરીથી સંઘમાં સમાધાન થઈ ગયું, અને શાંતિ સ્થપાઈ ગઈ. તેના પ્રતીકરૂપે બંને પક્ષ તરફથી સાથે મળીને સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું. ફલોધીથી સંઘે જેસલમેર તરફ પ્રયાણ કર્યું. હવે રણપ્રદેશ આવતો હતો અને વચ્ચે વચ્ચે પાંચસો-હજારની વસ્તીવાળાં નાનાં નાનાં ગામો આવતાં હતાં. આ વિસ્તારમાં પાણીની ઘણી તંગી રહેતી. સંઘે જ્યારે વાસણા નામના ગામમાં પડાવ નાખ્યો ત્યારે ગામના લોકોએ ઘણો વિરોધ કર્યો. લોકોનું કહેવું હતું કે ઉનાળાના આ દિવસો છે, બે-ત્રણ વર્ષે એકાદ વખત અહીં વરસાદ પડે છે. સંઘના આટલા બધા માણસો પાણી વાપરશે તો એક દિવસમું જ અમારા ગામનું બધું પાણી ખલાસ થઈ જશે. ગામના લોકોના આવા વિરોધ વચ્ચે કેટલો વખત રહેવું એ પ્રશ્ન થઈ પડ્યો. પરંતુ મહારાજશ્રીએ બધાને શાંત રહેવા કહ્યું. એટલામાં જાણે કોઈ ચમત્કારી ઘટના બનતી હોય તેમ અચાનક આકાશમાં વાદળાં ઊમટી આવ્યાં. ઉનાળાના એ દિવસે મુશળધાર વરસાદ વરસ્યો. ગામમાં એટલું બધું પાણી આવ્યું કે ગ્રામજનોએ ક્યારેય જોયું ન હતું. આ ઘટનાથી તેઓના હૃદયનું પરિવર્તન થયું. સંઘે આગળ પ્રયાણ કર્યું અને જેસલમેર પહોંચવા આવ્યા. જેસલમેરનું દેશી રાજ્ય હતું. સંઘ આવ્યો એટલે આવકનું એક સાધન ઊભું થયું એમ માનીને રાજના મહારાજાએ મુંડકાવેરો નાખવાનું વિચાર્યું. આ વાતની ગંધ Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૪૧ આવતાં જ મહારાજશ્રીએ આબુના અંગ્રેજ રેસિડેન્ટને તાર કરવા માટે આગેવાનો સાથે વિચારણા કરી. એ વાતની મહારાજાને જાણ થતાં તેઓ ગભરાયા, કારણ કે અંગ્રેજ રેસિડન્ટ જો આવશે તો બીજી તકલીફો પણ ઊભી થશે. માટે એમણે તરત દીવાનને મોકલીને સંઘને જણાવ્યું કે જેસલમેર રાજ્યની મુંડકાવેરો નાંખવાની કોઈ ઇચ્છા નથી. ત્યારપછી જેસલમેરના પ્રવેશ વખતે મહારાજશ્રીનું તથા સંઘનું રાજ્ય તરફથી બહુમાન થયું અને ઠાઠમાઠ સાથે સંઘનો પ્રવેશ કરાવ્યો. મહારાજાએ મહારાજશ્રીને માટે પાલખીની વ્યવસ્થા પણ કરી. પરંતુ મહારાજશ્રીએ સાધુના આચારને અનુરૂપ ન હોવાથી તેનો વિવેકપૂર્ણ અસ્વીકાર કર્યો. મહારાજાએ “મહારાજશ્રીને મહેલમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું તો લાભાલાભનો વિચાર કરીને તે સ્વીકાર્યું અને રાજમહેલમાં તેઓ પધાર્યા. તેથી મહારાજાની ઉપર ઘણી મોટી છાપ પડી અને મહારાજશ્રીના તેજસ્વી, પ્રતાપી વ્યક્તિત્વથી અને મધુર ઉપદેશવાણીથી મહારાજા ઘણા પ્રભાવિત થયા. જૈનોને જેસલમેરની તીર્થયાત્રા માટે જે કાંઈ સગવડ જોઈએ તેની કાયમી વ્યવસ્થા કરી આપવાની તત્પરતા તેમણે બતાવી. જેસલમેરની તીર્થયાત્રા કરીને સંઘ પાછો ફર્યો. આ વખતે તો વાસણા ગામના લોકોએ તો પોતાના ગામમાં જ મુકામ કરવા માટે આગ્રહ કર્યો. એટલે સંઘે ત્યાં મુકામ કર્યો. ફરીથી એવું બન્યું કે એ જ દિવસે પાછો મુશળધાર વરસાદ વરસ્યો. આથી ગ્રામજનો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજશ્રીને ભક્તિભાવપૂર્વક લળીલળીને વંદન કરવા લાગ્યા. સંઘ વિચરતો ફલોધી આવી પહોંચ્યો. મહારાજશ્રીએ સંઘના ભાઈઓને બોલાવીને જાણી લીધું કે તેમની ધારણા કરતાં બમણું ખર્ચ સંઘ કાઢવામાં થઈ ગયું છે. આથી મહારાજશ્રીએ એ ભાર હવેથી ઓછો થાય એ માટે દરેક ગામની નવકારશી ગામવાળા અને બીજાઓ ઉપાડી લે એવી દરખાસ્ત મૂકી. પરંતુ સંઘના ભાઈઓએ કહ્યું કે, “સંઘની તમામ જવાબદારી અમારી જ છે. કોઈ પણ ભોગે આ ખર્ચનો લાભ અમારે જ લેવાનો છે.” તેઓ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. તેઓની દઢ ભાવના જોઈને મહારાજશ્રીએ તેઓની વાત માન્ય રાખી તેઓને આશીર્વાદ આપ્યા. બીજે દિવસે સંઘના ભાઈઓ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ પ્રભાવક સ્થવિરો ઉપ૨ મદ્રાસથી એક તાર આવ્યો હતો. તેમનો મદ્રાસમાં રૂનો વેપાર ચાલતો હતો. તારમાં લખ્યું હતું કે રૂના એક સોદામાં અચાનક સાડાત્રણ લાખ રૂપિયાનો નફો થાય છે. મહારાજશ્રીને એ તાર વંચાવતાં સંઘવી ભાઈઓએ કહ્યું: ‘ગુરુદેવ, જુઓ આપની જ કૃપાથી આ સંઘનું તમામ ખર્ચ અમારા માટે આ એક સોદામાંથી જ અણધાર્યું જ નીકળી ગયું છે.' આ વાત સંઘમાં પ્રસરતાં સંઘના આનંદનો પાર ન રહ્યો. ફલોધીના સંઘે મહારાજશ્રીને ચાતુર્માસ માટે કરેલી વિનંતીનો મહારાજશ્રીએ સ્વીકાર કર્યો. જેસલમેરના સંઘમાંથી પાછાં ફરતાં મહારાજશ્રી ફલોધી પધાર્યા અને વિ. સં. ૧૯૭૩નું ચાતુર્માસ લોધીમાં કરવાનું નક્કી કર્યું. લોધી (ફલવૃદ્ધિ) એક પ્રાચીન ઐતિહાસિક શહેર છે. અહીં જૂના વખતનો એક ઉપાશ્રય છે જે ૮૪ ગચ્છના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. આ ઉપાશ્રયમાં કોઈ પણ ગચ્છના કોઈ પણ સાધુ ઊતરી શકે છે. આ શહેરની ઉદારતા અને સહિષ્ણુતા કેટલી બધી હશે તે આવા પ્રકારના ઉપાશ્રયથી સમજી શકાય છે. મહારાજશ્રી ચૌભુજાના ઉપાશ્રયે બિરાજ્યા હતા અને વ્યાખ્યાન આપવા માટે રોજ ૮૪ ગચ્છના ઉપાશ્રયે જતા. અહીં એક વિલક્ષણ ઘટના એ બની હતી કે રોજ એક કબૂતર વ્યાખ્યાન શરૂ થતાં પહેલાં મહારાજશ્રીની સામે એક ગોખલામાં આવીને બેસી જતું અને વ્યાખ્યાન પૂરું થયા પછી ત્યાંથી ઊડી જતું. અહીંના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ નૂતન જિનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે બાંધવા માટે ઉપદેશ આપ્યો હતો. રાજસ્થાનમાં તે વખતે યતિઓ-શ્રીપૂજ્યોનું જોર ઘણું હતું, પરંતુ મહારાજશ્રીની વિશાળ ઉદાર દૃષ્ટિ, સરસ વક્તૃત્વ અને તેજસ્વી મુખમુદ્રાના પ્રભાવને કારણે યતિઓ પણ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવીને બેસતા. રાજસ્થાન એટલે હસ્તપ્રતોનો ખજાનો. ઘણાય યતિઓ પૈસાની જરૂર પડતાં હસ્તપ્રતો વેચવા નીકળતા. વળી અમુક જાતિના અજ્ઞાન લોકો હસ્તપ્રતો પણ જોખીને વેચતા. પરંતુ મહારાજશ્રી હસ્તપ્રતો જોખીને લેવાની ના પાડતા. સરસ્વતીદેવીને જોખીને ન લેવાય એમ સમજાવતા અને શ્લોકોની ગણતરી અને પૃષ્ઠસંખ્યા પ્રમાણે હસ્તપ્રત લેવાની દરખાસ્ત મૂકતા. પરંતુ એ અજ્ઞાન લોકોને તો એવી ગણતરી આવડે જ નહિ. એટલે પોથીઓનું વજન કરીને જ Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૪૩ વેચવાનો આગ્રહ રાખતા. આવી ઘણી દુર્લભ પોથીઓ મહારાજશ્રી શ્રાવકોને ભલામણ કરીને ખરીદાવી લેતા જેથી તે નષ્ટ ન થાય. ફલોધીથી મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં તપગચ્છ, ખરતરગચ્છ, કમળાગચ્છ વગેરેના મતભેદો હતા, પરંતુ મહારાજશ્રીએ ઉદાર સમન્વયની દૃષ્ટિ રાખી હતી. બીકાનેરમાં મહારાજશ્રીને મળવા જયદયાળ નામના એક વિદ્વાન હિંદુ પંડિત આવ્યા હતા. પંડિત જયદયાળને જૈન ધર્મમાં રસ હતો. એમણે કેટલોક અભ્યાસ પણ કર્યો હતો. તેમને સિદ્ધચક્રના નવ પદના નવ રંગ શા માટે છે એ જાણવાની જિજ્ઞાસા હતી. મહારાજશ્રીએ એમને એ વિશે સમજણ આપી એથી એમને ખૂબ સંતોષ થયો. આ પંડિત જયદયાળ શર્માએ નવકારમંત્ર' વિશેની કેટલીક પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનો હિંદીમાં અર્થવિસ્તાર કરતો મૂલ્યવાન ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. મહારાજશ્રી સં. ૧૯૭૩નું ચાતુર્માસ ફલોધીમાં કરીને બીકાનેર, નાગોર, મેડતા, જેતારણ વગેરે સ્થળોનો વિહાર કરીને કાપરડજી પાસેન બિલાડા નામના ગામે પધાર્યા હતા. ત્યાંના આગેવાન શ્રાવક શ્રી પનાલાલજી શરાફને ભાવના થઈ હતી કે પૂ. મહારાજશ્રી જો કાપરડા તીર્થના ઉદ્ધારનું કાર્ય હાથમાં લે તો તે જરૂર સારી રીતે પાર પડી શકે. પરંતુ કાપરડાજી તીર્થના ઉદ્ધારનું કાર્ય સરળ નહોતું. આ પ્રાચીન ઐતિહાસિક તીર્થમાં વિ. સં. ૧૬૭૮માં જિનમંદિરમાં મૂળનાયકની પ્રતિષ્ઠા થઈ હતી. એ સમયે જોધપુર રાજ્યના સૂબેદાર શ્રી ભાણાજી ભંડારી હતા. રાજ્ય તરફથી કંઈ મુશ્કેલી આવી પડતાં એક યતિજીએ એમને સહાય કરેલી. તેના આશીર્વાદથી એમણે કાપરડામાં ચાર માળવાળું ચૌમુખી જિનમંદિર બંધાવ્યું હતું. એમાં ગામ બહાર જમીનમાંથી નીકળેલા શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનના જિનબિંબ સહિત ચાર જિનબિંબની પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક કરવામાં આવી હતી. આ કાપરડાજી તીર્થ એ જમાનામાં એક પ્રખ્યાત તીર્થ બની ગયું હતું. લગભગ અઢી-ત્રણ સૈકાથી વધુ સમય આ તીર્થનો મહિમા ઘણો મોટો રહ્યો હતો. પરંતુ વીસમી સદીના પ્રારંભમાં રાજદ્વારી પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓનાં કારણોને લીધે કાપરડાજીની જાહોજલાલી ઘટતી ગઈ. અને જૈન કુટુંબો આજીવિકા માટે અન્યત્ર સ્થળાંતર કરતાં ગયાં. એમ કરતાં Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ કાપરડાજીમાં જૈનોની ખાસ કોઈ વસ્તી રહી નહિ. કાપરડાજીના આ જિનમંદિરમાં ખરતરગચ્છના શ્રાવકોએ ચામુંડા માતાજી તથા ભૈરવનાથની એમ દેવ-દેવીની બે દહેરીઓ કરાવેલી. એ દેવ-દેવીઓનો મહિમા એટલો બધો વધી ગયેલો કે જૈનો ઉપરાંત આસપાસના સ્થાનિક જૈનેતર લોકો, ખાસ કરીને જાટ જાતિના લોકો, એમની બાધા કે માનતા રાખતા. દર્શન કરનારાંઓમાં આ જૈનેતર વર્ગ પણ ઘણો મોટો હતો. એ વખત જતાં નાનાં બાળકોના વાળ ઉતરાવવા માટે પણ તેઓ કાપરડાજીના જિનમંદિરમાં આવતા. જૈનોની જ્યારે વસ્તી ઘટતી ગઈ અને દર્શનાર્થીઓમાં મુખ્યત્વે જાટ જાતિના લોકો જ રહ્યા ત્યારે આ તીર્થની આશાતના એટલી હદ સુધી થઈ કે ચામુંડા માતાની દેરી સામે બકરાનો વધ પણ થવા લાગ્યો. પશુબલિની અહીં પરંપરા ચાલવા લાગી. બીજી બાજુ મંદિરના નિભાવ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મંદિર જર્જરિત થઈ ગયું. મહારાજશ્રી જ્યારે કાપરડાજીના જિનમંદિરમાં પધાર્યા ત્યારે એની હાલત જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે એ તીર્થનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ એ માટે હિંમત અને કુનેહની જરૂર હતી. વળી જીર્ણોદ્ધારનું કાર્ય ક્રમાનુસાર કરવાની જરૂર હતી. મહારાજશ્રીએ સૌથી પહેલાં તો તીર્થનો કબજો જૈનોના હાથમાં આવે એવી કાયદેસરની વ્યવસ્થા કરાવી. ત્યારપછી એમણે ગઢની અંદરની સાફસૂફી કરાવી. મહારાજશ્રીને લાગ્યું કે મંદિરમાં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનની દરરોજ નિયમિત પૂજા થવી જોઈએ. જાટ લોકોની વચ્ચે આવીને કોઈ પોતે હિંમતપૂર્વક રહે અને રોજેરોજ જિન પ્રતિમાની પૂજા કરે એવી વ્યક્તિ તરીકે પાલીનગરના શ્રી ફૂલંચદજી નામના એક ગૃહસ્થની એમણે પસંદગી કરી. પેઢીના મુનીમ તરીકે તેમની નિમણૂક કરી. આ રીતે તીર્થ કંઈક જીવંત અને જાગ્રત બન્યું. મહારાજશ્રીને લાગ્યું કે જૈનોમાં આ તીર્થની જાણ થાય તથા લોકોનો ભાવ જાગે એ માટે આ તીર્થની યાત્રાનો એક સંઘ કાઢવો જોઈએ. એ માટે પાલીના શ્રી કિસનલાલજીએ આદેશ માગ્યો તે પ્રમાણે મહારાજશ્રીએ સંઘ કાઢીને કાપરડાજી તરફ વિહાર કર્યો. એમાં ગુજરાત, રાજસ્થાનના કેટલાક શ્રેષ્ઠીઓ જોડાયા. આથી કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધાર માટે મહારાજશ્રીના ગુજરાત પ્રભાવક સ્થવિરો Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ અને રાજસ્થાનના અગ્રગણ્ય ભક્તોને કાપરડાજીમાં પ્રતિમાઓની ફરી પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થઈ. સંઘ કાપરડાજી પહોંચે ત્યાં સુધીમાં મુનીમ પનાલાલજીને ચામુંડા માતાની દેરી ખસેડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જાટ લોકોના વિરોધ વચ્ચે પણ એમણે કુનેહપૂર્વક ચામુંડા માતાની દેરી ગઢમાં અન્યત્ર ખસેડાવી હતી. હવે ભૈરવનાથની દેરી ખસેડવાનો પ્રશ્ન હતો. કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધારની સમસ્યા આમ ગંભીર પ્રકારની હતી. જીર્ણોદ્ધાર માટે ફંડ એકત્ર કરવું, જાટ જાતિના લોકો વચ્ચે જીર્ણોદ્ધારનું કાર્ય કરાવવું અને પશુબિલ અટકાવીને દેવ-દેવીઓની દેરીઓને ખસેડીને પુનઃ સ્થાપિત કરાવવી વગેરે કામ સરળ નહોતાં. ૪૪૫ મહારાજશ્રીએ પોતાને વંદન કરવા આવનાર શ્રેષ્ઠીઓને કાપરડાજી તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા આપવાથી થોડા દિવસોમાં એ માટે સારી રકમ લખાઈ ગઈ અને કામ પણ ચાલુ થયું. મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું પણ નક્કી થઈ ગયું. એ માટે તૈયારીઓ ચાલુ થઈ ગઈ. કાપરડાજીમાં મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૭૫ના મહા સુદ પાંચમનો પ્રતિષ્ઠા-મહોત્સવ ચાલુ થયો. હજારો ભાવિકો કાપરડાજી પધાર્યા. આવો મોટો ઉત્સવ જાટ લોકોને ખૂંચે એ સ્વાભાવિક હતું. જૈનોનું તીર્થ પોતાના હાથમાંથી પાછું જેનોના હાથમાં ચાલ્યું જાય એ તેમને ગમતી વાત નહોતી. પ્રતિષ્ઠા-મહોત્સવમાં ભંગ પડાવવા માટે જાટ લોકોએ તોફાન મચાવવાની ગુપ્ત યોજનાઓ કરી હતી. પ્રતિષ્ઠા–મહોત્સવની વિધિ દરમ્યાન એક જાટ પોતાના બાળકને લઈને ભૈરવનાથની દેરી પાસે વાળ ઉતરાવવા દાખલ થયો. આ વાતની ખબર પડતાં મહારાજશ્રીએ શ્રાવકોને કહ્યું કે, એને અટકાવવો જોઈએ, નહિ તો પ્રતિષ્ઠા વિધિમાં આશાતના થશે. પ્રતિષ્ઠા-મહોત્સવ અગાઉ રાજ્યને વિનંતી કરીને દેરાસરની આસપાસ પોલીસનો સખત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. વળી બિલાડાના ફોજદાર વગેરે પણ કાપરડાજીમાં હાજર હતા. એટલે જાટ લોકો ફાવી શક્યા નહોતા. બાળકના વાળ ઉતરાવવા માટે ઇન્કાર કરતી વખતે ધમાલ થવાની સંભાવના Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ પ્રભાવક સ્થવિરો હતી. પરંતુ સદભાગ્યે તે થઈ નહિ. જાટ લોકો હિંસક હુમલા માટે યોજનાઓ વિચારતા અને એની અફવાઓ ફેલાતી. મહારાજશ્રી માથે પણ સંકટ ઊભું થયાની વાત આવી હતી. પરંતુ સ્થિતિમાં શાંતિ, કુનેહ અને નિર્ભતાથી કામ લેવાની જરૂર હતી. મહારાજશ્રીની સૂચના અનુસાર શ્રાવકો તે પ્રમાણે વર્તતા હતા. ભૈરવજીની મૂર્તિ ખસેડવા માટે આ સારી તક હતી એ જોઈને રાતને વખતે ભૈરવજીની મૂર્તિને ખસેડીને બાજુમાં આવેલા ઉપાશ્રયમાં એના મૂળ સ્થાનકે પધરાવવામાં આવી. પ્રતિષ્ઠાનું મહત્ત્વનું કાર્ય પતી ગયું. હવે બીજા દિવસે સવારે દ્વારોદઘાટનની વિધિ બાકી હતી. પ્રતિષ્ઠાની વિધિ પતી જતાં ઘણા લોકો પોતાના ગામ પાછા ફર્યા હતા, છતાં સેંકડો માણસો હજુ કાપરડાજીમાં રોકાયા હતા. એ દિવસે સાંજે સમાચાર આવ્યા કે પાસેના એક ગામના ચારસો જેટલા હથિયારથી સજ્જ જાટ માણસો મંદિર ઉપર હુમલો કરવાના છે અને મંદિરનો કબજો લઈ લેવાના છે. અચાનક આવી રીતે હુમલો થાય તો ઘણું મોટું જોખમ કહેવાય. મહારાજશ્રીએ ગઢની બહાર જે લોકો તંબુની અંદર રહ્યા હતા તે સર્વને ગઢની અંદર આવી જવા કહ્યું. મુનીમ પનાલાલજીને પણ પરિવાર સહિત ગઢની અંદર બોલાવી લેવામાં આવ્યા. કેટલાક ભક્તોએ મહારાજશ્રીને વિનંતી કરી કે, “જાટ લોકોનો હુમલો આવી પહોંચે એ પહેલાં અમે આપશ્રીને રક્ષકો સાથે બિલાડા ગામે પહોંચાડી દેવા ઇચ્છીએ છીએ. પરંતુ મહારાજશ્રીએ એ દરખાસ્તનો અસ્વીકાર કરીને કહ્યું, “મારું જે થવાનું હશે તે થશે. મને કોઈ ડર નથી. કાપરડાજી તીર્થની રક્ષા કાજે મારા પ્રાણ જશે તો પણ મને તેનો અફસોસ નહિ હોય.' સાંજે અંધારું થવા આવ્યું. એટલામાં લગભગ ૪૦૦ જેટલા હથિયારધારી જાટ લોકો મંદિર ઉપર હોંકારા કરતાં હલ્લો લઈને આવી પહોંચ્યા. બહુ મોટો શોરબકોર થયો, પરંતુ બધા શ્રાવકો ગઢની અંદર દાખલ થઈ ગયા હતા અને ગઢનો દરવાજો બંધ હતો એટલે જાટ લોકોએ ગઢને ઘેરો ઘાલ્યો. બહારથી તેઓ પથ્થરો મારતા અને બંદૂકની ગોળીઓ પણ છોડતા, પરંતુ સભાગ્યે ગઢની અંદર રહેલા કોઈને ઈજા થઈ નહિ. આગલે દિવસે જાટ લોકોના હુમલાની અફવા આવી કે તરત જ Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ४४७ મહારાજશ્રીની સૂચના અનુસાર મુનીમ પનાલાલજીએ જોધપુર રાજ્યના મહારાજાને રક્ષણ આપવા માટે વિનંતી કરવા એક બાહોશ માણસને ચૂપચાપ રવાના કરી દીધો હતો. એ સમાચાર મહારાજાને મળતાં દીવાન જાલમચંદજીના પ્રયાસથી ઊંટ-સવારોની લશ્કરી ટુકડીને કાપરડાજી માટે તરત રવાના કરવામાં આવી. રાતને વખતે જ્યારે આ ધિંગાણું ચાલતું હતું ત્યારે રાજ્યનું લશ્કર આવવાની વાત જાણતાં જાટ લોકોએ ભાગાભાગ કરી. ઘણાખરા લોકોને પકડી લેવામાં આવ્યા. થોડી વારમાં તો હુમલાખોરોમાંથી કોઈ ત્યાં રહ્યું નહિ. સ્થાનિક જાટ લોકો પણ રડવા લાગ્યા. તીર્થમાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ. ગઢનાં બારણા ખૂલી ગયાં, અને બાકીની રાત્રી શાંતિપૂર્વક સૌએ પસાર કરી. બીજે દિવસે સવારે નિયત સમયે કારોદ્ઘાટનની વિધિ થઈ અને આવેલું અંતરાયકર્મ શાંત થતાં હર્ષોલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા-મહોત્સવનો કાર્યક્રમ પૂરો થયો. ક્રમે ક્રમે શ્રાવકો વીખરાવા લાગ્યા અને કાપરડાજી તીર્થને રાજ્ય તરફથી રક્ષણ મળ્યું. થોડા વખત પછી જાટ લોકોએ ચામુંડા માતા અને ભૈરવજીની માલિકી માટે અદાલતમાં દાવો કર્યો હતો, પરંતુ તેમાં તેઓ હારી ગયા હતા. કાપરડાનું જિનમંદિર દેવદેવી સહિત જેનોની માલિકીનું છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી એવો ફેંસલો અદાલતે આપ્યો. ત્યારથી કાપરડાજી તીર્થનો મહિમા ફરી પાછો વધવા લાગ્યો અને અનેક યાત્રાળુઓ ત્યાં નિર્વિઘ્ન યાત્રા કરવા આવવા લાગ્યા. આમ મહારાજશ્રીએ કાપરડાજી તીર્થમાં પ્રાણાંત કષ્ટ વેઠીને પણ પુનરુદ્ધાર કરાવ્યો હતો. મહારાજશ્રીના હસ્તે આ એક મહત્ત્વનું ઐતિહાસિક કાર્ય થયું. કાપરડાજીથી વિહાર કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા અને વિ. સં. ૧૯૭૫નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. ચાતુર્માસ પછી વિ. સં. ૧૯૭૬ના પોષ વદ ૧૧ના દિવસે અમદાવાદથી કેસરિયાજી તીર્થનો છ'રી પાળતો સંઘ મહારાજશ્રીની નિશ્રામાં કાઢવામાં આવ્યો. આ સંઘના ખર્ચની જવાબદારી અમદાવાદના શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઇએ લીધી હતી. અમદાવાદમાં શેઠ હઠીભાઈની વાડીએ આ સંઘના સંઘવીનું બહુમાન કરવામાં આવ્યું હતું. શેઠ સારાભાઈએ સંઘ સાથે પગે ચાલવાનો આગ્રહ રાખ્યો ત્યારે મહારાજશ્રીએ Page #485 -------------------------------------------------------------------------- ________________ ४४८ પ્રભાવક સ્થવિરો એમને વ્યવહારુ સૂચન કરતાં કહ્યું કે, “આખા સંઘનો આધાર તમારા ઉપર છે. માટે અતિશય પરિશ્રમ કરશો નહિ. જ્યાં જરૂર લાગે ત્યાં તમે વાહનનો જરૂર ઉપયોગ કરજો.” સંઘ અમદાવાદથી ચાંદખેડા, શેરીસા, તારંગા, ઈડર વગેરે સ્થળે યાત્રા કરતો ધૂલેવા નગરે શ્રી કેસરિયાજી તીર્થમાં પહોંચ્યો. ત્યાં ઉલ્લાસપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ થયો. મહારાજશ્રી સંઘ સાથે જ અમદાવાદ પાછા ફરવાના હતા, પરંતુ ઉદયપુરના સંઘે ત્યાં આવીને મહારાજશ્રીને ઉદયપુર પધારવા એવી આગ્રહભરી વિનંતી કરી કે મહારાજશ્રીને ઉદયપુર જવાની ફરજ પડી. સંઘ વાજતેગાજતે અમદાવાદ પાછો ફર્યો. મહારાજશ્રી કેસરિયાજીથી વિહાર કરતા ઉદયપુર પધાર્યા. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં અનેક લોકો આવવા લાગ્યા. શ્રાવકોમાં ખૂબ ઉલ્લાસ અને જાગૃતિનું વાતાવરણ થઈ ગયું. એથી સંઘે મહારાજશ્રીને ચાતુર્માસ ઉદયપુરમાં જ કરવા માટે આગ્રહ કર્યો. લોકોનો ઉત્સાહ જોઈ મહારાજશ્રીએ એ માટે સંમતિ દર્શાવી. ચાતુર્માસનું સ્થળ નિશ્ચિત થયા પછી મહારાજશ્રીએ આસપાસના વિસ્તારોમાં વિહાર કર્યો અને ચાતુર્માસ માટે પાછા ઉદયપુર આવી પહોંચ્યા. એ અરસામાં ઊંઝા તરફથી વિહાર કરીને મુનિશ્રી વલ્લભવિજયજી (યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ) કેસરિયાજી તીર્થની યાત્રાએ છરી પાળતા સંઘની સાથે નીકળ્યા હતા. ઉદયપુર સ્થિરતા દરમિયાન મહારાજશ્રી સાથે તેમની પ્રથમ વાર મુલાકાત થઈ. આ મુલાકાત ઘણી મહત્ત્વની બની. શાસનના ઉદ્ધાર માટે કેવાં કેવાં કાર્યો કરવાં જોઇએ તે અંગે બંને વચ્ચે વિચારવિનિમય થયો. શ્રી વલ્લભવિજયજીએ મહારાજશ્રીને સૂચન કર્યું કે જેન સાધુઓમાં શિથિલાચાર અને મતભેદો વધતા જાય છે એ દૂર કરવા માટે અમદાવાદમાં એક મુનિ સંમેલન બોલાવવાની જરૂર છે. મહારાજશ્રીએ એ સૂચનનો સ્વીકાર કર્યો. વિ. સં. ૧૯૭૬માં ઉદયપુરના ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીએ “શ્રી પન્નાવણા સૂત્ર' ઉપર વ્યાખ્યાન આપવાનું ચાલુ કર્યું. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો પ્રભાવ એટલો બધો પડ્યો કે એમની તેજસ્વી પ્રતિભા અને વિદ્વત્તા તથા સચોટ વ્યાખ્યાનશૈલીની વાત પ્રસરતી ઉદયપુરના મહારાણા શ્રી Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૪૯ ફતેસિંહજી પાસે પહોંચી. તેમણે રાજમંત્રી શ્રી ફતેહકરણજીને મહારાજશ્રી પાસે મોકલ્યા. ફત્તેહકરણજી વિદ્વાન હતા અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સારા જાણકાર હતા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજેરોજ આવીને બેસવા લાગ્યા. તેમને મહારાજશ્રીની અસાધારણ પ્રતિભાનો પરિચય થયો. એમણે મહારાણા પાસે મુક્ત કંઠે મહારાજશ્રીની એટલી બધી પ્રશંસા કરી કે મહારાજશ્રીને મળવાનું મહારાણાને મન થયું. એ માટે એમણે મહારાજશ્રીને રાજમહેલમાં પધારવા માટે વિનંતી કરી, પરંતુ મહારાજશ્રીએ કહેવડાવ્યું કે કેટલાક મહાન પૂર્વાચાર્યો રાજમહેલમાં ગયાના દાખલા છે, પરંતુ પોતે એક સામાન્ય સાધુ છે અને રાજમહેલમાં જવાની પોતાની ઇચ્છા નથી. મહારાણાએ મહારાજશ્રીની એ વાતનો સમજણપૂર્વક સ્વીકાર કર્યો. જો કે પોતે ઉપાશ્રયમાં આવે એવા સંજોગો નહોતા, એટલે એમણે પોતાના યુવરાજને મહારાજશ્રી પાસે મોકલ્યા. તેઓ રોજ વ્યાખ્યાનમાં આવીને બેસવા લાગ્યા. મહારાણાએ મહારાજશ્રીને કહેવરાવ્યું કે રાજ્યના ગ્રંથાલયોમાંથી મહારાજશ્રીને જે કોઈ ગ્રંથ જોઈતો હોય તો તેઓ તરત મેળવી આપશે. વળી બીજી કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો તે પણ જરૂર કરશે. એ દિવસોમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક પંડિત મદનમોહન માલવિય ઉદયપુર પધાર્યા હતા, અને રાજ્યના મહેમાન બન્યા હતા. એ વખતે મહારાણાએ માલવિયજીને ભલામણ કરી હતી કે મહારાજશ્રી વિજયનેમિસૂરિ મળવા જેવા એક વિદ્વાન સંત છે. એથી માલવિયજી બહુ પ્રભાવિત થયા હતા. ઉદયપુરમાં જેટલા દિવસ તેઓ રોકાયા તેટલા દિવસ રોજેરોજ મહારાજશ્રીને મળવા આવતા હતા, અને અનેક વિષયો પર વિચારવિમર્શ કરતા હતા. તેઓ મહારાજશ્રીને “ગુરુજી' કહીને સંબોધતા. ત્યારપછી મહારાજશ્રી અમદાવાદમાં હતા તે દરમિયાન માલવિયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા ત્યારે તેઓ મહારાજશ્રીને મળવા માટે અચૂક જતા. પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવની બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઈ હતી. એટલે તેઓ તથા અન્ય વિદ્ધનાનો પણ માલવિયજી સાથે મહારાજશ્રીને મળવા આવતા. મહારાજશ્રીની ભલામણથી માલવિયજીને હેમચંદ્રાચાર્યકત “યોગશાસ્ત્ર” વાંચવાની ઇચ્છા થયેલી એટલે તે ગ્રંથની એક Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ પ્રભાવક સ્થવિરો હસ્તપ્રત મહારાજશ્રીએ ભંડારમાંથી મેળવીને માલવિયજીને આપી દીધી. ઉદયપુરનું ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીની નિશ્રામાં ઉદયપુરથી રાણકપુરનો સંઘ નીકળ્યો હતો. મહારાજશ્રી રાણકપુરથી વિહાર કરતા જાવાલ પધાર્યા. જાવાલથી મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ નીકળ્યો. જીરાવલા, આબુ, કુંભારિયા, તારંગા, મૈત્રાણા, ચારૂપ, પાટણ, શંખેશ્વર વગેરે તીર્થસ્થળોની યાત્રા કરતો સંઘ અમદાવાદ આવી પહોંચ્યો. મહારાજશ્રી અમદાવાદમાં રોકાયા. સંઘ શ્રી દર્શનવિજયજીની નિશ્રામાં આગળ વધતો પાલિતાણા તરફ રવાના થયો. મહારાજશ્રીએ અમદાવાદમાં સ્થિરતા કરી હતી એ દરમિયાન મહારાજશ્રીની લાક્ષણિક પ્રતિભાનો પરિચય કરાવે એવી એક ઘટના બની હતી. એ દિવસોમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ અસહકારનું રાષ્ટ્રીય આંદોલન ચાલ્યું હતું. એ વખતે કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાવાનું હતું. જૈન સાધુઓની દિનચર્યા મોક્ષલક્ષી, સંયમભરી હોવાને કારણે રાષ્ટ્રીય આંદોલનમાં તેઓ કોઈ જોડાયા નહોતા. અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટરે એવું અનુમાન બાંધ્યું હતું કે જેન સાધુઓ રાષ્ટ્રીય ચળવળની વિરુદ્ધ છે અને અમદાવાદમાં જેનોની ઘણી મોટી સંખ્યા છે. જેને કોમને સરકારી પક્ષે લેવી હોય તો એમના ધર્મગુરુ વિજયનેમિસૂરિને હાથમાં લેવા જોઈએ. પરંતુ અમદાવાદના કલેક્ટરનો આ ભ્રમ હતો. તેમની માન્યતા હતી કે એક અંગ્રેજ કલેક્ટર નિમંત્રણ આપે તો લોકો દોડતા એમને મળવા આવે. તેમણે મહારાજશ્રીને પોતાના બંગલે મળવા માટે આવવાનું નિમંત્રણ મોકલાવ્યું, પરંતુ મહારાજશ્રીએ કલેક્ટરના બંગલે જવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો અને કહેવરાવ્યું કે કલેક્ટરને જો ઇચ્છા હોય તો અમારી પાસે ગમે ત્યારે આવી શકે છે. કલેક્ટરે ત્રણેક વખત મહારાજશ્રીને આ રીતે પોતાની પાસે બોલાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ અંતે નિષ્ફળ જતાં તેઓ મહારાજશ્રી પાસે આવવા તૈયાર થયા. કલેક્ટરે પુછાવ્યું કે પોતે ખુરશી પર બેસે તો મહારાજશ્રીને કંઈ વાંધો છે ? મહારાજશ્રીએ કહેવરાવ્યું કે જૈન-જૈનેતર કોમના મોટા મોટા આગેવાનો અને વિદ્વાનો આવે છે, પરંતુ તેઓ ઔપચારિકતાની દૃષ્ટિએ અને જૈન સાધુનો વિનય સાચવવા નીચે જ Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૫૧ બેસે છે. કલેક્ટરે નીચે બેસવાનું કબૂલ રાખ્યું. તેઓ જ્યારે મળવા આવ્યા ત્યારે માથેથી હેટ ઉતારી, પરંતુ પગમાંથી બૂટ કાઢવા ઇચ્છતા નહોતા. મહારાજશ્રીએ એમની આગળ એવી બુદ્ધિયુક્ત રજૂઆત કરી કે તરત જ કલેક્ટરે પગમાંથી બૂટ કાઢવાનું સ્વીકાર્યું. બૂટ કાઢીને પછી તેઓ મહારાજશ્રી પાસે આવ્યા અને સામે નીચે બેઠા. કલેક્ટરે મહારાજશ્રી સાથે રાષ્ટ્રીય ચળવળ વિશે ચર્ચા કરી, પરંતુ મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધું કે જૈન સાધુઓ કોઈના વિવાદમાં ઊતરતા નથી. મહારાજશ્રી સાથે કલેક્ટરે તત્કાલીન પરિસ્થિતિ અંગે ઘણા મુદ્દાઓની છણાવટ કરી અને મહારાજશ્રીના તર્કયુક્ત જવાબોથી તેઓ બહુ પ્રભાવિત થયા. મહારાજશ્રીએ તેમની આગળ જૈન તીર્થોના રક્ષણની સરકારની જવાબદારી છે એ વાત પર ભાર મૂક્યો, કારણ કે જેનો તરફથી સરકારને કરવેરા તરીકે પ્રતિવર્ષ ઘણી મોટી રકમ મળે છે. કલેક્ટરે એ વાતનો સ્વીકાર કર્યો અને તીર્થરક્ષાના વિષયમાં પોતે વધુ ધ્યાન આપશે એવી ખાતરી આપી. આમ કલેક્ટર સાહેબ મહારાજશ્રીને મળવા આવ્યા હતા તો પોતાનું કામ કરાવવા માટે, પરંતુ વિદાય થયા મહારાજશ્રીએ સૂચવેલાં કામ કરવાનું વચન આપીને. આ અંગ્રેજ અમલદારે પોતાની અંગત ડાયરીમાં તે વખતે નોંધ્યું હતું કે મહારાજશ્રી બહુ તેજસ્વી અને શક્તિથી ઊભરાતા (Full of Energy) મહાપુરુષ છે. તીર્થોદ્ધાર એ મહારાજશ્રીના જીવનનું એક મહત્ત્વનું કાર્ય હતું. આ સમયગાળા દરમિયાન એમણે તળાજા અને શેરીસા તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. એક વખત મહારાજશ્રી પોતે પ્રસ્તાવ મૂકે એટલે લાભ લેનારા શ્રેઠીઓ વચ્ચે પડાપડી થતી. મહારાજશ્રીની વચનસિદ્ધિ એવી હતી કે તેઓ કહે તે પ્રમાણે અવશ્ય કાર્ય થાય. અમદાવાદની આ સ્થિરતા દરમિયાન પ્રો. આનંદશંકર ધ્રુવ, કવિ ન્હાનાલાલ વગેરે સાક્ષરો મહારાજશ્રીને મળવા આવતા. મહારાજશ્રીની વિદ્વત્ત-પ્રતિભાથી તેઓ બહુ પ્રભાવિત થયા હતા. મહારાજશ્રી અમદાવાદથી વિહાર કરી ભોયણી, ગાંભુ, ચાણસ્મા વગેરે સ્થળે વિચરતા પાટણ પધાર્યા. પાટણમાં એમનું ચાતુર્માસ નક્કી થયું હતું. આ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ પ્રભાવક સ્થવિરો ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની. ભૂતકાળમાં વિ. સં. ૧૯૪૨માં પાલિતાણાના ઠાકોર અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે તીર્થના રક્ષણ માટે કરાર થયા હતા. તે અનુસાર દર વર્ષે રૂપિયા પંદર હજાર પેઢીએ પાલિતાણાના ઠાકોરને આપવા પડતા. અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટસને આ બાબતમાં દરમિયાનગીરી કરીને પાલિતાણાના ઠાકોરને ઘણી સારી રકમ અપાવી દીધી હતી. વ્યક્તિગત યાત્રાળુને વેરો ન ભરવો પડે અને ત્રાસ ન પડે એટલા માટે પેઢીએ આ જવાબદારી સ્વીકારી હતી. આ કરાર ચાલીસ વર્ષ માટે કરવામાં આવ્યો હતો. કરારની મુદત પૂરી થયા પછી તીર્થરક્ષાની રકમ અંગે બંને પક્ષો નવેસરથી વાટાઘાટ કરીને નવો નિર્ણય કરી શકે એવી અંદર કલમ હતી. આ કરારની મુદત વિ. સં. ૧૯૮૨માં પૂરી થતી હતી. પોતાના રાજ્યમાં તીર્થસ્થળ હોય તો તે રાજ્યના રાજવીને તેમાંથી સારી કમાણી કરવાનો લોભ લાગે એવો એ જમાનો હતો. પાલિતાણાના ઠાકોરે જાહેર કર્યું કે તા. ૩૧મી માર્ચ, ૧૯૨૬ના રોજ કરાર પૂરા થાય છે એટલે તા. ૧લી એપ્રિલ, ૧૯૨૬ના દિવસથી રાજ્ય તરફથી મુંડકાવેરો લેવામાં આવશે. દરેક યાત્રાળુ પોતે આ વેરો ભરીને પછી જાત્રા કરી શકશે. મુંડકાવેરાથી રાજ્યને વધુ આવક તો થાય, પરંતુ એથી યાત્રાળુઓની કનડગત ઘણી વધી જાય. ઠાકોર ઠરાવેલી રકમ પેઢી પાસેથી લેવા કરતાં મુંડકાવેરો વસૂલ કરવાની ઇચ્છા વધુ ધરાવતા હતા કારણ કે એથી આવક વધુ થાય એમ હતું. આવા અન્યાયી મુંડકાવેરાનો સામનો કરવો જ જોઈએ એમ મહારાજશ્રીને લાગ્યું. એ દિવસોમાં મહારાજશ્રીનો બોલ ઝીલવા સૌ સંઘો તત્પર હતા. રાષ્ટ્રીય સ્તરે અસહકારનું આંદોલન ચાલતું હતું. મહારાજશ્રીને તીર્થયાત્રાની બાબતમાં અસહકારનો વિચાર સ્ફર્યો. બીજો કોઈ માર્ગ ન જણાતાં મહારાજશ્રીએ જાહેર કર્યું કે જ્યાં સુધી આ અન્યાયી કાયદો દૂર ન થાય ત્યાં સુધી સિદ્ધાચલજીની યાત્રા કોઈએ કરવી નહિ. જે કોઈને સિદ્ધાચલજીની ક્ષેત્રસ્પર્શનાની ભાવના હોય તેઓએ કદમ્બગિરિ, રોહિશાળા વગેરે તીર્થોની યાત્રા કરવી કે જે તીર્થો શત્રુંજયના પહાડના ભાગરૂપ છે અને પાલિતાણાના રાજ્યની હદની બહાર છે. તા. ૧લી એપ્રિલ, ૧૯૨૬ના રોજ મુંડકાવેરો ઉઘરાવવા માટે ઠાકોરે ઓફિસો ખોલી હતી અને ઠેઠ ડુંગરના શિખર સુધી ઠેર ઠેર ચોકીદારો મૂકી Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૫૩ દીધા હતા. પરંતુ શિહોરના સ્ટેશનથી જૈન સ્વયંસેવકો યાત્રિકોને આ અસહકારની બાબતમાં સહકાર આપવા સમજાવતા હતા. એના પરિણામે એક પણ યાત્રિક પાલિતાણામાં થઇને ગિરિરાજ ઉપર ચઢયો ન હતો. ગામ અને ડુંગર સૂમસામ બની ગયાં હતાં. આમ યાત્રિકોના અસહકારથી રાજ્યને પેઢી દ્વારા જે વાર્ષિક પંદર હજારની આવક થતી હતી તે પણ બંધ થઈ ગઈ. જોતજોતામાં તો એક વર્ષ વીતી ગયું, પણ બંને પક્ષમાંથી કોઈએ નમતું આપ્યું નહિ. મહારાજશ્રીનું વર્ચસ્વ જૈન સમાજ પર કેટલું બધું હતું તે આ ઘટના પરથી જોઈ શકાય છે. બીજું વર્ષ પણ આ રીતે જ પૂરું થયું. હવે ઠાકોર ઢીલા પડ્યા. તેમણે જોયું કે જૈન સમાજ કોઈ પણ રીતે મચક આપે એમ નથી. વળી તેમણે એ પણ જાણ્યું કે જૈન સંઘ આ કેસ ઠેઠ બ્રિટનમાં જઈ પ્રોવી કાઉન્સિલમાં લડવા માગે છે. આ વાતની જાણ થતાં તે વખતના વાઇસરૉયને પણ એમ લાગ્યું કે જો આ બાબત પ્રીવી કાઉન્સિલમાં જાય તો તેથી પોતાની પ્રતિષ્ઠાને આંચ આવશે. એટલે એના કરતાં કંઈ સમાધાન થાય તો સારું. પાલિતાણા ઠાકોરે છેવટે એ રીતે નમતું આપ્યું કે પોતે મુંડકાવેરાને બદલે ઠરાવેલી રકમ લેવા તૈયાર છે. એ માટે સીમલામાં વાઇસરોયે પાલિતાણાના ઠાકોર અને પેઢીના આગેવાનોની એક બેઠક બોલાવી. વાટાઘાટોને અંતે હવે પછીનાં પાંત્રીસ વર્ષ માટે એવા કરાર થયા કે પેઢી દર વર્ષે રૂપિયા સાઠ હજાર પાલિતાણાના ઠાકોરને તીર્થરક્ષા માટે આપે. આ રકમ ઘણી મોટી હતી. પરંતુ તેમ ક્ય વગર છૂટકો નહોતો. એટલે એ વર્ષને અંતે શત્રુંજયની યાત્રા યાત્રિકો માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કનડગત વિના શરૂ થઈ. (દેશને આઝાદી મળી અને દેશી રાજ્યનું વિલિનીકરણ થયું ત્યારે આ વેરો સૌરાષ્ટ્ર સરકારે નાબૂદ કર્યો હતો.) વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ પાટણમાં કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. પાટણના શેઠ નગીનદાસ કરમચંદની ભાવના અનુસાર મહારાજશ્રીની નિશ્રામાં અમદાવાદથી કચ્છ ભદ્રેશ્વર-યાત્રાનો સંઘ નીકળ્યો. ગામેગામ ભવ્ય સ્વાગત થતું. મહારાજશ્રી ધ્રાંગધ્રા સુધી સંઘ સાથે જઈ અમદાવાદ પાછા ફર્યા અને સંઘે આગળ પ્રયાણ કર્યું. અમદાવાદમાં નંદનવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવામાં આવી. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ પ્રભાવક સ્થવિરો વિ. સં. ૧૯૮૩નું ચાતુર્માસ મહારાજશ્રીએ અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે કર્યું. આ ચાતુર્માસ યાદ રહી જાય એવું બન્યું, કારણ કે આ વર્ષે ચોમાસામાં અમદાવાદમાં એટલો બધો વરસાદ પડ્યો કે જાણે જલપ્રલય ન હોય ! લીલા દુકાળ જેવી સ્થિતિ થઈ. મહારાજશ્રીની અનુકંપાદૃષ્ટિ પણ એટલી જ સતેજ હતી. એમણે રાહતકાર્યો માટે અમદાવાદના શ્રેષ્ઠીઓને ભલામણ કરી અને જોતજોતામાં રૂપિયા ત્રણ લાખનું ફંડ થઈ ગયું. કેટલાયે સ્વયંસેવકો તૈયાર થયા અને સંકટગ્રસ્ત લોકોને અનાજ, કપડાં તથા જીવનજરૂરિયાતની સામગ્રી વહેંચવામાં આવી. અનેક લોકોનાં દુઃખ ઓછાં થયાં. લોકસેવાનું એક મહત્ત્વનું ઉપયોગી કાર્ય થયું. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે દરેક કાર્ય માટે ધાર્યા કરતાં નાણાં વધારે છલકાય. આ રાહતકાર્ય માટે પણ ઘણાં નાણાં આવ્યાં અને રાહતકાર્ય પૂરું થતાં સારી એવી રકમ બચી. સમયજ્ઞ મહારાજશ્રીએ શ્રેષ્ઠીઓ આગળ બીજો એક વિચાર મૂક્યો. અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં એકલા નોકરિયાત શ્રાવકો માટે તથા રોજેરોજ બહારગામથી કામપ્રસંગે અમદાવાદ આવનાર શ્રાવકો માટે જમવાની સગવડ નથી. એ માટે એક જૈન ભોજનશાળાની જરૂર છે. મહારાજશ્રીના વિચારનો તરત અમલ થયો અને પાંજરાપોળમાં જ જેન ભોજનશાળાની સ્થાપના કરવામાં આવી. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રી ઢાળની પોળના જીર્ણોદ્ધાર થયેલ દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવીને માતર પધાર્યા. ત્યાં પણ એમની પ્રેરણાથી જીર્ણોદ્ધાર થયેલા ૫૧ દેવકુલિકાવાળા સુમતિનાથ ભગવાનના દેરાસરમાં પ્રતિષ્ઠાવિધિ અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક થઈ. ત્યાંથી મહારાજશ્રી ખંભાત પધાર્યા અને ત્યાં પણ એમની પ્રેરણાથી જીર્ણોદ્ધાર થયેલા સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન દેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ધૂમધામપૂર્વક થયો. આ પ્રસંગે લોકોમાં ધર્મભાવનાની ઘણી વૃદ્ધિ થઈ અને સંઘના અતિશય આગ્રહને કારણે મહારાજશ્રીએ વિ. સં. ૧૯૮૪નું ચાતુર્માસ ખંભાતમાં કરવાનું સ્વીકાર્યું. આ જ સમયગાળામાં સમેતશિખરના તીર્થની માલિકીનો વિવાદ પણ ઊભો થયો હતો. અગાઉ એ આખો પહાડ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલગંજના રાજા પાસેથી ખરીદી લીધો હતો. એ પહાડ ઉપર પૂજા વગેરેના Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૫૫ હક વિશે વિવાદ થતાં એ બાબત હજારીબાગની કોર્ટમાં અને ત્યારપછી પટણાની હાઇકોર્ટમાં ગઈ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ ભુલાભાઈ દેસાઈ, છોટાલાલ ત્રિકમલાલ, કેશવલાલ અમથાલાલ વગેરેએ કૉર્ટમાં રજૂઆત કરતાં ચુકાદો પેઢીની તરફેણમાં આવ્યો હતો. વિ. સં. ૧૯૮૫નું ચાતુર્માસ મહુવામાં નક્કી થયું હતું. મહારાજશ્રી વિહાર કરતાં કરતાં કદંબગિરિ આવી પહોંચ્યા. આ તીર્થના ઉદ્ધાર માટે મહારાજશ્રીની ભાવના ઉત્કટ હતી. જિનમંદિર માટે જમીન લેવા પૈસા આપનાર શ્રેષ્ઠીઓ તો ઘણા હતા, પરંતુ ગરાસિયાઓની સહિયારી જમીન મેળવવાનું કામ ઘણું અઘરું હતું. આવું કપરું કામ પણ બાહોશ વ્યક્તિઓએ બુદ્ધિ લડાવીને પાર પાડ્યું, અને ગરાસિયાઓ પણ રાજી થયા. યોગ્ય મુહૂર્ત ખનનવિધિ, શિલારોપણ વગેરે થયાં અને જિનમંદિરના નિર્માણનું કાર્ય આગળ વધવા લાગ્યું. દરમિયાન મહારાજશ્રીએ મહુવાના ચાતુર્માસ દરમિયાન ત્યાં શ્રી યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમની સ્થાપનાના કાર્યને પણ વેગ આપ્યો. વિ. સં. ૧૯૮૭નું વર્ષ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું હતું. તીર્થાધિરાજ સિદ્ધગિરિ ઉપર છેલ્લો જીર્ણોદ્ધાર થયાને અને આદિશ્વર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા થયાને ચારસો વર્ષ પૂરાં થતાં આ ચારસોમી વર્ષગાંઠ ધામધૂમપૂર્વક ઊજવવા માટે અમદાવાદના શ્રેષ્ઠીઓમાં વિચારણા ચાલી હતી. અમદાવાદના ઘણાખરા મિલમાલિકો જૈન હતા અને ઉજવણીના દિવસે મિલો બંધ રાખવાનો તેઓએ ઠરાવ કર્યો હતો. પરંતુ એ દિવસોમાં સત્યાગ્રહની લડત ચાલતી હતી અને ગાંધીજી સહિત કેટલાક સત્યાગ્રહીઓ કેદમાં હતા એ જોતાં નવકારશીનો જમણવાર કરવા વિશે શ્રેષ્ઠીઓમાં બે જુદા જુદા મત પ્રવર્તતા હતા. પરંતુ મહારાજશ્રીની કુનેહભરી દરમિયાનગીરીથી એ વિવાદ ટળી ગયો હતો અને નવકારશી સારી રીતે થઈ હતી. એ દિવસે નગરશેઠના વડે ભવ્ય સ્નાત્ર-મહોત્સવ ઉજવાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી રથયાત્રા નીકળી હતી. તેમાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવકોશ્રાવિકાઓનો વિશાળ સમુદાય જોડાયો હતો. આમ શત્રુંજય તીર્થની ૪૦૦મી વર્ષગાંઠ અમદાવાદમાં અજોડ રીતે ઊજવાઈ હતી. મહારાજશ્રીનું વિ. સં. ૧૯૮૮નું ચાતુર્માસ અમદાવાદમાં નક્કી થયું Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પ્રભાવક સ્થવિરો હતું. પરંતુ બોટાદથી સંદેશો આવ્યો કે, “શ્રી વિજયનંદસૂરિના વયોવૃદ્ધ સંસારી પિતાશ્રી હિમચંદભાઈ પથારીવશ છે અને એમની અંતરની ભાવના છે કે મહારાજશ્રી ચાતુર્માસ બોટાદમાં કરી એમને લાભ આપે.' સંદેશો મળતાં જ તેના ગાંભીર્યનો અને યોગ્ય પાત્રની અંતિમ ભાવનાનો ખ્યાલ મહારાજશ્રીને આવી ગયો. એમણે દિવસોની ગણતરી કરી જોઈ. ભરઉનાળાના દિવસો છે. ચાતુર્માસ–પ્રવેશને તેર દિવસની વાર છે. સવારસાંજ ઉગ્ર વિહાર કરવામાં આવે તો જ અમદાવાદથી બોટાદ પહોંચી શકાય. મહારાજશ્રીએ તત્કાલ નિર્ણય લઈ લીધો. અમદાવાદના શ્રેષ્ઠીઓને નિર્ણય જણાવી દીધો અને પોતાના વિશાળ સાધુસમુદાયને આજ્ઞા કરી દીધી કે સાંજે બોટાદ તરફ વિહાર કરવાનો છે. ત્રણેક કલાકમાં સમગ્ર સમુદાય તૈયાર થઈ ગયો. એ જોઈ વંદન માટે આવનારાં શ્રાવક-શ્રાવિકા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. મહારાજશ્રી પોતાના સમુદાય સાથે વિહાર કરતાં કરતાં નિશ્ચિત દિવસે બોટાદ આવી પહોંચ્યા. હિમચંદભાઈએ બહુ પ્રસન્નતા અનુભવી. ચાતુર્માસ ચાલુ થયું. મહારાજશ્રીએ પથારીવશ હિમચંદભાઈ પાસે નિયમિત જઈને એમને અંતિમ આરાધના ઘણી સારી રીતે કરાવી. થોડા દિવસોમાં જ હિમચંદભાઇએ દેહ છોડ્યો. બોટાદ પહોંચવાનો પોતે યોગ્ય સમયે ત્વરિત નિર્ણય લઈ લીધો એથી મહારાજશ્રીને સંતોષ થયો. વિ. સં. ૧૮૮૯માં મહારાજશ્રી કદંબગિરિ પધાર્યા. અહીં તેયાર થયેલા નૂતન જિનાલયમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. ભાવનગર રાજ્ય તરફથી તંબૂઓ, પાણી વગેરેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તે માટે ભાવનગરના સર પ્રભાશંકર પટણીએ જાતે દેખરેખ રાખી હતી. કાર્યક્રમની આગલી સાંજે ભયંકર વાવાઝોડું થયું હતું. પરંતુ મંડપને કંઈ નુકસાન થયું નહોતું, કારણ કે સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં હતાં. એક હજાર જેટલાં પ્રતિમાજી અંજનશલાકા માટે આવ્યાં હતાં. હજારો લોકો આ મંગલ ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યાં હતાં. આ પ્રતિષ્ઠા સારી રીતે સંપન્ન થયા પછી મહારાજશ્રીએ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ભાવનગરના ચાતુર્માસ પછી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિ સંમેલન યોજવાનું એમણે નક્કી કર્યું હતું. ચાતુર્માસ પછી ગુજરાત-રાજસ્થાનમાંથી સર્વ સાધુસાધ્વી વિહાર Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૫૭ કરી અમદાવાદ પહોંચી શકે એ દૃષ્ટિએ ફાગણ સુદ ત્રીજના સંમેલનનું આયોજન થયું હતું. એ દિવસોમાં સાધુઓમાં શિથિલાચાર વધતો જતો હતો. દેવદ્રવ્ય, દીક્ષાપદવી, તિથિચર્ચા, તીર્થરક્ષા, સાધુ-સંસ્થામાં પ્રવેશેલી નિંદાકૂથલી તથા આચારની શિથિલતા એ સર્વ વિશે વિચારણા કરવાની જરૂર હતી. પદવીની દૃષ્ટિએ મહારાજશ્રી વિજયનેમિસૂરિ સૌથી મોટા હતા એટલે એમની નિશ્રામાં યોજવામાં આવેલા આ મુનિસંમેલનમાં ૪૫૦ આચાર્યાદિ સાધુ મહારાજો, ૭૦૦ સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચોત્રીસ દિવસ ચાલેલા આ સંમેલનમાં પ્રત્યેક વિષયની ઊંડાણથી અને વ્યવસ્થિત રીતે વિચારણા થઈ હતી. તે સમયના મોટા મોટા આચાર્યો જેવા કે શ્રી વિજયદાનસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ, શ્રી સિદ્ધિસૂરિ, શ્રી વિજયપ્રેમસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયઉદયસૂરિ, શ્રી વિજયનંદસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિ, પં. શ્રી રામવિજયજી, શ્રી પુણ્યવિજયજી, શ્રી વિદ્યાવિજયજી વગેરેએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. આખી કાર્યવાહી અત્યંત વ્યવસ્થિત અને જિન શાસન અનુસાર હતી. સંમેલનમાં કરેલા ઠરાવોનો પટ્ટક બધાંને વાંચી સંભળાવવામાં આવ્યો હતો. અને તે દરેકે અમલમાં મૂકવાનો હતો. આ સંમેલનની સફળતામાં અમદાવાદના નગરશેઠ તથા અન્ય શ્રેષ્ઠીઓએ તન, મન અને ધનથી સારો ભોગ આપ્યો હતો. મહારાજશ્રી વિજયનેમિસૂરિની નિશ્રામાં આટલા બધા સાધુઓ એકત્રિત થયા અને આટલા બધા દિવસ સાથે મળીને વિચારણા કરી એ જ દર્શાવે છે કે મહારાજશ્રીનું સ્થાન ચતુર્વિધ સંઘમાં કેટલું મોટું અને આદરભર્યું હતું. વિ. સં. ૧૯૯૦માં મહારાજશ્રીએ જાવાલમાં જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને ત્યાર પછી ચાતુર્માસ ત્યાં જ કર્યું. ચાતુર્માસ પછી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. મહારાજશ્રીની એક મહત્ત્વની પ્રિય પ્રવૃત્તિ તે છ'રી પાળતો તીર્થયાત્રા સંઘ કાઢવાની હતી. એ દિવસોમાં તીર્થયાત્રા માટે એકલદોકલ જવાનું સરળ નહોતું. ઘણે સ્થળે રેલવે નહોતી. ચોરલૂટારાનો ભય રહેતો. ખાવાપીવાની તથા રાત્રિરોકાણની વ્યવસ્થાની ચિંતા રહેતી. સંઘ નીકળે તો સૌને લાભ મળે. સાધારણ સ્થિતિના લોકો સરળતાથી જોડાઈ શકતા. ગામેગામ ધર્મજાગૃતિ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પ્રભાવક સ્થવિરો અને ધર્મપ્રભાવનાનાં કાર્યો થતાં. મહારાજશ્રી જ્યારે અમદાવાદ પધાર્યા તે પહેલાં જાવાલમાં જઈને માણેકલાલ મનસુખભાઇએ (માકુભાઈ શેઠે) ગિરનાર અને સિદ્ધાચલનો એક મોટો યાત્રાસંઘ કાઢવાની પોતાની ભાવના દર્શાવી. એમની દરખાસ્તનો મહારાજશ્રીએ સ્વીકાર કર્યો અને મહારાજશ્રી અમદાવાદ પધાર્યા એટલે એ માટે જોરદાર તૈયારીઓ ચાલી. એમ કહેવાય છે કે મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૯૧માં નીકળેલા આ યાત્રાસંઘ જેવો યાત્રા સંઘ હજુ સુધી નીકળ્યો નથી. અમદાવાદથી ગિરનારની યાત્રા કરીને પછી સિદ્ધાચલજીની યાત્રા કરનાર, લગભગ દોઢ મહિનો ચાલેલા આ સંઘમાં તેર હજારથી વધુ છ'રી પાળતાં યાત્રિકો જોડાયા હતા. ૨૭૫ મુનિ ભગવંતો, ૪૦૦થી અધિક સાધ્વીજી મહારાજ, ૮૫૦ બળદગાડી, ૧૩૦૦ જેટલાં મોટર, બસ-ખટારા વગેરે અન્ય વાહનો તેમાં હતાં. વ્યવસ્થાપકો, અન્ય શ્રાવકો, નોકરચાકરો મળી વીસ હજારનો કાફલો એક સ્થળેથી બીજે સ્થળે પડાવ નાખી આગળ વધતો હતો. જે જે રાજ્યમાંથી સંઘ પસાર થતો તે તે રાજ્યના રાજવી સામેથી સ્વાગત કરવા આવતા. ગોંડલ રાજ્યમાં કોઈ પણ ધર્મના યાત્રા સંઘ ઉપર વેરો હતો, એટલે આ સંઘે ગોંડલનો સમાવેશ નહોતો કર્યો. પરંતુ રાજ્ય યાત્રાવેરો માફ કરીને સંઘને ગોંડલ પધારવાનો ખાસ આગ્રહ કર્યો હતો. રાજ્યની ઇચ્છાને માન આપીને સંઘે ગોંડલમાં મુકામ કર્યો હતો. આ સંઘમાં વિવિધ પ્રકારની મોટી મોટી ઉછામણી થઈ હતી અને ઘણા શ્રેષ્ઠીઓએ તેનો સારો લાભ લીધો હતો. એ દિવસોમાં સંઘપતિને આ સંઘ પાછળ આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ ઉપરથી પણ આ સંઘ કેવો યાદગાર બન્યો હશે તેની કલ્પના કરી શકાય. મહારાજશ્રી કદંબગિરિથી મહુવા પધાર્યા તે વખતે અમદાવાદના એક દંપતીએ મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. એ માટે મહારાજશ્રી મહુવાથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને દીક્ષા આપવામાં આવી. મહારાજશ્રીના આ શિષ્ય તે મુનિ રત્નપ્રભવિજય. સંસારી અવસ્થામાં તેઓ ડૉક્ટર હતા. એ જમાનામાં તેઓ અભ્યાસાર્થે યુરોપ-અમેરિકા સ્ટીમરમાં બે વખત જઈ આવેલા. તેઓ એમ.ડી. થયેલા ડોક્ટર હતા. તેમનું નામ ત્રિકમલાલ Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૫૯ અમથાલાલ શાહ હતું. એમના વડીલ બંધુએ મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી અને એમનું નામ મુનિ સુભદ્રવિજય રાખવામાં આવ્યું હતું. મુનિ સુભદ્રવિજય નાની ઉમરમાં કાળધર્મ પામ્યા. એથી ડોક્ટરના હૃદયમાં વૈરાગ્ય પ્રગટ્યો. પોતાની ધીકતી કમાણી છોડીને એમણે અને એમનાં પત્નીએ મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. મુનિ રત્નપ્રભવિજયજી અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા. એટલે મહારાજશ્રીની પ્રેરણાથી એમણે ભગવાન મહાવીરના જીવન વિશે આઠ દળદાર વૉલ્યુમ જેટલો મોટો ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ કર્યો હતો. જામનગરના શેઠ પોપટલાલ ધારશીએ જ્યારથી અમદાવાદના શેઠ માકુભાઈનો યાત્રા સંઘ જોયો ત્યારથી તેમની ભાવના સંઘ કાઢવાની હતી. એમણે એ માટે સાગરજી મહારાજને વિનંતી કરેલી. સાગરજી મહારાજે કહ્યું કે, તમારે યાત્રા સંઘ દીપાવવો હોય તો શ્રી વિજયનેમિસૂરિને વિનંતી કરવી જોઈએ. એ મુજબ શેઠ પોપટલાલ અમદાવાદ આવી મહારાજશ્રીને આગ્રહભરી વિનંતી કરી ગયા. એટલે મહારાજશ્રીએ વિ. સં. ૧૯૯૩નું ચાતુર્માસ જામનગરમાં કર્યું અને ચાતુર્માસ પૂર્ણ થતાં સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ કાઢવામાં આવ્યો હતો. મહારાજશ્રીએ ત્યારપછી પાલિતાણા, ભાવનગર, વળા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તીર્થોદ્ધાર, સંઘયાત્રા, પ્રતિષ્ઠામહોત્સવ, દીક્ષા, પદવી મહોત્સવ ઇત્યાદિ પ્રકારનાં કાર્યો થતાં રહ્યાં. મહારાજશ્રી પાસે રોજ કેટલાયે માણસો વંદનાર્થે તથા સંઘનાં કાર્યો માટે આવતાં. ખંભાતથી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં જૈન મર્ચન્ટ સોસાયટીમાં દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી શેરીસા તથા વામજમાં પ્રતિષ્ઠા કરાવી. વિ. સં. ૨૦૦૩નું ચાતુર્માસ સાબરમતીમાં અને ૨૦૦૪નું ચાતુર્માસ વઢવાણમાં મહારાજશ્રીએ કર્યું. હવે એમની તબિયત બગડતી જતી હતી. વારંવાર ચક્કર આવી જતાં હતાં. પહેલાં જેવો વિહાર હવે થતો નહોતો. વઢવાણમાં તથા બોટાદમાં પ્રતિષ્ઠા કરાવી મહારાજશ્રીએ કદંબગિરિ તરફ વિહાર કર્યો. મહારાજશ્રી રોહિશાળાથી વિહાર કરીને કદમ્બગિરિ પધાર્યા. એમની Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ પ્રભાવક સ્થવિરો તબિયત હવે દિવસે ક્ષીણ થતી જતી હતી. એક દિવસ સાંજે મહારાજશ્રીને મનમાં એવો ભાવ જાગ્યો કે ‘આ સાલનું ચાતુર્માસ કદમ્બગિરિમાં કરીએ તો કેવું સારું !' આ તીર્થનો ઉદ્ધાર એમના હસ્તે થયો હતો. એટલે તીર્થભૂમિ પ્રત્યે આત્મીયતા બંધાઈ ગઈ હતી. કદમ્બગિરિમાં ચાતુર્માસ કરવાના વિચારને એમના મુખ્ય શિષ્યો શ્રી ઉદયસૂરિ અને શ્રી નંદનસૂરિએ વધાવી લીધો. ચાતુર્માસ નક્કી થતાં એના સમાચાર પાલિતાણા, ભાવનગર, મહુવા, જેસર, અમદાવાદ વગેરે સ્થળે પહોંચી ગયા. મહારાજશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરવા માટે કેટલાય વ્રતધારી શ્રાવકોએ કદમ્બગિરિ જવાનો નિર્ણય કર્યો. તળાજા, આ નિર્ણયની જાહેરાત થતાં મહુવાના અગ્રણી શ્રાવકોમાં વળી એક નવો વિચાર સ્ફુર્યો. તેઓને એમ થયું કે પોતાના વતનના આ પનોતા પુત્રે ઘણાં વર્ષોથી મહુવામાં ચાતુર્માસ કર્યું નથી તો તે માટે વિનંતી કરવી. એટલે મહુવાના સંઘના આગેવાનો કદમ્બગિરિ મહારાજશ્રી પાસે પહોંચ્યા અને ચાતુર્માસ મહુવામાં જ કરવા માટે હઠપૂર્વક આગ્રહ કર્યો. વળી તેઓએ મહારાજશ્રીને જણાવ્યું કે આપની પ્રેરણાથી મહુવામાં જે બે નૂતન જિન મંદિરો થયાં છે એનું કામ પૂરું થવામાં છે. માટે એમાં પ્રતિષ્ઠા પણ આપના હસ્તે જ કરાવવાની ભાવના છે. મહુવાના સંઘનો આગ્રહ એટલો બધો હતો કે મહારાજશ્રી એ વિનંતીનો અસ્વીકાર કરી શક્યા નહિ. પરંતુ મહારાજશ્રીએ કહ્યું: ‘હું મહુવા આવું તો છું. પણ પ્રતિષ્ઠા મારે હાથે થવાની નથી.' મહારાજશ્રીના આ વચનમાં જાણે કોઈ અફળ ભાવિની આગાહી થતી હતી. ત્યારપછી મહારાજશ્રીએ ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં કદમ્બગિરિથી ડોળીમાં વિહાર કર્યો અને પંદરેક દિવસમાં તેઓ મહુવા પધાર્યા. મહુવાના નગરજનોએ જૈન–અજૈન સર્વ લોકોએ ભાવોલ્લાસપૂર્વક ભવ્ય સામૈયું કર્યું. મહુવા બંદર હોવાને કારણે વૈશાખ મહિનાની ગરમી મહારાજશ્રીને એટલી નડી નહિ. શરીરની અશક્તિ અને અસ્વસ્થતાને કારણે વ્યાખ્યાનની જવાબદારી મહારાજશ્રીના ત્રણ મુખ્ય શિષ્યો શ્રી ઉદયસૂરિ, શ્રી નંદનસૂરિ અને શ્રી અમૃતસૂરિએ સ્વીકારી લીધી હતી. પર્યુષણ પર્વની આરાધના પણ સારી રીતે ચાલવા લાગી. પર્યુષણના ચોથા દિવસે બપોરે આકાશમાં સૂરજની આસપાસ Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૬૧ ભૂખરા રંગનું જાણે એક કુંડાળું રચાયું હોય તેવું જણાયું. આ એક અશુભ સંકેત હતો. “આકાશે કૂંડું અને મલકમાં ભૂંડું' એવી લોકવાયકા પ્રચલિત છે. સંવત્સરીનો દિવસ સારી રીતે પસાર થયો, પરંતુ સાંજે ગામ બહાર વંડાની ઓસરીમાં સંઘના શ્રાવકો સંવત્સરી પ્રતિક્રમણ કરતા હતા તે વખતે વડની એક મુખ્ય ડાળી ભયાનક કડાકા સાથે તૂટી પડી. સદ્ભાગ્યે કોઈને કશી ઈજા થઈ નહિ પરંતુ આ પણ એક અશુભ સંકેત હતો. પર્યુષણ પર્વ પૂરા થયા. હવે પ્રતિષ્ઠાની તૈયારી ચાલવા લાગી. તે અંગે વાટાઘાટ કરવા અમદાવાદના કેટલાક શ્રેષ્ઠીવર્યા મહારાજશ્રીને મળવા આવી ગયા. ભાદરવા વદ અમાસની રાત્રે આકાશમાંથી એક મોટો તારો ખર્યો અને ધડાકા જેવો અવાજ થયો. આ પણ એક અશુભ સંકેત હતો. જાણે કોઈ મહાપુરુષનો વિયોગ ન થવાનો હોય ! એ જ દિવસે રાત્રે બજારમાં પાનસોપારીની દુકાન ધરાવતા એક ભાઈને એવું સ્વપ્ન આવ્યું કે પૂજ્ય નેમિસૂરિદાદાની સ્મશાનયાત્રા બેન્ડવાજાં સાથે નીકળી છે અને હજારો માણસો તેમાં જોડાયા છે. એ બધા જેમ જેમ પોતાની દુકાન પાસેથી પસાર થતા ગયા તેમ તેમ પોતે તેઓને ચા પિવડાવતા હતા. આસો મહિનાની ઓળીના દિવસો નિર્વિઘ્ન પસાર થઈ ગયા. ત્યાર પછી એક દિવસ મહારાજશ્રી ઠલ્લે જઈને પાછા ફરતા હતા ત્યારે તેમને ટેકો આપવા માટે શ્રી ઉદયસૂરિ અને શ્રી નંદસૂરિ સાથે હતા. તો પણ અચાનક સમતુલા ગુમાવતાં મહારાજશ્રી પડી ગયા. એમના પગે મૂઢ માર વાગ્યો. એના ઉપચારો ચાલુ થયા. તેવામાં મહારાજશ્રીને શરદી અને ખાંસી થયાં. વળી તેમને તાવ પણ આવવા લાગ્યો. કોઈ કોઈ વખત ઊલટી પણ થવા લાગી. મહારાજશ્રીની શારીરિક અસ્વસ્થતા વધતી જતી હતી. પરંતુ મનથી તેઓ સ્વસ્થ, શાંત અને પ્રસન્ન હતા. શ્રી નંદસૂરિએ જ્યારે કહ્યું કે, “પરમ દિવસે દિવાળી છે. ત્યારે મહારાજશ્રીએ કહ્યું, “આપણે ક્યાં હવે દિવાળી જોવાની છે?' પોતાનો અંતિમકાળ જાણે આવી પહોંચ્યો છે એ રીતે મહારાજશ્રીએ શ્રી નંદસૂરિને પ્રતિષ્ઠા અંગે તથા બીજાં કેટલાંક કાર્યો અંગે સૂચનાઓ આપી. મહારાજશ્રીનો તાવ ઊતરતો નહોતો. એમનું હૃદય નબળું પડતું જતું હતું. એ માટે ડૉક્ટરોએ ઇજેક્શન આપવાની વાત કરી પરંતુ મહારાજશ્રીએ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પ્રભાવક સ્થવિરો ઇજેક્શન લીધું ન હતું. મહારાજશ્રીની વાત ડૉક્ટરે સ્વીકારી એટલે મહારાજશ્રીએ નંદસૂરિને કહ્યું કે, “ડૉક્ટર કેટલા ભલા છે કે મારી મરજી વિરુદ્ધ કશું કરવાનો આગ્રહ રાખતા નથી.” દિવાળીનો દિવસ આવ્યો. મહારાજશ્રીએ પોતાના શિષ્યોને કહી દીધું કે એ દિવસે પોતે પાણી સિવાય બીજું કશું વાપરવા ઇચ્છતા નથી. મહારાજશ્રીની ગંભીર બનતી જતી તબિયતના સમાચાર સાંભળીને એમનાં દર્શન માટે નગરના જૈન-જૈનેતર લોકો આવવા લાગ્યા. ડોક્ટરો પણ આવી પહોંચ્યા. હૃદયની બીમારીને કારણે ઇજેક્શન આપવાની જરૂર ડૉક્ટરોને જણાઈ. પરંતુ નંદસૂરિએ ડૉક્ટરોને મહારાજશ્રીની ભાવના જણાવી અને ઇજેક્શન ન આપવું તેમ નક્કી કર્યું. સાંજનું પ્રતિક્રમણ શ્રી નંદનસૂરિ તથા શ્રી ધુરંધરવિજયજીએ મહારાજશ્રીને સારી રીતે કરાવ્યું. સંથારા પોરિસીની ક્રિયા પણ સારી રીતે થઈ. સંસારના સર્વ જીવો સાથે ક્ષમાપના પણ થઈ ગઈ. મહારાજશ્રીની આવી અંતિમ સમયની ગંભીર બીમારીને લક્ષમાં લઈ ત્યાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વિશાળ સમુદાયમાં ઉપસ્થિત થઈ ગયાં અને સર્વેએ મહારાજશ્રીના સ્વાથ્ય માટે નવકાર મંત્રની ધૂન મચાવી. સાંજે સાત વાગે મહારાજશ્રીએ શાંતિપૂર્વક, સમાધિપૂર્વક દેહ છોડ્યો. મહારાજશ્રીએ પોતાના ૭૭માં વર્ષનો જાણે કે આ છેલ્લો દિવસ પૂરો કર્યો. મહારાજશ્રીના કાળધર્મના સમાચાર જોતજોતામાં ચારે બાજુ પ્રસરી ગયા. તદુપરાંત તે રાત્રે જુદાં જુદાં નગરોના સંઘોને તાર કરવામાં આવ્યા. ચારસો જેટલા તાર તે રાત્રે થયા અને બીજા ત્રણસો જેટલા તાર બીજા દિવસે થયા. સમાચાર મળતાં જ મહારાજશ્રીના હજારો ભક્તો મહુવા આવી પહોંચ્યા. વિ. સં. ૨૦૦૬ના કારતક સુદ એકમના દિવસે શનિવારે નૂતન વર્ષના પ્રભાતે મહારાજશ્રીના દેહને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યો. બેન્ડવાજાં સાથે ભવ્ય પાલખી-અંતિમયાત્રા નીકળી, ગામ બહાર નક્કી કરેલા, પ્રમાર્જિત કરેલા સ્થળે મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. દેહ પૂરો બળતાં ઠીક ઠીક વાર લાગીજે સમયે ચિતા પૂરી સળગી રહી તે મહારાજશ્રીનો જન્મ સમય વીસ ઘડી અને પંદર પળનો હતો. જાણે એમાં પણ કોઈ સંકેત Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૬૩ રહેલો હશે! મહારાજશ્રીનો જન્મ મહુવામાં અને તેઓ કાળધર્મ પણ મહુવામાં પામ્યા. એમના દેહનું અવતરણ કારતક સુદ એકમને શનિવારે, દિવસે વીસ ઘડી અને પંદર પળે થયું હતું. તેમના દેહનું વિસર્જન પણ કારતક સુદ એકમને શનિવારે વીસ ઘડી અને પંદર પળના સમયે થયું. આવો યોગાનુયોગ તો કોઈ વિરલ વ્યક્તિના જીવનમાં જ જોવા મળે. આમ, મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું જીવન અનેક ઘટનાઓથી સભર છે. એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન, જાતે અકિંચન રહી, કડક સંયમપાલન કરી, અનેકને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું કેવું અને કેટલું ભગીરથ કાર્ય કરી શકે છે તે મહારાજશ્રીના પ્રેરક પવિત્ર જીવન ઉપરથી જોઈ શકાય છે. એવા એ ભવ્યાત્માનું સ્મરણ પણ આપણે માટે ઉપકારક બને છે. એમને કોટિ કોટિ વંદના ! Page #501 -------------------------------------------------------------------------- ________________ [૧૭]ી શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ સુવિશાલ ગચ્છાધિપતિ, સંઘ-સ્થવિર, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ ૯૬ વર્ષની ઉમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન શાસનને એક મહાન આચાર્યપ્રવરની ખોટ પડી છે. છેલ્લાં ત્રણેક વર્ષથી એમની તબિયત નબળી રહેતી હતી. તેમ છતાં તેઓ અપ્રમત્ત રહેતા. તેઓ રાત્રે માત્ર બે કલાકની નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓ અમદાવાદ પધાર્યા. અંતિમ શિષ્ય મુનિ હિતરુચિવિજયની દીક્ષા પછી તેઓ સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પ.પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વજીનું ૭૯ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. એમનું જીવન એટલે ઈતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનો ઈતિહાસ, પ.પૂ. રામચંદ્રસૂરીશ્વરજીના જીવન અને કાર્યની નોંધ વિના અધૂરો ગણાય. શ્રી રામચંદ્રસૂરિનો જન્મ એમના મોસાળના ગામ દેહવાણમાં વિ. સં. ૧૯૫૨ના ફાગણ વદ ૪ના રોજ થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું હતું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા હતું. એમના કુટુંબમાં બાળકો જીવતાં રહેતાં નહોતાં. જે બાળક જીવી જાય તેને કોઈની Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કેટલાક સુધાની મલાન મકરસ R Page #503 -------------------------------------------------------------------------- ________________ Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ ૪૬૫ નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાંઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડો' કહીને બોલાવતાં. પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસેની એક ખડકીમાં રતનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથ મરકીના રોગમાં મૃત્યુ પામ્યાં. ત્યારે ત્રિભુવનની માતા સમરથ મરકીના રોગમાં મૃત્યુ પામ્યાં. ત્યારે ત્રિભુવનની ઉમર સાત વર્ષની હતી. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. તે જમાનામાં છોકરાઓમાં અડધી ચડી કે પાયજામો પહેરવાનો રિવાજ હજુ ચાલુ થયો નહોતો. ખમીશ, ધોતિયું અને માથે ટોપી પહેરીને શાળામાં વિદ્યાર્થીઓ જતા. (મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા.) શાળામાં હજુ પીવાના પાણીની વ્યવસ્થા થઈ નહોતી. એટલે છોકરાઓ આસપાસનાં ઘરોમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું. એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા. શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકોમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઈ, મગનલાલ વગેરે હતા. મોહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લોકો “મોહન ચકલી” અથવા “ચકલી માસ્તર' કહીને બોલાવતા. ખુદ માસ્તર પોતે પણ પોતાને “ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણાવેલા. એ દિવસોમાં પાદરામાં અંગ્રેજી શાળા ચાલુ થઈ ગઈ હતી. ઘણાખરા વિદ્યાર્થીઓ છ ધોરણ સુધીનો વર્નાક્યુલર ફાઈનલનો અભ્યાસ કરતા. કેટલાક વિદ્યાર્થીઓ ચોથા ધોરણ પછી અંગ્રેજી શાળામાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં દાખલ થતા. ત્રિભુવને છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ ચાલુ રાખેલો. એ દિવસોમાં મુંબઈથી અમદાવાદ અને દિલ્હી સુધીની બ્રોડગેજ રેલવે લાઈન ચાલુ થઈ ગયેલી. ભારતની રેલવેનું આયોજન સિમલાનું રેલવે બોર્ડ કરતું. મુંબઈથી ઊપડેલી ટ્રેન વડોદરા રાજ્યમાંથી પસાર થઈ દિલ્હી જતી Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો એટલે રેલવે બોર્ડે એ વિભાગની ટ્રેન માટે “બી. સી. આઈ. રેલવે' એવું નામ રાખવા વિચારેલું. બી.સી.આઈ. એટલે બૉમ્બે એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. પરંતુ ગાયકવાડ સરકારે એ નામમાં “બરોડા' શબ્દ ઉમેરવા માટે આગ્રહ રાખેલો અને એ શરતે પોતાની રાજ્યની પરવાનગી આપેલી. એટલે બોમ્બે, બરોડા, એન્ડ સેન્ટલ ઇન્ડિયા રેલવે (બી. બી. એન્ડ સી. આઈ. રેલવે) એવું નામ રાખવું પડ્યું. ગાયકવાડ સરકારે ડભોઈથી વિશ્વામિત્રી સુધી આવતી પોતાની મીટરગેજ જી. ડી. રેલવે (ગાયકવાડ-ડભોઈ રેલવે)ને વિ. સં. ૧૯૫૩માં પાદરા સુધી લંબાવી હતી. ત્યારપછી એ રેલવેને માસરરોડ સુધી લંબાવવામાં આવી અને એનું નામ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે રાખવામાં આવ્યું પરંતુ માસરરોડથી આગળ બ્રિટિશ રાજ્ય ચાલુ થતું હતું. ગાયકવાડ સરકારની ઇચ્છા એ લાઈનને જંબુસર સુધી લઈ જવાની હતી. પરંતુ સિમલા બોર્ડ ઘણાં વર્ષ સુધી એ પરવાનગી આપી નહોતી. એટલે એ વિસ્તારમાં ગાડામાં કે પગપાળા સફર કરવી પડતી. શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નોકરીએ બેસાડવામાં આવ્યો હતો. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મોટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી અનાજ ટ્રેન દ્વારા પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હોશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બાલોતરા ગામે અનાજની ખરીદી માટે મોકલેલો. આવો દૂરનો પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભુવનની હોશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. ત્રિભુવનને વ્યાવહારિક કેળવણીમાં બહુ રસ ન હતો પરંતુ નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેના અભ્યાસમાં વધુ રસ હતો. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મપ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય–ભગવંતો પાદરા જેવા નાના ગામને ચાતુર્માસનો લાભ આપતા. પ. પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરામાં કર્યાં હતાં. એ જમાનામાં પાદરામાં વખતોવખત દીક્ષાના પ્રસંગો ઊભા થતા. જૈન સાધુસમાજમાં પાદરાનું યોગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ Page #507 -------------------------------------------------------------------------- ________________ Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમાં પાદરાની જેન પાઠશાળાનો પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાનો વહીવટ વકીલ મોહનલાલ હીમચંદ તથા ડાહ્યાભાઈ વનમાળીદાસ કરતા. - પાદરામાં બે દેરાસર છે: નવઘરી પાસેનું શાન્તિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતો. એટલે ત્યાં પૂજા કરવા જતો. પણ પાઠશાળા ફક્ત નવઘારીમાં હતી. એટલે સાંજના નવઘરીમાં ભણવા આવતો. પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ-ભગવંતોની પ્રેરક અને ઉબોધક વાણીનો લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઉજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં આવેલા ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઉજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો, અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા, કારણ કે એમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું. તેમનો આત્મા ઘણો ઊંચી કોટિનો હતો. શિક્ષક તરીકેની નોકરી કરતાં લોકોમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં ઘણી બધી હતી. પોતાના બાળ-કિશોર વિદ્યાર્થીઓને સૂત્રો, સ્તવનો, સક્ઝાયો તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાર્થીઓ ગાથાઓ, સ્તવનો, સક્ઝાયો હોંશે હોંશે કંઠસ્થ કરતા. ઉજમશી માસ્તરનો કંઠ બહુ મધુર હતો. તેમના ઉચ્ચારો અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમોનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવનો, સક્ઝાયો ગાતા અને વિદ્યાર્થીઓને ગવડાવતા. તેઓ કવિ પણ હતા. પોતે નવાં નવાં સ્તવનો, સઝાયોની રચના કરતા. એમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી. - વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઉજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરાની આસપાસનાં ગામોમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા, અને ત્યાં દેરાસરમાં સ્નાત્રપૂજા રાગરાગિણી Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પ્રભાવક સ્થવિરો સાથે ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તો મહિનામાં બે-ત્રણ વાર જાત્રા માટે જવાનું થતું. પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઉજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઉજમશી માસ્તરને આ વ્યવસાય નિમિત્તે પોતાને પણ ધર્મનો રંગ એટલો બધો લાગ્યો હતો કે વખત જતાં તેમણે શિક્ષકનો વ્યવસાય છોડી દઈને પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ મુનિ ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરી તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રો તથા જીવવિચાર, નવતત્ત્વ ઇત્યાદિ સૂત્રો અને સ્તવનો તથા સઝાય કિંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો. તેમાં આ ઉજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. ઉજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત સમક્તિના સડસઠ બોલની સઝાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યો હતો. - કિશોર ત્રિભુવન ધર્મ-અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો, અને સાધુભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા હતા. પરંતુ એનાં દાદીમા, એના કાકાઓ, એને દીક્ષા લેતાં અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું. પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયો નહોતો. - ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે, “તારે દીક્ષા લેવી હોય તો લેજે, પરંતુ તારાં નવાં સિવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે.' જવાબમાં ત્રિભુવને કહેલું કે, “કાતર આપો તો હમણાં જ કપડાં ફાડી નાખું.” - ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલે ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પેસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દીક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી. પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, આ છોકરો દીક્ષા લીધા વગર રહેશે નહિ. Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ એ દિવસોમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં પણ ત્રિભુવનનાં સગાંઓએ છાપામાં નોટિસ છપાવી હતી કે, કોઈએ ત્રિભુવનને દીક્ષા આપવી નહિ. જે કોઈ આપશે તેની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.' કિશોર ત્રિભુવને દીક્ષા લેવાનો અડગ નિશ્ચય કર્યો હતો, પરંતુ કોની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતો. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુભગવંતો પણ વિમાસણ અનુભવતા. દરમિયાન પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરા નામના ગામમાં થયું હતું. તે વખતે ઉજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો હતો. પોતાની દાદીમાની હયાતી સુધી દીક્ષા ન લેવાનો વિચાર જ્યારે એણે પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું, ‘ત્રિભુવન! કાળની કોને ખબર છે? કોને ખબર છે કે તું પહેલો જઈશ કે દાદીમા પહેલાં જશે ?' પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાક્ય ત્રિભુવનના હૃદયમાં સોંસરવું નીકળી ગયું, અને તેણે વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈને પોતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય ઓછો હતો. (ઓછો હોય એ જરૂરી પણ હતું.) એને દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તો તાત્કાલિક કાયદાનો કોઈ પ્રશ્ન ઊભો ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબુસર ગામે પહોંચવાનું કહ્યું. એ વખતે ટ્રેન માસરરોડ સુધી જ જતી હતી. માસરરોડ પહોંચી ત્યાંથી પગે ચાલીને જંબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠો. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પોતાના ગામના કોઈ માણસો પોતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈને સંતાઈ ગયો હતો. સાંજના માસરરોડ પહોંચીને પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચ્યો. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ પ્રભાવક સ્થવિરો ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું. પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમોદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું. પછી જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નયવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી. એટલે મુનિ મંગળવિજયજીએ પોતે કેશલોચ શરૂ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણની વચ્ચે ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો. એમનું નામ મુનિ રામવિજય રાખવામાં આવ્યું. - દીક્ષા પછી મુનિ મંગળવિજયજી નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ એમની દીક્ષાના સમાચાર પાદરામાં પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાંસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાતો થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાતો પણ વિચારાઈ. અલબત્ત દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડ્યું. ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારાં સગાંઓને આ બાબતમાં કંઈક ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય એ રીતે વર્તવા તેમણે વિનંતી કરી સગાંઓ ભરૂચ પહોંચ્યા. પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તો પોતાના નિર્ણયમાં મક્કમ હતા. એટલે સગાંઓનું બહુ ચાલ્યું નહિ. તેઓ નિરાશ થઈને પાદરા પાછા ફર્યા અને દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. દીક્ષા પછી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ દાનવિજયજી મહારાજની તબિયત સારી ન હતી, ત્યારે એમના ગુરુ-ભગવંત વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ નૂતન સાધુ પૂ. રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો રામવિજયજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી છતાં ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી એમણે સ્વીકારવી જ પડી. કયા વિષય ઉપર વ્યાખ્યાન આપવું એનો એમણે વિચાર કરી લીધો. સમક્તિના સડસઠ બોલની સઝાય પોતાને જે કંઠસ્થ હતી એના વિવેચનરૂપે એમણે સરસ વ્યાખ્યાન આપ્યું. ઉપાધ્યાયશ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી હતી કે રામવિજયજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પોતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકશે. મુનિ શ્રી રામવિજયજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં થયેલા પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે એમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યારપછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે એમને દાહ ઊપડતો ત્યારે ત્યારે તેઓ પૂરી સ્વસ્થતા ધારણ કરતા. શ્રી રામવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૦ તથા ૧૯૭૧નાં ચાતુર્માસ ગુરુમહારાજ સાથે ભાવનગરમાં કર્યા. તે દરમિયાન “કમ્મપયડી'નો અભ્યાસ ગુરુભગવંત પાસે એમણે કર્યો હતો. ત્યારપછી પોતાના ગુરુભગવંતો સાથે જ તેઓ વિહાર કરતા રહ્યા હતા. એમના વિદ્યાભ્યાસ માટે પ્રત્યેક ચાતુર્માસમાં પંડિતોની વ્યવસ્થા કરવામાં આવતી. એને પરિણામે એમનો શાસ્ત્રીય અભ્યાસ ઘણો ઊંડો થયો હતો. એમની બુદ્ધિશક્તિ ઘણી બધી ખીલી હતી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓ સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા હતા. એટલી યુવાનવયે પણ એમના વ્યાખ્યાનનો પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતો, જે એમના જીવનના અંત પર્યન્ત રહ્યો હતો. પૂજ્ય શ્રી રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ શ્રોતાઓ ઉપર એટલો બધો પડતો કે તે સાંભળીને કેટલાકનાં હૃદયમાં ત્યાગ-વૈરાગ્યનો ભાવ ઊભરાઈ આવતો. કેટલાંકને દીક્ષા લેવાનું મન થતું. પૂ. રામવિજયજીના અંગત સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કોઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થતું. પૂ. રામવિજયજી મહારાજનું પોતાનું ચારિત્ર ઊંચી કોટિનું હતું. એમનો શાસ્ત્રાભ્યાસ ઘણો ઊંડો હતો. એમની તર્કશક્તિ અને બીજાને સમજાવવાની શૈલી અદ્ભુત હતી. એમનો વાત્સલ્યભાવ એટલો Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પ્રભાવક સ્થવિરો છલકાઈ રહેતો કે એમની પાસે દીક્ષા લેવાનો ઉમંગ એમના ગાઢ પરિચયમાં આવનારને થઈ આવતો. યુવાનવયે જ અમદાવાદના કોટ્યાધિપતિ શેઠ શ્રી જેશિંગલાલે તેમની પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તો બીજા અનેક પ્રસંગો છે. પોતાનાં સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુંબને વ્યવહારુ દૃષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દીક્ષાવિરોધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પોતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી, એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેર સભામાં જઈને મારો પતિ મને પાછો આપો' એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઝઘડો કોર્ટ સુધી ગયો હતો અને કોર્ટે રામવિજયજીને નિર્દોષ જાહેર કર્યા હતા. શ્રી રામવિજયજી મહારાજને આવાં જુદાં જુદાં કારણોસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હશે. પરંતુ તે દરેકમાં કૉર્ટે પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા. સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસો હતા. ચાનું વ્યસન લોકોમાં વધતું જતું હતું. એ વખતે ચાનો વિરોધ પણ સખત થતો હતો. એ જમાનામાં અમદાવાદમાં રીચીરોડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટેલોમાં આખો દિવસ ચા પીનારાનો ધસારો રહેતો. એમાં જૈનોની સંખ્યા ઘણી મોટી હતી. સાથે અભક્ષ્ય પણ ખવાતું. હોટેલમાં રોજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેરઠેર પ્રવચનો કર્યા હતાં અને એ પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર એટલો બધો પડ્યો હતો કે હોટેલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રોજના સત્તર મણ દૂધને બદલે માત્ર બે-ત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું હતું. આજે તો ચાના વ્યસનનો કોઈ વિરોધ રહ્યો નથી. પણ એ જમાનામાં શ્રી રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ કેટલો બધો હતો તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષમાં પ્રાણીહિંસાની બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાંઓનો ત્રાસ વધતો જતો હતો. એ ત્રાસમાંથી બચવું હોય તો કૂતરાંઓને મારી નાખવાં જોઈએ એવો એક વિચાર વહેતો થયો હતો. આવા વિચારને જૈન સમાજ સ્વીકારે જ નહિ, બલકે એનો સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તો એવી બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક શ્રીમંત જૈન ઉદ્યોગપતિએ લોકોની લાગણીને વધુ દુભાવવા માટે જાણી જોઈને સંવત્સરીના પવિત્ર પર્વના દિવસે જ પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલાં કૂતરાંઓને મારી નાખ્યાં હતાં. આ ઘટનાનો ત્યારે જબરદસ્ત વિરોધ થયો હતો. કૂતરાં મારવાની હિમાયત કરનારા સામે શ્રી રામવિજયજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે કૂતરાંઓને મારી નાખવાની હિમાયત કરતી પ્રવૃત્તિ તરત બંધ થઈ ગઈ હતી. વિ. સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદમાં મહત્ત્વનું બની ગયું હતું. અમદાવાદમાં નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીનો ઉત્સવ થતો અને દશેરાના દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાનો વધ કરવાનો રિવાજ ચાલ્યો આવતો હતો. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક મોટા પંચેન્દ્રિય જીવનો વધ કરવામાં આવે એ રિવાજ અસહ્ય થઈ પડ્યો હતો. એ બંધ કરાવવા માટે શ્રી રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પોળે પોળે જઈને એમણે પોતાના પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાયો અજમાવી દેવા ઉદ્બોધન કર્યું હતું. આ આંદોલનને પરિણામે અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચાનો વિષય બની ગયો. એમાં અહિંસાપ્રેમી હિન્દુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં પચાસ હજારની મેદની સમક્ષ શ્રી રામવિજયજી મહારાજે જોરદાર ઉદ્બોધન કર્યું. એથી અમદાવાદમાં એક મોટું આંદોલન સર્જાયું. બીજી બાજુ સંઘો તરફથી કૉર્ટનો આશ્રય લેવામાં આવ્યો અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારો માણસ એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવું પડ્યું અને બકરાનો વધ થઈ શક્યો નહિ. લોકોએ હર્ષના પોકારો કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ પ્રભાવક સ્થવિરો બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. એ દિવસોમાં જૈન શાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના એક પંડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર બહુ સારો પડ્યો હતો. એમનો એક જુદી કોટિનો અનુયાયીવર્ગ ઊભો થવા લાગ્યો હતો. એમના શિષ્યોમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં “લાલન મહારાજ કી જય'ના જયનાદ એમનાં ભક્તજનો પોકારતાં. એમના અનુયાયી વર્ગનો પંડિત લાલન પ્રત્યેની ભક્તિનો અતિરેક એટલી હદ સુધી થઈ ગયો કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધિગિરિ-શત્રુંજયની તળેટીમાં પચીસમા તીર્થકર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જૈન સમાજમાં ઘણો ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમોદ્ધારક શ્રી સાગરાનંદજી મહારાજે પણ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. શ્રી રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યું હતું. એમણે શ્રી સાગરજી મહારાજ સાથે વિચાર-વિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તેવો નિર્ણય કર્યો હતો. એ સમયે શ્રી સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને શ્રી સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કારણે અદાલતનો ચુકાદો લાલન-શિવજીની વિરુદ્ધ આવ્યો હતો. એમ કહેવાય છે કે પંડિત લાલનને પોતાને તીર્થકર તરીકે ઓળખાવવાની કોઈ ઇચ્છા નહોતી, પરંતુ ભક્તોના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયો હતો. ત્યારપછી તો પંડિત લાલન અમદાવાદમાં શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પોતાનો પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો. તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્ચા વગેરે વિષયોમાં શ્રી રામવિજયજી મહારાજ પોતાના વિચારો મોક્ષના લક્ષ્યની દૃષ્ટિથી, તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ ૪૭૫ વ્યવહારુ ઉપયોગી દૃષ્ટિથી જ વિચારતા લોકો સાથે આવા વિષયોમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે આવા ઘણા ઝંઝાવાતો જોયા હતા, અને તે દરેક પ્રસંગે તેઓ જરા પણ ચલાયમાન થયા નહોતા. પોતાના વિચારો અને પોતાના નિર્ણયમાં તેઓ હંમેશાં અડગ રહ્યા હતા. એમની આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું, પરંતુ તે બધું તેઓ નિર્ભયતાથી સહન કરતા. એમનું ખૂન કરવાની ધમકીના પત્રો પણ એમના ઉપર ક્યારેક આવતા અને એથી એમના ગુરુમહારાજશ્રી પ્રેમવિજયજી રાત્રે ઉપાશ્રયમાં રામવિજયજીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહોરવા માટેની ગોચરીમાં ઝે૨ ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પોતે ગોચરી વાપરી પછી જ એમને વાપરવા આપતા. રામવિજયજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત થોડો સમય ચાલેલી. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારોમાં સ્થળે સ્થળે વિહાર કરી પોતાની પ્રભાવક વાણીનો લાભ અનેક લોકોને આપ્યો હતો. અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં “રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ' ઉપરનાં તેમનાં વ્યાખ્યાનો, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાનો, રાજગૃહીમાં આગમસૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાનો વગેરેએ અનેક લોકોને આકર્ષિત કર્યા હતા. એમનાં વ્યાખ્યાન દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીય વાર તો આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરરૂપ બની જતું. તેઓ વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાનવયે એમનો અવાજ બુલંદ હતો અને હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યો નથી. અશક્તિ હોય, નાદુરસ્ત તબિયત હોય, તો પણ તેઓ પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં વર્ષોમાં તો એમનો અવાજ બધા શ્રોતાઓ સુધી પહોંચતો નહિ, તો પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ પ્રભાવક સ્થવિરો જાળવીને એમના શબ્દોને પકડવા પ્રયત્ન કરતા. કેટલાય લોકોને એમના પ્રત્યે શ્રદ્ધાપૂર્વકનો એવો દૃઢ ભક્તિભાવ રહેતો કે પોતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તો પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓ અનેરો ઉત્સાહ, સંતોષ અને ધન્યતા અનુભવતા. પૂ. આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, પદવીપ્રદાન, ઉપાધાન, જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી, ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા હતા. એમને પગલે પગલે ઉત્સવ થતો હતો. એમની પ્રેરણાથી સંઘ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એમના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દીક્ષાના પ્રસંગો વર્તમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કોઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એકસાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. એમના પોતાના ૧૧૭ જેટલા શિષ્યો હતા. પ્રશિષ્યો મળીને એમને હાથે ૨૫૦થી વધુ મુનિઓને અને ૫૦૦થી વધુ સાધ્વીઓને દીક્ષા અપાઈ છે. એ ઘટના જૈન શાસનમાં ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્ય-શિષ્યાઓ સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યશ્લોક નામ સુદીર્ઘ કાળ સુધી ગુંજતું રહેશે. પૂ. આચાર્ય-ભગવંત પોતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલતાને પણ તેઓ ચલાવી લેતા નહિ. પરંતુ પોતાના દીક્ષિત સાધુઓને તેઓ પોતાની પ્રે૨ક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તો આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રલોભનો કે લોકેષણાથી ચલિત થતા નહિ. એકંદરે ફોટા પાડવાપડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કોઈ પાડી લે તે જુદી વાત છે.) વિવિધ યોજનાઓ માટે ટ્રસ્ટો કરાવી ધન એકત્રિત કરાવવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં રખાયું નથી. પૂ. આચાર્ય-ભગવંત શાસનનાં કાર્યો માટે કે અનુકંપા જેવા વિષયો માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ વ્યક્તિગત દબાણ તેઓ ક્યારેય કરતા કે કરાવતા નહિ. પરંતુ એમના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લોકો સામેથી દાન આપવા માટે હંમેશાં તત્પર રહેતા. એને પરિણામે એમની કોઈ પણ વાત ઉપર ધનની ર્રેલમછેલ થઈ જતી. એમની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. એમના કાળધર્મ પ્રસંગે એક કરોડ રૂપિયા કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ અને કાળધર્મના સ્થળ સાબરમતીમાં અત્યંત ભવ્ય ગુરુમંદિરની રચના થઈ તે એમના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂંડો, દુઃખમય અને છોડવા જેવો છે. લેવા જેવો સંયમ છે અને મેળવવા જેવો મોક્ષ છે, એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર ૫૨મ ગીતાર્થ પૂજ્યાપાદ સ્વ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીને કોટિ કોટિ ભાવભરી વંદના! ૪૭૭ Page #519 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તાજેતરમાં વૈશાખ વદ ૧૧ ને દિવસે જેમની સ્વર્ગારોહણ તિથિ ઉજવાઈ ગઈ એ પ. પૂ. સ્વ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા એવા એક મહાન જૈનાચાર્ય હતા, જેમના ત્રણસોથી અધિક શિષ્યપ્રશિષ્ય આજે પણ વિચરે છે. વસ્તુતઃ ૫. પૂ. સ્વ. પ્રેમસૂરિદાદા આખી સદી ૫૨ છવાઈ ગયા હતા. એમના જીવનની વિગતો જ્યારે જાણીએ છીએ ત્યારે ઉચ્ચતમ કોટિના એક મહાન જૈન પ્રભાવક આચાર્ય ભગવંત કેવા હોય એની વિશિષ્ટ ઝાંખી થાય છે. પોતાના પ્રથમ પટ્ટશિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. સ્વ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ શ્રી ચંદ્રશેખરજી મહારાજ વગેરે સંખ્યાબંધ ધુરંધર શિષ્યોને અને બીજા અનેક નામાંકિત પ્રશિષ્યોને ઘડવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એના ઉપરથી એ સોના ગુરુ ભગવંતની પોતાની સંયમ પ્રતિભા કેટલી ઉજ્જવળ અને આકર્ષક હશે તેની પ્રતીતિ થાય છે. પ.પૂ. પ્રેમસૂરિદાદાના ઘનિષ્ઠ સંપર્કમાં આવનારને દીક્ષા લેવાના ભાવ થયા વગર રહે નહિ એવું સંયમી, વાત્સલ્યપૂર્ણ એમનું જીવન હતું. તત્ત્વજ્ઞાનના વિષયમાં શિષ્યોની કોઈ પણ શંકાનું તરત નિવારણ કરી શકે એવું અગાધ એમનું શાસ્ત્રજ્ઞાન હતું. કર્મસિદ્ધાન્તના વિષયમાં એમના જેટલી જાણકારી અને કંઠસ્થ વિગતો ત્યારે કોઈની પાસે નહોતી. શિષ્યો, પ્રશિષ્યો અને સંઘની વ્યવસ્થા કરવામાં તેઓ અત્યંત નિપુણ હતા. એટલે જ એમના માટે સિદ્ધાન્તમહોદધિ, ચારિત્રચૂડામણિ, સંઘકૌશલ્યાધાર, વાત્સલ્યવારિધિ, કૃપાસાગર, સાક્ષાત્ સંયમમૂર્તિ, પરમતારક, સૂરિપુરંદર ઇત્યાદિ યથાર્થ વિશેષણો એમના શિષ્યોએ પ્રયોજેલાં છે. પૂ. આચાર્ય મહારાજ વિશે સંસ્મરણ લેખો કે છૂટક સ્મરણો એમના ઘણા શિષ્યોએ લખ્યાં છે અને પોતાના આ ગુરુમહારાજની વાત નીકળતાં ગદિત થઈ જાય છે. પૂ. શ્રી વીરરત્નવિજયજી મહારાજે ‘સંભારણાં સૂરિ Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૪૭૯ પ્રેમનાં'ના નામથી દળદાર સ્મૃતિગ્રંથ પ્રગટ કર્યો છે જેમાં પૂ. મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજીનું સવિસ્તર જીવનચરિત્ર છે અને અનેક મહાત્માઓ અને ગૃહસ્થોએ આપેલી શ્રદ્ધાંજલિ છે. તદુપરાંત પૂ. શ્રી જગન્ચંદ્ર વિજયજી મહારાજે પદ્યમાં “ગુરુગુણ અમૃતવેલી રાસ' નામની રાસકૃતિ લખી જે વિવેચનસહિત પ્રકાશિત થયેલી છે. આ બંને ગ્રંથો વાંચતાં પૂ. મહારાજશ્રીના ઉજ્જવળ જીવન અને સંગીન શાસનકાર્યનો સરસ પરિચય થાય છે. ગુરુ ભગવંત હોય તો આવા હોવા જોઈએ એવી એક હૃદયંગમ છાપ ચિત્તમાં અંકિત થાય છે. પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે “પ્રેમમધુરી વાણી તારી' નામના લેખમાં પૂ. મહારાજશ્રીના હૃદયમાંથી સમયે સમયે નીકળેલા ઉદ્ગારો ટપકાવી લીધા છે. પૂ. શ્રી ત્રિલોચનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીના અઢાર મુખ્ય ગુણોની છણાવટ કરીને એના પ્રેરક પ્રસંગો ટાંક્યા છે. પૂજ્ય મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૪૦ના ફાગણ સુદ ૧૪ની અડધી રાતે (એટલે પૂનમની વહેલી સવારે) એમના મોસાળમાં રાજસ્થાનમાં નાંદિયા - ગામમાં થયો હતો. એમનાં માતાનું નામ કંકુબાઈ અને પિતાનું નામ ભગવાનજીભાઈ હતું. ભગવાનજીભાઈનું વતન પિંડવાડા. બાળકને લઇને માતા પિંડવાડા આવ્યાં. ફોઇએ બાળકનું નામ પ્રેમચંદ પાડ્યું. પ્રેમચંદ સાતેક વરસના થયા ત્યાં સુધી પિંડવાડામાં એમનો ઉછેર થયો. પરંતુ ત્યાર પછી એમના પિતાશ્રી વ્યવસાય અર્થે ગુજરાતના સૂરત જિલ્લામાં વ્યારા ગામે આવ્યા. એ દિવસોમાં કેટલાયે રાજસ્થાની ભાઈઓ એકબીજાના સહારે ખાનદેશ કે મધ્ય પ્રદેશમાં આવીને કાપડ, ધીરધાર કે અન્ય પ્રકારનો વેપાર કરતા. એ રીતે ભગવાનજીભાઇ અને કંકુબાઈ પોતાના પુત્ર પ્રેમચંદને લઇને વ્યારામાં આવીને વસ્યા હતાં. પ્રેમચંદે શાળાનો અભ્યાસ વ્યારામાં કર્યો અને અનુક્રમે કિશોરાવસ્થામાં આવ્યા. કિશોર પ્રેમચંદ સવારે દેરાસરે દર્શન-પૂજા કરવા જતા. કોઈ મુનિ મહારાજ ગામમાં પધાર્યા હોય અને એમનું વ્યાખ્યાન હોય તો વ્યાખ્યાનમાં બેસતા અને પછીનો સમય પિતાશ્રી સાથે દુકાને બેસતા. એમનામાં પૂર્વજન્મના કોઈ ઊંડા સંસ્કાર હશે કે જેથી એમને ધર્મની અને સાધુ ભગવંતોની વાતોમાં રસ પડતો હતો. એક દિવસ દુકાને કોઈ સંન્યાસી-બાવો ભિક્ષા માગવા આવેલો. , Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ પ્રભાવક સ્થવિરો તે પ્રેમચંદ સામે ટીકી ટીકીને જતો હતો. ત્યારે પિતાજી ભગવાનજીભાઇએ પ્રશ્ન કરતાં બાવાએ કહ્યું હતું કે આ છોકરાની મુખાકૃતિ પરથી લાગે છે કે તમારો પુત્ર કોઈ મોટો માણસ થશે; પ્રાય: ત્યાગી મહાત્મા થશે. બાવાની એ આગાહી સાંભળ્યા પછી કિશોર પ્રેમચંદ ત્યાગ-વૈરાગ્યની વિચારધારાએ વારંવાર ચડી જતા. વ્યારા જેવા નાના ગામમાં એક વખત એક મુનિભગવંત પધારેલા અને શત્રુંજય તીર્થની કોઈ પર્વતિથિ નિમિત્તે એ તીર્થનો મહિમા વ્યાખ્યાનમાં વર્ણવેલો. ત્યારથી પ્રેમચંદને શત્રુંજયની યાત્રાની તાલાવેલી લાગેલી. એમણે ત્યાં જવા માટે પિતાજીને વારંવાર કહેલું, પણ કિશોરવયના પ્રેમચંદને એકલા મોકલવા તેઓ તૈયાર નહોતા. એ દિવસોમાં ટ્રેનની સગવડ ઓછી હતી. આખા દિવસમાં એક ટ્રેન આવે ને જાય. વળી બે-ત્રણ સ્ટેશને ગાડી બદલવાની. વ્યારાથી પાલિતાણા પહોંચતાં બે દિવસ લાગી જાય, સાદી ટપાલ સિવાય બીજો કોઈ સંપર્ક નહિ. રેલ્વે રિઝર્વેશનની પ્રથા નહિ. મુસાફરો એટલા ઓછા કે જરૂર પણ નહિ. એટલે પાછા ફરવાની તારીખ નિશ્ચિત નહિ. વળી જાત્રા એટલે બેચાર દિવસ વધુ પણ લાગી જાય. ભગવાનજીભાઈએ એક વખત કોઈ સંગાથ જોઈને પ્રેમચંદને પાલિતાણા મોકલ્યા. એક ધર્મશાળામાં ઉતરીને પ્રેમચંદે સિદ્ધાચલની યાત્રા જિંદગીમાં પહેલીવાર કરી અને આ મહાતીર્થથી એકદમ પ્રભાવિત થઈ ગયા. અઠ્ઠમ કરીને જાત્રા થાય તો વિશેષ લાભ થાય છે એવો એનો મહિમા જાણીને અઠ્ઠમ સાથે જાત્રા કરી. ડુંગર પર ચડતાં-ઊતરતાં સાધુ-સાધ્વીનાં દર્શન કરીને તેમણે કૃતાર્થતા અનુભવી. દરમિયાન પોતાને એક મુનિ મહારાજનો સંપર્ક થયો. એમનું નામ સિદ્ધિમુનિ હતું. એમની પાસેથી પ્રેમચંદને ઘણું જાણવા મળ્યું. પાલિતાણાના આ પરિચયથી પ્રેમચંદને એમની પાસે દીક્ષા લેવાના ભાવ થયા. પરંતુ મહારાજે કહ્યું કે પોતાનો એવો અભ્યાસ નથી, પણ જો દીક્ષા લેવી હોય તો ઘોઘામાં બિરાજમાન પ.પૂ. શ્રી વીરવિજયજી મહારાજ (પૂજાની સુપ્રસિદ્ધ ઢાળોના રચયિતા શ્રી વીરવિજયજી તે જુદા) અને એમના શિષ્ય પૂ. શ્રી દાનવિજયજી છે. દીક્ષા લેવી હોય તો એમની પાસે લેવી જોઈએ. પ્રેમચંદ પાલિતાણાથી ઘોઘા ગયા. ત્યાં પહોંચી બંને મુનિ ભગવંતોને મળી Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતાની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. મુનિ ભગવંતોએ પ્રેમચંદને પહેલાં સ્વાધ્યાય કરવા અને સાથે રહેવા કહ્યું જેથી એની યોગ્યતાનો પોતાને ખ્યાલ આવે. થોડા દિવસના રહેવાથી જ પ્રેમચંદમાં સ્વાધ્યાય, તપ, વિનય, વૈયાવચ્ચ વગેરેના ઉત્તમ ગુણો પ્રગટ થવા લાગ્યા. ત્યારે પંદર વર્ષની એમની ઉંમર હતી. પરંતુ આ બાજુ પ્રેમચંદનાં માતાપિતાને ચિંતા થઈ કે શત્રુંજયની જાત્રા કરવા નીકળેલા પ્રેમચંદને આટલા બધા દિવસ કેમ લાગ્યા ? ભગવાનજીભાઈ તપાસ કરવા પાલિતાણા આવ્યા અને ત્યાંથી ખબર મળ્યા એટલે ઘોઘા આવ્યા. તેઓ પ્રેમચંદને પાછા વ્યારા લઈ ગયા. પરંતુ પ્રેમચંદના દિલમાં દીક્ષા લેવાનું બીજ હવે બરાબર વવાઈ ગયું હતું. વ્યારામાં પ્રેમચંદ ઘર અને દુકાન સંભાળતા, પરંતુ એમાં એમનો જીવ લાગતો નહોતો. ઘર છોડીને ભાગી નીકળવાની તેઓ તક શોધતા હતા. એમ કરતાં કરતાં લગભગ બે વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ એવું થયું કે ઘરનાં બધાંને સગાનું મૃત્યુ થતાં પ્રસંગવશાત્ બહારગામ જવાનું થયું. પ્રેમચંદ એકલા જ ઘરે હતા. એમને લાગ્યું કે ઘર છોડીને જવાની આ એક સારી તક છે. સૂરતથી પાલિતાણા ટ્રેનમાં કેવી રીતે જવાય એનો તો અનુભવ એમને હતો. હવે સવાલ રહ્યો વ્યારાથી સૂરત જવાનો. એમાં વાર ન લાગવી જોઈએ. એટલે મન મક્કમ કરીને ગામમાં કોઈને ખબર પડે તે પહેલાં વહેલી સવારે તેઓ નીકળી ગયા અને આખો દિવસ પગે ચાલીને, સાંજ સુધીમાં ૪૫ કિલોમીટરનું અંતર કાપીને તેઓ સૂરત પહોંચી ગયા. ત્યાંથી ટ્રેન પકડી બીજા બે દિવસમાં પાલિતાણા પણ પહોંચી ગયા. સદ્ભાગ્યે પૂ. વીરવિજયજી અને પૂ. દાનવિજયજી ત્યારે પાલિતાણામાં જ બિરાજમાન હતા. પ્રેમચંદની દીક્ષા માટેની ઉત્કટ લગની અને યોગ્યતા પારખીને બંને મુનિવરોએ સત્તર વર્ષના આ યુવાનને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે વિ.સ. ૧૯૫૭ના કારતક વદ ૬ના રોજ સિદ્ધગિરિની શીતલ છાયામાં પ્રેમચંદને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ ‘પ્રેમવિજય' રાખવામાં આવ્યું. એમને પૂ. દાનસૂરિજીના શિષ્ય તરીકે જાહે૨ ક૨વામાં આવ્યા. દીક્ષા પછી પૂ. પ્રેમવિજયજીએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી પોતાના ગુરુ મહારાજના કુલ પાંચ શિષ્યો ન થાય ત્યાં સુધી ફેરીનો ત્યાગ કરવો. પરંતુ થોડા વરસમાં જ પાંચ શિષ્યો થઈ ગયા. ૪૮૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પ્રભાવક સ્થવિરો દીક્ષા પછી વિહાર કરીને તેઓ પાટણ પધાર્યા. ત્યાં પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજના પટ્ટધર તરીકે શ્રી કમલવિજયજીને સ્થાપવામાં આવ્યા અને એમને આચાર્યની પદવી આપવામાં આવી. - પાટણથી વિહાર કરી પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્ય પૂ. શ્રી પ્રેમવિજયજીને લઈને વડોદરા પધાર્યા. પૂ. શ્રી દાનવિજયજી મહારાજે આગમોનો સંગીન અભ્યાસ કરી લીધો હતો. એમને “સકલાગમ રહસ્યવેદી' કહેવામાં આવતા. એમણે પોતાના શિષ્ય પૂ. મહારાજશ્રીને અહીં સંસ્કૃત ભાષા અને વ્યાકરણ, કાવ્યાદિના ગ્રંથો, ન્યાય અને તર્કના ગ્રંથો, આગમો, પ્રકરણગ્રંથો વગેરેનો સઘન અભ્યાસ કરાવ્યો. દરમિયાન એમણે પોતે પણ ભગવતી સૂત્રના યોગોવહન કર્યા અને એમને ખંભાતના સંઘે ગણિપદ અને પંન્યાસપદ આપ્યું. ત્યારપછી તેઓએ પાલનપુર, ભરૂચ, ખંભાત, છાણી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. દરમિયાન પૂ. મહારાજશ્રીનો અભ્યાસ પણ ચાલતો જ રહ્યો હતો. અભ્યાસ માટે એમની લગની એટલી તીવ્ર હતી કે છાણીથી વિહાર કરીને તેઓ રોજ સવારે વડોદરા જતા, ત્યાં પંડિતજી પાસે અભ્યાસ કરતા અને ભરતડકામાં પાછા ફરતા. કોઈવાર પંડિતજી ઘરે ન હોય કે એમને અનુકૂળતા ન હોય તો ધક્કો થતો, પરંતુ એથી પૂ. મહારાજશ્રી ક્યારેય અપ્રસન્ન થતા નહિ. પૂજ્ય મહારાજશ્રીએ પોતાના શરીરને હવે એવું કેળવ્યું હતું કે ઉનાળામાં તપેલી જમીન પર તેઓ ઉલ્લાસથી ચાલતા. પગ બળતા હોય તો પણ તેઓ ઉતાવળ કરતા નહિ કે છાંયડો શોધતા નહિ. છાણી અને લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી આચાર્ય ભગવંત પ. પૂ. કમલસૂરિજીએ પ. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી સાથે પંજાબ બાજુ વિહાર કર્યો અને ત્યાં ઉપરાઉપરી બે ચાતુર્માસ અંબાલામાં કર્યા. પૂ. મહારાજશ્રીએ પંજાબની ધરતી પર આ પહેલી વાર પદાર્પણ કર્યું હતું અને તે છેલ્લી વારનું હતું. પૂ. મહારાજશ્રી પોતાના ગુરુભગવંત સાથે અંબાલાથી વિહાર કરી ચાતુર્મારા બીકાનેરમાં ફરીને વડોદરા પધાર્યા. ત્યાં જ્ઞાનભંડારનું અને વિદ્યાભ્યાસનું કાર્ય કરવાનું હતું. પૂ. મહારાજશ્રીએ વડોદરામાં પોતાનો વિદ્યાભ્યાસ એટલો ગહન કર્યો કે હવે સંસ્કૃત ભાષામાં પણ તેઓ વાર્તાલાપ કરતા હતા. તે વખતે વડોદરાના Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૪૮૩ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ લાયબ્રેરીના નિયામક શ્રી અનંતકૃષ્ણ અને પૂ. મહારાજશ્રી મળે ત્યારે પરસ્પર સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા. પૂ. મહારાજશ્રી ત્યાંની જૈન હસ્તપ્રતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને લાગ્યું કે આ બધા સાહિત્યને સંપાદિત-પ્રકાશિત કરવાનું કામ એક માણસનું નથી. એ માટે દસ-પંદર મુનિઓને તૈયાર કરવા જોઈએ. પૂ. મહારાજશ્રી એક વખત લાયબ્રેરીમાં હતા ત્યારે ગાયકવાડ નરેશ શ્રી સયાજીરાવ ત્યાં પધાર્યા. પૂજ્ય મહારાજશ્રી સાથેની વાતચીતથી તેઓ અત્યંત પ્રભાવિત થયા અને ત્યાર પછી તો લક્ષ્મીવિલાસ નામના રાજમહેલમાં પૂ. શ્રી દાનવિજયજી અને પૂ. મહારાજશ્રીનાં પ્રવચનો થયાં. વડોદરા પછી ત્યાં પાસે જ આવેલા દરાપરા નામના ગામમાં પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પોતાના શિષ્યો સાથે ચાતુર્માસ કર્યું. આપણને આશ્ચર્ય થાય કે આવા નાના ગામડાની પસંદગી તેઓએ ચાતુર્માસ માટે કેમ કરી હશે ! પરંતુ તે સપ્રયોજન હતી. એક તો પૂ. મહારાજશ્રીનો ત્યાં એકાન્તમાં અભ્યારા સારો થાય અને પાદરાથી આવતા ત્રિભુવન નામના એક દીક્ષાર્થી (ભવિષ્યના પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ) સાથે ગાઢ પરિચય થાય. પાદરાથી ધાર્મિક માસ્તર ઉજમશીભાઈ રજાના દિવસે પોતાના વિદ્યાર્થીઓને લઈને દરાપરા આવતા અને ત્યાં પૂજા ભણાવતા. એમાં ત્રિભુવન નામનો એક તેજસ્વી વિદ્યાર્થી આવતો હતો. સાત વર્ષની ઉમર સુધીમાં એણે પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં હતાં. પિતાનું તો મુખ પણ જોયું નહોતું. દાદીમા પાસે તે ઊછરતો હતો. પૂ. દાનવિજયજી મહારાજને એનામાં એક મહાન આચાર્યનાં બીજ પડેલાં જણાયાં. કિશોર ત્રિભુવનને ત્યાગ-વૈરાગ્યનો રંગ લાગ્યો હતો, દીક્ષા લેવી હતી, પણ કુટુંબીજનોની સંમતિ મળે એમ નહોતી. એ ઉંમરે વડોદરા રાજ્યમાં દીક્ષા લઈ શકાય એમ નહોતી, કારણ કે ગાયકવાડી રાજ્યમાં બાવ-દીક્ષાનો પ્રતિબંધ હતો. પરંતુ પૂ. શ્રી દાનવિજયજી મહારાજ અને પૂ. શ્રી પ્રેમવિજયજી માહારાજની સંયમમાર્ગ માટે એવી પ્રબળ પ્રેરણા હતી કે આ બધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે વિચાર કરીને તે પ્રમાણે ગાયકવાડી રાજ્યની હદ પૂરી થાય અને બ્રિટિશ રાજ્ય ચાલુ થાય એવા જૈનોનાં ઘર વગરના એકાના ગાંધાર તીર્થમાં પોતાના ચેલા પૂ. શ્રી મંગળવિજયજીને મોકલીને એમના હાથે કોઈપણ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ પ્રભાવક સ્થવિરો જાહેર સમારંભ વગર ગુપ્તપણે દીક્ષા આપવામાં આવી હતી. એમનું નામ મુનિ રામવિજયજી રાખવામાં આવ્યું અને એમને પૂ. શ્રી પ્રેમવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. દીક્ષા પછી તરત ત્યાંથી તેઓ ભરુચ પધાર્યા અને ત્યાર પછી ચાતુર્માસ માટે પૂજ્ય ગુરુદેવો સાથે શિનોર ગામમાં જોડાઈ ગયા હતા. પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે શિનોરથી વિહાર કરીને ભાવનગર પધાર્યા. ત્યાંથી ગુજરાત તરફ વિહાર કરતા તેઓ ડભોઈ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ માટે રોકાયા. તે દરમિયાન પૂ. મહારાજશ્રીએ ભગવતી સૂત્રના યોગોદ્વહન કર્યા અને વિ. સં. ૧૯૭૬ના કારતક વદ ૬ના રોજ એમને ગણિનું પદ આપવામાં આવ્યું. ડભોઈથી પૂ. મહારાજશ્રી પોતાના તેજસ્વી શિષ્ય વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામવિજયજી સાથે અમદાવાદ પધાર્યા. અહીં એક મોટું આંદોલન તેઓએ જગાવ્યું. એ ભદ્રકાળી માતાને ચડાવાતા બકરાના બલિને અટકાવવાનું હતું. એમાં તેઓને સફળતા મળી અને “પ્રેમ” અને “રામ”નાં નામ ઘરે ઘરે જવા લાગ્યાં હતા. અમદાવાદથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિહાર કરીને તેઓ કેટલાંક વર્ષે પાછા અમદાવાદ પધાર્યા. અહીં પૂ. મહારાજશ્રીને એમના દીક્ષાના અને ગણિપદના દિવસે જ એટલે કે કારતક વદ ૬ના દિવસે વિ. સં. ૧૯૮૧માં પંન્યાસ પદવી આપવામાં આવી. અમદાવાદમાં પૂ. મહારાજશ્રીએ પોતાના શિષ્ય પ્રખર વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામજવિયજી સાથે ત્રણ ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસનાં પ્રવચનોથી કેટલાયે યુવાનોને જેમ દીક્ષાનો રંગ લાગ્યો હતો તેમ એમનાં સ્વજનોમાં દીક્ષાનો વિરોધ જાગ્યો હતો. એમ છતાં પૂ. મહારાજશ્રીનું પુણ્યબળ એટલું મોટું હતું કે ઉગ્ર વિરોધ-વંટોળમાં પણ તેમને પૂરી સફળતા મળી હતી અને એમનો શિષ્ય સમુદાય મોટો થતો જતો હતો. અમદાવાદથી વિહાર કરી પૂ. મહારાજશ્રીએ ખંભાત અને સુરતમાં ચાતુર્માસ કર્યા. ત્યાં પણ સંખ્યાબંધ યુવાનોએ દીક્ષા લીધી અને એમના સ્વજનોનો ભારે વિરોધ રહ્યો. Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૪૮૫ * ત્યાર પછી વિહાર કરતા કરતા પૂ. મહારાજશ્રી પોતાના ગુરુ ભગવંત અને શિષ્ય સમુદાય સાથે મુંબઈ પધાર્યા. એમના હાથે દીક્ષિત થનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. પરંતુ પૂ. મહારાજશ્રીની ભાવના એવી રહેતી કે બધાંને પોતાના શિષ્યો બનાવવાને બદલે પોતાના શિષ્યોના શિષ્યો બનાવવા. મુંબઇમાં વિ. સં. ૧૯૮૭માં મહારાજશ્રીને ઉપાધ્યાયની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને પંન્યાસની પદવી આપવામાં આવી. પૂ. મહારાજશ્રીના શિષ્યસમુદાયમાં કેટલાક તો શ્રીમંતાઇનો ત્યાગ કરીને આવ્યા હતા. મુંબઈ પછી અમદાવાદમાં સ્થિરતા થઈ તે દરમિયાન બે વિશિષ્ટ કોટિના યુવાન સગા ભાઈઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ કાંતિલાલ અને પોપટલાલ પૂ. મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા પછી દીક્ષા લેવાના ભાવવાળા થયા. પૂ. મહારાજશ્રીએ તેઓને દીક્ષા આપી અને તેઓનાં અનુક્રમે નામ રાખવામાં આવ્યાં મુનિ શ્રી ભાનુવિજયજી અને મુનિશ્રી પદ્મવિજયજી. દરમિયાન પોતાની વૃદ્ધાવસ્થા અને વધતી જતી શારીરિક નબળાઈને લક્ષમાં રાખીને પ. પૂ. શ્રી દાનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીને આચાર્યની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવાનો નિર્ણય કર્યો. ઘણી આનાકાની પછી તેઓએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા માથે ચડાવી અને વિ. સં. ૧૯૯૧માં તેઓને રાધનપુરમાં મહોત્સવપૂર્વક એ પદવી આપવામાં આવી. આચાર્યપદે આરૂઢ થતાં જ પૂ. મહારાજશ્રીમાં એક વિશિષ્ટ પ્રકારનું ગાંભીર્ય આવી ગયું. માથે મોટી જવાબદારી આવી. તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. પણ હવે તેઓ તેમાં વધુ ઊંડા ઊતરવા લાગ્યા. વળી હવે શિષ્યોનો સાથ પણ મળવા લાગ્યો કે જેથી પરિશ્રમભરેલું કામ વહેંચાઈ જાય. પૂ. મહારાજશ્રીએ જ્ઞાનભંડારોની હસ્તપ્રતોનું સંશોધન કરીને “કર્મપ્રકૃતિ', પંચસંગ્રહ', “નિશીથ ચૂર્ણિ' વગેરે ગ્રંથો સંપાદિત કરીને પ્રગટ કર્યા. તદુપરાંત “સંક્રમણકરણ', કર્મસિદ્ધિ', “માર્ગણાદ્વાર’ વગેરે ગ્રંથો પણ તૈયાર કર્યા. હવે પૂ. મહારાજશ્રીના જીવનમાં અગાઉ હતી તેથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગને સ્થાન મળવા લાગ્યું. તેઓ સ્વાધ્યાયની સાથે તમને જોડતા અને શિષ્યોને પણ તેમ કરવા પ્રેરણા કરતા. શિષ્યો માટે પંડિતની વ્યવસ્થા પણ Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો કરાવતા. એમના શિષ્યો દિવસમાં દસ-પંદર કલાક સ્વાધ્યાય કરતા. મહારાજશ્રીએ પહેલાં અમુક સમયમર્યાદા માટે અને પછી જીવન પર્યત મિઠાઈ, સૂકો મેવો, ફળ વગેરેનો ત્યાગ કર્યો હતો. પછી એક જ વખતની ગોચરી અને તેમાં પણ રોટલી અને દાળ અથવા શાક એમ બે જ દ્રવ્યનો નિયમ લીધો હતો. વિ. સં. ૧૯૯૨માં પૂ. મહારાજશ્રીના ગુરુભગવંત પ. પૂ. શ્રી દાનસૂરીશ્વરજીએ પાટડીમાં દેહ છોડ્યો એ સમાચાર તેઓને માતરમાં મળ્યા ત્યારે ભારે આઘાત લાગ્યો. સતત સાથે વિચરનારનો અંતિમ સમયે જ વિયોગ થયો. હવે સમુદાયની જવાબદારી પોતાને શિરે આવી. ત્યારપછી પૂ. મહારાજશ્રી વિહાર કરતા મુંબઈ પધાર્યા. વિ. સં. ૧૯૯૨માં પૂ. શ્રી રામવિજયજીને આચાર્યની પદવી આપવામાં આવી અને એમનું નામ રાખવામાં આવ્યું વિજયરામચંદ્રસૂરિજી. મુંબઈના ઇતિહાસમાં આ એક મોટી ઘટના હતી. મુંબઈમાં તેઓએ ત્રણ ચાતુર્માસ કર્યા. ત્યાર પછી પૂ. મહારાજશ્રીએ મહારાષ્ટ્ર બાજુ વિહાર કર્યો અને પૂના, નિપાણી, સાંગલીમાં ચાતુર્માસ કરી તથા આસપાસનાં નગરોમાં વિહાર કરી એ તરફ પણ દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે શાસન પ્રભાવનાનાં મહત્ત્વનાં કાર્યો કર્યા. કેટલાક અજૈન યુવાનોએ પણ જૈન ધર્મ અંગીકાર કર્યો અને કોઈકે તો એમની પાસે દીક્ષા પણ લીધી. જીવોને પ્રતિબોધ પમાડી સંયમમાર્ગે વાળવાની તેમનામાં વિશિષ્ટ લબ્ધિ હતી. મહારાષ્ટ્રમાંથી પાછા મુંબઈ પધાર્યા ત્યારે મુંબઇમાં એમણે વિ. સં. ૧૯૯૮માં જે ઉપધાન તપ કરાવ્યાં તેમાં ઘણાં શ્રાવક-શ્રાવિકો જોડાયાં હતાં. એની માળના પ્રસંગે જે ત્રણ માઈલ લાંબી શાનદાર શોભાયાત્રા નીકળી હતી (આ લખનારે નજરે જોઈ હતી) તે અભૂતપૂર્વ હતી. ત્યાર પછી આજ દિવસ સુધીમાં એવી શોભાયાત્રા નીકળી નથી. મુંબઈ પછી પૂ. મહારાજશ્રીએ ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ-ગિરનાર, માંગરોળ, નાર (ચરોતર) વગેરે સ્થળે વિચરી પિંડવાડામાં ચાતુર્માસ કર્યું. પૂ. મહારાજશ્રીના સંસારી પિતા શ્રી ભગવાનજીભાઈ પણ પિંડવાડામાં હતા અને પોતાના પુત્રનો આધ્યાત્મિક ઉત્કર્ષ જોઈને અને ધર્મપ્રભાવનાના એમનાં કાર્યો નિહાળીને પરમ હર્ષ અને સંતોષ અનુભવ્યો હતો. રાજસ્થાનમાં પણ દીક્ષા, પદવી, યાત્રા-સંઘ ઇત્યાદિની પ્રવૃત્તિઓ પણ Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ४८७ જોશભેર ચાલી હતી. પિંડવાડામાં મહારાજશ્રીના સંસારી ભાણેજે પણ દીક્ષા લીધી હતી અને એમનું નામ પૂ. શ્રી વીરરત્નવિજયજી રાખવામાં આવ્યું હતું. પૂ. મહારાજશ્રીના મુખ્ય શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ અને પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પણ હવે સ્વતંત્ર વિહાર કરવા લાગ્યા હતા અને તેઓ પણ કેટલાયે દીક્ષાર્થીઓને લાવીને પૂ. મહારાજશ્રી પાસે દીક્ષા અપાવતા હતા. પૂ. શ્રી ભાનુવિજયજી તો પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી શિબિરો યોજતા હતા અને દીક્ષાર્થીઓને દીક્ષા લેતાં પહેલાં અને દીક્ષા લીધા પછી સંગીન અભ્યાસ કરાવતા. આ રીતે શિષ્યો દ્વારા પ્રશિષ્યોની દીક્ષાની સંખ્યા વધતી ચાલી. મહારાષ્ટ્રમાં પૂ. મહારાજશ્રી બીજી વાર પધાર્યા ત્યારે જુદે જુદે સ્થળે મળીને એક જ દિવસે ચાલીસ જેટલી દીક્ષા થઈ હતી. જાણે કે દીક્ષાનો જુવાળ ન આવ્યો હોય ! પૂ. મહારાજશ્રીના પ્રભાવક વ્યક્તિત્વથી અને મધુર વત્સલ હિતકારી વાણીથી કેટલાક શ્રીમંતોનું પણ હૃદયપરિવર્તન થયું હતું. મુંબઇમાં શેઠ જીવતલાલ પ્રતાપસીના નાના ભાઈ કાન્તિલાલ અને એમનાં પત્ની સુભદ્રાબહેનના પુત્ર મેટ્રિક પાસ થયા પછી કૉલેજમાં ન જતાં ધર્મના રંગે એવા રંગાઈ ગયા હતા કે એમણે પૂ. મહારાજશ્રીના હસ્તે મુંબઈમાં દીક્ષા લીધી અને એમનું નામ રાખવામાં આવ્યુંમુનિશ્રી ચંદ્રશેખરવિજયજી. પૂ. મહારાજશ્રી પિંડવાડા, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે ચાતુર્માસ કરી, રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળે વિચારીને અમદાવાદ પધાર્યા. જીવનનાં આ પાછલાં વર્ષોમાં એમને હૃદયરોગ ચાલુ થયો હતો અને કેટલીક વાર છાતીમાં ભારે દુઃખાવો થતો. એમ છતાં તેઓ આહાર વગેરેની બાબતમાં સાધ્વાચારને લક્ષમાં રાખી પૂરી સાવધાની રાખતા. આ વિહાર દરમિયાન તેઓ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ઉત્સવો યોજાતા. અમદાવાદમાં હવે ગ્રંથપ્રકાશનનો મહોત્સવ થયો. પૂ. મહારાજશ્રીની ભલામણથી પૂ. શ્રી ભાનુવિજયજીએ સંસ્કૃત ભાષા-વ્યાકરણ, પ્રાકૃત ભાષા-વ્યાકરણ, ન્યાયશાસ્ત્રમાં જે શિષ્યોને તૈયાર કર્યા તેમાં પૂ. શ્રી જયઘોષવિજયજી, પૂ. શ્રી ધર્માનંદવિજયજી, પૂ. શ્રી ગુણરત્ન વિજયજી, પૂ. શ્રી વીરશેખરવિજયજી એવા સજ્જ થઈ ગયા હતા કે તેઓને પૂ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ કર્મ સિદ્ધાન્ત Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પ્રભાવક સ્થવિરો અંગે ગ્રંથો તૈયાર કરવાનું કાર્ય સોંપી શકાય. અમદાવાદમાં બે મહાકાય ગ્રંથો તૈયાર થયા. “ખવગસેઢી' (ક્ષપકશ્રેણી) અને “ઠિઈબંધો' (સ્થિતિબંધ). આ બંને ગ્રંથોને હાથી પર અંબાડીમાં મૂકી ગૌરવયુક્ત મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પૂ. મહારાજશ્રીનું વિ. સં. ૨૦૨૩નું અંતિમ ચાતુર્માસ ખંભાતમાં થયું. એમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. એટલે ચોમાસું ઊતરતાં એમના શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિ, પૂ. શ્રી ભાનુવિજયજી, પૂ. શ્રી યશોદેવસૂરિ, પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી વગેરે ખંભાત આવી પહોંચ્યા. ચૈત્ર મહિનો થતાં દરેકને પોતપોતાના ચાતુર્માસ માટે તથા અન્ય કાર્યો માટે પૂ. મહારાજશ્રીએ વિહાર કરાવ્યો. પરંતુ થોડા દિવસમાં જ પૂ. મહારાજશ્રીની વધુ બગડેલી તબિયતના સમાચાર મળતાં પૂ. શ્રી રામચંદ્રસૂરિજી તરત પાછા ખંભાત પધાર્યા. પૂ. મહારાજશ્રી સાથે ત્રણ દાયકા કરતાં અધિક સમયથી સાથે રહેનાર, પૂ. શ્રી ભાનવિજયજી, સંજોગવશાત્ પાછા ફરી શક્યા નહિ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા અન્ય કેટલાક મહાત્માઓ પણ આવી ન શક્યા. ખંભાતમાં ઉપચાર ચાલતા હતા, પરંતુ હૃદયરોગ વધુ ઉગ્ર બન્યો હતો. પૂ. મહારાજશ્રી સમજી ગયા હતા કે આ હવે એમના અંતિમ દિવસો છે. એમને એક હૉલમાંથી બીજા ઓરડામાં લઈ જવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું, “ભાઈ, મારે હોલ નહિ હવે તો ઘર બદલવાનું છે.” વેશાખ વદ ૧૧ ને રાત્રે ૧૦-૩૦ કલાકે એમણે સમાધિપૂર્વક, નવકારમંત્રની ધૂન સાંભળતાં દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસના સમાચાર તરત ચારે બાજુ પ્રસરી ગયા અને એમના અનેક ભક્તો ખંભાત આવી પહોંચ્યા. બીજે દિવસે સવારે એમના પ્રથમ અને પટ્ટધર શિષ્ય પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ બધી વિધિ કરી અને બપોરે વિજય મુહૂર્ત એમની પાલખી નીકળી. એ પ્રસંગે હજારો માણસો એમાં જોડાયા હતા. (પૂ. મહારાજશ્રીના શિષ્યો અને અગ્રગણ્ય શ્રાવક ભક્તો એટલા બધા હતા કે તે દરેકનાં વ્યક્તિગત નામ લખવાનું શક્ય નથી.) પૂજ્ય મહારાજશ્રીના કાળધર્મથી જૈન શાસને આ યુગના એક મહાન, તેજસ્વી પ્રભાવક આચાર્ય ભગવંત ગુમાવ્યા છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ४८८ પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ એમને અંજલિ આપતાં લખ્યું છે કે “નમ્રતા વિના વિનયગુણ, જાતને ભૂલ્યા વિના વૈયાવચ્ચ ગુણ, તકલીફ ભોગવવાના નિર્ણય વિના સંયમપાલન ગુણ, સ્વાદને માર્યા વિના તપ ગુણ અને અંતર્મુખ બન્યા વિના સ્વાધ્યાય ગુણ આવે નહિ. આ મહાપુરુષે સંયમ સ્વીકાર્યા બાદ સંયમના પાયાના ગુણો એવા વિનય, વૈયાવચ્ચ, તપ, સંયમ અને સ્વાધ્યાયને જીવનના પ્રાણસમા બનાવી દીધાં હતાં. આ મહાપુરુષ જીવનમાં જે રીતે આગળ વધ્યા તે અમે નજરે જોયું છે. તે રીતે આગળ વધવામાં આ પાંચ ગુણોનો મહાપ્રતાપ છે.' - પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીએ લખ્યું છે, “સિદ્ધાન્ત મહોદધિ સંઘકૌશલ્યાધાર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ વર્તમાન યુગની એક અનન્ય બ્રહ્મમૂર્તિ હતા. વિકાસમાન યુવાનીમાં જ સંસારત્યાગ કરવા છતાં વિરાટ સંયમકાળમાં ક્યારેય તેઓશ્રીના આત્માને અબ્રહ્મનું કલંક સ્પર્શી શક્યું નહોતું.” - પ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજીએ લખ્યું છે, “વાત્સલ્યમૂર્તિ ભગવાન શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા! ત્રણસો ને પચાસ મુનિઓ-બાળકોની મા !..કઠોરતમ સંયમપંથને પણ સુંવાળો બનાવી આપવાની અનુપમ સિદ્ધિ આ “મા”એ પ્રાપ્ત કરી હતી. સંયમધર આત્માઓના સર્વ પ્રદેશે એમણે વાત્સલ્યભાવનાં અમીછાંટણાં કરી દીધાં હતાં. વાત્સલ્ય લઈને એમણે સાધુઓને રોજ ૧૪ થી ૧૮ કલાકનો સ્વાધ્યાય કરતા કરી દીધા હતા.' - પૂજ્ય મહારાજશ્રીના ૮૪ વર્ષના આયુષ્યમાં ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય હતો. દીક્ષા પર્યાય દરમિયાન તેમણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે વિહાર કર્યો હતો અને ઘણે સ્થળે ચાતુર્માસ કર્યા હતાં. આ ચાતુર્માસમાં તેમણે સૌથી વધુ ચાતુર્માસ અમદાવાદ અને મુંબઈ કર્યા હતાં. તદુપરાંત પાટણ, ખંભાત, વડોદરા, પિંડવાડા વગેરે નગરોમાં એમણે એક થી વધુ ચાતુર્માસ કર્યા હતા. બીજી બાજુ એમણે દરાપરા, વટાદરા, શિનોર જેવાં નાનાં ગામડાંઓમાં પણ ચાતુર્માસ કર્યા હતાં. એમના જીવનકાળ દરમિયાન દીક્ષા, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાનતપ વગેરેના અનેક મહોત્સવો થયા હતા. વસ્તુતઃ તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉલ્લાસ અને Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ પ્રભાવક સ્થવિરો ઉત્સવનું વાતાવરણ સર્જાઈ જતું. પૂ. મહારાજશ્રીના જીવનના પ્રેરક, પ્રબોધક, પ્રકાશક અનેક પ્રસંગો નોંધાયા છે. એમાંથી કેટલાંક અહીં આપણે જોઇશું. પૂ. મહારાજશ્રીના જીવનમાં કોઈ બાહ્ય ઠાઠમાઠ નહિ, મોટાઈ નહિ, સીધું સાદું સરળ જીવન, કોઈ ચીજવસ્તુનો પરિગ્રહ નહિ, નામનાની કોઈ ખેવના નહિ, હંમેશાં તેઓ પ્રસન્ન રહેતા. આત્મશ્લાધા નહિ અને અહંકારનાં વચનો નહિ, તદ્દન નિઃસ્પૃહ અને સંતોષી વૃત્તિવાળા તેઓ હતા. આથી એમના સંપર્કમાં આવનાર એમના ચારિત્રની સુવાસથી આકર્ષાતા. પૂ. મહારાજશ્રી વસ્ત્ર વગેરેનો ઓછામાં ઓછો પરિગ્રહ રાખતા. તેઓ વિહારમાં હોય ત્યારે પહેરેલાં કપડાં સિવાય કશું રાખે નહિ. તેમના વિંટીયામાં એક ચોલપટ્ટો પણ રાખ્યો ન હોય. એક વખત એમના ગુરુદેવ પૂ. દાનસૂરિજીએ કહ્યું, “પ્રેમવિજય, વિહારમાં તારે એક ચોલપટ્ટો સાથે રાખવો જોઈએ. પહેરેલો ચોલપટ્ટો ઓચિંતો કોઈ વાર ફાટી જાય તો શું કરે?' પૂ. મહારાજશ્રીએ કહ્યું, ગુરુદેવ ! આપની કૃપાથી એવું નહિ થાય. અને થશે તો બધું ગોઠવાઈ જશે.” એક વાર ખરેખર એવું બન્યું કે વિહારમાં તેઓ હતા ત્યારે એક ગામમાં મુકામ કર્યો હતો. મહારાજશ્રી ગોચરી વહોરીને આવ્યા અને જર્જરિત થયેલો ચોલપટ્ટો ફાટી ગયો. બીજો ચોલપટ્ટો હતો નહિ. પૂ. દાનસૂરિએ કહ્યું, “પ્રેમવિજય ! મેં કહ્યું હતું કે એક વધારાનો ચોલપટ્ટો રાખ. જો ફાટી ગયો ને? હવે તું શું કરીશ?' પૂ. મહારાજશ્રી ઉત્તર આપે તેટલામાં તો ઉપાશ્રયમાં એક શ્રાવક દાખલ થયા. એમના હાથમાં કાપડનો તાકો હતો. એમણે કહ્યું, “ગુરુમહારાજ આપને વહોરાવવા માટે આ લઈ આવ્યો છું.” પૂ. શ્રી દાનવિજયજીએ કહ્યું, “પ્રેમવિજય ! તારી શ્રદ્ધા ગજબની છે !' પૂ. મહારાજશ્રીએ વિનયથી કહ્યું, “આપની કૃપાનું એ પરિણામ છે.' પૂ. મહારાજશ્રીએ મિઠાઈ, મેવા, ફળ વગેરેનો દીક્ષા પછી થોડાં વર્ષોમાં ત્યાગ કર્યો હતો. કેરીની તો એમણે આજીવન બાધા લીધી હતી. તેઓ ઘણુંખરું એકાસણા જ કરતા. ગોચરી વાપરતી વખતે એ માટે દસ-બાર મિનિટથી વધુ સમય આપતા નહિ. જરાક જેટલું વાપરીને તરત ઊભા થઈ જતા. કેટલાંયે Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસમાં આહારમાં તેઓ ફક્ત બે જ વાનગી વાપરતા. દાળ અને રોટલી અથવા શાક અને રોટલી. તેઓ કહેતાઃ ‘દાળ અને રોટી, બીજી વાત ખોટી.’ મહારાજશ્રી સ્થંડિલ (ઠલ્લે) માટે વાડામાં જવાનું પસંદ કરતા નહિ, પણ ગામને પાદરે, ખુલ્લામાં યોગ્ય ભૂમિમાં જવાનું રાખતા. એ માટે બે-ત્રણ કિલોમિટર ચાલવું પડે તો કચવાટ વગર ચાલતા. તેઓ ઘણુંખરું બપોરે સ્થંડિલ જવાનું રાખતા. જ્યારે રસ્તો બહુ તપી ગયો હોય ત્યારે પણ શાંતિથી કશી પણ ફરિયાદ કર્યા વિના ચાલતા જતા. શારીરિક સહિષ્ણુતા એમનામાં ગજબની હતી. અમદાવાદમાં હોય તો ઉનાળામાં ભરબપોરે ઉઘાડા પગે સાબરમતીના કિનારે સ્થંડિલ જતા, તેમ છતાં એમના ચહેરા પર પ્રસન્નતા રહેતી. જેવી શારીરિક સહિષ્ણુતા એમનામાં હતી તેવી જ માનસિક સહિષ્ણુતા હતી. કદાચ કોઈ સાધુ કે શ્રાવક ગમે તેમ બોલી જાય તો પણ તેઓ સમતાભાવ રાખતા. ગમે તેવા વ્યવહારમાં તેઓ સામી પ્રતિક્રિયા કરતા નહિ. ૪૯૧ એક વખત પાલિતાણામાં શ્રાવિકાશ્રમના દેરાસરમાં મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા હતી ત્યારે અમદાવાદથી ૬૦ ઠાણા સાથે તેમનો વિહાર નક્કી થયો. એ દિવસોમાં વિહાર ઘણો કઠિન હતો. આટલા બધા ઠાણા હોય અને રસ્તામાં ગોચરી વગેરેની તથા અન્ય જરૂરિયાતની વ્યવસ્થા બરાબર ન હોય. એટલે અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ મહારાજશ્રી સાથે એક ગાડું મોકલવાનું નક્કી કર્યું કે જેથી જરૂર પ્રમાણે ઉપયોગ થઈ શકે. મહારાજશ્રીને આ વાતની ખબર પડી. એમણે તરત શ્રેષ્ઠીઓને બોલાવીને કહ્યું, ‘અમારે વિહારમાં સાથે ગાડું ન જોઈએ. અમને અગવડ ઘણી પડશે, પણ તે અમે વેઠી લઈશું,' એટલે વિહારમાં સાથે ગાડું લઈ જવાનું માંડી વાળવું પડ્યું હતું. પૂ. મહારાજશ્રી પોતે ઘડિયાળ ન રાખે અને પોતાના સાધુઓને પણ રાખવા દેતા નહિ. તેઓ કહેતા કે સાધુઓને મહાવરાથી કાળની ખબર પડવી જોઈએ. એક વખત પૂનામાં તેઓ બિરાજમાન હતા ત્યારે એમણે કેટલાક સાધુઓને અન્યત્ર વિહાર કરવાની આજ્ઞા આપી હતી. એ સાધુઓ સવારના પાંચેક વાગ્યા હશે એમ ધારીને કેડ બાંધીને તૈયાર થઈ ગયા. મહારાજશ્રીએ ત્યારે તેઓને કહ્યું: ‘હજુ વાર છે. અત્યારે રાતના માંડ બે વાગ્યા હશે.’ પૂ. મહારાજશ્રી સાધુઓને સવારે ચાર-પાંચ વાગે અંધારામાં વિહાર કરવા Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પ્રભાવક સ્થવિરો દેતા નહિ. ગમે તેટલો લાંબો વિહાર હોય, વૃદ્ધ સાધુઓને વાર લાગે, તો પણ વિહાર માટે રજા આપે નહિ. અન્ય સંપ્રદાયના કેટલાક સાધુઓ સાથે ફાનસ લઈને અને માણસો રાખીને વિહાર કરે. પરંતુ મહારાજશ્રી એ રીતે અંધારામાં ફાનસ સાથે વિહાર કરવા દેતા નહિ. વળી સાધુઓ કેટલીકવાર પોતાની વસ્તુઓ ઊંચકવા માટે વિહારમાં સાથે માણસ રાખે. આચાર્ય મહારાજશ્રીની કડક સૂચના રહેતી કે પોતાના શરીર પર ઊંચકાય એટલી જ ઉપધિ (ઉપકરણો વગેરે) રાખવી. પોતાની ઉપાધિ ગૃહસ્થો પાસે કે ભાડૂતી માણસો પાસે ઊંચકાવવી નહિ. આથી એમ બોલાતું કે, “પ્રેમસૂરિ મહારાજ ન રાખવા દે માણસ કે ન રાખવા દે ફાનસ.” પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યવ્રતના અખંડ ઉપાસક હતા. મન, વચન, કાયાથી વિશુદ્ધ પરિપાલન એમણે જીવનપર્યત કર્યું હતું. એટલા માટે તેઓ વિજાતીય સંપર્કથી દૂર રહેતા. તેઓ શિષ્યોને પણ એ રીતે સતત સલાહ આપતા રહેતા અને તેમની દેખરેખ રાખતા. એક વખત પાટણમાં પંચાસરા દેરાસર પાસે એક શિષ્ય એક મોટી ઉંમરનાં બહેન સાથે વાતો કરવા ઊભા રહ્યા. પૂ.મહારાજશ્રીએ એમને એ વિશે પૂછયું તો શિષ્ય કહ્યું કે “એ તો મારા સંસારી માતુશ્રી હતાં એટલે વાત કરવા ઊભો રહ્યો હતો.' પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, તારી વાત સાચી, પણ તું સંસારી માતુશ્રી સાથે વાત કરતો હતો એ ફક્ત તું જાણે અને માતુશ્રી જાણે. પરંતુ જતા આવતા લોકો તો એમ જ જાણે ને કે પ્રેમસૂરિના ચેલા રસ્તામાં સ્ત્રીઓ સાથે વાતો કરે છે. એટલે આપણે સાધુઓથી આવી રીતે રસ્તામાં વાત કરવા ઊભા રહેવાય નહિ.” કોઈ શિષ્યને એનાં સંસારી સગાસંબંધીઓ મળવા આવ્યાં હોય અને એમની સાથે વાતચીત કરવી હોય તો પૂ.મહારાજશ્રીની રજા લેવી પડતી. એમાં પણ તેઓ એકાંતમાં કોઈને મળવા દેતા નહિ. ગૃહસ્થો સાથે અને તેમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે પોતાના ચેલાઓને પરિચય વધારવા દેતા નહિ. એક વખત પાલિતાણામાં પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પોતાનાં સંસારી બહેન સાથે વાત કરવા રસ્તામાં ઊભા રહ્યા, તો પૂ. મહારાજશ્રીએ એમના જેવા મુખ્ય મોટા શિષ્યને પણ ઠપકો આપ્યો હતો. Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૪૯૩ પોતાના શિષ્યોની સંયમની આરાધના બરાબર દૃઢ રહે એ માટે ઉપાશ્રયમાં તેમના સૂવાની-સંથારો કરવાની પદ્ધતિ પણ પોતે અનોખી અપનાવેલી. બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો રખાવતા. વળી પોતે રાતના બાર વાગે અને બે-ત્રણ વાગે જાગીને બધાના સંથારા જોઈ આવતા. પહેલાં સંયમ, પછી વિદ્વતા' એ એમનો મુદ્રાલેખ હતો. કોઈ મુનિમાં વિદ્વતા ઓછી હશે, ગાથાઓ ઓછી કંઠસ્થ રહેતી હશે તો ચાલશે, પણ ચારિત્રમાં શિથિલતા નહિ ચાલે. તેઓ વારંવાર પોતાના મુનિઓને સંબોધીને ઉગાર કાઢતા, “મુનિઓ! મોહરાજાના સુભટો વિવિધ રૂપ કરીને આપણને મહાત કરવા તૈયાર જ હોય છે. માટે પળેપળ સાવધાન રહેજો. બ્રહ્મચર્ય વ્રત સર્વ વ્રતોમાં શિરમોર છે. એના પાલનમાં જે હિંમત હારી જાય તેના બીજા વ્રતોની કશી કિંમત રહેતી નથી.” પૂ. મહારાજશ્રી યુવાન વયના હતા ત્યારે સરસ વ્યાખ્યાન આપતા. એક દિવસ એક યુવાન શ્રાવિકાએ કહ્યું કે “મહારાજશ્રી! આપનું વ્યાખ્યાન બહુ સરસ હતું. એ અંગે મારે કેટલુંક પૂછવું છે તો આપની પાસે ક્યારે આવું?' એ શ્રાવિકાની આવી વાત સાંભળતાં જ પૂ. મહારાજશ્રી સાવધ થઈ ગયા. એમને થયું કે આ રીતે વ્યાખ્યાનના નિમિત્તે સ્ત્રીઓનો સંસર્ગ વધી જાય, એટલે એમણે શક્ય હોય ત્યાં પોતે વ્યાખ્યાન આપવાનું માંડી વાળ્યું. પછી તો એમના પટ્ટધર શિષ્ય પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સાથે હોય અને તેઓ વ્યાખ્યાન આપતા. ઉત્તરાવસ્થામાં એમની સાથેના બીજા શિષ્યો એ જવાબદારી ઉપાડી લેતા. આવા અનુભવના આધારે પૂ. મહારાજશ્રીએ પછી તો સાધ્વીજીઓ અને શ્રાવિકાઓને પાઠ ન આપવો, ભણાવવાં નહિ એવો અભિગ્રહ જીવનપર્યત ધારણ કરેલો. આમ છતાં કોઈ સાધ્વીજીને ખરેખર કંઈ સંશય હોય, કર્મ સિદ્ધાન્ત વિશે કંઈ જાણવું હોય તો પોતાના સમર્થ શિષ્યોને પોતાની સાથે બેસાડતા અને એમની પાસે સાધ્વીજીઓને ઉત્તર અપાવતા. એક વખત પૂ. મહારાજશ્રી પર એક પત્ર આવ્યો હતો. સુખશાતા પૂછવા અંગેનો સામાન્ય પત્ર હતો, પણ છેલ્લે લખ્યું હતું કે “જયલક્ષ્મીની વંદના'. પત્ર વાંચતા પૂ. મહારાજશ્રી વિચારમાં પડી ગયા. આ જયલક્ષ્મી કોણ? અને મને શા માટે પત્ર લખે? મારે કોઈ મહિલાઓ-શ્રાવિકા કે સાધ્વી સાથે પત્રવ્યવહાર Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પ્રભાવક સ્થવિરો હોતો નથી, તો પછી આ પત્ર શા માટે આવ્યો ?' તપાસ કરતાં જાણવા મળ્યું કે “જયલક્ષ્મી' એટલે મહારાજશ્રીના પોતાના જ બે ચેલા જયવિજયજી અને લક્ષ્મીવિજયજી. તેઓએ સંયુક્ત નામે પત્ર લખ્યો હતો માટે “જયલક્ષ્મી' લખ્યું હતું. પરંતુ મહારાજશ્રીને એ ગમ્યું નહિ. એમણે એ શિષ્યોને ઠપકો આપ્યો અને આવી રીતે સંયુક્ત નામે કોઈને પણ પત્ર ન લખવા માટે આજ્ઞા કરી હતી. મહારાજશ્રી ભક્તો વગેરે સાથે ટપાલ-વ્યવહાર બહુ ઓછો રાખતા. વિજાતીય વ્યક્તિ સાથે તો બિલકુલ નહિ. પોતાના શિષ્યો પણ એવો વ્યવહાર ન રાખે એ માટે તેઓ ચીવટ રાખતા. રોજેરોજ આવેલી બધી ટપાલ પોતે જોઈ જતા. શિષ્યો ઉપર આવેલી ટપાલ પણ પોતે ખોલીને વાંચતા. પોતે પૂનામાં હતા ત્યારે એક દિવસ એક પત્ર વાંચીને પૂ. મહારાજશ્રીએ પૂ. ભાનુવિજયજીની ખબર લઈ નાખી કે તમારે કોઈ શ્રાવિકાનો આવો પત્ર આવે જ કેમ ? પૂ.શ્રી ભાનુવિજયજી પણ વિમાસણમાં પડી ગયા. પત્ર વાંચીને કહ્યું કે પોતે એવી કોઈ શ્રાવિકાને ઓળખતા નથી. પછી એમણે પૂ. મહારાજશ્રી પાસે કવર જોવા માગ્યું. તે વાંચતા જ વાત સમજાઈ ગઈ. જૂન્નર ગામના સરનામે લખાયેલો પત્ર ભૂલમાં નામસામ્યને કારણે પૂના આવી ગયો. જૂન્નરમાં એ સમયે બીજા એક ભાનુવિજય મહારાજ બિરાજમાન હતા, એમના માટે એ પત્ર હતો. પૂ. મહારાજશ્રી પોતાને માટે ખાસ બનાવેલી ઉદિષ્ટ પ્રકારની ગોચરી વહોરતા નહિ. એવી દોષિત-આધાકર્મી ગોચરીને બદલે તેમનો આગ્રહ શાસ્ત્રાજ્ઞાનુસાર નિર્દોષ ગોચરી વહોરવાનો રહેતો. પોતે વિહારમાં હોય અને આગળ પોતાને માટે રસોડાં ચાલતાં હોય એવું ક્યારેય બનવા દેતા નહિ. તેઓ જેનોના ઘરેથી સાધુને માટે ખાસ બનાવેલી વાનગી વહોરતા નહિ, પરંતુ જરૂર પડે તો અજૈન ઘરોમાંથી નિર્દોષ ગોચરી વહોરતા. તેઓ પોતાના શિષ્યોને પણ એ પ્રમાણએ સૂચના આપતા. એક વખત મહારાજશ્રી રાધનપુર તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક ગૃહસ્થ શ્રાવકો માટે રસોડું ચાલુ કર્યું હતું. પરંતુ મહારાજશ્રીએ ત્યાંથી વહોર્યું નહિ. એમની સૂચનાનુસાર એમને માટે લુખ્ખા ખાખરા અને ગોળ એક મુનિ મહારાજ વહોરી લાવ્યા. એ વખતે એક વૃદ્ધ મુનિએ કહ્યું, “મને ભૂખ બહુ Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ લાગી છે. અશક્તિ લાગે છે. લુખ્ખા ખાખરા મને નહિ ફાવે. એથી મને પિત્ત થાય છે, માટે મને રસોડે ગોચરી વહોરવાની રજા આપો.’ મહારાજશ્રીએ તરત એમને રજા આપી. તેઓ તૈયાર થઈને નીકળતા હતા ત્યાં જોયું કે પોતાના ગુરુ મહારાજ તો ખાખરા વાપરીને એકાસણું કરવા બેસી ગયા છે. તેઓ ગોચરી વહે૨વા બહાર ગયા ખરા, પણ અડધેથી પાછા આવ્યા અને કહ્યું, ‘મારે રસોડાની ગોચરી નથી વાપરવી. હું પણ આપની સાથે લુખ્ખા ખાખરા વાપરીશ.' લશ્કરમાં જેમ એક સ્થળેથી કૂચ કરીને દૂરના બીજા કોઈ સ્થળે પહોંચવાનું હોય ત્યારે ત્યાં પહોંચ્યા પછી ઉપરી અધિકારી સૈનિકોની સંખ્યા બરાબર છે કે કોઈ છૂટું પડી ગયું છે તેની ગણતરી કરી લે, તેમ પૂ. મહારાજશ્રી સામાન્ય રીતે ૩૦-૪૦-૫૦ કે ૮૦-૧૦૦ શિષ્યો સાથે વિહાર કરતા. વિહારમાં એમની પણ એ જ પદ્ધતિ હતી કે સંખ્યા ગણી લેવી. જૂના વખતમાં સીધી સડકો ઓછી હતી. ક્યારેક વગડામાંથી કે ખેતરોમાંથી પણ વિહાર થતો. ત્યારે કોઈક વખત એક સાધુ, કોઈક વખત બેપાંચ સાધુ ભૂલા પડતા. તો તેમની શોધ કરવા માટે તરત શ્રાવકોને મોકલતા. ક્યારેક અંધારું થઈ ગયું હોય તો ફાનસ સાથે માણસોને મોકલતા. ભૂલા પડ્યા પછી અંધારી રાત થઈ ગઈ હોય અને ઝાડ નીચે મુકામ કર્યો હોય એવા સાધુઓની પણ ભાળ મેળવીને ઉપાશ્રયે લઈ આવતા. એકવાર સાધુઓની સંખ્યા એક ઓછી થતી હતી અને ખબર નહોતી પડતી કે કોણ બાકી રહી ગયું છે. ત્યારે એક શિષ્યે ધ્યાન ખેંચેલું કે, ‘મહારાજશ્રી, નીકળતી વખતે સંખ્યામાં અમે આપની પણ ગણના કરી હતી અને અત્યારે આપ પોતાને ગણતા નથી.’ પોતાની ભૂલ સમજાતાં મહારાજશ્રીના ચહેરા પર નિર્દોષ હાસ્ય પ્રસરી રહ્યું હતું. વિહાર હોય ત્યારે મહારાજશ્રી પોતાના શિષ્યોની પૂરી કાળજી રાખતા. એક વખત પૂ. મહારાજશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા ત્યારે બે સાધુઓ ભાવનગર આવી રહ્યા હતા. ઉનાળાના દિવસો હતા અને વિહાર લાંબા હતા. એમાં મુનિ ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગી હતી. એથી થાક લાગ્યો હતો અને ચાલવામાં મંદતા આવી ગઈ હતી. એવામાં દૂરથી બે સાધુઓ આવતા દેખાયા. નજીક આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ તો પોતાના જ ગુરુબંધુ છે. તેઓ આમ ક્યાં જતાં હશે એવો પ્રશ્ન થયો. ત્યાં તો તેઓ પાસે આવી પહોંચ્યા. કહ્યું, ‘ગુરુ ૪૯૫ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ પ્રભાવક સ્થવિરો મહારાજે અમને પાણી અને છાશ લઈને મોકલ્યા છે. ગુરુ મહારાજે કહ્યું કે ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગે છે માટે તમે પાણી અને છાશ લઈને સામા જાવ.' પાણી મળતાં ભક્તિવિજયને અત્યંત હર્ષ થયો. થાક ઊતરી ગયો. પોતાના ગુરુ મહારાજ કેટલું બધું ધ્યાન રાખે છે એ જાણીને ભાવથી મસ્તક નમી ગયું. પૂ. મહારાજશ્રીને અમદાવાદમાં વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદ ૫ના રોજ ૧૨૦ મહાત્માઓની હાજરીમાં દસ મુદ્દાનો પટ્ટક જ્ઞાનમંદિરમાં પાટ પરથી વાંચી સંભળાવ્યો હતો. એ વખતે એમના મુખ્ય પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરિ પણ ઉપસ્થિત હતા. આ પટ્ટક કડક સાધુ-સામાચારી માટે હતો. અને સૌએ તે સહર્ષ સ્વીકાર્યો હતો. - પૂ. મહારાજશ્રી પોતે હંમેશાં સ્વાધ્યાયરત રહેતા અને પોતાના શિષ્યોને બરાબર સ્વાધ્યાય કરાવતા. દરેક શિષ્યને ન્યાય અને કર્મસિદ્ધાંતનો બરાબર અભ્યાસ હોવો જ જોઈએ એમ તેઓ માનતા. શિષ્યોને અભ્યાસ દરમિયાન કોઈ શ્રાવકો ખલેલ ન પહોંચાડે તેની પૂરી કાળજી રાખતા. શિષ્યોને અભ્યાસ માટે વારંવાર પ્રેરણા કરતા. કોઈ વખતે કોઈ મુનિને પૂ. મહારાજશ્રી કહે, ‘તું સંસ્કૃત ભાષા-વ્યાકરણની બે બુક પૂરી ન કરે ત્યાં સુધી મારે દૂધ બંધ છે.” આ સાંભળતાં જ મુનિરાજને ચાનક ચડે અને અભ્યાસ ઓછામાં ઓછા સમયમાં પૂરો કરે. કોઈકને વાત્સલ્યથી કહે કે, “આજે પાંચ શ્લોક કંઠસ્થ કરીને મને સંભળાવે નહિ તો મારે આજે ગોચરી વાપરવાનું બંધ છે. કોઈકને ક્યારેક કહે, “તું તત્ત્વાર્થસૂત્રનો પૂરો અભ્યાસ ન કરે ત્યાં સુધી મારે ફળ બંધ છે. એક વખત ગોચરી વાપરતી વેળાએ એક મુનિ મહારાજે એકદમ ભક્તિભાવમાં આવી જઈને પૂ. મહારાજશ્રીના પાતરામાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. હવે વાપર્યા વગર છૂટકો નહોતો. તે વખતે પૂ. મહારાજશ્રીએ કહ્યું, “જુઓ હું તમારાં પ્રેમભક્તિને વશ થઈ અત્યારે મીઠાઈ વાપરું છું, પરંતુ હવેથી જ્યાં સુધી ભાનુવિજય, પદ્મવિજય, ચંદ્રશેખર, મિત્રાનંદ વગેરે આગમોનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી મારે મીઠાઈ બંધ.' આમ, પોતે વાત્સલ્યપૂર્વક વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને શિષ્યોને વિદ્યાભ્યાસ માટે પ્રેરણા આપતા. પૂ. મહારાજશ્રી શિષ્યોને સ્વાધ્યાય માટે પ્રેરણા કરવાના આશયથી પોતે Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અમુક વસ્તુનો ત્યાગ કરવાની વાત કરતા એ એમના વ્યક્તિત્વનું એક પાસું હતું, પણ પોતે એ માટે સામેથી દ્રવ્ય વાપરવાની વાત કરે એ એમના વ્યક્તિત્વનું બીજું પાસું હતું. મહારાજશ્રી સામાન્ય રીતે એકાસણાં કરતા. પરંતુ એક વખત એમણે પોતાના શિષ્યો શ્રી ધર્માનંદવિજયજી અને શ્રી હેમચંદ્રવિજયજી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે ‘જો તમે બંને ૩૦ હજાર શ્લોક પ્રમાણે ‘કમ્મપયડી’ની ટીકા દસ દિવસમાં બરાબર સમજીને પૂરેપૂરી વાંચો તો પછી હું તમારી સાથે દસ દિવસ સવારે નવકારશી કરીશ.’ નવકારશી કરાવીને પોતાના ગુરુ મહારાજની ભક્તિ કરવાની આ તો સુંદર તક હતી. એટલે તેઓ બંનેએ ગુરુદેવની દરખાસ્ત મંજૂર રાખી અને કમ્મપયડીની ટીકા વાંચવા લાગી ગયા. રોજના સરેરાશ ત્રણ હજાર શ્લોક થાય. બરાબર દસમા દિવસે સાંજે તેઓએ સ્વાધ્યાય પૂરો કર્યો અને ગુરુ ભગવંતને નવકારશી કરાવવાનો લાભ મેળવ્યો હતો. પૂ. મહારાજશ્રીમાં લઘુતા ઘણી હતી. તેમનું પિંડવાડામાં જ્યારે કર્મસાહિત્યનું લેખનકાર્ય ચાલતું હતું ત્યારે તેમની ઈચ્છા કર્મસિદ્ધાન્ત અંગે દિગંબર માન્યતાઓને પણ વિચારી-સમાવી લેવાની હતી. એ માટે કોઈ દિગંબર પંડિત સાથે ચર્ચાવિચારણા કરવી જોઈએ. એ માટે જે યોગ્ય મહેનતાણું હોય તે આપવું જોઈએ. તપાસ કરાવતાં એક સમર્થ દિગંબર પંડિત પિંડવાડા આવીને રહેવા માટે તૈયા૨ થયા. પરંતુ એમણે શરત મૂકી કે પોતાને ગાયનું દૂધ, ગાયનું ઘી, ઘંટીનો લોટ, કૂવાનું પાણી વગેરે જોઈશે. એમની એ શરત સ્વીકારવામાં આવી. પરંતુ એમણે એવી શરત મૂકી કે ‘હું તમારા આચાર્ય મહારાજને વંદન નહિ કરું.’ પૂ. મહારાજશ્રીએ એ શરત પણ મંજૂર રાખી. એટલે એ પંડિત પિંડવાડા આવ્યા અને કર્મસિદ્ધાન્ત અંગે દિગંબર મત સમજાવવા લાગ્યા. પહેલે બીજે દિવસે તો એમણે મહારાજશ્રીને વંદન કર્યા નહિ, પણ મહારાજશ્રીની સરળતા, નિરાભિમાનતા, નિસ્પૃહતા, પ્રેમ, વાત્સલ્ય, તપત્યાગ અને વિશેષ તો કર્મસિદ્ધાન્તની જાણકારી જોઈને સહજ રીતે જ પંડિતે પૂ. મહારાજશ્રીએ ના કહી છતાં રોજરોજ વંદન કરવાનું ચાલુ કરી દીધું અને કહેવા લાગ્યા કે ‘સમસ્ત જૈન સાધુસમાજમાં આવા મહાત્મા મેં કદી જોયા નથી.’ ગ્લાનસેવા એ પૂ.મહારાજશ્રીની એક સ્વભાવગત લાક્ષણિકતા હતી. પોતાનાથી વય કે પદમાં મોટા હોય કે નાના હોય, સ્વ સમુદાયના હોય કે અન્ય સમુદાયના, ૪૯૭ Page #539 -------------------------------------------------------------------------- ________________ ४५८ પ્રભાવક સ્થવિરો તેઓ જાતે તેમની સેવામાં લાગી જતા. ક્યારેક પોતાના સાધુઓને મોકલે. એક વખત બધા જ મુનિઓ બહાર ગયા હતા અને ઉપાશ્રયમાં પૂ. મહારાજશ્રી અને તાવમાં સૂતેલા એક બાલમુનિ હતા. એ બાલમુનિ લઘુનીતિ કરે તો પૂ. મહારાજશ્રી પોતે એ પરઠવી આવતા. ભગવાન મહાવીર સ્વામીનું વચન નેતાનું પડિલેવડું તે માં પડિલેવ (જે ગ્લાનની સેવા કરે છે તે મારી જ સેવા કરે છે.) એમના હૃદયમાં કોતરાઈ ગયેલું હતું. પાલિતાણામાં પૂ. મહારાજશ્રી પોતે બિરાજમાન હતા ત્યારે એક શિષ્યનું સ્વાચ્ય એકદમ બગડી ગયું. પરિસ્થિતિ ગંભીર બની ગઈ. અંતિમ ઘડી ગણાવા લાગી. પૂ. મહારાજશ્રી એ શિષ્ય પાસે બેસીને આખી રાત નવકાર સંભળાવતા, એમનું માથું દબાવતા તથા એમના પગે સુંઠ ઘસી આપતા હતા. આખી રાતનો ઉજાગરો થયો, પણ સવાર થતાં શિષ્યને સારું લાગવા માંડ્યું અને ક્રમે ક્રમે તબિયત બરાબર થઈ ગઈ, જાણે મૃત્યુના મુખમાંથી ગુરુમહારાજે પાછો બોલાવી લીધો હતો. એક વખત પૂ. મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે ઉગ્ર વિહાર કરીને બીજે સ્થળે પધાર્યા. ત્યાં પહોંચીને બધા શિષ્યો પોતપોતાના કાર્યમાં લાગી ગયા, પણ એક નવદીક્ષિત પ્રશિષ્ય સૂઈ ગયા હતા. પૂ. મહારાજશ્રીએ એ જોયું કે તરત એની પાસે જઈને વહાલથી પૂછ્યું, “કેમ સૂઈ ગયા છો. શિષ્ય કહ્યું, “કમર બહુ દુઃખવા આવી છે.” “એમ? લાવ, હું દબાવી દઉં.' શિષ્યની ઘણી આનાકાની છતાં મહારાજશ્રીએ એની કમર પર ઊભા રહીને એવી હળવી રીતે દબાવી આપી કે એ શિષ્યનો દુખાવો તરત મટી ગયો હતો. પોતે મોટા આચાર્ય છે એવી સભાનતા તેઓ ક્યારેય રાખતા નહિ. મહારાજશ્રીમાં વાત્સલ્યભાવ પણ ઘણો હતો. એક બાલમુનિ પિંડવાડાના હતા. એક વખત પૂ. મહારાજશ્રી સાથે તેઓ બધા પિંડવાડા પધાર્યા ત્યારે બાલમુનિના સંસારી સ્વજનોએ એમને ગોચરીમાં એક પિપરમિન્ટ વહોરાવી. બાલમુનિને એવો ભાવ થયો કે પિપરમિન્ટ પોતે વાપરે એને બદલે ગુરુ મહારાજ વાપરે તો પોતાને વધુ આનંદ થશે. એમણે ગોચરી વખતે પૂ. મહારાજશ્રીને એ પિપરમિન્ટ આપી. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, આવી વસ્તુઓ તો તમારા જેવા Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૪૯૯ બાલમુનિ માટે હોય. અમે તો બુઢા થયા. પરંતુ બાલમુનિનો આગ્રહ એટલો બધો હતો કે મહારાજશ્રી ના ન કહી શક્યા. બાલમુનિએ પિપરમિન્ટ મહારાજશ્રીના મોંમાં ધરી કે પૂ. મહારાજશ્રીએ તરત એ પેટમાં ઉતારી દીધી. બાલમુનિએ અફસોસ વ્યક્ત કરતાં બોલ્યાં, “અરે સાહેબ! આમ કેમ કર્યું ?' મહારાજશ્રીએ કહ્યું, “આ ગોળી જો મોંમાં રાખીને ચૂસીએ તો સ્વાદ આવે અને રાગનો ભાવ ના થાય. રાગ સંસારમાં રખડાવે એટલે આવી વસ્તુ હું ક્યારેય વાપરતો નથી, પણ તારો પ્રેમ અને ભાવ એટલો બધો હતો કે હું ના ન પાડી શક્યો. એટલે મેં આ રસ્તો કાઢ્યો.” એક વખત એક મુનિમહારાજની વર્ધમાન તપની આયંબિલની ઓળી ચાલતી હતી. એમાં એમની તબિયત એકદમ બગડી ગઈ. બીજા શિષ્યોએ પારણું કરવાનો આગ્રહ કર્યો, પણ તેમ ન કરવા માટે મુનિ મહારાજ મક્કમ હતા. પણ એથી તો અશક્તિ ઘણી બધી આવી ગઈ. પૂ. મહારાજશ્રીને ખબર પડી એટલે તેઓ એમની પાસે આવ્યા અને કહ્યું, “જો, આજે મારી ગોચરી-દાળ અને રોટલી એ બે જ દ્રવ્ય તું મારે માટે વહોરી લાવે તો જ મારે ગોચરી વાપરવી છે. પણ શરત એટલી કે તારે મારી સાથે ગોચરી વાપરવી પડશે.” આથી એ મુનિ મહારાજ માટે દ્વિઘા ઊભી થઈ. ગોચરી વહોરી લાવે તો પારણું કરવું પડે અને ન વહોરી લાવે તો ગુરુમહારાજને ઉપવાસ થાય.” એટલે તરત તેઓ પાત્રા લઈને ગયા અને ગોચરી વહોરી લાવીને પૂ.મહારાજશ્રીના હસ્તે પારણું કર્યું. વિ.સં.૨૦૨૩નું ચાતુર્માસ ખંભાત કરવાનો નિર્ણય પૂ. મહારાજશ્રીએ, ખંભાતના સંઘની વિનંતીને માન્ય રાખીને કર્યો. ત્યારે તેઓ અખાત્રીજના પારણા પ્રસંગે પાલિતાણા હતા. ત્યાંથી વિહાર કરીને તેઓ ખંભાત પધાર્યા. એ દિવસોમાં નાદુરસ્ત તબિયતને કારણે પૂ. મહારાજશ્રીથી લાંબો વિહાર થતો નહોતો. વળી ભાડૂતી ડોડીવાળાની ડોળીમાં એમને બેસવું નહોતું. પરંતુ મહારાજશ્રીના શિષ્યોનો ભક્તિભાવ એટલો બધો હતો કે તેઓ પોતાને ખભે ઊંચકીને પૂ.મહારાજશ્રીને જ્યાં જવું હોય ત્યાં લઈ જવા તૈયાર હતા. એ માટે ચાર ખભે દાંડા લઈ શકાય એવી ઝૂલતી ઝોળી (સ્ટ્રેચર જેવી) ખાસ બનાવવામાં આવી હતી. એમાં પૂ. મહારાજશ્રીને બેસાડીને લઈ જવામાં આવતા. ત્યારે પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ (પછી પૂ. ભુવનભાનુસૂરિ), પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, પૂ. શ્રી Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ પ્રભાવક સ્થવિરો - - - હિમાંશવિજયજી મહારાજ, પૂ. શ્રી મલયવિજયજી મહારાજ વગેરેને પોતાના ગુરુદેવને ઝૂલતી ડોળીમાં ઊંચકીને ચાલતા જોવા એ પણ એક અનેરું દશ્ય હતું. પૂ. મહારાજશ્રી વચનસિદ્ધ હતા. એમના મુખમાંથી જે પ્રમાણે નીકળતું, અચૂક એ પ્રમાણે થતું. એથી જ જ્યારે તેઓ વ્રત માટે પચ્ચખાણ લેવાનું કહેતા ત્યારે પચ્ચખાણ લેનાર વ્યક્તિ પોતે લીધેલું વ્રત બહુ સારી રીતે ઉલ્લાસપૂર્વક પાળી શકતી. આથી જ એમની પાસે પચ્ચખાણ લેવા માટે પડાપડી થતી. એક વખત પૂ. મહારાજશ્રી અમદાવાદથી ખંભાત પધાર્યા હતા. તે વખતે ખંભાતના સંઘે પૂ. મહારાજશ્રીને ચાતુર્માસ માટે રોકાઈ જવા બહુ વિનંતી કરી પણ પૂ. મહારાજશ્રીએ ચાતુર્માસ અમદાવાદમાં કરવાનો નિર્ણય કર્યો હતો એટલે ખંભાતનો સંઘ અત્યંત નિરાશ થઈ ગયો. છેવટે કોઈ મોટા આચાર્યને મોકલશે એમ કહ્યું. પછી પૂ. મહારાજશ્રીએ એમના એક સમર્થ શિષ્ય પૂ. શ્રી હેમચંદ્રસૂરિજીને ખંભાતમાં ચાતુર્માસ માટે જવા કહ્યું. પરંતુ પૂ. હેમચંદ્રસૂરિજીએ ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતાં. એટલે એમણે પૂ. મહારાજશ્રીને કહ્યું, “ગુરુદેવ, મેં ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા. હવે તરત ચોથું કરવાની ઈચ્છા નથી.” પૂ. મહારાજશ્રીએ કહ્યું, “તમારી ભલે ઈચ્છા ન હોય, પણ તમારે ખંભાતમાં જ ચાતુર્માસ કરવાનું છે. તમે પાંચ છો તે દસ થઈને પાછા આવશો.” અને ખરેખર એમ જ થયું. ગુરુભગવંતની આજ્ઞા થઈ એટલે પછી વિચારવાનું જ શું ? પૂ. હેમચંદ્રસૂરિજીએ ચોથું ચાતુર્માસ ખંભાતમાં જ કર્યું. એમનાં વૈરાગ્યગર્ભિત વ્યાખ્યાનોનો એટલો બધો પ્રભાવ પડ્યો કે પાંચ યુવાનો એમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. ખરેખર, પૂ. મહારાજશ્રીએ જેવી વાણી ભાખી હતી તેવું જ થયું. પૂ. મહારાજશ્રીના ચમત્કારિક અનુભવ ઘણાંને થયા છે. કેટલાકે પોતાના એવા અનુભવો વિશે લખ્યું પણ છે. મહારાજશ્રીના આશીર્વાદથી કોઇને શ્લોકો યાદ રહેવા લાગ્યા હોય, એમના નામનો જાપ કરવાથી કોઈના ઉપસર્ગો દૂર થઈ ગયા હતા, ભૂલા પડેલા કોઇકને રસ્તો જડી ગયો હતો, કોઇનો તાવ ઊતરી ગયો હતો, કોઈનો માનસિક રોગ કે ક્ષયરોગ મટી ગયો હતો, કોઈનો Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૫૦૧ કામાગ્નિ શાંત થઈ ગયો હતો, ક્યારેક વાવાઝોડું શાન્ત થઈ ગયું હતું, ક્યારેક કરડકણા કૂતરા શાન્ત થઈ ગયા હતા. ક્યારેક વ્યંતરીઓનો ઉપદ્રવ શાન્ત થઈ ગયો હતો. પૂ. મહારાજશ્રીના કેટલાક શિષ્યોએ શાસ્ત્રના નિયમાનુસાર નાની વયમાં દીક્ષા લીધી હતી. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ એનું જવલંત દષ્ટાન્ત છે. એવી રીતે બીજા પણ કેટલાયે મુનિઓએ બાલ્ય વયની દીક્ષાને દીપાવી છે. પૂ. મહારાજશ્રી પોતે પણ બાલ્યવયમાં યોગ્ય વ્યક્તિને દીક્ષા આપવામાં માનતા હતા. પરંતુ બાલદીક્ષાનો વિરોધ વખતોવખત થયા કર્યો છે. વિ.સં. ૨૦૧૦માં તે સમયના (ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના) મુંબઈ રાજ્યની વિધાનસભામાં બાલદીક્ષા પર પ્રતિબંધ લાવવા માટે એક ધારો રજૂ કરવામાં આવ્યો હતો. એ જો મંજૂર થાય તો કોઇને પણ મુંબઈ રાજ્યમાં નાની વયમાં દીક્ષા આપવામાં આવે તો કાયદેસર એ સજાપાત્ર ગુનો થાય. આથી પૂ. મહારાજશ્રીને લાગ્યું કે આ ધારો પાસ થવો ન જોઇએ. એમને અંતરમાં શ્રદ્ધા હતી કે પોતાનું તપ જો સાચું હશે તો ધારો પાસ નહિ થાય. એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી મોરારજી દેસાઈ હતા. તેઓ પોતે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ત્યારે પૂ. મહારાજશ્રીએ પોતાના તેજસ્વી બાલમુનિઓને બોલાવીને શ્રી મોરારજી દેસાઈ સાથે વાતચીત કરવા કહ્યું હતું. એમની સાથે વાતચીતથી, એમના જ્ઞાનથી શ્રી મોરારજી દેસાઈ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. એટલે એમણે પોતે જ એ ધારાને વિધાનસભ્યમાંથી પાછો ખેંચાવી લીધો હતો. એક વખત મહારાજશ્રી પાલિતાણાથી સિહોર થઈને વલ્લભીપુર તરફ વિહાર કરી રહ્યા હતા. સાથે પૂ. મિત્રાનંદસૂરિજી હતા. રસ્તામાં પૂ. મહારાજશ્રીની મુહપત્તિ ખોવાઈ ગઈ. પૂ. મિત્રાનંદસૂરિજી બે માઈલ સુધી તપાસ કરી આવ્યા પણ મુહપત્તિ મળી નહિ. તે વખતે પૂ.મહારાજશ્રીએ કહ્યું કે “મારી મુહપત્તિ કોઈ દિવસ ખોવાઈ જતી નથી. એ ન જડી એમાં કોઈક અશુભ સંકેત લાગે છે. કોઈ માઠા સમાચાર આવશે.' તેઓ બીજી મુહપત્તિ લઈને વિહાર કરતા વલ્લભીપુર પહોંચ્યા. સાંજે બે માઠા સમાચાર આવ્યા. એક તે પૂ. શ્રી ન્યાયવિજયજી મહારાજ (ત્રિપુટીવાળા) કાળધર્મ પામ્યા હતા અને બીજા તે ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન પામ્યા હતા. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ પ્રભાવક સ્થવિરો પૂ. મહારાજશ્રીને યુવાન વયે ફરતા વાનો રોગ લાગુ પડ્યો હતો અને તે જીવનના અંત સુધી રહ્યો હતો. એ વાની જ્યારે પીડા થાય ત્યારે તે અસહ્ય બની જતી. કેટલીયે વાર પૂ. મહારાજશ્રી આખી રાત જાગતા બેઠા હોય. શરીરમાં ભારે દુઃખાવો હોય છતાં સમતાપૂર્વક તેઓ સહન કરી લેતા અને પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે આ ફરતો વા તો મારો ભાઈબંધ છે. એ જ્યારે આવે છે ત્યારે રાતના ઉજાગરા કરાવે છે અને શરીરમાં જાણે શૂળ ભોંકાતી હોય એવી પીડા કરીને મારા કર્મોનો નાશ કરે છે. એ તો મારો ઉપકારી ભાઈબંધ છે. આવો ભાઈબંધ દુનિયામાં મળે નહિ.” - પૂ. મહારાજશ્રીની નાની નાની વાતોમાં પણ જાગૃતિ ઘણી રહેતી. જીવદયા, રસત્યાગ વગેરે તો એમની રગેરગમાં વણાઈ ગયાં હતાં. પૂ. મહારાજશ્રીને મોટી ઉંમરે પ્રોસ્ટેટની વ્યાધિ થઈ હતી. એથી પેશાબ કરવામાં એમને ઘણી તકલીફ પડતી હતી. અમદાવાદમાં એક ગૃહસ્થ આવીને કહ્યું, મહારાજજી, મને પણ પ્રોસ્ટેટની વ્યાધિ છે, પણ હું એ માટે કેસુડાંનો ઉપયોગ કરું છું. એથી મને ઘણી રાહત થઈ ગઈ છે. આપ પણ કેસુડાંનો ઉપયોગ કરો. હું લાવી આપીશ.પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, મારી આ વેદના એ તો મારા પૂર્વકર્મનો ઉદય છે. કેસુડાં તો લીલી વનસ્પતિ છે. એકેન્દ્રિય જીવ છે. એના પ્રાણનો નાશ કરીને મારી વેદના શાન્ત કરવાના વિચારે જ મને કમકમાં આવે છે. મારે એવો ઉપચાર નથી કરવો. આપણને ધર્મની સાચી શ્રદ્ધા મળી છે, તો પછી અધર્મનું, પાપનું આચરણ શા માટે કરવું ? હું તો સમતાભાવે વેદના સહન કરી લઈશ.” જીવનના પાછલાં વર્ષોમાં જ્યારે એમની તબિયત નરમગરમ રહેતી હતી ત્યારે એક વૈદે ઉપચાર તરીકે એમને મમરા ખાવાનું સૂચવ્યું હતું. એથી એમને સારું લાગતું હતું. પણ એક દિવસ એમણે શિષ્યોને સૂચના આપી દીધી કે ગોચરીમાં મમરા વહોરી ન લાવે, કારણ કે મમરા ખાવામાં પોતાને સ્વાદ આવવા લાગ્યો છે. શરીર સારું કરવા માટે જતાં સ્વાદેન્દ્રિયને સંતોષવા તેઓ ઈચ્છતા નહોતા. પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થયું હતું તો પણ ક્રિયામાં તેઓ અપ્રમત્ત રહેતા. તેમણે એવો એક અભિગ્રહ ધારણ કર્યો હતો કે ગોચરી વાપરતી Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વખતે એંઠા મોંઢે ક્યારેય કશું બોલવું નહિ. ભૂલથી બોલાઈ જાય અને પછી જ્યારે પણ યાદ આવે ત્યારે તરત વીસ ખમાસમણાં દેવાં. વૃદ્ધાવસ્થામાં, જીવનના છેલ્લાં વર્ષોમાં શરીર જ્યારે અશક્ત થઈ ગયું હતું ત્યારે એક દિવસ ગોચરી વાપર્યા પછી બધા સાધુઓ પોતપોતાના અધ્યયનમાં લીન થઈ ગયા હતાં, ત્યાં અચાનક મહારાજશ્રી હાથમાં રજોહરણ લઈ ઊભા થઈ ખમાસમણાં આપવા લાગ્યા. બીજા મુનિઓએ પૂછ્યું તો કહ્યું, ‘હમણાં મારાથી ભૂલથી એંઠા મોંઢે બોલાઈ ગયું એટલે મારા અભિગ્રહ મુજબ વીસ ખમાસમણાં આપું છું.’ પોતાના હાથ નીચેના સાધુઓને પંચાચારના પાલનમાં પ્રોત્સાહિત કરવા માટે પૂ. મહારાજશ્રીએ પોતાના વડીલ શિષ્ય સાધુઓને શિખામણ આપતાં કહ્યું હતું કે જો વડીલોએ સારા શિષ્યો તૈયાર કરવા હોય તો તેઓએ કેટલીક વાતનો બરાબર ખ્યાલ રાખવો જોઇએ. વડીલોએ આશ્રિતોને ખાનપાનની બાબતમાં વારંવાર ટોકવા ન જોઇએ. વળી વડીલોએ પોતાનું જીવન પ્રેક ઉદાહરણરૂપ બનાવવું જોઇએ. એ માટે તપ, ત્યાગ અને સ્વાધ્યાયમય પોતાનું જીવન હોવું જોઇએ. તદુપરાંત વડીલોએ પોતાના આશ્રિતોના શરીરની પૂરી કાળજી રાખવી જોઇએ અને તેમને બહુ વાત્સલ્ય આપવું જોઇએ. વાત્સલ્યથી વશ થયેલો શિષ્ય વડીલોની સૂચના પ્રમાણે બધું કરવા તૈયાર થઈ જશે. તેઓ નવદીક્ષિતને કેટલીક વાર સલાહ આપતા કે સાધુજીવનમાં સંયમના માર્ગે ઝડપથી આગળ વધવું હોય તો ત્રણ કક્કાને તિલાંજલિ આપજો. એ ત્રણ કક્કા તે કારશી, કાળિયો અને કાળું પાણી. કાશી એટલે નવકારશી. જેઓને નવકારશીની ટેવ પડી જાય છે તેનામાં પ્રમાદ આવી જાય છે. બને તો ફક્ત એક ટંક કે બે ટંક ગોચરી વાપરવી. જરૂર પડે તો પોરસી કરવી, પણ નવકારશી ન કરવી. કાળિયો એટલે કષાયો. રિસાઈ જવું, મોંઢું ચડાવવું, અભિમાન કરવું, ક્રોધ કરવો વગેરે અને કાળું પાણી એટલે ચા. એક વખત ચાની ટેવ પડી ગઈ પછી એના સમયે ચા વગર માથું દુ:ખશે. માટે ભૂલે ચૂકે ચાનું વ્યસન ન થવા દેતા. પૂજ્ય મહારાજશ્રી પોતાના શિષ્યોને વય, કક્ષા, શક્તિ અને પ્રકૃતિ અનુસાર શિખામણ આપતા. તેઓ કહેતા કે સંયમ અને સ્વાધ્યાયમાં સતત ૫૦૩ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પ્રભાવક સ્થવિરો આગળ વધવાનું લક્ષ્ય રાખવું, એમાં એકલીનતા રાખવી, ને ત્રુટિ દેખાય તે તરત સુધારી લેવી. એમાં પ્રમાદ ન કરવો. વૈયાવચ્ચ અને ભક્તિ કરવાં. એ બધાં નિર્જરાનાં અંગ છે; સંજ્ઞાઓ અનાદિની છે, એ જોર કરે પણ આપણે તેની સામે જોર વાપરવું, અનુકૂળતા-પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું, નવકારશી કરવી પડે તો પણ એનું વ્યસન ન થવા દેવું, કોઈના પણ પ્રત્યે વિચારીને બોલવું, જેમ તેમ બોલી ન નાખવું, વડીલો સમક્ષ બે હાથ જોડીને જ વાત કરવી, પોતાની ભૂલ થાય તો તરત “મિચ્છામિ દુક્કડ' આપવો, ગુરુમહારાજ કહે તે “તહરિ' કરવું. કોઈ પણ અશુભ વિચાર મનમાં આવી ગયો હોય તો સંયમની રક્ષા માટે તરત શુદ્ધિ કરી લેવી જોઇએ. અનાદિ કાળના વિષય-કષાયો આત્માને અનાદિ કાળથી લાગેલા છે. ઉપશમ-શ્રેણિગત મુનિને પણ તે પછાડે છે. તે નિગોદમાં પણ પાડે છે. માટે વિષય-કષાયની નિવૃત્તિ હૈયાથી નહિ કરો તો ઘણું નુકસાન થશે. આપણને સૌને વધુ પજવે છે દેહની મૂચ્છ. શરીર તો આપણું પડોશી છે. પડોશીને સોય લાગે તે વખતે આપણે ચીસ પાડીએ છીએ? તેવી જ રીતે શરીરરૂપી પડોશીને સોય વાગે તો આપણને કંઈ થવું ન જોઇએ. માટે વાસનાઓના ઉદયને આપણે નિષ્ફળ નહિ કરીએ તો સંસારમાં બહુ ભટકવું પડશે. મહારાજશ્રીએ પોતાના શિષ્યોને સંયમ, સ્વાધ્યાય, વિનય ઈત્યાદિમાં એવી રીતે કેળવ્યા હતા કે તેઓ કોઈ મોટા ઉપાશ્રયમાં હોય અને એમની સાથે ૮૦-૧૦૦ સાધુ હોય તો પણ જરા પણ અવાજ કે ઘોંઘાટ સંભળાય નહિ. બધા પોતપોતાના સ્વાધ્યાયમાં, કે ધર્મચર્ચામાં કે લેખનકાર્ય વગેરેમાં મગ્ન હોય. ઉપાશ્રય નાનો હોય તો પણ સાધુઓને સંકડાશ નડતી નહિ. પૂ. મહારાજશ્રી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારના પાલનમાં અત્યંત ઉત્સાહી અને અપ્રમત્ત રહેતા. પોતાનાથી સૂત્રવિરુદ્ધ કંઈ બોલાય નહિ, ઉસૂત્ર પ્રરૂપણા ન થાય તે માટે સતત સાવધ રહેતા. “કમ્મપયડી'ના લેખનમાં એક નવી ક્ષતિ પાછળથી એક હસ્તપ્રત મળતાં જણાઈ હતી તો વ્યાખ્યાનમાં અને છાપામાં જાહેર નિવેદન છપાવીને ક્ષમા માગી લીધી હતી. પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યનું નવવારપૂર્વક Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ૫૦૫ વિશુદ્ધ પાલન કરતા, નિર્દોષ આહાર લેતા, સમિતિ અને ગુપ્તિનું ચુસ્ત પાલન કરતા. ગમે તેટલો લાંબો વિહાર કરીને આવ્યા હોય, થાક્યા હોય તો પણ પોતાની આવશ્યક ક્રિયાઓ ઊભા ઊભા જ કરતા; તેઓ બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં રહેતા. પૂ. મહારાજશ્રી સંયમ, સરળતા, ત્યાગ, વૈરાગ્ય, બહુશ્રુતતા, વાત્સલ્ય, નિઃસ્પૃહતા, ઉદારતા, તપશ્ચર્યા, વિનય, વૈયાવચ્ચ, ગુણાનુરાગ, સહિષ્ણુતા, અપ્રમત્તતા, પાપભીરુતા, શાસનરાગ, કાર્યદક્ષતા, ઉપશમ, નિર્દભતા, ધીરતા, વિરતા, ગંભીરતા, સમયજ્ઞતા, ઉગ્ર વિહાર, અલ્પ ઉપધિ, રસના ઉપર વિજય, નિત્ય એકાસણાં, ગ્લાન પ્રત્યે ખૂબ કાળજી વગેરે અનેક ગુણોના ભંડાર હતા. ત્રણસોથી અધિક શિષ્યોનું પ્રેમભર્યું નેતૃત્વ જેમણે પ્રાપ્ત કર્યું હોય એ મહાત્મા કેવા અદ્ભુત હોય ! જૈન ધર્મ અને સાધુ ભગવંતોના આચાર વિશે જેમને ખબર ન હોય તેઓ તો પૂ. મહારાજશ્રીના જીવનની કેટલીક વાતો માને નહિ અને કેટલીક વાતોથી આશ્ચર્યચક્તિ થઈ જાય. ધન્ય છે આ સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. વિજયપ્રેમસૂરીશ્વરજીને ! પ.પૂ. શ્રી પ્રેમસૂરિદાદાને બહુમાનપૂર્વક કોટિશઃ વંદન! Page #547 -------------------------------------------------------------------------- ________________ [૧૯] શ્રી કુશળચંદ્રજી મહારાજ વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન સાધુસંસ્થામાં ક્રિયોદ્ધારનું એક મોટું મોજું વ્યાપી ગયું હતું. એની પૂર્વેના બેત્રણ સૈકાઓમાં, વિવિધ કારણોને લીધે, જૈન સાધુસંસ્થામાં ધીમે ધીમે શિથિલતા પ્રવેશી ગઈ હતી. રાજ્યાશ્રય મળતાં તથા અન્ય પરિબળોને લીધે શ્રીપૂજ્ય-યતિ-ગોરજીઓનું વર્ચસ્વ જૈન સમાજ ઉપર વધી ગયું હતું. એ યતિ–ગોરજીઓના અનુચિત પ્રભુત્વમાંથી જૈન સમાજને મુક્ત કરાવવામાં ત્યાગ-વૈરાગ્યમય, વ્રતનિયમયુક્ત, સંવેગી એવી સાધુસંસ્થાને પુનર્સ્થાપિત કરવામાં કેટલાક મહાત્માઓએ પોતાના સંયમપૂર્વકના જીવનના ઉત્તમ ઉદાહરણ વડે જે અમૂલ્ય ફાળો આપ્યો છે એમાં કચ્છના પ. પૂ. શ્રી કુશલચંદ્રજી ગણિવરનું નામ પણ મોખરે છે. ‘યતિ' શબ્દનો સાદો અર્થ થાય છે ‘સાધુ’. એક જમાનામાં યતિ અને સાધુ વચ્ચે કંઈ ફરક નહોતો. પરંતુ ભારતમાં મુસલમાનોના શાસનકાળ દરમિયાન, વિશેષતઃ જગદ્ગુરુ શ્રી હીરવિજયજીસૂરિના કાળ પછી જૈન સાધુસંસ્થામાં જે શિથિલતા પ્રવેશી એને લીધે સંવેગી સાધુઓથી યતિઓનો વર્ગ જુદો પડતો ગયો એટલું જ નહિ, યતિઓ બહુમતીમાં આવી ગયા. શ્રીપૂજ્ય, યતિ, ગોરજી જેવા શબ્દો તેમની પદવી અનુસાર વપરાવા લાગ્યા. તેઓ જૈન સાધુનો વેશ ધારણ કરતા, પણ ઠાઠમાઠથી રહેતા. વાહનનો ઉપયોગ કરતા. તેઓની ગાદીઓ સ્થપાતી અને એના ઉપર એમનો હક રહેતો. તેઓ સોનું, ચાંદી, રત્નો રાખતા. તેઓ જ્યોતિષ, મંત્રતંત્ર, દોરાધાગામાં પડી ગયા હતા. કેટલાક એ દ્વારા ગુજરાન ચલાવતા. તેઓ રાજા કે અધિકારીવર્ગને પ્રસન્ન કરતા અને એમના પીઠબળથી અમુક નગરોમાં પોતાનું વર્ચસ્વ જમાવી કોઈ બીજા સાધુને ત્યાં આવવા દેતા નહિ, અથવા આવે તો પગે લગડાવતા, અલબત્ત, કેટલાક યતિઓ સાચું સાધુજીવન જીવતા. તેઓ શાસ્ત્રાભ્યાસ કરતા અને આચારનું કડક પાલન કરતા. તેઓ વ્યાખ્યાન પણ આપતા અને લોકોને બોધ પમાડતા. જૈન સાધુપરંપરાને Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૦૭ ટકાવી રાખવામાં, જૈન જ્ઞાનભંડારોના રક્ષણમાં, કેટલીક ગુપ્ત વિદ્યાઓ, મંત્રસાધના વગેરે સાચવી રાખવામાં યતિસંસ્થાનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. વખત જતાં યતિ–ગોરજી અને સાચા સાધુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે વધવા લાગ્યો. ત્યાગ-વૈરાગ્યમય, શાસ્ત્રાનુસાર શુદ્ધ આચારપાલન અને માત્ર મોક્ષની અભિલાષાવાળા સાધુઓ માટે “સંવેગી' શબ્દ પર્ચલિત થઈ ગયો હતો. યતિઓથી સંવેગી સાધુઓનો પક્ષ જુદો પડવા લાગ્યો. એને લીધે ક્યાંક સંઘર્ષો, વિગ્રહો થયા. મારામારીઓ પણ થઈ. પરંતુ કાળક્રમે યતિઓનો વર્ગ નબળો પડ્યો અને સમાજ ઉપર સંવેગી સાધુઓનો પ્રભાવ વધવા લાગ્યો. વિક્રમના ઓગણીસમા શતકના આરંભમાં પંજાબથી આવેલા શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મૂલચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ વગેરેએ યતિ સંસ્થાનો પરાભવ કરવામાં ઘણું મોટું કાર્ય કર્યું હતું. એ કાળે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન વગેરે સ્થળે, મોટાં નગરોમાં જિનમંદિરોમાં અથવા પાસેના ઉપાશ્રયમાં યતિઓની ગાદી સ્થપાયેલી હતી, જેમાંની કેટલીક ગાદી હજુ પણ સક્રિય છે અને તેના ઉપર યતિઓ અને એમના વારસદારોનો હક રહે છે. અલબત્ત યતિસંસ્થા ઝાંખી પડી ગઈ છે, પણ તદ્દન નિર્મળ થઈ ગઈ નથી. એ જમાનામાં સમગ્ર કચ્છમાં યતિઓનો જ પ્રભાવ હતો. કચ્છ છેટું હતું અને રણ ઓળંગીને ત્યાં સુધી પહોંચવાનો વિહાર બહુ કઠિન હતો. એ વખતે યતિ ગુરુ પાસે સંવેગી દીક્ષા લઈ, પ્રેમ અને વાત્સલ્યથી યતિઓને જીતી લઈ સમગ્ર કચ્છમાં સંવેગી સાધુની પરંપરાને પુનર્જીવિત કરવામાં શ્રી કુશળચંદ્રજી મહારાજનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું હતું. કેવા સંઘર્ષો વચ્ચે એમણે કાર્ય કર્યું હતું એનો ઇતિહાસ બહુ રસિક છે. શ્રી કુશળચંદ્રજીનું સંસારી નામ કોરશી હતું. એમનો જન્મ વિ. સં. ૧૯૯૩ના માગસર સુદ સાતમના રોજ કચ્છમાં માંડવી તાલુકામાં કોડાય નામના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જેતસીભાઈ સાવલ અને માતાનું નામ ભમઈબાઈ હતું. તેઓ જૈન વીસા ઓસવાળ જ્ઞાતિનાં હતાં. તેમનું જીવન તદ્દન સરળ અને સાદું હતું. તેઓ ખેતી કરતાં અને પોતાનું Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ગુજરાન ચલાવતાં. એ જમાનામાં કચ્છમાં કેળવણીનું પ્રમાણ નહિ જેવું હતું. છોકરાઓ ધૂળી નિશાળમાં ભણતા અને દસેક વર્ષના થાય ત્યાં પિતાના વ્યવસાયમાં કામે લાગી જતાં. બાળક કો૨શીએ પણ એ રીતે ધૂળી નિશાળમાં થોડો અભ્યાસ કર્યો હતો. બારાખડી, આંક અને પલાખાં શીખ્યા પછી પિતાજીની સાથે ખેતરે જવા લાગ્યો હતો. એ જમાનો બાળલગ્નનો હતો. બારેક વર્ષની વયે કોશીનાં લગ્ન નાના આસંબિયાની એક કન્યા સાથે થઈ ગયાં હતાં. પ્રભાવક સ્થવિરો કોરશી ખેતરે જતો, મિત્રો સાથે રમતો, દેરાસરે જતો, વ્યાખ્યાનમાં બેસતો. સરખેસરખી વયના છોકરાઓમાં દોસ્તી થાય અને જાતજાતના સ્વપ્નાં સેવાય એ સ્વાભાવિક છે. ઊગતી યુવાનીમાં દોસ્તીનો ચટકો એવો હોય છે કે ખાવાપીવા કે સૂવાના સમયની પણ દરકાર ન રહે. એ જમાનામાં કચ્છનાં નાનાં ગામડાંઓમાં મિત્રોનું મિલનસ્થાન મંદિર, ઉપાશ્રય, તળાવ, ચોતરો ઇત્યદિ રહેતાં. કોડાયના જૈન છોકરાઓમાં વયમાં નાનો પણ તેજસ્વી, પરાક્રમી છોકરો તે હેમરાજ હતો. તે મંદિરો જતો, ધર્મક્રિયા કરતો અને ગોરજીના વ્યાખ્યાનમાં બેસતો. ક્યારેક ગોરજીના ઉપદેશ અને આચાર વચ્ચે એને ફરક જણાતો તો વિમાસણમાં પડી જતો. એને સાચા સાધુ થવાના કોડ જાગ્યા હતા. એ માટે પોતાની મિત્રમંડળીમાં તે ખાનગીમાં વાત કરતો. એમ કરતાં કરતાં એની આસપાસ આઠદસ છોકરાઓનું જૂથ થઈ ગયું. એમાં કોશી પણ હતો. એ વખતે કોડાયમાં એક દેરાસરનું બાંધકામ અટકી ગયેલું. એની પડથારમાં એકાંતમાં છોકરાઓ એકત્ર થતા. માંહોમાંહે વાતો કરતાં કરતાં તેઓ બધા ઘરેથી ભાગી જઈને દીક્ષા લેવાના મનોરથ સેવતા હતા. દીક્ષા લેવી હોય તો ક્યાં જવું ? કોની પાસે દીક્ષા લેવી ? ત્યાં કેવી રીતે પહોંચાય? વગેરે વિશે તેઓ વાટાઘાટો કરતા. એ દિવસોમાં કોડાયમાં શ્રી લક્ષ્મીસાગર નામના યતિ પધાર્યા હતા. છોકરાઓ એમના વ્યાખ્યાનમાં જવા લાગ્યા. એમ કરતાં હેમરાજભાઈએ પૂછપરછ કરી તો શ્રી લક્ષ્મીસાગર પાસેથી જાણવા મળ્યું કે હાલ તેજસ્વી અને પવિત્ર યતિ તે શ્રી હર્ષચંદ્રસૂરિ છે. તેઓ પાલિતાણામાં બિરાજમાન છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૦૯ દીક્ષા લેવી હોય તો શ્રી હર્ષચંદ્રસૂરિ પાસે જ લેવી અને એ માટે પાલિતાણા જવું જોઈએ એવો સંકલ્પ આ દસેક મિત્રોએ કરી લીધો. વળી તપાસ કરતાં જાણવા મળ્યું કે પાલિતાણા જવું હોય તો પહેલાં માંડવીથી ઊપડતાં વહાણમાં બેસીને જામનગર જવું જોઈએ અને ત્યાંથી કોઈ બળદગાડાં મળે તો તેમાં અને નહિ તો પગપાળા રાજકોટ થઈને પાલિતાણા જવું જોઈએ. પગે ચાલીને રસ્તો કાપવાની ત્યારે નવાઈ નહોતી. અનેક લોકો રસ્તામાં મળતા. લોકો ચાલીને એક ગામથી બીજે ગામ જતા. રાત્રિ મુકામ માટે ધર્મશાળાઓ હતી. રસોઈ હાથે પકાવી લેવાની રહેતી. પગપાળા પ્રવાસમાં બે દિવસ વધારે કે ઓછાનો કોઈ સવાલ નહોતો. કોડાય ગામથી પાંચેક કિલોમિટરના અંતરે માંડવી બંદર છે. આ કિશોરો કેટલીયે વાર રમતાં રખડતાં માંડવી સુધી જઈ આવ્યા હતા. ત્યાંથી જામનગર જવા માટે વહાણો ઊપડે છે એ પણ તેમણે જોઈ જાણી લીધું હતું. વહાણો ઘડિયાળના નિશ્ચિત ટકોરે ઊપડે એવું નહિ. પૂરતા મુસાફરો થાય અને અનુકૂળ હવામાન હોય તો જ ઊપડે, નહિ તો રાહ જોવી પડે. એક દિવસ સંકેત કર્યા મુજબ બધા મિત્રો ઘરેથી કંઈક બહાનું કાઢી નીકળ્યા અને માંડવી પહોંચ્યા. ત્યાંથી એક વહાણ જામનગર જવા માટે ઊપડવાનું હતું. બધા તેમાં બેસી ગયા. પરંતુ પૂરતી સંખ્યામાં મુસાફરો થાય તે પહેલાં તો ઓટ ચાલુ થઈ ગઈ. વહાણવાળાએ બધાને કહી દીધું કે “આજે હવે વહાણ નહિ ઊપડે.” આથી નિરાશ થઈ એ દસેક મિત્રો પાછા કોડાય આવ્યા અને જાણે કશું જ થયું નથી એવી રીતે પોતપોતાના ઘરના વ્યવહારમાં ચૂપચાપ જોડાઈ ગયા. થોડા દિવસ પછી ફરી એક વાર એ મિત્રોએ માંડવી પહોંચવાનું નક્કી કર્યું. તે પ્રમાણે પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઘરેથી તેઓ નીકળ્યા. વહાણ ઊપડવાની તૈયારી થઈ. ત્યાં સુધીમાં હજુ પાંચ જણ જ માંડવી પહોંચ્યા હતા. કોઈએ બીજાની રાહ જોવી નહિ એમ નક્કી કર્યું હતું. એટલે એ પાંચે-હેમરાજ, કોરશી, ભામા, વેરશી અને આસધીર એ પાંચે મિત્રો વહાણમાં બેસી ગયા અને વહાણ ઊપડ્યું. હવે ઘરનાંને ખબર પડે તો પણ એની કશી ચિન્તા નહોતી. ઘરેથી પાલિતાણા તરફ ગુપ્ત પ્રયાણ થઈ શક્યું એનો એમને આનંદ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ હતો. વહાણ જામનગર પહોંચ્યું. પાંચે મિત્રો ત્યાં ઊતર્યા. જામનગરમાં દેરાસરમાં દર્શન-પૂજા કર્યાં અને પછી પગપાળા આગળ વધ્યા રાજકોટ તરફ. રાજકોટમાં કોઈ ધર્મશાળામાં તેઓએ મુકામ કર્યો. પાલિતાણા જતાં પહેલાં તેઓને વિચાર આવ્યો કે પાલિતાણા નાનું ગામ છે. સાધુ થવા માટે વસ્ત્રો કદાચ ન મળે તો ? રાજકોટ પછી રસ્તામાં મોટું કોઈ ગામ આવતું નથી. માટે રાજકોટમાંથી જ કાપડ લેવું જોઈએ. તેઓ એક જૈન કાપડિયાની દુકાને ગયા. કાપડ લીધું. તેઓ વેપારીને નાણાં આપવા માટે પોતે સાથે જ લાવ્યા હતા તે કચ્છની કોરી આપી. વેપારીએ કહ્યુંઃ ‘કોરી અહીં ચાલતી નથી.' એટલે મિત્રો મુંઝાયા. બીજું શું કરી શકાય ? ત્યાં હેમરાજભાઈને યાદ આવ્યું કે પોતાની કેડે ચાંદીનો કંદોરો છે. તેમણે એ કાઢીને આપ્યો. એથી વેપારીને આશ્ચર્ય થયું. વાતચીત થઈ. વેપારીએ ધાર્યું હતું કે આ છોકરાઓ કોઈ સાધુ મહારાજને વહોરાવવા કાપડ લઈ જાય છે, પરંતુ એણે જ્યારે જાણ્યું કે તેઓ તો પોતાની જ દીક્ષા માટે કાપડ લઈ જાય છે, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. એણે કાપડનાં નાણાં લેવાની ના પાડી અને કહ્યું કે શુભેચ્છા સાથે પોતાના તરફથી એ ભેટ આપવામાં આવે છે. પ્રભાવક સ્થવિરો આ પાંચે મુમુક્ષુ મિત્રે ચાલતાં ચાલતાં વિ. સં. ૧૯૦૭ના કારતક સુદ ૯ પાલિતાણા પહોંચ્યા અને ત્યાં મોતી કડિયાની ધર્મશાળામાં ઊતર્યા. તે વખતે પાલિતાણામાં જે સાધુ ભગવંતો બિરાજમાન હતા એમાં વિમલગચ્છના શ્રી કલ્યાણવિમલજી મહારાજને મળવાનું થયું. સાચા સંવેગી સાધુનાં દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી. શ્રી હર્ષચંદ્રજી વિશે પૂછપરછ કરી. વાતચીતમાં તેઓએ દીક્ષા લેવાની પોતાની ભાવના પણ જણાવી. શ્રી કલ્યાણવિમલજી મહારાજે કહ્યું કે ‘માબાપની રજા વગર અહીં તમને કોઈ દીક્ષા આપશે નહિ. એવી રીતે દીક્ષા આપવામાં પછી માબાપ તકરાર કરતાં આવે છે એ કલેશકંકાસ થાય છે. શ્રી હર્ષચંદ્રજી પણ તમને એ રીતે દીક્ષા નહિ આપે.’ આ સાંભળી યુવાનો મુંઝાયા. તેમણે જણાવ્યું કે ‘અમે માબાપની જાણ વગર ઠેઠ કચ્છથી ઘરેથી ભાગીને આવ્યા છીએ. અમારે ગમે તેમ કરીન દીક્ષા લઈને સાધુ થવું છે. હવે અમે કચ્છ પાછા ક્યારે જઇએ ? અને માબાપ રજા આપે કે નહિ. માટે આપ કંઈ રસ્તો બતાવો.' Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ શ્રી કલ્યાણવિમલજી મહારાજે કહ્યું, “આમ તો શ્રી હર્ષચંદ્રજી કે બીજા કોઈ દીક્ષા નહિ આપે. પણ એક કામ કરો. તમે તમારી મેળે સાધુનો વેશ પહેરી લો. ઓઘો કે પાતરાં પાસે ન રાખશો. સવારે તમે શત્રુંજયની તળેટીમાં જઈને બેસો. એટલે જતા-આવતા લોકોને તમારા આશયની જાણ થશે. પછી જ્યારે શ્રી હર્ષચંદ્રજી ડુંગર પરથી નીચે ઉતરે, ત્યારે તમે તમારી વાત કરજો.” શ્રી કલ્યાણવિમલજી મહારાજે બતાવેલી યુક્તિ તેઓને ગમી ગઈ. એ પ્રમાણે તેઓ તળેટીમાં સાધુનો વેશ ધારણ કરીને બેઠા. એથી કેટલાયે લોકોએ પૂછપરછ કરી. શ્રી હર્ષચંદ્રજી યાત્રા કરીને જ્યારે ડુંગર પરથી નીચે ઊતર્યા ત્યારે આ યુવાનોએ તેમને કચ્છી ભાષામાં વિનંતી કરી કે “મહારાજજી, અમને દિક્ષા આપો.” શ્રી હર્ષચંદ્રજી તેઓને જોઈ જ રહ્યા. પછી તેઓ તેમને ઉપાશ્રય લઈ ગયા, બધી પૂછપરછ કરી અને પોતાની સાથે પંદરેક દિવસ નરશી નાથાની ધર્મશાળામાં રાખ્યા. જ્યારે એના ત્યાગવેરાગ્યની દઢ ખાતરી થઈ ત્યારે દીક્ષા આપવાનો એમણે નિર્ણય કર્યો. એ મુજબ આ પાંચ મિત્રોને શ્રી હર્ષચંદ્રસૂરિએ વિ. સં. ૧૯૦૭ના માગશર સુદ સાતમના દિવસે પાલિતાણામાં નરશી નાથાની ધર્મશાળામાં સંઘ સમક્ષ સંવેગી દીક્ષા આપી અને તેમનાં નામ અનુક્રમે આ પ્રમાણે રાખવામાં આવ્યાંઃ (૧) હેમરાજભાઈ તે મુનિ શ્રી હેમચંદ્ર, (૨) કોરશીભાઈ તે મુનિ શ્રી કુશળચંદ્ર, (૩) ભાણાભાઈ તે મુનિશ્રી ભાનુચંદ્ર, (૪) વેરશીભાઈ તે મુનિ શ્રી બાલચંદ્ર અને (૫) આસધીરભાઈ તે મુનિ શ્રી અગરચંદ્ર. શ્રી હર્ષચંદ્રસૂરિજી નાગોરી તપાગચ્છ (પાર્જચંદ્રગચ્છ)ના એકોતેરમાં પટ્ટધર હતા. તેઓ શાસ્ત્રોના જ્ઞાતા હતા અને શાસ્ત્રાનુસાર ચારિત્રપાલનમાં ચુસ્ત હતા. તેઓ શ્રીપૂજય હતા, પરંતુ સંવેગ પાક્ષિક હતા. તેઓ યતિઓના સમુદાયના આચાર્ય-ભટ્ટારક હતા, પરંતુ તે પદનો કશો ઠાઠમાઠ રાખતા ન હતા, તેઓ પાર્જચંદ્રગચ્છના હતા, છતાં બીજા ગચ્છના આચાર્યો સાથે આદર-બહુમાન સહિત સુમેળભર્યા સંબંધ ધરાવતા હતા. એ સમયના સંવેગી મહાત્માઓ શ્રી મણિવિજયજી દાદા, શ્રી મૂલચંદજી મહારાજ, શ્રી ચિદાનંદજી મહારાજ (શ્રી કર્ખરવિજયજી) વગેરે સાથે તેમને ગાઢ સંબંધ હતો. શ્રી હર્ષચંદ્રજી કવિ હતા અને પદોની રચના કરતા. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨ પ્રભાવક સ્થવિરો આ બાજુ કચ્છમાં પાંચે યુવાનોનાં માતાપિતાને શોધાશોધ કરી મૂકી અને જ્યારે ખબર પડી કે છોકરાઓ માંડવીથી વહાણમાં બેસી પાલિતાણા ભાગી ગયા છે અને ત્યાં જઈને તેઓએ દીક્ષા લઈ લીધી છે ત્યારે તેઓ રોષે ભરાયાં. તેઓએ સાથે મળીને વિચાર્યું કે પોતે બધાએ તાબડતોબ પાલિતાણા જવું. અને છોકરાઓને પાછા લઈ આવવા જોઈએ. પણ ધારો કે છોકરાઓ આવવાની ના પાડે તો શું કરવું? એટલે તેઓ સલાહ માટે કચ્છના મહારાવના કારભારી વલ્લભજીને મળ્યા. વલ્લભજી ભીમશીભાઈના મિત્ર હતા. વલ્લભજીએ સલાહ આપી કે છોકરાઓ જો ન માને તો તેમના પર રાજ્યનું દબાણ લાવવું જોઈએ. પણ એ બધું કામ ધારીએ એટલું સહેલું નહોતું. એટલે તેઓએ વલ્લભજીને સાથે આવવા આગ્રહ કર્યો. વલ્લભજીએ આ વાત કચ્છના મહારાવને જણાવી અને એમની રજા લઈ પાલિતાણા આવવા તૈયાર થયા. વળી જરૂર પડે એ માટે મહારાવની પાલિતાણાના દરબાર ઉપર ભલામણચિઠ્ઠી પણ લખાવી લીધી. તેઓ બધા સાથે પાલિતાણા પહોંચ્યા. વલ્લભજી કારબારીના નાતે પાલિતાણાના નરેશને ત્યાં ઊતર્યા. તેમણે વડીલોને શીખવી રાખ્યું હતું કે પહેલાં તમે છોકરાઓને સમજાવી જુઓ અને પછી ન સમજે તો દરબાર જ્યારે સાંજે ઘોડાગાડીમાં ફરવા નીકળે ત્યારે તમે “સાહેબ, અમારા છોકરા, અમારા છોકરા' એમ બૂમો પાડજો. પાંચે વડીલોએ પોતાના દીકરાઓને નરશી નાથાની ધર્મશાળામાં સાધુવેશે જોયા ત્યારે દિમૂઢ થઈ ગયા. તેઓએ તેમની પાસે બેસીને તેમને દીક્ષા છોડવા સમજાવ્યું ત્યારે દીકરાઓ મક્કમ રહ્યા. વડીલોએ શ્રી હર્ષચંદ્રજીને ઠપકો આપ્યો કે “અમારા દીકરાઓને રજા વગર દીક્ષા કેમ આપી?” ત્યારે શ્રી હર્ષચંદ્રજીએ શાન્તિ અને સમતાથી જવાબ આપ્યો કે “સાધુવેશ તો તેઓએ સ્વયં પહેરી લીધો હતો. અમે તો માત્ર અમારા કર્તવ્યરૂપે અહીં આશ્રય આપ્યો છે. તેમ છતાં તમે તેઓને લઈ જવા સ્વતંત્ર છો, પરંતુ જે કરો તે લાંબો વિચાર કરીને કરશો.” તેઓ શ્રી હર્ષચંદ્રજીના શાન્ત, સમતાભર્યા ઉત્તરથી મૂંઝવણમાં મુકાયા. તેમણે સાધુ થયેલા સંતાનોને દીક્ષા છોડી દેવા કહ્યું, પરંતુ પાંચે સાધુઓએ Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫ ૧૩ દીક્ષા છોડવાની પોતાની ઈચ્છા નથી એમ સ્પષ્ટ જણાવ્યું. આથી હવે ઉપાય રહ્યો રાજ્યમાં ફરિયાદ કરવાનો. એ માટે પહેલાં વલ્લભજીએ બતાવેલી યુક્તિ પ્રમાણે પાલિતાણાના દરબાર શ્રી સુરસંઘજી જ્યારે સાંજે ઘોડાગાડીમાં ફરવા નીકળ્યા ત્યારે રસ્તામાં ઊભા રહેલા ભીમશીભાઈ વગેરેએ ઘોડાગાડીની પાછળ દોટ માંડી અને બોલવા લાગયા, “સાહેબ, અમારા છોકરા, સાહેબ, અમારા છોકરા.” તે વખતે વલ્લભજી દરબારની સાથે ઘોડાગાડીમાં હતા. દરબારે ઘોડાગાડી ઊભી રખાવી, અને વલ્લભજીને પૂછ્યું કે “આ લોકો શું કહે છે? વલ્લભજીએ કચ્છીમાં એ પાંચ સાથે વાત કરી અને દરબારને જણાવ્યું કે એમના છોકરાઓને રજા વગર અહીં દીક્ષા આપી દેવામાં આવી છે. એ સાંભળીને દરબારે તેઓને બીજે દિવસે કચેરીમાં મળવા માટે કહ્યું. જ્યારે દીકરાઓએ દીક્ષા છોડવાનો ઈન્કાર કરી દીધો ત્યારે પુત્રો પ્રત્યેના મમત્વને લીધે તેઓએ દરબારની કચેરીમાં જઈને લેખિત ફરિયાદ નોંધાવી દીધી. એથી દરબારે પાંચે નવદીક્ષિતોને દરબારમાં બોલાવીને દબડાવ્યા અને દીક્ષા નહિ છોડે તો તેઓને કેદમાં પૂરવામાં આવશે એવી ધમકી આપી. પરંતુ પાંચે નવદીક્ષિતે દીક્ષા છોડવાની ના પાડી દીધા. એટલે દરબારે પાંચને કેદમાં પૂર્યા. કેદમાં ભૂખ તો લાગે જ. એટલે તેઓને રાંધીને ખાવા માટે અનાજ-લોટ વગેરે સામગ્રી આપવામાં આવી, પરંતુ સાધુઓએ તે લીધી નહિ અને કહ્યું, અમારો ધર્મ ગોચરી વહોરીને વાપરવાનો છે. ગોચરી માટે નહિ જવા દો તો અમે ઉપવાસ કરીશું.' એક દિવસ તેઓએ આહાર ન લીધો એટલે દરબારને પણ લાગ્યું કે તેઓને જેલમાં વધુ દિવસ રાખવાનું જોખમ ખેડવા જેવું નથી. દરબારે તેઓને છોડી દીધા, પરંતુ વડીલોને સલાહ આપી કે “તમે એ લોકોને હાથપગ બાંધીને ગાડામાં નાખીને લઈ જઈ શકો છો. દરબાર તરફથી તમને છૂટ છે.” દરબારે છોકરાઓને બળપૂર્વક લઈ જવાની રજા આપી, એટલે પાંચે વડીલોએ વિચારવિનિમય કર્યો. એમાં કુશળચંદ્રજી અને અગરચંદ્રજીના પિતાને આવી રીતે પોતાના સાધુ દીકરાઓને બાંધીને લઈ જવાનું યોગ્ય ન લાગ્યું. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૪ પ્રભાવક સ્થવિરો બાકીના ત્રણેના પિતા લઈ જવા માટે મક્કમ હતા. તેઓએ ત્રણે મુનિઓને ગાડામાં બેસાડીને હાથપગ બાંધીને પાલિતાણા છોડીને રાજકોટ તરફ રવાના થયા. આ બાજુ જેતશીભાઈએ પોતાના દીકરા, મુનિ શ્રી કુશળચંદ્રજીને કહ્યું, તમે દીક્ષા લીધી છે અને તમારે તે પાળવી છે, તો ભલે તેમ કરો. અમે તેનો વાંધો નહિ લઈએ. પણ અમારી ભાવના છે કે તમે સાધુ તરીકે કચ્છમાં પધારો અને ત્યાં વિચરો તો અમને પણ લાભ મળે. તમને સાધુ તરીકે કચ્છમાં જોઈને આપણા બધા લોકોને આનંદ થશે.” પોતાના ત્રણ સાથીઓ ગયા અને વળી પોતાના વડીલોની વિનંતી છે તો પછી કચ્છ જવું જોઇએ, એમ વિચારીને છેવટે કુશળચંદ્રજીએ તે માટે સંમતિ આપી. એટલે અગરચંદ્રજીએ પણ પોતાના સંસારી પિતાશ્રીને સાથે કચ્છ જવા માટે સંમતિ આપી. - નિર્ધાર થતાં તેઓ બંનેએ પોતાના વડીલો સાથે કચ્છ તરફ પાલિતાણાની ધર્મશાળાથી પ્રયાણ કર્યું. ગામની બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે વિસામો માટે તેઓ બેઠા તે દરમિયાન જેતશીભાઈનું મનોમંથન ચાલ્યું. આ બે નવદીક્ષિત સાધુઓ પાદવિહાર કરીને ઘણું કષ્ટ વેઠીને કચ્છ આવશે અને ત્યાં ગોરજીઓના વર્ચસ્વવાળા સમાજમાં એમને જો સરખો આવકાર નહિ મળે અને તેઓને અભ્યાસ કરવાની યોગ્ય તક નહિ મળે તો આપણે માટે પસ્તાવાનો વખત આવશે. દીક્ષા છોડીને આવે તો ઠીક, પણ સાધુ તરીકે આવશે તો બરાબર મેળ નહિ ખાય.” છેવટે એમણે જ કુશળચંદ્રજીને કહ્યું, “અમારી ઈચ્છા છે કે તમે દીક્ષા છોડી દો, પરંતુ અમને લાગે છે કે જો તમે દીક્ષા છોડવાના ન જ હો તો અહીં આચાર્ય મહારાજ પાસે તમે રહો અને અભ્યાસ કરો તે જ યોગ્ય છે. એ જ તમારા હિતમાં છે.” આ સાંભળી બંને મુનિઓને અત્યંત આનંદ થયો. નદીકિનારેથી બધા ગામમાં પાછા ફર્યા અને શ્રી હર્ષચન્દ્રસૂરિને મળ્યા. બધી વાત કરી અને પોતાનો નિર્ણય જણાવ્યો. શ્રી હર્ષચન્દ્રસૂરિએ “જેવી તમારી મરજી' એમ કહીને સહજ રીતે એમની વાત સ્વીકારી લીધી. - થોડા દિવસ રોકાઈ બંને વડીલો કચ્છ જવા રવાના થયા. બંને મુનિઓએ Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૧૫ શ્રી હર્ષચંદ્રસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. | મુનિ વેશધારી પેલા ત્રણે યુવાનો સાથે ગાડાં રાજકોટ પહોંચવા આવ્યાં ત્યારે રાજકોટના જૈન સંઘને આ વાતની ખબર પડી ગઈ. આમ પણ આવી વાત પ્રસરતાં વાર લાગે નહિ. રાજકોટના સંઘના આગેવાનોએ જાણ્યું કે ત્રણ નવદીક્ષિત મુનિઓને એમના વડીલો ઉઠાવીને પાછા ઘરે લઈ જાય છે ત્યારે તેઓને લાગ્યું કે સંઘે મુનિઓને રક્ષણ આપવું જોઈએ. સંઘના બધા આગેવાનો પાદરે પહોંચ્યા અને મુનિઓને છોડાવીને ઉપાશ્રયમાં લઈ આવ્યા. આથી વડીલોએ રાજકોટ દરબારને ફરિયાદ કરી અને કોર્ટમાં કેસ દાખલ કર્યો. એક મહિનો કેસ ચાલ્યો. એટલો વખત તેઓને ત્યાં ધર્મશાળામાં રોકાવું પડ્યું. છેવટે અંગ્રેજ ન્યાયાધીશે વડીલોની તરફેણમાં ચુકાદો આપ્યો, પણ તેનો અમલ કરવાની જવાબદારી દરબારના માથે હતી. આ બાજુ સંઘે મુનિઓને સોંપવાનો ઇન્કાર કર્યો. એ દિવસો એવા હતા કે મહાજન આગળ રાજનું પણ બહુ ચાલે નહિ. ડાહ્યો રાજા મહાજનને દુભવે નહિ. દરમિયાન રાજકોટના દરબાર પર પાલિતાણાના દરબારનું દબાણ આવ્યું કે મુનિઓને છોડી દો. એથી દરબાર મુંઝાયા. છેવટે દરબારે વડીલોને ખાનગીમાં કહ્યું કે “મહાજનને મારાથી કશું કહેવાશે નહિ, પણ તમે તમારા દીકરાઓને ઉપાડીને અમારા રાજ્યની હદ બહાર નીકળી જાઓ, પછી મારા માથે દબાણ નહિ આવે. પછી તમે તમારી રીતે આગળ જઈ શકો છો.” વડીલોને આ વાત ગમી. તેમણે ખાનગીમાં કાવતરું ગોઠવ્યું. એક બાજુ પોતે એવો દેખાવ કર્યો કે હવે ભલે મુનિઓને જેમ રહેવું હોય તેમ રહે. બીજી બાજુ સંઘને વહેમ ન પડે એ રીતે ગામને પાદરે વહેલી સવારે ગાડાં તૈયાર રખાવ્યાં. મુનિઓ સવારે એ બાજુ ઠલ્લે જવા આવ્યા કે તરત તેઓને પકડી, બાંધી ગાડામાં નાખ્યા અને ગાડાં ઝડપથી હંકારી ગયા, તેઓ રાજકોટની સરહદની બહાર નીકળી ગયા એટલે નિશ્ચિત થયા. છોકરાઓ પણ સમજી ગયા કે હવે પોતાનું કશું ચાલશે નહિ. એમ કરતાં તેઓ કચ્છ આવી પહોંચ્યા. હજુ અનિવેશ ઉતારવાની તેઓની ઈચ્છા નહોતી. એટલે વડીલો તેમને કચ્છના મહારાવ શ્રી દેશળજી પાસે લઈ ગયા. મહારાવે કેદમાં પૂરવાની વાત કરી, એટલે ભાનુચંદ્ર અને બાલચંદ્ર પોતાનો મુનિવેશ ઉતારી નાખ્યો અને ગૃહસ્થ વેશ પહેરી લીધો. પરંતુ મુનિ હેમચંદ્ર હજુ મક્કમ રહ્યા. એમને જેલમાં પૂર્યા, ખાવાનું ન આપ્યું, જેલમાં જીવજંતુ કરડ્યાં તો પણ અડગ રહ્યા. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ પ્રભાવક સ્થવિરો છેવટે મહારાવે તેમને છોડી દીધા અને એમના પિતાશ્રીને કહ્યું, ‘આ છોકરો કંઈક જુદી જ પ્રકૃતિનો છે, અલગારી છે. એને એની ઈચ્છા પ્રમાણે જેમ કરવું હોય તેમ કરવા દેજો.’ બધા કોડાય પહોંચ્યા. ત્યાં થોડા દિવસ રહ્યા પછી હેમરાજભાઈ છૂપી રીતે ઘર છોડીને ભાગ્યા. માંડવીથી જામનગર વહાણમાં પહોંચ્યા. કોઈ ઓળખી ન જાય એ માટે એમણે વેશપલટો કરી લીધો હતો. એમ કરતાં તેઓ પાલિતાણા પહોંચ્યા. શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે ફરીથી દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ શ્રી હર્ષચંદ્રસૂરિએ માબાપની સંમતિ વગર તેમને ફરીથી દીક્ષા આપવાની સ્પષ્ટ ના કહી. શ્રાવક વડીલો સાથે વિવાદમાં પડવા તેઓ ઇચ્છતા નહોતા. આથી હેમરાજભાઈ એકદમ નિરાશ થઈ ગયા. પરંતુ શ્રી હર્ષચંદ્રસૂરિએ તેમને શાસ્ત્રાભ્યાસની સગવડ કરી આપી. તેમને બંગાળમાં મુર્શિદાબાદમાં જગતશેઠને ઘરે રહેવા મોકલી આપ્યા. ત્યાં રહીને તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો તથા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ ક્યાં ગયા તેની વડીલોને ખબર ન પડી. કદાચ ફરીથી દીક્ષિત થયા હોત તો ફરીથી વડીલો એમને ઉઠાવી જાત. કેટલાંક વર્ષ પછી તેઓ કચ્છમાં પાછા ફર્યા. હવે દીક્ષા લેવાના એમને માટે સંજોગો નહોતા, પણ એમણે કચ્છમાં સંસ્થાઓ સ્થાપીને જ્ઞાનપ્રચારને માટે અને પાર્શ્વચન્દ્ર ગચ્છમાં સુધારા માટે મહત્ત્વનું કાર્ય કર્યું. શ્રી હર્ષચંદ્રસૂરિજીના બંગાળના ભકતોને જ્યારે ખબર પડી કે એમની પાસે શ્રી કુશળચંદ્રજી અને શ્રી અગરચંદ્રજી નામના બે વૈરાગી મુનિ શિષ્યો છે, ત્યારે જૈન સંઘમાં જાગૃતિ લાવવા માટે શું શું કરી શકાય તેની વિચારણા માટે તેઓ પાલિતાણા આવ્યા. શ્રી હર્ષચંદ્રસૂરિજી સાથે વિચાર-વિનિમય કર્યો. શ્રી હર્ષચન્દ્રજી પોતે શ્રીપૂજ્ય એટલે કે યતિઓના આચાર્ય હતા, પરંતુ તેઓને બધાંની સાથે સુમેળ હતો અને તેઓ સંઘને ફરીથી સંવેગી પરંપરા પર ચઢાવવા માટે ઉત્સુક હતા. એ માટે તેમણે શ્રી કુશળચંદ્રજીને પાલિતાણામાં સતત સાત વર્ષ પાસે રાખીને ઊંડો શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને સાધુજીવનની શુદ્ધ સામાચારીથી પરિચિત કર્યા. શ્રી કુશળચંદ્રજીએ સિદ્ધગિરિની નવ્વાણુંની યાત્રા પણ કરી. શ્રી હર્ષચંદ્રસૂરિજીનો શિષ્યસમુદાય મોટો હતો. તેઓ બધા યતિ હતા. પરંતુ Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૧૭ એમના કેટલાક શિષ્ય પોતાના ગુરુમહારાજની જેમ ત્યાગમય જીવન જીવતા. વિ. સં. ૧૯૧૩માં માંડલનો સંઘ પાલિતાણા આવ્યો હતો અને પાછા ફરતાં સંઘે ઉજમણા માટે શ્રી હર્ષચંદ્રસૂરિજીને માંડલ પધારવા બહુ આગ્રહ કર્યો. શ્રી હર્ષચંદ્રસૂરિજી વિહાર કરીને ત્યાં પધાર્યા અને ઉત્સવ થઈ ગયો. પરંતુ તેવામાં એમને જીવલેણ તાવ આવ્યો. એટલે એમણે સંઘને કહ્યું કે પોતાને ડોળીમાં પાસે આવેલા શંખેશ્વર તીર્થમાં લઈ જવામાં આવે. એ પ્રમાણે કરવામાં આવ્યું. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી શ્રી હર્ષચંદ્રસૂરિજી ત્યાં જ કાળધર્મ પામ્યા. એથી શિષ્યોને વિયોગનું દુઃખ થયું. એ વખતે શ્રી કુશળચંદ્રજી તથા શ્રી અગરચંદ્રજી પાલિતાણામાં હતા. પોતાના ગુરુભગવંત શ્રી હર્ષચંદ્રજીના કાળધર્મની આઘાતજનક ઘટનાએ શ્રી કુશળચંદ્રજીને થોડો વખત અસ્વસ્થ બનાવ્યા, કારણ કે સાત વર્ષના સહવાસમાં એમને ગુરુકૃપાનો જે અનુભવ થયો હતો અને એમની પાસે જે શાસ્ત્રાભ્યાસ કર્યો હતો એથી પોતાની દષ્ટિ ખૂલી હતી ને સંયમમાં સ્થિરતા અને ચુસ્તતા આવી હતી. વ્યાખ્યાન આપવાની પોતાને સજ્જતા પણ પ્રાપ્ત થઈ હતી. એ વર્ષે એમણે ચાતુર્માસ પાલિતાણામાં જ કર્યું અને ત્યાર પછી જામનગરના સંઘના આગેવાનોની આગ્રહભરી વિનંતીથી તેઓ જામનગર પધાર્યા. જામનગરના શ્રાવકો ઉપર શ્રી કુશળચંદ્રજીનો એટલો બધો સારો પ્રભાવ પડ્યો કે એમણે ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ જામનગરમાં કર્યા. શેષકાળમાં તેઓ આજુબાજુ વિહાર કરી આવતા અને ચાતુર્માસ માટે જામનગર પધારતા. ત્યાર પછી વચ્ચે એક ચાતુર્માસ મોરબીમાં કરીને પાછાં બે ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યાં અને ત્યાર પછી એક ચાતુર્માસ અમદાવાદમાં કરીને પાછાં સળંગ ત્રણ ચાતુર્માસ જામનગરમાં કર્યા. એમણે છેલ્લે જામનગરમાં ચાતુર્માસ વિ. સં. ૧૯૪૭માં કર્યું. આમ એકંદરે સત્તર જેટલાં ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યો. એ ઉપરથી જામનગરના સંઘ ઉપર એમનો કેટલો બધો પ્રભાવ પડ્યો હશે તે જોઈ શકાય છે. મહારાજશ્રી ચાતુર્માસની વિનંતી સ્વીકારતી વખતે સંઘને સામાજિક કુરિવાજોનો ત્યાગ કરવા માટે ખાસ ભલામણ કરતા. એ દૃષ્ટિએ શ્રી કુશળચંદ્રજી મહારાજશ્રીએ સમાજસુધારાનું પણ મોટું કામ કર્યું હતું. કચ્છથી જામનગરમાં વેપારાર્થે આવીને વસેલા કચ્છીઓ ઘણા હતા. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પ્રભાવક વિશે માંડવી બંદરેથી જામનગર સીધા પહોંચી શકાતું. એ રીતે જામનગરને કચ્છ સાથે સીધો સંપર્ક હતો. આથી જ જામનગરના જૈનોને મહારાજશ્રી પ્રત્યે આદર-બહુમાન હતાં. એટલે જ મહારાજશ્રીની પ્રેરક વાણીથી ઘણા ભાવિકો બોધ પામ્યા હતા. વળી કેટલાક કચ્છથી ખાસ ચાતુર્માસની આરાધના કરવા માટે જામનગર પધારતા. કચ્છ-સુથરીના એક યુવાન મોણસીભાઈ તો મહારાજશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે આવીને રહ્યા હતા. વખત જતાં એમને પણ સંયમનો રંગ લાગ્યો. દીક્ષા લેવાના ભાવ થયા. વિ. સં. ૧૯૨૩નું ચાતુર્માસ પૂર્ણ થયું અને મહારાજશ્રી અમદાવાદ તરફ વિહાર કરવાના હતા તે પૂર્વે એમણે મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. મહારાજશ્રીના એ પ્રથમ શિષ્ય બન્યા. એમનું નામ રાખવામાં આવ્યું. મુનિ શ્રી મોતીચંદ્રજી. શ્રી કુશળચંદ્રજીને દીક્ષા લીધાંને ૧૯ વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ તેમણે સૌરાષ્ટ્ર છોડી કચ્છ તરફ વિહાર નહોતો કર્યો. આટલાં વર્ષોમાં એક સંવેગી સાધુ મહારાજ તરીકે કચ્છમાં ચારે બાજુ એમની સુવાસ પ્રસરી ગઈ હતી. કચ્છનો વિહાર એ દિવસોમાં ઘણો કઠિન હતો, પરંતુ તેઓ કચ્છ પધારે એ માટે કચ્છના સંઘો વારંવાર વિનંતી કરતા. છેવટે માંડવીના સંઘનું નિમંત્રણ તેમણે સ્વીકાર્યું. રણ ઓળંગી વાગડ પ્રદેશમાંથી વિહાર કરીને, અંજાર, ભુજ વગેરે સ્થળે વિચરતાં વિચરતાં તેઓ માંડવી પધાર્યા. ઘણાં વર્ષે સંવેગી મહાત્માનાં વ્યાખ્યાનો સાંભળીને માંડવીના જૈનોએ ઘણો હર્ષ અને સંતોષ અનુભવ્યો. આ વર્ષ દરમિયાન મહારાજશ્રીની વાણી સાંભળીને બે ભાઈ અને એક બહેનને મહારાજશ્રી પાસે દીક્ષા લેવાના કોડ જાગ્યા હતા. એક ભાઈને માંડવીમાં દીક્ષા અપાઈ અને એમનું નામ રાખવામાં આવ્યુંમુનિશ્રી ખુશાલચંદજી અને ત્યાર પછી વિહાર કર્યા બાદ એક ભાઈને તથા એક બહેનને જામનગરના ચાતુર્માસ પછી ત્યાં દીક્ષા આપવામાં આવી. દીક્ષાર્થી ભાઈનું નામ રાખવામાં આવ્યું શ્રી કપૂરચંદજી મહારાજ અને સાધ્વીજીનું નામ રાખવામાં આવ્યું શ્રી રતનશ્રીજી. આ દીક્ષાનો પ્રસંગ ભારે ધામધૂમથી ઊજવાયો હતો અને ખુદ જામસાહેબ એ પ્રસંગે પધાર્યા હતા. શ્રી કુશળચંદ્રજી જામનગરમાં હતા ત્યારે એમણે કચ્છ-ગોધરાના શ્રી કેલણભાઇને દીક્ષા આપી અને એમનું નામ રાખવામાં આવ્યું શ્રી કલ્યાણચંદ્રજી. Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૧૯ શ્રી કલ્યાણચંદ્રના સંસારી પુત્ર જેસિંગને શ્રી કુશળચંદ્રજીની ઉદાર ભલામણથી અચલગચ્છના શ્રી વિવેકસાગરજીએ દીક્ષા આપી હતી. શ્રી કુશળચંદ્રજીએ જે ઉદારતા બતાવી એને લીધે કેલણભાઈની દીક્ષા પ્રસંગે શ્રી વિવેકસાગરજી જામનગરમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ પાર્શ્વચન્દ્રગચ્છ અને અચલગચ્છ વચ્ચે સરસ સુમેળ સધાયો હતો. આ દીક્ષા પ્રસંગ પણ ભવ્ય રીતે યોજાયો હતો. કચ્છથી ઘણા માણસો આવ્યા હતા અને ખુદ જામસાહેબ પણ એ પ્રસંગે પધાર્યા હતા. મહારાજશ્રીએ બીજી વારના કચ્છના વિહાર દરમિયાન જે એક ઐતિહાસિક મહત્ત્વનું કાર્ય કર્યું તે ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારનું હતું. કચ્છનું આ મોટામાં મોટું અને પ્રાચીનતમ તીર્થ ગણાય. વિ. સં. ૧૯૩૯ના ફાગણ સુદ પના દિવસે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી તથા અન્ય પ્રતિમાઓજીની પુન:પ્રતિષ્ઠા થઈ. એ શુભ અવસરે તપગચ્છ, અચલગચ્છ અને પાર્શ્વચંદ્રગચ્છનાં સાધુ-સાધ્વીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અચલગચ્છના શ્રી સુમતિસાગરજીએ આ પ્રસંગનું એક ચોઢાળિયું લખ્યું છે તેમાં શ્રી કુશળચંદ્રજીની સંયમયાત્રાની ભારે અનુમોદના કરી છે. તેઓ લખે છેઃ સંવેગ રંગે ઝીલતાં, કુશળચંદ્રજી આજે સાર; જૈન ધર્મ દીપાવતાં, તિહાં મલિયા ઠાણાં ચાર. શ્રી અગરચંદ્રજી મહારાજ દીક્ષા પછી પચીસેક વર્ષ શ્રી કુશળચંદ્રજીની સાથે વિચાર્યા હતા. બંનેના વિચારો સમાન હતા અને પરસ્પર સહકાર ઘણો હતો. વસ્તુતઃ શ્રી કુશળચંદ્રજીએ સૌરાષ્ટ્ર અને વિશેષતઃ કચ્છમાં સંવેગી ધર્મ પ્રવર્તાવવાનું જે ભગીરથ કાર્ય કર્યું તેમાં શ્રી અગરચંદ્રજીનો મોટો સાથ હતો. ઉત્તરાવસ્થામાં શ્રી કુશળચંદ્રજીની અનુમતિથી શ્રી અગરચંદ્રજીએ પોતાનો સ્વતંત્ર વિહાર ચાલુ કર્યો હોય એમ અનુમાન થાય છે. પરંતુ એમણે ક્યાં ક્યાં વિહાર કર્યો, સાથે કોણ ચેલા હતા અને ક્યાં તેઓ કાળધર્મ પામ્યા એની હાલ ખાસ કંઈ વિગત મળતી નથી. ત્યાર પછી દોઢ દાયકામાં એટલે કે વિ. સં. ૧૯૩૦ થી ૧૯૪૭ સુધીમાં મહારાજશ્રીએ મોરબી, મુન્દ્રા, જામનગર, માંડલ, માંડવી (કચ્છ), કોડાય, ભુજ વગેરે સ્થળે ચાતુર્માસ કરીને ધર્મની ઘણી પ્રભાવના કરી. એમણે ગિરનાર, Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ પ્રભાવક સ્થવિરો શત્રુંજય, શંખેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રા કરી, માંડલથી શંખેશ્વરની યાત્રા માટે એમની નિશ્રામાં સંઘ નીકળ્યો, અમદાવાદમાં તેઓએ તપગચ્છના મહાત્માઓ શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે ઉજમફોઇના ઉપાશ્રયે સ્થિરતા કરી. વળી આ સમય દરમિયાન એમણે દેવચંદ્રજી, ભાઈચંદ્રજી, કલ્યાણચંદ્રજી, મોતીચંદજી, ખીમચંદજી વગેરેને દીક્ષા આપી. એમાં બે ભાઈઓ તો કચ્છના સ્થાનકવાસી નાની પક્ષના હતા. તેઓએ મૂર્તિપૂજક પાર્શ્વચન્દ્ર ગચ્છમાં મહારાજશ્રીના હસ્તે દીક્ષા લીધી. શ્રી કુશળચંદ્રજી જ્યારે કાઠિયાવાડમાં વિચરતા હતા એ કાળે પંજાબથી આવેલા સ્થાનકવાસી સાધુઓ શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મુક્તિચંદ્રજી ગણિ (શ્રી મૂળચંદજી મહારાજ), શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ કે જેઓએ હવે સંવેગી દીક્ષા ધારણ કરી હતી તેઓને મળવાનું અને એમની સાથે રહેવાનું બન્યું હતું. શ્રી કુશળચંદ્રજી મહારાજ જ્યારે લીંબડીમાં હતા ત્યારે શાસ્ત્રજ્ઞ શ્રી આત્મારામજી મહારાજ સાથે એક મહિનો રહ્યા હતા અને ઘણી ધર્મચર્ચા થઈ હતી. આથી શ્રી આત્મારામજી મહારાજનો પ્રભાવ શ્રી કુશળચંદ્રજી પર સારો પડ્યો હતો અને પોતાની સંવેગી દીક્ષામાં બળ મળ્યું હતું. શ્રી કુશળચંદ્રજીએ એ જમાનામાં એક મહત્ત્વનું કાર્ય કર્યું તે ‘ક્રિયોદ્ધાર'નું હતું. સાધુઓમાં જ્યારે આચારની શિથિલતા આવે છે, નિયમોમાં છૂટછાટ લેવામાં આવે છે, ત્યારે કોઈ પ્રભાવશાળી મહાત્મા ‘ક્રિયોદ્વાર'ની વિધિ કરાવે છે. એમાં સ્વેચ્છાએ જેઓને જોડાવું હોય તે જોડાય છે. પરંતુ ક્રિયોદ્વારમાં દાખલ થનાર યતિ કે મુનિ પછી નવા નિયમો અનુસાર સાધુજીવન જીવવાના પચ્ચખાણ લે છે. એ જમાનામાં કચ્છમાં પાર્શ્વચન્દ્ર ગચ્છમાં અને અન્ય ગચ્છમાં પણ યતિઓ–ગોરજીઓનું વર્ચસ્વ હતું. યતિઓ જૈન સાધુ હોવા છતાં મકાન ધરાવતા, સોનું-ચાંદી પાસે રાખતા, પાલખીમાં બેસતા, વાહનમાં જતાઆવતા અને ઠાઠમાઠથી રહેતા. શ્રી કુશળચંદ્રજીના ગુરુ શ્રી હર્ષચંદ્રજીએ સંવેગી સાધુનું જીવન ચાલુ કર્યું હતું, પરંતુ એમના કેટલાક ચેલાઓ હજુ યતિજીવન જીવતા હતા. એમાંના એક તે શ્રી મુક્તિચંદ્રજી હતા. એમણે એક ૧૭–૧૮ Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૨ ૧ વર્ષના કિશોર શ્રી ભાઈચંદજીને દીક્ષા આપીને એમનું નામ શ્રી ભાઈચંદજી અથવા શ્રી ભાતૃચંદ્રજી રાખ્યું હતું. પરંતુ બન્યું એવું કે દીક્ષા આપ્યા પછી થોડા દિવસમાં જ શ્રી મુક્તિચંદ્રજી કાળધર્મ પામ્યા. આથી શ્રી ભાતૃચંદ્રજી એકલા થઈ ગયા. એટલે તેઓ શ્રી કુશળચંદ્રજી પાસે આવ્યા કારણ કે એમના સાધુજીવનથી તેઓ પ્રભાવિત થયા હતા. શ્રી કુશળચંદ્રજીએ એમને માંડલમાં નવેસરથી સંવેગી દીક્ષા આપી. આ પ્રસંગે એમણે ક્રિયોદ્ધાર કર્યો. શ્રી કુશળચંદ્રજી તથા શ્રી ભાતૃચંદ્રજીએ પછી સાથે રહી પાચંદ્રજીમાં સંવેગી પરંપરા ચાલુ કરી, જે અનુક્રમે દઢ થતી ગઈ અને યતિ–ગોરજીની લઘુમતી થઈ ગઈ અને એમ કરતાં છેવટે એ પરંપરાનો અંત આવ્યો. આ રીતે કચ્છમાં શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છમાં સાચી સાધુતા પ્રવર્તતાવવામાં શ્રી કુશળચંદ્રજી અને શ્રી ભાતૃચંદ્રજીનું યોગદાન મોટું રહ્યું હતું. શ્રી કુશળચંદ્રજી મહારાજના સંવેગી ચારિત્રનો પ્રભાવ કચ્છના અન્ય ગચ્છના યતિઓ ઉપર પણ ઘણો મોટો પડ્યો હતો. એમાં અચલગચ્છના યતિ શ્રી ગૌતમસાગરજીએ પણ કિયોદ્ધાર કરવાની ભાવના દર્શાવી. એ માટે કુશળચંદ્રજીએ વ્યવસ્થા કરી આપી અને તે સમયે મારવાડમાં વિચરતા શ્રી ભાતૃચંદ્રજી મહારાજ પાસે એમને મોકલ્યા. શ્રી ગૌતમસાગરજીએ ત્યાં કિયોદ્ધાર કર્યો. શ્રી ગૌતમસાગરજી શ્રી કુશળચંદ્રજીને પોતાના વડીલ માનતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા. પાચંદ્ર ગચ્છ અને અચલગચ્છની સામાચારીમાં થોડો ફરક હતો, એટલે શ્રી કુશળચંદ્રજીએ એમને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્ર વિહાર કરવાની અને પોતાની સામાચારીનું પાલન કરવાની અનુમતિ આપી હતી. એમાં શ્રી કુશળચંદ્રના હૃદયની ઉદારતા રહેલી હતી. મહારાજશ્રીએ જામનગરથી કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છનું રણ ઓળંગી તેઓ અંજાર પહોંચ્યા. અંજારના સંઘે દોઢ ગાઉ સુધી સામા જઇને મહારાજશ્રીનું સામૈયું કર્યું. મહારાજશ્રીનું વિ. સં. ૧૯૪૮નું ચાતુર્માસ કોડાયમાં કરવાનું નક્કી થયું હતું. પરંતુ તે પહેલાં તેમણે કચ્છના વિવિધ સ્થળે વિચરણ કરીને જૈન અને જેનેતર લોકોને ધર્મબોધ' આપ્યો હતો. જેનેતર વર્ગ સમક્ષ તેઓ વ્યસન ત્યાગ, કુરિવાજો દૂર કરવા, સદાચારી જીવન જીવવું ઇત્યાદિ ઉપર ભાર મૂકતા હતા. મહારાજશ્રીની એવી ઉદાર દૃષ્ટિ હતી કે યતિ-ગોરજીઓ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૨ પ્રભાવક સ્થવિરો પણ એમનો વિરોધ કરતા નહિ. સ્થાનકવાસી સાધુઓ પણ એમના પ્રત્યે પૂજ્યભાવ રાખતા અને એમની પાસે કર્મગ્રંથ અને પ્રકરણ ગ્રંથો ભણવા આવતા. અચલગચ્છીય યતિઓ પણ તેમના માનમાં દેરાસરમાં મોટી પૂજા ભણાવતા. મહારાજશ્રી આયંબિલની ઓળી અને બીજી તપશ્ચર્યાઓ બહુ સરસ ઉલ્લાસપૂર્વક કરાવતા. જ્ઞાનપંચમીની આરાધના માટે તેઓ આગ્રહ રાખતા અને તે દિવસે જ્ઞાનની મોટી પૂજા ભણાવતા. ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં વાંચન માટે તેઓ આગમગ્રંથો અને ચરિત્રો લેતા અને શ્રોતાસમુદાયને સરસ ઉદ્ધોધન કરતા. શ્રી કુશળચંદ્રજી વીસમી સદીના પાર્જચંદ્ર ગચ્છના ક્રિયોદ્ધારક બની રહ્યા. એમણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક સંવેગી મહાત્મા તરીકે ઘણું મોટું કાર્ય કર્યું. કચ્છમાં આ દિશામાં મુખ્યત્વે તેઓ જ કાર્ય કરનાર હતા. એટલે જ તેઓને લોકો કચ્છના કુલગુરુ' તરીકે ઓળખતા. તેમને “વાચનાચાર્ય”, “મંડલાચાર્ય', “ગણિવર' તરીકેની પદવીથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી કુશળચંદ્રજી મહારાજે ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો હતો એટલે તેઓ બીજાઓની શંકાનું સમાધાન કરી શકતા. કચ્છમાં સ્થાનકવાસી સંપ્રદાયના કેટલાક સાધુઓએ, મૂર્તિપૂજા વિશે પોતાની શંકાનું યથાર્થ અને સંતોષકારક સમાધાન મેળવીને એમની પાસે મૂર્તિપૂજક સંપ્રદાયમાં નવેસરથી સંવેગી દીક્ષા લીધી હતી. મુનિ શ્રી મોતીચંદ્રજી અને મુનિશ્રી ખીમચંદજી એમાં મુખ્ય હતા. કોઈ પણ વિસંવાદ કે કલેશ વિના શ્રી કુશળચંદ્રજીએ એમને મૂર્તિપૂજક સંપ્રદાયમાં આકર્ષ્યા હતા, એમાં હૃદયની સરળતા, ઉદારતા અને સર્વ સાથે મૈત્રીભર્યા વ્યવહારે આ કાર્ય કર્યું હતું. વિ. સં. ૧૯૪૮માં કચ્છની ધરતી પર પધાર્યા પછી શ્રી કુશળચંદ્રજી કચ્છની બહાર ગયા નથી. એમણે સમગ્ર કચ્છમાં વિહાર કરી, કોડાય, બિદડા, નવાવાસ, મોટી ખાખર, નાના આસંબિયા વગેરે સ્થળે ચાતુર્માસ કરી અનેક લોકોને ધર્મબોધ પમાડ્યો હતો. પોતાના વતન કોડાયમાં એમણે બધું મળીને અગિયાર ચાતુર્માસ કર્યા હતાં. તદુપરાંત માંડવી, બિદડા વગેરે સ્થળે પણ એમણે એકથી વધુ ચાતુર્માસ કર્યા હતાં. કચ્છમાં એમણે છ ભાઈઓને દીક્ષા આપી હતી અને પાર્જચંદ્ર ગચ્છમાં બહેનોને દીક્ષા આપીને સાધ્વી સંઘની Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુશળચંદ્રજી મહારાજ ૫૨૩ શરૂઆત કરાવી હતી. . શ્રી કુશળચંદ્રજી પોતાના જીવનની ઉત્તરાવસ્થાનાં બાવીસ જેટલાં વર્ષ કચ્છમાં વિવિધ સ્થળે વિચર્યા. આ વર્ષોમાં કચ્છના જૈન સંઘો ઉપર એમના નિર્મળ ચારિત્રનો અને સરળ સ્વભાવનો ઘણો મોટો પ્રભાવ પડુયો હતો. એકંદરે તેમનું શરીર સારું રહેતું હતું. તેઓ માંદા પડ્યા હોય એવું ખાસ ક્યારેય બન્યું નથી. પરંતુ વૃદ્ધાવસ્થામાં ૮૫ વર્ષની ઉંમરે વિહારની અશક્તિને કારણે એમણે કોડાયમાં જ સ્થિરવાસ કરી લીધો હતો. છેલ્લાં ત્રણ ચાતુર્માસ એમણે કોડાયમાં કર્યાં હતાં. વિ. સં. ૧૯૬૯માં ૮૬ વર્ષ પૂરાં કરી એમણે ૮૭મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એ વર્ષે પર્યુષણ પર્વ પ્રસંગે બધાં સાથે ક્ષમાપના કરી લીધી હતી. ત્યાર પછી ભાદરવા સુદ ૧૦ ને બુધવારના રોજ સવારે બધાંને “ મિચ્છામિ દુક્કડ' કહી સાડા અગિયાર વાગે ૮૭ વર્ષની ઉમરે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. એમના કાળધર્મથી પાચંદ્ર ગચ્છ અને સકલ સંઘને એક મહાન તેજસ્વી ધર્મોદ્ધારક આત્માની ખોટ પડી. એમના કાળધર્મના સમાચાર કચ્છ, કાઠિયાવાડ વગેરે પ્રદેશમાં પ્રસરી ગયા અને અનેક લોકોએ પોતાના પ્રિય અને પૂજ્ય માર્ગદર્શકની વસમી વિદાયનો શોક અનુભવ્યો. એમના ભક્તગણમાંથી કેટલાકે પોતાની વિરહવેદના કવિતામાં વ્યક્ત કરી હતી. એ વખતે મુનિ શ્રી કુશળચંદ્રજી વિરહ' નામની પુસ્તિકા પણ પ્રગટ થઈ હતી જેમાં આવાં વિરહગીત છપાયાં હતાં. શ્રી કુશળચંદ્રજી મહારાજે કચ્છમાં ધર્મના ક્ષેત્રે જે મહત્ત્વનું કાર્ય કર્યું એને લીધે કચ્છી પ્રજાનો એમના પ્રત્યેનો પૂજ્યભાવ ઘણો બધો રહ્યો છે. આથી જ કચ્છના ઘણા જૈન ઉપાશ્રયોમાં કે ગુરુમંદિરોમાં કુશળચંદ્રજીનો ફોટો જોવા મળે છે. શ્રી કુશળચંદ્રજીને શ્રી ભાતચંદ્રજીનો ઘણો સારો સાથ અને સહકાર સાંપડુયો હતો. એથી જ કોડાયમાં ત્યારે ગુરુમંદિરમાં શ્રી કુશળચંદ્રજીની અને શ્રી ભાતચંદ્રજીની મૂર્તિ સાથે પધરાવવામાં આવી હતી, જેનાં દર્શન આજે પણ લોકો કરે છે શ્રી ભુવનચંદ્રજી મહારાજે “મંડલાચાર્ય શ્રી કુશળચંદ્રજી ગણિવર' નામના પોતાના ગ્રંથમાં લખ્યું છે, “શ્રી કુશળચંદ્રજી ગણિવરના વ્યક્તિગત અને કાર્યનો Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ પ્રભાવક સ્થવિરો સારાંશ એક શબ્દમાં આપવો હોય તો તે શબ્દ છે ‘સંવેગ.’ તીવ્ર વૈરાગ્ય, ઉત્કૃષ્ટ આચરણ, આચારપાલનમાં દૃઢતા-સંવેગ શબ્દ આ બધી ભાવનાઓને આવરી લે છે.’ શ્રી દીપચંદ્રજી મહારાજે પોતાના ગુરુ ભગવંત શ્રી કુશળચંદ્રજી માટે લખેલી પાંચ કડીની સ્તુતિમાં કહ્યું છેઃ જે જ્ઞાની ધ્યાની ને અમાની, રાગદ્વેષ કર્યા પરા, વળી શાન્ત દાન્ત મહંત ને ગુણવંત ગીતારથ ધ૨ા, આર્જવ અને માર્દવગુણે કરી, ચરણ ચૂકે નહિ કદા, મુનિરાજ માનસહંસ સમ શ્રી કુશળચંદ્ર નમું સદા .X X X સંવેગ રંગ તરંગ ઝીલી આત્મર૫ણે મહાલતા, ગુરુ બાહ્ય અંતર જે નિરંતર સત્ય સંયમ પાળતા; તસ પાદપંકજ દીપ મધુકર શાંતિ પામે સર્વદા, મુનિરાજ માનસહંસ સમ શ્રી કુશળચંદ્ર નમું સદા. વીસમી શતાબ્દીના આવા મહાન મુનિરાજને નત મસ્તકે વંદના ! Page #566 -------------------------------------------------------------------------- ________________ Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યવિજયજી મહારાજ Page #568 -------------------------------------------------------------------------- ________________ [૨૦]ી શ્રી પુણ્યવિજયજી મહારાજ પરમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ ૬ ને ૧૪મી જુન, ૧૯૭૧ના રોજ મુંબઈમાં કાળધર્મ પામ્યા. “આગમપ્રભાકર” અને “શ્રુતશીલ'-વારિધિ'નું બિરુદ ધરાવનાર શ્રી પુણ્યવિજયજી મહારાજે જીવનભર આગમ-સંશોધન સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેઓ શ્રુતસાહિત્યના મર્મજ્ઞ હતા. જૈન સાહિત્ય અને તેની હસ્તપ્રતો વિશેની તેમની જાણકારી એટલી બધી કે જૈન સાહિત્યના ક્ષેત્રે સંશોધનનું કાર્ય કરનારને તેમની પાસેથી જોઈતી માહિતી સરળતાથી તરત ઉપલબ્ધ થતી. એમના કાળધર્મ પછી મુંબઈમાં બીજે દિવસે સવારે તેમની પાલખી નીકળી હતી. એમાં હજારો માણસો જોડાયા હતા. જુદા જુદા વિસ્તારમાં ફરીને પાલખી વાલકેશ્વર બાણગંગાના સ્મશાનગૃહમાં આવી પહોંચી હતી. ત્યાં એમના પાર્થિવ દેહને જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે કેટલીયે વ્યક્તિઓની આંખમાંથી આંસુઓની ધારા વહી હતી. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ જૈનધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું. એ માટે એમના પ્રત્યે હું હંમેશાં ઘણો જ ઋણી રહ્યો છું. - પૂજ્ય મહારાજસાહેબ સાથેનો મારો પરિચય લગભગ દોઢ દાયકા જેટલો હતો. એમનાં પહેલવહેલાં દર્શન મેં કર્યા અમદાવાદમાં ઓરિએન્ટલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે જૈન મુનિઓ પણ આવી કોન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે મને આશ્ચર્ય થયેલું અને આપણા જ્ઞાનભંડારો વિશે પૂ. મહારાજસાહેબે જે પ્રવચન કર્યું તે સાંભળીને તો મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો! Page #569 -------------------------------------------------------------------------- ________________ પર ૬ પ્રભાવક સ્થવિરો મારે પૂજ્ય મહારાજસાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કૉલેજની સ્થાપના થઈ. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ તરફથી અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપવા માટે, એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો હતો. સવારની કોલેજ હતી એટલે સમય પણ ઘણો મળતો હતો. રોજ સાંજે “સરિત કુંજ' બંગલામાં પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પંડિતજી શ્રી સુખલાલજી પાસે હું જતો હતો. એમને એક-બે કલાક કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે “નલ-દમયંતીની કથાનો વિકાસ” એ વિષય પર શોધનિબંધ લખવાના કાર્યનો હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત નીકળતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું અને એમનું માર્ગદર્શન મેળવવાનું સૂચન કર્યું. એ પ્રમાણે એક દિવસ બપોરે હું જેન સોસાયટીના ઉપાશ્રયમાં પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જઈ ચડ્યો. પૂ. મહારાજસાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજસાહેબને મારો કોઈ પરિચય ન હતો. પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી તેથી હું અત્યંત આનંદિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપ્યો. અને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા આ અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો. અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને જૈન સોસાયટીના ઉપાશ્રયે જવાનો મારો રોજનો કાર્યક્રમ બની ગયો. એ દિવસોમાં અમેરિકાથી ડૉ. નોર્મન બ્રાઉનના વિદ્યાર્થી ડૉ. અરનેટ બેડર કાલકાચાર્ય કથા ઉપર સંશોધન કરવા માટે અમદાવાદમાં આવીને રહ્યા હતા. મહારાજશ્રી અને એમની વચ્ચે ભાંગ્યા–તૂટ્યા અંગ્રેજીમાં વ્યવહાર ચાલતો. જરૂર પડે તો તેઓ કોઈકને બોલાવી લેતા. એક દિવસ હું ગયો અને દુભાષિયા તરીકે મારે કામ કરવાનું આવ્યું એથી બંનેને સરળતા રહી. હું ઉપાશ્રયની પાસે જ ત્રણ-ચાર મિનિટના રસ્તે રહેતો હતો. મારે સવારે સાતથી દસ સુધી Page #570 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યવિજયજી મહારાજ ૫૨૭. કૉલેજમાં ભણાવવાનું હતું. એટલે આખો દિવસ સમય મળતો. આથી ડો. બેન્ડર અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી રોજેરોજ દુભાષિયા તરીકે જવાનું મેં ચાલુ કર્યું. ડૉ. બેન્ડરે ઋષિવર્ધનકૃત નલરાય–દવદંતી ચરિત'નું સંપાદન કર્યું હતું. એટલે મારા શોધનિબંધ માટે એ સંપાદન પણ ઉપયોગી થઈ પડ્યું અને ડૉ. બેન્ડર સાથે પછીથી તો એવી મૈત્રી બંધાઈ કે ભારતમાં જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે મારો સંપર્ક કર્યા વગર રહે નહિ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં એમનાં બધા વ્યાખ્યાનો પણ ગોઠવેલાં. - નળ-દમયંતીની કથા વિશેના શોધનિબંધની પૂર્વતૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ નોંધી હતી તેમાં સમયસુંદરકત “નલદવદંતી રાસ' પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એનો અભ્યાસ કરવાનો હતો. હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબ પાસેથી એ મને શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય પણ મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ ઘણી સહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શક્યું. એથી જ એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે મેં એ પુસ્તક એમને અર્પણ કર્યું હતું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓનાં સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજસાહેબે જ મને પ્રવેશ કરાવ્યો અને એમની જ પ્રેરણાથી ત્યારપછી મેં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત ‘જંબૂસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. એમાં મહારાજશ્રીએ આશીર્વચન લખી આપ્યાં હતાં. ઈ. સ. ૧૯૫૫-૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી મારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજસાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઈને એમણે મને સંભારણા તરીકે પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય-દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભો થયા છે. મુંબઈ આવીને પૂજ્ય મહારાજસાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ પ્રભાવક સ્થવિરો રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જ અનુભવ મને થયો હતો. પૂજ્ય મહારાજસાહેબની આ એક જાણીતી ખાસિયત હતી, કે તેઓ કોઈની સાથે સામાન્ય રીતે પત્રવ્યવહાર રાખતા નહિ. ટપાલટિકિડનો બને તેટલો ઓછામાં ઓછો પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજસાહેબ અવશ્ય પત્રનો જવાબ આપે છે, એવો પણ મને અનુભવ થયો હતો. મેં જ્યારે જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર મળ્યો હોય. મહારાજશ્રીએ અમદાવાદમાં ઘણાં ચાતુર્માસ કર્યો. પોતાની તબિયતને કારણે તથા આગમસંશોધન માટે જરૂરી ગ્રંથો, હસ્તપ્રતો વગેરેની અનુકૂળતાને કારણે અમદાવાદમાં એમને વિશેષ ફાવતું. એમનાં બા-મહારાજ, સાધ્વી શ્રી રત્નશ્રી પણ અમદાવાદમાં હતાં એટલે એમના ખબરઅંતર પૂછવાની દૃષ્ટિએ પણ અમદાવાદ અનુકૂળ હતું. મહારાજશ્રીને નાની ઉમરથી સંગ્રહણીનો રોગ થઈ ગયો હતો અને ઘણા ઉપચારો કરવા છતાં સંપૂર્ણપણે આરામ થતો નહિ. મહારાજશ્રી પાસે શરૂઆતમાં એક દિવસ હું બેઠો હતો ત્યારે મેં જોયું કે તેઓ લઘુશંકા માટે જાય, પણ ઘણી વાર લાગે. એક દિવસ સહજ જિજ્ઞાસાથી મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સંગ્રહણીના રોગને કારણે હવે શરીર એટલું નબળું પડી ગયું છે કે શોચની બંને ક્રિયાઓ–લઘુશંકા અને વડીશંકા-એક સાથે જ થાય છે. પોતાની આવી શારીરિક અવસ્થા હોવા છતાં જીવનભર તેમણે પૂર્ણ સ્વસ્થતાપૂર્વક ઘણું ભગીરથ સંશોધનકાર્ય કર્યું. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય અને એમના અંગત મંત્રી જેવા પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ હૃદયરોગની તકલીફને કારણે વહેલા કાળધર્મ પામ્યા. પૂજ્ય બા મહારાજ પણ સુદીર્ઘ દિક્ષા પર્યાય પછી વિ. સં. ૨૦૨૨માં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં હતાં. મહારાજશ્રીના હાથ નીચે પ્રાકૃત ભાષા, લિપિ, જૈન ધર્મ વગેરે વિષયમાં પાટણ અને અમદાવાદમાં કેટલીક વ્યક્તિઓને સારી તાલીમ મળી હતી. ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. ઉમાકાન્ત શાહ, પંડિત અમૃતલાલ ભોજક, પંડિત Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યવિજયજી મહારાજ ૫૨૯ લક્ષ્મણભાઈ વગેરે એમની પાસે સારી રીતે તૈયાર થયા હતા. મહારાજશ્રી પાસે તાલીમ લેવાનો મને પણ સારો લાભ મળ્યો. ઈ. સ. ૧૯૫૫ થી ૧૯૭૦-૭૧ સુધી ક્યારેય એવું નહિ બન્યું હોય કે વરસમાં બે–ચાર વખત અમદાવાદ જઈને મહારાજશ્રીની સાથે કલાકો ગાળ્યા ન હોય. પૂ. પુણ્યવિજયજી મહારાજ કપડવંજના વતની હતા. એમનું જન્મ-નામ મણિલાલ હતું. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી અને માતાનું નામ માણેકબહેન હતું. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૨ના કારતક સુદ પાંચમને દિવસે, એટલે કે જ્ઞાનપંચમી અથવા લાભપંચમીને દિવસે થયો હતો, એ પણ કેવો સુંદર યોગાનુયોગ હતો! ડાહ્યાભાઈ દોશીની આર્થિક સ્થિતિ સાધારણ હતી. એટલે તેઓ નોકરી માટે મુંબઈ રહેતા અને કપડવંજ આવ-જા કરતા. પરંતુ એ દિવસોમાં મુંબઈનાં હવા-પાણી સારાં ગણાતાં નહિ. એટલે ડાહ્યાભાઈની તબિયત નરમગરમ રહેતી. માણેકબહેનને એક પછી એક એમ પાંચ સંતાનો થયેલાં, પણ તેમાંથી ચાર તો બાળવયમાં જ ગુજરી ગયેલાં. સદ્ભાગ્યે મણિલાલ બચી ગયેલા. વળી મણિલાલ એક ઘાતમાંથી પણ ઊગરી ગયેલા. એક દિવસ કપડવંજમાં એ આખી શેરીમાં મોટી આગ લાગેલી અને તેમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાયું. તેઓ તે વખતે બાળકને ઘરમાં એકલો રાખી નદીએ કપડાં ધોવા ગયેલાં. આગ લાગી તે વખતે બાળક મણિલાલના રડવાનો અવાજ સાંભળી પસાર થતા કોઈ એક વહોરા સગૃહસ્થ આગળવાળા ઘરમાં પહોંચી ગયા અને મણિલાલને બચાવીને પોતાને ઘરે લઈ ગયા. માણેકબહેન જ્યારે નદીએથી પાછાં આવ્યાં ત્યારે પોતાના ઘરને આગ લાગેલી જોઈને ડઘાઈ ગયાં અને રડવા લાગ્યાં. એમણે ત્યારે માન્યું કે પોતાનો એકનો એક દીકરો પણ આગમાં બળી ગયો. એમણે તો રોકકળ કરી મૂકી. બાળકને લઈ જનાર વહોરાએ આખો દિવસ એને દૂધ તથા ખાવાનું આપીને એને સાચવ્યું, પણ રાત સુધી કોઈ લેવા ન આવ્યું એટલે બાળકને લઈને તેઓ ઘરે ઘરે તપાસ કરવા નીકળ્યા. તે વખતે મણિલાલ જીવતા છે એ જાણીને અને જોઈને માણેકબહેનના આશ્ચર્યાનંદનો પાર ન રહ્યો. બાળકને છાતીસરસો ચાંપતાં એમની આંખમાંથી હર્ષાશ્રુ વહ્યાં. સત્તાવીસ વર્ષની ઉંમરે માણેકબહેનના જીવનમાં એક ભારે મોટો આઘાત Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ પ્રભાવક સ્થવિરો આવી પડ્યો. એમના પતિ ડાહ્યાભાઈનું અકાળ અવસાન થયું. વૈધવ્યનું ભારે દુઃખ માણેકબહેનને માથે આવી પડ્યું. આવી વિષમ સ્થિતિમાં ધર્મનું શરણ આશ્વાસનરૂપ બની જાય. માણેકબહેન ધર્મ તરફ વળી ગયાં. દીકરાને શાળામાં ભણવા મોકલ્યો. દીકરો મોટો થાય પછી પોતે દીક્ષા લઈ સંયમજીવન ગાળવું એવી ભાવના તેઓ સેવવા લાગ્યાં. એમ કરતાં મણિલાલ ચૌદેક વરસની ઉમરના થયા. માણેકબહેનને દ્વિધા હતી કે મણિલાલને કોના હાથમાં સોંપીને દીક્ષા લેવી? બીજી બાજુ મણિલાલની રુચિ અને પ્રકૃતિ જોતાં એમને લાગ્યું કે મણિલાલને જાણે ઘરસંસાર કરતાં સંયમને માર્ગે વાળવામાં આવે તો તેઓ જીવનને વધુ સાર્થક અને ઉજ્જવળ કરી શકશે. કિશોર મણિલાલે પણ એ માટે હર્ષપૂર્વક સંમતિ દર્શાવી. આથી વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમના રોજ છાણી (વડોદરા પાસે)માં મુનિવર્ય શ્રી ચતુરવિજયજી પાસે મણિલાલને દીક્ષા આપવામાં આવી ! મણિલાલનું નામ રાખવામાં આવ્યું “મુનિ પુણ્યવિજયજી.” મણિલાલની દીક્ષા પછી માણેકબહેને ઘરની બધી જવાબદારીઓ અને બીજી બધી વ્યવસ્થા સમેટી લીધી. પછી તેઓ પાલિતાણા ગયાં. ત્યાં મોહનલાલજી મહારાજના સમુદાયમાં એમણે દીક્ષા લીધી. એમનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રી રત્નશ્રી. આમ, માતા અને પુત્ર બંને સંયમના પંથે વળ્યાં. દીક્ષા પછી પૂ. પુણ્યવિજયજી મહારાજે પોતાના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે તથા દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે સારો અભ્યાસ કર્યો. તદુપરાંત એમણે પૂ. સાગરાનંદજી મહારાજ, પૂ. લાવણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, શ્રી કુંવરજી આણંદજી, પંડિત નિત્યાનંદ શાસ્ત્રી, પંડિત ભાઈલાલભાઈ, પંડિત વીરચંદભાઈ મેઘજી વગેરે પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, જૂની ગુજરાતી વગેરે ભાષાઓનો, શાસ્ત્રગ્રંથોનો, જુદા જુદા સૈકાઓની લિપિઓનો તથા હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનની પદ્ધતિનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોનું પણ એમણે સારું અધ્યયન કર્યું. મહારાજશ્રીની વિદ્વત્તાનો સમાજને અને વિશેષતા સુશિક્ષિત વર્ગને સારો પરિચય થયો. તે એટલે સુધી કે પોતે કૉલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો ન હોવા છતાં જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી તેમની પીએચ.ડી.ના પરીક્ષક તરીકે નિમણૂક થતી. ઈ. સ. ૧૯૬૧માં Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યવિજયજી મહારાજ ૫૩૧ કાશ્મીરમાં ભરાયેલી ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઈ હતી. પોતે તો ત્યાં જઈ ન શકે પણ પોતાનો અધ્યક્ષ તરીકેનો તે વિશેનો લેખ એમણે મોકલી આપ્યો હતો. એમના માર્ગદર્શન માટે નોર્મન બ્રાઉન, અરનેસ્ટ બેડર વગેરે વિદેશના વિદ્વાનો આવતા. અમેરિકાની ઓરિએન્ટલ સોસાયટીએ મહારાજશ્રીની માનદ સભ્ય તરીકે નિમણૂક કરી હતી, એ જેવુંતેવું બહુમાન ન ગણાય. બાળબ્રહ્મચારી, લાંબા દીક્ષાપર્યાયવાળા, સંયમની આરાધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ સ્થવિર પૂજ્ય મહારાજસાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યા વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભંડારોની હસ્તપ્રતોને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં, માથે ભીનું પોતું મૂકીને ધીખતા પતરા નીચે બેસીને ભરબપોરે જ્યારે એમને મેં અમદાવાદમાં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્ય કરતા જોયા ત્યારે તો મારું મસ્તક એમનાં ચરણોમાં નમી પડ્યું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાર્યને કારણે તેમજ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કોઈ સંઘે કે સમાજે તેઓ વર્ષોથી ઉપાશ્રયમાં પોતાના સ્વાધ્યાય-સંશોધનના કામને માટે લાઈટનો ઉપયોગ કરતા હોવા છતાં તેનો વિરોધ કે ઊહાપોહ કર્યો નથી. પૂજ્ય મહારાજસાહેબની આત્મિક શક્તિ એટલી પ્રબળ હતી કે અડધી રાત સુધી કાર્ય કર્યું હોય અને રાતના એક-બે કલાકની ઊંઘ મળી હોય તો પણ બીજે દિવસે સવારે તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસોના દિવસ સુધી, મહિનાઓ સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવતા હતા. જૈન કે શું બૌદ્ધ, શું હિન્દુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓ માં પણ જોવા મળે છે લોકેષણાની અભીપ્સા. ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, તેમ છતાં સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે, પરંતુ પૂજ્ય મહારાજસાહેબે એના ઉપર વિજય મેળવ્યો હતો. પોતાને આગ્રહપૂર્વક સહજ રીતે મળતી આચાર્યની પદવીની પણ એમણે ખેવના કરી નહોતી, તો બીજી Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ લોકેષણાની તો વાત જ શી કરવી ? મહારાજશ્રીની વિનમ્રતાનો એક પ્રસંગ મારા ચિત્તપટમાં હંમેશાં અંકિત રહેલો છે. ઈ. સ. ૧૯૬૩ના અરસામાં પૂ. શ્રી હેમસાગરસૂરિએ ‘કુવલયમાળા’ નામના ગ્રંથનાં અનુવાદ તથા સંશોધન-સંપાદનનું કાર્ય મને સોંપ્યું હતું. તે વખતે કેટલાક સમાસયુક્ત પ્રાકૃત શબ્દોના અર્થ બરાબર બેસતા નહિ, એટલે પૂ. હેમસાગર મહારાજે સૂચન કર્યું કે એ માટે મારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું માર્ગદર્શન મેળવવું. એ પ્રમાણે એક દિવસ હું જ્યારે અમદાવાદ ગયેલો ત્યારે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે તે કામ માટે લુણસાવાડાના ઉપાશ્રયે રાત્રે આઠેક વાગે પહોંચ્યો હતો. મહારાજશ્રી પાસે શબ્દોના અર્થની ચર્ચા કરતાં કરતાં રાતના લગભગ દોઢ વાગી ગયા હશે. બધા અર્થ બરાબર સંતોષકારક રીતે બેસી ગયા. કામ પત્યું એટલે મહારાજશ્રી પાસે માંગલિક સાંભળીને હું નીકળતો હતો. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, ‘રમણભાઈ, મુંબઈ પહોંચો એટલે હેમસાગરસૂરિને મારી વંદના કહેજો.’ મેં કહ્યું, ‘પણ મહારાજશ્રી, હેમસાગરસૂરિ તો આપના કરતાં ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં, જ્ઞાનમાં ઘણા જ નાના છે. આપની વંદના હોય ?' એમણે કહ્યું, એ ગમે તે હોય, પણ તેઓ આચાર્ય છે અને હું મુનિ છું એટલે મારે જ એમને વંદના કરવાની હોય !' મહારાજશ્રીની આવી ઉચ્ચ, ઉદાત્ત, વિનમ્ર ભાવનાથી હું બહુ પ્રભાવિત થયો હતો. પ્રભાવક સ્થવિરો જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકનો આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવીએ છીએ અને જેમ જેમ એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલાં અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દૃષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઇત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે. અને વખત જતાં લોકદૃષ્ટિએ મહાન ગણાતા એ પુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે કે જેમના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવતા જઈએ તેમ Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્યવિજયજી મહારાજ ૫૩૩ તેમ તેમના ચારિત્ર્યનાં આપણને ખબર ન હોય એવાં ઉજ્જવળ પાસાંઓનું વધુ ને વધુ સુભગ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજસાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં મારે આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનનાં અત્યંત ઉજજવળ પાસાઓનું વધુ ને વધુ સરસ દર્શન મને હંમેશાં થતું ગયું હતું. મુંબઈ શહેરમાં એમના વિહાર દરમિયાન મહારાજશ્રી મારા ચોપાટીના ઘરે પગલાં કરી ગયા હતા, પરંતુ વાલકેશ્વરના ચાતુર્માસ દરમિયાન મારે એમનો જેટલો લાભ લેવો જોઈતો હતો તેટલો, કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને કારણે, લઈ શક્યો નહોતો. હું ઘણી વાર રાત્રે દસ વાગે એમની પાસે જતો, અને બાર-એક વાગ્યા સુધી બેસતો. તેઓ અડધી રાત સુધી ઘણુંખરું જાગતા જ હોય અને કંઈક લેખન-વાંચન કરતા જ હોય. એ અરસામાં નાનાં ટેપરેકર્ડર નીકળ્યાં હતાં. મેં એમની વાતો, ઉપદેશવચનો, અનુભવો, કેટલાંક સ્તોત્રો વગેરે રેકર્ડ કરી લીધાં હતાં. એમની શ્રદ્ધાંજલિ સભામાં મેં જ્યારે આરંભમાં અને અંતે મહારાજશ્રીની વાણી સંભળાવી ત્યારે સૌ શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. મુંબઈમાં બીજા ચાતુર્માસ પછી મહારાજશ્રીની બીમારી વધી જતાં એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી સાંજે છૂટીને હું એમની ખબર જોવા જતો. જે દિવસે રાત્રે તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે મારે એમને મળવાનો યોગ નહિ હોય. કૉલેજથી છૂટીને લગભગ સાડા સાત વાગે હું એમની પાસે જવા નીકળ્યો. પહોંચવા આવ્યો ત્યાં એ આખા વિસ્તારની લાઈટ ગઈ. હોસ્પિટલના મકાનમાં અંધારું વ્યાપી ગયું. લિફ્ટ બંધ થઈ ગઈ. વીસેક મિનિટ રાહ જોવા છતાં લાઈટ આવી નહિ, એટલે નિરાશ થઈ, બીજે દિવસે જવાનો વિચાર કરી ત્યાંથી ઘરે આવવા મેં બસ પકડી. થોડી વાર થઈ ત્યાં લાઈટ ચાલુ થઈ, પણ હવે બસમાંથી ઊતરી પાછા ફરવાનું મન ન થયું. હું ઘરે આવ્યો ત્યાં કલાકમાં જ સમાચાર આવ્યા કે મહારાજશ્રી કાળધર્મ પામ્યા છે. એ સમાચાર સાંભળતાં જ મેં જાણે વજાઘાત અનુભવ્યો. જીવનનો એક આધારસ્તંભ ગુમાવ્યા જેવું લાગ્યું. અંતિમ મિલનનો અવસર ચૂક્યાનો વસવસો મનમાં રહી ગયો. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ પ્રભાવક સ્થવિરો વિદ્વત્તા. ઉદારતા, સમતા અને વત્સલતાના અવતાર સમા પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના કાળધર્મથી મારું તો એક આશ્રયસ્થાન ચાલ્યું ગયું એવું મને લાગ્યું. એમની વાત્સલ્યસભર વાણી અને મધુર સ્વરે થતા વાર્તાલાપનું શ્રવણગુંજન તો હજુ પણ થયા કરે છે. આવી એ વંદનીય પ્રેરણામૂર્તિને આપણી કોટિશઃ વંદના હો ! Page #578 -------------------------------------------------------------------------- ________________ Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. Page #580 -------------------------------------------------------------------------- ________________ [૨૧] શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. સ્વ. યુગદિવાકર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. આ અવસરે એમના એક શિષ્ય પ. પૂ. શ્રી સૂર્યોદયસૂરિજી અને પ્રશિષ્ય પ. પૂ. શ્રી રાજરત્નવિજયજીએ ઘણી બધી વિગતો સાથે અને જૂના વખતના ઘણા ફોટાઓ સાથે આર્ટ પેપર ઉપર વિશાળ, દળદાર (અને વજનદાર) શતાબ્દી સ્મારક ગ્રંથ પ્રગટ કર્યો છે. એમાં ઘણી ઘટનાઓનું સવિગત વર્ણન કર્યું છે. આમ પ. પૂ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ માટે એક યાદગાર ગ્રંથ પ્રકાશિત થયો છે. ઈસ્વી. સનના વીસમા સૈકામાં જે કેટલાક મહાન પ્રભાવક જૈનાચાર્ય થઈ ગયા તેમાંના એક તે પ. પૂ. સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજ છે. એમના સાધુજીવનનો પૂર્વકાળ તલસ્પર્શી અધ્યયન અને લેખનમાં પસાર થયો હતો અને ઉત્તરકાળ જિનમંદિરોનાં નિર્માણ, સાધર્મિક ક્ષેત્રોને સંગીન બનાવવાં વગેરેમાં વીત્યો હતો.. મહારાજશ્રી જ્યાં જ્યાં વિચર્યા અને જ્યાં જ્યાં દેશના આપી ત્યાં ત્યાં મહાન ધર્મપ્રવૃત્તિઓ થઈ છે, જેમાં ગોડીજીના ઉપાશ્રય માટે સાડા પાંચ લાખ, ચેમ્બુર તીર્થ નિર્માણ માટે ૧૦ લાખ, મુંબઈ જૈન ધર્મશાળા– ભોજનશાળા માટે ૨૦ લાખ, ઘાટકોપર–શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિર માટે ૨૦ થી ૨૫ લાખ, પાલીતાણામાં શ્રમણી વિહાર માટે ૧૦ લાખ, શ્રી શત્રુંજય હૉસ્પિટલ માટે ૨૫ લાખ, આરાધના માટે ધર્મવિહાર બાંધવા ૪ લાખ–આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી કરોડો રૂપિયાનો દાનપ્રવાહ વહ્યો છે. મહારાજશ્રીનો જન્મ સં. ૧૯૬૦ ના શ્રાવણ સુદ ૧૧ ને શુભ દિવસે સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ હીરાચંદ રઘુભાઈ શાહ અને માતાનું નામ છબલબેન હતું. મહારાજનું જન્મનામ ભાઈચંદભાઈ હતું. તેમની ૬ વર્ષની વયે પિતાનું અવસાન Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ પ્રભાવક સ્થવિરો થયું હતું. વિધવા માતા ધર્મમય જીવન ગાળતાં અને ગુજરાન માટે વઢવાણ તથા આસપાસનાં ગામોમાં પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ કરતાં તેથી બાળક પર નાની વયે ધર્મની ઊંડી અસર થઈ હતી. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં ભાઈચંદ અગ્રેસર રહેવા લાગ્યા. તેમણે પંચ પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં હતાં તથા તેમને સામાયિક, પ્રતિક્રમણની વિધિ બરાબર આવડતી. નવેક વર્ષની વયે બાજુના લખતર ગામે પર્યુષણ પર્વમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવવા તેઓ ગયા હતા. વઢવાણમાં ચાર ગુજરાતી ધોરણનો અભ્યાસ કરી તેઓ અમદાવાદમાં સુપ્રસિદ્ધ સી. એન. (ચીમનલાલ નગીનદસ) છાત્રાલયમાં દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ અને ખંતપૂર્વક અભ્યાસ કરવાની વૃત્તિને લીધે અભ્યાસમાં તેઓ ખૂબ ઝળક્યા. શિક્ષકો આગાહી કરતાં કે આ બાળક ભવિષ્યમાં એક તેજસ્વી મહાન વ્યક્તિ બનશે. આ બાજુ છબલબહેનની પણ એવી જ અંતરેચ્છા હતી કે પોતાનો પુત્ર ધર્મપરાયણ–ત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે. માતા તરફથી તેમને અવારનવાર દીક્ષાની પ્રેરણા મળ્યા કરતી. એવામાં સં. ૧૯૭૫ માં બોટાદમાં ચાતુર્માસ કરવા જતાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયમોહન-સૂરીશ્વરજી મહારાજ રાણપુર મુકામે રોકાયા હતા. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરાવતા માતા છબલબહેનને આંગણે પગલાં પડ્યાં અને ભાઈચંદના લલાટની ભવ્ય રેખાકૃતિઓ જોઈને આગાહી કરી કે, આ બાળક શાસનને અજવાળશે. ઉપદેશ આપી કહ્યું પણ ખરું કે એને શાસનને સમર્પિત કરો. ૧૬ વર્ષની વયે, ભાઈચંદે પૂ. ગુરુદેવશ્રીનું શરણ સ્વીકાર્યું. સં. ૧૯૭૬ના મહા સુદ ૧૧ ના મંગળ દિને મહેસાણા નજીક સાંગણપુરમાં દીક્ષાગ્રહણનો મહોત્સવ ઉજવાયો અને પોતાના શિષ્ય મુનિવર્યશ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય બનાવી ‘મુનિશ્રી ધર્મવિજયજી’ નામે જાહેર કર્યા. મુનિશ્રી ધર્મવિજયજીએ જેમના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું તે દાદાગુરુ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ સમકાલીન આચાર્યોમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવતા હતા. તેઓશ્રી પ્રકાંડ પંડિત અને સમર્થ વ્યાખ્યાનકાર હતા. તેઓશ્રીનાં શિષ્યરત્ન શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ પણ મહાન અભ્યાસી વિદ્વાન હતા; આવા સમર્થ ગુરુદેવોની પ્રે૨ક નિશ્રામાં મુનિરાજશ્રી ધર્મવિજયનો શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન વધવા લાગ્યો. ઉચ્ચ Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ ૫૩૭. કોટિનો વિનયગુણ, ગુરુદેવોની સતત સેવા, કુશાગ્ર બુદ્ધિ, અથાગ અને અવિરત પરિશ્રમને લીધે ધર્મવિજયે થોડાં વર્ષમાં જ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કોશાદિ-વિષયો તેમજ આગમો, પ્રકરણો, કર્મશાસ્ત્રો આદિનો તલાવગાહી અભ્યાસ કર્યો. ત્યારબાદ પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ.આગમોઢારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થતાં તેઓશ્રીની પાસે તેમણે બૃહદ્ કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પંચમાધ્યાય આદિ ઉચ્ચતર શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. તેમની અભ્યાસની લગની કેવી હતી કે અમદાવાદમાં મરચંટ સોસાયટીથી ૬ માઈલનો વિહાર કરીને પાંજરાપોળમાં પૂ. સાગરજી મહારાજ પાસે અધ્યયન માટે જતા. પૂ. સાગરજી મહારાજ અન્ય સમુદાયના હતા તો પણ ગુરુભગવંતોએ એ માટે સંમતિ આપી હતી. શાસ્ત્રોના અભ્યાસની આવી અપૂર્વ રુચિને લીધે મહારાજશ્રી કર્મપ્રકૃતિ અને કર્મશાસ્ત્રોમાં એટલા નિષ્ણાત બન્યા કે શ્રમણ સમુદાયમાં તેઓશ્રીની ગણના દ્રવ્યાનુયોગના એક ઉચ્ચતમ જ્ઞાતા તરીકે થવા લાગી. પૂજ્યશ્રીને ગ્રહણ અને આસેવન–બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂજયપાદ આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સં. ૧૯૮૭માં માગશર માસમાં પ્રથમ પ્રવર્તક પદ અને તે પછી સં. ૧૯૯૨માં કારતક સુદ ૧૪ના દિવસે ભગવતીજી વગેરે યોગોદહન કરાવી ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારપછી સં. ૨૦૦૨માં કારતક વદ બીજના દિવસે અમદાવાદમાં પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે વિરાટ માનવમેદનીની ઉપસ્થિતિમાં પૂ. ધર્મવિજયજીને ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. તે પ્રસંગે પૂ. નેમિસૂરિએ સભામાં કહ્યું કે મારી ઇચ્છા તો સીધી આચાર્યપદવી આપવાની હતી, પણ પૂ. ધર્મવિજયજીએ એનો અસ્વીકાર કર્યો, પરંતુ એમ કહ્યું કે જ્યારે પણ પોતે આચાર્યની પદવી લેશે ત્યારે તે મારી (પૂ. નેમિસૂરિ મહારાજ) પાસે લેશે. ત્યારબાદ સં. ૨૦૦૬માં મુંબઈ, ગોડીજીના ચાતુર્માસ પ્રસંગે ભાયખલામાં ઉપધાન તપની માલારોપણનો પ્રસંગે ઉપસ્થિત થતાં મુંબઈ મહાનગરનાં તમામ સંઘોની ભાવભરી વિનંતીથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ પ્રભાવક સ્થવિરો વરદ્ હસ્તે સં. ૨૦૦૭ના પોષ વદ પાંચમે તેમને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. - પૂ. મહારાજશ્રીએ તો પૂ. નેમિસૂરિદાદાને વચન આપ્યું હતું, પરંતુ ત્યારે પૂ. નેમિસૂરિદાદા કાળધર્મ પામ્યા હતા એટલે એમના પટ્ટધર પૂ. શ્રી ઉદયસૂરિ પાસે આ આચાર્યપદવી પ્રદાન માટે આજ્ઞા મંગાવવામાં આવી હતી. વિશાળ માનવ સમુદાય વચ્ચે મહામહોત્સવપૂર્વક ઉજવાયેલા આ અવિસ્મરણીય અવસર પછી પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ તરીકે વિખ્યાત થયા. સં. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાન તપ માળારોપણ પ્રસંગે મુંબઈના તમામ સંઘોએ પૂજ્યશ્રીને “યુગદિવાકર'નું બિરૂદ અપૂર્વ સન્માનપૂર્વક અર્પણ કર્યું. મહારાજશ્રીને દીક્ષા લેવા માટે પ્રેરણા કરનાર એમનાં માતુશ્રી છબલબહેન હતાં. દીક્ષા લીધા પછી મહારાજશ્રીનાં માતુશ્રી છબલબહેન જ્યાં જ્યાં અવકાશ મળે ત્યાં ત્યાં જઈ પોતાના પુત્ર મુનિના વ્યાખ્યાનમાં બેસતાં. ધીમે ધીમે એમને પણ વૈરાગ્યનો રંગ લાગ્યો. મહારાજશ્રી એમને દીક્ષા લેવા માટે પ્રેરણા કરતા રહ્યા. એમ કરતાં એ ધન્ય દિવસ આવ્યો જ્યારે છબલબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. મહારાજશ્રીના માતુશ્રીએ પ. પૂ. શ્રી મોહનસૂરિજીની આજ્ઞાવર્તિની સાધ્વીશ્રી જયંતશ્રીજીનાં શિષ્યા શ્રી ગુલાબશ્રી અને એમનાં શિષ્યા પૂ. શ્રી જ્ઞાનશ્રીજી પાસે અમદાવાદમાં દીક્ષા લીધી. એમનું નામ શ્રી કુશલશ્રીજી રાખવામાં આવ્યું. એમનામાં ત્યાગ વૈરાગ્ય ઉચ્ચ કોટિનાં હતાં. પૂ. મહારાજશ્રીએ એમને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. પોતે પૂર્વાવસ્થામાં ધાર્મિક શિક્ષિકા હતાં અને સંસ્કૃત પ્રાકૃત શીખ્યાં હતાં એટલે અભ્યાસ કરતાં વાર ન લાગી. ઉત્તરાવસ્થામાં તેમને પક્ષઘાતનો હુમલો થયો હતો તો પણ અંતિમ ક્ષણ સુધી એમણે સારી સમતા ધારણ કરી હતી. અંત સમયે મહારાજશ્રીએ એમને નિર્ધામણા કરાવ્યાં હતાં. મહારાજશ્રી વિજયધર્મસૂરિજીના સર્વ પ્રથમ શિષ્ય તે પૂ. શ્રી યશોવિજયજી મહારાજ. ડભોઇના તે વતની અને કિશોરવયમાં તેમણે દીક્ષા લીધી હતી. મહારાજશ્રીને એમને માટે ખૂબ લાગણી હતી. કંઠ્ય સંગીત, નાટક, નૃત્ય, વાજિંત્ર, શિલ્પ સ્થાપત્ય વગેરે વિવિધ કળાઓમાં એમણે સારી નિપુણતા મેળવી હતી. મહારાજશ્રીએ એમને ઘણો સંગીન શાસ્ત્રાભ્યાસ કરાવ્યો કે ઉગતી Page #584 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ ૫૩૯ યુવાનીમાં એમણે “બૃહત્ સંગ્રહણી' જેવા દળદાર શાસ્ત્રીય ગ્રંથની રચના કરી. પૂ. મહારાજશ્રી પાસે પ. પૂ. શ્રી યશોવિજયજીને દીક્ષા લેવાના ભાવ થયા હતા, પરંતુ સ્વજનોનો વિરોધ હતો એટલે મહારાજશ્રીએ એમને એકાંત સ્થળે દીક્ષા આપવાનું નક્કી કર્યું. વડોદરા રાજ્યમાં વળી બાલ દીક્ષા ઉપર પ્રતિબંધ હતો. એટલે પ. પૂ. શ્રી યશોવિજયને કદંબગીરી જેવા એકાંત સ્થળમાં દીક્ષા આપવામાં આવી હતી, મહારાજશ્રીને પ્રથમ શિષ્ય શ્રી યશોવિજયજી માટે એટલો બધો ભાવ હતો કે દીક્ષાવિધિ વખતે તેઓ જે સ્થળે ઊભા હતા એ સ્થળની થોડી રજ (ધૂળ) એક ભાઈ પાસે લેવડાવી હતી અને તે એક નાની શીશીમાં ભરી હતી અને એના ઉપર સ્વહસ્તે લખ્યું હતુંઃ યશ: પવર: | આ શીશી ઘણાં વર્ષો સુધી એમના પોટલામાં સચવાઈ રહી હતી, જે એમના કાળધર્મ પછી જડી આવી હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક મહાન અવિરામ શાસન-પ્રભાવનાનાં કાર્યો થતાં રહ્યાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહ્યાં ત્યાં ત્યાં જપ-તપ-અનુષ્ઠાનોથી વાતાવરણ આનદ અને મંગળમય બની રહેતું. પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાતા હતા. ભગવતીસૂત્ર વિશેના વ્યાખ્યાનોમાં તેઓશ્રીની શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. ભગવતી સૂત્રનાં પ્રવચનો પરનો એમનો પ્રગટ થયેલો દળદાર ગ્રંથ આ વાતની સાક્ષી પૂરે છે. ચાતુર્માસ દરમ્યાન મહારાજશ્રી ઉપધાન તપ અવશ્ય કરાવે. તેઓશ્રીની નિશ્રામાં ૨૫ વાર ઉપધાનતપની આરાધનાઓ થઈ છે. આ પ્રસંગોએ પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાના બળે લાખો રૂપિયાની ઉપજ થતી. વિવિધ ફંડો પણ થતા અને એ ફંડોમાંથી સુપાત્ર ક્ષેત્રો અને અનુકંપાનાં ક્ષેત્રોને ઘણું ઘણું પોષણ મળતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી આશરે ૨૫ જેટલાં ઉજમણાં થયા છે, તેમાં ખાસ કરીને સં. ૨૧ ૧૬-૧૭ માં મુંબઈ–વાલકેશ્વરમાં પપ અને ૭૭ છોડનાં ઉજમણાં અને સં. ૨૦૧૮ માં ગોડી પાર્શ્વનાથ સાર્થ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ગોડીજી ઉપાશ્રયમાં થયેલું ૧૦૮ છોડનું ભવ્ય ઉજમણું યાદગાર રહેશે. સમ્યગુજ્ઞાન-ધાર્મિક શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે પણ પૂજ્યશ્રીએ ઘણું લક્ષ્ય આપ્યું હતું. ચાતુર્માસ દરમ્યાન અને શેષકાળમાં વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને તેઓ કર્મ ગ્રંથાદિની વાચનાઓ આપતા. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંઘ, જૈન એજ્યુકેશન બોર્ડ આદિનાં Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પ્રભાવક સ્થવિરો ઘણાં સંમેલનો પણ તેઓશ્રીની નિશ્રામાં યોજાયાં હતાં. તેઓશ્રીની પ્રેરણાથી મુંબઈ–ગોડીજીમાં જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. વળી તેના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાયમી ફંડની વ્યવસ્થા થઈ. જૈન સાહિત્યના નિર્માણ અને પ્રકાશનમાં પણ પૂજ્યશ્રી ઘણો રસ લેતા હતા. અને તેના પરિણામે, તેઓશ્રીની પ્રેરણાથી, શ્રી મુક્તિ-કલમ-મોહન જૈન ગ્રંથમાળા દ્વારા અનેક ધાર્મિક પ્રકાશનો પ્રગટ થયાં હતાં. તેઓશ્રીએ પણ સં. ૧૯૯૦માં નવતત્ત્વ પ્રકરણ ઉપર સંસ્કૃત ભાષામાં છ હજાર શ્લોકપ્રમાણ “સમંગલા' નામની ટીકા લખેલ હતી. જૈન ભૂગોળનો મહાગ્રંથ લઘુક્ષેત્ર સમાસ, પંચમ (શતક) કર્મગ્રંથ, પટäિશિકાચતુષ્ઠ પ્રકરણ, પ્રશ્નોત્તર મોહનશાળા, શ્રાદ્ધ પ્રતિક્રમણ, વંદિતસૂત્ર આદિના સવિસ્તાર અનુવાદો પણ કર્યા હતા. તેમનો ભગવાન મહાવીરદેવના પૂર્વભવોને આલેખતો મહાગ્રંથ “શ્રમણ ભગવાન મહાવીર' તેમની ઉચ્ચ કોટિની લેખનશૈલીનો પરિચય આપે છે. મુંબઈમાં જુદી જુદી ધાર્મિક પાઠશાળાઓમાં જુદો જુદો અભ્યાસક્રમ ચાલતો અને તે દરેક પ્રમાણે પરીક્ષા લેવાતી. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાયટી એ ત્રણેનો પોતપોતાનો જુદો અભ્યાસક્રમ હતો. કોઈ વિદ્યાર્થી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેવા જાય અને ત્યાં પાઠશાળામાં જુદો અભ્યાસ કરાવાતો હોય તો તેણે તે પ્રમાણે નવો અભ્યાસ કરવો પડતો. આ અભ્યાસક્રમ એકસરખો કરવા માટે તે તે સંસ્થાના સૂત્રધારો તૈયાર થવા જોઈએ. કોઈ સમર્થ યોગ્ય વ્યક્તિ નવો એકસરખો અભ્યાસક્રમ તૈયાર કરી આપે તો જ તે માન્ય બને. આ સંજોગોમાં પ. પૂ. શ્રી ધર્મસૂરિજી મહારાજે આ કાર્ય ઉપાડી લીધું. તેમણે વર્તમાન સમયના સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય એવો અભ્યાસક્રમ તૈયાર કરી આપ્યો. જે ત્રણે સંસ્થાએ માન્ય રાખ્યો. આ અભ્યાસક્રમની જાહેરાત તેમણે ૧૯૭૦ ના જાન્યુઆરીમાં ઘાટકોપરમાં ઉપધાન તપની આરાધના વખતે કરી હતી. ત્યાર પછી એમણે ધાર્મિક શિક્ષક-શિક્ષિકાના ઉત્કર્ષ માટે એક ફંડની સ્થાપના કરાવી હતી. Page #586 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ ૫૪૧ સં. ૨૦૩૧ માં ચૈત્ર માસમાં મુંબઈ-ગોવાલીયા ટેંકના ગષ્ટ ક્રાંતિ મેદાનમાં ૫ દિવસ સુધી મહાવીર ભગવાનની ૨૫ મી નિર્વાણ શતાબ્દી અભૂતપૂર્વ ઉત્સવ સાથે ઉજવાઈ, તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા પ્રમુખ હતી. સં. ૨૦૩૩ માં મુંબઈથી શત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘ અને સં. ૨૦૩૪ માં પાલીતાણાથી ગિરનાર તીર્થ પદયાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. આ સર્વ કાર્યો પૂજ્યશ્રીની પ્રૌઢ પ્રતિભાના સીમાચિહ્નો છે. જૈન સમાજ અને જૈન ધર્મ ઉપરાંત જનસેવાની પ્રવૃત્તિઓમાં પણ પૂજ્યશ્રી પ્રસંગોપાત યોગદાન આપતા રહ્યા હતા. સં. ૨૦૨૮ અને ૨૦૨૯ માં ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે તેઓશ્રીની પ્રેરણાથી અનેક રાહતકાર્યો થયા હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૮ માં પોતાના વતન વઢવાણમાં ચાતુર્માસ કરેલું. તે પછી ૩૭ વર્ષે સં. ૨૦૩૫ માં, વઢવાણ સંઘની ઘણી વિનંતીઓને અંતે ચાતુર્માસ પધાર્યા. વઢવાણ અને સુરેન્દ્રનગર તેમ જ ઝાલાવાડ વિસ્તારના અને મુંબઈના ભાવિકોએ પૂજ્યશ્રીનો અમૃત મહોત્સવ ઉજવવાની વિશાળ પાયે તૈયારીઓ કરી, લાખોનું ફંડ એકત્રિત કર્યું, પરંતુ મહોત્સવની ઉજવણી આરંભાય તે પહેલાં મચ્છુ ડેમની મોરબીની હોનારત સર્જાઈ. એટલે પૂજ્યશ્રીએ સર્વ સંઘોને બોલાવીને પોતાના અંતરની ભાવના જણાવી કે અમૃત મહોત્સવ ઉજવવો બંધ રાખો અને એ સઘળા ફંડનો ઉપયોગ હોનારતનો ભોગ બનેલા માનવસમાજ માટે કરો. આ પ્રસંગથી પૂજ્યશ્રીની પ્રતિભા લોકાદર પામીને મહાન બની ગઈ. પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતો. હું એમના સંપર્કમાં આવ્યો હતો. એ માટે મને તક અપાવી હતી મારા મિત્ર રોક્ષીવાલા શ્રી બાબુભાઈ (વ્રજલાલ) કપુરચંદ મહેતાએ. તેઓ દર મંગળવારે રાતે આઠ વાગે પૂજ્ય મહારાજ સાહેબ જ્યાં હોય ત્યાં જતા અને ધર્મચર્ચા કરતા. તેમણે મને પણ એમાં જોડાવાનું આમંત્રણ આપેલું. અમે છ-સાત મિત્રો જતા. બાબુભાઈ પોતાની ગાડીમાં દરેકના ઘરેથી લઈ જતા અને પાછા ઘરે મૂકી જતા. ચેમ્બર ચાતુર્માસ હોય તો ચેમ્બર સુધી પણ અમે જતા. પૂ. મહારાજજી કોઈ એક શાસ્ત્રગ્રંથનું અમને અધ્યયન કરાવતા. ત્યારે અમને પ્રતીતિ થતી કે એમણે આપણા શાસ્ત્રગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું છે. શાસ્ત્રની Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ પ્રભાવક સ્થવિરો તેમને સેંકડો પંક્તિઓ કંઠસ્થ છે. દરેક પ્રશ્નની છણાવટ તેઓ પૂર્વગ્રહ કે પક્ષપાત વિના તટસ્થપણે કરતા. એમનું હૃદય કરુણાથી છલકાતું. - પૂ. મહારાજશ્રી સાથે મારો વિશેષ ગાઢ પરિચય તો પ. પૂ. શ્રી યશોવિજયજી મહારાજે ભગવાન મહાવીરનાં ચિત્રપટોનો સંપુટ તૈયાર કર્યો અને એ નિમિત્તે માટે વારંવાર ઉપાશ્રયે જવાનું થયું ત્યારથી થયો હતો. ત્યારપછી ઉત્તરોત્તર એ સંબંધ ગાઢ થતો ગયો હતો. તે એમના કાળધર્મના પ્રસંગ સુધી રહ્યો હતો. એક વખત મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં મહારાજજી સ્થિર હતા ત્યારે તેમને હૃદયરોગની થોડીક તકલીફ ચાલુ થઈ ગઈ હતી. પરંતુ એથી તેમણે પોતાના આવશ્યક કર્તવ્યોમાં જરા પણ પ્રમાદ સેવ્યો નહોતો. વળી તેઓ મનથી ઘણી મોટી નૈતિક હિંમત ધારવતા હતા. એક વખત કોઈ એક બહેને વિનંતી કરી, “મહારાજજી, મારા બા બીમાર છે. તેઓ આપના દર્શન માટે, અને આપના મુખે માંગલિક સાંભળવા ઉત્સુક છે. પરંતુ અમે છઠ્ઠા માળે રહીએ છીએ એટલે કહેવાની હિંમત નથી ચાલતી.” મહારાજજીએ કહ્યું, “તમારાં માજીને કહેજો આવતી કાલે સવારે આઠ વાગે- જરૂર આવીશ. ધીમે ધીમે દાદર ચડી જઈશ. સવારે સાડા સાત વાગે મને તેડવા માટે કોઈક એવું આવે કે જે પોતે મારી સાથે છ દાદર ચડી શકે એમ હોય.' બીજે દિવસે નક્કી કર્યા પ્રમાણે મહારાજજી બે શિષ્યોને સાથે લઈને ત્યાં પધાર્યા, દાદર ધીમે ધીમે શ્વાસ ન ભરાઈ જાય એ રીતે ચઢ્યા અને એ માજીને માંગલિક સંભળાવ્યું અને વાસક્ષેપ નાંખ્યો. એ માજીના જીવનમાં તો કોઈ ઉત્સવ થયો હોય એવું લાગ્યું. મહારાજજીની સરળતા અને લઘુતા સ્પર્શી જાય તેવાં હતાં. ઈ. સ. ૧૯૫૮ માં અમારાં માતુશ્રીને પક્ષઘાતનો હુમલો આવ્યો. ડાબું અંગ, હાથ, પગ, મોટું વગેરે રહી ગયાં, તરત જ અમે હૉસ્પિટલમાં દાખલ કર્યા. તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે બચી ગયાં. હૉસ્પિટલમાં થોડા દિવસ રહી ઘરે આવ્યાં. બાથી થોડું થોડું ચલાવા લાગ્યું અને બોલાવા લાગ્યું. બાને રોજ દર્શન-પૂજાનો નિયમ હતો, પણ હવે તે છૂટી ગયો. છતાં કોઈ કોઈ વખત અમે ટેક્ષી કરીને દર્શન કરવા લઈ જતાં. એક વખત બાને ભાવના થઈ કે વાલકેશ્વર બાબુના દહેરાસરે દર્શન કરવાં છે. અમે એમને લઈ ગયાં. મારાં Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ ૫૪૩ બહેન ઈન્દિરાબહેન હંમેશાં સાથે હોય જ. દર્શન કરતાં અમને જાણવા મળ્યું કે પ. પૂ. શ્રી ધર્મસૂરિજી મહારાજ ઉપાશ્રયમાં પહેલે માળે બિરાજમાન છે. ઇન્દિરાબહેને ઉપર જઈ મહારાજશ્રીને બધી વાત કરીને વિનંતી કરી. તે વખતે સાત આઠ માણસો મહારાજશ્રી પાસે બેઠા હતા અને કંઈક વાત ચાલી રહી હતી, તોપણ મહારાજશ્રી તરત ઊભા થયા, નીચે આવ્યા અને બાને માંગલિક સંભળાવ્યું તથા વાસક્ષેપ નાખ્યો. એ વખતે મહારાજશ્રીની સરળતા હૃદયને સ્પર્શી ગઈ હતી. પૂજ્ય મહારાજશ્રી પાસે વંદન અર્થે આવેલા લોકોની હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનામોટાં સહુની સાથે તેઓ આત્મીયતા દાખવતા. એને લીધે કોઈને એમની પાસે જતાં સંકોચ થતો નહિ. આચાર્ય મહારાજ પોતે દરેકની વાતમાં પૂરો રસ લઈ તેને યોગ્ય માર્ગદર્શન આપતા. સેંકડો નહિ બલકે હજારો માણસોને તેઓ નામથી ઓળખતા. એમની પાસે કોઈ જાય કે તરત તેઓ નામ દઈને બોલાવતા. તેઓ ઉમરમાં મોટા હતા એટલે કેટલાંયને એક વચનમાં સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતૃતુલ્ય વાત્સલ્ય પ્રતીત થયું અને તેને લીધે તે વિશેષ ગમતું. મારાં બહેન ઈન્દિરાબહેનને એક બહેને કહ્યું, “ઘાટકોપર ધર્મસૂરિજી મહારાજ ઉપધાન કરાવે છે. તમારે જોડાવું છે ? બહેને કહ્યું, “મને જોડાવાનું બહુ મન થાય છે. પણ મને કશી વિધિ કે સૂત્રો આવડતાં નથી.” એ બહેને કહ્યું, “તમને એક નવકારમંત્ર આવડે તો પણ બસ થયું. મહારાજ સાહેબ તમને બધી વિધિ કરાવશે.” વિચાર કરતાં બે દિવસ થઈ પણ ગયા. વળી કોઇનો સંગાથ હોય તો જવું ગમે. મારાં ભાણી સરોજને તૈયાર કરી. ઉપધાન શરૂ થયાંને ત્રણ દિવસ વીતી ગયા હતા. તેઓ બેગમાં કપડાં અને ઉપકરણો લઈ ઘાટકોપર પહોચ્યાં. આચાર્ય મહારાજે કહ્યું, “બહેન, જગ્યા બધી ભરાઈ ગઈ છે. વળી મોડું પણ થયું છે.” ઈન્દિરાબહેને કહ્યું. “અમને બે દિવસ પહેલાં જ ખબર પડી. વળી અમને કશી વિધિ આવડતી નથી. પણ મહારાજજી! આ વખતે થયું તો થયું નહિ તો જિંદગીમાં ક્યારે ઉપધાન થશે એ ખબર નથી.' એમ બોલતાં બોલતાં બહેનની આંખથી દડદડ આંસુ પડ્યાં. મહારાજજીએ તરત એક કાર્યકર્તાને બોલાવ્યો. ક્યાંય જગ્યા નહોતી. “પરંતુ અગાશી ખાલી Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ પ્રભાવક સ્થવિરો છે, ત્યાં એમને ફાવે તો થાય,” બહેને અગાશી જોઈને તરત સંમતિ આપી. ત્રણ દિવસ થઈ ગયા હતા તો પણ મહારાજજીએ કહ્યું: “ફિકર ન કરશો. તમને પ્રવેશની વિધિ કરાવી દઇશ.’ આમ ઉપધાન થયાં એ બહેનના જીવનનો એક ધન્ય પ્રસંગ બની ગયો. પરંતુ વિશેષ લાભ એ થયો કે મહારાજજી ઈન્દિરાબહેનને નામથી ઓળખતા થયા. કાયમનો પરિચય થયો. આ પરિચય પછી ઇન્દિરાબહેન વખતોવખત મહારાજજીને વંદન કરવા જતા એટલે પરિચય ગાઢ થયો હતો. મહારાજશ્રી જ્યારે મુંબઇથી શત્રુંજયનો સંઘ લઈને જવાના હતા ત્યારે ઇન્દિરાબહેનના સાસુજીને એ સંઘમાં જોડાવાની ભાવના થઈ. બહેન પોતાનાં સાસુજીને લઈ ગોડીજીના ઉપાશ્રયમાં પહોંચી ગયાં. તે વખતે મહારાજજીએ કહ્યું, “બધાં નામો ભરાઈ ગયાં છે. હવે એમને લેવાં હોય તો વ્યવસ્થાપકોને પૂછવું પડે.” વ્યવસ્થાપકોએ કહ્યું કે હવે એક પણ જગ્યા નથી. પરંતુ ઈન્દિરાબહેને આગ્રહ રાખ્યો એટલે છેવટે સાંજે મહારાજજીએ જોડાઈ જવા માટે સંમતિ આપી. પૂ. મહારાજજીના પગલે પગલે ઉત્સવ થતો. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ આપોઆપ સર્જાઈ જતું. કેટલેક સ્થળે સ્થાનિક માણસો વચ્ચે સુમેળ ન હોય તો સુમેળ સ્થપાઈ જતો. સુમેળ સ્થાપવા તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ યાદ છે. દહાણુ પાસે બોરડી અને ગોલવડ નામના બે ગામ છે. ત્યાં જૈનોની, ઠીક ઠીક વસ્તી છે. બોરડીમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. હું અને મારાં પત્ની ત્યાં ગયાં હતા. પ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન પૂજ્ય મહારાજજીને એવો વહેમ પડ્યો હતો કે આ ઉત્સવમાં ગોલવડના આગેવાનો ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ રહ્યા કરે છે. મહારાજશ્રીએ તેમાંના કેટલાકને બોલાવીને દિલથી વાત કરી તો બંને ગામોના જેનો વચ્ચે ઘણો ખટરાગ છે એમ જાણવા મળ્યું. એટલે મહારાજ સાહેબે તેઓને મનાવ્યા અને સભામાં જાહેર કર્યું કે પ્રતિષ્ઠા પછી બીજે દિવસે દ્વાર ઉદ્ઘાટનનો લાભ ગોલવડના સંઘને જ મળવો જોઈએ. આથી ઉછામણીમાં તેઓ ઘણી સારી રકમ બોલ્યા. વળી મહારાજજીએ કહ્યું કે ગોલવડનો સંઘ એમ ને એમ નહિ આવે. બોરડીના સંઘે વહેલી સવારમાં વાજતે ગાજતે ગોલવડ જઈ અને ત્યાંથી એ સંઘને આમંત્રણ આપી બોલાવવો જોઈશે. સંઘ આચાર્ય મહારાજ સાથે હોય તો જ શોભે. આચાર્ય મહારાજને હૃદયરોગની તકલીફ હતી તો પણ જવા-આવવાનો એટલો Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ પ૪૫ વિહાર કરવાનું તેમણે સ્વીકાર્યું. તેઓ વહેલી સવારે પોતાના શ્રમણ સમુદાય સાથે બોરડીથી વાજતે ગાજતે નીકળ્યા અને ચાર-પાંચ કિલોમિટર ચાલ્યા. ત્યાં દેરાસરમાં દર્શન-ચૈત્યવંદન કર્યો. અને બોરડી તથા ગોલવડ બંને સંઘો સાથે ત્યાંથી વાજતે ગાજતે નીકળ્યાં. હું તથા મારાં ધર્મપત્ની આ વિહારમાં મહારાજશ્રીની સાથે જ હતાં. આ સુમેળનું દૃશ્ય અત્યંત ઉલ્લાસભર્યું હતું. બોરડી પધારી દેરાસરમાં કારોદ્ધારનો ઉત્સવ સરસ રીતે પાર પડ્યો, પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં બંને ગામના સંઘો વચ્ચે સુમેળ કરાવવા માટે તેમણે આટલું બધું કષ્ટ ઉઠાવ્યું હતું. પૂ. મહારાજશ્રીનો પ્રભાવ એવો મોટો હતો કે કેટલાયે માણસો યથાશક્તિ જાહેર કાર્ય માટે પોતે જે રકમ દાન તરીકે વાપરવા ઇચ્છતા હોય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીક વાર મહારાજશ્રીની સૂચના અનુસાર એ રકમ વાપરવાને માટે કેટલાક દાતાઓને એક-બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજશ્રીને કોઈ પણ નવું કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય રહેતો નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખો રૂપિયાનાં વચનો અગાઉથી તેમને મળેલાં રહેતાં. કોઈ પણ કાર્ય માટે મહારાજશ્રી ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં થઈ જતાં. મહારાજશ્રી મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિચર્યા હતા ત્યારે ભરુચ પાસે દહેજ બંદરમાં એમની પ્રેરણાથી અને સહાયથી ત્યાંના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને ત્યાં પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્ય રીતે એમની નિશ્રામાં યોજાયો હતો. એ પ્રસંગે એમના ઉમળકાભર્યા આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયાં હતાં. એથી એમણે બહુ જ પ્રસન્નતા અનુભવી હતી અને અમને પણ એ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો ઘણો આનંદ થયો હતો. ઈ. સ. ૧૯૭૪ માં ભગવાન મહાવીરના ૨૫૦૦ માં નિર્વાણ મહોત્સવ પ્રસંગે પૂર્વ આફ્રિકામાં વ્યાખ્યાનો આપવા માટે મને અને મારાં પત્નીને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે એમની પાસે આશીર્વાદ લેવા ગયેલાં. એ વખતે કેવા કેવા વિષયો પર વ્યાખ્યાનો આપવાં વગેરે ઘણી બાબતો વિશે એમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું. એ વખતે આ મહોત્સવ નિમિત્તે મેં ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશે લખેલી અંગ્રેજી પુસ્તિકા માટે એમણે આશીર્વચન લખી આપ્યાં હતાં. એમના જ હસ્તાક્ષરનો બ્લોક બનાવી પુસ્તિકામાં મેં એ બ્લોક Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પ્રભાવક સ્થવિરો એક સંભારણા રૂપે છાપ્યો હતો. મહારાજજીએ દીક્ષા પછી પ્રથમ ચાતુર્માસ વડોદરામાં કર્યું. ત્યાર પછી સૂરત, અમદાવાદ થઈ તેમણે ડભોઈમાં ચાતુર્માસ કર્યું. મહારાજજીને ડભોઈ સારુ ધર્મક્ષેત્ર જણાયું. તેમને શ્રી યશોવિજયજી (હાલ પ. પૂ. યશોદેવસૂરિજી–ઉં. ૯૦), શ્રી વાચસ્પતિજી, શ્રી મહાનંદવિજયજી, શ્રી સૂર્યોદયવિજયજી વગેરે તથા છેલ્લે ૫. પૂ. શ્રી રાજરત્નવિજયજી એમ ઘણા બધા ચેલા ડભોઈમાંથી સાંપયા છે. મહારાજજીએ રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, ધ્રાંગધ્રા, મોરબી, પાલીતાણા, અમદાવાદ, વડોદરા, છાણી, ડભોઈ, સુરત, નવસારી વગેરે સ્થળે એક અથવા બે કે ત્રણ ચાતુર્માસ કર્યા હતાં. પોતાના વતન વઢવાણમાં દીક્ષા પછી પહેલું ચોમાસુ લગભગ તેવીસ વર્ષે કર્યું હતું અને છેલ્લે પાલીતાણાથી પાછા ફરતા એક ચોમાસુ ત્યાં કર્યું હતું. મહારાજજીએ સૌથી વધુ ચાતુર્માસ મુંબઈમાં કર્યાં હતાં. વચ્ચે સળંગ સત્તર ચાતુર્માસ કર્યા હતાં. મુંબઈનું ક્ષેત્ર ઘણું મોટું છે. મુંબઈ એટલે સિત્તેર ગામનો સમૂહ. એટલે વિવિધ ક્ષેત્રોને લાભ આપતાં ઘણા ચાતુર્માસ થાય એ સ્વાભાવિક છે. મહારાજશ્રીની નિશ્રામાં મુંબઈથી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો ત્યારે અમે એક દિવસ માટે મુંબઈના હાઈવે પર શિરસાડથી મનોર ગામ સુધી પગે ચાલીને જોડાયા હતા. તદુપરાંત સંઘ અમારા વતન પાદરામાં પહોંચ્યો ત્યારે પણ એક દિવસ માટે અમે ફરીથી જોડાયા હતાં. પાદરામાં મારાં દાદીમા અમથીબહેન અમૃતલાલના નામથી બંધાયેલા ઉપાશ્રયમાં મુખ્ય પ્રેરણા મહારાજશ્રીની જ હતી એટલે ઉપાશ્રયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં, આ સંઘપ્રવેશ વખતે યોજાયો હતો. આ યાત્રાસંઘે જે જે ગામે મુકામ કર્યો ત્યાં ત્યાં જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરે પ્રકારનાં ઘણાં સરસ કાર્યો થયાં. વળી એક મહત્ત્વની યાદગાર ઘટના તો એવી બની હતી કે મુંબઈ છોડતા એક કૂતરો સંઘ સાથે જોડાઈ ગયો હતો. પોતે પણ યાત્રિક હોય તેમ સંઘ સાથે તે વિહાર કરતો, વ્યાખ્યાનમાં બેસતો, નવકારશી અને ચોવિહાર કરતો. સંઘ સાથે શત્રુંજય પર્વત પર ચડી આદીશ્વર દાદાનાં એણે Page #592 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ ૫૪૭, દર્શન કર્યા. પાછાં ફરતાં આ પવિત્ર કૂતરાને કોણ પોતાને ઘરે રાખે એ માટે મહારાજશ્રીની નિશ્રામાં ઉછામણી બોલાવવામાં આવી હતી. પૂજ્ય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું હતું તેનો એક પ્રસંગ યાદ આવે છે. લકવાને લીધે તેમનાં જમણા અંગો બરાબર કામ નહોતાં કરતાં. લાંબો સમય બેસી શકાતું નહિ. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજ અને પૂજ્યશ્રી જયાનંદવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવાનો પ્રસંગ પાલીતાણામાં હતો. તે વખતના વડા પ્રધાન માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના હતા. બપોર પછીનો સમય હતો. જે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિયત ઘણી નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતો. તો પણ એ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી શકાય નહિ. પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા પ્રત્યે સભાવ ઘણો બધો હતો. ગમે તેટલા તેઓ રોકાયેલા હોય તો પણ અમે જઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫ માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢવાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રસેનવિજય મહારાજે કહ્યું, મહારાજજી તમને બહુ યાદ કરતા હતા. મહારાજજીને છ ઈંચની ધાતુની બે પ્રતિમાજી કોઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજજી કહે આ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે. ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણો હર્ષ થયો. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી મહારાજજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બોલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતો. એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણી વાતો કરી. અમને ખૂબ આનંદ થયો. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજસાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભણીને તેના ઉપર વાસક્ષેપ નાખ્યો અને એ બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનનો આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતો. પૂજ્ય આચાર્ય Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પ્રભાવક સ્થવિરો ભગવંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્થવ્રતની બ્રહ્મચર્યની બાધા . લીધી હતી ત્યારથી એમનો અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો. પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી. એમનું વચન મિથ્યા થતું નહિ. એમના વાસક્ષેપથી પોતાને લાભ થયો હોય એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ પરદેશમાં અકસ્માતથી બચી ગયાની વાત પણ હું જાણું છું. આ શ્રદ્ધાનો વિષય છે. અનેક લોકોને આવા નિઃસ્વાર્થ કરુણાસભર મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. - પૂ. મહારાજશ્રીને પાલીતાણામાં લકવાનો હુમલો થયો અને તેઓ બેશુદ્ધ બની ગયા હતા. પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પોતાના આત્મબળ વડે તેમણે પોતાનાં કેટલાંક અધૂરાં રહેલાં મહત્ત્વનાં કાર્યો પાર પાડયાં. - પાલિતાણાથી વિહાર કરી, માર્ગમાં એક ચાતુર્માસ વઢવાણમાં કરી મુંબઈ પાછા ફરતાં મુંબઈમાં વિચરતાં વિચરતાં તેઓ છેલ્લે જ્યારે મઝગાંવના ઉપાશ્રયે હતા ત્યારે શનિવાર, તા. ૬ ઠ્ઠી માર્ચ ૧૯૮૨, ફાગણ સુદ ૧૩, સં. ૨૦૩૮ના પવિત્ર દિવસે પરોઢિયે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ સમાચાર વાયુવેગે ચારે બાજુ પ્રસરી ગયા. પૂ. મહારાજશ્રીની પાલખી બીજે દિવસે ગોડીજીના ઉપાશ્રયેથી નીકળવાની જાહેરાત થઈ. એમના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન માટે સવારથી જ સેંકડો માણસોની લાઈન લાગી ગઈ હતી. હું અને મારાં પત્ની એમનાં દર્શન કરવા ગયાં ત્યારે અડધા કલાકે વારો આવ્યો. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખો માણસોએ એમનાં અંતિમ દર્શન કર્યા. બીજે દિવસે જય જય ભદ્રા બોલાવતી એમની અંતિમ યાત્રા નીકળી. એ માટે ચેમ્બરના દેરાસરના પટાંગણનું સ્થળ નક્કી થયું. ગોડીજીથી ચેમ્બર સુધી બાવીસ કિલોમીટર જેટલી અંતિમ યાત્રામાં લાખો માણસોએ ભાગ લીધો હતો. એમને માટેની ગુણાનુવાદ સભા પણ અંતિમ યાત્રાની જેમ અજોડ અને યાદગાર બની હતી. પૂજ્ય મહારાજશ્રીનો શિષ્ય-પ્રશિષ્યનો સમુદાય વિશાળ છે, એમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય-કલારત્ન પૂ. શ્રી યશોદેવસૂરિ છે, Page #594 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ ૫૪૯ શતાવધણી પૂ. શ્રી જયાનંદસૂદ (જે કાળધર્મ પામ્યા છે), પ્રખર વ્યાખ્યાતા પૂ. કન કરત્નસૂરિ અને પૂ. સૂર્યોદયસૂરિ તથા છેલ્લા દીક્ષિત શિષ્ય પંન્યાસ શ્રી રાજરત્નવિજયજી વગેરે ઘણા બધા છે. વર્તમાનકાળમાં જિનમંદિર નિર્માણ કે જિર્ણોદ્ધારના ક્ષેત્રે પૂ. શ્રી સૂર્યોદયસૂરિજી સક્રિય છે. લેખનકાર્યમાં શ્રી યશોદેવસૂરિ પછી શ્રી રાજરત્નવિજયજી સક્રિય છે. મહારાજશ્રીના સર્વ શિષ્યોમાં અનુપમ ગુરુભક્તિ જોવા મળી છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે. પૂ. ચંદ્રસેનવિજયજી મહારાજ, આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીની તબિયત બગડી ત્યારથી જીવનના અંત સુધી એમ સતત પાંચ વર્ષ સુધી રાત અને દિવસ એમની પૂરી કાળજીપૂર્વક સંભાળ લીધી હતી. ઊઠવા-બેસવામાં ટેકો આપવો, શૌચાદિ ક્રિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સતત સાફ કરતા રહેવું, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી, મહારાજશ્રી અસ્પષ્ટ વાણીમાં શું કહે છે તે મહાવરાથી સમજીને બીજાને કહેવું તથા મહારાજશ્રીના દર્શન માટે સતત જામતી ભક્તોની ભીડને વ્યવસ્થિત અને નિયંત્રિત રાખવી-આ બધું અત્યંત પરિશ્રમભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગુરુભક્તિથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ એટલે જૈન શાસનના તેજસ્વી સિતારા, જૈન ધર્મ સિદ્ધાંતોના પરમ અભ્યાસી, કર્મશાસ્ત્રોના રહસ્યવેત્તા, દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સિદ્ધાંત નિરૂપણમાં વિરલ પ્રતિભાના સ્વામી, સમર્થ વ્યાખ્યાતા, અનેક ગ્રંથોના રચયિતા, અનેક આત્માઓને જિનેશ્વર ભગવાનની આરાધના પ્રત્યે વાળનારા, શતાધિક જિનાલયોનાં જીર્ણોદ્ધારક, સંખ્યાબંધ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ધર્મશાળાઓ, આયંબિલ ભવનો, ભોજનશાળાઓ, સાધર્મિક સંસ્થાઓના પ્રબળ પ્રેરક, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા-ઉપધાન-ઉદ્યાપન-પદયાત્રા સંઘો, વિવિધ મહોત્સવો આદિના નિશ્રાદાતા, સાતેય સુપાત્રક્ષેત્રો માટે પ્રેરણારૂપ તેમ જ અનેક સામાજિક ક્ષેત્રો માટે કરોડો રૂપિયાની દાનગંગાને વહાવનાર પરમ પ્રભાવી ગુરુભગવંત હતા. આ લેખમાં પ. પૂ. સ્વ. યુગદિવાકર મહારાજશ્રી માટે સંક્ષેપમાં સંસ્મરણાત્મક રૂપે પરિચય કરાવવામાં આવ્યો છે. હજુ ઘણી વિગતો ઉપર Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ પ્રભાવક સ્થવિરો પ્રકાશ પાડી શકાય એમ છે. મહારાજશ્રીનું જીવનકાર્ય ઘણું જ વિશાળ છે. અનેક ભક્તો પાસે પોતાનાં અંતરમાં સ્વ. મહારાજશ્રી વિશે કંઈ અવનવા અનુભવી રહ્યા હશે ! મહાત્માઓનાં જીવન તો આભ જેવાં અગાધ હોય છે. આ જન્મશતાબ્દીના અવસરે ૫.પૂ. મહારાજશ્રીને ભાવપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. Page #596 -------------------------------------------------------------------------- ________________ Page #597 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રાન્તદષ્ટા પૂ. મુનિશ્રી સંતબાલજી Page #598 -------------------------------------------------------------------------- ________________ ૨૨][] શ્રી સંતબાલજી મહારાજ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજનું આ જન્મશતાબ્દી વર્ષ છે. છેલ્લા સૈકામાં થઈ ગયેલા જૈન સાધુ મહાત્માઓમાં આ એક એવા સાધુ મહાત્મા છે કે જેમણે સંપ્રદાયની બહાર નીકળીને ધર્મદષ્ટિએ સમાજરચનાના પ્રયોગો કર્યા હતા. પ.પૂ. શ્રી સંતબાલજી મહારાજે જૈનોના સ્થાનકવાસી સંપ્રદાયમાં એક જૈન મુનિ તરીકે દીક્ષા લીધી હતી, પણ પછીનાં વર્ષોમાં પોતાની અંતઃસ્ફરસાને કારણે કેટલાક ક્રાન્તિકારી વિચારો ધરાવવાને લીધે તથા મહાત્મા ગાંધીજીના પ્રબળ પ્રભાવ હેઠળ આવીને એમણે લોકકલ્યાણની અને નીતિમય રાજકારણની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. એમણે પોતે કોઇને જૈન મુનિદીક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા નહોતા, પણ સંખ્યાબંધ જૈન-જૈનેતર ભાઈબહેનોને તૈયાર કરીને સમાજસેવા અને લોકકલ્યાણની પ્રવૃત્તિની દીક્ષા આપી હતી. મહારાજશ્રીનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું હતું પંદરેક વર્ષની વયે, ૧૯૪૨માં. બીજા વિશ્વયુદ્ધના એ દિવસોમાં મુંબઈમાંથી ઘણાં કુટુંબો પોતાના વતનમાં સ્થળાંતર કરી ગયાં હતાં. અમે પણ અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં જઈને રહ્યાં હતાં. એ વખતે શાળામાં રજાના દિવસો હતા. ત્યાં વતનમાં એક દિવસ મારા મોટાકાકાએ મને પોતાના કબાટનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવીને, નામ-નંબર પ્રમાણે ચોપડો બનાવવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ હું પુસ્તક ગોઠવતો હતો તેવામાં એક પુસ્તક મારા હાથમાંથી લઈ કાકાએ મને કહ્યું, “આ કોનું પુસ્તક છે, ખબર છે?' “ના.” મેં કહ્યું. આ સંતબાલનું પુસ્તક છે. એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. તેઓ ક્રાન્તિકારી સાધુ છે. રાત્રે જાહેર સભામાં ફાનસ રાખી ઊભા ઊભા વ્યાખ્યાન આપે છે.” સામાન્ય રીતે જૈન સાધુ દિવસે ઉપાશ્રયમાં પાટ ઉપર બેઠાં બેઠાં વ્યાખ્યાન Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ પ્રભાવક સ્થવિરો આપે. ફાનસ રાખી શકે નહિ. એટલે એક જૈન સાધુનું આ પ્રકારનું આચરણ મારામાં જિજ્ઞાસા જન્માવે એવું હતું. આ રીતે સંતબાલજી મહારાજના નામનો મને પહેલો પરિચય થયો હતો. પછીથી એમના જીવન વિશે વાંચવા મળ્યું હતું. ત્યારપછી એમનું પ્રત્યક્ષ દર્શન ત્યારે થયું હતું કે જ્યારે તેઓ અમારે ઘરે વહોરવા પધાર્યા હતા. તેઓ ત્યારે આહારમાં ફક્ત બે જ વાનગી વાપરતા-દૂધ અને રોટલી. મહારાજશ્રી સાથે વિશેષ પરિચય એમના સ્થિરવાસ પછી થયો હતો. સંતબાલજી મહારાજનો જન્મ શ્રાવણ સુદ પૂર્ણિમા વિ. સં. ૧૯૬૦(તા.૨૬મી ઑગસ્ટ ૧૯૦૪)માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટોલ નામના પાંચસો માણસની વસતીવાળા નાનકડા ગામડામાં થયો હતો. એમનું નામ શિવલાલ રાખવામાં આવ્યું હતું. એમને એક નાની બહેન હતી જેનું નામ મણિ હતું. શિવલાલના પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. તેમની આર્થિક સ્થિતિ તદ્દન સાધારણ હતી. ટોળ ગામમાં કંઈ કમાણી ન હતી એટલે તેઓ પાસેના વાંકાનેર શહેરમાં રહેવા ગયા. પરંતુ સંજોગવશાત્ ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. ત્યાર પછી કુટુંબના નિભાવ માટે મોતીબહેન મીઠાઈ બનાવી આપતા અને નાગજીભાઈને લઈને વાંકાનેર જતા અને રસ્તામાં ઊભા રહી મીઠાઈ વેચતા; એ લેનાર ઘણુંખરુંનાનાં બાળકો રહેતાં. અપૂરતું પોષણ, નહિ જેવી આવક અને વધુ પડતો પરિશ્રમ-આ બધાંને કારણે નાગજીભાઈનું અકાળે અવસાન થયું હતું. તે વખતે નિર્ધનતા એટલી બધી હતી કે મૃતદેહના મુખમાં મૂકવા માટે બેઆની જેટલી રકમ પણ મોતીબહેન પાસે નહોતી. પરંતુ એમણે એ કોઈને જણાવી દીધું નહોતું. છ વર્ષની ઉંમરે શિવલાલે શાળાનો અભ્યાસ ચાલુ કર્યો. બે માઈલ દૂર અરણી-ટીંબા નામના ગામે તેઓ ગામના બીજા છોકરાઓ સાથે ચાલીને ભણવા જતા. બે વર્ષ પછી તેમણે મોસાળ બાલંભામાં અભ્યાસ ચાલુ કર્યો. એમના મામા મણિભાઈ બાલંભાની શાળામાં શિક્ષક હતા. અહીં શિવલાલે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. દરમિયાન મામા બાલંભા છોડી મુંબઈ જઈને નોકરી કરવા લાગ્યા. શિવલાલને પણ ત્યાં જવાનું મન થયું, કારણ કે હવે કંઈક કમાઈને દળણાં દળતી માતાને મદદ કરવી જોઈએ. ત્યારે એમની Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ઉંમર તેર-ચૌદ વર્ષની હતી. મુંબઈ જઈ કિશો૨ શિવલાલે અનાજની, કાપડની, ઈમારતી લાકડાની એમ જુદી જુદી જાતની દુકાને નોકરી કરી. એમાં ધીમે ધીમે સારા પગારની નોકરી મળતી ગઈ. તેઓ રકમ બચાવી વતનમાં માતાને મોકલાવતા. એથી માતાને રાહત થવા લાગી હતી. ૫૫૩ ઈ.સ. ૧૯૨૦ની આસપાસ દેશની સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલુ થયું હતું. મુંબઈમાં મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરેનાં ભાષણો સાંભળવા શિવલાલ ફાજલ સમયમાં જતા. વળી સ્થાનકમાં પધારેલા સાધુ મહાત્માઓનાં વ્યાખ્યાન સાંભળવા માટે પણ જતા. મુંબઈમાં કિશો૨ શિવલાલને વાંચવામાં તથા વ્યાખ્યાનો સાંભળવામાં રસ પડતો ગયો. એ દિવસોમાં એક રાજસ્થાની મુનિશ્રી સૌભાગ્યમલજી મુંબઈ પધાર્યા હતા. શિવલાલને એમનાં વૈરાગ્યપ્રેરક વ્યાખ્યાનો એટલા બધાં ગમ્યાં કે તેમણે એમની પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સૌભાગ્યમલજી વિહાર કરીને ગયા એટલે એ વાત આગળ વધી નહિ. દરમિયાન માતા મોતીબહેને પોતાની તબિયત સારી રહેતી ન હોવાથી શિવલાલને પૂછ્યા વગર એમની સગાઈ વાંકાનેરની એક કન્યા સાથે કરી નાખી. એ વખતે શિવલાલની ઉંમર ૧૫-૧૬ વર્ષની હતી અને કન્યાની ઉંમર એથી પણ નાની હતી. એટલે તરત લગ્નની કોઈ શક્યતા નહોતી. જો સરખી વયની કન્યા હોત તો શિવલાલ કદાચ દામ્પત્યજીવનમાં ઘસડાઈ ગયા હોત કારણ કે મહારાજશ્રીએ પોતે જ લખ્યું છે તેમ ‘પરિણીત થવાનો મને અમુક કાળે તો શોખ લાગેલો.’ મુનિશ્રી સૌભાગ્યમલજીના વિહા૨ પછી કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ મુંબઈ પધાર્યા. શિવલાલે ઘાટકોપરમાં એમનાં વ્યાખ્યાનોમાં જવાનું અને એમના અંગત સંપર્કમાં આવવાનું શરૂ કર્યું. તેઓ પૂ.નાનચંદ્રજી મહારાજથી અત્યંત પ્રભાવિત થયા અને એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તેઓ લખે છે,‘જ્યારથી આ મહામુનિને જોયેલા ત્યારથી તેમના પ્રત્યે અગમ્ય અને અદમ્ય આકર્ષણ જાગેલું. એમના મુખારવિંદને જોવું એ જાણે જીવનનો અલભ્ય લહાવો લાગે. એમના લલાટને જોઈએ કે એમની હસુ હસુ કરતી આંખોને જોઈએ! Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રભાવક સ્થવિરો જાણે બુદ્ધ સમોવડા તેમના કાનને જોઈએ કે લહેકા કરતા અભિનયને જોઈએ ! બસ એકવાર જેણે એમને જોયા અને સાંભળ્યા તેને એમની પાસેથી ઊઠવાનું મન જ ન થાય. ખાધાપીધા વિના જાણે એમની પાસે બેસી રહીએ.’ શિવલાલના દીક્ષા લેવાના વિચાર ચાલતા હતા તે દરમિયાન વતનમાં એમની માતાની માંદગી ચાલુ થઈ હતી. એમની સારવાર કરાવવા માટે તેઓ માતાને મુંબઈ લઈ આવ્યા. પેટનું ઓપરેશન કરાવ્યું. પણ તબિયત ખાસ સુધરી નહિ. તેમને વતનમાં પાછાં લઈ જવામાં આવ્યાં. થોડા વખતમાં માતાનું અવસાન થયું. તરત શિવલાલ વતનમાં ગયા. એ વખતે એક બાજુ સગાંઓએ આગ્રહ રાખ્યો કે કન્યા મોટી થઈ છે એટલે હવે લગ્ન કરી લેવાં જોઈએ. બીજી બાજુ મુંબઈમાં પારસી માલિકે પગાર વધારી આપવાનો તાર કર્યો અને ત્રીજી બાજુ દીક્ષા લેવા માટેના ભાવ વધતા હતા. છેવટે એમણે દીક્ષાને મહત્ત્વ આપ્યું. મુંબઈ આવીને એમણે પૂ.નાનચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લેવાની વાત કરી. પરંતુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે દીક્ષા લેતાં પહેલાં બધાંની સંમતિ મેળવવી જરૂરી છે. એટલે શિવલાલ પાછા વતનમાં ગયાં. વૃદ્ધ માતામહીને સમજાવ્યાં. પોતાની વાગ્દત્તા દિવાળીબહેનના ઘરે ગયા. પોતે તેને હવે બહેન તરીકે ગણશે એમ સમજાવી તેમની સંમતિ લઈ, ભાઈ તરીકે તેમને ચુંદડી ઓઢાડી. દીક્ષા લેતાં પહેલાં શિવલાલ પોતાના બાળપણના એક મિત્ર અમૃતલાલની પણ ક્ષમા માગી આવ્યા. બાળપણમાં શિવલાલ અને અમૃતલાલ વચ્ચે કોની ખોપરી વધુ મજબૂત છે એ વિશે વાદવિવાદ થયો હતો. છેવટે તેઓએ નક્કી કર્યું છે કે બંનેએ માટીની કુલડી લઈને એકબીજાના મસ્તક પર મારવી. જેને મારેલી કુલડી ફૂટે નહિ તેની ખોપરી વધુ મજબૂત. પરંતુ એમ કરવામાં શિવલાલે જો૨થી ફુલડી મારી ત્યારે અમૃતલાલનું માથું ભાંગ્યું. લોહી નીકળ્યું. તરત માથા ઉપર માટી લગાવી દેવામાં આવી. થોડા દિવસમાં મટી ગયું, પણ ખોપરીમાં ઘાની નિશાની રહી ગઈ હતી. એ વાતને વર્ષો થઈ ગયાં હતાં. પણ દીક્ષા પહેલાં અમૃતલાલની ક્ષમા માગી લેવી જોઇએ એમ શિવલાલને લાગ્યું. પરંતુ શિવલાલ જ્યારે અમૃતલાલની ક્ષમા માગવા ગયા ત્યારે અમૃતલાલને બહુ આશ્ચર્ય થયું. પછી તો બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા. Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૫૫ ત્યારપછી શિવલાલ મુંબઈ આવ્યા. હવે પ્રશ્ન હતો મુનિશ્રી સૌભાગ્યમલજીની સંમતિ લેવાનો, કારણ કે પોતે એમને દીક્ષા લેવાનું વચન આપ્યું હતું. શિવલાલે એમને પત્ર લખ્યો તો જવાબમાં મુનિશ્રી સૌભાગ્યમલજીએ ઉદારતાપૂર્વક તરત સંમતિનો પત્ર લખ્યો. આમ બધાંની સંમતિ મળતાં દીક્ષા લેવાના સંજોગો સાનુકૂળ થયા. તે સમયે શ્રી નાનચંદ્રજી મહારાજ મુંબઈથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં વિચરતા હતા. શિવલાલ લીંબડીમાં જઈને ગુરુદેવને મળ્યા અને બધી વાત કરી. હવે દીક્ષા આપવાનું ગુરુદેવે સ્વીકાર્યું. પણ તે પહેલાં દીક્ષાર્થી તરીકે કેટલોક સમય અભ્યાસ કરવાની જરૂર હતી. તે મુજબ શિવલાલ દોઢેક વર્ષ સુધી ગુરુદેવ સાથે રહીને અભ્યાસ કરતા રહ્યા. ત્યારપછી મહારાજશ્રી વાંકાનેર પધાર્યા. દરમિયાન દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું અને તે પ્રમાણે સંવત ૧૯૮૫ના પોષ સુદ ૮નો દિવસ નક્કી થયો. દીક્ષા વાંકાનેરમાં આપવાનું વિચારાયું. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુદેવ વિહાર કરી મોરબી પધાર્યા. તે વખતે વાંકાનેરના સંઘનું દીક્ષા મહોત્સવ માટે લેખિત નિમંત્રણ પણ આવી ગયું. પરંતુ મોરબીમાં એક ઘટના બની જેથી દીક્ષા મોરબીમાં આપવાનું ઠરાવાયું. ગુરુદેવ શ્રી નાનચંદ્રમહારાજ વીસ વર્ષે મોરબી પધાર્યા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો ઉમટવા લાગ્યા. વ્યાખ્યાનોની વાત એટલી પ્રસરી કે મોરબીના ઠાકોર લખધીરજી પોતે પણ વ્યાખ્યાનમાં પધાર્યા. વ્યાખ્યાનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. વ્યાખ્યાન પછી વંદન કરવા તેઓ ગુરુદેવ પાસે આવ્યા. તે વખતે શિવલાલ ત્યાં હતા. વાત નીકળી અને ગુરુદેવે કહ્યું કે એ દીક્ષાર્થી છે. ટોળના વતની છે અને વાંકાનેરમાં દીક્ષા આપવાની છે. ઠાકોરે કહ્યું, “વાંકાનેરને બદલે આપણા મોરબીમાં આપોને!” ગુરુદેવે કહ્યું “અહીં દીક્ષા આપવાની મનાઈ છે.” બન્યું હતું એવું કે ઘણાં વર્ષો પહેલાં લખધીરજીના પિતાશ્રી વાઘજી ઠાકોરે. કોઈક મુનિનો પ્રશ્ન ઉપસ્થિત થતાં અને વિવાદ થતાં મોરબી રાજ્યમાં જેન દીક્ષા ઉપર કાયમનો પ્રતિબંધ મૂકી દીધો હતો. લખધીરજીએ કહ્યું, “એ પ્રતિબંધ હું ઉઠાવી લઉં છું. શિવલાલ અમારા પ્રજાજન છે. એમની દીક્ષા અમારા રાજ્યમાં થવી જોઈએ.” એ વખતે ઘણા બધા માણસો બેઠા હતા. સભા જેવું થયું હતું. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ પ્રભાવક સ્થવિરો એટલે તક જોઈને ગુરુદેવે શિવલાલને કંઈક વક્તવ્ય રજૂ કરવા કહ્યું. શિવલાલ વૈરાગ્ય ઉપર થોડી મિનિટ બોલ્યા. એથી બધા બહુ પ્રભાવિત થયા. પછી દીક્ષા સંઘ તરફથી તેમ જ રાજ્ય તરફથી આપવાનો ઠરાવ થયો. આમ થતાં નગરમાં ઉત્સાહની ભરતી આવી ગઈ. મહારાજશ્રીના પોતાના જ શબ્દોમાં આ પ્રસંગ વિશે જોઈએઃ “દીક્ષા પહેલાના દિવસોમાં ઘેર ઘેર ભોજન નિમંત્રણ, પગલાં પડાવવાં અને બક્ષિસો આપવી, એ બધું ભુલાય તેમ નથી. લોકોએ બેવડા ઉત્સાહે દીક્ષા અપાવી. ગુરુદેવ દીક્ષિત નામ “સૌભાગ્યચંદ્ર મુનિ' રાખ્યું. તેઓ મને “શુભચંદ્ર મુનિ' પણ કહેતા. શ્રમણ દીક્ષા મોરબીમાં ન થાય એનું મોરબી સંઘને અત્યાર સુધી દુઃખ હતું. પણ સત્તા આગળ શાણપણ ચાલતું ન હતું. આખરે સત્તા પર શાણપણ સહિતનું શ્રમણપણું જીતી ગયું. “ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જય'ના ધ્વનિથી મોરબીનું વાયુમંડળ ગુંજી ઊયું.” દીક્ષા લીધા પછી અને મોરબીમાં ચાતુર્માસ કર્યા પછી ગુરુદેવે અન્ય મુનિઓ સાથે કચ્છ તરફ વિહાર કર્યો. એ દિવસોમાં રણ ઊતરવાનું ઘણું કઠિન હતું. ભોમિયા ન હોય તો ભૂલા પડાય. એમાં વળી ત્યારે વરસાદ પડ્યો હતો. એટલે કાદવ કાદવ થઈ ગયો હતો. મુનિ સૌભાગ્યચંદ્રની કચ્છની આ પહેલી મુલાકાત હતી. કચ્છમાં ધોતિયાને બદલે ચોરણો પહેરેલા, ખેતી કરતા શ્રાવકોને જોઈ મહારાજશ્રીને આશ્ચર્ય થયું હતું. કચ્છમાં વાગડ પછી માંડવી, કોડાય, અબડાસા તાલુકો, ભુજ, અંજાર વગેરે સ્થળે તેઓ વિચર્યા. ત્યારપછી ત્યાં તેઓએ એક ચાતુર્માસ રામાણીઓમાં અને એક બીદડામાં કર્યું. અહીં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ આગમોનો તથા ન્યાયનો અભ્યાસ કર્યો અને શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી પાસેથી અવધાનો શીખ્યા. કચ્છમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ ઘણાં વર્ષો પછી પધાર્યા હતા. એટલે એમનાં વ્યાખ્યાનો ઉપાશ્રયને બદલે બહાર મંડપ બાંધીને ગોઠવાતાં, કારણ કે ભીડ ઘણી રહેતી. આ સમય દરમિયાન કેટલાક શ્રેષ્ઠિઓ અજમેરમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું અખિલ ભારતીય અધિવેશન યોજવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમાં શ્રી નાનચંદ્રજી મહારાજ અને એમના યુવાન શિષ્ય શ્રી સૌભાગ્યચંદ્રજી Page #604 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૫૭ મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. કચ્છથી વિહાર કરી તેઓ આબુ થઈને રાજસ્થાનમાં આવ્યા. આબુના પહાડમાં તેઓ સુપ્રસિદ્ધ શ્રી શાન્તિસૂરિને મળ્યા. અને તેમની લઘુતાથી, વિનયથી, નિર્દોષ હાસ્યથી અને સાધનાથી બહુ પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીના મુખમાંથી પંક્તિઓ સરી પડીઃ એક યોગી વસે છે અલબેલો, આબુના પહાડમાં; જ્ઞાન-ધ્યાન રસે રણઘેલો, આબુના પહાડમાં. અજમેરમાં મોટી સંખ્યામાં સાધુઓ, સાધ્વીઓ. શ્રાવકો, શ્રાવિકાઓ વગેરે પધાર્યા હતાં. કવિ નાનાલાલ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી વગેરે પણ પધાર્યા હતા. તે વખતે સ્થાનકવાસીઓમાં શ્રી જવાહરલાલજીનો અને શ્રી મુન્નાલાલજીનો એમ બે પક્ષ પડી ગયા હતા. પરંતુ કંઈ સમાધાન થયું નહિ. આ સંમેલનમાં સૌભાગ્યચંદ્ર મુનિએ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા અને એમને ‘ભારતરત્ન'નું બિરુદ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આગ્રાના શ્રેષ્ઠીઓએ ગુરુદેવને હવે પછીનું ચાતુર્માસ આગ્રામાં કરવા માટે આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું એટલે સંમેલન પછી તેઓ આગ્રા પહોંચ્યા. અહીં પણ ગુરુદેવનાં પ્રવચનો અને મહારાજશ્રીના અવધાનના પ્રયોગો નોંધપાત્ર રહ્યાં હતાં. આગ્રાથી વિહાર કરી ગુરુદેવ પોતાના મુનિવરો સાથે વિહાર કરતા કરતા, રણથંભોર, હમીરગઢ, ઉજ્જૈન, ઇંદોર, રતલામ, ભોયણીજી વગેરે સ્થળે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. આ લાંબા વિહારમાં દેશદર્શનનો, અને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મના મહાત્માઓને મળવાનો સારો અનુભવ થયો. એથી દષ્ટિ વિશાળ થઈ. અનેક નામાંકિત મહાનુભાવોનો પરિચય થયો. દરમિયાન મહારાજશ્રીએ ઉત્તરાધ્યયનસૂત્રનો અનુવાદ, ટીકા સાથે તૈયાર કર્યો તે પ્રકાશિત થયો. એ ગ્રંથ એટલો સરસ થયો હતો કે એક દિવસ અમદાવાદમાં એક ભાઈ રવિશંકર મહારાજને લઇને આવ્યા. મહારાજે મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીને કહ્યું, “ગુજરાતીમાં ઉત્તરાધ્યયન ભાષ્ય વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો.” મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી મૌન અને ધ્યાનનો સારો અભ્યાસ કરતા રહેતા. વળી તેમની લેખનપ્રવૃત્તિ પણ સારી ચાલતી હતી. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ પ્રભાવક સ્થવિરો ગુરુદેવ પોતાના શિષ્યો સાથે વિહાર કરીને મુંબઈ પધાર્યા. મુંબઈમાં ચીંચપોકલીમાં મહારાજશ્રી જે સાધના કરતા હતા એમાં તેમનો મૌનનો અભ્યાસ દિવસે દિવસે વધતો જતો હતો. એમાં એક વખત એમને અંતઃકરણમાં તીવ્ર સ્ફુરણા થઈ કે એક વર્ષ કોઈ સ્થળે એકાંતમાં રહીને કાષ્ઠ મૌનની સાધના કરવી. એમણે એ વિશે ગુરુદેવને વાત કરી. ગુરુદેવ વિચારમાં પડી ગયા, કારણ કે જૈન સાધુથી કોઈ પણ સ્થળે આટલો બધો સમય સળંગ રહી શકાય નહિ. વળી સાવ એકલા પણ રહી ન શકાય. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું, ‘તું મારી સાથે રહીને સાધના કર, નહિ તો સમાજમાં ગેરસમજ ઊભી થશે.’ મહારાજશ્રી પોતાની મૌન સાધના વિશે દ્વિધામાં હતા. ત્યાં એમણે મક્કમ નિર્ણય કર્યો અને તે માટે તેઓ નર્મદા કિનારે રણાપુર ગામે પહોંચ્યા. ત્યાં એક કુટિરમાં રહી તેઓ એક વર્ષ મૌનસાધના કરવા ઇચ્છતા હતા. એમણે ત્યાં કાષ્ઠમોન ચાલુ કર્યું. આ મૌનમાં તેઓ કોઇની સાથે આંખ પણ મેળવતા નહિ. રણાપુરના એકાંતવાસમાં અને તેથી પણ પહેલાં મહારાજશ્રીને વિવિધ પ્રકારની અનુભૂતિ થતી. તેમાં સૌથી મહત્ત્વની તે એમની વિચારધારાને અનુરૂપ હતી. એમને સતત એમ લાગતું કે સમગ્ર વિશ્વ ઉપર નિયંત્રણ કરનાર કોઈ શક્તિ છે. એને કુદરત કહો, પ્રકૃતિ કહો કે ધરતી માતા કહો. કુદરતમાં એમની શ્રદ્ધા અને નિષ્ઠા વધતાં ગયાં. એક દિવસ તેઓ આંખો બંધ કરીને બેઠા હતા ત્યારે દિવ્ય પ્રકાશનું દર્શન થયું. આ દિવ્ય શક્તિ તે માતૃશક્તિ. એમણે એ માટે ‘ૐ મૈયા'નો જાપ ચાલુ કર્યો. આ મંત્રની એમની સાધના અનોખી અને ઊંડી હતી. એમને કેટલાક સંસ્કાર પોતાની માતા પાસેથી મળ્યા હતા. એટલે સ્ત્રીશક્તિમાં એમને માતાનાં દર્શન થતાં. તેઓ પ્રકૃતિમાતાથી એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે અજાણ્યાને એમનું વલણ-વર્તન ધૂની લાગે. એમણે પોતે લખ્યું છે, ‘ૐ મૈયા'નો જાપ હું પહેલેથી જપતો. આરંભમાં માત્ર કલ્પના જ હતી. પણ પછી એને સ્થૂળ રૂપ અપાયું. આ ધરતીને મેં માતા તરીકે સ્વીકારી. આપણા સૌના પગ ધરતીને અડેલા હોય છે. એટલે આખી માનવજાતનો ધરતી સાથે સંપર્ક હોય છે. એટલે મારી માનવજાત સાથે એકતા અનુભવવાના પ્રતીક તરીકે હું ધરતીને ચુંબન કરતો. આમ ૐ મૈયાના Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૫૯ જાપને સ્થૂળ સ્વરૂપ મળ્યું. ત્યાર પછી એ વિધિમાં ફેરફાર થયો અને આંગળીથી માત્ર ધૂલિસ્પર્શ કરતો અને હૃદય સાથે ચાંપી, બે આંખે સ્પર્શ કરી હાથને બ્રહ્મરંધ્ર સુધી લઈ જતો.” આ રીતે તેઓ આખા જગત સાથે વાત્સલ્યનો ભાવ અનુભવતા. એટલે જ “વાત્સલ્ય', “વિશ્વવાત્સલ્ય” જેવા શબ્દો એમના જીવનમાં વણાઈ ગયા હતા. શાસ્ત્રાભ્યાસ અને મૌન એકાંતવાસ દરમિયાન ચિંતનમનનને કારણે તેમના કેટલાક વિચારો સ્થાનકવાસી પરંપરા કરતાં જુદા થવા લાગ્યા હતા, જેમ કે તેઓ માનતા કે ચોવીસ કલાક મોંઢે મુહપત્તિ બાંધવાનું ફરજિયાત ન હોવું જોઇએ. તદુપરાંત સાધુઓએ પણ વડીલ સાધ્વીઓને વંદન કરવાં જોઇએ. કેશલોચ ફરજિયાત ન હોવો જોઇએ. જેમને માટે એ અત્યંત પીડાકારક હોય તેમને અસ્ત્રોથી મુંડન કરાવવાની છૂટ આપવી જોઇએ. તથા સાધુઓએ સમાજસેવાના કાર્યમાં જોડાવું જોઇએ. ધર્મદષ્ટિએ સમાજરચના હોવી જોઇએ. પોતાના વિચારો સમાજ આગળ મૂકવા માટે એમણે એક નિવેદન તૈયાર કર્યું. ગુરુદેવે કહ્યું, “તું નિવેદન બહાર પાડી નકામો ઉહાપોહ ન કર. મુહપત્તિ ન બાંધે તે તો ન ચાલે. અને સાધ્વી વંદન પણ ઠીક ન ગણાય. બાકીનું બધું ભલે તું કર.” પરંતુ મહારાજશ્રીએ કહ્યું, “હું જે કંઈ કરું તે માટે સમાજ સામે મૂકવું જોઇએ. નહિ તો હું કાયર ગણાઉં.” આમ, પોતાના અંતરને અનુસરીને મહારાજશ્રીએ મુંબઈમાં માટુંગાની સ્થાનકવાસી વાડીમાં જાહેર સભામાં પોતાનું નિવેદન વાંચ્યું. આ નિવેદને સમાજમાં મોટો પ્રભાઘાત જન્માવ્યો. મહારાજશ્રીએ લખ્યું છે, “મારા જાહેર નિવેદનથી આખાયે જૈન સમાજમાં મોટો ખળભળાટ મચી ગયો. લોંકાશાહ લેખમાળા વખતે જે સ્થાનકવાસી સમાજે મને વધાવેલો, તેણે જ હવે ઉપાશ્રયોમાંથી જાકારો દેવા માંડ્યો, કારણ કે નિસર્ગમૈયાને, ગુરુદેવે કલ્પેલું બેય વ્યાપક વિશાળ માનવસમાજમાં મૂર્તિમંત કરવાનું ઈષ્ટ લાગ્યું હતું.' મનોમંથનના આ દિવસોમાં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ પોતાનું નામ બદલીને “સંતબાલ” એવું પ્રચલિત કરી દીધું. ત્યારથી તે જીવનના અંતપર્યંત તેઓ “સંતબાલજી' તરીકે જ જાણીતા રહ્યા. એમનું દીક્ષાનામ ભુલાઈ ગયું. તેમના રૂપાંતરની આ એક બાહ્ય પ્રક્રિયા હતી. Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ગુરુદેવ જ્યારે મુંબઇમાં બિરાજમાન હતા ત્યારે મહાત્મા ગાંધીજી પણ મુંબઇમાં હતા. તેઓ જુહુમાં એક બંગલામાં ઊતર્યા હતા. ત્યારે મહારાજશ્રી ગાંધીજીને મળવા જુહુ ગયા હતા. ત્યાં તેઓને એક સાથે કેટલા બધા લોકપ્રિય લોકનેતાઓને મળવાનું થયું ! સરદાર પટેલ, નહેરુ, સુભાષ બોઝ, મૌલાના અબુલ કલામ, સરોજિની નાયડુ, મીરાંબહેન, મહાદેવભાઈ વગેરે ઘણા બધા ત્યાં ઉપસ્થિત હતા. કોઇની સાથે વાત કરવાની તક મળી નહિ, પણ આટલા બધાંને સાથે જોવાની તક મળી એથી પણ ઘણો જ આનંદ થયો. મહારાજશ્રી મહાત્મા ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. એ જમાનામાં ગાંધીજીનાં દર્શન કરવા એ પણ જીવનની ધન્યતા હતી. આ દર્શને ગુરુદેવમાં અને મહારાજશ્રીમાં લોકકલ્યાણની ભાવનાનાં બીજ રોપ્યાં. પરંતુ ગુરુદેવ પોતાની સાંપ્રદાયિક મર્યાદામાં રહીને તે કરવા માગતા હતા. ગુરુદેવ કવિ હતા. એમણે એ દિવસોમાં ગાંધીજી માટે કાવ્યપંક્તિઓ રચી હતીઃ જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઇ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા. મુંબઇથી ગુરુદેવ, મહારાજશ્રી અને અન્ય શિષ્યો સાથે ગુજરાત તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લામાં હરિપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ એક ઐતિહાસિક અધિવેશન બન્યું હતું. ગુરુદેવ, મહારાજશ્રી વગેરે એ સંમેલનમાં પહોંચ્યા. આ પ્રસંગ વિશે મહારાજશ્રીએ લખ્યું છે, “હરિપુરા મહાસભામાં ગુરુદેવ પધાર્યા, હું પણ ગયો. ત્યાં અમને બંનેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરો જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અનોખો તાદાભ્ય-તાચ્ય ભરેલો સંબંધ નીરખવા મળ્યો. મારી ત્યાંની સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયો. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ધરમપુર ચાતુર્માસ માટે પહોંચ્યા.” મહારાજશ્રીએ ત્યાર પછી એક ચાતુર્માસ અમદાવાદ બાવળા પાસે વાઘજીપુરમાં તેમના માટે બનાવેલી એક કુટિરમાં રહીને કર્યું. ત્યાર પછી તેઓ ગુરુદેવને મળવા ઇચ્છતા હતા. તે વખતે શ્રી નાનચંદ્રજી મહારાજ નર્મદા Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૬ ૧ કિનારાના પ્રદેશ, ચાણોદ બાજુ વિચારી રહ્યા હતા. મહારાજશ્રી વાઘજીપુરાના ચાતુર્માસ પછી ગુરુદેવને મળવા ગુજરાત બાજુ આવ્યા અને મળ્યા. મહારાજશ્રીએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે “મારે હવે શું કરવું ?' ગુરુદેવે કહ્યું, “જો મારી સાથે રહેવું હોય તો ખુશીથી રહે, તો જાહેર નિવેદન પાછું ખેંચી લેવું પડશે. મૈયાની ફુરણાને ગૌણ અને સમાજ તથા ગુરુની આજ્ઞાને મુખ્ય ગણવી જોઇએ.' બંને વચ્ચે લાંબી વાટાઘાટ ચાલી મહારાજશ્રી તરત નિર્ણય ન લઈ શક્યા. મનોમંથન કરતા તેઓ વિહાર કરી વડોદરા પધાર્યા. મહારાજશ્રીને હવે સ્પષ્ટ સમજાઈ ગયું કે ગુરુદેવ પોતાની પાસે રાખશે નહિ અને સ્થાનકવાસી સમાજ સ્થાનકમાં ઉતારો આપશે નહિ. એટલે હવે વિહાર વગેરે અંગે પોતાનો સ્વતંત્ર માર્ગ લેવો પડશે. મહારાજશ્રી પોતાના ગુરુદેવથી છૂટા પડ્યા હતા. આ ઘટનાથી ગુરુદેવને પણ ઘણું સહન કરવું પડ્યું. હવે મહારાજશ્રીએ પોતાની કેડી પોતે જ કંડારવાની હતી. મહારાજશ્રીમાં ધ્યેયનિષ્ઠા, શાસ્ત્રાભ્યાસ, વકતૃત્વશક્તિ, વિચારશક્તિ, લેખનશક્તિ, કવિત્વશક્તિ, બાહ્યાચારની શુદ્ધિ ઈત્યાદિ ગુણલક્ષણો ન હોત તો અલ્પ સમયમાં જ તેઓ ઉપેક્ષિત થઈ ગયા હોત. કેટલાયે એકલવિહારી સામાન્ય સાધુઓને એવી દશા ભોગવવી પડે છે. પરંતુ યુવાન મહારાજશ્રીનો ખાદીધારી ઊંચો દેહ, વેધક નયનો, પ્રતિભાવંત મુખમુદ્રા વગેરેને કારણે જૈન-જૈનેતર યુવાવર્ગ એમના તરફ ખેંચાવા લાગ્યો. આઝાદી પૂર્વેના એ દિવસોમાં માહોલ જ એ પ્રકારનો હતો. એટલે સંપ્રદાય બહાર મહારાજશ્રીની બહુ કદર થવા લાગી. અલબત્ત એક જૈન સાધુ તરીકે મહારાજશ્રીએ પોતાનું સ્વાશ્રયી જીવન છોડ્યું નહોતું. તેઓ પાદવિહાર કરતા, જાતે ગોચરી વહોરી લાવતા અને ગોચરી વાપર્યા પછીથી જાતે જ પાત્રો સાફ કરી નાખતા. તેઓ પોતાનાં વસ્ત્રો પોતે જ ધોતા. સાધુ તરીકેની બીજી કેટલીક આવશ્યક ક્રિયાઓ કરતા. એમના વિચારો સાંપ્રદાયિક પરંપરાથી ભિન્ન હતા, પરંતુ તેમનામાં ચારિત્રની શિથિલતા નહોતી. સ્ત્રી, ધન, માલમિલકત ઈત્યાદિથી તેઓ પર હતા. મહારાજશ્રીએ ઘણાં વર્ષ સુધી મસ્તકે ખાદીનું શ્વેત વસ્ત્ર બાંધતા. એ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ પ્રભાવક સ્થવિરો વસ્ત્ર બાંધવાની એમની રીત અનોખી હતી. તેઓ ચોરસ ટુકડાની ત્રિકોણ ટોપી જેવી રચના કરતા અને માથે પાછળ બે છેડા ખોંસી દેતા. આ ટોપીથી શિયાળામાં અને ઉનાળામાં મસ્તકને રક્ષણ મળતું. સીવ્યા વગરની આ ટોપીને કારણે જ મહારાજશ્રીનો દેખાવ અનોખો લાગતો. તેઓ બધાથી જુદા પડી આવતા. સંપ્રદાયમાં પોતે હતા એ વર્ષો દરમિયાન એમનો મોટો ચાહકવર્ગ ઊભો થયો હતો. વળી ધર્મનિષ્ઠ સમાજરચના અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓને કારણે તેઓ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, કાકા કાલેલકર, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ઢેબર વગેરે કેટલાયે મહાનુભાવોના અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા. મહારાજશ્રીએ વાઘજીપુરાના ચાતુર્માસ વખતે જોયું કે એ વિસ્તાર ઘણો પછાત છે. આજીવિકાનાં સાધનો નહિ જેવાં છે. લોકો વ્યસની છે. દુરાચાર પ્રવર્તે છે. એટલે એમણે પોતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે આ વિસ્તાર પસંદ કર્યો. વિરમગામથી આગળ સાણંદ, ધોળકા, ધંધુકા વગેરે ગામોમાં તેઓ વિચર્યા અને લોકોની પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ મેળવ્યો. આ બાજુનો અમુક વિસ્તાર ચુંવાળ તરીકે, અમુક ભાલ તરીકે, અમુક નળકાંઠા તરીકે ઓળખાય છે. નળકાંઠામાં તળાવો છે, પરંતુ ભાલમાં પાણીનો ત્રાસ હતો એટલે એ પ્રદેશ નપાણિયો' કહેવાતો. મહારાજશ્રીએ “ભાલ-નળકાંઠા પ્રયોગ' તથા ‘નળકાંઠાનું નિદર્શન નામની પુસ્તિકામાં આ પ્રદેશનો વાસ્તવિક ચિતાર આપ્યો છે. મોડાસર ગામમાં તેમને ડાહ્યાભાઈ મલાતજવાળા મળ્યા. તેઓએ મહારાજશ્રીને નળકાંઠા આવવા કહ્યું. બીજા એક ભાઈ છગનભાઈ દેસાઈ એમને માણકોલ લઈ ગયા. આ પ્રદેશમાં સ્ત્રીઓને ઉપાડી જવાના, વેર લેવા માટે બીજાની ઘાસની ગંજીઓ બાળવાના વગેરે ઘણા બનાવો બનતા. વેપારીઓ ગરીબ વર્ગનું શોષણ કરતા. પાણીની ઘણી તકલીફ એટલે નપાણિયા વિસ્તાર તરીકે આ પ્રદેશ ઓળખાતો. માણસો નદીના કોરા પટમાં વીરડા ગાળે અને છાલિયાથી પાણી ભરે. પોતાના વીરડામાંથી કોઈ પાણી ન લઈ જાય એટલા માટે એના ઉપર ખાટલો ઢાળી આખી રાત સૂઈને રખોપું કરતા. આ બાજુ દારૂ, શિકાર, માંસાહાર વ્યાપક Page #610 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૬૩ પ્રમાણમાં હતાં. મહારાજશ્રીએ પહેલાં બધાંને નિર્બસની બનાવવાની ઝુંબેશ ઉપાડી. ચા ન પીવાની તેઓ પ્રતિજ્ઞા લેવડાવતા. આઝાદીની લડતના એ દિવસોમાં ચાનો વિરોધ ઘણો થતો. (કોફી ત્યારે હજુ પ્રચલિત થઈ નહોતી.) રવિશંકર મહારાજ કહેતા કે ભાલ-નળકાંઠાના લોકો સંતબાલજીને ત્યારે સાવાળા' (ચાવાળા) મહારાજ તરીકે ઓળખતા. વળી મહારાજશ્રીએ માણકોલ ગામે સાત હજા૨ કોળી પટેલોનું સંમેલન ભરીને તેઓને પોતાનું બંધારણ ઘડી આપ્યું હતું. અને તેઓને “લોકપાલ પટેલ” એવું સંસ્કારી નામ આપ્યું હતું. મહારાજશ્રી વિહાર કરતા હોય ત્યારે કેટલાંયે ગામોમાં બે કુટુંબો વચ્ચે, શ્રેષ્ઠીઓ વચ્ચે, મિત્રો વચ્ચે દુશ્મનાવટ થઈ હોય તો તેવા પ્રશ્નોનું નિરાકરણ બંને પક્ષને પ્રેમથી સમજાવીને કરી આપતા. મહારાજશ્રીએ પોતાનાં જીવનનાં ઉત્તમ વર્ષો આ ભાલ-નળકાંઠા પ્રદેશને સુધારવામાં આપ્યાં હતાં. એનું પરિણામ પણ સારું આવ્યું હતું. આ વિસ્તારમાં લોકોના, વિશેષતઃ ખેડૂતોના ઉત્કર્ષ માટે એમણે ઘણું કાર્ય કર્યું અને વિવિધ હેતુઓ માટે એમની પ્રેરણાથી વિવિધ સંસ્થાઓ સ્થપાઈ. મહારાજશ્રીએ ભાલ નળકાંઠાના પ્રદેશને પોતાના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. એ માટે ગુંદીમાં આશ્રમ સ્થપાયો. આજે તો હવે અસ્પૃશ્યતા, ઢડભંગી વગેરેને અડવાની વાત ભારતમાંથી લગભગ નિર્મુળ થઈ છે. પરંતુ આઝાદી પહેલાનાં યુગમાં તો અસ્પૃશ્યતા ગામેગામ જોવા મળતી. ભંગીવાસ જુદા હોય અને લોકો પણ ગંદકીભર્યું અપમાનિત અને પરોપજીવી જીવન જીવતા હતા. એ સમયે મહાત્મા ગાંધીજીએ સમગ્ર ભારતમાં અસ્પૃશ્યતા–નિવારણની મોટી ઝુંબેશ ઉપાડી હતી. ગાંધીજીએ ઢેડ-ભંગી માટે “હરિજન” શબ્દ પ્રચલિત કર્યો હતો. ગાંધીજીને અનુસરીને મહારાજશ્રીએ પણ પોતાના જનહિતના કાર્યોમાં અસ્પૃશ્યતા નિવારણને સ્થાન આપ્યું હતું. તેઓ જ્યાં જાય ત્યાં હરિજનો માટેના વિસ્તારમાં આંટો મારી આવતા. ઢેડ-ભંગી માટે મહારાજશ્રી “ઋષિ” શબ્દ પ્રયોજતા. સાણંદમાં એમણે “ઋષિ બાલમંદિરની સ્થાપના કરાવી હતી. હરિજનોના વિસ્તારમાં એક ચક્કર લગાવીને એકાદ ઘરેથી ગોચરી પણ વહોરતા. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ પ્રભાવક સ્થવિરો એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજમાં આવું કાર્ય ભારે સાહસિક ગણાતું. એટલે ક્યારેક મહારાજશ્રી પર લોકો ધૂળ ઉડાડતા, હુરિયો બોલાવતા, અપમાનિત કરતા, પરંતુ મહારાજશ્રી એવું કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખી હરિજન વિસ્તારમાં જવાના પોતાના નિર્ણયને મક્કમતાથી વળગી રહેતા. ક્યારેક હરિજનોની દુર્દશા જોઈને એમની આંખમાં આંસુ આવતાં. ક્યારેક એ માટે તેઓ ઉપવાસ કરતા, ક્યારેક સાંજની પ્રાર્થનાસભામાં તેઓ તે વિશે પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા. એક વખત એક ગામમાં મહારાજશ્રી એક બાંકડા પર બેસી જાહેર પ્રવચન આપી રહ્યા હતા. એવામાં બાંકડાનો માલિક ત્યાં આવી પહોંચ્યો. એણે મહારાજશ્રીને પોતાના બાંકડા પરથી ઊઠી જવા કહ્યું તો જરા પણ આનાકાની વગર મહારાજશ્રી ઊઠી ગયા અને બાકીનું ભાષણ ઊભા ઊભા પૂરું કર્યું હતું. એક વખત મહારાજશ્રી ભાલપ્રદેશમાં કોઠ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. રોજ વ્યાખ્યાન તથા રાતની પ્રાર્થનાસભામાં જેનો કરતાં અજેન વધુ આવતા. તે બધા ઉપર મહારાજશ્રીનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. કેટલાક તો મહારાજશ્રીને દેવપુરુષ ગણતા. પ્રાર્થનાસભામાં અમુક દિવસે મહારાજશ્રી વાર્તા કહેતા. એટલે એમના વ્યાખ્યાનમાં બાળકો પણ આવતા. ચાતુર્માસના દિવસોમાં છેલ્લે દિવાળી, બેસતું વર્ષ અને કાર્તિકી પૂર્ણિમા પણ આવે. જ્યારે બેસતું નવું વર્ષ હતું ત્યારે એક માજી સવારે પાંચેક વાગે ઘરેથી આરતી સળગાવીને મહારાજશ્રીના ઉતારા પાસે આવ્યાં. માજીએ બૂમ પાડી, “મહારાજશ્રી બહાર આવો. આજે સપરમો દિવસ છે. અમારે તમારી આરતી ઉતારવી છે.' મહારાજશ્રી બહાર ન આવ્યા, પણ ઉચ્ચ સ્વરે એમને આગ્રહપૂર્વક સમજાવ્યું કે “માજી ! જૈન સાધુની આરતી ન ઉતારાય. માણસની આરતી ન ઉતારાય. મંદિરમાં ભગવાનની આરતી ઉતારાય.” મહારાજશ્રી રાત પડી ગયા પછી બહેનોને મળતા નહિ અને મુહપત્તિ ઉતાર્યા પછી બોલતા નહિ. માજી છેવટે માની ગયાં. એમને મહારાજશ્રીમાં શ્રદ્ધા એટલા માટે થઈ ગયેલી કેમ કે તેઓ પોતાના માંદા દીકરાને મહારાજશ્રીનાં દર્શન કરાવવા Page #612 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ લઈ આવેલા અને મહારાજશ્રીએ કહ્યું કે ‘એને સારું થઈ જશે.’ અને બીજે જ દિવસે એને સારું થઈ ગયેલું. ૫૬૫ એક વખત ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ધંધુકામાંથી મહારાજશ્રીના ભક્ત શ્રી ગુલામ રસુલ કુરેશી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા હતા. એક ગામમાં રાત્રિસભામાં મહારાજશ્રીએ શ્રી કુરેશીને મત આપવા માટે ભાષણ કર્યું. તે વખતે સભામાં ધાંધલ મચી ગઈ. કોઈક યુવાનો બોલ્યા, ‘સાધુનાં લૂગડાં ઉતારીને કોંગ્રેસની સેવા કરો.' એ વખતે મહારાજશ્રીથી આક્રોશમાં બોલાઈ જવાયું, ‘આ લૂગડાં શું છે તે પહેલાં જાણો, પછી ઉતારવાની વાત કરો. એ વિશે જાણવું હોય કે ચર્ચા કરવી હોય તો મને ઉતારે મળો.’ સભા પૂરી થઈ. મહારાજશ્રી ઉતારે આવ્યા. પણ ચર્ચા કરવા કોઈ આવ્યું નહિ. એ દિવસે મહારાજશ્રી અડધી રાત સુધી પોતાની પાટ પર ધ્યાનમાં બેસી રહ્યા. સાધુ તરીકે પોતે ક્રોધ કર્યો એ બદલ પશ્ચાત્તાપ કર્યો. પેલા યુવાનોની મનોમન ક્ષમા માગી અને ક્ષમા આપી. પેલા યુવાનોને પણ પશ્ચાત્તાપ થયો. તેઓ ઉતારે માફી માગવા આવ્યા ત્યારે મહારાજશ્રીએ એમને કહ્યું, ‘સભામાંથી પાછા આવીને મેં તો મનોમન તમારી માફી માગી લીધી છે અને તમને માફી આપી દીધી છે.’ એક વખત મહારાજશ્રીનું ચાતુર્માસ ધોળકામાં હતું ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન અને મહાગુજરાતની રચના માટે આંદોલન શરૂ થયું હતું. પરંતુ મહારાજશ્રી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય ચાલુ રાખવાના હિમાયતી હતા અને એ અંગે નિવેદનો પ્રગટ કરતા હતા જે વર્તમાનપત્રોમાં પણ છપાતાં હતાં. આથી કેટલાંક સ્થાપિત હિતો તરફથી મહારાજશ્રી વિરુદ્ધ પ્રચાર થતો અને પત્રિકાઓ પણ છપાતી. એમાં એક પત્રિકા અશિષ્ટ ભાષામાં છપાઈ હતી. ધોળકાના સ્ટેશને કોઈક ફેરિયો મહારાજશ્રી માટેનું એનું અશિષ્ટ મથાળું બોલીને આ પત્રિકા વેચતો હતો. એથી ઉશ્કેરાઈને કોઈ ખેડૂતે પેલા ફેરિયાને માર માર્યો. આ વાતની મહારાજશ્રીને ખબર પડી ત્યારે ફેરિયાને માર પડ્યો એ બદલ તેમને બહુ દુઃખ થયું. તેઓ આવી નિંદાથી પર હતા. આ ઘટનાથી તેમના મનમાં રોષ-આક્રોશની કોઈ પ્રતિક્રિયા થઈ નહિ. એમણે ગુંદી આશ્રમમાં લેખિત સંદેશો મોકલાવ્યો કે કોઈએ આવી અશિષ્ટ પત્રિકા માટે ઉશ્કેરાવું Page #613 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો નહિ. એમના હૃદયમાં માત્ર આજીવિકા ખાતર પત્રિકા વેચનાર ફેરિયા પ્રત્યે અનુકંપા જ હતી. મહારાજશ્રીએ લોકકલ્યાણનું ઘણું કાર્ય કર્યું. એમની પ્રેરણાથી સાણંદ, શિયાળ, ગુંદી, મુંબઈ, અમદાવાદ, રાણપુર, રામપુરા-ભંકોડા, ઇન્દોર વગેરે સ્થળે પ્રાયોગિક સંઘ, માતૃસમાજ ઉદ્યોગગૃહ, ઔષધાલય, છાત્રાલય, ખેડૂતમંડળ વગેરે વીસ જેટલી સંસ્થાઓ સ્થપાઈ હતી તેમાંની કેટલીક આજે પણ કાર્યરત છે. મહારાજશ્રીના એક મુખ્ય અંતેવાસી તે શ્રી મણિભાઈ પટેલ. તેઓ મિયાંગામ-કરજણના વેપારી હતા. ઈ.સ. ૧૯૪૩માં મહારાજશ્રીનું પ્રવચન એમણે કરજણમાં સાંભળ્યું. એથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે પછીથી તેઓ મહારાજશ્રી જ્યાં હોય ત્યાં એમનાં પ્રવચનો સાંભળવા જતા. સાણંદના ચાતુર્માસથી તેઓ માતાપિતાની રજા લઈ, આજીવન બ્રહ્મચારી તરીકે મહારાજશ્રી સાથે જોડાઈ ગયા અને વિહારમાં પણ તેમની સાથે જ રહ્યા. તેઓ મહારાજશ્રીના વિહાર, મુકામ, વ્યાખ્યાન, વિચાર-ગોષ્ઠી વગેરેની રોજેરોજની નોંધ રાખવા લાગ્યા. એમણે લખેલી એ રોજનિશિ “સાધુતાની પગદંડી'ના નામથી છ ભાગમાં પ્રકાશિત થઈ છે. સ્વ. શ્રી મણિભાઈ સંતબાલજી સાથે ઈ.સ. ૧૯૪૪માં જોડાયા તે પછી મહારાજશ્રીના કાળધર્મના સમય સુધી સાથે જ રહ્યા હતા. એમણે મહારાજશ્રી સાથે સતત ૨૬ ચાતુર્માસ ગાળ્યાં. એમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ એમ ઘણા પ્રદેશોમાં વિહાર કર્યો. એમણે લગભગ સાડા ત્રણ હજાર ગામોનો સંપર્ક થયો અને આશરે તેર હજાર માઈલનો વિહાર કર્યો હતો. એમાં અનેકવિધ અનુભવો થયા હતા. ઘણે ઠેકાણે ગોચરી-પાણીની ઉતારા માટે રહેઠાણની ઘણી તકલીફો પડી હતી. પરંતુ તેઓએ પોતાના નિયમોમાં બાંધછોડ કરી નહોતી. મણિભાઈ પટેલની જેમ મહારાજશ્રી સાથે જીવનપર્યત રહેનાર બીજા અંતેવાસી તે “સંતશિશુ” મીરાંબહેન. (તેઓ અમારા પાદરાનાં વતની અને એમનું જન્મનામ મૂળીબહેન હતું) ખાદીધારી, નિયમિત કાંતનાર, બુલંદ મધુર Page #614 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ સ્વરે ભજનો લલકારનાર મીરાંબહેનને મહારાજશ્રીનો સારો આશ્રય મળી ગયો. મીરાંબહેન મહારાજશ્રીને પોતાની મા તરીકે ઓળખાવે અને મહારાજશ્રીના ગુરુદેવ એમની હિંમત જોઈને મીરાંબહેનને બદલે “મીરુભાઈ' કહીને બોલાવે. આટલી સ્વજન જેટલી આત્મીયતા તેઓ વચ્ચે થઈ હતી. મણિભાઈની જેમ મીરાંબહેને મહારાજશ્રી સાથે ઘણા પ્રદેશોમાં ફરીને એમની સરભરા કરી છે અને “સંતબાલ મારી મા' નામની પુસ્તિકામાં પોતાના યાદગાર પ્રસંગો લખ્યા છે. મણિભાઈ અને મીરાંબહેન ઉપરાંત છોટુભાઈ મહેતા, કાશીબહેન, અંબુભાઈ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, લલિતાબહેન, ચચંલબહેન, ટી.જી. શાહ, મનુભાઈ પંડિત, ગુલામ રસુલ કુરેશી, શ્રી જ્ઞાનચંદ્રજી, વીરચંદભાઈ ઘેલાણી, મણિબહેન પટેલ, પ્રભાબહેન અજમેરા, વનિતાબહેન વગેરે વગેરે કેટલા બધાએ મહારાજશ્રી પાસે સમાજસેવાની દીક્ષા લીધી હતી. તેઓમાંના કેટલાકે પોતાના અનુભવો વર્ણવ્યા છે. મહારાજશ્રીએ ગામે ગામ ફરી, સભાઓ યોજી તથા વ્યક્તિગત સંપર્ક કરી લોકોને સુધાર્યા હતા. નળ સરોવરના વિસ્તારમાં પક્ષીઓ ઘણાં આવે અને અંગ્રેજોના સમયથી ખુદ અંગ્રેજો, રાજામહારાજાઓ અને બીજા અનેક શિકાર-શોખીનો આ વિસ્તારમાં પક્ષીઓનો શિકાર કરતા. સ્થાનિક લોકો પૈસા મળે એ લાલચે શિકારીઓને મદદ કરતા. મહારાજશ્રીએ ગામડે ગામડે ફરીને લોકોને સમજાવ્યા કે પક્ષીઓનો શિકાર ન થવો જોઇએ. કોઇએ શિકારીઓને મદદ ન કરવી અને શિકારીઓને સમજાવીને અટકાવવા જોઇએ. મહારાજશ્રીએ આ વિષયમાં જાગૃતિ લાવીને લોકોને બહુ દઢ મનોબળવાળા બનાવ્યા હતા. વળી એ કોમનું સદાચાર અંગે બંધારણ પણ ઘડી આપ્યું હતું. આનું પરિણામ કેટલું સારું આવ્યું તે મહારાજશ્રીએ પોતે જ વર્ણવેલા એક પ્રસંગ પરથી જણાશે. એક વખત અમદાવાદના એક વયોવૃદ્ધ પારસી ગૃહસ્થ પોતાની મોટરકારમાં આ બાજુ પક્ષીઓનો શિકાર કરવા આવ્યા. પરંતુ કેટલાક જુવાનિયાઓએ એમની મોટર અટકાવી. એટલે પારસી બુઢાએ હાથમાં બંદૂક લઈ તેઓને ગોળીએ વીંધવાનો ડર બતાવ્યો. પણ યુવાનો ડર્યા નહિ અને આઘા ગયા નહિ. ત્યાં તો ગામલોકોને ખબર પડી અને ઘણા માણસો ભેગા Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પ્રભાવક સ્થવિરો થઈ ગયા. તેઓ બધાએ જુવાનિયાઓનો પક્ષ લીધો. પારસી બુઢા વિચારમાં પડી ગયા કે આ તો આખું ગામ બદલાઈ ગયું છે. જે લોકો શિકારમાં સાથ આપવા પડાપડી કરતા હતા તેઓ હવે શિકારનો વિરોધ કરી રહ્યા છે. લોકો સાથેની વાતચીતમાં તેમને મહારાજશ્રીએ આ બધી સદાચારની પ્રવૃત્તિ કર્યાનું જાયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, તેમનું હૃદય પીગળ્યું. પોતે શિકાર ન કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની પાસે જે કંઈ રકમ હતી તે ગામના લોકોને આપી દીધી અને એનો ઉપયોગ ઢોરોનો પાણી પીવાનો હવાડો બાંધવા માટે ખરચવાનું કહ્યું. એક વખત અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટર પોતાના સાથીદારો સાથે પક્ષીનો શિકાર કરવા આવ્યા. ગામના લોકોને ખબર પડી. મહારાજશ્રી પણ ત્યાં જ હતા. મહારાજશ્રીએ એ કલેક્ટરને બહુ સમજાવ્યા પણ તે માન્યા નહિ. એવામાં એક ગ્રામજન કલેક્ટરની આડો આવીને ઊભો રહ્યો અને કહ્યું, “પહેલાં મને મારો, પછી પક્ષીઓને એટલે તે કલેક્ટરે બંદૂક મૂકી દીધી પણ કલેક્ટરના સાથીદારોએ આઘાપાછા જઈ શિકાર માટે ગોળીઓ છોડી. એના ધડ ધડ અવાજો સંભળાતા હતા. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એક પણ પક્ષી પડ્યું નહિ. એટલે ઝંખવાણા થઈ કલેક્ટર પોતાના સાથીઓ સાથે પાછા વળ્યા. પ્રજામાં જ્યારે અન્યાય થાય, સમજાવવા છતાં દુરાચાર અટકે નહિ ત્યારે મહારાજશ્રી વિશુદ્ધિકરણ માટે ગાંધીજીની જેમ પોતાના અંતરાત્માને અનુસરી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા. એક વખત મહારાજશ્રીનો મુકામ એક ગામમાં હતો ત્યારે એક દિવસ સાયલાના લાલજી મહારાજના પંથના કેટલાક સાધુઓ અન્નક્ષેત્રના સદાવ્રત માટે ઘોડા ઉપર ત્યાં આવ્યા હતા. તેઓએ પોતાના ઘોડા ખુલ્લી જગ્યામાં બાંધ્યા હતા. રાતને વખતે એક ચોર એક સારા ઘોડાને ઉપાડી ગયો. બીજે દિવસે સવારે ખબર પડી કે એક ઘોડાની ચોરી થઈ છે. ગામમાં તપાસ કરી પણ ક્યાંયથી ઘોડો મળ્યો નહિ. એ સાધુઓએ મહારાજશ્રીને વાત કરી. સાંજે મહારાજશ્રીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે જ્યાં સુધી ઘોડો મળશે નહિ ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. આથી ગામના લોકોમાં દોડાદોડ થઈ ગઈ. ઘોડો નહિ મળે તો પોતાના ગામની આબરૂ જશે. રાતને વખતે મહારાજશ્રી ઉતારાના મકાનની ખુલ્લી ઓસરીમાં સૂઈ ગયા હતા. અડધી રાતે એક માણસ Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૬૯ મહારાજશ્રી પાસે આવ્યો. પોતે ઘોડાની ચોરી કરી તે કબુલ કરીને મહારાજશ્રી પાસે વ્રત લીધું કે હવેથી પોતે ઢોરચોરી નહિ કરે. સાધુઓને પોતાને ઘોડો મળતાં હર્ષ થયો અને સંતબાલજી મહારાજશ્રીના ઊંચા ચારિત્રથી અને આવી સેવાથી તેઓ પ્રભાવિત થયા હતા. ચોરી કરનારે ચોરી કબૂલ કરી હોય અને ચોરી ન કરવા માટે મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હોય એવા તો કેટલાયે પ્રસંગો નોંધાયા છે. મીરાંબહેને એક પ્રસંગ નોંધ્યો છે. એક વખત મહારાજશ્રી કલકત્તામાં હતા ત્યારે સવારે કોઈ એક ભાઈને સાથે લઈને ગોચરી વહોરવા નીકળ્યા. ગોચરી વહોરીને તેઓ ઉતારે પાછા ફરતા હતા ત્યાં તો તેમને થાક લાગવા માંડ્યો. ઉતારે જેમતેમ પહોંચ્યા અને ગોચરીની ઝોળી મૂકીને તેઓ પાટ પર સૂઈ ગયા. તેઓ જાણે બેભાન જેવા થઈ ગયા. તરત મીરાંબહેન ડોક્ટરને બોલાવી આવ્યાં. ડોક્ટરે તપાસીને કહ્યું, “હમણાં અહીં આવો રોગચાળો ચાલે છે. ઈંજેક્શન લેશે એટલે એક-બે દિવસમાં સારું થઈ જશે. ગભરાવાની જરૂર નથી.” જાગૃતિ આવતાં મહારાજશ્રીએ મીરાબહેનને કહ્યું, “હું જે ગોચરી લાવ્યો છું તે બહાર સરખી જગ્યા જોઇને, ખાડો કરીને એમાં પરઠવી દો.” મીરાંબહેને કહ્યું, “ખાવાનું છે, તો જમીનમાં દાટી દેવા કરતાં ગાય કે કૂતરાને ખવડાવીએ તો શું ખોટું ?' મહારાજશ્રીએ કહ્યું, “જેન સાધુનો એ આચાર નથી. મળેલ ભિક્ષાત્રનું દાન કરવાનો અમને અધિકાર નથી. કોઈ એમ કરે તો એમાંથી આગળ જતાં ઘણા અનર્થ થાય. ગૃહસ્થો ગોચરી વહોરાવતા બંધ થાય.” એ ગોચરી ભૂમિમાં ભંડારી દેવામાં આવી. ત્રણેક દિવસ પછી મહારાજશ્રી સ્વસ્થ થયા. આહાર લેતા થયા. શરીરમાં શક્તિ આવી. ત્યાર પછી તરત મહારાજશ્રીએ પોતાને ગોચરી ભંડારી દેવી પડી એ નિમિત્તે પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. સંત પરમ હિતકારી'માં શ્રી મનુભાઈ પંડિતે ઘણા પ્રસંગો નોંધ્યા છે. એક વખત પૂ. મહારાજથી સુરત જિલ્લામાં વિહાર કરી રહ્યા હતા. વેડછીના શ્રી જુગતરામભાઈ દવેને મળવાની એમને ઇચ્છા હતી. તેઓ મઢી ગામમાં Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ પ્રભાવક સ્થવિરો પધાર્યા ત્યારે જુગતરામભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે મહારાજશ્રી સાથેની વાતચીતમાં એ પણ કહ્યું કે આ બાજુના આદિવાસી લોકો દારૂ છોડતા નથી. ઘરે ખરાબ ગોળનો દારૂ બનાવે છે. વળી વેપારીઓ પણ ખરાબ ગોળનો વેપાર કરીને સારું કમાય છે. વ્યસનમુક્તિ એ મહારાજશ્રીની પ્રવૃત્તિઓમાંની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે સમગ્ર પરિસ્થિતિ બરાબર સમજી લીધી. રાત્રે પ્રાર્થનાસભામાં એમણે પોતાના વક્તવ્યમાં જુગતરામભાઇની ચિંતા વ્યક્ત કરી. એમણે ધર્મ અને નીતિની સમજ પાડી. મહાજનનો ધર્મ સમજાવ્યો. એમનું વક્તવ્ય અત્યંત પ્રેરક હતું. એની શ્રોતાઓ ઉપર ભારે અસર પડી. એક પછી એક વેપારીએ ઊભા થઈ ખરાબ ગોળ ન વેચવાની ત્યાં જ પ્રતિજ્ઞા લીધી. એમાં એક પારસી સજ્જન પણ હતા. આમ મઢીમાં જે પરિણામ આવ્યું તેથી પ્રેરાઇને મહારાજશ્રીએ ઠેઠ ખાનદેશ સુધીના વિહારમાં એક મહિના સુધી રોજ રાત્રે પ્રાર્થનાસભામાં મદ્યનિષેધનો સારો પ્રચાર કર્યો અને એનું ઘણું જ સારું પરિણામ આવ્યું. કેટલાયે આદિવાસીઓએ આજીવન દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. શિયાળાના દિવસોમાં એક વખત મહારાજશ્રીને રાતની પ્રાર્થનાસભા પછી એક માણસે ગામને પાદર આવવા વિનંતી કરી. મહારાજશ્રી ગયા. કોળી પગીની જાતના કેટલાક લોકો ત્યાં બેઠા હતા. એમાં એક ગામના મુખીના જ બે બળદ ચોર્યા હતા. ચોરનાર કાળુ એના બાપ કરતાં પણ જબરો અને માથાભારે હતો. પરંતુ મહારાજશ્રીએ એને માથે હાથ મૂકી, આશીર્વાદ આપી એને અને એના સોબતીઓને ઢોરચોરી વગેરે ગુના ન કરવા અને મુખીના બળદ પાછા મૂકી આવવા અને ખેતી તરફ વળવા સમજાવ્યું હતું. આ રીતે ગુનાહિત માનસવાળા નીચલા થરના લોકોને પણ મહારાજશ્રી પ્રેમથી સુધારતા હતા. મહારાજશ્રી સૂરતના રસ્તે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે વેડછીમાં જુગતરામભાઇને મળીને આગળ વધતાં વ્યારા, સોનગઢ વગેરે આદિવાસી ગામોમાંથી તેઓ પસાર થયા હતા ત્યારે આદિવાસીઓ એમનું સ્વાગત કરવા આવતા. જંગલમાં જંગલ મંડળ દ્વારા લાકડાં કાપનાર Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ પ૭૧ આદિવાસીઓનું મુખ્ય શસ્ત્ર તે કુહાડી. આ જંગલ વિસ્તારમાં જ્યારે જ્યારે મહારાજશ્રી પસાર થતા ત્યારે ઠેર ઠેર આદિવાસીઓ એમનું સ્વાગત કરવા રસ્તાની બેય બાજુ હારબંધ ઊભા રહી જતા. તે વખતે તેઓ પોતાની કુહાડીને ચકચકિત કરીને લાવતા અને સ્વાગત વખતે ખભા પાસે હાથ રાખી કુહાડી ઊંચી રાખતા. સેંકડો કુહાડીઓ સાથેનું આવા સ્વાગતનું દૃશ્ય વિરલ હતું. જીવનની ઉત્તરાવસ્થામાં રૂઢિચુસ્ત સમાજમાં મહારાજશ્રી માટે પહેલાં જેટલો વિરોધ હતો તેટલો રહ્યો નહોતો. એમના કાર્યથી સમાજ પ્રભાવિત થયો હતો. પછી કેટલાંયે નગરોમાં સંઘ મહારાજશ્રીને પોતાના ઉપાશ્રયમાં પધારવા અને વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા હતા. મહારાજશ્રી “વિશ્વ વાત્સલ્ય”માં વખતોવખત વિનો બાજી માટે આદરભાવપૂર્વક લખતા અને એમની પ્રવૃત્તિઓની ભારે અનુમોદના કરતા. વિનોબાજીએ ભૂદાનની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં ગુજરાતમાં સંતબાલજીએ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સમગ્ર ગુજરાતનો જમીનનો લક્ષ્યાંક પૂરો નહોતો થતો તો મહારાજશ્રીએ એ માટે ઉપવાસની જાહેરાત કરી અને ઉપવાસ શરૂ થાય તે પહેલાં લક્ષ્યાંક પૂરો થઈ ગયો હતો. વિનોબાજીએ ૧૯૭૯માં ગોવધબંધી લાવવા માટે જ્યારે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. એ વખતે મહારાજશ્રીએ વિચાર્યું કે વિનોબાજીના ઉપવાસ અટકાવવા હોય તો એની સામે કંઈક આત્મિકબળ હોવું ઘટે. મહારાજશ્રીએ પોતે વિનોબાજીના ઉપવાસ ચાલુ થાય તે પહેલાં એકવીસ દિવસના ઉપવાસની જાહેરાત કરી. વિનોબાજી અને સંતબાલજી ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, છતાં વિનોબાજી પ્રત્યેના અને એમના સેવાકાર્ય પ્રત્યેના આદરભાવ સહિત મહારાજશ્રીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એમના જીવનની આ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. પરંતુ એનું એવું સરસ પરિણામ આવ્યું કે સરકાર અને અન્ય નેતાઓની ખાતરીથી વિનોબાજીએ આમરણાંત ઉપવાસ કરવાનું બંધ કર્યું. મહારાજશ્રીને પણ એથી અત્યંત હર્ષોલ્લાસ થયો. મહારાજશ્રીના ઉપવાસની બહુ કદર થઈ. શ્રી વિનોબાજીનાં અંતેવાસી શ્રી નિર્મળાબહેન દેશપાંડેએ લખ્યું હતું. “પૂજ્ય વિનોબાજી કે પ્રતિ આપકી જો અપાર આત્મીયતા Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ પ્રભાવક સ્થવિરો વહ ઇતિહાસ મેં અદ્વિતીય માની જાયગી.” મહારાજશ્રીએ ઇ. સ. ૧૯૬૮નું ચાતુર્માસ થાણા જિલ્લામાં તારાપોર પાસે ચિંચણમાં એટલે કે ચીંચણીમાં કર્યું. તે વખતે સમુદ્રકિનારે આવેલું શાંત, રમણીય અને વાડીઓનાં વૃક્ષોથી ભરચક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ સમું આ સ્થળ સ્થિરવાસ માટે એમને ગમી ગયું. ૧૯૬૯નું ચાતુર્માસ પાસેના વાણગામમાં કર્યું. પરંતુ ચાલીસ વર્ષના સતત વિહાર પછી એમનું શરીર થાક્યું હતું. તેઓ સ્થિરવાસ કરવા ઇચ્છતા હતા. મુંબઇના પ્રાયોગિક સંઘે ચીંચણીમાં બંગલો, અન્ય મકાનો, કૂવો, કંપાઉન્ડની ભીંત અને વિવિધ પ્રકારના વૃક્ષો તથા ખેતીલાયક જમીન સાથેની એક વાડી પસંદ કરી. ૧૯૭૦થી મહારાજશ્રીએ ત્યાં સ્થિરવાસ કર્યો. એનું નામ રાખ્યું “મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર.' મહારાજશ્રીની ભાવના અને એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવાની હતી. પરંતુ એમનું એ સ્વપ્ન સાકાર થયું નહિ. મહારાજશ્રીમાં વિચારશક્તિ, લેખનશક્તિ, કવિતાશક્તિ, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ હતાં. એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને આચારાંગ સૂત્રનો સમર્થ અનુવાદ કર્યો છે. “અપૂર્વ અવસર'નું સુંદર વિવેચન કર્યું છે. ધર્મપ્રાણ લકાશાહ, “જૈન દૃષ્ટિએ ગીતાદર્શન' વગેરે ગ્રંથો લખ્યાં છે. ચીચણીમાં ૧૯૮૨ સુધીના આ સ્થિરવાસ દરમિયાન એમણે “વિશ્વ વાત્સલ્ય” સામયિક ચલાવવા ઉપરાંત, “તત્ત્વાર્થસૂત્ર'નું ગુજરાતી ભાષાન્તર, “વિશ્વવત્સલ મહાવીર’ જેવું દીર્ઘકાવ્ય ઇત્યાદિનું લેખનકાર્ય કર્યું હતું. એમણે પચાસથી અધિક નાનામોટા ગ્રંથોની રચના કરી છે. આ કેન્દ્રમાં વિવિધ પ્રકારની વિચારગોષ્ઠીઓ થતી, પ્રવચનો થતાં, પ્રાર્થનાસભાઓ યોજાતી. સમગ્ર ભારતમાંથી નામાંકિત વ્યક્તિઓ મહારાજશ્રીને મળવા આવતી. મહારાજશ્રી રાજકારણમાં, કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા અને વિશ્વ વાત્સલ્ય'માં પોતાના વિચારો દર્શાવતા. પરંતુ કોંગ્રેસ જ્યારથી ગાંધીવાદી વિચારોથી દૂર જતી ગઈ ત્યારથી કોંગ્રેસ સાથેનો એમનો લગાવ ઓછો થતો ગયો. એમણે “ગ્રામ કોંગ્રેસ નામની જુદી પ્રવૃત્તિ ચાલુ કરી હતી. ૧૯૭૧માં પહેલી વાર અમે ચીંચણી ગયા ત્યારનો અમારો અનુભવ લાક્ષણિક હતો. અમે બે ગાડીમાં પરિવારના દસેક સભ્યો મુંબઇથી ગયા હતા. Page #620 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૭૩ મારા પિતાશ્રી પણ સાથે આવ્યા હતા. ઉનાળાના દિવસો હતા. રસ્તાઓ એવા ખરાબ કે સાતેક કલાકે ચીંચણી પહોંચાય. ત્યારે કેન્દ્રમાં મહારાજશ્રી અને મણિભાઈ બે જ જણ હતા. મીરાંબહેન બહારગામ કથામાં ગયા હતાં. બંગલાના હોલમાં અમારો ઉતારો હતો. અડધી રાત સુધી મચ્છરને લીધે જાગરણ થયું અને પછી ચાલુ થયું વાવાઝોડું અને વીજળીના કડાકા. જોરદાર વાછટો હોલમાં પણ આવી અને ગાદલાં ભીંજાઈ ગયાં. સવારે ઊઠ્યા ત્યારે નવકારશી વખતે કહેવામાં આવ્યું કે કેન્દ્રમાં બે ટંક જમવાની વ્યવસ્થા થશે. નવકારશીની વ્યવસ્થા નથી અને કેન્દ્રમાં ચા-કોફી પીવાની મનાઈ છે. મહારાજશ્રી પોતે પોતાના આચારપાલન પ્રમાણે ગામમાંથી ગોચરી વહોરી લાવે છે. અમારે માટે મણિભાઈ ગામમાંથી દૂધ લઈ આવ્યા. ભોજનની વ્યવસ્થા માટે પણ ગામમાંથી બે બહેનોને બોલાવી લાવ્યા. બહારના મહેમાનો માટે એટલું વ્યવસ્થાતંત્ર હજુ તૈયાર થયું નહોતું. (હવે બધી જ વ્યવસ્થા છે અને ચાકોફીની પણ છૂટ છે.) બે દિવસના અમારા રોકાણ દરમિયાન મહારાજશ્રી સાથે ઘણી વાતો અને તત્ત્વચર્ચા થઈ. પણ વિશેષ આનંદ તો મારા પિતાશ્રીના મુખે સ્તવનો સાંભળવાનો મહારાજશ્રીને થયો હતો. બીજી એક વખત પણ ચીંચણી જવાનું થયું ત્યારે મહારાજશ્રીએ તરત જૂની વાત યાદ કરીને મારા પિતાશ્રીને સ્તવનો સંભળાવવાનું કહ્યું હતું. પિતાશ્રીને આશરે દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં અને મધુર રાગે ભાવપૂર્વક ગાતા. પછીથી જ્યારે મુંબઇથી સુરત, વડોદરા કે અમદાવાદ મોટરરસ્તે જ્યારે જવાનું થતું ત્યારે થોડાક કલાક માટે પણ ચીંચણીમાં અમારો મુકામ રહેતો. મહારાજશ્રી જે કંઈ લખ્યું હોય કે લખાતું હોય તે અચૂક બતાવતા. અમારી સાથે મારા પિતાશ્રી હોય તો મહારાજશ્રી એમને એક બે સ્તવનો સંભળાવવા માટે અવશ્ય કહેતા. ઇ. સ. ૧૯૭૭ની આસપાસ એક વખત ચીંચણી જવાનું થયું ત્યારે મહારાજશ્રી ભગવાન મહાવીર વિશે પોતે લખેલું એક દીર્ઘકાવ્ય મઠારતા હતા. પછી તો જેમ જેમ કાવ્ય મઠારાતું ગયું તેમ તેમ હું જ્યારે ચીંચણી જાઉં ત્યારે તેઓ મને બતાવતા. તેઓ તો સમર્થ કવિ હતા, તેમ છતાં છંદ, શબ્દરચના વગેરેની દૃષ્ટિએ નિખાલસ અભિપ્રાય આપવાનું મને કહેતા. કાવ્યનું શીર્ષક Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ પ્રભાવક સ્થવિરો એમણે રાખ્યું હતું. ‘વિશ્વવત્સલ મહાવીર’. આખું કાવ્ય જ્યારે લખાઈ ગયું ત્યારે એમણે મારી આગળ પ્રસ્તાવ મૂક્યો, ‘રમણભાઈ, આની પ્રસ્તાવના હવે તમે લખી આપો.’ મેં કહ્યું, ‘મહારાજશ્રી, મારો એ અધિકાર નહિ. બીજા કોઈ પાસે લખાવો.’ મહારાજશ્રીએ કહ્યું, ‘અમારા બધાંનો અભિપ્રાય એવો છે કે પ્રસ્તાવના તમારી પાસે જ લખાવવી.' એમના વાત્સલ્યભર્યા આગ્રહને વશ થઈ છેવટે પ્રસ્તાવના લખવાનું મેં સ્વીકાર્યું. ગ્રંથના ફર્મા જેમ જેમ છપાતા જતા તેમ તેમ શ્રી વીરચંદભાઈ ઘેલાણી સાથે તેઓ મને મોકલાવતા. બધા ફર્મા છપાઈ ગયા ત્યારે આ દીર્ઘકાવ્યનો અભ્યાસ કરીને પ્રસ્તાવના લખી આપી, જે એમણે પુસ્તકમાં છાપી હતી. (આ પ્રસ્તાવના ‘પ્રબુદ્ધ જીવન'માં પણ છપાઈ હતી અને મારા ગ્રંથ સાંપ્રત સહચિંતન-ભાગ-૩માં પણ છપાઈ છે.) ચીંચણીમાં સ્થિરવાસ કર્યા પછી, એ વાડીમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની મહારાજશ્રીની ભાવના હતી. એમાં શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી, મુનિશ્રી નાનચંદ્રજી અને જવાહરલાલ નહેરુ એ ચારનાં નામથી યુનિવર્સિટીની કક્ષાના ચાર વિભાગ શરૂ કરવાની અને એમાં એ પ્રમાણે શિક્ષણ આપવાની તેમની ઈચ્છા હતી. એ વિશે બધી વિગતો લખીને એક પુસ્તિકા પ્રગટ ક૨વામાં આવી હતી અને એ અંગે એક બોર્ડ ઉપર લખાણ પણ મૂકવામાં આવ્યું હતું. મે એ બોર્ડની બધી વિગતો વાંચ્યા પછી એક વખત મહારાજશ્રી સાથે નિખાલસ ચર્ચા કરી હતી. મેં કહ્યું કે હું યુનિવર્સિટીમાં ભણાવું છું. યુનિવર્સિટી કક્ષાના વિભાગો કરવા, પગારદાર પ્રાધ્યાપકો રોકવા, વહીવટીતંત્ર ઊભું કરવું, તે માટે વર્ગો અને મકાનો બાંધવાં–આ બધી લાખો કરોડો રૂપિયાની વાત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની નહિ, રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણસંસ્થા પણ ઊભી કરવા માટે ઘણું બધું કાર્ય કરવું પડે. જો એને સરકારી માન્યતા ન મળે તો એવું શિક્ષણ લેવા માટે ખાસ કોઈ આવશે નહિ. વળી આપે ગુરુભક્તિથી પ્રેરાઇને પૂ. નાનચંદ્રજી મહારાજનું નામ રાખ્યું છે, પરંતુ જૈનોના ચારે ફિરકામાં એ સર્વોચ્ચ નથી, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તો કેવી રીતે હોય ? હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય કે હેમચંદ્રાચાર્યનું નામ વધુ શોભે. તદુપરાંત જવાહરલાલ નહેરુનું નામ આઝાદી પહેલાં જેવું માનભર્યું હતું તેવું આજે રહ્યું નથી. આજકાલ Page #622 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૭૫ છાપાંઓમાં જવાહરલાલજી વિશે કેટલી બધી ટીકાઓ આવે છે. રાજેન્દ્રપ્રસાદ, વિનોબાજી, રવિશંકર મહારાજ કે એવી કોઈ મોટી વ્યક્તિનું નામ રાખો તો કેમ ? મહારાજશ્રીએ મારી નિખાલસ વાત સાંભળી એટલી જ નિખાલસતાથી કહ્યું કે આ આશ્રમ (કેન્દ્રોની સ્થાપના કરી ત્યારે ઉત્કટ ભાવનાથી આ બધું આયોજન મેં વિચાર્યું હતું, પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એની વાસ્તવિકતાનો મને વધુ ખ્યાલ આવતો જાય છે. હું હવે એ માટે ઉદાસીન છું. મેં એક બીજ વાવ્યું. હવે એ અંકુરિત થવાનું હશે તો થશે !' ૧૯૭૯માં મહારાજશ્રીએ વિનોબાજીના ગોવધબંધીના ઉપવાસ અટકાવવા માટે પોતે એકવીસ દિવસના ઉપવાસ કર્યા. પરંતુ ત્યાર પછી એમનું વજન ઘટ્યું અને તબિયત પણ અસ્વસ્થ રહેવા લાગી. વળી ૧૯૮૨ના બ્રુઆરીમાં ફરીથી એમણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. આથી તેમના શરીરમાં ઘણી અશક્તિ આવી ગઈ. થોડા દિવસ પછી બીજી માર્ચ એમના પર લકવાનો હુમલો થયો. તેમને એબ્યુલન્સમાં મુંબઇમાં હરકીશનદાસ હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા. થોડા દિવસ તબિયત સુધરતી લાગી. હું હોસ્પિટલમાં એમની ખબર જોવા, વંદન કરવા જતો. ત્યારે તેઓ બોલી શકતા નહિ પણ ઓળખી શકતા અને સમજી શકતા. એમની સ્મૃતિ સારી હતી. પણ પછી સ્વાથ્યમાં વળાંક આવ્યો. તા. ૨૬મી માર્ચ ૧૯૮૨ના રોજ સવારે ૧૦-૫૫ કલાકે એમણે દેહ છોડી દીધો. એમના મૃતદેહને એબ્યુલન્સમાં ચીંચણી લાવવામાં આવ્યો. ત્યાં આશ્રમમાં થોડા કલાક દર્શનાર્થે રાખવામાં આવ્યો અને પછી સમુદ્ર તટે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. એમની પાલખી મીરાંબહેન, કાશીબહેન વગેરે ચાર કુંવારી (પણ હવે વયોવૃદ્ધ) બહેનોએ ઉપાડી હતી અને અગ્નિસંસ્કાર એમના જીવનભરના અંતેવાસી શ્રી મણિભાઈએ કર્યા હતા. આ જગ્યા મહારાષ્ટ્ર સરકારે આશ્રમને ભેટ આપી છે અને ત્યાં મહારાજશ્રીની સમાધિ આરસમાં રચવામાં આવી છે. એમના ઉપર પોતાના ગુરુદેવનો તેમજ મહારાજશ્રીનો એમ બે પ્રય મંત્ર 3ૐ હ્રીં અરિહંત નમઃ | અને 35 મૈયા શરણમ્ મમ | કોતરવામાં આવ્યા છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો મહારાજશ્રીનો જન્મ તા. ૨૬-૮-૧૯૦૪માં એટલે કે વિ. સં.૧૯૬૦ના શ્રાવણની પૂર્ણિમાએ થયો હતો. શ્રાવણી પૂર્ણિમા એટલે બળેવનો દિવસ, પર્વનો મોટો દિવસ. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે. આ દિવસે દરિયાખેડુઓ શ્રીફળ વધેરી દૂર દૂર સુધી દરિયો ખેડવા જાય, કારણ કે હવે દરિયામાં વાવાઝોડાનો ભય નહિવત્ હોય. મહારાજશ્રી કાળધર્મ પામ્યા તા. ૨૬-૩-૧૯૮૨ વિ. સં.ના ચૈત્ર સુદ એકમના રોજ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. કેટલાક લોકોનું એ બેસતું વર્ષ. શક સંવત ગુડી પડવાથી ચાલુ થાય. આમ મહારાજશ્રીના જન્મ અને કાળધર્મના એમ બને દિવસો મોટા પર્વના દિવસો રહ્યા છે. મહારાજશ્રીનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. એમણે દીક્ષા ગ્રહણ કરી એ દિવસ પણ શુક્રવારનો હતો અને તેઓ કાળધર્મ પામ્યા એ દિવસ પણ શુક્રવારનો હતો. આ પણ એક સુંદર યોગાનુયોગ કહેવાય. - સ્વ. પૂ. શ્રી સંતબાલજી મહારાજ એક મહાન, ક્રાન્તિકારી સાધુ મહાત્મા હતા. અલબત્ત એમની ધર્મક્રાન્તિ વિશે વિભન્ન મત રહેવાના. એમના જીવન વિશે મણિભાઈ પટેલ, મીરાંબહેન, દુલેરાય માટલિયા, નવલભાઈ શાહ, અંબુભાઈ શાહ, મનુભાઈ પંડિત, બળવંતભાઈ ખંડેરિયા, ટી. યુ. મહેતા, ગુણવંત બરવાળિયા વગેરેએ પુસ્તકો લખ્યા છે. જૈન સાધુ તરીકે મહારાજશ્રી ગોચરી, પાદવિહાર વગેરે કેટલાક આચારનું ચુસ્ત પાલન કરતા હતા, પણ બીજા કેટલાક આચારમાં એમણે પોતાના ધ્યેયને અનુલક્ષીને ફેરફારો કર્યા હતા. એમણે નિર્દભ અને નીડરપણે જાહેર નિવેદન કરીને એ માર્ગ અપનાવ્યો હતો. એટલે એમને સાંપ્રદાયિક ધોરણે મૂલવવા કરતાં તત્કાલીન વિશાળ સામાજિક સંદર્ભમાં મુલવવા જોઇએ. એ વખતે દેશની આઝાદી માટે અને પ્રજાકલ્યાણ માટે સમગ્ર દેશમાં એવો મોટો જુવાળ આવ્યો હતો અને ગાંધીજીના જીવન અને કાર્યનો લોકો ઉપર એટલો મોટો પ્રભાવ પડ્યો હતો કે સંતબાલજી જેવા કેટલાય એમાં ખેંચાય એ સ્વાભાવિક હતું. એ કાળે કેટલા બધા જૈન સાધુઓએ ખાદી ધારણ કરી હતી. જેનો આત્મધર્મ માટે, આત્મસાધના માટે, મોક્ષપ્રાપ્તિના ધ્યેય અર્થે, Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મહારાજ ૫૭૭ ગૃહત્યાગ કરી દીક્ષા લે છે. ગુરુ ભગવંત એ માટે જ વ્રતો ઉચ્ચારાવે છે અને સમાજ પણ એ સમજણ સાથે જ સાધુ-સાધ્વીઓના ભરણ-પોષણની જવાબદારી સહર્ષ વહન કરે છે. આ એક પ્રકારનું વ્યવસ્થિત સંગઠન છે. આ એક ઉચ્ચ પરંપરા છે. અઢી હજાર વર્ષથી તે અવિચ્છિન્ન ચાલી આવે છે. તેમાં કોઈ સાધુ કે સાધ્વી સ્વછંદપણે વર્તે તો તે ચલાવી ન લેવાય. એથી પરંપરા તૂટે. લોકોની શ્રદ્ધા ખૂટે. એક વખત તૂટેલી પરંપરાને ફરીથી જીવંત કરવાનું મુશ્કેલ બને છે. (જેમ બોદ્ધ ધર્મમાં ભારતમાં બન્યું હતું.) બીજી બાજુ જમાને જમાને કોઈક કોઈક મહાત્મા એવા નીકળવાના કે જેઓને આત્મકલ્યાણ કરવા સાથે પોતાની નજર સામેના દુઃખી લોકોનું ભૌતિક કલ્યાણ વધુ મહત્ત્વનું લાગે. લોકોનાં દુઃખદર્દ તેમને માટે અસહ્ય થઈ પડે; કેટલાક લોકકલ્યાણ એ જ આત્મકલ્યાણ છે અથવા લોકકલ્યાણ દ્વારા આત્મકલ્યાણ થાય એવા વિચારો પણ ધરાવે. આ સમગ્ર વિષયને ઘણા દૃષ્ટિકોણથી વિચારી શકાય. વસ્તુતઃ કોઈ સમાજ પોતાની પરંપરાના રક્ષણ માટે અલગ વિચાર ધરાવતી વ્યક્તિને સમુદાયમુક્ત કરે તો તે ખોટું છે એમ ઉતાવળે કહી નહિ શકાય. સમજણપૂર્વક બંનેના પંથ જુદા જુદા રહે એ જ ઇષ્ટ છે. એટલે જ પૂ. સંતબાલજી મહારાજશ્રીને કોઈ એક પૂર્વગ્રહભરી સાંપ્રદાયિક દૃષ્ટિથી જોવાથી એમને બરાબર ન્યાય નહિ આપી શકાય. એમનું જીવન, કાર્ય અને સાહિત્ય એક મહાનિબંધ લખાય એટલું મોટું છે. જેમ સમય પસાર થાય અને સંબંધ ધરાવતી વ્યક્તિઓ ભૂતકાળમાં વિલીન થાય ત્યારે, પાંચ-સાત દાયકા પછીથી કોઈક સમર્થ વ્યક્તિ સમગ્ર ઘટનાને કાળના પરિપ્રેક્ષ્યમાં અને સિદ્ધાન્ત તથા પરંપરાના સંદર્ભમાં તટસ્થતાપૂર્વક વધુ સારી રીતે મૂલવી શકે. પ. પૂ. સંતબાલજી મહારાજ જે પ્રકારનું જીવન જીવ્યા તે અનોખું હતું. એમની જન્મશતાબ્દીના આ અવસરે એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદના ! Page #625 -------------------------------------------------------------------------- ________________ [૨૩] શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ પરમ પૂજ્ય જૈન ભારતી, મહત્તરા સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી શુક્રવાર તા. ૧૮મી જુલાઈ, ૧૯૮૬ના રોજ દિલ્હીમાં વલ્લભ સ્મારકના સ્થાનમાં સવારે આઠ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આગલા દિવસથી જ એમને પોતાની અંતિમ ઘડીનો અણસાર આવી ગયો હતો. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા લોકોની, અને કેટલાકને વ્યક્તિગત નામ દઇને, એમણે ક્ષમાપના કરી લીધી અને પછી આત્મસમાધિમાં લીન થઈ ગયાં. બીજે દિવસે, ૬૧ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યાં. તેર વર્ષની ઉંમરે દીક્ષા લઈ અડતાલીસ વર્ષના દીક્ષાપર્યાય દરમ્યાન એમણે શાસનોતિનાં ઘણાં કાર્યો કર્યાં. એમના કાળધર્મથી એક તેજસ્વી સાધ્વીરત્નની આપણને ખોટ પડી છે. તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારત ભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લોકો આવી પહોંચ્યા. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારતભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લોકો આવી પહોંચ્યાં. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એક મહાન જ્યોતિ સ્થૂળ રૂપે ભૂતકાળમાં વિલીન થઈ ગઈ; સૂક્ષ્મ રૂપે એ જ્યોતિ અનેકનાં હૈયાંમાં ચિરકાળ પર્યંત પ્રકાશતી રહેશે ! પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીજી એટલે વર્તમાન સમયના સાધ્વીગણોમાં એક પરમ તેજસ્વી પ્રતિભા. સૈકાઓમાં ક્યારેક જોવા મળે એવી એમની અનોખી વિરલ પ્રતિભા હતી. અંગત સંપર્કમાં આવ્યા હોઈએ તો એની સવિશેષ પ્રતીતિ થાય. Page #626 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સા. શ્રી મૃગાવતીજી મહારાજ Page #627 -------------------------------------------------------------------------- ________________ Page #628 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ ૫૭૯ એક સાધ્વીજી મહારાજ પોતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમ્યાન, આટલાં બધાં મોટાં મોટાં કાર્યો કરી-કરાવી શકે એ જેવીતેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાના હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અનોખી દીર્ધદષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ વગેરે જોતાં એમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એવા અનેક ઉચ્ચ સગુણોનો સુભગ સમન્વય થયો હતો. એને લીધે જ એમના કાળધર્મથી અનેક લોકોએ એક માતાતુલ્ય સ્વજન ગુમાવ્યા જેવી લાગણી અનુભવી છે. માતા ગુરણી પૂજ્ય શીલવતીજી વિનમ્રતા અને વાત્સલ્યનાં મૂર્તિસમાં હતાં. પોતાની પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજ્જ કરીને આત્મસાધનાના ઉજ્જવળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું હતું. પોતાની માતા પૂજ્ય શીલવતી શ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂજ્ય મૃગાવતીશ્રીજીએ સવાયો સમૃદ્ધ કરીને દીપાવ્યો. પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે યુવાન વયનાં હતાં ત્યારે વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને, એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલ્લભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી, પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠીઓએ વિચાર્યું. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયું. પૂજ્ય મૃગાવતીજીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત છોટેલાલ શાસ્ત્રી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કોશ, આગમ ગ્રંથો અને પૂર્વાચાર્યોના અનન્ય મહાન ગ્રંથોના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મોના મહત્ત્વના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા ઘણી વિકાસ પામી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ પ્રભાવક સ્થવિરો ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષા ઉપર એમણે પ્રભુત્વ મેળવી લીધું. તેમનાં વ્યાખ્યાનોની શ્રોતાઓ ઉપર ઊંડી અસર થતી, કારણ કે, એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી. લગભગ બે દાયકા પહેલાં પૂજય શીલવતીશ્રીજી અને પૂજય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેક્ટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કોરાએ મને તેમનો પરિચય કરાવ્યો હતો. ત્યારપછી મુંબઈમાં કેટલીક વાર મારે એમને મળવાનું થયું હતું. શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું એમને મળતાં જ પ્રતીત થતું. એક વખત હું એમને વંદન કરવા ગયો. પછી ફરતો હતો ત્યારે તેઓ એટલું જ બોલ્યાં, “ભાઈ, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજો.' એ વાક્યમાં વાત્સલ્યનો એવો અભૂતપૂર્વ રણકો મને સંભળાયો કે આજ દિવસ સુધી એ વાક્ય હજુ કાનમાં ગૂંજ્યા કરે. છે. શીલવતીજી સંવત ૨૦૨૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યાં. એમણે પોતાનાં પુત્રી શિષ્યા મૃગાવતીજીને એવાં તૈયાર કર્યા હતાં કે એમનામાં એમનાં માતાગુરુણી પૂજ્ય શીલવતી-શ્રીજીનાં દર્શન થતાં. પૂજ્ય મૃગાવતીજીએ પોતાનાં માતાગુરુણી શીલવતીજી સાથે સંવત ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યો. ત્યારપછી છેલ્લાં અઢાર વર્ષમાં તેમણે પોતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાઠ હજાર માઈલ જેટલો પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૦૯માં કલકત્તા-શાંતિ નિકેતનમાં સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સંવત ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧મું અધિવેશન પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં યોજાયું ત્યારે મૃગાવતીજીનાં પ્રવચનોથી પ્રેરાઈને વિજયવલ્લભ હાઈસ્કૂલ' માટે અનેક બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ એ Page #630 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૧ મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સંવત ૨૦૧૦માં અંબાલામાં “વલ્લભવિહાર' નામના સમાધિ- મંદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી પંજાબમાં જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભ સ્મારકનું નિર્માણ થયું. વળી એ સ્મારકમાં “ભોગીલાલ લહેરચંદ જેન એકેડમી ઓફ ઇન્ડોલૉજિકલ સ્ટડીઝ'ની સ્થાપના કરવામાં આવી. મૃગાવતીજી પૂજય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉદાર દૃષ્ટિથી જીવનમાં અનેકાન્તને ચરિતાર્થ કરનારાં તેઓ હતાં. દક્ષિણ ભારતના વિહાર દરમ્યાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ તેઓ ગયાં હતાં. એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો. મૂર્તિપૂજક ફિરકાના હોવા છતાં, સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકોમાં તેઓના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયનાં સાધુ-સાધ્વીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે તેમણે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દિગમ્બરોને પણ એમની વિધિ અનુસાર એમના પર્યુષણ પર્વની (દશલક્ષણી પર્વની) આરાધના કરાવી હતી. પોતે તપગચ્છનાં હોવા છતાં, ખરતરગચ્છ, અંચલગચ્છના ધાર્મિક પ્રસંગો, શિબિરોમાં હાજરી આપતાં. આવા તો અનેક પ્રસંગો એમના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાય હિન્દુઓ પણ હતા. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિન્દુઓએ રહેણીકરણીમાં માંસમદિરા છોડી જૈન ધર્મના આચાર અપનાવ્યા હતા. પંજાબમાં દહેજ વગેરેના કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો. પૂજ્ય મૃગાવતીજી પોતે ગુજરાત-સૌરાષ્ટ્રનાં વતની હતાં, પરંતુ ભારતીય પરંપરામાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં પ્રદેશભેદ હોતો નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઇત્યાદિના ભેદોને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ પંજાબના વતની હતા. છતાં જ્યારે તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂજ્ય વલ્લભસૂરિ મહારાજ વડોદરાના વતની, પરંતુ તેઓ વિશેષપણે પંજાબમાં વિચર્યા. પંજાબીઓ સાથે એમની આત્મીયતા સધાઈ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ પ્રભાવક સ્થવિરો ગઈ હતી. પોતાના ગુરુવર્યને અનુસરીને મૃગાવતીજીએ પણ પંજાબ અને દિલ્હીને પોતાનાં કાર્યક્ષેત્ર બનાવી દીધાં હતાં. એમના એક શિષ્યા સુયેષ્ઠાશ્રીજી ગુજરાતી હતાં, જે થોડા સમય પહેલાં કાળધર્મ પામ્યાં. એમનાં બીજાં શિષ્યા સુવ્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજા શિષ્યા સુયશાશ્રીજી કચ્છનાં અને ચોથાં શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં. આ ચારેય શિષ્યાઓ સાથે મૃગાવતીજીને નિહાળીએ ત્યારે ભાષા કે પ્રદેશના બધા જ ભેદો વિગલિત થઈ ગયા હોય એવી સરસ આદર્શરૂપ એકતા, એકરૂપતા એ બધાંમાં જોવા મળે. જૈન ધર્મની હજારો વર્ષથી ચાલતી આવેલી આ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. અન્ય આચાર્ય ભગવંતોના સમુદાયમાં અને અન્ય ધર્મોમાં પણ આવી લાક્ષણિકતા જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલો માણસ નિમ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલો અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે અને થઈ શકે છે તેનું આ એક અનુપમ ઉદાત્ત નિદર્શન છે. પૂ. મૃગાવતીશ્રીજીના કાળધર્મ પછી એક વાર પૂ. સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી સાથે વાત થઈ ત્યારે ગળગળાં થઈ એમણે મને પોતાનો અનુભવ કહ્યો હતો. એમણે કહ્યું કે પોતે જ્યારે મૃગાવતીશ્રીજી પાસે દીક્ષા લેવાની વાત કુટુંબમાં કરી ત્યારે સગાંસંબંધીઓએ તેનો વિરોધ કરતાં કહ્યું કે “તું ગુજરાતી સાધ્વી પાસે શા માટે દીક્ષા લે છે? તેઓ ગુજરાતી-પંજાબીનો ભેદભાવ કરશે અને ગુજરાત બાજુ વિહાર કરી જશે તો તને ફરી પંજાબ જોવા નહિ મળે. પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ હતી. કારણ કે મને મૃગાવતીશ્રી મહારાજના પરિચયમાં એવું ક્યારેય લાગ્યું નહોતું. મેં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી એક દિવસ તો શું, એક ક્ષણ પણ મને એવો અનુભવ થવા દીધો નથી કે પોતે ગુજરાતી છે અને હું પંજાબી છું, એમનો આત્મા એવો મહાન ઊંચી દશાનો હતો. એમની પાસે દીક્ષા લઈને હું તો ધન્ય થઈ ગઈ છું અને જે સગાંસંબંધીઓએ ત્યારે વિરોધ કર્યો હતો તેઓ પણ પછીથી તો પૂ. મૃગાવતીશ્રીજી પાસે મેં દીક્ષા લીધી એથી બહુ રાજી થઈ ગયાં હતાં.” છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજ્ય મૃગાવતીજીનો વિહાર પંજાબમાં રહ્યો હતો. પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજય વલ્લભસૂરિજી મહારાજનું મુખ્ય કાર્યક્ષેત્ર પંજાબ રહ્યું હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધ્વી પૂજ્ય મૃગાવતીજીનું કાર્યક્ષેત્ર પણ વિશેષપણે પંજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણા, જલંધર, અંબાલા, Page #632 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૩ હોશિયારપુર, ચંદીગઢ, લહેરા, માલેરકોટલા જેવાં મુખ્ય નગરો ઉપરાંત માર્ગનાં બીજાં નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુંબો સાથે પૂજ્ય મૃગાવતીજીનો સંપર્ક અત્યંત ગાઢ રહ્યો હતો. પૂજ્ય મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં-મોટાં સૌને નામથી ઓળખે. એક વખત મળે એટલે એમના સ્મૃતિપટ પર એ વ્યક્તિનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુંબોમાં બાર-પંદર સભ્યો હોય તો તે બધાંને મગાવતીજી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યક્તિ ક્યારેક એમને વંદન કરવા જાય તો તેઓ આખા કુટુંબનાં બધાં સભ્યોનાં નામ દઈને બધાંની ખબરઅંતર પૂછે અને બધાંને ધર્મલાભ કહેવડાવે. એમાં વયોવૃદ્ધ વડીલોનાં નામ પણ હોય અને બે–ચાર વર્ષનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાંય કુટુંબોના સભ્યોને પૂજ્ય મૃગાવતીજી પાસે વારંવાર દોડી જવાનું મન થાય. મળીને વંદન કરે ત્યારે એટલી આત્મીયતા અનુભવાય. પૂજ્ય મૃગાવતીજીને જાહેર કાર્યમાં પોતાને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળતી, તેનું કારણ અનેકાનેક વ્યક્તિઓ સાથેની આ તેમની નિઃસ્વાર્થ પ્રેમપરાયણ આત્મીયતા હતી. હિમાચલ પ્રદેશમાં કાંગડા તીર્થમાં ચાતુર્માસ હતાં ત્યારે હું મારાં પત્ની અને દીકરી ચિ. શૈલજા સાથે ત્યાં ગયો હતો. અમારી દીકરીનો એમને પહેલી વાર પરિચય થયો, છતાં ત્યારથી જ્યારે જ્યારે મળ્યો છું ત્યારે ત્યારે ચિ. શૈલજાને એનું નામ દઈને તેઓ અચૂક યાદ કરે. અમારો પુત્ર ચિ. અમિતાભ અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમને ક્યારેય મળ્યો નથી. છતાં દરેક વખતે એને પણ એના નામ સાથે યાદ કરે. પત્રમાં પણ એના નામનો ઉલ્લેખ કરે. પોતાને મળી હોય કે ન મળી હોય એવી અનેક વ્યક્તિઓનાં નામ યાદ રાખવાની એમની ગજબની શક્તિ હતી. એમની સ્મૃતિ એવી હતી કે એમને લગભગ સાઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. પૂજ્ય મૃગાવતીજીના પવિત્ર જીવનનો એવો પ્રભાવ હતો કે ઉપાધિવાળા કેટલાક લોકો એમના સાનિધ્યમાં શાંતિ અનુભવતા. કંઈક આપત્તિ આવી પડી હોય, કંઈક વ્યક્તિગત કે કૌટુમ્બિક પ્રશ્નો હોય અને એમની પાસે જઈને માણસ વાસક્ષેપ નખાવે અને માંગલિક સાંભળી આવે તો પોતાના પ્રશ્નો ઊકલી ગયા હોય એવા અનુભવની વાતો ઘણા પાસેથી મને સાંભળવા મળી છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ પ્રભાવક સ્થવિરો ગુજરાનવાલા (પાકિસ્તાન)માં પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા હતા અને જ્યાં સુંદર સમાધિ મંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં હિન્દુસ્તાન-પાકિસ્તાનના વિભાજન પછી જૈનો જઈ શકતા ન હતા. શીખોને પાકિસ્તાનમાં આવેલા તેમના ગુરુદ્વારાઓમાં જવા માટે પાકિસ્તાનની સરકાર સમાંતર ધોરણે જેમ છૂટ આપતી હતી તે જ રીતે જૈનો માટે પણ ગુજરાનવાલાની છૂટ ઉચ્ચ કક્ષાની સરકારી વ્યક્તિઓ સુધી પોતાની વાત પહોંચાડીને મૃગાવતીજીએ મેળવી આપવાનું કાર્ય કર્યું હતું. પાકિસ્તાનના ગુજરાનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભંડારોમાં કેટલીય હસ્તપ્રતો રહી ગઈ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમાંથી છ હજાર જેટલી જૈન હસ્તપ્રતો મૃગાવતીજીએ પાછી મેળવી લાવવા માટેનું પોતાના આચાર્ય ભગવંતોની પ્રેરણા અને સહકારથી ભગીરથ કાર્ય કર્યું. જૈન-જૈનેતર શ્રેષ્ઠીઓ, અમલદારો, ધારાસભ્યો, સંસદસભ્યો, પ્રધાનો તેમનું કાર્ય કરવા તત્પર રહેતા. સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્ય વિજયવલ્લભસૂરિજી માટે યોગ્ય સ્મારક કરવાની યોજના વિચારાતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં તે સાકાર થતી નહોતી. વડોદરામાં પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂજ્ય મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં મૃગાવતીજી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલ્હી, અંબાલા, લુધિયાણા, જલંધર, હોશિયારપુર વગેરે સ્થળોના શ્રેષ્ઠીઓ સાથે વિચારવિનિમય કરીને તે માટે તેમણે જરૂરી વિહાર કર્યો. તેઓ અંબાલાથી દિલ્હી વિહાર કરતાં હતાં ત્યારે વિસામો લેવા રસ્તા પરના એક ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠાં હતાં એ વખતે એ સ્થળ અને એનું વાતાવરણ એમને એટલાં બધાં ગમી ગયાં અને જાણે કોઈ દિવ્ય પ્રેરણા મળતી હોય તેમ મનમાં ભાવના થઈ કે આ જ સ્થળે વલ્લભ સ્મારક કરવામાં આવે તો કેવું સારું! જાણે વલ્લભ સ્મારકને ત્યાં સાકાર થતું મનોમન તેઓ નિહાળી રહ્યાં. દિલ્હી આવી સંઘના આગેવાનોને વાત કરી. દિલ્હીથી ૧૮-૨૦ કિલોમીટર દૂર એ નિર્જન સ્થળે કોણ જાય અને ત્યાં કેવી રીતે કામ થાય ? વળી તેની ઉપયોગિતા કેટલી ? તેવા પ્રશ્નો કદાચ કેટલાકને ત્યારે થયા હશે. પરંતુ સમગ્ર રીતે જોતાં સંઘના આગેવાનોને લાગ્યું કે આજે ભલે એ સ્થળ દૂર હોય, પરંતુ હાઈવે પર આવેલી એ વિશાળ, રમણીય જગ્યા ભવ્ય સ્મારક માટે બધી જ રીતે અનુકૂળ છે. સમય જતાં દિલ્હી શહેરનો વિકાસ થશે ત્યારે એ Page #634 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૫ સ્થળ દૂર નહિ લાગે. એ પ્રમાણે નિર્ણય લેવાયો અને એ જ સ્થળે ભવ્ય સ્મારક માટેની યોજના થઈ. મૃગાવતીજીની શુભ નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે મહોત્સવપૂર્વક લાલા ખેરાતીલાલ જૈનના હાથે ત્યાં શિલાન્યાસનો કાર્યક્રમ થયો. ત્યારપછી દાનનો પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યો. તબિયત અસ્વસ્થ છતાં પૂજ્ય મૃગાવતીજીની ઉપસ્થિતિમાં વિશેષતઃ સંક્રાન્તિ દિનની ઉજવણી વખતે થોડાક જ મહિનાઓમાં લાખો રૂપિયાનાં વચનો મળી ચૂક્યાં હતાં. પૂ. મૃગાવતીજીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. - પૂજ્ય મૃગાવતીજીને હંમેશાં ખાદી પહેરવાનો નિયમ હતો. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતાં હતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે. વળી એમનો એવો પણ નિયમ હતો કે જે વ્યક્તિ જાતે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કાપડ વહોરવું. ત્યાગ અને સાદાઈની એમની ભાવના કેટલી ઊંચી હતી તે આ નિયમ પરથી જોઈ શકાય છે. દિલ્હીના શ્રી રામલાલજી સાથે મૃગાવતીજી વિશે વાત નીકળતાં તેમણે કહ્યું હતું કે મૃગાવતીજી પંજાબમાં જ્યારે વિચરતાં ત્યારે એક ગામથી બીજે ગામ જવામાં એમને રસ્તો બતાવવા માટે તથા સાધ્વીજીઓના રક્ષણ માટે કોઈ સાથીદાર-ચોકીદાર મોકલવાનું સૂચન કરીએ તો તેઓ તેનો ઇન્કાર કરતાં. તેઓ કહેતાં કે અમે અમારી મેળે અમારો માર્ગ શોધી લઈશું. અમને કોઈનો ડર નથી. અમે નિર્ભય છીએ. વળી વિહારમાં અમારી સાથે કોઈ પુરુષ ચાલતો હોય એ અમને ગમતું નથી. અમારા ચારિત્રપાલનમાં અમે એટલા ચુસ્ત રહેવા ઇચ્છીએ છીએ.” પૂજ્ય મૃગાવતીશ્રીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં, સાધ્વી તરીકે પોતાના ચારિત્રપાલનમાં અત્યંત દઢ હતાં. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી તેઓ કોઈ પુરુષનું મુખ જોતાં નહિ અને તે પ્રમાણે પોતાની શિષ્યા સાધ્વીઓને પણ સાચવતાં. કેટલાંક વર્ષ પહેલાં મૃગાવતીજીને છાતીમાં કેન્સર થયું. ત્યારે ઓપરેશન વખતે એમણે જે પૈર્ય અને દઢ ચારિત્રપાલન કર્યું હતું તેની વાતો પણ તેમના પ્રત્યે અત્યંત આદરભાવ પેદા કરે એવી છે. દિલ્હીમાં તેઓ ઑપરેશન માટે એબ્યુલન્સમાં નહિ, પણ નવ કિલોમીટર જેટલું અંતર પગે ચાલીને હોસ્પિટલ ગયાં હતાં. ઘણી અશક્તિ હતી છતાં લિફ્ટનો ઉપયોગ તેમણે નહોતો કર્યો, પણ દાદર ચડીને ગયાં હતાં. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ પ્રભાવક સ્થવિરો હોસ્પિટલનાં બીજાનાં વાપરેલાં સાધનો-થર્મોમીટર, ઈજેક્શનની સીરીંજ, બ્લડપ્રેશર માપવાનું યંત્ર વગેરે ન વાપરતાં પોતાનાં અલગ રખાવ્યાં હતાં. પોતાની પાટ જુદી રખાવી હતી. ઓપરેશન વખતે પોતાને કોઈનું પણ લોહી ચડાવવામાં ન આવે તે માટે ખાસ સૂચના આપી હતી. ઑપરેશન પછી ડૉક્ટરે કહ્યું હતું કે શરીરે પરસેવો ન થવો જોઈએ અને તે માટે પંખો વાપરવો પડશે. પરંતુ મૃગાવતીજીએ તેની પણ ના પાડી હતી. હોસ્પિટલમાં પોતાની જગ્યા એવી પસંદ કરાવી હતી કે જ્યાંથી રોજ સવારના જિનમંદિરના શિખરનાં દર્શન થઈ શકે. હોસ્પિટલના કેટલાયે દાક્તરો, નર્સો, અન્ય દર્દીઓ વગેરે રોજ તેમની પાસે વાસક્ષેપ નખાવવા આવતાં. ઓપરેશન પછી હૉસ્પિટલમાંથી જ્યારે તેમને રજા આપવામાં આવી ત્યારે પણ લિફ્ટ, સ્ટ્રેચર કે વાહનનો ઉપયોગ તેમણે નહોતો કર્યો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓ થાકી જાય તો શિષ્યા-સાધ્વીજીનો ટેકો લઈ ઊભાં રહેતાં. એમ ધીમે ધીમે વિહાર કરી દિલ્હીમાં દરિયાગંજથી રૂપનગર પાંચ દિવસે તેઓ પહોંચ્યાં હતાં. રવિવાર, તા. ૧પમી જૂન ૧૯૮૬ના રોજ દિલ્હીમાં સંક્રાંતિના દિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ પૂજ્ય આત્મારામજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગે મારા મિત્ર શ્રી શૈલેશભાઈ કોઠારી સાથે ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું. એ પ્રસંગે બે દિવસ પૂજ્ય મૃગાવતીજી પાસે બેસવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. પોતાને કેન્સરનો વ્યાધિ થયો છે અને દિવસે દિવસે આયુષ્ય ક્ષીણ થતું જાય છે એ વિશે પોતે સ્વસ્થતાપૂર્વક, સમતાપૂર્વક સભાન હતાં એ એમની વાતચીત પરથી સ્પષ્ટ થતું હતું. કેન્સરના વ્યાધિને કારણે તેમને શારીરિક પીડા અસહ્ય રહેતી. થોડુંક બોલતાં હાંફ ચડી જતો. પંદર-પચીસ મિનિટથી વધારે બેસી શકાતું નહિ, તરત સૂઈ જવું પડતું. વળી પાછી સ્વસ્થતા આવે એટલે બેઠાં થાય. વાતચીત કરે. કાને ઓછું સંભળાતું એટલે બીજાઓને મોટેથી બોલવાનું કહેતાં. એ પણ બરાબર ન સમજાય એટલે એમની શિષ્યાઓ એમના કાન પાસે મોટેથી ફરીથી તે તે વાક્યો બોલે અને મૃગાવતીજી તે પ્રમાણે પ્રસન્ન વદને ઉત્તર આપે. એમની શારીરિક અસ્વસ્થતા આટલી બધી હોવા છતાં એમનું આત્મિક બળ ઘણું મોટું હતું. આગલે દિવસે બહારગામથી પધારેલાં ઘણાંબધાંની સાથે સતત વાતચીત કરવાનો પરિશ્રમ થયો હતો. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિન મંદિર માટેની Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૭ જિન પ્રતિમાઓની બોલી બોલવાનો કાર્યક્રમ હતો. એટલે એ દિવસે સભામાં પાંચ-છ કલાક સુધી તેઓ સ્વસ્થતાપૂર્વક બેઠાં અને કાર્યક્રમ દરમ્યાન પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની સભા હતી. તેમાં પણ લગભગ અઢી કલાક તેઓ સ્વસ્થતાપૂર્વક બેઠાં હતાં અને દોરવણી આપતાં રહ્યાં હતાં. એ પ્રસંગે શરીરની અંદર અસહ્ય પીડા છતાં પ્રસન્ન અને સસ્મિત વદને બધી કાર્યવાહીમાં એમણે ભાગ લેતાં અમે જોયાં ત્યારે એમની આ આત્મિક શક્તિની સવિશેષ પ્રતીતિ થઈ હતી. - પૂજ્ય મૃગાવતીજીના કાળધર્મના આગલા દિવસે ૧૭મી જુલાઈએ અત્યંત ગંભીર બીમારીના, અંતિમ ઘડીના સમાચાર ઠેર ઠેર પ્રસરી ગયા. સેંકડો માણસો દિલ્હી પહોંચી ગયા. મારા મિત્ર શૈલેશભાઈ કોઠારી પણ વિમાનમાં દિલ્હી પહોંચી ગયા. હું સંજોગવશાત્ ન જઈ શક્યો. મૃગાવતીજી તદ્દન અશક્ત થઈ ગયાં હતાં, પરંતુ વાતચીત કરી શકતાં હતાં. શૈલેષભાઈને જોતાં જ એમણે પ્રશ્ન કર્યો, “પ્રોફેસર રમણભાઈ નથી આવ્યા?” શૈલેશભાઈએ મુંબઈ પાછા આવીને જ્યારે આ વાત મને કરી ત્યારે પૂજ્ય મૃગાવતીજીએ અંતિમ ઘડીએ પણ મને યાદ કર્યો એથી ધન્યતા અનુભવી. પૂજ્ય મૃગાવતીજીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર વલ્લભ સ્મારકમાં થયો એમાં પણ કોઈ દેવી સંકેત હશે! એ પ્રસંગે એમની સ્મૃતિ માટે લાખો રૂપિયાનું ફંડ થોડા કલાકમાં જ થયું એ પણ જેવીતેવી વાત નહોતી. પૂજ્ય મૃગાવતીજીના હૈયામાં સર્વ પ્રત્યે પ્રેમનો, કલ્યાણનો સ્ત્રોત એટલો બધો વહેતો રહ્યો હતો કે અગ્નિસંસ્કાર વખતે સિત્તેર-એંશીની ઉંમરના માણસો પણ બોલતા હતા કે, “આજે અમે જાણે અમારી માતા ગુમાવ્યાનું દુઃખ અનુભવીએ છીએ.' પૂજ્ય મૃગાવતીજીને આથી વધુ સુંદર અંજલિ કયા શબ્દોમાં હોઈ શકે? Page #637 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી કદૈયાલાલજી મહારાજ (કમલ) કમલ'ના ઉપનામથી સુપ્રસિદ્ધ આગમરત્નાકર, અનુયોગપ્રવર્તક, સ્થાનકવાસી સંપ્રદાયના સ્થવિર, ઋતસેવી, જ્ઞાનયોગી, સરળ સ્વભાવના વિનમ્ર મહાત્મા પ. પૂ. ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મહારાજ, સોમવાર, પોષ વદ ૮ (ગુજરાતી માગશર વદ ૮) તા. ૧૮મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુ પર્વત પર, વર્ધમાન મહાવીર કેન્દ્રમાં ૮૮ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના કાળધર્મથી આપણને એક તેજસ્વી જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે. પૂ કન્ડેયાલાલજી મહારાજને પહેલી વાર મળવાનું મારે ૧૯૮૨માં દેવલાલીમાં થયું હતું. ત્યારે તેમનું ચાતુર્માસ ત્યાં હતું. દેવલાલીમાં થોડા દિવસના રોકાણ દરમિયાન એમનાં વ્યાખ્યાનોમાં હું નિયમિત જતો. એમનાં વ્યાખ્યાનોમાં મને વધુ રસ એટલા માટે પડેલો કે તેઓ ધર્મોપદેશની વાતોમાં વચ્ચે વચ્ચે કેટલાક પારિભાષિક શબ્દોની વ્યુત્પત્તિ સમજાવીને તે દૃષ્ટિએ પણ અર્થપ્રકાશ પાડતા હતા. કેટલીક વ્યુત્પત્તિ એમની મૌલિક હતી. કેટલીક લૌકિક પ્રકારની વ્યુત્પત્તિ હતી, ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ જે Popular Etymology તરીકે ઓળખાય છે. વ્યાખ્યાન પછી એમની પાસે બેસવાનું થતું અને મને આગમ સાહિત્યમાં રસ છે એ જાણીને તેમને બહુ આનંદ થયો હતો. પછી તો એમની સાથે તથા એમના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી સાથે એક પ્રકારની આત્મીયતા સધાઈ ગઈ. પૂ. કન્ડેયાલાલજી મહારાજે એમનું એક પુસ્તક “જેનાગમનિર્દેશિકા' મને ભેટ આપ્યું કે જેમાં ૪૫ આગમોમાંના પ્રત્યેક આગમમાં કયા કયા વિષયોની છણાવટ કરવામાં આવી છે તેનો ક્રમિક નિર્દેશ કરવામાં આવ્યો છે. એક સંદર્ભ ગ્રંથ તરીકે તે ઘણો મૂલ્યવાન છે અને અભ્યાસીઓ-સંશોધકોને કોઈ એક વિષય વિશે આગમોમાં કયાં કયાં ઉલ્લેખ છે તે જાણવું હોય તો તરત કામ લાગે એવો સરસ તે ગ્રંથ છે. એ ચાતુર્માસ દરમિયાન જ્યારે જ્યારે દેવલાલી મારે જવાનું થયું ત્યારે Page #638 -------------------------------------------------------------------------- ________________ શ્રી કહૈયાલાલજી મહારાજ ત્યારે હું પૂ. કહૈયાલાલજી મહારાજને વંદન કરવા અચૂક જતો. ચાતુર્માસના અંતે નાસિક રોડમાં એમના દીક્ષાપર્યાયની સુવર્ણજયંતી ઊજવાઈ ત્યારે પણ મને આમંત્રણ હતું અને એ સભામાં મેં પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું હતું. ત્યાર પછી મહારાજશ્રીએ રાજસ્થાન બાજુ વિહાર કર્યો. એમની સાથેનો સંપર્ક પત્ર દ્વારા સતત રહેતો. દરેક ચાતુર્માસની અને ઉત્સવોની પત્રિકા આવતી. થોડાં વર્ષ પહેલાં માઉન્ટ આબુ જ્યારે જવાનું મારે થયું હતું ત્યારે શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં એમને વંદન કરવા પણ હું સહકુટુંબ ગયો હતો. ઉપાધ્યાય શ્રી કન્હેયાલાલજી મહારાજની તબિયત, જ્યારથી પેટનું ઑપરેશન કરાવ્યું ત્યારથી નરમગરમ રહ્યા કરતી હતી. શૌચાદિ માટે નળી મૂકી હતી તો પણ એમની માનસિક સ્વસ્થતા અને સ્ફૂર્તિ સારાં રહેતાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તબિયતને કારણે એમણે આબુમાં શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં સ્થિરવાસ કરી લીધો હતો. જીવનની ઉત્તરાવસ્થામાં એમની ઇચ્છાનુસાર એમના અનુયોગના ચારે વિભાગોના દળદાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા. જીવનભર એક મિશનની જેમ અનુયોગનું કામ એમણે ઉપાડ્યું હતું. એનું લેખનકાર્ય પૂરું થયું અને એનું પ્રકાશનકાર્ય પણ પૂરું થયેલું પોતે જોઈને સંતોષ પામી શક્યા હતા. પ. પૂ. મહારાજશ્રીનું હવે ૮૮મું વર્ષ ચાલતું હતું. તેઓ વયોવૃદ્ધ અને અશક્ત થયા હતા. તા. ૧૭મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુમાં વિજય મુહૂર્તે એમણે માંગલિક સંભળાવ્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણી આવી રહી હતી. પરંતુ ત્યાં તો તા. ૧૭મી ડિસેમ્બરે બપોરે સવા ત્રણ વાગે એમની તબિયત એકદમ બગડી ગઈ. એમના શિષ્યો પૂ. શ્રી વિનયમુનિજી તથા પૂ. શ્રી ગોતમમુનિજી પાસે જ હતા. પૂ. શ્રી મુક્તિપ્રભાશ્રીજી વગેરેને બોલાવવામાં આવ્યાં મહારાજશ્રીને લાગ્યું કે પોતાનો અંતસમય આવી ગયો છે. એટલે તરત એમણે બપોરે સવા ત્રણ વાગે સંથારો લઈ લીધો. એમના અંતિમ શ્વાસ ચાલુ થયા. બીજી દિવસે તા. ૧૮મી ડિસેમ્બરે વહેલી સવારે પોણા ચાર વાગે, બ્રહ્મમૂહૂર્તે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. એમના અનેક ભક્તો, અનુયાયીઓ આબુ આવી પહોંચ્યા. ૫૮૯ Page #639 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ પ્રભાવક સ્થવિરો બીજે દિવસે તા. ૧૯મી ડિસેમ્બરે, પાર્શ્વકલ્યાણકદિને બપોરે એમના મૃતદેહને “કમલ-કન્ફયા વિહાર'માં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ થયું અને એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે એકત્ર થયેલા ભક્તોએ પૂ. મહારાજની સ્મૃતિ માટે તથા જીવદયા માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું. પૂ. કન્ડેયાલાલજી મહારાજ ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકની ઉજવણી થાય તે પ્રસંગે જ કાળધર્મ પામ્યા. આથી એમના મુખ્ય શિષ્ય પૂ. શ્રી વિનયમુનિજીએ જાહેર કર્યું કે પૂજ્ય મહારાજશ્રીની સ્વર્ગારોહણ તિથિ દર વર્ષે ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકદિન સાથે જોડી દઈ પોષ વદ (ગુજરાતી માગશર વદ) ૮, ૯ અને ૧૦ના રોજ ઊજવવી અને તે દિવસે યથાશક્તિ આયંબિલ આદિ તપશ્ચર્યા કરવી. પૂ. કન્ડેયાલાલજી મહારાજનો જન્મ જેસલમેરમાં વિ. સં. ૧૯૭૦ના ચૈત્ર સુદ ૯ના રોજ એટલે કે રામનવમીના પર્વ દિવસે બ્રાહ્મણ કુળમાં થયો હતો. એમના પિતા શ્રી ગોવિંદસિંહજી મારવાડમાં આવેલા જસનગર (કેન્કિંદ) રાજ્યના પુરોહિત હતા. એમની માતાનું નામ જમનાદેવી હતું. મહારાજશ્રી જ્યારે ચાર વર્ષના હતા ત્યારે એ વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને એમનાં માતાપિતા એમાં મૃત્યુ પામ્યાં હતાં. આથી ચાર વર્ષની ઉંમરે તેઓ અનાથ થઈ ગયા હતા. તેમના એક મોટા ભાઈ અને મોટી બહેન એમ ત્રણ જણ રહ્યાં હતાં. બધાં નાની ઉંમરનાં હતાં. માતાપિતાના અવસાન પછી એમના એક સંબંધી તેઓને કેન્કિંદ (ઘોડાવડ) લઈ આવ્યા, કારણ કે વડીલોની જમીનદારી ત્યાં હતી. આ રીતે સગાંઓના આશ્રયે તેઓ સાત વર્ષની ઉમર સુધી કેન્કિંદમાં રહ્યા. એ દિવસોમાં બાળક કન્ડેયાલાલ તેજસ્વી અને ચબરાક જણાતાં કુસુમશ્રીજી નામનાં એક મહાસતીજીએ એ વિશે શ્રી પૂનમચંદજી ખાબિયા નામના શ્રાવકને ભલામણ કરી કે બાળકને શ્રી પ્રતાપચંદજી મહારાજ પાસે લઈ જવામાં આવે. એ પ્રમાણે વિ. સં. ૧૯૭૮માં શ્રી પૂનમચંદજી ખાબિયા કન્ડેયાલાલને છોટા પાદુ નામના ગામે લઈ ગયા. ત્યાં સ્થાનકવાસી આચાર્ય સ્વમીદાસની પરંપરાના શ્રી ફતેહચંદજી મહારાજ તથા મુનિ શ્રી પ્રતાપચંદજી Page #640 -------------------------------------------------------------------------- ________________ શ્રી કયાલાલજી મહારાજ ૫૯૧ મહારાજ એ બે ગુરુબંધુઓ બિરાજમાન હતા. તેઓ તેમને મળવા ગયા. જૈન મુનિ મહારાજને જોવાનો કન્ડેયાલાલનો આ પહેલો જ પ્રસંગ હતો. પ્રતાપચંદજી મહારાજને આઠ વર્ષના આ બાળક માટે પૂર્વના કોઈ ત્રણાનુબંધથી વિશેષ લાગણી થઈ. બાળકને પોતાની પાસે રાખવા અને અધ્યયન કરાવવાની દરખાસ્ત મૂકી. અનાથ બાળકના અધ્યયન અને નિર્વાહની જવાબદારીનો પ્રશ્ન જો આમ ઉકલી જતો હોય તો તે વાત શ્રી પૂનમચંદજીને તથા ચાન્ય સગાંઓને સંમત હતી. બાળકને પણ મુનિ મહારાજ સાથે રહેવાનું, વિહાર કરવાનું અને અધ્યયન કરવાનું ગમી ગયું. કન્ડેયાલાલે પીથાંવલા નામના ગામમાં શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને બારાખડી શીખવવામાં આવી. ત્યાર પછી તેમને માટે એક પંડિતજી રાખવામાં આવ્યા. બિહારીલાલ જોશી નામના એ પંડિતજીએ વ્યાકરણ શીખવવાનું શરૂ કર્યું. વ્યાકરણનો અભ્યાસ ચાલતો હતો ત્યાં પંડિતજીનું અચાનક અવસાન થયું અને અભ્યાસ અધૂરો રહ્યો. ત્યાર પછી ગુરુમહારાજ શાહપુરા નામના ગામે પધાર્યા. ત્યાં કિશોર કન્ડેયાલાલ માટે બીજા એક પંડિત શ્રી હરીશચંદ્રજીને રાખવામાં આવ્યા. મહારાજશ્રીએ પાંચ વર્ષ શાહપુરામાં રહીને વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કરી લીધો. પંડિતજીને ત્યારે મહિને ચાર રૂપિયાનો પગાર અપાતો હતો અને સંઘ એની વ્યવસ્થા કરતો હતો. શાહપુરામાં ત્યારે શ્રાવકોનાં સવાસો ઘર હતાં. એ દિવસોમાં શાહપુરા રામસ્નેહી સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. વળી ત્યાં આર્યસમાજીઓનાં ઘણાં ઘર હતાં. રામસ્નેહી સંપ્રદાયના અને આર્યસમાજના સાધુસંન્યાસીઓ શાહપુરામાં આવતા અને પ્રવચન આપતા. કિશોર કન્ડેયાલાલને ત્યાં જવા આવવાની છૂટ હતી. ગુરુ મહારાજ શ્રી પ્રતાપચંદજી તથા એમના ગુરુબંધુ શ્રી ફતેહચંદજી ઉદાર મનના હતા. બ્રાહ્મણ કુળના કિશોર કન્ડેયાલાલનું મન ફરી જાય એવી ધાસ્તી તેઓને નહોતી. વસ્તુતઃ ફતેહચંદજી મહારાજ પોતે પણ બ્રાહ્મણ કુળના હતા. એટલે તેઓ જ તેમને બધે જવા માટે ભલામણ કરતા અને શિખામણ આપતા કે બધાનું સાંભળવું અને સમજવા પ્રયાસ કરવો. કિશોર કન્ડેયાલાલે આ રીતે બધું મળીને અગિયાર વર્ષ અભ્યાસ કર્યો. ત્યાર પછી અઢાર વર્ષની વયે એમને વિ. સં. ૧૯૮૮માં વૈશાખ સુદ ૬ના Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ પ્રભાવક સ્થવિરો રોજ સાંડેરાવ નગરમાં શ્રી ફતેહચંદજી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી હતી. એ વખતે મરુધર કેશરીજી મહારાજ, છગનલાલજી મહારાજ, ચાંદમલજી મહારાજ, શાર્દૂલસિંહજી મહારાજ વગેરે મોટા મોટા સંતો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાને દિવસે એક ચિંતાજનક ઘટના બની હતી. સાંડેરાવ ગામમાં દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. હજારો માણસ એમાં જોડાયા હતા. કન્ડેયાલાલજીને શણગારીને એક ઘોડા પર બેસાડવામાં આવ્યા હતા. વરઘોડાને અંતે દીક્ષાની વિધિ હતી. હવે બન્યું એવું કે જે સ્વયંસેવકો લોકોને આગળ આવતા અટકાવવા માટે હાથમાં લાંબું દોરડું રાખતા હતા એ દોરડામાં જ ઘોડાનો પગ ફસાયો. ઘોડો ભડક્યો અને દોડતો ગામ બહાર ભાગ્યો. ઉપર બેઠેલા કન્ડેયાલાલ ગભરાયા. એમણે રસ્તામાં આવતા એક ઝાડની ડાળી પકડી લીધી અને લટકી પડ્યા. ત્યાં તો ડાળ તૂટી ગઈ. ઘોડો આગળ દોડતો નીકળી ગયો. કન્વેયાલાલના હાથપગ છોલાયા. જાંઘમાં એક પાતળી ડાળી ઘૂસી ગઈ. હાથની એક આંગળીનું હાડકું ખસી ગયું. લોકો દોડી આવ્યા. એમને ઊંચકીને તળાવના કિનારે ભીમનાથના મંદિરમાં લઈ આવ્યા અને તરત મલમપટ્ટા વડે સારવાર કરવામાં આવી. - હવે પ્રશ્ન એ ઊભો થયો કે કન્ડેયાલાલને દીક્ષા આપવી કે નહિ? એક મત એવો પડ્યો કે આવી દુર્ઘટના બની છે તો મુહૂર્ત સારું નહિ હોય, માટે દીક્ષા ન આપવી. બીજો મત એવો પડ્યો કે મુહૂર્ત સારું હતું માટે તો તે જીવથી બચી ગયા. નહિ તો આમાં મોત નિશ્ચિત આવી જાય. માટે દીક્ષાના સમયમાં ફેરફાર ન કરવો. આ વિવાદમાં દીક્ષાર્થીનો મત લેવાનું પણ નક્કી થયું. દીક્ષાર્થીએ પણ એ માટે સંમતિ આપી. છેવટે એ પ્રમાણે જ નિર્ણય લેવાયો અને મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવામાં આવી. દીક્ષા મહોત્સવ પછી ત્યાંથી વિહાર કરી તેઓ સોજત રોડ આવ્યા. દીક્ષા પછી સાતમે દિવસે કહૈયાલાલને દીક્ષા આપવામાં આવી. શાહપુરા પછી પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજશ્રીએ વ્યાવરમાં પંડિત શોભાચંદ્ર ભારિલ્લ પાસે અભ્યાસ કર્યો હતો. તે સમયે એમની સાથે મધુકરમુનિજી, પુષ્કરમુનિજી તથા લાલચંદજી મહારાજ પણ પંડિતજી પાસે Page #642 -------------------------------------------------------------------------- ________________ શ્રી કહેયાલાલજી મહારાજ ૫૯૩ અભ્યાસ કરતા હતા. આ સમયગાળામાં તેમણે કાવ્ય, વ્યાકરણ, સાહિત્યના ગ્રંથો ભણવા ઉપરાંત તત્ત્વાર્થસૂત્ર, શ્યાવાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલોક વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પછી તેમણે વ્યાવરમાં પરીક્ષા આપીને ન્યાયતીર્થની ડિગ્રી મેળવી હતી. તેમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા હતા. ત્યાર પછી મહારાજશ્રીએ પાલી નગરમાં પંડિત બેચરદાસ દોશી પાસે ભગવતીસૂત્ર વગેરે આગમગ્રંથોનો ટીકા સાથે અભ્યાસ કર્યો હતો. એવામાં કોઈ જર્મન લેખકના જેન આગમો વિશેના લેખનો હિંદી અનુવાદ એમના વાંચવામાં આવ્યો. એમને થયું કે જો વિદેશીઓ આપણા આગમગ્રંથોમાં આટલો બધો રસ લેતા હોય તો આપણે કેમ ન લેવો ? ત્યારથી એમની આગમપ્રીતિ એકદમ વધી ગઈ હતી. ૨૮ વર્ષની ઉંમરથી તે ૮૮ વર્ષની ઉંમર સુધી તેમણે આગમગ્રંથોના સ્વાધ્યાય અને સંપાદનનું કાર્ય કર્યા કર્યું છે. ત્રીસ વર્ષની ઉંમરે હરપાડા નગરમાં એમણે આગમ-અનુયોગનું કાર્ય ઉપાડ્યું જે જીવનભર ચાલ્યું. જરા પણ સમય મળે કે તરત તેઓ કોઈક આગમગ્રંથ લઈને વાંચવા બેસી જતા. કોઈ વાર તો દસ-પંદર માઈલના વિહાર પછી પણ તરત આગમોનો સ્વાધ્યાય કરવા તેઓ બેસી જતા, નાદુરસ્ત તબિયત હોય તો પણ હાથમાં ગ્રંથ તો હોય જ. તેઓ ગમે તેટલા થાકેલા હોય તો પણ દિવસે કદી સૂતા નહિ કે દીવાલને અઢેલીને બેસતા નહિ. - દીક્ષા પછી ગુરુમહારાજ શ્રી પ્રતાપચંદજી મહારાજ સાથે તેઓ એ પ્રદેશમાં વિહાર કરતા રહ્યા. દરમિયાન શ્રી પ્રતાપચંદજી મહારાજને મદનગંજના ચાતુર્માસમાં કમળાનો રોગ થયો. વિલાયતી દવા લેવાની એમણે ના પાડી. રોગ વધી ગયો અને છેવટે તેઓ કાળધર્મ પામ્યા. હવે શ્રી ફતેહચંદજી મહારાજ અને કન્ડેયાલાલજી મહારાજ એમ બે રહ્યા. ત્યારપછી થોડા વખતમાં શ્રી ફતેહચંદજી મહારાજને પથરીનો રોગ થયો. અજમેરમાં ઑપરેશન કરાવવું પડ્યું. ત્યાર પછી પ્રોસ્ટેટની તકલીફ શરૂ થઈ. શરીર નબળું પડી ગયું. એથી એમણે હરમાડા નામના નાના ક્ષેત્રમાં સ્થિરવાસ કરી લીધો. એટલે શ્રી કન્ડેયાલાલજી મહારાજને પણ ત્યાં જ રહેવું પડ્યું. એથી સ્વાધ્યાયની અનુકૂળતા રહી. એમના આગમોનો અભ્યાસ વધતો ગયો. સાત વર્ષ તેઓ ત્યાં રહ્યા અને પોતાનું અધ્યયન ચાલુ રાખ્યું. Page #643 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ પ્રભાવક સ્થવિરો ગુરુમહારાજ શ્રી ફતેહચંદજી મહારાજના કાળધર્મ પછી શ્રી કન્ડેયાલાલજી મહારાજે દિલ્હી તરફ વિહાર કર્યો. ત્યાં “જેનાગમ નિર્દેશિકા” ગ્રંથ તૈયાર કર્યો. તદુપરાંત એમણે નિશીથભાષ્ય, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે આગમગ્રંથોનું કાર્ય કર્યું તથા અનુયોગના કાર્યની વિશેષ તૈયારી કરી. પંડિત દલસુખભાઈ માલવણિયાનો એમને સારો સહકાર સાંપડ્યો હતો. ત્યાર પછી તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં વિહાર કર્યો. આમ રાજસ્થાનની બહાર વિહારમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી (વાગીશ)એ વિ. સં. ૨૦૨૫માં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ જીવનના અંત સુધી એમની સાથે રહ્યા. એમણે મહારાજશ્રીની અનુપમ વૈયાવચ્ચ કરી છે અને લેખનકાર્યમાં પણ સહાય કરી છે. - દક્ષિણ ભારતના વિહાર દરમિયાન મહારાજશ્રીને આંતરડાનો રોગ થયો. પીડા ઘણી વધી ગઈ. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. બે ઓપરેશન હૈદ્રાબાદમાં થયાં, પણ મર્યું નહિ. તબિયત એકદમ ગંભીર બની ગઈ. એટલે એમને વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા અને જેન ક્લિનિકમાં ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનથી એમને સારું થઈ ગયું, પણ શૌચાદિ માટે નળી મૂકવી પડી અને તબિયત સંભાળવાની જરૂર પડી. એમણે વર્ષો સુધી ચીવટપૂર્વક પોતાની તબિયત સાચવી. એટલે તો તેઓ ૮૮ વર્ષની ઉંમર સુધી પહોંચી શક્યા. મહારાજશ્રીમાં લઘુતાનો અને વિનમ્રતાનો ગુણ ઘણો મોટો હતો. મુંબઈમાં જૈન ક્લિનિકમાં ઓપરેશન કરાવવા માટે તેઓ કાંદાવાડીના ઉપાશ્રયે રહ્યા હતા. તે વખતે ત્યાં ધન્યમુનિ, કેવળદાસમુનિ વગેરે બિરાજમાન હતા. તેઓ કયાલાલજી મહારાજ કરતાં ઉમરમાં, દીક્ષાપર્યાયમાં, જ્ઞાનસાધનામાં નાના હતા. તો પણ ઓપરેશન વખતે મહારાજશ્રીએ કેવળદાસજી મહારાજને કહ્યું કે “મને સાગારી સંથારાનાં પચ્ચખાણ આપો.” એથી કેવળદાસજી મહારાજને આશ્ચર્ય થયું. એમણે કહ્યું “તમે જ્ઞાની છો. મોટા છો. જાતે જ પચ્ચખાણ લઈ શકો એમ છો.” તો પણ પૂ. કયાલાલજી મહારાજે આગ્રહ રાખ્યો અને શ્રી કેવળદાસજી મહારાજ પાસે પચ્ચખ્ખાણ લીધા. Page #644 -------------------------------------------------------------------------- ________________ શ્રી કનૈયાલાલજી મહારાજ ૧૯૭૯-૧૯૮૦માં મુંબઈનાં બે ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીને બે તેજસ્વી સાધ્વીજીઓનો પરિચય થયો. એ બે તે શ્રી મુક્તિપ્રભાશ્રીજી અને શ્રી દિવ્યપ્રભાશ્રીજી. એ બંનેને એમના પીએચ.ડી.ના વિષયો-(૧) જૈન યોગ અને (૨) અરિહંતમાં મહારાજશ્રીએ ઘણું સારું માર્ગદર્શન આપ્યું અને બંનેને પીએચ.ડી.ની ડિગ્રી મળી. ત્યારથી આ બંને મહાસતીજીઓએ પોતાની શિષ્યાઓ સાથે આબુમાં કેટલાંક વર્ષ રહીને મહારાજશ્રીને એમના અનુયોગના કાર્યમાં ઘણી મદદ કરી હતી. શ્રી મુક્તિપ્રભાશ્રીજી તો મહારાજશ્રીના અંતકાળ વખતે પણ પાસે જ હતાં. મહારાજશ્રીએ ઘી-તેલ, સાકર, મીઠું, દ્વિદળ વગેરેનો ત્યાગ કર્યો હતો. મહારાજશ્રીએ ઘી ખાવાનું છોડી દીધું તે એ વિગઈ છે એટલા માટે જ માત્ર નહિ, પણ શુદ્ધ ઘી વિશે શંકા જતાં એ કાયમનું છોડી દીધું. એ વિશે એમણે પોતે જ કહ્યું છે કે એક વખત તેઓ આગરામાં પૂ. કવિ શ્રી અમરમુનિ સાથે હતા. એક દિવસ તેઓ રસ્તામાં જતા હતા ત્યારે એક સરદારજી એક હૃષ્ટપુષ્ટ ડુક્કરને પકડીને ખેંચી જતા હતા. ડુક્કરની જવાની મરજી નહોતી એટલે ચીસાચીસ કરતું હતું. મહારાજશ્રીએ દયાભાવથી સરદારજીને તેમ ન કરવા કહ્યું અને કારણ પૂછ્યું તો સરદારજીએ કહ્યું કે પોતે ડુક્કરને મારીને એની ચરબી કાઢવા માગે છે. ચરબીની શી જરૂર છે એવો પ્રશ્ન થતાં સરદારજીએ કહ્યું કે એ ચરબી પોતે ઘીમાં ભેળવવા માગે છે જેથી સારી કમાણી થાય. ઘીમાં ચરબીની વાસ ન આવે? એવા પ્રશ્નના જવાબમાં સરદારજીએ કહ્યું કે પોતે એમાં શુદ્ધ ઘીનું એસેન્સ ભેળવે છે. એમ કહી સરદારજીએ ઘરમાંથી ઘી લાવીને બતાવ્યું. એ સૂંઘતાં કોઈને ય શંકા ન જાય. મહારાજશ્રીને લાગ્યું કે આવું ચરબીવાળું ઘી તો કેટલાંયે ઘરોમાં પહોંચી જતું હશે. કદાચ પોતાના ખાવામાં પણ આવી જાય. તરત જ એમણે સંકલ્પ કર્યો કે હવેથી ઘી કે ઘીવાળી વાનગી વગેરે ન ખાવાં, ન વહોરવાં. ૫૯૫ મહારાજશ્રી જિહ્વા૨સ પર સંયમ મેળવવા, રસત્યાગ કરવા ઇચ્છતા હતા. એક વખત એમના વાંચવામાં આવ્યું કે ઔરંગઝેબે શાહજહાંને પ્રશ્ન કર્યો કે ‘બધાં અનાજમાં શ્રેષ્ઠ કયું ?' શાહજહાંએ કહ્યું કે ‘ચણા, કારણ કે તે સૌથી વધુ સ્વાદિષ્ટ છે. એમાંથી મીઠાઇઓ પણ બને અને નમકીન વસ્તુઓ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ પ્રભાવક સ્થવિરો પણ બને. ઘોડાને પણ ચણા બહુ ભાવે અને કાગડા-કબૂતરને પણ બહુ ભાવે.” એ વાંચીને મહારાજશ્રીને થયું કે સ્વાદ ઉપર જો સંયમ મેળવવો હોય તો ચણાનો ત્યાગ કરવો જોઇએ. આ રીતે એમણે ચણા કે એની વાનગીઓનો ત્યાગ કર્યો. ત્યારપછી મહારાજશ્રીએ દૂધ અને દહીં, ખાંડ અને મીઠું પણ છોડ્યાં. તેલ છોડ્યું. દ્વિદળ છોડ્યાં. બાફેલાં શાકભાજી લેતા. આયંબિલ જેવું ખાતા. ઉણોદરી કરતા. મધ્યાહ્ન પછી, બાર વાગ્યા પછી એક વાર આહાર લેતા. સાંજે ઘણું ખરું આહાર લેતા નહિ. આ રીતે એમણે જીવનપર્યત રસત્યાગની તપશ્ચર્યા કરી હતી. મુંબઈમાં ઓપરેશન પછી મહારાજશ્રીએ ૧૯૮૨માં દેવલાલીમાં ચાતુર્માસ કર્યું. ત્યાં એમની તબિયત સારી રહી. એમની પ્રેરણાથી વૃદ્ધ સાધુ-સાધ્વીઓના સ્થિરવાસ માટે “વર્ધમાન મહાવીર સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનો લાભ ઘણાં સાધુ-સાધ્વીઓ આ જ દિવસ સુધી લેતાં રહ્યાં છે. દેવલાલી પછી મહારાજશ્રીએ રાજસ્થાનમાં વિહાર-ચાતુર્માસ જુદે જુદે સ્થળે કર્યા, પરંતુ વિશેષ સ્થિરતા તો એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા ધી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં જ જીવનના અંત સુધી રહી હતી. પૂ. મહારાજશ્રી મિતભાષી હતા અને દર મંગળવારે મૌન પાળતા. એમને વંદન કરવા દૂર દૂરથી આવેલા માણસો નિરાશ ન થાય એટલે પ્રત્યેક ચાતુર્માસ અગાઉ પત્રિકા બહાર પાડીને તેઓ જણાવી દેતા કે પોતાને મંગળવારે મોન હોય છે માટે એ દિવસે બોલશે નહિ. વળી રોજેરોજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તેઓ ભક્તોને મળશે તે પણ પત્રિકામાં જણાવી દેતા. આથી ભક્તોને અનુકૂળતા રહેતી અને મહારાજશ્રી પોતે પણ પોતાના સમયમાં નિયમિત સ્વાધ્યાય કરી શકતા. આથી જ આગમગ્રંથોના સંશોધન-સંપાદનનું અને ચારે અનુયોગનું હજારો પાનાંનું લેખન અને હિંદી અનુવાદનું કાર્ય તેઓ કરી શક્યા હતા. મહારાજશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. એ સંપ્રદાય પ્રત્યે એમની નિષ્ઠા પૂરેપૂરી હતી, પરંતુ પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ લખ્યું છે તે પ્રમાણે કહૈયાલાલજી મહારાજ અન્ય જૈન સંપ્રદાયની કે અન્ય ધર્મની ટીકા કે નિંદા Page #646 -------------------------------------------------------------------------- ________________ શ્રી કન્ડેયાલાલજી મહારાજ ૫૯૭ જરા પણ કરતા નહિ. વાદવિવાદમાં કે બીજાને ખોટા ઠરાવવામાં એમને રસ નહોતો. તેઓ ઉદાર મતના હતા અને કહેતા કે સત્ય હંમેશાં સંપ્રદાયાતીત હોય છે. તેઓ આગમસાહિત્યના પ્રખર અભ્યાસી હતા એથી જ બત્રીસ આગમને ને વળગી રહેતાં પિસ્તાલીસ આગમનો એમણે અભ્યાસ કર્યો હતો. પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ “આગમ એક અનુશીલન'માં માત્ર બત્રીસ આગમની વિચારણા ન કરતાં પિસ્તાલીસ આગમની વિચારણા કરી છે, તેવી જ રીતે પૂ. કન્ડેયાલાલજી મહારાજે જેનાગમ નિર્દેશિકામાં પિસ્તાલીસ આગમોના વિષયો લીધા છે. ચા૨ અનુયોગ ગ્રંથોમાં પણ એમની ભાવના ૪૫ આગમો લેવાની હતી અને એ રીતે જ તૈયારી થઈ હતી પરંતુ સાંપ્રદાયિક ભાવનાવાળા કેટલાક શ્રાવકોના આગ્રહને લીધે ૩૨ આગમોના વિષયો એમને રાખવા પડ્યા એમ શ્રી વિનયમુનિએ દ્રવ્યાનુયોગની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો છે. પૂ. કહેયાલાલજી મહારાજ પોતાના સંપ્રદાયની સામાચારીનું બરાબર નિષ્ઠાથી પાલન કરતા, પરંતુ એમની પાસે એતિહાસિક ઉદાર દૃષ્ટિ હતી. એટલે જ બીજાની સામાચારીની તેઓ ક્યારેય ટીકા કરતા નહિ, કે તે ખોટી છે એવું કહેતા નહિ. દેવલાલીમાં એક વખત હું એમની પાસે બેઠો હતો ત્યારે એક ભાઈ વંદન કરવા આવ્યા. થોડી વારે એમણે સીધો બેધડક પ્રશ્ન કર્યો, મહારાજશ્રી, આપ મૂર્તિપૂજામાં માનો છો કે નહિ ?' ત્યારે મહારાજશ્રીએ સૌમ્યતાથી ઉત્તર આપ્યો કે “જુઓ ભાઈ, મેં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. મારો વેશ સ્થાનકવાસી સાધુનો છે. મારે મારા વેશની મર્યાદા છે. એટલે આ વિષયમાં હું તમારી સાથે કંઈ ચર્ચા કરી શકીશ નહિ.” એમનો એ ઉત્તર બહુ વ્યવસ્થિત અને યોગ્ય હતો. પૂ. કન્ડેયાલાલજી મહારાજ સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તિ પોતાની મૌલિક દૃષ્ટિથી કરી બતાવતા. એમની શબ્દોની જાણકારી તથા એમની બહુશ્રુતતા એમાં જોવા મળતી. તેમણે અનેક શબ્દોના અર્થ પોતાની રીતે ઘટાવ્યા છે. એમાંથી ઉદાહરણ તરીકે થોડાક જોઈએ: રોગ એટલે રોગ અર્થાત્ રોતાં રોતાં જે ગતિ કરાવે અથવા રોતાં રોતાં જેની ગતિ થાય છે. ગુરુ એટલે ગુરુ અર્થાત્ ગુ એટલે અંધકાર (અજ્ઞાનરૂપી) રુ એટલે દૂર કરનાર. અથવા ગુ એટલે ગુણો અને રુ એટલે Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ પ્રભાવક સ્થવિરો રુચિ ધરાવનાર. મોક્ષ એટલે મોક્ષ અર્થાત્ મોહનો ક્ષય કરનાર. ક્ષમા એટલે ક્ષમા અર્થાત્ ક્ષય (કર્મક્ષય)નો માર્ગ. સુધા એટલે સુધા અર્થાત્ સારી ધારણા. અંગ્રેજી શબ્દ એલાર્મનો અર્થ તેઓ કરતા કે અલ્લા અને રામને ઊઠતાંની સાથે યાદ કરો. મોટર એટલે મોટર અર્થાત્ મોહથી ટળતા રહો. મહારાજશ્રીનું મોટામાં મોટું સ્મારક તે એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા આગમ અનુયોગ ટ્રસ્ટ' દ્વારા પ્રકાશિત થયેલા છ હજારથી વધુ પાનાંના એમના દળદાર અનુયોગ ગ્રંથો છે. અભ્યાસીઓને તે અનેક રીતે ઉપયોગી થાય એમ છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગમાં આગમસાહિત્યનું વર્ગીકરણ, હિંદી અનુવાદ સાથે એમણે કર્યું છે. એ માટે માત્ર જૈન સમાજ નહિ, તમામ સાહિત્યરસિક વર્ગ હંમેશાં એમનો ઋણી રહેશે. પ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ (કમલમુનિ)ના સ્વર્ગવાસથી આપણને એક બહુશ્રુત જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે. એમના દિવ્યાત્માને કોટિ કોટિ વંદન ! Page #648 -------------------------------------------------------------------------- ________________ Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરીજી મહારાજ Page #650 -------------------------------------------------------------------------- ________________ [૨૫] શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ વર્તમાન સમગ્ર જૈન શાસનના સર્વોચ્ચ મહાત્માઓમાં જેમને અચૂક સ્થાન આપી શકાય એવા અધ્યાત્મયોગી, પ્રશાન્તમૂર્તિ, ગીતાર્થ આચાર્ય ભગવંત શ્રી વિજયકલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ રાજસ્થાનમાં ફલોદીમાં ચાતુર્માસ કરીને ગુજરાત-શંખેશ્વર તીર્થ તરફ પધારી રહ્યા હતા ત્યારે વિહારમાં જ ઝાલોર પાસે ૭૮ વર્ષની વયે કાળ ધર્મ પામ્યા. એમના પાર્થિવ દેહને શંખેશ્વર તીર્થની પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વ. આચાર્ય ભગવંતે વિ. સં. ૨૦૧૦માં દીક્ષા લીધી હતી અને વિ. સં. ૨૦૫૮માં તેઓ કાળધર્મ પામ્યા. આ સાડા ચાર દાયકાથી અધિક સમયની એમની સંયમયાત્રામાં એમના હસ્તે સ્વપકલ્યાણની અનેક ઉત્તમ પ્રવૃત્તિઓ થઈ છે. એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું એટલું જ નહિ પોતાના પરિવારના સભ્યોને પણ સંયમના માર્ગે આરોહણ કરાવ્યું અને બીજા અનેક જીવોને પણ વ્રત-સંયમનું દાન આપીને મોક્ષમાર્ગની પ્રેરણા આપી હતી. એમને હાથે કેટલી બધી દીક્ષાઓ થઈ હતી ! કચ્છ વાગડ સમુદાયના અઢીસોથી અધિક સાધુ-સાધ્વીઓના તેઓ નાયક બન્યા હતા. સ્વ. પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ, નવકારમંત્રના અનન્ય આરાધક, મૈત્રી વગેરે ભાવનાઓને જીવનમાં ચરિતાર્થ કરનાર પ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજીના સાચા ઉત્તરાધિકારી થયા હતા. પ. પૂ. શ્રી પંન્યાસજી મહારાજનો આધ્યાત્મિક વારસો એમણે સાચવ્યો અને શોભાવ્યો છે. પ. પૂ. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ અને પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ જેવી જોડી જવલ્લે જ જોવા મળે. જૈન શાસન ઉપર તેમનો ઉપકાર અસીમ રહ્યો છે. શ્રી કલાપૂર્ણવિજયજીને પહેલી વાર મેં જોયા હતા પાલિતાણામાં. ત્યારે ૫. પૂ. શ્રી માનતુંગસૂરિજીની નિશ્રામાં આગમ વાચનાનો કાર્યક્રમ ચાલતો હતો. આચાર્ય મહારાજ પાટ પર બેઠા હતા અને નીચે બધા સાધુ-સાધ્વીઓમાં અગ્રેસર Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ પ્રભાવક સ્થવિરો હતા મુનિ શ્રી કલાપૂર્ણવિજય. હું અને મારાં પત્ની એ વાચનામાં બેઠાં હતાં તે વખતે જોયું હતું કે બંને મહાત્માઓ એક એક શબ્દની છણાવટ કેટલી બધી ઝીણવટપૂર્વક કરતા હતા. સમર્થ જ્ઞાની મહાત્માઓ બેઠા હોય અને વાચનાનું કાર્ય ચાલતું હોય ત્યારે ઝટ પૂરું કરવાની ઉતાવળ ન હોય, પણ સૂક્ષ્માર્થના ઊંડાણમાં જવાની અને તત્ત્વનું યથાર્થ મહત્ત્વ સમજવાની અખૂટ ધીરજ હોય. મારા મિત્ર શ્રી શશિકાન્તભાઈ મહેતા પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીની સ્થિરતા હોય ત્યાં દર્શન-વંદનાર્થે અથવા પવરાધના માટે ઘણી વાર જતા, મહારાજ શ્રી શંખેશ્વરમાં બિરાજમાન હતા ત્યારે શ્રી શશિકાન્તભાઈ સાથે આચાર્યશ્રી પાસે કેટલીક વાર જવાનો યોગ મને પ્રાપ્ત થયો હતો. મારા વડીલ મિત્ર પંડિત શ્રી પનાલાલભાઈ ગાંધીને આચાર્યશ્રી કેટલીક વાર ચાતુર્માસ દરમિયાન સાધુ-સાધ્વીઓને સ્વાધ્યાય કરાવવા અથવા જ્ઞાનચર્ચા માટે બોલાવતા. એક વખત મહારાજશ્રીનું શંખેશ્વરમાં ચાતુર્માસ હતું ત્યારે મારે પનાલાલભાઈ સાથે જવાનું થયું હતું. ત્યારે મહારાજશ્રી પાસે આટલી ભીડ રહેતી નહિ. નિરાંતે બેસવા મળતું અને સારી જ્ઞાનગોષ્ઠી થતી. છેલ્લે પાલીતાણામાં જ્યારે મહારાજશ્રીનું ચાતુર્માસ હતું ત્યારે મારા મિત્ર શ્રી મહાસુખભાઈ શાહની સાથે મહારાજશ્રીને વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પરંતુ એ દિવસોમાં એટલી બધી ભીડ રહેતી હતી કે નિરાંતે વાત થઈ શકી નહોતી. મહારાજશ્રીની તેજસ્વી, પવિત્ર, વાત્સલ્યસભર મુખમુદ્રાનાં દર્શન કરવા માટે લોકોનો ઘણો ધસારો રહેતો હતો. આમ પૂજ્ય મહારાજશ્રીને મળવાનું મારે ઘણી વાર થયું હતું, પરંતુ એમના સાન્નિધ્યનો જેટલો લાભ લેવો જોઇએ તે સંજોગવશાત્ હું લઈ શક્યો નહોતો. પ્રભુભક્તિ, જ્ઞાનચર્ચા અને ધ્યાનસાધના માટે એમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મળતું. પોતે રાજસ્થાનના વતની હતા, પણ યુવાન વયે કચ્છના વાગડ સમુદાયમાં દીક્ષિત થયા હતા અને ઠેઠ દક્ષિણ ભારત સુધી ઘણા પ્રદેશોમાં વિચર્યા હતા. કચ્છના વાંકી તીર્થ સહિત એમના હસ્તે ધર્મ પ્રભાવનાનાં અનેક મોટાં કાર્યો થયાં હતાં. શ્રી કલાપૂર્ણસૂરિજીનો જન્મ વિ. સં. ૧૯૮૦ના વૈશાખ સુદ ૨ના દિવસે રાજસ્થાનમાં ફલોદી નગરમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ પાબુદાન Page #652 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૦૧ લુક્કડ અને માતાનું નામ ખમાબાઈ હતું. એમનું જન્મનામ અક્ષયરાજ પાડવામાં આવ્યું હતું. અક્ષયરાજનું બાળજીવન ફલોદીમાં પસાર થયું હતું. એમનાં માતુશ્રી ધર્મપરાયણ હતાં. વળી એમના મામાને પણ ધર્મનો એવો જ રંગ લાગેલો હતો. તેઓ દેરાસરે જાય, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જાય ત્યારે બાળ અક્ષયરાજને સાથે લઈ જતા. આથી બાળપણથી જ અક્ષયરાજમાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. પાંચેક વર્ષની વયે અક્ષયરાજને ગામઠી શાળામાં ભણવા બેસાડ્યા હતા. અક્ષયરાજ શાળામાં તેજસ્વી વિદ્યાર્થી ગણાતા. તેઓ શાન્ત અને વિનયી હતા. એથી શિક્ષકોના મન પર એમનો સારો પ્રભાવ પડ્યો હતો. ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં તેમને ગજસુકુમાલ, જંબૂકુમાર, ધના, શાલિભદ્ર વગેરેની કથાઓ સાંભળવા મળતી અને તે એમને બહુ ગમતી. કથાઓ સાંભળતી વખતે એમના મનમાં એવા ભાવ થતા કે આવા મહાત્માઓ જેવા પોતે ક્યારે થઈ શકશે. એ જમાનામાં અને તેમાં પણ ગુજરાત, રાજસ્થાનમાં બાળલગ્નો સ્વાભાવિક હતાં. અભયરાજનાં લગ્ન સોળ વર્ષની વયે થયાં હતાં. એમનાં પત્નીનું નામ રતનબહેન. તેઓ અત્યંત વિનયી, સુશીલ અને ધર્મપ્રેમી હતાં. લગ્ન પછી અક્ષયરાજને પ્રભુભક્તિની એવી લગની લાગી હતી કે મંદિરમાં તેઓ સવારે પૂજામાં ઘણો સમય પસાર કરતા. વળી તેઓ સ્નાત્રપૂજા તથા બીજી મોટી પૂજાઓ ભણાવતા. તેમનો કંઠ મધુર હતો અને સ્તવનો સરસ ગાતા. એટલે સૌ કોઈ એમને જ ગાવાનું કહેતા. એમાં વળી એમણે હારમોનિયમ શીખી લીધું. આ રીતે દેરાસરના એમના કલાકો વધવા લાગ્યા. આથી આજીવિકા માટે તેઓ પૂરું ધ્યાન આપી શકતા નહિ. પરિણામે કમાણી ઓછી થઈ ગઈ. સ્થિતિ સામાન્ય બની ગઈ. એથી એક દિવસ માતાએ ટકોર કરી કે “બેટા, આમ ચાલ્યા કરશે તો આગળ જતાં કુટુંબનું ગુજરાન કેમ ચાલશે ?' માતાની આ ટકોર અક્ષયરાજને સચોટ લાગી ગઈ. કમાવા માટે કંઈક યોગ્ય ઉપાય કરવો જોઇએ એમ એમને સમજાયું. એવામાં ફલોદીના એક વેપારી શ્રી સંપતલાલ કે જેઓ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં જઇને રહ્યા હતા અને ત્યાં વેપાર ચાલુ કર્યો હતો તેમને પોતાની દુકાનમાં એક યુવાન મદદનીશની જરૂર હતી. તેઓ અક્ષયરાજને ત્યાં લઈ ગયા. ત્યાં જૂના રિવાજ પ્રમાણે ઘર અને દુકાન એક જ મકાનમાં હતાં અને અક્ષયરાજને શેઠની સાથે એમના ઘરે જ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ પ્રભાવક સ્થવિરો રહેવા-જમવાનું હતું. અક્ષયરાજ ત્યાં નોકરી કરતા, પણ સાથે સાથે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે પોતાની નિત્ય ધાર્મિક ક્રિયાઓ ચૂકતા નહિ. દુકાનના કામકાજમાંથી એ માટે સમય કાઢવો પડતો. એથી મોડું વહેલું થતું. એક દિવસ કામ એટલું બધું પહોંચ્યું કે રાતના બાર વાગી ગયા. પ્રતિક્રમણનો સમય તો ક્યારનો વીતી ગયો હતો એટલે રાતના એક વાગે તેઓ સામાયિક કરવા બેઠા. શેઠ ઊંઘમાંથી વચ્ચે ઊયા. ત્યારે એ જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પછી તેમણે અક્ષયરાજને કારણ પૂછયું. દુકાનના કામકાજમાં પોતે પ્રતિક્રમણનો સમય ચૂકી ગયા એમ અક્ષયરાજે શેઠને જણાવ્યું. તે વખતે જ અક્ષયરાજની દઢ ધર્મશ્રદ્ધા જોઇને શેઠે કહ્યું, “કાલથી તમારે તમારા સમયે પ્રતિક્રમણ કરી લેવું. દુકાનનું ગમે તેટલું કામ હોય તો પણ પ્રતિક્રમણ ચૂકવું નહિ.” અક્ષયરાજની ધર્મશ્રદ્ધા માટે અને ધર્માચરણ માટે શેઠશ્રી સંપતલાલને બહુ આદર હતો. રાજનંદગાંવમાં થોડી બચત થતાં અક્ષયરાજે જુદું ઘર લીધું અને પોતાનાં પત્નીને બોલાવી લીધાં. ધંધાનો થોડો અનુભવ થયો એટલે એમણે પોતાનો સોનાચાંદીનો સ્વતંત્ર વેપાર ચાલુ કર્યો. પરંતુ એ ધંધામાં એટલી ફાવટ આવી નહિ અને કમાણી થઈ નહિ. એટલે સોનાચાંદીનો વેપાર છોડીને એમણે કાપડની દુકાન કરી. અક્ષયરાજનાં ધર્મપત્ની રતનબહેન પોતાની નિત્ય ધર્મકરણી ચૂકતાં નહિ. દેવદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. એમના ધર્મપરાયણ જીવનથી અક્ષયરાજને પણ પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હતાં. અક્ષયરાજ અને રતનબહેનને બે સંતાનો થયાં. મોટા પુત્રનું નામ જ્ઞાનચંદ અને નાના પુત્રનું નામ આશકરણ રાખ્યું હતું. દરમિયાન અક્ષયરાજે વતનમાં રહેતાં પોતાના વૃદ્ધ માતાપિતાને રાજનંદગાંવ બોલાવી લીધાં હતાં. પરંતુ વિ. સં. ૨૦૦૬માં ખમાબહેનનો અને વિ. સં. ૨૦૦૭માં પિતાશ્રી પાબુદાનભાઈનો સ્વર્ગવાસ થયો. આમ એક જ વર્ષના અંતરે માતાપિતા ચાલ્યાં જતાં અક્ષયરાજનું ચિત્ત જીવનની અસ્થિરતા, અનિત્યતા, ક્ષણભંગુરતાના વિચારે ચડી ગયું. હૃદયમાં વૈરાગ્યના રંગો પ્રગટ્યા. ધર્મ તરફ Page #654 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૦૩ મન વધારે વળ્યું. ધર્મનું શરણ એ જ જીવને માટે સાચું શરણ છે એવી શ્રદ્ધા વધુ દઢ થઈ. એ અરસામાં રાજનંદગાંવમાં પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરિજીના એક શિષ્ય શ્રી રૂપવિજયજીનું ચાતુર્માસ હતું. રોજેરોજ વ્યાખ્યાનમાં જવાને લીધે એમનો પ્રભાવ અક્ષયરાજ ઉપર પડતો ગયો. તે સમયે મહારાજશ્રી પાસે “જૈન પ્રવચન આવતું. તેમાં પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરનાં પ્રવચનો છપાતાં. અક્ષયરાજને આ જૈન પ્રવચન” વાંચવામાં ખૂબ રસ પડ્યો અને પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનાં વચનોની એમના ઉપર ઘણી પ્રબળ અસર થઈ. મહારાજશ્રી રૂપવિજયજીનાં વ્યાખ્યાનો અને એમનો અંગત પરિચય વધવાને પરિણામે અક્ષયરાજને એટલો બધો ભાવોલ્લાસ થયો કે એમણે ચાતુર્માસમાં સોળ ઉપવાસ કર્યા એટલું જ નહિ, રૂપસાગર મહારાજની પ્રેરણા મળતી રહી એટલે વિ. સં. ૨૦૦૭માં એમણે સત્તાવીસ વર્ષની ભરયુવાન વયે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. ત્યારે હજુ એમને દીક્ષા લેવાના કોઈ ભાવ થયા ન હતા, પણ સંયમી જીવન જીવવાની પ્રખર ભાવના થઈ હતી. એમનાં પત્ની રતનબહેનનો પણ એમાં પૂરો સહકાર રહેલો હતો. સંયમ ધારણ કરવાના પરિણામે રાજનંદગાંવમાં અક્ષયરાજનું ધર્મમય જીવન વિશેષ સમૃદ્ધ થતું જતું હતું. દરમિયાન એક ચાતુર્માસમાં ત્યાં ખરતરગચ્છના મુનિ શ્રી સુખસાગરજી પધાર્યા. એમણે અક્ષયરાજને દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચવા આપ્યું. આગમસાર, અધ્યાત્મગીતા, વિચારરત્નસાર ઇત્યાદિ વાંચવા સાથે દેવચંદ્રજી મહારાજનાં સ્તવનોની ચોવીસી એમણે કંઠસ્થ કરી. તદુપરાંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજની ચોવીસી પણ કંઠસ્થ થઈ ગઈ. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચીને અક્ષયરાજને આધ્યાત્મિક રુચિ જાગ્રત થઈ. પ્રભુભક્તિ સાથે કાયોત્સર્ગ અને ધ્યાનનો એમનો અભ્યાસ પણ વધતો ગયો. એક દિવસ રાજનંદગાંવથી અક્ષયરાજ ફલોદી આવ્યા હતા. તે વખતે ફલોદીમાં પ. પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજનું ચાતુર્માસ હતું. અક્ષયરાજ પોતાના નિત્યના નિયમ મુજબ દેરાસરે પૂજા કરવા જતા, વ્યાખ્યાનમાં બેસતા, સામાયિક કરતા, Page #655 -------------------------------------------------------------------------- ________________ ६०४ પ્રભાવક સ્થવિરો સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા. ચાતુર્માસમાં રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી કેટલાક શ્રાવકો શ્રી લબ્ધિસૂરિ મહારાજ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. એક વખત કોઈક શ્રાવકે પ્રશ્ન કર્યો કે “સાહેબજી! આ કાળમાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ, વિશુદ્ધ આચારપાલનમાં અને ઉચ્ચ આત્મદશામાં ચડી જાય એવા મહાત્મા કોણ ?' શ્રી લબ્ધિસૂરિ મહારાજે કહ્યું, “અમારી જાણમાં છે તે મુજબ વાગડ દેશોદ્ધારક પ. પૂ. શ્રી કનકસૂરિનું નામ એ માટે બોલાય છે.” આ સાંભળતાં જ અક્ષયરાજને મનમાં થયું કે શ્રી કનકસૂરિ મહારાજને અવશ્ય મળવું જોઇએ. તે સમયે વિ. સં. ૨૦૦૯માં શ્રી કનકસૂરિ મહારાજ પાલીતાણામાં બિરાજમાન હતા. અક્ષયરાજે ઘરમાં વાત કરી. તેઓ પાલીતાણા જવા ઇચ્છે છે એ જાણીને એમના સસરા મિશ્રીલાલજીએ પણ સાથે આવવાની ઇચ્છા બતાવી. નક્કી થતાં તેઓ બંને પાલીતાણા પહોંચ્યા. શ્રી કનકસૂરિ મહારાજનાં દર્શનવંદન કર્યા. જોતાં જ કોઈ અત્યંત પવિત્ર મહાત્મા લાગે. અક્ષયરાજને થયું કે દીક્ષા લેવી હોય તો એમની પાસે જ લેવી. શ્રી કનકસૂરિ અને અક્ષયરાજ બંનેએ જાણે એક બીજાને મનોમન ઓળખી લીધા હોય એવું બન્યું. બંને એકબીજાના હૈયામાં વસી ગયા. એ વખતે અક્ષયરાજે દીક્ષા લેવા માટે ઇચ્છા પ્રગટ કરી. એમની યોગ્યતા જાણીને પ. પૂ. શ્રી કનકસૂરિજીએ સંમતિ આપી, પરંતુ તે પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ કરવા જણાવ્યું. અક્ષયરાજને જેમ દીક્ષાનો ભાવ થયો તેમ એમના સસરાને પણ દીક્ષા લેવાનો ભાવ થયો. ફલોદી આવીને અક્ષયરાજે ઘરે વાત કરી તો પત્ની રતનબહેને પણ દીક્ષા લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી. બંને દીકરાઓએ પણ એ જ માર્ગે જવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો. આવો શુભ સંકલ્પ થતાં વેપાર ધંધો સંકેલાઈ ગયો અને રાજનાંદગાંવથી તેઓ અમદાવાદમાં આવીને વિદ્યાશાળામાં અભ્યાસ કરવા આવ્યા. તે વખતે ત્યાં સંઘસ્થવર શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી મહારાજ) બિરાજમાન હતા. એમની નિશ્રામાં ચાતુર્માસમાં તેઓ રહ્યા અને શ્રાવક તરીકે સાધુજીવનની તાલીમ લીધી. રતનબહેન ભાવનગર ગયાં અને ત્યાં સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી પાસે રહીને અભ્યાસ કરવા લાગ્યાં. આ રીતે લગભગ એક વર્ષ તેઓ બધાંએ અભ્યાસ કર્યો. Page #656 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૦૫ ત્યારપછી તેમની બધાંની સંયમમાર્ગ માટેની યોગ્યતા અને તાલાવેલી જોઇને પ. પૂ. શ્રી કનકસૂરિજી મહારાજે તેઓ પાંચને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. દીક્ષા લેવાનો નિર્ણય તો થયો, પરંતુ અક્ષયરાજ અને એમના પરિવારને દીક્ષા પોતાના વતન ફલોદીમાં લેવાની ભાવના હતી અને વૃદ્ધ શ્રી કનકસૂરિ મહારાજ વિહાર કરીને ફલોદી સુધી પહોંચી શકે એમ નહોતા. એટલે એમણે પોતાના શિષ્યો શ્રી રત્નાકરવિજયજી અને શ્રી કંચનવિજયજીને ફલોદી મોકલ્યા. શ્રી કંચનવિજયજી ફલોદીના જ વતની હતા. વિ. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ (ભગવાન મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ)ના રોજ તેઓને મોટા ઉત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી. સાધુજીવનનો ઓઘો મળતાં તેમનાં હૈયાં નાચી ઊઠ્યાં. જીવનનું આ એક મોટું પ્રસ્થાન થયું. ફલોદીના આ દીક્ષા મહોત્સવમાં એક સાથે એક જ પરિવારના પાંચ સભ્યો હતા. અક્ષયરાજનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજય રાખવામાં આવ્યું. એમનાં પત્ની રતનબહેનનું નામ સાધ્વી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી રાખવામાં આવ્યું. એમના બંને દીકરાઓ મુનિ શ્રી કલાપ્રભવિજય અને મુનિ શ્રી કલ્પતરુવિજય થયા. મિશ્રી લાલજી બન્યા મુનિ શ્રી કલધીતવિજયજી. આમ એક સાથે પાંચ દીક્ષા થતાં ફલોદીની ધરતી પાવન થઈ ગઈ. ફલોદીના આ મોટા દીક્ષા મહોત્સવ પછી સંઘે સર્વને આગ્રહભરી વિનંતી કરી કે તેઓ બધાં ચાતુર્માસ પણ ત્યાં જ કરે. ગુરુઆજ્ઞા મળતાં તેઓનું ચાતુર્માસ ત્યાં જ થયું. આ પાંચે નવદીક્ષિતોમાંથી શ્રી કલાપૂર્ણ વિજયને તથા શ્રી કલધીતવિજયને શ્રી કનકસૂરિના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. બંને બાલમુનિઓને શ્રી કલાપૂર્ણવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. રતનબહેનસુવર્ણપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સુનંદાશ્રીજીના શિષ્ય બન્યાં. એક અક્ષયરાજને દીક્ષા લેવાના ભાવ થયા, તેમાંથી કુલ પાંચ જણને તેવા ભાવ થયા એટલું જ નહિ, ફલોદીમાં ચાતુર્માસ પછી અક્ષયરાજના સાળા નથમલને પણ દીક્ષા આપવામાં આવી. ચાતુર્માસ પછી તેઓ સર્વે ફલોદીથી વિહાર કરતા કરતા ગુજરાતમાં રાધનપુર પધાર્યા. ત્યાં એમને પોતાના ગુરુ આચાર્ય શ્રી કનકસૂરિનાં દર્શન વંદન થતાં તેમના આનંદનો પાર ન રહ્યો. હવે વડી દીક્ષાની પણ તૈયારી થઈ અને વિ. સં. . Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક સ્થવિરો ૨૦૧૧ના વૈશાખ સુદ સાતમના રોજ સાતલપુર મુકામે શ્રી કનકસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. દીક્ષા પછી મુનિ શ્રી કલાપૂર્ણવિજય ત્રણેક વર્ષ પોતાના ગુરુ ભગવંત શ્રી કનકસૂરિ સાથે વિચર્યા. એમાંથી એમને ઘણી પ્રેરણા મળી. ત્યારપછી શ્રી કનકસૂરિ મહારાજે શ્રી કલાપૂર્ણવિજયનો ક્ષયોપશમ જોઇને એમને પ.પૂ. સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજની પાસે અભ્યાસ કરવા મોકલ્યા. શ્રી પ્રેમસૂરિ મહારાજનો સમુદાય ઘણો મોટો હતો. તેઓ કર્મસિદ્ધાન્તનો ગહન અભ્યાસ કરાવતા હતા. એ રીતે શ્રી કલાપૂર્ણવિજયજીએ સં. ૨૦૧૪માં વઢવાણમાં અને ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં શ્રી પ્રેમસૂરિદાદા સાથે ચાતુર્માસ કર્યો. - ત્યાર પછી શ્રી કલાપૂર્ણવિજયજી શ્રી કનકસૂરિદાદા પાસે આવી પહોંચ્યા. એક વર્ષ ચાતુર્માસ એમની સાથે કર્યું. દરમિયાન ગુરુ મહારાજને લાગ્યું કે શ્રી કલાપૂર્ણવિજયજી હવે ન્યાયદર્શનનો પણ બરાબર અભ્યાસ કરે તો સારું. એ વખતે જામનગરમાં પંડિત વ્રજલાલભાઈ સાધુ-સાધ્વીને ન્યાયદર્શનનો અભ્યાસ કરાવતા. એટલે આચાર્ય મહારાજે શ્રી કલાપૂર્ણવિજયજીને જામનગર મોકલ્યા. સં. ૨૦૧૭ અને ૨૦૧૮ એમ બે ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યા અને ત્યાં રહીને ન્યાયદર્શનનો બરાબર અભ્યાસ કર્યો. આમ દીક્ષા પછીનાં ચારેક વર્ષમાં શ્રી કલાપૂર્ણવિજયજીએ સઘન શાસ્ત્રાભ્યાસ કરી લીધો. અભ્યાસ કર્યા પછી શ્રી કલાપૂર્ણવિજય પોતાના ગુરુ મહારાજ સાથે કચ્છમાં જોડાઈ ગયા. ત્યારપછી સં. ૨૦૧૯નું ચાતુર્માસ ભચાઉ નક્કી થયું. એ વખતે કચ્છ ગાંધીધામના સંઘે બે સાધુ મહારાજને ચાતુર્માસ માટે ગાંધીધામ મોકલવા આચાર્યશ્રીને વિનંતી કરી. એ વખતે શ્રી કલાપૂર્ણવિજયજીની ભાવના તો ગુરુ મહારાજશ્રીની સાથે જ રહેવાની હતી. પરંતુ ગુરુઆજ્ઞા થતાં તેઓ ગાંધીધામમાં ચાતુર્માસ માટે ગયા. આ ચાતુર્માસ પૂરું થાય તે પહેલાં તો વયોવૃદ્ધ ગુરુ મહારાજ શ્રી કનકસૂરિ કાળધર્મ પામ્યા. અંત સમયે ગુરુ મહારાજની પાસે ન રહેવાયું એનું દુઃખ થયું અને માથેથી જાણે શિરછત્ર ગયું હોય એવો આઘાત લાગ્યો. પણ પછી એમણે સમાધાન મેળવ્યું કે જે કાળે જે બનવાનું હોય તે જ બને છે. શ્રી કનકસૂરિજીના કાળધર્મ પછી સમુદાયની જવાબદારી શ્રી દેવેન્દ્રસૂરિના માથે આવી. દરમિયાન દીક્ષાગુરુ શ્રી કંચનવિજયજી પણ કાળધર્મ પામ્યા. Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૦૭ મુનિ તરીકે કલાપૂર્ણવિજયજીએ સા૨ી સજ્જતા પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે શાસ્ત્રાભ્યાસ કરી લીધો હતો. સ્તવનો કંઠસ્થ હતાં. બીજાં કેટલાંયે સૂત્રો, શ્લોકો, સુભાષિતો પણ તેમણે કંઠસ્થ કરી લીધાં હતાં. વડીલો પાસેથી જૈન શાસનની અને ઐતિહાસિક પરંપરાની ઘણી પ્રેરક વાતો તેમણે સાંભળી હતી. તેમની વ્યાખ્યાનશક્તિ બહુ ખીલી હતી. તેમનામાં વિનય, લઘુતા, સમતા, શાન્તિ, તપશ્ચર્યા, ભક્તિ, વૈરાગ્ય, મૈત્રી, ઉદારતા, માધ્યસ્થતા ઇત્યાદિ ગુણોનો વિકાસ થયો હતો. તેમની દીક્ષાને હવે પંદર વર્ષ થઈ ગયાં હતાં. આથી વાના સંઘો તરફથી અને વડીલ સાધુઓ તરફથી એમને પંન્યાસની પદવી ગ્રહણ ક૨વા માટે વારંવાર વિનંતી થતી હતી, પણ શ્રી કલાપૂર્ણવિજયજી એ લેવા ના કહેતાં. એટલે એ વાત સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજ પાસે ગઈ. શ્રી પ્રેમસૂરિ મહારાજે એમને ટૂંકામાં એટલું જ લખ્યું કે ‘સમુદાયની જવાબદારી સ્વીકારવી એ કર્તવ્યરૂપ છે, અને આરાધનારૂપ છે. એ થકી કર્મની નિર્જરા થાય છે.’ આથી શ્રી કલાપૂર્ણવિજયજીએ છેવટે સંમતિ આપી અને વિ. સં. ૨૦૨૫માં ફલોદી નગરમાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ એમને ઉત્સવપૂર્વક પંન્યાસની પદવી આપી. આ પ્રસંગે વિશેષ આનંદની વાત એ બની કે સંસારી પક્ષે શ્રી કલાપૂર્ણવિજયજીના ભત્રીજા શ્રી હેમચંદ્રભાઇને પણ દીક્ષા લેવાના ભાવ થયા અને એમને દીક્ષા આપવામાં આવી. એમનું નામ મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી રાખવામાં આવ્યું. પંન્યાસની પદવી પછી શ્રી કલાપૂર્ણવિજયજી સમુદાયના વડા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ સાથે કચ્છમાં વિચરતા અને એમની સાથે ચાતુર્માસ કરતા. તેઓ હંમેશાં એમની સેવામાં તત્પર રહેતા. હવે શ્રી દેવેન્દ્રસૂરિ વૃદ્ધ થયા હતા. એમાં વળી એમના પગનું હાડકું ભાંગવાથી તેઓ બહુ વિહાર કરી શકતા નહોતા. આથી તેમની ઇચ્છા હતી કે હવે જો શ્રી કલાપૂર્ણવિજયજી આચાર્યની પદવી ગ્રહણ કરીને સમુદાયની સંભાળ રાખે તો પોતે નિવૃત્ત થઈ શકે. પરંતુ શ્રી કલાપૂર્ણવિજયજીની ઇચ્છા પદવી લેવાની નહોતી. આમ છતાં એક વખત શ્રી દેવેન્દ્રસૂરિએ આ અંગે કોઈ ભક્ત આગળ પોતાની વેદના જાહેર કરી ત્યારે શ્રી કલાપૂર્ણવિજયજીને એમ લાગ્યું કે પોતે હવે આચાર્યની પદવી ગ્રહણ કરી લેવી જોઇએ. એમણે એ માટે સંમતિ આપી. સં. ૨૦૨૮માં લાકડીઆમાં પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે ચાતુર્માસ કર્યા પછી છરી પાળતો સંઘ ભદ્રેશ્વર ગયો અને Page #659 -------------------------------------------------------------------------- ________________ ६०८ પ્રભાવક સ્થવિરો ત્યાં એમને આચાર્યની પદવી આપવાનો મહોત્સવ થયો. શ્રી કલાપૂર્ણવિજયજીની સંયમયાત્રા અને આત્મસાધના ઊંચી કોટિની હતી, પરંતુ તેમાં પણ પ. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજીના સમાગમ પછી બહુ વેગ આવ્યો હતો. આ બંને મહાત્માઓનું પ્રથમ મિલન કચ્છની ધરતી ઉપર થયું હતું. તેઓ બંને કચ્છમાં વિહારમાં હતા ત્યારે વિ. સં. ૨૦૧૩માં ભુજપુર મુકામે મળ્યા હતા. તે વખતે કલાપૂર્ણવિજયજીને પોતાની નવકાર મંત્રની આરાધના અને ધ્યાન-સાધના માટે માર્ગદર્શક ગુરુનાં દર્શન શ્રી પંન્યાસજી મહારાજમાં થયાં. બંને મહાત્માઓ મળ્યા ત્યારે જાણે આત્માએ આત્માને ઓળખી લીધો હોય એવું બન્યું. પછીથી તો કલાપૂર્ણવિજયજી પૂજ્ય પંન્યાસજી મહારાજના પત્ર દ્વારા સતત સંપર્કમાં રહેતા. ત્યાર પછી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ રાજસ્થાનમાં હતા અને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા ત્યારે તેમણે શ્રી કલાપૂર્ણવિજયજીને પોતાની સાથે ચાતુર્માસ કરવા કહ્યું હતું કે જેથી સતત એકબીજાને મળી શકાય. એ મુજબ કલાપૂર્ણસૂરિજીએ વિ. સં. ૨૦૩૧નું ચાતુર્માસ બેડામાં, વિ. સં. ૨૦૩૨નું લુણાવામાં અને વિ. સં. ૨૦૩૩નું પિંડવાડામાં ૫. પૂ. શ્રી ભદ્રંકરવિજયજી સાથે કર્યું હતું. પંન્યાસજી મહારાજ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા. તેમણે આચાર્યની પદવી ક્યારેય સ્વીકારી નહોતી. શ્રી કલાપૂર્ણસૂરિ આચાર્ય હતા, પરંતુ એમને વંદન કરતા અને એમની સન્મુખ નીચા આસને બેસતા હતા. આ ત્રણ વર્ષ દરમિયાન શ્રી કલાપૂર્ણસૂરિજીને શાસ્ત્રબોધ, તત્ત્વચિંતન, આચારશુદ્ધિ તથા ધ્યાન વગેરે દ્વારા કરાતી સાધનાની અનુભૂતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. શ્રી કલાપૂર્ણસૂરિજી કહેતા કે “જો પંન્યાસજી મહારાજ અમને ન મળ્યા હોત તો અમારું ઘડતર ન થયું હોત.” આમ પ. પૂ. શ્રી પંન્યાસજી મહારાજના એક સાચા ઉત્તરાધિકારી શ્રી કલાપૂર્ણસૂરિજી બન્યા હતા. શ્રી કલાપૂર્ણસૂરિજી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ જામી જતું. કેટલીક વાર ગામમાં ઝઘડા હોય તો તે એમના આગમનથી શમી જતા. ક્યારેક કુટુંબો વચ્ચે વેરભાવની વર્ષો જૂની ગાંઠ પડી ગઈ હોય તો તે તેઓ ઉકેલી આપતા. તેઓ બંને પક્ષને વારાફરતી બોલાવીને સમજાવતા અને પછી બંનેને એકત્ર કરી બંને પાસે પ્રેમથી પરસ્પર ભાવપૂર્વક “મિચ્છામિ દુક્કડ કરાવતા. Page #660 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ શ્રી કલાપૂર્ણસૂરિ કાયમ એકાસણું અને પર્વ તિથિએ ઉપવાસ કરતા. પરંતુ તેઓ વ્યાખ્યાન પછી દેરાસરમાં પ્રભુભક્તિ કરવા બેસી જતા અને એક પછી એક સ્તવનો લલકારતા. ‘પ્રીતલડી બંધાણી રે' સ્તવન તો રોજ જ બોલાતું. પોતે સ્તુતિ કરતા ત્યારે ખ્યાલ ન રહે કે કેટલા વાગ્યા છે. ગોચરી વાપરતાં બપો૨ના એક, દોઢ, બે તો સામાન્ય રીતે થઈ જતા. ગોચરી વાપરવામાં પણ રસ નહિ. જે મળ્યું તે વાપરી લેવું. તેમણે આહારસંજ્ઞા ઉપર સારો વિજય મેળવ્યો હતો. આહાર એ તો શરીરને આપવાનું માત્ર ભાડું છે એમ એમના સંયમી જીવનમાં જોવા મળતું. શ્રી કલાપૂર્વસૂરિજી અનાવશ્યક લોકપરિચય વધારતા નહિ. તેમને વંદન કરવા માટે શ્રાવક-શ્રાવિકાઓની ભીડ હંમેશાં જામેલી રહેતી, પણ તેઓ ખપ પૂરતી વાત કરતા. ‘માળા ગણજો, સામાયિક કરજો' એવી ભલામણ કરતા. તેઓ પત્રવ્યવહાર ખાસ રાખતા નહિ. કોઈ ખાસ કારણ હોય તો પત્ર લખવાનું શિષ્યોને સોંપી દેતા. ૬૦૯ વિ. સં. ૨૦૩૯નું ચાતુર્માસ શ્રી કલાપૂર્ણસૂરિજીએ અમદાવાદમાં કર્યું હતું. એ વખતે અમદાવાદમાં શાન્તિનગરમાં સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ ૫. પૂ. શ્રી રામચંદ્રસૂરિશ્વરજીનું ચાતુર્માસ હતું. એટલે પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી રોજ ગચ્છાધિપતિને વંદન કરવા જતા. ચાતુર્માસ દરમિયાન ગચ્છાધિપતિ બીમાર હતા ત્યારે પૂ. કલાપૂર્ણસૂરિજી રોજ સુખશાતા પૂછવા જતા અને સ્તવનો ગાઇને સંભળાવતા. ત્યારે તેઓ અત્યંત આર્દ્ર હૃદયે ગાતાં ગાતાં આનંદોલ્લાસમાં, ભાવોલ્લાસમાં આવી જતા. પ્રભુ સાથે એકરૂપ બની જતા.એટલે જ એક વખત પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિશ્વરજીએ કહેલું કે ‘તમારે પ્રભુભક્તિ જોઇતી હોય તો આચાર્ય કલાપૂર્ણસૂરિ પાસે જાવ.’ વિ. સં. ૨૦૪૬માં શ્રી કલાપૂર્ણસૂરિ ભુજમાં હતા અને એમના હાથે દીક્ષા અપાવાની હતી. એ પ્રસંગે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. લોકોની ભીડ ઘણી જામી હતી. એવામાં એક ગાય ભડકી અને દોડવા લાગી. એથી લોકોમાં પણ દોડાદોડ થઈ ગઈ. એ વખતે પોતાનામાં જ મસ્ત એવા શ્રી કલાપૂર્ણસૂરિજીને ખબર પડી નહિ. પોતે આઘા ખસવા ગયા ત્યાં પડી ગયા અને થાપાના હાડકામાં ફ્રેક્ચર થયું. અસહ્ય પીડા થવા લાગી. તેમને ઉપાશ્રયે લઈ આવવામાં આવ્યા. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ પ્રભાવક સ્થવિરો ડૉક્ટરોએ ઓપરેશન માટે જામનગર લઈ જવાની સલાહ આપી. પણ ત્યાં જવાની તેમણે ના પાડી દીધી. છેવટે મુંબઇના ડૉક્ટરોએ આવીને ભુજમાં ઓપરેશન કર્યું. પરંતુ એ સમય દરમિયાન તેઓ એવી સ્વસ્થપણે વાત કરતા કે કોઇને ખબર ન પડે કે એમને દર્દ થાય છે. વસ્તુતઃ દેહમાંથી એમની દેહબુદ્ધિ નીકળી ગઈ હતી. ભુજની આ ઘટના વખતે કોઇકે એમને પ્રશ્ન કર્યો હતો કે “આટલા બધા લોકોમાં ગાયે તમને જ કેમ પછાડ્યા?' ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે “એ સારા માટે જ થયું. મને લાગ્યું એથી તમે કેટલા બધા વૈયાવચ્ચ માટે આવી પહોંચ્યા છો. બીજા કોઈ અજાણ્યાને વાગ્યું હોત તો એની સંભાળ કોણ લેત ? એટલે જે થયું તે સારું જ થયું છે. કર્મના ઉદય પ્રમાણે બધું થાય છે.” જીવનની ઉત્તરાવસ્થાનાં વર્ષોમાં પૂ. કલાપૂર્ણસૂરિજીએ દક્ષિણ ભારતમાં મદ્રાસ, બેંગલોર, કોઇમ્બતુર, સોલાપુરમાં ચાતુર્માસ કર્યા અને એક ચાતુર્માસ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં કર્યું. એમના વિચરણથી દક્ષિણ ભારતની ધરતી પાવન થઈ ગઈ. ધર્મની પ્રભાવના ખૂબ થઈ. એટલાં વર્ષોમાં ત્રીસ જેટલી પ્રતિષ્ઠા થઈ. એમાં પણ મદ્રાસમાં ચંદ્રપ્રભુના દેરાસરની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ એક જાદુઈ હવા પ્રસરાવી હતી. અનેક લોકોનો ધસારો શ્રી કલાપૂર્ણસૂરિજીનાં દર્શન માટે થતો. દક્ષિણ ભારતમાં આચાર્યશ્રીએ કરેલાં ચાતુર્માસના અનન્ય દિવસો લોકો હંમેશાં યાદ કરતા રહ્યા છે. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમતાના ધારક હતા. કંઈ પણ શારીરિક કષ્ટ પડે, અશાતાવેદનીયનો ઉદય હોય તે વખતે પણ તેઓ સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. મદ્રાસમાં જ્યારે તેઓ હતા ત્યારે જીવલેણ બીમારીમાં પટકાઈ પડ્યા હતા. શરીર સાવ સુકાઈ ગયું હતું. સ્મૃતિ ઓછી થઈ ગઈ હતી. પરંતુ થોડા વખતમાં જ રોગ કાબુમાં આવી ગયો અને અનુક્રમે પોતે પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. શરીર નબળું થયું ત્યારે પણ તેમની આંતરિક જાગૃતિ તો એવી જ ઊંચી હતી. દક્ષિણ ભારતથી પાછા ફરતાં મહારાજશ્રીની ભાવના રાજનંદગાંવમાં ચાતુર્માસ કરવાની હતી, કારણ કે આ એ નગર કે જ્યાં મહારાજશ્રીએ આજીવિકા માટે ફલોદીથી આવીને નોકરી ચાલુ કરી હતી અને એ જ નગર કે જ્યાંથી એમને Page #662 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૧૧ બ્રહ્મચર્ય વ્રતની અને દીક્ષાની પ્રેરણા મળી હતી. અહીંના જિન મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમા જે ત્યાંના લોકોમાં “કાલિયા બાબા' તરીકે જાણીતી છે, એમની ભક્તિથી તો પોતાના તેમ જ પરિવારના જીવનને સાચો રાહ મળ્યો હતો. એટલે રાજનંદગાંવની સ્પર્શના જો ગુજરાત પાછા ફરતાં ન કરવામાં આવે તો પછી ગુજરાતથી ફરી અહીં આવવાનો અવકાશ નહોતો. એટલે મહારાજશ્રીએ એક ચાતુર્માસ રાજનંદગાંવમાં કર્યું. આટલાં વર્ષોમાં શહેર ઘણું બદલાઈ ગયું હતું, પરંતુ ત્યાં પગ મૂકતાં જ જૂનાં સંસ્મરણો તાજાં થયાં હતાં. દક્ષિણમાંથી પાછા ફર્યા પછી પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિએ પાલીતાણા, વાંકી અને ફલોદીમાં ચાતુર્માસ કર્યા. પોતાના વતનમાં એમણે ઘણાં વર્ષોથી ચાતુર્માસ કર્યું નહોતું એટલે એ માટે ત્યાંના સંઘ તરફથી એમને વારંવાર વિનંતી થતી હતી. સંઘની વિનંતી છેવટે માન્ય થઈ અને શ્રી કલાપૂર્ણસૂરિજીએ જીવનનાં અંતિમ વર્ષમાં અંતિમ ચાતુર્માસ ફલોદીમાં કર્યું. તેઓ શરીરે અશક્ત થઈ ગયા હતા, થોડા વાંકા વળી ગયા હતા. ફલોદીમાં ચાતુર્માસ બહુ ધામધૂમપૂર્વક થયું. ચાતુર્માસ પછી એમની ભાવના શંખેશ્વર પહોંચવાની હતી, પણ તે પહેલાં તો વિહારમાં એમણે દેહ છોડી દીધો. શ્રી કલાપૂર્ણસૂરિજીના એક પ્રિય કવિ તે શ્રી દેવચંદ્રજી મહારાજ હતા. એમની ચોવીસીના ગૂઢાર્થ શ્રી કલાપૂર્ણસૂરિજીએ લખ્યા છે અને એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે. સામાયિક વિશે પણ એક પુસ્તિકા લખી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીએ ત્યાર પછી સ્વહસ્તે લેખન કાર્ય ઓછું કર્યું છે. જેમ જેમ સમુદાયની જવાબદારી વધતી ગઈ અને પોતાની અંતરંગ સાધના ચાલતી ગઈ તેમ તેમ સ્વહસ્તે લખવાનું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેમના શિષ્યોએ એમની વાણી શબ્દબદ્ધ કરી લીધી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીનાં વ્યાખ્યાનો એટલે અમૃતની ધારા. સાંભળતાં ધરાઇએ નહિ. એમાં શાસ્ત્રની વાત આવે અને સ્વાનુભવની વાતો પણ આવે. અનેક શ્લોકો, ગાથાઓ, સ્તવનોની કડીઓ વગેરેના સંદર્ભો આવે. એ બધું એમને કંઠસ્થ હતું. પ્રત્યેક વિષયની છણાવટ વિવિધ દૃષ્ટિકોણથી તેઓ કરતા. એમનાં આવાં વ્યાખ્યાનોની નોંધ ગણિી મુક્તિચંદ્રવિજય અને ગણિશ્રી મુનિચંદ્રવિજય ઉતારી લેતા. એવાં વ્યાખ્યાનો “કહે કલાપૂર્ણસૂરિ', “કહ્યું કલાપૂર્ણસૂરિએ' ઇત્યાદિ ગ્રંથરૂપે પ્રકાશિત થયાં છે, જે તત્ત્વજિજ્ઞાસુ માટે અત્યંત ઉપયોગી છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૨ પ્રભાવક સ્થવિરો શ્રી કલાપૂર્ણસૂરિજીનું સમગ્ર જીવન એટલે પ્રભુભક્તિમય સાધકનું ઉત્કૃષ્ટ જીવન. તેમનું જીવન એટલે વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ યોગોનો સમન્વય. તેઓ મંદિરમાં હોય ત્યારે ભક્તિયોગ, વ્યાખ્યાન આપતા હોય, વાચના આપતા હોય, સ્વાધ્યાય કરતા કે કરાવતા હોય ત્યારે જ્ઞાનયોગ, પડિલેહણ-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરતા હોય ત્યારે કર્મયોગ અને રાત્રે એકાંતમાં બેસી ધ્યાન ધરતા હોય ત્યારે એમનો ધ્યાનયોગ ચાલતો હોય. આમ તેમનું જીવન એક બહુશ્રુત અધ્યાત્મયોગીનું હતું. એમના કાળધર્મથી આપણને એક વિરલ મહાત્માની ખોટ પડી છે. એમના ભવ્યાત્માને નતમસ્તકે ભાવપૂર્વક અંજલિ અર્પીએ છીએ. Page #664 -------------------------------------------------------------------------- ________________