________________
પ્રભાવક સ્થવિરો
વદ ૯ની સાંજે પ્રતિક્રમણ કરી સૌને ખમાવી પોતે પદ્માસન વાળી બેસી ગયા અને પોતાનો મંત્રજાપ ચાલુ કર્યો અને રાત્રે ૧૨-૪૫ વાગે સમાધિપૂર્વક દેહ છોડ્યો. ચોત્રીસ વર્ષની ભરયુવાન વયે તેઓ કાળધર્મ પામ્યા.
- સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજે સત્તર વર્ષની ઉંમરે દીક્ષા લઈ, સત્તર વર્ષના દીક્ષાપર્યાયમાં અજોડ કાર્યો કર્યા. અંતરથી વિરક્ત, શરીરે સશક્ત, બ્રહ્મચર્યના તેજથી દીપ્તિવંત, આત્મકલ્યાણની સાથે જનકલ્યાણનાં વિવિધ પ્રકારનાં કાર્યો કરવાનાં સ્વપ્ન સેવનાર સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજનું સાધુજીવન વિરલ અને અનેકને માટે પ્રેરક બને તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org